Main Menu

Sunday, December 2nd, 2018

 

સિંહનાં હુમલાથી મોતને ભેટેલને શહીદનો દરજજો આપો

ગીર વિકાસ સમિતિનાં પ્રમુખ હસમુખ ગધેસરિયાએ કરી માંગ

સિંહનાં હુમલાથી મોતને ભેટેલને શહીદનો દરજજો આપો

મૃતક પરિવારને રૂપિયા રપ લાખની સહાય અને વારસદારને નોકરી આપવી જરૂરી

વનવિભાગનાં કર્મચારીઓ ફાળો કરીને મદદ કરતાં હોય સરકાર માટે શરમજનક ઘટના

અમરેલી, તા. 1

સાસણનાં દેવળીયા પાર્કમાં ર દિવસ પહેલા સિંહે હુમલો કરીને વનવિભાગનાં કર્મીને મોતને ઘાટ ઉતારતાં ગીર વિકાસ સમિતિએ મૃતક વનકર્મીને શહીદનો દરજજો આપવા અને મૃતકનાં પરિવારને જરૂરી મદદ કરવા માટે વનમંત્રીને પત્ર પાઠવ્‍યો છે.

પત્રમાં જણાવેલ છે કે, સિંહના હુમલામાં મોતને ભેટેલ મૃતકનાં પરિવારજનોને રૂપિયા રપ લાખની આર્થિક સહાય, કોઈ વારસદારને નોકરી અને ઈજાગ્રસ્‍ત થયેલ વનકર્મીને રૂપિયા 10 લાખની સહાય ચુકવવાની માંગ કરી છે.

વધુમાં જણાવેલ છે કે, વનવિભાગની મોટાભાગની જગ્‍યાઓ પર રોજમદાર કર્મચારીઓ ફરજ બજાવે છે અને ટ્રેકરની કામગીરી કરનાર કર્મી પર હંમેશા રાની પશુઓથી જોખમ રહેતું હોય આ પ્રકારની કામગીરી કરનારને ખાસ પ્રકારનાં કપડા કે જેકેટની સુવિધા આપવી જોઈએ અને સ્‍વબચાવ માટે હથિયાર પણ આપવું જોઈએ.

વધુમાં જણાવેલ છે કે, હાલમાં વનવિભાગનાં કર્મચારીઓ ફાળો એકત્ર કરીને મૃતક અને ઈજાગ્રસ્‍તને મદદ કરી રહૃાા હોય આબાબત સરકાર માટે શરમજનક બની હોય સિંહપ્રેમીઓને જાનનાં જોખમે સિંહ દર્શન કરાવવાની કપરી કામગીરી કરનાર વનકર્મીની સુરક્ષા કરવા અંતમાં માંગ કરેલ છે.


બગસરામાં જેતપુર બાયપાસ પર આવેલ બેટરીની દુકાનમાં તસ્‍કરો ત્રાટકયા

બગસરામાં જેતપુર બાયપાસ પર આવેલ બેટરીની દુકાનમાં તસ્‍કરો ત્રાટકયા

સ્‍થાનિક પોલીસે પેટ્રોલીંગ વધારવું જરૂરી

બગસરા, તા.1

બગસરામાં ગત રાત્રીના જેતપુર બાયપાસ પર આવેલ એક બેટરીની દુકાનને નિશાન બનાવી તસ્‍કરો ત્રાટકયા હતા. અને બે લાખનો મુદામાલ ઉસેડી હવામાં હોગળી ગયા હતા. બનાવની જાણ પોલીસ મથકે કરતા તંત્રએ માલીક (ફરિયાદી) પર આક્ષેપ મૂકી ધાક ધમકી આપતા પોલીસની આવી વરવી ભૂમિકા સામે અનેક સવાલો ઉભા થયા છે.

વિગત અનુસાર બગસરામાં જાણે કાયદો વ્‍યવસ્‍થાનું અસ્‍તિત્‍વ જ ન હોય તેમ તસ્‍કરો બેફામ બન્‍યા છે. તાજેતરમાં જહામાપુર ગામમાં પાંચ દુકાનોના શટર્સ ઉંચકાવ્‍યાનો ભેદ હજુ અકબંધ છે. ત્‍યાં ગત રાત્રીના બગસરાના વોર્ડ નં.-1ના નટવરનગર વિસ્‍તારમાં આવેલ પટેલ વાડી પાછળ જેતપુર બાયપાસ રોડ પર અવધ બેટરી નામની દુકાનના બારીના સળીયા વાળી રૂપિયા બે લાખની 1ર0 જેટલી જૂની બેટરીઓ મેટાડોર જેવા વાહનમાં ભરી હવામાં ઓગળી ગયા છે.

બપોરના અવધ બેટરીના માલીક દીપેન જેન્‍તીભાઈ દેસાઈ પોતાની દુકાને ગયા ત્‍યારે બારીના      સળીયા વળેલા જોઈ હેબતાઈ ગયા હતા. શટર્સ ખોલી નજર કરતા ભંગારની (જૂની બેટરી) 1ર0 બેટરીઓ કોઈ તસ્‍કરો ચોરી ગયાનું જણાયું હતું. જેથી તેમણે પોલીસ સ્‍ટેશને ફોનથી જાણ કરી પરંતુ પોલીસ છેક સાંજના 6 વાગ્‍યે આવી ફકત નામ, મોબાઈલ નંબર લઈ ગયેલ.

જયારે પી.એસ.આઈ. રાત્રીના 11 વાગ્‍યે આવેલ અને જણાવેલ કે ચોરી થયાનું જણાતું જ નથી. તમોએ પોલીસને ગેરમાર્ગે દોરવા ષડયત્ર કર્યાનું જણાઈ રહયું છે. તેમ જણાવી ફરિયાદીને ધાક ધમકી આપી તમારી રીમાન્‍ડ લેવી પડશે તેવું જણાવી પોલીસ સ્‍ટેશને બોલાવેલ.

તંત્ર લાજવાના બદલે પોતાની નિષ્‍ક્રીયતા છુપાવવા ભોગ બનનાર વ્‍યકિત સાથે આરોપી જેવું વર્તન કરતા હોય પોલીસની કામગીરી પ્રત્‍યે રોષ ભભૂકી ઉઠયો છે.

ટોઈંગ કરવામાં સૂરીપૂરી પોલીસ ગુનાહિત પ્રવૃતિ પ્રત્‍યે પણ સજાગ બનેતેવી માંગણી ઉઠી છે.


