Main Menu

Thursday, January 3rd, 2019

 

ગુજરાતનાં મુખ્‍યમંત્રી વિજય રૂપાણીએ હિન્‍દી ચલચિત્ર ‘નાયક’ એકવાર નિહાળવી જરૂરી

ભાજપાના આગેવાનો લાજવાને બદલે ગાજવાનું બંધ કરે

ગુજરાતનાં મુખ્‍યમંત્રી વિજય રૂપાણીએ હિન્‍દી ચલચિત્ર ‘નાયક’ એકવાર નિહાળવી જરૂરી

આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદનાં ડો. જી.જે. ગજેરાનું નિવેદન

અમરેલી, તા.ર

તાજેતરમાં એક કાર્યક્રમમાં ગુજરાતના મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્‍વીકાર્યુ કે ગુજરાતમાં મહેસુલ વિભાગ અને પોલીસ વિભાગમાં ખુબ મોટે પાયે ભ્રષ્‍ટાચાર ચાલી રહયો છે. આ મંતવ્‍ય ઉપર અમરેલીના આગેવાનોએ તેમને અભિનંદન આપ્‍યા. ખરેખર ગુજરાત સરકારે આ માટે શરમ અનુભવી જોઈએ કારણ કે ગુજરાતમાં 199પ થી ભાજપાની સરકાર છે. આ આગેવાનો એમ કરે છે કે કોગ્રેસઓએ છ દાયકા સુધી દેશનેલુંટી છે. પરંતુ તેઓએ નથી વિચારતા કે તેમની સરકાર ગુજરાતમાં ર3-ર4 વર્ષથી છે. અને કોંગ્રેસના રાજમાં ચાલતો ભ્રષ્‍ટાચર દુર કરવા આટલા વરસો ભાજપાના સરકારે શું કર્યુ ? જો ભ્રષ્‍ટાચાર દુર કરવા હોય તેને પાંચ સાત વરસમાં બધુ થઈ શકે પરંતુ તેને માટે ઈચ્‍છાશકિત જોઈએ જે આ સરકારમાં દેખાતી નથી. વિજયભાઈ ગુજરાતના મુખ્‍યમંત્રી છે. અને તેને બધી જ સત્તા છે. તે આવું બોલ્‍યા એટલે એના ઘ્‍યાનમાં જ હશે કે કોણ – કોણ અધિકારીઓ આ ભ્રષ્‍ટાચારમાં સંડોવાયેલ છે. તો તેની ઉપર કેમ કોઈ પગલાં લેતા નથી ? આ પગલાં ન લેવાનું કારણ જનતા જાણે જ છે. હજી તેની પાસે ચાર વરસનો સમય છે. આજથી આ ભ્રષ્‍ટાચાર નાબુદ કરવાના શરૂઆત કરશે તો તે આવતા ચાર વરસમાં ગુજરાતને સંપૂર્ણ રીતે ભ્રષ્‍ટાચાર નાબુદ કરી શકે છે. અને એ રીતે જનતાના આથી મેળવી શકે છે. એટલે ભાજપાના આગેવાનોએ કાંઈ હરખાવા જેવું નથી ભાજપાની એક ખાસિયત છે કે પહેલા આફત ઉભી કરવી અને પછી એમાંથી અવસર પ્રાપ્‍ત કરીને પ્રજાણ ઓમમાં ધૂળ નાખવી અને પોતાના અને પોતાના વખણ કરવા અને અભિનંદન આપવા. ખરેખર વિજયભાઈની આ નબળાઈ કહેવાય કે તેને ખબર છે છતાં તેમાં કોઈ પગલા લેતા નથી. અને ધ્રુતુરાષ્‍ટ્રની જેમ આમે પાટા બાંધીને બધુ ચાલવા દે છે. પ્રમાણિકઓફિસરોને સજા થાય છે. અને ભ્રષ્‍ટાચારીઓ લીલા લહેર કરે છે. તાજેતરમાં ટુરીઝમ વિભાગના સચિવ અનિલ પટેલને સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યા કારણ કે તેણે તે વિભાગના ભ્રષ્‍ટાચાર ખુલ્‍લો કર્યો. આવી નિતિથી જો વિજયભાઈ ચાલશે તો હજુ ભવિષ્‍યમાં ભ્રષ્‍ટાચાર વધતો જશે અને કાબુ બહાર જતો રહેશે. અને છેવટે તો ગુજરાતની પ્રજાને જ સહન કરવાનું રહેશે. આ માટે વિજયભાઈ રૂપાણીને ફિલ્‍મ ભભનાયકભભ બતાવવાની જરૂર છે. અને તેના ભભનાયકભભ પાસેથી રાજ કેમ ચલાવવું અને ભ્રષ્‍ટાચાર કેમ નાબુદ કરવો તે શીખવાની જરૂર છે.


