Main Menu

Friday, January 11th, 2019

 

અમરેલીનાં જનઆરોગ્‍યનો મામલો માનવ અધિકાર પંચ સુધી પહોંચી ગયો

આરટીઆઈ એકટીવીસ્‍ટ સુખડીયાએ લેખિત ફરિયાદ કરી

અમરેલીનાં જનઆરોગ્‍યનો મામલો માનવ અધિકાર પંચ સુધી પહોંચી ગયો

ધુળની ડમરીઓ અને બિસ્‍માર માર્ગોથી શહેરીજનોનાં આરોગ્‍ય પર ગંભીર ખતરો ઉભો થયો

શહેરીજનોને પડતી શારિરીક અને માનસિક તકલીફ અંગે આર્થિક વળતર મળવું જરૂરી

અમરેલી, તા. 10

અમરેલીનાં શહેરીજનો છેલ્‍લા ઘણા મહિનાઓથી ઉડતી ધુળ અને બિસ્‍માર માર્ગોથી પરેશાન બની ગયા હોય શહેરનાં બનીબેઠેલ આગેવાનો મૌની બાબા બની ગયા હોય જાગૃત્ત નાગરિક અને આરટીઆઈ એકટીવીસ્‍ટ નાથાલાલ સુખડીયાએ માનવ અધિકાર પંચમાં લેખિત ફરિયાદ કરેલ છે.

ફરિયાદમાં જણાવેલ છે કે, અમરેલી શહેરમાં સવારે 6 થી સાંજના 8 કલાક સુધી કામગીરીથી રોકાયેલા હોય જેથી છેલ્‍લા 6 મહિનાથી અમારા તથા અમરેલી શહેરની જનતાનાં આરોગ્‍ય ઉપર તથા આયુષ્‍ય ઉપર ગંભીર પ્રકારની અસર થઈ છે.

વધુમાં જણાવેલ છે કે, અમરેલ શહેરમાં છેલ્‍લા 6 મહિનાથી ભુગર્ભ ગટરનું કામ શરૂ હોવાથી શહેરનાં તમામ રસ્‍તાઓનું ખોદકામ કરી નાખવામાં આવેલ છે જેથી ર4 કલાક વાહનો ચાલતા હોવાથી શહેરમાં ફકત ધુળની ડમરી ઉડે છે તેમજ રસ્‍તાઓનું ખોદકામ હોવાથી શરીરનાં હાડકા-મણકાઓ પર ગંભીર અસર તેમજ સ્‍વાસ્‍થ્‍ય પર ગંભીર અસર થયેલ છે તેમજ લોકોનાં શ્‍વાસમાં ધુળ, ડમરી જવાથી લોકોનાં આયુષ્‍ય પર ગંભીર અસર જોવા મળેલ છે.

વધુમાં જણાવેલ છે કે, અમરેલી શહેરમાં સવારે 7થી રાત્રીનાં 8 કલાક સુધી વર્ક કરતા હોવાથી અમારા આરોગ્‍ય સ્‍વાસ્‍થ્‍ય તથા હાડકાઓ પર ગંભીર અસર થવાથી આયુષ્‍ય ઉપર મોટી અસર જોવા મળેલ છે. તેમજ અમરેલી શહેરનાં સ્‍ત્રી-પુરૂષો, બાળકો, વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ સંખ્‍યા અંદાજે 1,પ0,000 છે જેના આરોગ્‍ય ઉપર ગંભીર અસર થયેલ છે.

આવી ગંભીર પ્રકારની સમસ્‍યા ફકતજવાબદાર તંત્રની બેદરકારીને કારણે ઉપસ્‍થિત થયેલ છે. આના માટે અમરેલી શહેરની નગરપાલિકા તથા સંલગ્ન અધિકારીની ઘોર બેદરકારી છે.

વધુમાં જણાવેલ છે કે, પ્રથમ તત્‍કાલ ભુગર્ભ ગટરનું કામ પૂર્ણ થયેલ છે ત્‍યાં પાકા રસ્‍તાઓ બનાવી શહેરમાં જે ધુળ ઉડે છે તે તત્‍કાલ બંધ કરાવમાં આવે અને શહેરનું વાતાવરણ સુધારવા માટેનું સુંદર આયોજન કરે.

અમરેલી શહેરમાં છેલ્‍લા 6 મહિનાથી ગટરનાં કામે રસ્‍તાનું ખોદકામ થવાથી ધુળ, ડમરી ઉડવાથી અમો ફરિયાદી તથા શહેરના 1,પ0,000 આરોગ્‍ય ઉપર અસર થયેલ છે. જેથી શહેરના લોકોનાં સ્‍વાસ્‍થ્‍યની ગંભીર પ્રકારી બીમારીઓ ઉભી થયેલ છે. જેથી જવાબદાર તંત્ર ઘ્‍વારા લોકોનાં આરોગ્‍ય સુખાકારી થાય અને નીરોગી જીવન માટે યોગ્‍ય વ્‍યવસ્‍થા તંત્ર ઘ્‍વારા કરવામાં આવે.

વધુમાં જણાવેલ છે કે, શહેરમાં છેલ્‍લા 6 મહિનાથી ભુગર્ભ ગટરના કારણે રસ્‍તાઓ તોડવાથી શહેરના લોકોનાં મણકાઓની બીમારી તથા ધુળ ઉડવાથી શ્‍વાસમાં જવાથી ફેફસાઓની બીમારી તથા લોકોનું આયુષ્‍ય ઘટેલ છે તે અંગે લોકોનું આયુષ્‍ય વધે માટે તંત્ર યોગ્‍ય વ્‍યવસ્‍થા કરે અને ભોગવનારને મોટુ વળતર આપે.

અમરેલી શહેરના લોકો તથા અમો ફરિયાદીઓના આરોગ્‍ય ઉપર ગંભીર પ્રકારના છેડા કરનાર તંત્ર સામે કાર્યવાહી કરવામાં આવે અને અમોને તથા લોકોને મોટુ વળતરચુકવવામાં આવે.

