Main Menu

Tuesday, January 1st, 2019

 

ષ્‍ટાચારનો જાહેર ખુલાશો કરનાર સીએમ પર અભિનંદનવર્ષા : ડો. ભરત કાનાબાર

અમરેલી જિલ્‍લા ભાજપનાં પૂર્વ પ્રમુખ ડો. ભરત કાનાબાર દ્વારા

ભ્રષ્‍ટાચારનો જાહેર ખુલાશો કરનાર સીએમ પર અભિનંદનવર્ષા

નરી વાસ્‍તવિકતા છે કે નિયમ મુજબના કામો પણ મહેસુલ ખાતમાં પૈસા વગર થતા નથી એનો જાહેરમાં સ્‍વીકાર કરનાર મુખ્‍યમંત્રીની હિંમતને દાદ દેવી પડે

અમરેલી, તા. 31

તાજેતરમાં અમદાવાદ ખાતે ઓનલાઈન બિનખેતી – એનએના હુકમોનું વિતરણ કરવાના અને વિવિધ મહેસુલી કચેરી-ભવનોના લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહેસુલ ખાતામાં ભ્રષ્‍ટાચારઅને તુમારશાહીને કારણે સામાન્‍ય માણસને પડતી હાલાકીનો ઉલ્‍લેખ કરવાની અભૂતપૂર્વ હિંમત બતાવવા માટે અમરેલી જીલ્‍લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો. ભરત કાનાબારે તેમને અભિનંદન પાઠવ્‍યા હતાં. કારપેટ નીચે કચરો છુપાવવાનો દંભ કરવાને બદલે મુખ્‍યમંત્રીએ ખુબજ નિખાલસતાપૂર્વક ફીલ્‍ડમાં જે ખરી હકિકત છે અને જે વાસ્‍તવિક પરિસ્‍થિતિ છે તેનો સ્‍પષ્‍ટ ઉલ્‍લેખ કર્યો જેનાથી વહીવટમાં પારદર્શિતા લાવવા સરકારના વડા તરીકે તેઓ કેટલાં બધા ગંભીર છે તેનો લોકોને પ્રત્‍યક્ષ પુરાવો મળ્‍યો છે. મુખ્‍યમંત્રીના પોતાના શબ્‍દોમાં ભભબધાને ખબર છે, કયાં ભ્રષ્‍ટાચાર ચાલે છે અને કયાં તુમારશાહી ચાલે છે. સૌથી વધારે ભ્રષ્‍ટાચાર મહેસુલ ખાતામાં અને બીજો પોલીસ ખાતામાં. લોકો ત્‍યાં સુધી કહેવા મંડયા કે કરપ્‍શનને કાયદેસર કરી દયો ! બધાને ખબર હતી કે એનએ – બિનખેતીમાં શું થાય છે. જીલ્‍લા પંચાયતોએ તો માઝા મુકી છે. એક કારોબારી મળે એમાં કરોડોના વહીવટ થાય અને આના પર રાજકારણ ચાલે ! અમે ઓનલાઈન કર્યુ તો જીલ્‍લા પંચાયતના પ્રમુખોએ ફરીયાદ કરી કે અમારાં અધિકારો પર તરાપ છે. અરે કયા અધિકારો પર તરાપ ? ભ્રષ્‍ટાચાર – ખાધકીની દુકાનો બંધ કરી દઈ સ્‍વચ્‍છ પારદર્શી અને સરળ પઘ્‍ધતિઓ પ્રજા માટે વિકસાવવામાં અમે કોઈ બાંધછોડ કરવાના નથી.ભભ

કોંગ્રેસેમુખ્‍યમંત્રીની આ નિખાલસતાનો વિરોધ કરવાના બિનજરૂરી કાર્યક્રમો આપ્‍યા છે. એ અંગે ડો. કાનાબારે જણાવ્‍યું હતુ કે, ભભજે પક્ષની સરકારોએ સાંઠ સાંઠ વર્ષો સુધી દેશની તિજોરી લુંટી છે તે આવી ખાનદાની પચાવી ન શકે તેની કોઈ નવાઈ નથી.ભભ