લ્‍યો બોલો : કુંકાવાવમાં 3 દુકાનો અને એક રહેણાંક મકાનમાં વિના રોકટોક તસ્‍કરોનાં પરોણા

કુંકાવાવ, તા.ર

કુંકાવાવમાં ઠંડીની મૌસમમાં તસ્‍કરો અવાર નવાર દુકાનો, મકાનો, ઓફિસોમાં ચોરીનો પ્રયાસ કરવાની ઘટનાઓ વારંવાર બની રહી છે. ત્‍યારે ગત રાત્રીના સુભાષ ચોક જેવા મેઈન બજાર જેવા વિસ્‍તારમાં ત્રણ દુકાનોના શટર ઉંચકાવીને ચોરીનો પ્રયાસ કરવામાં આવ્‍યો હતો. જયારે તસ્‍કરોના હાથમાં કોઈ મોટી રકમ નહીં આવતા પરચૂરણ લઈ ગયા હતા. જયારે મોદ પ્‍લોટ વિસ્‍તારમાં એક રહેણાંક  મકાનમાં ચોરીનો પ્રયાસકરતા લોકો જાગી જતા ચોરી કરવા આવેલા તસ્‍કરો છુટા પાણાનો ઘા કરીને ભાગી ગયા હતા. આ ફરિયાદ મળતા જ પોલીસ બનાવ      સ્‍થળે પહોંચ્‍યાના બે મીટર સાયકલમાં ચાર તસ્‍કરો આવેલા તે ભાગી ગયા હતા. પીછો કરવા છતા ભાગવામાં તસ્‍કરો સફળ રહયા હતા. જયારે છેલ્‍લા ઘણા દિવસોથી ચોરીના બનાવોમાં વધારો થતા પોલીસ અને હોમગાર્ડની ચિંતા વધી છે. ત્‍યારે પોલીસ હોમગાર્ડ પેટ્રોલીંગ  હોવા છતાં તસ્‍કરો અવાર નવાર મેઈન વિસ્‍તારમાં ચોરીનો પ્રયાસ કરી રહયા છે. જેથી લોકોમાં રોષ જોવા મળી રહયો છે. અને ભયની લાગણી વ્‍યકત કરી રહયા છે.


સાળવા ગામે પત્‍નિને કેરોસીન છાંટી સળગાવી દઈ જીવલેણ હુમલો કરતો પતિ

સાળવા ગામે પત્‍નિને કેરોસીન છાંટી સળગાવી દઈ જીવલેણ હુમલો કરતો પતિ

ડીલેવરી કરવા આવેલદીકરીને પણ પિતાએ માર માર્યો

અમરેલી, તા. ર

ખાંભા તાલુકાનાં સાળવા ગામે રહેતાં અને મજુરી કામ કરતાં કંચનબેન મધુભાઈ વાળા નામનાં 38 વર્ષિય પરિણીતાનાં પતિ મધુભાઈ દારૂ પીવાની ટેવ વાળો હોય, તેણીની દિકરી ડીલેવરી કરવા આવેલ હોય, જેથી આ મધુભાઈ પોતાની દિકરીને ગાળો આપતો હોવાથી આ કંચનબેને પોતાના પતિને દિકરીને ગાળો આપવા બાબતે ઠપકો આપતાં આ મધુભાઈ ભીખાભાઈ વાળાએ ઉશ્‍કેરાઈ જઈ પોતાની પત્‍નિ તથા દિકરીને                    ઢીકાપાટુનો માર મારી, માથામાં લાકડી મારી, પત્‍નિને જીવતી સળગાવી દેવા માટે થઈ કેરોસીન છાંટી સળગાવી દેતાં તેણીને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ છે.


અમરેલી જિલ્‍લાનાં શ્રમજીવીઓને રોજગારી આપો

દુષ્‍કાળગ્રસ્‍ત વિસ્‍તારમાં હજારો ગરીબ પરિવારો મુશ્‍કેલીમાં

અમરેલી જિલ્‍લાનાં શ્રમજીવીઓને રોજગારી આપો

જિલ્‍લામાં તાકીદે ચેકડેમ, તળાવ અને જળાશયોને ઊંડા ઉતારવાની કામગીરી શરૂ કરવી જરૂરી

અમરેલી, તા. ર

વર્ષ ર018નાં ચોમાસામાં ગુજરાત રાજયના મોટાભાગના જિલ્‍લા-તાલુકાઓના ગામડાઓમાં 1થી પ, 6, 7 ઈંચ જેટલો કયાંક ઓછો કયાંક વધારે બે રાઉન્‍ડમાં માંડ વરસાદ વરસેલ. તેમાંય ખાસ કરી સૌરાષ્‍ટ્રના અગીયાર જિલ્‍લાના ગામડાઓમાં ઓછી વૃષ્‍ટિ જેવી જ પરિસ્‍થિતિ નિર્માણ થયેલ. તેમાં ખેડૂતોને પશુ માટે ઘાસચારો, પાક નિષ્‍ફળ જવાના કારણે ખેતીના વ્‍યવસાય સાથે ચાલતા નાના-મોટા ધંધાો બંધ થવાના આરે આવીને ઉભા છે. જેના કારણે સૌરાષ્‍ટ્રના તમામ જિલ્‍લાઓમાં, ગામડાઓમાં મજુરો, કારીગરો બેકારીના ભરડામાં આવવા માંડયા છે. ત્‍યારે ગરીબ મજુર રોજગારી વિના કોના સહારે જીવે ?

