Main Menu

Friday, December 28th, 2018

 

રાજુલામાં બંધ રહેણાંક મકાનમાંથી તસ્‍કરોએ રૂા. 90 હજારની કરી ચોરી

 

રોકડ રૂા.6પ હજાર, રૂા.રપ હજારનાં દાગીનાની ઉઠાંતરી

અમરેલી, તા.ર7

રાજુલા ગામે આવેલ સરકારી ગોડાઉન પાછળના વિસ્‍તારમાં રહેતા સાજીદભાઈ મહમદભાઈ ચૌહાણના બંધ રહેણાંક મકાનમાં ગત તા.ર4ના રાત્રીના સમય દરમિયાન કોઈ અજાણ્‍યા તસ્‍કરોએ મકાનના દરવાજાનું તાળુ તોડી ઘરમાં પ્રવેશ કરી રૂમમાં રાખેલ કબાટમાંથી રોકડા રૂા. 6પ હજાર તથા સોનાના દાગીના રૂા.રપ હજારના મળી કુલ રૂા.90 હજારના મુદામાલની ચોરી કરી લઈગયાની ફરિયાદ રાજુલા પોલીસમાં નોંધાવી છે.


ખાંભામાં યુવકે માનસિક બીમારીથી કંટાળી અગ્નિસ્‍નાન કર્યું

ખાંભામાં યુવકે માનસિક બીમારીથી કંટાળી અગ્નિસ્‍નાન કર્યું

સારવાર માટે દવાખાને ખસેડાતા મોત નિપજયું

અમરેલી, તા.ર7

ખાંભા ગામે આવેલ ભગવતીપરામાં રહેતા મનુભાઈ રામજીભાઈ રાઠોડ નામના 40 વર્ષીય યુવકને છેલ્‍લા 10 વર્ષથી માનસિક બીમારી હોય, આ બીમારીથી કંટાળી જઈ પોતાની મેળે શરીરે કેરોસીન છાંટી લઈ દિવાસળી ચાંપી દેતા તેમને સારવાર માટે દવાખાને ખસેડાયેલ જયાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજયાનું ખાંભા પોલીસમાં પ્રવિણભાઈ રામજીભાઈ રાઠોડે જાહેર કર્યું છે.


અમરેલી જિલ્‍લાની તમામ શાળાઓમાં ઠંડીનાં કારણે સવારનો સમય મોડો કરો

એનએસયુઆઈ અને યુવક કોંગ્રેસે કરી માંગ

અમરેલી જિલ્‍લાની તમામ શાળાઓમાં ઠંડીનાં કારણે સવારનો સમય મોડો કરો

જિલ્‍લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવ્‍યું

અમરેલી, તા. ર7

અમરેલી જિલ્‍લા એનએસયુઆઈ અને યુવક કોંગ્રેસનાં મહામંત્રી અનવરભાઈ આહીર, મંત્રી હરપાલસિંહ બારડ વિગેરે યુવાઓએ પ્રાથમિક શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવેલ છે.

આવેદનપત્રમાં જણાવેલ છે કે, હાલમાં શિયાળાનો સમય હોય તમામ સ્‍કૂલમાં શિયાળાની કાતીલ ઠંડીમાં સ્‍કૂલના અભ્‍યાસનો સમય વહેલી સવારે 7:00 વાગ્‍યાનો હોય જે બાળકોને ખુબ જ કષ્‍ટદાયક છે.        બાળકોને સ્‍કૂલે જવા માટે સવારે 6:00 વાગ્‍યે ઉઠવુંપડે છે. આ ઉપરાંત  શિયાળાનાં સમયગાળા દરમ્‍યાન સૂર્યોદય પણ મોડો થતો હોય છે. જેના કારણે બાળકોને વહેલા ઉઠવું તે એક સમસ્‍યારૂપ હોય છે. વહેલા ઉઠાડતા મુડલેસ બની જાય છે અને અભ્‍યાસમાં ઘ્‍યાન આપી શકતા નથી. યુરોપીય દેશો તથા ઉતર દક્ષિણ ગોળાર્ધનાં દેશોમાં પણ ઘડીયાળનો કાંટો વર્ષમાં છ મહીને બદલવામાં આવે છે જેનું કારણ પણ શિયાળો છે.