ડો. કાનાબારે હાલ મિલ્‍કત નામે ચડાવવામાં સીટી સર્વે દ્ધારા થતાં વિલંબ માટે અને ખેડુત ખાતેદાર ખેતીની જમીન ખરીદે તે પણ તેના નામે ચડાવવામાં કરાતાં અક્ષમ્‍ય વિલંબ અંગે મુખ્‍યમંત્રીને પત્ર લખી આ બંને પ્રક્રિયા નિયત કરેલ 3પ દિવસની મર્યાદામાં પુરી થાય તે માટે સબંધિત અધિકારીઓને કડક સૂચના આપવા વિનંતી કરી છે. પત્રમાં ડો. કાનાબારે અમરેલી સીટી સર્વેમાં તો પૈસા આપ્‍યા વગર વ્‍યાજબી કામો પણ ન થતા હોવાની ફરીયાદ કરી હતી અને જરૂર પડયે આના પુરાવા આપવાની તૈયારી બતાવી છે. પત્રના અંતમાં વર્તમાન ભાજપની પારદર્શક અને નિર્ણાયક સરકારના વડા તરીકે મુખ્‍યમંત્રીને અભિનંદન આપી ઓનલાઈનની સાથે સાથે મિલકત તથા જમીનો ખરીદનારના નામે ઝડપથી ચડી જાય અને તેમાં ચાલતાં ભ્રષ્‍ટાચાર પર રોક લગાવવા આકરા પગલાં લેવા અનુરોધ કર્યો છે.


લ્‍યો બોલો : જાફરાબાદનાં ટીંબી ગામે યોજાયેલ ગ્રામસભાનો ફિયાસ્‍કો

પંચાયતનાં સદસ્‍યો જ રહૃાા ગેરહાજર

ટીંબી, તા.31

જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે ગુજરાત સરકારના આયોજન મુજબ ટીંબી કુમાર શાળામાં ગ્રામસભા રાખવામાં આવી હતી. પરંતુ ગ્રામસભામાં પંચાયતના સદસ્‍યો જ ઘેર હાજર રહયા હતા અને ગામજનો એક પણ ડોકાણા ન હતા. જે ગામસભામાં ગામના પ્રશ્‍નોનું નિરાકરણ થતું ન હોય પ્રશ્‍નોના ઢગલા બંધ હોય જેથી ગામજનો પણ અવું બોલતા થયા છે કે સરકારે આવા ગામસભાના તાઈફા બંધ કરી અને લોકોના પ્રશ્‍નોનું નિરાકરણ થાય. આજની ગામસભાના સરકારી કર્મચારીમાં કન્‍યા શાળાના આચાર્ય કુમારશાળાનો શિક્ષકગણ અને આરોગ્‍યમાંથી એક અધિકારી તેમજ તલાટી કમ મંત્રી સિવાય કોઈ હાજર રહયું નથી. આ ગામસભાઓ માત્ર સરકારી કર્મચારીઓ માટે છે કે ગામજનો માટે એ જ સમજાતું નથી.


અમરેલી-કુંકાવાવ વિસ્‍તારમાં લાખો રૂપિયાનાં ખર્ચે માર્ગો બનશે

યુવા ધારાસભ્‍ય અને વિપક્ષી નેતા પરેશ ધાનાણીની પ્રશંસનીય કામગીરી

અમરેલી-કુંકાવાવ વિસ્‍તારમાં લાખો રૂપિયાનાં ખર્ચે માર્ગો બનશે

ચિતલ-ખીજડીયા, સાવરકુંડલા-ચાંપાથળ, જાળીયા- સણોસરા સહિતનાં અનેક માર્ગો બનાવાશે

અમરેલી, તા. 31

ગુજરાત વિધાનસભા વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણીએ માર્ગ અને મકાન વિભાગનો હવાલો સંભાળતા નાયબ મુખ્‍યમંત્રીને અમરેલી અને કુંકાવાવ તાલુકાના રસ્‍તાના કામો માટે વારંવાર રજુઆતોકરેલ હતી. વિરોધપક્ષના નેતાએ કરેલ રજુઆતને સંદર્ભે માર્ગ અને મકાન વિભાગનો હવાલો સંભાળતા નાયબ મુખ્‍યમંત્રીએ અમરેલી અને કુંકાવાવ તાલુકાઓનાં રૂા. 11.18 કરોડના વિવિધ રસ્‍તાઓ મંજુર કરી જોબ નંબર ફાળવેલ છે.

વિરોધપક્ષના નેતાની તા. 10/8/18ની લેખિત રજુઆત બાદ અમરેલી તાલુકાના નોન પ્‍લાન રસ્‍તાઓ કાચાથી ડામર સપાટીના કરવા સારૂ (1) ખીજડીયા-ચિતલ રોડ, (ર) ચાંપાથળ-સાવરકુંડલા સ્‍ટેટ હાઈવે તથા કુંકાવાવ તાલુકાના (1) જંગર-સનાળાવાળા રોડ તથા (ર) ખજુરી-રણુજાધામ રોડ માટે રૂા. 690.00 લાખના વિવિધ રસ્‍તાઓ મંજુર કરવામાં આવેલ છે.