ગુજરાત સરકારે થોડા સમય પહેલા પ1 તાલુકાને અછતગ્રસ્‍ત જાહેર કરેલ અને તા. રપ/1ર/18નાં રોજ નાયબ મુખ્‍યમંત્રી નીતિનભાઈ પટેલે 4પ એમ 96 તાલુકાને અસરગ્રસ્‍ત જાહેર કરેલ. તેમાં માત્રખેડૂતોના હિતની વાત જાહેર કરેલ છે પરંતુ જે લોકો જમીન વિહોણા, ધંધા-રોજગાર, કોઈ બીઝનેસમેન નથી, કારીગરી-હુન્‍નર જાણતા નથી. જાત મહેનત કરી માંડ સો-દોઢસો રૂપિયા કમાઈ તેના કુટુંબનું ગુજરાન ચલાવતા અતિ ગરીબ મજુરો માટે ભેટ-સોગાદ વગર વ્‍યાજવાળી લોન સહાય ન આપે તો કંઈ નહીં પણ તાત્‍કાલીક અસરથી કેરસીટી (અછત)ના માઘ્‍યમથી સૌરાષ્‍ટ્રના ગામડાઓમાં રાહત કામ શરૂ કરે તો ગરીબોના ચુલા સળગવા અટકશે નહી તેવો અવાજ મજુરોમાંથી ઉઠી રહૃાો છે. કારણ કે ભારતના નાગરીકો અને મતદારો છે માટે.

ગત એક મહિનાના સમયમાં ઘણા તાલુકાઓમાં અછત જાહેર કરવા પાળા, ડેમો, તળાવો, ચેકડેમોના કામો વહેલીતકે રાજય સરકાર શરૂ કરે તેવી અનેક રજુઆતો ફોન ઘ્‍વારા, રૂબરૂ મળીને મજુર વર્ગના આગેવાનો ઘ્‍વારા રાજય સરકાર, આ એનજીઓ લોક અધિકાર મંચને પણ રજુઆતો કરેલ છે. માટે સૌરાષ્‍ટ્રની ગરીબ જનતા વતી વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલની સરકાર તાત્‍કાલીક અછત જાહેર કરી મજુરોને રોજીરોટી, પીવાનું પાણી સમયસર મળવા, ગરીબ ખેતમજુરો વતી એક અખબારી યાદીમાં લોક અધિકાર મંચ સૌરાષ્‍ટ્ર ઝોનના પ્રમુખ ગોવિંદભાઈ ધાધલની યાદીમાં જણાવ્‍યું છે.


ભૈ વાહ : જાફરાબાદના દરિયામાં વિન્‍ડ પાવર પ્રોજેકટનાં ઉજળા સંજોગો

ભૈ વાહ : જાફરાબાદના દરિયામાં વિન્‍ડ પાવર પ્રોજેકટનાં ઉજળા સંજોગો

જાફરાબાદ, તા.ર

કેન્‍દ્ર સરકાર દ્વારા તાલીમનાડુ સ્‍થિત પ્રાઈવેટ કંપનીને વિન્‍ડ પાવર પ્રોજેકટ અંગે (પવન ચકકી આધારીત) સર્વે માટે કામગીરી સોપવામાં આવેલી હતી.

આ પ્રાઈવેટ કંપની તમામ પાસાઓ ઘ્‍યાનમાં લઈને જેવા કે, હવાનો પુરતો જથ્‍થો ર4 કલાક મળી રહે છે. કે કેમ ? જાફરાબાદના માછીમારોને અડચણરૂપ નથી થતું નથી ને ? ઉદ્યોગોને આ પાવર પ્રોજકેટ નડતરરૂપ નથી ને ? આમ તમામ પાસાઓમાં વિન્‍ડ પાવર પ્રોજેકટ એક અનુકુળ થઈ ગયું છે.

આવનાર વિન્‍ડ પાવર પ્રોજેકટ અંગે  જાફરાબાદની જનતામાં ખુશીનો માહોલ જોવા મળી રહયો છે.

કેન્‍દ્ર મા ં જયારે ગુજરાતના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી હોય અને ગુજરાતમાં અને કેન્‍દ્રમાં                                          એક જ પાર્ટી હોય એટલે પાંચેય આંગળા ઘીમાં એટલે નજીકના ભવિષ્‍યમાં વિન્‍ડપાવર પ્રોજેકટનું સ્‍વપ્‍ન સાકાર થઈ શકશે.આ વિન્‍ડપાવર પ્રોજેકટથી સ્‍થાનિક લોકોને રોજગારી તેમજ જાફરાબાદ- રાજુલાના ઉદ્યોગોને વીજળી પણ મળી શકશે.

