Main Menu

January, 2019

 

ખેરામાં જુની શાળાની જગ્‍યાએ જ નવી શાળાનું મકાન બનાવવા માંગ

બાળકોનાં હિતમાં યોગ્‍ય કરવા રજૂઆત

ખેરામાં જુની શાળાની જગ્‍યાએ જ નવી શાળાનું મકાન બનાવવા માંગ

સમસ્‍ત ગામજનોએનાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવ્‍યું

રાજુલા, તા.ર3

રાજુલાના ખેરાના સમસ્‍ત ગામજનોએ નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવેલ છે.

આવેદનપત્રમાં જણાવેલ છે કે, ખેરા ગામમાં 14 થી 1પ હજારની વસ્‍તી છે. ગામમાં ખોખરી વિસ્‍તારમાં પ્રાથમિક શાળા નં.-1માં ધોરણ-1 થી 8 ધોરણની છે. જેમાં રપ0 થી 300 બાળકો અભ્‍યાસ કરે છે. જે હાલ શાળાનું બિલ્‍ડીંગ આઠ માસ પહેલા પાડી નાખેલ છે. અને તેમાં શાળાના નવા ઓરડા બનાવવા કાર્યવાહી ચાલુ છે. પરંતુ હજુ સુધી આજ જગ્‍યામાં અમારા નવા ઓરડા બનાવવાની કાર્યવાહી થયેલ નથી. આ શાળા અમારા ગામના સરપંચ સ્‍વાર્થ માટે અને સતાનો દુર ઉપયોગ કરી પોતાના ઘરની સામે અને નજીક નવી સ્‍કૂલ બિલ્‍ડીંગ બનાવવા માટે તજવીજ કરી રહેલ છે. તો જુની શાળા હતી તે જગ્‍યાએ શાળા બને તેવી માંગણી છે. જો જુની પ્રા. શાળા નં.-1 હતી તે જગ્‍યાએથી નવી જગ્‍યાએ પ્રા. શાળા બનાવવામાં આવશે તો અમારા બાળકોને દૂર ચાલીને જવાની તથા અતિ વધુ મુશ્‍કેલી ભોગવવી પડે તેમ છે. જુની પ્રા. શાળા નં.-1ની જગ્‍યામાં નવું બિલ્‍ડીંગ બને તે માટે એસ.એમ.સી. કમિટીએ વારંવાર ઠરાવ પણ આપેલ છે અને નવી જગ્‍યા ઉપર પ્રા. શાળા બને એવો એક પણ જુની કે નવી એસ.એમ.સી. કમિટીએ ઠરાવ પસાર કરેલ નથી. ગામના સરપંચ એસએમસી કમિટીનાવિરૂઘ્‍ધમાં જઈ પોતાની મનમાની કરી નવી જગ્‍યાએ શાળા બનાવવાની મંજૂરી લઈ આવેલ છે. જો નવી જગ્‍યાએ પ્રા. શાળા બનાવવામાં આવશે તો અમારા બાળકોને શાળાએ જવાનું બંધ કરી ઉપવાસ આંદોલન ઉપર બેસવાની ફરજ પડશે.

તેમજ આ બાબતે અનેક વાર જિલ્‍લા શિક્ષણ અધિકારી તેમજ સ્‍થળ તપાસ કરવા માટે આવતા એન્‍જિનીયરોને મૌખિક તથા લેખિતમાં રજૂઆતો કરવામાં આવેલ છે. તેમ છતાં સરપંચ પોતાની સતાના જોરે બાળકોના અભ્‍યાસમાં ખલેલ પડે એવી વૃતિથી જગ્‍યાની ફેરબદલી કરી અને નવી જગ્‍યામાં નવું બિલ્‍ડીંગ બનાવવાનો પ્રયત્‍ન કરી રહેલ છે. પ્રા. શાળા નં.-1 જુની જગ્‍યાએ હતી તે જગ્‍યા ઉપર નવું બાંધકામ કરવા અમો ગામ લોકોની આપને અરજ છે તેમ જણાવેલ છે.


વડેરાની જનતા વિદ્યાલયનાં વિદ્યાર્થીઓએ ગિરનારની ગોદમાં યોજાયેલ શિબિરનો લાભ લીધો

અમરેલી, તા. ર3

જનતા વિદ્યાલય વડેરાનાં વિદ્યાર્થીઓએ પ્રકૃતિની ગોદમાં ત્રણ દિવસની શિબિરમાં જુનાગઢ મુકામે ગયેલા જયાં પ્રકૃતિ વિષેનું જ્ઞાન ત્‍યાના પ્રકૃતિ વિદ્ય કિશોરભાઈ દેથલિયાએ આપેલ.

વિશાળ ગીર જંગલમાં કુદરતની સંપતિ પથરાયેલી છે. ગીરની વનસ્‍પતિ, વૃક્ષો, પશુ, પ્રાણી, જંતુ વગેરેની જીણામાં જીણી માહિતી પ્રશિક્ષકએ આપેલી. પ્રકૃતિની ગહનતા અને ઉપયોગિતાની જાણકારીથીવિદ્યાર્થીઓ અચંબામાં પડી ગયેલા. સાથે દરેક વિદ્યાર્થીઓએ નિર્ણય કર્યો કે હવેથી પ્રકૃતિને નુકસાન કરતાં પ્‍લાસ્‍ટિક, જેરી રસાયણો, જંતુનાશક દવા જેવી દરેક વસ્‍તુનોશકય એટલો ઓછો ઉપયોગ કરવો.

આ સાથે હિમાલયથી ઉડીને આવતા યાયાવર પક્ષીઓની રસસભર માહિતી પ્રશિક્ષક આપતા કુદરતી તાકાત ધરાવતા પક્ષી વિશે ખૂબ માન થઈ આવ્‍યું. તેમજ પ્રાણીઓની દિનચર્યા, ખોરાક, અને પ્રકૃતિ સાથેનો તાલમેલ વિષેની સરસ જાણકારી     મેળવી.

આ શિબિરમાં જંગલના પરિભ્રમણ સાથે સાથે જંગલમાં રાત્રિ રોકાણનો કંઈક જુદો જ અનુભવ થયો. ત્રણ દિવસની આ શિબિરમાં સવારે કુદરતી વાતાવરણમાં પક્ષીઓના કલરવ સાથે સવારનાં યોગ, દિવસનું જંગલ ભ્રમણ અને રાત્રે કેમ્‍પફાયરમાંઅવનવી રજૂઆતો આ શિબિર વિદ્યાર્થીઓને અમૂલ્‍ય રહી.

શિબિરનું આયોજન સક્કરબાગ પ્રાણી ઉદ્યાન – જૂનાગઢ ર્ેારા થયેલ. પ્રકૃતિ શિક્ષણ શિબિરની મંજુરી શાળાનાં આચાર્ય મુકુંદભાઈ મહેતાએ લીધેલ. શિબિરાર્થી સાથે એન.બી.મહેતા અને જે.પી.પડાયા ગયેલા.


અમરેલી જિલ્‍લાનાં કોંગીજનો દ્વારા ‘‘પ્રિયંકા ગાંધી”ને પ્રચંડ સમર્થન

રાષ્‍ટ્રીય કોંગ્રેસ સમિતિમાં જનરલ સેક્રેટરી તરીકે નિમણુંકનાં વધામણા

અમરેલી જિલ્‍લાનાં કોંગીજનો દ્વારા ‘‘પ્રિયંકા ગાંધી”ને પ્રચંડ સમર્થન

એક સમયે દુર્ગા તરીકે ઓળખાતાં સ્‍વ. ઈન્‍દિરા ગાંધીની ઝલક કોંગીજનો પ્રિયંકામાં જોઈ રહૃાા છે

અમરેલી, તા. ર3

અખિલ ભારતીય રાષ્‍ટ્રીય કોંગ્રેસ સમિતિનાં અઘ્‍યક્ષ રાહુલ ગાંધીએ આજે રાષ્‍ટ્રીય કોંગ્રેસનાં જનરલ સેક્રેટરી (મહામંત્રી) તરીકે તેમની ર વર્ષ નાની બહેન અને તેજાબી વકતા અને સેલીબ્રીટી ફેઈસ ધરાવતી પ્રિયંકા ગાંધીને નિમણૂંક આપીને ઉત્તરપ્રદેશ જેવા દેશનાં સૌથી મોટા રાજયનાં પ્રભારી તરીકે જવાબદારી સોંપતા દેશનાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

પ્રિયંકા ગાંધીને રાજકારણમાં આવવા માટે છેલ્‍લા ઘણા વર્ષોથી કોંગ્રેસનાં લગભગ તમામ કાર્યકરો અને આગેવાનો આજીજી કરી રહૃાા હતા અને ભભપ્રિયંકા લાવો કોંગ્રેસ બચાવોભભનાં નારા પણ લાગી રહૃાા હતા.

દરમિયાનમાં આજનો દિવસ કોંગીજનો માટે સોનાનો સુરજ બનીને ઉગી ગયો હોય તેમ કોંગીજનોની વર્ષો જુની ઈચ્‍છા આજે પૂર્ણ થઈ છે. જેની નોંધ દેશનાં સમગ્ર મીડિયાજગતે પણ લીધી છે.