વિરોધપક્ષના નેતાની તા. 17/9/18ની સાત વર્ષ કે તેથી વધુ વર્ષથી રીસરફેસ ન થયા હોય તેવા અમરેલી તાલુકાના રસ્‍તાઓ અંગેની લેખિત રજુઆત બાદ (1) જાળીયા- સણોસરા રોડ, (ર) ચકકરગઢ એપ્રોચ રોડ, (3) મોટા આંકડીયા-પીપળલગ રોડ, (4) માલવણ-કોલડા રોડ તથા (પ) વાંકીયા-તરવડા રોડ માટે રૂા. ર9ર.00 લાખના રસ્‍તાઓ મંજુર કરવામાં આવેલ છે.

વિરોધપક્ષના નેતાની તા. 1પ/પ/18ની લેખિત રજુઆત બાદ દસ વર્ષ કે તેથી વધુ વર્ષથી રીસરફેસ ન થયા હોય તેવા કુંકાવાવ તાલુકાનો તોરી-ચુડા રોડ રૂા. 36 લાખના ખર્ચે મંજુર કરવામાં આવેલ છે. અમરેલી તાલુકાના ચકકરગઢ એપ્રોચ રોડ ઉપર માઈનોરબ્રિજ બનાવવા સારૂ રૂા. 100.00 લાખની રકમ મંજૂર કરવામાં આવેલ છે.


અમરેલી પોલીટેકનીકનાં નિવૃત્ત પ્રિન્‍સિપાલની ઉત્તરક્રિયાએ 63 બોટલનું રક્‍તતદાન

અમરેલી, તા.31

શ્‍યામનગર અમરેલીના રહેવાસી નિવૃત પ્રિન્‍સિપાલ ટેકનીકલ, અમરેલી જિલ્‍લા તેમજ ભાવનગર વિભાગના આર.એસ.એસ.ન વ્‍યવસ્‍થા પ્રમુખ, બાબરા તાલુકન ચરખા ગામની કે.જી. થી ધોરણ 1ર ના શૈક્ષણિક સંકુલના કેળવણી મંડળના સભ્‍ય કે આ વિસ્‍તારના ર0 ગામોમાં શિક્ષણનો ફેલાવો કરનાર તેમજ મોટા ભાગની જાહેર સંસ્‍થાઓ સથે જોડાયેલા સદા હર્ષ્‍તિમુખી એવા સ્‍વ. અરજણભાઈ ભીમાણી દેહ છોડતા રવિવારના રોજ તેમના નિવાસ સ્‍થાને યોજાયેલ ઉતરક્રિય દરમ્‍યન સૌ પ્રથમ તેમના પુત્ર પ્રણવ (ભોલુ) તથા તેમના પત્‍ની જયશ્રીબેને બ્‍લડ ડોર્નર કરી કેમ્‍પની શરૂઆત કરેલ ત્‍યારબાદ તેમન ભત્રીજાઓ, ભાણેજ, દિકરીઓ તથા શ્‍યામનગરના મિત્રો, સમર્થ વ્‍યાયામ મંદિરના પહેલવાન મિત્રો દ્વાર સાહેબની .મર જેટલું 6 બોટલ બ્‍લડ ડોનર કરી સ્‍વ. ભીમાણી સાહેબને સાચી શ્રઘ્‍ધાંજલી અર્પણ કરવામાં આવેલ આ પ્રસંગે લાયન્‍સ કલબ રોયલ અમરેલીના પ્રમુખ વસંતભાઈ મોવલીયા તેમજ કલબના સભ્‍યોએ હાજર રહી વ્‍યવસ્‍થા પુરી પાડી કાર્યક્રમને સફળ બનાવેલ. રેડ ક્રોસ ભવન અમરેલી,અમરેલી જિલ્‍લા આર.એસ.એસ. વિભાગના તમમ સભ્‍યો ખડાપગે સેવ પુરી પાડેલ, સમર્થ વ્‍યાયમ મંદિર (અખાડના ના તમામ સભ્‍યઓ હાજરી આપેલ તેમજ ભીમાણી પરીવારના નારણભાઈ ભીમાણી, કૌશલભાઈ ભીમાણી, (શિવમ ગ્રાફીકસ) કલ્‍પેશભાઈ પાનેલીયાએ ભારે જહેમત દ્વારા આ વિક્રમ જનક 63 બોટલ બ્‍લડ ડોર્નરનો રેકોડ બનાવેલ છે. તેમજ તેમની આંખોનું દાન કરવામાં આવેલ જેથી દ્રષ્‍ટ્રીહીનને દ્રષ્‍ટ્રી મળી રહે. તેમ આઈ.પી.બારડની યાદી જણાવે છે.