વધુમાં જણાવેલ છે કે, અમરેલી શહેરમાં ભુગર્ભ ગટરનાં ખોદકામ થવાથી છેલ્‍લા 6 મહિનાથી ધુળ ઉડવાથી તેમજ રસ્‍તાઓ ખરાબ થવાથી વાહનો ચલાવવાના કારણે લોકોના શરીરના મણકાઓની બીમારી પણ થવાથી તેમજ ધુળ શ્‍વાસમાં જવાથી લોકોનું આયુષ્‍ય ઘટયા હોવાનું ગંભીર પ્રકારનો મુદો ઉપસ્‍થિત થયેલ છે. તો તેની સામે તંત્ર ઘ્‍વારા અમરેલી શહેરમાં સુંદર બાગ-બગસચાઓ, રોડ-રસ્‍તાઓ ઉભા કરી લોકોનું આરોગ્‍ય સુધરે અને આયુષ્‍ય વધે તેવી સુંદર વ્‍યવસ્‍થા કરવામાં આવે.

અંતમાં જણાવેલ છે કે, અમરેલી નગરપાલિકા ઘ્‍વારા તેની બેદરકારી નકકી કરવામાં આવે અને શહેરનાં લોકોને મોટુ વળતર ચુકવવામાં આવે.


અમરેલીનાં ધારાસભ્‍ય પરેશ ધાનાણીનો લોકપ્રતિનિધિત્‍વ ધારા કેસમાં નિર્દોષ છોડી મુકવા હુકમ થયો

અમરેલી, તા.10

અમરેલીના ધારાસભ્‍ય અને વિપક્ષી નેતા પરેશ ધાનાણીનો આજે લોક પ્રતિનિધિત્‍વ ધારા અંતર્ગત ચાલેલ કેસમાં નિર્દોષ છુટકારો થયો હતો.

વિગત એવા પ્રકારની છે કે વર્ષ ર01ર માં યોજાયેલ વિધાનસભાની ચુંટણીમાં તે વખતનાં કોંગી ઉમેદવરપરેશ ધાનાણીએ મતદારોને આકર્ષણ માટે સાડી, ટી-શર્ટનું વિતરણ કરતા તે અંગેની ફરિયાદ નોંધાયા બાદ તે કેસ અમરેલીની ચિફ કોર્ટમાં ચાલી જતાં મેજીસ્‍ટ્રેટ દ્વારા ધારાસભ્‍યને નિદોર્ષ છોડી મુકવા હુકમ થયો હતો. બચાવપક્ષે એડવોકેટ નિશીત પટેલ ધારદાર દલીલો કરી હતી.


યુવા ધારાસભ્‍ય અંબરીશ ડેરની જહેમતથી આનંદો : રાજુલાનાં અતિ પછાત વિસ્‍તાર માટે રૂપિયા 640 લાખની ફાળવણી

ચાંચ, ખેરા, પટવા, સમઢીયાળા પંથકમાં માર્ગો બનશે

રાજુલા, તા. 10

રાજુલા તાલુકાનાં દરિયાકાંઠે આવેલા અને અતિ પછાત હાલતમાં ર0 વર્ષથી પણ વધુ સમયથી વિકાસથી વંચિત રહેલા રાજુલાનાં ખેરા, ચાંચ, પટવા, સમઢીયાળા ગામોમાં માર્ગો એટલી હદે બિસ્‍માર હાલતમાં હતા કે ત્‍યાં જવા અને ત્‍યાંથી આવવા માટે ગ્રામીણજનોને પારાવાર મુશ્‍કેલી હતી. રસ્‍તાઓ ખાડા, ખબડાવાળા આ ટુ વ્‍હીલમાં ગમે ત્‍યારે ગમે તે સ્‍થળે પંચર પડી જવાનાં લીધે ગ્રામીણ કુટુંબો પારાવાર મુશ્‍કેલીઓનો સામનો કરી રહૃાા હતા આવા પછાત વિસ્‍તારોમાં રોડ, રસ્‍તા, શાળાઓ, પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રો સારી સુવિધાવાળા મળે તે માટે ધારાસભ્‍ય અંબરીષ ડેરે જહેમત ઉઠાવી હતી અને તેમણે લીધેલી જહેમતનાં ભાગરૂપે જ રાજયનાં બાંધકામ વિભાગ ર્ેારા આ ચારેય ગામોનાં બિસ્‍માર રસ્‍તાઓને સારા બનાવવાનોનિર્ણય રાજય સરકારે લઈ રૂા.640 લાખ ફાળવ્‍યા છે. આ માર્ગો અને આવતા દિવસોમાં પણ આ તાલુકાનાં અન્‍ય બિસ્‍માર માર્ગોને નવા અને રીપેર કરવા માટેની કામગીરી હાથ ધરવાની પણ ધારાસભ્‍યે રજૂઆત કરી છે. વિકટરથી ચાંચ જવા માટે દરિયાઈ ખાડીમાં મુસાફરી કરવી પડે છે. અન્‍યથા રપ કી.મી.સુધી દૂર ફરી ફરીને જવું પડે છે. જો વિકટરથી ચાંચ સુધીની દીરયાઈ ખાડીમાં પૂલ બનાવવામાં આવે તો આઝાદીથી મુંઝવતા આ પ્રશ્‍નનું નિરાકરણ આવે.


નરેન્‍દ્ર મોદીએ જનરલ કેટેગરીવાળાનો હાથ ઝાલ્‍યો : ડો. ભરત કાનાબાર

જિલ્‍લા ભાજપનાં પૂર્વ પ્રમુખ ડો. ભરત કાનાબારનું નિવેદન

નરેન્‍દ્ર મોદીએ જનરલ કેટેગરીવાળાનો હાથ ઝાલ્‍યો

10% અનામતનો ખરડો 4 1/ર વર્ષ પછી મોદી લાવ્‍યા તે માટે તેનો વિરોધ કરનારા વિપક્ષો ભુલી જાય છે કે દેશની જનતાએ ભાજપને પ વર્ષ સરકાર ચલાવવાનો મેન્‍ડેડ આપ્‍યો છે

અમરેલી, તા. 10

કેટલાંક ઐતિહાસિક તથ્‍યો અને સામાજીક વાસ્‍તવિકતાને ઘ્‍યાનમાં લઈ ડો. બાબાસાહેબ આંબેડકરના

