Main Menu

Thursday, November 29th, 2018

 

શહેર વિનાશ તરફ હોય વિકાસ સમિતિની બેઠક જરૂરી

શહેર વિકાસ સમિતિની ર વર્ષથી બેઠક જ મળી નથી

શહેર વિનાશ તરફ હોય વિકાસ સમિતિની બેઠક જરૂરી

વિકાસ સમિતિની બેઠકમાં ધારાસભ્‍ય અને સાંસદને ઉપસ્‍થિત રાખીને પ્રશ્‍નો કરવા જરૂરી

વાદ વિવાદ અને પક્ષપક્ષીથી પર રહીને તમામે હવે શહેરનાં હિતમાં એક થવાની જરૂરીયાત છે

અમરેલી, તા. ર8

અમરેલી પાલિકાની 3 વર્ષ પહેલા યોજાયેલ સામાન્‍ય ચૂંટણીમાં શહેરી મતદારોએ ભાજપનાં ભ્રષ્‍ટાચારથી કંટાળીને કોંગ્રેસને પાલિકાનું સુકાન સોંપી દીધુ હતું અને બાદમાં શહેરનાં વિકાસ અર્થે શહેર વિકાસ સમિતિની નિષ્‍પક્ષ રચના કરવામાં આવી હતી અને પ્રથમ બેઠક આજથી ર વર્ષ પહેલા મળ્‍યા બાદ હવેતાકીદે બીજી બેઠક બોલાવવાની જરૂરીયાત ઉભી થઈ છે.

પ્રથમ બેઠકમાં રાજકીય આગેવાનો, સામાજિક સંસ્‍થાનાં આગેવાનો ઉપરાંત સમિતિનાં 100 સદસ્‍ય પણ ઉપસ્‍થિત રહૃાાં હતા અને શહેરનાં વિકાસની મહત્‍વની જાહેરાતો કરવામાં આવ્‍યા બાદ હવે તે બેઠકમાં થયેલ નિર્ણય અંગે કેટલી કામગીરી થઈ અને હાલ શહેરની વિનાશ ગર્તામાં ધકેલાયું હોય શહેરની હાલત સુધારવા શું કરી શકાય તે અંગે શહેરનાં તમામ આગેવાનો અને સેવાભાવીઓએ પક્ષાપક્ષીથી દુર રહીને ચર્ચા-વિચારણા કરીને દોઢ લાખની જનસંખ્‍યામાં એક થવા આગળ આવવાની જરૂર છે.


અમરેલી-બાબરા માર્ગને પહોળો બનાવવો જરૂરી

સતત ટ્રાફીકથી ધમધમતો હોય અકસ્‍માત થવાનીભીતિ

અમરેલી-બાબરા માર્ગને પહોળો બનાવવો જરૂરી

નેશનલ હાઈ-વેમાં આ માર્ગનો સમાવેશ કરાયાની માત્ર જાહેરાત જ કરવામાં આવ્‍યા બાદ ભુલી જવાયું

શહેરનાં પાદરમાં ઠેબી જળાશયની ગોળાઈ પણ અતિ જોખમી બની હોય વાહનચાલકો પરેશાન

અમરેલી, તા. ર8

અમરેલી-બાબરા માર્ગને ટ્રાફીકને ઘ્‍યાને રાખીને વધારે પહોળો બનાવવાની અત્‍યંત જરૂરીયાત ઉભી થઈ છે. સતત ટ્રાફીક વધતો હોય છાશવારે નાના-મોટા અકસ્‍માત થઈ રહૃાા હોય દિલ્‍હી દરબાર સુધી વગ ધરાવતાં નેતાઓ તેમનાં વિસ્‍તારનાં માર્ગની પહોળાઈ વધારે તેવી માંગ વાહન ચાલકોમાંથી ઉભી થવા          પામી છે.

અમરેલી-બાબરા માર્ગની શરૂઆત ઠેબી જળાશયથી થઈ રહી છે અને શરૂઆતમાં જ ભયંકર ગોળાઈ આવતી હોય અને આશ્ચર્યજનક બાબત એ છે કે ગોળાઈ એટલી ભયજનક બની છે કે વાહનચાલક ફફડતા જીવે તે           ગોળાઈ પસાર કરે છે.

