Main Menu

Friday, January 4th, 2019

 

સુખપુર રોડ નજીક સમાધાન માટે બોલાવી તલવાર-છરી વડેયુવક ઉપર જીવલેણ હુમલો

અમરેલી, તા. 3

ધારી તાલુકાનાં સેમરડી ગામે રહેતાં અજીતભાઈ મહોમદભાઈ બ્‍લોચને અગાઉ શખુ ઉર્ફે શબીરભાઈ  આમનભાઈ  નાયા સાથે અગાઉનું મનદુઃખ હોય જેથી તેમને દલખાણીયા ગામે સમાધાન માટે અજીતભાઈને ફોન કરી બોલાવ્‍યા બાદ જાનથી મારી નાંખવાનાં ઈરાદે શખુ ઉર્ફ શબીર તથા સાજીદ અબ્‍દુલભાઈ નાયાએ તલવાર તથા છરી વડે હુમલો કરી માથામાં, કાન તથા ઝડબા પાસે ગંભીર ઈજાઓ કર્યાની ફરિયાદ ધારી પોલીસમાં નોંધાઈ છે.


ધારીનાં કુબડામાં ખોટી રીતે ખેડૂત ખાતેદાર બનનાર સામે કાર્યવાહી કરો

વેરાવળનાં જાગૃત્ત નાગરિક વિશાલભાઈએ કલેકટરને પત્ર પાઠવ્‍યો

ધારીનાં કુબડામાં ખોટી રીતે ખેડૂત ખાતેદાર બનનાર સામે કાર્યવાહી કરો

અન્‍ય જિલ્‍લાનાં 9 વ્‍યકિતઓ ખોટી રીતે ખેડૂત ખાતેદાર બની ગયાનો થયો આક્ષેપ

અમરેલી, તા. 3

અમરેલી જિલ્‍લામાં અનેક માલેતુજારો ખોટી રીતે ખેડૂત ખાતેદાર બની ગયાની ફરિયાદ છાશવારે ઉભી થઈ રહી હોય છતાં પણ મહેસુલ વિભાગ ઘ્‍વારા તટસ્‍થ તપાસ કરીને કસુરવાનો સામે કાર્યવાહી કરવામાં આવતી નથી.

દરમિયાનમાં વેરાવળનાં વિશાલભાઈ તંબોલીએ કલેકટરને, નાયબ કલેકટરને પત્ર પાઠવીને ધારીનાં કુબડા ગામે 9 શખ્‍સો ખોટી રીતે ખેડૂત ખાતેદાર બની ગયાનો આક્ષેપ કરીને તટસ્‍થ તપાસ કરીને કસુરવાનો સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

પત્રમાં જણાવેલ છે કે, ધારી તાલુકાના કુબડા ગામના રેવન્‍યુ સર્વે નં. 7પ/પૈકી પ હે.આરે. 0-9પ-10 વાળી મિલ્‍કતમાં વેંચનાર ભાણાભાઈ રામભાઈ પરમાર તથા લેનાર તાલાલા તાલુકાના મોજે જેપુર ગામના ખાતેદાર ખેડૂત જસવંતીબેન કેશવલાલ જગડા વિગેરે 9 નાં નામે રજી. વેચાણ દસ્‍તાવેજ અનુ. નં. 804 તા. ર0/7/ર000થી કરવામાંઆવેલ.

વધુમાં જણાવેલ છે કે, સદર દસ્‍તાવેજમાં વેચનાર તરીકે ભાણાભાઈ રામભાઈ પરમાર આવેલ છે પરંતુ ખરેખર તે જમીન તેઓએ તેઓના પુત્ર રમેશભાઈ ભાણાભાઈને વહેંચણીથી આપી દીધેલ છે અને તેની હકકપત્રક-6 માં નોંધ નં. 106ર તા. ર/1ર/1999થી પડેલ અને પ્રમાણીત પણ થયેલ.

વધુમાં જણાવેલ છે કે, સદર મિલ્‍કતનું વેચાણ દસ્‍તાવેજ રમેશભાઈ ભાણાભાઈએ કરી આપેલ હોય તો તે વાત વ્‍યાજબી અને ખરી છે. પરંતુ તેઓના પિતા ભાણાભાઈ રામભાઈ પરમારે કરી આપેલ હોય તે વાત ગેરવ્‍યાજબી અને ખોટી જ છે.

વધુમાં જણાવેલ છે કે, સદર મિલ્‍કત લેનારાઓ તાલાલના ખેડૂત ખાતેદારના દાખલા આધારે દાખલ થયેલ છે. પરંતુ તેઓ પ્રમોલગેશનથી ખાતેદાર નથી તેવું મામલતદાર ધારીએ પણ તેઓના તા. 17/પ/18નાં પત્રથી ઉલ્‍લેખ કરેલ છે.

