Main Menu

Sunday, January 6th, 2019

 

માર્ગ-મકાન વિભાગ દ્વારા જીયુડીસી વિભાગ રાજકોટનેરૂપિયા 1.6ર કરોડની નોટીસ પાઠવવામાં આવી

લ્‍યો બોલો : અમરેલી શહેરમાંથી પસાર થતાં સ્‍ટેટ હાઈ-વેને જીયુડીસી વિભાગે મંજુરી વગર તોડી નાખ્‍યો

શહેરીજનો બાદ હવે સરકારી વિભાગો પણ ભુગર્ભ ગટરથી પરેશાન

અમરેલી, તા. પ

અમરેલીના રોડ-રસ્‍તાઓ પરભુગર્ભ ગટરની આડેધડ કામગીરીથી સ્‍થાનિકોમાં રોષ છે. તો માર્ગ-મકાન વિભાગની પરવાનગી વિના જીયુડીસીએ કરેલ એક રોડના ખોદકામને કારણે માર્ગ-મકાન વિભાગે 1 કરોડ 6ર લાખની નોટીસ ફટકારતાં તંત્ર સામે તંત્ર સામું પડયું છે.

અમરેલી શહેરમાં જીયુડીસી તંત્ર ઘ્‍વારા ભુગર્ભ ગટરની કામગીરી આડેધડ થઈ રહી છે. અમરેલીના અનેક રસ્‍તાઓ ખોદીને રસ્‍તાઓના હાલ બેહાલ કરી નાખ્‍યા છે. ત્‍યારે અમરેલી નગરપાલિકા વિસ્‍તારનો પાણી દરવાજાથી લઈને સાવરકુંડલા સુધીનો માર્ગ જીયુડીસીએ માર્ગ એન્‍ડ મકાન વિભાગની પરવાનગી વિના તોડી નાખતા આ રોડ પેટે માર્ગ એન્‍ડ મકાન વિભાગે 1 કરોડ 6ર લાખ 37 હજાર ત્‍વરીત ભરવાની નોટીસ રાજકોટ જીયુડીસી તંત્રને પાઠવી દીધી છે. આડેધડ થતાં ભુગર્ભ ગટરના ખોદકામથી સ્‍થાનિક વેપારીઓ પણ અકળાઈ ગયા છે.

સ્‍થાનિક નગરજનો પણ છેલ્‍લા ઘણા સમયથી આ ભુગર્ભ ગટરની કામગીરીથી હાલાકી ભોગવી રહૃાા છે. ત્‍યારે અમરેલી માર્ગ-મકાન વિભાગ પણ પ્રથમવાર ભુગર્ભ ગટરની કામગીરી કરતા જીયુડીસી વિભાગ રાજકોટને પાણી દરવાજાથી સાવરકુંડલા માર્ગ વગર મંજૂરીએ તોડી નખાતા 1 કરોડ 6ર લાખની નોટીસ ફટકારીને કડકાઈનો પરિચય જીયુડીસીને કરાવ્‍યો છે.


કુલ 364 બસમાંથી રર0 બસ લોકરક્ષકદળની પરીક્ષા માટે ફાળવી દેવાતા અમરેલી જિલ્‍લાનાં ગરીબ મુસાફરોમાં રોષનો માહોલ

રાજય સરકાર એસ.ટી. બસનો મનઘડત ઉપયોગ કરતી હોય અન્‍ય મુસાફરોમાં રોષ

સરકાર ઘ્‍વારા કોઈનાં કોઈ બ્‍હાના તળે એસ.ટી.નો ઉપયોગ થતો હોય ગરીબ મુસાફરોમાં નારાજગી

અમરેલી, તા. પ

અમરેલી જીલ્‍લાનાં સાત એસ.ટી. ડેપોની કુલ 364 બસોમાંથી રર0 બસો લોકરક્ષકદળનાં પરીક્ષાર્થીઓમાં ફાળવી દેવામાં આવતાં તમામ બસ સ્‍ટેશનોમાં મુસાફરો રજળી પડેલ હતા. સરકાર ર્ેારા ફકત એસ.ટી. તંત્રને જ નિશાન બનાવી રેગ્‍યુલર રૂટની એસ.ટી.બસો ફાળવી દેતાં ખાનગીવાહનોમાં મુસાફરો ખુલ્‍લેઆમ લુંટાયા હતા.

