Main Menu

Saturday, January 5th, 2019

 

અરે વાહ : દરિયાકાંઠાના શિયાળબેટ ગામને આઝાદી બાદ સૌ પ્રથમ સ્‍થાનિકકક્ષાએ રેશનીંગ જથ્‍થો મળશે

ગામજનોને દરિયાઈ માર્ગે જાફરાબાદ જવામાંથી છુટકારો થયો

અરે વાહ : દરિયાકાંઠાના શિયાળબેટ ગામને આઝાદી બાદ સૌ પ્રથમ સ્‍થાનિકકક્ષાએ રેશનીંગ જથ્‍થો મળશે

પુર્વ ધારાસભ્‍ય બાવકુભાઈ ઉંંઘાડની કામગીરીથી ગામજનો ખુશ

અમરેલી, તા.4

થોડા સમય પહેલા બાવકુભાઈ ઉંઘાડ શિયાળ બેટની મુલાકાતે ગયેલ ત્‍યારે ત્‍યાના સરપંચ અને ભાજપન અગ્રણી જીવનભાઈ બારૈયા, હમીરભાઈ શિયાળ, રમેશભાઈ વાઘેલા, આ બધા આગેવાનો તેમજ શિયાળબેટના તમામ ગ્રામજનોએ બાવકુભાઈને રજુઆત કરી કે અમારા ગામને રેશનિંગનો જથ્‍થો લેવા માટે જાફરાબાદ લેવા જવું પડે છે. જેમાં અમારે ભરોભર મુશ્‍કેલીઓનો સામનો કરવો પડે છે કે અમારૂં ગામ માછીમારી તથા મજુરી કામ સથે જોડાયેલ છે જેથી તમામ લોકો દિવસે મજુરી કામમાં લાગેલા હોય છે. જેથી અમારે રેશનીંગનો જથ્‍થો લેવામાં સમય અને જાફરાબાદ આવવા જવાનો ખર્ચ પણ અમને પરવડતો નથી તો અમારા ગામની તમામ પાસે એક માંગણી છે કે અમારા ગામમાં રેશનિંગની દુકાન ખોલાવી આપો તો સારૂ,

આ બધી રજુઆત બાવકુભાઈએ ગંભીરતાથી સાંભળી તુરંત જ અબાબત ગાંધીનગર પુરવઠા મંત્રી તથા પુરવઠા સચિન અને નિયામકને લેખિત જાણ કરી માત્ર 4પ દિવસમાં જ સરકારમાંથી મંજુરીના ભાગરૂપે અત્‍યાર સુધીમાં ગુજરાતના કોઈ ટાપુ ઉપર પુરવઠો દરિયાય માર્ગ પહોંચાડી શકાય તેવી કોઈ વ્‍યવસ્‍થ ન હતી પરંતુ આ કેશમાં સ્‍પેશ્‍યિલ મંજુરી લાવી અમરેલી જિલ્‍લા પુરવઠા વિભાગને ગાંધીનગરથી સચિવ અને નિયામકએ જરૂરી સૂચના અપી દરિયાઈ માર્ગેથી શિયાળ બેટને તેમના ગામમાં જ રેશનિંગનો જથ્‍થો મળી રહે તે માટે તાત્‍કાલિક કામગીરીના ભાગરૂપે ઓર્ડર કરવામાં બાવકુભાઈ ઉંઘાડને સફળતા મળી છે.


કુતરાઓનો ત્રાસ દુર કરવામાં નિષ્‍ફળ તંત્ર સારવારમાં પણ બેદરકાર : અમરેલીની સિવિલ હોસ્‍પિટલમાં હડકવા વિરોધી રસી ખલાસ

કુતરાઓનો ત્રાસ દુર કરવામાં નિષ્‍ફળ તંત્ર સારવારમાં પણ બેદરકાર

અમરેલીની સિવિલ હોસ્‍પિટલમાં હડકવા વિરોધી રસી ખલાસ

જિલ્‍લાકક્ષાની સૌથી મોટી હોસ્‍પિટલમાં છેલ્‍લા ર0-ર0 દિવસથી રસીનો જથ્‍થો ખાલી

ખાનગી ટ્રસ્‍ટને હોસ્‍પિટલનું સંચાલન અધુરૂ સોંપાતા દરેક બાબતોમાં વિવાદ

અમરેલી, તા. 4

અમરેલીનાં પનોતા પુત્ર અને રાજયનાં પ્રથમ મુખ્‍યમંત્રી સ્‍વ. ડો. જીવરાજ મહેતાનાં સ્‍વપ્‍નસમી જિલ્‍લાની સૌથી મોટી સિવિલ હોસ્‍પિટલમાં છેલ્‍લા ર0-ર0 દિવસથી હડકવા વિરોધી રસીનો જથ્‍થો ખલાસ થઈ ગયો છતાં પણ આરોગ્‍ય અધિકારી બેઠા-બેઠા તમાશો જોયા કરે છે.

અમરેલીની સિવિલ હોસ્‍પિટલનું સંચાલન ખાનગી ટ્રસ્‍ટને સોંપી દેવામાં આવ્‍યું છે. જેમાં અમુક સેવાઓ હજુ પણ જુની વ્‍યવસ્‍થા પ્રમાણે આપવામાં આવે છે. જેમાં હડકવા વિરોધી રસીકરણની કામગીરી જુની વ્‍યવસ્‍થા પ્રમાણે થતી હોવાથી ખાનગી ટ્રસ્‍ટ પણ કોઈ મદદ કરી શકતું નથી.

અમરેલી પંથકમાં મોટી સંખ્‍યામાં રખડતા શ્‍વાન છાશવારે નિર્દોષ નાગરિકને બચકા ભરી રહૃાા છે. શ્‍વાનની સમસ્‍યા દુર ન કરી શકનાર તંત્ર શ્‍વાનનો શિકાર બનનારની સારવાર કરવામાં પણ નિષ્‍ફળ સાબિત થઈ રહૃાું હોય જિલ્‍લાનાં સાંસદ અને ધારાસભ્‍યોએ સિવિલ હોસ્‍પિટલની રૂબરૂ મુલાકાત લઈને આરોગ્‍ય અધિકારીઓનો કાન આમળવો જોઈએ તેવીમાંગ ઉભી થઈ રહી છે.


