Main Menu

Thursday, December 6th, 2018

 

જીએચસીએલ કંપનીની લીઝ રીન્‍યુ કરાતાં રોષનો માહોલ

રાજુલા પંથકની જનતાની વ્‍યાજબી માંગની અવગણના કરીને

જીએચસીએલ કંપનીની લીઝ રીન્‍યુ કરાતાં રોષનો માહોલ

મીઠાનાં અગરોને લીધે હજારો એકર ખેતીની જમીન ફળદ્રુપતા ગુમાવી રહી છે

મહિનાઓ સુધી અનેક ગામજનોએ કંપની સામે આંદોલન કર્યુ તો પરિણામ શુન્‍ય

રાજુલા, તા. પ

રાજુલા તાલુકામાં આવેલ જીએચસીએલ કંપનીએ જાણે કે આખો તાલુકો ખરીદી લીધો હોય તે રીતે ભેરાઈ, પીપાવાવ, કથીવદર, ખેરા, ચાંચબંદર વિસ્‍તારોમાં હજારો એકર જમીનમાં ખારા પાણીનાં તળાવો ભરી રાખીને મીઠાનું ઉત્‍પાદન હજારો ટનમાં કરે છે. અને કરોડો રૂપિયાની કમાણી રાજુલા તાલુકામાંથી કરી રહેલ હોવાનું જાણવા મળેલ છે. આ જીએચસીએલ કંપની ઘ્‍વારા જે ખારા પાણીના તળાવો ભરી રાખવામાં આવે છે તેના કારણે આજુબાજુના તમામ ગામોના તળનાં પાણી ખારા થઈ ગયા છે અને આ ખારાપાણી થઈ જવાને કારણે      ખેડૂતોને ખેતી ઉપર ખૂબ વિપરીત અસર થવાને કારણે લાખો રૂપિયાનું નુકશાન થયેલ છે.

જયારે બીજી બાજુ હજારો એકર જમીનમાં જીએચસીએલ ઘ્‍વારા મીઠાનું ઉત્‍પાદન કરવામાં આવે છે. ત્‍યારે આજથી થોડા વર્ષો પહેલાં ખૂબ જ પ્રમાણમાં રોજગારી મળતી હતી પરંતુ છેલ્‍લા વર્ષોમાં જીએચસીએલ કંપની ઘ્‍વારા આધુનિકતાના સોહામણા નામ તળે ઓછામાં ઓછા 10 હજાર લોકોનીરોજગારી છીનવી લઈને મોટા માથાઓ સાથે કોન્‍ટ્રાકટોની સાંઠગાંઠ કરીને તેમજ સરકારી બાબુઓ મલાઈ આપીને પોતાની મનમાની કરીને જેસીબી અને ટ્રેકટરો અને મોટા મહાકાય મશીનો ઘ્‍વારા મીઠાનું ઉત્‍પાદન કરવામાં આવતા આ વિસ્‍તારના અગરોમાં કામ કરતા અગરીયાઓને રોજગારી મેળવવા માટે છેક ભરૂચ, દહેજ તેમજ કચ્‍છના વિસ્‍તારોમાં જવું પડે છે. જે અંગેની રજુઆતો મામલતદાર કચેરીમાં, નાયબ કલેકટરમાં અને સરકારમાં અનેકવાર કરવામાં આવેલ અને જે તે સમયે આ જીએચસીએલ કંપનીને શરતભંગની નોટીસ પણ આપેલ હતી. પરંતુ નોટીસો આપ્‍યા બાદ બધું જ ભીનું સંકેલાઈ ગયું.

જો અવાર-નવારની રજુઆતોના કારણે જીએચસીએલ કંપની લીઝ ર013માં પુરી થઈ ગયેલ હતી જેને જે તે સરકારના અધિકારીઓ ઘ્‍વારા ર018 સુધી અટકાવી દેવામાં આવેલ. પરંતુ ર018માં જીએચસીએલ કંપની સામે ગેરરીતિ અને દબાણોની ફરિયાદ સાથે આંદોલન થતાં ગુજરાત સરકારના સરકારી બાબુઓ ઘ્‍વારા લીઝ કેન્‍સલ કરવાને બદલે 30 વર્ષના ભાડાપટ્ટે લીઝ રીન્‍યુ કરી દેવાતા આ સરકાર ખરેખર ઉદ્યોગપતિઓની છે તે સાબિત કરી દેવામાં આવ્‍યું. એક તરફ નાના ખેડૂતો કે નાના માણસો થોડીઅમથી ભુલ કરે તો સરકારના અધિકારીઓ ઘ્‍વારા કાયદાનો ડંડો ઉગામીને લોકોને હેરાન પરેશાન કરવામાં આવે છે. ત્‍યારેર013થી રીન્‍યુ નહી થયેલ આ જીએચસીએલ કંપનીની જમીન એવું તે શું થયું કે તાત્‍કાલીક 30 વર્ષના પટ્ટે સરકારે રીન્‍યુ કરી દીધી કે પછી આમાં કોઈ સાચુ-ખોટું થયું છે ? તેવા વેધક સવાલો લોકોમાંથી ઉઠી રહેલ છે. અને આમાં મોટું કૌભાંડ હોવાનું અને આ સમગ્ર લીઝ રીન્‍યુ પ્રકરણ તપાસ કરવામાં આવે તેવી માંગ પણ લોકોમાંથી ઉઠેલ છે. અને આ અંગેની ફરિયાદ તકેદારી આયોગમાં કરવામાં આવનાર હોવાનું જાણવા મેળલ છે.


ભૈવાહ : ડુંગરનાં પીએસઆઈ અને સ્‍ટાફે વિદ્યાર્થીઓનાં હિતમાં મહત્ત્યવની કામગીરી કરી

આ પ્રકારના કાર્યોથી જ પ્રજા પોલીસની મિત્ર બની જાય છે

ભૈવાહ : ડુંગરનાં પીએસઆઈ અને સ્‍ટાફે વિદ્યાર્થીઓનાં હિતમાં મહત્ત્યવની કામગીરી કરી

ખાનગી બસમાં ગ્રામ્‍ય વિદ્યાર્થીઓને ઘર સુધી પહોંચાડયા

ડુંગર, તા.પ

ડુંગર જે.એન.મહેતા હાઈસ્‍કુલમાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓ કાયમી માટે માંડળ, મોરંગી, મસુદડા, મોભીયાણા,               ડોળીયા, છાપરી, વિકટર, ડુંગરપરડા, સાજણવાવ, રીંગણીયાળા, રાજપરડા જેવા અનેક ગામોમાંથી અપડાઉન કરે છે. પરંતુ આ વિદ્યાર્થીઓ કાયમી માટે એસ.ટી.ની સુવિદ્યા ન હોવાને કારણે રખડતા-ભટકતા પોતાના ઘરે પહોંચતા હોય છે. ત્‍યારે હાલમાં  શિયાળાને કારણે વહેલા સાંજ પડી જવાથી પાંચ વાગે સ્‍કૂલેથી રજા પડયા પછી અનેક પ્રાઈવેટ વાહનોને હાથ ઉંચા કરવા છતાં ઉભા નહીરહેતા નિરાશ થઈ વિદ્યાર્થીનીઓનું ટોળુ ડુંગર પોલીસ સ્‍ટેશને ઘસી આવેલ અને રજુઆત કરેલ કે સાંજ પડી જવા છતાં કોઈપણ વાહનવાળા અમોને બેસાડતા નથી. જેની રજુઆત પીએસઆઈ વી.વી. પંડયા ઘ્‍યાનથી સાંભળી પોલીસ કોન્‍સ્‍ટેબલ પલ્‍લવીબેન હડીયાને બાળકોની મદદ માટે કહેલ જેથી પલ્‍લવીબેને તત્‍કાળ પ્રાઈવેટ લકઝરી બસ ઉભી રખાવી તમામ વિદ્યાર્થીર્નીઓને બેસાડેલ આ બનાવથી વિદ્યાથીઓમાં પોલીસ પ્રત્‍યે પ્રેમની લાગણી ઉદભવેલ અને ડર ઓછો થયેલ. વિદ્યાથીઓનો એક દિવસનો પ્રશ્‍નનો ઉકેલાઈ જવા પામેલ પરંતુ હવે પછીના દિવસોમાં પણ વિદ્યાર્થીઓની આજ રીતે પોલીસ મદદ કરશેકે કેમ ?