પ્રાપ્‍ત વિગત મુજબ સરકારનાં આદેશ મુજબ અમરેલી એસ.ટી. ડિવિઝનમાં આવતાં સાત એસ.ટી. ડેપોની કુલ 364 બસોમાંથી ગઈકાલે કાલે યોજાયેલ એલઆરડી પરીક્ષાનાં ઉમેદવારો માટે રર0 બસો ફાળવી દેવામાં આવેલ હોવાનું ડી.સી. ચત્રોલાએ જણાવેલ હતું. લોકલ બસનાં રૂટો કેન્‍સલ કરી પરીક્ષાર્થીઓને મુશ્‍કેલી ન પડે તે માટે વધુમાં વધુ બસો ફાળવી દેવામાં આવેલ હતી. જયારે એકસપ્રેસ રૂટોની બસો રેગ્‍યુલર ચાલુ રાખવામાં આવેલ હતી. આ ઉપરાંત પરીક્ષાર્થીઓને મુશ્‍કેલી ન પડે તે માટે 18 જેટલી ખાનગી બસો પણ સ્‍ટેન્‍ડ ટુ રાખવામાં આવેલહતી.

અમરેલી એસ.ટી. ડિવિઝનમાં આવતાં સાત ડેપોની 364 બસોમાંથી 130 જેટલા એકસપ્રેસ રૂટ છે. જે ચાલુ રાખવામાં આવેલ હતા. સરકારનાં પરીપત્ર મુજબ અમરેલી ડી.સી. ર્ેારા પરીક્ષાર્થીઓને મુશ્‍કેલી ન પડે તે માટે વધુમાં વધુ બસો ફાળવી દેવામાં આવતા જીલ્‍લાનાં તમામ એસ.ટી. ડેપોમાં અન્‍ય મુસાફરો ભારે મુશ્‍કેલીમાં સપડાયા હતા. જયારે સરકાર ર્ેારા એસ.ટી. બસનાં બદલે ખાનગી બસો-વાહનોને પણ જોડી મુશ્‍કેલી હળવી કરવા મુસાફરોમાં માંગણી ઉઠેલ હતી.

અમરેલી એસ.ટી. ડેપોની કુલ 10ર બસોમાંથી 66 બસો ફાળવી દેવામાં આવતા મુસાફરોમાં અફડા-તફડીનો માહોલ સર્જાયેલ હતો. આજે ખાનગી વાહન ચાલકોમાં  દિવાળી જેવો હરખનો માહોલ છવાયેલ હતો.

બે દિવસ સુધી ફાળવાયેલ બસોનાં કારણે મુસાફરો ભારે મુશ્‍કેલીમાં સપડાયેલ હતા.