જેથી ઉપરોકત લોકોએ વેચાણ દસ્‍તાવેજ પણ ખોટું જ બનાવેલ હોય અને તે બાદ તે દસ્‍તાવેજમાં જે લેનારાઓ છે તેઓએ પણ પ્રમોલગેશનથી પોતે ખાતેદાર ખેડૂત હોવાના પુરાવાઓ રજુ કરેલા ન હોય. ઉપરોકત વેચાણ દસ્‍તાવેજ તથા તે દસ્‍તાવેજના આધારે પડેલ નોંધ તાત્‍કાલીક રદ કરવા અને તે તમામ લોકો ઉપર કાયદેસરની તમામ કાર્યવાહી કરવા અંતમાં માંગ              કરેલ છે.


અમૃતપુર ગામે ઢોર ચરાવવા બાબતે શેઢા પડોશીએ કુહાડી માથામાં ઝીંકી દીધી

અમરેલી, તા. 3

ધારી તાલુકાનાં અમૃતપુર ગામે રહેતાં અને ખેતીકામ કરતાં સીદીભાઈ જમાલભાઈ પોતાના ભાઈની વાડીમાં માલઢોર ચરાવતાં હોય, ત્‍યારે તેમની સાથે શેઢાપડોશી દિનેશભાઈ પુનાભાઈ સાવલીયા માથાકૂટ કરી ઉશ્‍કેરાઈ જઈ ગાળો આપી કુહાડીનો ઘા તેમનાં માથાનાં ભાગે મારી દઈ ઈજા કરતાં તેમનેમાથામાં ટાંકા આવતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતા આ બનાવ અંગે અબુભાઈ જમાલભાઈ નહરે ધારી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.


ગાવડકા રોડ ઉપર અગાઉનાં મનદુઃખનાં કારણે બગસરાનાં ભિક્ષુકને મારમાર્યો

અમરેલી, તા. 3

બગસરા ગામે રહેતાં અને ભીક્ષાવૃતિનું કામ કરતાં રેસ્‍માદે રેણુકાદે સોરઠીયાએ અગાઉ ઉના ગામે ભીક્ષાવૃતિ કરવા ગયેલા ત્‍યારે ઉના ગામે રહેતાં વશરામ અમીભાઈ જાદવ, લાલભાઈ સોમાભાઈ ચૌહાણે તથા ભાવેશ દાનાભાઈ રબારીએ વિના કારણે માર મારેલ હતો જે અંગે ઉના પોલીસમાં ફરિયાદ નોંધાવેલ તે વાતનું મનદુઃખ રાખી તેઓ અમરેલીથી બગસરા ગામે જતાં હતા ત્‍યારે ગાવડકા રોડ ઉપર આ ત્રણેય શખ્‍સોએ રેસ્‍માદે સોરઠીયા સહિતનાને રોકી ઢીકાપાટુનો માર મારી, ઈજા કર્યાની ફરિયાદ તાલુકા પોલીસમાં નોંધાઈ છે.


જાફરાબાદમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલ મળી આવી : આરોપી ગેરહાજર

રૂા.4પ00નો મુદ્યામાલ કબ્‍જે લઈ આરોપીની શોધખોળ

અમરેલી, તા. ર

જાફરાબાદ ગામે આવેલ મોચીવાડ વિસ્‍તારમાં રહેતાં ટીનાભાઈ નનાભાઈ ભાલીયા નામનાં શખ્‍સના રહેણાંક મકાનમાં વિદેશી દારૂ છુપાવ્‍યો હોવાની બાતમી મળતાં જાફરાબાદ પોલીસે ઘટના સ્‍થળે દોડી જઈ દરોડો પાડી રસોડામાં છુપાવેલ વિદેશી દારૂની બોટલ નંગ-1પ કિંમત રૂપિયા 4પ00નો મુદામાલ કબજે લીધો હતો જયારે આરોપી ઘર ઉપર હાજર નહી મળી આવતાં પોલીસે તેમની શોધખોળ આદરી છે.


