Main Menu

December, 2018

 

વડિયામાં પ્રમુખસ્‍વામી મહારાજનો જન્‍મ જયંતિ મહોત્‍સવ ઉજવાયો

વડિયાનાં સુરગપરા વિસ્‍તારમાં આવેલ સ્‍વામિનારાયણ બીએપીએસ મંદિર ખાતે પરમ પૂજય પ્રમુખસ્‍વામી મહારાજનાં આશીર્વાદ તેમજ પૂજય મહંત સ્‍વામી મહારાજની પ્રેરણાથી વડિયા સ્‍વામી નારાયણ મંદિર ખાતે ભવ્‍ય શાકોત્‍સવ તેમજ પરમ પૂજય પ્રમુખસ્‍વામી મહારાજની પ્રતિક જન્‍મ જયંતિ ખુબજ ધામધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં મહા પૂજા અન્‍નકૂટ દર્શન સત્‍સંગ સભા મહાપ્રસાદ જેવા અનેક કાર્યક્રમો યોજવામાં આવ્‍યા હતા જેમાં વડિયા બીએપીએસ સ્‍વામિનારાયણ મંદિર ભવાની ચોક વડિયા તેમજ સત્‍સંગ મંડળ ર્ેારા કરવામાં આવેલ.


ચલાલા ખાતે પાલિકા દ્વારા દાનેવ સોસાયટીને જોડતા પુલનો ખાતમુર્હુત કાર્યક્રમ યોજાયો

ચલાલા દાનેવ સોસાયટી ખાતે નગરપાલિકા દ્વારા દાનેવ સોસાયટીને જોડતા પુલનું ખાતમુર્હુત અને વોર્ડ નં.-6માં વસતા છુટક ધંધાર્થી પરિવારોને સરકાર માન્‍ય બિઝનેસ ફેરીયાના ઓળખ કાર્ડ વિતરણ કાર્યક્રમનું નગરપાલિકા તમારે દ્વાર કાર્યક્રમનું ભવ્‍ય આયોજન કરવામાં આવેલ. જેમાં વિશાળ સંખ્‍યામાં લોકો જોડાયેલ હતા. આ કાર્યક્રમ સોસાયટીને જોડતા પુલ, રોડ-રસ્‍તાઓ અને છુટક ધંધાર્થીઓના બિઝનેસ ફેરીના સરકાર માન્‍ય ઓળખ કાર્ડ વિતરણ અંગે ભાજપના અને ક્ષત્રિય સમાજના આગેવાન દિલુભાઈ     વાળા દ્વારા સતત છેલ્‍લા 10 વર્ષથી રજૂઆતો કરતા રહયા છે. જેને ઘ્‍યાને લઈ સમગ્ર કાર્યક્રમનું આયોજન નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમના અઘ્‍યક્ષ સ્‍થાને અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા રહયા હતા. જેઓએ કેન્‍દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા લોકાભિમુખ કાર્યોની છણાવટ કરી હતી. દરમિયાન સાથે જિલ્‍લા ભાજપના મહામંત્રી કૌશિકભાઈ વેકરીયા, જિલ્‍લા ભાજપના અગ્રણી ભરતભાઈ વેકરીયા તેમજનગરપાલિકાના પ્રમુખ હિંમતભાઈ દોંગા, ઉપપ્રમુખ અનિરૂઘ્‍ધભાઈ વાળા તથા ભાજપ અગ્રણી દિલુભાઈ વાળા, શહેર ભાજપ પ્રમુખ મનસુખભાઈ ગેડીયા, ભાજપ અગ્રણી બિચ્‍છુભાઈ માલા, જિલ્‍લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ પ્રકાશભાઈ કારીયા, ચલાલા ભાજપ ઉપપ્રમુખ શિવરાજભાઈ વાળા, જાગૃત કાર્યકર અશોકભાઈ કાથરોટીયા અને ચલાલા મહાજનના અગ્રણીઓ મહેન્‍દ્રભાઈ સાદરાણી, દિનુભાઈ ચંદારાણા, પ્રેમજીભાઈ નથવાણી, ચીમનભાઈ વિઠલાણી ઉપરાંત નગરપાલિકાના તમામ સદસ્‍યો, નગરપાલિકા સ્‍ટાફ તેમજ ભાજપના તમામ નાના-મોટા કાર્યકર્તા આ કાર્યક્રમમાં જોડાયા હતા.


28-12-2018


મોટા બારમણનાં પ્રજાપતિ આધેડે મૃત્‍યુ પહેલા બન્‍ને કિડનીનું દાન કર્યુ

મોટા બારમણ, તા. ર6

ખાંભા તાલુકાનાં મોટા બારમણ ગામનાં પ્રજાપતિ જ્ઞાતિનાં નાનજીભાઈ ડાયાભાઈ વાઘેલા (ઉ.વ. 60)ને થોડા દિવસ પહેલા ગામમાં રાત્રીનાં સિંહ આવી ચડતા ગામનાં પાદરમાં ઉભેલી ગાયોમાં અફડાતફડી મચતા રાત્રીનાં દસ વાગ્‍યા આસપાસ ત્‍યાંથી પસાર થતાં નાનજીભાઈ ભાગતી દોડતી ગાયોનાં ટોળામાં આવી જતા નાનજીભાઈને ગાયોએ પછાડી દેતા તેને ગંભીર ઈજા થતા તુરત કોમામાં સરી પડેલ. તેમને તેના પુત્રોએ મહુવા દવાખાને અને ત્‍યાંથી વધુ સારવાર અર્થે ભાવનગર સર ટી. હોસ્‍પીટલમાં સારવાર માટે દાખલ કરેલ. ત્‍યાંના ડોકટરોની ટીમે સારી જહેમત ઉઠાવેલ. પરંતુ આ કેસમાં કોઈ સફળતાનાં અણસાર ન મળતાં નાનજીભાઈ વાઘેલાનાં પરિવાર તેમના પુત્ર વલ્‍લભભાઈ તેમજ સંજયભાઈ તેમના લઘુબંધુ કલ્‍યાણભાઈ તેમજ કિશોરભાઈએ નાનજીભાઈની બન્‍ને કિડની અને લિવર દાનમાં આપવાની ઈચ્‍છા વ્‍યકત કરતા સર ટી. હોસ્‍પિટલનાં ડોકટરોએ અમદાવાદ સીવીલમાં જાણ કરતા ત્‍યાંના ડોકટરોની ટીમ તુરંત આવતા નાનજીભાઈ ડાયાભાઈ વાઘેલાની બન્‍ને કિડની તેમજ લિવર કાઢી અમદાવાદ સીવીલ ખાતે લઈ જઈ ત્‍યાંના દર્દીને ટ્રાન્‍સફર કરતાં અન્‍ય બે વ્‍યકિતનાં જીવ બચાવ્‍યા છે. મૃતક નાનજીભાઈનાંપરિવારે નાનજીભાઈનું જીવન સાર્થક કરેલ છે. તેમજ જ્ઞાતિનું પ્રજાપતિનાં બિરુદને ખરા અર્થમાં ચરિતાર્થ કરેલ છે. તેમ વરિષ્ઠ પત્રકાર રમેશભાઈ જોશીની અખબારી યાદી જણાવે છે.


બાબરામાં હોર્ડિગ્‍સ લગાવતી કંપની સામે બાકીવેરા બાબતે લાલ આંખ

મોબાઈલ ટાવર સામે કાર્યવાહી કરાયા બાદ

બાબરામાં હોર્ડિગ્‍સ લગાવતી કંપની સામે બાકીવેરા બાબતે લાલ આંખ

બાબરા, તા. ર6

બાબરામાં નગરપાલિકાની વર્ષોથી મિલકત વેરો બાકી છે તેની સામે કડક વસુલાત માટે પાલીકા પ્રમુખ વનરાજભાઈ વાળા ર્ેારા પાલીકા તંત્રને કડક કાર્યવાહી કરવાની તાકીદ કરતા પાલિકાનું વેરા શાખા હરકતમાં આવ્‍યું છે. અને શહેરમાં આવેલ જીઆઈડીસી, શોપિંગ સેન્‍ટર, તેમજ જાહેર હોર્ડિગ્‍સ સહિતનાં સામે નોટિસ ઈસ્‍યુ કરી નગરપાલિકાની બાકી રકમ જમા કરાવવા તાકીદ કરી છે.

બાબરામાં વર્ષોથી જાહેર હોર્ડિગ્‍સ લગાવી રૂપિયા રળતી પબ્‍લિસિટી કંપની સામે નગરપાલિકા ર્ેારા નોટિસ ઈશ્‍યુ કરી મિલકત વેરો ભરી જવા તાકીદ કરી છે. બાબરા નગરપાલિકાનાં વેરા શાખાનાં અધિકારી ધર્મેન્‍દ્રભાઈ વાળાએ વિગત આપતા જણાવ્‍યું હતું કે બાબરા શહેરમાં ચિત્રા પબ્‍લિસિટી નામની કંપની ર્ેારા શહેરમાં ત્રણ જગ્‍યાએ હોર્ડિગ્‍સ મુકયા છે. તેમજ મિટસ કંપની ર્ેારા શહેરમાં એક જગ્‍યાએ હોર્ડિગ્‍સ મૂકયું છે. આ બંને કંપની પાસે નગરપાલિકાનું વર્ષોથી બાકી લેણું છે જેની વસુલાત માટે કાર્યવાહી હાથ ધરવામાં આવીછે.

બાબરા નગરપાલિકાને ચિત્રા પબ્‍લિસિટી ર્ેારા બે લાખ ચૂકવવાનાં બાકી છે. જયારે મિટસકંપનીને 1ર હજાર ચૂકવવાનાં બાકી છે. જેમાં ચિત્રા પબ્‍લિસિટીનાં છેલ્‍લા દસ વર્ષનાં બે લાખ રૂપિયા      બાકી છે.

નગરપાલિકા પ્રમુખએ જણાવ્‍યું હતું કે નગરપાલિકાની મિલકત વેરાની વસુલાત સઘન કરવામાં આવી રહી છે. અને તેમાં કોઈપણ ચમરબંધીને પણ છોડવામાં નહીં આવે. આગામી દિવસોમાં શહેરનાં અન્‍ય મોટા શોપિંગ સેન્‍ટરો અને જીઆઈડીસીમાં મિલકત વેરાની સઘન વસુલાત કરવામાં આવશે.


