Main Menu

Tuesday, December 4th, 2018

 

ગણેશગઢમાં ખેડૂતનાં રહેણાંક મકાનમાંથી રૂા. 1.73 લાખનાં મુદ્યામાલની ચોરી

ગણેશગઢમાં ખેડૂતનાં રહેણાંક મકાનમાંથી રૂા. 1.73 લાખનાં મુદ્યામાલની ચોરી

રોકડ રકમ તથા દાગીના પટારામાંથી તસ્‍કરો ચોરી કરી ગયા

અમરેલી, તા. 3

શિયાળાની હજુ તો શરૂઆત થવા પામી છે, ત્‍યાં તો તસ્‍કરોએ ઉપાડો લીધો હોય, જિલ્‍લામાં કયાંકને કયાંક ચોરીનાં બનાવો બની રહૃાા છે. ત્‍યારે સાવરકુંડલા તાલુકાનાં ગણેશગઢ ગામે એક ખેડૂતનાં રહેણાંક મકાનમાંથી તસ્‍કરો રોકડ રકમ તથા સોના-ચાંદીનાં દાગીના મળી કુલ રૂા.1.73 લાખનો મુદ્યામાલ ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્‍ટેશનમાં નોંધાઈ છે, ત્‍યારે આ બનાવને લઈ લોકોમાં ફફડાટ ફેલાયો.

આ બનાવ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર સાવરકુંડલા તાલુકાનાં ગણેશગઢ ગામે રહેતાં 6 વિઘા ખેતીની જમીન ધરાવતાં ઘનશ્‍યામભાઈ હીરજીભાઈ બોરડ નામનાં પ0 વર્ષિય ખેડૂત ગત તા.30 ના રોજ રાત્રે વાડીએ રખોપુ કરવા ગયા હતા અને ઘરે તેમનાં ત્‍નિ તથા પુત્રીઘરે હતા અને આ બન્‍ને મા-દિકરી રાત્રીનાં 11 વાગ્‍યા આસપાસ એક રૂમમાં સુઈ ગયા હતા. ત્‍યારે બીજા રૂમમાં આવેલ એક પટારામાં તાજેતરમાં જ ખેડૂત 101 મણ કપાસ વેંચેલ હતો તેની રકમ રૂા.1,1ર,000 આવેલ તે મુકેલ હતી. જયારે આ જ પટારામાં એક શુટકેસમાં સોનાનો ચેઈન પેંડલ સાથેનો કિંમત રૂા.40 હજાર, સોનાની વીટી નંગ-ર કિંમત રૂા.ર0 હજાર તથા ચાંદીના છડા-1 કિંમત રૂા.800 મળી કુલ રૂપિયા 1,7ર,800નો મુદ્યામાલ કોઈ અજાણ્‍યા તસ્‍કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સાવરકુંડલા રૂરલ પોલીસમાં નોંધાવી છે.


અમરેલી જિલ્‍લા શિક્ષ્ણાધિકારી અને ખાતે જિલ્‍લા પ્ર્રાથમિક શિક્ષણાધિકારીની વરણી કરવામાંઆવી

છેલ્‍લા ઘણા વર્ષોથી એક જ અધિકારી પાસે બન્‍ને ચાર્જ રહેતા હતા

હાશકારો : અંતે અમરેલી ખાતે ગણાતી જિલ્‍લા શિક્ષ્ણાધિકારી અને ખાતે જિલ્‍લા પ્ર્રાથમિક શિક્ષણાધિકારીની વરણી કરવામાંઆવી

જિલ્‍લાનાં શિક્ષણક્ષેત્રની કથળતી હાલતને સુધારવાનો રહેશે પડકાર

અમરેલી, તા. 3

અમરેલી જિલ્‍લાના શિક્ષણ જગતની અતિ મહત્‍વની ગણાતી જિલ્‍લા શિક્ષ્ણાધિકારી તરીકે છોટા ઉદેપુર ખાતે જિલ્‍લા પ્ર્રાથમિક શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવતા એમ.જી. પ્રજાપતિને મુકવામાં આવ્‍યા છે. જયારે જિલ્‍લા પ્રાથમિક શિક્ષણાધિકારી અધિકારી તરીકે સી.એમ. જાદવને મુકવામાં આવ્‍યા છે. અત્રે ઉલ્‍લેખનીય છે કે, હાલમાં રાજય સરકારે પ8 જેટલા શિક્ષણ જગતના અધિકારીઓની બદલી સાથે બઢતીનાં હુકમો કરતા અમરેલીની બન્‍ને જગ્‍યાઓ ભરાય જતા શિક્ષણને લગતા પ્રશ્‍નો ત્‍વરિત ઉકલી જશે તેવો આશાવાદ જાગ્‍યો છે.

 

 

 

 

 


બગસરા એસ.ટી. બસ સ્‍ટેન્‍ડ પાસે અગ્નિસ્‍નાન કરનાર પરપ્રાંતીય યુવકનું મોત

બગસરા એસ.ટી. બસ સ્‍ટેન્‍ડ પાસે અગ્નિસ્‍નાન કરનાર પરપ્રાંતીય યુવકનું મોત

અમરેલી, તા.3

બગસરા ગામે રહેતો રાજુલ નરેન્‍દ્રભાઈ મિશ્રા નામના રર વર્ષીય યુવક અગાઉ બગસરામાં આવેલ એક લોજમાં કામ કરતો હતો. પરંતુ તેમને ગાંજો તથા દારૂ પીવાની ટેવ હોય, જેથી લોજના માલીકે નોકરીમાંથી છુટો કરી દીધો હતો.

બાદમાં તેમને અન્‍ય જગ્‍યાએ કોઈ કામધંધો મળતો ન હોય જેથી કંટાળી જઈ ગત તા.30ના સાંજે બગસરા બસ સ્‍ટેશન પાસેપોતાની    મેળે શરીરે પેટ્રોલ છાંટી અગ્નિસ્‍નાન કરી લેતા તેમનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું.


