Main Menu

Wednesday, January 9th, 2019

 

અન્‍યાય : દામનગર પંથકની જનતાને એસ.ટી.ની સુવિધા આપવામાં તંત્રના અખાડાથી રોષ

સ્‍થાનિક ધારાસભ્‍ય અને સાંસદે મુસાફરવર્ગની ચિંતા કરવી જરૂરી

અન્‍યાય : દામનગર પંથકની જનતાને એસ.ટી.ની સુવિધા આપવામાં તંત્રના અખાડાથી રોષ

નવા રૂટ શરૂ કરવાને બદલે જુના રૂટ પણ બંધ કરી દેવાતા નારાજગી

દામનગર, તા. 8

દામનગર શહેરી તેમજ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં કથળતી જતી એસ.ટી. સેવાથી લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. વર્ષો જુનો રૂટ ધારી-ભાવનગર બસ એકા એક બંધ કરી દેવામાં આવી છે. તાજેતરમાં ગારીયાધાર ડેપોની દ્વારકા-ગારીયાધાર એસ.ટી. સેવા બંધ કરી દેવાઈ છે. વહેલી સવારે ગારીયાધારથી ઉપડતી બસ દ્વારકાથી પરત મોડી રાત્રે આવતી જે બસ એકાએક બંધ કરી દેવાઈ છે.

એસ.ટી. સેવાને આવકના સ્‍ત્રોત તરીકે જોવાની નીતિ સામે નારાજગી જોવા મળી રહી છે. એકબાજુ એસ.ટી. નવા નવા સુધારા પ્રવાસીઓને આકર્ષવાની વાતો કરે છે અને પ્રવાસીઓ સાથે અતિથિ દેવો ભવના સ્‍લોગન સાથે ચાલતી સેવાને લોભનો લુણો લાગી રહૃાો છે. જે તે ડેપોમાં ફોન કરીને એસ.ટી. સેવા અંગે પુછાય તો જવાબ આપે છે કે ટ્રાફીક નથી મળતો એટલે બસ બંધ કરી દેવાય છે. બીજી બાજુ દામનગર શહેરને કરોડોના ખર્ચેડેપો બનાવી દેતી પરિવહન કચેરીની બેધારી નીતિ સામે ભારે નારાજગી જોવા મળી રહી છે. દામનગર શહેરી અને ચાલીસથી વધુ ગ્રામ્‍યની જનતા માટે એસ.ટી. તંત્ર વ્‍યવસ્‍થા નહી કરે તો આગામી દિવસોમાં એસ.ટી. રોકો આંદોલન કરવા ફરજ પડશે તેવો ગણગણાટ સંભાળાય છે.


સાવરકુંડલા પંથકનાં અસામાજિક તત્‍વો પર કાબુ મેળવો

અનેક ગામજનોએ કલેકટર, નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવ્‍યું

સાવરકુંડલા પંથકનાં અસામાજિક તત્‍વો પર કાબુ મેળવો

દોલતીમાં રહેતા બે ભાઈઓનાં ત્રાસથી અનેક ગામજનોમાં ભયનો માહોલ

અસામાજિક તત્‍વોએ ર00 વીઘા જમીનમાં દબાણ કર્યાનું પણ જણાવાયું

અમરેલી, તા. 8

સાવરકુંડલાનાં અનેક ગામજનોએ આજે અસામાજિક તત્‍વોનાં ત્રાસનાં વિરોધમાં સાવરકુંડલા અને અમરેલીનાં ઉચ્‍ચ અધિકારીઓને આવેદનપત્ર પાઠવેલ છે.

