Main Menu

Sunday, December 30th, 2018

 

અમદાવાદમાં ાહયનાં કોન્‍ટ્રાકટરની હત્‍યા કેસનાં વધુ એક આરોપી રફીક સુમરા જામીન ઉપર મુકત

અમરેલી, તા.ર9

રાજકોટનાં કુખ્‍યાત ટ્રાન્‍સપોર્ટર અને બિલ્‍ડર રાજુ શેખવાનાં હરીફ વેપારી એવા એફ.સી.આઈ.ના કોન્‍ટ્રાકટર સુરેશ શાહની ધોળા દિભએ ઠંડે કલેજે હત્‍યા કરાવી અમદાવાદમાં હાહાકાર મચાવનાર શાર્પ શૂટરોને એક બાદ એકને કાયમી જામીન મળી રહયા છે.

સૌ પ્રથમ આલમખાન અને હવે વધુ એક ખૂંખાર આરોપી રફીક સુમરાને પણ હાઈકોર્ટ દ્વારા જામીન પર મુકત કરવામાં આવ્‍યા છે.

ગત્‌ તા.10 માર્ચ, ર018ના રોજ અમદાવાદના વાસણા વિસ્‍તારમાં સુરેશ શાહની સરાજાહેર હત્‍યા કરવામાં આવી હતી. જેના આરોપી તરીકે શાર્પશૂટર આલમખાન અને રફીક સુમરાની ક્રાઈમ બ્રાન્‍ચે અટકાયત કરી હતી. રફીક સુમરાની અટકાયત બાદ પૂછપરછમાં કુખ્‍યાત ડોન રાજેન્‍દ્ર શેખવાનું નામ ખૂલ્‍યું હતું. આ કેસમાં આલમખાન અને રફીક સુમરાએ ડોનરાજુ શેખવા પાસેથી રૂપિયા પ0 લાખની સોપારી લીધી હતી.

અત્રે એ ઉલ્‍લેખનીય છે કે રફીક સુમરા રીઢો ગુન્‍હેગાર છે. તેમણે અમદાવાદ સહિત રાજયમાં અનેક ગુન્‍હાઓ કરેલ છે.

આ કેસમાં સંડોવાયેલ આરોપીઓ એક પછી એક કાયમી જામીન પર મુકત થઈ રહયા હોય હવે જોવાનું એ છે કે રાજુ શેખવાની ગેન્‍ગ કોનો શિકાર કરે છે.


જાફરાબાદમાં દારૂનાં દુષણે હદ વટાવી દીધી

નશાબંધી બોર્ડનાં ડાયરેકટર જીવનભાઈ બારૈયા પણ ત્રાહીમામ

જાફરાબાદમાં દારૂનાં દુષણે હદ વટાવી દીધી

દિવ ઉપરાંત દમણથી મોટી માત્રામાં વિદેશીદારૂ ઠલવાતો હોવાનો ખુલાશો કર્યો

ભાજપ અગ્રણીએ દારૂનાં દુષણ વિરૂઘ્‍ધ આત્‍મવિલોપનની ચીમકી આપતાં ખળભળાટ મચી ગયો

અમરેલી, તા. ર9

અમરેલીનાં નિષ્ઠાવાન પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયનાં માર્ગદર્શન તળે સમગ્ર પોલીસ પરિવાર ઘ્‍વારા દારૂનાં દુષણને ડામવા દિવસ-રાત એક કરવામાં આવી રહૃાા છે. પરિણામ સ્‍વરૂપે જિલ્‍લાનાં અનેક બુટલેગરો જેલનાં સળીયા પાછળ ધકેલાઈ ગયા છે. તેવા જ સમયે જાફરાબાદ શહેરમાં વિદેશી દારૂનાં દુષણે હદ વાટવી દીધાનો ચોંકાવનારો આક્ષેપ ભાજપનાં આગેવાન અને નશાબંધી બોર્ડનાં ડાયરેકટર જીવનભાઈ બારૈયાએ કરતાં   ખળભળાટ મચી ગયો છે.

તેઓએ “અમરેલી એકસપ્રેસ” કાર્યાલય પર રૂબરૂ દોડી આવીને જણાવ્‍યું કે વઢેરા ગામથીજાફરાબાદનાં લાઈટ હાઉસ વિસ્‍તારમાં મહિનામાં બેથી ત્રણ વખત દિવથી બોટમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્‍થો ઉતારવામાં આવે છે.

વધુમાં જણાવેલ હતું કે, લાઈટ હાઉસ નજીક આવેલ તેમનાં ખેતરમાં જ દારૂનો જથ્‍થો ઉતારવામાં આવી રહૃાાંનો ચોંકાવનારો ખુલાશો કર્યો હતો અને જણાવ્‍યું હતું કે, દમણ તરફથી પણ બોટમાં વિદેશી દારૂ જાફરાબાદમાં ઉતારવામાં આવી રહૃાો છે.

