Main Menu

Tuesday, January 8th, 2019

 

મગફળી વેચાણનું રજીસ્‍ટ્રેશન કરાવનાર ખેડૂતોને પ્રતિમણ રૂપિયા ર00ની મદદ કરો

મગફળીની ખરીદી જરૂરી પ્રમાણમાં થતી ન હોવાથી

માર્કેટયાર્ડનાં ચેરમેન દીપક માલાણીનું સૂચન

સાવરકુંડલા, તા. 7

સાવરકુંડલા માર્કેટીંગયાર્ડના ચેરમેન અને સક્રય ખેડૂત કાર્યકર દિપકભાઈ માલાણીએ મુખ્‍યમંત્રી અને નાયબ મુખ્‍યમંત્રીને પત્ર લખી માંગણી કરી છે કે, સરકારએ સમગ્ર રાજયમાં સીજનની શરૂઆતથી જ ટેકાનાં ભાવથી ખેડૂતોની મગફળી ખરીદી શરૂ કરેલ છે. આ ખરીદીની કામગીરીને બે મહીના કરતા વધારે સમય થવા છતાં ઓનલાઈન રજીસ્‍ટ્રેશન થયેલ પૈકી પ0% થી વધારે ખેડૂતોની મગફળી ખરીદી પેન્‍ડીંગ છે. જટીલ અને લાંબી પ્રક્રીયાને કારણે રોજીંદા મર્યાદીત સંખ્‍યામાં જ ખેડૂતોનો વારો આવે છે. જો આજ સીસ્‍ટમ અને નીતીથી ખરીદીની કામગીરી ચાલશે તો વર્ષાન્‍તે પણ બધાનો વારો નહી આવે અને ખેડુતોમાં અસંતોષ વધશે. સરકારે ઓનલાઈન રજીસ્‍ટ્રેશન થયેલ બધી મગફળી ખરીદવી છે. તેમાટે પ્રતીમણ રૂા.ર00 ની સહાય ખેડૂતોને આપવા સરકાર પ્રતીબઘ્‍ધ છે. તો પછી ખેડૂતોને આવી લાંબી, જટીલ અને સમય માંગતી પ્રક્રયાની પરીક્ષા પસાર કરાવ્‍યા વિના ડાયરેકટ પ્રતીમણ રૂા.ર00 નોંધાયેલ ખેડૂતોનાં ખાતામાં જમા આપવામાં આવે તે સરકારનાં અને ખેડૂતોનાં હીતમાં છે. આનાથી સરકારને રૂા.ર00 ઉપરનો જે વ્‍યવસ્‍થા ખર્ચ જેવા કે, બારદાન, મજુરી, ટ્રાન્‍સપોર્ટ, ગોડાઉન ભાડુ વિ. બચશે. અને ખેડૂતો જેને માર્કેટીંગ યાર્ડોમાં દિવસો સુધી રોકાવુ પડે છે. તેમનો સમય અને શકિતનો વ્‍યય અટકશે. એમ બન્‍ને બાજુ હીત છે.

આ સિસ્‍ટમથી ટેકાના ભાવથી મગફળી વેચીને લાભાર્થી તરીકે ખેડૂતો સરકારથી સંતુષ્‍ટ થતા નથી કે બહુ ઓછા થાય છે. તે સ્‍થિતિનો અંત આવશે. અને સરકારને પણ પ્રતિમણ રૂા.ર00 જેટલો ખર્ચ બચશે. અને આ સિસ્‍ટમથી ખેડૂતો વધારે સંતુષ્‍ટ થશે. તો ખેડૂતોના સમયનો વ્‍યય અને હેરાનગતી નિવારવા અને સરકારને ઓછા નાણાંકીય ખર્ચમાં યોજના સફળ થાય તેવુ આ સૂચન આપની સમક્ષ રજૂ કરૂ છું. જે વિચારવા અને ઘ્‍યાનમાં લેવા યોગ્‍ય લાગે તો વિચારણા કરી જરૂરી આદેશો આપવા દિપકભાઈ માલાણીએ સરકારમાં અને ઉચ્‍ચ કક્ષાએ રજૂઆત કરેલ છે.


