Main Menu

Saturday, December 29th, 2018

 

રાજુલામાંથી સ્‍વાન કંપનીનાં મેનેજરનું અપહરણ કરનાર 3 આરોપીઓની અટકાયત

સ્‍થાનિક પોલીસે ગણતરીની મિનિટોમાં ભેદ ખોલ્‍યો

રાજુલામાંથી સ્‍વાન કંપનીનાં મેનેજરનું અપહરણ કરનાર 3 આરોપીઓની અટકાયત

ઔદ્યોગિક વિકાસની સાથે ક્રાઈમનું પણ પ્રમાણ વઘ્‍યું

અમરેલી, તા. ર8

ગઈકાલ તા. ર7/1ર/18ના રોજ સાંજના આઠેક વાગ્‍યાના સુમારે સ્‍વાન કંપનીના પ્રોજેકટ મેનેજર વી.કે. શ્રીધરન પોતાની ફોરવ્‍હીલ કારમાં ઘરે જતાં હતાઅને રાજુલા શહેરમાં સરસ્‍વતી સ્‍કુલ પાસેથી કાર ઉભી રાખી ડ્રાઈવરને દુધ લેવા મોકલેલ તે દરમ્‍યાન આરોપીઓએ વી.કે. શ્રીધરનનું ઈનોવા ગાડીમાં અપહરણ કરેલ હતું. આ અપહરણની જાણ વી.કે. શ્રીધરનના ડ્રાઈવરે અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયનાઓને કરતાં પોલીસ અધિક્ષકે ગુન્‍હાની ગંભીરતાને ઘ્‍યાને લઈ આ ગુન્‍હાનો ભેદ ઉકેલવા અને આરોપીઓને પકડી અપહરણ થયેલ વ્‍યકિતને સહિ-સલામત છોડાવવા ખાસ સુચના અને માર્ગદર્શન આપી રેપીડ એકશન પ્‍લાન તૈયાર કરેલ હોય જે મુજબ એલસીબી અમરેલી ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સ્‍પેકટર ડી.કે. વાઘેલા તથા એસઓજી અમરેલી પોલીસ સબ ઈન્‍સ્‍પેકટર આર.કે. કરમટા તથા રાજુલા ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સ. ડી.એ. તુંવરનાઓએ અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓ અને અપહરણ થયેલ વ્‍યકિતને શોધી કાઢવા અંગે સઘન તપાસ હાથ ધરેલ.

અપહરણની જાણ થતાં તાત્‍કાલીક અસરથી અમરેલી જિલ્‍લાના નજીકના ભાવનગર, ગીર સોમનાથ તેમજ અન્‍ય જિલ્‍લાઓમાં નાકાબંધી કરવામાં આવેલ અને પોલીસે તાત્‍કાલીક એકશનમાં આવી ટેકનીકલ સોર્સીસથી તપાસ કરી આ કામે અપહરણ થનાર વ્‍યકિત વી.કે. શ્રીધરનને રાજુલા-હિંડોરણા ચોકડી પાસેથી એસઓજી પો.સ.ઈ. આર.કે. કરમટા તથા રાજુલા ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સ. ડી.એ. તુંવરની ટીમે સહિ-સલામત છોડાવેલ છે                તથા અપહરણકરનાર તમામ આરોપીઓને અપહરણ કરવા માટે ઉપયોગમાં લીધેલ ઈનોવા ગાડી સાથે ઝડપી લીધેલ છે.

અપહરણ કરનાર આરોપીઓ :- (1) ચેતન વાજસુરભાઈ ભુવા રહે. રાજુલા, (ર) ગભરૂ સાર્દુલભાઈ લાખણોત્રા, રહે. ખાંભલીયા, (3) મુકેશગીરી માધવગીરી, રહે. રામપરા-ર.

