Main Menu

Thursday, January 10th, 2019

 

બાલાપુરમાં ખેત તલાવડી બનાવવામાં કૌભાંડ કરનાર સામે કાર્યવાહી કરો

આરટીઆઈ એકટીવીસ્‍ટ સુખડીયાએ એસીબીમાં કરી ફરિયાદ

બાલાપુરમાં ખેત તલાવડી બનાવવામાં કૌભાંડ કરનાર સામે કાર્યવાહી કરો

મળતીયાઓનાં નામે લાખો રૂપિયાનો ભ્રષ્‍ટાચાર કરનાર સામે કાર્યવાહી જરૂરી બની

જમીન વિકાસ નિગમનાં હાલ નિવૃત્ત થયેલ અધિકારી સામે કર્યા ગંભીર આક્ષેપ

અમરેલી, તા.9

બગસરાના બાલાપુર ગામે ખેતતલાવડી બનાવવાના નામે લાખો રૂપિયાનું કૌભાંડ થયું હોય આરટીઆઈ એકટીવીસ્‍ટ નાથાલાલ સુખડીયાએ અમરેલી એસીબીના અધિકારીને પત્ર પાઠવીને તટસ્‍થ તપાસ કરવાની માંગ કરી છે.

પત્રમાં જણાવેલ છે કે, સમગ્ર ગુજરાત રજયમાં જમીન વિકાસ નિગમ લી. (જી.એલ.ડી.સી.)ના દ્વારા ખેત તલાવડીઓ અને ચેકડેમોના તેમજ તળાવ ઉંડા ઉતારવાના અનેક જિલ્‍લાઓમાં કૌભાંડો અધિકારીઓ અને તેમના મળતિયાઓ દ્વારા આચરવામાં આવેલ જે સબબની ગુજરાત રાજયમાં અનેક ફરિયાદો એસીબી દાખલ કરાયેલ છે. અને આ રાષ્‍ટ્રીય નાાણાના ભ્રષ્‍ટાચાર આચરનારની સામે તપાસ ચાલુ હોઈ આવું જ અન્‍ય જિલ્‍લાઓની જેમ અમરેલી જિલ્‍લાના બગસરા તાલુકાના મોજે બાલાપુરગામમાં ચેકડેમ તલાવડીના કામમાં જમીન વિકાસ નિગમ લી. અમરેલીના અધિકારીઓના મેળાપીપણાની મોજે બાલાપુર તાલુકો બગસરા ગામની ગૌચરની સરકારી જમીન સર્વે નં. ર9ર/1એ, માં સીમ તલાવડી 1 થી 3 માટે તારીખ ર7/7/17ના રોજ ચેક દ્વારા રીટાબેન આર. પાદરીયાને રૂા. 10,30,પ09/- અને એના એજ સર્વે નંબરમાં 3 વોટર હાર્વેસ્‍ટર માટે મનોજભાઈ પી. પાદરીયાને તારીખ ર0/7/17ના રોજ ચેક દ્વારા રૂા. 11,74,ર9પ/- ચુકવવામાં આવેલા અને સર્વે નં ર73/ઉક્ષ્ માં ત્રણ ચેકડેમ માટે તા.રર/3/18ના રોજ ચેક દ્વારા અજય રમેશભાઈ હીરપરાને રૂા. 11,7ર,0પ4/- અને તેના સર્વે નંબરમાં ત્રણ સીમતલાવડીઓ માટે તા.ર7/7/17ના રોજ ચેક દ્વારા રૂા. 9,48,7ર6/- હીનાબેન પી. પાદરીયાને ચુકવેલ છે. અને સર્વે નં. ર64/1, માં સીમ તલાવડી માટે તા.ર0/4/17ના રોજ ચેક દ્વારા મિલન ભગવાનભાઈ ભૂતને રૂા. 4,49,631/- ચુકવેલ છે. આમ કુલ મળી રૂપિયા 47,7પ,ર1પ/-ની રકમ ચુકવી આપવામાં આવેલી છે. સ્‍થળ ઉપર તપાસ કરતા આવા પ્રકારના કોઈ કામોનું કોઈ પ્રકારનું અસ્‍તિત્‍વ જ નથી. પરંતુ જે સમયના ફિલ્‍ડ ઓફિસર સરકારી નાણામાં ભ્રષ્‍ટાચાર કરવાની કોઠાસુજથી ચોખ્‍ખે ચોખો પોતાના મળતિયા અને ફેમીલી મેમ્‍બરના નામે ચુકવી અને તેનો સીધો ફાયદો મેળવેલ છે. આમ સમગ્ર જિલ્‍લાની અંદર તપાસકરવામાં આવે તો બીજા જિલ્‍લામાં થયેલ આ બાબતના કૌભાંડથી અનેકગણું મોટું કૌભાંડ જેમાં ખેત તલાવડીઓ, ચેકડેમો અને તળાવ ઉંડા ઉતારવાના કામોના અમરેલી જિલ્‍લાની અંદર સરકારી જી.એલ.ડી.સી.ના વિભાગમાં ફરજ બજાવી ગયેલ અનેક વર્ષોથી કૌભાંડ આચરી કોઈ નિવૃત થયેલ છે અને કોઈ સરકારના નિગમ બંધ કરવાના નિર્ણયથી અન્‍ય વિભાગમાં ફરજ બજાવી રહેલ છે. આમ અગાઉના વર્ષોમાં પણ આ જિલ્‍લામાં તળાવ ઉંડા ઉતારવાના વાઉચરોમાં જે.સી.બી. નંબરો દર્શાવેલા અને આ નંબરો આર.ટી.ઓ.માં તપાસ કરાવતા મોટર સાયકલ અને કારના નીકળેલા અને પોરબંદર જિલ્‍લાના કુતિયાણા તાલુકામાં સત્‍ય હકીકત આર.ટી.આઈ.માં ખુલવા પામેલ તો આ બાબતે તમામ સત્‍ય હકીકત ઘ્‍યાને લઈ ઉંડાણ પૂર્વક તપાસ કરવા અને સરકાર અને રાષ્‍ટ્રના યોજનાકીય નાણાની ગેરરીતિ આદરી સીધો ફાયદો મેળવી ગુન્‍હો આચરેલ તો તેમના વિરૂઘ્‍ધ કાયદેસર કરવા અંતમાં માંગ કરેલ છે.