જાફરાબાદનાં રોહીસા ગામે યુવકને ઢીકા-પાટુનો માર મારતાં ફરિયાદ

અમરેલી, તા. 31

જાફરાબાદ તાલુકાનાં રોહીસા ગામે રહેતાં પાનની દુકાન ધરાવતાં રમેશભાઈ ભાયભાઈ કોટડીયા નામના ર3વર્ષિય યુવકે તે જ ગામે રહેતાં રાકેશ ભીમાભાઈ વાઘેલા તથા દિનેશ ભગુભાઈ બાંભણીયાને પાન-માવા ઉધાર આપવાની ના પાડતાં આ બન્‍ને શખ્‍સોએ ઉશ્‍કેરાઈ જઈ ઢીકાપાટુનો માર મારી, જાનથી મારી નાંખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ જાફરાબાદ પોલીસમાં નોંધાઈ છે.


વીજપડીમાં સાસુ-વહુ ઉપર 6 શખ્‍સોએ કર્યો હુમલો

અમરેલી, તા.31

સાવરકુંડલા તાલુકાનાવીજપડી ગામે રહેતા પારૂલબેન પ્રવિણભાઈ વાઘેલા નામની મહિલા તથા તેણીની નણંદ વિગેરે રાજુલા રોડ પોતાની પાન-માવાની કેબીને કામ કરવા ગયેલા હોય ત્‍યારે તે જ ગામે રહેતા દુલાભાઈ મંગળાભાઈ કલસરીયા, મહેશ દુલાભાઈ, રમેશ, ભોળાભાઈ, સામંતભાઈ બલદાણીયા તથા ખીમજી ગુર્જર સહિત 6 જેટલા લોકોએ ગેરકાયદે મંડળી રચી તેણીને તથા તેણીની જેઠાણી તથા સાસુને પાઈપ વડે માર મારી કેબીનનું મીટર તોડી નાખ્‍યાની ફરિયાદ સાવરકુંડલા રૂરલ પોલીસમાં નોંધાવી છે. તો સામાપક્ષે દુલાભાઈ મંગળાભાઈ કલસરીયાએ પણ આ જ કારણોસર સામેવાળા ધીરૂભાઈ ઘુસાભાઈ વાઘેલા, જીતુ ધીરૂભાઈ વાઘેલા, પ્રવિણ ધીરૂભાઈ વાઘેલા સહિત 6 જેટલા લોકોએ હોકી, પાઈપ, પાવડો મારવા ઉગામી ગાળો આપી તથા જાનથી મારી નાખવાની સામી પોલીસ ફરિયાદ નોંધાવી છે.


નાના લીલીયા ચોકી પાસે ત્રણ શખ્‍સોને વિદેશી દારૂની હેરફેર કરતાં પોલીસે ઝડપી લીધા

 

થર્ટી ફર્સ્‍ટની પાર્ટી માટે માલ ભેગો કરાતો હોવાની રાવ

અમરેલી, તા. 31

થર્ટી ફર્સ્‍ટમાં વિદેશી દારૂની મોજ માણવા કેટલાંક રસીયાઓ વિદેશી દારૂ એકઠો કરવા માટે થઈ હેરફેર કરતાં હોય, લીલીયા પોલીસને બાતમી મળતા નાના લીલીયા ચોકડી નજીક વોચ ગોઠવી, ક્રાંકચ ગામે રહેતાં ભરત આંબાભાઈ મકવાણા પોતાના હવાલાવાળા મોટર સાયકલની ડીકીમાં ભારતિય બનાવટનો વિદેશી દારૂ બોટલ નંગ-1 કિંમત રૂા.રપ00 તથા મોબાઈલ ફોન-1 રૂા.4 હજારનો લઈ નિકળતાં ઝડપી લઈ પુછપરછ કરતાં પીપળવા ગામનાં જેન્‍તી ઉદેસીંગભાઈ ગણાવાને ઝડપી મોટર સાયકલ તથા વિદેશી દારૂની બોટલ-1 તથા નાની માલપુર ગામનાં જીજ્ઞેશ પ્રેમચંદ ગણાવાને પણ મોટર સાયકલ સાથે વિદેશી દારૂની બોટલ-3 મળી કુલ રૂા.પ97પ0નાં મુદામાલ સાથે ત્રણેયને ઝડપી લીધા હતા.


રાજુલામાં સ્‍થાયી થયેલ નિવૃત્ત પોલીસ અધિકારીને વન વિભાગે દંડ ફટકાર્યો રૂપિયા રપ હજારનો દંડ વસુલ કરાતા ફફડાટ

હરણની ખોપડી અને ચાર શીંગડા મળી આવ્‍યા

 