અત્‍યારે ગુજરાત સરકારે ભાર વગરનાં ભણતર એવા સુત્ર સાથે શિક્ષણ જગતમાં સુધારાઓ દાખલ કર્યા છે. ત્‍યારે વહેલી સવારે મોટા મોટા ભારે સ્‍વેટર અને વજનદાર સ્‍કૂલ બેગ પીઠ પાછળ લટકાડીને જાય છે. ત્‍યારે આ વજનમાં ઠંડીથી બચવા માટે કાનપટ્ટી પણ જાળવી શકતા નથી. અમરેલીની ખ્‍યાતનામ સ્‍કૂલો ઉપરાંતની તમામ સરકારી સ્‍કૂલોમાં અભ્‍યાસનો સમય સવારે 7:00 વાગ્‍યાનો છે. જેનો ભાર નાના ભૂલકાઓ ઉપરાંત તેમના માતા પિતા ઉપર પણ આવી પડયો છે.

શિયાળાના સમયમાં વહેલી સવારે અંધારુ હોય ખૂબ જ ઠંડો પવન હોય નાના બાળકોએ પોતાના ઘરથી સ્‍કૂલે જવા માટે બસ સીવાયની ખુલ્‍લી છકડો રીક્ષામાં પણ અભ્‍યાસ કરવા જવું પડે છે. તો આવા સંજોગોમાં બાળકોનાં આરોગ્‍ય માટે નુકશાનકારક હોય છે.

આ ઉપરાંત કે.જી. વિભાગમાં અભ્‍યાસ કરતા બાળકોની ઉંમર ખુબ જ નાની હોય તેઓનું શારીરીક બંધારણ પણ મોસમમાં થતાફેરફારને સહન કરી શકે એવુ હોતુ નથી. ઘણી વખત તેઓને આના કારણે શરદી, તાવ, વાયરલ ઈન્‍ફેકશન,ન્‍યુમોનીયા જેવા ગંભીર રોગોની બીમારી લાગુ પણ પડી જાય છે. જેના કારણે બાળકોનાં અભ્‍યાસ પણ બગડે છે.

ઉપરોકત બાબતોની અસંખ્‍ય વાલીઓ ર્ેારા રજૂઆતો આવેલી હોય તો આવા વાલીઓની લાગણીઓને માન આપીને અમરેલી જિલ્‍લાની તમામ ખાનગી અને સરકારી સ્‍કૂલોનો સમય વહેલી સવારનો છે. તેમનો સમય મોડો કરવા અંતમાં એનએસયુઆઈ અને યુવક કોંગ્રેસ ર્ેારા માંગ કરવામાં આવી છે.


દામનગર શહેર સિનિયર સીટીઝન ટ્રસ્‍ટ આયોજિત નેત્રયજ્ઞ યોજાયો  

રાજકોટ સ્‍થિત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્‍ટ સંચાલિત હોસ્‍પિટલના તબીબી સ્‍ટાફના સહયોગથી યોજાયેલ નેત્રયજ્ઞમાં 40 દર્દી નારાયણોને નેત્રમણી આરોપણ સાથે સંપૂર્ણ મફત મોતિયાના ઓપરેશન માટે લઈ જવામાં આવ્‍યા. દામનગર શહેરી અને ગ્રામ્‍ય વિસ્‍તારો માટે આશિર્વાદ રૂપ કાર્ય કરતી વૃઘ્‍ધોની સંસ્‍થા સિનિયર સીટીઝન દ્વારા દર માસના છેલ્‍લા બુધવારે દામનગર ખાતે નેત્રયજ્ઞનું આયોજન કરાય છે.