કુટુંબી કાકાએ 13 વર્ષીય ભત્રીજીને ચેનચાળા કરતા પોલીસ ફરિયાદ કરાઈ

181 અભયમ્‌ે જરૂરી તમામ મદદ કરી

કુટુંબી કાકાએ 13 વર્ષીય ભત્રીજીને ચેનચાળા કરતા પોલીસ ફરિયાદ કરાઈ

બાબરા નજીક આવેલ નડાળા ગામનો બનાવ

અમરેલી, તા.1

અમરેલીના બાબરા તાલુકાના નડાળા ગામથી એક સ્‍ત્રીએ 181માં ફોન કરી જણાવેલ કે એમના કૌટુંબીક દિયરે તેમની તેર વર્ષની દીકરી સાથે ચેનચાળા કરેલા છે મદદની જરૂર છે.

ફોન પર મળેલ માહિતી અનુસાર તુરત જ 181 અભયમના ફરજ પરના કાઉન્‍સેલર પરમાર હિનાબેન અને ડબલ્‍યુપીસી લક્ષ્મીબેન મેરીયા તેમજ અભયમની પુરી ટીમ ઘટના સ્‍થળે પહોંચી ગઈ. ત્‍યાં ભોગ બનનાર સગીરા સાથે વાત કરતા જાણવા મળેલ કે તે ગામની પ્રાથમિક શાળામાં અભ્‍યાસ કરે છે. અને તેના નાના ભાઈ અને માતા પિતા સાથે રહે છે. શાળામાં રિશેષનો સમય હતો. ત્‍યારેપોતે ઘેર આવેલ ત્‍યારે તેના માતાપિતા ખેતરે ખેતીકામ માટે ગયેલા અને નાના ભાઈને સાથે લઈ ગયેલ ત્‍યારે ઘરે કોઈ હાજરમાં ન હતું. ત્‍યારે તેમના કૌટુંબીક કાકાએ તેની સાથે ચેનચાળા કરેલા તેથી તે ગભરાઈને પડોશીના ઘેર જતી રહેલી. ખેતરેથી ઘરે આવતા માતાને જોઈ રડી પડતી દીકરીને માતાએ પૂછતા રડતા રડતા પુરી ઘટના વિશે જણાવેલ અને માતાએ દીકરી પાસેથી સાંભળેલી વ્‍યથા તુરત જ 181 અભયમમાં ફોન કરીને જણાવેલ અને 181ના કાઉન્‍સેલર દ્વારા માતાપિતાએ આ વ્‍યકિત વિરૂઘ્‍ધ પોલીસ કાર્યવાહી કરવા માહિતી આપેલ અને 181ની ટીમ દ્વારા જ આ દીકરીના માતાપિતાને સાથે લઈ નજીક આવેલ બાબરા પોલીસ સ્‍ટેશનમાં લઈ જવામાં આવેલા અને ત્‍યાં આ દીકરીની માતા દ્વારા પોલીસ ફરિયાદ આપવામાં આવેલ છે. આમ 181 અભયમ દ્વારા બિભત્‍સ વર્તન કરતા કાકા સામે પોલીસ કાર્યવાહી કરાવી એક માતાને તેની દીકરી સાથે યોગ્‍ય ન્‍યાય મળે તે માટે જોઈતી મદદ પુરી પાડવામાં આવી હતી.


ચાવંડ નજીકથી ક્રાઈમ બ્રાન્‍ચે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી લીધી

ચાવંડ નજીકથી ક્રાઈમ બ્રાન્‍ચે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી લીધી

અમરેલી, તા. 1

અમરેલી એલસીબી ટીમને બાતમી રાહે હકીકત મળેલ કે લાઠી-ચાવંડ રોડ ઉપર ચાવંડ નજીક યાદવ ફાર્મવાળા કાચા રસ્‍તે રણજીત ઉર્ફે મુન્‍ના હરસુરભાઈ ડેર રહે. ચાવંડવાળાની વાડીએ રણજીત મજુર રાખીને ગેરકાયદેસર દેશી દારૂગાળવાની ભઠ્ઠી ચલાવે છે. તેવી ચોકકસ બાતમી મળતાં બાતમીવાળી જગ્‍યાએ રેઈડ કરતા દેશીદારૂ તથા દારૂ બનાવવાના ભઠ્ઠીના સાધનો સાથે (1) રણજીત ઉર્ફે મુન્‍નો ડેર, (ર) ઈરફાન ઉર્ફે તાલો શાહની અટકાયત કરવામાં આવી છે.

સદરહું જગ્‍યાએથી દેશી દારૂ લીટર ર0, કેન સહિત કિંમત રૂા. 600 તથા આથો લીટર પપ0, પ્‍લાસ્‍ટીકના ટાંકા સહિત કિંમત રૂા. ર4પ0 તથા રાંધણ ગેસના બાટલા-ર કિંમત રૂા. 4000 તથા એક લોખંડનો ચુલો, કિંમત રૂા. પ00 તથા દારૂ બનાવવા માટેના સાધનો જેમાં ભુંગળી સાથેની ડીશ, એલ્‍યુમિનીયમનું તપેલું, દેશીદારૂ બનાવવાનો ગોળ, ર40 કિ.ગ્રા. (ર4 બોકસ) કિંમત રૂા. 7ર00 તથા મોબાઈલ ફોન નંગ-3 કિંમત રૂા. 11પ00 તથા મોટર સાયકલ-1 કિંમત રૂા. 30,000  મળી કુલ કિંમત રૂા. પ3,રપ0 નો મુદામાલ પકડી પાડેલ છે.

ઉપરોકત વિગતેનો મુદામાલ કબ્‍ને કરી પકડાયેલ આરોપીઓ સામે પ્રોહિબીશન ધારા તળે ધોરણસર કાર્યવાહી કરી લાઠી પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે.

આ કામગીરી પોલીસ અધિક્ષકની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી એલસીબી ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સ. ડી.કે. વાઘેલા તથા એલસીબી ટીમ ઘ્‍વારા કરવામાં આવેલ છે.