આવેદનપત્રમાં જણાવેલ છે કે, દોલતીમાં રહેતા શૈલેષભાઈ નાથાભાઈ ચાંદુ તેમજ દાદુભાઈ નાથાભાઈ ચાંદુ બંને ધીમે ધીમે નાના પ્રકારના ગુનાઓ તેમજ લોકોને ધાક ધમકી આપવી અને મારી નાખવાની ધમકી આપવાની શરૂઆત કરેલી અને આજુબાજુના ગામડાઓ દેતડ, ભમ્‍મર, ચીખલી, મેરીયાણા, ગોરડકા, આંબરડી, ધાંડલા, ભાક્ષી, વીજપડી, વણોટ, આગરીયા, સાવરકુંડલા, રાજુલા, ધારી વિગેરે ગામોમાં લોકોને એક આંતકનું વાતાવરણ પેદા કરવા ગામમાં જઈને ધમકીઓ આપે, નાના-મોટા પૈસાની માંગણીઓ કરે અને ના આપે તો મારામારી પણ કરે વગેરે તેની સામે અસંખ્‍ય ગુનાઓ નોંધાયેલ છે. તેમાં સાવરકુંડલા રૂરલ પોલીસ સ્‍ટેશન ગુ.ર.નં. ર/ર016 તેમજ ગુ.ર.નં. ર3/ર014 તેમજ ગુ.ર.નં. 41/ર016 તેમજ કાપોદ્રા પોલીસ સ્‍ટેશન સુરત શહેર ગુ.ર.નં. 04/ર019વિગેરે અસંખ્‍ય ગુનાઓ સાવરકુંડલા રૂરલ તેમજ અમરેલી જીલ્‍લાનાં અન્‍ય તાલુકામાં પણ તેની વિરૂઘ્‍ધમાં ગુનાઓ નોંધાયેલા છે.

વધુમાં જણાવેલ છે કે, આરોપીઓ સાહેદોને તેમજ પંચોને ધાક ધમકી આપીને તેને કોર્ટમાં હોસ્‍ટાઈલ કરી નાખે છે અને તેના ડરના કારણે આજુબાજુના ગામોમાં એક આતંકનું વાતાવરણ પેદા કરેલ છે. અમારા ગામની અંદર તેમજ બાજુના ભમ્‍મર ગામમાં સરકારી ગૌચર, જંગલ ખાતાની જમીન તેમજ સરકારી જમીનો ઉપર આશરે ર00 વિઘા જમીન ઉપર ગેરકાયદેસર કબ્‍જો કરી સદર કબ્‍જા ઉપર લુખ્‍ખા તત્‍વો ભેગા કરવાના તેઓની સાથે દારૂની મહેફીલ કરવી તેમજ ગામની અંદર તેમજ આજુબાજુના ગામોમાં ભયનું વાતાવરણ પેદા કરવા, ગામોમાં લુખ્‍ખા તત્‍વોને લઈને અવર-જવર કરવી અને તમામ જાતી કે જ્ઞાતિઓના લોકો સાથે પૈસાની માંગણી કરવી તેમજ ગામની નાની દિકરીઓ ઉપર નજર બગાડી સબંધ રાખવા માંગણી કરવી અને માંગણી ના સ્‍વીકારે તો તેને ગામ વચ્‍ચે બહેનો-દિકરીઓને હેરાન કરવી તેવા ઘણા પરિવારો પોતાની ઈજજત માટે ગામ છોડી બહારગામ હિજરત કરેલ છે. અને ભમ્‍મર ગામની દોલતીની લગત આવતી ગૌચર જમીનમાં ગેરકાયદેસર ફાર્મ ઉભુ કરી લુખ્‍ખા તત્‍વોને ર4 કલાક ફાર્મ હાઉસમાં તમામ જાતની સવલતો આપી ગામની અંદર ભયનું વાતાવરણ પેદા કરે છે. અને સદર નદી કિનારેબનેલ ગેરકાયદેસર ફાર્મમાં કેમેરા લગાવેલ છે જેથી નદી કિનારે કપડા ધોવા આવતી કે સ્‍નાન કરવા આવતી બહેનો-દિકરીઓના અશ્‍લીલ વિડીયો પણ બનાવવામાં આવે છે અને બ્‍લેકમેઈલ કરી અશ્‍લીલ માંગણી કરવામાં આવે છે.