દરમિયાનમાં અમરેલીનાં ધારાસભ્‍ય પરેશ ધાનાણી, સાવરકુંડલાનાં ધારાસભ્‍ય પ્રતાપ દુધાત, ધારીનાં ધારાસભ્‍ય જે.વી. કાકડીયા, રાજુલાનાં ધારાસભ્‍ય અંબરીશડેર, કોંગી પ્રમુખ અર્જુન સોસા, ટીકુભાઈ વરૂ, એડવોકેટ મુઝફરહુશૈન સૈયદ, લલિત ઠુંમમર, આકાશ જોષી સહિતનાં કોંગીજનો ઘ્‍વારા આવકાર આપવામાં આવ્‍યો છે.


અમરેલીનાં સરદાર સર્કલથી મણીનગર સુધીનો માર્ગ બનાવો : પરેશ ધાનાણી

ભાજપ સરકાર જનહિત વિરોધી કાર્ય બંધ કરે

અમરેલી, તા. ર3

અમરેલીનાં સરદાર સર્કલથી મણીનગર સુધીનો માર્ગ વર્તમાન ભાજપ સરકારે બનાવવાને બદલે રદ કરતા વિરોધપક્ષના નેતાઅને અમરેલી કોંગ્રેસના યુવા ધારાસભ્‍ય પરેશ ધાનાણીએ વર્તમાન ભાજપ સરકાર પ્રજા વિરોધી હોવાનો ગંભીર આક્ષેપ કરી રોડ બનાવવા ફરી માંગ કરી છે.

અમરેલીના સરદાર સર્કલથી મણીનગર સુધી જવા માટેનો માર્ગ હતો પરંતુ આ માર્ગ પર દબાણ સર્જાતા આ દબાણ હટાવવા સતર વર્ષ સુધી ચાલેલા કાનુની વિવાદ બાદ દબાણ હટી જતા રોડ બનાવાના ઉજળા સંજોગો સર્જાયા હતા, પરંતુ આ માર્ગ બનાવવાને બદલે વર્તમાન ભાજપ સરકારે માર્ગ બનાવવાનીના પાડી, રદ કરતા ભાજપ સરકાર લોકો વિરોધી હોવાનો ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા અને અમરેલીના કોંગ્રેસના યુવા ધારાસભ્‍ય પરેશ ધાનાણીએ ગંભીર આક્ષેપ કર્યો હતો.

પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે મણીનગર સહીત સરદાર સર્કલ અને આજુબાજના વિસ્‍તારો મળી હજારો લોકોને આ રોડ ઉપયોગી બની શકે તેમ છે, અહીંથી હોસ્‍પિટલો, સ્‍કૂલ, કોલેજ, રેલ્‍વે સ્‍ટેશન, એસ.ટી. બસ સ્‍ટેન્‍ડ વગેરે નજીક થાય છે. પરંતુ ભાજપ સરકારના વહીવટી તંત્રએ રોડ બનાવવાને બદલે રદ કી નાંખતા લોકોને ના છૂટકે ર કી.મી. જેટલું વધુ અંતર કાપવું પડે છે, કયારેક ગંભીર બિમારીથી પીડાતા લોકોને ઈમરજન્‍સી સારવાર માટે સમયસર લોકો હોસ્‍પિટલ પહોંચી શકતા નથી, ત્‍યારે વર્તમાન ભાજપ સરકાર લોક વિરોધી હોવાનું સાબિત થયું છે, તેવો ગંભીર આક્ષેપ ધાનાણીએકરી વધુમાં જણાવ્‍યું હતું કે આ રોડ બને અહીંથી નાના-મોટા વાહનો પસાર થઈ ગામની બહાર નીકળી જઈ શકે અને એક બાયપાસરોડ જેવું કામ થઈ શકે અને શહેરમાં સર્જાતી ટ્રાફીક સમસ્‍યાનો પણ ઉકેલ આવી શકે તેમ છે. પરંતુ વર્તમાન ભાજપ સરકારેઆ માંગ સ્‍વીકારવાને બદલે ના મંજુર કરતા ધાનાણી આ પ્રશ્‍ને લડી            લેવાના મુડમાં હોવાનું એક યાદીમાં જણાવ્‍યું છે.


ધારાસભ્‍ય ઠુંમરનાં વરદ્‌હસ્‍તે ઘ્‍વજવંદન કરાશે

બાબરામાં પાલિકા દ્વારા 70માં પ્રજાસત્તાકપર્વની ઉજવણી કરાશે

શનિવારે રાત્રીનાં ગૌ-શાળાનાં લાભાર્થે ભવ્‍ય સંતવાણી કાર્યક્રમ યોજાશે

બાબરા, તા. ર3

બાબરામાં નગરપાલિકા ઘ્‍વારા 70માં પ્રજાસત્તાક પર્વની ભવ્‍ય ઉજવણી બાબરામાં મામલતદાર કચેરીમાં કરવામાં આવશે. અહી ત્‍યારે આ ભવ્‍ય પ્રજાસત્તાક દિનની ઉજવણીમાંધારાસભ્‍ય સહિત તાલુકાના ભાજપના અને કોંગ્રેસના મહત્‍વના આગેવાનો અને મોટી સંખ્‍યામાં શહેરના અને તાલુકાના અન્‍ય આગેવાનો અને નગરજનો જોડાશે. હાલ મામલતદાર કચેરીમાં નગરપાલિકા ઘ્‍વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. દેશના ગણતંત્રની આન-બાન અને શાન સાથે ઉજવણી થાય તે માટે નગરપાલિકા પ્રમુખ વનરાજભાઈ  વાળાની દેખરેખમાં પાલિકાનું તંત્ર તૈયારીઓ કરી રહૃાું છે.

બાબરામાં આ વર્ષે ર6મી જાન્‍યુઆરીની ભવ્‍ય ઉજવણી કરવામાં આવશે. અહીં સવારે 9 કલાકે ધારાસભ્‍યનાં વરદ હસ્‍તે ઘ્‍વજવંદન કરવામાં આવશે. ત્‍યારબાદ પોલીસ અને હોમગાર્ડનાં જવાનો પરેડ કરી તિરંગાને સલામી આપશે અને ધારાસભ્‍ય નગરવાસીઓને પ્રજાજોગ સંદેશો આપશે. ત્‍યારબાદ શહેરની    શાળાઓ ઘ્‍વારા રંગારંગ સાંસ્‍કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવશે.

સવારનાં પ્રજાસત્તાક દિનની ઉજવણી બાદ રાત્રીના નાગરીક બેંક ચોક ખાતે ભવ્‍ય લોક ડાયરો ગૌશાળાના લાભાર્થે યોજાશે. અહી લોકડાયરામાં સૌરાષ્‍ટ્રનાં નામી કલાકાર મીરા આહીર અને આનંદ ઠાકર, પ્રવિણ આહીર સહિતના કલાકારો સંતવાણી અને ડાયરાની રમઝટ બોલાવશે. અહી લોકડાયરામાં જે આવક થશે તે તમામ આવક બાબરા અને અમરાપરાની ગૌશાળાને પાલિકા પ્રમુખ ઘ્‍વારા અર્પણ કરવામાં આવશે.

અહી લોકડાયરા દરમિયાન બાબરાગ્રામ પંચાયત હતી ત્‍યારથી પાલિકા બની ત્‍યાં સુધી તમામ પૂર્વ સરપંચ અને પૂર્વ પ્રમુખનું સન્‍માન તેમજ શહેરના તમામ સમાજના આગેવાનો તેમજ સાધુ-સંતો અને તમામ કચેરીઓના અધિકારીનું રૂડુ સન્‍માન પણ નગરપાલિકા ઘ્‍વારા કરવામાં આવશે.

બાબરામાં સૌપ્રથમવાર 70માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં બાબરા શહેર સહિત તાલુકાના તમામ ગ્રામ પંચાયતના સરપંચો, સ્‍થાનિક અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્‍થિત રહેવાના હોય ત્‍યારે કાર્યક્રમમાં કોઈ કચાસ ન રહે તેની પુરતી કાળજી સાથે નગરપાલિકા પ્રમુખનાં માર્ગદર્શન હેઠળ પાલિકાના અધિકારીઓ તડામાર તૈયારીઓ કરી રહૃાા છે.

બાબરા નગરપાલિકા પ્રમુખ ઘ્‍વારા બાબરા શહેર અને તાલુકાની દેશપ્રેમી જનતાને જાહેર અનુરોધ સાથે નિમંત્રણ આપતા જણાવ્‍યું હતું કે, 70માં પ્રજાસત્તાક પર્વની સૌ સાથે મળી ઉજવણી કરીએ તેમજ રાત્રીના લોકડાયરામાં મોટી સંખ્‍યામાં આપણે સૌ સહભાગી થઈ ગાયમાતાનાં લીલા ઘાસચારા માટે ઉદાર બનીએ.