વંડાનાં તત્‍કાલીન પીએસઆઈનો હત્‍યા કેસમાં નિર્દોષ છુટકારો

જાણીતા એડવોકેટ ઉદયન ત્રિવેદી અને એડવોકેટ કે.વી.ગઢવીની દલીલો સફળ રહી

વંડાનાં તત્‍કાલીન પીએસઆઈનો હત્‍યા કેસમાં નિર્દોષ છુટકારો

આજથી પોણા ચાર વર્ષ પહેલાં વંડા પોલીસ સ્‍ટેશનની કસ્‍ટડીમાં આરોપીનું મોત થયું હતું

સમગ્ર ઘટનાની તપાસ સીઆઈડી ક્રાઈમ દ્વારા કરવામાં આવી હતી

અમરેલી, તા. પ

દેવાભાઈ ઉર્ફે પાતળીયો કરશનભાઈ ધોળકીયા કે જે વંડા પોલીસ સ્‍ટેશનમાં કસ્‍ટડી દરમ્‍યાન તા. ર4/4/1પનાં રોજ પોલીસ કસ્‍ટડીમાં મરણ ગયેલ. જે તે સમયે વંડા પોલીસ સ્‍ટેશનના પીએસઆઈ તરીકે એસ.બી. આચાર્ય ફરજ બજાવતા હતા અને તેની કસ્‍ટડીમાં ઉપરોકત દેવાભાઈ ઉર્ફે પાતળીયો કરશનભાઈ ધોળકીયાનું માર મારવાથી મારની ઈજાને કારણે અવસાન થયેલ તે અંગેની ફરિયાદ તેમના સાળા ઓધાભાઈ બીજલભાઈ પરમારે બનાવના દિવસે પોલીસ સ્‍ટેશનમાં આપેલી. ત્‍યારબાદ તેઓએ તથા તેમના કુટુંબીઓએ ગુજરનારદેવાભાઈની લાશ સ્‍વીકારેલ નહી અને ઉચ્‍ચ તપાસની માંગણી કરેલી. ત્‍યારબાદ આ કામની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપવામાં આવેલી અને સીઆઈડી ક્રાઈમે જે તે સમયના વંડા પોલીસ સ્‍ટેશનના પીએસઆઈ સાગરકુમાર બાબુલાલ આચાર્ય સામે ફરિયાદ નોંધી અને આઈપીસી કલમ 30રની વિગતે ચાર્જશીટ કરેલું. જે અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતા બચાવ પક્ષની દલીલો તથા પુરાવો ઘ્‍યાને લઈ આ કામના આરોપી પીએસઆઈ એસ.બી. આચાર્યને નિર્દોષ છોડવાનો હુકમ એડીશ્‍નલ સેશન્‍સ જજ એન.પી. ચૌધરીએ કરેલ છે.

આ કામે બચાવ પક્ષે જાણીતા એડવોકેટ ઉદયન બી. ત્રિવેદી તથા એડવોકેટ ગઢવીભાઈ રોકાયેલા હતા. તેમની દલીલોને ઘ્‍યાને રાખીને કોર્ટે નિર્દોષ છોડવાનો હુકમ કરેલ છે.


જાફરાબાદનાં પાલિકા પૂર્વ પ્રમુખનાં પુત્રના રહેણાંક મકાનમાં દારૂની મહેફીલ પર પોલીસે દરોડો પાડયો

પોલીસ અધિક્ષકની સુચનાથી સ્‍થાનિક પોલીસનો સપાટો

જાફરાબાદનાં પાલિકા પૂર્વ પ્રમુખનાં પુત્રના રહેણાંક મકાનમાં દારૂની મહેફીલ પર પોલીસે દરોડો પાડયો

અમરેલી, તા. પ

જાફરાબાદ ટાઉન પોલીસ સ્‍ટેશનના પોલીસ ઈન્‍સ્‍પેકટર આર.ટી. ચુનરા તથા મરીન પીપાવાવ પોલીસ સ્‍ટેશનના પોલીસ સબ ઈન્‍સ્‍પેકટર એસ.આર. શર્માઘ્‍વારા જાફરાબાદ મરીન/ટાઉન અને પીપાવાવ પોલીસ સ્‍ટેશન સ્‍ટાફ ઘ્‍વારા સંયુકત રીતે જાફરાબાદ સામાકાંઠા વિસ્‍તારમાં રહેતા માજી નગરપાલિકા પ્રમુખના પુત્ર સુરેશ ભગુભાઈ સોલંકીના રહેણાંક મકાને કેટલાક ઈસમો પરપ્રાંતીય દારૂની મહેફીલ કરતા હોય જયાં રેઈડ કરતા પરપ્રાંતીય ઈંગ્‍લીશ દારૂ, બીયર તથા દારૂની મહેફીલની ચીજ-વસ્‍તુ સાથે કેફી પીણું પીધેલ હાલતમાં 8 ઈસમો પકડાય ગયેલ અને અંધારાનો લાભ લઈ નાસી ગયેલ 4 ઈસમો વિરૂઘ્‍ધ ઈંગ્‍લીશ દારૂની મહેફીલનો ગુન્‍હો રજી. કરેલ છે.

પકડાયેલ આરોપીઓમાં જગદીશભાઈ બાબુભાઈ બારૈયા, કિશોરભાઈ લાખાભાઈ બારૈયા, બાબુભાઈ રાણાભાઈ સોલંકી, તુલસીભાઈ છનાભાઈ સોલંકી, કરશનભાઈ રામજીભાઈ બાંભણીયા, હરેશભાઈ રામભાઈ બારૈયા, વિનોદભાઈ છનાભાઈ બારૈયા તથા લખમણભાઈ શુકરભાઈ બારૈયા રહે. તમામ જાફરાબાદ.