તદઉપરાંત ગોળાઈ પુરી થયા બાદ ગીરીયા ખોડીયાર મંદિર સુધી માર્ગની સાઈડ તુટી જતાં ફફડતા જીવે વાહન ચલાવવું પડે છે અને બાબરા સુધીનો માર્ગ સાંકડો હોય નેતાઓ માત્ર દરખાસ્‍તની ગુલબાંગો ફેંકીને સંતોષ માની રહૃાા હોય વાહનચાલકોમાં નારાજગીનો માહોલ જોવા મળી     રહૃાો છે.


આલે લે : રાજુલા પંથકનાં ગરીબ રેશનકાર્ડ ધારકોને કારણ વગરનાં ખર્ચા શરૂ થયા

આધાર કાર્ડ આપી દીધા છતાં પણ હેરાનગતિ કરાતા નારાજગી

ડુંગર, તા.ર8

રાજુલા કોંગ્રેસ લઘુમતી સેલના પ્રમુખ રસુલભાઈ કુરેશીએ મામલતદારને પત્ર પાઠવેલ છે.

પત્રમાં જણાવેલ છે કે, તાજેતરમાં રાજુલાના રેશનીંગ કાર્ડના લાભાર્થીઓના નામો આધારકાર્ડ જમા ન કરાવવાના કારણે રેશનીંગ કાર્ડમાંથી કમી કરવામાં આવેલ છે. અરજદારોએ જે તે વખતે રેશનીંગ દુકાને જમા કરાવી દીધેલ છે અને દુકાનદારો તરફથી મામલતદાર કચેરી (પુરવઠા શાખા)માં આધાર કાર્ડ જમા ન થાય તો તેમાં અરજદારોનો શું વાંક ? તેમ છતાં પણ એકતરફી રીતે ગરીબ, મજૂર વર્ગના અનાજનાલાભાર્થીઓના નામો કમી કરીને ગરીબ માણસોને ખૂબ જ હેરાનગતી કરાઈ રહી છે. આ બાબતે મામલતદાર ઓફિસમાં નામ દાખલ કરાવવા માટે લાઈનોની લાઈનો લાગે છે. રૂા. ર0 ફી લેવામાં આવે છે. તેમજ તે લગત રૂા. પ0 લખવાવાળા લઈ જાય છે. અને કચેરી તરફથી જે ફોર્મ લાભાર્થીને આપવું જોઈએ તે ન          મળતા બહાર ઝેરોક્ષવાળા પાસેથી ડબલ ભાવ આપીને ફોર્મની નકલ          લેવી પડે છે. આમ ગરીબ માણસોના નામો ખોટી રીતે જે કમી કરવામાં          આવે છે તે ન થાય અને આપની કચેરીમાંથી જે ફોર્મ ઉપલબ્‍ધ થાય તે માટે જરૂરી આદેશ-હુકમ કરવા માંગ કરેલ છે.