સાંતલી સિંચાઈ યોજના પુનઃ ખોરંભે ચડી

છેલ્‍લા એક દાયકાથી સરકારી વિભાગો ઠાગાઠૈયા કરી રહૃાા છે

સાંતલી સિંચાઈ યોજના પુનઃ ખોરંભે ચડી

અધિકારી તેમજ જરૂરી કર્મચારીઓની જગ્‍યા પણ ખાલી હોવાથી આશ્ચર્ય ફેલાયું

સિંચાઈ યોજના કાર્યરત થાય તો સેંકડો ગામને ફાયદો થઈ શકે તેમ છે

અમરેલી, તા. 1

અમરેલીનાં બાબાપુર નજીક છેલ્‍લા એક દાયકાથી સાંતલી જળાશય બનાવવાની ગુલબાંગો ફેંકવામાં આવી રહી છે. પરંતુ હજુ સુધી કોઈપણ પ્રકારનું બાંધકામકરવામાં ન આવતાં જિલ્‍લા કોંગી પૂર્વ પ્રમુખ શંભુભાઈ દેસાઈએ મુખ્‍યમંત્રીને પત્ર પાઠવેલ છે.

પત્રમાં જણાવેલ છે કે, અમરેલી જીલ્‍લાનાં અમરેલી તાલુકાનાં બાબાપુર-પાણીયા ગામે સાંતલી સિંચાઈ યોજના (ડેમ) સરકાર ઘ્‍વારા રૂા. 713/08 કરોડની યોજના મંજુર કરવામાં આવેલ છે. તેના અનુસંધાને કેન્‍દ્ર સરકારની સીડબલ્‍યુસી (સેન્‍ટ્રલ વોટર કમીશન)ની મંજુરી પણ તા. ર9/8/18નાં રોજ મળી ગયેલ છે.

આ યોજના માટે હાલ જમીન સંપાદનની કાર્યવાહી જુનાગઢ ખાતેની વિભાગીય સંપાદન અધિકારીને સોંપવામાં આવેલ છે. પરંતુ જુનાગઢ ખાતેની ઓફિસમાં હાલ સંપાદન અધિકારીની જગ્‍યા ખાલી હોવાથી કામ આગળ ચાલતું નથી. તો તાત્‍કાલિક આ ફાઈલ અમરેલી નાયબ કલેકટર અથવા તો પ્રાંત અધિકારીને સોંપાઈ તેવી વિનંતી છે.

આ યોજનાની કચેરી અમરેલી ખાતે આવેલ છે તેમાં પણ પુરતો સ્‍ટાફ નહી હોવાથી કામગીરી ધીમી ચાલે ઉપરાંત આ સ્‍ટાફ પાસે સૌની યોજના ફેઝ-3ની પણ કામગીરી હોવાથી કામગીરી ધીમી ચાલે છે.

સમગ્ર ગુજરાત રાજયમાં નર્મદાનું પાણી સિંચાઈ માટે મળવાનું છે. ફકત અમરેલી જીલ્‍લામાં નર્મદાનું પાણી સિંચાઈ માટે મળવાનું નથી. ઉપરાંત આ ડેમ વિસ્‍તારમાં સિંચાઈનાં પાણીની ખૂબ જ અછત છે. તો આ યોજના (ડેમ) કાર્યરત થાય તો અમરેલી અને લીલીયા તાલુકાના 30ગામોને સિંચાઈના પાણીથી અને જમીનનાં તળ ઉંચા આવવાથી ખેતીની ઉત્‍પાદનમાં ખૂબ જ ફાયદો થાય તેમ છે.

તો ઉપરોકત બાબતો ઘ્‍યાને લઈ જમીન સંપાદનની કામગીરી અમરેલી નાયબ કલેકટરને સોંપવા અને સાંતલી સિંચાઈ યોજના (ડેમ) અમરેલી ઓફિસમાં વધારે સ્‍ટાફની નિમણૂંક કરવા અંતમાં માંગ કરેલ છે.


ભેરાઈ પ્રા. શાળામાં દાતાઓ ર્ેારા દફતર વિતરણ  

રાજુલા પંથકની ભેરાઈ પે સેન્‍ટર શાળામાં વિદ્યાસહાયક તરીકે ફરજ બજાવતા ઘનશ્‍યામભાઈ કચીયા ર્ેારા શાળામાં ચલાવવામાં આવતા ભશાળા દાનપેટીભ નવતર પ્રયોગને ઘ્‍યાનમાં રાખી ભેરાઈનાં શ્રેષ્ઠ નાગરિક લખમણભાઈ રામ, બાલુભાઈ રામ અને કાળુભાઈ રામ ર્ેારા જરૂરીયાતમંદ બાળકોને દફતર વિતરણ કરવામાં આવ્‍યું. આ બાળકો અત્‍યંત ગરીબ અને પિતા વિહોણાં છે. આ વિતરણ કાર્યક્રમમાં શાળાનાં આચાર્ય તેમજ શિક્ષકોએ પણ હાજરી આપી દાતાની ખુમારીને બિરદાવી હતીતથા બાળકોએ પ્રસન્‍ન ચહેરે દાતાઓનો આભાર માન્‍યો હતો. નાનકડા પ્રોજેકટને ઉમદા સહાય કરવા બદલ ઘનશ્‍યામભાઈએ પણ દાતાઓ પ્રત્‍યે આભારની લાગણી વ્‍યકત કરીહતી.


અમરેલી પાલિકાને બદનામ કરવાનું બંધ કરો : રાણવા

નિવેદનીયા નેતાઓ શહેરીજનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ ન કરે

અમરેલી પાલિકાને બદનામ કરવાનું બંધ કરો : રાણવા

વાદ-વિવાદ અને પક્ષાપક્ષીથી દુર રહીને શહેરનાં વિકાસ માટે સૌએ સાથે રહેવાની જરૂર છે

અમરેલી, તા. 1

છેલ્‍લા કેટલાંક સમયથી શહેરનાં સ્‍થાનિક અખબારોમાં અમરેલીનાં જવાબદાર નેતાઓ અને તેના સમર્થકો ઘ્‍વારા જુદી-જુદી પાર્ટીનાં બેનર હેઠળ પાલિકાનાં વહીવટ સંબંધે એકતરફી ફરિયાદોનાં સમાચારો આપી આ વર્તમાનપત્રોમાં કોઈ અકળ કારણોસર હેડલાઈનમાં સ્‍થાન લીધું છે.