વધુમાં જણાવેલ છે કે, છેલ્‍લા 4 દિવસ પહેલા દોલતી ગામની ત્રણ વર્ષથી સીટીમાં અભ્‍યાસ કરતી દિકરીને નાની-મોટી લાલચ અને લાંબા સમયથી બદદાનતે તેની પાછળ પડી તેને ભ્રમીત કરી ફસાવી અને છેતરપીંડી કરી બદનામ કરેલ છે. અને આ રીતે નાદાન ઉંમરની સગીરવયની દિકરીને તેમજ કપટ પૂર્વકની પ્રેમજાળમાં ફસાવવા કાવતરૂ કરી તેને પાર પાડેલ છે અને તેમજ ધમકી આપીને સબંધો રાખવા દબાણ કરતા હતા. જેથી સુરત તેના કાકાના ઘરે છેલ્‍લા એક વર્ષ પહેલા મોકલી આપેલ છે તેમ છતાં સદર આરોપીઓએ ત્‍યાં પણ સગીર અવસ્‍થાને નાદાન બુઘ્‍ધિમાં આ દિકરીને ફસાવી દીધેલ છે અને સુરતથી સગીર વયની દિકરીને ફોસલાવીને લઈ ગયેલ છે અને સદર બાબતે કાપોદ્ર પોલીસ સ્‍ટેશનમાં (સુરત શહેર) ગુ.ર.નં. 04/ર019 મુજબનો ગુનો દાખલ થયેલ છે. આમ સદર આરોપીઓને કારણે અમારા ગામમાં ભયનું વાતાવરણ પેદા થયેલ છે અને ખેતી સાથે સંકળાયેલા તેમજ અન્‍ય સમાજને પણ ગામની અંદર રહેવું મુશ્‍કેલ છે. અને ધીમે ધીમે આવા લોકોને કારણે ખેડૂત વર્ગ તેમજ વેપારી વર્ગતેના ભય તેમજ તેના ડરના કારણે પોતાની સ્‍થાવર તેમજ જંગમ મિલ્‍કતો છોડીને હિજરત કરે તેવી પુરી સંભાવના છે. સદર આરોપીઓએ અગાઉ ત્રિપલ મર્ડર પણ કરેલ છે. તેમજ અમરેલી જીલ્‍લાના અલગ-અલગ તાલુકાઓમાં તેની અસામાજીક તત્‍વોનું ગૃપ બનાવીને અલગ-અલગ ગામોમાં નાની-નાની બાબતોમાં ઝગડાઓ કરવા, સ્‍થાવર મિલ્‍કતો પચાવી પાડવી, બહેન-દિકરીઓની છેડતી કરવી તેમજ ગેરકાયદેસર પૈસાની માંગણી કરવી. આમ ઉપરોકત આરોપીઓની ઉપર યોગ્‍ય કાર્યવાહી થાય અને અમરેલી જીલ્‍લામાં તેમજ સાવરકુંડલા તાલુકામાં શાંતિનું વાતાવરણ જળવાય રહે તેવી સદર ઈસમો ઉપર યોગ્‍ય કાર્યવાહી કરવા અંતમાં માંગ કરેલ છે.


બેન્‍ક, પોસ્‍ટ ઓફીસ, આંગણવાડી સહિતનાં કર્મચારીઓ હડતાલમાં જોડાયા

અમરેલી જિલ્‍લામાં હજારો કામદારોમાં રોષની આંધી

લઘુત્તમ પગાર, કર્મચારીઓની ખાલી જગ્‍યા સહિત અનેક પ્રશ્‍નોનું નિરાકરણ માંગવામાં આવ્‍યું

સંગઠીત અને બિનસંગઠીત યુનિયન દ્વારા ર દિવસીય હડતાલને પ્રથમ દિવસે જબ્‍બરૂ સમર્થન

અમરેલી, તા. 8

અમરેલી જિલ્‍લામાં આજે હજારો કામદારોએ રાષ્‍ટ્રીયયુનિયનનાં ર દિવસની હડતાલને સમર્થન આપીને કામકાજથી દુર રહીને સરકાર વિરૂઘ્‍ધ સુત્રોચ્‍ચાર કર્યા હતા.

અમરેલી જિલ્‍લામાં એસબીઆઈ સિવાયની બેન્‍કો, પોસ્‍ટ ઓફીસ, આંગણવાડી વર્કર સહિતનાં યુનિયન ઘ્‍વારા રોષભેર હડતાલનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો.

અમરેલી, બાબરા, સાવરકુંડલા, દામનગર સહિત તમામ તાલુકા મથકોએ કામદારોએ હડતાલને સમર્થન આપેલ હતું.

અમરેલી

આજરોજ ભારતીય ટપાલ વિભાગના કર્મચારીઓના તમામ યુનિયન અને પોસ્‍ટલ ફેડરેશન નવી દિલ્‍હીના આદેશથી જીલ્‍લાની તમામ પોસ્‍ટ ઓફિસનાં કર્મચારીઓ કામથી અળગા રહી સજજડ હડતાલ પાડી હતી. જેના અનુસંધાને સંપૂર્ણ વ્‍યવહારો અટકી ગયેલ છે. જેમાં જીલ્‍લાના તમામ ટપાલ થેલાનું આવન-જાવન થયેલ નથી. જીલ્‍લાના કર્મચારીઓએ એક અવાજે સરકાર સમક્ષ પોતાની તમામ માંગણીઓ સંતોષવા એકતા બતાવેલ હતી. આ હડતાલ આવતીકાલ તા. 9/1/19નાં દિવસે યથાવત રહેશે. તદ.પરાંત આ હડતાલ છાવણી અમરેલી હેડ પોસ્‍ટ ઓફિસ બહાર રાખેલ છે. જેમાં ગુજરાત બેન્‍ક વર્કસ યુનિયન-અમરેલીના તમામ બેન્‍ક કર્મચારીઓ જોડાયા હતા તેમ પોસ્‍ટ/બેન્‍ક સંઘર્ષ સમિતિનાં આગેવાનોએ જણાવ્‍યું હતું.

