Main Menu

દલખાણીયા નજીક વન વિસ્‍તારમાં બાળ સિંહનું ઈનફાઈટમાં મૃત્‍યુ

અમરેલી, તા.4 ધારી ગીરપુર્વ વન વિભાગમાં દલખાણીયા રેન્‍જમાં સેમરડી બીટમાં આજે એક ખેડૂતની વાડીમાં એક બે વર્ષના સિંહ બાળનું ઈનફાઈટમાં મોત થતાં વન્‍ય પ્રેમીઓમાં ભારે ચોકની લાગણી છવાયેલ છે. વન વિભાગ દ્વારા સિંહ બાળનાં મૃતદેહને અગ્નિ દાહ આપવામાં આવેલ હતો. પ્રાપ્‍ત વિગત મુજબ વન વિભાગનાં ઘણા અધિકારીઓ વન્‍ય પ્રાણીની દુઃખદ ઘટનાને છાવરસ કે છુપાવવા મીડીયા કર્મીનાં મોબાઈલ રીસીવ ન કરતા આથી ઘટનાઓ વન વિભાગના જવાબદાર કર્મચારીઓનાં બદલે અન્‍ય વ્‍યકિત પાસેથી મેળવતા જાણવા મળેલ છે કે ધારી – દલખાણીયા રેન્‍જમાં આવેલ સેમરડી બીટમાં સુરેશભાઈ ટાંકની વાડીમાં આજે  બે વર્ષનાં સિંહબાળનું અન્‍ય સિંહ સાથે ઈનફાઈટમાં મોત નિપજતા વન વિભાગ ઘટના સ્‍થળે દોડી જઈ સિંહ બાળનાં મૃતદેહનું પી.એમ. કરાવ્‍યા બાદ અગ્નિદાહ આપવામાં આવેલ હતો. સિંહબાળના મોતથી સિંહ પ્રેમીઓમાં ભારે દુઃખની લાગણી છવાયેલ છે.