જુનીકાતર ગામે બે વર્ષથી પરિણીતાને ખરાબ ઈશારા કરી પરેશાન કરાતી હતી

જીવતી સળગાવી દેવા માટે ધમકી પણ આપી હતી

અમરેલી, તા. ર3,

રાજુલા તાલુકાનાં જુનીકાતર ગામે રહેતી પરિણીતાને આજથી બે વર્ષ પહેલા બપોરનાં સમયે પોતાના ઘરે એકલા હતા ત્‍યારે તે જ ગામે રહેતાં જયતા ભગુભાઈ સાભાડ નામનો શખ્‍સ તેણીનાં ઘરે આવી બાવડું પકડી પૈસાની લાલચ આપી નિર્લજજ હુમલો કરેલ હતો. બાદમાંઆ શખ્‍સે તેણીને જીવતી સળગાવી દેવા ધમકી આપી. ખરાબ ઈશારા છેલ્‍લા બે વર્ષથી કરતો હોય તેણીએ આ અંગે રાજુલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

 


શેલણા ગામે રેતી ભરવાની ના પાડતા 4 શખ્‍સોએ ખેડૂત ઉપર કર્યો હુમલો

અગાઉ પણ રેતી ભરવાની ના પાડતા તે વાતનું હતું મનદુઃખ

અમરેલી, તા. ર3

સાવરકુંડલા તાલુકાનાં શેલણા ગામે રહેતા અને ખેતીકામ કરતા સામતભાઈ માણાભાઈ લુણસર નામનાં 4પ વર્ષીય ખેડૂત આઠેક મહિના પહેલા તેજ ગામે રહેતાં ભકાભાઈ ભલાભાઈ ડાંભણીયા સહિતનાઓને પોતાની વાડીનાં રસ્‍તેથી રેતી ભરવાની ના પાડેલ હોય અને આ ભલાભાઈ, ધવલભાઈ ભલાભાઈ ડાંભણીયા, હમીરભાઈ ભલાભાઈ તથા ધીરૂભાઈ ભાખરનો દિકરો વિગેરે ગઈકાલે રાત્રે 11 વાગ્‍યે ત્‍યાંરેતી ભરવા માટે આવેલા. ત્‍યારે આ ખેડૂતો ફરી વખત રેતી ભરવાની ના પાડતા સામેવાળા 4 ઈસમોએ ઉશ્‍કેરાઈ જઈ ખેડૂતને ગાળો આપી ઢીકાપાટુનો માર મારી પાવડાનો ઘા મારી નાક ઉપર ગંભીર ઈજા કર્યાની ફરિયાદ વંડા પોલીસમાં નોંધાઈ છે.


અમરેલી કોર્ટનાં કર્મચારીની ફરજમાં ર શખ્‍સોએ રૂકાવટ કરી

પકડ વોરંટ ફાડી નાખીને ગાળો આપી

અમરેલી કોર્ટનાં કર્મચારીની ફરજમાં ર શખ્‍સોએ રૂકાવટ કરી

સ્‍થાનિક પોલીસે બન્‍ને પક્ષોની ફરિયાદ લઈ તપાસ શરૂ કરી

અમરેલી, તા. ર3

અમરેલીની પ્રિન્‍સીપાલ સીનીયર સીવીલ કોર્ટમાં ફરજ બજાવતાં મુકેશભાઈ મગનભાઈ ચૌહાણ તથા અન્‍ય કર્મીઓ ગઈકાલે સાંજે પકકડ વોરંટ સાથે અમરેલી હીરકબાગ શોપીંગ સેન્‍ટરમાં         સામેવાળા મુકેશભાઈ અમૃતલાલ ધાનાણીને બજાવવા જતાં બેલીફ મુકેશભાઈ તથા અન્‍ય કર્મીઓને ગાળો આપી ઢીકાપાટુનો માર મારી ઈજાઓ કરી તથાકાયદેસરની ગીરફતારીનો સામનો કરી ગીરફતારી નહી કરવા દઈ તથા બીજા આરોપી સંજય ઉર્ફે મથુરભાઈ ધાનાણીએ પણ આરોપીની ગીરફતારી નહી કરવા દઈ કોર્ટ ઘ્‍વારા ઈસ્‍યુ કરેલ પકકડ વોરંટને ફાડી નાખી ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ સીટી પોલીસમાં નોંધાઈ છે. તો સામાપક્ષે સંજયભાઈ ઉર્ફે મથુરભાઈ ધાનાણીએ પણ સામી ફરિયાદ કરતાં જણાવ્‍યું હતું કે, લલીતભાઈ કોર્ટ કર્મી તથા અન્‍ય ચાર વ્‍યકિતઓ માધવ બેટરી નાખની દુકાને આવી તેમના મોટાભાઈ મુકેશભાઈ બાબતે પુછપરછ કરતાં પોતે કાંઈ જાણતા ન હોવાનું જણાવતાં સામેવાળા લલીતભાઈ તથા અન્‍ય ચાર વ્‍યકિતઓએ પોતાને પકડી           ઢીકાપાટુનો માર મારી ઈજા કર્યાની ફરિયાદ નોંધાઈ છે.


લાઠીનાં યુવક ઉપર દારૂની બાતમી આપવા પ્રશ્‍ને હુમલો

અમરેલી, તા. ર3

લાઠી ગામે ખોડીયારનગરમાં રહેતાં જયંતીભાઈ ગોરધનભાઈ મકવાણા નામનાં 36 વર્ષિય યુવકે અગાઉ તે જ ગામે રહેતાં ઈસુ વરસીંગ નામનો ઈસમ દારૂ વેંચતો હોવાની બાતમી પોલીસને આપી હોવાની શંકા રાખી ગઈરાત્રે આરોપી ઈસુ વરસીંગ સહિત 6 જેટલાં લોકોએ ગેરકાયદેસર મંડળી રચી લાકડી, કુહાડી જેવા હથીયારો વડે માર મારી ઈજા કર્યાની ફરિયાદ લાઠી પોલીસમાં નોંધાતા પોલીસે ધોરણસરની કાર્યવાહીહાથ ધરેલ છે.


હાડીડા નજીક કુતરું આડે ઉતરતા બાઈક થયું સ્‍લીપ : ર ને ગંભીર ઈજા

અમરેલી, તા. ર3

સા.કુંડલા તાલુકાનાં વિજપડી ગામે રહેતાં રમેશભાઈ ગોવિંદભાઈતથા તેમના ભાઈ મનસુખભાઈ ગત તા.ર1 ના સાંજે પોતાના હવાલાવાળા મોટર સાયકલ લઈ કામ સબબ શાંતીનગર આવેલ હતા અને પરત વિજપડી જતાં હતા ત્‍યારે હાડીડા ગામ નજીક રોડ ઉપર કુતરૂં આડે ઉતરતા મોટર સાયકલ સ્‍લીપ થતાં બન્‍નેને ઈજા થતાં સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ છે.


કમી ગામ પાસે ટ્રેકટર પલટી જતાં પત્‍નિની નજર સામે પતિનું મોત

સીમેન્‍ટ ભરેલ ટ્રેકટરમાં બેઠેલા અન્‍ય મજુરોને પણ થઈ ઈજા

અમરેલી, તા. ર3

મુળ મઘ્‍યપ્રદેશનાં વતની અને હાલ ચલાલા ગામે રહેતાં અને મજુરી કામ કરતાં સંતુબેન ભુરાભાઈ મેડા તથા તેણીનાં પતિ અને બાળકો તથા અન્‍ય સાથી મજુરો સાથે ગઈકાલે મજુરી કામે સિમેન્‍ટ ભરેલ ટ્રેકટરમાં બેસીને જતાં હતા ત્‍યારે કમી ગામ પાસે નેસડી રોડ ઉપર આવેલ નાલા પાસે પહોંચતાં જ ટ્રેકટર ચાલક હીતેશભાઈ ડાયાભાઈ રાઠોડે કોઈ કારણોસર ટ્રેકટરનાં સ્‍ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતાં ટ્રેકટર પલટી મારી જતા ટ્રેકટરમાં બેઠેલા મજુરો, મહિલા તથા બાળકોને નાની મોટી ઈજા થવા પામી હતી જયારેભુરાભાઈ ભીમજી મેડાને ગંભીર ઈજા થવાથી મોત થયાનું ચલાલા પોલીસમાં જાહેર થયું હતું.


સાવરકુંડલાનાં રામાનંદી સમાજની દીકરીએ મેળવ્‍યો ગોલ્‍ડ મેડલ

કદમ જેના હોય અસ્‍થિર, તેને રાહ કદી જડતો નથી, અડગ મનનાં માનવીને હિમાલય પણ નડતો નથી

રાજયપાલ-શિક્ષણમંત્રી-ભાવનગર રાણી સાહેબ અને રાજસ્‍થાનનાં સર્વોચ્‍ચ અધિકારીનાં હસ્‍તે મેળવ્‍યું સન્‍માન : ચોમેરથી અભિનંદન

સાવરકુંડલા, તા. ર3

સાવરકુંડલા રામાનંદી સમાજના સંત ઘનશ્‍યામબાપુ રામાનૂજનીપૌત્રી કોમલ પ્રવિણચંદ્ર રામાનૂજે ભાવનગર યુનિ.માં એમ.એસ.ડબલ્‍યુ.નો અભ્‍યાસ નંદકુંવરબા મહિલા કોલેજમાં કરી તે સંસ્‍થાના વાર્ષિક પદવીદાન સમારંભમાં રાજયપાલ ઓ. પી. કોહલીના વરદહસ્‍તે ગોલ્‍ડ મેડલ પ્રાપ્‍તકર્યો હતો. આ ઉપરાંત શિક્ષણ મંત્રી ભુપેન્‍દ્રસિહ ચુડાસમાના હસ્‍તે ગોલ્‍ડન ટ્રોફીતેમજ આઈ.પી.એસ. પ્રવિણ મલના હસ્‍તે પણ ગોલ્‍ડન ટ્રોફીઉપરાંત ભાવનગરનાં રાણી સાહિબા સમયુકતાકુમારીના વરદ હસ્‍તે સન્‍માનપત્ર અને રાજયપાલ વતી રાજસ્‍થાનનાં બાળવિકાસ મંત્રાલયના ડો. મનન ચતુર્વેદીના હસ્‍તે ગોલ્‍ડ મેડલ મેળવી રામાનંદી સાધુ સમાજ અને સાવરકુંડલાનું ગૌરવ વધાર્યુ છે. સ્‍વભાવે સરળ અને સતત મહેનત કરીનારીશકિતને ઉજાગર કરતી કોમલે સમગ્ર યુવતીઓને આ નવો જ સંદેશો આપ્‍યો છે. ત્‍યારે તેમને આ અનોખી સિઘ્‍ધિઓથી સર્વત્ર અભિનંદન વર્ષા થઈ રહી છે. અને તેમના પરિવારનું નામ ઉજળુ કરી બતાવનાર કોમલની આ મહેનતથી દરેક યુવતીઓએ આ પાઠ અનુકરણ કરવા અંગુલી નિર્દેશ કર્યા છે.