સાવરકુંડલા

સાવરકુંડલા તાલુકા ખાતે ઓલ ઈન્‍ડિયા ફેડરેશન ઓફ આંગણવાડી વર્કર એન્‍ડ હેલ્‍પર મહિલાઓ ઘ્‍વારા તા. 8 અને 9જાન્‍યુઆરીનાં રોજ રાષ્‍ટ્રવ્‍યાપી હડતાલનાં એલાનનાં અનુસંધાને સાવરકુંડલા તાલુકાની તમામ આંગણવાડી હેલ્‍પર-વર્કર મહિલાઓ જોડાઈ હતી. આ હડતાલમાં આંગણવાડીની મહિલાઓએ લઘુત્તમ વેતન વધારો, કર્મચારી તરીકે માન્‍યતા આપવી તથા નિવૃત કર્મચારીઓને ઓછામાં ઓછું લઘુતમ પેન્‍શન 6000 સુધી આપવું, આઈએડીસએસનું ખાનગીકરણ કરવામાં ન આવે તેવી માંગ, બજેટ યોજનામાં તે જરૂરી અને પુરતી આર્થિક ફાળવણી કરવામાં આવે વગેરે માંગો સાથે બે દિવસની હડતાલ સાથે માંગ કરવામાં આવી છે. આ હડતાલમાં સમગ્ર તાલુકામાંથી આંગણવાડી હેલ્‍પર-વર્કર મહિલાઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી હડતાલ રાખી હતી.

બાબરા

બાબરામાં સેન્‍ટ્રલ બેન્‍ક, દેના બેન્‍ક સહિતની અન્‍ય બેન્‍કો તેમજ પોસ્‍ટ ઓફિસ વિવિધ માંગણીઓના મુદે હડતાલમાં ઉતરી જતાં આર્થિક તેમજ સંદેશા વ્‍યવહાર ખોરવાય ગયો હતો. જેના કારણે લોકોને ભારે મુશ્‍કેલીઓ સહન કરવાનો વારો આવ્‍યો હતો. જો કે એસબીઆઈની બેન્‍કો હડતાલમાં નહિ જોડાતા લોકોએ આંશિક રાહત અનુભવી હતી. બાબરામાં આવેલ પોસ્‍ટ ઓફિસનો સ્‍ટાફ વિવિધ પડતર માંગણીઓ મુદે કેન્‍દ્ર સરકાર સામે હડતાલ પર ઉતરી જતાં અહીં પોસ્‍ટ ઓફિસનો મોટો આર્થિક વ્‍યવહાર ખોરવાય ગયો હતો તેમજ લોકોના જરૂરી પત્ર પણ મળ્‍યા નથી જેના કારણે પારવારહાડમારી ભોગવવી પડી હતી.

બાબરામાં પોસ્‍ટ ઓફિસની હડતાલના કારણે નાની બચત, સ્‍પડ પોસ્‍ટ, રજીસ્‍ટશ સહિતની અન્‍ય સેવાઓમાં મોટી અસર જોવા મળી હતી તેમજ અહીની સેન્‍ટ્રલ બેન્‍ક ઓફ ઈન્‍ડિયા, દેના બેન્‍ક સહિતની બેન્‍કો હડતાલમાં જોડાતા લોકોના આર્થિક વ્‍યવહાર ખોવાય ગયા હતા. જો કે એસબીઆઈની બેન્‍કો હડતાલમાં નહિ જોડાતા લોકોમાં આંશિક રાહત જોવા મળી હતી પણ અન્‍ય બેન્‍કોમાં હડતાલ હોવાથી લાખો રૂપિયાના ટ્રાન્‍ઝેકશન ખોરવાય ગયા હતા.