ભૈ વાહ : લીલીયાનાં ભોરીંગડા ગામે થયેલ ઘરફોડીનાં આરોપીને પોલીસે દબોચી લીધો

રૂપિયા 1.60 લાખનો મુદ્યામાલ રીકવર કરાયો

અમરેલી, તા.3

અમરેલી જિલ્‍લા પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયે મિલકત સંબંધી વણશોધાયેલ ગુન્‍હામાં ગુન્‍હેગારને પકડી ચોરીમાં ગયેલ પુરેપુરો મુદામાલ રીકવર કરી મુળ માલીકને પરત મળી રહે તે મુજબ અસરકારક કામગીરી કરવા ખાસ સુચના આપેલ હોય ના.પો. અધિ. બી.એમ. દેસાઈ તથા સર્કલ પો.ઈન્‍સ. આઈ.વી. રબારીના માર્ગદર્શન અને સૂચના મુજબ ગત તા.1/1ના રોજ લીલીયા તાલુકાના ભોરીંગડા ગામે રહેતા બાબુભાઈ વશરામભાઈના રહેણાંક મકાનેથી કબાટમાં રાખેલ રોકડા રૂા. 1,60,000 કોઈ અજાણ્‍યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયેલાની ફરિયાદ રજી કરાવેલ. આ બાબતે પો.સ.ઈ. એ.ડી. સાંબડ તથા સ્‍ટાફના એ.એસ.આઈ. હુસૈનભાઈ બેલીમ, હેડ કોન્‍સ.જયદીપભાઈ જાની, હેડ કોન્‍સ. સુરેન્‍દ્રભાઈ વનરા, પો.કોન્‍સ. રમેશભાઈ સીસારા તથા સી.પી.આઈ. કચેરીના સ્‍ટાફના હેડ કોન્‍સ. ભરતમાઈ માલકીયા તથા પો.કો. ભુજબળદાન ગઢવી એ રીતેના ભોરીંગડા ગામે સદર ગુન્‍હાની તપાસમાં હતા. દરમિયાન ખાનગી રાહે હકીકત મેળવી ભોરંગડા ગામના શૈલેષભાઈ ઉર્ફે ડીગર બાલુભાઈ દેસાઈ નામના વ્‍યકિતએ ચોરી કરેલાની ચોકકસ હકીકત આધારે ભોરીંગડા ગામના ગેટ પાસેથી મજકુર આરોપીને પકડી યુકિત-પ્રયુકિતથી સઘન પૂછપરછ કરવા પોતે ગુન્‍હો કરેલાનું કબુલ કરતા ચોરી કરેલ રોકડા રૂા.1,60,000 સંતાડેલ જગ્‍યાએથી કાઢી આપેલ. જેથી મજકુર આરોપી વિરૂઘ્‍ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આમ ગણતરીની કલાકોમાં જ અનડીટેકટ ચોરીનો ભેદ ઉકેલી મુદામાલ રીકવર કરી સફળતા મેળવી લીલીયા પોલીસ ટીમે પ્રશંસનીય કામગીરી કરેલ છે.


લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસે શસ્‍ત્રો સજાવ્‍યા

અમરેલી જિલ્‍લાનાં રાજકારણ માટે આગામી 100 દિવસ અતિ મહત્‍વનાં

લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસે શસ્‍ત્રો સજાવ્‍યા

જિલ્‍લાનાં મુખ્‍ય મથક અમરેલી ખાતે ભાજપ અને કોંગ્રેસ દ્વારા બેઠકોનો ધમધમાટ શરૂ થયો

અમરેલી, તા. 3

લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને અમરેલી જિલ્‍લા માટે આગામી 100 દિવસો અતિ મહત્‍વનાં સાબિત થવાના છે. ભાજપ-કોંગ્રેસ ઘ્‍વારા ગઈકાલથી બેઠકોનો ધમધમાટ શરૂ કરવામાં આવ્‍યો છે.

અમરેલી બેઠકની લોકસભાની ચૂંટણી આગામી એપ્રિલમાં યોજાવાની સંભાવનાને લઈને ભાજપ-કોંગ્રેસ ઘ્‍વારા શસ્‍ત્રો સજાવવામાં આવી રહૃાા છે. ઉમેદવારની પસંદગી પ્રક્રિયા, મતદારોનો વિશ્‍વાસ સંપાદન કરવો,સંગઠન વધુ મજબુત કરવા સહિતની કામગીરીનો વિધિવત પ્રારંભ થયો છે.

સંસદીય મત વિસ્‍તારમાં અંદાજિત 800 ગામડાઓનો સમાવેશ કરાયો છે. તો ર0 ઉપરાંતનાં શહેરોનાં રાજકારણમાં ગરમાવો આવી રહૃાો છે. જિલ્‍લામાં હજારો યુવાન બેરોજગારો બન્‍યા છે, વરસાદનાં અભાવે વેપારીઓ અને ખેડૂતો તેમજ શ્રમજીવીઓન નવરાધુપ બન્‍યા હોય સૌ કોઈ માટે આગામી 100 દિવસ ચર્ચા કરવાનો સમય આવી ચુકયો છે.


બાબરામાં કમળશી હાઈસ્‍કૂલમાં 40 હોમગાર્ડ જવાનોએ ટ્રેનિંગ પૂર્ણ કરી

બાબરામાં થોડા દિવસોમાં હોમગાર્ડની ભરતી યોજાય હતી જેમાં બાબરા શહેર તેમજ આઠ કિલોમીટરના અંતરે વસતા ઉમેદવારોએ ભરતીનો લાભ લીધો હતો. બાબરામાં હોમગાર્ડની કુલ ભરતી પ9 હતી. જેમાં 400 ઉમેદવારોએ ભાગ લીધો હતો. જેમાં પ9 ઉમેદવારોએ વિવિધ કસોટી પાસ કરી ઉતીર્ણ થયા હતા. હોમગાર્ડ ભરતીમાં પાસ થયેલ તમામ પ9ઉમેદવારોની ટ્રેનિંગ અહીં કમળશી હાઈસ્‍કુલ ખાતે યોજાય હતી. 11 દિવસની તાલીમમાં જેમાં 40 હોમગાર્ડના જવાનોએ તાલીમ પુર્ણ કરેલ હતી. જયારે 19 ઉમેદવારો પુરી તાલીમ નહિ લેત ડિસ્‍કવોલિફાઈડ જાહેર કર્યા હતા. બાબરામાં કમળશી હાઈસ્‍કૂલ ખાતે હોમગાર્ડની 11 દિવસની તાલીમ અમરેલી જિલ્‍લા હોમગાર્ડ કમાન્‍ડર અશોકભાઈ જોશી અને બાબરા હોમગાર્ડ કમાન્‍ડર હસુભાઈ ખાચરના માર્ગદર્શન હેઠળ આયોજિત હોમગાર્ડ તાલીમમાં તમામ હોમગાર્ડના તાલીમાર્થીઓને બાબરા હોમગાર્ડના એન.સી.એલ. જહાંગીરભાઈ અધલાની, તેમજ રમેશભાઈ જોષી દ્વારા તાલીમ આપવામાં આવી હતી.