વીજયાનગર ગામે તીનપત્તીનો જુગાર રમતાં 7 શખ્‍સો ઝડપાયા

બાજીગરો સાથે રોકડ રૂા. 40710ની મત્તા પણ કબ્‍જે

અમરેલી, તા. 7

સાવરકુંડલા ગામે રહેતાં કનુભાઈ બચુભાઈ ડાભી, રૂસ્‍તમ બાબુભાઈ કાજી, હનીફભાઈ રસુલભાઈ કુરેશી, જહુરભાઈ જાનીભાઈ દલ, જાકીદ ઉસ્‍માનભાઈ શેખ, રૂસ્‍તમભાઈ હબીબભાઈ કુરેશી તથા સીકંદભાઈ સતારભાઈ પઠાણ નામનાં 7 શખ્‍સો સાવરકુંડલા તાલુકાનાં વિજયાનગર ગામે ગાધકડા જવાના કાચા રસ્‍તે જાહેરમાં પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતાં હોય, સાવરકુંડલા રૂરલ પોલીસને બાતમી મળતાં દરોડો પાડી રોકડ રકમ રૂા.40710ની મતા સાથે તમામને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


કુતાણા ગામે તીનપત્તીનો જુગાર રમતા 6 ખેલંદાઓ ઝડપાયા

અમરેલી, તા. 7

લીલીયા તાલુકાનાં કુતાણા ગામે રહેતાં નરેશભાઈ મનુભાઈ સુવાગીયા, રમેશભાઈ સારાભાઈ પરમાર, અજયભાઈ મીઠાભાઈ સોલંકી, શામજીભાઈ નાગજીભાઈ રાઠોડ, મુકેશ ધનજીભાઈ પરમાર, તથા જયંતીભાઈ ખોડાભાઈ ડાબસરા વિગેરે ગઈકાલે સાંજના સમયે કુતાણા ગામે જાહેરમાં પૈસાની હારજીતનો જુગાર રમતાં હોય, લીલીયા પોલીસે દરોડો પાડી તમામને રોકડ રકમ રૂા.11680ની મતા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


મહુવામાં મેઘદુત સિનેમાંના ગેઈટ પાસે યુવાન ઉપર 9 શખ્‍સોનો હુમલો

સાવરકુંડલા, તા.7

મહુવાના મેઘદુત સિનેમાના ગેટ પાસે સામાન્‍ય બાબતે 8 થ 9 શખ્‍સોએ બોલાચાલી કરી ઉશકેરાઈ જઈ યુવાન ઉપર છરી વડે હુમલો કરી ઢીંકા પાટુનો માર મારી નાસી છુટયાની ફરીયાદ મહુવા પોલીસમાં નોંધાઈ મહુવામાં આઝાદ સોસાયટીમાં રહેતા અબ્‍દુલભાઈ કરીમભાઈ બાગોત(ઉ.વ.18)એ મહુવા પોલીસમાં નોંધાવેલ પોતે રાત્રે ટોકીઝમાં પિકચર જોવા ગયા હતા. ત્‍યારે સુનીલ રમેશભાઈ સની નામના શખ્‍સે પોતાની સાથે અથડાતાં જે અંગે ઠપકો આપતા સુનિલ રમેશભાઈ અને અન્‍ય 7 થી 8 અજાણ્‍યા શખ્‍સોએ ઉશકેરાઈ જઈ     ગાળો આપી છરીવડે હુમલો કરી નાસી છુટયાની તપાસ પીએસઆઈનકવી ચલાવી રભ છે.


બગોયા ગામે અગાઉનાં મનદુઃખનાં કારણે યુવકને માર મારી મુંઢ ઈજા

બનાવ અંગે વિભાગીય પોલીસ વડાએ તપાસ હાથ ધરી

અમરેલી, તા. 7

સાવરકુંડલા તાલુકાનાં બગોયા ગામે રહેતાં અને મજુરીકામ કરતાં જેન્‍તીભાઈ ડાયાભાઈ પરમાર નામનાં ર8 વર્ષિય યુવકને અગાઉ તે જ ગામે રહેતાં નુરૂદીન ગુલુભાઈ જાંખરા સાથે થયેલ બોલાચાલી થતાં તે અંગે ફરિયાદ નોંધાયેલ હતી. આ ફરિયાદ બાદ નુરૂદીન જાંખરાએ યુવકને સમાધાન કરવાનું કહેતાં યુવકે સમાધાન કરવાની ના પાડતાં ઉશ્‍કેરાઈ જઈ આ નુશ્રદીન જાંખરાએ જ્ઞાતી પ્રત્‍યે અપમાતિ કરી લોખંડનો પાઈપ મારી ઈજા કરી નાશી ગયાની ફરિયાદ સાવરકુંડલા રૂરલપોલીસમાં નોંધાતા આ બનાવ અંગે સાવરકુંડલાનાં વિભાગીય પોલીસ વડા કે. જે. ચૌધરીએ વધુ તપાસ હાથ ધરી છે.