અમરેલી જિલ્‍લાનાં એલઆરડીનાં પરીક્ષાર્થીઓ માટે એસ.ટી. વિભાગ ર્ેારા તડામાર તૈયારીઓ

આવતીકાલે માત્ર એકસપ્રેસ રૂટ પર બસો દોડાવાશે

અમરેલી જિલ્‍લાનાં એલઆરડીનાં પરીક્ષાર્થીઓ માટે એસ.ટી. વિભાગ ર્ેારા તડામાર તૈયારીઓ

વિભાગીય કચેરી ખાતે જીપીએસ કંટ્રોલરૂમ શરૂ કરાયો

અમરેલી, તા. 4

અમરેલી જિલ્‍લાનાં 30 હજાર ઉપરાંતનાં યુવાનો એલઆરડીની પરીક્ષા આપવા માટે ભાવનગર, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્‍લામાં જવાનાં હોય એસ.ટી. વિભાગ ર્ેારા તડામાર વ્‍યવસ્‍થા શરૂ કરવામાં આવે છે.

અમરેલી વિભાગમાંથી ર76 બસો ર્ેારા પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્‍દ્ર સુધી પહોંચતા કરવામાં આવશે. ભાવનગર તરફ જતી બસો માટે ફોરવર્ડ હાઈસ્‍કૂલનાં મેદાનમાંવ્‍યવસ્‍થા કરવામાં આવી છે.તો જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્‍લા માટે બસ સ્‍ટેન્‍ડ પર વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. વિભાગીય કચેરી ખાતે જીપીએસથી સજજ કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે.

13494 પરીક્ષાર્થીઓ ભાવનગર, 166પ1 પરીક્ષાર્થીઓ જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્‍લામાં જશે. દરેક બસ સ્‍ટેન્‍ડ પર ર બસ સ્‍ટેન્‍ડ બાય રાખવામાં આવશે.

વિભાગીય નિયામક ચારલો તથા પરીવહન અધિકારી નથવાણી તથા ડેપો મેનેજર કરમટા સહીતનો સુપરવાઈઝર સ્‍ટાફ પરીક્ષા માટે કવાયતમાં રોકાયો છે. સુંદર અને સુદૃઢ આયોજન છતાં પરીક્ષાર્થીઓનો નબળો પ્રતિસાદ એસ.ટી. તંત્ર પરની વિશ્‍વસનીયતા પર સવાલો ઉભા કરે છે.


અમરેલીનાં આરોગ્‍ય વિભાગ દ્વારા ભરતી કૌભાંડ ?

આરોગ્‍ય વિભાગની જ સરકારે સારવાર કરવી પડે તેમ છે

અમરેલીનાં આરોગ્‍ય વિભાગ દ્વારા ભરતી કૌભાંડ ?

હજારો બેરોજગાર યુવાનોએ પાંચ મહિના પહેલા તપાસની માંગ કર્યા બાદ પરિસ્‍થિતિ જૈસે થે

જિલ્‍લા આરોગ્‍ય વિભાગની કામગીરી ઘણા મહિનાઓથી વિવાદાસ્‍પદ બની રહી છે

અમરેલી, તા. 4

અમરેલી જિલ્‍લાની જનતાનાં આરોગ્‍યની જાળવણી કરવાની જવાબદારી જેના શિરે છે તેવા આરોગ્‍ય વિભાગનું આરોગ્‍ય કથળી ગયું હોય રાજય સરકારે આરોગ્‍ય વિભાગની જ સારવાર કરવી જરૂરી બની છે.

વિગત એવા પ્રકારની છે કે, જિલ્‍લા પંચાયતની આરોગ્‍ય શાખા ઘ્‍વારા જાફરાબાદનાં ટીબી વિભાગમાંભરતી માટે અરજીઓ મંગાવવામાં આવ્‍યા બાદ અમુક ભ્રષ્‍ટ અધિકારીઓએ લાયકાતને બદલે લાગવગનાં આધારે ભરતી કર્યાનો આક્ષેપ કરીને નારાજ ઉમેદવારોએ પાંચ મહિના પહેલા ઉચ્‍ચ અધિકારીઓને તટસ્‍થ તપાસ કરવાની માંગ કરી હતી અને ઉચ્‍ચ અધિકારીઓએ પણ તટસ્‍થ તપાસ કરવાની ખાત્રી આપી હતી. જેનું સુરસુરીયુ થઈ ગયું હોય રાજયનાં આરોગ્‍ય મંત્રીએ ઉચ્‍ચકક્ષાએથી કથિત ભરતી કૌભાંડની તટસ્‍થ તપાસ કરાવીને અન્‍યાયનો ભોગ બનેલ યુવાનોને ન્‍યાય આપવો જોઈએ અને ભ્રષ્‍ટાચારમાં સામેલ અધિકારીઓ સામે ફોજદારી રાહે પગલા ભરવા જોઈએ તેવી માંગ ઉભી થઈ છે.


અન્‍યાય : રાજુલા-જાફરાબાદ પંથકમાં રાજય સરકાર દ્વારા એકપણ જોબનંબર ફાળવવામાંઆવતા નથી

પ્રદેશ કોંગ્રેસનાં મંત્રી બાબુભાઈ રામનો ચોંકાવનારો આક્ષેપ

અમરેલી, તા. 4

ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં મંત્રી અને રાજુલા-જાફરાબાદ વિસ્‍તારનાં કોંગી અગ્રણી બાબુભાઈ રામે એક નિવેદનમાં ભાજપ સરકાર રાજુલા-જાફરાબાદને વિકાસકાર્યોમાં અન્‍યાય કરતી હોવાનો ચોંકાવનારો આક્ષેપ કરેલ છે.