સરસીયા ગામે કોઈપણ કારણ વગર યુવક ઉપર છરી વડે હુમલો

અમરેલી, તા. ર6

ધારી તાલુકાનાં સરસીયા ગામે રહેતાં અને મજુરી કામ કરતાં મુનાભાઈ કાળુભાઈ માથાસુળીયા નામનાં 3પ વર્ષિય યુવક ઉપર ગઈકાલે સાંજના સમયે તે જ ગામે રહેતાં સહદેવ વાલાભાઈ ચારોલા, મધુ મોહનભા ચારોલા, પ્રવિણ મધુભાઈ ચારોલા તથા રામુબેન વાલાભાઈ ચારોલાએ યુવકનાં ઘરે આવી કોઈ પણ કારણ વગર           છરી વડે હુમલો કરી ઈજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ ધારી પોલીસમાં નોંધાઈ છે.


ચરખા ગામે ર0 વર્ષિય યુવતિ સાથે અડપલા કરી ધમકી આપી

ચરખા ગામે ર0 વર્ષિય યુવતિ સાથે અડપલા કરી ધમકી આપી

જસદણનાં શખ્‍સ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

અમરેલી, તા. ર6,

બાબરા તાલુકાનાં ચરખા ગામે રહેતી એક ર0 વર્ષિય યુવતિનાં ઘરમાં ગત તા.ર0નાં રાત્રીનાં સમયે જસદણ ગામે રહેતો મેહુલ લાલજીભાઈ પારળીયા નામનાં શખ્‍સે પ્રવેશ કરી આ યુવતિનાં મોં ઉપર હાથ મુકી તેણીનાં શરીરે અડપલા કરી નિર્લજજ હુમલો કરી, જાનથી મારીનાંખવાની ધમકી આપવા સબબની પોલીસ ફરિયાદ બાબરા પોલીસમાં નોંધાઈ છે. બનાવ અંગે બાબરા પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.


ચલાલાનાં તળાવકાંઠે તીનપત્તીનો જુગાર રમતાં 4 ખેલંદાઓ ઝડપાયા

અમરેલી, તા. ર6

ચલાલા ગામે રહેતાં રમણીક દીનેશભાઈ આગરોળીયા, વિપુલ રૂપાભાઈ આગરોળીયા, રાહુલ રૂપાભાઈ આગરોળીયા તથા રઘુ બાધાભાઈ આગરોળીયા વિગેરે ચલાલા ગામે આવેલ તળાવ કાંઠે જાહેરમાં પૈસાની હાર-જીતનો તીનપતીનો જુગાર રમતાં હોય, ચલાલા પોલીસે બાતમીનાં આધારે દરોડો કરી રોકડ રકમ રૂા.3ર00 કબજે લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.


બાબરામાં ચાલતા જુગારધામ સામે ક્રાઈમ બ્રાન્‍ચની લાલ આંખ

મકાનમાં ચાલતુંજુગારધામ ઝડપાયું

બાબરામાં ચાલતા જુગારધામ સામે ક્રાઈમ બ્રાન્‍ચની લાલ આંખ

અમરેલી, તા. ર6

અમરેલી ક્રાઈમ બ્રાન્‍ચે   મળેલ બાતમીનાં આધારે પેટ્રોલ પંપની બાજુમાં આવેલ એક મકાનમાં દરોડા પાડીને 9 જુગારીઓને રૂપિયા 18400 સાથે ઝડપી લીધા હતા.

જયારે, નાશી છૂટેલ ર આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કરેલ છે.


ભાક્ષી ગામ નજીક ડુંગરામાં નાગેશ્રીની પરિણીતાને બોલાવી દુષ્‍કર્મ ગુજાર્યુ

અમરેલી, તા. ર6

જાફરાબાદ તાલુકાનાં નાગેશ્રી ગામે રહેતી એક 30 વર્ષિય પરિણીતાને ગત તા.1પ/11 ના રોજ ભાક્ષી-ભંડારીયા ગામે રહેતો નરેશ ઉર્ફે હકાબાપુ નામનાં શખ્‍સે તેણીને ભંડારીયા ગામે બોલાવી બાજુમાં આવેલ ડુંગરાળ વિસ્‍તારમાં એકાંતમાં હવન કરવા લઈ જઈ તેણીનાં કપડા ઉતરાવી બળજબરી પૂર્વક તેણીની મરજી વિરુઘ્‍ધ શરીર સંબંધ બાંધી દુષ્‍કર્મ ગુજારતાં આ અંગે રાજુલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઈ. ડી. એ. તુવેરેવધુ તપાસ હાથ ધરી છે.


અમરેલીમાં સ્‍વ. ધીરૂભાઈ ધાનાણીની અંતિમયાત્રામાં અનેક ધારાસભ્‍યો અને રાજકીય આગેવાનો જોડાયા

વિપક્ષી નેતા પરેશ ધાનાણી પરિવારમાં શોકનાં માહોલ વચ્‍ચે

અમરેલીમાં સ્‍વ. ધીરૂભાઈ ધાનાણીની અંતિમયાત્રા યોજાઈ

સદ્ગતની અંતિમયાત્રામાં અનેક ધારાસભ્‍યો અને રાજકીય આગેવાનો જોડાયા

સદ્ગતનું આવતીકાલ શુક્રવારે અમરેલી અને રવિવારે ગાંધીનગર ખાતે બેસણું યોજાશે

અમરેલી, તા. ર6

અમરેલીનાં ધારાસભ્‍ય અને ગુજરાત વિધાનસભાનાં વિપક્ષી નેતા પરેશ ધાનાણીનાં પિતા ધીરૂભાઈ ધાનાણી (ઉ.વ. 76)નું ગત રાત્રીએ આકસ્‍મીક નિધન થયા બાદ આજે સદગતની અંતિમયાત્રા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્‍યામાં શહેરીજનો, રાજકીય, સામાજિક અને વેપારી આગેવાનો જોડાયા હતા.

વિપક્ષી નેતા પરેશ ધાનાણીનાં પિતા એક સામાન્‍ય ખેડૂત પરિવારનાં હતા. તેઓ અમરેલી જિલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેન્‍કનાં મેનેજર તરીકે નિવૃત્ત થયા હતા. નિવૃત્તી બાદ તેઓ ખેતીકામ કરતાં હતા.

તેઓને પરિવારમાં બે પુત્રો અને બે પુત્રીઓ છે. જેમાં સૌથી મોટા બહેન અલકાબેન જેઓ સુરત સાસરે છે. બીજા નીલાબેન અમરેલીમાં જ સાસરે છે અને તેઓ કોલેજનું      સંચાલન કરી રહૃાા છે. ત્‍યારબાદ પરેશ ધાનાણી અને સૌથી નાના શરદભાઈ ધાનાણી છે.

આજે સદગતની અંતિમયાત્રા દરમિયાન હૃદયદ્રાવક દ્રશ્‍યો સર્જાયા હતા. અંતિમયાત્રામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ સાંસદ નવિનચંદ્રરવાણી, ધારાસભ્‍યો વિરજી ઠુંમર, પ્રતાપ દુધાત, અંબરીશ ડેર, જે.વી. કાકડીયા, જવાહર ચાવડા, કનુભાઈ બારૈયા, હર્ષદ રીબડીયા, લલિત વસોયા,           બળવંતસિંહ ઠાકોર, રાજ મહેતા, મિહિર શાહ, બ્રિજેશ મેરજા, ધીરૂભાઈ દુધવાળા, અર્જુન સોસા, ઠાકરશીભાઈ મેતલીયા, મુઝફરહુશૈન સૈયદ, મુળશંકરભાઈ તેરૈયા, અવસર નાકીયા, વિજય બારૈયા તેમજ ભાજપનાં અગ્રણી ડો. કાનાબાર, વાલજીભાઈ ખોખરીયા, જિલ્‍લા પંચાયતનાં પ્રમુખ રવજીભાઈ વાઘેલા, પાલિકા પ્રમુખ જયંતિભાઈ રાણવા, યુવા અગ્રણી આકાશ જોષી, એડવોકેટ નિશીત પટેલ, હાર્દિક સેંજલીયા, વનરાજ પટેલ, જીતુભાઈ ગોળવાળા, ટીકુભાઈ વરૂ, લલિત ઠુંમર સહિતનાં અનેક આગેવાનો ઉપસ્‍થિત રહૃાા હતા.


હીંડોરણા પુલ પરથી પસાર થવું એટલે તોબા… તોબા

છેલ્‍લા 10 વર્ષથી પુલ પડવા વાંકે ઉભો હોય તંત્ર તમાશો જોયા કરે છે

હીંડોરણા પુલ પરથી પસાર થવું એટલે તોબા… તોબા

રાજય અને કેન્‍દ્ર સરકાર વિકાસની ગુલબાંગો કરી રહી હોય વાસ્‍તવિકતા અતિ કરૂણ બની છે

હજુ જવાબદાર અધિકારી 7 મહિના સુધી પુલ નવો નહીં બને તેવું જણાવી રહૃાા છે

રાજુલા, તા.ર6

ભાવનગર- સોમનાથ નેશનલ હાઈ-વે રાજુલાના હીંડોરણા પુલ પરથી પસાર થાય છે. પણ છ દશકા વીત્‍યા બાદ પુલ એકદમ જર્જરીત બન્‍યો છે. પુલમાં અવારનવાર ગાબડાઓ પડી રહયા છે. ત્‍યારે અકસ્‍માતથી ગંભીર દુર્ઘટના થાય તે પહેલા તંત્ર જાગતું નથી. જેના કારણે વાહન ચાલકો પારાવાર પરેશાની ભોગવી રહયા છે.

ધાતરવડી પર આજથી પપ થી 60 વર્ષ પહેલા બનેલા પુલની હાલત અતિ દયનીય બની છે. પુલમાં ગાબડાઓ પડી રહયા છે. છતાં તંત્ર દ્વારા પુલનું સમારકામ હાથ નથી ધરાતું કે પછી નથી પુલ પરના ગાબડાઓ રીપેરીંગ થતા.

રાજુલાની આસપાસની 10 ઉપરાંતની કંપનીઓ આવી હોવાથી મસમોટા કન્‍ટેનર ટ્રકો ઓવરલોડ ભરીને પસાર થતા હોવાથી પુલ ધરાશય થવાની પ્રબળ સંભાવના જોવા મળી રહી છે. ત્‍યારે જર્જરીત પુલ પરથી મોટા ભારે વાહનો ન ચલાવવાના બોર્ડ મારીને ભારે વાહનો માટે આસપાસ ન બનાવીને ટ્રકોને નદીના વહેણ વચ્‍ચેથી પસારથવા મજબૂર બન્‍યા છે. ત્‍યારે પાણીના વહેણમાં ફસાતા વાહનો માટે ક્રેઈનની મદદ લેવી પડી રહી છે. પણ તંત્ર હજુ લાપરવાહી કરી રહયું છે તે વાસ્‍તવિકતા છે. જેના કારણે સ્‍થાનિકોએ ભારે પરેશાની ભોગવવી પડે છે.