વધુમાં જણાવ્‍યું હતું કે, તેઓ દારૂના દુષણને ડામવા માટે મુખ્‍યમંત્રી વિજય રૂપાણીની પણ રૂબરૂ મુલાકાત લેવાના છે અને છતાં પણ દારૂનું દુષણ બંધ નહી થાય તો અંતે આત્‍મવિલોપન કરવાની ચીમકી આપી હોય સમગ્ર જિલ્‍લામાં ભારે ચકચાર મચી ગઈ છે.


અમરેલી 181 અભયમ્‌ની વિશિષ્‍ટ કામગીરી

અમરેલી 181 અભયમ્‌ની વિશિષ્‍ટ કામગીરી

અમરેલી, તા. ર9

અભયમ્‌ સેવા ર્ેારા મહિલાઓને કંઈ કંઈ બાબતોમાં મદદ-માર્ગદર્શન મળે તેની એક ઝલક જોતાં જાણવા મળેલ કે વર્ષર018 ના ડિસેમ્‍બર માસમાં જ અમરેલીમાં 181 અભયમ્‌માં મહિલાઓએ મદદ મેળવેલી જેમાં અમરેલીનાં લીલીયા તાલુકાનાં આંબા ગામમાં એક સાસુએ ફોન કરેલ. દિકરાની વહુ નાની-નાની વાતમાં જગડો કરે છે. ત્‍યારે 181ની ટીમ અને ફરજ પરનાં કાઉન્‍સેલર બ્‍લોચ રોબિનાબહેન ગયેલા. જેમાં બન્‍ને સાસુ-વહુને પાસે બેસાડીને તેમના ઘરેલુ પ્રશ્‍નોને સાંભળી, તેમને પરિવાર અને એકાબીજાની ફરજો જણાવી, સમજાવી સમાધાન કરાવવામાં આવેલ.

જયારે કોઈએ 181માં ફોન કરેલ અમરેલી બસસ્‍ટેન્‍ડમાં કોઈ છોકરી બેસેલી છે, સાથે કોઈ નથી ત્‍યારે 181ની ટીમ કાઉન્‍સેલર પરમાર હિનાબેન તે છોકરી પાસે પહોંચતા જાણવા મળેલ કે તેઓ ઘરેથી કોઈને કીધા વગર નીકળી ગયેલા છે. કોઈ છોકરાને ઓળખે છે, અને તેનીપાસે જવું છે. આ કિશોરીને વિશ્‍વાસમાં લેતાં પોતે જણાવેલ કે અમરેલીનાં ગાવડકા ગામનાં છે. લાંબા સમયની વાતચિત કરતા તેઓ પોતાના માતા-પિતા પાસે જવા તૈયાર થયા અને અંતે તેમના પિતાનો સંપર્ક કરતા જાણવા મળેલ કે તેઓ આ દિકરી બપોરનાં 3 વાગ્‍યાની ઘરેથી નીકળી ગયેલ છે, અને હાલ રાતનાં 11 વાગે છે તેથી તેમના પિતા તાલુકા પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ કરવા માટે ગયેલા ત્‍યારે 181ની ટીમ આ દિકરીને તાલુકા પોલીસ સ્‍ટેશન લઈ ગયેલ અને સમજાવી પિતા સાથે રાજીખુશીથીઘરે મોકલેલ છે.

તેવી જ રીતે કોઈ અજાણ્‍યા પુરુષ ર્ેારા 181માં ફોન કરી જણાવેલ સવારનાં પાંચ વાગ્‍યે અમરેલી શાકમાર્કેટીંગ યાર્ડ પાસે પોતાની ચાની લારીખોલતા ત્‍યાં કોઈ બહેન સુતેલા છે અને તેમની સાથે એક નાનુ ઓક માસનું બાળક રોડ પર વારંવાર જતુ રહે છે. ત્‍યારે સવારનાં પાંચ વાગે તુરત 181ની ટીમ કાઉન્‍સેલર બ્‍લોચ રોબિનાબેન બહેન પાસે પહોંચતા જાણવા મળેલ કે પતિના વારંવાર જગડાથી અને અવારનવાર માર મારવાથી કંટાળી આ મહિલા ઘેરથી નીકળી ગયેલ ત્‍યારે આ મહિલાને સમજાવી તેના ઘરે તેના બાળક સાથે તેના પતિને સોંપવામાં આવેલ કે ગમે તેવો જગડો થાય આવી રીતે ઘરેથી બાળકને લઈને નીકળી જવું નહીં, જરૂર જણાયે 181 અભયમ્‌ની મદદ લેવા જણાવેલ. 1 થી ર8 ડીસે. સુધી 19પ બહેનો ર્ેારા મદદ મેળવેલી છે. જેમાં પ1 કેસોમાં ગાડી સ્‍થળ પર જઈ બહેનોને મદદ પહોંચતી કરવામાં આવેલ છે. જેમાં ર3 કેસોમાં સ્‍થળ પર જ સમાધાન કરવામાં આવેલ છે. જયારે ર8 જેવા કેસોમાં ગંભીર સમસ્‍યા જણાતા, મહિલા સહાયતા કેન્‍દ્ર, નારી અદાલત, મહિલા પોલીસ સ્‍ટેશન, પરિવાર ઓ.એસ.સી. સેન્‍ટર જેવા અલગ અલગ વિભાગો જે મહિલા સહાયતા માળખા છે તેની મદદ આપવામાં આવેલ છે.