ચાંપાથળ ગામની શેત્રુંજી નદીમાંથી ગેરકાયદે ખનન કરતાં 1ઝડપાયો

ચાંપાથળ ગામની શેત્રુંજી નદીમાંથી ગેરકાયદે ખનન કરતાં 1ઝડપાયો

ડમ્‍પર સહિત રૂા. 4,04 લાખનો મુદ્યામાલ જપ્‍ત કરાયો

અમરેલી, તા. 7

અમરેલીનાં રોકડીયાપરા વિસ્‍તારમાં રહેતાં મનસુખ ઉર્ફ લાલો છગનભાઈ વડેચા હનુમાનપરામાં રહેતાં દીલાભાઈ નામનાં ઈસમની માલીકીનું ડમ્‍પર લઈ વગર લાયસન્‍સ તથા કાગળો વગર ગેરકાયદેસર રીતે ચાંપાથળ ગામ નજીક આવેલ શેત્રુંજી નદીનાં પટ્ટમાંથી ગેરકાયદેસર લીઝ વગર ખોદકામ કરી ડમ્‍પરમાં રેતીની ચોરી કરતો હોય જે અંગે અમરેલી તાલુકા પોલીસને બાતમી મળતાં તેઓએ દરોડો કરી ડમ્‍પર સહિત ચાલક મનસુખને ઝડપી લીધો હતો જયારે માલીક સામે ગુન્‍હો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


નાગેશ્રી-દુધાળા રોડ ઉપર ડીઝલ ખાલી થતાં પાર્ક કરેલ ટ્રકને અજાણ્‍યા ટ્રકે મારી ઠોકર

બંધ ટ્રકનાં ચાલકને ઈજા કલીનરનો પગ ભાંગી ગયો

અમરેલી, તા. 7

પ્રાંતિજ તાલુકાનાં તાજપુરકુઈ ગામે રહેતાં રણછોડભાઈ ગેબાભાઈ ચૌધરી પોતાના હવાલા વાળો ટ્રક લઈ ગત તા.6 ના રોજ વહેલી સવારે જાફરાબાદ તાલુકાનાં નાગેશ્રી-દુધાળા રોડ ઉપરથી પસાર થતાં હતા ત્‍યારે ટ્રકમાં ડીઝલ ખાલી થઈ જતાં ટ્રક પાર્ક કરી સુતા હતા ત્‍યારે કોઈ અજાણ્‍યા બીજા ટ્રકનાં ચાલકે આ બંધ પડેલા ટ્રકને હડફેટે લેતાં રણછોડભાઈને ઈજા થવા પામી હતી જયારે કલીનરને ડાબા પગે ફેકચર કરી અજાણ્‍યો ટ્રકચાલક નાશી છૂટયો હતો.


સિંહની પજવણી કરનાર શખ્‍સોને જેલહવાલે કરાયા

ગેરકાયદેસર સિંહદર્શનનો શોખ ધરાવનાર શખ્‍સોમાં ફફડાટ ફેલાયો

સિંહની પજવણી કરનાર શખ્‍સોને જેલહવાલે કરાયા

એશિયાનાં ગૌરવ સમાન સિંહોની પજવણીનું પ્રમાણ વધતા વનવિભાગે આળશ ખંખેરી

લીલીયાનાં ગુંદરણ વિસ્‍તારમાં સિંહોની પાછળ ગાડીઓ દોડાવનાર પાંચ શખ્‍સો સામે કાર્યવાહી

