Main Menu

Saturday, January 12th, 2019

 

વડીયામાં આનાવારી કરવામાં દે ધનાધન કરનાર સામે રોષ

ધારાસભ્‍ય અને વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ કસુરવાન બાબુઓ સામે કાર્યવાહી કરવા માંગ કરી

વડીયામાં આનાવારી કરવામાં દે ધનાધન કરનાર સામે રોષ

ગ્રામ સેવક, વિસ્‍તરણ અધિકારી, નાયબ મામલતદાર સહિતનાં બાબુઓ સામે કાર્યવાહીની માંગ થઈ

કલેકટરને પત્ર પાઠવીને બેદરકાર કર્મીઓ સામે કાર્યવાહીની માંગ કરતાં તંત્રમાં ફફડાટ

અમરેલી, તા. 11

અમરેલીનાં ધારાસભ્‍ય અને વિધાનસભાનાં વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ કલેકટરને પત્ર પાઠવીને વડીયા પંથકમાં આનાવારી કરવામાં દે ધનાધન કરનાર બાબુઓ સામે ખાતાકીય કાર્યવાહી કરવાની માંગ કરતાં ખળભળાટ મચી ગયો છે.

પત્રમાં જણાવેલ છે કે, વડીયા તાલુકાની વર્ષ ર018-19ની કરવામાં આવેલ આનાવારીની વિગતો મારા ઘ્‍વારા માંગવામાં આવેલ. ગામવાર કરવામાં આવેલ આનાવારીની વિગતો મામલતદાર વડીયા ઘ્‍વારા તેઓના તા. ર8/11/18નાં પત્રથી મોકલવામાં આવેલ છે જેની નકલ આ સાથે સામેલ છે. સદર પત્રમાં દર્શાવેલ માહિતીની વિગતો ચકાસતા આનાવારી કરનાર અધિકારી/કર્મચારીઓ ઘ્‍વારા તેઓની ફરજ પ્રત્‍યે નિષ્‍કાળજી દાખવી આનાવારીની કામગીરીમાં ગંભીર પ્રકારની ગેરરીતિ આચરવામાં           આવેલ છે.

વધુમાં જણાવેલ છે કે, વડીયા તાલુકાના 4પ ગામોની આનાવારી કરવા માટે મામલતદાર ઘ્‍વારા ગ્રામ સેવક,વિસ્‍તરણ અધિકાર તથા નાયબ મામલતદાર એમ મળી કુલ 10 કર્મચારીઓને દરેકને ચાર-પાંચ ગામોની આનાવારીની કામગીરી સોંપવામાં આવેલ. તેઓ તરફથી જે આનાવારી થયેલ છે તેમાં ગંભીર પ્રકારની ગેરરીતિ કરી ખેડૂતોના હિત સાથે ચેડા કરેલ છે અને સરકારના મહેસુલ વિભાગના તા. 6/7/1979ના ઠરાવની જોગવાઈઓનો સરેઆમ ભંગ કરેલ છે. આ કર્મચારીઓ ઘ્‍વારા નિયમોનુસાર આનાવારી કરવામાં આવેલ નથી ફકત કચેરીમાં બેસીને પેપર વર્ક કરવામાં આવેલ છે. જેની વિગતો નીચે મુજબ છે.

એમ.બી. પટોળીયા નાયબ મામલતદારને સોંપવામાં આવેલ ગામ ખજુરી, ખજુરી પીપળીયા, મેઘા પીપળીયા, તરઘરી.

ઉકત વિગતે ગામો ફાળવેલ છે જેમાં પાક અખતરાના નમૂનામાં તમામ ગામોમાં નીચે મુજબ વિગતો ભરેલ છે. નમૂના તરીકે એક ગામની વિગતો રજૂ કરેલ છે. જેમાં (1) ગામનું નામ મેઘાપીળીયા, (ર) સર્વે નંબર : -, (3) પાક કાપણી અખતરો કરનાર અધિકારીનું નામ અને હોદો :-, (4) પાક કાપણી અખતરા માટે લીધેલ પાકનું નામ : -, (પ) પાક કાપણી અખતરા કર્યાની તારીખ : 1ર/10/ર018, (6) ખેતીનું ધોરણ : -, (7) સંબંધિત પાકની જીલ્‍લાની ધોરણસર ઉપજ : -.

વધુમાં જણાવેલ છે કે, ઉકત વિગતે ક્રમ નં. ર, 3, 4, 6, 7 આ મહત્‍વના કોલમો તમામ ગામોના ખાલી રાખેલ છે. તેમજ સદરનમૂનામાં દર્શાવેલ પત્રક-1 ખાલી તથા પત્રક-રમાં સર્વસંમતિથી 4.3 આની પાકના અખતરાનું પ્રોસીડીંગ કરવામાં આવે છે. જેના પાક આનાવારીની વિગતના પત્રકમાં 4.3 આની તથા પાકની વિગતો અંગેના તમામ પત્રકમાં ખાલી રાખેલ છે અને પાકના અખતરામાં જણાયેલ ઉતારાના પરિણામના તમામ નમૂનામાં 4.3 આની દર્શાવેલ છે.

વધુમાં જણાવેલ છે કે, અમુક ગામોમાં પાક અખતરો કરનારનું નામ લખેલ છે તથા પાકમાં મગફળી, કપાસ દર્શાવેલ છે અને સર્વસંમતિથી એવું લખવામાં આવેલ છે. સર્વસંમતિ નામનો શબ્‍દ પ્રયોગ તમામ જગ્‍યાએ કરવામાં આવેલ છે પરંતુ આવો ગેરકાયદેસરનો સર્વસંમતિ નામનો શબ્‍દ લખીને આનાવારીની કામગીરી કાગળ ઉપર ગેરકાયદેસર રીતે પૂરી કરેલ છે. પાક અખતરા અંગે નિયત નમૂનો અને નિયત પ્રોસીડીંગના જે નમૂનાઓ સરકાર ઘ્‍વારા કરવામાં આવેલ છે જે દરેક નમૂનામાં ખેતર ઉપર સ્‍થળે જઈને અખતરામાં જણાયેલ ચોકકસ વિગતો નમૂનાના દરેક પત્રકમાં ભરવાની હોય છે. પરંતુ એક જ પઘ્‍ધતિથી તમામ ગામોની કામગીરી પૂરી કરવામાં આવેલ છે જે કૃત્‍ય ફકત કાગળ ઉપર હોવાનું પ્રથમ દ્રષ્‍ટિએ જણાઈ આવે છે.