દામનગરનાં શાખપુર ગામે દિવ્‍ય શાકોત્‍સવ ઉજવાયો

દામનગર તાબાનાં શાખપુરગામે તા.ર7/1ર/18 ના રોજ દિવસ શાકોત્‍સવ ઉજવાઈ ગયો. જયશ્રીસ્‍વામિનારાયણ સાથ જણાવતા આનંદ અનુભવીએ છીએ કે અનંત કોટી બ્રહ્માંડનાં અધિપતિ ભગવાન શ્રી સ્‍વામિનારાયણ જીવાત્‍માઓનાં કલ્‍યાણ માટે આ ધરાપર પ્રગટયા. સમગ્ર સમાજ સુખીઓ થાય એવા હેતુથી સર્વપરી ભગવાન શ્રી સ્‍વામિનારાયણે અનેક દિવ્‍ય ઉત્‍સવોની પરંપરા કરી જેમાં શ્રીહરિએ શાકોત્‍સવનો ઉત્‍સવ કરી સરળતાથી સત્‍સંગનું સ્‍વરૂપ શ્રી ગોપીનાથજી મહારાજની સ્‍થાપના કરી તે શ્રી હરિ સ્‍વરૂપ શ્રી ગોપીનાથજી મહારાજનાં ગઢપુર પ્રદેશનાં દરેક ગામનાં ભકતોનાં સુખાર્થે પૂ.પૂ.ઘ.ઘુ.1008 આચાર્ય રાજેન્‍દ્રપ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞાથી તથા પ.પૂ.108 ભાવિ આચાર્યશ્રી નૃગેન્‍દ્રપ્રસાદજી મહારાજ શ્રી તથા પ.પૂ. નાના લાલજી શ્રી પુષ્‍પેન્‍દ્રપ્રસાદજી મહારાજની ઉપસ્‍થિતિમાં ગઢપુર મંદિર ટ્રસ્‍ટી મંડળ અને સત્‍સંગ સમાજ ર્ેારા શ્રી હરિ પ્રસન્‍નતાર્થે ગઢપુરદેરાના મુખ્‍ય ગામોમાં સવંત ર07પના માગર સુદ-9 તા.17-1ર-ર018થી શરૂ કરી અંતિમ મહા શાકોત્‍સવ ગઢડામાં માગશર વદ-1ર તા.0ર-01ના રોજ રાખવામાં આવ્‍યા છે. આ શાકોત્‍સવમાં દિવ્‍યપ્રસાદ તથા ધર્મકુળનાં આશિર્વાદ તથા ધામોધામથી પધારતા સંતોનાં શુભ આશિર્વાદ પ્રાપ્‍ત કરવા સર્વે મિત્ર મંડળ સહ કુટુંબ પરિવાર સહિત પધારવા ભાવભર્યુ હાર્દિક નિમંત્રણ છે. આ દિવ્‍ય શાકોત્‍સવ તા.ર7/1ર/ર018ના રોજ શાખપુરમુકામે ઉજવવામાં આવ્‍યો હતો. તેમા શાખપુર ગામનાં તમામ ભાવિકોએ સારો એવો પ્રસંગ ઉજવેલ. તેમાં શાખપુર ગામનાં વસંતબેન સિતાપરાને ત્‍યાં ઉતારો આપવામાં આવેલ હતો. સાથે સાથે ખોડીયાર મદિર ધર્મશાળામાં મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ હતું.


હામાપુર-ભાયાવદર માર્ગ રૂપિયા 80 લાખનાં ખર્ચે બનાવાશે  

બગસરા તાલુકાના હામાપુર ગામથી ભાયાવદર સુધી 80 લાખના ખર્ચે બનનારા રોડનું ખાતુમુર્હૂત કરતા ધારાસભ્‍ય જે.વી.કાકડીયા, જિલ્‍લા પંચાયત પ્રમુખ રવજીભાઈ વાઘેલા, જી.પંચાયત સદસ્‍ય ગૌતમ વસાવાના હસ્‍તે કરવામાં આવ્‍યું. આ પ્રસંગે તાલુકા કોંગ્રેસ અશ્‍વિનભાઈ ગઢીયા, હસમુખભાઈ બાબરીયા, પરીમલ,લાલજીભાઈ, મધુભાઈ, દલખસુખભાઈ તથા ગ્રામજનો હાજર રહયા હતા.