આ અંગે નગરપાલિકાનાં વર્તમાન પ્રમુખ જયંતિભાઈ રાણવાએ વિસ્‍તૃત સ્‍પષ્‍ટતા સાથે જણાવ્‍યું છે કે, કોઈ અકળ મિશન હેઠળ વર્તમાન નગરપાલિકાનાં બોર્ડને ડિસ્‍ટર્બ કરવાનો કાર્યક્રમ હોય તેમ આ બધા નિવેદનો ઉપરથી લાગી રહૃાું છે.

વધુમાં જણાવ્‍યું છે કે, અમરેલી શહેરમાં હાલ ભુગર્ભ ગટરનાં કામ પૂર્ણ થવામાં છે જેના કારણે શહેરની જનતાને ધુળીયા માર્ગે ચાલવાની ફરજ પડતી હોય અને તકલીફ થતી હોય તે સ્‍વાભાવિક છે. પરંતુ આ અંગે પાલિકા કયાંય જવાબદાર નથી તે માટે ભુતકાળમાં પણ તે સમયનાં બોર્ડનાં સંચાલકો ઘ્‍વારા લેખિત સ્‍પષ્‍ટતાઓ થતી આવે છે. તેમ છતાં આ અંગે પાલિકાને દોષ આપી કેટલાંક પાલિકાનાં હિત શત્રુઓ અને ખાટ સ્‍વાદીયા કહેવાતાંનબળી માનસિકતાવાળા સમર્થકો ઘ્‍વારા નિવેદનો આપી નગરપાલિકાને દોષ દઈને પોતાનો રાજકીય રોટલો શેકવાની ચેષ્‍ટા કરી રહૃાાં છે જે ખેદજનક છે. હકીકતથી વિપરીત માત્ર નિવેદનો કરીને કાયમી અમરેલી શહેરનું સ્‍વપ્‍નમાં પણ કયારેય હિત જોયું ન હોય તેવા જાહેર જીવનનાં કહેવાતા આગેવાનો જાહેર ચર્ચા કરવા આવે તેવી મારી ખુલ્‍લી અપીલ છે. તેમ જણાવીને રાણવાએ વધુમાં જણાવ્‍યું છે કે, રાજય સરકારની આ યોજના ધોળા હાથી સમાન સાબિત થઈ છે જે છેલ્‍લા ચાર વર્ષથી શહેરને તથા બોર્ડને બાનમાં લઈ બેઠી છે અને આ અંગેનાં કામો પણ સત્તાધારીઓનાં સમર્થકો ઘ્‍વારા થઈ રહૃાાં છે તેમાં વિપક્ષો ઘ્‍વારા ભાગબટાઈ પણ થતી આવી છે. ત્‍યારે આ સમસ્‍યાથી શહેરને ઉગારવા માટે જવાબદાર પદાધિકારીઓ જેવા કે સાંસદો, ધારાસભ્‍યો અને તેનાં સમર્થકોએ કયારેય પણ વર્તમાન પ્રમુખને કે ભુતકાળનાં બોર્ડને રૂબરૂ કે ટેલીફોનીક પૃચ્‍છા કરી છે કે નહી તેની જાહેરમાં સ્‍પષ્‍ટતા કરે. કહેવાતા આગેવાનો કયારેય પણ રાજય કે કેન્‍દ્ર અધિકારીગણને-નગરપતિને સાથે રાખી નિષ્ઠાપૂર્વક પ્રયત્‍નો કરીને શહેરનાં વિકાસમાં રસ દાખવ્‍યો છે ખરો ? તેની પણ સ્‍પષ્‍ટતા થવી જરૂરી છે.

વધુમાં જણાવેલ છે કે, પોતાના સત્તાકાળમાં શહેરનાં પ્રશ્‍નો પ્રત્‍યે જાગૃત્તત્તા દાખવી છે ખરી ? માત્ર જરૂર પડયે પાર્ટી કેઅંગત લાભોમાં પાલિકાને દબડાવીને નબળી માનસિકતાથી લાભા લાભોની મલાઈ તારવીને બોર્ડને બદનામીભર્યા વ્‍યવહારોથી નવાજીને તેથી વધુ કાંઈ આપ્‍યું છે ખરૂં ? તેથી પણ આ નિવેદનીયા નેતા સ્‍પષ્‍ટતા કરે તે જરૂરી છે. પોતાના સત્તાકાળોમાં કેટલી ગ્રાન્‍ટો શહેરનાં વિકાસમાં કેવી, કોનાં માઘ્‍યમથી, કોની સાથે રાખીને ફાળવી તેની પણ સ્‍પષ્‍ટતા થવી જરૂરી છે. આ કામો કોણે કર્યા ? કુટુંબવાદમાં કર્યા કે પાર્ટીવાદમાં કર્યા ? તેની પણ સ્‍પષ્‍ટતા આ લોકો કરે તો શહેરનું હિત જોયું ગણાશે. સૌ કોઈ નગરપાલિકાને દોષિત ગણતાં પહેલા જાગૃત્ત અવસ્‍થામાં પથારીમાં લઘુશંકા ન કરે તેવી અમારી જાહેર વિનંતી છે.

વધુમાં જણાવેલ છે કે, વર્તમાન હાલત માટે પોતાનું બોર્ડ કે અગાઉ કોઈ જવાબદાર નથી તેમ જણાવી પ્રમુખે રાજકીય આંટીઘુટીમાં કાયમી નગરપાલિકાને આપ સૌ મુકત રાખો અને માત્ર વિકાસ માટે પોઝીટીવ સ્‍વાર્થ રહિત અને લાલચ રહિત સુચનો આપે તેવી હું જાહેર વિનંતી કરૂં છું. તેમ જણાવી હાલનાં માર્ગોની ખરાબ હાલત માટે વર્તમાન બોર્ડ તથા બોર્ડને કાયમી છેલ્‍લા 3 વર્ષથી વિકાસનાં માર્ગે ચડાવી વિકાસ પુરૂષ તરીકે સાચી નામનાં       મેળવનાર પી.પી. સોજીત્રાની આગેવાની નીચે સરકારમાં રજુઆત કરીને ટૂંક સમયમાં શહેરનાં માર્ગોને નવા માર્ગો  મળે તે અંગેકાર્યવાહી શરૂ છે.