વધુમાં જણાવેલ છે કે, આનાવારી કમિટીના ચેરમેન ઘ્‍વારા ગામવાર કરવામાં આવેલ આનાવારી માટેના નિયત નમૂનામાં જરૂરી વિગતો ભરવામાં આવેલ છે. જેમાં ગામનુંનામ અને પાકના અખતરા કર્યાની તારીખ લખવામાં આવેલ છે. જે ખેતરમાં પાક અખતરા કરવામાં આવેલ છે તેનો સર્વે નંબર લખવામાં આવેલ નથી. કયા પાકના અખતરા કરેલ છે તે પાકનું નામ લખવામાં આવેલ નથી, કયા અધિકારી તરફથી પાક અખતરા કરેલ છે, તેમનું નામ લખેલ નથી. વાવેતર કરેલ પાકની ઉપજ કેટલી છે તેની વિગતો લખેલ નથી. આમ નમૂનામાં જણાવેલ તમામ કોલમો ખાલી રાખેલ છે અને તમામ 4પ ગામોમાં સર્વસંમતિથી ચાર આની ઉપર આંકડાઓ લખેલ છે જે આનાવારી ગેરકાયદેસર રીતે કરેલ છે. કારણ કે પાકના અખતરા આનાવારી કમિટીની રૂબરૂમાં કરવામાં આવતા હોય છે અને સરકારની જોગવાઈ મુજબ તમામની રૂબરૂમાં પાકની ખરેખર થયેલ ઉપજના આધારે આનાવારીની ટકાવારી લખવાની હોય છે. જયારે વડીયા તાલુકાના તમામ ગામોમાં એક જ પઘ્‍ધતિથી ફકત કચેરીમાં બેસીને કાગળ ઉપર જ આનાવારી કરવામાં આવેલ છે.

નિયત નમૂનામાં પાકની વિગતના દરેક કોલમોમાં કોઈ વિગતો ભરેલ નથી અને ફકત સર્વ સંમતિ લખી આનાવારી કામગીરી કાગળ ઉપર પૂર્ણ કરેલ છે.

વધુમાં જણાવેલ છે કે, મામલતદાર વડીયા ઘ્‍વારા મહેસુલ તથા પંચાયતના કર્મચારીઓને આનાવારીની સોંપવામાં આવેલ કામગીરી પ્રત્‍યે આ કર્મચારીઓએ ગંભીર પ્રકારની નિષ્‍કાળજી સેવેલ છે અને સમગ્ર તાલુકાની કરવામાંઆવેલ આનાવારીની સુપરવિઝનની જવાબદારી મામલતદારની હોવા છતાં તેઓ તરફથી પણ કોઈ લક્ષ આપવામાં આવેલ નથી અને ફરજમાં નિષ્‍કાળજી દાખવેલ છે અને સરકારના ઈશારે તમામ ગામોની ચારઆની ઉપર આનાવારી કરી ખેડૂતોને ન પૂરી શકયા તેવું નુકશાન કરેલ છે.

વધુમાં જણાવેલ છે કે, ખેડૂતોના હિત માટેની મહેસુલ વિભાગના કાયદા નિયમો અને હુકમોથી ઠરાવેલ પઘ્‍ધતિ મુજબ ઉકત કર્મચારીઓએ આનાવારી નહીં કરતા તમામે એકસંપ કરીને મેળાપીપણાથી પાક અખતરાની કામગીરી એક જ પઘ્‍ધતિથી કરેલ છે. તેનાથી પણ ખ્‍યાલ આવશે કે આ કર્મચારીઓ કેટલી હદે ખેડૂત વિરોધ કામગીરી કરી શકે છે.

વધુમાં જણાવેલ છે કે, વડીયા તાલુકામાં મહેસુલ તથા પંચાયતના કર્મચારીઓ ઘ્‍વારા અનાવારી કરવામાં જે રીતે ગેરરીતિ આચરવામાં આવેલ છે તેની તપાસ કરાવી જવાબદાર તમામ સામે મહેસુલ વિભાગ ઠરાવેલ પઘ્‍ધતિથી પાકની આનાવારી નહીં કરતા પોતાની મનમાની કરેલ હોય તમામ અધિકારી/કર્મચારીઓ તથા આનાવારી કમિટીની સમગ્ર ટીમ તેમજ તાલુકાના નિયંત્રત અધિકારી તરીકે મામલતદાર વિગેરેએ સાથે મળીને ખેડૂતોના હિત સાથે ગુનાહિત કૃત્‍ય કરેલ હોય અને પોતાની ફરજ પ્રત્‍યે ખૂબ જ નિષ્‍કાળજી દાખવેલ હોય જવાબદાર તમામ સામે ખાતાકીય રાહેલ કાયદેસરની કાર્યવાહી તુરત જ થવા અંતમાંમાંગ કરેલ છે.