રાજુલા, તા.31

રાજુલા નજીક બે શંકાસ્‍પદ શખ્‍સો બાઈક પર જતા હતા અને વન વિભાગના ટ્રેકર્સ સંજયભાઈએ સઘનપૂછપરછ કરી તપાસ કરતા હરણના શીંગડા મળી આવ્‍યા હતા. અને વધુ પૂછપરછ કરતા તેઓએ કહયું કે નિવૃત અધિકારીને ત્‍યાં કામ કરીએ છીએ અને તેમના કહેવાથી કલરકામ માટે લઈ જઈએ છીએ અને વન વિભાગને હરણની ખોપડી અને ચાર શીંગડા મળી આવ્‍યા હતા. અમરેલી ડી.સી.એફ. પ્રિયંકા ગેહલોતના માર્ગદર્શન હેઠળ રાજુલા વન વિભાગના જાંબાઝ આર.એફ.ઓ. રાજલ પાઠક અને વન વિભાગની ટીમ દ્વારા રાજુલા શહેરમાં રહેતા નિવૃત ડીવાયએસપીના મકાનમાંથી વન્‍ય પ્રાણી હરણની ખોપડી અને 4 શીંગડા મળી આવતા વન વિભાગ દ્વારા સમગ્ર મુદામાલ કબ્‍જે કર્યો હતો. અને નિવૃત ડીવાયએસપી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને તેમની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. અને વધુ જાણવા પ્રમાણે આ હરણની ખોપડી અને શીંગડા તેમના ઘરમાં શો-પીસ તરીકે રાખવામાં આવતા હતા અને ત્‍યારે વન્‍ય પ્રાણીના ઓરીજનલ અંગ રાખવા તે ગેરકાયદેસર કહેવાય તેને લઈને વન વિભાગ દ્વારા નિવૃત ડીવાયએસપી પાસેથી રૂા. રપ,000નો દંડ વસુલ કરવામાં આવ્‍યો અને આવી પ્રથમ ઘટના સામે આવતા રાજુલા પંથકમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.


પાણીયા ગામે ઠપકો આપવા ગયેલા ખેતમજુરને લોખંડનો પાઈપ મારી ઈજા કરી

અમરેલી, તા. 31

અમરેલી તાલુકાનાં પાણીયા ગામે રહેતાં અને ખેતમજુરીકરતાં કાળુભાઈ રામજીભાઈ કુકવાવા નામનાં 4પ વર્ષિય આધેડને તેમના ઘર પાછળ રહેતાં પાંચાભાઈ કુરજીભાઈને ઠપકો આપવા ગયેલા ત્‍યારે પાંચાભાઈ તથા તેમના પત્‍નિએ ઉશ્‍કેરાઈ જઈ લોખંડનાં પાઈપ વડે હુમલો કરી ઈજા કર્યાની ફરિયાદ અમરેલી તાલુકા પોલીસમાં નોંધાઈ છે.


બાબરાનાં હાઈ-વે પર બંધ કન્‍ટેઈનર પાછળ ટ્રક ઘુસી જતાં ટ્રકચાલકને ગંભીર ઈજા

અમરેલી જિલ્‍લાનાં માર્ગો પર ટ્રાફીક ઝુંબેશ સઘન બનાવવી જરૂરી

બાબરાનાં હાઈ-વે પર બંધ કન્‍ટેઈનર પાછળ ટ્રક ઘુસી જતાં ટ્રકચાલકને ગંભીર ઈજા

ચાલકને વધુ સારવાર અર્થે ભાવનગર ખાતે ખસેડાયા

બાબરા, તા. 31

બાબરામાં વહેલી સવારે અહી ભાવનગર સ્‍ટેટ રોડ પર જોરદાર અકસ્‍માત સર્જાયો હતો. જેમાં ચાલકને ગંભીર ઈજાઓ થતાં પ્રથમ બાબરા અને ત્‍યારબાદ વધુ સારવાર માટે ભાવનગર ખાતે ખસેડવામાં આવ્‍યા હોવાનું જાણવા મળ્‍યું છે.

બાબરા તાલુકાના ચરખા ગામ નજીક એક ખાનગી હોટેલ પાસે પાર્ક કરેલ પાણીની પાઈપ ભરેલ કન્‍ટેનરની પાછળ રાજકોટ તરફથીઆવતો એક ટ્રક ધડાકાભેર અથડાતા અકસ્‍માત સર્જાયો હતો. જેમાં ટ્રક ચાલકને ઈજાઓ થતાં 108 મારફત પ્રથમ બાબરા સરકારી દવાખાનામાં અને ત્‍યાંથી વધુ સારવાર માટે ભાવનગર ખાતે ખસેડવામાં આવ્‍યા હોવાનું જાણવા મળ્‍યું છે.

જો કે આ અકસ્‍માતની કોઈ વધુ જાણ બાબરા પોલીસ સ્‍ટેશનમાં ન હોવાનું જાણવા મળ્‍યું છે.