વધુમાં જણાવેલ છે કે, આગામી દોઢ મહિનામાં શહેરનાં તમામ મુખ્‍ય રસ્‍તાઓ બનાવવાની અમો તૈયારી કરી રહૃાાં છીએ. જે અંગેની ટેન્‍ડર પ્રોસેસ પણ શરૂ કરી છે. તેમ છતાં હજુ પણ શહેરની ભુગર્ભ ગટરનું મુખ્‍ય રસ્‍તાઓ પર કામ પણ જવાબદારો પૂર્ણ કરતાં નથી. આમ અમો પણ કામ કરવા અસમર્થ છીએ છતાં પોઝીટીવ ઉકેલ લાવવાની પહેલ કરી છે. ત્‍યારે તેમાં સાથ-સહકાર આપે તેવી હું આશા રાખી રહૃાો છું. શહેરનાં ચિતલ રોડ, માણેકપરા, હનુમાનપરાનાં માર્ગો તથા ફોરવર્ડ સ્‍કૂલ પાસેનાં સિનીયર સીટીઝન પાર્ક તેમજ અદ્યતન નાગનાથ મહાદેવ બસ સ્‍ટેન્‍ડ ઉપરાંત અખાડામાં રૂા. પપ લાખનાં ખર્ચે ઈન્‍ટરનેશનલ કક્ષાનો બેડમીન્‍ટન હોલ તેમજ રૂા. 1 કરોડનાં ખર્ચે અખ્‍તન લેડીઝ તેમજ જેન્‍ટસ માટે જીમ્‍નાશીયમ હોલનું કામ પણ પૂર્ણ કરેલ છે. આ થયેલ પ્રશંસનીય કાર્ય પાલિકાની કાયમી ટીકા કરી મલાઈ મેળવવાની વૃત્તિ ધરાવનારાઓને ન દેખાઈ તો તે શરમજનક ગણી શકાય તેમ છે.

વધુમાં જણાવેલ છે કે, રાજકીય આક્ષેપોમાં ભ્રષ્‍ટાચારની વાત કરી રહૃાાં છે. ત્‍યારે આ અંગે પાલિકા પ્રમુખે જણાવ્‍યું છે કે, મારા શાસનકાળમાં થયેલ ભ્રષ્‍ટાચારની તથા ભુતકાળમાં થયેલ ભ્રષ્‍ટાચારોની જાહેર ચર્ચા કરવા એક મંચ સાથે આપણે સૌ સાથે બેસી પાલિકાને ભ્રષ્‍ટાચાર મુકત બનાવીએ તેવીકામગીરી આપણે શરૂ કરીએ. ભ્રષ્‍ટાચાર સંબંધે કયારે કોણે કેટલો કોના માટે અને કેવો ભ્રષ્‍ટાચાર કર્યો છે તેનો ખુલાસો દેવાનું પણ મન થઈ રહેલ છે પણ હંમેશા પોઝીટીવ રાજકારણ રમવાની મારી રાજકીય માનસિકતામાં મારે ઘટાડો નથી કરવો. જેથી આ બાબતે તૈયારી હોય તો જાહેર ચર્ચા કરવા મારી તૈયારી છે.

વધુમાં જણાવ્‍યું છે કે, પાલિકામાં અગાઉ થયેલા અને વર્તમાન સમયમાં થયેલા કામોમાં મારો કયાંય ભાગ બટાઈ કે હિસ્‍સો હોય તે સાબિત કરી આપે અને પોતાનાં કુટુંબીજનો ઘ્‍વારા પાલિકામાં થતો ભ્રષ્‍ટાચાર કોણે કેટલો કર્યો છે તેની ખાનગીમાં પૃચ્‍છા કરી નિવેદનો છાપે અને છપાવે તો તે શોભાસ્‍પદ બનશે તેમ જણાવી નગરપાલિકાનાં વિકાસમાં આ બોર્ડ ગાંધી વિચારસરણીને સંપૂર્ણ માનીને ચાલનારૂ બોર્ડ છે. કોઈ પક્ષાપક્ષીથી પર રહી શાસન ચલાવવાનો નમ્ર પ્રયાસ કરીએ છીએ. જેથી કોઈનો લાગભાગ-હિસ્‍સો ડુબ્‍યો હોય તો તે સ્‍વાભાવિક હોય જેથી નિવેદનબાજીમાં ન ઉતરે તેવી મારી અપીલ છે તેમ અંતમાં જણાવેલ છે.


આનંદો : અમરેલી પાલિકા કચેરીનું અદ્યતન મકાન બનાવવાનાં કાર્યનો આજથી પ્રારંભ

પી. પી. સોજીત્રાનાં વરદ્ય હસ્‍તે થશે ખાતમુર્હુત : આગેવાનો ઉપસ્‍થિત રહેશે

આનંદો : અમરેલી પાલિકા કચેરીનું અદ્યતન મકાન બનાવવાનાં કાર્યનો આજથી પ્રારંભ

રૂક્ષ્મણીબેન બાલમંદિરનાં પટાંગણમાં બનશે નવુ મકાન

અમરેલી, તા. 1

અમરેલીનગરપાલિકાનું અદ્યતન બિલ્‍ડીંગ શહેરનાં રૂક્ષ્મણીબેન બાલમંદિર, નાગનાથ મંદિર સામે તા.0ર/1ર/ર018 ને રવિવારે સવારે 10:30 કલાકે અમરેલી માર્કેટ યાર્ડનાં પ્રમુખ તથા શહેર વિકાસ સમિતિનાં ચેરમેન પી. પી. સોજીત્રાનાં હસ્‍તે ખાતમુર્હુત સંપન્‍ન થશે. આ કાર્યક્રમ નગરપાલિકાનાં પ્રમુખ જયંતિભાઈ રાણવાનાં પ્રમુખ સ્‍થાને યોજાશે. શહેરનાં મઘ્‍યમાં ઉપરોકત પાલિકાનું બિલ્‍ડીંગ અદ્યતન સુવિધા સાથે સાકાર થશે. શહેરનાં વિકાસમાં ઉપરોકત બિલ્‍ડીંગનો ઉમેરો થઈને વિકાસલક્ષી સ્‍વપ્‍નદ્રષ્‍ટા પી. પી. સોજીત્રા તથા તેમનાં સમર્થકો ર્ેારા શહેરને વધુ એક સુવિધાઓનો ઉમેરો થવા જઈ રહેલ છે, ત્‍યારે આ અવસરે શહેરનાં હાઉસીંગ બોર્ડ વિસ્‍તાર તથા સીવીલ હોસ્‍પિટલ, જીલ્‍લા પંચાયત પાછળનાં માર્ગનું પણ નવીનીકરણનો શુભારંભ નગરપતિ જયંતિભાઈ રાણવાતથા તેમની ટીમ ર્ેારા શનિવારનાંસવારે 09:30 કલાકેથી થઈ ગયેલ હોય, ધુળીયા માર્ગથી શહેરની જનતાને છૂટકારો ક્રમશઃ મળતો જશે તેવી હૈયાધારણ પ્રમુખ રાણવાએ આપી છે. આ બન્‍ને કાર્યોમાં શહેરનાં વિકાસમાં રસ ધરાવતા સર્વોનો સહકાર મળતો રહે છે તે વાત કરી પ્રમુખ શહેરનાં વિકાસમાં પણ ઘટનાથી પર રહી તમામ વિસ્‍તારોમાં પાયાની સુવિધાઓ મળી રહે તેવા આ બોર્ડ તથા તેમને સમર્થન આપી રહેલાં નગરજનોનાં અગ્રણીઓ ર્ેારા પ્રયાસો રહેશે તેવીવાત નગરપતિએ કરેલ. આ પ્રસંગે શહેરનાં અગ્રણીઓ સર્વ રફીકભાઈ મોગલ, પોપટલાલ કાશ્‍મિરા, જે. પી. ગોળવાળા, નરેશભાઈ, હિતેષભાઈ માંજરીયા, કે. કે. વાળા, અરવિંદભાઈ સીતાપરા, હરપાલભાઈ, કિરણબેન વામજા, પૂર્વ પ્રમુખ નગરપાલિકા કિલુભાઈ શુકલ, ઠાકરશીભાઈ મેતલીયા, સ્‍થાનિક સાથી રહિશો અને નગરપાલિકાનાં શુભચિંતકો તથા સ્‍ટાફગણ ખાસ ઉપસ્‍થિત રહેશે.