ચેકડેમ અને તલાવડી બનાવવામાં વ્‍યાપક ભ્રષ્‍ટાચાર

એક કર્મચારીએ સગા-વ્‍હાલાનાં નામે કામો રાખી લીધાનો આક્ષેપ

ચેકડેમ અને તલાવડી બનાવવામાં વ્‍યાપક ભ્રષ્‍ટાચાર

બગસરાનાં બાલાપુરમાં સમગ્ર જિલ્‍લાને હચમચાવતાં કૌભાંડનો પર્દાફાશ થતાં ચકચાર

અમરેલી, તા. 3

બગસરા તાલુકાના બાલાપર ગામે જીએલડીસી વિભાગ ઘ્‍વારા ગત નાણાકીય વર્ષમાં જ કરવામાં આવેલા સીમતલાવડી અને ચેકડેમના કામોમાં બેફામ ગેરરીતિ આચરીને લાખો રૂપિયાનો ભ્રષ્‍ટાચાર આચરવામાં આવ્‍યો હોવાનાં મુદે ગામના સરપંચ ઘ્‍વારા ઉચ્‍ચકક્ષાએ રજુઆત કરીને તપાસની માંગણી કરાતા        ખળભળાટ મચી જવા પામ્‍યો છે.

આ અંગેની વિગતો મુજબ બગસરા તાલુકાના બાલાપર ગામે જીએલડીસી વિભાગ અમરેલી ઘ્‍વારા ર017/18નાં વર્ષમાં સીમ તલાવડીઓ અને ચેકડેમો બનાવવામાં આવ્‍યા હતા. જેમાં અગાઉ બગસરામાં જીએલડીસી વિભાગમાં ફીસ્‍ડ ઓફિસર તરીકે કામ કરતા અને હાલ નિવૃત્ત કર્મચારીનાં સગા-વ્‍હાલા અને મહિલાઓના નામે કોન્‍ટ્રાકટ આપવામાં આવ્‍યા છે અને જે તે કર્મચારીઓ ઘ્‍વારા પોતે જ સરકારી નિયમોની વિરૂઘ્‍ધ કામ રાખીને ખેત તલાવડી અને ચેકડેમો બનાવાયા છે. જે જે સ્‍થળે સીમ તલાવડીઓ બનાવી હોવાનું દર્શાવવામાં આવ્‍યું છે ત્‍યાં હાલતેનું અસ્‍તિત્‍વ જ ન હોય તેવી સ્‍થિતિ છે. ચેકડેમમાં બનાવવામાં આવેલો પાળો તૂટી ગયો છે અને ખૂબ જ હલકી ગુણવત્તાનો ઉપયોગ કરવામાં આવ્‍યો હતો. એકપણ ચેકડેમ કે સીમ તલાવડીમાં પાણી ભરાયું નહોતું કે ભરાઈ શકે તેમ જ નથી અને આ કામગીરી માટે અડધા કરોડ જેટલી રકમનું ચૂકવણું કરવામાં આવ્‍યું છે. આ મુદે તાત્‍કાલીક તપાસ કરીને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગણી સાથે બાલાપર ગ્રામ પંચાયત ઘ્‍વારા ઉચ્‍ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.

(1)  સર્વે નં. ર9ર/1 એ માં સીમ તલાવડી 1થી 3 માટે તા. ર7/7/17નાં રીટાબેન આર. પાદરીયાને 10,30,પ09, (ર) એજ સર્વે નંબરમાં 3 વોટર હાર્વેસ્‍ટર માટે મનોજભાઈ પી. પાદરીયાને તા. ર0/7/17નાં રૂા. 1174ર9પ, (3) સર્વે નં. ર73/1 પૈકી 1માં 3 ચેકડેમ માટે તા. રર/3/18ના અજય રમેશ હિરપરાને રૂા. 11,7ર0પ4, (4) એ જ સર્વે ક્રમાંકમાં 3 સીમ તલાવડીઓ માટે હિનાબેન પી. પાદરીયાને તા. ર7/7/17નાં રૂા. 9,48,7ર6, (પ) સર્વે નં. ર64/1માં સીમ તલાવડી માટે તા. ર0/4/17નાં મિલન ભગવાનજી ભૂતને રૂા. 4,49,631, (6) કુલ 47 લાખ 7પ હજાર ર1પની રકમ ચૂકવાઈ.

આ અંગે અમરેલીના જાગૃત્ત નાગરીક સંજયભાઈ જાનીએ જણાવ્‍યું કે, બગસરાના બાલાપર ગામે આચરવામાં આવેલું કૌભાંડ તો પાશેરમાંએક પૂણી જેટલું જ છે. જિલ્‍લામાં છેલ્‍લા બે-ત્રણ વર્ષમાં જે બારથી તેર કરોડનું કૌભાંડ આચરવામાં આવ્‍યું છે. એક પછી એક દરેક કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવશે.