લીલીયા, તા. 7

લીલીયા બૃહદગીરમાં મોટી સંખ્‍યામાં સિંહો કાયમી રહેઠાણ બનાવી વસવાટ કરી રહૃાા છે. જેનો સંરક્ષણ-સવર્ધન માટે જીલ્‍લા વન અધિકારી પ્રિયંકા ગેહલોતની સુચનાથી તમામ સિંહોની અવર-જવર પર વન કર્મચારીઓ, ટે્રકર્સ નજર રાખી રહૃાા છે. ગત તા. ર9/1ર/18નાં રોજ સાંજના સમયે સિંહો પાછળ ગુંદરણથી એકલારા સુધી વાહનો દોડાવી વિડીયો વાઈરલ કરવામાં આવતા સમગ્ર ઘટના જીલ્‍લા વન અધિકારી પ્રિયંકા ગેહલોતના ઘ્‍યાન પર આવતા તેમની સુચનાથી સ્‍થાનિક આરએફઓ પ્રજાપતિ સહિતનો સ્‍ટાફ ઘટના સ્‍થળે દોડી જઈ ઘટનામાં સંડોવાયેલ શખ્‍સોની શોધખોળ કરી પ્રવિણ છના મકવાણા, હિંમત હસમુખ ગોહીલ, ઉજેફરજાક સોલંકી, મુસ્‍તાક સીદી કાળવાતર, શાકીર રહીમ બિલખીયા રહે. ગુંજરણની ધરપક કરી તા. 4/1/19નાં રોજ લીલીયા જયુ.મેજી.ની કોર્ટમાં વન્‍ય પ્રાણી સંરક્ષણ ધારાની કલમ લગાડી રજુ કરતા તમામ આરોપીને જેલ હવાલે કરવાનો હુકમ કરવામાં આવતા સમગ્ર પંથકમાં સિંહોને પજવણીકરતા ટીખળખોરોમાં ફફડાટ મચી જવા પામેલ છે.


અમરેલીમાં તરૂણીનું અપહરણ કરવાનાં બનાવમાં ર વર્ષની સખત કેદ

 

રૂા. 4પ00નાં દંડની સજાનો હુકમ કરતી સ્‍પે. પોકસો કોર્ટ

અમરેલી, તા. 7

અમરેલીનાં જેશીંગપરાના રંગપુર રોડ ઉપર આવેલ વાડીમાં રહેતાં એક પરિવારની તરૂણીને ગત તા.18-11-14નાં રાત્રીનાં સમયે છગન પુનીયા મેડા, તથા તેમનો બનેવી રાજુ તથા અન્‍ય બે અજાણ્‍યા માણસો અપહરણ કરી લઈ જતાં હોય, ત્‍યારે આ તરૂણીનાં પિતાએ પોતાની પુત્રીને છોડાવવા માટે સામનો કરતાં તેમને માર મારી અને તરૂણીને મોટરસાયકલ ઉપર લઈ ગયા હતા બાદમાં તરૂણીનીઈચ્‍છા વિરૂઘ્‍ધ આરોપી છગને સંભોગ કર્યા બાદ આ તરૂણીને છોડી મુકી હતી આ અંગે જે તે સમયે પોલીસ ફરિયાદ નોંધાતા આ અંગેનો કેસ અત્રેની પોકસો સ્‍પે.કોર્ટમાં ચાલી જતાં સ્‍પે. જજ શ્રી એન. પી. ચૌધરીએ આ બનાવમાં ઝડપાયેલ આરોપી મુકામ અનીસીંગ વાસકબાને નિર્દોષ છોડી મુકયો હતો જયારે આરોપી ઈન્‍દર ઉર્ફ રાજુ જેતુ એટલાને આઈ.પી.સી. 363, 366, 3ર3, 143 પોકસોનાં ગુન્‍હામાં કસુરવાન ઠરાવી બે વર્ષની સખત કેદ અને રૂા.4પ00નાં દંડની સજાનો હુકમ કરેલ હતો.


અમરેલી જિલ્‍લા વિશ્‍વ હિન્‍દુ પરિષદનાં ઉપપ્રમુખ પદે યુવા અગ્રણીહસમુખ દુધાતની વરણી

ગોંડલ ખાતે મળેલ સૌરાષ્‍ટ્ર પ્રાંતની બેઠકમાં થયો નિર્ણય

અમરેલી જિલ્‍લા વિશ્‍વ હિન્‍દુ પરિષદનાં ઉપપ્રમુખ પદે યુવા અગ્રણીહસમુખ દુધાતની વરણી

મંત્રી તરીકે મનુભાઈ વેકરીયા અને બજરંગદળની જવાબદારી દિલીપસિંહ ઠાકોરને સોંપી

અમરેલી, તા.7

અમરેલી જિલ્‍લા વિશ્‍વ હિન્‍દુ પરિષદના ઉપપ્રમુખ પદે હોનહાર યુવા અગ્રણી હસમુખ દુધાત (ભાણા)ની નિમણૂંક કરવામાં આવતા મિત્રો,  શુભેચ્‍છકો દ્વારા અભિનંદન વર્ષા થઈ રહી છે.