વધુમાં જણાવેલ છે કે, અમરેલી જિલ્‍લાનાં અન્‍ય વિસ્‍તારોમાં માર્ગો, પુલો બનાવવા માટે જોબ નંબર ફાળવવામાં આવેલ છે પણ અકળ કારણોસર રાજુલા-જાફરાબાદને જ અન્‍યાય કરવામાં આવી રહૃાો છે.

વધુમાં જણાવેલ છે કે, હિંડોરણાનો પુલ અતિ બિસ્‍માર બની ગયો છે. સેંકડો માર્ગ સાંકડા અને બિસ્‍માર બની ગયા છે. વાહનચાલકોમાં પણ બિસ્‍માર માર્ગોને લઈને નારાજગીનો માહોલ ઉભો થયો છે.

અંતમાં જણાવેલ છે કે, રાજુલા-જાફરાબાદને અન્‍યાય કરવાનું બંધ નહી કરવામાં આવે તો લોકસભાની ચૂંટણીમાં સમગ્ર પંથકનાં મતદારો ભાજપ વિરૂઘ્‍ધ જબ્‍બરૂ મતદાન કરવા તલપાપડ થઈ રહૃાા છે.


નાટકબાજી કરીને ફોટોસેશન કરનાર નાટકીયાને ઓળખો : જયંતિભાઈ રાણવા

નાટકબાજી કરીને ફોટોસેશન કરનાર નાટકીયાને ઓળખો : જયંતિભાઈ રાણવા

અમરેલીનાં સફાઈ કામદારો પ્રત્‍યે બનાવટી હમદર્દી બતાવનારાંઓને ઓળખો

પાલિકા પ્રમુખ જયંતિભાઈ રાણવાનું નિવેદન

અમરેલી, તા.4

અમરેલી નગરપાલિકાનાં રોજમદાર કર્મીઓ પ્રત્‍યે વિરોધ કરી રહેલા નગરપાલિકાના ચુંટાયેલા વિપક્ષી હમદર્દોને સફાઈ કામદારો તથ રોજમદારો અનેનગરજનો તેમને    ઓળખી ગયેલ છે. દિન-બરોજ નગરપાલિકામાં યેનકેન પ્રકારે દેખાવો, ફોટાસેશન અને વર્તમાન પત્રોમાં ચમકવાની માનસિકતા ધરાવનારા નાટકીય મુઠ્ઠીભર સદસ્‍યઓએ સફાઈ કર્મીઓ અને રોજમદારની વ્‍હારે પગાર વધારા અને નોકરી સંબંધે તેમની સાથે હોવાનો ડોળ ઉભો કરી, પ્રસિઘ્‍ધી       મેળવનારાને હવે લોકો ઓળખી ગયા છે. કારણ કે, સત્તાની સાથે કાયમી રહીને મલાઈ ખાવાની ટેવ ધરાવનારાઓએ વિરોધપક્ષે બેસવાનો કંટાળો આવતો હોવાથી કોઈના કોઈ બહાને માત્ર વિરોધ જ કરીને શાસકો અને અધિકારીઓને દબાણમાં રાખી પાછલા બકી ભ્રષ્‍ટ વહીવટોનો નિકાલ જલ્‍દ થાય તેવા મલીન ઈરાદાઓ રાખીને કર્મચારીઓ અને નગરજનોને ગેરમાર્ગે દોરી રહયાં છે. જે હાસ્‍યાપદ લાગી રહયાં છે. મુઠ્ઠીભર સભ્‍યો જ આવી રોજીંદી વૃતિઓ છતી કરીને એ પણ ભુલી જાય છે કે, જે બાબતે આપણે તાયફા કરી મિડીયા કવરેજ મેળવી રહયાં છીએ, તે પગાર વધારો તથા સફાઈ કર્મચારીઓ પ્રત્‍યે જયારે હમદર્દ બની તેમના હકક-હિસ્‍સા અને પગાર વધારાના ઠરાવ વિરૂઘ્‍ધ આપણે સખત લેખિત વિરોધ કરીને તેમના રસોડા બંધ કરાવવાની ચેષ્‍ટાઓ કરી નાખી છે. અને આ બાબતે વર્તમાન બોર્ડ સરકારમાં આ પ્રશ્‍ને પુનઃ વિચાર કરી કર્મચારીઓના પગાર વિગેરે બાબતે યોગ્‍ય સાનુકુળ રજુઆતો વિવિધ અગ્રણીઓ સાથે કરીનેકર્મચારીઓને અન્‍યાય ન થાય તે માટે ગંભીરપણે વર્તમાન બોર્ડ ચિંતીત હોય, ત્‍યારે આવો નવતર ફતવો કરીને હમદર્દી બનીને પોતાના અંગત હિતો પ્રત્‍યે લાલસવૃતિ રાખીને નગરપાલિકાના વહીવટીને ખોરંભે પાડીને હવે કયાં મોઢે રોજમદાર કર્મચારીઓ પ્રત્‍યે જાગૃતતાના ડોળ દેખાડી રહયા છે તે સહુ કોઈ જાણે છે. જેથી આ અંગે શરમનો શેરડો ફુટતો હોય તો લેખિત ઠરાવમાં વિરોધ શા માટે કર્યો છે. તેનો જવાબ અખબારોને આપે તો નગરજનો અને કર્મચારીઓને સાચી વાત મળે તેમ એક યાદીમાં નગરપાલિકાના પ્રમુખ જેન્‍તીભાઈ રાણવાએ જણાવ્‍યું છે.