આ કામે જેનું અપહરણ થયેલ તે ફરિયાદી વી.કે. શ્રીધરન સ્‍વાન કંપનીના પ્રોજેકટ મેનેજર હોય તેઓ ચેતન ભુવાને કંપનીમાં કામ મળતું ન હોય જેથી કંપનીમાં કામ લેવા સારૂ પ્રોજેકટ મેનેજરનું અપહરણ કરેલાનું આરોપીઓની પ્રાથમિક પુછપરછ દરમ્‍યાન જણાઈ આવેલ છે. આરોપીઓને અટક કરી તેઓની ગુન્‍હા સબંધી વિશેષ પુછપરછ કરવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે.


લ્‍યો બોલો : બગસરામાં મગફળીની ટેકાનાં ભાવે ખરીદીને લઈને મહિલાઓનું હલ્‍લાબોલ

મગફળીની ખરીદી સરકાર માટે માથાનાં દુઃખાવારૂપ બની

લ્‍યો બોલો : બગસરામાં મગફળીની ટેકાનાં ભાવે ખરીદીને લઈને મહિલાઓનું હલ્‍લાબોલ

એક ખેડૂતની મગફળીનું સેમ્‍પલ રદ્ય કરવામાં આવતાં ખેડૂતોમાં નારાજગી

અમરેલી, તા. ર8

અમરેલી જિલ્‍લામાં સરકાર ર્ેારા ટેકાનાં ભાવે ખરીદી થાય છે, ત્‍યારે આજે બગસરા ખાતે ખેડૂત મહિલાઓ તથા ખેડૂતો ઉગ્ર હલ્‍લાબોલ કરતાં જણાવ્‍યું હતું કે, ઓનલાઈન રજીસ્‍ટ્રેશન કરાવવા છતાં પૂરતાં પ્રમાણમાં ખરીદી થતી નથી. શાકભાજીથી લઈ ખેતજણસનાં પૂરતાં ભાવ મળતાં ન હોય, આથી ખેડૂતો રોષે ભરાયા હતા.

આ અંગે બગસરા મામલતદારે પણ જણાવ્‍યું હતું કે, ખેડૂત મહિલાઓ ર્ેારા તેમની પાસે રજૂઆત કરવામાં આવી હતી. એક ખેડૂતનો માલ રીજેકટ થતાં આ મહિલા ર્ેારા રજૂઆત કર્યાનું જણાવ્‍યું હતું.


અમરેલી જિલ્‍લા ટ્રાફિક પોલીસ દ્વારા જનજાગૃતિ અભિયાન   

જિલ્‍લા ટ્રાફિક શાખા અમરેલી દ્વારા વાહન ચાલકો તથા પબ્‍લીકના માણસોને ટ્રાફિક જાગૃતિ અંગે પ્રશિક્ષણ, માર્ગદર્શન તેમજ ટ્રાફિકના નિયમોની જાણકારી આપવામાં આવી હતી અને ટ્રાફિક લગત નિયમો તથા ટ્રાફિક જાગૃતિ અંગેના પોસ્‍ટરો, પેમ્‍પ્‍લેટની વહેંચણી કરવામાં આવી. તેમજ વાહન ચાલકોને વાહનોમાં એર હોર્ન ન રાખવા તેમજ ડેઝીનિંગ લાઈટનો ઉપયોગ ન કરવો અને આર.ટી.ઓ.ના નિયમ મુજબ હોર્ન રાખવા વિગેરે ટ્રાફિક અંગેની સૂચનાઓ આપવામાં આવી. તેમજ ટ્રાફિકના નિયમો, ટ્રાફિક લગત રોડ ઉપર દર્શાવવામાં આવતીનિશાનીઓ, ડ્રાઈવરોની ફરજો તથા અકસ્‍માતના બનાવોમાં ઘટાડો કેવી રીતે લાવી શકાય વિગેરે બાબતે માર્ગદર્શન તથા પ્રશિક્ષણ આપ્‍યું. તેમજ કોઈ પણ વ્‍યકિતએ 18 વર્ષ પછી જ ડ્રાઈવીંગ લાયસન્‍સ મેળવીને જ વાહન ચલાવવું વિગેરે સૂચનાઓ આપવામાં આવી.