દામનગર

દામનગર પોસ્‍ટ સંયુકત સંઘર્ષ સમિતિ પીજેસીએ ગુજરાત સર્કલ વિવિધ માંગો સાથે બે દિવસીય હડતાલ પર તા. 8 અને 9 સુધી સંપૂર્ણ હડતાલ પર નવી પેન્‍શન સ્‍કીમ એનપીએસ સ્‍થાને જૂની સ્‍કીમ છેલ્‍લા પગાર મિનિમમ પચાસ ટકા પેન્‍શન તેમજ ફેમીલી પેન્‍શન, જીડીએસ માટે કમલેશચંદ્ર કમિટીની ભલામણોનો અમલ કરો. પોસ્‍ટલ આરએમએસએમએમએસ એડમીશન એસબી સીબીઓ એકાઉન્‍ડ સહિતની વિગતો કેડરોમાં ભરતી કરો. સીબીઆઈ તથા આરઆઈઈસીટીના અમલમાં ઉભી થતી તમામ સમસ્‍યાઓ હલ કરો, એમએસીપીમાં વેરી ગુડ બેંચ માર્ક દુર કરો, એમએસીપી/આરએમપી માટે હાઈકોર્ટ/સુપ્રીમ કોર્ટના આદેશોનો અમલ કરો, પોસ્‍ટ અને આરએમએસમાં પાંચ દિવસનું અઠવાડીયું જાહેર કરો, કેશલેશનો લાભ આપો, ટાર્ગેટ આપી કરતું શોષણ બંધ કરો, પોસ્‍ટએકતા જીંદાબાદ સાથે અનેકો માંગ કરતા પોસ્‍ટ કર્મીઓ બે દિવસીય હડતાલ પર જતાં અનેકો વહેવારો, લેવડ-દેવડ, પત્રો, ટપાલો સહિતની વ્‍યવસ્‍થાઓને ભારે અસર પહોંચી હતી.


અમરેલી શહેરમાં આડેધડ ખોદકામથી શહેરીજનોમાં રોષ

કયાં વિભાગ દ્વારા શું કામ ખોદકામ થાય છે તેની ખબર પડતી નથી

અમરેલી શહેરમાં આડેધડ ખોદકામથી શહેરીજનોમાં રોષ

સુરક્ષા વગર આડેધડ ખોદકામથી શહેરીજનોને માર્ગો પર ચાલવામાં મુશ્‍કેલી

જાહેરબોર્ડ મારીને કામની તમામ વિગતો દર્શાવવાનાં નિયમોનો ખુલ્‍લેઆમ ઉલાળીયો

અમરેલી, તા. 8

અમરેલી શહેરમાં નેતૃત્‍વનો સ્‍પષ્‍ટ અભાવ જોવા મળી રહૃાો છે. જેથી શહેરમાં દિનપ્રતિદિન અરાજકતાનો માહોલ વધી રહૃાો છે. ઉચ્‍ચ અધિકારીઓ કે પદાધિકારીઓને શહેરીજનોની કોઈ ચિંતા થતીનથી.

જિલ્‍લાકક્ષાનાં મુખ્‍ય શહેરમાં છેલ્‍લા 3 વર્ષથી ભુગર્ભ ગટરની કામગીરી શરૂ છે. છેલ્‍લા એકાદ વર્ષથી ગેસ પાઈપલાઈન અને હવે વરસાદી પાણીનાં નિકાલ માટે જયાં ત્‍યાં આડેધડ નિયમ વિરૂઘ્‍ધ કામગીરી થઈ રહી છે. તો ખાનગી મોબાઈલ કંપની કે પીજીવીસીએલ ઘ્‍વારા પણ વચ્‍ચે ખોદકા કરવામાં આવતાં શહેરનાં અંતરિયાળથી લઈને મુખ્‍ય માર્ગો પર ખોદકામ કરવામાં આવી રહૃાું છે.

આશ્ચર્યજનક બાબત એ છે કે, શહેરીજનોનાં પરસેવાનાં પૈસાથી થતાં વિકાસકાર્યો અંગે શહેરીજનો જ અજાણ છે. શહેરીજનો અરસ-પરસ ચર્ચા કરતાં હોય છે કે આ વળી શેની કામગીરી થઈ રહી છે.