આથી જાફરાબાદ- રાજુલાની જનતામાં ખુશીનો માહોલસર્જાયો છે. સ્‍થાનિક લોકો ઈચ્‍છી  રહયા છે.  વિન્‍ડપાવર પ્રોજેકટ જાફરાબાદમાં આવે.


ભૈ વાહ : ભ્રષ્‍ટાચારની તપાસમાં પણ ભ્રષ્‍ટાચાર

ભ્રષ્‍ટ બાબુઓ પેન માસ્‍ટર બનીને તપાસને અવળે માર્ગે ચડાવી દે છે

ભૈ વાહ : ભ્રષ્‍ટાચારની તપાસમાં પણ ભ્રષ્‍ટાચાર

જિલ્‍લાનાં જાગૃત્ત નાગરિકો, આરટીઆઈ એકટીવીસ્‍ટ કે કોઈ પીડિત વ્‍યકિત ફરિયાદ કરે તો તેની સાથે આરોપી જેવું વર્તન

અમરેલી, તા. ર

અમરેલી જિલ્‍લાનાં જાગૃત્ત નાગરિકો, આરટીઆઈ એકટીવીસ્‍ટ કે કોઈ પીડિત વ્‍યકિત સરકારી વિભાગમાં ભ્રષ્‍ટાચારની ફરિયાદ કરીને તપાસ માંગે તો મોટાભાગનાં કિસ્‍સાઓમાં તપાસ કરવામાં આવતી નથી અથવા તો ભ્રષ્‍ટાચારની તપાસનું નાળચુ ફરિયાદી પર તાકવામાં આવી રહૃાાનાં અનેક બનાવો બની રહૃાા છે.

રાજયનાં મુખ્‍યમંત્રી મહેસુલ વિભાગને સૌથી ભ્રષ્‍ટ હોવાનું કહી રહૃાા છે તેને સમર્થન આપતી અનેક ઘટનાઓ અમરેલી જિલ્‍લામાં બની રહી છે. જિલ્‍લામાં અનેક ધનકુબેરો, તબીબો, ઉદ્યોગપતિઓ કે વેપારીઓ ખોટી રીતે ખેડૂત ખાતેદાર બની ગયા હોવા અંગેની તપાસ અનેક વખત માંગવામાં આવી છે.

તાજેતરમાં ધારીનાં કુબડા ગામે અન્‍ય જિલ્‍લાનાં ઉદ્યોગપતિ ખોટી રીતે ખેડૂત ખાતેદાર બની ગયા છે. તેની તપાસ ગોકળગાયની ગતિએ થઈ રહી છે. સ્‍થાનિક મહેસુલી કર્મચારીઓ મહિનાઓ સુધી તપાસની ફાઈલ આગળ વધારતાં નથી અને કૌભાંડ કરનારને પરોક્ષ રીતે મદદરૂપ થવાનો હિન પ્રયાસકરી રહૃાા હોય જિલ્‍લા મહેસુલી વડાએ જરૂરી આદેશ કરવા જોઈએ તેવી માંગ ઉભી થઈ છે.


વીજપડી ગામે આરોપીને અટક કરવા ગયેલા ફોજદારની ફરજમાં રૂકાવટ

 

પીએસઆઈ ર્ેારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ

અમરેલી, તા. ર

સાવરકુંડલા રૂરલ પોલીસ સ્‍ટેશનમાં પી.એસ.આઈ. તરીકે ફરજ બજાવતાં બી.વી. બોરીસાગર નામનાં પોલીસ અધિકારી ગઈકાલે બપોરે વિજપડી ગામે ફર્સ્‍ટ ગુના નં.1ર0/18નાં તપાસનાં કામે આરોપીને અટક કરવા ગયેલા ત્‍યારે વીજપડી ગામે રહેતાં આરોપી સંજય ધીરૂભાઈ વાઘેલાએ આવી પોલીસ અધિકારી સાથે ઉગ્ર બોલાચાલી કરી ધરપકડ નહી કરવા દઈ અને વિરોધ કરી પોલીસ અધિકારીની ફરજમાં રૂકાવટ કરતાં આ અંગે સાવરકુંડલા રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.


અરે વાહ : શહેરની ભુગર્ભ ગટરની સમસ્‍યાનું નિરીક્ષણ કરાયું

વિધાનસભા ખાતરી સમિતિનાં વલ્‍લભભાઈ કાકડીયાની આગેવાનીમાં

અરે વાહ : શહેરની ભુગર્ભ ગટરની સમસ્‍યાનું નિરીક્ષણ કરાયું

લાઠી-બાબરાનાં ધારાસભ્‍ય દ્વારા ઉગ્ર રજુઆત કરવામાં આવી

અમરેલી, તા. ર

અમરેલી શહેરમાં ગુજરાત શહેરી વિકાસ કંપની લી. ગાંધીનગર ઘ્‍વારા થઈ રહેલા ભુગર્ભ ગટરનાં કામના અભ્‍યાસ માટે ગુજરાત વિધાનસભા ખાતરી સમિતિએ આજરોજ અમરેલીની મુલાકાત લીધી હતી.