અમરેલી શહેર અને તાલુકામાં વધારાનાં એક-એક પોલીસ સ્‍ટેશનની જરૂરીયાત

શહેરની જનસંખ્‍યા 1 લાખ કરતાં વધી ગઈ હોય

અમરેલી શહેર અને તાલુકામાં વધારાનાં એક-એક પોલીસ સ્‍ટેશનની જરૂરીયાત

તાલુકા પંથકમાં 7ર ગામો વચ્‍ચે પણ વધારાના પોલીસ સ્‍ટેશનની જરૂર

અમરેલી, તા.9

રાજય સરકારે અમરેલી શહેર માટે વધારાનાં મામલતદરની નિમણુંક કરી છે. તે નિર્ણય આવકાર દાયક છે. તેવા જ સમયે હવે અમરેલી શહેર અને તાલુકા માટે વધારાનો એક પોલીસ સ્‍ટેશનની જરૂરીયાત જોવા  મળી રહી છે.

અમરેલી શહેરની જનસંખ્‍યા એક લાખની છે. શહેરનો ચારે દિશામાં વિકાસ થયો છે. શહેરના અનેક વિસ્‍તારો હાલમાં તાલુકા પોલીસમાં સમાવેશ થયા છે.

જો રાજય સરકાર અમરેલીશહેર માટે એ-ડીવીઝન અને બી-ડીવીઝન પોલીસ સ્‍ટેશન કાર્યરત કરે તેમજ તાલુકાના ચિતલ ખાતે પણ એક પોલીસ સ્‍ટેશન કાર્યરત કરવામાં આવે તો કાયદો-વ્‍યવસ્‍થા વધારે મજબુત બની શકે તેમ છે.

અમરેલીના ધારાસભ્‍ય અને સાસંદે રાજય સરકાર સમક્ષ આ અંગેની રજુઆત કરવાની જરૂર છે.


લ્‍યો બોલો : રાજુલામાં માત્ર એક  જ સ્‍ટેમ્‍પ વેન્‍ડરથી જનતાને પરેશાની

ગતિશીલ ગુજરાતનાં માહોલમાં

લ્‍યો બોલો : રાજુલામાં માત્ર એક  જ સ્‍ટેમ્‍પ વેન્‍ડરથી જનતાને પરેશાની

રાજુલા, તા. 9

રાજુલામાં સ્‍ટેમ્‍પ વેન્‍ડરનાં અભાવે હાલ ભારે હાલાકી ભોગવવી પડે છે. વહાલાદવલાની નીતિ ઓફિસમાં કમાવ દિકરાનાં અભિપ્રાયો થતા હોવાની આગેવાનોની રજૂઆત જયારે નવા ઈસ્‍યુ નહિ કરાતા ભારે રોષ વ્‍યાપી જવા પામ્‍યો. તાકીદે              ઘટતી કાર્યવાહી કરવા માંગણી ઉઠવા પામી છે.

જાણવા મળતી વિગત મુજબ રાજુલામાં હાલ એકજ સ્‍ટેમ્‍પ વેન્‍ડર છે, તે પણ મામલતદાર કચેરીથી એક કી.મી.દૂર બેસે છે. અને ઈ સ્‍ટેમ્‍પીંગમાં લાંબી કતારો લાગે છે. જે એક જ સ્‍ટેમ્‍પ વેન્‍ડર રહેતા ભારે હાલાકી ભોગવી પડે છે. છેલ્‍લા 6 મહિનાથી નવા સ્‍ટેમ્‍પ વેન્‍ડરોનાં લાયસન્‍સ ઈસ્‍યુ થતા નથી. આથી પારાવાર મુશ્‍કેલીનો સામનો કરવો પડે છે. હાલમાં નવા ઈસ્‍યુ કરવા માટે અભિપ્રાયો મંગાવાયા છે. જેમાં ઓફિસને મદદરૂપ થતા મલાઈદારોના અભિપ્રાય કરવામાં આવ્‍યા છે. અને વહાલાદવલાનીનીતિ જોવા મળે છે. હાલ મામલતદાર ઓફીસમાં જ નાયબ મામલતદારો હોવા છતાં તલાટીઓને સર્કલનાં ચાર્જમાં મુકતા હાલ ભારે હાલાકી જોવા મળી રહી છે. સ્‍ટાફ યોગ્‍ય મુકવા માટેની જનતાની માંગણી છે.


આલેલે : જાફરાબાદનાં ટીંબી ખાતે ડ્રગ્‍ઝ અધિકારીનાં આગમનથી તમામ મેડિકલ સ્‍ટોર ધડાધડ બંધ થઈ ગયા

જિલ્‍લામાં સેંકડોની સંખ્‍યામાં મેડિકલ સ્‍ટોરમાં ચાલે છે ગેરરીતિ

આલેલે : જાફરાબાદનાં ટીંબી ખાતે ડ્રગ્‍ઝ અધિકારીનાં આગમનથી તમામ મેડિકલ સ્‍ટોર ધડાધડ બંધ થઈ ગયા

