Main Menu

લાઠીમાં ભાજપનાં સંભવિત ઉમેદવાર ગોપાલભાઈ વસ્‍તરપરાથી કોંગ્રેસ ચિંતામાં

ભામાશા ગણાતાં ગોપાલભાઈ વસ્‍તરપરાને પરાજિત કરવા મુશ્‍કેલ

લાઠીમાં ભાજપનાં સંભવિત ઉમેદવારથી કોંગ્રેસ ચિંતામાં

ગરીબોનાં બેલી, ગરીબ દિકરીનાં પાલક પિતા, ગૌ-પ્રેમી વ્‍યકિતત્‍વનો વિજય નિશ્ચિત બને

અમરેલી, તા. 10 અમરેલી જિલ્‍લાની વિધાનસભાની પાંચ બેઠકો પરનુંમતદાન આગામી 9મી ડીસેમ્‍બરનાં રોજ થવાનું છે. તે પહેલા તો ભાજપે લાઠી વિધાનસભા બેઠક પર વિજય    મેળવી લીધાનું ચર્ચાઈ રહૃાું છે. લાઠી-બાબરા-દામનગર વિધાનસભા બેઠક પર ભાજપ હાઈકમાન્‍ડ એટલે કે અમિત શાહે ચમારડીનાં પનોતા પુત્ર, ખોડલધામનાં ટ્રસ્‍ટી, ગરીબોના બેલી, ગૌ-પ્રેમી અને નિરાધારોનો આધાર ગણાતાં ભામાશા ગોપાલભાઈ વસ્‍તરપરાને મેદાનમાં ઉતારવાનું નકકી કરતાં હરીફ રાજકીય પક્ષ કોંગ્રેસમાં ચિંતાનો માહોલ જોવા        મળી રહૃાો છે. અને હવે આ બેઠક હાથમાંથી ચોકકસ ગઈ તેવું મન બનાવી લીધું છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, કોંગ્રેસપક્ષ તરફથી ચૂંટણી લડવા ઈચ્‍છુક અનેક દાવેદારો પણ ટીકીટ   મેળવવાની પ્રક્રિયાથી દુર ભાગી રહૃાા છે. કારણ કે ચૂંટણીના મહાસંગ્રામમાં પરાજય નિશ્ચિત બની રહૃાો હોય પરાજિત થઈને અપમાનિત થવું નહી તેવું મન બનાવી લીધું છે. ચૂંટણી ચક્રવ્‍યુહમાં માહીર ગણાતાં ભાજપનાં ટોચનાં નેતાએ કોંગ્રેસને ભરી પીવા માટે ગોપાલ વસ્‍તરપરા નામનું બ્રહ્માસ્‍ત્ર છોડવાનું નકકી કરતાં સ્‍થાનિક ભાજપીઓમાં પણ ઉત્‍સાહનું વાતાવરણ જોવા મળી રહૃાું છે.(Next News) »