સાવરકુંડલામાં ઉભરાતી ગટરોથી સૌ કોઈ પરેશાન : પાલિકાની ઘોર બેદરકારી

સાવરકુંડલા શહેરના શિવાજીનગર ખાતે પટેલ જ્ઞાતિ, સગર જ્ઞાતિવાડી તથા સનરાઈઝ સ્‍કૂલ પાસે ઉભરાતી ગટરોની ગંદકીથી શાળાના બાળકો તથા જ્ઞાતિવાડીઓમાં પ્રસંગમાંઆવેલ લોકો અને રહીશો દુર્ગંધથી પરેશાન થઈ રહયા. આ વિસ્‍તારના યુવાનો દ્વારા વારંવાર પાલિકામાં રજૂઆતો તથા સ્‍વચ્‍છતા એપ્‍લિકેશન પર ઉભરાતી ગટરોના ફોટા મૂકવામાં આવ્‍યા હોવા છતાં ગટરો સાફ કરવામાં આવી નથી. સાવરકુંડલા શહેરના મુખ્‍ય વિસ્‍તાર શિવાજીનગર ખાતે વિવિધ સમાજની વાડી તથા શાળાઓ આવેલ હોવા છતાં પાલિકાના અધિકારીઓ તથા સતાધીશો દ્વારા આ વિસ્‍તારમાં સ્‍વચ્‍છતા અભિયાન બાબતે આંખ આડા કાન કરવામાં આવી રહયા છે. આ વિસ્‍તારના રહીશોમાં ઉભરાતી ગટરોના પાણીની અત્‍યંત ખરાબ દુર્ગંધથી રોગચાળાનો ભય સતાવી રહયો છે.


વડીયામાં રૂપિયા 6 લાખનાં ખર્ચે બનનારા માર્ગનું ભૂમિપૂજન કરાયું

વડીયામાં પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉંઘાડના માર્ગદર્શન હેઠળ અને તાલુકા પંચાયત સદસ્‍ય તુષારભાઈ ગણાત્રાની મહેનતથી 6,80,000ની મબલખ ગ્રાન્‍ટ મંજૂર કરાવી વડીયા સ્‍મશાન રોડ પાસે કોજવે અને ગુલઝારથી બ્રહ્માકુમારીઝ સુધીનો બ્‍લોક રોડની કામગીરી શરૂ કરવામાં આવેલ. વડીયામાં છેલ્‍લા કેટલાક વર્ષોથી ગુલઝારથી બ્રહ્માકુમારીઝ સુધીનો રોડ ખાડા ખડીયા વાળો હતો. જેના કારણે લોકોને પારાવાર મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહયો હતો. ત્‍યારે વડીયા કુંકાવાવ તાલુકા પંચાયત સદસ્‍ય તુષારભાઈ ગણાત્રા તેમની તાલુકા પંચાયતમાં રજૂઆત કરતા તેમણે છ લાખ એંશી હજાર રૂપિયા મંજૂર કરાવી વડીયાના સ્‍મશાન પાસેનો કોઝવે અને ગુલઝારથી બ્રહ્માકુમારીઝ સુધીનો બ્‍લોક રોડ બનતા લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. ત્‍યારે વડીયાબ્રહ્માકુમારીઝના મંજુબેન અને તાલુકા પંચાયત સદસ્‍ય તુષારભાઈ ગણાત્રા હસ્‍તે રોડનું ખાતમુર્હુત કરવામાં આવેલ.


અમરેલીનાં આર.ડી. પેટ્રોલપંપનાં ગ્રાહકને બાઈક ઈનામમાં આવ્‍યું

ભારત પેટ્રોલીયમની યોજનામાં વિજેતા બન્‍યા

પેટ્રોલપંપનાં સંચાલક અજયભાઈએ શુભેચ્‍છા પાઠવી

અમરેલી, તા.ર3

અમરેલીના મોટા બસ સ્‍ટેન્‍ડ નજીક આવેલ આર.ડી. પેટ્રોલપંપના ગ્રાહકને રૂપિયા પ0 હજારની કિંમતની બાઈકનું ઈનામ લાગતા પેટ્રોલપંપના સંચાલક દ્વારા શુભેચ્‍છા પાઠવવામાં આવી છે.

વિગત એવા પ્રકારની છે કે ભારત પેટ્રોલીયમ કંપની દ્વારા દેશભરમાં થોડા મહિના પહેલા જે ગ્રાહક તેના વાહનમાં રૂપિયા ર00થી વધારેનું પેટ્રોલ ભરાવે તો તેમને ઈનામી કુપન આપવામાં આવતું હતું.

જે અંતર્ગત અમરેલી આર.ડી. પેટ્રોલપંપના ગ્રાહક અર્જુનભાઈ ભટ્ટે પણ કુપન મેળવ્‍યું હતું. જેમાં ડ્રો દરમિયાન તેઓનો લકકી નંબરમાં સમાવેશ થતાં રૂપિયા પ0 હજારની કિંમતનું બાઈક મેળવવામાં સફળ રહયા હોય આર.ડી. પેટ્રોલપંપના સંચાલક અજયભાઈ દ્વારા શુભેચ્‍છા પાઠવવામાં આવી છે.

સમગ્ર દેશમાં ગણ્‍યા ગાંઠયા ગ્રાહકોને જ ઈનામ મળેલ છે. જેમાં અમરેલી જિલ્‍લામાં અર્જુનભાઈ ભટ્ટને ઈનામ મળ્‍યાનું જાણવા મળેલ છે.

ઉપરોકત યોજના રાજકોટ, સુરેન્‍દ્રનગર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, મોરબીઅને ગીર સોમનાથ જિલ્‍લામાંથી રાજકોટ હેડ ઓફિસ દ્વારા યોજાઈ હતી. જેમાં માત્ર 7 વ્‍યકિતઓ વિજેતા બની હતી. જેમાં અમરેલીમાંથી માત્ર અર્જુનભાઈ ભટ્ટ વિજેતા બન્‍યા છે.


ચલાલા પાલિકા પ્રમુખે નિર્દોષ હરણનો જીવ બચાવ્‍યો

ચલાલા નગરપાલીકાનાં પ્રમુખ હિંમતભાઈ દોંગાનો પશુપ્રેમ જોવા મળેલ છે. સુત્રોએ જણાવ્‍યા મુજબ વર્ષોથી કોઈ કામ ન કરી શકે કે તેની કોઈ આવક પણ ન હોય તેવો બળદની અંતીમ શ્‍વાસ સુધી પરિવારનાં સભ્‍ય માફક સેવા-ચાકરી કરી બળદે અંતિમ શ્‍વાસ લીધા ત્‍યારે પણ તેમનીશાસ્‍ત્રોકતવિધીથી અંતીમ વિધિ કરેલ એવાપશુપ્રેમીપ્રમુખનો પશુ પ્રેમ માટેનો બીજો બનાવ જાણવા મળેલ છે. તે મુજબ પાચ-સાત દિવસ પહેલા જંગલ વિસ્‍તારમાંથી એક હરણ ભૂલથી માનવ વસવાટ તરફ આવી હુડલીનીસીમમાં આવી ચડયું ત્‍યાં બે-ત્રણ ડાલામથા કુતરાની હડફેટે ચડી જતા કુતરાએ તેમની પર હુમલો કરતા ચાલાક હરણ તેમાંથી બચી જીવ બચાવવા દોટ મુકતા તે ચલાલા ન.પા.ના પ્રમુખ હિંમતભાઈ દોંગાના નિવાસસ્‍થાને પહોંચી ગયું. પ્રમુખ નિવાસસ્‍થાને પૂર્વ ધારાસભ્‍ય મનસુખભાઈ ભુવા અનેઅન્‍ય સ્‍નેહીઓ સાથે ચર્ચામા મશગુલ હતા ઓચીંતા ડેલાની બારી ઠેકીહરણ આવતા પ્રમુખ નજરે આવતા અને હરણને બેબાકળુ અને લોહી લુહાણ જોતા ગંભીરતા સમજી ગયેલ. પ્રમુખ તાબડતોબ મોટો બડો લઈ પ્રથમ બે-ત્રણ ડાલામથા કુતરાને ભગાડી હરણને બાથમાં લઈ તેની સારસંભાળ કી તુરતજ પશુ ડોકટરને ફોન કરી તાબડતોબ બોલાવી તેની સારવાર ચાલુ કરાવી જંગલખાતાને જાણ કરતા જંગલ ખાતાના અધિકારીઓ પણ તુરતજ આવા બનાવની વિગત જાણી એક પશુનો જીવ બચાવવા બદલ અને પશુપ્રેમ બદલ ચલાલા ન.પા.ના પ્રમુખ હિંમતભાઈ દોંગા અને પુરો સહયોગ આપનાર પૂર્વ ધારાસભ્‍ય મનસુખભાઈ ભુવાને અભિનંદન પાઠવી ખુશીની લાગણી વ્‍યકત કરેલ. ન.પા.ના પ્રમુખ હિંમતભાઈ દોંગાનો પશુપ્રેમ અને આવી સરાહનીય કામગીરી બદલ શહેરીજનોએ ખુશી વ્‍યકત કરી ધન્‍યવાદ પાઠવેલછે. તેમ પ્રકાશ કારીયાએ જણાવેલ છે.