અમરેલીનાં સરદાર સર્કલે રૂપિયાની ઉઘરાણી કરી મારી નાખવાની ધમકી

અમરેલી, તા.ર9

બગસરા તાલુકાના માવજીંજવા ગામે રહેતા મધુભાઈ પ્રેમજીભાઈ પરમારના પુત્ર વિનોદભાઈના લગ્ન અમરેલીના ચકકરગઢ રોડ ઉપર રહેતા બાબુભાઈ દાનાભાઈ માધડની પુત્રી સાથે થયેલા. બાદમાં તેમનો ઘરસંસાર નહીં ચાલતા ઘરમેળે છૂટાછેડા થયેલ. ત્‍યારબાદ અમરેલી કોર્ટમાં કેસ કરેલ હોય, જેની મુદતે મધુભાઈ આવેલા ત્‍યારે ફોરવર્ડ સર્કલ પાસે બાબુભાઈ માધડ, ઉત્‍પલભાઈ બાબુભાઈ માધડ તથા રવજીભાઈ દાનાભાઈ માધડે સમાધાન પેટે પૈસાની ઉઘરાણી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ સીટી પોલીસમાં નોંધાઈ છે.


વાંગધ્રા ગામેથી ગેરકાયદેસર રીતે રેતી ભરેલ ટ્રેકટર સાથે બે ઝડપાયા

અમરેલી, તા. ર9,

ખાંભા તાલુકાનાં વાંગધ્રા ગામે રહેતાં હરજીભાઈ ઉર્ફે ઘુઘો નનાભાઈ વાઘેલા તથા દકુ નનાભાઈ વાઘેલા નામનાં બે ઈસમો ગઈકાલે રાત્રે વાંગધ્રા ગામે પોતાના હવાલાવાળા ટે્રકટરમાં ગેરકાયદેસરરીતે પરત રેતી ભરીને નિકળતાં પોલીસે તેમને રૂપિયા 3 લાખનાં મુદ્યામાલ સાથે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.


ધારીનાં મોણવેલ ગામની યુવતી પર દુષ્‍કર્મ કરાતાં ફરિયાદ

ધારીનાં મોણવેલ ગામની યુવતી પર દુષ્‍કર્મ કરાતાં ફરિયાદ

1 મહિલા સહિત 3 શખ્‍સો સામે પોલીસ ફરીયાદ

અમરેલી, તા. ર9

ધારી તાલુકાનાં મોણવેલ ગામે રહેતી એક 1પ વર્ષની તરૂણીનેગત તા.રર-1ર ના રોજ બપોરે તે જ ગામે રહેતાં પ્રવિણ ભનુભાઈ મકવાણા તથા તેમની પત્‍નિ સંઘ્‍યા પ્રવિણભાઈ મકવાણા કપડા ધોવાનું બહાનું બતાવી તેમના હવાલાવાળા મોટર સાયકલમાં બેસાડી પોતાના ઘરે લઈ ગયા હતા અને એક રૂમમાં પૂરી દીધેલ. જે રૂમમાં આરોપી જયંતી ભનુભાઈ મકવાણા પહેલાથી હાજર હોય તેમણે આ સગીરાનાં મો ઉપર રૂમાલ બાંધી દઈ તેણીની ઈચ્‍છા વિરુઘ્‍ધ શરીર સંબંધ બાંધેલ હતો. આ અંગે ભોગ બનનાર તરૂણીએ એક મહિલા સહિત ત્રણેય સામે ધારી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.


જાફરાબાદમાં શ્રમજીવી ખારવા પરિવારને જ્ઞાતિ બહાર કરાયા

દેશને આઝાદીનાં 71 વર્ષ બાદ પણ જુની પ્રથા હજુ શરૂ

જાફરાબાદમાં શ્રમજીવી ખારવા પરિવારને જ્ઞાતિ બહાર કરાયા

ખારવા સમાજનાં પ્રમુખ સાથે તકરાર થતાં પોલીસ ફરિયાદ કરવાની સજા મળી

ન્‍યાય નહી મળે તો શ્રમજીવી પરિવારે સામુહીક આત્‍મવિલોપન કરવાની ચીમકી આપતાં ચકચાર

અમરેલી, તા. ર9

ભારત દેશ આઝાદ થયાને 71 વર્ષ પસાર થયા છે હજુ પણ દેશમાં અનેક સ્‍થળોએ જુના જમાનાનાં નિયમોની અમલવારી થઈ રહી હોય ભારતનાં બંધારણનું ખુલ્‍લેઆમ ઉલ્‍લંઘન કરવામાં આવી રહૃાું હોય તેવી ઘટના છાશવારે પ્રકાશમાં આવી રહી છે.