મેડિકલ સ્‍ટોરનાં સંચાલકમાં ફફડાટ ફેલાતા ગામજનોમાં આશ્ચર્ય

ટીંબી, તા. 9

ટીંબી ખાતે અમરેલી આરોગ્‍યનાં ડ્રગ્‍ઝઈન્‍સ્‍પેકટરે મેડીકલ સ્‍ટોરનાં ચેકીંગ માટે આવતા જ ટીંબી ગામનાં તમામ મેડીકલ સ્‍ટોર બંધ કરીને ઘરભેગા થઈ જતાં આમ જનતામાં લોકો વિમાસણમાં પડી  ગયા છે. જયારે અમરેલીથી આવેલા ડ્રગ્‍ઝ ઈન્‍સ્‍પેકટરે બંધ કરીને જતા રહેલા મેડીકલ સ્‍ટોરનાં ફોટા પાડીને સાથે લઈ ગયાનાં સમાચાર મળી રહૃાા છે. જયારે ચર્ચાઓ એવી થઈ રહી છે કે ચેકીંગ આવે તો મેડીકલ સ્‍ટોર બંધ કેમ થઈ જાય ? કારણ દરેક મેડીકલ ભાડાનાં લાઈસન્‍સથી ચાલી રહૃાા છે. એકપણ મેડીકલમાં ફાર્માસીસ્‍ટ નથી. સરકારનાં નિયમ મુજબ મેડીકલ સ્‍ટોરમાં ફાર્માસીસ્‍ટની હાજરીમાં જ દવા આપી શકાય. પરંતુ આ બધુ વરસોથી ડ્રગ્‍ઝ ઈન્‍સ્‍પેકટરને હપ્‍તા આપી અધિકારીની મીઠી નજરમાં જ થાય છે. હવે બંધ મેડીકલ સ્‍ટોરનું શું શિક્ષા કરે છે એ જોવું રહૃાું.


દામનગરમાં આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદનાં આગેવાનોની બેઠક યોજાઈ

દામનગરશહેરમાં વિવિધ સંસ્‍થાઓ સાથે બેઠક યોજાતા તબીબ ડો. જી.જે. ગજેરા, નિર્મળસિંહ ખુમાણ, નિલેશભાઈ ડાયાણી સહિતના અગ્રણીઓ આગામી તા.13/1ના રોજ આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદ અને રાષ્‍ટ્રીય બજરંગ દળ સ્‍થાપકમાં ડો. પ્રવિણ તોગડીયા સહિતના સંતોની ઉપસ્‍થિતિમાં યોજાનાર ધર્મસભામાં વધુમાં વધુ હિન્‍દુ હાજરી આપે અને આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ સંગઠન માળખાઓ ગ્રામ્‍ય અને શહેરી વિસ્‍તારોમાં ઉભા કરવા અંગે સામાજિક અગ્રણી અમરશીભાઈ નારોલા, માધવજીભાઈ સુતરીયા, વિનુભાઈ જયપાલ, અતુલભાઈ દલોલીયા, મનસુખભાઈ નારોલા, પ્રકાશભાઈ આસોદરીયા, ગોરધનભાઈ આસોદરીયા, જેરામભાઈ પરમાર, મિતુલભાઈ નારોલા, મધુભાઈ નારોલા, નટુભાઈ આસોદરીયા, મહેશભાઈ સિઘ્‍ધપરા, રિગ્નેશભાઈ સુતરીયા, શૈલેષભાઈ સુતરીયા સહિતના અનેક સામાજિક, ધાર્મિક સંસ્‍થાઓના અગ્રણીઓની મુલાકાત લીધી હતી અને આગામી તા.13/1ના રોજ અમરેલી ખાતે દાદા ભગવાન મંદિર, લીલીયા રોડ પર યોજાનાર ધર્મસભામાં હાજરી આપવા આહવાન કરાયું હતું.


વરસડા ગામેથી વિદેશી દારૂનાં જથ્‍થા સાથે ર આરોપી ઝડપાયા

દારૂ લઈને નીકળેલ શખ્‍સને પુછપરછ કરતાં બીજો પણ ઝડપાયો

અમરેલી, તા. 9

અમરેલી તાલુકાનાં વરસડા ગામે રહેતાં ચંપુભાઈ નાનાભાઈ વાળા ગઈકાલે બપોરે પોતાના હવાલાવાળી કારનંબર જી.જે.14 9964માં ભારતિય બનાવટનો વિદેશી દારૂ બોટલ નંગ-3 કિંમત રૂા.900ની લઈને નિકળતાં પોલીસે તેને મોબાઈલ ફોન સાથે ઝડપી લઈ પુછપરછ કરતાં આ વિદેશી દારૂ વરસડા ગામે રહેતાં અરવિંદભાઈ કાનજીભાઈ માધડ પાસેથી ખરીદ્યાનું જણાવતાં પોલીસે તેમનાં નવા મકાને દરોડો કરતાં ત્‍યાંથી પણ વધુ 1ર બોટલ વિદેશી દારૂ કિંમત રૂા.3600નો તથા મોબાઈલ ફોન સાથે ઝડપાઈ જતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


રાજુલાની તરૂણીને લલચાવી ફોસલાવી પટવા ગામનો શખ્‍સ ભગાડી ગયો

અમરેલી, તા. 9

રાજુલા ગામે રહેતી એક 14 વર્ષ અને 10 માસની ઉંમર ધરાવતી એકતરૂણીને રાજુલા તાલુકાનાં પટવા ગામે રહેતો તુલશી ઉકાભાઈ ઢાપા નામનો શખ્‍સ ગત તા.6/6 રાત્રીનાં સમયે લલચાવી, ફોસલાવી લગ્ન કરવાનાં ઈરાદે અપહરણ કરી લઈ ગયાની પોલીસ ફરિયાદ રાજુલા પોલીસમાં નોંધાતા પી.એસ.આઈ. ડી. એ. તુવેર ર્ેારા તપાસ હાથ ધરવામાં આવી છે.


નાગેશ્રીમાં ધાકધમકી આપનારને પાંચ જિલ્‍લામાંથી હદપાર કરી દેવાયા

અમરેલી, તા.9

અમરેલી જિલ્‍લાના પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયે જિલ્‍લાના પોલીસ સ્‍ટેશનોમાં શરીર સંબંધી, મીલ્‍કત સંબધી તથા પ્રોહિબીશનના ગુન્‍હામાં એકથી વધુ વખત પકડાયેલ ઈસમો વિરૂઘ્‍ધ હદપાર તથા પાસા એકટ મુજબ કાર્યવાહી કરવા સુચના આપેલ હતી. જે અન્‍વયે નાયબ પોલીસ અધિક્ષક કે.જે.ચૌધરીના માર્ગદર્શન મુજબ નાગેશ્રી પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં શરીર સબંધી, મીલ્‍કત સબંધી તથા પોહિબીશના ગુન્‍હામાં એકથી વધુ વખત પકડાયેલ ઈસમો વિરૂઘ્‍ધ હદપારી દરખાસ્‍તો તૈયાર કરવામાં આવેલ હતી.

