Main Menu

Wednesday, January 2nd, 2019

 

જાફરાબાદનાં નગરસેવિકા બેબીબેન સોલંકીએ સભ્‍યપદેથી રાજીનામું ધરી દીધું

ભારતસરકારનાં નિયમોનું ઉલ્‍લંઘન થયાનું જણાવ્‍યું

અમરેલી, તા.1

જાફરાબાદના નગરસેવિકા બેબીબેન સોલંકીએ તેના ભાઈને જ્ઞાતિમાંથી બહાર કરી દેવાતા નારાજ થઈને સભ્‍યપદેથી રાજીનામું ધરી દેતા ચકચાર મચી છે.

રાજીનામા પત્રમાં જણાવલ છે કે, જાફરાબાદ ખાતે ગત નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં.-રમાં સભ્‍ય પદે ખારવા સમાજ દ્વારા મને ઉભી રાખલ અને હું ચૂંટાઈ આવી છું. ગત સમયમાં નગરપાલિકાના વર્તમાન કારોબારીના ચેરમેન ખારવા સમાજના પટેલ કે જેઓએ જાફરાબાદ ખાતે રહેતા અમારા ભાઈ કે જેઓ બ્‍લડપ્રેશરના દર્દી છે તેને ઢોર માર મારેલ છે. જેથી અમારા ભાઈએ તેની વિરૂઘ્‍ધ પોલીસમાં ફરિયાદ લખાવેલ હોય તેમણે જ્ઞાતિ સતાનો ગેરકાયદેસર દૂરઉપયોગ કરી અમારા ભાઈને ખારવા જ્ઞાતિ બહાર મુકેલ છે. જે ભારત સરકારના નિયમોનો સરેઆમ ગુનો બને છે. અને અમારી જ્ઞાતિ પટેલ તથા નગરપાલિકાના ચેરમેન મનસ્‍વી વર્તન કરતા હોય અને તેમના હોદાનો દૂરૂપયોગ કરતા હોય તેનાથી નાખુશ થઈ હું ઉપરોકત કારણે મારી ફરજ એટલે કે નગરપાલિકાના વોર્ડ નં.-રના સભ્‍ય પદેથી રાજીનામું આપું છું. તો મારા રાજીનામાનો સ્‍વીકાર કરવા અંતમાં માંગ કરેલ છે.


ખાંભાનાં સ્‍વામીનારાયણ મંદિરમાં શાકોત્‍સવ યોજાયો  

ખાંભા અક્ષર પુરૂષોતમ સ્‍વામીનારાયણમાં સંતોના સાનિઘ્‍યમાં શાકોત્‍સવના કરાયેલા આયોજનમાં હજારો હરિભકતોએ લાભ લીધો હતો. શ્રી અક્ષર પુરૂષોતમ સ્‍વામીનારાયણ મંદિર ખાતે મહુવાના સાધુ અખંડ મંગલસ્‍વામીતથાસરલમૂર્તિ સ્‍વામીના સાનિઘ્‍યમાં મંદિરના પટાંગણમાં શાકોત્‍સવના કરાયેલા આયોજનમાં ધૂન, કીર્તન, પ્રવચન અને ભગવાનને શાકોત્‍સવની વાનગીનો થાળ ધરી અંદાજે એકાદ હજાર હરિભકતો, ગામના અગ્રણીઓ, મહિલાઓ અને બાળકોએ પ્રસાદ લીધેલ. આ અવસરે ખાંભાના પી.એસ.આઈ. નીમાવત તથા સ્‍ટાફ, જિ.પં. સભ્‍ય નિરૂભા રાઠોડ, કોંગ્રેસ પ્રમુખ બાબભાઈ ખુમાણ, વેપારી મહામંડળના પ્રમુખ મહેન્‍દ્રભાઈ હરીયાણી, ખાંભાના સરપંચ અમરીશ જોષી, ભીખુભાઈ બાટાવાળા, અરવિંદભાઈ ચાવડા, આનંદ ભટ્ટ હાજર રહી સંતોનું ફૂલહારથી સન્‍માન કરવામાં આવેલ. શાકોત્‍સવના કાર્યક્રમને સફળ બનાવવા મહેશ વાળા, દર્શન વનરા, અનીલ પરમાર, યોગેશભાઈ ઉપાઘ્‍યાયએ ભારે જહેમત ઉઠાવેલ.


લે બોલ : મહેસુલ નહી બલ્‍કે ગૃહ વિભાગ સૌથી વધુ ભ્રષ્‍ટ

ભ્રષ્‍ટાચાર બાબતે ગૃહવિભાગે તમામ વિભાગને પછડાટ આપી

લે બોલ : મહેસુલ નહી બલ્‍કે ગૃહ વિભાગ સૌથી વધુ ભ્રષ્‍ટ

એસીબીએ ર018માં ગૃહ વિભાગનાં 137 કર્મચારીઓને રૂપિયા ર0 લાખની લાંચમાં ઝડપી લીધેલ

મહેસુલ વિભાગનાં માત્ર 30 વ્‍યકિતઓ રૂપિયા 14 લાખની લાંચ લેતા ઝડપાયા હતા

અમરેલી,તા.1

તાજેતરમાં ગુજરાતના મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એક સમારોહમં એવો ચોકાવનારો ખુલાસો કર્યો હતો કે ગુજરાતનાં તમમ સરકારી વિભાગોમાં સૌથી વધુ ભ્રષ્‍ટ મહેસુલ વિભાગ છે. તેમના આ નિવેદનમાં ઘેરા પડયા – પડય હતા અને વિભાગના કર્મચારીઓએ વિરોધ નોંધાવી આવેદનપત્રો પણ સરકારને પાઠવ્‍યા હતા, રૂપાણીએ સૈથી વધુ ભ્રષ્‍ટ મહેસુલ વિભાગને કહયું છે. પરંતુ લાંચ-રૂશ્‍વત વિરોધી ખાતુ એટલે કે એસીબીના ર018ના ડેટા અનુસાર ગુજરાતમાં સૌથી વધુ ભ્રષ્‍ટ ખાતું મહેસુલ નથી પણ ગૃહખાતુ છે. એસીબીના કહેવા મુજબ અમે ગૃહ વિભાગમાંથી રૂા.ર0.14 લાખની લાંચનો મામલો પકડી પાડયો છે. જેમાં 137 લોકોની સંડોવણી ખુલી હતી. એસીબીના ડેટા અનુસાર મહેસુલ વિભાગ બીજા ક્રમે અવે છે. અને તેઓએ રૂા.14.4 લાખની લાંચનો મામલો પકડી પાડયો હતો. જેમાં 30 લોકોની સંડોવણી ખુલી હતી.