ફફડાટ : સાવરકુંડલાનાં સરકારી કવાર્ટરની હાલત બિસ્‍માર

30 જેટલા સરકારી કર્મીઓનાં પરિવારની હાલત કફોડી

ફફડાટ : સાવરકુંડલાનાં સરકારી કવાર્ટરની હાલત બિસ્‍માર

સરકારી કર્મચારીઓ શહેરમાં સ્‍વચ્‍છતા અભિયાન ચલાવે અને તેનો પરિવાર ગંદકીથી પરેશાન

સાવરકુંડલા, તા. ર8

સાવરકુંડલાના હાથસણી રોડ ખાતે આવેલ ત્રણ માળીયા તરીકે ઓળખાતા સરકારી કવાર્ટરમાં 30 જેટલા સરકારી કવાર્ટર આવેલા છે. જેમાં તમામ વિભાગોના કર્મચારીઓ રહે છે. અહી રહેતા સરકારી કર્મચારીઓ દ્વારા આર.એન્‍ડ બી. અમરેલીને વારંવાર ટેલિફોનિક જાણ કરવા છતાં આંખ આડા કાન કરવામાં આવી રહયા છે. સરકારી કવાર્ટરમાં ગટરો ઉભરાઈ રહી છે. સ્‍ટ્રીટ લાઈટો નથી, વારંવાર મકાનોમાં સ્‍લેબનાગાબડા પડી રહયા છે. તથા મકાનો રહેવા લાયક પણ નથી ભારે ગંદકીથી લોકોમાં મેલરીયા, ટાઈફોર્ડ, ડેન્‍ગ્‍યુ. ઝાડા ઉલ્‍ટી, વાયરસ વિગેરે બીમારીઓનો ભય સતાવી રહયો છે. અમરેલી જિલ્‍લાના આર.એન્‍ડ બી.ના અધિકારી કે કર્મચારી દ્વારા સાવરકુંડલા સરકારી વસાહતની કોઈપણ પ્રકારની સંભાળ લેવામાં આવતી નથી. આથી કર્મચારીઓના પરિવારને પારાવાર મુશ્‍કેલીઓનો સામનો કરવો પડી રહયો છે. સરકારી કર્મચારી નોકરિયાતો આખો દિવસ સ્‍વચ્‍છતા અભિયાનના કામગીરી કરે છે. જયારે પોતાના પરિવાર તથા ઘરે જ ઉભરાતી ગંદકી અને સફાઈ અભાવે પરેશાની ભોગવી રહયા છે. આ સરકારી કવાર્ટરમાં તાત્‍કાલિક રીપેરીંગ કરવામાં આવે તેવી અહી રહેતા કર્મચારીઓ દ્વારા માંગ કરવામાં     આવી છે.


અમરેલી પાલિકાના ર00 ઉપરાંત કોન્‍ટ્રાકટર કર્મચારીઓને તાત્‍કાલીક છુટા કરવા આદેશ

પ્રાદેશિક કમિશ્‍નરનાં નિર્ણયથી કર્મચારીઓમાં ફફડાટ

અમરેલી પાલિકાના ર00 ઉપરાંત કોન્‍ટ્રાકટર કર્મચારીઓને તાત્‍કાલીક છુટા કરવા આદેશ

કોન્‍ટ્રાકર કર્મચારીઓથી કાયમી કર્મચારીઓને અન્‍યાય થતો હોવાનું જણાવાયું

અમરેલી, તા.ર8

એક તરફ અમરેલી જિલ્‍લામાં બેરોજગારીનું પ્રમાણ વધી રહયું છે. તો બીજી તરફ પાલિકામાં ફરજ બજાવતાં ર00 ઉપરાંતના કોન્‍ટ્રાકટ કર્મચારીઓને પ્રાદેશિક પાલિકા નિયામકે છુટા કરી દેવાનો આદેશ ચીફ ઓફિસરને કરતાા ર00 ઉપરાંતના પરિવારોમાં ચિંતાનો માહોલ ઉભો થયો છે.

અત્રેએ ઉલ્‍લેખનીય છે કે,અમરેલી જિલ્‍લા નગરપાલિકા કર્મચારી મંડળ દ્વારા અવાર-નવાર ફિકસ પગાર, કોન્‍ટ્રાકટ આધારિત તેમજ નિવૃત કર્મચારીઓને નગરપાલિકાના કર્મચારીઓ તરીકે નિમણુંક આપવામાં આવે છે. જેથી નગરપાલિકાનું મહેકમ ઓવર સેટ-અપ થવાથી મહેકમ ખર્ચની મર્યાદા 48% કરતા વધી જતા અમરેલી નગરપાલિકાના કર્મચારીઓને સરકાર દ્વારા આપવામાં આવતાં છઠ્ઠા – સાતમાં પગાર ધોરણનો લાભ મળી શકતો નથી તેવી રજુઆતો મળે છે.