આ હદપારી દરખાસ્‍તો તૈયાર કરેલ તેમાં નાગેશ્રી પો.સ્‍ટેશન હદપારી કેસ નં.3/ર018, જી.પી.એકટ કલમ – પ6(ક) મુજબ સામાવાળા અજયભાઈ અશોકભાઈ વરૂ, રહે. નાગેશ્રી, તા.જાફરાબાદ, જિ.અમરેલી વાળા વિરૂઘ્‍ધમાંનાગેશ્રી પો.સ્‍ટે.ના પો.સ.ઈ., જે.કે.મુળિયા તથા પો.કોન્‍સ. લઘુભા ગોહિલ તથા પોલીસ સ્‍ટાફ મારફતે રેકર્ડ તૈયાર કરી નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા તથા પોલીસ અધિક્ષક અમરેલીનાઓ મારફતે સબ ડી.વી.મેજી. તરફ મોકલી આપવામાં આવેલ જે સબ ડીવી.મેજી. કે.એસ.ડાભીની કોર્ટમાં ચાલી જતા મજકુર ઈસમને અમરેલી જિલ્‍લો તથા તેની હદને લાગીને આવેલા ભાવનગર, જુનાગઢ, બોટાદ, ગીર સોમનાથ           તથા રાજકોટ જિલ્‍લામાંથી બે વર્ષ           માટે હદપાર કરવા હુકમ કરવામાં આવેલ છે.

અજયભાઈ અશોકભાઈ વરૂ, રહે. નાગેશ્રી, વિરૂઘ્‍ધમાં નાગેશ્રી પોલીસ સ્‍ટેશનમાં ધમકી આપવી, મારા મારી કરવી, પ્રોહીબીશનના તથા એટ્રોસીટી એકટ મુજબના (9) નવ ગુન્‍હાઓ નોંધાયેલ છે. મજકુર ને પો.સી.ઈ. જે.કે.મુળિયા તથા હેડ કોન્‍સ. અશરફભાઈ તથા પો. કોન્‍સ. લઘુભાઈ તથા દિલુભાઈનાઓએ સામાવાળાને નાગેશ્રી ગામેથી પકડી આજરોજ તા.9/1/ર019ના ક.13/30 વાગ્‍યે હુકમની બજવણી કરેલ છે. સામાવાળો વરાછા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં સુરત રહેવા માંગતા હોય હદપર ઈસમને જરૂરી પોલીસ જાપ્‍તા સાથે સુરત મોકલી આપેલ છે.


લીલીયા પોલીસે બાઈક ચોરી કરનાર ર શખ્‍સને દબોચી લીધા

અમરેલી, તા.9

લીલીયા પોલીસ સ્‍ટેશન પી.એસ.આઈ. એ.ડી. સાંબડ તથા સ્‍ટાફ દ્વારા લીલીયા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના હાથીગઢ ગામ નજીક ચોકડીએથી ચોરીના મોટર સાયકલ સહીત બે આરોપીને પકડી પાડી સફળતા મેળવેલ છે.

ઝડપાયેલ આરોપી જગાભાઈ વિરજીભાઈ પરમાર, રહે. કુતાણાવાળા, શકદાર ઈસમના કબ્‍જામાંથી હિરો સ્‍પ્‍લેન્‍ડર પ્‍લસ ગ્રે.અને બ્‍લેક કલરનું જેના રજી. જી.જે-11, બી.સી.-6પ76 તેમજ એન્‍જીન નં. એચએ10 ઈજેઈએચજ ેરપ768 તથા ચેસીસ નંબર એમબીએલ એચએ10 એમએચએ એમએચજ ે81010 નું મો.સા.કબ્‍જે કરેલ છે. અને સદરહું મો.સા.બાબતે તપાસ કરતા જેતપુર સીટી પોલીસ સ્‍ટેશન ગુ.ર.નં.143/ ર018 ઈ.પી.કો.કલમ – 379 મુજબનો ગુન્‍હો શોધી કાઢેલ છે.

જયારે બીજા આરોપી બેચરભાઈ સારાભાઈ પરમાર, રહે. કુતાણા પોતાના પાસે રહેલ હોન્‍ડા શાઈન બ્‍લેક કલરનું જેના રજી. જી.જે.04-બી.એલ.3ર09 જેના એન્‍જીન નંબર જોતાજેસી36ઈ 7100876 તથા ચેસીસ નંબર એમઈ4જેસી 36જેએફસી706 74ર0નું મો.સા.કબ્‍જે કરેલ છે. અને મજકુર ઈસમની પુછપરછ કરતા જણાવેલ કે, તેઓએ ભાવનગર શહેર સર ટી હોસ્‍પિટલ (લાલ દવાખાના) વિસ્‍તારમાંથી આશરે પાંચેક વર્ષ પહેલા ચોરી કરેલાનું જણાવેલ છે. બંને ને ધોરણસર અટક કરી કાર્યવાહી કરેલ છે.

આમ લીલીયા પોલીસ ટીમે મિલકત સબંધી ગુન્‍હા ડીટેકટ કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.