લોકશાહી શાસન વ્‍યવસ્‍થામાં લોકોનાં પૈસાનો પાઈ-પાઈનો હિસાબ અધિકારીઓ અને પદાધિકારીઓને દેવો પડતો હોય છે. કોઈ વિકાસ કાર્યો થતાં હોય તો કેટલું કામ છે, કેવું કામ છે, કેટલો ખર્ચ થશે, કામ કોણ કરે છે, કામ કયારે પુર્ણ થશે સહિતની માહિતી જાહેર જનતાની જાણકારી અર્થે આપવાની હોય છે અને કામનાં સ્‍થળે જાહેર બોર્ડ લગાવવાનું હોય છે પરંતુ તમામ નિયમોનો ખુલ્‍લેઆમ ઉલાળીયો કરવામાં આવી રહૃાો છે.

શહેરમાં હાલ અનેક માર્ગો પર ખોદકામ કે અન્‍ય કામગીરી થઈ રહી છે તે અંગે શહેરીજનોને કોઈ જાણકારી નથી અને લગભગ તમામ કામોમાં બેફામ ગેરરીતિ થઈ રહી હોય પરંતુ ભ્રષ્‍ટાચાર હાલ તોશિષ્‍ટાચાર બની ગયો હોય તેવું લાગી રહૃાું છે. કારણ કે, કોઈ કામની તપાસ જ કરવામાં આવતી નથી. કોન્‍ટ્રાકટર અને અધિકારીઓ / પદાધિકારીઓ ઘ્‍વારા સરાજાહેર ઉઘાડી લૂંટ શરૂ કરવામાં આવી રહી હોય તેવું ચિત્ર ઉપસી રહૃાું છે.


સાવરકુંડલા ખાતે આહીર રેજિમેન્‍ટની માંગ સાથે વિશાળ બાઈક રેલી તથા આહીર સમાજની જંગી સભા યોજાઈ

સાવરકુંડલા ગાંધી ધર્મશાળા ખાતે આહીર રેજિમેન્‍ટના મુદે વિશાળ આહીર સ્‍વાભિમાન બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્‍યું. આ રેલી સાવરકુંડલા શહેરના મુખ્‍યમાર્ગો પર આહીર રેજિમેન્‍ટની માંગ સાથે ફરી હતી. જેમાં સમગ્ર જિલ્‍લામાંથી મોટી સંખ્‍યામાં યુવાનો ઉપસ્‍થિત રહયા હતા તથા આહીર સમાજની વિશાળ સભા યોજાઈ હતી. જેમાં આહીર સમાજની જંગી મેદનીને સંબોધન કરવામાં આવ્‍યું હતું. ભારતીય સેનામાં 19 જેટલી જાતિ આધારિત રેજિમેન્‍ટ છે. તેમજ દેશહિત અને રાષ્‍ટ્ર ભાવના માટે આહીર સમાજે અનેક બલિદાનો આપ્‍યા છે. જેના અનુસંધાને ભારત દેશના યાદવ સમાજ ભારતીય સેનામાં રેજિમેન્‍ટની ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે. સાવરકુંડલા શહેરના મુખ્‍યમાર્ગો રેલવે સ્‍ટેશન રોડ, જૂના બસસ્‍ટેન્‍ડ, રિઘ્‍ધિ સિઘ્‍ધિ મંદિર, મહુવા રોડ, મામલતદાર કચેરી ખાતે મામલતદાર તથા નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્‍યું હતું. આતકે આંદોલનકારી પ્રવીણભાઈ રામ તેમજ એકતા મંચના અરજણભાઈ આંબલીયા ઉપસ્‍થિત રહયા હતા અને સાવરકુંડલા મામલતદાર તથા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્‍યું હતું.