એસીબીના 1 લી જાન્‍યુઆરીથી 31 ડીસે-ર018 સુધીના આંકડાઓ જણાવે છે કે, પોલીસ સહિત ગૃહ વિભાગના 137 વ્‍યકિતઓને તેઓએ લાંચ લેતા પકડી પાડયા હતા. આ લોકો સામે 81 ગુન્‍હાઓ દાખલ કરવામાં આવ્‍યા હતા. જે 137 અરોપીઓને તેઓએ લાંચ લેતા ઝડપી પાડયા હતા. તેમાં 101 વર્ગ-3 ના કર્મચારીઓ હતા. 6 વર્ગ-રના અધિકારીઓ હતા. ચોથા વર્ગના 4 કર્મચારીઓ અનેર6 અન્‍યોની ધરપકડ કરી હતી.

ગયા વર્ષે કુલ 4ર ગુન્‍હામાં ગૃહ વિભાગમાંથી રૂા.પ.10 લાખની લાંચનો મામલો પકડી પાડવામાં આવ્‍યો હતો. જેમાં 60 વ્‍યકિતઓને આરોપી બનાવવામાં આવ્‍યા હતા. આ રીતે ગૃહ વિભાગ લાંચ – રૂશ્‍વત લેવાના મામલે સૌથી ટોપ પર રહયું છે. અને તેમાં 4 ગણો વધારો થયો છે. અને કેસ અને આરોપીઓની સંખ્‍યા ડબલ થવા પામી છે. મહેસુલ વિભાગનમાં કુલ 30 વ્‍યકિતઓ લાંચ લેતી પકડવામાં અવી હતી. અને મામલો રૂા.14.04 લાખનો હતો. ર3 કેસમાં 30 લોકોની સંડોવણી હતી અને આરોપીઓમાં વર્ગ-3 ના 14, વર્ગ-ર અને વર્ગ-4 ના 9-9 લોકો હતા. એક તો વર્ગ 1 ના ઓફિસર હતા.

અત્રે નોંધનીય છ કે, મુખ્‍યમંત્રી રૂપાણી પાસે ગૃહ વિભાગનો હવાલો છે. અને ગૃહ રાજયમંત્રી     તરીકે પ્રદીપસિંહ જાડેજા છે. જયારે મહેસુલ વિભાગનો હવાલો કૌશિક પટેલ પાસે છે.

એસીબીના ઓફિસરોનું કહેવું છે કે, અમે વર્ષભર કાર્યવાહી કરી ભ્રષ્‍ટાચાર ડામવાના પ્રયાસો કર્યા છે. અમે લોકોને જાગૃત પણ કર્યા છે કે તેઓ કોઈપણ વિભાગમાં લાંચ ન આપે. જો કોઈ માગે તો અમને ટોલ ફી નંબર પર જાણ કરવા જણાવાયું છે. અમે લોકોને ભ્રષ્‍ટ અધિકારીઓના નામ અપવા પણ જણાવાયું છે. તેઓનું કહેવુ છે કે ગૃહ વિભાગમાં પોલીસ લાંચ લેતા વધુ પકડાય છે. કારણ કે તેઓલોકો સાથે રોજીંદી રીતે જોડાયેલ હોય છે. જયારે મહેસુલ વિભાગના કર્મચારીઓ રોજેરોજની બાબતમાં લોકો સાથે સંકલાયેલા હોતા હતા.

એસીબીએ પંચાયત, રૂરલ હાઉસીંગ અને રૂરલ ડેવલપમેન્‍ટમાંથી 13.6ર લાખની લાંચનો મામલો પકડી પાડયો હતો. અને 94 લોકો સામે કાર્યવાહી કરી હતી. જયરે અર્બન ડેવલપમેન્‍ટમાં પ8 લોકો સામે 11.4ર લાખની લાંચનો મામલો નોંઘ્‍યો હતો. નાણા વિભાગમાં 1.78 લાખની લાંચનો મામલો પકડવાવામાં આવ્‍યો હતો. અને 1ર કર્મચારીઓ સામે કાર્યવાહી થઈ હતી.


લસણ-ડુંગળીના પુરતા ભાવ ન મળતાં ખેડૂતોને રોવાનો વારો આવ્‍યો

જગતાત ગણાતા ખેડૂતોની કઠણાઈ દુર થતી નથી

લસણ-ડુંગળીના પુરતા ભાવ ન મળતાં ખેડૂતોને રોવાનો વારો આવ્‍યો

ખેડૂત સમાજનાં પ્રમુખ નરેશ વિરાણીએ રોષ વ્‍યકત કર્યો

અમરેલી, તા.1

છેલ્‍લા કેટલાય સમયથી લસણ-ડુંગળી પકવેલ ખેડૂતો સરકારના ટેકાના ભાવ અથવા સબસીડીની જાહેરાતની રાહ જોઈને બેસી રહેલ ખેડૂતોને આખરે મફતના ભાવે વેચવા મજબૂર કર્યા છે. જે ડુંગળી ખેડૂતના ઘરમાં ર00 થી રરપ રૂપિયે મણની સરકારના સ્‍વામીનાથન રિપોર્ટ પ્રમાણે પડતર થતી હોય તે જ ડુંગળીના ભાવ હાલ પ0 રૂપિયાથી લઈને 9ઢ રૂપિયાન ભાવે મણ ડુંગળી વેચવાનો વારો આવ્‍યો છે. જે ડુંગળીને પકવવા માટે રાત – દિવસ એક કર્યા, રોજ ભૂંડના ત્રાસથી બચાવી, અને આખરે મફતના ભાવ વેચવાનો વારોઆવે ત્‍યારે શું ખેડૂત આપઘાત ન કરે તો શું કરે ??