તાજેતરમાં ગોંડલ ખાતે સૌરાષ્‍ટ્રના સંયોજક  હરિભાઈ ડોડીયાની ઉપસ્‍થિતિમાં મળેલ સૌરાષ્‍ટ્ર પ્રાંતની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્‍યો હતો. આ તકે વિ.હિ.પ.ના જિલ્‍લા પ્રમુખ ભાનુભાઈ કીકાણી પણ ઉપસ્‍થિત રહયા હતા.

જયારે, મંત્રી તરીકે મનુભાઈ વેકરીયાને જવાબદારી સોંપવામાં આવી છે. તેમજ બજરંગ દળના સંયોજક તરીકે દિલીપસિંહ ઠાકોરને જવાબદારી સોંપવામાં આવી છે. વિ.હિ.પ.ના પ્રમુખ અને ઉપપ્રમુખે ભભઅમરેલી એકસપ્રેસભભ કાર્યાલયની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી.


બાબરાનાં ચરખા ગામે ગૌચરને લઈને વિવાદ

પશુપાલકો અને જેટકો વચ્‍ચે લડાઈ શરૂ

બાબરાનાં ચરખા ગામે ગૌચરને લઈને વિવાદ

કલેકટર દ્વારા જેટકો કંપનીને પાવર હાઉસ માટે જમીન ફાળવાતા વિવાદ

પોલીસ કાફલાએ ઘટનાસ્‍થળે દોડી જઈને મામલા પર અંકુશ મેળવ્‍યો

બાબરા, તા. 7

બાબરાના ચરખા ગામે ગૌચર જમીનને લઈને છેલ્‍લા ઘણા મહિનાઓથી જેટકો કંપની અને ગામના પશુપાલકો વચ્‍ચે ચાલે છે વિવાદ. ત્‍યારે કલેકટર ઘ્‍વારા જેકોકંપનીને પાવર હાઉસ બનાવવા માટે જમીન આપતા ચરખા ગામના મોટી સંખ્‍યામાં પુરૂષો તેમજ મહિલાઓ અને મોટી સંખ્‍યામાં પોતાના માલઢોર લઈને જે જગ્‍યા કંપનીને આપવામાં આવી છે તે જગ્‍યા પર પહોંચી વિરોધ કરવામાં આવ્‍યો હતો. તો તેની સામે જેટકો કંપની ઘ્‍વારા મોટી સંખ્‍યામાં પોલીસ પહેરો ગોઠવી દેતા પશુપાલકો નિરાશ થયા હતા. સ્‍થળ પર પહોંચી પશુપાલકોએ સુત્રોચ્‍ચાર પણ કર્યા હતા. પશુપાલકોએ ગૌચર જમીન પાછી આપો અને આ જમીનથી થોડે દુર કંપનીને જમીન આપોનાં નારા લગાવ્‍યા હતા.

ચરખા તાલુકા પંચાયતના સભ્‍ય દિલીપભાઈ ખાચર ઘ્‍વારા જણાવ્‍યું હતું કે, છેલ્‍લા કેટલાંક મહિનાઓથી ચરખા ગામના પશુપાલકો સરકારી કચેરીઓમાં આ જમીન મો ધકકા ખાઈ રહૃાા છે. તો વધુમાં જણાવ્‍યું હતું કે, ગુજરાતની ભાજપ સરકાર ગૌમાતા બચાવો તેવા ગુણગાન ગાય રહી છે.

ત્‍યારે ચરખાના પશુપાલક ગોકળભાઈએ જણાવ્‍યું હતું કે, જમીન જે કલેકટર ઘ્‍વારા જેટકો કંપનીને ફાળવવામાં આવી છે. ત્‍યાં એક નાકનકડું તળાવ આવેલું છે ત્‍યાં મોટી સંખ્‍યામાં માલઢોર પાણી પણ પવી છે અને આ જમીનમાં મોટી સંખ્‍યામાં માલઢોરને ઘાસચારો પણ મળી રહે છે. ત્‍યારે વધુમાં જણાવ્‍યું હતું કે, અમને આ જમીન પરત નહીં કરે તો આગામી દિવસોમાં મોટી સંખ્‍યામાં પશુપાલકો પોતાનામાલઢોર લઈને ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્‍ચારી હતી.