અમરેલી એસઓજીએ બાઈક ચોર કેસનાં આરોપીને ઝડપી લીધો

અમરેલી એસઓજીએ બાઈક ચોર કેસનાં આરોપીને ઝડપી લીધો

અમરેલી, તા. 3

એસ.ઓ.જી.નાં પોલીસ સબ ઈન્‍સ.આર. કે. કરમટા તથા ટીમ એસ.ઓ.જી.એ મોટર સાયકલ ચોરીનાં ગુન્‍હાનાં આરોપીને સાવરકુંડલા તાલુકાનાં પીઠવડી ગામેથી ઝડપી પાડેલ છે.

પકડાયેલ આરોપી : ભાયલાલભાઈ નાગજીભાઈ દેથળીયા (મકવાણા) ઉ.વ. 36 ધંધો મજુરી (1) મોટર સાયકલ સ્‍પ્‍લેન્‍ડર કાળા કલરનું જેના આર.ટી.ઓ.રજી.નં. જીજે0પડીકે-7416 નંબરનું કિ.રૂા.ર0,000 નું ચાવંડ ગામેથી ચોરી કરેલ હોય અને જે અંગે લાઠી પોલીસ સ્‍ટેશન ફ.ગુ.ર.નં. 67/ર018 ઈ.પી.કો.ક.379 મુજબનો ગુન્‍હો રજી. થયેલ છે. (ર) મોટર સાયકલ સુપર સ્‍પ્‍લેન્‍ડર જેના આર.ટી.ઓ. રજી.નં. જીજે04એજી-4પ84 કિ.રૂા.1પ000 નું આજથી ચાર પાંચ દિવસ પહેલા ચોરી કરેલ હતું.

આરોપીનો ગુન્‍હાહીત ઈતિહાસ : આજથી એકાદ વર્ષ પહેલા પાંચ મોટર સાયકલ ચોરીમાં પકડાયેલ હતો અને ત્‍યારે સાતેક માસ જેલમાં રહેલ હતો. અને ત્‍યાર બાદ બે થી      અઢી માસ પહેલા મોટર સાયકલ ચોરીમાં પકડાયેલ હતો. આગળની વધુ તપાસ થવા સારૂ આરોપીઓને લાઠી પોલીસ સ્‍ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.


લાઠી ખાતેરસોઈ બનાવતા દાજી ગયેલ તરૂણીનું સારવાર દરમિયાન મોત

લાઠી ખાતેરસોઈ બનાવતા દાજી ગયેલ તરૂણીનું સારવાર દરમિયાન મોત

ચૂંદડી ગેસની પાછળ લાગતા અકસ્‍માતે દાજી ગયેલ

અમરેલી, તા. 3, લાઠી ગામે રહેતી ઈન્‍દુબેન મનોજભાઈ સોલંકી નામની મહિલાની 1પ વર્ષીય પુત્રી પૂજા ગત તા.રર/10ના રોજ સવારે 11 વાગ્‍યાના સમયે પોતાના ઘરે ગેસ ઉપર રસોઈ બનાવતી હોય, ત્‍યારે અકસ્‍માતે તરૂણીની ચૂંદડીને ગેસની ઝાળ લાગી જતાં આ તરૂણી આખા શરીરે દાજી જવા પામેલ હોય, તેણીને સારવાર માટે દવાખાને ખસેડાયા બાદ લાંબી સારવાર બાદ તરૂણીનું મોત નીપજયાનું લાઠી પોલીસમાં જાહેર થવા પામેલ છે.


જાફરાબાદ તાલુકા પંચાયતમાં બળવો કરનાર ર સદસ્‍યોને સદસ્‍યપદેથી દુર કરાયા

ભાજપમાંથી બળવો કરીને કોંગ્રેસને સમર્થન કર્યુ હતું

જાફરાબાદ તાલુકા પંચાયતમાં બળવો કરનાર ર સદસ્‍યોને સદસ્‍યપદેથી દુર કરાયા

કરણભાઈ બારૈયા અને બાઘુબેન મકવાણાનું સદસ્‍યપદ રદ્‌ કરતા ચકચાર

અમરેલી, તા.3

જાફરાબાદ તાલુકા પંચાયતમાં ભાજપમાંથી વિજેતા થઈને કોંગ્રેસને સમર્થન કરનાર તાલુકા પંચાયતનાં  ર સદસ્‍યોને સદસ્‍યપદેથી દુર કરવામાં આવતાાં સ્‍થાનીક રાજકારણમાં ગરમાવો આવી                ગયો છે.

વિગત એવા પ્રકારની છે કે જાફરાબાદ તાલુકા પંચાયતના સદસ્‍ય મનુભાઈ વાજાએ ભાજપમાંથી ચુંટાયેલ કરણભાઈ બારૈયા અને બાઘુબેન મકવાણાએ પક્ષના આદેશની અવગણના કરીને કોંગ્રેસને સમર્થન આપતાં બન્‍ને સદસ્‍યોવિરૂઘ્‍ધ પક્ષપાનેર ધારા હેઠળ કાર્યવાહી કરવાની ફરિયાદ કરાતા સક્ષમ અધિકારીએ બન્‍ને સદસ્‍યોનું સદસ્‍યપદ રદ કરતાં ચકચાર           મચી છે.


લાંચ લેવાનાં બનાવમાં ઝડપાયેલ પોલીસ કર્મી રીમાન્‍ડ બાદ જેલ હવાલે

સાવરકુંડલા શહેરમાં થોડા દિવસો પહેલા

લાંચ લેવાનાં બનાવમાં ઝડપાયેલ પોલીસ કર્મી રીમાન્‍ડ બાદ જેલ હવાલે

વધુ પોલીસ રીમાન્‍ડ નામંજુર કરતી કોર્ટ

અમરેલી, તા. 3

ગત તા.ર9નાં રોજ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્‍ટેશન સામેથી પોલીસ કર્મી અરવિંદભાઈ પરડવા રૂા.7પ હજારની લાંચ લેતાં રંગે હાથ ઝડપાયા બાદ પોલીસે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટ તા.3 સુધીનાં પોલીસ રીમાન્‍ડ મંજુર કર્યા હતા.

આજે આ પોલીસ રીમાન્‍ડ મંજુર થતાં એ.સી.બી. વધુ રીમાન્‍ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેમની રીમાન્‍ડ અરજી નામંજુર કરી આરોપીને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.