અમરેલી પાલિકાનાં 178 રોજમદાર કર્મચારીઓનાં ચુલા જલતા રાખવા આખરે સફળતા મેળવી

રોજમદાર કર્મચારીઓનાં ઘરે લાપસીનાં આંધણ મુકાયા

અમરેલી પાલિકાનાં 178 રોજમદાર કર્મચારીઓનાં ચુલા જલતા રાખવા આખરે સફળતા મેળવી

પાલિકા પ્રમુખ જયંતિ રાણવાને સફળતા મળી

અમરેલી, તા. 11

અમરેલી નગરપાલિકાના રોજમદાર કર્મચારીઓને છુટા કરવા પ્રાદેશિક નિયામક (નગરપાલિકા) ઘ્‍વારા આદેશો થતાં નગરપાલિકા વર્તમાન પ્રમુખ જયંતિભાઈ રાણવા તથા શાસક પક્ષના ચૂંટાયેલ તમામ સદસ્‍યો, શહેરના વિકાસમાં હંમેશા ચિંતિત પી. પી. સોજીત્રા, સફાઈ કર્મચારીઓના મંડળના અગ્રણીઓ અરવિંદભાઈ સીતાપરા, કે.કે. વાળા, પૂર્વ પ્રમુખ રફીકભાઈ મોગલ, નરેશભાઈ અઘ્‍યારૂ તથા અગ્રણીઓએ આ સફાઈ કર્મચારીઓના જીવન નિર્વાહ છીનવાઈ ન જાય તે માટે જિલ્‍લાનાસામાજિક, રાજકીય અગ્રણીઓ દિલીપભાઈ સંઘાણી, પરેશભાઈ ધાનાણી, મનહરભાઈ ઝાલા તથા અમરેલીના સાસંદ નારણભાઈ કાછડીયા વિગેરેને રજુઆતો કરી દુષ્‍કાળના વર્ષોમાં આવા નિર્ણયો રદ થાય તેવી માંગણી સરકારના જવાબદાર વિભાગોમાં કરતા આ અંગે આજરોજ સુખદ નિર્ણય જાહેર થયેલ છે. અને ઉપરોકત 178 સફાઈ કામદારોને તત્‍કાલ અસરથી જ છુટા ન કરવાનો જરૂરી આદેશ ચીફ ઓફીસર અમરેલીને થતાં આ અંગે આજરોજ કર્મચારીઓના ઘરમાં લાપસીના આંધણ મુકાયા છે. અને આ નિર્ણયથી નગરપાલિકાના પ્રમુખ જયંતિભાઈ રાણવાની રજુઆત સફળ થતાં આનંદની લાગણી ફેલાયેલ છે. તેમ એક યાદીમાં નગરપાલિકાના ઉપપ્રમુખ શકીલબાપુ સૈયા તથા પંકજભાઈ રોકડે જણાવ્‍યું છે.


બગસરામાં વિદેશી દારૂની મહેફીલ માણતા 3 શખ્‍સોની અટકાયત

રૂપિયા 40 હજારનો મુદ્યામાલ કબ્‍જે થયો

અમરેલી, તા. 11

બગસરા પો.સ્‍ટે.ના પો.સબ.ઈન્‍સ. ડી. કે. સરવૈયા તથા પોલીસ સ્‍ટાફ ર્ેારા મળેલ બાતમીનાં આધારે બગસરા-જેતપુર રોડે મેઘાણી આવાસની પાછળ ખુલ્‍લી જગ્‍યામાં અમુક ઈસમો પરપ્રાંતીય દારૂની મહેફીલ કરતા હોય જયા રેઈડ કરતા પરપ્રાંતીય ઈંગ્‍લીશ દારૂની મહેફીલની ચીજ વસ્‍તુ સાથે કેફીપીણુ પીતા ત્રણ ઈસમો (1) ભાવેશપરી ધીરજપરી ગૌસ્‍વામી (ર) ઈરફાનભાઈ ગફારભાઈ (3) દીલીપભાઈ રૂપસીંગભાઈ પરમારમહેફીલની ચીજવસ્‍તુ તથા ભારતીય બનાવટની પરપ્રાંતીય દારૂની ખાલી બોટલ તથા મોબાઈલ નંગ-3 મળી કુલ રૂા.40,400 ના મુદ્યામાલ સાથે પકડાયેલ તેમજ મજકુર ઈસમ ભાવેશપરી ધીરજપરી ગૌસ્‍વામીનાં ભોગવટાના રહેણાંક મકાનની પાછળ પોતાના કબ્‍જામાં ભારતીય બનાવટનો પર પ્રાંતીય ઈંગ્‍લીશ  દારૂની બોટલ નંગ-6ની કિં.રૂા.1800 ના મુદ્યામાલ સાથે પકડી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.

ઉપરોકત કામગીરી પોલીસઅધિક્ષક નિર્લિપ્‍ત રાયની સૂચના તેમજ ના.પો.અધિ. જે. કે. ચૌધરીના માર્ગદર્શન મુજબ બગસરા પો.સ્‍ટે.ના પો.સબ.ઈન્‍સ. તથા પોલીસ સ્‍ટાફ પો.કોન્‍સ. રોહિતભાઈ પરમાર તથા પો.કોન્‍સ. રાજદિપસિંહ સરવૈયા તથા પો.કોન્‍સ.સુરેશભાઈ ધાધલ તથા પો.કોન્‍સ. યોગેશભાઈ પરમાર ર્ેારા કરવામાં આવેલ છે.