ઠવી ગામે સામાન્‍ય બોલાચાલીનાં મનદુઃખમાં લાકડી અને પાઈપ ઉછળ્‍યા

અમરેલી, તા. 4

સાવરકુંડલા તાલુકાનાં ઠવી ગામે રહેતાં અને મજુરી કામ કરતાં છગનભાઈ કાનજીભાઈ પરમારને સામેવાળા દેવજીભાઈ શામજીભાઈ ચૌહાણ સાથે સામાન્‍ય બોલાચાલી થયેલ તે વાતનું મનદુઃખ રાખી ગત તા.રનાં રાત્રીનાં 10 વાગ્‍યાનાં સમયે દેવજીભાઈ તથા લાલો દેવજીભાઈ, પ્રદિપભાઈ દેવજીભાઈ ચૌહાણ, કનુભાઈ દેવજીભાઈ ચૌહાણે લોખંડનાં પાઈપ વડે હુમલો કરી ફેકચર કરી દઈ તથા અન્‍યને પણ માથામાં પાઈપ મારી ગંભીર ઈજાઓ કર્યાની ફરિયાદ વંડા પોલીસમાં નોંધાવી છે.

તો સામાપક્ષે લાલજીભાઈ દેવજીભાઈ ચૌહાણે પણ આ જ કારણોસર સામાવાળા છગનભાઈ કાનજીભાઈ પરમાર,હરેશભાઈ છગનભાઈ પરમારે પણ લોખંડના પાઈપ તથા લાકડી વડે માર મારી ઈજા કર્યાની સામી ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે બન્‍ને પક્ષોની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે.


સા.કુંડલામાં જુના ટેકસી સ્‍ટેન્‍ડ નજીક જુગાર રમતા પ શખ્‍સો ઝડપાયા

સાવરકુંડલા, 4

સાવરકુંડલાના ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સ. આર.યુ.ધામા અને સાવરકુંડલા ટાઉન પોલીસ  ટીમ દ્વારા જુગાર અંગે ચોકકસ બાતમી મેળવી સાવરકુંડલા ટાઉનમાં જુના બસ સ્‍ટેન્‍ડ પાસે, જુના ટેકસી સ્‍ટેન્‍ડની પાસે જાહેરમાં જુગાર રમતા અનવર અલીભાઈ રાઠોડ, ગુલાબહુસેન રૂસતમભાઈ જાદવ, હારૂન ઓસમાણભાઈ જોખિયા, મુન્‍નાભાઈ ઓસમાણભાઈ ચૌહાણ, ફિરોઝરસુલભાઈ સૈયદને રોકડા રૂા.1988પ તથા મોબાઈલ નંગ-4 કી રૂા. ર400 મળી કુલ કિ. રૂા.રર,48પ નો મુદામાલ સાથે અટકાયત કરવામાં આવી છે.


અરેરાટી : જાફરાબાદનાં વડલી ગામે આર્થિક  સંકડામણથી આધેડે ગળાફાંસો ખાધો

બીમારીનાં કારણે આર્થિક હાલત કથળી

અમરેલી, તા. 4

જાફરાબાદ તાલુકાનાં વડલી ગામેરહેતાં મેઘાભાઈ પાંચાભાઈ ગોહિલ નામનાં પ3 વર્ષિય આધેડને છેલ્‍લા એકાદ વર્ષથી તાવ આવતો હોય, અને તે અંગેની દવા પણ શરૂ હોય, પોતાની કમાણી દવા પાછળ ખર્ચાઈ જતી હોય જેથી ઘરની પરિસ્‍થિતિ સારી ન હોય, અને આર્થિક રીતે ભાંગી જતાં પોતાના ઘરની બાજુમાં આવેલ બાવળનાં ઝાડ સાથે દોરડું બાંધીગળાફાંસો ખાઈ લેતાં પ્રથમ ઉના અને વધુ સારવાર માટે મહુવા દવાખાને ખસેડાતાં સારવાર દરમિયાન મોત થયાનું નાગેશ્રી પોલીસમાં જાહેર થવા પામેલ છે.


આંબરડીમાં આતંક મચાવનાર દીપડો આખરે પાંજરે પુરાતા ગામજનોએ રાહતનો શ્‍વાસ લીધો

દીપડાનાં આંટાફેરાથી ખેડૂતોને વાડીએ જવું બન્‍યું હતું મુશ્‍કેલ

આંબરડી, તા.4

છેલ્‍લા કેટલાક સમયથી એક ખૂંખાર દીપડાએ સાવરકુંડલાના આંબરડી ગામની સીમમાં ધામા નાખી વસવાટ કર્યો હતો. દીપડાના વસવાટથી રાતના સમયે ખેડૂતો અઘ્‍ધર શ્‍વાસે વાડીએ જતા હતા. થોડા દિવસો પહેલા આ ગામની સીમમાં દિવસે ખેતરમાં કામ કરી રહેલ ખેતમજૂર ઉપર હુમલો કરી લોહીલુહાણ કરી નાખ્‍યો હતો. જો કે હાજર અન્‍યલોકોથી ખેતમજૂર બચી ગયો હતો. આ વિસ્‍તારમાં આ દીપડો ગામની સીમમાંથી ગામમાં પણ આવી જતા લોકોમાં ફફડાટ વ્‍યાપેલ હતો. દીપડો આદમખોર બની માનવભક્ષી બને તે પહેલા તેને પાંજરે પુરવા ઉપસરપંચ બાવચંદભાઈ વન વિભાગને વાકેફ કરતા ગઈ રાતના બાવચંદભાઈ ચોડવડીયાની વાડીમાં પાંજરૂ મુકતા ખૂંખાર દીપડો આજે વહેલી સવારે પાંજરે આબાદ પુરાઈ જતા ગામજનોએ અને ખેડૂતોએ રાહતનો શ્‍વાસ લીધો હતો. તેવું ઉપસરપંચ બાવચંદભાઈએ જણાવેલ. અત્રે ઉલ્‍લેખનીય છે કે આંબરડી ગામના રેવન્‍યુ વિસ્‍તારમાં સિંહ અને દીપડાઓ આંટાફેરા અને શિકાર કર્યાની ઘટના છાશવારે અહીં બનતી રહે છે.