દરમિયાનમાં જાફરાબાદનાં શ્રમજીવી ખારવા પરિવારને સામાન્‍ય બાબતની તકરાર કરવી ભારે પડી છે. 10 સદસ્‍યોનાં પરિવારને ખારવા સમાજનાં પ્રમુખે જ્ઞાતિ બહાર કરી દેતાં શ્રમજીવી પરિવારની ઊંઘ ઉડી ગઈ છે અને રૂપિયા 1.પ0 લાખની મચ્‍છી બગડી રહી છે. તેના તમામ વ્‍યવહારો બંધ થઈ જતાં સમગ્ર પરિવારે અમરેલીનાં કલેકટરને લેખિત રજુઆત કરી ન્‍યાય આપવા અને નહી તો સામુહીક આત્‍મહત્‍યા કરવાની ચીમકી આપતાં ભારે ચકચાર મચી છે.

અન્‍યાયનો ભોગ બનેલ ખારવા પરિવારે ભભઅમરેલી એકસપ્રેસભભ કાર્યાલય પર આવીને ભીની આંખે તેની વ્‍યથા અને પિડાનું વર્ણન કર્યુ હતું. હવે કલેકટર સહિતનાં ઉચ્‍ચ અધિકારીઓ નિરાધાર બનેલ પરિવારને ન્‍યાય અપાવે છે કેકેમ તે જોવું રહૃાું.


અમરેલીનાં વૃઘ્‍ધાની કાળજી લેવા ખજુરભાઈનો અનુરોધ

સોશ્‍યલ મીડિયામાં ધુમ મચાવનાર ખજુરભાઈએ સંદેશો પાઠવ્‍યો

અમરેલીનાં વૃઘ્‍ધાની કાળજી લેવા ખજુરભાઈનો અનુરોધ

શહેરનાં ટપોરીઓ વૃઘ્‍ધાને ખોટી રીતે પરેશાન કરતાં હોવા અંગે દુઃખ વ્‍યકત કર્યુ

વૃઘ્‍ધાને ખજુરભાઈએ શહેરભરમાં ચકકર લગાવીને માન-સન્‍માન સાથે આશિર્વાદ મેળવ્‍યા

અમરેલી, તા. ર9

અમરેલીનાં રાજમહેલનાં પટાંગણમાં નિરાધાર અવસ્‍થામાં રહેતા વીજીબા નામનાં વૃઘ્‍ધાને શહેરનાં ટપોરીઓ ખોટી રીતે પરેશાન કરીને ઉશ્‍કેરી રહૃાા હોય યુ-ટયુબમાં હાસ્‍યની મોજ કરાવનાર ખજુરભાઈએ વૃઘ્‍ધાની ચિંતા કરીને શહેરીજનોને આ વૃઘ્‍ધાને અન્‍યાય ન કરવા સંદેશ પાઠવેલ છે.

યુ-ટયુબ પર હાસ્‍ય ઘ્‍વારાસંદેશ આપવાનું કાર્ય કરતાં ખજરુભાઈએ અમરેલી ખાતે રાજમહેલ પટાંગણમાં નિરાધાર અવસ્‍થામાં રહેતા વૃઘ્‍ધાનાં આશિર્વાદ મેળવી તેમની પિડા જાણીને લાગણીસભર વાતાવરણમાં શહેરીજનોને આ વૃઘ્‍ધાની જાળવણી કરવાનો સંદેશ પાઠવ્‍યો હતો.

શહેરીજનોએ પણ હવે વિચારવું પડશે કે બહારની કોઈ વ્‍યકિત અમરેલીમાં આવીને નિરાધારની ચિંતા કરે અને જાળવણી માટે સંદેશ આપે ત્‍યારે શહેરીજનોએ નિરાધારની ચિંતા કરવી જરૂરી બની છે.


આનંદો : અમરેલી ખાતે આકાશવાણીનાં 100 વોટ એફએમ રેડીયો ટ્રાન્‍સમીટરનો શિલાન્‍યાસ કરાયો

કેન્‍દ્રીય કૃષિ રાજયમંત્રી રૂપાલા અને સાંસદ કાછડીયા દ્વારા

આનંદો : અમરેલી ખાતે આકાશવાણીનાં 100 વોટ એફએમ રેડીયો ટ્રાન્‍સમીટરનો શિલાન્‍યાસ કરાયો

પૂર્વ ધારાસભ્‍યો દિલીપ સંઘાણી, બાવકુભાઈ ઉંઘાડ, વિગેરે ઉપસ્‍થિત રહૃાા

અમરેલી, તા. ર9

કૃષિ, ખેડૂત કલ્‍યાણ અને પંચાયત રાજના કેન્‍દ્રીય રાજય મંત્રી પરષોત્તમભાઇ રૂપાલાના હસ્‍તે અમરેલી સ્‍થિીત દૂરદર્શન રિલે કેન્‍દ્ર ખાતે આજ રોજ આકાશવાણી 100 વોટ એફ.એમ. ટ્રાન્‍સમીટરનો શિલાન્‍યાસ કરવામાં આવ્‍યો હતો.

