Main Menu

બાબરા પંથકમાં ભામાશા ગોપાલભાઈ વસ્‍તરપરાનું સન્‍માન

સમુહ લગ્ન સહિતની સેવાકીય પ્રવૃત્તિથી જનતાનાં હૃદયમાં સ્‍થાન મેળવ્‍યું

અમરેલી, તા. 13 બાબરાનાં ચમારડીનાં પનોતાપુત્ર અને સુરત સ્‍થિત ભામાશા ગોપાલભાઈ વસ્‍તરપરાનું તાજેતરમાં ખંભાળા અને બાબરા ખાતે જુદા-જુદા સમાજ ઘ્‍વારા સન્‍માન કરવામાં આવ્‍યું હતું. ખંભાળા ખાતે દલિત સમાજ અને બાબરા ખાતે દરજી(જેઠવા) પરિવાર ઘ્‍વારા તેઓનું સેવાકીય પ્રવૃત્તિઓ કરવા બદલ સન્‍માન કરવામાં આવ્‍યું હતું. બાબરા પંથકનાં નિરાધારનો આધાર બનેલ અને સમુહ લગ્નોત્‍સવ ઘ્‍વારા અનેક ગરીબ દિકરીઓનાં પાલક પિતા બનનાર ગોપાલભાઈ વસ્‍તરપરા આ વિસ્‍તારનાં ધારાસભ્‍ય બને તો વધુ સમાજ સેવા કરી શકશે તેવું સમગ્ર પંથકની જનતા ઈચ્‍છી રહી છે.(Next News) »