અમરેલી જિલ્‍લા એસ.ટી. વિભાગ દ્વારા ડુંગર ગામનાં વિદ્યાર્થીઓ માટે રાજુલા – મહુવા એસ.ટી.બસ સાંજના સમયે ચાલુ કરવામાં આવે તેવી માંગ ડુંગર ભભયંગ મુસ્‍લિમ એજયુકેશન ગૃપભભ દ્વારા ઉઠવા પામેલ છે. જો કે આ પહેલા પણ ધારાસભ્‍ય દ્વારા એસ.ટી. વિભાગને આ અંગે રજુઆત કરાઈ છે. જેનું હજુ સુધી નિકાલ આવેલ નથી. જેથી તંત્ર દ્વારા જેમ બને તેમ તત્‍કાલ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.


બગસરામાં ર31 મકાનો બનાવવા મંજૂરી મળતા લાભાર્થીઓમાં ખુશી છવાઈ

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત

બગસરામાં ર31 મકાનો બનાવવા મંજૂરી મળતા લાભાર્થીઓમાં ખુશી છવાઈ

પાલિકા પ્રમુખ ચંપાબેન બઢીયા, ઉપપ્રમુખ નિતેષ ડોડીઆ સહિત ભાજપની ટીમને લાભાર્થીઓ તરફથી અભિનંદન

બગસરા, તા.પ

કેન્‍દ્રની નરેન્‍દ્ર મોદી સરકાર તેમજ રાજયના મુખ્‍યમંત્રી વિજય રૂપાણીની ભાજપ સરકાર દ્વારા ગરીબ પરિવારોને ઘરના મકાન યોજના અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજનામાં શહેરના ર31 લાભાર્થીઓના ફોર્મ મંજૂર થતા શહેરમાં ખુશીની લહેર દેખાઈ રહી છે. આ યોજનામાં માલિકીના પ્‍લોટ કે કાચા મકાનનીજગ્‍યાએ રૂા. 3.પ0 લાખની સહાય લાભાર્થીઓને મળવાની છે. ત્‍યારે નગરપાલિકા સરકાર તથા આ અંગેની એજન્‍સી વચ્‍ચે કરાર કરી પુરાવાઓ સરકારમાં નગરપાલિકાના પ્રમુખ ચંપાબેન બઢીયા, ઉપપ્રમુખ નિતેષભાઈ ડોડીઆ, શહેર ભાજપ પ્રમુખ એ.વી. રીબડીયા, ભુપતભાઈ ઉનાવા, ચીફ ઓફિસર તથા ટાઉન પ્‍લાનીંગ શાખા સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી લાભાર્થીઓને લાભ મળે તે માટે કરેલ કાર્યવાહીને લાભાર્થીઓએ અભિનંદન પાઠવેલ છે. આમ સરકારના માર્ગદર્શન મુજબ ટૂંક સમયમાં લાભાર્થીઓના મકાન બનાવવાની શરૂઆત કરવામાં આવશે જેથી લાભાર્થીઓમાં ખુશી વ્‍યાપી છે.


અમરેલીનાં લાઠી માર્ગ પર ઉદ્યોગોને માર્ગ, ગટર, સફાઈ અને પાણી જેવી પ્રાથમિક સુવિધા આપો

અનેક ઉદ્યોગપતિઓએ કલેકટરને રજુઆત કરી

અમરેલીનાં લાઠી માર્ગ પર ઉદ્યોગોને માર્ગ, ગટર, સફાઈ અને પાણી જેવી પ્રાથમિક સુવિધા આપો

પાલિકા દ્વારા કોઈપણ પ્રકારની સુવિધા આપવામાં આવતી નથી ને કરવેરાની નોટીસ પાઠવી

ઉદ્યોગપતિઓએ સુવિધા મળે તો કરવેરા ભરવાની ખાત્રી પણ આપી

અમરેલી, તા. પ

અમરેલીનાં લાઠી માર્ગ પર આવેલ ઔદ્યોગિક વિસ્‍તારને પાયાની સુવિધાઓ મળતી ન હોય આ વિસ્‍તારનો સમાવેશ પાલિકા હદમાં કરવામાં આવ્‍યો હોય પાલિકાએ કરવેરાની નોટીસ પાઠવતાં આશ્ચર્ય ફેલાયું છે.

આ અંગે આ વિસ્‍તારનાં નાના-મોટા ઉદ્યોગપતિએ કલેકટરને આવેદનપત્ર પાઠવેલ છે. જેમાં જણાવેલ છે કે, અમરેલીનગરપાલિકા ઘ્‍વારા હદ વધારવામાં આવેલ છે જે આવકારદાયક છે. તાજેતરમાં લાઠી રોડની તમામ ઈન્‍ડસ્‍ટ્રીજને વેરા આપવામાં આવેલ છે અમો વેરા ભરવા પણ સમંત છીએ.

અમારી માંગણી છે કે, અમારી ઈન્‍ડસ્‍ટીજ ફેકટરીના વિસ્‍તાર મોટા હોય ઘણા મજુરો હોય અમને પ્રાથમિક સુવિધા આપવામાં આવેલ નથી. પાણીની સમસ્‍યા ખૂબ જ મોટી છે. તેમજ અમરેલી શહેર ફરતે સ્‍ટ્રીટ લાઈટ ફિટ કરવામાં આવેલ છે ફકત લાઠી રોડ ઉપર બાયપાસથી આગળ નથી. અમારી નમ્ર અરજ છે કે અમોને પ્રાથમિક સુવિધા જેવી કે રોડ, રસ્‍તા, ગટર, સ્‍ટ્રીટ લાઈટ અને પાણીની સુવિધા આપ્‍યા બાદ વેરા વસુલાત કરવામાં આવે તેમ અંતમાં          જણાવેલ છે.