નાસી ગયેલ આરોપીઓમાં સુરેશભાઈ ભગુભાઈ સોલંકી તથા રાકેશભાઈ ભગુભાઈ સોલંકી તથા અન્‍ય બે અજાણ્‍યા ઈસમો રહે. તમામ જાફરાબાદ.

મળી આવેલ મુદામાલમાં ઈંગ્‍લીશ દારૂની રીંગપેક બોટલ નંગ-ર, મહેફીલમાં ઉપયોગ કરેલ અડધી ભરેલ ઈંગ્‍લીશ દારૂની બોટલ નં. 1, બીયરના રીંગ પેક ટીન નંગ 3, ઈંગ્‍લીશ દારૂની ખાલી બોટલ નંગ ર, બીયરના ખાલી ટીન નંગ ર તથા ગ્‍લાસ અને ચવાણું, મોબાઈલ નંગ 10 મળી કુલ દારૂની મહેફીલનોપ્રોહી મુદામાલ કિંમત રૂા. 1પ,100નો સાથે મળી આવેલ.

ઉપરોકત આરોપીઓ વિરૂઘ્‍ધ જાફરાબાદ ટાઉન પોલીસ સ્‍ટેશનમાં ધી પ્રોહી એકટ ક. 66(1) બી, 84, 68, 6પએ, ઈ, 116બી, 81 મુજબ ગુન્‍હો રજી. કરી સદરહું ગુન્‍હાની તપાસ ઈન્‍ચાર્જ જાફરાબાદ મરી પોલીસ સબ ઈન્‍સ્‍પેકટર એસ.આર. શર્મા ચલાવી રહેલ છે અને નાસી ગયેલ આરોપીઓને પકડવા તજવીજ ચાલું છે.


વાંઢ ગામે આવેલ વે-બ્રિજમાંથી રૂા. 90 હજારનાં મુદ્યામાલની ચોરી

અમરેલી, તા. પ

મુળ ઉતરપ્રદેશનાં વતની અને હાલ જાફરાબાદ તાલુકાનાં વાંઢ ગામે આવેલ વે-બ્રિજમાં નોકરી કરતાં ધનંજયશ્રી પશુપતીનાથ ચૌબેએ જાફરાબાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે વાંઢ ગામે આવેલ વે-બ્રિજની ઓફીસનું તાળુ તોડી કોઈ અજાણ્‍યા તસ્‍કરો કોમ્‍પ્‍યુટર, સી.પી.યુ. કિ બોર્ડ, માઉસ વિગેરે મળી રૂા.3પ હજાર તથા ટાવરની મોટી પાંચ લાઈટ કિંમત રૂા.પપ હજાર મળી કુલ રૂા.90 હજારનાં મુદામાલની ચોરી કરી ગયાની જાહેરાત કરી હતી.


હીંડોરણા ગામની ધાતરવડી નદી પાસે તીનપતીનો જુગાર રમતાં 4 ઝડપાયા

અમરેલી, તા. પ,

રાજુલા તાલુકાનાં હીંડોરણા ગામે રહેતાં જેરામભાઈ પુંજાભાઈ કવાડ, મેહુલ ભીખાભાઈ કવાડ, નથુભાઈ ભાણાભાઈ કવાડ તથા મુકેશ વશરામભાઈ કવાડ વિગેરે 4 ઈસમો આજે બપોરે 1.30 વાગ્‍યાનાં સમયે હીંડોરણા ગામ નજીક આવેલ ધાતરવડી નદી પાસે જાહેરમાં પૈસાની હારજીતનો તીનપતીનો જુગાર રમતાં હોય, રાજુલા પોલીસને બાતમી મળતાં દરોડો કરી રોકડ રકમ રૂા.ર130ની મતા સાથે 4ને ઝડપી લીધા હતા.