આ કારણે આજની તારીખમાં ગામડાઓનું યુવાધન આજ શહેરની ઝુંપડપટ્ટીમાં પોતાનું અસ્‍તિત્‍વ શોધી રહયા છે. ખેડૂતોની આત્‍મહત્‍યાએ માનવીની સ્‍વંત્રત ચેતનાને અવરોધે છે. જેને હટાવ્‍યા વિના ખેડૂત કયારેય સમાનતા મુલક અને જવાબદાર નહિ બને. ખેતી એ જીવનશેલી છે. ધંધો નથી. પણ જયા સુધી કે કોઈના ઘરનો ચિરાગ બુજાય ન જાય ત્‍યાં સુધી જયારે સાવરકુંડલાના આંબરડી ગામના મહેશભાઈ સોડવડીયાએ ડુંગળીનું વાવેતર કરતા પડતર ભાવ કરતા પણ નીચો ભાવ મળવાથી ત્‍યાંથી માર્કેટઠમાં લઈ જવાનો ખર્ચ પણ નીકળતા તેમને ભાવ ન મળતા હજી પણ ડુંગળીના            ઢગલા ખેતરો વચ્‍ચે જ પડયા છે. અને સગાવ્‍હાલાઓને જે કોઈને ડુંગળી જોઈતી હોય તેઓને તેઓ ફ્રી માં આપી રહયા છે. આવી જ રીતે ખેડૂત દેવામાં ડૂબતો જાય છે. અને અંતે ન કરવાના વિચાર કરે છે. ત્‍યારે ખેડૂતોના દેવરાહત નહિ. દેવાનાબૂદ કરોની ઝુંબેશ શું ખોટી છે ?? 18 થી ર0 કલાક ખેતીના કામ કરતા ગ્રામીણ લોકો ગરીબ છે, સરકારી નિતિઓને કારણે એક દાણામાંથી હજારો દાણા પેદા કરવા શારીરિક પરિશ્રમ કરે છે. પ્રકૃતિના પૂણ્‍યપ્રતાપે પાંચ દાણા પોતે રાખી બીજા પંચાણું દાણા સમાજને – બજારને આપી દે છે. ત્‍યારે એને એના પરિશ્રમનુંનાણાકીય વળતર – ભાવ ઓછા     મળે, એના ઉત્‍પાદનનો ભાવ બજાર – સરકાર નકકી કરે, જયારે ઔદ્યોગિક પેદાશોના ભાવ ઉદ્યોગપતિઓ નકકી કરે.

જયા સુધી આ સિસ્‍ટમને સુધારી નહિ શકાય ત્‍યાં સુધી આ જગતના તાતને આ સિસ્‍ટમનો ભોગ બનવું જ રહેવું પડશે. તેમ ખેડૂત સમાજનાં પ્રમુખ નરેશ વિરાણીએ એક નિવેદનમાં જણાવેલ છે.


સા.કુંડલામાં લાંચ લેવાનાં બનાવમાં પી.આઈ.ની આગોતરા જામીન અરજી નામંજૂર

અન્‍ય આરોપીની રેગ્‍યુલર જામીન અરજી પણ નામંજૂર

અમરેલી, તા. 1

સાવરકુંડલા ગામે થોડા દિવસ પહેલાં રૂા.7પ હજારની લાંચ લેવાનાં બનાવમાં ઝડપાયેલા અરવિંદભાઈ પાંચાભાઈ પરડવાએ જામીન ઉપર મુકત થવા માટે અત્રેની સેશન્‍સ કોર્ટમાં અરજી કરતાં એડી. સેસન્‍સ જજ એન. પી. ચૌધરીએ અરજદાર અરવિંદભાઈની રેગ્‍યુલર જામીન અરજી નામંજૂર કરી હતી.

જયારે આ જ કેસમાં નાસતા ફરતાં  પી. બી. ચાવડા નામના પોલીસ ઈન્‍સ્‍પેકટરે પોલીસ ધરપકડથી બચવા માટે અત્રેની કોર્ટમાં આગોતરા જામીન અરજી કરતાં અરજદાર પી. બી. ચાવડાની આગોતરા જામીન અરજી પણ એડી. સેસન્‍સ કોર્ટે નામંજૂર કરી હતી.


અમરેલી જિલ્‍લામાં નવાવર્ષની ઉજવણીમાં નશો કરનાર ર40શરાબીઓની અટકાયત

પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયે દારૂડીયાઓ પર સપાટો બોલાવ્‍યો

અમરેલી જિલ્‍લામાં નવાવર્ષની ઉજવણીમાં નશો કરનાર ર40શરાબીઓની અટકાયત

રૂપિયા 63 લાખ ઉપરાંતનો મુદ્‌ામાલ કબ્‍જે કરવામાં આવ્‍યો

અમરેલી, તા.1

31 મી ડીસેમ્‍બર વર્ષનો આખરી દિવસ હોય નવા વર્ષનું સ્‍વાગત કરવા રાત્રિના મોડે સુધી હોટલો-ફાર્મ હાઉસો, કલબો, પાર્ટી પ્‍લોટો વિ.જાહેર સ્‍થળોએ ડાન્‍સ તથા ડીનર પાર્ટીના આયોજન થતા હોય તેમજ આવા કાર્યક્રમોમાં દારૂનું ગેરકાયદેસર સેવન થવાની શકયતા રહેતી હોય ઉપરાંત આવા સેવન માટે રાજય બહારથી વિદેશી દારૂ મોટા જથ્‍થામાં મંગાવવાની શકયતા રહેતી હોય જે હકીકત ઘ્‍યાને લઈ દારૂબંધીના કડક અમલ અને દારૂના ગેરકાયદે વેચાણ – સેવન – વહન અટકાવવા અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયે ખાસ ડ્રાઈવનું આયોજન કરી જિલ્‍લાન મહત્‍વના એન્‍ટ્રી / એકઝીટ પોઈન્‍ટ પર ચેકપોસ્‍ટ ઉભી કરી સઘન વાહન ચેકીંગ હાથ ધરવા તેમજ પ્રોહિબીશનની પ્રવૃતિ કરતા ઈમસો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઈડો કરી ખાસ એકશન પ્‍લાન તૈયાર કરવામાં આવેલ હોય જે અન્‍વયે તા.રપ/1ર/ર018 થી તા.1/1/ર019 ના કલાક 8 સુધી અમરેલી જિલ્‍લા પોલીસ દ્વારા અમરેલી જિલ્‍લાના જુદા-જુદા વિસ્‍તારોમાં સઘન ચેકીંગ હાથ ધરી દારૂનું સેવન/ વેચાણ / વહનની પ્રવૃતિ કરતા ઈસમો ઉપર રેઈડો કરી તેમની સામે પ્રોહિબીશન ધારા તળે કડક કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

અમરેલી જિલ્‍લા પોલીસ દ્વારાસદરહું ડ્રાઈવ દરમ્‍યાન કુલ ર39 કેસો કરવામાં આવેલ છે. જે પૈકી 174 કેસ દારૂ પીધેલ વ્‍યકિતઓના કરવામાં આવેલ છે. ભારતીય બનાવટના વિદેશી દારૂના કુલ 11 કેસો કરવામાં આવેલ છે. તથા ચાલુ ભઠ્ઠીના 3 કેસો, દારૂ બનાવવા મટેના આથાના પ કેસ, દેશી દારૂના કબ્‍જાના 46 કેસો કરવામાં આવેલ છે.