આંબા ગામેથી દેશીદારૂ બનાવવાની ભઠ્ઠી તથા આથો અને સાધનો મળી આવ્‍યા

પુંજાપાદર ગામનાં શખ્‍સની કરી અટકાયત

અમરેલી, તા. 11

લીલીયા તાલુકાનાં પુંજાપાદર ગામે રહેતા સંજય ઉર્ફે ભલો નાથાભાઈ જાસલીયા નામનો શખ્‍સ આજે બપોરે લીલીયા તાલુકાનાં આંબા ગામે આવેલ શેત્રુંજી નદીનાં પટ્ટમાં બાવળની કાટમાં દેશી દારૂ બનાવવા માટેની ભઠ્ઠી ચલાવતો હોય લીલીયા પોલીસે દરોડો પાડી ભઠ્ઠીનાં સાધનો, દેશી દારૂ લીટર-38 તથા આથો 1પ0 લીટર તથા મોટર સાયકલ મળી કુલ રૂા.136પ0નાં મુદામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


મેરીયાણા ગામની સીમમાં સામાન્‍ય બાબતે ખેડૂત આધેડને માર મારી ઈજા

પાણીનાં કનેકશન ફેરવવા બાબતનાં મનદુઃખે બન્‍યો બનાવ

અમરેલી, તા. 11, સાવરકુંડલા તાલુકાનાં દોલતી ગામે રહેતાં અને મેરીયાણા ગામની સીમમાં ખેતીની જમીન ધરાવતાં ગોબરભાઈ જેરામભાઈ વાઘમસી નામનાં ખેડૂત આધેડને દોલતી ગામે રહેતાં દડુભાઈ લખુભાઈ ચાંદુએ મેઈન લાઈનમાંથી ફેરવી લેવાનું કહેલ પરંતુ આ ખેડૂતને મજુર નહી મળતાં તે પાણીની લાઈનનું કનેકશન ફેરવી નહી શકતા તે વાતનું મનદુઃખ રાખી દોલતી ગામે રહેતા દાદુભાઈ નાથાભાઈ ચાંદુ, દડુભાઈ લખુભાઈ ચાંદુ, રવિભાઈ અમરૂભાઈ રાઠોડ તથા ભગાભાઈ નાથાભાઈ જીકાદ્રાએ ખેડૂતની વાડીએ જઈ પ્‍લાસ્‍ટીકનાં પાઈપ વડે મુંઢમાર મારી અને ફરિયાદ કરીશ તો મારી નાંખવા ધમકી આપ્‍યાની ફરિયાદ સા.કુંડલા રૂરલ પોલીસમાં નોંધાઈ છે.


પાણીયા ગામે રત્‍ન કલાકારને પડોશીએ લોખંડનો પાઈપ મારી ઈજા કરી

અમરેલી, તા. 11

અમરેલી તાલુકાનાં પાણીયા ગામે રહેતાં અને હીરા ઘસવાનું કામ કરતાં વિજયભાઈ નાગજીભાઈ કુકવાવા નામનાં ર4 વર્ષિય યુવકનાં ઘરની બાજુમાં રહેતાં ભાવેશ મોહનભાઈ ગાળો બોલતો હોય, જેથી આ રત્‍ન કલાકારે ગાળો બોલવાની નાપાડતાં આ ભાવેશ તથા જયાબેન ભાવેશભાઈએ ઉશ્‍કેરાઈ જઈ પાઈપનો ઘા મારી ઈજા કરતાં તેમને સારવાર માટે અત્રેનાં સરકારી દવાખાને ખસેડવામાં આવેલ છે.


નાગેશ્રી ગામનાં યુવકને પોલીસે પુછપરછ માટે બોલાવતાં લાગી આવતાં ગળાફાંસો ખાધો

કાકાની વાડીએ જઈ ઓસરીમાં દોરી બાંધી ગળાફાંસો ખાઈ લીધો

અમરેલી, તા. 11

જાફરાબાદ તાલુકાનાં નાગેશ્રી ગામે રહેતાં લાલજીભાઈ ભીમભાઈ રાઠોડ નામનાં 30 વર્ષિય યુવકને ચોરીનાં બનાવ અંગે પુછપરછ માટે બોલાવતાં અને પોતે નિર્દોષ હોય જેથી લાગી આવતા પોતાની મેળે પોતાના કાકાની વાડીએ જઈ ઓસરીમાં ઠેલ સાથે દોરી બાંધી પોતાની મેળે  ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું નાગેશ્રી પોલીસમાં જાહેર થવા પામેલ છે.


સા.કુંડલામાં કપાસની ગાંસડીનાં રૂપિયા ન આપનારની વચ્‍ચ ગાળાની જામીન અરજી રદ

રૂપિયા 96 લાખ જેવી રકમની ઉચાપતનો આરોપ

અમરેલી, તા. 11

અમદાવાદ ગામે રહેતાં જીતેશભાઈ રમેશભાઈ ગાજરીયા નામનાં વેપારીએ સાવરકુંડલા ગામેથી જીનીંગમાંથી રૂા96,10,6ર6 ખરીદયા બાદ તે રકમ જીનીંગ મીલનાં માલીકને નહી ચુકવી વિશ્‍વાસઘાત છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. બાદમાં પોલીસે ધોરણસર કાર્યવાહી કરી તેમની અટક કરી જયુડીશીયલ કસ્‍ટડીમાં મોકલી આપેલઅને તે હાલ અમરેલી જિલ્‍લા જેલમાં હોય,

જેથી તેઓએ પોતાના અંગત કારણોસર વચગાળાનાં જામીન મેળવવા માટે અત્રેની કોર્ટમાં અરજી કરતાં એડીશ્‍નલ સેસન્‍સ જજ શ્રીએન. પી. ચૌધરીએ અરજદાર જીતેશભાઈની વચ્‍ચ ગાળાની જામીન અરજી નામંજુર કરી હતી.


કવિ લેખક હુંબલનાં ‘માનસ મોતી’ પુસ્‍તકનું પૂ. મોરારિબાપુનાં હસ્‍તે વિમોચન થયું

ઉર્મિઓ ઢળી અક્ષરે બાદ માનસમોતી પ્રકાશિત થતાં આવકાર

કવિ લેખક હુંબલનાં ‘માનસ મોતી’ પુસ્‍તકનું પૂ. મોરારિબાપુનાં હસ્‍તે વિમોચન થયું

પ્રખર રામાયણી સંત દ્વારાલેખકનું બહુમાન

બાબરા, તા.11

ચિત્રકુટ ધામ તલગાજરડા ખાતે પ્રખર રામાયણી અને રાષ્‍ટ્રીય સંત મોરારિબાપુના વરદ હસ્‍તે ગત તા.પ/1/18ના રોજ કવિ લેખક જયંતભાઈ સાર્દુળભાઈ હુંબલ દ્વારા રચિત ભભમાનસ મોતીભભ પુસ્‍તકનું બહોળા લોકોની ઉપસ્‍થિતિમાં કવિના બહુમાન આવકાર સાથે વિમોચન થવા પામેલ હતું.