અભૂતપૂર્વ ઘટના : સિંહણ પોતાના ર બચ્‍ચા સાથે દીપડાનાં બચ્‍ચાને ઉછેરી રહી છે

સિંહણનું નામ ‘‘રક્ષા” અને દીપડાનાં શાવક(બચ્‍ચા)નું નામ ‘‘મોગલી”

અમરેલી, તા. 4

સામાન્‍ય રીતે સિંહ અને દીપડા એક બીજાના દુશ્‍મન હોય છે પરંતુ જો કોઈ સિંહણ દીપડાના બચ્‍ચાનું લાલન પાલન કરે તો તે નવાઈ કહેવાઈને ? તો આવીજ એક નવાઈ પમાડે તેવી વિરલ ઘટના ગીરના જંગલમાં બની છે. જેમાં રક્ષા નામની સિંહણ પોતાના બે બચ્‍ચા સાથે મોગલી નામના એક દીપડાના બચ્‍ચાનો ઉછેર કરી રહી છે તો આવો જોઈએ અમારો ખાસ અહેવાલ.

જંગલ ગીરનું હોય કે આફ્રિકાનું હોય હંમેશા સિંહ અને દીપડાઓ વચ્‍ચે દુશ્‍મનાવટ જ હોયછે, જયારે જયારે આમનો સામનો થઈ જાય ત્‍યારે એક બીજાને મારી નાંખવા માટે જીવલેણ હુમલાઓ કરતા હોય છે, પરંતુ દુનિયામાં કયાંય પણ ના બની હોય તેવી હેરત પમાડે તેવી ઘટના ગીરના જંગલ માંથી સામે આવી છે. આપણને જાણીને આશ્ચર્ય થશે કે એક સિંહણ એક દીપડાના બચ્‍ચાને સાચવી રહી છે. આ વાત કોઈ પ્રાણી સંગ્રહાલયની નથી પરંતુ ગીરના જંગલના પૂર્વ વિસ્‍તારમાં આ પ્રકારની વિરલ ઘટના સામે આવી છે. આ પ્રકારની ઘટના વિશ્‍વમાં કયાંય પણ બન્‍યા હોવાનું નોંધાયું નથી. આફ્રિકાના જંગલમાં પણ આ પ્રકારની ઘટના કયારેય જોવામાં આવી નથી.

સિંહણ ર્ેારા દીપડાના બચ્‍ચાના લાલન પાલનનીઆ જે વિરલ ઘટના બની છે તે અંગે ગીર ફોરેસ્‍ટના પૂર્વ વિભાગના નાયબ વન સંરક્ષક ડો. ધીરજ મિત્તલે માહિતી આપતા જણાવ્‍યું હતું કે જયારે જંગલમાં વન કર્મચારીઓએ એક સિંહણને તેના બે બચ્‍ચા સાથે એક દીપડાનાં બચ્‍ચાને એક સો જોયા ત્‍યારે હેરતમાં પડી ગયા હતા ત્‍યાર પછી સતત તેની ઉપર દેખરેખ રાખવામાં આવતા દીપડાનું આ બચ્‍ચું સિંહણ સાથે છેલ્‍લા એક અઠવાડિયાથી રહે છે. ડો. ધિરજ મિત્તલે જણાવ્‍યું કે દીપડાનું આ બચ્‍ચું કયાંથી અને કેવી રીતે આવ્‍યું તે અંગે કોઈને ખબર નથી પરંતુ સિંહણ તેના બે બચ્‍ચાની જેમ જ દીપડાના બચ્‍ચાને સાચવી રહી છેઅને દૂધ પણપીવડાવે છે. સિંહણ તેનું બીજા જાનવરોથી તેનું રક્ષણ પણ કરી રહી છે.

ગીરના જંગલમાં કુલ           મળીને 6રપથી વધુ જેટલા સિંહો અને તેનાથી ડબલ વસ્‍તી દીપડાઓની છે. પરંતુ અત્‍યાર સુધીમાં કયારેય આ પ્રકારની ઘટના ગીરમાં જોવા મળી નથી. ગીર ફોરેસ્‍ટના પૂર્વ વિભાગનાં નાયબ વન સંરક્ષક ડો. ધીરજ મિત્તલે જણાવ્‍યું કે આ પ્રકારની પ્રાણીઓમાં પણ માતૃત્‍વની ભાવના દર્શાવતી સુપ્રસિઘ્‍ધ વાર્તા જંગલ બુકની યાદ અપાવી રહી છે. અને એટલેજ વન વિભાગનાં સ્‍ટાફે સિંહણનું નામ રક્ષા અને દીપડાનાં બચ્‍ચાનું નામ મોગલી રાખી દીધું છે અને તેની ઉપર સતત મોનીટરીંગ રાખવામાં આવી રહૃાું છે.


મહુવાનાં દરિયા કિનારા વિસ્‍તારમાં આવેલ કે.પી. એનર્જી પાવર કંપનીની પવનચકકીઓ બંધ કરાવો

સેંકડો પક્ષીઓ અકાળે મોતને ભેટતા હોવાથી

મહુવાનાં દરિયા કિનારા વિસ્‍તારમાં આવેલ કે.પી. એનર્જી પાવર કંપનીની પવનચકકીઓ બંધ કરાવો

મહુવા, તા. 4

શિયાળાની સિઝન દરમિયાન ગુજરાત રાજયના દરિયા કિનારા વિસ્‍તારમાં વિદેશની ધરતી પરથી સ્‍થળાંતર કરી પોરબંદરથી ભાવનગર સુધીના સીઆરઝેડ વિસ્‍તારમાં લાખોની સંખ્‍યામાં વિદેશી પક્ષીઓ પ્રજનન માટે આવે છે તેમજ આ વિસ્‍તારોમાં અતિ લુપ્‍ત થતી અનેક પ્રજાતિના પક્ષીઓના કાયમી વસવાટ છે. પરંતુ આ કોસ્‍ટલ બેલ્‍ડ વિસ્‍તારમાં પાવર એનર્જી ઉત્‍પાદન કરતી અનેક કંપનીની પવનચકકીઓ આવેલી છે. વગર મંજૂરીએચાલી રહેલ પાવર એનર્જી પવનચકકીઓના કારણે દરરોજ સેંકડોની સંખ્‍યામાં શેડયુલ વનની શ્રેણીમાં આવતા પક્ષીઓની હત્‍યા થઈ રહી છે.