બાલાપર ગ્રામ પંચાયત ઘ્‍વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવવામાં આવ્‍યું છે કે, જો આ અંગે ઉચ્‍ચકક્ષાએથી કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગામના સરપંચ અને સભ્‍યો ઘ્‍વારા અમરેલી કલેકટર કચેરીની સામે છાવણી નાખીને ગાંધી ચિંઘ્‍યા માર્ગે ઉપવાસ આંદોલન કરવામાં આવશે.


કોંગી નગરસેવિકાએ સફાઈ કામદારોનાં અપૂરતા પગાર પ્રશ્‍ને પાલિકા કચેરીમાં સ્‍વચ્‍છતા કરી

શાસકોની આંખ ઉઘાડવા માટે ગંદકી દૂર કરી

નવતર વિરોધ : કોંગી નગરસેવિકાએ સફાઈ કામદારોનાં અપૂરતા પગાર પ્રશ્‍ને પાલિકા કચેરીમાં સ્‍વચ્‍છતા કરી

અમરેલી, તા. 3

આજનું વહીવટીતંત્ર મૌનીબાબા બની ગયુ છે. અને કોઈ પણ અરજદાર તો ઠીક પણ ચૂંટાયેલ પદાધિકારીની રજૂઆત સાંભળવા માટે પણ તંત્ર પાસે સમય ન હોવાથી રજૂઆત માટે અમૂક વ્‍યકિતઓ નવતર પ્રકારે વિરોધ કરતાં હોય છે. દરમિયાનમાં અમરેલી પાલિકાનાં સફાઈ કામદારોનાં પગાર પ્રશ્‍ને કોંગી નગરસેવિકા બાલુબેન પરમાર સહિતનાં નગરસેવિકા અને કોંગી કાર્યકરોએ પાલિકાનાં શાસકોની આંખ ઉઘાડવા માટે પાલિકામાં સફાઈ કાર્ય કરીને તેમની રજૂઆત ઘ્‍યાને લેવા અનુરોધ કર્યો હતો.


બાબરામાં તસ્‍કરોએ અનેક સ્‍થળોએ કર્યા ખાખાખોળા

શહેરમાં ચોરીનાં બનાવો બનતા શહેરીજનો અને ધારાસભ્‍ય રોષે ભરાયા

બાબરામાં તસ્‍કરોએ અનેક સ્‍થળોએ કર્યા ખાખાખોળા

પીએસઆઈનાં રહેણાંક મકાનને પણ તસ્‍કરોએ નિશાન બનાવતા આશ્ચર્ય

સ્‍થાનિક ધારાસભ્‍યએ રાજયનાં ગૃહમંત્રીને ધગધગતી રજુઆત કરી દીધી

બાબરા, તા. 3

બાબરા પંથકમાં તસ્‍કરોએ જાણે માઝા મુકી હોય તેમ ચોરીના બનાવો કુદકેને ભુસકે વધતા જાય છે અને સતત બની રહૃાા છે. તસ્‍કરોને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ સતત ચોરીનાં બનાવોને અંજામ આપી રહૃાા છે અને બાબરા પોલીસ મુકપ્રેક્ષક બનીને તસ્‍કરોની આગળ ઘુંટણીયા ટેકવી દીધા છે. તાલુકાની જનતા જાનમાલની ચિંતા કરીને લાચાર બની છે. ત્‍યારે બાબરા શહેરમાં વધુ ચોરીના બનાવો બનતા શહેરની જનતામાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. પોલીસ પેટ્રોલીંગ સઘન બનાવવા ચેમ્‍બર ઓફ કોમર્સ ઘ્‍વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રોષ વ્‍યકત કર્યો તેમજ સ્‍થાનિક ધારાસભ્‍ય ઘ્‍વારા પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવી રાજયના ગૃહમંત્રીને રજુઆત કર્યાનું જણાવ્‍યું હતું.

બાબરામાં ચોરીના વધતા જતા બનાવોમાં વધુ એક ચોરીનો ઉમેરો થયો છે. અહીં વહેલી સવારે ચોરી થતાં નગરજનોમાં ભારે આશ્ચર્ય ફેલાયું છે. અહીં બાબરામાં વહેલી સવારે બેથી ત્રણ જેટલા કોઈ અજાણ્‍યા તસ્‍કરો ચોરી કરવાનાઈરાદે રાજકોટ રોડ પર આવેલ એક શોપીંગ સેન્‍ટરમાં પાંચ જેટલી દુકાનોના તાળા તોડી શટર ઉંચકાવી અંદર પ્રવેશ કરી દુકાનોમાં ભારે નુકશાન કર્યુ છે. જો કે કોઈ ચોરી કર્યાનું બહાર નથી આવ્‍યું. આ સિવાય દરેડ રોડ પર આવેલ બે હીરાના કારખાનામાં પણ તોડફોડ કરી નુકશાન કર્યુ છે. તેમજ આજ રોડ પર આવેલ ભગવતીધામ સોસાયટીમાં રહેતા બાબરા પીએસઆઈ એ.વી. સરવૈયાનાં મકાનમાં કોઈ અજાણ્‍યા તસ્‍કરો અંદર પ્રવેશ કરી મકાનમાં ખાખાખોળા કર્યાનું જણાવ્‍યું હતું. જો કે કોઈ અન્‍ય ચીજવસ્‍તુઓ ચોરી નહિ થયાનું પીએસઆઈ ઘ્‍વારા જણાવ્‍યું હતું તેમજ આજ સોસાયટીમાં અન્‍ય એક રહીશનું બાઈક તસ્‍કરો ચોરી કરી ગયાનું જાણવા મળ્‍યું છે.