મૂળ ભાવનગર જિલ્‍લાના વતની આરોગ્‍ય વિભાગ જિલ્‍લા પંચાયતમાં ર003માં નિવૃત થયેલા કવિ હુંબલે પ.પૂ.શ્રી મોરારિબાપુ કથિ ભભમાનસદર્શનભભ આધારિત પોતાની રચના ભભમાનસ મોતીભભ તરીકે વાંચકો શભેચ્‍છકોને ભભપ્રસાદભભ રૂપે અર્પણ કરી છે. પોતાના ગુરૂદેવ યોગી ત્રિલોકનાથ બાપુ અર્પિત પુસ્‍તકનું પ્રખર રામાયણી મોરારિબાપુ દ્વારા પઠન કરી અને વર્ષ-1પમાં પ્રકાશિક ઉર્મિઓ ઢળી અક્ષરેની ફોરમ બાદ વધુ એક સુવાસ બદલ આવકારેલ હતા.

આ ભભમાનસ મોતીભભ પુસ્‍તકની પ્રસ્‍તાવના મંતવ્‍ય પી.એન. ગોંડલીયા રાજકોટ દ્વારા લખવામાં આવી છે. અને પ્રકાશન અમરેલી જિલ્‍લા પંચાયતના સદસ્‍ય મીનાબેન કોઠીવાળ દ્વારા થયું છે. પુસ્‍તક પ્રાપ્‍તિ માટે પ્રભાતભાઈ કોઠીવાળ મો. 94ર87 110રપનો સંપર્ક સાધવા અનુરોધ થયો છે.

આ તકે ધારાસભ્‍ય અંબરીશભાઈ ડેર, ભરતભાઈ ડેર, સાહિત્‍યકાર માયાભાઈ આહીર, આહીર અગ્રણી, પ્રભાતભાઈ કોઠીવાળ, મીનાબેન કોઠીવાળ સહિતના મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયાહતા.


પશુપાલકોએ મામલતદાર કચેરીમાં પ્રતિક ઉપવાસ શરૂ કર્યા

બાબરાનાં ચરખા ગામે ગૌ-ચરની જમીન જેટકોને ફાળવી દેવાતા

પશુપાલકોએ મામલતદાર કચેરીમાં પ્રતિક ઉપવાસ શરૂ કર્યા

હિન્‍દુવાદી ભાજપ સરકારનાં રાજમાં ગાયોને લઈને આંદોલન થતાં આશ્ચર્ય

પશુપાલકોને વહીવટીતંત્ર ગાંધી ચિંઘ્‍યા માર્ગે આંદોલન પણ કરવા દેતું નથીનો કર્યો આક્ષેપ

બાબરા, તા. 11

બાબરા તાલુકાના ચરખા ગામમાં ગૌચર જમીનમાં જેટકો કંપની ઘ્‍વારા પાવર હાઉસ બનાવાતા ચરખા ગામ સહિતના આસપાસના પશુપાલકો અને માલધારીઓ ઘ્‍વારા વિરોધ કરવામાં આવી રહૃાો છે. અહીં ગૌચર બચાવવાના નારા સાથે મોટી સંખ્‍યામાં માલધારીઓ વિરોધ પ્રદર્શન કરી રહૃાાં છે. ત્‍યારે બાબરા તાલુકા માલધારી સમાજના અગ્રણી ખોડાભાઈ રાતડીયાની આગેવાની હેઠળ બાબરા મામલતદાર કચેરીમાં માલધારીઓ અને પશુપાલકો ઘ્‍વારા ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવી રહૃાું છે.

ચરખા ગામમાં ગૌચર બચાવના સમર્થનમાં તાલુકા પંચાયતના સભ્‍ય દિલીપભાઈ ખાચર પણ જોડાયા હતા અને તેઓ ઘ્‍વારા જણાવ્‍યું હતું કે, રાજયની સરકારગૌચર જમીનમાં પાવર હાઉસ બનાવવાની મંજૂરી કઈ રીતે આપી શકે તેવા સવાલ કર્યા હતા. તેઓ ઘ્‍વારા વધુમાં એવું જણાવ્‍યું હતું કે, જો રાજયમાં આવી રીતે ગૌચર જમીન ખાનગી કંપનીને આપવામાં આવશે તો મૂંગા પશુઓનું કોણ ?

માલધારી સમાજના અગ્રણી ખોડાભાઈ રાતડીયાએ જણાવ્‍યું હતું કે, ચરખા ગામમાં ગૌચર જમીનમાં જે ખાનગી કંપનીનો પાવ હાઉસ બની રહૃાો છે તે ગેરવ્‍યાજબી છે. તેની સામે તાલુકાના માલધારી સમાજ વિરોધ નોંધાવી ઉપવાસ આંદોલન કરી રહૃાું છે. જયાં સુધી આ બાબતે રાજય સરકાર ઘ્‍વારા યોગ્‍ય નિર્ણય કરવામાં નહિ આવે ત્‍યાં સુધી ઉપવાસ આંદોલન શરૂ રહેશે.

ચરખા ગામના સ્‍થાનિક માલધારી ઉકેશભાઈ શિયાણીએ જણાવ્‍યું હતું કે, હાલ અહીં જેટકો કંપનીનું પાવર હાઉસ બની રહૃાું છે જેના કારણે હાલ અમારા માલઢોરની ચિંતા સતાવી રહી છે. હાલ બાબરામાં મામલતદાર કચેરીમાં ગૌચર બચાવોના મુદા સાથે માલધારીઓ ઘ્‍વારા ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્‍યું છે. ત્‍યારે આગામી દિવસોમાં સ્‍થાનિક વહીવટીતંત્ર ઘ્‍વારા કેવા પગલાં ભરવામાં આવે છે તે જોવું રહૃાું.