મંત્રી પરષોત્તમભાઇ રૂપાલાએ જણાવ્‍યુ હતુ કે, આઝાદી બાદ રાજકોટને આકાશવાણી કેન્‍દ્ર ફાળવવામાં આનાકાની થતી હતી. ત્‍યારે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની ઉપસ્‍થિતિમાં યોજાયેલ પૂ. કાગબાપૂ અને મેઘાણંદભાઈના માત્ર 10 મિનિટના એક કાર્યક્રમથી રાજકોટને આકાશવાણી કેન્‍દ્ર મળ્‍યુ હતું. આકાશવાણી પરથી પ્રસારિત થતાં લોક સાહિત્‍ય અને લોકગીતો સહિતના કાર્યક્રમો થકી સાંસ્‍કૃત્તિક વારસાનું જતન થઈ રહ્યુ છે. આકાશવાણીનો જન્‍મ તેમજ ભૂતકાળમાં પ્રસારીત થતાં બીનાકા, ગામનો ચોરો, જીંથરા ભાભાની વાર્તા જેવા અનેકવિધ કાર્યક્રમોનો મંત્રી રૂપાલાએ સવિસ્‍તાન ઉલ્‍લેખ કર્યો હતો.

રૂપાલાએ ઉમેર્યુ હતુ કે, દેશભરમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો વ્‍યાપ ઝડપથી પ્રસરી રહ્યો છે. એક સમયે રેડીયોનો યુગઆથમી ગયો હોય તેવું લાગતુ હતું. પરંતુ આજની યુવા પેઢીને એફ.એમ. રેડીયોનું વળગણ લાગ્‍યુ છે. મેટ્રો સીટીના લોકોને એફ.એમ. રેડીયોનો લાભ મળે છે, પરંતુ અમરેલી જેવા સેન્‍ટરને તેનો લાભ મળતો ન હોય ઘણાં લાંબા સમયથી એફ.એમ. રેડીયો સ્‍ટેશન શરૂ થાય તેવી માંગ હતી. પરંતુ અમરેલીને એફ.એમ. રેડિયો સ્‍ટેશન મળે તે માટે વર્તમાન સાંસદ નારણભાઈ કાછડીયાએ ભારે જહેમત ઉઠાવતાં કેન્‍દ્ર સરકારે તે પુરી કરી છે. આગામી સમયમાં એફ.એમ. રેડિયો સ્‍ટેશન અમરેલી જિલ્લાની સાંસ્‍કૃત્તિક ધરોહરને ઉજાગર કરવાનું કામ કરશે તેવી નેમ પણ રૂપાલાએ વ્‍યક્‍તત કરી હતી.

સાંસદ નારણભાઈ કાછડીયાએ અમરેલી જિલ્લાના લોકોની વરસો જુની એફ.એમ. રેડીયો સ્‍ટેશનની માંગણી સંતોષાતા કેન્‍દ્ર સરકારનો આભાર વ્‍યક્‍તત કર્યો હતો. આગામી સમયમાં લોકોને મોબાઈલ, મોટરકારમાં પણ આ એફ.એમ. રેડિયોના કાર્યક્રમોનો ભરપૂર લાભ મળવાનો હોય હર્ષની લાગણી અનુભવી હતી.

પૂર્વ મંત્રી અને નાસ્‍કોફના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ પણ પ્રાસંગિક પ્રવચન કરી એફ.એમ. રેડીયોથી અમરેલીની જનતાને હરપળ સમાચારો સહિત સાંસ્‍કૃત્તિક વારસાને સાંભળવાનો મોકો મળશે. આ ઉપરાંત બેરોજગારો માટે ઉપયોગી થાય તેવા કાર્યક્રમો રજુ થાય તેવી આશા વ્‍યકત કરી હતી.

કાર્યક્રમમાં પૂર્વ મંત્રી બાવકુભાઈઉંઘાડ, પૂર્વ ધારાસભ્‍ય ખોખરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, જિલ્લા આરોગ્‍યિ સમિતિના પૂર્વ ચેરમેન કમલેશ કાનાણી, કૌશિકભાઈ વેકરીયા, પ્રસાર ભારતી મુંબઈ આકાશવાણીના મહા નિર્દેશક નીરજ અગ્રવાલ, એસ.કે. અરોરા, ઉપ મહાનિર્દેશક અર્જૂન વિભૂતે, અમદાવાદ આકાશવાણીના ઉપ મહાનિર્દેશક સંજયકુમાર સિંહા, રાજકોટ આકાશવાણીના ઉપ મહાનિર્દેશક રમેશચંદ્ર અહિરવાર, વસંત જોષી, પુના આકાશવાણીના એન.એન. તલાટી, ભાવનગરના સી.આર. મહેતા અને અમરેલીના ચંદ્રેશ બાબરીયા સહિત શહેરીજનો અને સ્‍ટાફ ઉપસ્‍થિત રહ્યા હતા.