અમરેલી જીલ્‍લામાં લુંટનાં ગુન્‍હાઓ આચરનાર માથાભારે આરોપી પાસા તળે જેલમાં ધકેલાયો

અમરેલી, તા. 9

જિલ્‍લા પોલીસ વડા નિર્લિપ્‍ત રાય ર્ેારા સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને અમરેલી એલ.સી.બી. ટીમ ર્ેારા અમરેલી જીલ્‍લામાં આવી ગુન્‍હાહિત હિંસાત્‍મક પ્રવૃતિ કરતાં માથાભારે અને ભયજનક ઈસમો અંગેની માહિતી એકઠી કરી તે પૈકીનાં ભુપત જગુભાઈ વાળા, ઉ.વ. 3પ, રહે. સરંભડા, તા.જી.અમરેલી વાળા વિરૂઘ્‍ધ પુરતા પુરાવાઓ એકઠાં કરી, પાસા દરખાસ્‍ત તૈયાર કરી, પોલીસ અધિક્ષક મારફતે જીલ્‍લા મેજીસ્‍ટ્રેટ અમરેલી તરફ મોકલી આપતાં આવા ભયજનક વ્‍યકિતની સમાજવિરોધી અસામાજીક પ્રવૃતિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતાં અમરેલી જીલ્‍લા મેજીસ્‍ટ્રેટ આયુષ ઓકે ઉપરોકત આરોપી વિરૂઘ્‍ધ પાસાનું વોરંટ ઈસ્‍યુ કરતાં પોલીસ અધિક્ષકની સૂચના મુજબ અમરેલી એલ.સી.બી. ઈન્‍ચાર્જ પો.ઈન્‍સ. ડી. કે. વાઘેલા તથા એલ.સી.બી. ટીમે મજકુર ઈસમને પાસા વોરંટની બજવણી કરી ભુપત જગુભાઈ વાળાને અમદાવાદ મઘ્‍યસ્‍થ જેલ ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપવા તજવીજ કરેલ છે.

આરોપી માથાભારે અને ઝનુની સ્‍વભાવના આરોપી કે જેની બીક અને ભયનાં કારણે આજુ-બાજુના વિસ્‍તારમાંથી તેના વિરૂઘ્‍ધમાં કોઈ જાહેરમાં આવી ફરિયાદ કરવાની હિંમત કરતું નથી તેવા ખુંખાર અને ભયજનક ઈસમ સામે પાસા તળે કાર્યવાહી કરી જેલ હવાલે કરી આવી હિંસાત્‍મક અસામાજીક પ્રવૃતિ કરતાં ઈસમો સામે ચેતવણીરૂપ કામગીરી કરેલ છે


સાવરકુંડલા બાયપાસ રોડ ઉપરથી રેતી ભરેલ ટ્રેકટરને પોલીસે ઝડપી લીધું

અમરેલી, તા. 9

અમરેલીનાં લીલાનગર વિસ્‍તારમાં રહેતા ભુપતભાઈ કાળુભાઈ રાઠોડ તથા મગનભાઈ કેશુભાઈ ડોડીયા નામનાં બે ઈસમો આજે સવારે ચાંપાથળ ગામ નજીક આવેલ ઠેબીનદીનાં પટ્ટમાંથી ગેરકાયદેસર રીતે ખનન કરી ટ્રેકટર, ટ્રોલીમાં રેતી 3 ટન કિંમત રૂા.17પ0 તથા ટ્રેકટર ટ્રોલી, રેતી સહિતનો મુદામાલ કબજે લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


બાબરાનાં દરેડમાં દારૂનો મસમોટો જથ્‍થો ઝડપાયો

ભારતીય બનાવટનાં વિદેશી દારૂનાં જથ્‍થાનું કટીંગ થતું હતું

બાબરાનાં દરેડમાં દારૂનો મસમોટો જથ્‍થો ઝડપાયો

રમેશ સોલંકીને ઝડપી લેવાયા અને અશોકભાઈ વાળા, રણજીતભાઈ ધાધલ સહિતનાં શખ્‍સો નાશી છુટયા

પોલીસ અધિક્ષકનાં માર્ગદર્શનતળે નવનિયુકત પીએસઆઈએ જબ્‍બરી કામગીરી કરી

અમરેલી, તા. 9

અમરેલી જિલ્‍લામાં દારૂ, જુગાર, રેતી ચોરી, ધાકધમકી, ચોરી લૂંટ, હત્‍યા જેવી ઘટનાઓ સામે સતત ઝજુમતાં પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાય અને સમગ્ર પોલીસ પરિવારે આજે લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી લેતા જિલ્‍લાનાં બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.

વિગત એવા પ્રકારની છે કે, બાબરાનાં દરેડ ગામે અશોકભાઈ  વાળાની વાડીમાં ભારતીય બનાવટનાં વિદેશી દારૂનાં જથ્‍થાનું વિતરણ થતું હોવાની બાતમીના આધારે પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયનાં માર્ગદર્શન  તળે બાબરાનાં નવનિયુકત પીએસઆઈ જી.ડી. આહીરે સ્‍ટાફ સાથે દરોડો પાડતાં ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ ત્રણ બ્રાન્‍ડની પેટીઓ નંગ 987 જેમા રોયલ જનરલ, પાર્ટી સ્‍પેશીયલ, બોર્ન ફાયર બ્રાન્‍ડની કુલ બોટલ નંગ 11844ની કુલ કિંમત રૂા. 37,ર9,000/- તથા સદરહું દારૂની હેરફેર માટે ઉપયોગમાં લીધેલ પાંચ નાના-મોટા ટોરસ વાહન સહિતની કિંમત રૂા. 3ર લાખ જે કુલ પ્રોહી મુદામાલ મળી કિંમતરૂપિયા 69,ર9,000/-ના મુદામાલ સાથે આરોપી રમેશભાઈ મનોરભાઈ સોલંકીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે અને અન્‍ય આરોપીઓ જેમાં અશોકભાઈ નટુભાઈ વાળા તથા રણજીતભાઈ ઉર્ફે લાલો બાલુભાઈ ધાધલ તથા બીજા અન્‍ય આરોપીઓ અંધારાનો લાભ લઈ નાશી છુટેલ હોય તેના વિરૂઘ્‍ધ બાબરા પોલીસ સ્‍ટેશમાં પ્રોહી ધારા તળે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