સાવરકુંડલા માર્કેટયાર્ડ ખેડૂતોને મગફળી વેચવામાં મદદરૂપ બને છે

સાવરકુંડલા માર્કેટયાર્ડ ખેડૂતોને મગફળી વેચવામાં મદદરૂપ બને છે

યુવા ડાયરેકટર ચેતન માલાણીનું નિવેદન

સાવરકુંડલા, તા.ર8

સાવરકુંડલા માર્કેટયર્ડના ડીરેકટર, ખડસલી ગ્રામ પંચાયતના સરપંચ અને ખડસલી સેવા સહકારી મંડળના મંત્રી ચેતનભાઈ માલાણીને ગત તા.ર6/11 ના રોજ સાવરકુંડલા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનુભાઈ ડાવરા, હાર્દિકભાઈ કાનાણી, અને અશ્‍વિનભાઈ ધામેલીયા તરફથી સાવરકુંડલા માર્કેટયાર્ડમાં આવી ટેકાના ભાવથી મગફળી વેચવા આવેલ ખેડૂતોસમક્ષ રાજકીય શો-બાજી કરવાના ઈરાદે ફાલતું મુદાઓ અને આડાઅવળી વાતો ઉછાળીને મગફળી ખરીદીની કામગીરી બંધ કરાવવા જે પ્રયત્‍ન કરેલ તે કોઈપણ રીતે ખેડૂતોના હીતમાં નથી. વધુમા જણાવેલ છે કે આ કેન્‍દ્ર પરથી આજસુધીમાં 3113 જેટલા ખેડૂતોનું ઓનલાઈન રજીસ્‍ટ્રેશન થયેલ છે. અને અત્‍યાર સુધીમાં 381 ખેડૂતોની કુલ 6881 કવીન્‍ટલ મગફળીની ટેકાના ભાવથી ખરીદી થયેલ છે. જેમાંથી સાડાત્રણ કરોડ રૂપિયા જેટલુ પેમેન્‍ટ પણ ઓનલાઈન કરી દેવામાં આવેલ છે. જે જિલ્‍લામાં સૌથી વધારે થયેલ ખરીદી છે. ઓનલાઈન રજીસ્‍ટ્રેશન કરાવવા આવતા ખેડૂતોને માર્કેટીંગ યાર્ડમાં બેસવા માટેની, પીવાના પાણીની વિગેરે વ્‍યવસ્‍થિત સારી સુવિદ્યા આપવામાં આવે છે. રોજેરોજ બોલાવવામાં આવેલ ખેડૂતોનું કામ પુર્ણ થાય તે માટે સ્‍ટાફ તરફથી શ્રેષ્ઠ પ્રયત્‍નો થાય છે. સરકારએ નકકી કરેલ ગુણવતાવાળી મગફળી કોઈપણ જાતના બાદ વગર ખરીદી લેવામાં આવે છે. રીજેકટ કરવામાં આવતી નથી. સીવાય કે સરકારની ગાઈડલાઈન મુજબની ગુણવતા ન જણાતી હોય તેવા જુજ કિસ્‍સામાં જ રીજેકટ કરવામાં આવે છે. અને રોજે રોજ વધુમાં વધુ ખેડૂતો સુધી આ યોજના પહોંચે અને વધારેમાં વધારે સંખ્‍યામાં લાભાર્થીઓ ખેડૂતો બની રહયા તે રીતે સાવરકુંડલા માર્કેટ યાર્ડના કેન્‍દ્રમાં ખરીદીની કામગીરી થઈરહી છે.જોકે કેટલીક રોજીંદી વહીવટી સમસ્‍યાઓ, પ્રશ્‍નો છે તેનો ઈન્‍કાર ન થઈ શકે પણ તેનું અર્થઘટન આ પ્રશ્‍નો કે સમસ્‍યા ઈરાદા પુવર્કના છે. ખેડૂતોને હેરાન કરવા માટેના છે. તેવું કરવું ઉચીત નથી. ખરીદી પાછળનો સરકારનો આશય ખેડૂતોને મદદરૂપ થવાનો છે. નહી કે હેરાન કરવાનો એટલે તેની સારી બાજુની નોંધ કે માહીતી લેવાને બદલે માત્ર રાજકીય શો કરવા અને ફોટા પડાવવા અને પાર્ટીમાં અમે કામ કર્યાનું દેખાડવાના ઢોંગ કરવાખાતર મગફળીની ખરીદી બંધ કરાવવાનો આ ત્રણેય કાર્યકરોનો પ્રયાસ ખેડૂતોના ફાયદામાં કે હીતમાં નથી. પણ ખેડૂતોના લાભમાં વિઘ્‍ન નાખવા બરાબરછે.