અમરેલીના ઈશ્‍વરીયા ગામે સર્વ રોગ નિદાન કેમ્‍પને ખુલ્‍લો મુકતા કેન્‍દ્રીય કૃષિ રાજયમંત્રી

પોતાના માદરે વતન એવા અમરેલી તાલુકાના ઈશ્‍વરીયા ગામે કેન્‍દ્રીય કૃષિ રાજયમંત્રી પરષોત્તમભાઇ રૂપાલાએ સર્વ રોગ નિદાન કેમ્‍પને ખુલ્‍લો મુકયો હતો. કાર્યક્રમમાં મંત્રી રૂપાલાએ ભારત સરકારની ‘આયુષ્‍યમાન ભારત’ યોજના વિશે વિસ્‍તૃત જાણકારી આપતાં કહ્યુ હતુ કે, ગરીબ અને સામાન્‍ય પરીવારને કોઈ ગંભીર કે આકસ્‍મિક બિમારી આવી પડે તો કેન્‍દ્ર સરકારની આ યોજના હેઠળ રૂપિયા પાંચ લાખ સુધીના સારવારનો ખર્ચ નિઃશૂલ્‍ક મળે છે. આથી જરૂરિયાતમંદ લાભાર્થીને આયુષ્‍યમાન ભારત યોજનાનો લાભ મળી રહે તે માટે સહભાગી થવા અનુરોધ કર્યો હતો. રાજય સરકારની વિવિધ આરોગ્‍યલક્ષી યોજના અંગે સવિસ્‍તાર માહિતી આપતાં જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ડો. જયેશપટેલે રાજય સરકારની ઉપલબ્‍ધ સેવાનો લાભ લેવા જણાવ્‍યુ હતું. સર્વ રોગ નિદાન કેમ્‍પમાં સર્જન તરીકે ડો. હરેશ વાળા અને ડો. ભાવેશ રામાનુજ, સ્ત્રી રોગ નિષ્‍ણાંત ડો.શોભના મહેતા અને ડો. કાનાણી, ઓર્થોપડિક સર્જન ડો.પંડયા, દાંત માટે ડો. તરસરીયા, ચામડીના દર્દી માટે ડો. એ.એચ.વાઢેર, બાળ રોગ નિષ્‍ણાંત ડો. જયદીપ પટેલ અને કલ્‍પેશ અમેથીયા, માનસીક રોગ માટે ડો.અંકિત મોંગા, ટી.બી. માટે ડો. ડબાવાલા, એમ.ડી. ડો. પરવાડીયા, મેડિકલ ઓફિસર ડો. ગૌસ્‍વામી, ડો. સતાણી, ડો. દેશાણીએ સેવા આપી હતી. જિલ્‍લા એન.સી.ડી.સેલ – જનરલ હોસ્‍પિટલ, અમરેલી તેમજ આરોગ્‍ય પરીવાર કલ્‍યાણ વિભાગ અમરેલી તથા રાજેશભાઈ         દેથળીયા દ્વારા નિદાન કેમ્‍પનું આયોજન કરેલ હતુ. જેમાં ઈશ્વરીયા, વરસડા, નાના માચીયાળા અને કેરીયાનાગસ ગામના આશરે 600 ઉપરાંતના ગ્રામજનોએ લાભ લીધો હતો. આ ઉપરાંત કેમ્‍પમાં આયુષ્‍યમાન ભારત યોજનાના કાર્ડનું પણ વિતરણ કરવામાં આવ્‍યુ હતું. કાર્યક્રમમાં સાંસદ નારણભાઈ કાછડીયા, પૂર્વ મંત્રી અને નાસ્‍કોફના ચેરમેન દીલિપભાઈ સંઘાણી, જિલ્‍લા ભાજપા પ્રમુખ હિરેનભાઈ, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, જિલ્‍લા આરોગ્‍ય સમિતિના પૂર્વ ચેરમેન કમલેશ કાનાણી, કૌશિકભાઈ વેકરીયા સહિત ગ્રામજનો અને મેડિકલ સ્‍ટાફ ઉપસ્‍થિત રહ્યાહતા. સ્‍વાગત પ્રવચન મોનીકા  દેથળીયાએ કર્યુ હતું.