ખાંભા-તુલસીશ્‍યામ રેન્‍જના સાળવા રેવન્‍યુમાં 4વર્ષના દીપડાનું સિંહ સાથે ઈનફાઈટમાં મોત

ખાંભા,તા.પ

ગઈ કાલે ખાંભા તુલસીશ્‍યામ રેન્‍જના સાળવા રેવન્‍યુ વિસ્‍તારમાં એક દીપકનો મૃતદેહ પડયો હોવાનું વન વિભાગને ખબર પડતાં વન વિભાગ ફોરેસ્‍ટર યાસીન જુનેજા અને મહેશ સૌંદરવા સહીતનો સ્‍ટાફ ઘટના સ્‍થળપર પહોંચી તપાસ હાથ ધરતા જાણવા મળ્‍યું હતું કે રાત્રી દરમિયાન સિંહ સાથે ઈનફાઈટ થઈ હોય અને સિંહે દીપડાને મોતને ઘાટ ઉતારી દીધો હોય અને નર દીપડાની આશરે ઉમર 3 થી 4 વર્ષની હોવાનું વન વિભાગે જણાવ્‍યું હતું બાદ દીપડાનું મૃતદેહનું પી.એમ. ખાંભા રેન્‍જ ઓફીસ ખાતે કરવામાં આવ્‍યું હતું.


ભાક્ષી ગામે ધારેશ્‍વરનાં આધેડને ઠપકો આપવાના મનદુઃખે ધમકી આપી

 

જમીન આપી દે નહીંતર મારી નાંખવાનું કહેતા ફરિયાદ

અમરેલી, તા. પ

રાજુલાનાં ધારેશ્‍વર ગામે રહેતાં અને ખેતીકામ કરતાં ભુપતભાઈ લાખાભાઈ ડોળાસીયા નામનાં પપ વર્ષિય ખેડૂત આધેડને વાવેરા ગામે રહેતાં બાલાભાઈ અરજણભાઈ સાખટ નામનાં ઈસમને ભાક્ષી ગામે આવેલ ભરડીયાની ધૂળ તથા બ્‍લાસ્‍ટીંગ કરતી સમયે કાકરી આ ખેડૂતની જમીનમાં આવતી હોય જેથી ઠપકો આપેલ તે વાતનું મનદુઃખ રાખીઆ ખેડૂતને તારી જમીન મને આપી દે તેમ કહી જાનથી મારી નાંખવા ધમકી આપ્‍યાની ફરિયાદ રાજુલા પોલીસમાં નોંધાઈ છે.


આનંદો : અમરેલી તાલુકાનાં માર્ગો માટે રૂપિયા 1490 લાખ મંજુર થયા

યુવા ધારાસભ્‍ય અને વિપક્ષી નેતા પરેશ ધાનાણીની રજુઆતથી

આનંદો : અમરેલી તાલુકાનાં માર્ગો માટે રૂપિયા 1490 લાખ મંજુર થયા

અમરેલીથી કુંકાવાવ, બાબરા સહિતનાં માર્ગો નવા બનાવાશે

અમરેલી, તા. પ

અમરેલીનાં યુવા ધારાસભ્‍ય અને વિપક્ષી નેતા પરેશ ધાનાણીની રજુઆતથી માર્ગ-મકાન વિભાગ ઘ્‍વારા અમરેલી પંથકનાં માર્ગો બનાવવા માટે રૂપિયા 1490 જેવી રકમ મંજુર કરવામાં આવી છે.

અમરેલી-કુંકાવાવ માર્ગ માટે રૂપિયા 700 લાખ,બાબરા-ચિતલ-અમરેલી માર્ગ માટે રૂપિયા 190 લાખ, અમરેલી-નાના આંકડીયા-ચિતલ રોડ માટે રૂપિયા 300 લાખ, ચિતલ-રાંઢીયા-લુણીધાર માટે રૂપિયા 300 લાખ મંજુર કરવામાં આવતાં ગામજનો અને વાહનચાલકોમાં આનંદની લાગણી ઉભી થઈ છે.