ભાવનગર- સોમનાથ નેશનલ હાઈ-વે બનતો હોય ત્‍યારે સ્‍થાનિક ધારાસભ્‍ય પણ જર્જરીત પુલની મુલાકાત લીધી હતી. રાજયમાં દરેક જગ્‍યાએ સરકાર નિષ્‍ફળ નીવડી હોય અને આર.ટી.ઓ., પોલીસ અને પ્રશાસન ઓવરલોડ વાહનો સામે મુકપ્રેક્ષક બનતી હોવાથી રોડ સાથે હીંડોરણા પુલની અવદશા બેઠી છે અને કંપનીઓ સામે પણ ધારાસભ્‍ય અંબરીશ ડેરે સવાલો ઉઠાવ્‍યા હતા.

સ્‍થાનિક ધારાસભ્‍ય દ્વારા અનેકવાર રજૂઆતો તંત્રના બહેરા કાને અથડાઈ રહી છે. પુલમાં હાલ નાના વાહનો ચલાવાઈ રહયા છે પણ અતિ જર્જરીત હોવાને કારણે મોતનો પુલ બને તે માટે તંત્ર હજુ થાબડભાણા કરતી હોવાનું જણાય છે.

છેલ્‍લા એક અઠવાડિયાથી હીંડોરણા બ્રિજ જોખમી હોવાનું ખુદ પ્રાંત કલેકટર સ્‍વીકારી રહયા છે. બાયપાસનું કામ હવે ચાલુ છે જેને એક અઠવાડિયું હશે ત્‍યારે હીંડોરણા પુલ નવો બનતા હજુ સાતેક મહિનાનો સમયગાળો જવાની વાત અધિકારી કરી રહયા છે. ત્‍યારે અતિ જર્જરીત પુલ ધરાશાઈ થાય અને જાનહાની થાય તેવી શકયતાઓ વધી છે પણ પુલ પરના ગાબડા રીપેરીંગની તસ્‍દી હજુ તંત્ર લેતુંનથી તે વાસ્‍તવિકતા છે.


થોરડીમાં ધમધમતાં ગેરકાયદેસર ભરડીયા બંધ કરાવો : આંદોલનની ચીમકી

સમસ્‍ત ગામજનોએ રોષભેર કલેકટરને આવેદનપત્ર પાઠવ્‍યું

કરોડો રૂપિયાની ખનીજ ચોરી ખુલ્‍લેઆમ થતી હોય તાકીદે કાર્યવાહી કરવા માંગ કરી

વન્‍ય પ્રાણી અને માનવ જીંદગી માટે આફતરૂપ બનેલ ભરડીયા બંધ નહી થાય તો આંદોલનની ચીમકી

અમરેલી, તા. ર6

અમરેલી જિલ્‍લામાં છેલ્‍લા એક દાયકાથી ખનીજ માફીયાઓ તંત્રની નિષ્‍ક્રીયતાથી બેખૌફ બની ગયા છે. સામાન્‍ય રેતી ચોરી સામે લાલ આંખ કરતું તંત્ર ખનીજ માફીયાઓનાં ઘુંટણીયે પડી જતું જોવા મળી રહૃાું છે.

દરમિયાનમાં સા.કુંડલા- રાજુલા માર્ગ પર આવેલ થોરડી ગામે ચાલતા ગેરકાયદેસર ભરડીયા બંધ કરાવવાની માંગ સાથે સમસ્‍ત ગામજનોએ આજે અમરેલી ખાતે કલેકટરને રોષભેર આવેદનપત્ર પાઠવેલ છે.

આવેદનપત્રમાં જણાવેલ છે કે, ગામ વિસ્‍તાર ગીર અભ્‍યારણ (મીતીયાળા રેન્‍જ)થી 10 કિલોમીટરની અંદરના વિસ્‍તારમાં આવેલ છે. અમારા વિસ્‍તારમાં 30 જેટલા સિંહ તેમજ અન્‍ય વન્‍ય જીવો જેવા કે હરણ, શિયાળ, નીલગાય જેવા પ્રાણીઓનો વસવાટ છે. પરંતુ સ્‍ટોનકવોરીઓએ બનાવેલી 100 ફૂટથીઊંડી ખાણો કે જેને કોઈ પણ ફેન્‍સીંગ કે આડશ કરવામાં આવી નથી જે વન્‍ય જીવો માટે ખતરારૂપ છે. ઉપરાત આ સ્‍ટોનકવોરીઓ ઘ્‍વારા પ્રતિબંધિત હોઈ એવા બ્‍લાસ્‍ટીંગ કરવામાં આવે છે તેમજ ઓવરલોડેડ મોટા વાહનો ચાલે છે જે વન્‍ય જીવો માટે ભયજનક છે.

વધુમાં જણાવેલ છે કે, આ તમામ સ્‍ટોનકવોરીઓ ક્રશર દરમિયાન પાણીનાં ફુવાર પણ રાખતા નથી જેના કારણે આજુબાજુના વિસ્‍તારોમાં ધુળ ઉડે છે અને વાયુ પ્રદુષણ ફેલાય છે તેમજ ડામર પ્‍લાન્‍ટની કાળીમેશના લીધે આજુબાજુના ખેતરોમાં ઉભેલા પાકને તેમજ લોકોના આરોગ્‍યને ભયંકર નુકશાન થઈ રહૃાું છે. આજુબાજુ આવેલી ગૌચરની જમીન ધુળના પ્રદુષણને કારણે નકામી બની ગઈ છે અને તેમાં ઘાસચારો પણ ઉગતો નથી. જેથી તેના પર નભતા ગાય, ભેંસ, ઘેટા-બકરાને ચારો મળતો નથી. પરિણામે અમારો જીવનનિર્વાહ જેના પર આધારિત છે તેવો ખેતી અને પશુપાલનનો ધંધો પાયમાલ થઈ                 ગયો છે.

વધુમાં જણાવેલ છે કે, આ તમામ સ્‍ટો કવોરીઓ ઘ્‍વારા તેમને     ફાળવેલી લીઝ સિવાયની આજુબાજુ આવેલી ગૌચર અને સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરી ખનીજ ચોરી કરી રહૃાા છે. અમારી માંગ છે કે, આ તમામ સ્‍ટોન કવોરીઓનો ડ્રોનથી સર્વે કરી લીઝની માપણી કરવામાં આવે અને કરોડો રૂપિયાની ખનીજ ચોરીતાત્‍કાલિક ધોરણે અટકાવવામાં આવે.

વધુમાં જણાવેલ છે કે, મોટાભાગની સ્‍ટોનકવોરીઓ પાસે એન્‍વાયરમેન્‍ટ કલીઅરન્‍સ (ઈસી) પણ નથી તેમજ જેમની પાસે છે તે પણ ગેરરીતિ આચરીને મેળવેલ છે. ફોરેસ્‍ટર વિભાગના એનઓસી લેવામાં પણ ગેરરીતિ આચરેલી છે. સ્‍ટોન કવોરી ફોરેસ્‍ટના વિસ્‍તારમાં આવતી હોઈ તેણે બાજુના આગરીયા ગામના જીપીએસ લોકેશન દર્શાવીને ફોરેસ્‍ટ વિભાગમાંથી એનઓસી મેળવેલ છે.

વધુમાં જણાવેલ છે કે, જીપીસીબીએ મોકલેલ પત્રમાં જણાવ્‍યા મુજબ આ સાત સ્‍ટોન કવોરીઓ પૈકી પાંચ સ્‍ટોન કવોરીઓ પાસે ઈસી જ નથી તેમ છતાં તે કોની મહેરબાનીથી ચાલે છે ? આ પત્રમાં જણાવ્‍યા મુજબ નાગનાથ અને શિવ સ્‍ટોન કવોરીને કલોઝર નોટીસ પાઠવેલ છે જેનો આજે 3 મહિના જેવો સમય વીતી ગયો હોવા છતાં પણ તે બેરોકટોક ચાલી રહી છે અને ખનીજ ચોરી કરી રહી છે.

સ્‍ટોન કવોરીઓ પૈકી વડગામા અને શિવ સ્‍ટોન કવોરીની રોયલ્‍ટી રદ કરવામાં આવી છે તેમ છતાં હાલમાં પણ આ સ્‍ટોન કવોરીઓ ચલાવતા ખનન માફીયાઓ દિવસ-રાત વગર રોયલ્‍ટીએ બેરોકટોક ખનન કરી રહૃાા છે.

વધુમાં જણાવેલ છે કે, ભ્રષ્‍ટાચાર અને અધિકારીઓની મિલીભગતના કારણે આ તમામ સ્‍ટોનકવોરીઓ ખાણ-ખનીજ વિભાગના નિયમો અનુસારનાં હોવા છતાં બેફામપણે ધમધમી રહી છે. જેમ કે નિયમ અનુસારકોઈપણ સ્‍ટોનકવોરી જાહેર રસ્‍તાથી ર00 મીટરના અંતરથી દુર હોવી જોઈએ પરંતુ ઉપરોકત તમામ સ્‍ટોનકવોરીઓ જાહેર રસ્‍તાઓની અડોઅડ આવેલી છે. બીજા નિયમ અનુસાર સ્‍ટોનકવોરી ગામના રહેણાંક વિસ્‍તારથી 1 કિલોમીટર દુર હોવી જોઈએ પરંતુ ઉપરોકત તમામ સ્‍ટોનકવોરીઓ 1 કિલોમીટર અંદરનાં વિસ્‍તારમાં આવેલી છે જે પૈકી કેટલીક તો માત્ર ર00 મીટરનાં અંતરે આવેલી છે.

વધુમાં જણાવેલ છે કે, સુપ્રીમ કોર્ટનાં આદેશ મુજબ કોઈપણ અભ્‍યારણથી 10 કિલોમીટરનાં વિસ્‍તારમાં કોઈપણ પ્રકારની ઔદ્યોગિક પ્રવૃત્તિઓ જેમાં ખાસ કરીને ખનન પ્રવૃત્તિ તો બિલકુલ પ્રતિબંધિત છે તેમ છતાં આ તમામ સ્‍ટોન કવોરીઓ કોની મહેરબાનીથી ચાલી રહી છે તે શંકાસ્‍પદ છે. આ ઉપરાંત આ તમામ સ્‍ટોનકવોરીઓ ગુજરાત રાજય પ્રદુષણને લગતા તમામ નિયમોનો ભંગ થઈ રહૃાો છે અને તેઓ પાસે પર્યાવરણ અને વનવિભાગના માઈનીંગ માટે જરૂરી પરવાના પત્રકો પણ મેળવેલા નથી. આમ છતાં અધિકારીઓ સાથેની મિલીભગત અને હપ્‍તાખોરીથી બધુ બેફામપણે ચાલી રહૃાું છે.