પર્યાવરણ બચાવ સમિતિના પ્રમુખ રજાકભાઈ બ્‍લોચ ઘ્‍વારા ફોરેસ્‍ટ વિભાગને લેખિતમાં ફરિયાદ કરીને માંગ કરવામાં આવેલ કે મહુવા તાલુકાનાં દરિયા કિનારા વિસ્‍તારના ગામોમાં આવેલ કે.પી. એનર્જી લિમિટેડના પ્રોઝેકટ સાઈડમાં કોઈપણ પ્રકારની સુરક્ષાઓનું પાલન કરવામાં આવતુ નથી તેના કારણે હાલમાં અતિલુપ્‍ત થતી પ્રજાતિના અનેક પક્ષીઓની હત્‍યાઓ થઈ રહી છે. ફરિયાદમાં જણાવ્‍યા અનુસાર કંપનીના પ્રોજેકટ સાઈડમાં આવેલ પાવનચકકી પોલ નંબર ર7નાં પંખમાં પેઈન્‍ટેડ સ્‍ટોક નામના પક્ષી આવી જતાં માત્ર બે દિવસના ગાળામાં બે પક્ષીના મૃત્‍યુ થયેલ. અગાઉ પણ આ કંપનીમાં શેડયુલ વનની શ્રેણીમાં આવતા અનેક પક્ષીઓના મૃત્‍યુ થયેલ છે. શિયાળાની સીઝનમાં અનેક વિદેશી પક્ષીઓ માઈગ્રેટ થઈને આ વિસ્‍તારમાં આવેલ કંપનીઓના અસરગ્રસ્‍ત વિસ્‍તારમાં મોટી સંખ્‍યામાં પ્રજનન માટે આવે છે અને કંપનીના આજુબાજુમાં આવેલ વૃક્ષોમાં નેસ્‍ટિંગ પણ કરે છે. તે ઘ્‍યાને લઈ શિયાળાની સિઝન દરમિયાન તમામ પ્‍લાન્‍ટની પવનચકકીઓનું પ્રોડકશન બંધ રાખવા તેમજ કંપનીના જવાબદારો સામે કડક કાર્યવાહી સાથે વાઈલ્‍ડ લાઈફ પ્રોટેક્ષન એકટની કલમ હેઠળ ગુનોદાખલ કરવા માંગ કરવામાં આવેલ છે.

આ વિસ્‍તારમાં આવેલ કે.પી. એનર્જી લિમિટેડ તથા અન્‍ય કંપનીના અલગ-અલગ પ્રોઝેકટ સાઈડ વિસ્‍તારના એન્‍વાયરોમેન્‍ટ કલિયરન્‍સ અને વાઈલ્‍ડ લાઈફ અને ફોરેસ્‍ટ વિભાગના એનઓસી લેવામાં આવેલ નથી તેની તાત્‍કાલિક તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી સાથે પ્રોડેકશન બંધ કરવાની માંગ સાથે લાગતા વળગતા તમામ સરકારી વિભાગોને લેખિતમાં ફરિયાદ કરવામાં આવેલ છે. આ બાબતે યોગ્‍ય ન્‍યાય ના મળે તો આવનાર દિવસોમાં પર્યાવરણ અને પક્ષીઓની સુરક્ષા બાબતે જવાબદાર કંપની અને સરકારી વિભાગો સામે નામદાર નેશનલ ગ્રીન ટ્રીબ્‍યુનલ કોર્ટમાં પીટીશન દાખલ કરવાની રજાકભાઈ બ્‍લોચ ઘ્‍વારા ચીમકી ઉચ્‍ચારવામાં આવેલ છે.


અમરેલીનો હર્ષ ગઢિયા સૌરાષ્‍ટ્રની અંડર 14 ક્રિકેટ ટીમમાં પસંદ

પી.પી. સોજીત્રાનું માર્ગદર્શન અને ક્રિકેટ કોચ મયુરભાઈ ગોરખીયાની મહેનત રંગ લાવી

અમરેલીનો હર્ષ ગઢિયા સૌરાષ્‍ટ્રની અંડર 14 ક્રિકેટ ટીમમાં પસંદ

સૌરાષ્‍ટ્ર અંડર 14 ક્રિકેટ ટીમમાં પસંદગી પામનાર અમરેલી જીલ્‍લાના ઈતિહાસનો પ્રથમ ખેલાડી

અમરેલી, તા. 4

અમરેલી જીલ્‍લાના ક્રિકેટરો માટે ર019નું વર્ષ ઐતિહાસિક ખુશી લઈને આવ્‍યું છે. અમરેલીના ભૂતપૂર્વ અને હોનહાર ક્રિકેટર મયુર ગોરખીયાના કોચીંગમાં ચાલતા સમર્થ ક્રિકેટ કોચિંગ કેમ્‍પના ખેલાડી હર્ષ ગઢિયાની સૌરાષ્‍ટ્રની અંડર 14 ક્રિકેટ ટીમમાં પસંદગી થતાં સમગ્ર જીલ્‍લાના ક્રિકેટરોમાં ખુશીનો માહોલ સર્જાયો છે.