જાફરાબાદ પંથકનાં વિકાસ અર્થે બેઠક સંપન્‍ન   

જાફરાબાદ પંથકનાં વિકાસ માટે ધારાસભ્‍ય અંબરીશ ડેર અને જિલ્‍લા પંચાયતનાં સદસ્‍ય ટીકુભાઈ વરૂની ઉપસ્‍થિતિમાં સરપંચ, સહિતનાં આગેવાનોની બેઠક યોજાઈ હતી. જેમાં પ્રવિણભાઈ બારૈયા, મગનભાઈ જોગદીયા, ભીમભાઈ કવાડ, નાથાભાઈ પરમાર, પુનાભાઈ ભીલ, ઘનશ્‍યામભાઈ શેખડા, ટીડીઓ, મામલતદાર વિગેરે ઉપસ્‍થિત રહૃાા હતા.


અંતે ઓવરલોડીંગ ટ્રક સામે તંત્રએ કરી લાલ આંખ

ધારાસભ્‍ય અંબરિશ ડેરની રજુઆત બાદ કાર્યવાહી

અંતે ઓવરલોડીંગ ટ્રક સામે તંત્રએ કરી લાલ આંખ

17 જેટલા ડમ્‍પરોને ડીટેઈન કરી દેવાતાં ફફડાટ ફેલાયો

અમરેલી, તા.11

રાજુલા અને જાફરાબાદ વચ્‍ચે આવેલ સ્‍વાન એનર્જી કંપની ગેરકાયદેસર રીતે રોયલ્‍ટી પાવતી કરતા વધારે વજન ભરીને ખનીજ ચોરી કરતા હોય અને ઓવર લોર્ડીંગ ડમ્‍પરો ચાલતા હોય તેની સામે લાલ આંખ કરવા રજુઆત કરવામાં આવેલ હોય આજરોજ ખાણ-ખનીજ, રાજુલા – સા.કુંડલા અને પીપાવાવ મરીન પોલીસ તથા નાયબ કલેકટર કચેરીની સંયુકત ટીમો દ્વારા ત્રણ ટીમો પાડીને હિડોરણા ચોકડી, વાંકા બાવળ તથા બાબરકોટ ચોકડીમાં અનુક્રમે વી.પી.પંડયા પી.એસ.આઈ. રાજુલા, એસ.પી. શર્મા, પી.એસ.આઈ. મરીન પીપાવાવ તા બી.વી.બોરીસાગર, પી.એસ.આઈ., સાવરકુંડલા તથા રાજુલા એસડીએમ કચેરી સ્‍ટાફ અને ખાણ – ખનીજ વિભાગદ્વારા સંયુકત ઓપરેશન હાથ ધરીને 17 જેટલા ડમ્‍પરો રાજુલા, જાફરાબાદ,ખાંભા વિસ્‍તારમાંથી આવતા હોય તેઓ દ્વારા પાવતીમાં બતાવેલ વજન કરતા વધારે વજન વહન કરતા હોય તથા ઓવર લોર્ડીંગ ભરતા હોય, ખનીજ ચોરી અને ઓવર લોર્ડીંગ સંબંધે ફરિયાદ કરીને તમામ ડમ્‍પરોને ડીટેઈન કરવામાં આવેલ છે. આ ઓપરેશન ખાણ – ખનીજની આગેવાનીમાં રાજુલા અને મરીન પોલીસ પીપાવાવ તથા એસ.ડી.એમ. ડાભી રાજુલાના મોનીટરીંગમાં તેમજ ખાણ-ખનીજ અધિકારી જાલંધરા દ્વારા સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવેલ હતું. અને તમામ 17 ડમ્‍પરોને હાલમાં એસ.ટી. વર્કશોપમાં રાખવામાં આવેલ છે.

આ અંગે રાજુલા – જાફરાબાદના ધારાસભ્‍ય અંબરીશ ડેર દ્વારા એવું જણાવેલ છે કે સ્‍વાન એનર્જી કંપનીમાં ર00 ઉપરાંતના ડમ્‍પરો ઓવર લોર્ડીંગ ચાલે છે. તેની સામે ફકત 17 ડમ્‍પરો જ તંત્રએ પકડેલ છે. હજુ પણ કડક કાર્યવાહીની માંગ            કરેલ છે.


ધારાસભ્‍ય અંબરીશ ડેર દ્વારા ગ્રામ્‍ય વિસ્‍તારમાં પતંગ વિતરણ   

ડુંગર ગામે ધારાસભ્‍ય અંબરીષભાઈ ડેર દ્વારા ડુંગર, નેસડી, સાજણાવાવ, રાભડા, ડુંગરપરડા, જીંજકા, માંડળ, ડોળીયા, છાપરી જેવા અનેક ગામડાઓમાં પતંગ વિતરણ સ્‍કૂલમાં કરવામાં આવ્‍યું 3 વર્ષ અંબરીષભાઈ દ્વારા બાળકો સાથે રાખી તહેવાર મનાવે છે. ગઈકાલે રાજુલા જાફરાબાદ ખાંભા વિસ્‍તારનાં ગામડાઓમાં પણ પતંગ વિતરણ કરવામાં આવેલ, 3 વર્ષથી મકરસંક્રાંતિનો તહેવાર બાળકો સાથે ઉજવે છે. ધારાસભ્‍ય નોતા છતાં તેમને તેમની પરંપરા ચાલુ રાખી. અને તાજેતરમાં નોટબંધીમાં પણ રાજુલા આજુબાજુના વિસ્‍તારના લોકો માટે ચા – પાણી અને નાસ્‍તાના સ્‍ટોલ પણ ઉભા કરવામાં આવ્‍યા હતા.