અમરેલી જિલ્‍લા પોલીસ દ્વારા સદરહું રેઈડ દરમ્‍યાન દેશી દારૂ લીટર 319, કિ.રૂા.8પ70 તથા દારૂ બનાવવાનો આથો લીટર 107પ, કિ.રૂા. 3080 તથા ભારતીય બનાવટની વિદેશી દારૂની  બોટલ / ટીન નંગ -618, કિં.રૂા.1,73,8પ0 તથા દારૂની હેરા-ફેરી કરતાં વાહનો ર3, કિં.રૂા.61,રપ,000 મળી કુલ કિ.રૂા.63,10,પ00 નો મુદામાલ કબ્‍જે કરવામાં આવેલ છે.

સદરહું ડ્રાઈવ દરમ્‍યાન દારૂનું સેવન / વેચાણ / વહનની પ્રોહીબીશન પ્રવૃતિ કરતા કુલ ર40 આરોપીઓને પકડી પાડી તેમની સામે ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

આમ, પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન મુજબ અમરેલી જિલ્‍લામાં દારૂબંધીના કડક અમલ અને દારૂ ગેરકાયદેસર વેચાણ/સેવન/વહન અટકાવવા પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતાં ઈસમો સામે અમરેલી જિલ્‍લા પોલીસ દ્વારા પ્રોહીબીશન ધારા તળે કડક કાર્યવાહી કરવામાં આવેલ છે.


વર્ષ-ર019માં શહેરીજનોને પોલીસ વિભાગની અનેરી ભેટ

અમરેલી શહેરમાં ર37 જેટલા સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી પૂરજોશમાં શરૂ

અમરેલી, તા.1

અમરેલીની દોઢ લાખની જનસંખ્‍યાને નવા વર્ષની ભેટ સ્‍વરૂપે સીસીટીવી કેમેરા શહેરમાં લગાવી દેવા માટે પોલીસ વિભાગમાં ધમધમાટ જોવા મળી રહયો છે.

અમરેલી શહેરમાં કાયદો- વ્‍યવસ્‍થા મજબૂત કરવા માટે શહેરના મહત્‍વના ર37 સ્‍થળોએ સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી પૂરજોશમાં શરૂ થયાનું જાણવા મળેલ છે.

શહેરમાં સીસીટીવી કેમેરા લાગવાથી રોમિયોગીરી, ચીલઝડપ, ધૂમ સ્‍ટાઈલમાં દોડતા વાહનો, ચોરી, લથડીયા ખાતા દારૂડીયાઓસહિત પર બાજ નજર રાખવામાં આવશે. પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયે ના.પો.અ. બી.એમ. દેસાઈની કામગીરીની વ્‍યાપક પ્રશંસા થઈ રહી છે.


સાવરકુંડલાની નાવલી નદિનાં પટ્ટમાં જુગાર રમતાં ર પત્તાપ્રેમી ઝડપાયા

સાવરકુંડલાની નાવલી નદિનાં પટ્ટમાં જુગાર રમતાં ર પત્તાપ્રેમી ઝડપાયા

4 પત્તાપ્રેમીઓએ મુઠ્ઠીઓ વાળી

અમરેલી, તા. 1

અમરેલી અલ.સી.બી.ના ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સ. ડી. કે. વાઘેલા અને એલ.સી.બી. ટીમ ર્ેારા જુગાર અંગે ચોક્કસ બાતમી મેળવી સાવરકુંડલા ટાઉનમાં બીડી કામદાર સોસાયટીમાં જવાના રસ્‍તે નાવલી નદીના પટ્ટમાં જાહેરમાં જુગાર રમતાં ઈસમો ઉપર રેઈડ કરતાં કુલ 6 ઈસમો પૈકી બે ઈસમોને પકડી પાડેલ અને ચાર ઈસમ નાસી ગયેલ હોય તમામ સામે જુગારધારા તળે ધોરણસર કાર્યવાહી કરી પકડાયેલ જુગારીઓને સાવરકુંડલા ટાઉન પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે. અને નાસી ગયેલ ઈસમોને પકડી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે.

જુગાર રમતાં રેઈડ દરમ્‍યાન પકડાયેલ ઈસમો : (1) રફીક ઉર્ફે હડસન રજાકભાઈ હમદાણી, ઉ.વ. 43,રહે. સાવરકુંડલા, પીકઅપ બસ સ્‍ટેશન પાછળ (ર) મહેબુબ કાસમભાઈ ઝાખરા, ઉ.વ. 4ર, રહે. સાવરકુંડલા સંધી ચોક.

રેઈડ દરમ્‍યાન નાસી જનાર ઈસમ : (3) અયુબ ઉસ્‍માન ઉર્ફે અકની રહે. સાવરકુંડલા (4) અનુ કાળાભાઈ, રહે. સાવરકુંડલા, નુરાનીનગર (પ) બાવલો હબીબભાઈ કુરેશી, રહે. સાવરકુંડલા (6) પદો ઉર્ફે પદીયો રહે. સાવરકુંડલા, ખાદી કાર્યાલય.

રોકડા રૂા.13,પપ0 તથા ગંજીપતાનાં પાના નગ પર કિ.રૂા.00 મળી કુલ રૂા.13,પપ0 નો મુદ્યામાલ કબ્‍જે કરવામાં આવ્‍યા.

આ કામગીરી પોલીસ અધિક્ષક સૂચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ટીમ ર્ેારા કરવામાં આવેલ છે.


