Main Menu

Wednesday, December 5th, 2018

 

સાચુ કો : અમરેલી જિલ્‍લાનો સર્વાંગી વિકાસ થયો છે ?

સત્તાધારીપક્ષનાં આગેવાનો વિકાસની ગુલબાંગો ફેંકી રહૃાા હોય

સાચુ કો : અમરેલી જિલ્‍લાનો સર્વાંગી વિકાસ થયો છે ?

રાજયમાં છેલ્‍લા ર3 વર્ષથી સતત ભાજપનું શાસન છતાં પણ વિકાસ કયાંય નજરે ચડતો નથી

જિલ્‍લામાં સારા માર્ગો, પાણી, વીજળી, શિક્ષણ અને આરોગ્‍ય પ્રશ્‍ને નારાજગી જોવા મળી રહી છે

જિલ્‍લાનાં તમામ આગેવાનોએ ખભેખભા મિલાવીને જિલ્‍લાની જનતાનું હિત કરવું જરૂરી છે

અમરેલી, તા. 4

અમરેલી જિલ્‍લાનો સર્વાંગી વિકાસ કરવામાં રાજકીય આગેવાનો સફળ રહૃાા છે કે નિષ્‍ફળ તે અંગે ગંભીરતાથી વિચાર કરવાનો સમય આવી ચુકયો છે. જિલ્‍લાની જનતાએ પણ આંગણે આવતાં આગેવાનો સમક્ષ સમસ્‍યા અંગે રજુઆત કરવી જરૂરી બની છે.

આઝાદીનાં 7 દાયકા બાદ જિલ્‍લાનાં દરિયાકાંઠા વિસ્‍તારને બાદ કરતાં બાકીનાં વિસ્‍તારોમાં નવા ઉદ્યોગો તો આવ્‍યા નથી પરંતુ જે ગૃહ ઉદ્યોગ હતા તે પણ બંધ થઈ ગયા છે અથવા તો ટકી રહેવા ઝઝુમી રહૃાા છે.

અમરેલી જિલ્‍લા સહિત રાજયમાં છેલ્‍લા ર3 વર્ષથી સતત એક જ રાજકીયપક્ષ ભાજપનું શાસન ચાલી રહૃાું છે. જિલ્‍લાનાં નેતાઓનું રાજકીય વજન પણ જબ્‍બરૂ જોવા મળી રહૃાું છે. છતાં પણ જિલ્‍લાનો સર્વાંગી વિકાસ થતો નથી તે હકીકત છે.

અમરેલી જિલ્‍લાનાં માર્ગોની હાલત ભભએક સાંધો તો તેર તુટેભભ ની સ્‍થિતિમાં જોવા મળે છે.સિંચાઈ અને પીવાના પાણીની સમસ્‍યાનું કાયમી નિરાકરણ થઈ શકયું નથી. સરકારી શાળાઓ અને કોલેજોમાં પણ અંધાધુંધી જોવા મળી રહી છે. સરકારનાં દવાખાનામાં પુરતા તબીબો કે સાધનોનો અભાવ જોવા મળી રહૃાો છે, ખેડૂતોને પુરતા પ્રમાણમાં નિયમિત વીજળી મળતી નથી.

સૌથી મોટી સમસ્‍યા બેરોજગારોની છે. જિલ્‍લાનાં હજારો યુવાનોને સ્‍થાનિક કક્ષાએ રોજગારી ન મળતાં નાછુટકે મહાનગરો તરફ સ્‍થળાંતર કરવું પડી રહૃાું છે.

તદઉપરાંત બ્રોડગેજ રેલ્‍વે, નેશનલ હાઈ-વે, એફએમ રેડિયો, હરવા-ફરવાનાં સ્‍થળની પણ કમી જોવા મળે છે. એકવીસમી સદિના યુગમાં પણ જિલ્‍લામાં નીલગાય, જંગલી ભુડનો ત્રાસ જોવા મળી રહૃાો છે. સરકારી કચેરીઓમાં મોટાભાગની જગ્‍યાઓ ખાલી જોવા મળી રહી છે, એસ.ટી. બસની સુવિધામાં પણ સુધારો થયો નથી.

આશ્ચર્યજનક બાબત એ છે કે, જિલ્‍લામાં સત્તાધારી અને વિપક્ષી નેતાઓની દિલ્‍હી દરબાર સુધી બોલબાલા જોવા મળે છે જેનો ફાયદો અમરેલીને મળતો નથી. સત્તાપક્ષ અને વિપક્ષ ખભેખભા મિલાવીને જિલ્‍લાનં સર્વાંગી વિકાસ માટે રૂપિયા 1 હજાર કરોડનું પેકેજ મંજુર કરાવીને જિલ્‍લાને વિકાસપથ પર મુકવો જોઈએ તેવું જિલ્‍લાની જનતા ઈચ્‍છી રહી છે.


અમરેલી જિલ્‍લામાં વરસાદની માપણીમાં ગોલમાલની આશંકાની વ્‍યક્‍ત કરતાં સિંચાઈ ચેરમેન

કલેકટરને પત્ર પાઠવીને વરસાદ માપણીની પ્રક્રિયાની વિગતો માંગી

અમરેલી જિલ્‍લામાં વરસાદની માપણીમાં ગોલમાલની આશંકાની વ્‍યક્‍ત કરતાં સિંચાઈ ચેરમેન

જિલ્‍લાને અસરગ્રસ્‍ત જાહેર કરવામાં ન આવતા કચવાટ

અમરેલી, તા.4

અમરેલી જિલ્‍લા પંચાયતની સિંચાઈ સમિતિનાં ચેરમેન ભરતભાઈ ગીડાએ કલેકટરને પત્ર પાઠવેલ છે.

પત્રમાં જણાવેલ છે કે,અમરેલી જિલ્‍લામાં વર્ષ – ર018-19માં પડેલ વરસાદ મુજબ અછતગ્રસ્‍ત મંજુર કરવામાં આવેલ નથી. તા.31/10/ર018 સુધીમાં અમરેલી જિલ્‍લામાં પ01 મીલી. 77.પ8% વરસાદ પડેલ છે. જેના કારણે અમરેલી જિલ્‍લાને અછરગ્રસ્‍ત જાહેર કરવામાં આવેલ નથી. આ વરસાદની માપણી બાબતે અમોને સંપુર્ણ શંકા છે. માટે અમોને નીચે મુજબની માહિતી આપવા અપીલ