અવસાન નોંધ

અવસાન નોંધ

સાવરકુંડલા : કાળુભાઈ શાર્દુળભાઈ ગરણીયા, મુળુભાઈ શાર્દુળભાઈ ગરણીયા, જગુભાઈ શાર્દુળભાઈ ગરણીયાના માતુશ્રી પુરીબેન શાર્દુલભાઈ ગરણીયા (ઉ.વ.70)નું તા.ર1/1ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતની ઉત્તરક્રિયા તા.31/1ને ગુરૂવારના રોજ વશિયાળી મુકામે રાખેલ છે.

સાવરકુંડલા : સાવરકુંડલા નિવાસી અંતુભાઈ મોહનભાઈ રાઠોડ તે સ્‍વ. કાનજીભાઈના નાના ભાઈ તથા નાગરભાઈ મોહનભાઈના મોટા ભાઈ તથા શરદભાઈના પિતાજીનું તા.ર1/1ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.ર4/1ને ગુરૂવારના રોજ સાંજે 4 થી 6 કલાકે તેમના નિવાસ સ્‍થાન બાર શેરી, દેવળા ગેઈટ, સાવરકુંડલા ખાતે રાખવામાં આવેલ છે.

સાવરકુંડલા : વૃજલાલ દ્વારકાદાસ મશરૂના જમાઈ તથા લાલભાઈ મશરૂ અને પિયુષભાઈ મશરૂના બનેવી દિલીપભાઈ વલ્‍લભભાઈ દત્તા (ઉ.વ.67)નું તા.18/1ને શુક્રવારના રોજ અમદાવાદ મુકામે દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતની સાદડી તા.ર4/1ને ગુરૂવારના રોજ સાંજે 4:30 થી 6 કલાક રિઘ્‍ધિ-સિઘ્‍ધિ મહાદેવ મંદિર, સાવરકુંડલા ખાતે રાખવામાં આવેલ છે.

ધારી : રમાબેન દુર્લભજીભાઈ ગેડીયા (ઉ.વ. પ4) કડીયા કુંભાર તે દુર્લભજીભાઈના પત્‍ની ભીખુભાઈ તથા કીરીટભાઈનાં ભાભી, મનીષભાઈ, નિલેશનામાતાનું તા.ર1/1 ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.ર4/1 ગુરૂવારે તેમનાં નિવાસસ્‍થાન નવી વસાહત ધારી ખાતે રાખેલ છે.


દામનગરમાં ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ અંતર્ગત રેલી યોજાઈ  

દામનગર શહેરમાં ભભબેટી બચાવો, બેટી પઢાઓભભ અંતર્ગત રેલી યોજાઈ. વોર્ડ નં.-4માંથી પ્રસ્‍થાન થયેલ રેલી શહેરના વિવિધ વિસ્‍તારોમાં ફરી બેટી બચાવો, બેટી પઢાવોની હૃદયસ્‍પર્શી અપીલ સાથે નગરપાલિકા ખાતે પહોંચી હતી. જયાં માનવીય અસમાનતા અંગે સુંદર વકતવ્‍ય આપતા આંગણવાડી બહેનો આઈ.સી.ડી.એસ. શેખાના માર્ગદર્શન હેઠળ બેટી બચાવો અભિયાન અંતર્ગત સરકારના ઉદેશો સાથે સામૂહિક વચનબઘ્‍ધ પ્રતિજ્ઞા લેવાઈ હતી. દામનગર નગરપાલિકા ખાતે બેટી બચાવો, બેટી પઢાવો અંતર્ગત રેલીના સમાપન પ્રસંગે પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા, ચીફ ઓફિસર ત્રિવેદી, પાલિકા સદસ્‍યો, કર્મચારીઓ, સામાજિક સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓના અગ્રણીઓ શહેર ભરની આંગણવાડી વર્કર હેલ્‍પર સહિત શહેરના વિવિધ વિસ્‍તારોના અગ્રણીની વિશાળ ઉપસ્‍થિતિમાં સામૂહિક વચનબઘ્‍ધ પ્રતિજ્ઞા લેવાઈ હતી.


24-01-2019


ભૈવાહ : અમરેલીનાં મોટા ભંડારીયા ગામનાં કથિત ભ્રષ્‍ટાચારની તપાસ શરૂ થતાં ફફડાટ

આગામી દિવસોમાં ભ્રષ્‍ટાચાર કરનાર સામે કાર્યવાહી કરવા ચક્રોગતિમાન થયા

અમરેલી, તા. રર

અમરેલીનાં મોટા ભંડારીયા ગામે ભુગર્ભ ગટર યોજનામાંભભપાઈપ લાઈનોભભ નાખવા સબબ મોટી રકમનો ભ્રષ્‍ટાચાર થયેલ છે. જે તારીખ 1/1/ર019 બુધવારનાં રોજ અમરેલી એકસપ્રેસ દૈનિક પેપરમાં અહેવાલ પ્રસિઘ્‍ધ થયેલ, જેનો પ્રત્‍યાઘાત પે અમરેલી તાલુકા વિકાસઅધિકારી તથા બાંધકામ મદદનીશ ઈજનેર તથા તલાટી મંત્રી મોટા ભંડારીયા તથા તાલુકા પ્રમુખ અમરેલી તથા તાલુકા પંચાયતના સભ્‍યો તથા મોટા ભંડારીયા ગ્રામ પંચાયત બોડી તથા ગ્રામજનો ફરિયાદવાળા સ્‍થળ પર રૂબરૂ આવી તપાસણી કરતા અમરેલી એકસપ્રેસમાં આવેલ હકીકત વિગત તથા ભ્રષ્‍ટાચાર કરેલ હોય જે તપાસણી ર્ેારા પંચાયતમાં ભૂકંપ થયેલ છે.આ બાબતે શાસકોને હોદા ઉપરથી દૂર કરવાની કાર્યવાહી જીલ્‍લા વિકાસ અધિકારી સમક્ષ લેવામાં આવશે. તથા પોલીસ કેસ કાર્યવાહિ કરવામાં આવશે. જે કાર્યવાહી માટેનાં ચક્રો ગતિમાન છે.


ખેરામાં ખરેખર શિક્ષણની હાલત કફોડી

ભણશે ગુજરાત, રમશે ગુજરાત અને ખુલ્‍લામાં પણ રહેશે ગુજરાત

ખેરામાં ખરેખર શિક્ષણની હાલત કફોડી

છેલ્‍લા 8 મહિનાથી રપ0 જેટલા બાળકો મંદિરમાં બેસીને અભ્‍યાસ કરી રહૃાા છે

તગડો પગાર વસુલતા શિક્ષકો પણ કહેવાતી શાળામાં આરામ ફરમાવતાં જોવા મળે છે

અમરેલી, તા.રર

ભણશે ગુજરાત, રમશે ગુજરાત અને સર્વ શિક્ષણ અભિયાન, સહીતના સરકારી સ્‍લોગનો ફક્‍તત સ્‍લોગનો જ હોય તેમ રાજુલા તાલુકાના ખેરા ગામમાં અર્થ વિહોણા લાગી રહ્યા છે અનેખેરામાં છેલ્‍લા આઠ મહિનાથી સરકારી શાળાના રપ0 જેટલા બાળકો ગામના શિકોતર માતાના મંદિરમાં બેસી અભ્‍યાસ કરી રહ્યા છે, ગામમાં આંઠ મહિનાથી સરકારી શાળા નવી બનાવવાની હોવાથી અને જર્જરિત હોવાથી પાડી નખાઈ હતી જેથી        શાળાના એક થી પાંચ અને પાંચથી આંઠના કુલ રપ0 જેટલા બાળકો મંદિરમાં બેસે છે ને અભ્‍યાસ કરી રહ્યા છે અહી મંદિરમાં નથી શૌચાલય કે નથી પાણીની વ્‍યવસ્‍થા કે નથી બેન્‍ચીસની વ્‍યવસ્‍થા અહી શાળાના શિક્ષકો પણ પાટિયા પર બેસીને             બાળકોને અભ્‍યાસ કરાવી રહ્યા છે ત્‍યારે સરકારના સર્વ શિક્ષા અભિયાનના લીરેલીરા ખેરા ગામમાં ઉડી રહ્યા છે.