બાબરામાં વધતા જતાં ચોરીના બનાવો સામે બાબરા પોલીસ વામણી પુરવાર થઈ છે. શહેરમાં બનેલ અનેક ચોરીના બનાવોનો ભેદ હજુ ઉકેલાયો નથી ત્‍યારે વધુ ચોરીના બનાવો બનતા લોકોમાં ભયનું મોજુ છવાયું છે. હાલ તો બાબરા પોલીસ ઘ્‍વારા સીસીટીવી કેમેરાની કુટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

બાબરા ચેમ્‍બર ઓફ કોમર્સ ઘ્‍વારા બાબરા પોલીસની નિષ્‍ક્રીયતા સામે ઉગ્ર રોષ વ્‍યકત કરી બાબરા મામલતદારને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. ત્‍યારે બાબરા લાઠીના ધારાસભ્‍ય ઘ્‍વારા પોલીસની નિષ્‍ફળતા અંગે રાજયનાગૃહમંત્રીને રજુઆત કરવામાં આવી છે. તેઓ ઘ્‍વારા ઉગ્ર રોષ સાથે જણાવ્‍યું હતું કે, પોલીસ માત્ર હત્‍પાખોરીમાં મશગુલ રહે છે જેના કારણે ચોર-લૂંટારા, લુખ્‍ખાઓ અને બુટલેગરોને મોકળુ મેદાન મળ્‍યું છે. સામાન્‍ય લોક અને ખેડૂતોને પરેશાન કરનાર પોલીસ પોતાના સિવીલ કોડ પ્રમાણે ફરજ બજાવી તસ્‍કરોને ઝેર કરે તેવી માંગ ધારાસભ્‍ય ઘ્‍વારા કરવામાં આવી હતી.


ઉત્તરપ્રદેશનાં નાયબ મુખ્‍યમંત્રી દિનેશ શર્માએ કુંભમેળાનું પરેશ ધાનાણીને આમંત્રણ પાઠવ્‍યું

ઉત્તરપ્રદેશમાં આગામી દિવસોમાં યોજાનારા કુંભમેળાનેલઈને નાયબ મુખ્‍યમંત્રી દિનેશ શર્માએ વિપક્ષી નેતા પરેશ ધાનાણીને આમંત્રણ પાઠવ્‍યું હતું.


ભોરીંગડામાં લાખો રૂપિયાનાં વૃક્ષોનો નાશ કરાયાનો આક્ષેપ

ગુજરાત જનચેતના પાર્ટી દ્વારા કલેકટરને પત્ર પાઠવવામાં આવ્‍યો

ભોરીંગડામાં લાખો રૂપિયાનાં વૃક્ષોનો નાશ કરાયાનો આક્ષેપ

કેળવણી મંડળની જમીનમાં રહેલ 700 ઉપરાંતનાં વૃક્ષોનું છેદન કરીને વેચી મરાયા

અમરેલી, તા.3

ગુજરાત જન ચેતના પાર્ટીના કોષાઘ્‍યક્ષ જગદીશ રંગપરાએ ભીંગરાડ ગામમાં થયેલ વૃક્ષછેદન અંગે તટસ્‍થ તપાસ કરવાની માંગ કરી છે.

પત્રમાં જણાવેલ છે કે, ભોરીંગડા ગામે સાર્વજનિક ભોરીંગડા કેળવણી મંડળ ગ્રામ ટ્રસ્‍ટની જમીન આવેલી છે. આ ટ્રસ્‍ટ ગામનું સાર્વજનિક ટ્રસ્‍ટ છે. આ ટ્રસ્‍ટની જમીનમાં રપ-રપ વર્ષના દેશી 700 થી 1000 બાવળનો ખાતમો બોલાવી દેવામાં આવેલ છે. ગામના સરપંચે બાવળો કાપવાની લેખિત મંજૂરી આપી દીધી છે. સરપંચને આવી કોઈ પ્રકારની સતા નથી છતાં પણઆવા લોકો ઉપર કોઈપણ પ્રકારની ફોજદારી કાર્યવાહી કરવાના બદલે તાલુકાના અધિકારીઓ જિલ્‍લાના લાગતા વળગતા અધિકારીઓની મીલી ભગતમાં માત્રને માત્ર રપ000નો દંડ કરી આ પ લાખના અંદાજે કિંમતના લાકડાનો જથ્‍થો સગેવગે કરવાનું ઘોર કૃત્‍ય કરવામાં આવેલ હોય જેના તાત્‍કાલિક તપાસના આદેશ કરવામાં આવે. આ લાકડાનો જથ્‍થો અંદાજે પ લાખની કિંમત જેટલો હોય તાત્‍કાલિક જપ્‍તીના હુકમો કરવામાં આવે. તમામ અધિકારીઓ ઉપર તમામ ગુનેગારોને તાત્‍કાલિક ફોજદારી કાર્યવાહી કરી જેલમાં ધકેલવામાં આવે. નાછુટકે અમારે ગુજરાત હાઈકોર્ટ ગ્રીન ટ્રીબ્‍યુનલ  અને સુપ્રીમ કોર્ટનો આશરો લેવો ન પડે. જો ત્રણ દિવસમાં આનો નિકાલ નહીં આવે તો જનચેતના પાર્ટી અમરેલીના કાર્યકરો દ્વારા ગાંધી ચિંઘ્‍યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેમ અંતમાં જણાવેલ છે.