1) વેધર સ્‍ટેશન મશીન કયા – કયાં ગામોમાં છે. અને હાલમાં મશીનની સ્‍થિતિ કંઈ છે. અને કયારે તેમને મેન્‍ટેનન્‍સ કરવામાં આવેલ. ર) દુષ્‍કાળ જાહેર કરવાના મેન્‍યુએલની કોપી આપવી. 3) દરેક ઓટોમેટીક વેધર સ્‍ટેશનમાં નોંધાયેલ વરસાદના આંકડાઓનો માસિક અહેવાલની માહિતી આપવી. 4) અમોને મળેલી માહિતી મુજબ ઓટોમેટીક વેધર સ્‍ટેશનનાંઆંકડાઓ ઘ્‍યાને લેવામાં આવ્‍યા નથી. ફકત મામલતદાર કચેરીમાં લગાવેલ મેન્‍યુઅલી વેધર મશીનનાં આંકડાઓ ઘ્‍યાને લેવામાં આવેલ છે. તો તાલુકા મથકે નોંધાયેલ આંકડાના આધારે દરેક ગામડાઓના આંકડાઓ કઈ રીતે નકકી થઈ શકશે. ? પ) ચાલુ વર્ષમાં આખાય અમરેલી જિલ્‍લામાં ફકત બેજ વખત વરસાદ પડેલ છે. જેમાં જાફરાબાદમાં સરેરાશ કરતા વધારે 14ર.67% વરસાદ નોંધાયેલ છે. જે ફકત એકજ દિવસમાં પડેલ છે. જેના કારણે અતીવૃષ્‍ટિ થયેલ બાકીના તાલુકાની પણ આજ સ્‍થિતિ હોય. તો સરકારના અછરગ્રસ્‍ત મેન્‍યુઅલ મુજબ :- 1) વરસાદનું વિસ્‍તરણ, ર) સરેરાશ વરસાદ અને 3) વર્તમાન વરસાદની સ્‍થિતિ આધારિત માહિતી રાજય સરકારને પહોંચાડવામાં આવેલ  નથી. તેના કારણે અમરેલી જિલ્‍લાને અછતગ્રસ્‍ત જાહેર કરવામાં આવેલ નથી. 6) જિલ્‍લામાં કેટલા પી.એસ.સી. સેન્‍ટરે વેધર મશીનો મુકવામાં આવેલ છે. તેમની માહિતી આપવી અને દરેક સેન્‍ટરનો દરરોજનો અહેવાલ આપવો. 7) ગત વર્ષમાં ચુકવાયેલ પાક વીમામાં વેધર સ્‍ટેશનની સ્‍થિતિ મુજબ એકમ વાઈઝ આપની પાસે યોગ્‍ય વરસાદના આંકડાઓ આવેલ નહિ હોય, તેમ છતા પાક વીમો કયાં આધારે આપવામાં આવેલ છે. તેમ અંતમાં જણાવેલ છે.


ભાજપ સરકારને રામમંદિર બનાવવામાં કોઈ રસ નથી : ડો. જી.જે. ગજેરા

આંત્તરરાષ્‍ટ્રિય હિન્‍દુ પરિષદનાં ડો. જી.જે. ગજેરા કહે છે

ભાજપ સરકારને રામમંદિર બનાવવામાં કોઈ રસ નથી

ભાજપ સરકારનાં ઈશારે જ વિહિપ અને સંઘે રામ મંદિરનો મુદ્યો ઉભો કર્યો

અમરેલી, તા. 4

તાજેતરમાં રામમંદિર માટે આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદ, વિશ્‍વ હિન્‍દુ પરિષદ અને રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘે અયોઘ્‍યામાં રેલીઓ કાઢી અને ધર્મસભાનું આયોજન કર્યુ. સૌથી પહેલા ડો. પ્રવિણભાઈ તોગડીયાની આગેવાની નીચે ગઈ તા. ર1-11 થી ર3-11 લખનૌથી અયોઘ્‍યા સુધીની લગભગ દોઢથી બે લાખ આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદનાં કાર્યકરોએ કુચ કરી. આ કુચ જોઈને વિશ્‍વ હિન્‍દુ પરિષદ અને સંઘને એવું લાગ્‍યું કે આ રામમંદિરનો મુદો આપણા હાથમાંથી જતો રહેશે એટલે એણે પણ અયોઘ્‍યામાં રેલી અને ધર્મસભાનું આયોજન કર્યુ. હાલ યુ.પી.માં અને કેન્‍દ્રમાં ભાજપાની એટલે કે સંઘની સરકાર છે. અત્‍યારે તેઓને રામમંદિર નિર્માણ માટે સોમનાથ મંદિરની જેમ સંસદમાં કાયદો લાવવાનો ઉત્તમ મોકો છે. જો ત્રિપલ તલાક માટે અડધી રીતે વટહુકમ લાવી શકતા હોય તો અયોઘ્‍યામાં રામમંદિર માટે શા માટે નહિ? આવું અનુકુળ વાતાવરણ હવે પછી કયારેયનહિ આવે તે પણ હકીકત છે.

સંઘ અને વી.એચ.પી. રામમંદિર માટે ચાર તબક્કાની આંદોલનની વાત કરે છે. અરે ભાઈ, આંદોલન કોના સામે ? તમારી જ સરકાર સામે ? કે પછી ચુંટણીમાં મુદો બનાવી ર019નીચુંટણી જીતવી અને જીત્‍યા પછી પાછો આ મુદો અભેરાઈએ ચડાવી દેવો છે ? તમારી સરકાર સામે તમે આંદોલન કરશો ? કે પછી બધુ જનતાને દેખાડવા માટે અને મુર્ખ બનાવવા માટે આંદોલન કરશો. જુ મુદે તમે ડો. પ્રવિણભાઈને બોલવાની ના પાડી હતી તે જ મુદો તમે જોરશોરથી ચગાવો છો. તો પ્રવિણભાઈ શું ખોટુ કહી રહૃાા હતા ? સરકારની દાનત જ નથી કે અયોઘ્‍યામાં રામમંદિર બને. આ બધુ ચુંટણીમાં હિંદુ સમાજની લાગણીને ભડકાવીને જીતવાનાં પ્‍લાન છે. પરંતુ દર વખતે હિંદુ સમાજ છેતરાવવાનો નથી. હિંદુ સમાજને ખબર પડી ગઈ છે કે આ બધુ મુખ બનાવવા ધંધા છે.

બીજી બાજુ એવુ પણ છે કે નોટબંધી, જીએસટી, સીબીઆઈ મુદ્યે, કાશ્‍મીર મુદ્યે સરકાર સરિયામ નિષ્‍ફળ ગઈ છે. પ્રજાનું ઘ્‍યાન આ મુદાઓ પરથી હટાવવા માટે પણ સરકારનાં કહેવાથી વી.એચ.પી. અને સંઘે આ રામમંદિરનો મુદો ઉછાળ્‍યો હોય જેથી પ્રજાની લાગણી ભડકાવીને આ બધા મુદા ભુલી જાય તેમ અંતમાં આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદનાં અગ્રણી ડો. જી. જે. ગજેરાએ જણાવેલ છે.