અંતમાં જણાવેલ છે કે, આ તમામ લીઝોનું તટસ્‍થતાપૂર્વક ડ્રોનથી સર્વે કરવામાં આવે અને કરોડો રૂપિયાની થતી ખનીજ ચોરીને તાત્‍કાલિક ધોરણે અટકાવવામાં આવે તેમજ પર્યાવરણ અને વન્‍ય જીો માટે ખતરારૂપ એવી તમામ સ્‍ટોનકવોરીઓને તાત્‍કાલિકધોરણે બંધ કરવા તથા દુષણને અટકાવવામાં આવે. અમારા ગામના અસ્‍તિત્‍વ માટે ગંભીર બનેલી આ સમસ્‍યા પરતવે ઘ્‍યાન આપીને તાત્‍કાલિક 10 દિવસની અંદર આ બાબતનું નિરાકરણ નહિ આવે તો આગામી સમયમાં અમે ઉગ્ર આંદોલન કરીશું તથા આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્‍કાર કરીશું.


અમરેલી જિલ્‍લામાં રાષ્‍ટ્રીયકૃત બેન્‍કોનાં કર્મચારીઓની હડતાલથી કરોડો રૂપિયાનાં વ્‍યવહાર ખોરવાયા

દેના બેન્‍ક-બરોડા બેન્‍ક અને વિજયા બેન્‍કનાં એકત્રીકરણનાં વિરોધમાં

અમરેલી જિલ્‍લામાં રાષ્‍ટ્રીયકૃત બેન્‍કોનાં કર્મચારીઓની હડતાલથી કરોડો રૂપિયાનાં વ્‍યવહાર ખોરવાયા

બેન્‍કનાં કર્મચારીઓએ સૂત્રોચ્‍ચાર સાથે વિરોધ દર્શાવ્‍યો

અમરેલી, તા.ર6

અમરેલી જિલ્‍લાના રાષ્‍ટ્રીયકૃત બેન્‍કોના કર્મચારીઓએ આજે દેનાબેન્‍ક, બરોડા બેન્‍ક, વિજયા બેન્‍કોનાં એકત્રીકરણના વિરોધમાં આજે સૂત્રોચ્‍ચાર કર્યા હતા. કર્મચારીઓની હડતાલથી કરોડો રૂપિયાના આર્થિક વ્‍યવહારો ખોરવાઈ ગયા હતા.

કર્મચારીઓએ રોષભેર જણાવ્‍યું હતું કે, ભારત સરકારે દેના બેન્‍ક, બેન્‍ક ઓફ બરોડા અને વિજયા બેન્‍કના એકત્રીકરણનો નિર્ણય લીધેલ છે એનડીએ સરકારનો બેન્‍કોના એકત્રીકરણ કરવાનો કાર્યસૂચિનો એક ભાગ છે. ભારતમાં વસ્‍તીના પ્રમાણમાં બેન્‍કની શાખાઓ ઓછી છે ત્‍યારે બેન્‍કોની શાખાઓનો વ્‍યાપ વધારવાને બદલે એકત્રીકરણથી શાખાઓ ઘટશે.

બેન્‍કના એકત્રીકરણને લઈને એક મજબૂત બેન્‍કનું નિર્માણ થશે કે જેનીકાર્યક્ષમતામાં વધારો થશે તેવા કોઈ નકકર અણસાર દેખાતા નથી. લોકોને જાણ હશે કે પાંચ સ્‍ટેટ સેકટર બેન્‍કોને એસબીઆઈમાં મર્જ કરી દેવાયેલ છે. આ એકત્રીકરણનો અનુભવ સારો નથી. મર્જરને કારણે બેન્‍કોની શાખાઓ બંધ થયેલ છે. બેન્‍કના ડૂબત લેણામાં વધારો થયેલ છે. બસ્‍સો વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર સ્‍ટેટ બેન્‍ક ઓફ ઈન્‍ડિયાએ પ્રથમવાર ખોટ કરેલ છે. ડિસે-17માં પાંચ બેન્‍કોના ડૂબત લેણા રૂા. 6પ,000 કરોડ હતા અને સ્‍ટેટ બેન્‍કના ડૂબત લેણા રૂા. 1,1ર,000 કરોડ હતા. પરંતુ ર018માં સંયુકત બેન્‍કના ડૂબત લેણા રૂા. ર,રપ,000 કરોડ થયેલ છે. આમ રૂા. 48,000 કરોડના ડૂબત લેણા વધેલ છે. એકત્રીકરણથી ડૂબત લેણાની વસુલીમાં કોઈ ફેરફાર થયો નથી.

આજની તાતી જરૂરિયાત ડૂબત લેણાની વસુલીની છે. નાદારી અને દેવાળીયાનો ફાયદો સરકારે અમલમાં મૂકેલ છે. તેને કારણે બેન્‍કના ડૂબત લેણાની કુલ રકમના ફકત 30% રકમ બેન્‍કો વસુલી કરી શકેલ છે અને પ્રજાના પૈસાથી ઉદ્યોગપતિઓને ફાયદો      થયેલ છે.

આ રકમ જતી કરવી પડેલ છે તેને સરકારે ભભહેર કટભભ મતલબ કે મુંડનના નામથી નવાજેલ છે. મોટા ઉદ્યોગપતિઓના ડૂબત લેણાના ઘોટાળાએ બેન્‍કોને અને દેશની અર્થવ્‍યવસ્‍થાને હચમચાવી નાખેલ છે. દેશની ર1 જાહેરક્ષેત્રની બેન્‍કોમાંથી ફકત બે બેન્‍કો નફો કરે છે. 19બેન્‍કો ડૂબત લેણાની જોગવાયને કારણે નુકશાન ભોગવે છે. ર018 માર્ચનો બેન્‍કોનો ઓપરેટીંગ પ્રોફીટ રૂા. 1,પપ,000 કરોડ હતો પરંતુ સામે ડૂબત લેણાની જોગવાયને જે રૂા. ર,70,000 કરોડ કરવી પડી તેને કારણે બેન્‍કોને રૂા. 8પ,000 કરોડનું નુકશાન સહન કરવું પડેલ છે.

આ ત્રણ બેન્‍કોના કુલ ડૂબત લેણા રૂા. 80,000 કરોડ છે. એકત્રીકરણને કારણે ડૂબત લેણામાં કોઈ ફેરફાર થશે નહીં હાલ પુરતી વસુલીમાં એકત્રીકરણને કારણે ઢીલાશ આવશે. પ્રજાનું ઘ્‍યાન ડૂબત લેણાની વસુલીને બદલે અન્‍ય બાબત પર કરવા માટે સરકારની આ ચાલ છે.

ગુજરાતના દેના બેન્‍ક અને બરોડા બેન્‍કની શાખાઓ બાજુ-બાજુમાં છે. એક અંદાજ પ્રમાણે આ બન્‍ને બેન્‍કોની લગભગ 300 શાખાઓ બંધ થશે. પ્રજા બેન્‍કની સેવાથી વંચિત રહેશે. ગામડાઓમાં પણ શાખાઓ બંધ થશે. જયાં ખાનગી બેન્‍કો જતી નથી. આમ ગ્રામ્‍ય પ્રજાને વધારે પ્રમાણમાં બેન્‍કીંગ સેવાથી વંચિત રાખવામાં આવશે.

બેન્‍કોની સેવા પ્રજાને પૂરતી મળી રહે અને બેન્‍ક સેવાઓ કુંઠીત ન થાય તેને કારણે લડી રહયા છે. ડૂબત લેણાની વસુલી ન થવાને કારણે લોકોની બચતના નફામાંથી જ આ રકમ ફાળવવામાં આવે છે. આ પ્રજાના પૈસાની ઉઘાડી લૂંટ છે. તેના વિરોધમાં આ હડતાલ છે તેમ જણાવ્‍યું હતું.


નારાજગી : બાબરા માર્કેટયાર્ડમાં ટેકાનાં ભાવે થતી મગફળીની ખરીદીમાં દે ધનાધનથી ખેડૂતોમાં રોષ

રોષે ભરાયેલ ખેડૂતોએ સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્‍ચાર કર્યા

નારાજગી : બાબરા માર્કેટયાર્ડમાં ટેકાનાં ભાવે થતી મગફળીની ખરીદીમાં દે ધનાધનથી ખેડૂતોમાં રોષ

સૌથી વધુ મજબુત ગણાતી સરકાર ખરીદી યોગ્‍ય રીતે કરી શકતી નથી

બાબરા, તા. ર6

બાબરામાં માર્કેટિંગયાર્ડમાં મગફળીની ટેકાનાં ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. પણ અહીં તંત્રના સંકલનનાં અભાવે ખેડૂતોની ખો નીકળી રહી છે. કારણ કેઅહીં પહેલા ખેડૂતોને મેસેજ કરી મગફળી લઈને બોલાવી લેવય છે અને ત્‍યારબાદ ચાર પાંચ દિવસ પછી વારો આવે છે અને ત્‍યારે મગફળી રદ કરે છે ત્‍યારે ખેડૂતોની મુશ્‍કેલીઓનો પાર રહેતો નથી ત્‍યારે જવાબદાર તંત્ર ર્ેારા ખેડૂતોની પૂરતી દરકાર લેવામાં આવે તેવી ઉગ્ર માંગ ખેડૂતો ર્ેારા કરવામાં આવી હતી.

બાબરામાં માર્કેટિંગયાર્ડમાં ટેકાનાં ભાવે મગફળીની પુષ્‍કળ પ્રમાણમાં ખરીદી કરવામાં આવી રહી છે. અહીં મગફળીની લાંબી લાઈનો લાગી છે. પોતાની મગફળીની ખરીદીનો કયારે વારો આવશે તેની રાહ જોઈને જગતનો તાત બેઠો છે. કાળી મજૂરી અને પરસેવો પાડી મગફળીનું ઉત્‍પાદન કરી હાલ બજારમાં મગફળી વેચી રહૃાા ખેડૂતોની હાલત કફોડી બની છે. આકરી ઠંડીમાં પોતાના ટ્રેકટરમાં મગફળીનું ઘ્‍યાન રાખી પોતાનો વારો જલ્‍દી આવશે તેની આશા સાથે ખેડૂત યાર્ડમાં બેસી રહે છે.

ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં સરકાર વિરુઘ્‍ધ સૂત્રોચ્‍ચાર પણ કરી ખેડૂતોને ન્‍યય આપોની વાત કરી રહૃાા હતા. બાબરા મામલતદાર એન. કે. ખીમાણી ર્ેારા જણાવ્‍યું હતું કે હાલ બાબરામાં કોઈ ગોડાઉનની વ્‍યવસ્‍થા નથી જેના કારણે થોડી મુશ્‍કેલીઓ થાય છે પણ તેનો ટુંક સમયમાં નિવેડો આવી જશે.

રોષે ભરાયા ખેડૂતોએ જણાવ્‍યું હતુંકે અમને મેસેજ આવે એટલે અમો મગફળી ભરીને યાર્ડમાંઆવી જઈએ છીએ પણ અહીં પૂછપરછ કરતા એવું જણાવે છે કે હજુ તમારા વારાને વાર છે. ચાર થી પાંચ દિવસ વહેલા બોલાવવામાં આવે છે, જેના કારણે અમારે વાહન ભાડું વધુ આપવાનો વારો આવે છે. અને તેમાં પણ જો મગફળી રદ થાય તો પડયા પર પાટુ સમાન છે. હાલ તો બાબરા માર્કેટિંગયાર્ડમાં ખેડૂતો પોતાની   મગફળીની ખરીદીને લઈ ભારે રોષે ભરાયા છે અને પોતાની મગફળીની ખરીદી તાત્‍કાલિક અસરથી કરવામાં આવે તેવી માંગ કરી હતી.


હદ થઈ : પુલ બનાવવામાં ભ્રષ્‍ટાચાર છતાં રૂપિયા ચૂકવાયા

ખાંભા-ધારી વાયા પાતળા માર્ગ પર બનાવેલ પુલમાં દે ધનાધન

હદ થઈ : પુલ બનાવવામાં ભ્રષ્‍ટાચાર છતાં રૂપિયા ચૂકવાયા

મુખ્‍યમંત્રી કાર્યાલય દ્વારા તટસ્‍થ તપાસ થાય તો અનેકનાં તપેલા ચડી જવાની શકયતાઓ

પાતળા ગામનાં સરપંચ કનુભાઈ વાળાએ ઉચ્‍ચ કક્ષાએ ફરિયાદ કરી

ખાંભા, તા.ર6

ગીરમાં જવાના ગીરના નાકા તરીકે ઓળખાતા અને ખાંભાથી ધારી જવાના ટૂંકા રોડ કે જે બન્‍ને તાલુકાના 10થી 1ર ગામોમાંથી પસાર થાય છે. તેવા ધારી-ખાંભા વાયા પાતળા રોડ ઉપર પાતળા ગામની પાતળી નદી ઉપર ગત સાલ 80 લાખના ખર્ચે બનાવાયેલ પુલના કામમાં માર્ગ-મકાન, પંચાયત અમરેલીના બાબુઓ અને કોન્‍ટ્રાકટરે મીલીભગત કરી વ્‍યાપકપણે ભ્રષ્‍ટાચાર આચરી પ્‍લાન એસ્‍ટીમેન્‍ટમાં દર્શાવ્‍યા વિરૂઘ્‍ધ પુલ બનાવી પાતળા ગામના તળાવની પાળીઉપર રોડ બનાવી નાખતા ગામજનોમાં રોષની લાગણી ફેલાતા ગામજનોએ મુખ્‍યમંત્રી સુધી રજૂઆત કરવા છતાં કાર્યપાલક ઈજનેર કે અધિક્ષક ઈજનેરે તપાસ કર્યા વગર ટેકસ રૂપી રૂપિયાથી ખીચા ભરી લીધાનું ગામજનો કહી        રહયા છે.

પ્‍લાન એસ્‍ટીમેન્‍ટ વિરૂઘ્‍ધ બનાવેલ પુલના બન્‍ને છેડામાં ભરતી કર્યા વગર અને નદીના કાંઠે પુલની બન્‍ને બાજુ રોડ રક્ષીત દિવાલ બનાવ્‍યા વગર ભરતી ન કરેલ હોવાથી 6 મીટરનો રોડ 3 મીટર જેટલો બનાવેલહોવાથી અને ભરતી ન કરેલ હોવાથી સાંકડા રોડ ઉપરથી સામ-સામે આવતા વાહનો પસાર ન થતા હોય રોડ સુરક્ષિત દિવાલના અભાવે રોડની બન્‍ને બાજુ માટી ધસી જવાના કારણે ગમે ત્‍યારે અકસ્‍માત સર્જાવાનો ભય રહેલ હોય આ રોડના અધુરા કામ પુરા કરવા અને પુલના કામની તપાસ કરવા પાતળા ગામના સરપંચ કનુભાઈ વાળા તથા પ્રવિણભાઈ વાળાએ માંગણી કરી છે.


27-12-2018


સાથી હાથ બઢાના : ગરીબ પરિવારનાં ત્રણ-ત્રણ બાળકો શરીરે મોટી ગાંઠ લઈને ફરી રહૃાા છે

શાળા આરોગ્‍ય ચકાસણીનાં કાર્યક્રમોથી ફાયદો થતો નથી

સાથી હાથ બઢાના : ગરીબ પરિવારનાં ત્રણ-ત્રણ બાળકો શરીરે મોટી ગાંઠ લઈને ફરી રહૃાા છે

રાજકીય અને સામાજિક આગેવાનો મદદ કરવા આગળ આવે તે જરૂરી

ખાંભા, તા. રપ

અમરેલી જીલ્લાના ગીર ના અંતરિયાળ વિસ્‍તાર માં ગીદરડી ગામ માં એક અતિ ગરીબ પરિવાર ના એક સાથે ત્રણ બાળકો ને ગળા ના ભાગે ગાંઠ થતા આ ગરીબ પરિવાર પર જાણે આભ ફાટ્‍યું છે અને ઘરના ત્રણ ત્રણ બાળકો પોતાના શરીર પર ગાંઠ લઇ હરી ફરી રહ્યા છે ત્‍યારે આ ગરીબ પરિવાર ની મજબુરી એ છે કે અતિ ગરીબ હોવાના કારણે  કોઈ પણ પ્રકાર ની સારવાર કરાવી શકતા નથી જેથી બાળકો ત્રણ વર્ષ થી આ    ગળા નીગાંઠો લઇ ફરી રહ્યા છે જે કારણે આ બાળકો નો વિકાસ પણ રૂંધાયો છે જયારે આ ત્રણ બાળકો જેમાં બે દીકરીઓ અને એક નાનો દીકરો પણ સામેલ સામેલ છે મોટી દીકરી પૂનમ 1પ વર્ષ ની છે અને ધોરણ 8 માં અભ્‍યાસ કરે છે પરંતુ તેને જોતા લાગે નહી કે આ 1પ વર્ષ ની દીકરી છે આ રોગ ને કારણે સાવ શરીર નબળા છે અને શરીર નો કોઈ શારીરિક વિકાસ ત્રણેય બાળકો નો થયો જ નથી જેનુંમુખ્‍ય કારણ ગરીબી છે સરકાર જયારે સ્‍વસ્‍થ તા ના બણગા ફૂકી રહી છે ત્‍યારે આ અતિ ગરીબ પરિવાર રૂપિયા ના વાંકે આ ત્રણ બાળકો અસાઘ્‍ય રોગ થી પીડાઈ રહ્યા છે અને જોવા વાળું ચકાસવા વાળું કોઈ નથી.

ખાંભા તાલુકા ના આ ગીદરડી ગામ માં અતિ ગરીબ એવા મનસુખ દેગામા માં ત્રણ બાળકો સારવાર ના અભાવે અસાઘ્‍ય રોગ થી પીડાઈ રહયા છે.  જેમાં બે દીકરી ઓ અને એક દીકરો જેમને ત્રણેય ને એક સરખો જ રોગ થવા પામ્‍યો છે જેથી આ પરિવાર ના મોભી તેમના દાદી માં  દર દર ભટકી રહ્યા છે અને દેશી રાહત સારવાર કરાવી રહ્યા છે ત્‍યારે આ અતિ ગરીબ પરિવાર ની હેસિયત નથી કે ઉચ સારવાર પોતાના બાળકો ની કરાવી શકે આ ત્રણ બાળકોને ગળામાં 300 થી 400 ગ્રામ સુધીની ગાંઠો છે જેથી આ બાળકો નો વિકાસ સંપૂર્ણ રૂંધાયો છે અને કુપોષણ નો ભોગ પણ આ બાળકો સાથે સાથે બની રહ્યા છે આ ત્રણ બાળકો ના પિતાની જીભ થોથરાવાની બીમારી છે અને માતા પણ અશકત છે. જેથી હાલ દાદી માં આ ત્રણ છોકરા ની સારવાર અને દેખરેખ રાખી રહ્યા છે, સાવ જર્જરિત મકાન જુપડા માં ઘાસના      પૂળા થી છત અને દીવાલ માં ઠેર ઠેર ગાબડા પડેલા છે અને રોજ ગરીબ માં બાપ સાથે આ આ મનસુખ તેમના સાત લોકો નું ગુજરાન ચલાવી રહ્યો છે ટુંકી આવક ને કારણે આ ત્રણ બાળકો નો ઈલાજતે કરાવી શકતો નથી જેથી બાળકો શરીર માં ગાંઠો ધરાવે છે જે કારણે બહાર પણ નથી જઈ શકતો અને દીકરી ઓ પાંચ માં ધોરણ અને આંઠ માં ધોરણ માં અભ્‍યાસ કરે છે છતાં આજ દિવસ સુધી કોઈ સરકારી શાળા ના આચાર્ય અથવા કોઈ શિક્ષકો એ આ અંગે સરકાર માં રીપોટ પણ નથી કર્યો કે આરોગ્‍ય વિભાગ ને  જાન સુધા નહી કરી તે શિક્ષકો પણ તેમની નીતિ મતા ચુક્‍યા છે ત્‍યારે હાલ તો આ બાળકો ગરીબી ને કારણે સારવાર ના અભાવે કોઈ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે તે સ્‍પષ્ટ વાત છે.

ત્‍યારે આ અંગે અમરેલી જીલ્લાના ખ્‍યાતનામ તબીબ ડો પ્રવીણ ચોડવડીયા જણાવે છે કે આ ગોઈટર નામક રોગ છે જે સાઘ્‍ય છે અને એક મહિનામાં તે મટી શકે  છે અને આ રોગ આયોડીન ના અભાવે  થાય છે અને હજારો દર્દી ઓ આવા જોવા મળે છે પરંતુ તેના રીપોર્ટ કરાવ્‍યા બાદ આ રોગ સો ટકા મટી શકે છે અને તેની સારવાર સરકારી દવાખાનામાં પણ ઉપલબ્‍ધ હોય છે.