શેખપીપરીયા ખાતે કોંગ્રેસ છોડીને અસંખ્‍ય કાર્યકરો ભાજપમાં જોડાયા

શેખપીપરીયા ખાતે કોંગ્રેસ છોડીને અસંખ્‍ય કાર્યકરો ભાજપમાં જોડાયા

લાઠી તાલુકાનાં શેખપીપરીયા ગામે બહોળી સંખ્‍યામાં કોંગ્રેસના કાર્યકરો સાથે છેડો ફાડીને ભાજપની વિચારધારા અને વિકાસ મંત્ર સાથે જોડાયા હતા. જિલ્‍લા ભાજપ મહામંત્રી કૌશીક વેકરીયાએ આ તકે ભાજપની સરકાર દ્વારા ભભસૌનો સાથ સૌનો વિકાસભભના મંત્ર સાથે કેન્‍દ્ર અને રાજય સરકારની વિકાસગાથા સવિસ્‍તૃત વર્ણવેલ અને કોંગ્રેસ છોડી ભાજપની વિચારધારામાં વિશાળ સંખ્‍યામાં જોડાયેલ વ્‍યકિતઓને ભાજપનો ખેસ પહેરાવી ભાજપમાં જોડેલ. આ કાર્યક્રમમાં લાઠી તાલુકા ભાજપના પ્રમુખ મગનભાઈ કાનાણી, અમરેલી શહેર ભાજપ પ્રમુખ રાજેશભાઈ કાબરીયા, અમરેલી જિલ્‍લા ભાજપ યુવા મોરચાના મહામંત્રી મેહુલભાઈ ધોરાજીયા, લાઠી એપીએમસીના ચેરમેન રાજુભાઈ ભુતૈયા, રાજેશભાઈ માંગરોળીયા, ભરતભાઈ સુતરીયા, ભરતભાઈ પાડા, મગનભાઈ ભાદાણી, સંજયભાઈ સરપંચ, અશોકભાઈ ભાદાણી, મનોજભાઈ કાકડીયા, ભાવેશભાઈ શેલડીયા, દિનેશભાઈ તલસાણીયા, મનીષભાઈ ભાદાણી, હસમુખભાઈ ધાધલ, ઈમરાનભાઈ પીરજાદા, રાજીદ બાપુ, નનાબાપુ હડીયા, ઈમરાનભાઈ પીરજાદા, ઈસ્‍માઈલભાઈ સેન, કાદરમીયા અબ્‍દુલા, મયૌદીન મહેમદમીયા, ઈસ્‍માઈલ અનવર હુસેન, હસનમીયા મહેમદમીયા, અશરફઈબ્રાહીમમીયા, વાસીમ ડોસામીયા, સબીરમીયા ઈબ્રાહીમમીયા, રજાકમીયા અનવરહુસેન, તૌકીર હુસન ઈમરાન, ઈહિસમીયા મહેમદમીયા, ઈલીયાસમીયા મહેમદમીયા, ઈમરાન અનવરહુસેન, હુસેનમીયા આલમમીયા, બસીરમીયા ઈબ્રાહીમમીયા, જાવેદમીયા અજીજમીયા, શાહમીયા મહેમદમીયા, સમીર હુસેન નમુમીયા, કાદરમીયા નમુમીયા,  અજરુદીન મમુમીયા, જાવેદહુસેન દિલાવરહુસેન, જાકીરહુસેન દિલાવરસેન, સાદીકહુસેન દીલાવરસેન, તૌફીકસેન ઈલીયાસમીયા,ઉસ્‍માનમીયા આવલ્‍લમીયા, એમદમીયા અનવરહુસેન, વાદીહમીયા ઉસ્‍માનમીયા, ઈમ્‍તીયાજહુસેન અનવરહુસેન, મહેબુબ અનવરહુસેન, નૌસાદહુસેન નુરમીયા સહીતના લોકો ઉપસ્‍થિત રહયા હતા.


લાઠી ખાતે મિશન મંગલમ્‌ યોજના અંતર્ગત ચેક વિતરણ

લાઠી ખાતે મિશન મંગલમ્‌ યોજના અંતર્ગત ચેક વિતરણ

લાઠી તાલુકા પંચાયતની મિશન મંગલમ યોજના અન્‍વયે લાઠી તાલુકામાં છેલ્‍લા ત્રણ માસમાં બનેલ આજીવિકા મંડળને રીવોલીંગ ફંડ આપવા માટે ચેક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં આજીવિકા મંડળના લાભાર્થીઓને વહેલી તકે રીવોલીંગ ફંડ તેમજ લોનનો લાભ મળે તે માટે હાલમાં તાલુકા વિકાસ અધિકારી ડો. ભાર્ગવ ડાંગરના માર્ગદર્શન તળે સમયસર આજીવીકા મંડળને લાભ મળે તે માટે માર્ગદર્શન પુરૂ પાડેલ, તેમજ આ માર્ગદર્શન અનુસંધાને આ વર્ષમાં બનેલ અને જેવોને ત્રણ માસ થયેલ છે. તેવાર0 આજીવિકા મંડળને રૂપિયા ર,67,000નો ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયેલ આ પ્રસંગે નિમિતે મિશન મંગલમ યોજનાના જિલ્‍લા લાઈવલીહુડ મેનેજર કિરણભાઈ વ્‍યાસ, તેમજ મદદનીશ તાલુકા વિકાસ અધિકારી જે.જે.ભટ્ટ, તેમજ તાલુકા લાઈવલીહુડ મેનેજર ઉષાબેન કે. નિમાવત હાજર રહેલ તેમજ આ પ્રસંગે મિશન મંગલમ યોજનાના ફાયદા વિશે લાઈવલીહુડ મેનેજર કિરણભાઈ વ્‍યાસ દ્વારા માર્ગદર્શન આપેલ તેમજ તાલુકા પંચાયતની વિવિધ યોજનાકીય લાભ લેવા માટે યુવા અને ઉત્‍સાહિત તાલુકા વિકાસ અધિકારીએ માર્ગદર્શન આપી માહિતીગર કરેલ તેમજ તાલુકા લાઈવલીહુડ મેનેજરે પ્રસંગે અનુરૂપ માહિતી આપેલ આ તબક્કે તલાુકાના અન્‍ય શાખાના તમામ સ્‍ટાફ તેમજ મિશનમંગલ યોજનાનાં એમ. આઈ. એસ. પરમાર, નીલેશભાઈ તેમજ આઈ આર. ડી.ના દીપાબેન ચૌહાણ ઉપસ્‍થિત રહેલ તેવું એક અખબારી યાદીમાં તાલુકા આસી. પ્રોજેકટ મેનેજર મંગલમભાઈ એસ. મુંધવાએ જણાવેલ છે.