રાજયનાં મુખ્‍યમંત્રી નૈતિકતાથી રાજીનામુ આપે : પરેશ ધાનાણી

લોકરક્ષક દળ સહિતની વિવિધ ભરતી પ્રક્રિયામાં કૌભાંડ થયા હોય

રાજયનાં મુખ્‍યમંત્રી નૈતિકતાથી રાજીનામુ આપે : પરેશ ધાનાણી

ભરતી પ્રક્રિયા માટે યુવાનોની માહિતી એકત્ર કરીને તેનો રાજકીય હથિયાર તરીકે થયોઉપયોગ

ગાંધીનગર, તા. 4

ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ આજરોજ પત્રકાર તથા મીડીયાના મિત્રોને સંબોધતાં જણાવ્‍યું હતું કે, ભાજપના શાસનમાં બેરોજગારીના ખપ્‍પનમાં સતત હોમાતા જતા યુવાનોની મજબુરીનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરવા વારંવાર ચૂંટણીઓ નજીક આવે ત્‍યારે સરકારની વિવિધ સંસ્‍થાઓ દ્વારા યુવાનોને નોકરી આપવા માટે ભરતીના માત્ર નાટક અને તાયફાઓ થાય છે. વીતેલા એકાદ વર્ષના ટૂંકા સમયગાળામાં અંદાજીત ર4 હજાર જગ્‍યાઓ માટે પપ લાખ 36 હજાર જેટલા બેરોજગાર યુવાનોએ ફોર્મ ભર્યા હતા. આ બેરોજગાર યુવાનોએ પરીક્ષાની તૈયારી માટે દિવસો સુધી મહેનત કરી, પરીક્ષાઓ પાસ કરવા માટે ખાનગી ટયુશન કલાસનો આશરો લઈ બાપદાદાની વારસાઈ મહામુલી મૂડીમાંથી પણ રપ-પ0 હજારનું રોકાણ કર્યું. દરેક ઉમેદવારોને પરીક્ષા માટે થઈને અન્‍ય જિલ્‍લામાં ધકેલવામાં આવ્‍યા હતા ત્‍યારે આવવા-જવા માટે બસ ભાડાનો ખર્ચ, અગાઉથી નિયત સ્‍થળે પહોંચવાનું થાય ત્‍યારે રહેવાનો ખર્ચ, ખાવા-પીવાનો ખર્ચ અને અરજીઓ માટે સરકારે વસુલેલ ફી ગુજરાતના બેરોજગાર યુવાનોની મજબુરીનો લાભ લઈ ભરતીના નાટકો કરનાર ભાજપની સરકાર ગુજરાતના યુવાનોને નિરાશાના ખપ્‍પરમાં ધકેલવાનું કામ કર્યું છે. લોકરક્ષકની ભરતીમાં પેપર ફુટી જવાનું કૌભાંડરાજયના 9 લાખ કરતાં વધુ યુવાનોના નસીબને ફોડનારું નીવડયું છે. ગુજરાતમાં ર00પથી ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ હોય કે પોલીસ સેવા પસંદગી મંડળ હોય કે સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓમાં થનારી ભરતી રાજય સરકારની તમામ મોરચે નિષ્‍ફળતાના કારણે યુવાનોમાં બેરોજગારીનો દર દિનપ્રતિદિન વધી રહયો છે. રાજયામાં આજે પપ લાખ કરતાં વધુ યુવાનો શિક્ષિત, અધ ર્શિક્ષિત અને કુશળ કામદારો પરસેવો પાડવા માટે રોજગાર મેળવવા દર-દર ભટકી રહયા છે એમને સરકારી નોકરીની લાલચ આપી ભાજપની સરકારમાં બેઠેલા મોટા માથાઓના ઈશારે કમલમ્‌ના કાર્યકર્તાઓ લાખો રૂપિયાના ઉઘરાણા કરી યુવાનોની મજબુરીનો લાભ ઉઠાવી, એમના ભવિષ્‍ય સાથે ચેડા કરવાનું ભાજપ સરકારનું ષડયંત્ર હવે ખુલ્લું પડતું જાય છે.

વધુમાં જણાવ્‍યું હતું કે, ર00પથી ર018 સુધીમાં રાજયક સરકારના વિવિધ સેવાઓ માટે વિવિધ વર્ગની ભરતી માટે ચૂંટણીના આગળના વર્ષમાં જે જાહેરાતો કરવામાં આવી, લાખો યુવાનોએ ફોર્મ ભર્યા, એમણે જે ફોર્મમાં ડેટા ઉપલબ્‍ધ કરાવ્‍યા હતા, તેનો ભાજપે રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કર્યો. આવા યુવાનોને પરીક્ષા આપવા માટે કરોડો રૂપિયાનો વ્‍યર્થ ખર્ચ કરાવવામાં આવ્‍યો. પરિણામોજાહેર થાય તે પહેલાં વારંવાર જોવા મળ્‍યું છે કે આચારસંહિતા લાગુથઈ ગઈ, તમામ અરજદારોને એનું ખાનગીમાં ગોઠવાઈ ગયું છે તેવા ભાજપ અને તેને સંલગ્ન સંસ્‍થાઓએ સપના દેખાડયા અને બેરોજગાર યુવાનોની મજબુરીનો રાજકીય ઉપયોગ કરી કાર્યકર્તા તરીકે કામ કરવા મજબુર બનાવ્‍યા  અને ચૂંટણી પૂરી થયા બાદ ભરતી પ્રક્રિયામાં કાયદાકીય ગુંચવણો ઉભી કરાવીને આવી ભરતીઓ વારંવાર મોકુફ રાખવાના બનાવો ભાજપના શાસનમાં હવે સામાન્‍ય થઈ ગયા છે. તાજેતરમાં લોકરક્ષકની ભરતીમાં 9 લાખ કરતાં વધુ યુવાનોના ભવિષ્‍ય સાથે ચેડા કરનાર ષડયંત્રના તાર વાયા કમલમ્‌ સીધા જ સ્‍વમર્ણિમ સંકુલ સાથે જોડાયેલા છે.