ચિત્રાસરમાં સાયકલોન સેન્‍ટરનું મકાન બનાવવામાં ભ્રષ્‍ટાચાર

હે રામ : ભ્રષ્‍ટાચાર નામની બલાથી છુટકારો થતો જ નથી

ચિત્રાસરમાં સાયકલોન સેન્‍ટરનું મકાન બનાવવામાં ભ્રષ્‍ટાચાર

રૂપિયા 7 કરોડનાં ખર્ચે તૈયાર થઈ રહેલ મકાનનાં બાંધકામમાં નિયમોનો ઉલાળીયાનો આક્ષેપ

વાવાઝોડા કે અતિવૃષ્‍ટિ કે અન્‍ય કોઈ આફતથી બચવા માટે બનાવાતા મકાનનાં બાંધકામમાં નિયમોનો ઉલાળીયો

અમરેલી, તા. ર7

રાજયનાં મુખ્‍યમંત્રી વિજય રૂપાણી ભલે ભ્રષ્‍ટાચારમાં મહેસુલ અને ગૃહ વિભાગને આગળ ધરતાં હોય રાજયમાં માર્ગ-મકાન વિભાગમાં પણ સરસ મજાનો ભ્રષ્‍ટાચાર ચાલી રહૃાો છે તેની વિગતો છાશવારે પ્રકાશમાં આવતી હોય છે.

દરમિયાનમાં જાફરાબાદનાં ચિત્રાસર ખાતે વરસાદ, વાવાઝોડા સહિતનાં આકસ્‍મીક તોફાનથી રક્ષણ મળી રહે તે માટે સાયકલોન સેન્‍ટરનું મકાન બનાવવામાં આવી રહૃાું છે જે માટે જનતા જનાર્દનનાં પરસેવાનાં રૂપિયા 7 કરોડનો ખર્ચ થવાનો છે.

કુદરતી આફતની તમામ વિગતો જે મકાનમાંથી મળવાની છે તે મકાનનું જ બાંધકામ નબળુ થતું હોય મામલો અતિ સંવેદનશીલ હોય રાજયનાં તકેદારી આયોગ કે મુખ્‍યમંત્રી કાર્યાલય ઘ્‍વારા સમગ્ર બાંધકામની તટસ્‍થ તપાસ કરવામાં આવે તેવી માંગ સમસ્‍ત ગામજનો કરી  રહૃાા છે.


અમરેલીનાં પાણીયા ગામની સીમમાંથીવિદેશી દારૂ, કાર સહિતનો મુદ્યામાલ કબ્‍જે કરાયો

પોલીસ અધિક્ષકની સૂચનાથી ક્રાઈમ બ્રાન્‍ચે લાખો રૂપિયાનો મુદ્યામાલ કબ્‍જે કર્યો

અમરેલીનાં પાણીયા ગામની સીમમાંથીવિદેશી દારૂ, કાર સહિતનો મુદ્યામાલ કબ્‍જે કરાયો

31 ડિસેમ્‍બરની ઉજવણી માટે દારૂનો મોટો જથ્‍થો મંગાવાયો હતો

અમરેલી, તા. ર7

31મી ડીસેમ્‍બર તથા નવા વર્ષની ઉજવણીનાં બહાને યુવા-ધનમાં દારૂનું દુષણ વધવા પામેલ હોય આવા તહેવારો નિમીતે વિદેશી દારૂનો સ્‍ટોક કરી બુટલેગરો ર્ેારા ગે.કા. રીતે ઉંચા ભાવે દારૂનું વેચાણ કરવાનું આગોતરૂં આયોજન થતું હોય છે. અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાય ર્ેારા અમરેલી જીલ્‍લામાંથી દારૂની બદી દુર કરવા અને વ્‍યસન મુકત રીતે તહેવારોની ઉજવણી થાય તે માટે જીલ્‍લામાં ખાસ ડ્રાઈવનું આયોજન કરી પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતાં ઈસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઈડો કરી કડક કાર્યવાહી કરવા સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. ઈન્‍ચાર્જ પો.ઈન્‍સ. ડી. કે. વાઘેલા તથા એલસીબી ટીમે અમરેલી તાલુકાનાં પાણીયા ગામની સીમમાંથી 31મી ડીસેમ્‍બરની ઉજવણી માટે મંગાવવામાં આવેલ ભારતીય બનાવટનાં વિદેશી દારૂનો મોટોજથ્‍થો સગેવગે થાય તે પહેલા જ છાપો મારી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્‍થો તેમજ દારૂની હેરા-ફેરી માટે ઉપયોગમાં લેવાતા વાહનો પકડી પાડેલ છે.