અમરેલી વિધાનસભા વિસ્‍તારની મતદારયાદી ક્ષતિ રહિત બનાવો : પ્રાંત અધિકારી

ડોર ટુ ડોર સર્વક્ષણ હાથ ધરવા આહ્‌વાન કર્યુ

અમરેલી વિધાનસભા વિસ્‍તારની મતદારયાદી ક્ષતિ રહિત બનાવો

પ્રાંત અધિકારીએ બીએલઓને તાકીદ કરી

અમરેલી, તા.11

અમરેલી વિધાનસભા સહિત જિલ્‍લાની પાંચયે વિધાન સભા વિસ્‍તારની મતદારયાદી ક્ષતિ રહિત આદ્યતન બનાવવા માટે અમરેલી પ્રાંત ઓફિસર દ્વારા બી.એલ.ઓ.ને તાકિદ કરવામાં આવેલ હતી. સાથો – સાથ આગામી લોકસભામાં પુખ્‍ત મતદાર મતદારનથી વંચિત ન રહે તે માટે ડોર ટુ ડોર સર્વેક્ષણ હાથ ધરી મતદાર યાદીમાં નામ ચડાવવા આહવાન કરેલ હતું.

અમરેલી જિલ્‍લાની મતદારયાદી ભુલરહિત બનાવવા તેમજ યુવા મતદારોના નામ મતદારયાદીમાં સામેલ થઈ જાય તે અંગે અમરેલી પ્રાંત ઓફિસર સતાણી, મામલતદાર, તેમજ નાયબ મામલતદાર સ્‍વેતા ગોસાઈ દ્વારા ખાસ મતદાર યાદી ઝુંબેશ અંતર્ગત 9પ અમરેલી વિધાનસભા વિસ્‍તારના તમામ 300 જેટલા બુથ લેવલ ઓફિસર તેમજ સુપરવાઈઝરોને ખાસતાકિદ કરવામાં આવેલ હતી કે મતદારયાદી સુધારણા ઝુંબેશમાં એકપણ 18 વર્ષના મતદારનું નામ મતદારયાદીમં રહી ન જાય તે માટે ડોર ટું ડોર સર્વ હાથ ધરી 18 વર્ષના મતદારોના ફોર્મ નંબર – 6 આધાર- પુરાવા સાથે ભરવા, તેમજ અવસાન થયેલ, લગ્ન થયેલ અને કાયમી સ્‍થળાંતર થયેલા મતદારોનાં ફોર્મ નંબર-7 ભરવા, મતદારયાદીમાં મતદારના નામ, ઉંમર, સરનામાં, સબંધમાં ભુલ હોય તો ફોર્મ નં.-8 અને એકજ વિધાનસભા વિસ્‍તારમાં સ્‍થળાંતર થયેલ હોય, તો ફોર્મ – 8-(ક) ભરવા સમજણ આપવામાં આવેલ હતી. અમરેલી તાલુકાના વાંકિયા ગામે મતદારોની જાગૃતતા માટે જાગૃત વિદ્યાર્થીઓ દ્વારા મતદાર સાક્ષરતા કલબ બનાવી મતદાર જાગૃ્રતિ માટે મતદારોને વિવિધ કાર્યક્રમો દ્વારા મતદાન માટે ઉજાગર કરવામાં આવેલ હતો.


રાષ્‍ટ્રપતિ એવોર્ડ વિજેતા ગફારભાઈ કુરેશી વિદ્યાસભા સ્‍કૂલની શુભેચ્‍છા મુલાકાતે  

ડો. જીવરાજ મહેતા સંસ્‍થાપિત અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત વિદ્યાસભા સ્‍કૂલની મુલાકાતે આજરોજ વૃક્ષપ્રેમી, રાષ્‍ટ્રપતિ એવોર્ડ વિજેતા ગફારભાઈ કુરેશી પધાર્યા હતા. જેઓએ પર્યાવરણના રક્ષણ માટે કરોડો વૃક્ષો દેશમાં વાવવાની પ્રેરણા પુરી પાડી છે. તેવા ગફારભાઈ કુરેશીનું સંસ્‍થાના વ્‍યવસ્‍થાપક હસમુખભાઈ

પટેલે ભાવભર્યુસ્‍વાગત કર્યુ હતું. પ્રકૃતિના જતન માટે જેમણે અથાક પ્રયત્‍ન કર્યો છે તેવા ગફારભાઈ કુરેશી તાલાળા તાલુકાના નાનકડા રમળેચી ગામના વતની છે. જે ગામ આજે વિશ્‍વના ફલક પર પહોંચ્‍યું છે. જેઓ 391 એવોર્ડથી સન્‍માનીત થયા છે. રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય ક્ષેત્રના અનેક પુરસ્‍કારો પ્રાપ્‍ત કર્યા છે. આજે સંસ્‍થાના વિદ્યાર્થીઓને પ્રકૃતિની જાળવણી અને તેનું મહત્‍વ સમજાવ્‍યું હતું. જેઓ પર્યાવરણની જંગમ યુનિવર્સિટી છે. ભારતના ભાવિ નાગરીકોને પર્યાવરણના જતન માટે જાગૃત થવા હાકલ કરી હતી. સંસ્‍થામાં ખૂબ જ હરીયાળા વૃક્ષો જાઈને પોતે સ્‍વજનોને મળતા હોય તેવો આનંદ વ્‍યકત કર્યો હતો. તેમની મુલાકાત સૌ સ્‍ટાફ તથા વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી રહી હતી.