વધુમાં જણાવ્‍યું હતું કે, લોકરક્ષકની પરીક્ષાના પ્રશ્નપત્ર અને તેના જવાબો ભાજપના મળતિયાઓ અને કાર્યકર્તાઓ મારફત લાખો બેરોજગાર યુવાનોની મજબુરીનો લાભ લઈને તેમને ખંખેરવા માટે કેટલાય દિવસે પહેલાં કમલમ્‌ કાર્યાલય ખાતે દુકાન ખોલવામાં આવી હતી. કરોડો રૂપિયાનો બેરોજગાર યુવાનોને ખર્ચ કરાવ્‍યા પછી ભાજપના પાપનો ભાંડો ફૂટતાં આવી પરીક્ષાઓ ભૂતકાળની જેમ સ્‍થગિત કરવાની સરકારને ફરજ પડી છે અને 9 લાખ કરતાં વધુ યુવાનોના ભવિષ્‍ય સાથે ચેડા કરનાર ભાજપ સરકારમાં સ્‍વર્ણિમ સંકુલમાં બેઠેલા લોકોના માર્ગદર્શન હેઠળ કમલમ્‌ કાર્યાલયના કાર્યકર્તાઓએ લાખો-કરોડો રૂપિયા ઉઘરાવી લોકરક્ષકની પરીક્ષાના પેપરો જે વેચ્‍યા હતા તેરાજયકક્ષાના સ્‍ટ્રોંગ રૂમમાં બંધ હતા તે પહેલાં પરીક્ષામાં પાસ થવા માટે મજબુરીવશ ભટકતા ટટળતા યુવાનોને ખિસ્‍સા ખંખેરીને વેચવામાં આવ્‍યા ત્‍યારે સ્‍વલયંસ્‍પષ્ટ થાય છે કે આ લોકરક્ષકની ભરતી પરીક્ષાનું પેપર મોટા માથાઓના ઈશારે ફુટયું છે.

વધુમાં જણાવ્‍યું હતું કે, લોકરક્ષકની પરીક્ષા સહિત ટેટની પરીક્ષામાં પેપર ફુટયાની વાતો પણ સામે આવી, પંચાયત તલાટી-મંત્રીના પેપરકાંડમાં પણ ભાજપના મોટા માથાઓની સંડોવણી સામે આવી છે ત્‍યારે વીતેલા વર્ષોમાં સરકારી ભરતીમાં જે અનિયમિતતાઓ થઈ છે તે સરકારની સીધી દોરવણી અને પીઠબળથી થઈ હોય તેવું આજે સ્‍પષ્ટ થાય છે ત્‍યારે હવે ગુજરાતનો રોજગાર મેળવવા દર-દર ભટકતો બેરોજગાર યુવાને ભાજપ પરથી વિશ્વાસ ગુમાવ્‍યો છે. માટે ઉચ્‍ચ ન્‍યાયપાલિકાના સીટીંગ જજના નેતૃત્‍વમાં સમગ્ર ભરતીકાંડની તટસ્‍થ, નિષ્‍પક્ષ અને પારદર્શી તપાસ સોંપવામાં આવે, માછલાઓને મારીને જેલમાં ધકેલી સંતોષ માનતી ભાજપ સરકાર સરકારમાં બેઠેલા મગરમચ્‍છો ઉપર કાયદાનો સકંજો કસી તેને જેલમાં પૂરવામાં આવે એવી વિરોધપક્ષ તરીકે અમે માંગણી અને લાગણી વ્‍યક્‍તત કરીએ છીએ. લોકરક્ષકની પરીક્ષા મોકુફ રાખી ત્‍યારે લાખો યુવાનો નિરાશાની ગર્તામાં ધકેલાય, આત્‍યંતિક પગલું ન ભરે તેના માટે ભવિષ્‍યમાં આવા બનાવો બનતા રોકવા ઉચ્‍ચન્‍યાયપાલિકાના સીટીંગ જજના નેતૃત્‍વમાં આ સમગ્ર પ્રકરણની તટસ્‍થ તપાસ થાય, ભરતીઓમાં વારંવાર પેપર ફુટવા, અનિયમિતતાઓ આચરવી, વિવિધ બનાવોમાં ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓની સીધી સંડોવણી ખુલવા જઈ રહી છે ત્‍યારે મુખ્‍યમંત્રી તાત્‍કાલિક રાજીનામું આપે એ વાતને ગુજરાતના લાખો બેરોજગાર યુવાનો સમર્થન આપી રહયા છે.

ર00પથી આજદિન સુધી ચૂંટણીઓ જેમ નજીક આવતી જાય તેમ સરકારની વિવિધ એજન્‍સીઓ દ્વારા ભરતીની જાહેરાતો આવે, યુવાનોને લાઈનમાં ઉભા રાખવામાં આવે, પરીક્ષાના નાટક કરવામાં આવે, ચૂંટણીઓ આવી જાય, બેરોજગાર યુવાનોની મજબુરીનો નવી સરકાર બનાવવા હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવે અને સરકારમાં બેઠેલા લોકો દ્વારા ચૂંટણી પ્રત્‍યે ભરતીઓને મોકુફ રખાવવા માટે કાયદાકીય અવરોધો ઉભા કરવા ષડયંત્ર રચવામાં આવે તેવું ફલિત થયું છે. ત્‍યારે સરકારનું નેતૃત્‍વ કરતાં નિષ્‍ફળ નેતા અને મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના લાખો બેરોજગાર યુવાનોના ભવિષ્‍ય સાથે ચેડા કરવા બદલ માફી માંગીને જો જરાય શરમ બચી હોય તો રાજીનામું આપવું જોઈએ તેવી માંગણી પરેશ ધાનાણીએ કરી હતી.


અમરેલી જિલ્‍લામાં ર0મી ડિસેમ્‍બરથી પાટીદાર યાત્રા યોજાશે

હાર્દિક પટેલ વિપક્ષી નેતા પરેશ ધાનાણી સાથે ચર્ચા

અમરેલી જિલ્‍લામાં ર0મી ડિસેમ્‍બરથી પાટીદાર યાત્રા યોજાશે

યાત્રાનાં અંતિમ દિવસર3 ડિસેમ્‍બરનાં રોજ ભવ્‍ય મહિલા સંમેલનનું પણ આયોજન

પાટીદારનાં ગઢ સમાન અમરેલી જિલ્‍લામાં પાટીદાર યાત્રાને લઈને ધમધમાટ શરૂ

અમરેલી, તા. 4

પાટીદાર અનામત આંદોલનને વધુ વેગવંતુ કરવા માટે ધોરાજી ખાતે ભભપાસભભના કન્‍વીનર અને અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલની અઘ્‍યક્ષતામાં ભભપાસભભની સૌરાષ્‍ટ્ર ઝોનની બેઠક મળી હતી. જેમાં આંદોલનાત્‍મક કાર્યક્રમો ઘડી કાઢવામાં આવ્‍યા હતા.

જે અંગે હાર્દિક પટેલે જણાવ્‍યું હતું કે, કાલે ગાંધીનગર ખાતે બપોરે 1 વાગ્‍યે વિધાનસભા વિરોધ પક્ષનાં નેતા પરેશભાઈ ધાનાણીના ઘરે જઈને અનામત આંદોલન મુદે જવાબ મંગાશે અને ખુલ્‍લી ચર્ચા કરવામાં આવશે.