તોરીમાં બોલાવવામાં આવેલ ગ્રામસભાને લઈને વિવાદ શરૂ

વડીયા, તા.પ

તોરી ગામે આજે રોજ સરકાર તરફથી સરકારી નિયમ મુજબ સરકારના પરિપત્ર મુજબ ગ્રામસભા બોલાવવાની હતી અને થયેલ વિકાસ કામો અને જરૂરી વિકાસ કામો અને ગામનો વિકાસ અને સુવિદ્યા બાબત ચર્ચા વિચારણા માટેની હોય પરંતુ હાલના સરપંચ પતિએ નિયમોનો ઉલાળીયો કરીને ગ્રામપંચયતના ઉપસરપંચ તથા અન્‍ય ચાર સભ્‍યોને એજન્‍ડા કે કોઈપણ પ્રકારની જાણ ન કરી પોતાનું મનમાન્‍યું કરેલ અને ગામના લોકોને પણ જાણકર્યા વગર ગામ સભા બોલાવેલ જેની જાણ ઉપસરપંચે અને અન્‍ય ગ્રામપંચાયતા સભ્‍યો એ.ટી.ડી.ને ટેલીફોનીક જાણ કરતા ટી.ડી.ઓ.ના હુકમનો અનાદર કરી પ્રાથમિક શાળામાં સભા બોલાવેલ અને સરપંચને હાજર ન રાખી સરપંચ પતિએ અઘ્‍યક્ષસ્‍થાને લઈને ગામના નાગરિકો હાજર ન રહેતા (માત્ર પાંચ જ વ્‍યકિત)ની હાજરી હોવાથી ખુદ સરપંચપતિએ અધિકારીઓને જાણકારી કે ફરિથી તારીખ આપો અને પણ મારા ઘરની બાજુમાં સ્‍થળ આપો જેથી અમારી સગવડતાને અનુરૂપ થાય અને અધિકારીઓ પણ માની ગયા અને નવું સ્‍થળ પણ આપી દીધુ.

ખરેખર દરેક ગામમાં સરપંચપતિઓના જ રાજ અને હુકમો ચાલે છે. અને અધિકારીઓ પણ સરપંચ પતિઓના તાબે થઈ જાય છે. તો આમા કંઈક રૂધાતું દેખાઈ આવે છે. અને ગામ લોકોમાં પણ ગણ ગણાટ સંભળાતો હોય કે તોરીના સરપંચને ગામ લોકોએ જોયા જ નથી તો ગ્રામસભામાં સરપંચના મુખદર્શન થશે પરંતુ સરપંચના બદલે રાબેતા મુજબ સરપંચપતિના જ દર્શન થતા હાજર રહેલ નાગરીકો પોત પોતાના ઘરે જતા રહેલ.

હવે નવા સ્‍થળે પોતાનાા ઘર પાસે જ સભા બોલાવેલ અને સરપંચ તેમના જ ઘર આંગણે હોય અને સરપંચના પ્રશ્‍નોનો વિરોધ ન કરી શકે અને પોતાના મળતીયાઓ જ આવે અને એક તરફી નિર્ણય લઈ શકે તેવા હેતુથી સ્‍થળ ફરે કરી પોતાની અંગત મનસા પુરી થાય એવું પંચાયતના સદસ્‍યો કહી રહયા છે.

જયારે આ અંગે તાલુકા ટી.ડી.ઓ.નોસંપર્ક કરતા તેમણે જણાવ્‍યું હતું કે તોરી ગામના ઉપસરપંચ હંસાબેન હીરપરા અને સભ્‍યો બાબુભાઈ કોટડીયા સહિતના ચાર સભ્‍યોનો મને ટેલીફોન આવ્‍યો હતો. કે અમારા ગામમાં ગામ સભા છે. પરંતુ અમોને આમંત્રણ કે એજન્‍ડા બજાવવામાં આવેલ નથી. તો ટી.ડી.ઓ.એ કહેલ કે તમે લોકો સ્‍થળ પર આવી જાવ બાદમાં તમામ સભ્‍યો નહી આવતા આ ગામ સભા બંધ રાખેલ અને આગામી 7 તારીખે ફરી રાખેલ છે. તેમજ આ અંગે તોરી ગામના તલાટી મંત્રી મીલન પટેલનો સંપર્ક કરતા તેમણે જણાવ્‍યું હતું કે તોરી ગામ પંચાયતના નોટીસ બોર્ડ પર આમંત્રણ મુકવા આવેલ હતું. સભ્‍યો કે ઉપસરપંચને રૂબરૂ આમંત્રણ આપેલનો હેતું વધુમાં પુછતાં મંત્રીએ જણાવેલ કે મહિલા સરપંચ છે. પણ તે હાજર ન હતા.


પાટીમાણસા ગામે પ્રેમલગ્ન કરવાના મનદુઃખનાં કારણે પતિ-પત્‍નિને મૂંઢ માર

અમરેલી, તા.પ

જાફરાબદ તાલુકાના પાટીમાણસા ગામે રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા જયસુખભાઈ સોમાતભાઈ ડાભી નામના ર3 વર્ષીય રત્‍ન કલાકારે દોઢેક વર્ષ પૂર્વે પ્રેમલગ્ન કરેલા હતા તે વાતનું મનદુઃખ રાખી તે જ ગામે રહેતા બાલુભાઈ નારણભાઈબારૈયાએ ઉશ્‍કેરાઈ જઈ લોખંડના પાઈપ વડે માર મારી ઈજા કરી હતી. જયારે ધીરૂભાઈ ભાણભાઈ મેર, નિરૂભાઈ તથા બે મહિલા મળી પ ઈસમોએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ રત્‍ન કલાકારે નાગેશ્રી પોલીસમાં નોંધાવી છે.


મોટા દેવળીયાની સીમમાં જુગાર રમતા 9 પત્તાપ્રેમીઓ ઝડપાયા

 

અમરેલી, તા. પ

અમરેલી એલસીબીનાં ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સ્‍પેકટર ડી.કે. વાઘેલા અને એલસીબી ટીમ ઘ્‍વારા જુગાર અંગે ચોકકસ બાતમી મેળવી બાબરા તાલુકાના મોટા દેવળીયા ગામની સીમમાં જાહેર જુગાર રમતાં ઈસમો ઉપર રેઈડ કરતાં કુલ 10 ઈસમો પૈકી 9 ઈસમોને પકડી પાડેલ અને એક ઈસમ નાસી ગયેલ હોય તમામ સામે જુગારધારા તળે ધોરણસર કાર્યવાહી કરી પકડાયેલ જુગારીઓને બાબરા પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે. અને નાસી ગયેલ ઈસમને પકડી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે.

જુગાર રમતાં રેઈડ દરમ્‍યાન પકડાયેલ ઈસમોમાં (1) કલ્‍પેશ છગનભાઈ હીરપરા (ઉ.વ. 30) ધંધો ખેતી, રહે. દેરડી કુંભાજી, તા. ગોંડલ (ર) ભરત ઉર્ફે ભગો તલશીભાઈ ઈસોટીયા (ઉ.વ. 36) ધંધો ખેતી, રહે. મોટા દેવળીગા, તા. બાબરા, (3) સંદીપ બાલાભાઈ રાસડીયા (ઉ.વ. ર6) ધંધો ખેતી રહે. મોટા દેવળીયા, તા. બાબરા, (4) કરશનભાઈ શામજીભાઈ સાનેપરા (ઉ.વ. પર) ધંધો ખેતી રહે. મોટા           દેવળીયા, તા. બાબરા, (પ) રમેશ લાખાભાઈ સુરાણી (ઉ.વ. 48) ધંધોખેતી, રહે. મોટા દેવળીયા, તા. બાબરા, (6) હસમુખ લાખાભાઈ જાગાણી (ઉ.વ. 34) ધંધો ખેતી રહે. મોટા          દેવળીયા, તા. બાબરા, (7) હરેશ રતિલાલ સુરાણી (ઉ.વ. 31) ધંધો ખેતી રહે. મોટા દેવળીયા, તા. બાબરા, (8) અશ્‍વિન છગનભાઈ ઈસોટીયા (ઉ.વ. 37) ધંધો ખેતી રહે. મોટા દેવળીયા, તા. બાબરા, (9) વિજય હકાભાઈ રાસડીયા (ઉ.વ. 36) ધંધો ખેતી રહે. મોટા દેવળીયા, તા. બાબરા. તથા રેઈડ દરમ્‍યાન નાસી જનાર ઈસમમાં કેતન બાબુભાઈ પરવાડીયા રહે. મોટા  દેવળીયા, તા. બાબરા, જી. અમરેલી.