ખેરા ગામની વસ્‍તી તો ઓછી છે પણ શિક્ષણ પ્રત્‍યે વિદ્યાર્થીઓને ભારે લગાવ છે પણ વિદ્યાર્થીઓને ભણવું કયા એ મોટી સમસ્‍યા છે ત્‍યારે ખેરા ગામના રપ0 જેટલા ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ ભણે છે. ગામની બહાર આવેલ એક મંદિરમાં.. જયાં ભગવાનનો નિવાસ છે. ત્‍યાં વિદ્યાર્થીઓ માં સરસ્‍વતીની કરે છે પૂજા. ખેરા ગામની બહાર દરીયા કિનારા નજીક માતાજીના મંદિરે ના છૂટકે વિદ્યાર્થીઓને ભણવા મજબુર બનવું પડે છે આ વિદ્યાર્થીઓને આ માતાજીના મંદિરે ભણવા જવા માટે પણ ડરનો સામનો વિદ્યાર્થીઓના વાલીઓ કરી રહ્યા છે કેમ કે આ માતાજીના મંદિરે શાળાએ જવા માટે ગાઢ જંગલ જેવાવિસ્‍તારમાંથી પસાર થઈને મંદિરે પહોંચાઈ છે ત્‍યારે કાળજાના કટકા સમાનના બાળકોને ભણવા માટે ના છૂટકે વાલીઓ મજબૂરી વશ આ ગાઢ જંગલ જેવા હિંસક પ્રાણીઓ સિંહ દીપડાનું રહેઠાણ નજીકથી પસાર થવું પડતું હોય અને ગામથી બે કિલોમીટર જેવું આ મંદિરનું અંતર હોય ત્‍યારે વાલીઓ પણ ચિંતાતુર બન્‍યા છે.

અમરેલી જીલ્‍લાના અતિ વિકસિત એવા રાજુલા તાલુકાના ખેરા ગામનાં બાળકો ભણવા માટે છેક બે કિ.મી. દુર દરિયા કિનારા નજીકના જંગલમાં આવેલ સીકોતેર માતાના મંદિરમાં આવે છે અહી આઠ મહિના પહેલા શાળાનું બિલ્‍ડીંગ અતિ જર્જરિત હોવાથી જેથી તેને પાડી દેવામાં આવ્‍યું અને નવી મંજુરી મળ્‍યે અને નવું બિલ્‍ડીંગ ન થાય ત્‍યાં સુધી અહીના ખેરાના ગામના એક થી પાંચ અને પાંચ થી આઠ ધોરણના રપ0 વિદ્યાર્થીઓનું ભાવી હાલ ડામાડોળ છે અને આ તમામ બાળકો મંદિરમાં બેસી અભ્‍યાસ કરી રહ્યા છે ત્‍યારે આ ખેરાના જંગલ વિસ્‍તારમાં આવેલ મંદિર પરિસરમાં પહોંચતા બે કિ.મી. ચાલીને જવું પડે છે ત્‍યારે અહી મંદિરમાં પ્રવેશતા જ શાળાના સરકારી શિક્ષકો લાકડાના પાટિયા પર બેસી આરામ ફરમાવી રહ્યા હતા ત્‍યારે સમગ્ર ઘટના કેમેરામાં કેદ કરવા જતા અહીના શિક્ષકોએ જાણે રોફ જમાવી કોની મંજુરીથી અહી આવી અને આ બધું કરી રહ્યાનો રોફ જમાવનાનો પ્રયત્‍નકેમેરામાં કેદ થયો હતો.

ખેરા ગામના વાલીએ જણાવ્‍યુ કે અમારા બાળકો બે કિ.મી. ચાલી જંગલ વિસ્‍તારમાં અભ્‍યાસ માટે જાય છે જેથી તુરંત અહી બિલ્‍ડીંગ જયાં શાળા હતી ત્‍યાં બને તેવી અમારી માંગ છે.

શાળાનું બિલ્‍ડીંગ નથી અને બાળકો અહી મંદિર પરિસરમાં બેસે છે તે અંગે અમરેલી જિલ્‍લા પ્રાથમિક શિક્ષણાધીકારી સી.એમ.જાદવે જણાવ્‍યું કે અમારી પ્રપોજલ મુકાઈ ગયેલ છે અને શાળાનું બિલ્‍ડીંગ ટુંક સમયમાં બનવાનું ચાલુ થશે અહીથી ફરી બાળકોને શાળામાં શિફટ કરી આપવામાં આવશેના ગીત ગાય રહ્યા છે.

સરકારી તંત્ર બિલ્‍ડીંગ બનવાનો સુર આલાપી રહ્યું છે પરંતુ નરી વાસ્‍તવિકતાએ છે કે અહી ગામથી દુર જંગલમાં દરિયા પાસે બાળકો મંદિર પરિસરમાં બેસી રપ0 જેટલા બાળકો અભ્‍યાસ કરી રહ્યા છે અને તે પણ કોઈ સગવડતા વિના આ અંગે સ્‍થાનિક ધારાસભ્‍ય દ્વારા જીલ્‍લા આયોજનમાં પ્રશ્‍ન મુકાયો છે હવે જોવાનું એ રહ્યું કે કયારે નવું બિલ્‍ડીંગ બનશે અને બાળકો મંદિર પરિસર છોડી આધુનિક શાળામાં અભ્‍યાસ કયારે કારશે તે સમય બતાવશે.


રાજુલા શહેરમાં સરકારી કોલેજ શરૂ કરવા માંગ

ઔદ્યોગિક વિકાસથી ધમધમતા વિસ્‍તારમાં વિદ્યાર્થીઓ પરેશાન

રાજુલા શહેરમાં સરકારી કોલેજ શરૂ કરવા માંગ

હજારો વિદ્યાર્થીઓને નાછુટકે ખાનગી કોલેજમાં તગડી ફી ભરીને અભ્‍યાસ કરવો પડે છે

અમરેલી, તા. રર

અમરેલી જિલ્‍લામાં જયાં સૌથી વધુ ઔદ્યોગિક વિકાસ થયો છે તેવા રાજુલામાં આઝાદીનાં 7ર વર્ષ બાદ પણ સરકારી કોલેજનો અભાવ જોવા મળી રહૃાો હોય ગરીબ અને મઘ્‍યવર્ગીય પરિવારોનાં વિદ્યાર્થીઓને નાછુટકે ખાનગી કોલેજમાં તગડી ફી ભરવા મજબુર થવું પડે છે.

રાજુલા પંથકમાં આરોગ્‍ય બાદ શિક્ષણ સુવિધામાં પણ રાજય સરકાર ઘ્‍વારા અખાડા કરવામાં આવી રહૃાા છે. રાજયમાં છેલ્‍લા ર4 વર્ષથી ભાજપ સરકાર ચાલે છે અને આશ્ચર્યજનક બાબત એ છે કે ભાજપનાં તમામ કાર્યકર્તાઓ દિવસ-રાત વિકાસનાં ગાણા ગાઈ રહૃાા છે અને છતાં પણ રાજુલા જેવા મહત્‍વનાં શહેરમાં સરકારી કોલેજનો અભાવ જોવા મળતાં વિકાસનાં         દાવા કેટલા પોકળ છે તે સાબિત થઈ રહૃાા છે.

આ અંગે કોંગી પ્રેરિત લોકસરકારનાં ઈન્‍ચાર્જ જયેશ દવેએ રાજયનાં શિક્ષણમંત્રીને પત્ર પાઠવીને સરકારી કોલેજ શરૂ કરવાની માંગ કરી છે.


13 વર્ષની તરૂણીને ભગાડી જનાર શખ્‍સને 10 વર્ષની સજાનો હુકમ

અમરેલીનાં ગાવડકા ગામની સીમમાંથી

13 વર્ષની તરૂણીને ભગાડી જનાર શખ્‍સને 10 વર્ષની સજાનો હુકમ

સ્‍પે. પોકસો કોર્ટનાં જજે રૂપિયા 30 હજારનો દંડ પણ કર્યો

અમરેલી, તા.રર

અમરેલી નજીક આવેલ ગાવડકા ગામની સીમમાં ભાગીયુ વાવવા રાખેલ વાડી ખેતરમાં રહેતા એક ખેતમજૂરની 13 વર્ષની વયની તરૂણીને ગત તા.રર/11/17ના રાત્રીના સમયે ગાવડકા ગામે રહેતા ચંદુ ઉર્ફે સંજય સોમાભાઈ કંબોયા નામનો ર3 વર્ષીય યુવક તથા સુરેશ જલાભાઈ નામનો ઈસમ આ તરૂણીની બહેન સાથે ફોર વ્‍હીલ વાહનમાં ભગાડી ગયા હતા.