સાવરકુંડલાનાં કલ્‍યાણપુર ખાતે પશુઓ માટે પાણીનો અવેડો બન્‍યો

સાવરકુંડલા, તા.ર8

સાવરકુંડલા તાલુકાના કલ્‍યાણપુર ગામે ઢોરને પાણી પીવા માટે અવેડો બનાવવામાં આવેલ છે.

આ અંગેના મળતા અહેવાલ કે સાવરકુંડલા તાલુકાના કલ્‍યાણપુરગામે સાવરકુંડલા તાલુકા પંચાયત દ્વારા ઢોરને પાણી પીવા માટે અવેડા બનાવવામાં આવેલ છે. આ અવેડાની કામગીરી પૂર્ણ થતા સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રમુખ રાઘવજીભાઈ સાવલીયા, તાલુકા પંચાયતના સદસ્‍યા ચંદ્રિકાબેન સભાયા, ગોરધનભાઈ ડોબરીયા, જેન્‍તીભાઈ વિગેરે ગામજનો હાજર રહયા હતા.


સાવરકુંડલા મહિલા કોલેજ દ્વારા મોટા ઝીંઝુડા ખાતે એનએસએસ વાર્ષિક શિબિરનું આયોજન કરાયું

શ્રી નૂતન કેળવણી મંડળ સાવરકુંડલા સંચાલિત સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી સંલગ્ન શ્રીમતિ વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ સાવરકુંડલા તથા સૌરાષ્‍ટ્ર યુ્રનિવર્સિટી એન.એસ.એસ. વિભાગ રાજકોટ અને ગ્રામ પંચાયત તથા પ્રાથમિક શાળા મોટા ઝીંઝુડાનાં સંયુકત ઉપક્રમે સ્‍વચ્‍છ ગામ ભારત વિષય અંગે એનએસએસ વાર્ષિક શિબિરનું તા. ર7/1ર/18થી 1/1/19 સુધીનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેના ઉદઘાટન પ્રસંગે જે.એમ. તળાવીયા (ડિસ્‍ટ્રીકટ કો-ઓર્ડિનેટર, એનએસએસ અમરેલી) તેમજ પ્રાથમિક શાળાના પ્રિન્‍સીપાલ અમુલભાઈ રતનપરિયા, ગ્રામ પંચાયતના સભ્‍યો લીલાબેન નારાયણભાઈ ગુર્જરવાડિયા, જયાબેન મગનભાઈ નાગપરા, ગીતાબેન ગોવિંદભાઈ રાદડીયા, તેજલબેન પરેશભાઈ ગેડિયા, ગોવિંદભાઈ ધીરૂભાઈ રાદડીયા, દેવચંદભાઈ સવજીભાઈ ખુધાત, શાંતાબેન છનાભાઈ દુધાત, કેશુભાઈરણછોડભાઈ સુહાગીયા, જગદીશભાઈ કે. નિમાવત, નારણભાઈ ગુર્જરવાડિયા, છનાભાઈ સોમાભાઈ હેલૈયા, પરેશભાઈ ગેડિયા, શ્રી વિદ્યાગુરૂ ફાઉન્‍ડેશન સંચાલિતશ્રી લલ્‍લુભાઈ શેઠ આરોગ્‍ય મંદિરના ટ્રસ્‍ટી ભરતભાઈ જોશી, ગીતાબેન ભરતભાઈ જોશી, કોલેજના ઈન્‍ચાર્જ પ્રિન્‍સીપાલ ડી.એલ. ચાવડા, મહિલા કોલેજના પ્રો. કુરેશી, માય ગુજરાત ન્‍યુઝ ચેનલના ઓનર અને લીલીયા ટાઈમ્‍સના બ્‍યુરોચીફ યોગેશ ઉનડકટ અને મહિલા કોલેજના તમામ સ્‍ટાફ સહિતની ઉપસ્‍થિત રહી હતી. સર્વ મહાનુભાવો ઘ્‍વારા દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરી હતી અને પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ અને મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ ઘ્‍વારા સ્‍વાગત ગીત રજુ કરવામાં આવેલ. આ ઉપરાંત શ્રી લલ્‍લુભાઈ શેઠ આરોગ્‍ય મંદિરના સહયોગથી સર્વરોગ નિદાન કેમ્‍પ યોજાયો હતો. જેમાં મેડિકલ ઓફિસર દીપકભાઈ કાવઠીયા, ડો. કિરણ મોઢ, ડો. શ્રીરામ સોની, ડો. અરૂણ મિસ્‍ત્રી, ડો. હેમલબેન ધરાદેવ, ડો. રેણુકાબેન સોની, કુશાંગ ગોહેલ ફાર્માસિસ્‍ટ, મયુર વાળા ફાર્માસિસ્‍ટ અને મિતુલ નાયી રિસેપ્‍શનીશ સહિતે આ કેમ્‍પમાં સેવા આપી હતી. આ કેમ્‍પમાં મોટી સંખ્‍યામાં દર્દીઓએ લાભ લીધો હતો. સર્વરોગ નિદાન કેમ્‍પમાં દવા પણ સ્‍થળ પર જ વિનામૂલ્‍યે આપવામાં આવી હતી. ઉપસ્‍થિતો અને સર્વરોગ નિદાન કેમ્‍પમાં સેવા આપનાર શ્રી લલ્‍લુભાઈ શેઠઆરોગ્‍ય મંદિરના તમામ ડોકટરોનું પુષ્‍પગુચ્‍છ અને શાલ ઓઢાડી સન્‍માન કરેલ. એનએસએસ વાર્ષિક શિબિરમાં આરોગ્‍યલક્ષી કાર્યક્રમ, કાનૂની શિક્ષણ શિબિર, વ્‍યસનમુકિત જાગૃતિ, જીવનમૂલ્‍યો અંગેનું શિક્ષણ, બેટી બચાવો અભિયાન, ડેન્‍ગ્‍યુ, ચિકનગુનિયા, સ્‍વાઈન ફલુ અને જાગૃતિ, ચિત્ર સ્‍પર્ધા સહિતના કાર્યક્રમો યોજાશે. આ કેમ્‍પને સફળ બનાવવા માટે (પ્રોગ્રામ ઓફિસર અને એસએસ) ડો. રૂકશનાબેન કુરેશી, પ્રો. કે.બી. પટેલ કેમ્‍પ કો-ઓર્ડિનેટર અને પ્રિન્‍સીપાલ ડી.એલ. ચાવડા અને અંતુભાઈ બગડા સહિતે જહેમત ઉઠાવી છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. પ્રતિમાબેન શુકલ ઘ્‍વારા કરાયું હતું.