પરંતુ સારવાર ના અભાવે ગરીબી ના કારણે  ત્રણ બાળકો હાલ પીડાઈ રહ્યા છે અને સારવાર કરાવવી તેમના બસ ની વાત નથી તેથી હાલ આ ત્રણ બાળકો જેમાં બે દીકરીઓ પણ છે જે આ રોગથી પીડાઈ રહી છે ત્‍યારે સ્‍થાનિક  દ્વારા આ પરિવાર ને કોઈ સહાય અથવા  આનો ઈલાજ કરાવવા માં આવે તે જરૂરી હોય તાકીદે આ બાળકો નો ઈલાજ કરાવવા માંઆવે અથવા કોઈ એન્‍જીઓ કે કોઈ સંસ્‍થા આગળ આવે તો ચોક્કસથી આ ગરીબ પરિવાર ના બાળકો ની જિંદગી બચી શકે તેમ છે.


થોરડી ખાતે ગેરકાયદેસર ધમધમતા ભરડીયા સામે રોષ

ગામ પંચાયતનાં સરપંચ સહિતનાં શાસકો રોષે ભરાયા

થોરડી ખાતે ગેરકાયદેસર ધમધમતા ભરડીયા સામે રોષ

ગામ પંચાયતનાં શાસકોએ ભરડીયા બંધ કરાવવા ઠરાવ પસાર કર્યો

આજે સમસ્‍ત ગામજનો રોષભેર કલેકટરને આવેદનપત્ર પાઠવીને ભરડીયા બંધ કરાવવાની માંગ કરશે

અમરેલી, તા. રપ

સાવરકુંડલા-રાજુલા માર્ગ આવેલ થોરડી ગામે છેલ્‍લા ર0 વર્ષથી ધમધમતા 9 ભરડીયા ઘ્‍વારા કરોડો રૂપિયાની ખનીજ ચોરી થઈ રહી છે અને તેનાથી પર્યાવરણને પણ જબ્‍બરૂ નુકશાન થતું હોય તમામ ભરડીયાઓને બંધ કરાવવાની માંગ સાથે આવતીકાલ બુધવારે થોરડીનાં ગામજનો ઘ્‍વારા કલેકટરને આવેદનપત્ર પાઠવીને રજુઆત કરવામાં આવશે.

થોરડી ગામ પંચાયતનાં સરપંચ સહિતનાં સદસ્‍યોએ ઠરાવપસાર કરીને તમામ ભરડીયાઓને બંધ કરવાની દરખાસ્‍ત પણ કરી દીધી છે. તો ગામના જાગૃત્ત નાગરિક પંકજ બરવાળીયાએ જણાવેલ છે કે, થોરડી ગામમાં ર0 વર્ષથી 9 ભરડીયા ગેરકાયદેસર ધમધમી રહૃાાં છે.

વધુમાં જણાવેલ છે કે, રૂપિયા 1 હજાર કરોડની ખનીજ ચોરી થઈ છે. પર્યાવરણ વિભાગની મંજુર વગર જ ભરડીયા ધમધમી રહૃાા છે. ભરડીયાનાં કારણે એશિયાટીક ગૌરવ ગણાતાં સિંહોની સલામતી જોખમમાં મુકાઈ ગઈ છે. ગેરકાયદેસર થતાં બ્‍લાસ્‍ટીંગથી વન્‍ય જીવો પર ગંભીર ખતરો ઉભો થયો છે. જળ પ્રદુષણ, હવા પ્રદુષણ તેમજ ખેતીલાયક જમીન પણ ફળદ્રુપતા ગુમાવી રહી છે અને છતાં પણ જવાબદાર તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં પોઢી ગયું હોય આવતીકાલ બુધવારે કલેકટરને આવેદનપત્ર પાઠવીને ગેરકાયદેસર ધમધમતા ભરડીયા બંધ કરાવવાની માંગ કરવામાં આવશે તેમ અંતમાં જણાવેલ છે.


રાજુલામાં સ્‍વામીનારાયણ મંદિર ર્ેારા શાકોત્‍સવ યોજાયો

રાજુલામાં સ્‍વામીનારાયણ મંદિર ર્ેારા શાકોત્‍સવ યોજાયો

રાજુલામાં ભેરાઈ રોડ પર આવેલ સ્‍વામિનારાયણ મુખ્‍ય મંદિર ભકિતનગરમાં દિવ્‍ય શાકોત્‍સવ તથા સત્‍સંગ સભાનું આયોજન રાખવામાં આવેલ હતું. ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજની પૂર્ણ કૃપા તેમજ સદા વંદનિય પૂ. દાદા ગુરુદેવ સદા પૂજનિય પૂ. ગુરૂમહારાજનાં દિવ્‍ય આશિર્વાદ તથા ગુરૂવર્ય પૂ.સ.ગુ. પુરાણી સ્‍વામીશ્રી દેવપ્રકાશદાસજી (કથાકાર)ની દિવ્‍ય યાદગાર સ્‍મૃતિમાં તેમજ ધર્મકુળની હાજરીમાં અને ગઢપુર મંદિર પ્રેરીત અને રાજુલા સ્‍વામિનારાયણ મુખ્‍ય મંદિર ભકિતનગરનાં સતસંગ સમાજ તેમજ કોઠારી સ્‍વામી હરીનંદનદાસજી ર્ેારા આ દિવ્‍ય શાકોત્‍સવ અને સત્‍સંગ સભાનું આયોજન સ્‍વામિનારાયણ મુખ્‍ય મંદિરમાં રાખવામાં આવેલ હતું. આ સતસંગસભા અને શાકોત્‍સવમાં પૂ. લાલજી મહારાજ તથા ગઢપુરના મહંત સ્‍વામીનાં દિવ્‍ય આશિર્વાદ રૂપી દિવ્‍ય વાણીનો લાભ મળેલ હતો. આ શાકોત્‍સવ સ્‍વામિનારાયણ ભગવાન ર્ેારા ર00 વર્ષ પૂર્વે લોયાગામમાં ઉજવણી કરવામાં આવેલ તે પરંપરા મુજબ આજે પણ આ શાકોત્‍સવની ઉજવણી કરવામાં આવે છે. આ શાકોત્‍સવમાં તથા સત્‍સંગસભામાં સવારથી બપોર સુધી આજુબાજુનાં દરેક ગામોમાંથી હરીભકતો આ ઉત્‍સવમાં સામેલ થયા હતાં. અને અંદાજે 3પ00થી 4000 જેટલા હરિભકતોએ પ્રસાદ ગ્રહણ કરેલ હતો. આ ઉત્‍સવને સફળ બનાવવા મહંત સ્‍વામી હરિનંદનદાસ અને સતસંગ સમાજે ખૂબ જહેમત ઉઠાવેલ હતી. અને આ ઉત્‍સવ સંપૂર્ણ સફળ થયેલ હતો.


અમરેલીમાંથી આગામી શુક્રવારે વીરપુર (જલારામ)ની પદયાત્રાનો પ્રારંભ

દર વર્ષની જેમ આ વર્ષે પણ

અમરેલીમાંથી આગામી શુક્રવારે વીરપુર (જલારામ)ની પદયાત્રાનો પ્રારંભ

સાવરકુંડલા, ચલાલાનાં પણ ભકતો જોડાશે

અમરેલી, તા.રપ

અમરેલી, સાવરકુંડલા અને ચલાલાના યાત્રિકો પણ આ પદયાત્રામાં તા.ર8, ર9, 30/1રના રોજ શુક્રવારે રાત્રે 9:30 કલાકે લોહાણા ગેસ્‍ટ હાઉસ જલારામ મંદિરેથી ઉપડશે.

આ યાત્રા અમરેલીથી વીરપુર (જલારામ) ધામ છેલ્‍લા ર7 વર્ષથી ચાલતા પદયાત્રી સંઘ જલારામ બાપાના દર્શનાર્થે જાય છે. જે લોકોને આ યાત્રામાં મનોરથ પૂર્ણ કરવામા મદદરૂપ થનાર યાત્રિકો દેવેશ ઉનડકટ, ચેતન મુળીયા, દર્શક કામદાર, કિરણ નાંઢા, કિશોર મિશ્રા વગેરે આ યાત્રિકો તન, મન, ધનથી દરેકને એક યા બીજી રીતે યાત્રા પૂર્ણ કરાવે છે.

ઉપરોકત યાત્રામાં આવનાર યાત્રિકોને માટે ભોજન પ્રસાદની વ્‍યવસ્‍થા હોય છે. જેનિઃશૂલ્‍ક હોય છે. આ યાત્રામાં 140 ભાઈ-બહેનોના નામની યાદી થઈ છે. જેઓએ આ યાત્રામાં જોડાવું હોય તેઓ પોતાના નામ દેવેશ ઉનડકટ મો. 94ર64 1પપ74, ચેતન મુળીયા મો. 99797 17771 પર પોતાના નામ નોંધાવવા.

યાત્રાનો પ્ર્રારભ તા.ર8/1રના રોજ રાત્રીના 9:30 કલાકે થશે. વીરપુરથી અમરેલી પરત આવવા વાહનની વ્‍યવસ્‍થા છે. તેમ રમણીકભાઈ યાદવની એક અખબારી યાદીમાં જણાવાયું છે.


સા.કુંડલાનાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં પ પત્તાપ્રેમી ઝડપાયા

અમરેલી, તા. રપ

સાવરકુંડલા ગામે રહેતાં હરસુર લખુભાઈ ભાભળા, જાહીદ ઉર્ફે નનો હારૂનભાઈ શેખ, રૂસ્‍તમ ઉર્ફે બાવલો હબીબભાઈ કુરેશી, ગુલાબભાઈ સુલતાનભાઈ જાદવ તથા ફીરોજ ઉર્ફે ખાન સાહેબ સતારભાઈ પઠાણ વિગેરે આજે વહેલી સવારે સાવરકુંડલા ગામે આવેલ મણીનગરની સાધના સોસાયટીનાં નાકે જાહેરમાં પૈસાની હારજીતનો જુગાર રમતાં હોય, ટાઉન પોલીસને બાતમી મળતાં દરોડો પાડી રોકડ રકમ રૂા.9પ40 તથા મોબાઈલ ફોન-પ કિંમત રૂા.પ હજાર મળી કુલ રૂા.14પ40નાં મુદામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


ઓળીયા ગામે ઠપકો આપવા ગયેલ વૃદ્ધને 4 મહિલા સહિત 6 વ્‍યકિતએ માર માર્યો

જયંતીભાઈને હાથની આંગળી ભાંગી નાંખી

અમરેલી, તા. રપ

સાવરકુંડલા તાલુકાનાં ઓળીયા ગામે રહેતાં અને મજુરીકામ કરતાં કાનજીભાઈ જીવણભાઈ બગડા નામનાં 60 વર્ષિય વૃઘ્‍ધની પૌત્રી અભ્‍યાસ કરતી હોય તેણીની પાછળ તે જ ગામે રહેતાં કરણ ઉમેશભાઈ ગોહીલ જતોહોય, તેથી તેમને ઠપકો આપેલ તે વાતનું મનદુઃખ રાખી, ઉમેશ જીવાભાઈ ગોહિલ, કરણ તથા ચાર મહિલાઓ સહિત 6 લોકોએ ગેરકાયદે મંડળી બનાવી લોખંડનાં પાઈપ, લાકડી જેવા હથીયારોથી આ વૃઘ્‍ધ તથા તેમનાં પુત્ર જેન્‍તીભાઈને માર મારી ઈજાકર્યાની ફરિયાદ સાવરકુંડલા રૂરલ પોલીસમાં નોંધાઈ છે.