જયારે જેટકો કંપનીના મેનેજર પ્રણવ પટેલ ઘ્‍વારા જણાવવામાં આવ્‍યું હતું કે, અમોને આ જમીન પાવર હાઉસ બનાવવા માટે કલેકટર ઘ્‍વારા ફાળવવામાં આવેલ છે. ચરખા ગામમાં ર થી 3 હજાર જેટલા માલઢોર રાખવામાં આવે છે તે તમામને હાલ જે કંપની પાવર હાઉસ બનાવી રહી છે ત્‍યાં ચરાવવામાં આવી રહૃાા હતા તેમજ ત્‍યાં તળાવમાં પાણી પણ પીવાનું આવતું હતું. હાલ તો ત્‍યાં મોટી સંખ્‍યામાં પોલીસ બોલાવી લેવામાં આવી છે અને ત્‍યાંથી પશુપાલકોને નાછુટકે પાછું આવવું પડયું હતું.


સાવરકુંડલા ખાતે પીર સૈયદ દાદાબાપુનાં નવાસા પીર સૈયદ અતિકબાપુનો ઉર્ષ શરીફ શાનો શૌકતથીઉજવાયો

               સાવરકુંડલા ખાતે પીર સૈયદ દાદબાપુ કાદરીના નવાસા પીર સૈયદ કાદરી અતિકબાપુનો ઉર્ષ શરીફ ધણી અકીદત સાથે શાનો શોકતથી ઉજવણી કરવામાં આવી હતી. સાવરકુંડલા ખાતે પીર સૈયદ અલ્‍હાજ દાદાબાપુ કાદરીના પ્‍યારા નવાસા પીર સૈયદ અતિકબાપુ કાદરીનો ઉર્ષ શરીફ ઘણી શાનો શોકતથી ઉજવવામાં આવેલ હતો. અતિકબાપુની મજાર શરીફ નવા કબ્રસ્‍તાનમાં સવારે 9 થી 1ર દરમિયાન કુરાન ખ્‍વાની દરૂદ ખ્‍વાનીનો શાનદાર પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો. અને બપોરે આમ નિયાઝનો પ્રોગ્રામ રાખેલ હતો. આ ઉર્ષ શરીફમાં સાદાતે કિરામ ઉલ્‍માએ કિરામ હાજી સાહેબો નમાઝી ભાઈઓ અને કાદરી પરિવારને ચાહવા વાળા મોટી સંખ્‍યામાં હાજરી આપી સવાબે દારીન હાંસીલ કરેલ.


મહારાષ્‍ટ્ર ટુરિઝમ દ્વારા યોજાયેલ ચેતક ફેસ્‍ટિવલમાં ‘કનૈયા’એ અનેરી સિદ્ધિ હાંસલ કરી

સારંગપુરની બી.એ.પી.એસ. યજ્ઞપુરૂષ ગૌશાળાનો ઘોડોભારતમાં પ્રથમ

અમરેલી, તા.7

વિશ્‍વ વિખ્‍યાત તીર્થધામ સારંગપુરના બી.એ.પી.એસ. સ્‍વામિનારાયણ મંદિર ખાતે આવેલ શ્રી યજ્ઞપુરૂષ ગૌશાળા પશુઓની ઉતમ ઓલાદો માટે ખુબ પ્રસિદ્ધિ છે. ભારત અને ગુજરાતના વિશિષ્‍ટ ક્ષમતાવાન પશુઓની અહીં વૈજ્ઞાનિક ઢબે માવજત કરવામાં આવે છે. તાજેતરમાં આ ગૌ-શાળાના પશુઓમાં ભભકનૈયાભ નામના ઘોડાએ ભારતમાં પ્રથમ ક્રમાંક હાંસલ કરી ગૌ-શાળાની સિદ્ધિઓમાં યશકલગી ઉમેરી છે.