માર્ગદર્શનમાં, ભારતની બંધારણસભાએ શિક્ષણ અને નોકરીમાં જ્ઞાતિ આધારિત અનામત પ્રથાને ભારતના સંવિધાનમાં સામેલ કરી. શેડયુલ કાસ્‍ટ (એસસી) અને શેડયુલ ટ્રાઈબ (એસટી) માટે ર0% અનામતની જોગવાઈ કરવામાં આવી. 1978માં કેન્‍દ્ર સરકારે સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત સમાજોની સ્‍થિતિનો અભ્‍યાસ કરવા મંડલ કમિશનની રચના કરવામાં આવી. 31 ડીસેમ્‍બર 1980ના રોજ આ કમિશને આવા જ્ઞાતિ સમાજો (ઓબીસી) માટે, ર7 % જગ્‍યાઓ અનામત રાખવાની ભલામણ કરી. પરંતુ, ત્‍યારપછી કેન્‍દ્રની સત્તામાં આવેલ કોંગ્રેસના વડાપ્રધાન ઈન્‍દીરા ગાંધી અને ત્‍યારબાદ રાજીવ ગાંધીએ આ રીપોર્ટને અભેરાઈએ ચડાવી દીધો અને તેને અમલમાં મુકવા કોઈ કાર્યવાહી કરી નહીં.આમ, ઓબીસી સમાજની કોંગ્રેસે ઉપેક્ષા કરી અને આ સમાજને ન્‍યાય મળે તે માટે મંડલ પંચને અમલમાં મુકવાની કોઈ હિલચાલ કરી નહીં.

ત્‍યારપછી સત્તામાં આવેલ તે વખતના વડાપ્રધાન વી.પી. સીંઘે 7 ઓગસ્‍ટ 1990ના દિવસે આ મંડલ પંચની ભલામણનો સ્‍વીકાર કરી તેને કેન્‍દ્રમાં લાગુ કરવાની સંસદમાં જાહેરાત કરી. તે વખતે સુપ્રીમ કોર્ટના બાર એસોસિએશને મંડલ પંચની ભલામણો સ્‍વીકારવાના વી.પી. સીંઘ સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો. સુપ્રીમ કોર્ટની પ જજોની બેંચે 1 ઓકટોબર 1990ના રોજ ઓબીસી રીઝર્વેશનના અમલ સામે સ્‍ટે આપ્‍યો. 1991માં વી. પી. સીંઘ સરકારનું પતન થતાં, કેન્‍દ્રમાં ફરી કોંગ્રેસ સત્તામાં આવી અને એ વખતના વડાપ્રધાન નરસિંહ રાવે તે નિર્ણયમાં ર સુધારા કર્યા અને અગાઉની ર7% અનામત ઓબીસી માટે એમને એમ રાખી, વધારામાં 10 % અનામત, આર્થિક રીતે નબળા વર્ગો માટે એમ કુલ 37 % નવી અનામતનો નિર્ણય કર્યો. આ મામલાને સુપ્રીમ કોર્ટની 9 જજોની બનેલ બંધારણ બેન્‍ચે સાંભળ્‍યો અને 199રમાં 6 વિરૂઘ્‍ધ 3 જજોની બહુમતિથી ઠરાવ્‍યું કે બંધારણના આર્ટીકલ 16(4) મુજબ પછાતપણાનો આધાર માત્ર જ્ઞાતિ ગણાય અને આર્થિક પરિસ્‍થિતિને પછાતપણાના આધાર તરીકે લઈ શકાય નહીં. અનામત કોઈપણ સંજોગોમાં પ0 %થી વધવી ન જોઈએ અને પછાતસમાજોમાં પણ સાધન સંપન્‍ન અને સુખી (ક્રીમી લેયર)ને અનામતના લાભોમાંથી બાકાત રાખવા જોઈએ. ત્‍યારપછી પણ અનેક રાજય સરકારોએ આ મર્યાદાને ઓળંગી સ્‍થાનિક સમાજોને અનામત આપવાનો પ્રયાસ કર્યો છે પણ તે તમામ રાજયોના આવા નિર્ણયોનો સુપ્રીમ કોર્ટે ઠરાવેલ ઉપરોકત મર્યાદાને કારણે કોર્ટોએ રદ ઠરાવ્‍યાં છે.

એસસી, એસટી અને ત્‍યારપછી ઓબીસીની આ અનામતના અમલથી સમયાંતરે બાકી રહી જતી જ્ઞાતિઓમાં તેમને અન્‍યાય થાય છે તેવી લાગણી ઉભી થઈ જેને કારણે કે એક નવા પ્રકારના સામાજીક તનાવને જન્‍મ આપ્‍યો. જ્ઞાતિને આધાર બનાવી અનામત આપવાની વાતમાં વજુદ હોવાની સાથે સાથે અનામતમાં સમાવેશ ન થતી અન્‍ય જ્ઞાતિઓમાં પણ આર્થિક અસમાનતાને કારણે જ્ઞાતિઓના આર્થિક રીતે નબળા વર્ગોના ઉત્‍થાન માટે આજ પ્રકારની અનામત ઉભી થવી જોઈએ તેવો વિચાર સમાજમાં વહેતો થયો. લોકોની આ અપેક્ષા પુરી કરવા માટે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈએ બીડું ઝડપ્‍યું છે.

અગાઉ પ0%ની મર્યાદાની બહાર જનાર અનેક રાજય સરકારોના ખરડાઓને અને ભૂતકાળમાં નરસિંહરાવ નીચેની કેન્‍દ્ર સરકારના 10 % અનામતના નિર્ણયને કાયદાની બહાલી મળી નથી. પણ આ વખતે કેન્‍દ્રની ભાજપ સરકારે એને બંધારણીય સુધારાનું (1ર4મો સુધારો) સ્‍વરૂપ આપી સંસદના બન્‍ને ગૃહોમાં ર/3 બહુમતિથી પસાર કરેલછે. ત્‍યારે કાયદાની કસોટીમાં તે માન્‍ય રહેશે તેવા ઉજળા સંજોગો ઉભા થયા છે.

આમ આઝાદીના 70 વર્ષ પછી જનરલ કેટેગરીના લોકોનો હાથ નરેન્‍દ્રભાઈએ ઝાલ્‍યો છે. તેમના આ શુભ ઈરાદાને વધાવવાને બદલે કોંગ્રેસ અને વિપક્ષો પાણીમાંથી પોરા કાઢી રહયા છે. ભુતકાળમાં કોંગ્રેસના જ નરસિંહ રાવે આ 10% અનામતનું બીલ મુકેલ અને ર004, ર009 અને ર014 એમ છેલ્‍લી 3 ચુંટણીમાં કોંગ્રેસે એમના ચુંટણી ઢંઢેરામાં પણ આર્થિક નબળા વર્ગો માટે અનામતનું વચન આપેલ. આમ છતાં કોંગ્રેસના નેતાઓ તેને ભભડીંડકભભ ગણાવી સંસદની બહાર વિરોધ કરી રહયા છે જયારે સંસદમાં તો તેનો વિરોધ કરવાની તેમની ત્રેવડ કે હિંમત કશું નથી.