અમરેલી જિલ્‍લાનાં પ40પ લાભાર્થીઓને રૂપિયા 171.6પ લાખની સાધન સહાયનું વિતરણ

ગરીબ કલ્‍યાણ મેળાના માઘ્‍યમથી લાભાર્થીઓને હાથો હાથ સાધન – સહાયનું વિતરણ કરી, ગરીબી નિર્મૂલન માટે રાજય સરકારે દરીદ્ર નારાયણની સેવાનો યજ્ઞ આરંભ્‍યો છે, તેમ કૃષિ મંત્રી આર.સી. ફળદુએ જિલ્‍લા કક્ષાના ગરીબ કલ્‍યાણ મેળાનો દીપ પ્રગટાવી શુભારંભ કરાવતાં જણાવ્‍યુ હતુ. ખેડૂત તાલીમ કેન્‍દ્ર – અમરેલી ખાતે યોજાયેલ ગરીબ કલ્‍યાણ મેળામાં મંત્રી ફળદુએ, રાજય કે કેન્‍દ્ર સરકારની યોજના હેઠળ મળેલ સાધન – સહાયનો સદઉપયોગ કરીને, પગભર બનવા અને સમર્થ સમાજના નિર્માણમાં યોગદાન આપવા ઉપસ્‍થિત લાભાર્થીઓને આહવાન કર્યુ હતુ. ર009થી શરૂ થયેલા ગરીબ કલ્‍યાણ મેળાના માઘ્‍યમથી ગરીબી રેખાથી નીચે જીવતાં જરૂરિયાતમંદ અને વંચિત લાભાર્થીઓને સાધન – સહાય હાથો હાથ આપીને, રાજય સરકારે લાભાર્થીઓને કામ કરવાની પ્રેરણા આપી હોવાનું પણ જણાવ્‍યુ હતુ. ગરીબીના ખપ્‍પારમાં માનવ જીવન ન હોમાય તે માટે રાજય સરકાર દ્વારા અગિયારમાં તબકકાના ગરીબ કલ્‍યાણ મેળાનું આયોજન કરેલ છે. જેમાં આજે અમરેલી જિલ્‍લાનાપ40પ લાભાર્થીઓને રૂ.171.6પ લાખની સાધન-સહાયનું હાથો હાથ વિતરણ કરવામાં આવનાર છે. જે લાભાર્થીઓના જીવન ધોરણને ઊંચુ લાવવામાં ઉપયોગી પૂરવાર થશે તેમ મંત્રીએ આશા વ્‍યક્‍તત કરી હતી. મહિલા સશક્‍તિતકરણ માટે હાલના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ સખી મંડળ, મિશન મંગલમ જેવી અનેકવિધ યોજનાઓ ગુજરાતમાં અમલી બનાવી હતી. તેના લાભથી આજે મહિલાઓ પગભર બનીને સ્‍વામાનભેર જીવી રહી છે. ટીકા ટીપણથી દૂર રહીને સાધન-સહાય પુરી પાડી વંચિતો અને છેવાડાના માનવીને વિકાસ યાત્રામાં જોડવા દરીદ્ર નારાયણની સેવાના આ અભિયાનથી સમૃઘ્‍ધ ગુજરાત બનાવવા રાજય સરકાર કટિબઘ્‍ધ હોવાનું મંત્રીએ જણાવ્‍યુ હતુ. જિલ્‍લા ભાજપા પ્રમુખ હિરેનભાઈ હિરપરાએ શાબ્‍દિક પ્રવચનમાં જણાવ્‍યુ હતુ કે, રાજય સરકારે ગ્રામ્‍ય જીવનમાં સુધારો લાવવા અનેકવિધ ભૌતિક સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવી છે. એવામાં ગરીબ કલ્‍યાણ મેળાના માઘ્‍યમથી ગ્રામ્‍ય લોકોની જરૂરિયાત મુજબની સાધન – સહાય હાથો હાથ વિતરણ કરવામાં આવતી હોય, શહેર તરફથી દોટ પણ ઘટી છે. છેવાડાના માનવીને વિવિધ સહાયો મળતાં વિકાસના દ્વાર ખુલ્‍યા, હોવાનું હિરપરાએ જણાવ્‍યુ હતું. જિલ્‍લા કલેકટર આયુષ ઓકે સ્‍વાગત પ્રવચન કરતાં જણાવ્‍યુ હતુ કે, ગરીબ કલ્‍યાણ મેળાની શરૂઆતથી આજ સુધીમાં અમરેલી જિલ્‍લામાં અંદાજે 9 લાખ જેટલાલાભાર્થીઓને એક યા બીજી યોજના હેઠળ સાધન-સહાય પુરી પાડવામાં આવી છે. ચાલુ વર્ષે ર3700 લાભાર્થી પૈકી પ40પ લાભાર્થીઓને આ ગરીબ કલ્‍યાણ     મેળામાં સહાય મળવાની છે. જે લાભાર્થીઓના જીવન ધોરણને ઊંચુ લાવવામાં સહાયક પૂરવાર થશે તેમ જણાવ્‍યુ હતું. આ તકે મંત્રી ફળદુને કન્‍યા કેળવણી નિધિ માટે સ્‍વાન એનર્જી-જાફરાબાદના એમ.ડી. ધાધલે અને ગુજરાત હેવી કેમીકલ-વિકટર, રાજુલાએ અનુક્રમે રૂ.1.00 લાખ અને રૂ.પ0 હજારના ચેક અર્પણ કર્યા હતા. કાર્યક્રમમાં મંત્રી આર.સી.ફળદુ અને મહાનુભાવોના હસ્‍તે રર લાભાર્થીઓને સાધન-સહાય અને ચેકનું વિતરણ મુખ્‍ય સ્‍ટેજ પરથી કરવામાં આવેલ. જયારે બાકીના લાભાર્થીઓને પ્રાંતવાઈઝ ઉભા કરાયેલ સ્‍ટેજ પરથી કરવામાં આવ્‍યુ હતુ. જેમાં ગ્રામ્‍ય વિસ્‍તારના 4188 અને શહેરી વિસ્‍તારના 1ર17 લાભાર્થીઓને અનુક્રમે રૂ.1ર9.6ર લાખ અને રૂ.4ર.03 લાખની સાધન-સહાયનું વિતરણ થયુ હતું. ગરીબ કલ્‍યાણ મેળામાં ઉપસ્‍થિત મહાનુભાવોનું કઠોળની ટોપલીઓ દ્વારા સ્‍વાગત કરવામાં આવ્‍યુ હતુ. શહેરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્‍કૃત્તિક કાર્યક્રમો રજુ કરવામાં આવેલ જેને મહાનુભાવોએ રોકડ પુરસ્‍કાર આપી બિરદાવ્‍યા હતા. આ તકે મિશન મંગલમના લાભાર્થી ઈન્‍દુબેન બોરસાણીયા, પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી પ્રવિણભાઈ હેલૈયા અનેઉજ્જવલા યોજનાના લાભાર્થી ગીતાબેન ચૌહાણે પોતાના પ્રતિભાવો રજુ કર્યા હતા. કાર્યક્રમની આભાર વિધી જિલ્‍લા વિકાસ અધિકારી સી.એમ.પાડલીયાએ કરી હતી અને સંચાલન ઉદયભાઈ દેસાઈએ કર્યુ હતું. કાર્યક્રમમાં પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉંધાડ, વી.વી.વઘાસીયા, પૂર્વ ધારાસભ્‍યો સર્વ હિરાભાઈ સોલંકી, કાળુભાઈ વિરાણી, મનસુખભાઈ ભુવા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, ભાજપા અગ્રણીઓ સર્વ ભરતભાઈ ગાજીપરા, કૌશિકભાઈ વેકરીયા, મયુરભાઈ હિરપરા, રવુભા ખુમાણ, જયંતિભાઈ પાનસુરીયા, જીતુભાઈ ડેર, નાયબ કલેકટર ગોહિલ, પ્રાંત અધિકારી સતાણી, ઓઝા, જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક ડોબરીયા, નાયબ જિલ્‍લા વિકાસ અધિકારી રોર, મામલતદાર પાદરીયા, તાલુકા વિકાસ અધિકારી ઠુંમર સહિત બહોળી સંખ્‍યામાં લાભાર્થી ભાઈ – બહેનો અને અધિકારી – કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.