આગ હી આગ : રાધેશ્‍યામ ઈન્‍ડસ્‍ટ્રીઝમાં લાખો રૂપિયાનું નુકશાન

છેલ્‍લા એક વર્ષથી ગુજરાતમાં મગફળી અને આગ વચ્‍ચે દુશ્‍મની વધી

આગ હી આગ : રાધેશ્‍યામ ઈન્‍ડસ્‍ટ્રીઝમાં લાખો રૂપિયાનું નુકશાન

મગફળીની હજારો ગુણી બળીને ખાખ થઈ જતાં લાખો રૂપિયાનું નુકશાન

ફાયર ફાઈટરે ઘટના સ્‍થળે દોડી જઈ મહામુસીબતે આગ પર કાબુ મેળવ્‍યો

અમરેલી, તા. પ

અમરેલીનાં ગાવડકા રોડ નજીક બાયપાસ રોડ ઉપર આવેલ રાધેશ્‍યામ ઈન્‍ડસ્‍ટ્રીઝમાં આજે સવારે કોઈ કારણોસર મગફળી ભરેલ ગોડાઉનમાં આગ લાગતાં અફડાતફડી મચી જવા પામી હતી. આ આગનાં બનાવની જાણ અમરેલી નગરપાલિકાનાં ફાયર ફાઈટરને થતાં ટીમ ઘટના સ્‍થળે દોડી જઈ અને આગને કાબુમાં લીધી હતી. આ મીલનાં વ્‍યવસ્‍થાપકે જણાવ્‍યું હતું કે, અંદાજે પ હજાર ગુણી મગફળી ભરેલા ગોડાઉનમાં આગ લાગી જવા પામી હતી અને લાખો રૂપિયાની નુકશાની થયાનો અંદાજ મુકાય રહૃાો છે. ત્‍યારે આ આગ કેવી રીતે લાગી તે અંગે તથા નુકશાની અંગે તપાસ શરૂ થયાનું પણ જાણવા મળેલ છે.


અવસાન નોંધ

બગસરા :મુંબઈ નિવાસી જયંતિલાલ દેવચંદભાઈ રાયઠઠા           (ઉ.વ. 73) તે રમેશભાઈ (સોનલ ઓટો બગસરા)નાં મોટાભાઈનું તા.31 નાં અવસાન થયેલ છે. સદગતની સાદડી તા.7 સોમવાર સાંજનાં 4 થી 6 લોહાણા મહાજન વાડી, અમરેલી રોડ, બગસરા ખાતે રાખેલ છે.

અમરેલી : મુળ ગીગાસણનાં વતની અને હાલ મુંબઈ ખાતે રહેતાં કોકીલાબેન કાંતિલાલ ભટ્ટ (ઉ.વ. પ9) તે જનકભાઈ (નિવૃત એસ.ટી. કંડકટર), ભાસ્‍કરભાઈ (ચિતલ તાલુકા શાળા) તથા કિશોરભાઈ ભટ્ટ (હેડ પોસ્‍ટ ઓફીસ અમરેલી)નાં કાકીનું તા.3નાં રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.7/1 સોમવારનાં રોજ સાંજે 4 થી 6 સુધી ગુરુદત મંદિર હોલ, ચિતલ રોડ, અમરેલી ખાતેરાખેલ છે.


ભાજપની ખાટલા પરિષનો પ્રારંભ

લોકસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ તેમ ધીમેધીમે રાજકીય ગરમાવો વધી રહૃાો છે. સંગઠન, પ્રચાર અને પ્રસારમાં હંમેશા હરીફ કોંગ્રેસને પછડાટ આપનાર ભાજપ ઘ્‍વારા ખાટલા પરિષદનો નવતર પ્રયોગ શરૂ કરાયો છે. ખાંભાનાં ભુંડણી ગામે જિલ્‍લા ભાજપનાં મહામંત્રી રવુભાઈ ખુમાણની આગેવાનીમાં ખાટલા પરિષદ યોજાઈ હતી. આ તકે યુવા ભાજપનાં જીવનસિંહભાઈ કોટીલા પણ ઉપસ્‍થિત રહૃાા હતા.