ગઈ રાત્રિના બાતમી રાહે હકીકત મળેલ કે, વનરાજ રાણીંગભાઈ હુદડ, રહે. પાણીયા, પાણીયા ગામની સીમમાં આવેલપોતાની વાડીએ બહારથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંગાવી આ વિદેશી દારૂનો જથ્‍થો ગે.કા. વગર પાસ પરમીટે પોતાની વાડીમાં આવેલ ઓરડીમાં રાખી દારૂના ધંધાર્થીઓને સપ્‍લાય કરે છે તેમજ પોતાના મો.સા. ઉપર આ વિદેશી દારૂની ડિલીવરી આપવા જાય છે. તેવી ચોક્કસ બાતમી મળેલ હોય બાતમી વાળી જગ્‍યાએ રેઈડ કરતાં ભારતીય બનાવટનાં વિદેશી દારૂના મોટા જથ્‍થાનું કટીંગ થાય તે પહેલા જ છાપો મારી દારૂની હેરા-ફેરી કરવા આવેલ વાહનો તેમજ ભારતીય બનાવટનાં વિદેશી દારૂનો મોટો જથ્‍થો પકડી પાડેલ છે. રેઈડ દરમ્‍યાન આરોપપી વનરાજ રાણીંગભાઈ હુદડ તથા વાહનોનાં ચાલક ઈસમો અંધારાનો લાભ લઈ નાસી છુટેલ.

પકડાયેલ મુદ્યામાલ : (1) જુદી જુદી બ્રાન્‍ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ નંગ-પ01, કિં.રૂા. 1,પ0,300 (ર) ટોયોટા ઈનોવા કાર રજી.નંબર જી.જે.11.એબી.4670, કિં.રૂા.8,00,000 (3) હૃાુન્‍ડાઈ એસેન્‍ટ કાર રજી.નંબર જી.જે.9.એમ. 4100 કિ.રૂા.1,પ0,000 (4)ટાટા ઈન્‍ડીકા વિસ્‍ટા કાર રજી. નંબર જી.જે.01.કેઆર.73ર9, કિં.રૂા.1,પ0,000 (પ) વેગન આર કાર રજી.નંબર જી.જે.ર3.એ. 8147, કિં.રૂા. 1,00,000 (6) મહિન્‍દ્રા કેયુવી 100 કાર રજી.નંબર જી.જે.03.6146, કિં.રૂા. 3,00,000 (7) એક હીરો સ્‍પ્‍લેન્‍ડર પ્‍લસ મો.સા. રજી. નંબર જી.જે.14 પી.પપ81કિં.રૂા.ર0,000 (8) મોબાઈલ ફોન નંગ-4, કિં.રૂા. 1ર,000 મળી કુલ કિં.રૂા. 16,8ર,300 નો મુદ્યામાલ.

ઉપરોકત વિગતેનો મુદ્યામાલ કબજે કરી વાડી માલિક વનરાજ રાણીંગભાઈ હુદડ, તથા પકડાયેલ વાહનોનાં ચાલક/માલિક સામે પ્રોહિબીશન ધારા તળે ધોરણસર કાર્યવાહી કરી મુદ્યામાલ અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે. અને નાસી જનાર આરોપીઓને હસ્‍તગત કરવા તજવીજ હાથ ધરેલ.