વધુમાં સાચા ખેડૂત કે ખેડૂતોના હીતેચ્‍છુ હોય તેવો કોઈ કાર્યકર આવા કામમાં આ પઘ્‍ધતીએ રાજકીય શો-બાજી ન કરે. મને તો લાગે છે કે આ ત્રણમાંથી કોઈને મગફળી વાવી નહી હોય, એટલે કાઈ નાવા- નીચોવાની ન હોય જેથી પોતાના ફોટા પડાવવા,રાજકીય ઢોંગ કરીને મગફળી પકવતા ખેડૂતોના ભોગે અને જોખમે માર્કેટયાર્ડમાં રાજકીય ધંધો કરી લેવા આવી ચડયા હોય તેવું માનું છું. અને આહવાન કરૂ છું કે જો તમે ખરેખર મગફળી પકવેલ ખેડૂતોનું સારૂ ઈચ્‍છતા હો, ભલુ ઈચ્‍છતા હો તો હાલની ખરીદીની પઘ્‍ધતીમાં ખેડૂતોને ભોગવવી પડતી સમસ્‍યાઓ બાબતે સૂચન કરો અને તેને હાઈ લાઈટ કરો. તોખરૂ ખેડૂતોનું કામ કે કાર્યકર પણું કર્યુ ગણાય. ખેડૂતો વતી તમને ત્રણેયને પુછુ છું કે તમારા ત્રણમાંથી આ વખતે કોણે મગફળીની ખેતી કરી છે ? ગયા વર્ષે કોણે કરી હતી ? આગલા વષૃ કોણે કીર હતી ? જો ન કરી હોય તો પહેલા મગફળીની ખેતી કરી જુએ અને પછી મગફળીના પ્રશ્‍ને માથું મારો કે આડા અવળી વાતો કરવા નીકળો. બીજુ માનો કે સહકારી સંસ્‍થાને બદલે સરકારી તંત્ર મારફત ટેકાના ભાવની ખરીદી થવાની ખેડૂતોને કોઈ મુશ્‍કેલી કે હાલાકી ભોગવવી પડતી હોય તો પેલા પ્રમાણીક પણ સ્‍વીકારે કે કોના પાપે આ ખરીદી આ વર્ષે સહકારી સંસ્‍થાન હાથમાંથી સરકારી તંત્ર હસ્‍તક ગઈ છે. આ ત્રણેયને ખબર ન હોય તો જણાવું કે ગયા વર્ષ તમારા એક નેતાએ વ્‍યકિતગત નામ કમાવા અને ટીવી – છાપાઓમાં દિવસો સુધી હાઈલાઈટ રહેવા માટે ભભસરકારે મગફળી ખરીદીમાં રૂપિયા ચાર હજાર કરોડનું કૌભાંડભભ ના બહાને જેતપુર – ગોંડલ – પેઢલા વિ. સ્‍થળે ઉપવાસ કર્ય અને જાણે સરકારે જાતે મગફળીની ગુણોમં ઈટો કે પથ્‍થરો નાખ્‍યા હોય તેવું ઠસવવા પ્રયત્‍નો કરેલ અને સરકારને બદનામ કરી. અ બદનામી ટાળવના હેતુથી સરકારે આ વર્ષે સહકારી સંસ્‍થાઓ પાસેથી ખરીદી લઈ લીધી છે. તેનું એક કારણ તમારા એક નેતાનું ઉપવાસ આંદોલન અને આક્ષેપો છે. અને બીજું એક કારણ અમુકકેન્‍દ્રના સહકારી સંસ્‍થાના સંચાલકોએ કરેલ ગોલમાલ. હવે કહો કોના પાપે આ ખરીદી સહકારી સંસ્‍થાઓ પાસેથી ગઈ ? અને સરકારી રાહે પ્રક્રિયા આવી ? એટલે વાસ્‍તવીકતા તો એ છે કે તમારા નેતા જેતપુર – ગોંડલ – પેઢલા ઉપવાસ કર્યા વગર છાનામાના બેઠા રહયા હોત તો ખેડૂતો ને આવી સરકારી પ્રક્રીયામાંથી પસાર થવું ન પડત. એટલે હાલની પઘ્‍ધતીના કારણે ખેડૂતોને જે થોડા ઘણા પ્રક્ષ્નો કે હાલકાી પડે છે. તેના મુળતો આ નેતાના ઉપવાસના કારણમાં છે. બીજુ લોક મોઢેતો એવું કહેવાય છે કે – પેલા સરકારી મગફળીમાં ઈંટો – પથ્‍થરો નાખવાનું કૌભાંડ થયું અને પછી તેના વિરોધ – ઉપવાસ બંધ કરાવવામાં કૌભાંડ થયું. આતો કેવું સેટીંગ હશે કે પહેલા ચાર હજાર કરોડનું કૌભાંડના નામે ઉપવાસ શરૂ કરવા અને પાછા કુલડીમાં ગોળ ભાંગવાની રીતે સંકેલી પણ લેવા. આનુ આત્‍મ મંથન કરો. મગફળીનું વાવેતર કરતા થાય, ટેકાના ભાવે વેંચવા આવો. તો પેલા કહેવતની જેમં ભભજણતર કર્યુ હોય તેને પ્રસુતીની પીડા હોયભભ એ અનુભવમાંથી પસાર થાવ અને પછી ખેડૂતોની મગફળી ખરીદી બંધ કરાવવાની પ્રવૃતી કરો. જેતે વિસ્‍તારના ધારાસભ્‍યોને અને તેની નીચેના કાર્યકરો તેના વિસ્‍તારની સિવિલ હોસ્‍પિટલમાં મુલાકાતે જઈ ફોટા પડાવી પ્રેસનોટ આપી કામ કરીએ છીએ તેવુંલોકોને બતાવવાની તમારા પક્ષની ખાનગી સુચના કે હીડન એજન્‍ડા હોય તેવું માલુમ પડે છે. તેની જેમજ મગફળી કેન્‍દ્રોમાં પણ આ રીતે મુલાકાત લઈ ફોટા પડાવી ખેડૂતોને કામ કરતા હોય તેવું બતાવવાની સૂચના તો નથીને ? ગઈ કાલે અમરેલી યાર્ડમાં પણ શો – બાજીના સમાચાર મે જોયા છે. એટલે શું કોઈ પાર્ટીને સરકારી હોસ્‍પિટલોમાં જવાની જેમ બીજો એક વ્‍યવસાય આપવા માટે સરકાર ટેકાના ભાવની ખરીદી કરતી હોય તેવું થતું હોય તો મારે પણ સરકારને કહેવું પડશે આ તો તમે કોંગ્રેસ પક્ષને એક રાજકીય ધંધો કરવા માટે મગફળી કેન્‍દ્ર શરૂ કરાવ્‍યા છે. કે ખેડૂતોને મદદરૂપ થવા માટે.