સાવરકુંડલા જૈન વિદ્યાર્થી ગૃહમાં યોગશીબીર અને યોગસ્‍પર્ધા યોજાઈ

સાવરકુંડલામાં 7ર વર્ષથી જૈન વિદ્યાર્થીઓ માટેનું છાત્રાલય આવેલું છે. આ જૈન વિદ્યાર્થી ગૃહમાં ગત તા.18/1ર /18 થી ર8/1ર/18 સુધી યોગશીબીરનું આયોજન કરવામાં આવેલ. આ શીબીરવ્‍યાયામ શિક્ષક જયસુખભાઈ કાનાણીનાં માર્ગદર્શન હેઠળ સવારમાં પ થી 6 દરમ્‍યાન પ્રાર્થના ખંડમાં ગોઠવવામાં આવેલ. જેમાં કુલ 33 વિદ્યાર્થીઓએ યોગાસનો અને પ્રાણાયામની તાલીમ લીધી હતી. યોગ શીબીરનાં સમાપન બાદ તા.30/1ર/18 રવિવારનાં રોજ યોગસ્‍પર્ધા ગોઠવવામાં આવેલ. બે વિભાગમાં યોજાયેલ આ સ્‍પર્ધામાં સિનીયર વિભાગમાં પ્રથમ માલદે દીપ એ. ર્ેિતીય શાહ ચિરાગ સી. અને તૃતીય સ્‍થાને શાહ ચિંતન સી. આવેલ. જયારે જૂનીયર વિભાગાં પ્રથમ શાહ હિતેન વી. ર્ેિતીય મહેતા પાર્થ એમ. અને તૃતીય સ્‍થાને દસાડીયા દેવાંશ એન. આવેલ. આ તમામ સ્‍પર્ધકને સંસ્‍થા ર્ેારા પ્રમાણપત્ર તેમજ ઈનામ આપી પ્રોત્‍સાહિત કરેલ. આ પ્રસંગે સંસ્‍થાનાં ઉપપ્રમુખ નિલેષભાઈ ગાંધી તેમજ પંકજભાઈ સંઘવી ઉપસ્‍થિત રહેલ તેમજ નિર્ણાયક તરીકે બીપીનભાઈ રાઠોડ ત્‍થા ચેતનભાઈ ગુજરીયાએ સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જયસુખભાઈ કાનાણી ર્ેારા કરવામાં આવેલ. તેમજ કાર્યક્રમને સફળ બનાવવાં ગૃહપતિ જીતુભાઈ બારોટ અને રમેશભાઈ જીકાદરા ર્ેારા સારી જહેમત ઉઠાવવામાં આવેલ. વિદ્યાર્થીની આ યોગસ્‍પર્ધામાં સ્‍થાન પ્રાપ્‍ત કરેલ તમામને સંસ્‍થાનું સમગ્ર ટ્રસ્‍ટી મંડળે ખુબ ખુબ અભિનંદન પાઠવ્‍યા.


સા.કુંડલામાં વિનામૂલ્‍યે યોજાતાં નેત્ર કેમ્‍પનો આંક ર7પ પાર થયો

શાસ્‍ત્રી જ્ઞાનપ્રસાદદાસજીનાં સંકલ્‍પનાં આધારે

સા.કુંડલામાં વિનામૂલ્‍યે યોજાતાં નેત્ર કેમ્‍પનો આંક ર7પ પાર થયો

1પ વર્ષથી સતત કેમ્‍પ યોજાઈ રહૃાા છે

સાવરકુંડલા, તા. પ

ચંદનની જેમ પોતાનું સમગ્ર જીવન જેમણે સમાજનાં ઉત્‍થાન માટે ઘસી નાખ્‍યું છે એવા શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુળ સાવરકુંડલાના પાયા સમાન પ.પૂ. શાસ્‍ત્રી સ્‍વામી શ્રી જ્ઞાનપ્રસાદ દાસજીના સંકલ્‍પના આધારે આજથી 1પ વર્ષ પહેલા શરૂ થયેલા વિના મૂલ્‍યે નેત્ર કેમ્‍પને આજે ર7પના આંકડાને પણ પાર થઈ ગયો છે. અત્‍યાર સુધીમાં ઘણાં ગરીબ લોકોને દ્રષ્‍ટિ આપી શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુળ-સાવરકુંડલાએ સમાજની દ્રષ્‍ટિમાં ખુબજ ઉંચું સ્‍થાન પ્રાપ્‍ત કર્યુ છે. અંગ્રેજીવર્ષની શરૂઆતના પ્રથમ મહિનાનાં પ્રથમ શુક્રવારને તા.4-01-ર019ને શુક્રવારનાં રોજ સાવરકુંડલા ગામે ર7પ માં નેત્રકેમ્‍પનું દિપ પ્રાગટય દાતા પરિવારના નરેન્‍દ્રકુમાર પોપટલાલ મહેતા તથા પુત્ર સમીરકુમાર તથા પુત્રી જલ્‍પાબેન દ્રશ્‍યમાન થઈ રહૃાા છે. આ કેમ્‍પમાં 30 દર્દીઓને વિનામૂલ્‍ય મોતીયાનાં ઓપરેશન કરી મણી બેસાડવામાં આવ્‍યા જયારે કુલ ર13 દર્દીઓને તપાસ્‍યા હતા જયારે ર0પ દર્દીઓને આંખના ટીપા-ટયુબ અનેપ7 દર્દીઓને બેતાળાના ચશ્‍મા આપવામાં આવ્‍યા હતા. કેમ્‍પના મુખ્‍ય દાતા નરેન્‍દ્રકુમાર પોપટલાલ મહેતા (મહેતા બ્રધર્સ) અમદાવાદ તરફથી આર્થિક સહયોગ મળ્‍યો હતો. કેમ્‍પને સફળ બનાવવામાં ઘનશ્‍યામભાઈ કનકોટીયાએ જહેમત ઉપાડી હતી.