આલે લે : સાવરકુંડલા પંથકનાં ગામડાઓમાં આનાવારીનું કાર્ય જ શરૂ કરવામાં આવ્‍યું નથી

કોંગી અગ્રણી ભૌતિક નસીતે મુખ્‍યમંત્રીને ફરિયાદ કરી

આલે લે : સાવરકુંડલા પંથકનાં ગામડાઓમાં આનાવારીનું કાર્ય જ શરૂ કરવામાં આવ્‍યું નથી

અધિકારીઓ મગફળીની ખરીદીમાં વ્‍યસ્‍ત જોવા મળે છે

સાવરકુંડલા, તા.1

સાવરકુંડલા તાલુકાના ગામડાઓમાં આજ દિવસ સુધી આનાવારી કરવામાં આવેલ નથી. તો સાવરકુંડલા તાલુકાના ગામડાઓમાં કયારે આનાવારી કરવામાં આવશે. આનાવારીનો સમય પણ પૂર્ણ થઈ ગયેલ છે. સિંચાઈના પાણીના અભાવના કારણે ખેડૂતોનો પાક નિષ્‍ફળ ગયેલ છે. ઉપરાંતમાં પશુઓ માટે ઘાસચારાની અને પીવાના પાણીની અત્‍યારથી જ તંગી પડી રહી છે. ત્‍યારે ખેડૂતોના ખેતર ખાલી થઈ ગયેલ છે. તો સરકારી અધિકારીઓ શેના આધારે આનાવારીનો રિપોર્ટ સરકારમાં કરશે, આજદિન સુધી આનાવારી કરવામાં નથી આવી. તો આ અધિકારીઓ સામે સરકારે આજદિન કેમ કાંઈ પગલા ભર્યા નથી.ખેડૂતોમાં ખૂબ મોટો રોષ છે. ત્‍યારે ખરેખર સાવરકુંડલા તાલુકાને પાક નિષ્‍ફળ જવાના કારણે તાત્‍કાલિક ધોરણે આ સરકારે અછતગ્રસ્‍ત જાહેર કરવો જોઈએ. મામલતદારને મૌખિક રજૂઆત કરતા જણાવ્‍યું કે અધિકારીઓ મગફળીની ખરીદીમાં વ્‍યસ્‍ત હોવાના કારણે આજદિન સુધી આનાવારી થઈ શકી નથી. તો અમારી માંગ એવી છે કે આ અધિકારીઓ સામે સરકાર કડક કાર્યવાહી કરીને ખેડૂતો હિતમાં યોગ્‍ય નિર્ણય લેવામાં આવે અને સંબંધિત અધિકારીઓને આ અંગે જરૂરી સુચન કરવા અમોની નમ્ર વિનંતી છે. સાવરકુંડલા કોંગ્રેસના નેતા નસીત ભૌતિકે મુખ્‍યમંત્રીને રજૂઆત કરી છે.


અમરેલીની બહેરા-મુંગા શાળાનાં વિદ્યાર્થીઓનો ખેલ મહાકુંભમાં શ્રેષ્ઠ દેખાવ

               રમત-ગમત યુવાસાંસ્‍કૃતિક પ્રવૃતિ વિભાગ પ્રેરિત, સ્‍પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા આયોજીત અને ઓલ ગુજરાત સ્‍પોર્ટસ કાઉન્‍સીલ ઓફ ધી ડેફના ઉપક્રમે રાજયકક્ષાની સ્‍પેશ્‍યલ ખેલમહાકુંભ – ર018ની ચેસ સ્‍પર્ધા તા.ર6/11 ને સોમવારે અમદાવાદમાં સંપન્‍ન થઈ. જેમાં સમગ્ર રાજયનાં શ્રવણમંદ દિવ્‍યાંગોએ સહર્ષ ભાગ લીધેલ. જેમાંથી રાજય સ્‍તરે ચેસ સ્‍પર્ધામાં 16 વર્ષથી નીચેના વિભાગમાં અમરેલી બહેરા-મુંગા શાળાના વિદ્યાર્થી ચિ.સોજીત્રા હિમાંશુ કીરીટભાઈ પ્રથમ સ્‍થાને વિજેતા થયેલ છે. જે સંસ્‍થા અને અમરેલી જિલ્‍લા માટે એક ગૌરવની બાબત છે. આ અવસરે સંસ્‍થા પરિવાર, ટ્રસ્‍ટીગણ, કર્મચારીઓ વિજેતા વિદ્યાર્થીને હાર્દિક અભિનંદન પાઠવે છે. અને ભવિષ્‍યમાં પણ સંસ્‍થા અને અમરેલી જિલ્‍લાનું નામ રોશન કરી ઉતરોત્તર પ્રગતિના શિખરો સર કરે તેવી શુભેચ્‍છા પાઠવે છે.