પકડાયેલ મુદામાલમાં રોકડા રૂા. 30,730 તથા ગંજીપતાના પાના નંગ પર કિંમત રૂા. 00/- મોબાઈલ ફોન નંગ-9 કિંમત રૂા. 3ર,000 તથા મોટર સાયકલ નંગ-4 કિંમત રૂા. 1,1પ000 મળી કુલ રૂા. 1,77,730નો મુદામાલ પકડી પાડેલ છે.

આ કામગીરી પોલીસ અધિક્ષકની સુચના અને માર્ગદર્શન મુજબએલસીબી ટીમ ઘ્‍વારા કરવામાં આવેલ છે.


ગાધકડા ગામે યુવતિને પજવણી કરી ધમકી આપવા અંગે 3 સામે પોલીસ ફરિયાદ

અમરેલી, તા. પ

સાવરકુંડલા તાલુકાનાં ગાધકડા ગામે રહેતી દયાબેન મગનભાઈ રાઠોડ નામની યુવતિને તેમના ઘર પાસે રહેતાં રાહુલ જયસુખભાઈ દાદરેચા યેનકેન પ્રકારે હેરાન પરેશાન કરતો હોય, અને તેણીનાં ઘરમાં કાંકરાનો ઘા કરી ઘર પાસે ગાળો બોલતો હોય, ફોન કરી પરિવારને મારી નાંખવા ધમકી પણ આપેલહોય, ત્‍યારે આ રાહુલ, તેમનાં પિતા જયસુખભાઈ તથા કાકા રમેશભાઈ તેણીનાં ઘરે છરી સાથે આવી ધમકી આપતાં આ ત્રણેય સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.


લાઠીમાં મહિલાને વજનીયું મારી માથું ફોડી નાંખ્‍યું : ફરિયાદ

પડોશી મહિલા સાથે કોર્ટમાં જતાં

લાઠીમાં મહિલાને વજનીયું મારી માથું ફોડી નાંખ્‍યું : ફરિયાદ

મહિલાને બે વખત પછાડી દઈ ઝપાઝપી પણ કરી

અમરેલી, તા. પ

લાઠી ગામે લુવારીયા દરવાજા પાસે રહેતાં જયશ્રીબેન જીણાભાઈ મકવાણા તેમનાં પડોશી વિલાસબેન હાંડા સાથે લાઠી કોર્ટમાં તારીખમાં ગયેલા હતા જેથી તે જ ગામે રહેતાં ભરત માલાભાઈ વીસાણીને સારૂ નહી લાગતાં આ જયશ્રીબેન શેરીમાં શાક લેવા ગયેલા ત્‍યારે સામાવાળા ભરતભાઈએ પાછળથી ગળાનાં ભાગે પકડી ઝપાઝપી કરી પછાડી દઈ અને વજનીયું માથામાં મારી ઈજા કરતાં પાંચ ટાંકા આવ્‍યા હતા આ અંગે લાઠી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.


નાના ભમોદ્રા ગામે ખીલખીલાટ એમ્‍બ્‍યુલન્‍સ અને ડમ્‍પર વચ્‍ચે અકસ્‍માત

 

ખીલખીલાટનાં ચાલકે ડમ્‍પર ચાલક સામે નોંધાવી ફરિયાદ

અમરેલી, તા.પ

સાવરકુંડલા ગામે આવેલ બગદાદનગરમાં રહેતા અને ખીલખીલાટ એમ્‍બ્‍યુલન્‍સમાં ચાલક તરીકે ફરજ બજાવતા જાકીરભાઈ હુસેનભાઈ ઝાખરા નામના 3પ વર્ષીય યુવક પોતાના હવાલાવાળી ખીલખીલાટ વાહન નં. જી.જે.18 જી. 3688 લઈ જીરા ગામે દર્દીને લેવા જતા હતા ત્‍યારે નાના ભમોદ્રા ગામ પાસે પહોંચતા સામેથી આવી રહેલ ડમ્‍પર નં. જી.જે.10 વી. 6806ના ચાલકેખીલખીલાટને હડફેટે લઈ આગળનો કાચ તથા બમ્‍પરને તોડી નાખી રૂા. 7પ થી          80 હજારનું નુકશાન કર્યાની ફરિયાદ સાવરકુંડલા રૂરલ પોલીસમાં નોંધાવી છે.


બગસરા પંથકમાં રેતી ચોરીનાં બનાવમાં રૂા. ર.પ4 લાખનાં મુદ્યામાલ સાથે પ ઝડપાયા

બે અલગ-અલગ બનાવમાં

બગસરા પંથકમાં રેતી ચોરીનાં બનાવમાં રૂા. ર.પ4 લાખનાં મુદ્યામાલ સાથે પ ઝડપાયા

પોલીસે ફરિયાદ દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી

અમરેલી, તા. પ

બગસરા તાલુકાનાં હાલરીયા ગામે રહેતાં ગોરધનભાઈ મોહનભાઈ વાડદોરીયા તથા ભરતમુળજીભાઈ કોરાટ પોતાના હવાલાવાળા ટ્રેકટર-ટ્રોલીમાં ગેરકાયદેસર અને પાસ પરમીટ વગર રેતીની ચોરી કરતાં હોય, પોલીસે દરોડો કરી ટ્રેકટર, ટ્રોલી સહિત રૂા. 1,ર1,000ના મુદ્યામાલ સાથે ઝડપી લીધા હતા.

જયારે બગસરા ગામેથી સરંભડા ગામે રહેતાં અજય ગોવિંદભાઈ દાફડા, જયસુખ દુદાભાઈ દાફડા તથા હિતેશ ભાયાભાઈ દાફડા પોતાના હવાલાવાળા ટે્રકટરમાં ગેરકાયદેસર રીતે રેતી ભરીને નિકળતાં પોલીસે ટ્રેકટર, ટ્રોલી તથા મોટર સાયકલ-1 મળી કુલ રૂા. 1,33, 000નાં મુદ્યામાલ સાથે ત્રણેયને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.


ચેક પરતનાં કેસમાં સજાનો હુકમ કાયમ રાખતી જિલ્‍લા અદાલત

 