દહીંથરાની મહાવીર સ્‍વામી જૈન પાંજરાપોળમાં ગૌ-ભક્‍તતોની બેઠક યોજાઈ

               દહીંથરા અલખધણી ગૌ-સેવા ગોવિંદભકત ટ્રસ્‍ટ સંચાલિત ભગવાન શ્રી મહાવીર સ્‍વામી જૈન પાંજરાપોળ ખાતે પચાસથી વધુ ગ્રામ્‍ય વિસ્‍તારોના સ્‍વંયમ સેવકોની મીટીંગ મળી હતી જેમાં તાલુકાના શહેરી અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાંથી ખુબ મોટી સંખ્‍યામાં ગૌ-સેવકો એકત્રિત થયા હતા. મકરસંક્રાંતિ નિમિતે અબોલ જીવો માટે નિરણ ગોળ-ખોળ પક્ષીઓની ચણ સહિતના દ્રવ્‍ય માટે યાચીકા કરી મુક જીવો માટે પરમાર્થ કરતા સ્‍વંયમ સેવકોના સંકલનનીમીટીંગ મળી હતી. જેમાં ઘનશ્‍યામભાઈ વિરાણી, લાઠી તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવીયા, યોગેશભાઈ ગોલેતર,સોમજીભાઈ ઢોલરીયા, જીતુભાઈ વિરાણી સહિતના દાતાઓનું સંસ્‍થાના પ્રમુખ માધવજીભાઈ સુતરિયા, હરજીભાઈ નારોલા, રાકેશભાઈ સુતરિયા સહિતના અગ્રણીઓ દ્વારા ગાયનું સ્‍મૃતિ ચિન્‍હ આપી વિશિષ્‍ટ બહુમાન કરાયું હતું. અને મકરસંક્રાતીની જોળી અંગે સંકલન અંગે વિસ્‍તૃત માર્ગદર્શન અપાયું હતું.


સાવરકુંલાનાં 108 એમ્‍બ્‍યુલન્‍સ સ્‍ટાફનું સન્‍માન કરવામાં આવ્‍યું

સાવરકુંડલા,તા.પ

અમરેલી ખાતે કલેકટરના અઘ્‍યક્ષ સ્‍થાને યોજાયેલ એવોર્ડ વિતરણમાં અમરેલી, બોટાદ અને ભાવનગર જિલ્‍લાના 108 એમ્‍બ્‍યુલન્‍સ, ખિલખિલાટ, 196ર સેવા, તથા મહિલા અભયમ 181ના કર્મચારીઓ હાજર રભ હતા. આ કાર્યક્રમમાં ત્રણેય જિલ્‍લાના પોગ્રામ મેનેજર જયેશ કરેણા તથા અમરેલી ઈ.એમ.ઈ. સંજય ધોલાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. જેમાં સાવરકુંડલા 108 એમ્‍બ્‍યુલન્‍સના કર્મચારી ઈ.એમ.ટી. જગદીશ સોલંકી, પાયલોટ મેહુલ પી.શુકલનું સન્‍માન અમરેલી સિ.કયુ.એચ.ઓ. જયેશ પટેલ સાહેબના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું.


06-01-2019