શેત્રુંજી નદિને ઈકો સેન્‍સીટી ઝોનમાંથી દુર કરો : ભાજપ

અમરેલી જિલ્‍લાનાં ભાજપીઓ પણ જંગલ વિભાગનાં નિયમોથી ત્રાહીમામ પોકારી ગયા

શેત્રુંજી નદિને ઈકો સેન્‍સીટી ઝોનમાંથી દુર કરો : ભાજપ

ધારી, ખાંભા સહિતનાં પંથકમાં ઈકોઝોનની અમલવારીથી વ્‍યાપક પ્રમાણમાં પરેશાની ઉભી થઈ રહી છે

જિલ્‍લા ભાજપનાં પ્રમુખ હિરેન હિરપરાની આગેવાનીમાં ભાજપીઓએ મુખ્‍યમંત્રીને કરી રજુઆત

અમરેલી, તા. 1

ઈકો સેન્‍સેટીવ ઝોન બાબતે છેલ્‍લા ઘણા સમયથી ખેડુતો, માલધારીઓ ઝોનથી પ્રભાવીત શહેશે બાબતની વિવિધ સમસ્‍યાઓ અંગે તેમજ અમરેલી જિલ્‍લાનાં ધારી, ખાંભા, જાફરાબાદ, સાવરકુંડલા, લીલીયા અને અમરેલી તાલુકાનાં વિવિધ ક્ષેત્રમાં ઈકો ઝોન બાબતની વિવિધ સમસ્‍યાઓ હલ કરવા માટે રાજયનાં મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીને જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરાની નેતૃત્‍વમાં રજુઆત કરવામાં આવી હતી. કેન્‍દ્રીય મંત્રી પરશોતમભાઈ રૂપાલા, સાંસદ નારણભાઈ કાછડીયા, ગુજકો માસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના સંકલન સાથે જિલ્‍લાના પ્રભારી મંત્રી આર.સી. ફળદુ, પૂર્વમંત્રી વી.વી. વઘાસીયા, જિલ્‍લા ભાજપના પ્રભારી ભરતભાઈ ગાજીપરા, પૂર્વ ધારાસભ્‍ય મનસુખભાઈ ભુવા, પૂર્વ જિલ્‍લા ભાજપ પ્રમુખ પ્રાગજીભાઈ હિરપરા, શરદભાઈ લાખાણી સહિત પદાધીકારીઓ ઈકો સેન્‍સેટીવ ઝોનના વિવિધ જડ કાયદા સામે રજુઆતો કરવામાં આવી છે. જેમા ર017 ની વિધાનસભાચુંટણી પહેલા રાજય સરકાર ઘ્‍વારા મંત્રી મંડળની પેટા કમીટીએ ઈકો સેન્‍સેટીવ ઝોન લાગુ કરવા ભલામણ કરેલ છે તે તાત્‍કાલીક લાગુ કરવી, વન વિભાગ ઘ્‍વારા બિન ખેતિ માટે એન.ઓ.સી. આપવામાં આવતા નથી એન.ઓ.સી. માટેની સમય મર્યાદા ફરજીયાત નકકી કરવી, સૂચિત ઈકો સેન્‍સેટીવ ઝોનમાં ચાર જિલ્‍લાના મોટા ભાગના તાલુકા આવી જાય છે તેમા સ્‍વરક્ષણ કે પાક રક્ષણ માટે હથીયાર પરવાના ધરાવતા લોકોને આવા લાયસન્‍સ વન વિભાગના સર્ટી વિના રીન્‍યુ કે મંજુર કરી આપવા, સૂચિત ઈકો સેન્‍સેટીવ ઝોન કે વન્‍ય વિસ્‍તારોમાં આવતા ખેતિવાડી વિજ ફીડરોમાં દિવસે વિજ પાવર આપવો, પ્રવાસનની દ્રષ્‍ટીએ અતિ મહત્‍વનાં ધારી-તુલસીશ્‍યામ-ઉના રોડની બન્‍ને સાઈડ ટ્રી કટીંગ અને પેવર તાત્‍કાલીક કરાવવો, ધારી તાલુકાનાં દલખાણીયાથી કોડીનાર રોડ સ્‍ટેટ હાઈવે છે તે અતિ બિસ્‍માર્ર છે તે પણ તાત્‍કાલીક પેવર કરાવવો.

વન વિભાગનો અભિગમ જનતા સાથે અંગ્રેજ શાસન જેવો રહયો છે. વન વિસ્‍તારમાં આવતા તળાવો/ચેકડમો/ડેમોમાં ખૂબ જ માટી કાંપ ભરાયેલ હોય તેને ઉકેરવા માટે સરકાર મશીનરી ફાળવે તેમજ આ માટી કાપ ખેડુતોને વિના મુલ્‍યે આપવા જરૂરી છે.

હાલ સિંહો રેવન્‍યું વિસ્‍તારમાં ગીરનાં જંગલને છોડી ને રહે છે. ત્‍યારે ખેડુતો, પશુપાલકો કે ગ્રામ્‍ય જનતાને સિંહોનો વિરોધનથી પણ ગ્રામ્‍ય જનતા ઘ્‍વારા સિંહોની સુરક્ષાનાં હિસાબે જ સિંહોની વસ્‍તીમાં વધારો થયો છે, ત્‍યારે વન વિભાગ, ખેડુતો, માલધારીઓ અને ગ્રામ્‍ય જનતા ઉપર સિંહ દર્શન, સોશ્‍યલ મીડીયામાં વિડીયો વાયરલ કે ખેતિવાડીમાં કામ કરતા કે રહેતા લોકો ઉપર ખોટી ફરીયાદ દાખલ ન કરે છે તો આવી ફરીયાદો રેવેન્‍યુ વિસ્‍તારમાં ન કરવા માંગ કરી.

ખાંભા તાલુકો ઔદ્યોગીક રીતે ભાંગી ગયો છે. આ તાલુકાની જનતા રોજગારી માટે સતત સ્‍થળાંતર કરી રહી છે. ત્‍યારે સિંહ દર્શન માટે મીતીયાળા અભ્‍યારણ્‍ય ચાલુ કરવામાં આવે તો પ્રવાસીઓ થકી રોજગારીની તકો મળી શકે તેમ છે આ મુદો ખૂબ અગત્‍યનો છે.

અમરેલી જિલ્‍લામાંથી પસાર થતી શેત્રુંજી નદીથી ગીરનું જંગલ 40-4પ કી.મી. દુર છે. આ નદીને તાત્‍કાલીક ઈકો સેન્‍સેટીવ ઝોનમાંથી દુર કરવા વિનંતી છે. તેમજ આ નદીમાં રેતીના બ્‍લોક બનાવી ઓન લાઈન ટેન્‍ડર પઘ્‍ધતિથી જાહેર હરરાજી કરવા વિનંતી છે.

અમરેલી જિલ્‍લામાં સામાજીક વનીકરણ માટે વન વિભાગને આપેલ ગ્રામ પંચાયતની જમીનો માં વન વિભાગની મહેનત સિવાય કુદરતી વૃક્ષોજ ઉગી નિકળ્‍યા છે. આથી આવી જમીનો શરતભંગ ગણી ફરી જે તે ગ્રામ પંચાયતોને વનીકરણ માટે સોપવા વિનંતી છે.