એ જ રીતે સરકારની મુદતના 4 1/ર (સાડા ચાર) વર્ષ પછી આ ખરડો રજુ કરવાના ભાજપના નિર્ણયની વિપક્ષો ટીકા કરી રહયા છે. પણ તેમને ખબર હોવી જોઈએ કે ભારતની જનતાએ ભાજપને પ વર્ષ શાસન કરવાનો મેન્‍ડેડ આપ્‍યો છે. પ0 ઓવરની મેચમાં કે ટવેન્‍ટી-ટવેન્‍ટીમાં છેલ્‍લે થોડી ઓવરો બાકી હોય ત્‍યારે બેટસમેન રન લેવાનું બંધ કરે કે ચોકકા-છકકા મારે ? આતો હજુ ટ્રેલર છે, પીકચર અભી બાકી હૈ. હજી ઘણાં ચોકકા-છકકા માટે વિપક્ષો તૈયાર રહે અને સાચી દાનતથી ફીલ્‍ડીંગ કરે તેવી અપેક્ષા.


સાવરકુંડલામાં પીજીવીસીએલ દ્વારા મકરસંક્રાંતિનાં તહેવારને અનુલક્ષીને શાળાનાં વિદ્યાર્થીઓને સેફટી વિશે માહિતી આપી  

સાવરકુંડલા ખાતે પી.જી.વી.સી.એલ. દ્વારા શહેરની શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુળ, જે.વી. મોદી હાઈસ્‍કૂલ, કે.કે. હાઈસ્‍કૂલ, સેન્‍ટ થોમસ સ્‍કૂલ, સનરાઈઝ સ્‍કૂલ, ગર્લ્‍સ હાઈસ્‍કૂલ, એમ.એલ. શેઠ સ્‍કૂલ, શાશ્‍વત સ્‍કૂલ ઓફ સાયન્‍સ, એસ.એમ.જી.કે. સંકુલ વગેરે શાળાઓમાં પી.જી.વી.સી.એલ.ના કર્મચારીઓ દ્વારા મકરસંક્રાંતિના તહેવારને અનુલક્ષીને બાળકોમાં વીજ અકસ્‍માત ન થાય તે માટે સેફટી એનર્જી કન્‍ઝર્વેશન, ડીઝીટલ પેમેન્‍ટ, ઓનલાઈન માહિતીઓ આપવામાં આવી હતી. તથા સ્‍કૂલના બાળકોમાં ટેમ્‍પલેટ વિતરણ કરવામાં આવ્‍યું હતું. તથા વીજળીના તૂટેલા વાયરોને અડવું નહીં, પતંગ તથા દોરી વીજ લાઈનમાંથી કાઢવાનો પ્રયાસ ન કરવો જેથી વીજ વાયરો ભેગા થવાથી થતો અકસ્‍માત સર્જાયવગેરે માહિતી આપવામાં આવી હતી.


લીલીયાનાં કુતાણા ગામની ખારી નદીમાંથી રેતીની ચોરી કરતો 1 ઈસમ ઝડપાયો

અમરેલી, તા. 10

લીલીયા તાલુકાનાં કુતાણા ગામે રહેતાં અને ડ્રાયવીંગનો ધંધો કરતાં બિજલભાઈ ભીખાભાઈ દુદાસણા નામનો 40 વર્ષિય યુવક ગઈકાલે સાંજનાં સમયે કુતાણા ગામની સીમમાં આવેલ ખારી નદીમાંથી વગર લીઝે અને પાસ પરમીટે ગેરકાયદેસર રીતે રેતી ટન-3 ભરીને નિકળતાં લીલીયા પોલીસે તેમને અટકાવી ટ્રેકટરનાં સાધનિક કાગળો માંગતાં કોઈ કાગળ નહીં મળી આવતાં પોલીસે ટ્રેકટર નં. જી.જે.11 એમ 3188 સહિત તેમની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


માલસીકા ગામેથી વિદેશી દારૂનો જથ્‍થો મળી આવ્‍યો : આરોપી ફરાર

અમરેલી, તા. 10

બાબરાનાં દરેડ ગામેથી વિદેશી દારૂનો જથ્‍થો ઝડપાયાની ગણતરીની કલાકો બાદ જ જિલ્‍લા પોલીસવડા નિર્લિપ્‍ત રાયનાં માર્ગદર્શન નિચે ધારી તાલુકાનાં માલસીકા ગામેથી પણ વિદેશી દારૂ તથા છોટા હાથી સહિત રૂા.1.47 લાખનો મુદ્યામાલ પોલીસે કબજે લીધો હતો. જયારે આરોપી નાશી જવામાં સફળ રહેતાં પોલીસે તેમની શોધખોળ આદરી છે.

આ બનાવમાં ધારીનાં પ્રેમપરા વિસ્‍તારમાં રહેતાં હીતેષભાઈ અનકભાઈ જેબલીયા તથા એક અજાણ્‍યો ઈસમ ધારી તાલુકાનાં માલસીકા ગામેથી વિદેશી દારૂનો જથ્‍થો લઈ નીકળનાર હોવાનીબાતમી પોલીસને મળતાં પોલીસે વોચ ગોઠવી છોટા હાથી નંબરજી.જે. 9 ઝેડ 90પ4ને રોકી તેમની તલાશી લેતાં  તેમાથી અલગ અલગ બ્રાંડનો વિદેશી દારૂ બોટલ નંગ 87 કિંમત રૂા.ર7300નો મળી આવતાં પોલીસે દારૂનો જથ્‍થો તથા છોટા હાથી કબજે લીધું હતું. જયારે આ છોટા હાથી વાહન સ્‍થળ ઉપર મુકી બન્‍ને આરોપી નાશી છૂટયા હતા. જેમની પોલીસે શોધખોળ આદરી છે.