વર્ષ ર018ની અંતિમ સુહાની સંઘ્‍યા

વર્ષ ર019ની વિદાય થઈ ચુકી છે. દરમિયાનમાં બાબરા શહેરમાં વર્ષ ર018ની અંતિમ સંઘ્‍યાનો અદભુત નજારો જોવા મળ્‍યો હતો અને વર્ષ ર019નાં આગમનની આશાઓ ઉભી થઈ હતી.(


અમરેલી જિલ્‍લા સમસ્‍ત બ્રહ્મસમાજ દ્વારા બ્રહ્મ શ્રેષ્ઠિઓનું સન્‍માન યોજાયું  

              અમરેલી જિલ્‍લા સમસ્‍ત બ્રહ્મસમાજ કાર્યાલયે યોજાયેલ સન્‍માન સમારંભમાં અમરેલી વકીલ મંડળમાં યોજાયેલ ચૂંટણીમાં ઉપપ્રમુખ તરીકે ચંદ્રેશભાઈ બી. મહેતા તથા જોઈન્‍ટ સેક્રેટરી તરીકે સુનીલભાઈ રાજયગુરૂ તથા અમરેલીના પ્રદિપભાઈ મહેતાની પ્રદેશ કોંગ્રેસ માનવ અધિકાર પંચ તથા લીગલ સેલના પ્રદેશ કન્‍વીનર તરીકે નિમણૂંક થતાં પ્રમુખ ઉદયનભાઈ ત્રિવેદી તથા મહામંત્રી તુષારભાઈ જોષી તથા મુકુંદભાઈ મહેતા, રાજનભાઈ જાની, સંજયભાઈ જોષી, ભગીરથભાઈ ત્રિવેદી, વિશાલભાઈ ઠાકર, ગોપાલભાઈ ભટ્ટ, તેજસભાઈ ત્રિવેદી, રઘુભાઈ ભટ્ટ, ભાવિનભાઈ ભટ્ટ, મિલીનભાઈ જોષી, સાર્થકભાઈ જોષી તથા પરેશભાઈ આચાર્ય, અશ્‍વિનભાઈ ત્રિવેદી, રશ્‍મિનભાઈ ત્રિવેદી, અનુભાઈ શુકલ, પ્રકાશભાઈ આચાર્ય તેમજ બહોળી સંખ્‍યામાં બ્રહ્મસમાજના આગેવાનો હાજર રહી શુભેચ્‍છા પાઠવેલ. ત્‍યારબાદ ચંદ્રેશ બી. મહેતા, સુનીલભાઈ રાજયગુરૂ તથાપ્રદિપભાઈ મહેતા તથા સમસ્‍ત બ્રહ્મસમાજ દ્વારા ઉદયનભાઈ ત્રિવેદીનું ગુજરાત નોટરી એસોસિએશનમાં સહમંત્રી થવા બદલ સન્‍માન કરેલ અને શુભેચ્‍છા પાઠવેલ.


દિલીપ સંઘાણીનાં માતૃશ્રીની તબિયતનાં ખબર અંતર પુછતાં માયાભાઈ આહીર

અમરેલી, તા.31

પારીવારીક સંબંધો કઈક ઓર હોય છે. તેની પ્રતિતિ આજે લોકસાહિત્‍ય અને હાસ્‍યકાર માયાભાઈ આહિરએ અમરેલી મુકામે દિલીપ સંઘાણીના માતૃશ્રી શાંતાબાના ખબરઅંતર પુછીને કરાવી હતી. સંઘાણી પરિવાર સાથે ધનિષ્ઠ સંબંધો સંબંધો ધરાવતા માયાભાઈ આહિરને શાંતાબા બિમાર હોવાના સમાચાર મળતા જ તેમની ખબર અંતર પુછવા દોડી આવેલ અને જલ્‍દી સાજા થવાની શુભકામના વ્‍યકત કરી હતી આ તકે દિલીપભાઈ સંઘાણી,કાળુભાઈ સંઘાણી, ચંદુભાઈ સંઘાણી, અશ્‍વિનભાઈ સાવલીયા સહિત સંઘાણી પરિવારના સૌ કોઈ ઉપસ્‍થિત રહયા હતા. સંઘાણી પરિવાર સાથે માયાભાઈએ ઘણો સમય વિતાવી આત્‍મીયસભર વાતચિતમાં ગુથાયા હતા.


આલે લે : લાઠી તાલુકાને અછતગ્રસ્‍ત જાહેર કરાયા બાદ જરૂરી સહાય મળતી નથી

તાલુકા કોંગ્રેસ સમિતિએ રજૂઆત કરી

આલે લે : લાઠી તાલુકાને અછતગ્રસ્‍ત જાહેર કરાયા બાદ જરૂરી સહાય મળતી નથી

પ્રાંત અધિકારી મારફત મુખ્‍યમંત્રીને આવેદનપત્ર પાઠવ્‍યું

અમરેલી, તા.31

લાઠી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારી મારફત મુખ્‍યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે. આવેદનપત્રમાં જણાવેલ છે કે, માલધારકો જે કોઈ માલ ઢોર રાખે છે તેમના માટે અછતનું ઘાસ ફાળવવામાં આવે અને તેમને જેમ બને તેમ જલ્‍દીથી ગામડે ગામડે ઘાસ મળી રહે તે માટે વ્‍યવસ્‍થા કરવામાં આવે અથવા લાઠી અને દામનગર, આ બન્‍ને સ્‍થળ પર ડેપો ખોલી, ઘાસ વિતરણ જલ્‍દીથી કરાવવામાં આવે અને ગામડે ગામડે કેટલ કેમ્‍પ ખોલાવડાવવામાં આવે.