અમરેલી જિલ્‍લાનાં ધારી તાલુકાનાં ખોડીયાર ડેમ પાસે પૌરાણીક ખોડીયાર મંદીર આવેલછે ત્‍યાં જવા માટે વન વિભાગ રસ્‍તો પણ રીપેર કરવા દેતુ નથી. પ્રવાસન વિભાગ ઘ્‍વારા રસ્‍તો મંજુર કરાવીને તાત્‍કાલીક રસ્‍તો બનાવવા માંગણી છે.

આમ ઉપરોકત પ્રશ્‍નો બાબતે રાજયનાં મુખ્‍યમંત્રીએ સત્‍વરે તમામ પ્રશ્‍નોનો ઉકેલ લાવવા ખાત્રી આપી છે. આમ વન વિભાગનાં હીસાબે પેન્‍ડીંગ રેલ્‍વે, પીવાના પાણી, વિજળી, રસ્‍તા બાંધકામ સહિતના પ્રશ્‍નો આગામી દિવસોમાં હલ કરવામાં આવશે. તેમ જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરાએ જણાવ્‍યુ છે.


આનંદો : સા.કુંડલાનાં વંડા ગામે રૂપિયા એક કરોડનાં ખર્ચે પોલીસ સ્‍ટેશનનું મકાન બનાવાશે

આનંદો : સા.કુંડલાનાં વંડા ગામે રૂપિયા એક કરોડનાં ખર્ચે પોલીસ સ્‍ટેશનનું મકાન બનાવાશે

રાજય સરકારે રૂપિયા એક કરોડ જેવી રકમ મંજૂર કરી

વંડા, તા. 1

સાવરકુંડલા તાલુકાની 1998માં જિલ્‍લા અને તાલુકાની પુનઃ રચનામાં તાલુકાનું જેસર ગામ મહુવા તાલુકામાં જોડવામાં આવ્‍યું. આ વખતેતાલુકાનું રૂરલ પોલીસ સ્‍ટેશન વંડા વિસ્‍તારના પચ્‍ચીસ ગામોનું પોલીસ સ્‍ટેશન જેસર હતું. જેસર ગામ મહુવા તાલુકામાં જોડાવાથી પોલીસ સ્‍ટેશન પણ સાથે ગયું.

સાવરકુંડલા તાલુકાનાં 8ર ગામ વચ્‍ચે એક જ રૂરલ પોલીસ સ્‍ટેશન હતું અને જેનું વડુ મથક સાવરકુંડલા હતું. જેનાં કારણે સાવરકુંડલાનાં વંડા વિસ્‍તારનાં ગામો સાવરકુંડલાથી ચાલીસ કી.મી. દૂર અંતરીયાળ ગામો હતા. જેના કારણે આ વિસ્‍તારમાં બનતા અનેક ક્રિમીનલ ગુન્‍હાઓ માટે સાવરકુંડલા જવુ પડતું. જેના કારણે આ વિસ્‍તારના ભારતીય જનતા પાર્ટીના સિનીયર કાર્યકર્તા મનજીભાઈ              તળાવીયાએ તે સમયના ગૃહમંત્રી અમીતભાઈ શાહને વાજબી રજૂઆત કરતા. તેમજ તે વખતનાં ધારાસભ્‍યને રજૂઆત કરી અમીતભાઈ શાહને રૂબરૂ મળી આ વિસ્‍તારની સમગ્ર માહીતી પુરી પાડવામાં આવી. જેને લક્ષમાં લઈ વંડા ગામે ર010માં નવું પોલીસસ્‍ટેશન ઉભુ કરવું અને તે વિસ્‍તારનાં તમામ ગામો આ પોલીસ સ્‍ટેશન નીચે મુકવાનું સરકારે નક્કી કર્યુ.

આ પોલીસ સ્‍ટેશન મંજુર થવાથી વંડા વિસ્‍તારના આજુ-બાજુના ગામના લોકોને ઘણી જ રાહત થઈ. વંડા ગામમાં કોઈ સરકારી મકાન ન હતું. જેને કારણે એક ભાડુઆત મકાનમાં આ પોલીસ સ્‍ટેશનની શરૂઆત થઈ. તે સમયનાં એસ.પી.એ અંગત રસ લઈ વંડા ગામમાં કોઈ સરકારી જમીન ન હતીતેથીપોલીસ સ્‍ટેશનનું નવુ મકાન બાંધવા માટે ઘણીજ મુશ્‍કેલી પડી.

ગામનાં તમામ આગેવાનો તે સમયે વંડા સઘનક્ષેત્ર યોજનાના મંત્રી પ્‍યારભાઈ હાલાણીને મળ્‍યા અને વંડા-પીયાવા વચ્‍ચે સઘનક્ષેત્ર યોજનાની જે જમીન પડી હતી તેમાંથી ર4 ગુંઠા જમીન આપવા માટે ગામનાં આગેવાનોએ માંગણી કરી. તે સમયના પી.એસ.આઈ. ભરવાડે ગામનાં લોકો પાસે જમીન મળે તે માટે પણ પ્રત્‍યનો કર્યા હતા. આ સમયે પીયાવાના ખેડુત લવજીભાઈ ચાંચડે સામેથી પોતાની જમીનમાંથી 16 ગુઠા જમીનનું દાન (આશરે જમીનની કિંમત દસ લાખ) કર્યુ. જેથી પોલીસ સ્‍ટેશન પાસે 40 ગુંઠા જમીન ઉપલબ્‍ધ બની.

આ વર્ષે અગાઉ સરકારમાં પોલીસ સ્‍ટેશન બાંધવા માટે ગામલોકો તથા પોલીસ સ્‍ટેશનમાં આવનારા મુખ્‍ય અધિકારીએ વારંવાર રજુઆત કરતા સરકારે આ ર્વાે નવુ પોલીસ સ્‍ટેશન અદ્યતન ટાઈપનું પોલીસ સ્‍ટેશન ઉભુ કરવા રૂપીયા એક કરોડની ગ્રાન્‍ટ મંજુર કરી અને આવતા બજેટમાં કર્મચારીઓને રહેવા માટે આશરે બે કરોડના ખર્ચે નવા આવાસોનું બાંધકામ થશે.