મહારાષ્‍ટ્રમાં નંદુરબાર જિલ્‍લાના સારંગખેડા ગામના તાપી નદીના કિનારે છેલ્‍લા 300 વર્ષથી ચેતક ફેસ્‍ટિવલનું અયોજન થાય છે. જેમાં હવે તો મહારાષ્‍ટ્ર ટુરિઝમન સંયોજનથી ખુબ વિરાટ પાયા પર આ પ્રતિયોગિતા યોજાય છે. જેમાં સાંસ્‍કૃતિક કાર્યક્રમો, વિવિધ રમતો સ્‍પર્ધાઓની વચ્‍ચે ઘોડાઓની સ્‍પર્ધા મુખ્‍ય હોય છે. આ વર્ષ તા.1ર ડિસેમ્‍બર થી 8 જાન્‍યુઆરી સુધી ચાલનાર આ મહોત્‍સવમાં ભારતભરના ઘોડાઓ સ્‍પર્ધામાં ભાગ લેવા પધાર્યા હતા. કશ્‍મીરથી લઈ કન્‍યાકુમારી સુધીના વિવિધ પ્રદેશોમાંથી આવેલા અનેક જાતવાન ઘોડાઓની આ સ્‍પર્ધા બધાનું આકર્ષણનું કેન્‍દ્ર હતી. જેમાં ડાન્‍સ શો, રેસ, બગી રાઈડ, શ્રેષ્ઠ ઓલાદ વગેરે માઘ્‍યમો દ્વારા ઘોડાની શ્રેષ્ઠતા પુરવાર કરવાની હતી. જેમાં સારંગપુરની યજ્ઞપુરૂષ ગૌ-શાળાનો “કનૈયો” શુદ્વ કાઠિયાવાડી બ્રીડ માટેસમગ્ર ભારતમાં પ્રથમ ક્રમાંકે વિજયી થયો હતો. ઉલ્‍લેખનીય છે કે આ ગૌ-શાળાના પાડા, ભૈંસ વગેરે અનેક પશુઓએ અગાઉ પણ અનેક રાષ્‍ટ્રીય ખિતાબો પ્રાપ્‍ત કરેલા છે.

ઉલ્‍લેખનીય છે કે બી.એ.પી.એસ.ની આ ગૌ-શાળામાં ભારતભરના ઉત્તમ પ્રજાતિઓના પશુઓની માવજત કરવામાં આવે છે. પ.પૂ. પ્રમુખસ્‍વામી મહારાજની પ્રેરણાથી આરંભ થયેલ આ ગૌ-શાળામાં પશુઓની દેખરેખ વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવે છે. ગૌ-શાળાની સ્‍વચ્‍છતા અને આરોગ્‍ય સંભાળ સમગ્ર ગુજરાત માટે પ્રેરણાદાયી છે. આજે પ.પૂ. મહંતસ્‍વમી મહારાજ પણ પશુઓની સાર સંભાળ માટે પુરતો રસ લઈ રહયા છે. ગૌશાળા વાતાવરણ પૂર્ણ આઘ્‍યાત્‍મિક છે. અખંડ ભજન સાંભળતા આ પશુઓ વૈદિક રાષ્‍ટ્રની યાદ અપાવે છે.


અવસાન નોંધ

અવસાન નોંધ

સાવરકુંડલા : સોરઠીયા ઘાંચી મરણ સાવરકુંડલા મીઠાણી મહમદભાઈ સીદીભાઈ (ઉ.વ.9ર) તે મર્હુમ સતારભાઈ તથા આદમભાઈ તથા હુસેનભાઈ તથા અબ્‍દુલભાઈના પિતાજી થાય. મર્હુમની જીયારત તા.9/1ના રોજ સવારે 10 થી 11 કલાકે મસ્‍જિદે ઉસ્‍માને ઉંમરમાં રાખેલ છે. ઔરતોની જીયારત ઝીંજુડા ગેઈટ, ખાટકી વાડ, સાવરકુંડલા તેમની તેમના ઘરે રાખેલ છે.

ચલાલા : મર્હુમ રજબઅલી અમીજીભાઈ હથિયારીના બૈરો કુબરાબેન તે નસીમબેન ગોડીટ બગસરા હુસેનીભાઈ તથા તાહેરીભાઈના માં તથા શબ્‍બીરભાઈ (વંથલી) રસુલભાઈ (રાજકોટ), સેફુદીનભાઈ (વિસાવદર)ના બહેન તા.6/1ના રોજ વફાત થયેલ છે. જેના જીયારતના સીપારા તા.8/1ને મંગળવારના રોજ 11:30 કલાકે ચલાલા મુકામે મસ્‍જિદે મોહંમ્‍મદીમાં રાખેલ છે.

બગસરા : હામાપુર નિવાસી સ્‍વ. વિરજીભાઈ જીવરાજભાઈ મારૂનાં માતુશ્રી નંદુબેન (ઉ.વ. 9ર) તે સંજયભાઈ, વિજયભાઈનાં મોટાબા તથા ડો. બાબુભાઈમારૂનાં કાકીનું તા.6નાં અવસાન થયેલ છે.