જાબાળની પ્રાથમિક શાળાનું ઈ-લોન્‍ચીંગ ખાતમુર્હૂત કરાયુ

મુખ્‍યમંત્રી વિજયભાઈ વરદ હસ્‍તે જાબાળ પ્રા.શાળાનું ઈ-લોન્‍ચીંગ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. શાળાનાં ખાતમૂહર્ત કાર્યક્રમનું જીવંત પ્રસારણ વંદે ગુજરાત ચેનલ પર નિહાળવા એસ.એમ.સી.સભ્‍યો, સરપંચ, ગ્રામ પંચાયતનાં સભ્‍યો, વાલીઓ, સર્વે ગ્રામજનો તથા શાળાગણે હાજર રહેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા સરપંચ ભુપેન્‍દ્રભાઈ ખુમાણ તેમજ એસ.એમ.સી. સભ્‍ય અને ગ્રામ પંચાયત સભ્‍ય યોગેશભાઈ ખુમાણ, સંજયભાઈ બરવાળીયા, કિશોરભાઈ ખુમાણ, હરેશભાઈ રંગપરીયા, જગુ મહારાજ, ઉપ સરપંચ ઉષાબેન શિરોયા, દિનેશભાઈ શિરોયાએ ભારેજહેમત કરી કાર્યક્રમની સુંદર વ્‍યવસ્‍થા કરેલ.