ભાજપ અગ્રણી રાણવાની મહેમાનગતિ માણતા રૂપાલા અને સંઘાણી

અમરેલી, તા.3

અમરેલી જિલ્‍લા ભાજપ અનુ.જાતી મોરચાના પ્રમુખ શાંતિલાલ રાણવાના નિવાસ સ્‍થાને જઈને રાણવા પરિવારની મુલાકાત લીધી હતી. અમારા સ્‍વ. પિતા ધારાસભ્‍ય મગનભાઈ રાણવાને યાદ કરીને રૂપાલાએ સમરણો તાજા કર્યા હતા. બધાના ખબર અંતર પૂછયા હતા. અમારા જીવનકાળમાં અમારા પિતાની ગેરહાજરીમાં અમારી નોકરીમાં, અમારા જમાઈની નોકરીમાં દરેક જગ્‍યાએ રૂપાલાએ મદદ કરી હતી. તેની યાદ તાજી કરી હતી.

દિલીપભાઈ સંઘાણી સાથે મારા પિતા ધારાસભ્‍ય તરીકે સાથે હતા. તેઓએ ચલાલા ખાદી કાર્યાલયમાં અમારા સ્‍વ.દાદા હરિદાદા સાથે દિલીપભાઈના પિતાનનુબાપા, દાદા – હીરજીભાઈ સાથેના સંબંધો યાદ કર્યા હતા. દિલીપભાઈને મારા દાદા તેડીને રમાડતા હતા. તેવી જુની યાદો તાજી કરીને આનંદ અનુભવ્‍યો હતો.

આ પ્રસંગે અમારા કાયમી હમદર્દ, પાડોશી અને અમરડેરીન ચેરમેન અશ્‍વિનભાઈ સાવલીયા પણ હાજર હતા. અથાગ પ્રેમ અને લાગણીનું પ્રતિક એવા અશ્‍વિનભાઈ અમારા પરિવારન સભ્‍ય હોઈ, આનંદની લાગણી વ્‍યકત કરી હતી. રૂપાલા તથા દિલીપભાઈ સંઘાણી અમારી સાથે પરિવારના સભ્‍ય તરીકે વર્તે છે. અને અમારૂ ઘ્‍યાન રાખે છે. દલિતો પ્રત્‍યે અથાંગ લાગણીનો પડઘો પણ તેઓ પાડે છે. આવા દિલદાર, સ્‍નેહી અને      માયાળુ વ્‍યકિતઓ અમારી સાથે છે. તેનો આનંદ અને ગૌરવ છે. અમારી જાતને સૌભાગ્‍ય શાળી સમજીએ છીએ. આ પ્રસંગે ગામના અગ્રણી વજીભાઈ ગોલ, ભરતભાઈ બાબુભાઈ ગોલ ઉપસ્‍થિત હતા. તેમ સરપંચ શાંતીલાલ રાણવાની યાદી જણાવે છે.


અમર ડેરી ખાતે સહકારી દૂધ મંડળીઓનાં મંત્રીઓનાં તાલીમ વર્ગનો શુભારંભ

અમરેલી જિલ્‍લા સહકારી દૂધ ઉત્‍પાદક  સંઘ લી. અમર ડેરી ખાતે ડેરીના ચેરમેન અશ્‍વિન સાવલીયા,  મેનેજિંગ ડિરેકટર ડો. આર.એસ. પટેલ, જનરલ મેનેજર ધાર્મિકભાઈ રામાણી, પશુપાલન વિભાગના ધનિષ્ઠ નાયબ પશુપાલન નિયામક ડો. દલસાણીયા, નાયબ પશુપાલન નિયામક  ડો. ભાડેજાના હસ્‍તે આજ દૂધ  સહકારી મંડળીઓના મંત્રીનો તાલીમ  વર્ગનો  શુભારંભ કરવામાં આવેલ છે. આ તાલીમ એન.ડી.ડી.બી.ની ગ્રામ્‍ય આધારિત દૂધ સંપાદન પ્રણાલી (વી.બી.એમ.પી.એસ.) યોજના હેઠળ અમર ડેરી ખાતે આતાલીમ વર્ગનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં અમરેલી જિલ્‍લાની પ0 દૂધ સહકારી મંડળીઓના મંત્રીઓને સહકારી ક્ષેત્ર, હિસાબી પઘ્‍ધતિઓ, દૂધ સંપાદન, સ્‍વચ્‍છ દૂધ ઉત્‍ પાદન, વૈજ્ઞાનિક ઢબે પશુપાલન વિગેરે જેવા મુદાઓ પર સહકારી વ્‍યવસ્‍થાપન કેન્‍દ્ર, નારીના પ્રાઘ્‍યાપક ડી.આર. રાવલ અને અમરેલી જિલ્‍લા સંઘના ઠાકરભાઈ દ્વારા તાલીમ આપવામાં આવશે. આ  ઉપરાંત ગુજરાત સરકારની 1ર દૂધાળા પશુઓની સ્‍વરોજગારી યોજનાના 37 લાભાર્થીઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહયા હતા અને 1ર દૂધાળા પશુઓની યોજનામાં તેમના દ્વારા કરેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી એવું અમર ડેરીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યું હતું.