સાવરકુંડલામાં ગુજરાતી અપંગ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ‘વિશ્‍વ દિવ્‍યાંગ દિવસ’ની ઉજવણી

સાવરકુંડલામાં ગુજરાતી અપંગ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ‘વિશ્‍વ દિવ્‍યાંગ દિવસ’ની ઉજવણી

સાવરકુંડલાના દેવળાગેઈટ ખાતે આવેલ ગુજરાતી અપંગ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા વિશ્‍વ દિવ્‍યાંગ દિવસની ઉજવણી કરવામાં આવેલ. આ તકે ભરતભાઈ વાઢેર, શેલડીયા, દિપકભાઈ પંડયા, રાજુભાઈ બોરીસાગર, વિમલભાઈ પંડયા, પ્રફુલભાઈ ગૌસ્‍વામી,જીજ્ઞેશભાઈ કારીયા, ધારાબેન તેમજ નગરપાલિકા સદસ્‍ય કિશોરભાઈ બુહા ઉપસ્‍થિત રહયા હતા. આ કાર્યક્રમમાં સાવરકુંડલાના ખૂબ જ મોટી સખ્‍યામાં દિવ્‍યાંગો હાજર રહયા હતા. આમંત્રીત મહેમાનો દ્વારા કાર્યક્રમને અનુરૂપ પ્રવચન આપેલ. મહેમાનોનું સ્‍વાગત દિપકભાઈ પંડયા અને આભાર વિધિ બળવંતભાઈ મહેતા દ્વારા કરવામાં આવેલ.


બાબરાનાં કલોરાણા ગામનાં શ્રમિકે મજૂરીનાં પૈસા માંગતા માર મળ્‍યો

અમરેલી, તા.3

બાબરા તાલુકાના કલોરાણા ગામે રહેતા ધીરૂભાઈ અરજણાભઈ ડાભી નામના 40 વર્ષીય શ્રમિકને ગત તા.ર4/10ના રોજ પ્રાઈવેટ બસમાં કલીનર તરીકે ટુરમાં જવાનું હોય, જેથી તેમણે તે જ ગામે રહેતા ગણેશ ધનજીભાઈ ડાભી પાસે મજૂરીના રૂા. 800 તથા કપડા અને વાપરવાના પૈસાની માંગણી કરતા આ ગણેશભાઈ, તેમની માતા લીલાબેન તથા લાલજીભાઈ ધનજીભાઈ તથા સુરેશભાઈ ધનજીભાઈ ડાભીએ ઉશ્‍કેરાઈ જઈ પૈસાના બદલે લોખંડના પાઈપ વડે માર મારી ડાબા પગે ફેકચર કરી દીધાની ફરિયાદ બાબરા પોલીસમાં નોંધાઈ છે.


અમરેલી નજીક આવેલ વડેરા ગામે જમીન અંગેનાં મનદુઃખમાં ઝગડતા કાકા-દાદા વચ્‍ચે પડેલા યુવકને માર પડયો

અમરેલી નજીક આવેલ વડેરા ગામે જમીન અંગેનાં મનદુઃખમાં ઝગડતા કાકા-દાદા વચ્‍ચે પડેલા યુવકને માર પડયો

અમરેલી, તા. 3

અમરેલી તાલુકાનાં વડેરા ગામે રહેતાં અને ખેતિકામ કરતાં વિનુભાઈભીખાભાઈ હેલૈયા નામનાં 3પ વર્ષિય ખેડૂતનાં કાકા રામજીભાઈ પુંજાભાઈ હેલૈયા તથા તેમના દાદા પુંજાભાઈ કાળાભાઈ હેલૈયા વચ્‍ચે અગાઉનું જમીન બાબતે ચાલતાં મનદુઃખનાં કારણે ઝગડો કરતાં હોય, ત્‍યારે આ વિનુભાઈ હેલૈયા પોતાના કાકા તથા દાદાને ઝગડતાં અટકાવવા વચ્‍ચે પડતાં તેમના કાકા રામજીભાઈએ ઉશ્‍કેરાઈ જઈ અને વિનુભાઈને      બાવળીયાનાં લાકડા વડે માર મારી કપાળનાં ભાગે 7 અને માથાનાં ભાગે પ જેટલા ટાંકા આવ્‍યા હતા જયારે તેમનાં દાદાને પણ પગમાં ઈજા કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

તો સામાપક્ષે પણ આ રામજીભાઈ પુંજાભાઈ હેલૈયાએ પણ પોતાના ભત્રીજા વિનુભાઈએ લાકડી વડે માર માર્યાની સામી પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્‍ને પક્ષની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


રાજુલાના રામપરા-ર ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

રાજુલાના રામપરા-ર ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

રાજુલા તાલુકાના રામપરા-ર ગામે પ્રાંત અધિકારીની અઘ્‍યક્ષતામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી, ભેરાઈ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર, વનવિભાગ, જિલ્‍લા સમાજ સુરક્ષા વિભાગ તથા શ્રમ વિભાગ તેમજ રાજય સરકારના વિવિધ વિભાગો દ્વારા આ સેવા સેતુ કાર્યક્રમમાં ભાગ લઈને પોતાના વિભાગોની યોજનાઓનો પ્રચાર-પ્રસાર કર્યો તેમજ સેવા સેતુ કાર્યક્રમમાં સ્‍થળ ઉપર જચૂંટણીકાર્ડ, આધાર કાર્ડ, માં અમૃતમ કાર્ડ તેમજ જાતિ અને આવકના દાખલાઓ કાઢી આપવામાં આવેલ હતા. આ ઉપરાંત સમાજ સુરક્ષા વિભાગ દ્વારા વિકલાંગ માટે એસ.ટી. પાસની સુવિધા તથા ટ્રાયસીકલ સહાય યોજના વિશે સમજણ અને માર્ગદર્શન આપ્‍યું. તેમજ આવેલા લાભાર્થીઓના ફોર્મ પણ ભર્યા. આ સેવા સેતુમાં મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી તથા ભેરાઈ પીએસસીનો સમગ્ર સ્‍ટાફ દ્વારા મેડિકલ સારવાર અને દવાઓનું વિતરણ કરેલ હતું. આ સેવા સેતુમાં 1ર61 લાભાર્થીઓ દ્વારા વિવિધ યોજનાઓ ફોર્મ ભરીને લાભ લીધેલ હતો. જેમાં આધાર કાર્ડ-3ર, રેશનકાર્ડ સંબંધી ર00 જેટલી અરજીઓનો નિકાલ, 8 જેટલા પશુઓને સારવાર, 100 જેટલા લોકોને મેડીસીન અને સારવાર, આવકના દાખલા ર00, 7/1ર અને 8-અના 3ર6 દાખલા, મિલ્‍કત આકારણીના 11, જાતિના દાખલા 9, વૃઘ્‍ધ, નિરાધારની 64 અરજીઓનો નિકાલ આ સેવા સેતુ કાર્યક્રમમાં કરવામાં આવ્‍યો હતો.