ધારાસભ્‍ય વલ્‍લભભાઈ કાકડીયાના વડપણ હેઠળની ગુજરાત વિધાનસભા ખાતરી સમિતિની અમરેલી મુલાકાત વેળાએ લાઠી-બાબરાના ધારાસભ્‍ય ઠુંમર, ધંધુકાના ધારાસભ્‍ય રાજેશભાઈ ગોહિલ, ઉંઝાનાં ધારાસભ્‍ય આશાબેન પટેલ, ડિસાના ધારાસભ્‍ય શશીકાંત પંડયા, આકોટાના ધારાસભ્‍ય સીમાબેન મોહિલે, વલસાડના ધારાસભ્‍ય ભરતભાઈ પટેલ અને ધારાસભ્‍ય ચંદનજી ઠાકોર જોડાયા હતા.

સમિતિનાં અઘ્‍યક્ષ કાકડીયાની ઉપસ્‍થિતિમાં યોજાયેલ બેઠકમાં મ્‍યુનિસિપલ રીઝીયોનલ કમિશનર સુમેરા, પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઈજનેર, અમરેલી નગરપાલિકાનાં ચિફ ઓફિસર પાર્થ ગૌસ્‍વામી, ગુજરાત શહેરી વિકાસ કંપની લી.ના ઈજનેર રૂપાલા તથા પી.એમ.સી.નાં ઈજનેર પટેલ સાથે શહેરની લાઈનના કામોની પ્રગતિ અને સમસ્‍યા બાબતે વિસ્‍તૃત ચર્ચા કરી હતી.

બેઠક બાદ સમિતિના સભ્‍યોએ કેરીયા રોડ, સ્‍ટેશન રોડ, નાગનાથ રોડ,ગાયત્રી મંદિર રોડ સહિતના માર્ગોની પરિસ્‍થિતિનું જાત નિરીક્ષણ કર્યુ હતું તેમજ અમલીકરણ અધિકારીઓને અમરેલી શહેરની જનતાને પડતી હાલાકીનો સમય મર્યાદામાં નિકાલ કરવા સૂચનો કર્યા હતા.

આ પ્રસંગે લાયઝન અધિકારી રાજેન્‍દ્ર બારીયા, અમરેલી મામલતદાર, સીટી ઈજનેર ખોરાસીયા સહિત સંબંધિત અધિકારી/કર્મચારીઓ ઉપસ્‍થિત રહૃાા હતા.


દોડાદોડી : મહુવા નજીક ખાનગી કંપનીની કામગીરીનો વિરોધ કરતાં ખેડૂતો પર લાઠીચાર્જ

ભાજપ સરકારનાં ઈશારે દમન ગુજારાયાનો આક્ષેપ

દોડાદોડી : મહુવા નજીક ખાનગી કંપનીની કામગીરીનો વિરોધ કરતાં ખેડૂતો પર લાઠીચાર્જ

ખેડૂત સમાજનાં પ્રમુખ નરેશ વીરાણીએ નારાજગી વ્‍યકત કરી

રાજુલા, તા. ર

સરકારનાં ઈશારેપોલીસ ર્ેારા થતા વારંવાર અત્‍યાચાર બાબતે આજરોજ ભાવનગરના મહુવા પાસે આવેલા તલ્‍લી બાંભોર નજીક અલ્‍ટ્રાટેક કંપનીના માઈનિંગનો વિરોધ કરવામાં આવતા પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો. આજુબાજુના 10 ગામોના ખેડૂતો મોટી સંખ્‍યામાં માઈનિંગનો વિરોધ કરવા માટે તલ્‍લી બાંભોર ગામે પહોંચ્‍યા હતા. જે દરમ્‍યાન ખેડૂતોએ માઈનિંગ સાઈટ પર ગેરકાદેસર રીતે ઘુસવાનો પ્રયાસ કરતા ખેડૂતો અને પોલીસે એકબીજા સાથે રકઝક થતા એકબીજા ઉપર પથથરમારો ચાલુ કર્યો હતો. ત્‍યારબાદ મામલો બિચકતાં પોલીસે ખેડૂતો ઉપર જાણે કાશ્‍મીરના પથ્‍થરબાજો ઉપર જેમ મિલિટરીટૂટી પડે એવીજ રીતે ખેડૂતો ઉપર લાઠીચાર્જ કર્યો હતો અને કેટલાય નાના બાળકો અને સ્‍ત્રીઓને ઈજાઓ થઈ અને ભાવનગર એસપીએ એસઆરપીની માગ કરી છે. તો શું તમે એક ઉદ્યોગપતિની ચાપલુસી કરવા હજારો ખેડૂતો ઉપર લાઠીઓનો વરસાદ વરસાવવાનો ?