હાર્દિક પટેલે વધુમાં કહૃાું કે, તા. ર0 થી રર સુધી ત્રણ દિવસ માટે અમરેલી જીલ્‍લામાં પાટીદાર અનામત આંદોલન માટે પદયાત્રા કરાશે અને તા. ર3નાં રોજ અમરેલીમાં ભવ્‍ય મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્‍યું છે.


અમરેલીનાં જાણીતા કવિ પ્રણવ પંડયાને કવિ કલાપી એવોર્ડ અર્પણ થશે

લાઠીનાં આરાધના ચેરીટેબલ ટ્રસ્‍ટ ર્ેારા

અમરેલીનાં જાણીતા કવિ પ્રણવ પંડયાને કવિ કલાપી એવોર્ડ અર્પણ થશે

પૂ. મોરારિબાપુનાં વરદહસ્‍તે એવોર્ડ અર્પણ થશે

અમરેલી, તા.4

વિદ્યાનગરી લાઠીનાં આરાધના ચેરી. ટ્રસ્‍ટ ર્ેારા જગપ્રસિઘ્‍ધ રાજવી કવિ કલાપી એવોર્ડ પ.પૂ. મોરારિબાપુનાં કરકમળથી પ્રતિવર્ષ અપાય છે. હાલ જામનગર સ્‍થિતભરતભાઈ હમીરભાઈ ડેરનાં સૌજન્‍યથી ર019નાં વર્ષ માટે અમરેલીનાં યુવા કવિ એમ.કે.સી. હાઈસ્‍કૂલ ચલાલાનાં શિક્ષક પ્રણવભાઈ પંડયાને અર્પણ કરવાનું નક્કી થતાં સાહિત્‍યકારો, ભાવકોમાં આનંદ વ્‍યાપેલ છે.

અમરેલી નગરનું સાહિત્‍ય ક્ષેત્રે ગૌરવ વધારનાર કવિ પ્રણવભાઈ પંડયાની કવિતા ક્ષેત્રે ભારે સાધના છે. સાહિત્‍યકાર, કટારલેખક અને વિવિધ કાર્યક્રમનું સુચારું સંચાલન કરનાર આ કવિના કવિતાથી વધુ કંઈ નહિ (કાવ્‍યસંગ્રહ ર013) શ્‍વાસનું રિચાર્જ (લલિત નિબંધ સંગ્રહ ર01પ) મન પાંચમનો મેળામાં ભાગ 1-ર-3 (કવિશ્રી રમેશ પારેખનાં સમગ્ર કાવ્‍યોનું સંકલન ગુજરાતી સાહિત્‍ય અકાદમી ગાંધીનગર ર્ેારા) ને સાંભરે કલાપી (કવિ કલાપીના અંજલી કાવ્‍યોનું સંપાદન) શ્‍વાસનું રિચાર્જ શીર્ષકથી ફૂલછાબ રાજકોટ, જન્‍મભૂમિ પ્રવાસી મુંબઈ રવિવાર પૂર્તિમાં લેખમાળા પ્રગટ થાય છે. જેના ર00 ઉપરાંત લેખ થયા છે. ગુજરાતી સાહિત્‍ય અને સંસ્‍કારના સામયિકોમાં કવિતા અને લેખ પ્રગટ થાય છે. પ્રથમ કાવ્‍ય ભભસંગ્રહ કવિતાથી વધુ કઈ નહિભભ માટે સમન્‍વય અને ગુજરાત સમાચાર અમદાવાદ ર્ેારા રૂપિયા એકાવન હજારનું રાવજી પટેલ યુવા સાહિત્‍ય પ્રતિભા સન્‍માન, અમરેલી સમસ્‍ત બ્રહ્મસમાજ ર્ેારા કલારત્‍ન સન્‍માન પ્રાપ્‍ત થયા છે. વિદ્યાગુરું ફાઉન્‍ડેશન સાવરકુંડલા ર્ેારા સાહિત્‍યિક અને સેવાકિય પ્રવૃતિ માટેવિશેષ સન્‍માન અમરેલી નગરપાલિકા ર્ેારા સર્જનાત્‍મક પ્રવૃતિ માટે ભવતનનાં રતનભભ સન્‍માન સ્‍વામી મંદિર વડતાલ તરફથી લેખક રત્‍નાકર સન્‍માન પ્રાપ્‍ત થયેલ છે. કવિતા અને સંગીતની પ્રસ્‍તુતી માટે આફ્રિકા, યુરોપ અને અમેરિકાનો પ્રવાસ કરનાર આ યુવા કવિને રાજવી કવિ કલાપી એવોર્ડ માટે પસંદગી થતા વિશાળ સંખ્‍યામાં ચાહકો, ભાવકો અને સાહિત્‍યકારો- કવિઓ, લેખકોએ મો.નં. 94ર69 71678 ઉપર અભિનંદન- શુભેચ્‍છાની વર્ષા કરી રહૃાા છે.


ડુંગર ગામે બાલ-દાઢી કરતાં યુવકને લાફો મારી, ધમકી આપી

ડુંગર ગામે બાલ-દાઢી કરતાં યુવકને લાફો મારી, ધમકી આપી

તે જ ગામે રહેતાં શખ્‍સ સામે પોલીસ ફરિયાદ

અમરેલી, તા. 4

રાજુલા તાલુકાનાં ડુંગર ગામે રહેતાં અને બાલ-દાઢી કરવાની દુકાન ધરાવતાં અશ્‍વિનભાઈ નરસીભાઈ વાળા નામનાં રપ વર્ષિય યુવકની દુકાને તે જ ગામે રહેતાં જાવીદભાઈ ઉસ્‍માનભાઈ ગાહા દાઢી કરાવવા માટે આવતાં યુવકે થોડીવાર પછી વારો આવશે તેમ કહેતાં આ જાવીદભાઈએ ઉશ્‍કેરાઈ જઈ યુવકને ગાળો આપી ગાલ ઉપર લાફો મારી દઈ, જાનથી મારી નાંખવા ધમકી આપ્‍યાની ફરિયાદ ડુંગર પોલીસમાં નોંધાઈ છે.