જાફરાબાદના સામાકાંઠા વિસ્‍તારમાં યુવકનાં માથાનાં ભાગે લાકડું માર્યુ

અમરેલી, તા. 10

જાફરાબાદનાં પીપળીકાઠા બાગ વિસ્‍તારમાં રહેતાં અને મચ્‍છીમારીનો ધંધો કરતાં જગદિશભાઈ નાથાભાઈ બારૈયા નામનો ર7 વર્ષિય યુવક ગત તા.8 નાં રોજ રાત્રીનાં સમયે પોતાની બોટ છૂટી થવાની હોય જેથી બોટમાં જઈને સુતો હતો ત્‍યારે બેટીયાવાસ ગામે રહેતાં ભરતભાઈ (ડોઢીયા) નામનાં ઈસમે ત્‍યાં આવી આ યુવકને કહેલ કે આ બોટનો સળીયો સીધો કરવો છે. જેથી યુવકે સવારે સીધો કરીશું તેમ કહેતાં સામાવાળા ભરતભાઈએ ઉશ્‍કેરાઈ જઈ બોટમાં પડેલલાકડું આ યુવકનાં માથાનાં ભાગે મારી દેતાં માથામાં બે ટાંકા આવતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ છે.


સાવરકુંડલામાં રીક્ષા સાઈડમાં લેવાનું કહેતાં યુવકને મુંઢમાર માર્યો

અમરેલી, તા. 10

સાવરકુંડલા ગામે રહેતાં અને ખેતિકામ કરતાં જયરાજભાઈ બાલાભાઈ ખુમાણ નામનાં રર વર્ષિય ખેડૂત યુવક આજે બપોર 1ર વાગ્‍યાના સમયે નાવલી પોલીસ ચોકીથી મેઈન બજારનાં નાકે થઈ પોતાના ઘર તરફ પોતાનું મોટર સાયકલ લઈ જતાં હતા ત્‍યારે તે જ ગામે રહેતાં એક અજાણ્‍યા રીક્ષા ચાલકે પોતાની રીક્ષા રસ્‍તા વચ્‍ચે ઉભી રાખેલ હોય જેથી આ ખેડૂત યુવકે સામાવાળા રીક્ષા ચાલકને રીક્ષા સાઈડમાં લેવાનું કહેતાં આ અજાણ્‍યા ઈસમ તથા આફતાબ યુસુફભાઈ શેખાણી, વસીમ યુસુફભાઈ શેખાણી તથા અકિલ ગોરી સહિત ચારેભય ઈસમોએ ખેડૂત યુવકને ગાળો આપી            ઢીકાપાટુનો માર મારી ઈજા કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.

તોસામાપક્ષે રફીકભાઈ ઈબ્રાહીમભાઈ મીયા નામનાં 3પ વર્ષિય યુવકે આ જ કારણોસર જયરાજભાઈ ખુમાણ, લાલો દેગામા, લાલાભાઈ કાચની દુકાનવાળા તથા એક અજાણ્‍યા ઈસમ મળી 4 સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્‍ને પક્ષોની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.


અમરેલી નજીક આવેલ ગોખરવાળાની શેત્રુંજી નદીનાં પટ્ટમાંથી ગેરકાયદેસર રેતી ચોરી કરતાં 3 ઝડપાયા

અમરેલી, તા. 10

અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશનનાં પી.એસ.આઈ. એન. એ. વાઘેલા તથા સ્‍ટાફ ગઈકાલે મોડી રાત્રીનાં સમયે પેટ્રોલીંગ કરી રહૃાાં હતા ત્‍યારે મળેલ બાતમીનાં આધારે ગોખરવાળા ગામ નજીક આવેલ શેત્રુંજી નદીનાં પટ્ટમાંથી લીઝ વગર અમરેલી રહેતાં અજય નાનજીભાઈ, સતિ ગોપાલભાઈ રાઠોડ, મુનિયા બિલસિંહ, પ્રશાંત ઉર્ફ લાલો મુકેશભાઈ, મંગા કાળાભાઈ તથા જીજ્ઞેશ ગોકળભાઈ વિગેરે 3 ડમ્‍પર, 1 ટ્રેકટર, ર લોડર વડે રેતીની ચોરીકરતાં હોય, પોલીસે દરોડો પાડી, ઉપરનાં વાહનો, રેતી ટન સાડા ચાર, રેતી ચાળવા માટેનાં સાધનો મળી કુલ રૂા.રપ,1ર,7પ0નાં મુદ્યામાલ સાથે ત્રણ આરોપીને ઝડપી લીધા હતા જયારે અન્‍ય શખ્‍સો નાશી જતાં પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.


અમરેલી શહેરમાં કરોડો રૂપિયાનાં ખર્ચે વિકાસકાર્યોનો ધમધમાટ

રૂપિયા 33 કરોડ જેવી રકમનાં ખર્ચે વિકાસ કાર્યો થઈ રહૃાા છે

અમરેલી શહેરમાં કરોડો રૂપિયાનાં ખર્ચે વિકાસકાર્યોનો ધમધમાટ

સાયકલ ટ્રેક સહિતની કામગીરી માટે રૂપિયા 6.8 કરોડનો ખર્ચ કરવામાં આવશે

વરસાદી પાણીનાં નિકાલ માટે રૂપિયા 10 કરોડનો ખર્ચ કરવામાં આવી રહૃાો છે

અમરેલી, તા. 10

અમરેલીનાં આઝાદી બાદ નાં ઈતિહાસમાં સૌપ્રથમ વખત કરોડો રૂપિયાનાં ખર્ચે વિકાસકાર્યો કરવામાં આવી રહૃાાનું પાલિકાનાં બાંધકામ સમિતિનાં ચેરમેન કોમલબેન રામાણીએ જણાવેલ છે.