વાંકીયા ગામનાં પોકસોનાં આરોપીની જામીન અરજી નામંજૂર કરતી એડી. સેશન્‍સકોર્ટ

સગીરાનું અપહરણ કરી દુષ્‍કર્મ કરનાર આરોપી જેલમાં

અમરેલી, તા.ર8

બાબરા તાલુકાના વાંકીયા ગામે રહેતા અને હાલ જિલ્‍લા જેલમાં રહેલા વિપુલ વિઠ્ઠલભાઈ શાપરા નામના શખ્‍સે એક સગીરાનું મોટર સાયકલ ઉપર અપહરણ કરી દુષ્‍કર્મ ગુજારેલ. આ અંગે ભોગ બનનારે પોલીસમાં ફરિયાદ નોંધાવતા તેમને જયુડીશ્‍યલ કસ્‍ટડીમાં મોકલી આપેલ. જેથી તેમણે જામીન ઉપર મુકત થવા માટે અત્રેની સેશન્‍સ કોર્ટમાં અરજી કરતા એડી. સેશન્‍સ જજશ્રી એન.પી. ચૌધરીએ આરોપી વિપુલ શાપરાની જામીન અરજી નામંજૂર કરી હતી.


મહુવાનાં શખ્‍સે ટ્રક ખરીદી નાણાં તથા લોનની રકમ નહી ભરી વિશ્‍વાસઘાત કર્યો

રાજુલા પોલીસ સ્‍ટેશનમાં નોંધાઈ ફરિયાદ

અમરેલી, તા. ર8

જાફરાબાદ ગામે રહેતાં વિરેન્‍દ્રસિંહ વિક્રમસિંહ જાડેજાએ પોતાનાં ટ્રક નંબર જી.જે.14 ડબલ્‍યું 300પ મહુવા ગામે રહેતાં એજુભાઈ મહમદભાઈ લોડીયાને વેંચેલ હતો જે ટ્રકનાં નાણા રૂા.11,11,000 તથા લોનનાં હપ્‍તાની રકમ રૂા.3,87,000 મળી કુલ રૂા.14,98,000 નહી ચુકવી વિરેન્‍દ્રસિંહ સાથે વિશ્‍વાસઘાત છેતરપીંડી કર્યાની ફરિયાદ રાુલા પોલીસમાં નોંધાયેલ છે.