આ પોલીસ સ્‍ટેશનની શીલારોપણ વિધી વંડા વિસ્‍તારમાં દુષ્‍કાળ હોવાના કારણે સાવ સાદાઈ રીતે વંડાના પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઈ. સી.એમ. કણસાગરાના હસ્‍તે કરવામાં આવી. આ સમયે જમીનના મુખ્‍યદાતા લવજીભાઈ ચાંચડ, પોલીસ સ્‍ટેશન મંજુર કરાવનારમનજીભાઈ તળાવીયા, વંડા ગામના ઉપસરપંચ મગનભાઈ ગજેરાતથા કિર્તીબેન ભટ્ટ, ઉમાબેન સાંડસુર, નીતાબેન ભટ્ટ તેમજ વંડા પોલીસ સ્‍ટેશનનાં કર્મચારી ભાઈ-બહેનો માયાબેન પરમાર તથા ચેતનાબેન, મીતેષભાઈ વાળા, અજયભાઈ મકવાણા, પ્રવીણભાઈ મકવાણા, રહીમભાઈ ચૌહાણ હાજર રહૃાા હતા.

આ સમયે હિતેષભાઈ કલકાણી, પોલીસ સ્‍ટેશનનાં કોન્‍ટ્રાકટર હાજર રહૃાા હતા. અને નમુનેદાર વંડાનું પોલીસ સ્‍ટેશન બનાવવાની ઉમેદ વ્‍યકત કરી હતી.


અમરેલીમાં 108નાં કર્મચારીઓ ર્ેારા નવા વર્ષની ઉજવણી

અમરેલી કલેકટર કચેરી ખાતે કલેકટરનાં અઘ્‍યક્ષ સ્‍થાને જીવીકે ઈએમઆરઆઈ 108 ર્ેારા અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્‍લાના 108, 181, ખિલખિલાટ, 196ર (કરૂણા એનીમલ એમ્‍બ્‍યુલન્‍સ)ના સ્‍ટાફને સાથે રાખીને નવા વર્ષની ઉજવણી અને ઉત્‍કૃષ્‍ટ કામગીરી કરેલા 108ના કર્મચારીઓને અમરેલી કલેકટર આયુષ ઓક તથા અમરેલી જિલ્‍લા વિકાસ અધિકારી સી. એમ. પાડલિયા મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારી જયેશ પટેલ અને 108નાં ત્રણેય જિલ્‍લાનાં પ્રોગ્રામ મેનેજર જયેશ કારેણા સાથે રહીને કર્મચારીઓ ર્ેારા એવોર્ડ અને કેક કાપીને નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી.


અમરેલીનાં જેશીંગપરા કન્‍યાશાળાની વિદ્યાર્થીનીઓએ પ્રકૃતિ શિબિરમાં ભાગ લીધો

અમરેલી, તા.1

અમરેલી નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત જેસીંગપરા કન્‍યા શાળાની વિદ્યાર્થીનીઓએ જસાધાર રેન્‍જના ચિખલફુલા ખાતે ત્રિ-દિવસીય યોજાયેલ પ્રકૃતિ શિબિરમાં ભાગ લીધો. આ બાળકોએ ત્રણ દિવસ સુધી પ્રકૃતિના ખોળે રમતા – રમતા કુદરતની અણમોલ ભેંટ સમી અવનવી વનસ્‍પતિઓ, જાત-જાતના પક્ષીઓ અને કેટલાક વન્‍ય પ્રાણીઓ વિશેની ઉંડાણ પુર્વકની માહિતી જાણી, આ ઉપરાંત બાળકોને ગીરનીગરિમા અને આપણા ગૌરવ સમા સિંહ વિષે અદ્‌ભૂત જાણકારી મેળવી સાથે – સાથે પ્રકૃતિનું મહત્‍વ, તેનું જતન, રાષ્‍ટ્રિય ઉદ્યાન અને અભીયારણ્‍યોના નિયમો વિશે પણ વિગતવાર માહિતી મળી.

રાત્રી દરમ્‍યાન યોજાતા કેમ્‍પ ફાયરમાં આ બાળકોને વિવિધ સાંસ્‍કૃતિક કાર્યક્રમો પણ રજુ કર્યા ત્‍યાં રહેલા તમામ ફોરેસ્‍ટ અધિકારીઓના દિલ જીતી લીધા હતા. પ્રકૃતિ શિબિરમાં આ શાળાની પસંદગી કરવા બદલ બાળકોના માર્ગદર્શન તરીકે સાથે ગયેલા શાળાના આચાર્ય અર્ચનાબેન ભટ્ટે તથા ઉ.શિ. અરૂણાબેન જોષીએ આર.એફ.ઓ. સહિત તમામનો આભાર માન્‍યો હતો.