ગુડ ન્‍યુઝ : સા.કુંડલાની ગરીબ મુસ્‍લિમ યુવતિનાં અભ્‍યાસનો ખર્ચ પટેલ ઉદ્યોગપતિએ ભોગવ્‍યો

હિન્‍દુ-મુસ્‍લિમ વચ્‍ચે મતભેદ ઉભા કરનારાઓ કંઈક શિખે

ગુડ ન્‍યુઝ : સા.કુંડલાની ગરીબ મુસ્‍લિમ યુવતિનાં અભ્‍યાસનો ખર્ચ પટેલ ઉદ્યોગપતિએ ભોગવ્‍યો

મુસ્‍લિમ પરિવારની યુવતિએ બી.એડ.નો અભ્‍યાસ પૂર્ણ કર્યો

અમરેલી, તા. 3

આજે દેશમાં રાજકીય પક્ષો અને જુદા-જુદા સંગઠનો હિન્‍દુ-મુસ્‍લિમ એકતા મજબુત કરવાને બદલેઅંગત સ્‍વાર્થ માટે હિન્‍દુ-મુસ્‍લિમ વચ્‍ચે મતભેદ ઉભા કરાવવાનો નિષ્‍ફળ પ્રયાસ કરી રહૃાા છે. તેવા જ સમયે સાવરકુંડલાનાં જીરા ગામે એક અદભૂત કિસ્‍સો પ્રકાશમાં આવ્‍યો છે.

જીરા ગામનાં યુનુસભાઈ સૈયદ ડ્રાઈવીંગનો વ્‍યવસાય કરીને 7 થી 8 વ્‍યકિતનું ગુજરાન ચલાવી રહૃાા છે. અને તેની દીકરી રેહાનાને બી.એડ.નો અભ્‍યાસ કરવો હોય પરંતુ, તેની ફીની રકમ યુનુસભાઈ પાસે ન હોવાથી વ્‍હાલી દીકરીએ તેમના પિતાની આર્થિક સ્‍થિતિ સમજીને અભ્‍યાસ કરવાનું બંધ કરવાનો નિર્ણય કર્યો હતો.

આ અંગેની જાણ જીરાનાં પ્રતાપભાઈ ચોડવડીયા કે જેઓ સુરત ખાતે સ્‍થાયી થયા છે, તે.ઓએ તુરત જ રેહાનાનાં અભ્‍યાસ ખર્ચ આપવાની સાથે સુ.નગરની બી.એડ. કોલેજમાં પ્રવેશ અપાવી દીધેલ અને હાલ રેહાનાનો બી.એડ.નો અભ્‍યાસ પૂર્ણ થઈ જતાં સમગ્ર પરિવારમાં આનંદનો માહોલ જોવા મળી રહૃાો છે.


સાવરકુંડલા પાલિકામાં પુનઃ કોંગ્રેસનું શાસન

કોંગ્રેસપક્ષમાંથી બગાવત કરનાર પ્રમુખ પુનઃ કોંગ્રેસમાં જોડાયા

સાવરકુંડલા પાલિકામાં પુનઃ કોંગ્રેસનું શાસન

પાલિકામાં પુનઃ કોંગ્રેસનું શાસન સ્‍થપાતા કોંગીજનો દ્વારા આતશબાજી કરવામાં આવી

સાવરકુંડલા, તા. 3

સાવરકુંડલાનાં કોંગી અગ્રણી ચંદ્રેશ રવાણી, ધારાસભ્‍ય પ્રતાપ દુધાત અને વિપક્ષી નેતા પરેશ ધાનાણીની જહેમતથી સાવરકુંડલા પાલિકામાં પુનઃ કોંગ્રેસનું શાસન સ્‍થપાયું છે.

સાવરકુંડલા શહેરનાં સ્‍થાનિક રાજકારમાં શિયાળાની શરૂઆતની ઠંડીમાં ગરમાવો આવ્‍યો છે. નગરપાલિકાનાં પ્રમુખ વિપુલ ઉનાવા કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા જે ભાજપનાં ટેકાથીપ્રમુખપદે બીરાજી ગયા હતા. જે ફરી પાછા કોંગ્રેસમાં ચાલ્‍યા જતાં સ્‍થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. તો 6 માસથી સત્તાથી વંચિત કોંગ્રેસઓ ગેલમાં આવી ગયા છે.

સાવરકુંડલા નગરપાલિકાની 3 વર્ષ પહેલા યોજાયેલ સામાન્‍ય ચૂંટણીમાં પાટીદાર ઈફેકટને કારણે કુલ 36 બેઠકમાંથી કોંગ્રેસને ર0 બેઠકો મળી હતી અને નગરપાલિકામાં સત્તારૂઢ પાર્ટી બની હતી. અઢી વર્ષ માટેની મહિલા માટે પ્રમુખ પદ અનામત હોય કુંદનબેન અઢિયાએ પ્રમુખપદે સેવા આપેલી જયારે બીજા અઢી વર્ષની પ્રમુખ-ઉપપ્રમુખની વરણી માટે કોંગ્રેસમાં સંમતિ ન સધાતા કોંગ્રેસમાંથી ચૂંટાયેલા વિપુલ ઉનાવા પોતાની સાથે અન્‍ય 3 સભ્‍યોને લઈ ગત તા. 1પ/6/18નાં યોજાયેલી પ્રમુખ-ઉપપ્રમુખ પદની બેઠક વેળા ભાજપમાં ભળી જતાં ભાજપે આવેલી તકને વધાવી લઈ બળવાખોર કોંગ્રેસી કાઉન્‍સીલર વિપુલ ઉનાવાને જ ભાજપ વતી પ્રમુખપદનો ઉમેદવાર બનાવી પોતાના 16 સભ્‍યોના ટકાથી પ્રમુખપદે ચૂંટી કાઢી કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી લીધી હતી. જો કે સત્તામાં આવ્‍યા બાદ ભાજપનાં કેટલાંક સદસ્‍યો કોઈ અકળ કારણસર નગરપતિ વિપુલ ઉનાવા તરફે અસહકારભર્યુ વલણ અપનાવતા હતા.