તો સામાપક્ષે ઉમેશભાઈ જીવાભાઈ ગોહિલે પણ સામેવાળા કાનજીભાઈ જીવણભાઈ બગડા, તથા જેન્‍તીભાઈ કાનજીભાઈ બગડાએ લાકડી વડે માર મારી, જાનથી મારી નાંખવા ધમકી આપ્‍યાની સામી પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બન્‍ને પક્ષોની ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.


અમરેલીની સુખનિવાસ કોલોનીમાં નાયબ મામલતદારનાં રહેણાંક મકાનમાં તસ્‍કરો ખાબકયા

જિલ્‍લાનાસરકારી  ઉચ્‍ચ અધિકારીઓ જયાં વસે છે તે

અમરેલીની સુખનિવાસ કોલોનીમાં નાયબ મામલતદારનાં રહેણાંક મકાનમાં તસ્‍કરો ખાબકયા

લેપટોપ, મોબાઈલ ફોન, રોકડ સહિતની વસ્‍તુઓ ઉઠાવી ગયા

અમરેલી, તા.રપ

અમરેલીમાં આવેલ સુખનિવાસ કોલોનીમાં રહેતા અને બાબરા ખાતે આવેલ મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હિરેનભાઈ ઈશ્‍વરદાન ગઢવી નામના 3ર વર્ષીય સરકારી કર્મચારી ગત તા. રરનાં રોજ શનિવારની રજાના કારણે પોતાના વતનમાં ઘરને તાળુ મારી પરિવાર સાથે ભાવનગર ગયેલ હતા અને તા. ર4/1રના રોજ સવારે પરત પોતાના અમરેલીના સુખનિવાસ કોલોનીમાં આવેલ બ્‍લોક નં.-1, કવાર્ટર નં.-9માં પરત આવ્‍યા ત્‍યારે તેમના રહેણાંક મકાનનો મુખ્‍ય દરવાજાનો નકુચો તૂટેલ હતો અને   તાળુ પણ           તૂટેલ જોવા મળતા ઘરમાં તપાસ કરતા ઘરમાંથી લેપટોપ નંગ-1 કિંમત રૂા.10 હજાર, મોબાઈલ ફોન-1 કિંમત રૂા. 1પ હજાર તથા રોકડ રકમ રૂા.9 હજાર મળી કુલ રૂા.34 હજારના મુદામાલની કોઈ અજાણ્‍યા તસ્‍કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ અમરેલી સીટી પોલીસમાં નોંધાતા પોલીસે બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.


અમરેલીનાં ધારાસભ્‍ય અને વિપક્ષી નેતા પરેશ ધાનાણીનાં પિતાનું મોડી રાત્રે અવસાન

ઘણા મહિનાઓથી તબિયત લથડયા બાદ

અમરેલીનાં ધારાસભ્‍ય અને વિપક્ષી નેતા પરેશ ધાનાણીનાં પિતાનું મોડી રાત્રે અવસાન

આજે બપોરે અંતિમયાત્રા યોજાશે

અમરેલી, તા. રપ

અમરેલીનાં ધારાસભ્‍ય અને વિપક્ષી નેતા પરેશ ધાનાણીનાં પિતા ધીરૂભાઈ રવજીભાઈ ધાનાણી (ઉ.વ.76)નું ગઈકાલે મોડી રાત્રીના સમયે ટુંકી બિમારી બાદ અવસાન થતાં સમગ્ર અમરેલી પંથકમાં શોકનો માહોલ ઉભો થયો છે.

આજે બુધવારે બપોરે 3 કલાકે સદગતની અંતિમયાત્રા તેમના ગજેરાપરા ખાતેના નિવાસ સ્‍થાનેથી યોજાશે. આ અંતીમ યાત્રામાં કોંગ્રેસના વરીષ્ઠ આગેવાનો, અમરેલી જિલ્‍લાના કોંગી આગેવાનો, શહેરીજનો, વિવિધ ક્ષેત્રના આગવાનો પણ જોડાશે.


અમરેલી જિલ્‍લાનાં એસ.ટી. તંત્રમાં શિસ્‍તનો અભાવ

ડ્રાઈવીંગ દરમિયાન મોબાઈલમાં વાત કરવી, યુનિફોર્મનો અભાવ, માવા ખાવા સહિતની શૈલી કૈદ થઈ

એસ.ટી. ચાલકની બેદરકારીથી અનેક નિર્દોષ જીંદગી પર જોખમ હોવાનું બહાર આવી રહૃાું છે

અમરેલી, તા.

એક તરફ રાજય સરકાર એસ.ટી.ની સવારીને સલામત સવારીની ગુલબાંગો ફેંકી રહી છે તો બીજી તરફ એસ.ટી. તંત્રમાં ચાલતી અનેક ગેરરીતિઓ પ્રકાશમાં આવી રહી હોય સરકારનાં દાવાઓ વચ્‍ચે વાસ્‍તવિકતા અલગ જ સ્‍વરૂપ દર્શાવી રહી છે.

એસ.ટી. બસનાં ચાલકને ડ્રાઈવીંગ દરમિયાન મોબાઈલ પર વાત કરવાની સખ્‍ત મનાઈ હોય છે. ચાલકે ડ્રાઈવીંગ દરમિયાન યુનિફોર્મમાં સજજ હોવું જોઈએ અને પાન-માવા કે ધુમ્રપાન કરવાની પણ સખ્‍ત મનાઈ હોય છે. છતાં પણ ઉપરોકત નિયમોની ખુલ્‍લેઆમ ઐસી-તૈસી થઈ રહી છે.

સાવરકુંડલાનું એસ.ટી. બસ સ્‍ટેન્‍ડમાં મુસાફરોના જીવ જોખમમાં હોય તે રીતે નવા બસ સ્‍ટેન્‍ડમાં મુસાફરોની સુરક્ષા માટે આગળ રેલીંગ નાખવામાં આવી નથી તો ફકત નાનો એવો બમ્‍પ મુકીને એસ.ટી. બસને રોકવાના પ્રયાસ તંત્ર કરતું હોવાની પ્રતિતિ જોવા મળે છે. એસ.ટી. બસના ડ્રાઈવરો પણ પાન-મસાલા ડ્રાઈવીંગ સીટ પર બેસીને આરોગતા નજરે પડયાહતા તો ચાલું બસે ડ્રાઈવરો મોબાઈલમાં ગપાટા મારીને મુસાફરોની જીંદગી પર ગંભીર રીતે જોખમમાં મુકતા પણ ડ્રાઈવરો અચકાતા ન હોવાનું પણ કેમેરામાં કેદ થયું હતું. ત્‍યારે અગાઉ પણ 3 વર્ષ પહેલા એસ.ટી. ચાલકની બેફીકરાઈથી લુવારા ગામ નજીક એસ.ટી. બસ    ખાળીયામાં ખાબકતા ચાર જીંદગીઓ હોમાઈ ગઈ હતી. ત્‍યારે મુસાફરોમાં પણ એસ.ટી. તંત્ર સામે રોષ જોવા    મળી રહૃાો હતો.

ડ્રાઈવરોની ગંભીર બેદરકારીનો ભોગ મુસાફર જનતા બની રહી છે. સરકાર ઘ્‍વારા સુરક્ષાઓની ફકત વાતો થઈ રહી છે. એસ.ટી. નિગમના પરિપત્રનો સરેઆમ       ઉલાળીયો થઈ રહૃાો છે. બસ મથક પર રેલીંગ ન હોવાથી અમરેલી જિલ્‍લામાં પણ નવસારી જેવી દુર્ઘટના મોં ફાડીને ઉભી જણાઈ છે. ડ્રાઈવરો પર લગામ ન હોવાનું પણ મુસાફરો કહી રહૃાા છે. અગાઉના અકસ્‍માતનો બોધપાઠ લઈને પણ એસ.ટી. તંત્ર અમરેલી જિલ્‍લાને સુધારતું નથી તે વાસ્‍તવિકતા છે. થોડા સમય પહેલા સાવરકુંડલા-ઉંજાની એસ.ટી. બસનો ટ્રક સાથે અકસ્‍માત થયો તેમાં પણ માનવ જીંદગીઓ અકાળે અવસાન પામી હોવાનો કિસ્‍સો હજુ તાજો જ છે.

ઉચ્‍ચ અધિકારીઓએ માર્ગ પર ફરતી તમામ બસનું ચેકીંગ કરીને નિયમોની ઐસી-તૈસી કરનાર ચાલક સામે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ મુસાફરવર્ગમાંથી ઉભી થઈ રહી છે.


અમરેલીના કદાવર નેતા દિલીપ સંઘાણીએ 30 વર્ષ પહેલા વાજપેઈનો સિક્કો બનાવ્‍યો હતો

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ માજી વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્‍મ દિવસે તેમના માનમાં રૂપિયા સોનો સિકકો બહાર પાડવામાં આવેલ છે. ત્‍યારે આજથી ઓગણીસ વર્ષ પહેલા એટલે કે 1999ની સાલમાં તે વખતના અમરેલીના સાંસદ દિલીપ સંઘાણીએ સંઘાણી શરાફી મંડળી તરફથી માજી વડાપ્રધાન અને ભારતીય જનતાપાર્ટીના નેતા અટલ બિહારી વાજપેયીના સન્‍માનાર્થે ચાંદીનો સિકકો બહાર પાડવામાં આવેલ તે સિકકો તે વખતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને દિલ્‍હી ખાતે અર્પણ કરેલ અને તેજ સિક્કાનું સહકારી આગેવાનો તથા સભાસદોને વિનામૂલ્‍યે વિતરણ કરવામાં આવેલ. તેમ અમરેલી જિલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેન્‍કના ઉપપ્રમુખ અરૂણભાઈ પટેલે જણાવ્‍યું હતું.