અહીંયા તમામ ખેડૂતો પોતાના હકની વાત કરવા માટે કેટલાય દિવસોથી ધકા ખાય છે અને આ ગાંધીના ગુજરાતમાં કોઈ પહેલી વખત આ બનાવ બન્‍યો નથી, સરકારના ઈશારે આવા લાઠીચાર્જ વારંવાર થયા છે અને આ અલ્‍ટ્રાટ્રેકનો મુદ્યો જેમ બન્‍ને તેમ જલ્‍દીથી નિરાકરણ લાવવા અને ફરી કયારેય ખેડૂતો ઉપર અત્‍યાચાર થશે તો તેનું પરિણામ ભોગવવા ગુજરાત સરકારને તૈયાર રહેવું તેમએક યાદીમાં નરેશ વીરાણીએ જણાવેલ છે.


અમરેલીનાં પટેલ સંકુલમાં થર્ટી-ફર્સ્‍ટ તથા વેલકમ ર019 કાર્યક્રમ યોજાયો  

અમરેલી જિલ્‍લા લેઉવા પટેલ ચેરિટેબલ ટ્રસ્‍ટ-સુરત સંચાલિત શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણીક સંકુલ-(પટેલ સંકુલ) અમરેલી દ્વારા નિયામક મનસુખભાઈ ધાનાણીના માર્ગદર્શન હેઠળ થર્ટી-ફર્સ્‍ટ ઉજવણી વેલકમ ર019 સમારોહ યોજાયો હતો. જેના ભાગરૂપ સંકુલની 8000 વિદ્યાર્થિનીઓએ દિવસભર વેષભુષા, રંગોળી, સુશોભન જેવી વિવિધ પ3 (ત્રેપન) સ્‍પર્ધાઓમાં ભાગ લઈને થર્ટી-ફર્સ્‍ટને યાદગાર બનાવી હતી તથા થર્ટી-ફર્સ્‍ટની રાત્રિના ગીત-સંગીત-નૃત્‍ય-ડાન્‍સની મેગા-ઈવેન્‍ટમાં વર્ષ 1960 થી ર018 સુધીના સમયગાળાના જુના-નવાફીલ્‍મીગીતનું લાઈવ પર્ફોમન્‍સ તથા ફીલ્‍મીગીત પર ડાન્‍સપ્રસ્‍તૃતિની મેગા-કોમ્‍પીટિશન યોજાઈ હતી જેમાં કુલ 84 (ચોર્યાસી) ફીલ્‍મગીતો રજુ કરીને ‘‘ગુડ બાય ર018 તથા વેલકમ ર019” સમારોહ તથા કાર્યક્રમને અવિસ્‍મરણીય બનાવીને સંગીત- ગીત-ગુંજનથી માહોલમાં ઉત્‍સાહ વધાર્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓનો ઉત્‍સાહ વધારવા પટેલ સંકુલના ટ્રસ્‍ટી ગિરધરભાઈ ગજેરા તથા કેમ્‍પસ ડાયરેકટર ચતુરભાઈ ખૂંટ ઉપસ્‍થિત રભ હતા. આ તકે સ્‍થાપક પ્રમુખ વસંતભાઈ ગજેરા, પ્રમુખ મનુભાઈ કાકડીયા, ઉપપ્રમુખ પરશોતમભાઈ ધામી, સેક્રેટરી બાબુભાઈ સાકરીયા, હોસ્‍ટેલ ડાયરેકટર વલ્‍લભભાઈ રામાણી, પ્‍લાઝા ડાયરેકટર બ્રિજેશભાઈ પલસાણા વિગેરેએ શુભેચ્‍છા પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સંગીત વિભાગ લાઈટ એન્‍ડ સાઉન્‍ડ વિભાગ તથા નિર્ણાયકોએ ભારે જહેમત ઉઠાવી હતી.


અવસાન નોંધ

અવસાન નોંધ

ચલાલા : ચલાલા (મીઠાપુર) નિવાસી બાબુભાઈ કરશનભાઈ સોલંકી (ઉ.વ.94) તેઓ ધીરૂભાઈના મોટા ભાઈ તથા ધનસુખભાઈ તથા મુકેશભાઈના પિતાજી તા.1/1ના રોજ વૈકુંઠવાસી થયેલ છે. સદગતનું બેસણું તા.3/1ને ગુરૂવારના રોજ સદગતના નિવાસસ્‍થાન મીઠાપુર (ડુંગરી), પટેલ વાડી પાછળ સાંજના 4 થી 6 રાખેલ છે.