બીજા દિવસે તરૂણી તથા સુરેશ જલાભાઈ બન્‍ને મળી આવ્‍યા હતા અને બન્‍નેએ મૈત્રી કરાર કર્યા હોવાનું જણાવ્‍યું હતું. જયારે આ ભોગ બનનાર 13 વર્ષની તરૂણીની કોઈ ભાળ ન મળતાં જે તે સમયે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આ અંગેનો કેસ અત્રેની સ્‍પે. પોકસો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ જે.બી. રાજગોરની દલીલોને સ્‍પે. જજશ્રી એન.પી. ચૌધરીએ માન્‍ય રાખી આરોપી ચંદુઉર્ફે સંજય સોમાભાઈ કંબોયાને આઈપીસી કલમ 363માં ર વર્ષની કેદ તથા રૂા. ર હજાર દંડ, 366માં 3 વર્ષની કેદ તથા રૂા. 3 હજારનો દંડ, 376માં 10 વર્ષની સખત કેદ તથા રૂા. 10 હજારનો દંડ તથા પોકસો 4માં 7 વર્ષની કેદ તથા રૂા. 7 હજારનો દંડ, પોકસો 8માં 3 વર્ષની કેદ તથા રૂા. ર હજારનો દંડ તથા પોકસો 18માં પ વર્ષની કેદ તથા પ હજાર દંડની સજાનો હુકમ કર્યો હતો.

આમ આરોપીને સજા એક સાથે ભોગવવાની હોય, જેથી 10 વર્ષની સજા તથા રૂા. 30 હજારના દંડનો હુકમ સાથે ભોગ બનનારને તે રકમ વળતર તરીકે ચૂકવવા પણ હુકમ કર્યો હતો.


દારૂબંધી : ચલાલાનાં માણાવાવ ખાતે ચાલતી દેશીદારૂની ભઠ્ઠી પર એલસીબીનો સપાટો

પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયે દારૂ સામે કરી લાલ આંખ

દારૂબંધી : ચલાલાનાં માણાવાવ ખાતે ચાલતી દેશીદારૂની ભઠ્ઠી પર એલસીબીનો સપાટો

અમરેલી, તા. રર

અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયે અમરેલી જીલ્‍લામાં દારૂની બદી સદંતર નાબુદ કરવા ખાસ ડ્રાઈવનું આયોજન ગોઠી અને તેમાં ખાસ કરીને વહેલી સવારનાં પ્રોહી બુલેગરો દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીઓ ચલાવી, દેશી દારૂ બનાવી દિવસ ન ઉગે તે પહેલા જયાં ત્‍યાં દારૂનો જથ્‍થો પહોંચાડી દેતા હોય છે. જેથી આવી અસામાજીક પ્રવૃત્તિને રોકવા અને સદંતર નેસ્‍ત નાબુદ કરવા વહેલી સવારમાં ચાલતી આવી ભઠ્ઠીઓ ઉપર રેઈડ કરી અસરકારક કામગીરી કરવા આપેલ ખાસ સુચના અને માર્ગદર્શન મુજબ આજે વહેલી સવારે અમરેલી એલસીબીનાં ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સ્‍પેકર ડી.કે. વાઘેલા તથા એલસીબી સ્‍ટાફે ચલાલા તાબાનાં માણાવાવ ગામે સ્‍મશાન પાછળ, સરકારી પડતર જગ્‍યામાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડી રૂા. રપ,730નો મુદામાલ કબ્‍જે કરેલ છે.

નાસી ગયેલ આરોપીમાં વનરાજ ભીમભાઈ વાળા, રઘુ જોરૂભાઈ કોટીલા રહે. બન્‍ને માણાવાવ, તા.ધારી.

મળી આવેલ મુદામાલમાં (1) દેશી દારૂ લીર 100, (ર) દેશી દારૂ બનાવવાનો આથો લીટર પ00, (3) દારૂ બનાવવાનાં ભઠ્ઠીનાં સાધનો ટીપણું, ટાંકો, તગારૂ, ડીશ, ભુંગળી, (4) બજાજ પ્‍લેટીના મોટરસાયકલ નં. જી.જે.-પ ઈઆર પ8ર3 મળી કુલ રૂા. રપ,730નો મુદામાલ કબ્‍જે કરેલ.


અરેરાટી : બાઈક ધડાકાભેર વૃક્ષ સાથે અથડાતા પત્‍નિની નજર સામે પતિનું મોત

નવા વાઘણીયાથી કુબડા ગામે જતાં હતા

અમરેલી, તા.રર

ધારી તાલુકાનાં કુબડા ગામે રહેતાં અને પાન-બીડીનો વેપાર કરતાં દેવાયતભાઈ કાતરીયા ગઈકાલે પુનમ હોવાથી પોતાના પત્‍નિ તથા દીકરીનાં દીકરા સાથે મોટર સાયકલ નંબર જી.જે.14 કે 4873 લઈ અને નવા વાઘણીયા ગામેપૂનમ ભરવા ગયા હતા અને ત્‍યાંથી બપોરે પરત પોતાના ગામ કુબડા આવતાં હતા ત્‍યારેહડાળા ગામ નજીક પહોંચતા તેમના હવાલાવાળા મોટર સાયકલમાં અચાનક પંચર પડીજતાં મોટર સાયકલનું સમતોલન ગુમાવી દેતાં ઝાડ સાથે અથડાઈ પડતાંચાલક દેવાયતભાઈ કાતરીયાનેગંભીર ઈજા થતાં તેમનું મોત નિપજયું હતું જયારે તેમના પત્‍નિ સહિત બે ને ઈજા થવા પામી હતી.


બાબરીયાધાર ગામે જાહેરમાં જુગટું ખેલતાં 6 ખેલંદાઓ ઝડપાયા

પટ્ટમાંથી રોકડ રકમ રૂા. 199ર0ની મત્તા કબ્‍જે લીધી

અમરેલી, તા.રર

રાજુલા ગામે રહેતાં ધીરૂભાઈ ટપુભાઈ ગીયડ, કેશુભાઈ સોમાતભાઈ જાજડા, હરુભાઈ દેવાયતભાઈ જાજડા, ધીરૂભાઈ રામભાઈ મોતી રે. ખેરાલી, જોરૂભાઈ લાખાભાઈ આસોદ્રા તથા જાદવભાઈ ઉકાભાઈ કલસરીયા વિગેરે ગઈકાલે  સાંજે બાબરીયાધાર ગામે જાહેરમાં પૈસાની હારજીતનો જુગાર રમતાં હોય, આ અંગે રાજુલા પોલીસનેબાતમી મળતાં દરોડો પાડી રોકડ રકમ રૂા.19રર0ની મતા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


ફફડાટ : સાવરકુંડલાનાં આદસંગમાં ખેડૂત પર સિંહે હુમલો કર્યો

ઈજાગ્રસ્‍ત ખેડૂતને સારવારમાં ખસેડાયા

સાવરકુંડલા, તા.રર

સાવરકુંડલા તાલુકાના આદસંગ ગામમાં ખેડૂત બાબુભાઈ જેરામભાઈ વાઘેલા (ઉ.વ.43) ઉપર વાડી વિસ્‍તારમાં ગંભીર હુમલો કરતા ઘાયલ ખેડૂતને લોહીલુહાણ હાલતમાં આદસંગથી તાત્‍કાલિક રાજુલા સિવિલ હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા હતા. આ બનાવની જાણ થતા રાજુલા વન વિભાગના કર્મચારીઓ સિવિલ હોસ્‍પિટલ ખાતે પહોંચ્‍યા હતા.


હદ થઈ : અમરેલીમાં લાખો રૂપિયાનો ખર્ચ એળે જવાની શકયતા

સાવરકુંડલા માર્ગ પર 3 વર્ષથી તૈયાર થયેલ પાણીની ટેન્‍ક અને સમ્‍પ બિસ્‍માર બની ગયા

હદ થઈ : અમરેલીમાં લાખો રૂપિયાનો ખર્ચ એળે જવાની શકયતા

એકવીસમી સદીનાં આધુનિક યુગમાં નિયમિત પાણી આપવામાં શાસકો નિષ્‍ફળ

અમરેલી, તા. રર

સરકાર ઘ્‍વારા નગરપાલિકાઓને લાખો રૂપિયાઓ શહેરીજનોની સુવિધાઓ પાછળ ખર્ચવામાં આવે છે. પણ પાલિકા તંત્ર ઘ્‍વારા યોગ્‍ય રીતે સરકારના પૈસાનો ઉપયોગ કરતી ન હોવાથી લાખો રૂપિયાનાં ખર્ચે બનેલ પીવાના પાણીનો ટાંકો અને સંપ ધુળ ખાઈ રહૃાો હોવાનો કિસ્‍સો અમરેલી નગરપાલિકામાં જોવા મળી રહૃાો છે. ત્‍યારે આ લાખો રૂપિયાના બનેલા પીવાના પાણીના ટાંકા અને સંપ અંગે શું છે તે જોવું   જરૂરી છે.