મીઠાપુર નક્કી ગામે થયેલ પાણીની મોટર ચોરીની ફરિયાદ દાખલ

અમરેલી, તા.ર8

ધારી તાલુકાના દલખાણીયા ગામે રહેતા અને મીઠાપુર નકકી ગામની સીમમાં વાડી ધરાવતા ચતુરભાઈ પોપટભાઈ સાવલીયા નામના પપ વર્ષીય ખેડૂતની વાડીમાંથી લગભગ બે વર્ષ અગાઉ શેમરડી ગામે રહેતા સબીર જુમાભાઈ, જુમાભાઈ તથા હૈદરભાઈ નામના ત્રણેય ઈસમોએ પાણીની મોટર કિંમત રૂા. 1પ હજારની ચોરી કરી લઈ ગયેલ અને જો આ અંગે પોલીસમાં ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખવા ધમકી આપ્‍યાની ફરિયાદ ધારી પોલીસમાં નોંધાઈ છે.


અમરેલી નજીક આવેલ બાયપાસ રોડ ઉપર અજાણ્‍યા વાહન ચાલકે વૃદ્ધને હડફેટે લઈ મોત નિપજાવ્‍યું

અકસ્‍માત કરી અજાણ્‍યો વાહન ચાલક નાશી છૂટયો

અમરેલી, તા. ર8

અમરેલીનાં ચક્કરગઢ રોડ ઉપર રહેતાં અને શાકભાજીનો વ્‍યવસાય કરતાં બકુલભાઈ છોટાલાલ વિઠલાણી નામનાં વેપારીનાં પિતા છોટાલાલ હરીભાઈ વિઠલાણી (ઉ.વ. 61) ગત તા.30-10 નાં રોજ બપોરનાં સમયે અમરેલીનાં બાયપાસ રોડ ઉપર આવેલ મોમાઈ હોલ પાસેથી પસાર થતાં હતા ત્‍યારે કોઈ અજાણ્‍યા વાહન ચાલકે તેમને હડફેટે લઈ ગંભીર ઈજા કરી નાશી ગયો હતો. જયારે આ અકસ્‍માતમાં ઘવાયેલા વૃઘ્‍ધને સારવારમાટે દવાખાને ખસેડાયેલ જયાં તેમનું મોત થયાનું અમરેલી તાલુકા પોલીસમાં જાહેર થવા પામેલ છે.


અમરેલીમાંથી લાખો રૂપિયાનું ફુલેકુ ફેરવનાર   ‘આસ્‍થા’ ગૃપનાં સંચાલક હવામાં ઓગળી ગયા

હજારો રોકાણકારો ન્‍યાય માટે વર્ષોથી ભટકી રહૃાા છે

અમરેલીમાંથી લાખો રૂપિયાનું ફુલેકુ ફેરવનાર   ‘આસ્‍થા’ ગૃપનાં સંચાલક હવામાં ઓગળી ગયા

અધિકારીઓ અને પદાધિકારીઓએ રોકાણકારોની મદદ કરવી જરૂરી

અમરેલી, તા. ર8

અમરેલી જિલ્‍લામાં ઉચું વ્‍યાજ આપવાની લાલચ આપી નાના અને શ્રમિક લોકોનાં કરોડો રૂપિયા લઈ નાશી જનાર આસ્‍થા કન્‍સલટન્‍સીવાળા શૈલેશ ત્રિવેદી સામે કોર્ટમાં અનેક ફરિયાદ દાખલ થવા પામી હતી. પોલીસે તેમને અટક કરી જયુડીશીયલ કસ્‍ટડીમાં મોકલી આપ્‍યા બાદ જામીન ઉપર મુકત થયા બાદ ફરી કોર્ટ મુદતમાં હાજર થતો ન હોય જેનાં કારણે ભોગ બનનાર પરિવારો આજે પણ પોલીસ તંત્ર સામે લાચારીથી જોઈ રહૃાાંછે.