દામનગર : દામનગર દાઉદી વ્‍હોરા સમાજના કુરસમભાઈ કાસમભાઈ ભારમલ (ઉ.વ.89)નું અવસાનથયેલ છે. તે હાતિમભાઈ (સાવરકુંડલા), કુરબાનભાઈ, અબ્‍દુલાભાઈ, જેનુદિનભાઈ, સેફુદીનભાઈ (દામનગર), મુનીરાબેન તાહેરઅલી (લાઠી વાળા) અમરેલીના મા સાહેબાનું તા.ર/1ને બુધવારના રોજ વફાત થયેલ છે. મર્હુમની જયારત તથા શિયુમના ફાતિહા તા.4/1ને શુક્રવાર જુમ્‍માના રોજ 1રઃ30 કલાકે દામનગર મુકામે દાઉદી વ્‍હોરા સમાજની મસ્‍જિદમાં રાખેલ છે.

સાવરકુંડલા : સાવરકુંડલા નિવાસી નરેન્‍દ્રભાઈ બંસીદાસજી કિલાવત શિક્ષકના પિતાજી બંસીદાસજી નથુરામજી કિલાવત (ઉ.વ.101)નું તા.ર8/1રને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તે ધ્રુવભાઈ અને મૌલિકભાઈ કિલાવતના દાદા થાય છે. સદગતનું બેસણું તા.3/1ને ગુરૂવારના રોજ મહુવા રોડ, પંચવટી સોસાયટી, સાવરકુંડલા ખાતે રાખેલ છે.

સાવરકુંડલા : સાવરકુંડલા નિવાસી રામજીભાઈ ડાયાભાઈ વિંઝુડા (ઉ.વ.78)નું તા.30/1રને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તે સુરેશભાઈ રાઠોડ (એડવોકેટ/નોટરી) તથા પ્રમોદભાઈ રાઠોડના પિતા થાય છે. સદગતનું બેસણું તા.3/1ને ગુરૂવારના રોજ સાંજે 4 થી 6 સુધી સ્‍ટેશન રોડ, વિંઝુડાવાસ, સાવરકુંડલા ખાતે રાખેલ છે.

સાવરકુંડલા : સાવરકુંડલા નિવાસી લાલજીભાઈ જીવરાજભાઈ ચૌહાણના ધર્મપત્‍નિ લીલાવંતીબેન (ઉ.વ.79)નું તા.1/1ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. તે સ્‍વ.પ્રવીણભાઈ, નરેશભાઈ, નીતિનભાઈ ચૌહણના માતુશ્રી થાય છે. સદગતનું બેસણું તા.3/1ને ગુરૂવારના રોજ સાંજે 4થી 6 ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ વાડી, પારેખવાડી, સાવરકુંડલા ખાતે રાખેલ છે.

રાજુલા : રાજુલા નિવાસી મનુભાઈ નાથાભાઈ દવે (ઉ.વ.47)નું આજરોજ દુઃખદ અવસાન થયેલ છે. જે રાજુલામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા જે અભિષેકના પિતા થાય.


સાવરકુંડલાની નાવલી નદીમાં ગંદકીથી શહેરીજનો ત્રાહીમામ

ગંગા નદી તો સાફ ન થઈ પરંતુ નાવલી નદીની હાલત પણ ખરાબ

સાવરકુંડલાની નાવલી નદીમાં ગંદકીથી શહેરીજનો ત્રાહીમામ

નદીમાં જ શાકમાર્કેટ હોય શહેરીજનોને શાકભાજીની ખરીદી કરવી મુશ્‍કેલ બની

સાવરકુંડલા, તા. ર

સાવરકુંડલા શહેરની મઘ્‍યમાં પ્રસાર થતી નાવલી નદી ઊંડી ઉતારવા  અને ગંદકી સાફ કરવા માટે ખર્ચો કરવામાં આવ્‍યો હતો પરંતુ આજદિન સુધી નાવલી નદીમાં સફાઈ કરવામાં આવતી નથી અને દિન પ્રતિદિન ગંદકી વધતી જાય છે. શહેરની મઘ્‍યમાં આવેલ નાવલી નદીમાં શાકમાર્કેટ આવેલ છે જયાંથી દરરોજ શહેરીજનો શાકભાજી લેવા માટે ગંદકી અને દુર્ગંધનો ભોગ બને છે તથા તેમને રોગચાળાનો પણ ભય સતાવી રહૃાો છે. હાલ પાલિકા તંત્ર ઘ્‍વારા શહેરમાં સ્‍વચ્‍છતા જળવાઈ રહે તે માટે સ્‍વચ્‍છતા અભિયાનની મોબાઈલમાં એપ્‍લીકેશન નાખવામાં આવી રહી છે જેમાં પણ લોકો ઘ્‍વારા નાવલી નદીના ગંદકીના ફોટોઅપલોડ કરે છે છતાં પણ કંઈ ફેર પડતો નથી. સાવરકુંડલા નગરપાલિકા ઘ્‍વારા સ્‍વચ્‍છતાની બાંગો પુકારતી વાતો વચ્‍ચે શહેરની જનતા મુશ્‍કેલીઓ ભોગવી રહી છે.