સદરહું તમામ કામગીરીમાં પોલીસ સબ ઈન્‍સ્‍પેકટર તથા હેડ કોન્‍સ્‍ટેબલ જયદેવસિંહ ચંદુભા સોલંકી તથા હેડ કોન્‍સ્‍ટેબલ બી.પી. વાંજા તથા પોલીસ કોન્‍સ્‍ટેબલ રવિરાજસિંહ ઉદયસિંહ સોલંકી તથા પોલીસ કોન્‍સ્‍ટેબલ પરવેઝભાઈ મહંમદભાઈ સૈયદ તથા પોલીસ કોન્‍સ્‍ટેબલ ભાવીકભાઈ લાલજીભાઈ ખેર તથા પોલીસ કોન્‍સ્‍ટેબલ પ્રકાશભાઈ રાવતભાઈ ગરૈયા તથા પોલીસ કોન્‍સ્‍ટેબલ સંજયભાઈ રણછોડભાઈ ચાવડા તથા પોલીસ કોન્‍સ્‍ટેબલ હિંમતભાઈ રામજીભાઈ તથા પોલીસ કોન્‍સ્‍ટેબલ મધુભાઈ ચૌહાણ તથા સંદિપભાઈ લખુભાઈ તથા શૈલેષભાઈ દડુભાઈ કામળીયા વિગેરે જોડાયા હતા.


હદ થઈ : ખાંભા પંથકમાં ખુલ્‍લેઆમ વૃક્ષોનું છેદન

મહેસુલ અને વન અધિકારીઓ લાજ કાઢવાનું બંધ કરે

હદ થઈ : ખાંભા પંથકમાં ખુલ્‍લેઆમ વૃક્ષોનું છેદન

ખડાધાર માર્ગ પર હજારો વૃક્ષોનું છેદન કરીને લાકડા વેચવાનું મહાકાય કૌભાંડ ચાલી રહૃાું હોવાની ચર્ચા

અમરેલી જિલ્‍લામાં ભ્રષ્‍ટાચાર કયાં વિભાગમાં ચાલતો નથી તેવો વેધક પ્રશ્‍ન ઉભો થઈ રહૃાો છે

ખાંભા, તા. 9

ખાંભા તાલુકામાં લીલા વૃક્ષોનું કટીંગ કરવાનું કૌભાંડ બેફામ ચાલી રહૃાું છે અને તંત્ર આ તમાશો જોઈ રહૃાું હોય તેમ ખાંભા-ખડાધાર રોડ પર જયસુખભાઈ આંબલીયાની વાડી નજીક હજારો વૃક્ષ જેવા કે, ખાખરો, હાલરડું, હરમો, બોરડી, લીમડો જેવા વૃક્ષોનું અમુક શખ્‍સોએ નિકંદન કાઢી નાખવામાં આવ્‍યું છે. છતાં જવાબદાર અધિકારી ઘ્‍વારા સેટીંગ ચાલુંત હોય તેમ આ વૃક્ષો કાપનાર સામે કોઈ જ પ્રકારના પગલાં લેવામાં આવ્‍યા નથી. અને છેલ્‍લા એક વર્ષથી ખાંભા તાલુકાના નાનુડી, ભાડ, લાસા, ઈંગોરાળા, કોટડા, રાયડી, પાટી સહિતના ગામોમાં હજારો વૃક્ષોનું કટીંગ કરી રાત્રી દરમિયાન વૃક્ષોનું લાકડા કટીંગ કરી હજારો ટ્રક ભરી આ લાકડા રાજકોટ લઈજવામાં આવે છે અને દલાલો ઘ્‍વારા ખેડૂતને એક ટ્રકના 3 હજાર ચુકવવામાં આવતા હોવાનું જાણવા મળી રહૃાું છે. ત્‍યારે જેમાં ખાંભાનાં જવાબદાર અધિકારીઓની પણ લાકડા કૌભાંડીઓ સાથે સાંઠ-ગાંઠ હોવાનું લોકમુખે ચર્ચાઈ રહૃાું છે. ત્‍યારે ખાંભા પંથકમાં દરરોજ હજારો વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહૃાું છે અને તંત્ર મિલીભગતથી આ કૌભાંડ ચાલી રહૃાું છે. ત્‍યારે ખાંભા-ખડાધાર રોડ પર હજારો કિંમતી અને અમુલ્‍ય વૃક્ષોનું કટીંગ જેસીબી વડે નિકંદન કાઢી નાખવામાં આવ્‍યું છે. તો આ નિકંદન કાઢનાર સામે પગલાં ભરાશે કે કેમ ? તેવું લોકોમાં ચર્ચાઈ રહૃાું છે.


શ્રી સોમનાથ પ્રથમ ન્નયોતિલિંગમાં આજે ધનુર્માસ મનોરથનું આયોજન

સવારે 4 વાગ્‍યેથી વિશેષ પૂજન, પઃ30 વાગ્‍યે વિશેષ આરતી યોજાશે

અમરેલી, તા.9

ધનુર્માસ એટલે ભગવાન વિષ્‍ણુંના રંગનાથ અવતારનો જન્‍મ પણ આ માસમાં થયો હોવાનું માનવામાં આવે છે. આ દિવસોમાં વિષ્‍ણું પુજનનું પણ ખુબ જ માહાત્‍મ્‍યરહેલું છે. આ દિવસોમાં લગ્ન નિશેધ હોય છે. આ દિવસોમાં સુર્યોદય પહેલા સ્‍નાન, સુર્યોદયના અડધો કલાક પહેલા પુજા કરવી, જેને બ્રહ્મમુર્હુત પુજા પણ કહેવાય છે. આ દિવસોમાં વિષ્‍ણું સહસ્‍ત્ર, સ્‍તોત્ર સહિતના જાપ, દાન વિગેરેનું વિશેષ માહાત્‍મ્‍ય રહેલું છે. આ માસના નિયમ અને મહત્‍વ ચાતુર્માસ       સમાન છે.