અવસાન નોંધ

અવસાન નોંધ

અમરેલી : સ્‍વ. અમુબેન સુરગભાઈ બસીયા (ઉ.વ.9ર) તે અમરેલી માહિતી અધિકારી ભરતભાઈ બસીયા, ભુપતભાઈ તથા કનુભાઈના માતુશ્રીનું તા.8/1ને મંગળવારના રોજ અમરેલી ખાતે અવસાન થયેલ છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા.10/1ને ગુરૂવારના રોજ કાઠી સમાજની વાડી, હનુમાનપરા રોડ, પાઠક સ્‍કૂલ સામે, અમરેલી ખાતે સાંજના 4 થી 6 સુધી રાખવામાં આવેલ છે.

અમરેલી : છબીલભાઈ જયંતિભાઈ વડેરાનાં પુત્રવધુ તથા અમિતભાઈ વડેરાનાં પત્‍નિ નયનાબેન અમિતભાઈ વડેરા (ઉ.વ. 37) તા.6/1 ને રવિવારના રોજ દેહાંત થયેલ છે. તેમનું ઉઠમણું તા. 11/1 ને શુક્રવારના રોજ સોની જ્ઞાતિની વાડી, ગર્લ્‍સ સ્‍કૂલ સામે, અમરેલી ખાતે  સાંજે પ કલાકે રાખેલ છે.


09-01-2019