તેઓએ શહેરમાં ચાલતા વિકાસકાર્યો અંગે જણાવેલ છે કે, અમરેલી શહેરનાં જુદા-જુદા વિસ્‍તારમાં સાયકલ ટ્રેક અને પેડસ્‍ટલ પાથ-વેની કામગીરી અંદાજીત રકમ રૂા. 6,08,પ9,900/- તથા કન્‍સ્‍ટ્રકશન વર્ક ઓફ સ્‍ટોર્મ વોટર ડ્રેનેજ એટ ફિડરન્‍ટ લોકેશન્‍સ ઓફ અમરેલી ટાઉન અંડર અટલ મિશન ફોર રીજુવેનેશન એન્‍ડ અર્બન ટ્રાન્‍સફોર્મેશન (અમૃત) અંદાજીત રકમ રૂા. 1069.18 લાખ. તેમજ અમરેલી શહેરનાં જુદા-જુદા વિસ્‍તારમાં ડીઆઈ કે-7 પાઈપલાઈનઅને પમ્‍પ હાઉસ બનાવવાનું કામ અંદાજીત રકમ રૂા. 4.40 કરોડ તથા કન્‍સ્‍ટ્રકશન વર્ક ઓફ કમ્‍પોસ્‍ટ પીટ એટ વેરીયસ લોકેશન ઓફ અમરેલી ટાઉન માટે અંદાજીત રકમ રૂા. ર,08,800/- તથા નેશનલ અર્બન લાઈવલી હુડ મિશન અંતર્ગત સ.નં. પ44 પૈકી સાવરકુંડલા રોડ પર નાઈટ શેલ્‍ટર અને પેવીંગ બ્‍લોક રોડ બનાવવાનું કામ અંદાજીત રકમ રૂા. 1,69,80,6પ0/-. તથા 14મું નાણાપંચ યોજના અંતર્ગત રૂક્ષ્મણીબેન બાલમંદિરનાં ગ્રાઉન્‍ડમાં નવુ રૂક્ષ્મણીબેન વી. પરીખ બાલમંદિર બનાવવાનું કામ અંદાજીત રકમ રૂા. ર4,17,પ94/- તથા સ્‍વર્ણિમ જયંતિ મુખ્‍યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂક્ષ્મણીબેન બાલમંદિરનાં ગ્રાઉન્‍ડમાં ગ્રાઉન્‍ડ ફલોર અને ફર્સ્‍ટ ફલોર પર નવી નગરપાલિકા ઓફિસ બિલ્‍ડીંગ બનાવવાનું કામ અંદાજી રકમ રૂા. ર,1પ,પ6,ર78/- તથા સને ર018-19નાં વર્ષની 1પ% વિવેકાધીન યોજના અંતર્ગત ટેલીફોન એક્ષચેન્‍જની ઉતરે હૈયાત મજુર કલ્‍યાણ કેન્‍દ્ર (કડીયાનાકા)નું એક્ષટેન્‍શન કરવાનું કામ અંદાજીત રકમ રૂા. 11,ર1,480/- તથા ધારાસભ્‍યની ગ્રાંટ-યોજના હેઠળ અમરેલી શહેરમાં પટેલવાડી, ગજેરાપરા પાસે પેવીંગ બ્‍લોક રોડનું કામ અંદાજીત રકમ રૂા. 1,પ4,606/- તથા સને ર017-18ના વર્ષની સ્‍વર્ણિમ જયંતિ મુખ્‍યમંત્રી શહેરી વિકાસ યોજના (બચત રહેતી ગ્રાંટ), સને ર018-19ના વર્ષની (યુડીપી-88) સરકાર પ્રેરિતયોજનાઓ અંતર્ગત જુદા-જુદા વિસ્‍તારમાં ટ્રીમકતસ સાથે સિમેન્‍ટ કોન્‍ક્રીટ રોડ બનાવવાનું કામ અંદાજીત રકમ રૂા. 4પ6.89 લાખ તથા સને ર018-19ના વર્ષની સ્‍વર્ણિમ જયંતિ મુખ્‍યમંત્રી શહેરી વિકાસ યોજના (યુડીપી-88) અંતર્ગત જુદા-જુદા વિસ્‍તારમાં ડામર રોડ બનાવવાનું કામ અંદાજીત રકમ રૂા. રર0.68 લાખનો ખર્ચ કરવામાં આવશે તેમ અંતમાં જણાવેલ છે.


આંબરડીના ખેડૂતે બળદનું અવસાન થતા શાસ્‍ત્રોકત વિધીથી દફનવિધી કરી

માનીતા બળદનું મોત નિપજતા ખેડૂત પરિવાર શોકમય બન્‍યો

આંબરડી, તા. 10

બળદ એ ખેડૂતોનું અંગ હોય છે જયારે એ જ બળદ ફાની દુનિયાને છોડે ત્‍યારે ખેડૂત બળદ માલિક ચોક્કસથી દુઃખમાં ગરકાવ થઈ જાય છે. આવી જ એક ઘટના આંબરડી ગામે બનવા પામી છે. ગામનાં ખેડૂત કાંતિભાઈ વેકરીયા 60 વિઘાનાં ખેડૂત ખાતેદાર છે. અને છેલ્‍લા ર0 વર્ષથી આ બળદ કાંતિભાઈનાં ખેતર અને કાંતિભાઈનાં કુટુંબનો સદસ્‍ય (સામાન્‍ય રીતે બળદની આયુષ્‍ય1પ થી 17 વર્ષની હોય છે) હતો. આજીવન ખેતરમાં ઢેફા, કરાળ માટીઓ વિંખી ખેડુતના પરિવારનું ભરણપોષણ કરી રહૃાો હતો. ત્‍યારે આ બળદનું ર0 વર્ષ બાદ આજે મોત થતા ખેડૂત, તેના પરિવારજનો અને ખેતમજુરોમાં શોક જોવા મળ્‍યો હતો.

એક સમય હતો જયારે માત્ર બળદ એ જ ખેડૂતોની આજીવિકા હતો. હાલ તો આધુનિક યુગમાં ખેતીના ટેકનિકલ ઓજારો આવતા ખેતીમાં પણ ક્રાંતિ આવીછે. ખેડૂત આધુનિક ઓજારોનો ઉપયોગ કરી ખેતી માંથી ભરણપોષણ પેદા કરી રહૃાા છે. અને કેટલાક કિસ્‍સાઓમાં ખેડૂતો નિભાવ નહીં થઈ શકતા બળદોને છૂટા મૂકી દેવા મજબુર બની જતા હોય છે, ત્‍યારે આ કાંતિભાઈએ બળદને સાચવી ર0 વર્ષ સુધી સેવા ચાકરી કરી હતી. પોતાને વફાદાર રહેલા આ બળદને આજીવન ઘરનાં સદસ્‍યની જેમ સાચવતા હતા જે બળદનું આજે ર0 વર્ષની લાંબી આયુષ્‍ય બાદ અવસાન થતા કાંતિભાઈએ શાસ્‍ત્રોકત વિધી વિધાન મુજબ તેની વિધી કરી જમીનમાં જ તેને દફન કરવામાં આવ્‍યો હતો. બળદે આજીવન જે માટીમાં જીવન ગુજાર્યુ તે જ માટીમાં આ બળદને દફન કરી પોતાના બળદ પ્રત્‍યેની અપાર લાગણીને વ્‍યકત કરી હતી.