આર.બી.આઈ.ના નવનિયુકત ગર્વનર શશીકાંત દાસ સાથે નાફસ્‍કોબના ચેરમેન દિલીપ સંઘાણીની મીટીંગ યોજાઈ

અમરેલી, તા.ર7

સહકારી ક્ષેત્ર અને બેકીંગ ક્ષેત્રના તાલમેળ સથે અરસ – પરસની કામગીરી સરળ અને વધુ પ્રજાભીમુખ કરવાના પ્રયાસ અને ચર્ચા વિચારણા સાથે આર.બી.આઈ.ના નવનિયુકત ગર્વનર શશીકાંત દાસ સાથે નાફસ્‍કોબના ચેરમેન દિલીપ સંઘાણીની મીટીંગ યોજાઈ જેમાં અર્બન કો.ઓપરેટીવ બેંક તથા રાજય સહકારી બેંકના પ્રતિનિધિઓએ ઉપસ્‍થિત રહીને ભાગ લીધો હતો.

સીમથી શહેર સુધી વિસ્‍તરેલ સહકારી પ્રવૃતિને બેંક સેવાઓ પણ સરળ રીતે પહોંચી શકે, વિવિધ યોજનાઓની જાણકારી અને લાભો પ્રાપ્‍ત થાય તે માટે બન્‍ને ક્ષેત્રની કામગીરીમાં આવશ્‍યક તાલમેળ સાધવા સહિત વહીવટી સરળતાઓની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ખેતિપ્રધાન દેશ માટે સહકારી પ્રવૃતિ આર્થીક ઉપાર્જનનું મુખ્‍ય પાસુ હોઈ,કેટલાક વિશેષ મુદ્‌ાઓ પર ભાર આપવામાં આવ્‍યો હોવાનું કાર્યાલયની યાદીમાં જણાવાયેલ છે.


અમરેલી જિલ્‍લા બેન્‍કનું નાબાર્ડ ર્ેારા ઇન્‍સ્‍પેકશન  

ગ્રાહકોને લાભકારક વિવિધ યોજનાઓ અને કાર્યપઘ્‍ધતિથી નમુનેદાર ગણાતી અમરેલી જિલ્‍લા બેંકનું નાબાર્ડ ર્ેારા રીઝનલ મેનેજર કુલકર્ણી અને આસી. મેનેજર મહેન્‍દ્ર દુદી ઈન્‍સ્‍પેકશન ચાલી રહેલ હોઈ, જેઓએ બેંકની સુંદરકામગીરીને બિરદાવી વધુ સારી રીતે આગળ ધપવા ઉપયોગી સૂચનો કર્યા હતા. નાબાર્ડના અધિકારીઓ સાથે યોજાયેલ મીટીંગમાં જિલ્‍લા બેંકના એમ.ડી. સી. એન. સંઘાણી, જનરલ મેનેજર-સી.ઈ.ઓ. બી. એસ. કોઠીયા, એડી. મેનેજર અશોકભાઈ ગોંડલીયા, વિભાગીય મેનેજરો તથા અધિકારીગણ ઉપસ્‍થિત રહેલ બેકીંગ સેવાઓ ખેડૂતો અને લાભાર્થીઓ સુધી વધુમાં વધુ કેવી રીતે પહોંચી શકે તે માટે ચર્ચા કરવામાં આવેલ. નાબાર્ડ ર્ેારા બેંકની કામગીરીને બિરદાવવા સાથે સંતોષ વ્‍યકત કરવામાં આવેલ, અત્રે ઉલ્‍લેખનીય છે કે ચેરમેન દિલીપ સંઘાણી ર્ેારા કીસાન ક્રેડીટ કાર્ડની યોજના અને અમલવારી એટલી સફળ નિવડી કે ભારત સરકારે સમગ્ર દેશમાં આ યોજનાની પેટન અમલી બનાવી.