તા.10/1/19 ના ગુરૂવારે સોમનાથ ટ્રસ્‍ટના શ્રી સોમનાથ મંદિર તથા શ્રી અહલ્‍યાબાઈ મંદિર ખાતે ધનુર્માસ મનોરથનું આયોજન કરવામાં આવેલ છે. જે સંદર્ભે સવારે 4 વાગ્‍યે મંદિર ખુલશે, મહાપુજન – મહાઅભિષેક, મહા નૈવેધ, મહાઆરતી સવારે પઃ30 કલાકે કરવામાં આવશે. જે મહાનૈવેધના મનોરથી સ્‍થાનીક તીર્થપૂરોહિત દ્વારા તૈયાર કરવામાં આવશે. ધનુર્માસ મનોરથના દર્શનનો લ્‍હાવો લેવા સૌ ધર્મપ્રેમી જનતાને સોમનાથ ટ્રસ્‍ટનું ભાવભર્યુ નિમંત્રણ છે.


બગસરા પાલિકાનાં મકાનનું કૃષિમંત્રી ફળદુનાં હસ્‍તે ભૂમિપૂજન

રાજયના કૃષિમંત્રી આર.સી.ફળદુની હાજરીમાં બગસરા નગરપાલિકા દ્વારા ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં કૃષિ મંત્રી આર.સી. ફળદુએ શહેરના ભુતનાથ મહાદેવ મંદિરથી કુકાવાવ નાકા સુધીના રૂા.4પ લાખના ખર્ચે બનેલા ડામર રોડનું અને રૂા.67 લાખના ખર્ચે બનેલ અટલજી રમત-ગમત સંકુલનું લોકાર્પણ કર્યુ હતું. આ ઉપરાંત રૂ. એક કરોડના ખર્ચે તૈયાર થનાર બગસરાનગરપાલિકાના બિલ્‍ડીંગનું પણ કૃષિ મંત્રી ફળદુના હસ્‍તે ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું હતું. ત્રિવિધ કાર્યક્રમ પ્રસંગે મંત્રી ફળદુએ જણાવ્‍યુ  હતુ કે, લોકોની સુખાકારી માટે રાજય સરકાર સતત પ્રયત્‍ન શીલ છે. આથી ગામડાઓ અને શહેરઓમાં માળખાકિય સુવિધામાં વધારો કરવા જરૂરી અનુદાન ફાળવે છે. જેના પરિણામે નાના શહેરોમાં લોકોપયોગી એવા રોડ-રસ્‍તાટ, ભૂગર્ભ ગટર, રમત-ગમતના સંકુલો બનાવવા સહિત નવા સેવાસદનના નિર્માણના કાર્ય થઈ રહ્યા છે. કાર્યક્રમમાં ભાજપા પ્રમુખ હિરેનભાઈ હિરપરા સહિતના આગેવાનોએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. જેમાં રાજય સરકારની વિવિધ યોજનાઓની વિસ્‍તૃનત માહિતી આપી હતી અને જન સુખાકારીના કાર્યોમાં   મળી રહેલ રાજય સરકારના સહકારની સરાહના કરી હતી. આ પ્રસંગે સ્‍વચ્‍છતા અભિયાનમાં અનેક સંસ્‍થાઓ દ્વારા ફંડ અર્પણ કરવામાં આવ્‍યું હતું જેમાં બગસરા શરાફી સહકારી મંડળી લી. દ્વારા રૂા.પ1000, દેનાબેન્‍ક બગસરા બ્રાન્‍ચ તરફથી રૂા.41000, ખેત ઉત્‍પન્ન બજાર સમિતિએ રૂા.ર1000, બગસરા નાગરિક સહકારી બેંક દ્વારા રૂા.ર1000, સમર્થ શરાફી સહકારી મંડળી લી.દ્વારા રૂા.11000, સ્‍વસ્‍તિક શરાફી સહકારી મંડળી લી. દ્વારા રૂા.11000, સફાઈ કામદાર સહકારી મંડળી લી. તરફથી રૂા.11000નો  ફાળો આપવામાં આવ્‍યો હતો. કાર્યક્રમમાં મેઘાણી હાઈસ્‍કૂલનાનેશનલ વોલીબોલ વિજેતા ખેલાડીઓ, ટેનિસ ખેલાડી કુંભાર હિના અનિલભાઈ, કેલૈયા તુલસી કિરીટભાઈ, ચેહાણ ઋષિતાં દિનેશભાઇ, ક્‍યાડા અર્ચના કમલેશભાઈ, ક્‍યાડા જાગૃતિ કિશોરભાઈ તેમજ રાષ્ટ્રકક્ષાએ લોકગીતના શ્રેષ્ઠ વિજેતા બોરડ માનસી ભરતભાઈનું સન્‍માન કરાયું હતું. આ પ્રસંગે પૂર્વ કૃષિ મંત્રી વઘાસીયા, ભાજપા અગ્રણીઓ કૌશિક વેકરીયા, રશ્વિનભાઈ ડોડીયા, નગરપાલિકા પ્રમુખ ચંપાબેન બઢીયા સહિત નગરપાલિકા, માર્કેટ યાર્ડના પદાધિકારીઓ અને બહોળી સંખ્‍યામાં શહેરીજનો ઉપસ્‍થિત રહ્યા હતા.


અમરેલી જિલ્‍લા વિહિપનાં ઉપપ્રમુખ હસમુખ દુધાતનું કરાયું સન્‍માન

અમરેલી, તા. 9

અમરવેલી નાગરિક શરાફી સહકારી મંડળી લી. અમરેલીની શુભેચ્‍છા મુલાકાતે વી.એચ.પી.ના નવનિયુકત ઉપાઘ્‍યક્ષ કર્તવ્‍યનિષ્ઠ તેમજ સમાજ સેવામાં સદાય તત્‍પર રહેતા ઉત્‍સાહી હસમુખભાઈ દુધાત પધારતા        મંડળીના ચેરમેન રેખાબેન માવદીયા, તેમજ વા. ચેરમેન ઈશ્‍વરભાઈ રાજયગુરૂએ અમરવેલી નાગરિક શરાફી સહકારી મંડળી વતી ખુબ ખુબ શુભકામના પાઠવેલ.તેમજ કાર્યપ્રાપ્‍તી તથા દરેક ક્ષેત્રે ઉતરોતર સફળતા પ્રાપ્‍ત થાય. એજ શુભઆશિષ ચેરમેનએ પાઠવેલ. જે મંડળીનાં જયદીપ મહેતાની અખબારી યાદીમાં જણાવેલ.