જિલ્‍લા બેન્‍કની મુલાકાતે ઓરીસ્‍સાની ડિસ્‍ટ્રીકટ બેન્‍કનાં શાસકો

               અમરેલી જીલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેંકે આજે ગુજરાત રાજયમાં અગ્રણી બેંક તરીકે નામના મેળવેલ છે. આ બેંકની કામગીરીનો અભ્‍યાસ કરવા દેશભરમાંથી અનેક સહકારી બેંકોએ ભુતકાળમાં મુલાકાત લીધેલ છે. ઓરીસ્‍સા રાજયની અગ્રણી જીલ્‍લા સહકારી બેંક એવી બોલાંગીર ડીસ્‍ટ્રીકટ સેન્‍ટ્રલ કો. ઓપરેટીવ બેંકનાં બોર્ડ ઓફ ડાયરેકટર્સ અને અધિકારીઓએ તા. 30/11/ર018નાં રોજ આ બેંકની મુલાકાત લીધેલ હતી. જેમા તે બેંકનાં ચેરમેન લક્ષ્મણકુમાર મેહેર, વાઈસ પ્રેસીડન્‍ટ પુષ્‍પલતા ભોઈ અન્‍ય ડાયરેકટરો તેમજ બેંકનાં મેનેજરોએ હાજર રહી અમરેલી જીલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેંકની કામગીરી વિશે જાણકારી મેળવેલ હતી. કાર્યક્રમની શરૂઆતમાં શબ્‍દોથી મહેમાનોનું સ્‍વાગત  બેંકનાં મેનેજર પી.પી. રામાણીએ કરેલ તેમજ તમામ મહેમાનોનું ફુલહારથી સ્‍વાગત કરવામાં આવેલ હતું. ત્‍યારબાદ બેંકનાં એડી. જન. મેનેજર એ.બી. ગોંડલીયા અને જનરલ મેનેજર (સી.ઈ.ઓ.) બી.એસ. કોઠીયાએ બેંકની કામગીરી અને પ્રગતિ તેમજ અમરેલી જીલ્‍લાની વિશેષતાઓ અંગે વિસ્‍તૃત માહિતી આપેલ હતી. બેંકનાં ડિરેકટર ભાવનાબેન ગોંડલીયાએ અમરેલી જીલ્‍લામાં બેંકનાં ચેરમેન દિલીપભાઈ સંઘાણીનાં નેતૃત્‍વ હેઠળ ચાલતી સહકારી પ્રવૃતિ વિશેમાહિતી આપેલ હતી અને દેશ લેવલે દિલીપભાઈ સંઘાણીએ શરૂ કરેલ સહકારી ચળવળમાં સહકાર આપવા અપીલ કરેલ હતી. બેંકની ટીમે અમર ડેરી, જેશીંગપરા બ્રાન્‍ચ અને ગજેરાપરા સેવા સહ. મંડળીની પણ મુલાકાત લીધેલ હતી. બેંકની કામગીરીથી બોલાંગીર ડી.સી.સી. બેંકનાં ચેરમેન અને તેમની ટીમ ખુબ પ્રભાવિત થયેલ હતી. આ કાર્યક્રમમાં બેંકનાં ડિરેકટર જે. પી. વઘાસીયા, અરૂણાબેન માલાણી અને બેંકનાં મેનેજર ડી.સી.ધાનાણી હાજર રહેલ હતા. કાર્યક્રમનાં અંતમાં આભાર વિધી એસ.ડી. કથીરીયાએ કરેલ હતી. તેમ બેંકનાં જનરલ મેનેજર(સી.ઈ.ઓ.) બી. એસ. કોઠીયાની યાદી જણાવે છે.


અમરેલી જિલ્‍લામાં લોક રક્ષક ભરતી કૌભાંડ સામે રોષની આંધી

મગફળીકાંડ બાદ પ્રશ્‍ન પેપર લીકકાંડમાં ભાજપ સરકારની હાલત કફોડી બની

અમરેલી જિલ્‍લામાં લોક રક્ષક ભરતી કૌભાંડ સામે રોષની આંધી

અમરેલી, લીલીયા, રાજુલા, સાવરકુંડલા, બાબરા, દામનગર સહિતનાં શહેરોમાં નારાજગીનો માહોલ ઉભો થયો

અમરેલી, તા. 3

ગઈકાલે રાજય સરકાર ઘ્‍વારા લેવાનારી લોકશક્ષક દળની પરીક્ષાનું પેપર ફુટી જતાં સમગ્ર રાજયમાં દેકારો મચી ગયો હતો. જે અંતર્ગત અમરેલી જિલ્‍લાનાં લગભગ તમામ શહેરોમાં બે દિવસથી રાજય સરકાર વિરૂઘ્‍ધ કાર્યક્રમો યોજાયા હતા.

રાજુલામાં કોંગ્રેસપક્ષ ઘ્‍વારા પુતળાદહનનો કાર્યક્રમ યોજાયો હતો. તો અમરેલીમાં કોંગી આગેવાનોએ કલેકટરને આવેદનપત્ર પાઠવીને મુખ્‍યમંત્રીનાં રાજીનામાની માંગ કરી હતી. તો દરેક શહેરનાં યુવા પરીક્ષાર્થીઓએ પણ ભાજપ સરકાર સામે નારાગી વ્‍યકત કરી હતી.