અમરેલી શહેરના સાવરકુંડલા રોડ પર આવે 7 લાખ લિટરના પીવાના પાણીનો ટાંકો ર014-1પની સાલમાં લાખોના ખર્ચે સરકારે બનાવીને ર016ની સાલમાં પાલિકાતંત્રને સોંપી દીધો છે. પણ અમરેલીના શહેરીજનોની કરમની કઠણાઈ ગણો કે પીવાના પાણીનો 7 લાખ લીટરનો ઊંચો ટાંકો નિર્માણ પામી ગયો છે અને બાજુમાં જ ર0 લાખ લીટર પાણી સંગ્રહ થઈ શકે તેવો પાણીનો સંપ બનાવવામાં આવ્‍યો છે. જે કામ ર014-1પની સાલમાં શરૂ થયું અને ર016ની સાલમા આ કામગીરી પૂર્ણ થઈ ગઈ પણ આજે ર019ની સાલમાં પણ આ પીવાના પાણીનો ટાંકો અનેપાણીનો સંપ હજુ પાલિકા તંત્રએ ચાલુ નથી કર્યો. જેના કારણે પાલિકાનાં વિપક્ષના નેતા સંદિપ ધાનાણીએ પાલિકાનાં સત્તાધીશો સામે પીવાના પાણી અંગે ભ્રષ્‍ટાચાર કર્યો હોવાનો ચોંકાવનારો આક્ષેપ કર્યો છે.

પાણીનાં ટાંકામાંથી કેબલ ચોરી થઈ છે, દારૂ પકડાઈ છે જયારે 608 પાલિકાના કર્મીઓ હોવા છતાં 73 લાખ રૂપિયાનો પગાર પાલિકા તંત્ર ચુકવી રહી છે. ત્રણ વર્ષથી બનેલા આ ટાંકો અને સંપ ધુળ ખાઈ રહૃાો છે અને સંપ, ટાંકાની જાળવણીનો પિરીયડ પણ પૂર્ણ થયા ત્‍યાં સુધી કોન્‍ટ્રાકટરના હિત મો પાલિકાતંત્ર સાંઠગાંઠ ધરાવતા હોવાનો આક્ષેપ કર્યો છે.

રાજયના પાણી પુરવઠા વિભાગે બનાવેલા આ ાંકો અને સંપ અંગે રેલ્‍વે ક્રોસિંગ નડતું હોવાને કારણે મંજુરી નહોતી મળતી પણ ઓકટોબર ર018માં આ મંજુરી મળી ગઈ છે. દોઢેક મહિનામાં આ પાણીનો ટટાંકો અને સંપ કાર્યરત થઈ જવાનું પાલિકાના અધિકારી જણાવે છે. ત્‍યારે ત્રણ-ત્રણ વર્ષથી ધુળ ખાતા ટાંકા અને સંપનું હવે ખાતમુર્હુત આવશે કે કેમ તે તો સમય જ કહેશે.


અમરવેલી નાગરિક શરાફી મંડળીની ઈશ્‍વરીયા ખાતે મહિલા શિબિર યોજાઈ

અમરેલી, તા.રર

એક પગલુ ઘ્‍યેય…ભભના સુત્રને સાર્થક કરવા ભભલીલીછમ વેલી અમરવેલીભભનાગરિક શરાફી સહકારી મંડળી લી. અમરેલી દ્વારા તા.18/1 નારોજ ઈશ્‍વરીયા ગામમાં મંડળીના ચેરમેનની આગેવાની હેઠળ ભમહિલા શિબીરભનું આયોજન કરવામાં આવેલ, જેમાં ચેરમેન રેખાબેન માવદીયા, વાઈસ ચેરમને ઈશ્‍વરભાઈ રાજયગુરૂ, ઈશ્‍વરીયા ગામના આગેવાન મધુભાઈ રૂપાલા, મનસુખભાઈ રૂપાલા, રતિભાઈ રૂપાલા, જયંતીભાઈ વામજા, રામજીભાઈ વામજા, હસમુખભાઈ વામજા, ધર્મેન્‍દ્રભાઈ ઓડીયા, નરેશભાઈ વામજા, તથા મહિલા આગેવાનો, ગ્રામજનો ઉપસ્‍થિત રહેલ.

મંડળીના ચેરમેન કાર્યક્રમમાં ઉપસ્‍થિત તમામનું શબ્‍દોથી હાર્દીક સ્‍વાગત કર્યા બાદ શિબીરમાં ઉપસ્‍થિત તમામ મહિલા ગ્રામજનોને સહકારી માળખાકીય સમજ વિસ્‍તારથી આપી તેમના ફાયદા જણાવી ભસંપ સેવા સહકારભ નો મર્મ વિસ્‍તારથી સમજાવી મંડળીની તમામ યોજનાઓ અંગે માહિતગાર કરી મંડળીના સભાસદ બનવા હાંકલ કરેલ, તથા મંડળીમાં બચત કરી જીવનમાં બચતનું શું મહત્‍વ છે. તે વિસ્‍તારથી સમજાવી બચતની ટેવ પાડી મંડળીમાં બચત ખાતા ખોલવા રીંકરીંગ ખાતા ખોલવા અનુરોધ કરેલ. તથા મંડળીમાં ચાલતી અટલ ફીક્ષ ડીપોઝીટ યોજનાભ અંગે માહિતગાર કરેલ તથા સહકારન અભિગમ હેઠળ સરળતાથી લઘુ ઉદ્યોગો તથા નાના વેપારી મિત્રોને સી.સી.લોન તથા પર્સનલ લોન સરળતાથી મંડળીમાંથી મળી રહે તે અંગે માર્ગદર્શન આપેલ.

આ શિબીરની વ્‍યવસ્‍થા મંડળીન સેક્રેટરી કુ. વૈશાલીબેન ગોહેલ તથા કલર્ક જયદીપભાઈમહેતાએ ખંતપુવૃક બજાવી હતી. એમ મંડળીના મેનેજીંગ ડીરેકટર એ.એન. માવદીયાની અખબારી યાદી જણાવે છે.


સાવરકુંડલાનાં માર્કેટયાર્ડમાં ટેકાનાં ભાવે ખરીદ કરેલ મગફળી રાખવાની જગ્‍યાનો અભાવ

આયોજન વગરની ખરીદી શરૂ થતાં ખેડૂતોપરેશાન

લ્‍યો બોલો : સાવરકુંડલાનાં માર્કેટયાર્ડમાં ટેકાનાં ભાવે ખરીદ કરેલ મગફળી રાખવાની જગ્‍યાનો અભાવ

ખેડૂતોને રાજય સરકારે સીધી જ આર્થિક મદદ કરવી જોઈએ : માલાણી

અમરેલી, તા. રર

સરકાર દ્વારા ટેકાના ભાવની મગફળીની ખરીદીદ હજુ ચાલુ છે પણ મગફળી રાખવાના ગોડાઉનોના અભાવને કારણે ટેકાના ભાવની મગફળીના ખડકલા સાવરકુંડલા ખેપીએમસી ખાતે થયા છે જેથી એપીએસસીમાં ખેતજણસો લઈને આવતા ખેડૂતોને ખેતજણસો કયાં રાખવી તે મુશ્‍કેલી સર્જાઈ છે.

એપીએમસી સેન્‍ટરમાં સરકાર દ્વારા ટેકાના ભાવની મગફળી ખરીદનું સેન્‍ટર છે પણ સરકાર દ્વારા ટેકાના ભાવની મગફળી સંગ્રહ કરવાનું ગોડાઉનનો અભાવ હોવાને કારણે હાલ છેલ્‍લા ર0 થી રપ દિવસથી સાવરકુંડલા એપીએમસીમાં સરકારે ખરીદેલ ટેકાના ભાવની મગફળીની ગુણીઓના ઢગલે ઢગલા થયા છે ને ર0 વિઘાના એપીએમસીમાં કયાંય જગ્‍યા બાકી નથી.

સરકાર દ્વારા સાવરકુંડલા સેન્‍ટર પર 4 હજાર આસપાસના ખેડૂતોના રજિસ્‍ટ્રેશન થયા છે હાલ પ0 ટકા ખેડૂતોની સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદી કરી લીધી છે હાલ એપીએમસીમાં 11 હજાર ગુણીઓ ખડકાઈ ગઈ છે પણ ગોડાઉનના અભાવને કારણે ઢગલા મગફળીના થયા છે પણ ટૂંકા દિવસોમાં આ મગફળી ગોડાઉનમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવાની પ્રક્રિયા શરૂ થવાનોઆશાવાદ ગોડાઉન મેનેજર વ્‍યકત કરે છે. પણ એપીએમસીના સેક્રેટરી પણ આખું ર0 વિઘાનું યાર્ડ ટેકાના ભાવની મગફળીથી ભરાઈ જણા ખેતજણસો  લઈને આવતા ખેડૂતોને મુશ્‍કેલી થતી હોવાનું જણાવે છે.

પોણા ભાગનું એપીએમસી ટેકાના ભાવની મગફળીથી ભરાઈ ગયું છે ને સરકારને રજુઆત પણ એપીએમસીએ કરી છે જો બે ત્રણ દિવસમાં આ ટેકાના ભાવની મગફળી ગોડાઉનમાં નહીં ખસેડાઈ તો વધુ મુશ્‍કેલી પડવાની શંકા એપીએમસી વ્‍યકત કરી રહી છે ત્‍યારે એપીએમસીના ચેરમેન દિપક માલાણી પણ બાકી રજિસ્‍ટ્રેશન કરેલા ખેડૂતોને ડાયરેકટ ખાતામાં સરકાર પૈસા જમા કરાવી આપે તોસરકારને વધુ ફાયદો થવાનું સૂચન પણ સરકારમાં કર્યુ હોવાનું જણાવ્‍યું છે.