પાણીયા ગામે જમીનનાં મનદુઃખનાં કારણે ખેડૂતને પાઈપ વડે માર માર્યો

પાણીયા ગામે જમીનનાં મનદુઃખનાં કારણે ખેડૂતને પાઈપ વડે માર માર્યો

ઘવાયેલા આધેડને વધુ સારવાર માટે અમરેલી ખસેડાયા

અમરેલી, તા.4

અમરેલી તાલુકાના પાણીયા ગામે રહેતા અને ખેતીકામ કરતા નારણભાઈ પાલાભાઈમકવાણા નામના 4પ વર્ષીય આધેડ ખેડૂત ગઈકાલે રાત્રે પોતાના ખેતરે હતા ત્‍યારે તે જ ગામે રહેતા કેશુભાઈ ખોડાભાઈ કાનપરીયા પોતાના હાથમાં પાઈપ લઈ આવ્‍યા અને અગાઉના મનદુઃખના કારણે ઉશ્‍કેરાઈ જઈ ચાલ બહાર નીકળ તેમ કહી ગાળો આપી પાઈપ વડે આડેધડ માર મારી જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કરી ઈજા કરતા પ્રથમ બગસરા અને વધુ સારવાર માટે અમરેલી દવાખાને સારવાર માટે ખસેડાયાની ફરિયાદ અમરેલી તાલુકા પોલીસમાં નોંધાઈ છે.


ચિત્તલ ગામેથી પશુની કતલ કરી માસનું વેચાણ કરતાં શખ્‍સને ત્‍યાં દરોડો

ચિત્તલ ગામેથી પશુની કતલ કરી માસનું વેચાણ કરતાં શખ્‍સને ત્‍યાં દરોડો

રૂા. 3 હજારનો મુદ્યામાલ ઝડપાયો : આરોપી નાશી ગયો

અમરેલી, તા. 4

ચિતલ ગામે રહેતાં હુસેન મુસાભાઈ કાલવા પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે પોતાના આર્થિક લાભ માટે થઈ કોઈ પશુની કતલ કરી વેચાણ કરતો હોવાની બાતમી અમરેલી તાલુકા પોલીસને મળતાં પોલીસે દરોડો કરી પશુનું માસ આશરે 1પ કિલો કિંમત રૂા.3 હજારનો ઝડપી લીધો. જયારે આરોપી નાશી જતાં તેમની શોધખોળ             આદરી છે.


લાઠીની પરિણીતાને પતિએ માર મારી શારીરિક માનસિક ત્રાસ આપ્‍યો

પતિને કામ ધંધો કરવા ઠપકો આપતા

લાઠીની પરિણીતાને પતિએ માર મારી શારીરિક માનસિક ત્રાસ આપ્‍યો

પેટનાં ભાગે લાત મારી, બાખોડીયા ભરી લીધા

અમરેલી, તા.4

લાઠી ગામે રહેતા શિલ્‍પાબેન હરેશભાઈ જાદવ નામની 30 વર્ષીય પરિણીતાએ બે-ત્રણ દિવસ પહેલા પોતાના પતિને કામ ધંધો કરવા બાબતે ઠપકો આપેલ અને તે અંગે પતિ-પત્‍નિ વચ્‍ચે ઘરમાં માથાકુટ થયેલ તે વાતનું મનદુઃખ રાખી ગઈકાલે પરિણીતાનો નાનો ભાઈ રસીકભાઈ જયંતિભાઈ રાઠોડ આવેલ અને તેમની સાથે વાત કરતા હોય ત્‍યારે તેણીના પતિ આવી જતા તેમણે ઉશ્‍કેરાઈ જઈ પોતાની પત્‍નિને ગાળો આપી, બાખોડીયા ભરી અને પેટમાં લાત મારી દીધેલ અને તેણીના ભાઈને પણ માર મારતા તેણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.


લાઠીનાં જરખીયા ગામે બંધ રહેણાંક મકાનમાંથી રૂા. રપ હજારની ચોરી

શિયાળાની શરૂઆત થતાં જ તસ્‍કરો બન્‍યા સક્રિય

અમરેલી, તા. 4

શિયાળાની રાત્રીનાંસમયે લોકો મીઠી નિંદ્રા માણી રહૃાાં હોય ત્‍યારે તસ્‍કરો તેનો લાભ લઈ ચોરી કરી રહૃાા હોય અમરેલી જિલ્‍લામાં વધુ એક ચોરીનો બાવ સામે આવ્‍યો છે. લાઠી તાલુકાનાં જરખીયા ગામે રહેતાં અને ખેતીકામ કરતાં વિઠલભાઈ કરશનભાઈ છભાયા નામનાં પ0 વર્ષિય ખેડૂતનાં રહેણાંક મકાનમાંથી તા.30ની રાત્રે કોઈ અજાણ્‍યા તસ્‍કરોએ તેમનાં તથા અન્‍યનાં રૂમનાં તાળા તોડી કબાટમાં રાખેલ કબાટમાંથી રૂા.રપ હજાર રોકડનીચોરી કરી લઈ ગયાની ફરિયાદ લાઠી પોલીસમાં નોંધાઈ છે.


ફફડાટ : બગસરાનાં સુડાવડ ગામેથી અઢી વર્ષનાં બાળકને દીપડો ઉઠાવી ગયો

જિલ્‍લામાંરાની પશુઓ હવે આફત બની રહૃાા છે

ફફડાટ : બગસરાનાં સુડાવડ ગામેથી અઢી વર્ષનાં બાળકને દીપડો ઉઠાવી ગયો

વનવિભાગ દ્વારા બાળકને શોધવાની કવાયત શરૂ

અમરેલી, તા. 4

અમરેલી જિલ્‍લામાં વન્‍ય પ્રાણીઓ અને તેમાં ખાસ કરીને દીપડાઓ વહેલી સવારે અથવા તો મોડી રાત્રીનાં ત્રાટકી પરિવાર સાથે સુતા બાળકોને ઉઠાવી જવાના બનાવો અનેકવાર બન્‍યા છે. ત્‍યારે બગસરા તાલુકાનાં સુડાવડ ગામે આજે વહેલી સવારે એક દીપડાએ માત્ર અઢી વર્ષનાં બાળકને ઉઠાવી ગયાની ઘટના બનવા પામી છે. આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી છે તેમ છતાં પણ હજુ સુધી આ બાળકનો કોઈ જ પતો લાગેલ ન હોય. વનતંત્ર આ આ વિસ્‍તારમાં ફરી રહૃાા છે અને બાળકની ભાળ મેળવવા કવાયત હાથ ધરી છે.

આ બનાવમાં જાણવા મળતી વિગત મુજબ બગસરા તાલુકાનાં સુડાવડ ગામની સીમમાં આવેલ એક વાડી વિસ્‍તારમાં રહેતા અને બચુભાઈ કોરાટની વાડીમાં મજુરી કામ કરતાં પ્રભુભાઈ નામનો શ્રમિક પરિવાર આજે વહેલી સવારે ઓરડીમાં સુતા હતા ત્‍યારે લગભગ સવારે પથી પ-30 કલાકનાં સમય દરમિયાન બીલ્‍લીપગે એક દીપડો આવી ચડયો હતો અને ત્‍યાં સુતેલા અઢી વર્ષના બાળક મેહુલને મોંમાં દબોચી નાશી ગયો હતો.