અમરેલી જિલ્‍લા સહિત રાજયભરમાં હીરા ઉદ્યોગની હાલત અતિ કફોડી : લલિત ઠુંમર

જિલ્‍લા ડાયમંડ પ્રમુખ લલિત ઠુંમર કહે છે

અમરેલી જિલ્‍લા સહિત રાજયભરમાં હીરા ઉદ્યોગની હાલત અતિ કફોડી

સુરત ખાતે ડાયમંડકારોની બેઠક યોજાઈ

અમરેલી, તા.9

જીએસટીના રીફંડ, ઉઠમણા અને સિન્‍થેટીક ડાયમંડની ભેળસેળની સમસ્‍યાથી પીડાઈ રહેલા હીરાઉદ્યોગની મજબુત રજૂઆત કરી શકે એવું રાજયસ્‍તરનું કોઈ સંગઠન નહીં હોય ફરી એકવાર ગુજરાત ડયમંડ ફેડરેશનની રચના કરવાનો ગણગણાટ ફરી શરૂ થયો છે. મંગળવારે સુરત ડાયમંડ એસોસિએશન ખાતે રાજયના વિવિધ ડાયમંડએસોસિએશનના પદાધિકારીઓની એક મિટીંગ મળી હતી. જેમાં ગુજરાત ડાયમંડ ફેડરેશનના ગઠન અંગે ગહન ચર્ચા થઈ હતી.

છેલ્‍લા કેટલાય સમયથી સુરત અને મુંબઈના હીરા ઉદ્યોગમાં ઉઠમણાનું પ્રમાણ વઘ્‍યું છે. આ ઉપરાંત એન્‍ટવર્પ, મુંબઈ સહિત વૈશ્‍વિક બજારમાં પણ હીરાના વેપારીઓ સાથે કરોડોની છેતરપીંડીના કિસ્‍સા સપાટી પર આવ્‍યા છે. જેના લીધે સમગ્ર ઉદ્યોગમાં વાતાવરણ ડહોળાયું છે. બીજી તરફ સિન્‍થેટીક ડાયમંડ બજારમાં મોટી ડાયમંડ માઈનીંગ કંપનીઓએ પ્રવેશ કરતા રીઅલ ડાયમંડમાં ભેળસેળની ચિંતા ઉભી થઈ છે. આ સાથે યુ.એસ. ટ્રેડ કાઉન્‍સિલે સિન્‍થેટીક અને રીઅલ માટે એક જ શબ્‍દ ઉચ્‍ચારવા કરેલી ભલામણોનો કોઈ ઉકેલ આવ્‍યો નથી. એવામાં જીએસટીના કારણે સ્‍થાનિક હીરા ઉદ્યોગકારોનું કરોડો રૂપિયાનું રીફંડ અટકી પડયો છે. એક ડઝનથી વધુ હીરા ઉદ્યોગની સમસ્‍યાઓનો ઉકેલ હજુ સુધી આવ્‍યો નથી.

આ સમસ્‍યાઓ પર ચર્ચા કરવા માટે મંગળવારે સુરત ડાયમંડ એસોસિએશન ખાતે રાજયભરના ડાયમંડ સાથે સંકળાયેલી સંસ્‍થાઓના અગ્રણીઓએ ભેગા મળ્‍યા હતા. આ અગ્રણીઓએ રાજયસ્‍તરના ગુજરાત ડાયમંડ ફેડરેશનના ગઠન અંગે આઠ વર્ષ અગાઉ ચર્ચા વિચારણા કરાઈ હતી. આ તબકકે ત્‍યારબાદ કોઈ કામગીરી આગળ વધી નથી. ત્‍યારે સરકારમાં એકજૂથ થઈને રજૂઆત થઈ શકે તો માટેફેડરેશન બનાવવા વિચારણા શરૂ કરાઈ છે. આવનારા દિવસોમાં ફરી મિટીંગ મળશે ત્‍યારબાદ ફેડરેશન તૈયાર કરવા અંગે સરકારને રજૂઆત કરવા ચર્ચા કરાશે.


આંબરડી-કૃષ્‍ણગઢ-મીતીયાળા-સાકરપરા રોડનું ખાતમુર્હુત કરતા સાંસદ કાછડીયા

રાજય સરકાર તરફથી 1 કરોડ 70 લાખના ખર્ચે મંજુર કરવામાં આવેલ આંબરડી-કૃષ્‍ણગઢ-મીતીયાળા-સાકરપરા રોડનું આજરોજ અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા અને પૂર્વ કૃષિમંત્રી વી.વી.વઘાસિયાએ તેમના વરદ હસ્‍તે ખાતમુહુર્ત કરેલ હતુ. આ તકે તાલુકા ભાજપ પ્રમુખ પુનાલાલ ગજેરા, મહામંત્રી જયસુખભાઈ સાવલીયા, ઉપપ્રમુખ નીતિનભાઈ નગદીયા, કારોબારી સભ્‍ય અને સરપંચ ભુપેન્‍દ્રભાઈ ખુમાણ, તાલુકા પંચાયત સદસ્‍ય હરેશભાઈ ભુવા અને શામજીભાઈ વાઘમશી, ભાજપ આગેવાન મહેશભાઈ સુદાણી, જીવણલાલ વેકરીયા, નિર્મળભાઈ ખુમાણ, કાળુભાઈ માલાણી, બી.એમ. ચોવટીયા, તાલુકા યુવા ભાજપ પ્રમુખ સંજયભાઈ બરવાળીયા, ઉપસરપંચ બાવચંદભાઈ તથા દોલતી, કૃષ્‍ણગઢ, દેતડ, ગીણીયા-બગોયા ગામના સરપંચો, આગેવાનો અને બહોળી સંખ્‍યામાં કાર્યકરો ઉપસ્‍થિત રહયા હતા.


10-01-2019