અમરેલીમાં લેઉવા પટેલ જીવનસાથી મહિલા સમિતિ દ્વારા મહિલા અંધશાળામાં ત્રિવિધ ઉજવણી  

અમરેલીના ભીખુભાઈ એન. કાબરીયાની દીકરી અંજલીના જન્‍મદિવસ નિમિતે અનોખી રીતે ઉજવણી કરી મણિનગરમાં મહિલા અંધશાળાની દીકરીઓને ગીત સંગીત અને સાથે અલ્‍પાહાર કરાવ્‍યો તેમજ તે ટ્રસ્‍ટના મુખ્‍ય દાતા રેખાબેન અને લેઉવા પટેલ જીવનસાથી મહિલા સમિતિ અમરેલીની બહેનોએ              બાળાઓને જરૂરી વસ્‍તુ ભેટ આપેલ. 3 વર્ષથી 14 વર્ષની બહેનોનો ભીતરી ઉજાસ ઉલ્‍લ્‍લાસ ઉપહાર ધન્‍યો રહયો. આ કાર્યક્રમમાં ચતુરભાઈ ખુંટ, દયાબેન ગોંડલીયા, પ્રવિણાબેન કાબરીયા, ભાવનાબેન ખુંટ, ચંદ્રિકાબેન પદમાણી, ડો. ભારતીબેન બોરડ, સુમિતાબેન વસોયા, કોકીલાબેન ગોંડલીયા, ભારતીબેન  ગઢીયા, હંસાબેન, સંગીતાબેન સોરઠીયા, હંસાબેન કાકડીયા, દિવ્‍યાબેન સોજીત્રા, ધર્મિષ્ઠાબેન, સ્‍નેહલબેન, ઉર્મિલાબેને હાજરી આપેલ. તેમજ ભારતીબેને બાળાઓને વાર્તાલાપ કરાવેલ.


નેશનલ હાઈ-વેને ઈ-રોડ ન અપાતા રાજુલાનાં પ્રાંત અધિકારીને રોષભેર આવેદનપત્ર પાઠવતા કાગવદરનાં ગામજનો

કોન્‍ટ્રાકટર ખોટી ફરિયાદ કરતા હોવાનો આક્ષેપ

અમરેલી, તા.7

જાફરાબાદનાં કાગવદર ગામનાં આગેવાનો અને ખેડૂતોને નેશનલ હાઈ-વેનાં કોન્‍ટ્રાકટર ખોટીફરિયાદ કરીને પરેશાન કરતા હોય ગામજનોએ સરપંચની આગેવાનીમાં રાજુલાના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્‍યું હતું. અને નેશનલ હાઈ-વેમાં ઈ-રોડની વ્‍યવસ્‍થા કરવાની માંગ કરી હતી.


સાવરકુંડલામાં ગરીબ કલ્‍યાણ મેળા અંતર્ગત પ્રેશર કુકરનું વિતરણ

               રાજય સરકાર દ્વારા આગામી તા.8/1ના રોજ અમરેલી ખાતે જિલ્‍લા કક્ષાનાો ગરીબ કલ્‍યાણ મેળાનું આયોજન મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવશે તે અંતર્ગત મામલતદાર કચેરી સાવરકુંડલા ખાતે 64ર પ્રેશર કુકર વિતરણ અંત્‍યોદય રેશન કાર્ડ ધારકોને આપવામાં આવ્‍યા. જેમાં શહેર ભાજપ પ્રમુખ મયુરભાઈ ઠાકર, તાલુકા ભાજપ પ્રમુખ પુનાભાઈ ગજેરા, મામલતદાર એમ.વી. પરમાર, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હેમાંગ ગઢીયા, જિલ્‍લા યુવા ભાજપ ઉપપ્રમુખ રામદેવસિંહ ગોહીલ, માર્કેટીંગ યાર્ડ ડિરેકટર કિશોરભાઈ બુહા, શહેર યુવા ભાજપ મહામંત્રી અનિરૂઘ્‍ધસિંહ રાઠોડ, નગરપાલિકા સદસ્‍ય જગદીશભાઈ ઠાકોર, કમલેશભાઈ મૈસુરીયા, યુવા ભાજપ ઉપપ્રમુખ ધર્મેશભાઈ જોષી, મંત્રી મયુરભાઈ રબારી, જતીન મૈસુરીયા, જિલ્‍લા મહિલા મોરચા કારોબારી મંજુલાબેન ચિત્રોડા, જયોત્‍સનાબેન વગેરે કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહયા હતા.


08-01-2019