આ ઘટનાની જાણ બાળકની માતાને થતાં તેઓએ રાડારાડ કરી મુકતા તેમનો પરિવાર તથાઅન્‍ય આજુબાજુવાળા લોકો એકઠા થયા હતા અને દીપડાનો પીછો કર્યો હતો. પરંતુ આ દીપડા તથા અઢી વર્ષના બાળકનો કોઈ જ પતો મળ્‍યો ન હતો.

આજે સવારે 7 વાગ્‍યાના સુમારે ગામનાં આગેવાનોએ આ ઘટના અંગે વનવિભાગને જાણ કરતાં વનવિભાગનાં કર્મી-અધિકારીઓ ઘટના સ્‍થળે દોડી આવ્‍યા હતા અને આ દીપડા તથા બાળકની શોધખોળ આદરી હતી. પરંતુ આ લખાય છે ત્‍યાં સુધી બાળકની કોઈ જ ભાળ મળી નથી.


સા.કુંડલામાંથી ફરાર થયેલ પીઆઈ તથા એએસઆઈની ધરપકડ કરો

શહેરનાં જુદા-જુદા સંગઠનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્‍યું

સા.કુંડલામાંથી ફરાર થયેલ પીઆઈ તથા એએસઆઈની ધરપકડ કરો

બન્‍ને અધિકારીને ઝડપીને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી

સાવરકુંડલા, તા. 4

સાવરકુંડલા શહેરમાં ઈન્‍ચાર્જ પીઆઈ પી.બી. ચાવડા તથા એએસઆઈ નરેન્‍દ્રસિંહ ગોહિલ તથા કોન્‍સ્‍ટેબલ અરવિંદ પરવડા પર ગત તા. 30/11નાં રોજ બોટાદ એસીબી ઘ્‍વારા લાંચમાં ઝડપાયા હતા. જેમાં પીએસઆઈ અને એએસઆઈ નાસી છૂટયા હતા. જયારે કોન્‍સ્‍ટેબલ અરવિંદ પરવડા ઝડપાઈ ગયા હતા જેના 3 દિવસના રિમાન્‍ડ બાદ જેલ હવાલે કરવામાં આવ્‍યા હતા.

આ સમગ્ર બનાવના પગલે સાવરકુંડલા શહેરના વિવિધ સંગઠન હિન્‍દુ યુવા સેના, સૂર્ય સેના, અખીલ વિકાસ સંઘ, જય માંધાતા ગૃપ, કાઠી ક્ષત્રિય સમાજ, સદભાવના ગૃપ, શિવશકિત યુવા ગૃપ, ખોડિયાર ચોકમિત્ર મંડળ, ભગત રવિકૃષ્‍ણ ફાઉન્‍ડેશન, રાષ્‍ટ્રીય રાજપૂત કરણી સેના, સમસ્‍ત માલધારી સમાજ, લુહાર યુવા સંગઠન, મોચી જ્ઞાતિ યુવા ગૃપ, બાર એસોસીએશન વગેરે સમાજ તથા સંગઠનો ઘ્‍વારા એક વિશાળ બાઈક રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવી ફરાર પીએસઆઈ અને એએસઆઈને તાત્‍કાલિક પકડવા તથા તેના વિરૂઘ્‍ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ તકે સાવરકુંડલા શહેરમાંથી મોટી સંખ્‍યામાં યુવાઓ ઉપસ્‍થિત રહૃાા હતા.


લોકરક્ષક ભરતી પરીક્ષાનાં કૌભાંડની તટસ્‍થ તપાસ કરો : ગુજરાત જનચેતના પાર્ટી

ગુજરાત જનચેતના પાર્ટીએ રાજયપાલને આવેદનપત્ર પાઠવ્‍યું

લોકરક્ષક ભરતી પરીક્ષાનાં કૌભાંડની તટસ્‍થ તપાસ કરો

પરીક્ષા હવે પછી જે-તે ઉમેદવારનાં જિલ્‍લામાં જ લેવાની પણ રજુઆત કરી

1પ દિવસમાં યોગ્‍ય તપાસ નહી થાય તો વિધાનસભા સુધીની કુચ કરવા ચીમકી આપી

અમરેલી, તા. 4

ગુજરાત જનચેતના પાર્ટીનાં અઘ્‍યક્ષ મનુભાઈ ચાવડાએ રાજયપાલને કલેકટર મારફત આવેદનપત્ર પાઠવેલ છે.