અમરપુર (વરૂડી) પ્રાથમિક શાળાનો ગાંધીનગરનો પ્રવાસ યોજાયો

અમરપુર (વરૂડી) પ્રાથમિક શાળાનો ગાંધીનગરનો પ્રવાસ યોજાયો

અમરપુર (વરૂડી) પ્રાથમિક શાળામાં ધોરણ-4 થી 8નાં વિદ્યાર્થીઓનો શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરેલ. જેમાં ગાંધીનગર, ઈન્‍ટ્રોડા પાર્ક, વિધાનસભા, અક્ષરધામ મંદિર તેમજ અમદાવાદ સાયન્‍સ સીટી, પ્રાણી સંગ્રહાલય, કાંકરીયા, વૈષ્‍ણવદેવી જેવા સ્‍થળોએ ત્રણ દિવસ અને બે રાત્રીનો અવિસ્‍મરણીય પ્રવાસ યોજાયેલ. ધારાસભ્‍ય પરેશભાઈ ધાનાણીને આઠ દિવસ અગાઉ ફોન દ્વારા આચાર્યએ જણાવેલ કે અમારા બાળકોની એક દિવસની સુવા માટેની વ્‍યવસ્‍થા કરી આપશો પરંતુ પરેશભાઈમિટીંગમાં વ્‍યસ્‍ત હોવા છતાં આચાર્ય જાનીદાદાનો ફોન ઉપાડી મારા પી.એ. હરેશભાઈનો નંબર તમો લખી લો. તેઓ તમને બધી જ વ્‍યવસ્‍થા કરી આપશે પરંતુ અકાળે તેમના પિતાજીનું તા.ર6/1રના રોજ અવસાન થયેલ. અને તેઓ અમરેલી આવેલ. ત્‍યારે અમો તા.ર6/1રના દિવસે પ્રવાસે નીકળેલ. એમના પી.એ. જણાવેલ કે પરેશભાઈના બંગલે સીધા આવજો અને અમો સીધા ત્‍યાં ગયેલ અને તેમના પી.એ. હરેશભાઈએ ચા-પાણી, નાસ્‍તો, ભોજન કરાવ્‍યું. વિધાનસભા બતાવી. તમામ બાળકોને રાત્રે સુવાની પણ વ્‍યવસ્‍થા કરાવી આપેલ. તેથી આવડા મોટા નેતાને આવા ભૂલકાઓનું આવા સમયે તમામ વ્‍યવસ્‍થા કરી આપેલ છે. પ્રશંસનીય બાબત છે. આચાર્ય તેમજ તમામ સ્‍ટાફગણ તેમનો ઋણી છે. ચેરમેન જિલ્‍લા શિક્ષણ સમિતિની અમોને મંજૂરી માટે મોટો સિંહફાળો મળેલ કેમકે તા.ર6/1રના રોજ નાયબ શિક્ષણ અધિકારી લાઠી મુકામે હોય ચેરમેને તાત્‍કાલિક બોલાવી નિયમોનુસાર મંજૂરીની મહોર મરાવેલ. અમારૂ ગરીબ અને મજૂર વર્ગનું ગામ હોય ફકત 900ની ટીકીટમાં મોટા પ્રવાસનું આયોજન કરેલ. તેમાં અમારા ગામમાં ગરીબ અને નબળા બાળકોને ફીના 900 ન આપતા બાકીની ઘટતી ફીની રકમ આચાર્ય જાનીદાદા તરફથી અમરેલીના કાનાભાઈએ વન    રાંકીવાળા અને અન્‍ય દાતાઓ તથા એક દિવસનું ભોજન શિક્ષક ભાઈ બહેન તરફથીતેમજ ગામના સરપંચ શાંતિભાઈ રાણવા અને લીલાબેન ગોહિલ તરફથી એક ટાઈમનું ભોજન મળી તેમજ અમરેલીના દાતા શીતલ આઈસ્‍ક્રીમ તરફથી બાળકોને નાસ્‍તો મળેલ. મઘ્‍યાહન ભોજનના ઓર્ગેનાઈઝેશન કિશોરભાઈ રાણવા તરફથી તમામને બિસ્‍કીટના પેકેટ આપેલ. આ પ્રવાસનું આયોજન આચાર્ય અરવિંદભાઈ, જાનીદાદાના માર્ગદર્શન નીચે તેમજ શાળાના શિક્ષકો રીટાબેન મંગેરા, જયોત્‍સનાબેન ગજેરા, હીનાબેન પટેલ અને નરેશભાઈ ટીંબડીયાએ જહેમત ઉઠાવી આ પ્રવાસ વિના વિઘ્‍ને પૂરો કરેલ છે.


અવસાનનોંધ

અવસાનનોંધ

અમરેલી : ગં.સ્‍વ. ઉષાબહેન ચેતનભાઈ શુકલ (ઉ.વ.પ6) તે સ્‍વ. ચેતનભાઈના ધર્મપત્‍નિ તથા ભાર્ગવ તથા માધવના માતુશ્રીનું તા.30/1રને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.3/1ને ગુરૂવારના રોજ સ્‍વામીનારાયણ નગર-ર, રામેશ્‍વર મંદિર, અમરેલી ખાતે સાંજે 3 થી 6 દરમિયાન રાખેલ છે.

લીલીયા : જલારામ ડેરી અને બેકરી વાળા સ્‍વ. વિનુભાઈ હરગોવિંદદાસ સાદરાણીના સુપુત્ર અંકુર વિનુભાઈ સાદરાણી (ઉ.વ.ર7)નું દુઃખદ અવસાન તા.31/1રને સોમવારના રોજ થયેલ છે. તે શર્મીલભાઈ તથા મયુરભાઈ સાદરાણીના નાના ભાઈ થાય. સદગતનું બેસણું તથા ઉઠમણું તા.3/1ને ગુરૂવારના રોજ સાંજે 3 થી પ તેમના નિવાસ સ્‍થાને (વિવેકાનંદ સોસાયટી, પાણીના ટાંકા પાસે) રાખેલ છે.

ભાવનગર : સ્‍વ. ગૌરીશંકર જાદવજીભાઈ ધાંધીયા (ગોંડલ)ના ધર્મપત્‍નિ, સ્‍વ. કિશોરભાઈના માતુશ્રી તથા આસ્‍તિક ભાઈના દાદીમા તથા નર્મદાશંકરભાઈ અને કાંતિભાઈ (સાવરકુંડલા)ના ભાભી તથા ઈશ્‍વરભાઈ બોરીસાગર (ભાવનગર)ના બહેન સ્‍વ. શારદાબેન (ઉ.વ.84)નું ભાવનગર મુકામે તા.1/1ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું ભાવનગર નિવાસસ્‍થાને તા.3/1ને ગુરૂવારના રોજ સાંજે 4 થી 6 રાખેલ છે.

ગોપાલગ્રામ : અમરૂબાપુ ટપુબાપુ વાળા તે ગોપાલભાઈ, સુભાષભાઈ અને બાબુભાઈનાપિતાજીનું તા.31/1રના રોજ અવસાન થયેલ છે.


ચલાલા ગાયત્રી પરિવાર દ્વારા ગરીબ તથા જરૂરીયાતમંદ લોકોને ધાબળા વિતરણ કરાયા

ચલાલા યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ દ્વારા રતિદાદાના માર્ગદર્શન હેઠળ હાલ વૃઘ્‍ધાશ્રમ, અનાથ આશ્રમ, ગૌશાળા, હોસ્‍પિટલ, શૈક્ષણીક સંકુલ, ગરીબોને રાશન કીટ જેવી અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ જીવંત રૂપે ચાલી રહી છે. આ સાથે દ્વારા શિળાયાળાની ઠંડીમાં ઠુઠવાતા લોકોને વિનામૂલ્‍યે ધાબળા (બ્‍લેન્‍કેટ)નું વિતરણ કરવામાં આવ્‍યુ હતું. ઝુપડપટ્ટીમાં રહેતા અને ખુલ્‍લા પટમાં આશ્રય લેતા અને આસ-પાસના વિસ્‍તારમાં એકલા રહેતા ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને ઠંડીમાં ઘણી રાહત મળી હતી. બધા ગરીબોએ અંતરના આર્શીવાદ આપ્‍યા હતા આ કાર્યક્રમમાં આર્થીક સહયોગ ઉર્મિલાબેન રૂપારેલિયા યુ.કે. તરફથી પ્રાપ્‍ત થયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા મહેશભાઈ, મેહુલભાઈ, મંજુબા તથા શીતલબેન વગેરેએ જહેમત ઉઠાવી હતી.


02-01-2019