નવી દિલ્‍હી ખાતે યોજાયેલ ગર્વનીંગકાઉન્‍સિલની બેઠકમાં સંઘાણીની ઉપસ્‍થિતિ   

દિલ્‍હી ખાતે કેન્‍દ્રીય કૃષિમંત્રી રાધામોહન સિંહના અઘ્‍યક્ષ સ્‍થાને દ્વીતીય ગર્વનીંગ કાઉન્‍સિલની મીટીંગ યોજાઈ હતી જેમાં સહકારી માળખાની પારંગત સેવાઓ પુરી પાડવાના હેતુ સભર સહકારી ક્ષેત્રે કામ કરતા કર્મચારીઓની તાલીમ, જાગરૂકતા અને મુલ્‍યાંકન વિશે ચર્ચા કરવામાં આવી હતી. રાધામોહન સિંહે જણાવેલ કે સહકારી માળખાને આધુનિક બનાવવા માટે કર્મચારીઓએ સહકારી તાલીમએ એક હિસ્‍સો છે ભભનેશનલ કાઉન્‍સિલ ફોર કો.ઓપ. ટ્રેનીંગભભ (એનસીસીટી)નો મુખ્‍ય ઉદેશ દેશના સહકારી મંડળમાં માનવ સંસાધન વિકાસને સરળ બનાવવાનો છે અને આ પ્રસંગે નેશનલ કોઓપરેટીવ ડેવલોપમેન્‍ટ કોર્પોરેશન એટલે કે (એનસીડીસી)ના મોડલનો પ્રારંભ મોર્ડન બેન્‍કીંગ યુનીટ તરીકે કરવામાં આવ્‍યો હતો. અને વધુમાં તેમણે જણાવેલ કે દેશના વિવિધ ભાગોમાં 14 જેટલી સહકારી મેનેજમેન્‍ટ સંસ્‍થાઓ સહકારી વિભાગો અને સંસ્‍થાઓમાં કામ કરતા વરિષ્ઠ અને મઘ્‍યમ કર્મચારીઓની તાલીમ આવશ્‍યકતાઓને પુરી કરે છે. આ તકે પુર્વ કૃષિમંત્રી, ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ જણાવેલ કે સહકારી માળખાને વધુ મજબુત બનાવવા માટે તેમજ તેના આધુનિકરણના પાયામાં કર્મચારીઓની તાલીમ જાગરૂકતા અને મુલ્‍યાંકનમાં સમાયેલો છે અને દેશના દુરનાગામોમાં ખેડુતોના નાણાકીય સમાવેશને લાવવાનું લક્ષ્ય રાખવુ હોય તો સહકારી બેન્‍કીંગ મારફતે કોમ્‍પ્‍યુટરાઈઝેશન સહકારી મોડલને આધુનિક બેંકીંગ એકમો તરીકે મજબુત બનાવવા માટે સરકારે એક વ્‍યાપક પગલુ લીધુ છે. આ મોડલમાં આઈ.ટી. અને ડેટા સેન્‍ટર, એન્‍ટરપ્રાઈઝ નેટવર્ક અને સિકયુરીટી કોર બેંકીંગ સોલ્‍યુશન્‍સ, એ.ટી.એમ. પી.ઓ.એસ. ઈ-લોબી વગેરે જેવા સંબંધિત ઈન્‍ફ્રાસ્‍ટ્રકચર અને નવા સેટઅપનો સમાવેશ થાય છે. આ પાછળનો હેતુ સહકારી માળખાની પ્રવૃતિઓના સ્‍વચાલન તરફ દોરી જાય છે. કો. ઓપરેટીવ મોર્ડન બેંકીંગ યુનીટ, પ્રોજેકટ ગાઈડન્‍સની નામની બુકનું વિમોચન પણ કરવામાં આવેલ જેમાં આઈ.ટી. અને ડેટા સેન્‍ટર તેમજ ટેકનોલોજી સંબધિત માહિતીઓ પુરી પાડવામાં આવેલ છે  તેમ કાર્યાલયની એક યાદીમાં જણાવાયુ છે.


અમરેલી જિલ્‍લામાં 108ની વધુ 9 એમ્‍બ્‍યુલન્‍સ ફાળવાઈ

ગુજરાત રાજયભરમાં પોતાની સેવાથી પોતાની એક આગવી ઓળખ ઉભી કરનાર 108 એમ્‍બ્‍યુલન્‍સ સેવાનું લોકાર્પણ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્‍યમંત્રી નિતીનભાઈ પટેલ અને કિશોરકુમાર કાનાણી, આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ, તબીબી શિક્ષણ મંત્રીના હસ્‍તે તા.7/1ના રોજ ગાંધીનગર ખાતે રીબીન કાપી કરવામાં આવ્‍યું હતું. આજે સવારે 10:30 કલાકે અમરેલી જિલ્‍લા કલેકટરઆયુષ ઓક (આઈ.એ.એસ.) અને જિલ્‍લા વિકાસ અધિકારી સી.એમ. પાડલીયાએ 108ની વિઝીટ કરી. કલેકટરે 108 એમ્‍બ્‍યુલન્‍સોને લીલી ઝંડી આપી હતી કે 108 લોકેશન પર ફાળવવામાં આવેલ જે પૈકી સાવરકુંડલા, વંડા, ખાંભા, ધારી, બગસરા, લાઠી, અમરેલી સીટી-1, લીલીયા અને બાબરા ખાતે જવા માટે રવાના કરી હતી. આ અત્‍યાધુનિક મેડિકલ સાધનો, સુવિધાથી સજજ અત્રે ઉલ્‍લેખનીય છે કે અગાઉ નવી 10 એમ્‍બ્‍યુલન્‍સ ફાળવાયેલી અને આજે 9 (નવ) મળી કુલ 18 નવી એમ્‍બ્‍યુલન્‍સ અમરેલી જિલ્‍લામાં કાર્યરત છે. આ પ્રસંગે 108 ઈ.એમ.ઈ. સંજય ઢોલા અને યોગેશ જાની તેમજ 108નો સ્‍ટાફ જિલ્‍લા સેવા સદન પર હાજર રહયા હતા.