અમરેલી તા.પ

તાજેતરમાં અમરેલીના ચીફ જયુડીશ્‍યલ મેજીસ્‍ટ્રેટ સાહેબની કોર્ટમાં ચેક પરત થવાના કેસમાં ઉમા કેડીટ કો.ઓ.સો.લી. અમરેલીના મેનેજર કેતનભાઈ હસમુખભાઈ જાનીએ મંડળીના મુદત વિતેલ બાકીદાર જીતેન્‍દ્રભાઈ ગંગદાસભાઈ કાવઠીયા, રહે. વલારડી, તા.બાબરા સમે ફોજદારી કેસ નં.199ર/ર008 નો કરેલ. જે કામે નામદાર ચીફ કોર્ટ આરોપી જીતેન્‍દ્ર ગંગદાસ કાવઠીયાને ધી નેગોસીએબલ ઈન્‍સ્‍ટુમેન્‍ટ એકટની કલમ – 138 હેઠળ છ માસની સજા તથા ચેકની રકમ રૂા. ર1, 964 × ર – 43,9ર8નો દંડ ફટકારવામાં આવેલ છે. જો દંડની રકમ ભરવામાંઆરોપી કસુર કરે તો વધુ 1 માસની કેદની સજા ભોગવવાનો હુકમ કરેલ છે. જે સામે સેસન્‍સ કોર્ટ અમરેલીમાં થયેલ અપીલના કામે આરોપી જીતેન્‍દ્ર ગંગદાસ કાવઠીયાને કરેલ નીચેની કોર્ટની સજાના હુકમને કાયમ રાખી આરોપીને હુકમની તારીખથી 1પ દિવસમાં જેલમાં મોકલવા / જેલમાં જવા આદેશ ફરમાવેલ છે. અને રૂા.43,9ર8 ફરીયાદી મંડળીમાં જમા કરવા તથા ર0% દંડનીય રકમ આરોપીએ જમા કરાવેલ છે. તે પણ મંડળીના મેનેજર કેતનભાઈ હસમુખભાઈ જાનીને ચુકવવા હુકમ ફરમાવેલ છે. જેથી, મંડળીના બાકીદારોમાં મંડળીનું લેણું ચુકવવ હોડ લાગી છે. મંડળીના વકીલ તરીકે એ.સી. વરીયા ફરજ બજાવી રહેલા છે. અને મંડળીના અન્‍ય બાકીદાર સભાસદો સામે પણ ચેક પરતના કેસ કરી કસુરવારને જેલમાં મોકલવા કોર્ટ મારફત કાર્યવાહી કરી રહેલ હોવાનું મંડળીના મેનેજરની યાદીમાં જણાવવામાં આવેલ છે. આમ, નામ.ચીફ કોર્ટે કરેલ ચેક પરતના કેસમાં સજાનો હુકમ ડીસ્‍ટ્રીકટ કોર્ટ, અમરેલીએ કાયમ રાખેલ છે.


બાબરાનાં મોટા દેવળીયા ગામે જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં 6 ઝડપાયા

બાબરાનાં મોટા દેવળીયા ગામે જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં 6 ઝડપાયા

બાઈક, રોકડ, મોબાઈલ સહિતનો મુદ્યામાલ કબ્‍જે

અમરેલી, તા. પ

બાબરા તાલુકાનાં મોટા દેવળીયા ગામે રહેતાં મગનભાઈ ગાંડાભાઈ વામજા, પ્રફુલભાઈ ગોરધનભાઈ કાનાણી, બાવનજીભાઈ પુંજાભાઈ પઠાણ, દિલીપભાઈ કાથડભાઈ ધાધલ, વિક્રમભાઈ સવજીભાઈ લોળીયા, તથા દડુભાઈ શેલારભાઈ મોયા વિગેરે મોટા દેવળીયા ગામે જાહેરમાં પૈસા-પાના વડે પૈસાની હારજીતનો તીનપતીનો જુગાર રમતાં હોય, બાબરા પોલીસને બાતમી મળતાં દરોડો કરી રોકડ રકમ રૂા.4430, મોબાઈલ ફોન નંગ-પ કિંમત રૂા.રપ00 તથા મોટર સાયકલ નંગ-1 કિંમત રૂા.ર0 હજાર મળી કુલ રૂા.ર6930નાં મુદામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


અમરેલી  પાલિકાનાંપ્રમુખ વિપક્ષીનેતાનાં આંગણે

               અમરેલી પાલિકાનાં પ્રમુખ જયંતિભાઈ રાણવા સહિતનાં કોંગી આગેવાનોએ તાજેતરમાં વિપક્ષી નેતા પરેશ ધાનાણીનાં ગાંધીનગરખાતે સરકાર નિવાસ સ્‍થાને શુભેચ્‍છા મુલાકાત લીધી હતી.


સા.કુંડલાનાં ઈન્‍ચાર્જ પીઆઈનાં સમર્થનમાં રેલી નીકળી

દલિત યુવા સંગઠન દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્‍યું

સા.કુંડલાનાં ઈન્‍ચાર્જ પીઆઈનાં સમર્થનમાં રેલી નીકળી

શહેરમાં કાયદો અને વ્‍યવસ્‍થા મજબુત કરનાર ઈન્‍ચાર્જ પીઆઈને ખોટી રીતે પરેશાન કરાતાં હોવાનું જણાવાયું

અમરેલી, તા. પ

સાવરકુંડલાનાં ઈન્‍ચાર્જ પીઆઈ ચાવડા હાલ એસીબીનાં દરોડને લઈને રજા પર ઉતરી ગયા છે. ગઈકાલે પીઆઈની વિરૂઘ્‍ધ રેલી અને આવેદનપત્ર જુદા-જુદા સંગઠનો ઘ્‍વારા મામલતદારનેઅપાયા બાદ આજે દલિત યુવા સંગઠન ઘ્‍વારા પીઆઈની તરફેણમાં રેલી અને આવેદનપત્ર પાઠવવામાં આવ્‍યું હતું.

આવેદનપત્રમાં જણાવેલ છે કે, છેલ્‍લા ઘણા સમયથી અસામાજીક પ્રવૃતિઓ સાથે જોડાયેલા ઈસમો ભુગર્ભમાં ઉતરી ગયેલ હોય અને કાયદો વ્‍યવસ્‍થા સારી રીતે જળવાતી હોય આ બધી બાબતનું કારણ પીઆઈ પી.બી. ચાવડાની સારી કામગીરીની મહેનત સબબ હતું. પરંતુ અમુક વિચારો ધરાવતા અને પોતાની જાતને સારી ગણનારા લોકો ને પીઆઈ ચાવડાને દલિત હોવાના નાતે સ્‍વીકાર શકતા ન હતા તેમજ તેમને આ વાત બહુ ખુંચતી હોય તેમ સારી કામગીરી કરેલ હોવા છતાંય ખોટી ફરિયાદો, ખોટા આક્ષેપો કરી માત્ર દલિત હોવાના લીધે વિરોધ કરી ખોટી ફરિયાદોમાં સંડોવી તેમની છબીને નુકશાન થાય તેવી પ્રવૃત્તિઓ મનુવાદી વિચારો ધરાવતા લોકો ઘ્‍વારા કરવામાં આવેલ હોય. જેથી અમો સાવરકુંડલાનાં સમગ્ર દલિત સમાજ પીઆઈ પી.બી. ચાવડાનું સમર્થન કરીએ છીએ અને અમોની માંગણી છે કે, પીઆઈ ચાવડાને યોગ્‍ય ન્‍યાય મળે અને તેઓની ફરીવાર પોસ્‍ટીંગ સાવરકુંડલા મુકામે કરવામાં આવે.

પીઆઈ ચાવડાનો વિરોધ માત્ર દલિત હોવાને કારણે કરવામાં આવેલ છે અને જે હાલ પણ ચાલું છે. સારી કામગીરી કરવા બદલ અને ન્‍યાયીક રીતે કામ કરવાનાં લીધે તેમને રાજકીય રીતે ખોટી ફરિયાદોમાંફીટ કરી તેમની છબીને નુકશાન કરવાનું કામ આ સભ્‍ય સમાજના લોકો ઘ્‍વારા કરવામાં આવેલ છે.

અમો આ ઘટનાને સખત શબ્‍દોમાં વખોડીએ છીએ. આ બાબતે યોગ્‍ય તપાસ થવી જોઈએ અને પીઆઈ ચાવડાને ન્‍યાય મળવો જોઈએ. અને પોસ્‍ટીંગ ફરી સાવરકુંડલા મુકામે થાય તેવી માંગણી અંતમાં કરેલ છે.


