Main Menu

અમરેલીનાં કેરીયા રોડ વિસ્‍તારમાં ભાજપનાં ઉમેદવાર બાવકુભાઈ ઉંઘાડને પ્રચંડ જનસમર્થન

9પ-અમરેલી-વડીયા-કુંકાવાવ વિધાનસભાની ચૂંટણી પર્વમાં ચાલી રહૃાો છે ત્‍યારે અમરેલી શહેરનાં કેરીયા રોડ વિસ્‍તારની જનતા ઘ્‍વારા ભાજપનાં ઉમેદવાર બાવકુભાઈ ઉંઘાડનાં સમર્થનમાં જંગી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાજપના ઉમેદવાર બાવકુભાઈ ઉંઘાડ શહેરનાં વિકાસ તથા જનતાની સલામતી બાબતે ઉદબોધન કર્યુ હતું. તેમજ અમરેલી જિલ્‍લા યુવા ભાજપના મહામંત્રી મેહુલભાઈ ધોરાજીયા, આર.સી. ધાનાણી, મુકુંદભાઈ સેંજલીયા તથા સુરતના યુવાઅગ્રણી વિજયભાઈ જસાણીએ ઉદબોધન કર્યુ હતું. આ મીટીંગમાં નગરપાલિકાનાં પૂર્વ સભ્‍ય ભાવેશભાઈ રોકડ તથા રાજનભાઈ રામાણી, વિસ્‍તારના આગેવાન છગનભાઈ ફિણવીયા, વજુભાઈ તારપરા, દુધાત, કાળુભાઈ રોકડ, ધીરૂભાઈ ગઢીયા, હકાભાઈ રામાણી, ધીરૂભાઈ સખરેલીયા, બાલાભાઈ વઘાસીયા, ડો. કાબરીયા, ગુલાબભાઈ ચોવટીયા, ભીમજીભાઈ ભાલુ, અનિલભાઈ બાંભરોલીયા સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહૃાા હતા. જેમાં કેરીયા રોડ વિસ્‍તારના યુવા કાર્યકર્તા કલ્‍પેશભાઈ વોરા, ધર્મેશ શીંગાળા, કલ્‍પેશ રોકડ, જીગ્નેશ રાદડીયા, વિરલ વિરપરા, સંજયભાઈ વાગડીયા, કેતન કાછડીયા, સંજયભાઈ ભેંસાણીયા, મહેશભાઈ દુધાત, કિર્તી માદલીયા, કેયુર રામાણી, વિમલ ગોટુ, ઉમેશ કાબરીયા, અજયભાઈ, અમિત વોરા, વઘાસીયા, કમલેશ જીયાણી, નરેશભાઈ કથીરીયા, હર્ષદભાઈ વિરપરા, જગદીશભાઈ કણક, બાબુલાલ હડીયા, કમલેશ કોટડીયા, મનિષ ભાલુ વિગેરે કાર્યકર્તાઓ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહૃાા હતા.