Main Menu

ચલાલા પાલિકાનાં કોંગી ઉપપ્રમુખ ભાજપમાં જોડાયા

ચૂંટણીની સોગઠા બાજીમાં કોંગ્રેસની વિશ્‍વસનિયતાનું ધોવાણ થઈ રહૃાું હોય તેમ આજે ધારી કોંગ્રેસના કાંગરા ખરી પડયા છે. ચલાલા ખાતે ભાજપના ઉમેદવાર દિલીપ સંઘાણીના સમર્થનમાં યોજાયેલ મીટીંગમાં ચલાલા નગરપાલીકાના ઉપપ્રમુખ અને ધારી ખેતિવાડી ઉત્‍પન્‍ન બજાર સમિતિ (માર્કેટયાર્ડ) ના વાઈસ ચેરમેન મનુભાઈ ધાધલ તેમના ચુનંદા સાથીદારો સાથે ભાજપ પ્રવેશ કરતા કોંગ્રેસમાં સોપો પડી ગયો છે. આ તકે મનુભાઈ ધાધલને કેસરી ખેસ પહેરાવીને આવકારવામાં આવેલ હતા. કાર્યક્રમમાં જયંતિભાઈ પાનસુરીયા, જયરાજભાઈ વાળા, પ્રકાશભાઈ કારીયા, ઉપેન્‍દ્રભાઈ વાળા, અશ્‍વિનભાઈ સાવલીયા સહિત આગેવાનો ઉપસ્‍થિત રહૃાા હતા. મનુભાઈ ધાધલે જણાવેલ કે કોંગ્રેસ પક્ષ દિશા વિહીન અને પરીવારવાદ ચલાવતો પક્ષ છે. નીતિ રીતિનો અભાવ છે તેવા પક્ષમાં પ્રજાનું કાઈ ભલુ થવાનુ નથી તેથી ઉમદા વિચાર અને સારી શાસન વ્‍યવસ્‍થા ધરાવતા પક્ષ ભાજપમાં પ્રવેશ કર્યો છે. ધારી વિધાનસભા મત વિસ્‍તારમાં કોંગ્રેસ માટે એક સાંધે ત્‍યા તેર તૂટે તેવી સ્‍થિતિ ઉભી થયાનું કાર્યાલયથી જાણવા મળેલ છે.