સાવરકુંડલાની નાવલી નદી હવે ગંદી અને ગોબરી થઈ ગઈ હોવાથી પાલિકા તંત્ર કયારે સફાઈ શકરે તે જોવાનું રહૃાું છે. આજ નાવલી નદી ઊંડી ઉતારવા માટે અને સફાઈ માટે લાખો રૂપિયાનો ખર્ચો કરેલ છે છતાં પણ પરિણામ શુન્‍ય છે. સાવરકુંડલાની જનતા શાકભાજી લેવા માટે નાવલીમાં ઉભરાતી ગટરોમાં બેસેલા મચ્‍છરો શાકભાજી ઉપર બેસે છે અને     રોગચાળાની ભીતિ ઉભી થાય છે. સાવરકુંડલાના શહેરીજનોએ ખોબલે ખોબલે મત આપેલ છે છતાં પણ સત્તાધીશો અને કાઉન્‍સેલરો આ બાબતે ગંભીર પ્રશ્‍ન હલ થાય તેવી સાવરકુંડલાની પ્રજા ઈચ્‍છી રહી છે.

સાવરકુંડલા શહેરની જનતાને પાલિકા તંત્ર પર ઉઠતો જતો વિશ્‍વાસ, અધિકારીઓના અધધ પગાર, સરકાર ઘ્‍વારા સ્‍વચ્‍છતાના નામે અપાતી લાખો રૂપિયાની ગ્રાન્‍ટ જાય છે કયાં તે પણ એક પ્રશ્‍ન સાવરકુંડલાની જનતાના મુખે ચર્ચાઈ રહૃાો છે.


અમરેલીનાં પટેલ સંકુલમાં હિમોગ્‍લોબીન ચકાસણી કેમ્‍પ યોજાયો

શ્રી અમરેલી જિલ્‍લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત શ્રમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ ખાતે તા.30-1ર-ર018ના રોજ બી.ટી.સવાણી ટ્રસ્‍ટ દ્વારા તેમજ કુંડારિયા ટ્રસ્‍ટના સહયોગથી સંસ્‍થાની હોસ્‍ટેલમાં રહેતી વિદ્યાર્થીના હિમોગ્‍લોબીન ચકાસણી કેમ્‍પમાં ડો.ભાણજીભાઈ કુંડારિયા યુએસએ તેમજ આસીસ્‍ટન કલેકટર પટેલ તેમજ ટ્રસ્‍ટના સંચાલક શાંતિભાઈ ફળદુ હાજર રહેલ સાથે સીટી ડોકટરોની ટીમ હાજર રહેલ સમય સંજોગે કાર્યક્રમમાં સૌરાષ્‍ટ્ર યુની.ના સીન્‍ડીકેટ સભ્‍ય ડો.ભીમાણી, સંસ્‍થાના સ્‍થાપક પ્રમુખ વસંતભાઈ ગજેરા, ગીરધરભાઈ ગજેરા, સંસ્‍થાના નિયામક મનસુખભાઈ ધાનાણી, ચતુરભાઈ ખુંટ, પ્‍લાઝા ડાયરેકટર પલસાણા સર, મગનભાઈ વસોયા, હોસ્‍ટેલ ડાયરેકટર વલ્‍લભભાઈ રામાણી તમામ હાજર રહેલ ડો.ભાણજીભાઈ કુંડારિયાએ પોતાના પ્રવચનમાં હિમોગ્‍લોબીનની ઉણપથી થતા રોગો વિશે વિસ્‍તૃત વિદ્યાર્થીઓને જાણકારી આપેલ તેમની સંસ્‍થા તરફથી સ્‍ટુડન્‍ટને છ માસ સુધીની કેપ્‍સ્‍યુલ દવા પણફ્રીમાં આપેલ છે. ઉપરોકત તપાસણીમાં હોસ્‍ટેલ વિભાગના રેકટરશ્રીઓનો સંપૂર્ણ સહકાર રહેલ ડોકટરોની ટીમ સાથે હોસ્‍ટેલ વિભાગના રેકટરોએ સાથે રહી ચકાસણી કરાવી આપેલ સવારના 9 થી સાંજના 6 વાગ્‍યા સુધી કેમ્‍પની કામગીરી થયેલ આ કેમ્‍પને સફળ થવા સંસ્‍થાના પ્રમુખ મનુભાઈ કાકડિયા ઉ.પ્રમુખ દાસભાઈ ધામી મંત્રી બાબુભાઈ સાકરીયા શુભેચ્‍છા પાઠવે છે અને ભાણજીભાઈને અને તેમના સાથીઓનો આભાર માને છે તેમ સંસ્‍થાવતી વલ્‍લભભાઈ રામાણીની યાદીમાં જણાવાયું છે.


03-01-2019