આલે લે : અમરેલીનાં હાર્દસમા વિસ્‍તારમાં આવેલ ટાઉનહોલમાંથી તસ્‍કરો મ્‍યુઝીક સિસ્‍ટમ ઉઠાવી ગયા

રાત્રીનાં 11 વાગ્‍યે બજાર બંધનો કોઈ ફાયદો જોવા મળ્‍યો નહીં

આલે લે : અમરેલીનાં હાર્દસમા વિસ્‍તારમાં આવેલ ટાઉનહોલમાંથી તસ્‍કરો મ્‍યુઝીક સિસ્‍ટમ ઉઠાવી ગયા

પાલિકાનાં અધિકારીએ પોલીસને જાણ કરતા તપાસ શરૂ

અમરેલી, તા.3

અમરેલી શહેરની મઘ્‍યમાં અને ભીડભંજન ચોક નજીક આવેલ અમરેલી નગરપાલિકા સંચાલિત ટાઉન હોલમાં તસ્‍કરોએ ઘુસી જઈ અને હોલમાં ફીટ કરેલ લાખો રૂપિયાની કિંમતની મ્‍યુઝીક સિસ્‍ટમ ચોરી કરી લઈ જતા આ ચોરીના બનાવ અંગે પાલિકાએ પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે. આ બનાવના પગલે ભારે ચકચાર મચી જવા પામી છે.

આ બનાવમાં જાણવા મળતી વિગત મુજબ અમરેલીખાતે આવેલ નગરપાલિકા સંચાલિત દિલીપ સંઘાણી ટાઉન હોલમાં કોઈ અજાણ્‍યા તસ્‍કરોએ કોઈપણ રીતે ટાઉન હોલમાં ઘૂસી ગયા હતા અને ટાઉન હોલમાં લગાવવામાં આવેલ આખી મ્‍યુઝીક સિસ્‍ટમ ચોરી કરી લઈ ગયા હતા.

આ અંગે આજે પાલિકાના કર્મચારીને જાણ થતા પાલિકાના અધિકારીએ અમરેલી સીટી પોલીસમાં જાણ કરતા સીટી પોલીસ ટાઉન હોલ ખાતે ધસી ગઈ હતી અને તપાસ હાથ ધરી છે.

ટાઉન હોલમાં લાખો રૂપિયાની મ્‍યુઝીક સિસ્‍ટમ ચોરી થયા અંગે પોલીસે ટાઉન હોલનું નિરીક્ષણ કર્યું હતું અને તસ્‍કરો કયાંથી ઘૂસી આવ્‍યા હતા. વજનદાર ગણી શકાય તેવી મ્‍યુઝીક સિસ્‍ટમ કેવી રીતે લઈ ગયા હતા અને કોઈ વાહનનો ઉપયોગ થયો છે કે કેમ તે અંગે વિગતો મેળવી છે.

પાલિકા દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધર્યાનું જાણવા મળેલ છે.


હવે એપીએમ ટર્મિનલ પિપાવાવ અને આઈસીડી કાનપુર રેલ્‍વે લાઈન મારફતે જોડાયા

હવે એપીએમ ટર્મિનલ પિપાવાવ અને આઈસીડી કાનપુર રેલ્‍વે લાઈન મારફતે જોડાયા

અમરેલી, તા.1

પિપાવાવ, ભારત- ભારતના અગ્રણી બહુઉદેશીય બંદરોમાંનું એક બંદર એપીએમ ટર્મિનલ્‍સ પિપાવવા હવે વાયા ટ્રેન આઈસીડી કાનપુર સાથે જોડાયું છે. કોન્‍કોર દ્વારા સ્‍થાપિત આ નવું જોડાણ ગ્રાહકોને પિપાવાવને ગેટવે પોર્ટ સાથે જોડાવાની તક આપે છે.

નવેમ્‍બરમાં પ્રથમ નિકાસલક્ષી ટ્રેન આઈસીડી કાનપુર (જેઆવાય) પિપાવાવ પોર્ટ સુધી શરૂ થઈ હતી. એનું નામ ઉચિત રીતે પોલીમર એકસપ્રેસ રાખવામાં આવ્‍યું છે. કારણ કે આ ટ્રેનમાં ગઈલ માટે 70 ટીઈયુ પોલીમરનું વહન થયું હતું.

નિકાસલક્ષી ટ્રેનને 13 નવેમ્‍બર, ર018નાં રોજ કસ્‍ટમના ડેપ્‍યુટી કમિશ્‍નર સી.એન.મિશ્રા અને આઈસીડી કાનપુરના ટર્મિનલ મેનેજર સંતોષકુમાર સિંહે લીલી ઝંડી આપી હતી.

આ ઈવેન્‍ટમાં ઉપસ્‍થિત રહેવા બદલ અમે આઈસીડી કાનપુરના અધિકારી (હ6ફ) શ્રી અનિલ કનૈજિયા, બોકસ્‍કો વર્લ્‍ડ લોજિસ્‍ટિકસના સીનિયર મેનેજર સંદીપ રાણાના આભારી છીએ તેમજ આ નવું જોડાણ સ્‍થાપિત કરવા સાથસહકાર આપવા માટે ઓઓસીએલનાં ઉત્તર ભારતનાં હેડ બિમલસિંઘ નેગીના ઋણી છીએ.

આ પ્રસંગે એપીએમ ટર્મિનલ્‍સ પિપાવાવના મેનેજિંગ ડાયરેકટ કેલ્‍ડ પેડરસેને કહયું હતું કે, ભઅમારા બંદરને સીધી ટ્રેન સાથે અંતરિયાળ માર્ગે જોડાવા બદલ અમે કોન્‍કોરના આભારી છીએ. આ નિકાસકારો અને આયાતકારોને તેમનાં કાર્ગોને ઝડપથી અને સલામત રીતે પર્યાવરણને અનુકુળ પરિવહન મારફતે વહન કરવામાં મદદરૂપ થશે.ભભ

એપીએમ ટર્મિનલ્‍સ પિપાવવ વિશે :- એપીએમ ટર્મિનલ્‍સ પિપાવાવ ભારતમાં કન્‍ટેઈનર્સ, રો/રો (પેસેન્‍જર કાર), લિકિવડ બલ્‍ક અને ડ્રાઈ બલ્‍ક કાર્ગો માટે અગ્રણી ગેટવે છે, જે ગુજરાત રાજયનાં ગ્રાહકોને સેવા આપે છે. તેમજ ભારતના અંતરિયાળ અને ઉત્તર – પશ્‍વિમ વિસ્‍તારો સાથે રોડ અને રેલ્‍વેનું નેટવર્ક ધરાવે છે. અત્‍યારે કાર્ગોનું સંચાલન કરવાની વાર્ષિક ક્ષમતામાં 1.3પ મિલિયન (તભગ)  કન્‍ટેઈનર્સ, ર,પ0,00 પેસેન્‍જર કાર, ર મિલિયન મેટ્રિક ટન લિકિવડ બલ્‍ક અને 4 મિલિયન મેટ્રિક ટન ડ્રાઈ બલ્‍ક સામેલ છે.