અમરેલીનાં જિલ્‍લા બેન્‍કનાં કર્મચારીઓ રમત ગમત ક્ષેત્રે પણ અવ્‍વલ સ્‍થાને  

              અમરેલી જિલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેન્‍ક દ્વારા અગાઉ કેટલીક નવી યોજનાઓનો અમલ શરૂ કર્યા બાદ તેવી યોજના બાદમાં ભારતભરમાં શરૂ કરવામાં આવી છે. તેવી અગ્રગણ્‍ય બેન્‍કના કર્મચારી-અધિકારી દ્વારા હવે રમત ગમત ક્ષેત્રે પણ આ બેન્‍કનું તથા અમરેલી જિલ્‍લાનું નામ રોશન કરલ છે. તાજેતરમાં ગુજરાત અર્બન કો.ઓપ. બેન્‍ક ફેડરેશન દ્વારા આયોજિત રમતોત્‍સવ-18માં અમરેલી જિલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેન્‍કના કર્મચારી-અધિકારીઓએ રાજય લેવલની હરિફાઈમાં ભાગ લઈ ટેબલ ટેનીસ તથા કબડ્ડી સ્‍પર્ધામાં પ્રથમ નંબરે આવતા આજે બેન્‍કના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, એમ.ડી. ચંદુભાઈ સંઘાણી, ડિરેકટર્સ ભાવનાબેન ગોંડલીયા, જનરલ મેનેજર કોઠીયા, અમરેલી જિલ્‍લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન જયંતિભાઈ પાનસુરીયા, ડિરેકટર્સ ચતુરભાઈ વાળા સહિતના સહકારી અગ્રણીઓની ઉપસ્‍થિતિમાં બેન્‍ક કર્મચારી- રમતવીરોને બેન્‍ક તરફથી રોકડ સહાય આપી પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા. અને અમરલી જિલ્‍લા સહકારી બેન્‍ક તથા જિલ્‍લાનું ગારવ વધારવા બદલ તમામ ખેલાડી- કર્મચારીઓને અભિનંદન પણ પાઠવવામાં આવ્‍યા હતા. આ સમયે ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ બેન્‍કના કર્મચારી-અધિકારીઓ રમત-ગમત ક્ષેત્રે તથા અન્‍ય સેવાકીય પ્રવૃતિઓમાં પણ ભાગ લે અને સાથોસાથ બેન્‍કની કામગીરીમાં પણ યોગ્‍ય રીતે વધુ મહેનત કરે તેવી શુભેચ્‍છા આપી હતી. વિજેતા ખેલાડીઓએ બેન્‍ક તરફથી           મળેલ રોકડ સહાય તમામ ખેલાડીઓએ તે રકમ દિલીપ સંઘાણી કેળવણી નિધિમાં અર્પણ કરી સેવાકીય પ્રવૃતિનો શુભારંભ કર્યો હતો.


અમરેલીનાં સુપ્રસિઘ્‍ધ ‘અવઘ હોટેલ’ ગૃ્રપે મહાનગર સુરત ખાતે પણ નામ રોશન કર્યુ

અજય ઉંઘાડ, આયુષ ઉંઘાડનું સી.એમ. દ્વારા સન્‍માન

અમરેલીનાં સુપ્રસિઘ્‍ધ ‘અવઘ હોટેલ’ ગૃ્રપે મહાનગર સુરત ખાતે પણ નામ રોશન કર્યુ

અમરેલી, તા.ર9

અમરેલી જિલ્‍લામાં સુપ્રસિઘ્‍ધ બનેલ ‘હોટેલ અવધ’ ગૃપે રાજયનાં મહાનગર સુરત ખાતે પણ બાંધકામક્ષેત્રે જબ્‍બરી નામનાં મેળવી છે. ભભહોટેલ અવધભભ ગૃપનાં સ્‍થાપક દિલીપ ઉંઘાડનાં માર્ગદર્શનતળે સુરત ખાતે છેલ્‍લા 1પ વર્ષમાં આકરી મહેનત, નિષ્ઠા અને પ્રમાણીકતાનાં સથવારે અવધ ગૃ્રપે વિવિધ પ્રકારની રેસીડેન્‍સી અને કલબ હાઉસનું ઐતિહાસીક નિર્માણ કરીને અમરેલી જિલ્‍લાનું નામ રોશનકરેલ છે. તાજેતરમાં રાજયના મુખ્‍યમંત્રી વિજય રૂપાણીએ અજય ઉંઘાડ, આયુષ ઉંઘાડનું સન્‍માન કર્યુ હતું.


અમરેલીનાં સુપ્રસિદ્ધ રામ એન્‍ટરપ્રાઈઝમાં માઈક્રોવેવ ઓવનનું ડેમોસ્‍ટ્રેશન યોજાયું

અમરેલી જિલ્‍લાનાં સર્વોચ્‍ચ ઈલેકટ્રોનીકસ શો-રૂમ રામ એન્‍ટરપ્રાઈઝમાં આજે સેમસંગ કંપનીનાં નિષ્‍ણાંત શેફ ર્ેારા માઈક્રોવેવ ઓવનનું લાઈવ ડેમોસ્‍ટ્રેશન યોજાયુ હતું. જેમાં બહોળી સંખ્‍યામાં બહેનોએ ઉપસ્‍થિત રહીને અનેકવિધ વાનગી બનાવવાની કલા શીખી હતી.


30-12-2018