વડિયામાં પ્રમુખસ્‍વામી મહારાજનો જન્‍મ જયંતિ મહોત્‍સવ ઉજવાયો

વડિયાનાં સુરગપરા વિસ્‍તારમાં આવેલ સ્‍વામિનારાયણ બીએપીએસ મંદિર ખાતે પરમ પૂજય પ્રમુખસ્‍વામી મહારાજનાં આશીર્વાદ તેમજ પૂજય મહંત સ્‍વામી મહારાજની પ્રેરણાથી વડિયા સ્‍વામી નારાયણ મંદિર ખાતે ભવ્‍ય શાકોત્‍સવ તેમજ પરમ પૂજય પ્રમુખસ્‍વામી મહારાજની પ્રતિક જન્‍મ જયંતિ ખુબજ ધામધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં મહા પૂજા અન્‍નકૂટ દર્શન સત્‍સંગ સભા મહાપ્રસાદ જેવા અનેક કાર્યક્રમો યોજવામાં આવ્‍યા હતા જેમાં વડિયા બીએપીએસ સ્‍વામિનારાયણ મંદિર ભવાની ચોક વડિયા તેમજ સત્‍સંગ મંડળ ર્ેારા કરવામાં આવેલ.


ચલાલા ખાતે પાલિકા દ્વારા દાનેવ સોસાયટીને જોડતા પુલનો ખાતમુર્હુત કાર્યક્રમ યોજાયો

ચલાલા દાનેવ સોસાયટી ખાતે નગરપાલિકા દ્વારા દાનેવ સોસાયટીને જોડતા પુલનું ખાતમુર્હુત અને વોર્ડ નં.-6માં વસતા છુટક ધંધાર્થી પરિવારોને સરકાર માન્‍ય બિઝનેસ ફેરીયાના ઓળખ કાર્ડ વિતરણ કાર્યક્રમનું નગરપાલિકા તમારે દ્વાર કાર્યક્રમનું ભવ્‍ય આયોજન કરવામાં આવેલ. જેમાં વિશાળ સંખ્‍યામાં લોકો જોડાયેલ હતા. આ કાર્યક્રમ સોસાયટીને જોડતા પુલ, રોડ-રસ્‍તાઓ અને છુટક ધંધાર્થીઓના બિઝનેસ ફેરીના સરકાર માન્‍ય ઓળખ કાર્ડ વિતરણ અંગે ભાજપના અને ક્ષત્રિય સમાજના આગેવાન દિલુભાઈ     વાળા દ્વારા સતત છેલ્‍લા 10 વર્ષથી રજૂઆતો કરતા રહયા છે. જેને ઘ્‍યાને લઈ સમગ્ર કાર્યક્રમનું આયોજન નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમના અઘ્‍યક્ષ સ્‍થાને અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા રહયા હતા. જેઓએ કેન્‍દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા લોકાભિમુખ કાર્યોની છણાવટ કરી હતી. દરમિયાન સાથે જિલ્‍લા ભાજપના મહામંત્રી કૌશિકભાઈ વેકરીયા, જિલ્‍લા ભાજપના અગ્રણી ભરતભાઈ વેકરીયા તેમજનગરપાલિકાના પ્રમુખ હિંમતભાઈ દોંગા, ઉપપ્રમુખ અનિરૂઘ્‍ધભાઈ વાળા તથા ભાજપ અગ્રણી દિલુભાઈ વાળા, શહેર ભાજપ પ્રમુખ મનસુખભાઈ ગેડીયા, ભાજપ અગ્રણી બિચ્‍છુભાઈ માલા, જિલ્‍લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ પ્રકાશભાઈ કારીયા, ચલાલા ભાજપ ઉપપ્રમુખ શિવરાજભાઈ વાળા, જાગૃત કાર્યકર અશોકભાઈ કાથરોટીયા અને ચલાલા મહાજનના અગ્રણીઓ મહેન્‍દ્રભાઈ સાદરાણી, દિનુભાઈ ચંદારાણા, પ્રેમજીભાઈ નથવાણી, ચીમનભાઈ વિઠલાણી ઉપરાંત નગરપાલિકાના તમામ સદસ્‍યો, નગરપાલિકા સ્‍ટાફ તેમજ ભાજપના તમામ નાના-મોટા કાર્યકર્તા આ કાર્યક્રમમાં જોડાયા હતા.


28-12-2018