વધુમાં જણાવેલ છે કે, શ્રમજીવી લોકો જે લોકો ટકે ટકનું        રળીને પોતાનું ગુજરાન ચલાવતા હોય તેમજ આજીવિકા માટે અત્‍યારે કોઈપણ જાતનો સ્‍કોપ ન હોય માટે જેમ બને તેમ જલ્‍દીથી અછતગ્રસ્‍ત કેમ્‍પ ખોલી કામગીરી આપવામાં આવે.

વધુમાં જણાવેલ છે કે, ખેડૂતોએ જે અછતગ્રસ્‍તના ફોર્મભરીને જે ત.ક. મંત્રીઓને આપેલ છે તેમની જલ્‍દીથી કાર્યવાહી થઈને જે તે ખેડૂત ખાતેદારોના ફોર્મ ભરેલ હોય તેમના ખાતામાં પેમેન્‍ટ જલ્‍દીથી જમા કરાવવામાં આવે. ઉપરોકત મુદાઓની જો તા.10/1/19 સુધીમાં નિકાલ નહીં કરવામાં આવે તો તા.1પ/1/19ના રોજ પ્રાંત કચેરીએ માલધારકો પોતાના ઢોર ઢાંખર લઈને આવશે અને જે શ્રમજીવી લોકો છે તે તેમનું પોતાનું યોગદાન દેવા માટે એક દિવસનો  ઉપવાસ કાર્યક્રમ કરવામાં આવશે અને રસ્‍તા રોકોનો કાર્યક્રમ પણ કરવામાં આવશે. લોકો પાસે પોતાના ગુજરાન કે ખાવાના પણ પૈસા ન હોય તો કોઈ લોકો અવળા રસ્‍તા પર ચડે તેના કરતા જેમ બને તેમ જલ્‍દીથી રાહત કેમ્‍પ ખોલવામાં આવે તવી અંતમાં માંગ કરેલ છે.


અમરેલી પટેલ સંકુલ દ્વારા એક દિવસીય રાષ્‍ટ્રીય સેમિનાર યોજાયો  

અમરેલી જિલ્‍લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્‍ટ સુરત સંચાલિત શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ અમરલી સંચાલિત કે.પી.   ધોળકીયા ઈન્‍ફોટેક કોલેજ તથા સૌ. યુનિ. રાજકોટ આઈ.કયુ.એ.સી.ના સંયુકત ઉપક્રમે એક દિવસીય રાષ્‍ટ્રીય સેમિનારનું આયોજન કરાયું હતું. ઉપસ્‍થિત સૌનું સ્‍વાગત પ્રિ. રજનીકાંત પંડયા તથા ઉદઘાટન ડો. ગિરીશ ભીમાણી તથા ડો. કુંડારીયા દ્વારા કરવામાં આવ્‍યું હતું. સંસ્‍થાના નિયામક મનસુખભાઈ ધાનાણીના માર્ગદર્શન હેઠળ આયોજિત રાષ્‍ટ્રીય સેમિનારના અઘ્‍યક્ષ સ્‍થાને                કેળવણીકાર તથા સ્‍થાપક પ્રમુખ વસંતભાઈ ગજેરાના મુખ્‍ય મહેમાન પદે સિન્‍ડિકેટ સભ્‍ય ડો. ગિરીશભાઈ ભીમાણી, અગ્રણી ઉદ્યોગપતિ તથા ટ્રસ્‍ટી ગિરધરભાઈ ગજેરા, ડો. ભાણજીભાઈ કુંડારીયા, એડીશ્‍નલ કલેકટર જયેશ પટેલ, શાંતિભાઈ ફળદુ, ડો. કુંભારાણા, ડો. ભટ્ટ,ડો. વણજારા વિગેરે ઉપસ્‍થિત રહયા હતા તથા પ્રાસંગિક પ્રવચન કરી સૌને બિરદાવ્‍યા હતા. સમગ્ર સેમિનારમાં પધારવા બદલ સૌનો આભાર સંસ્‍થાના નિયામક મનસુખભાઈ ધાનાણીએ માન્‍યો હતો. આ પ્રસંગે પ્રમુખ મનુભાઈ કાકડીયા, ઉપપ્રમુખ પરશોતમભાઈ ધામી, સેક્રેટરી બાબુભાઈ સાકરીયા, હોસ્‍ટેલ ડાયરેકટર વલ્‍લભભાઈ રામાણી, પ્‍લાઝા ડાયરેકટર બ્રિજેશભાઈ પલસાણા સેમિનારની આયોજન ટીમના સભ્‍યોએ શુભેચ્‍છા પાઠવી હતી.