ખાંભા-ચલાલા માર્ગ પર છોટા હાથી સળગ્‍યું

               ખાંભા-અમરેલી રોડ પર પ કલાકે ગોળનાં ભરેલ છોટા હાથીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી આ આગ ઈલેકટ્રીક શોક સર્કિટને થવાનાં કારણે લાગી હોવાનું જાણવા મળેલ હતું અને આગને પગલે ખાંભાથી ચલાલા, અમરેલી માર્ગ બંધ થયો હતો બન્‍ને બાજુ વાહનોની કતારો લાગી ગઈ હતી અને જેને પગલે વાહન વ્‍યવહાર ઠપ્‍પ થયો હતો અને આ આગ ઓસરી ગયા બાદ વાહન વ્‍યવહાર રાબેતા મુજબ ચાલુ થયો હતો.


અમરેલીમાં આંદોલનકારીઓને ઉચ્‍ચ અધિકારીઓએ પારણા કરાવ્‍યા

યુવકની હત્‍યા કેસનાં આરોપીઓ ઝડપાતા

અમરેલીમાં આંદોલનકારીઓને ઉચ્‍ચ અધિકારીઓએ પારણા કરાવ્‍યા

અમરેલી, તા. 1

અમરેલીમાં તારીખ 1/10/ર018નાં રોજ અનુસુચિત જાતિનાં 30 વર્ષનાં યુવાન મહેશ ઝાલાની ત્રણ આરોપીઓ ર્ેારા હત્‍યા કરી નાખવામાં આવી હતી. છેલ્‍લાં બેમહિનાથી આરોપીઓ નાસતા ફરતા હતા, અને આરોપીઓને પકડવા માટે પીડિત પરિવાર અને સમાજનાં ઓવાનો અચોક્કસ મુદતનાં ઉપવાસ પર અમરેલી કલેકટર કચેરી ખાતે 19 દિવસથી ઉપવાસ આંદોલનમાં બેઠા હતાં. જયારે બે મહિનાથી પોલીસ પકડથી દૂર ત્રણ આરોપીઓ માંથી બે આરોપીઓ સુરતથી પોલીસે ઝડપી પાડયા છે. અમરેલી પોલીસની આરોપીઓએ છેલ્‍લાં બે મહિનાથી ઉંઘ હરામ કરી નાખી હતી. હજુ એક આરોપી પકડવો બાકી છે. મરનાર મહેશભાઈનાં પિતા રતિભાઈ ઝલાએ આરોપીઓ પકડાતા ખુશી વ્‍યકત કરી હવે અમોને ન્‍યાયની આશા બંધાણી છે અને ન્‍યાય મળશે તેમ જણાવેલ છે અને પીડિતોનાં 19 દિવસનાં ઉપવાસનાં પારણાં આજે અમરેલીનાં નાયબ કલેકટર એમ. બી.પાંડોર, પ્રાંત કલેકટર વીરાણી, ઈનચાર્જ એસ.પી. એમ.બી.દેસાઈ તેમજ તપાસનીશ ડી.વાય.એસ.પી. એલ.બી. મોણપરા ર્ેારા સત્‍યાગ્રહી ઉપવાસી આંદોલનકારી એવા મૃતકનાં પિતા રતીભાઈ ઝાલા, ભાઈ દીપકભાઈ ઝાલા, મૃતકનાં માતા તથા પરિવારનાં સભ્‍યો તથા આગેવાન ધીરૂભાઈ ખીટોલીયાને લીંબુ શરબત પાઈને આગેવાનો ધીરૂભાઈ ખીટોલીયા, કાળુભાઈ પરમાર,  કૌશીકભાઈ જોગદીયા, ભરત કાતરીયા, મગન માધડ, પ્રવિણભાઈ, જીતુ પ્રીયદર્શી, હરેશભાઈ જોગદીયા એડવોકેટ, ભાવેશભાઈ ચાવડા, જયંતિભાઈ ગોહિલ, મુન્‍નાભાઈસરપપંચ વિગેરેની હાજરીમાં પારણાં કરાવ્‍યાં હતાં. આ તકે પીડિત પરિવારે છાવણીમાં ટેકો આપનાર તથા મુલાકાતીઓનો આ તમામ નામી, અનામી, સમાજનાં આગેવાનો, વડીલો મિત્રો, સગા વહાલાઓ, તેમજ કર્મશીલોનો આ દુઃખની ઘડીમાં સહકાર આપવા બદલ દિલથી આભાર વ્‍યકત કરેલ છે. આ તકે મરનારનાં મોટાભાઈ દીપકભાઈએ ઉપવાસી છાવણીમાં સતત હાજર રહી અને કાનૂની મદદ કરવા બદલ અમદાવાદનાં કાંતિભાઈ પરમાર, અમરેલીનાં ધીરુભાઈ ખીટોલીયા અને નવચેતનભાઈ પરમારનો પણ ખાસ પરિવાર વતી આભાર માનેલછે. તેમજ આજે સમાજનાં ક્રાંતિકારી સંત રાધિકા સાહેબ, ખંભાળાનાં માણસુરભાઈ ખુમાણ તેમજ રાજકીય વિરોધ પક્ષનાં નેતા પરેશભાઈ ધાનાણી, સામાજિક ન્‍યાય સમિતિનાં ચેરમેન રાજુભાઈ દામોદરા, કેહુરભાઈ ભેડા, શરદ મકવાણા, શ્‍યામભાઈ સોલંકી, હિરેન ટીમાણીયા વિગેરેએ પણ મુલાકાત લીધી હતી તેમ કાંતિલાલ પરમારની અખબાર યાદીમાં જણાવાયું છે.