આવેદનપત્રમાં જણાવેલ છે કે, ગુજરાતમાં 8 લાખથી વધારે ઉમેદવારો પોલીસ (લોકરક્ષક)ની ભરતી માટે પરીક્ષા આપવા પોતાના જીલ્‍લાથી ઘણે દુર સુધી તંત્ર ઘ્‍વારા આપવામાં આવેલ સેન્‍ટર પર પરીક્ષા આપવા ઉપસ્‍થિત થયેલ. ત્‍યારે આ સમયે તમામ ઉમેદવારોને પરીક્ષા માટે પોતાના સેન્‍ટર પર પરીક્ષા આપવા માટે પોતાના સીટ નંબર પર પોતાના સ્‍થાનેબેસાડી દીધેલ. ત્‍યારે અચાનક ટીવી મીડિયામાં સમાચાર ઘ્‍વારા ભરતી બોર્ડનાં અઘ્‍યક્ષ વિકાસ સહાય ઘ્‍વારા પ્રેસ કોન્‍ફરન્‍સ કરી જાહેર કરવામાં આવ્‍યું કે, આ પરીક્ષા પેપર લીક થવાનાં કારણે રદ કરવામાં આવે છે. ત્‍યારે આ વિકાસનાં બણગા ફુંકતી અને મોડેલ ગુજરાતની વાતો કરતી ભાજપ સરકારનાં ચૂંટાયેલા નેતાઓ, પોલીસ તંત્રનાં જવાબદાર અધિકારીઓ અને સરકાર સાથે સાંઠ-ગાંઠ ધરાવનાર લોકોનાં પેપર કૌભાંડમાં નામ આવે છે. ત્‍યારે આ સરકારની નીતિઓ ખોખલી પુરવાર થઈ રહી છે અને રાજયનાં બેરોજગાર યુવાન-યુવતીઓની ક્રુર મજાક ઉડાવી છે. તેમજ વિદ્યાર્થીઓ ઘ્‍વારા રાત-દિવસ જોયા વગર અથાગ મહેનત કરી પરીક્ષા આપવા ઉપસ્‍થિત થયેલ હતા તેમજ અમુક ઉમેદવારોને તો જીલ્‍લાથી દુર આવેલ પરીક્ષા કેન્‍દ્રો પર પહોંચી શકવા માટે પુરા રૂપિયા પણ ન હોવાથી કોઈ પાસેથી પરીક્ષા આપવા માટે ઉછીનાં પૈસા લઈ પરીક્ષા આપવા હાજર રહૃાા હતા. તેમજ પરીક્ષાર્થીને જીલ્‍લાથી દુર પરીક્ષા સેન્‍ટર આપવામાં આવેલ હોઈ પરીક્ષાર્થીઓનાં માતા-પિતા પણ સાથે આવેલ હતા તેઓને આ સમયે આવી પરિસ્‍થિતિ ઉભી થતાં હેરાન થયા હતા અને વિદ્યાર્થીઓની રાત-દિવસની મહેનત પર આ કૌભાંડીઓએ પાણી ફેરવ્‍યું છે. ત્‍યારે આ ઘટનાની જવાબદારી લઈ ત્‍વરીત મુખ્‍યમંત્રી/ગૃહમંત્રી તેમજ તમામજવાબદાર અધિકારીઓના રાજીનામાની માંગ ગુજરાત જનચેતના પાર્ટી કરે છે. તેમજ આ તમામ નોંધાયેલ ઉમેદવારોનાં ખાતામાં પરીક્ષા પાછળ ખર્ચાયેલ 3000 જેટલી રકમ ગુજરાત સરકાર ઘ્‍વારા વહેલીતકે પહોંચાડવામાં આવે તેમજ આગામી આ લેવાનાર પરીક્ષાનો પણ ઉમેદવારનો સંપૂર્ણ ખર્ચ પણ સરકાર ઘ્‍વારા ચુકવવામાં આવે તેમજ આગામી લોકરક્ષક ભરતીની પરીક્ષા સંપૂર્ણ પારદર્શીતા સાથે લઈ ઉમેદવારોનાં ભાવી સાથે ચેડા ન થાય તેની સંપૂર્ણ જવાબદારી રાખી ઉમેદવારનાં પોતાના જ જીલ્‍લામાં પરીક્ષા આપી શકે તેવી વ્‍યવસ્‍થા કરવી તેમજ આ ઘટનામાં સીટની રચના કરી તપાસ કરવા અમારી માંગ છે. જેથી આ કાંડમાં સંડોવાયેલ ઘણા મોટા માથાઓના નામ પણ જાહેર થાય એમ છે. તેમજ છેલ્‍લા ઘણા સમયથી સરકારી ભરતી માટેની તમામ પરીક્ષાઓમાં આવા કૌભાંડો સામે આવી રહૃાા છે. તેમજ જવાબદારો સામે આજ સુધી           ઠોસ પગલાં લેવામાં આવ્‍યા નથી અને ઉમેદવારોના ભાવી સાથે આ સરકાર અને જવાબદાર અધિકારીઓ ચેડા કરી રહૃાા છે. ત્‍યારે આવા તમામ કૌભાંડોની તપાસ વહેલીતકે પૂર્ણ કરી ગુજરાતના બેરોજગાર યુવા-યુવતીઓને ન્‍યાય આપવાની માંગ ગુજરાત જનચેતના પાર્ટી કરે છે. ઉપરોકત માંગણીઓનો સ્‍વીકાર સરકાર ઘ્‍વારા દિન-1પમાં નહી કરવામાં આવે તો 1પ દિવસ બાદ ગુજરાતજનચેતના પાર્ટી ઘ્‍વારા આ ભરતી કૌભાંડનો ભોગ બનેલ તમામ ઉમેદવારોને સાથે રાખી વિધાનસભા કુચ કરી ન્‍યાયની માંગણી કરવામાં આવશે.


નવી ઉપાધી : બાબરામાં બેકાબુ બનેલ આખલાએ શહેરમાં ફફડાટ ફેલાવ્‍યો

ગાયો બાદ હવે આખલાઓથી ફફડાટ

નવી ઉપાધી : બાબરામાં બેકાબુ બનેલ આખલાએ શહેરમાં ફફડાટ ફેલાવ્‍યો

પાલિકા પ્રમુખે જુદી-જુદી ટીમો બનાવી આખલા પર કાબુ મેળવ્‍યો

બાબરા,તા.4

બાબરામાં આખલો હડકાયો થતા શહેરમાં ભારે દોડધામથી પાલીકા પ્રમુખ દ્વારા ત્રણ જેટલી ટીમો બનાવી આખલાને પકડવાની કવાયત હાથ ધરી બે કલાકની જહેમત બાદ આખલાને કાબુ કરાતા નગરજનોએ રાહત અનુભવી.

બાબરામાં મોડી સાંજે એક આખલો અચાનક હડકાયો થતા શહેરના વિસ્‍તારમાં ભારે નાસભાગ મચી હતી સ્‍થાનિક લોકો દ્વારા લાકડી અને પાઈપ લઈ પાગલ ખુંટિયાને પકડવાનો પ્રયાસ કર્યો હતો.

શહેરમાં આખલો હડકાયો થતા લોકોમાં ભયનું મોજુ ફરી વળ્‍યું હતું. સ્‍થાનિક લોકો દ્વારા નગરપાલિકાને જાણ કરવામાં આવતા પાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા દ્વારા તાબડતોબથી ટ્રેકટર અને જીસીબી સાથેની ત્રણ જેટલી ટીમો બનાવી હડકાયા આખલાને પકડવાની કવાયત હાથ ધરી હતી. જોકે બે કલાકની વધુ સમયની ભારે જહેમત બાદ આખલાને કાબુમાં કરવામાં આવતા નગરજનોમાં રાહતની લાગણી છવાય ગઈ હતી.

અત્રે ઉલ્‍લેખનીય છે કે બાબરા શહેરમાં આશરે રપ0 થી વધુ આખલો ધૂમી રહયા છે, પણ કાયદાકીય ગુંચવલના કારણે નગરપાલિકાને આખલાને શહેરથી દુર મુકવામાં ભારે મુશ્‍કેલી પડી            રહી છે.


અમરેલીમાં વેપારીઓ ધુળથી બચવા માસ્‍ક પહેરવા મજબુર

               અમરેલી શહેર ધુળનગરી બની ગયું છે. શહેરીજનો માર્ગ પર ઉડતી ધુળથી ત્રાહીમામ પોકારી ચુકયા છે. રાજકીય આગેવાનોઆક્ષેપ-પ્રતિ આક્ષેપ કરીને શહેરીજનો સાથે ક્રુર મજાક કરી રહૃાા છે અને શહેરનાં વેપારીઓ પણ ધુળથી બચવા ચહેરા પર માસ્‍ક પહેરવા મજબુર બન્‍યાનું ચિત્ર સ્‍પષ્‍ટ થઈ રહૃાું છે.


05-12-2018