કુંકાવાવનાં સરકારી દવાખાનામાં વોટરકુલીંગ અને હાઈડ્રોલીક બેડ અર્પણ

કુંકાવાવ, તા.પ

કુંકાવાવના વતની અને અમદાવાદ ખાતે રહેતા ઉદ્યોગપતિ વાલજીભાઈ આસોદરીયા દ્વારા કુંકાવાવની સરકારી હોસ્‍પિટલમાં વોટરકુલર તેમજ હાઈડ્રોલીક પલંગ દાનમાં આપવામાં આવ્‍યા છે. ત્‍યારે જયારે વતનમાં આવે ત્‍યારે ગામમાં શું જરૂર છે તેની તપાસ કરીને જરૂરી યોગદાન આપવામાં સૌની આગળ અને શિક્ષણ, આરોગ્‍ય તેમજ જરૂરતમંદો માટે કાયમ ઉપયોગી એવા દાતાને ગામના આગેવાનો સહકાર આપીને માનવતાનું કાર્ય કરવા બદલ અભિનંદન આપે છે. ત્‍યારે કુંકાવાવની સરકારી હોસ્‍પિટલમાં અનેકવાર ડોકટરને મળીને જરૂરિયાત જાણીને નવા સાધનો પણ ભેટ આપે છે. અને સાથે સાથે ગામના જરૂરત મંદ દર્દીને વ્‍હીલચેર, પલંગ ઘોડી, પાણીના ગાદલા સહિતની વસ્‍તુ દર્દીને વિનામૂલ્‍યે વાપરવા ડીપોઝીટ લઈને આપવામાં આવે છે. ત્‍યારે આવા માનવ ઉપયોગી ભગીરથ કાર્યને ગામના સરપંચ સુભાષભાઈ ભગત તેમજ વીરજીભાઈ સાવલીયાએ આવકારીને સહકાર આપી રહયાછે. ત્‍યારે સરકારી દવાખાના ખાતે આવા દર્દીને ઉપયોગી પલંગ તેમજ વોટર કુલર ભેટ આપવા બદલ ડો. નિલમબેન પટેલ તેમજ મહેશભાઈ બોરડે આવકારી અભિનંદન આપેલ.


બાબરામાં શ્રીમદ્ય ભાગવત સપ્‍તાહમાં સન્‍માન કાર્યક્રમ યોજાયો

               બાબરામાં જલારામ બાપાનાં મંદિરે કનુભાઈ જોષી પરિવાર ર્ેારા પિતૃ કલ્‍યાણ અર્થે શ્રીમદ્ય ભાગવત કથાનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. અહીં કથામાં આવતા બ્રહ્મસમાજનાંઅગ્રણીઓ સહિત અન્‍ય મહાનુભાવોનું જોષી પરિવાર ર્ેારા ભવ્‍ય સન્‍માન કરાયું તેમજ અન્‍ય સમાજનાં અગ્રણીઓ તેમજ બ્રહ્મસમાજનાં આગેવાનો ર્ેારા કનુભાઈ જોષી તેમજ રાધેનભાઈ જોષી પરિવારનું બહુમાન કરવામાં આવ્‍યું હતું. બાબરામાં જલારામબાપાનાં મંદિરે કનુભાઈ જોષી પરિવાર ર્ેારા પિતૃ કલ્‍યાણ અર્થે શ્રીમદ્ય ભાગવત સપ્‍તાહમાં જિલ્‍લા બ્રહ્મસમાજનાં પ્રમુખ ઉદયનભાઈ ત્રિવેદી, બાબરા બ્રહ્મસમાજનાં પ્રમુખ અરુદાદા શુકલ, અમરેલી શહેર બ્રહ્મસમાજનાં પ્રમુખ ભગીરથભાઈ ત્રિવેદી, ઉપ નરૂભાઈ ત્રિવેદી, અરવિંદભાઈ ત્રિવેદી, વિનુભાઈ ભટ્ટ, મનોજભાઈ કનૈયા, બાવકુભાઈ ત્રિવેદી, રાજુભાઈ બસિયા, પંકજભાઈ ઈન્‍દ્રોડિયા, પાલીકા પ્રમુખ વનરાજભાઈ વાળા, માજી ધારાસભ્‍ય વાલજીભાઈ ખોખરીયા, ડો. પ્રવીણભાઈ ત્રિવેદી, અતુલભાઈ ત્રિવેદી, અનિકભાઈ ચૌહાણ, કાકુભાઈ ચાંવ, રાજુભાઈ તેરૈયા, હસુભાઈ રાજપોપટ, રામકુંભાઈ ખાદા, સહિતનાં આગેવાનો અને મહાનુભાવો ઉપસ્‍થિત રહૃાા અને તમામ આગેવાનોનું ભવ્‍ય સન્‍માન કનુભાઈ જોશી પરિવાર ર્ેારા કરવામાં આવ્‍યું હતું અને ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું. અહીં કથાના વ્‍યાસપીઠે ડો. જયમહારાજ બિરાજી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહૃાા છે. દરરોજ વિવિધ ધાર્મિક પ્રસંગોની દિવ્‍ય ઉજવણી કરવામાં આવી રહી છે. અહીં ભજન, ભોજન અને ભકિતનો ત્રિવેણી સંગમસર્જાયો છે.