બાબરામાં પ્રાંત અધિકારીનાં અઘ્‍યક્ષસ્‍થાને તાલુકા સંકલનની બેઠક યોજાઈ

               બાબરામાં લાઠી પ્રાંત અધિકારીના અઘ્‍યક્ષ સ્‍થાનેતાલુકા સંકલનની બેઠક યોજાઈ હતી. જેમાં ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમર, શહેર ભાજપ પ્રમુખ લલિતભાઈ આંબલીયા, મામલતદાર એન.કે. ખીમાણી, તાલુકા વિકાસ અધિકારી બી.જી. સોલંકી, નગરપાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા, તાલુકા પંચાયત પ્રમુખ ધીરૂભાઈ વહાણી સહિતના પદાધિકારી અને અધિકારીઓ ઉપસ્‍થિત રહયા હતા. બાબરામાં તાલુકા પંચાયત પાછળ આવેલ બી.આર.સી. ભવનના તાલુકાની સંકલન મિટીંગ યોજાઈ હતી. જેમાં સ્‍થાનિક પ્રશ્‍નોનું સ્‍થળ પર નિકાલ કરવામાં આવ્‍યો હતો. સંકલનની બેઠકમાં એસટી, વીજળી, રોડ, રસ્‍તા, પાણી, સફાઈ, ગ્રામ પંચાયત સહિતના વિવિધ પ્રશ્‍નો અરજદારો દ્વારા રજૂ કરવામાં આવ્‍યા હતા. આ સિવાય ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમર દ્વારા પણ બાબરા તાલુકાના ખેડૂત ખાતેદારોને નામફેરમાં પડતી મુશ્‍કેલીઓ બાબતે રજૂઆત કરી નિકાલ કરવા જણાવ્‍યું હતું. આ સિવાય બાબરા તાલુકાના ગામડાઓ, રાહદારીઓ તેમજ વિદ્યાર્થીઓને એસ.ટી. બસોની અનિયમિતતા બાબતે તેમજ પુરતી બસો નહીં હોવાથી ખૂબ જ મુશ્‍કેલીઓ પડી રહી છે. ત્‍યારે એસ.ટી. બસને નિયમિત કરવા અને પુરતી બસો ફાળવવામાં ધારાસભ્‍ય દ્વારા સંકલનની બેઠકમાં પ્રશ્‍નો રજૂ કરી નિકાલ કરવા જણાવ્‍યું હતું.


અમરેલીનાં મામલતદારને આનાવારીનાં પ્રશ્‍ને વિપક્ષી નેતા પરેશ ધાનાણી અને ધારાસભ્‍ય ડેરે ખખડાવ્‍યા

સમગ્ર પંથકમાં આનાવરીને લઈને નારાજગીનો માહોલ ઉભો થયો છે

અમરેલીનાં મામલતદારને આનાવારીનાં પ્રશ્‍ને વિપક્ષી નેતા પરેશ ધાનાણી અને ધારાસભ્‍ય ડેરે ખખડાવ્‍યા

કુદરતનો ડર રાખીને ખેડૂતોનાં હિતમાં કામ કરવા જણાવ્‍યું

અમરેલી, તા.1

અમરેલીનાં ધારાસભ્‍ય અને ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણીની આગેવાનીમાં તથા રાજુલા-જાફરાબાદના ધારાસભ્‍ય અંબરીશભાઈ ડેર સહિતનાં કોંગી આગેવાનીમાં અમરેલી ખાતે મામલતદાર કચેરી જઈ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતું.

આ કાર્યક્રમ પૂર્ણ થયા બાાદ વિપક્ષ નેતા પરેશ ધાનાણી તથા ધારાસભ્‍ય અંબરીશ ડેર દ્વારા અમરેલીનાં મામલતદાર સાથે અનાવારી ક્રોપ કટીંગમં સરકારી રેકર્ડ સાથે ચેડા થયા હોવાનું જણાવી મામલતદારને આકરા પાણીએ ખખડાવી નાંખ્‍યા હતા. અને મામલતદારને નિયમો સમજાવી અને ખેડૂતોથી આદેશ ચાલે છે. ત્‍યારે સત્તાધારીપક્ષના સૂચનો અમલ કરવા સબબ બન્‍ને કોંગીનેતાઓએ મામલતદાર સમક્ષ નારાજગી વ્‍યકત કરી હતી.

પરેશ ધાનાણીએ મામલતદારને એમ પણ જણાવ્‍યું હતું કે, ખેડૂતો માટે કંઈ પણ ખોટું કરશો તો કુદરત પણ માફ નહી કરે માટે સત્‍ય રીતે કામ કરવા જણાવી દીધું હતું.

જયારે ધારાસભ્‍ય અંબરીષ ડેરે આ અધિકારીને પણ આડે હાથ લેતા રાજકીય પક્ષનાં ખેંસ પહેરી અને કામ કરો તેવું જણાવી દેવા મામલતદાર કચેરીમાં સન્‍નાટો છવાયો હતો. આ અંગેનો વિડીયો પણ સોશ્‍યલ મિડીયામાં વાયરલ થતા અમરેલી જિલ્‍લાનું રાજકારણ ગરમાયું છે.


સોમનાથમાં સંકલ્‍પ સિદ્ધ દિવસ નિમિત્તે સરદાર વંદના કરાઈ

               સરદાર વલ્‍લભભાઈ પટેલે 1947માં ભારત આઝાદ થયું ત્‍યારે જૂનાગઢને અખંડ ભારતમાં જોડી 13 નવેમ્‍બર, 1947એ સમુદ્રનું જળ હાથમાં લઈ સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારનો સંકલ્‍પ કરેલ. કાળ ક્રમે સરદાર ન રહયા પણ સરદારની આંખોથી શ્રી સોમનાથ મંદિરના સતત દર્શન કરી શકે તે રીતે તેઓની પ્રતિમા સોમનાથ પરિસરમાં લગાવવામાં આવેલી છે. 199પમાં શ્રી સોમનાથ મંદિર બાંધકામ પૂર્ણ થયું. નૃત્‍યમંડપ કાર્ય પૂર્ણ થતા ભારતના રાષ્‍ટ્રપતિ શંકરદયાલ શર્માના કરકમલોથી નૃત્‍યમંડપ કળશ અનાવરણ વિધિ સંપન્‍ન કરવામાં આવેલ. સરદારે લીધેલ સંકલ્‍પ 13 નવેમ્‍બર,1947ની સિદ્ધિ 1 ડિસેમ્‍બર, 199પએ થયેલ. આજે ર3માં સંકલ્‍પ સિદ્ધિ દિવસ નિમિતે સરદાર વંદના પુષ્‍પાંજલિ, સોમનાથ મહાદેવને મહાપૂજા, વિશેષ શૃંગાર સહિતના આયોજન કરાયેલ. જેમાં યાત્રીઓ, સ્‍થાનિક તીર્થ પુરોહિતો, શ્રી સોમનાથ ટ્રસ્‍ટના જનરલ મેનેજર તથા અધિકારીઓ, કર્મચારીઓ જોડાયા હતા.


02-12-2018


01-12-2018