અમરેલીનાં વેપારીઓ દ્વારા ‘‘સોમનાથ મહાદેવ”ને ઘ્‍વજાજી અર્પણ કરાયા

અમરેલીનાં ટાવર ચોક એસોસીએશનનાં વેપારીઓ ઘ્‍વારા દશ જયોતિર્લીંગમાં પ્રથમ ક્રમે બિરાજતાં શ્રી સોમનાથ મહાદેવનાં મંદિરે ઘ્‍વજાજી ચડાવવાનો અલૌકિક અવસર રવિવારે આવ્‍યો હતો. આ મનોરથનાં દાતા તરીકે અ.સૌ. તરૂલતાબેન અજમેરા, ધારાસભ્‍ય પરેશ ધાનાણી, શરદ ધાનાણી અને પી.પી. સોજીત્રા રહૃાા હતા. આ તકે શહેરનાં પ્રતિષ્ઠિત વેપારીઓ તેમજ ડો. ભરત કાનાબાર, પી.પી. સોજીત્રા પણ ઉપસ્‍થિત રહૃાા હતા.


આલે લે : લાઠી તાલુકાને અછતગ્રસ્‍ત જાહેર કરાયા બાદ જરૂરી સહાય મળતી નથી

આલે લે : લાઠી તાલુકાને અછતગ્રસ્‍ત જાહેર કરાયા બાદ જરૂરી સહાય મળતી નથી

પ્રાંત અધિકારી મારફત મુખ્‍યમંત્રીને આવેદનપત્ર પાઠવ્‍યું

અમરેલી, તા.31

લાઠી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારી મારફત મુખ્‍યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે. આવેદનપત્રમાં જણાવેલછે કે, માલધારકો જે કોઈ માલ ઢોર રાખે છે તેમના માટે અછતનું ઘાસ ફાળવવામાં આવે અને તેમને જેમ બને તેમ જલ્‍દીથી ગામડે ગામડે ઘાસ મળી રહે તે માટે વ્‍યવસ્‍થા કરવામાં આવે અથવા લાઠી અને દામનગર, આ બન્‍ને સ્‍થળ પર ડેપો ખોલી, ઘાસ વિતરણ જલ્‍દીથી કરાવવામાં આવે અને ગામડે ગામડે કેટલ કેમ્‍પ ખોલાવડાવવામાં આવે.

વધુમાં જણાવેલ છે કે, શ્રમજીવી લોકો જે લોકો ટકે ટકનું        રળીને પોતાનું ગુજરાન ચલાવતા હોય તેમજ આજીવિકા માટે અત્‍યારે કોઈપણ જાતનો સ્‍કોપ ન હોય માટે જેમ બને તેમ જલ્‍દીથી અછતગ્રસ્‍ત કેમ્‍પ ખોલી કામગીરી આપવામાં આવે.

વધુમાં જણાવેલ છે કે, ખેડૂતોએ જે અછતગ્રસ્‍તના ફોર્મ ભરીને જે ત.ક. મંત્રીઓને આપેલ છે તેમની જલ્‍દીથી કાર્યવાહી થઈને જે તે ખેડૂત ખાતેદારોના ફોર્મ ભરેલ હોય તેમના ખાતામાં પેમેન્‍ટ જલ્‍દીથી જમા કરાવવામાં આવે. ઉપરોકત મુદાઓની જો તા.10/1/19 સુધીમાં નિકાલ નહીં કરવામાં આવે તો તા.1પ/1/19ના રોજ પ્રાંત કચેરીએ માલધારકો પોતાના ઢોર ઢાંખર લઈને આવશે અને જે શ્રમજીવી લોકો છે તે તેમનું પોતાનું યોગદાન દેવા માટે એક દિવસનો  ઉપવાસ કાર્યક્રમ કરવામાં આવશે અને રસ્‍તા રોકોનો કાર્યક્રમ પણ કરવામાં આવશે. લોકો પાસે પોતાના ગુજરાન કે ખાવાના પણ પૈસા ન હોય તો કોઈ લોકો અવળા રસ્‍તાપર ચડે તેના કરતા જેમ બને તેમ જલ્‍દીથી રાહત કેમ્‍પ ખોલવામાં આવે તવી અંતમાં માંગ કરેલ છે.


01-01-2019