રાજકોટ ખાતે પ.પૂ. પ્રમુખસ્‍વામી મહારાજનાં 98માં જન્‍મ ન્નયંતી મહોત્‍સવનો પ્રારંભ

               વિશ્‍વ વંદનીય સંતવિભૂતિ પરમ પુજય પ્રમુખ સ્‍વામી મહારાજનો 98મો જન્‍મજયંતી મહોત્‍સવ તા.પ-ડિસેમ્‍બર થી તા.1પ ડિસેમ્‍બર દરમ્‍યાન માધાપર, મોરબી બાયપાસ રોડ, રાજકોટ ખાતે આવેલા વિશાળ સ્‍વામિનારાયણ નગરમાં ભવ્‍યતા અને દિવ્‍યતાથી ઉજવાશે. આજે સવારે 7:30 કલાકે પરમ પુજય મહંતસ્‍વામી મહારાજના વરદ્‌ હસ્‍તે અને ગુજરાતન મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી, બી.એ.પી.એસ. સંસ્‍થાના સદગુરૂવર્ચ સંતો તેમજ અનેક વિધ ક્ષેત્રના અગ્રણીઓ અને મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં વિરાટ સ્‍વામિનારાયણ નગરનું વેદોકત વિધિથી ઉદઘાટન થયું. આવનારા 11 દિવસો દરમ્‍યાન લાખો ભકતો-ભાવિકો સ્‍વામિનારાયણ નગરની મુલાકાત લેશે. ઉદઘાટન સમારોહમાં પરમ પુજય મહંતસ્‍વામી મહારાજે ઉપસ્‍થિત મુખ્‍યમંત્રીનું સાલ ઓઢાડીને બહુમાન કર્યુ. સ્‍વામિનારાયણ નગર ઉદઘાટન સમારોહમાં બી.એ.પી.એસ. સ્‍વામિનારાયણ સંસ્‍થાના આમંત્રણને સહર્ષ સ્‍વીકારીને પધારેલ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી પોતાની ભાવોર્મિ વ્‍યકત કરતાં જણાવ્‍યુ હતું, ભભરાજકોટની ધરતીના ખુબજ મોટા ભાગ્‍ય છે કે આ મહોત્‍સવ અહીં ઉજવાઈ રહયો છે. આ મહોત્‍સવથી ખાસ કરીને યુવાનો અને બાળકો સાચી દિશા મળશે. તેઓએ આ મહોત્‍સવના આયોજનને સફળ બનાવવામાટે પરિશ્રમ કરી રહેલા સંતો અને સ્‍વયંસેવકોને અભિનંદન પાઠવ્‍યાં હતા. સમારોહના અંતમાં પરમ પુજય મહંતસ્‍વામી મહારાજે આમંત્રિત સૌ કોઈને આશીર્વચન પાઠવતાં જણાવ્‍યું કે, ભભબીજાના ભલામાં આપણું જ ભલુ છે…ભભ એ જીવનસુત્રને પરમ પ્રમુખસ્‍વામી મહારાજે ખરા અર્થમાં જીવી બતાવ્‍યું છે. પ.પૂ. પ્રમુખસ્‍વામી મહારાજે જીવનની દરેક ક્ષણ લોકહિત માટે વિતાવી સમાજ ઉત્‍કર્ષના અનંત કાર્યો કર્યા છે. આ મહોત્‍સવમાં સહકાર આપવા બદલ સૌ કોઈનો પરમ પુજય મહંતસ્‍વામી મહારાજે આભાર વ્‍યકત કર્યો હતો. સ્‍વામિનારાયણનગર : દ્વિતીયદિન રૂપરેખાઃ- (1) પ્રમુખ સ્‍વામી મંડપમભભ માં યોજાશે ભભવિરાટ મહિલા સંમેલન, (ર) પુર્વ મુખ્‍યમંત્રી અને વર્તમાન મઘ્‍યપ્રદેશ ગવર્નર શ્રીમતી આનંદીબેન પટેલની પ્રેરક ઉપસ્‍થિતિ. (3) પપ0 થી અધિક મહિલાઓ, યુવતીઓ અને બાલિકાઓ કરશે સાંસ્‍કૃતિક કાર્યક્રમની પ્રસ્‍તુતિ. (4) સાયંકાળે 7:30 થી 10:30 દરમ્‍યાન દર કલાકે લાઈટ એન્‍ડ સાઉન્‍ડ શો. (પ) સવારે 7 થી બપોરે 1 વાગ્‍યા સુધી રાજકોટ જિલ્‍લાની 1400 શાળાઓના વિદ્યાર્થીઓને સ્‍વામિનારાયણ નગરની મુલાકાત, દર્શન અને ભોજનનો લાભ. (6) આ સ્‍વામિનારાયણ નગરનો લાભ ભકતો – ભાવિકો વિનામૂલ્‍યે બપોરે ર થી રાત્રે 10 દરમ્‍યાન લઈ શકશે.


અવસાન નોંધ

અવસાન નોંધ

સાવરકુંડલા : સ્‍વ. બાલાભાઈ મોહનભાઈ કાનાણીનાપુત્ર જયંતિભાઈ બાલાભાઈ કાનાણી (ઉ.વ.પ3)નું દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તા.6/1રને ગુરૂવારના રોજ ઓમકારેશ્‍વર મહાદેવ મંદિર, જેસર રોડ, સાવરકુંડલા ખાતે સાંજે 4:30 થી પઃ30 સુધી રાખેલ છે.

સાવરકુંડલા : રામજીભાઈ રણછોડભાઈ ગેડીયા (ઉ.વ.78) તે રાઘવભાઈના મોટા ભાઈ તથા અનિલભાઈ તથા હરેશભાઈના પિતાજી તેમજ કાળુભાઈ ગેડીયા (લાઈટ ફીટીંગ)ના કાકાનું તા.ર/1રને રવિવારના રોજ અવસાન થયેલ છે.

અમરેલી : ગં.સ્‍વ. વનીતાબેન વિપુલભાઈ બારડ (ઉ.વ. 67) મુળ- અમરેલી, હાલ- ભાવનગર તેઓ કલ્‍પેશભાઈ બારડ (શ્‍યામ ટેક્ષ કન્‍સલટન્‍સી) તથા બિનીતાબેન વિનોદભાઈ પરમારનાં માતા તથા ડી.એલ.મકવાણા (નિવૃત એન્‍જી. બીએમસી)નાબહેન તથા આઈ.પી. બારડ (અમરેલી નિવૃત વ્‍યાયામ શિક્ષક)ના ભાભીનું અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.6-1ર-18 ને ગુરુવાર,સાંજે 4 થી 6 તેમના નિવાસ સ્‍થાન ભવૃંદાવનભ પ્‍લોટ નં.4183 મીરા પાર્ક, હાઉસિંગ સોસાયટી, ગાયત્રીનગર, શિવાજી સર્કલ પાસે, ઘોઘા રોડ, ભાવનગર ખાતે રાખેલ છે.