અવસાન નોંધ

અવસાન નોંધ

ધારી : નવાગામ (ફતેગઢ) નિવાસી સ્‍વ. રતિલાલ ઈશ્‍વરભાઈ, સ્‍વ .મગનલાલ ઈશ્‍વરભાઈ અને હરેશભાઈ ઈશ્‍વરભાઈના ભત્રીજા તેમજ નાથાભાઈ નાનજીભાઈ દવેના જયેષ્ઠપુત્ર તથા સંજયભાઈ, રાકેશભાઈના મોટા ભાઈ તેમજ અભિષેક અને તેજલબેનના પિતાજી મનોજભાઈ નાથાભાઈ દવે (ઉ.વ.47) (શિક્ષક, રાજુલા)નું તા.ર/1ને બુધવારના રોજ અવસાન થયેલ છે. તેમની તમામ અંતિમવિધિ નવાગામ (ફતેગઢ) તા.ધારી મુકામે રાખેલ છે.

અમરેલી : સૌરાષ્‍ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ બટુકભાઈ (મુળશંકરભાઈ) શાંતિલાલ મહેતા (વતન પ્રેસ વાળા) તે મનુભાઈ(કુંકાવાવ), મહેન્‍દ્રભાઈ (અમરેલી) પ્રવિણભાઈ (કુંકાવાવ) તથા સ્‍વ. શરદભાઈ (અમદાવાદ) તથા ગિરીશભાઈ (સુરત) પ્રફુલભાઈ (સુરત) તથા જવાહરભાઈ (અમદાવાદ)ના મોટા ભાઈ તથા વિરેનભાઈ (ટીનુભાઈ) તથા હિરેનભાઈનાં પિતાશ્રીનું તા.3/1ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. પ/1 ને શનિવારનાં રોજ જૈન મહાજન વાડી યુનિટ-ર લાઈબ્રેરી રોડ અમરેલી ખાતે બપોરે 4 થી 6 રાખેલ છે. નોંધ : કોઈ ધાર્મિકવિધી રાખેલ નથી.

દામનગર : દામનગર દલિત  મનોજભાઈ ઉકાભાઈ જયપાલ ઉ.વ. પ4નું દેહાવસાન તે દામનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મનસુખભાઈ ઉકાભાઈના મોટાભાઈ અને હિતેશભાઈ જયપાલનાં કાકા થાય છે. સદગતનું પાણીઢોળ બારમું તા.8/1 ને મંગળવારનાં રોજ સદગતનાં નિવાસ સ્‍થાને રાખેલ છે.

ચલાલા : મુળ માણેકવાડા, હાલ સુરત ગોમતીબેન નાનજીભાઈ કાચા (ઉ.વ.9પ)નું તા.ર/1ને બુધવારના રોજ રામચરણ પામેલ છે. તે સ્‍વ. મોહનભાઈ, બાબુભાઈ, કલાબેનના માતુશ્રી, મુકેશ, કિશોરભાઈ, જયેશના દાદીમા અને સ્‍વ. પરશોતમભાઈ સોંડીગલા (ચલાલા), રતિભાઈ (સા.કું.)ના સાસુમા તેમજ સ્‍વ. નિલેષ, નિશાર, જગત, સૌરભ, શુભમના નાનીમા થાય. સદગતની દશાવિધિ તા.9/1 અને ઉત્તરક્રિયા તા.10/1ને ગુરૂવારના રોજ અંજની સોસાયટીની વાડી, સુરત મુકામે રાખવામાં આવેલછે.


ધારી-બગસરા પંથકમાં કોંગી ધારાસભ્‍ય દ્વારા વિકાસકાર્યોનું ભૂમિપૂજન

ધારી-બગસરાના ધારાસભ્‍ય જે.વી. કાકડીયા દ્વારા તાજેતરમાં ધારીના કમીથી કેરાળા, બગસરાના નાના મુંજીયાસરથી રફાળા અને બગસરાના મોટા મુંજીયાસરથી નવી-જૂની હળીયાદ- વેરાવળ સુધીના માર્ગનું ભૂમિપૂજન કરવામાં આવ્‍યું હતું. આ તકે સ્‍થાનિક આગેવાનો અને ગામજનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા.


04-01-2019