અત્રે ઉલ્‍લેખનીય છે કે, સૌરાષ્‍ટ્રની અંડર 14 ક્રિકેટ ટીમમાં પસંદગી પામનાર હર્ષ ગઢિયા અમરેલી જિલ્‍લાના ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમ ખેલાડી છે. અમરેલી જીલ્‍લા ક્રિકેટ એસોસીએશનના ભૂતપૂર્વ ચેરમેન અને ઉભરતા ક્રિકેટ ખેલાડીના માર્ગદર્શક એવા પી.પી. સોજીત્રાની સતત દેખરેખ અને માર્ગદર્શન હેઠળ હર્ષ ગઢિયા સૌરાષ્‍ટ્રની ટીમમાં પસંદગી પામવા સુધીની સફર ખેડી શકયો છે. અમરેલી જેવા નાના શહેરમાંથી હર્ષ ગઢિયાએ પોતાની આગવી ક્રિકેટશૈલીને કોચ મયુરભાઈ ગોરખીયાની મહેનતથી વિકસાવી અને પ્રોફેશનલ ક્રિકેટની દુનિયામાં પોતાનાડગ માંડી દીધા છે. ત્‍યારે આગામી દિવસોમાં હર્ષ ગઢિયા ભારતીય ક્રિકેટ ટીમમાં પણ સ્‍થાન     મેળવે તેવી શુભેચ્‍છા અમરેલી જિલ્‍લા ક્રિકેટ એસોસીએશનના અર્જુન સોજીત્રા, શૈલેષ સંઘાણી સહિતના મેમ્‍બર્સોએ પાઠવી છે.


અમરેલીની માતૃશ્રી જીજીબેન ફોરવર્ડ ગર્લ્‍સ હાઈસ્‍કૂલમાં પંચામૃત સમારોહ યોજાયો

અમરેલી જિલ્‍લામાં શિક્ષણ, સંસ્‍કાર, સર્વાંગી વિકાસ અને બોર્ડના ઉત્તમ પરિણામો મેળવતી કન્‍યા કેળવણીમાં અગ્રેસર સંસ્‍થા જીજીબેન ફોરવર્ડ ગ.હા.અમરેલીમાં પંચામૃત સમારોહની ઉજવણી ભવ્‍યતાથી કરવામાં આવી. અઘ્‍યક્ષ સ્‍થાનેથી જિલ્‍લાપંચાયત પ્રમુખ રવજીભાઈ વાઘેલાએ બહેનોને સ્‍વાવલંબી, સંસ્‍કારી અને ત્રણ કૂળને તારનારી ગણાવી કલ્‍પના ચાવલા, સુનિતા વિલિયમ્‍સને યાદ કરી બેટી બઢાવો, બેટી પઢાઓની સુંદર વાતો કરી ખોડલધામ ટ્રસ્‍ટના પ્રમુખ ટ્રસ્‍ટી વસંતભાઈ મોવલીયાએ ભ્રુણ હત્‍યા ન કરવા કે કરાવા દેવા અંગે દીકરીઓને પ્રતિજ્ઞા લેવડાવી અને જાતિગત રેશીયો ભયજનક રીતે અસમાન છે તેને સમાન કરવાની દિશામાં નક્કર દિશા-સૂચન કર્યા. અજર-અમર હનુમાનજી મંદિરના મહંત યોગીરાજ બ્રહ્મચારી બાપુએ પ્રાચીન તથા અર્વાચીન સન્‍નારીઓની યશોગાથા વર્ણવી સ્‍વસ્‍થ સમાજ રચના માટે થત્ર નાર્યસ્‍તુ પૂજયતે તત્ર રમંતે દેવતાની મનનીય પ્રસ્‍તુતી કરી, નિવૃતિ લેતા રમીલાબેનને રામની લીલા શબ્‍દાર્થસમજાવી તમામ બેનો બોર્ડમાં 100 ટકા પરિણામ લાવે તેવા આશિર્વચન પાઠવ્‍યા. ટીંબી માનવ-સેવા ટ્રસ્‍ટ નિર્દોષાનંદ હોસ્‍પિટલના ટ્રસ્‍ટી બી.એલ. રાજપરાએ ‘‘સમાજ સેવા એજ પરમોધર્મ” વિવિધ ઉદાહરણો આપી બેનોને ડોકટર બનવા આશિર્વાદ પાઠવ્‍યા. શિક્ષણ સમિતિના ચેરમેન મીનાબેન કોઠીવાળે ગુરૂ-ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય બલિહારી ગુરૂદેવકી જિન્‍હે ગોવિંદ દીયો બતાયની મહિમા વર્ણવી હતી. પૂર્વ શિક્ષણ સમિતિ ચેરમેન ધીરૂભાઈ કોટડીયાએ શાળાના ડાયનેમિક આચાર્ય ડો.ચંદ્રિકાબેન લાઠિયાનું શાલ તથા પૂષ્‍પ ગુચ્‍છથી સન્‍માન કર્યુ. નગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેન કોમલબેન રામાણીએ શાળાના વિદ્યાર્થી તરીકે હંમેશા સેવા-સહકાર આપવા વચનબઘ્‍ધ થઈ બહેનોને પ્રેરણા આપી. પ્રભાણભાઈ કોઠીવાળ, ડી.જી. મહેતા, મા.શિ.સંઘના પ્રમુખ, વસરાભાઈ, વહીવટી સંઘના પ્રમુખ કિરણભાઈ જોષી, આચાર્ય સંઘના મુકુંદભાઈ મહેતા, સી.પી.ગોંડલીયા, ધીરૂભાઈ સિઘ્‍ધપરા, નાલંદા આચાર્ય કમલેશભાઈ પંડયા, ગ્‍લોબલ કેન્‍સર સોસાયટીના રાજેષભાઈ, માઢકભાઈ, સોનરાતભાઈ, પ્રા.ભરતભાઈ, અતુલભાઈ જાની, ડો. ચંદ્રેશભાઈ, પરિમલભાઈ તથા યુવા અગ્રણી નિલેષભાઈ દેસાઈએ શાસ્‍ત્રીય સંગીતમાં ઝોનકક્ષાએ પ્રથમ ભાલુ સોનલ દિવ્‍યાંગને રોકડ પૂરસ્‍કાર આપી સન્‍માનીત કર્યા. આહીર સમાજ અગ્રણી જિતુભાઈ ડેરેશિક્ષણ સાથે સંસ્‍કાર સેવા અને ચારિત્ર્યવાન બનવા હાંકલ કરી. આ તકે શરદભાઈ ધાનાણીએ શાળાને બોરની વ્‍યવસ્‍થા માટે ધારાસભ્‍ય પરેશભાઈ ધાનાણીની ગ્રાંટમાંથી 30,000/-ની દેણગી આપી. વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત વાલી અને મહેમાનોનું પૂષ્‍પ ગુચ્‍છથી વિદ્યાર્થીઓએ સન્‍માન કરી સ્‍વાગત નૃત્‍ય, વિદાય સોંગ શુભેચ્‍છાગીત રજૂ કરી મનોરંજન પીરસ્‍યું. નિવૃત થતા રમીલાબેન પટેલ તથા માતૃસંસ્‍થામાં રીકોલથતા મુકેશભાઈ ગોહેલનું શાળા તથા ફોરવર્ડ સ્‍કૂલ ટ્રસ્‍ટનાં સંચાલક ગીરીશભાઈ અટારા દ્વારા શાલ-મોમેન્‍ટો, પ્રમાણપત્ર, પ્રતિકભેટથી સન્‍માનિત કરાયાં. ગજેરા સંકુલની દર ઈન્‍ટર્ની બેનોનું ગુરૂ-શિષ્‍ય પ્રણાલી મુજબ કૂમકૂમ તિલકથી વેલકમ વિદ્યાર્થી દ્વારા કરાયું હતું. શાળાના આચાર્ય ડો.ચંદ્રિકાબેન લાઠિયા દ્વારા તમામ ધો.10-1રની બોર્ડની પરીક્ષા આપનાર બેનોને જીવનના દરેક તબક્કે મૂલ્‍યલક્ષી શિક્ષણ દ્વારા 100 ટકા પરિણામ લાવે તેવી શુભેચ્‍છા પ્રતિજ્ઞા લેવરાવ્‍યા. શાળાની સાફ-સફાઈ અને સુંદર શણગાર વિદ્યાર્થીઓ દ્વારા કરાયા. ટ્રસ્‍ટી મંડળ દ્વારા શુભેચ્‍છા સંદેશ પાઠવાયા તથા રોહિતભાઈ મહેતા અને ઈલાબેન ત્રિવેદીએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યુ કાર્યક્રમના અંતે સાત્‍વિક અલ્‍પાહાર સાથે વિક્રમભાઈ માંજરીયાએ આભારવિધિ કરી કાર્યક્રમને સફળ બનાવવા શાળા-પરિવારે જહેમત ઉઠાવી હતી. શ્રેષ્ઠશુભારંભ થયો. અંતમાં શ્રી સિકન્‍દરખાન પઠાણના સૂર-તાલે વિદ્યાર્થિની બેનો ભાવવિભોર બનીને નૃત્‍ય-સંગીતના તાલે ઝુમી ઉઠયા હતા. સુપરવાઈજર વાસંતીબેન જાદવની યાદીમાં જણાવાયું હતું.