અવસાન નોંધ

અવસાન નોંધ

અમરેલી : અમરેલી નિવાસી ઔદિચ્‍ય ખરેડી સમવાયના અને બ્રહ્મસમાજના અને જિલ્‍લા પંચાયત અમરેલીના આરોગ્‍ય શાખાના નિવૃત નાયબ ચિટનીશ અરૂણભાઈ ભાનુશંકર જોષી તે સુનીલભાઈ, રૂપાબેન, પ્રિયાબેન અને અમીબેનના પિતાજી અને હેમાંગ અને મીતના દાદા તેમજ દિલીપભાઈ, કિરીટભાઈ, પંકજભાઈ, કુમુદબેન, દેવીબેન, સરોજબેનના ભાઈ તેમજ દેવાંગ અને વેદાંતના મોટા બાપુજી અને આશાબેનના કાકાનું તા.11/1ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.1ર/1ને શનિવારના રોજ સાંજે 4 થી 6સુધી અમારા નિવાસસ્‍થાન સુધરાઈ કોલોની, બ્‍લોક નં.-6, સિવિલ હોસ્‍પિટલ રોડ, અમરેલી ખાતે રાખેલ છે.

સાવરકુંડલા : હીરાબેન બાબુભાઈ કારેલીયા (ઉ.વ.81)નું તા.10/1ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતની સાદડી તા.1ર/1ને શનિવારના રોજ સાંજે 4 થી 6 મારૂતિ નગર, શેરી નંબર-ર, બાપુના આશ્રમ પાસે, સાવરકુંડલા ખાતે રાખેલ છે. તે મનસુખભાઈ તથા રમેશભાઈના માતુશ્રી થાય.

સાવરકુંડલા (મહુવા) : સૌરાષ્‍ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ કિરીટકુમાર રામશંકર પંડયા (મહુવા) (ઉ.વ.પ8)નું તા.11/1ના રોજ અવસાન થયેલ છે. તેઓ સાવરકુંડલા નિવાસી ભાનુશંકર ભીખાલાલ વ્‍યાસના જમાઈ તેમજ રમેશભાઈ કે. પંડયાના સાઢુભાઈ અને રમેશભાઈ જે. ઉપાઘ્‍યાયના ભાણેજ થાય છે. તેમની સંયુકત સાદડી તા.1ર/1ને શનિવારના રોજ 4 થી 6 તેમના નિવાસસ્‍થાન 68/એ, ભભહરસિઘ્‍ધિભભ, ચંદ્રમૌલિ સોસાયટી, ફોરેસ્‍ટ ઓફિસ પાસે, સાવરકુંડલા ખાતે રાખેલ છે.

રાજુલા : રાજુલા નિવાસી ગોગનભાઈ ભાણાભાઈ ખાંભલા (ઉ.વ. 38) નું દુઃખદ નિધન થયેલ છે જે નાનાભાઈ અને સોમાતભાઈ તેમજ નાજભાઈના કાકા થાય તથા કાળાભાઈ અને પ્રવિણભાઈના ભાઈ થાય તેમનું બેસણું તા. 1ર/1/18નાં રોજ તેમના નિવાસસ્‍થાને કુંભારવાડામાં રાખેલ છે.

સાવરકુંડલા : દાઉદી વ્‍હોરા મરણ : અમીનાબેન મ. ફખરુદીનભાઈઅમીજીભાઈ વેજલાની તે બદરુદીનભાઈ જીવાજીભાઈ સરધારવાળાની દીકરી અને તાહેરીભાઈ, દુરૈયાબેન (ગોંડલ, સકીનાબેન (મહુવા), ફાતેમાબેન (જામનગર)ના માતાજી તથા અલફિયાબેન (જામનગર)ના દાદીમાંનું તા. 11/1/19ને શુક્રવારનાં રોજ અવસાન થયેલ છે. મરહુમાની જિયારત તથા ચહેલુમની સીપારા તા. 13/1/19ને રવિવારના રોજ સવારે 11 કલાકે ઈઝજી મસ્‍જિદ સાવરકુંડલા મુકામે રાખેલ છે.


અમરેલીનાં સિનીયર એડવોકેટ જસવંતરાય કાનાબારનો નશ્‍વરદેહ પંચમહાભુતમાં વિલીન

અમરેલીનાં સિનીયર એડવોકેટ અને ભાજપ અગ્રણી ડો. ભરત કાનાબાર અને હાઈકોર્ટ એડવોકેટ પ્રકાશ કાનાબારનાં પિતા જસવંતરાય કાનાબારનું ગઈકાલે દુઃખદ અવસાન થયા બાદ સદગતને આજે અંતીમ વિદાય આપવામાં આવી હતી. સદગતની યોજાયેલ અંતીમયાત્રામાં વિશાળ જનમેદની ઉમટી હતી અને સ્‍વ. જસવંતરાય કાનાબારને શ્રઘ્‍ધાસુમન અર્પણ કર્યા હતા અને કાનાબાર પરિવારને સાંત્‍વના પાઠવી હતી. સદગતની અંતિમયાત્રામાં માર્કેટયાર્ડના ચેરમેન પી.પી. સોજીત્રા, એ.ડી. રૂપારેલ, ડો. ડી.એમ. ઉનડકટ, અંતુભાઈ સોઢા, ડો. અર્પણ જાની, જયેશ ટાંક, ચંદ્રેશ રવાપી હસુભાઈ સુચક, તેજસ દેસાઈ, દિપક વઘાસીયા, કાળુભાઈ કાછડીયા, વસંત મોવલીયા, રિતેશ ઉપાઘ્‍યાય, કિરીટ વામજા, રિતેશ સોની, વિકાસ વડેરા, કિરીટ કાનાબાર,પિયુષ વિઠ્ઠલાણી, વિનુભાઈ રઘુવીર, સતીષ આડતીયા, જીતુભાઈ ખાલપાડા, રાજુભાઈ ખાલપાડા, વિપુલ ભટ્ટી, એડવોકેટ ગિરીશ દવે, શરદ ધાનાણી સહિતનાં આગેવાનો જોડાયા હતા. સ્‍વ. જસવંતરાય કાનાબારનો નશ્‍વરદેહ પંચમહાભુતમાં વિલીન થયો હતો.


12-01-2019