ઝર ગામે સંત મિલન, આશિર્વાદ, સન્‍માન સમારોહ યોજાયો

               સંત, શુરા, દાતાને સમાજ સેવકોની કદર ભૂમિ એવા ઝર ગામનાં લોકસેવક દાઉદભાઈ લલીયાનાં આંગણે અને યજમાનપદે ભારતી આશ્રમ-જુનાગઢનાં મહામંડલેશ્‍વર 1008 પ.પૂ. મહંત વિશ્‍વંભર ભારતીબાપુનાં અઘ્‍યક્ષસ્‍થાને તેમજ પૂ. આપાગીગાની જગ્‍યા સત્તાધારનાં મહંત પૂ. વિજયબાપુ તેમજ દાનબાપુની જગ્‍યાચલાલાના લઘુમહંત પૂ. મહાવીરબાપુ, બગસરા આપાગીગાની જગ્‍યાના મહંત પૂ. જેરામબાપુ, ચાપરડાના સંત પૂ. સદાનંદબાપુ, નેસડી ખોડિયાર મંદિરના મહંત પૂ. લવજીબાપુ, પૂ. ઉદયબાપુ, મહુવાના મહેંદીબાપુ, ખોડિયાર મંદિરનાં બાબુગીરબાપુની ઉપસ્‍થિતિમાં સંતમિલન, સ્‍નેહમિલન અને જાંબાઝ પોલીસ અધિકારી એસીપી દિપકભાઈ વ્‍યાસનું સન્‍માન કરવાનો ત્રિવિધ સમારોહ યોજવામાં આવ્‍યો હતો. ઝર પ્રાથમિક શાળાનાં વિશાળ પટાંગણમાં યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં ઝર પ્રાથમિક શાળાની બાળાઓ ર્ેારા સ્‍વાગત ગીત રજૂ કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સામાજીક કાર્યકર, ગાંધીવાદી રવજીભાઈ સોલંકી ર્ેારા ભજન રજૂ કરવામાં આવ્‍યું હતું. આજનો આ કાર્યક્રમનો મુખ્‍ય ઉદ્યેશ હાલ અમદાવાદમાં ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતાં જાંબાઝ તેમજ સમાજની સુરક્ષા માટે વિશિષ્‍ટ સેવાઓ કરતાં પોલીસ અધિકારી એ.સી.પી. દિપકભાઈ વ્‍યાસનું સન્‍માન કરીને તેમની ફરજની નોંધ લેવાનો મુખ્‍ય હતો. પૂ. ભારતીબાપુ, પૂ. વિજયબાપુ સહિત ઉપસ્‍થિત તમામસંતો તેમજ દાઉદભાઈ લીલીયા તથા મોટાભાઈ સંવટ ર્ેારા એ.સી.પી. દિપકભાઈ વ્‍યાસનું શાલ, સન્‍માનપત્ર તથા ભેટ ર્ેારા સન્‍માન કરવામાં આવ્‍યું હતું તેમજ સંતો ર્ેારા દિપકભાઈને આશિર્વાદ આપવામાં આવ્‍યા હતાં. મહાન સાધુ સંતોનાં કરકમળથી જેમનું ભવ્‍ય સન્‍માનશાલ, ફુલહાર અને સન્‍માનપત્રથી સન્‍માન થયુ તે ગૌરવશાળી બબ્‍બે વખત રાષ્‍ટ્રપતિ એવોર્ડ મેળવનાર એ.સી.પી. દિપકભાઈ વ્‍યાસ વિશે થોડુ જાણીએ તો મૂળ ચાણસ્‍માનાં વતની પ્રામાણિક સચ્‍ચાઈ, સેવારત જીવન પસાર કરનાર મહાન ઋષિ તુલ્‍ય બ્રહ્મદેવ પૂ. શાંતિદાદા અને પ.પૂ. ઈન્‍દુબાના બોરીવલી (મુંબઈ) સ્‍થિત નિવાસ સ્‍થાને અરબ સાગરનાં ઉછળતા નીરમાં તા.16/3/1961 નાં શુભ દિને તેજસ્‍વી પુત્રરત્‍નનો જન્‍મ થયો. તેજસ્‍વી લલાટ, નિર્મળ આંખો, આંગણે ઉર્જા સ્‍ત્રોત થતાં નામ રાખ્‍યુ ભભદિપકભભ. આજ આપણાં દિપકભાઈ વ્‍યાસ ચુસ્‍ત બ્રહ્મતેજથી ઉછળતાં બાળપણમાં સંસ્‍કૃત ભાષા પ્રત્‍યેની રૂચિ, ધાર્મિક સંસ્‍કારોનું સિંચન થયું, માઘ્‍યમિક શિક્ષણમાં ઉચા મેરીટ પ્રાપ્‍ત કરી અવ્‍વલ નંબરે પ્રગતિ કરી સૌ પ્રથમ સૌરાષ્‍ટ્રનાં જૂનાગઢ મુકામે 1983નાં રોજ પોલીસ ડિપાર્ટમેન્‍ટમાં પોસ્‍ટીંગ લઈને તેમની ફરજ ચાલુ કરી, સ્‍પોર્ટસમેન તરીકે ભારે પ્રગતિથી જીવનમાં રાષ્‍ટ્રભકિત, સેવાકાર્યોમાં સફળતા પ્રાપ્‍ત થતી રહી. 1987માં વિશાખાબેન સાથે લગ્નગ્રંથીથી જોડાયા, એક પુરૂષની સફળતા પાછળ એક સ્‍ત્રીનો હાથ હોય છે. એ અન્‍વયે વિશાખાબેન સાચા અર્થમાં અર્ધાંગિની બની પોતાની, પોતાના પતિની પોલીસ અધિકારી તરીકેની કપરી કામગીરીની ગંભીરતા સમજી સતત દિપકભાઈને સહાનુકુળ વાતાવરણ, સેવાકાર્યમાં સદા પ્રોત્‍સાહિતહુંફ અને લાગણી આપી આવા એસ.સી.પી. દિપકભાઈ વ્‍યાસની સેવાની નોંધ લઈ ભારત સરકાર ર્ેારા બબ્‍બે રાષ્‍ટ્રપતિ એવોર્ડ પ્રાપ્‍ત થવા સુધી તેમના અર્ધાંગિનીએ સિંહ ફાળો આપ્‍યો. તેમનું એક સાચા કદરદાન લોકોનું અવારનવાર સન્‍માન કરતાં ખરેખર સાચા લોકસેવક દાઉદભાઈ લલીયાને વિચાર આવ્‍યો કે આવા કદરદાન વ્‍યકિતનું સંતો ર્ેારા સન્‍માન થવું જોઈએ અને એના ભાગરૂપે જ આ એક બહુમૂલ્‍ય વિચારને અમલમાં મૂકીને તમામ ગણમન્‍ય સંતોને આમંત્રણ આપીને તેઓનું ભવ્‍ય સન્‍માન કરવામાં આવ્‍યું. આ તકે નિકટના મિત્ર અને કૌટુંબીક સંબંધ ધરાવતાં મનુભાઈ દવેના જયેષ્ઠ પુત્ર મયુર દવે કે જેમને પણ શ્રેષ્ઠ શિક્ષક તરીકે ગુજરાત રાજયપાલ તરફથી તેમજ રાષ્‍ટ્રપતિ તરફથી શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્‍ત થયો છે. તેમનું પણ સન્‍માન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્‍ય જે. વી. કાકડીયા, જીલ્‍લા પંચાયતના પૂર્વ પ્રમુખ ડો. જસાણી, પૂર્વ ધારાસભ્‍ય પ્રતાપભાઈ વરૂ, પૂર્વ ધારાસભ્‍ય મનસુખભાઈ ભુવા, યુવા આગેવાન શરદભાઈ ધાનાણી, સંજયભાઈ ધાણક, મેડીકલ કોલેજ જામનગરના ડીન ડો. નંદીનીમેડમ, જાણીતા એડવોકેટ શીરીષભાઈ ટોળીયા, ડો. સ્‍નેહલભાઈ ંડયા, ડો.પીપલીયા, ડો. સીંગ, બાબુભાઈ કાગ (મજાદર), બાવકુભાઈ વાળા (ગાંધીનગર), જીતુભાઈ વાળા (અડતાળા), નારણભાઈ ડોબરીયા, લોક સાહિત્‍યસેતુનાં પ્રમુખ મહેન્‍દ્રભાઈ જોષી, ચાંપરાજભાઈ વાળા (અમદાવાદ), આંબાભાઈ કાકડીયા, બટુકભાઈ જેબલીયા (કાલાવડ), રણજીતભાઈ જેબલીયા, નિર્મળભાઈ ખુમાણ, જીતુભાઈ જોષી (સરપંચ ધારી), કૃષ્‍ણકુમાર મકવાણા (મેંદરડા), દિલુભાઈ વાળા (ચલાલા), ગીજુભાઈ વિક્રમા (પ્રમુખ વિસાવદર તાલુકા પત્રકાર સંઘ), ઈસ્‍માઈલભાઈ મુખી, નરેશભાઈ ભુવા, અતુલભાઈ કાનાણી (પ્રમુખ ધારી તાલુકા ભાજપ), બિછુભાઈ વાળા, રોહિતભાઈ શેખવા, કોકીલાબેન કાકડીયા, એડવોકેટ નકવી, કનુભાઈ સેંજલીયા, અબુઅલીભાઈ (વિસાવદર), જીતુભાઈ સંઘરાજકા, નરેશદાદા, દિલશાદભાઈ શેખ, દિલુભાઈ વાળા(નાનામાંડવડા), ખોડભાઈ (માણાવાવ), ફૈઝલ ચૌહાણ, જોષી સહિત વિશાળ સંખ્‍યામાં સરપંચો, આગેવાનો ઉપસ્‍થિત રહૃાા હતા. મોટાભાઈ સંવટનાં માર્ગદર્શન નીચે યોજાયેલા આ કાર્યક્રમને સફળ બનાવવા રહીમભાઈ લલીયા, અનુભાઈ લલીયા, યુનુસભાઈ લલીયા,        કાળુભાઈ લલીયા સહિત તમામ લલીયા પરિવાર ર્ેારા જહેમત ઉઠાવવામાં આવી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન ભાવનગરનાં જાણીતા એડવોકેટ તેમજ ગુજરાતનાં પ્રથમ હરોળનાં કવિ, લેખક નાજીરભાઈ સાવંત ર્ેારા કરવામાં આવ્‍યું હતું.


06-12-2018