એપીએમ ટર્મિનલ્‍સ પિપાવાવ (ગુજરાત પિપાવાવ પોર્ટ લિમિટેડ) ભારતમાં દેશનું પ્રથમ સરકારી ખાનગી (પીપીપી) ભાગીદારીમાં રચાયેલું બંદર છે. તથા એપીએમ ટર્મિનલ્‍સંના ગ્‍લોબર ટર્મિનલ નેટવર્કનો ભાગ છે.

76 પોર્ટ અને 100 થી વધારે ઈનલેન્‍ડ સર્વિસીસ લોકેશનનાં નેટવર્ક સાથે એપીએમ ટર્મિનલ વિશ્‍વનં સૌથીવિસ્‍તૃત પોર્ટમાનું એક છે. અને સંપુર્ણ ઈનલેન્‍ડ નેટવર્ક ધરાવે છે. તથ મઅર્સ્‍કના ટ્રાન્‍સપોર્ટ અને લોજિસિટકસ બિઝનેસ યુનિટનો ભાગ છે.


ભૈ વાહ : બાબરા પાલિકામાં વેરો ભરવામાં ઠાગાઠૈયા કરનાર બાકી ધારકોને નોટીસ પાઠવાઈ

મોબાઈલ ટાવરનો લાખો રૂપિયાનો વેરો બાકી

ભૈ વાહ : બાબરા પાલિકામાં વેરો ભરવામાં ઠાગાઠૈયા કરનાર બાકી ધારકોને નોટીસ પાઠવાઈ

પાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળાએ વેરો ભરવા અનુરોધ કર્યો

બાબરા, તા.3

બાબરા શહેરમાં અલગ અલગ વિસ્‍તારમાં ખાનગી મોબાઈલ કંપનીના અડધો ડઝન જેટલા ટાવર આવેલા છે. તમામ ટાવરના છેલ્‍લા પાંચથી પંદર વર્ષ સુધીના નગરપાલિકાના વેરા બાકી છે. ત્‍યારે નગરપાલિકાના નવનિયુકત પ્રમુખ વનરાજભાઈ વાળા દ્વાારા પાલિકાને સઘ્‍ધર કરવા વેરા વસુલાત માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં નગરપાલિકા વિસ્‍તારોમાં આવેલ મોબાઈલ કંપનીના ટાવરોની પોણા કરોડ જેટલી રકમનો વેરો બાકી હોવા છતાં નહીં ભરવામાં આવતા પાલિકા પ્રમુખ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા વેરા બાકીદારોમાં ફફડાટ વ્‍યાપ્‍યો છે.

બાબરામાં નગરપાલિકા હદ વિસ્‍તારમાં ટાટા ઈન્‍ડિકોમ, રિલાયન્‍સ ઈન્‍ડસ સહિતની 11 જેટલી મોબાઈલ કંપનીના ટાવરો આવેલા છે. આ તમામ કંપનીના નગરપાલિકાને વેરા પેટા ચૂકવવાના લાખો રૂપિયા બાકી છે. તેમ છતાં ખાનગી કંપનીના માલિકો પોતાની જોહુકમી કરી રહયા છે ત્‍યારે નગરપાલિકા દ્વારા મોબાઈલ ટાવરના માલિકોને જાણ કરીઆગામી દસ દિવસમાં તમામ વેરાની ચૂકવણી કરવા નોટીસ ફટકારી છે. જો આગામી દિવસોમાં પાલિકાનું લેણુ ચૂકવવામાં નહીં આવે તો પુરતા પોલીસ બંદોબસ્‍ત સાથે મોબાઈલ ટાવરને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેવું પાલિકા પ્રમુખ દ્વારા જણાવ્‍યું હતું.

વધુમાં જણાવ્‍યું છે કે નગરપાલિકાને સઘ્‍ધર કરવા વેરા વસુલાત માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં સૌ પ્રથમ હાલ બાબરામાં 11 જેટલા મોબાઈલ ટાવર આવેલા છે. જેમાં ઈન્‍ડસ મોબાઈલ ટાવર કંપનીના કુલ છ ટાવર અલગ અલગ કંપનીના આવેલા છે. જેની રકમ 38,પ7,48પ છેલ્‍લા છ વર્ષથી બાકી છે. જયારે ટાટા ઈન્‍ડિકોમના કુલ ત્રણ ટાવરો આવેલા છે જેની બાકી રકમ 19,33,પ60 છેલ્‍લા નવ વરસથી બાકી છે. તેમજ રિલાયન્‍સના બે ટાવરો આવેલા છે. જેની બાકી રકમ 19,33,પપ6 જેટલા બાકી રકમ 14 વરસથી બાકી છે.

વધુમાં જણાવ્‍યું હતું કે મોબાઈલ કંપનીના ટાવરોનું વાર્ષિક વેરો એક ટાવર દીઠ આશરે રૂા. પ0 હજાર છે. જે વર્ષોથી મોબાઈલ ટાવર કપની દ્વારા નહી ભરવામા આવતા આજે લાખો રૂપિયાનુ ચડત થયુ છે. ત્‍યારે તેની કડક વસુલાત માટે કડક કાર્યવાહી કરવામા આવેલ છે.

બાબરામા સૌ પ્રથમવાર પાલિકા પ્ર્રમુખ દ્વારા મોબાઈલ ટાવરનુ બાકી વેરો વસુલાત માટે ઝુંબેશ હાથ ધરવામાં આવતાનગરજનોમાં આવકાર જોવા મળી રહયો છે.


04-12-2018