ડાંગાવદર પ્રાથમિક શાળાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો

ધારી તાલુકાની ડાંગાવદર પ્રા. શાળામાંથી કિફાયતી અને ઓછા ખર્ચમાં એક ઉતમ પ્રવાસનું આયોજન આચાર્ય પ્રકાશભાઈ શર્મા ર્ેારા કરવામાં આવેલ. માત્ર એક દિવસીય પ્રવાસમાં મહતમ સ્‍થાનોની હેતુપૂર્ણ મુલાકાત આરામદાયક સ્‍લીપિંગકોચમાં બાળકોને કરાવવામાં આવી. જેમાં પાલીતાણા, હસ્‍તગીરી, તળાજા, ગોપનાથ, ઉંચા કોટડા, બગદાણા જેવા સ્‍થળો સામેલ હતા. તમામ બાળકોને બપોર તથા રાત્રી ભોજનની વ્‍યવસ્‍થા સાથે સરસ સગવડ યુકત સ્‍લીપિંગ કોચમાં પ્રવાસ કરાવવામાં આવેલ. કુમાર તથા કન્‍યાઓ માટે અલગ અલગ બે કોચની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. મીની માઉન્‍ટ આબુનો અનુભવ કરાવતા સ્‍થળ હસ્‍તગીરીમાં 7 કી.મી.ના રોડ રસ્‍તે ઉપર પહોંચવા માટે સ્‍પેશીયલ અલગ ડ્રાઈવર સાથે મીની બસનાં ત્રણ કોચની અલગથી વ્‍યવસ્‍થા કરી બાળકોની સલામતી માટે ખાસ આયોજન કરવામાં આવેલ. આમ છતાં આ સમગ્ર પ્રવાસ દરેક બાળક દીઠ માત્ર ર7પ રૂપિયામાં કરી શકાય તે મુજબ આયોજન આચાર્ય ર્ેારા ગોઠવવામાં આવેલ હતું. સમગ્ર પ્રવાસને સફળ બનાવવા માટે શાળાનાં શિક્ષકો વિનોદભાઈ સુતરીયા, વસંતગીરી મેઘનાથી, અરુણાબેન શેલડીયા, ચંદ્રીકાબેન કાછડિયા, જયાબેન કોટડીયા, પરેશભાઈ સોજીત્રા, રોહિતભાઈ માયાની એ જહેમત ઉઠાવીને સતત બાળકો સાથે રહી પ્રવાસને સફળતા અપાવી હતી. સસ્‍તા ભાડામાં સુંદર પ્રવાસ કરાવવા બદલ વાલીઓ, ગ્રામજનો, સરપંચ મુકતાબેન વિસામણભાઈ બલ્‍દાનીયા, એસ.એમ.સી. અઘ્‍યક્ષ દમુબેન શામળાભાઈ બલ્‍દાનીયા વગેરેએ શાળા પરિવારને ધન્‍યવાદ આપેલ હતા.


05-01-2019