આનંદો : ગુજકો માસોલે ખેડૂતોને ન્‍યાય આપવાનું શરૂ કર્યુ

વેપારીઓ જેટલા અથવા તેના કરતા વધારે ભાવ આપીને ખરીદી શરૂ

આનંદો : ગુજકો માસોલે ખેડૂતોને ન્‍યાય આપવાનું શરૂ કર્યુ

ખેડૂતોની મગફળી સસ્‍તાભાવે પચાવી પાડવાનો પ્રયાસ કરનાર અમુક વેપારીઓ મુશ્‍કેલીમાં

ખેડૂતોનાં હિતની ગુલબાંગો ફેંકવાને બદલે સહકારી અગ્રણી દીપક માલાણીની મહત્‍વની કામગીરી

અમરેલી, તા. રપ

સાવરકુંડલાનું એપીએમસી સેન્‍ટર પર ટેકાના ભાવની મગફળીની કેન્‍દ્ર પણ આવ્‍યું છે પણ ટેકાના ભાવની મગફળી કેન્‍દ્ર પર ખેડૂતોની મગફળી રીજેકટ થતી હોવાનો વ્‍યાપકપણે ફરિયાદો ઉઠતા ગુજકો માસોલ ઘ્‍વારા એપીએમસીમાં ખેડૂતોના વેચાણમાં આવતી મગફળી કે વેપારીઓ ખરીદે તેમાં ગુજકો માસોલનાં ડિરેકટર અને ગુજકો માસોલનાં મેનેજર હાજર રહીને ખેડૂતોને વેપારીઓની બોલીની ઉપર બોલી બોલીને ખેડૂતોને વધુ ભાવ મળે તેવા ગુજકો માસોલના કાર્યથી ખેડૂતોમાં હર્ષ છે.

ટેકાનાં ભાવમાંખેડૂતોને સરકારના અલગ-અલગ નોમ્‍સને કારણે ખેડૂતોને ઓછા ભાવો મળતા પણ ગુજકો માસોલને કારણે વેપારીઓની ઉપર બોલી લગાવીને મગફળી ખરીદ કરતા વેપારીઓ પણ ખેડૂતને મળતા વધુ ભાવોથી ખુશ છે.

ગુજકો માસોલ ઘ્‍વારા બે દિવસમાં ર હજાર આસપાસની  મગફળીની ગુણી 700થી લઈને 900 ઉપરના ભાવે ખરીદ કર્યાનું ગુજકોના મેનેજરે જણાવ્‍યું હતું. ટેકાનાં ભાવમાં રીજેકટ થતી મગફળી વેપારીઓ ઓછા ભાવે ખેડૂતો પાસેથી ખરીદ કરતા હવેથી ખેડૂતોને ટેકાના ભાવથી થોડા ઓછા ભાવે મગફળી વેચાઈ રહી છે અને મગફળીના પૈસાઓ પણ ત્‍વરીત ખેડૂતોને મળી જવાની ગોઠવણ ગુજકો માસોલે કરી છે.


અમરેલી જિલ્‍લાના રૂ.13પ0.10 લાખના વિકાસકામોનું ખાતમૂહુર્ત

રાજય સરકારે દીર્ઘદ્રષ્ટિભર્યા નિર્ણયો લઇ શિક્ષણ માટે વિકાસકાર્યો હાથ ધર્યા છે

અમરેલી જિલ્‍લાના રૂ.13પ0.10 લાખના વિકાસકામોનું ખાતમૂહુર્ત

અમરેલી તા.રપ

અમરેલી સ્‍થિત બહારપરા પ્રાથમિક શાળા ખાતે શિક્ષણ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગના વિવિધ પ્રોજેકટસનું ઇ – લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવામાં આવ્‍યું હતુ. ગુજરાત રાજય બિનઅનામત વર્ગ શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના અઘ્‍યક્ષ બી.એચ.ઘોડાસરાએ દીપ પ્રગટાવી કાર્યક્રમને ખૂલ્‍લો મૂકયો હતો.

ગુજરાત રાજય બિનઅનામત વર્ગ શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના અઘ્‍યક્ષ બી.એચ.ઘોડાસરાએ જણાવ્‍યું હતુ કે, રાજય સરકારે દીર્ઘદ્રષ્ટિભર્યા નિર્ણયો લઇ શિક્ષણ માટે વિકાસકાર્યો હાથ ધર્યા છે. બાળકોની સુષુપ્‍ત શક્‍તિતઓને નિખારવા માટે શિક્ષણની અગત્‍યની ભૂમિકા છે, રાજયસરકાર દ્વારા શિક્ષણલક્ષી આધુનિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

ઘોડાસરાએ વધુમાં કહ્યું કે, શિક્ષણ જાગૃત્તિ માટેના કાર્યો થતાં ડ્રોપ આઉટ રેશિયો ઘટયો છે. શિક્ષણએ અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી જ્ઞાનનો પ્રકાશ ઉજાગર કરે છે. રાજય સરકારે શિક્ષણક્ષેત્રે અનેક વિધ સિઘ્‍ધિઓ પ્રાપ્‍ત કરી છે. તેમણે બાળકોને સ્‍વામી વિવેકાનંદ, મહાત્‍મા ગાંધી સહિતના મહાનુભાવોના પ્રેરણાસભર દ્રષ્ટાંતો આપ્‍યા હતા.

અઘ્‍યક્ષએ વિવિધ પ્રોજેકટસના લોકાર્પણ અને ખાતમૂહુર્તની વિગતો આપતા કહ્યું હતુ કે, અમરેલી જિલ્‍લામાં અંદાજે રૂ.1070.10 લાખના ખર્ચે રર પ્રાથમિક શાળાઓના 1ર3 ઓરડાઓનું ખાતમૂહુર્ત, રૂ.ર80 લાખના ખર્ચે ર માઘ્‍યમિક શાળા સહિત કુલ રૂ.13પ0.10 લાખના ખર્ચના કામોના ખાતમૂહુર્ત અને  રૂ.44.79 લાખના ખર્ચે 9 આંગણવાડીઓનું લોકાર્પણ કરવામાં આવ્‍યું છે. મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિડીયો કોન્‍ફરન્‍સના માઘ્‍યમથી વાલી અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી.  જિલ્‍લા પંચાયત પ્રમુખ રવજીભાઇ વાઘેલાએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતુ. આ પ્રસંગે સાસંદ નારણભાઇ કાછડીયા, અમરેલી નગરપાલિકા પ્રમુખ જયંતિભાઇ રાણવા, જિલ્‍લા શિક્ષણ સમિતિના ચેરમેન મીનબેન કોઠીવાળ, નગર શિક્ષણ સમિતિના ચેરમેન જે.પી. સોજીત્રા, કલેકટર આયુષ ઓક, જિલ્‍લા વિકાસ અધિકારી પાડલીયા, પ્રાંત અધિકારી સતાણી,નાયબ જિલ્‍લા વિકાસ અધિકારી રોર, શાસનાધિકારી ચુડાસમા, અગ્રણી કૌશિકભાઇ વેકરીયા, રાજેશભાઇ કાબરીયા, કિશોરભાઇ મહેતા સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા.  જિલ્‍લા પ્રાથમિક શિક્ષણાધિકારી જાદવે કાર્યક્રમની રૂપરેખા આપી હતી. જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સી નિયામક ડોબરીયાએ શાબ્‍દિક સ્‍વાગત કર્યુ હતુ. બાળાઓએ સાંસ્‍કૃત્તિક કૃત્તિ રજૂ કરી હતી.


અમરેલીની અમરડેરી દ્વારા 3 જિલ્‍લામાં ખાણદાણનું વિતરણ શરૂ  

અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, મેનેજીંગ ડિરેકટર ડો. આર.એસ. પટેલ, જનરલ મેનેજર ડી.આર. રામણી અને પશુપાલન ખાતાના ડો. ગેરાંગ ગોસ્‍વામીના માર્ગદર્શન હેઠળ દાણ વિતરણ. આથી રાજયના પશુપાલકોના ગાભણ પશુઓને પૌષ્ટિક આહાર મળી રહે તે હેતુથી સરકારમાં થયેલ ઓનલાઈન અરજી અન્‍વયે મંજુર થયેલ લાભાર્થી દાણ આપવા માટે અમર ડેરીના દાણની પસંદગી કરવામાં આવેલ છે. અમર ડેરી દ્રારા પશુઓ માટે પ્રોટિન- 18%, ફેટ – 3%, ફાઈબર- 1ર%, મિનરલ-ર% અને વિટામિન્‍સથી ભરપુર એવો સમતોલ પશુઆહાર ‘અમર દાણ’ બનાવવા માં આવે છે જેને ઘ્‍યાને લઈ સરકાર દ્રારા અમરેલી, જુનાગઢ, અને પોરબંદર જિલ્લાઓમાં કુલ 7રપ લાભાર્થીઓને અમર ડેરી દ્રારા બનાવાયેલ દાણ લાભાર્થીઓને આપવાનુ સરકારમાં નક્કી થયેલ છે. આ યોજના અંતર્ગત તા. ર0/1ર/18 લાઠી તાલુકાનાધ્રુફણીયા ગામમાં અને તા. રપ/1રના રોજ બગસરા તાલુકાના હામાપુર ગામમાં  દાણનું વિતરણ કરવામાં આવ્‍યુ હતું. આ ક્રાર્યક્રમમાં અમર ડેરીના ચેરમેન અશ્વિન સાવલીયા, એમ.ડી. ડો. આર.એસ. પટેલ અને પશુપાલન વિભાગના વેટરનરી ઓફિસર ડો. ગૌરાંગ ઉપસ્‍થિત રહ્યા અને પશુપાલકોને માર્ગદર્શન આપવામાં પુરૂ પાડવામાં આવ્‍યુ હતુ અને નાયબ પશુપાલન નિયામક ડો. દલસાણીયા, અમર ડેરીના ડો. કામદાર અને ચિંતન ભંડેરીએ આ યોજના પશુપાલકો સુધી પહોચાડવામાં ભારે જેહમત ઉઠાવી હતી. બંને ગામના કુલ 7પ લાભાર્થીઓને ગુજરાત સરકારની ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના અંર્તગત પ0 કિલોની 37પ બેગ અમર દાણ વિતરણ કરવામાં આવેલ હતુ. સરકારની આ યોજનામાં લાભાર્થીને 7પ% સબસિડી આપવામાં આવેલ છે. તેવુ અમર ડેરીની અખબારી યાદીમાં જણાવેલ છે.