સાવરકુંડલાનાં માનવમંદિરનાં મનોરોગીઓની યોજાઈ યાત્રા

સાવરકંુંડલાથી પાંચ કિલોમીટર હાથસણી રોડ પર માનવ મંદિર આવેલુ છે. જયા પૂ. ભકિતબાપુની નિશ્રામાં 49 મનોરોગી (પાગલ) મહિલાઓ પુનઃજીવન પ્રાપ્‍ત કરવાનો પ્રયાસ કરી રહી છે. ત્‍યારે સુરતનાં રવિકૃષ્‍ના ટ્રાવેલ્‍સ વાળાએ માનવમંદિરની આ મનોરોગી મહિલાઓને એક દિવસની યાત્રા કરાવી પોતાની સામાજીક જવાબદારી નિભાવી હતી. સ્‍પે. બસમાં સવારે સાવરકુંડલાથી રવાના થઈ વીરપુર જલારામ મંદિર ખાતે બાપાના દર્શન કર્યા હતા. જયા સુરેશભાઈ ગઢીયા ર્ેારા પૂ. ભકિતબાપુ અને પ્રવાસી મનોરોગીમહિલાઓનું સન્‍માન કરી નાસ્‍તો કરાવાયો હતો. ત્‍યારબાદ ખોડલધામ કાગવડ ખાતે પહોંચતા રાજકોટનાં સેવક દેવજીભાઈ અને નારણભાઈ તથા મિત્રમંડળ ર્ેારા આ મહિલાઓનું સ્‍વાગત કરાયું અને છેક મંદિર સુધી બસ લઈ જવા દેવામાં આવી હતી. આ સુંદર રમણીય ખોડલધામ મંદિરમાં જઈ મનોરોગી બહેનોએ આનંદની અનુભૂતિ કરી હતી. તેમજ ટ્રસ્‍ટનાં સ્‍વયં સેવકો સાથે રહી માર્ગદર્શન આપ્‍યુ હતું. ત્‍યારબાદ ગુજરાત સરકારનાં મંત્રી જયેશભાઈ રાદડીયા અને મોટી ખીલોરીવાળા લોકસાહિત્‍યકાર મનસુખ વસોયાએ મનોરોગી બહેનો સાથે વાતચીત કરી હતી. મનોરોગી બહેનો સાથેની વાતચીતથી મંત્રી જયેશભાઈ રાદડીયા ખુશ થયા હતા અને મનોરોગીઓને જો પ્રેમ અને હુંફ આપવામાં આવે તો તે ઝડપથી સાજા થાય છે, તે વાતને પ્રત્‍યક્ષ અનુભૂતિ કરી હતી. અને માનવમંદિર આશ્રમ બાબતે પૂ. ભકિતબાપુએ સવિસ્‍તૃત માહિતીઆપી હતી. આવી વિરલ મુલાકાતો બહુ ઓછી થતી હોવાની પણ વાત મંત્રીએ કરી હતી. ખોડલધામ મંદિરનાં રસોડે તમામને ભોજન પ્રસાદ કરાવી અહિના મેળા અને બગીચામાં બહેનોએ સેર કરી ખુશાલી અનુભવી હતી. ત્‍યારબાદ પરબધામ મંદિરે દર્શન કરી પુ. કરશનદાસબાપુ સાથેની મુલાકાત યાદગાર બની રહી હતી. સામાન્‍યરીતે સંતો લોકોને આશીર્વાદ આપતા હોય છે, પરંતુ અહિયા આ નિખાલસ અને પરમાત્‍માનુંસ્‍વરૂપ એવા મનોરોગી બહેનોએ પૂ. કરશનદાસબાપુને આશીર્વાદ આપ્‍યા ત્‍યારે કરશનદાસબાપુ પણ અતિ ભાવવિભોર બન્‍યા હતા અને એકાદ કલાક સુધી વિવિધ વાતો ગીતોથી સતસંગ કરાયો હતો. આ યાત્રા પ્રવાસમાં પૂ. ભકિતબાપુ, રવિકૃષ્‍ના ટ્રાવેલ્‍સનાં માલિક ઘનશ્‍યામભાઈ, રાજકોટનાં સેવક દેવજીભાઈ મોલીયા, નારણભાઈ તેમજ પ્રફુલભાઈ યાદવ અને પત્રકાર સૂર્યકાંત ચૌહાણ સાથે રહૃાા હતા.


અમરેલી જિલ્‍લા વિ.હિ.પ.નાં નવનિયુકત ઉપપ્રમુખ હસમુખ દુધાતનું અવધ રેસિડેન્‍સી પરિવાર દ્વારા સન્‍માન

અમરેલી, તા.10

અમરેલીના યુવ અગ્રણી અને અવધ રેસિડેન્‍સી પરિવારના હસમુખ દુધાતની તાજેતરમાં ગોંડલ ખાતે અમરેલી જિલ્‍લા વિશ્‍વ હિન્‍દુ પરિષદનાં ઉપાઘ્‍યક્ષ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

જે અંતર્ગત અમરેલીના અવધ રેસિડેન્‍સી પરિવાર દ્વારા ગૌરવશાળી અવસરનાં વધામણા કરીને નવનિયુકત હોદેદારનું સન્‍માન કરીને શુભેચ્‍છા પાઠવવામાં આવી હતી.


જિલ્‍લા ભાજપનાં પુર્વ પ્રમુખ ડો. ભરત કાનાબારના પિતા અને અમરેલીના સિનીયર એડવોકેટ જસવંતરાય કાનાબારનું 89 વર્ષની જૈફવયે અવસાન

જિલ્‍લા ભાજપનાં પુર્વ પ્રમુખ ડો. ભરત કાનાબારના પિતા અને
અમરેલીના સિનીયર એડવોકેટ જસવંતરાય કાનાબારનું 89 વર્ષની જૈફવયે અવસાન : આજે અંતિમયાત્રા
અમરેલી, તા.10
અમરેલી જિલ્‍લાનાં ટોચનાં એડવોકેટ જસવંતરાય કાનાબારનું અજે સાંજે હાર્ટ એટેક આવવાથી 89 વર્ષની જૈફવયે અવસાન થતા અમરેલી જિલ્‍લાએ પ્રતિભાશાળી વ્‍યકિત ગુમાવી દીધા છે.
જિલ્‍લા ભાજપનાં પુર્વ પ્રમુખ ડો.ભરત કાનાબાર અને હાઈકોર્ટ એડવોકેટ પ્રકાશભાઈના પિતાની તબિયત છેલ્‍લા થોડા દિવસોથી નરમ-ગરમ થઈ રહી હતી. અજે તેઓ સાંજનાં સમયે ડાઈનીંગ ટેબલ પર ચા પીતા હતા તેવા જ સમયે જીવલેણ હાર્ટ એટેક આવી જતાં તેઓએ તેજ સ્‍થળે અંતીમ શ્‍વાસ લેતા સમગ્ર જિલ્‍લામાં આઘાતની લાગણી ઉભી થઈ છે.
સદ્ગતની અંતિમયાત્રા આવતીકાલ સવારે 11 કલાકે યોજાશે.


11-01-2019