આરોપી શૈલેશ ત્રિવેદીએ અમરેલી, બાબરા સહિત જિલ્‍લામાંથી કરોડો રૂપિયા એકઠા કરી ફુલેકુ ફેરવી નાંખ્‍યુ હતું. અને તેમની કંપનીમાં પૈસા રોકનાર નાના અને શ્રમિક લોકો પોતાને ન્‍યાય મળે તે માટે થઈ રાહ જોઈ રહૃાાં છે.પરંતુ ભુગર્ભમાં ચાલ્‍યા જનાર આ શૈલેશ ત્રિવેદી સામે પક્કડ વોરંટ નિકળ્‍યા છતાં પોલીસ તંત્રનાં હાથમાં આવતો ન હોય, લોકો પોલીસ તંત્ર સામે આશાભરી નજરે રાહ જોઈ રહૃાાં છે.

અમરેલીનાં કેટલાંક શખ્‍સો આ શૈલેશ ત્રિવેદી સાથે સંપર્કમાં હોય, પોલીસ આવા લોકોની પુછપરછ          કરે તો શૈલેશ ત્રિવેદી હાથમાં આવી           શકે તેમ છે, તેવું રોકાણકારો જણાવી રહૃાાં છે.


કવિ રમેશ પારેખ જન્‍મજયંતી અવસરે અમરેલી જિલ્‍લા સાહિત્‍ય સર્જક પરિવાર દ્વારા સુગમ કાવ્‍ય સંગીત સંઘ્‍યાની યાદગાર પ્રસ્‍તુતિ સંપન્‍ન

અમરેલી, તા.ર8

સુપ્રસિઘ્‍ધ કવિ અને અમરેલીના વતની કવિ રમેશ પારેખની જન્‍મજયંતીના અવસરે અમરેલી જિલ્‍લા સાહિત્‍ય સર્જક પરિવાર દ્વારા અમરેલી ખાતે ર4 નવેમ્‍બર, ર018ના રોજ મહાજન પાર્ટી પ્‍લોટ અમરેલી ખાતે ડો. પ્રતાપભાઈ પંડયાના શુભેચ્‍છા સૌજન્‍યથી ભભગાવા છે ગીત મારા ગામનાભભ શીર્ષક તળે સુગમ કાવ્‍ય સંગીત સંઘ્‍યાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

પ્રારંભે સંસ્‍થા વતી કવિ-લેખક પરેશ મહેતાએ સૌને આવકારી કાર્યક્રમની પૂર્વભૂમિકા રજૂ કરી હતી. આ ઉપક્રમને દીપ પ્રાગટય દ્વારા કવિ હર્ષદ ચંદારાણા, ઉમેશ જોશી, સિવિલ સર્જન ડો. રાઠોડ, પ્રણવ પંડયા, ભાવનાબેન ગોંડલીયા, કાલિન્‍દી પરીખ, ભીખુભાઈ લાખાણી, સંજીવ ધારૈયા દ્વારા શુભ પ્રારંભ કરાવવામાં આવેલ. અમેરિકાથી આ તકે ડો. પ્રતાપભાઈ પંડયાએ પાઠવેલ આશિર્વચન ઉમેશભાઈ દ્વારા પ્રસ્‍તુત કરવામાં આવેલ.

આ સરસ મજાની સંગીત સંઘ્‍યાના પ્રારંભે પરેશ મહેતાએ સર્વ ગાયકવૃંદનો પરિચય કરાવેલ તેમજ પરિવાર વતી અભિવાદન કરવામાં આવેલ.

સંગીતકાર ડો. સંજીવ ધારૈયાના નેતૃત્‍વમાં અમરેલીમાં 4 ગાયકો શિવાની વ્‍યાસ, સોનલ જોશી, અપેક્ષા ભટ્ટ, શ્રેયસ સેજુ અને સંજીવધારૈયાએ કવિ રમેશ પારેખ, હર્ષદ ચંદારાણા, પ્રતાપભાઈ પંડયા, ઉમેશ જોશી, અરવિંદ ભટ્ટ, પ્રણવ પંડયા, કાલિન્‍દી પરીખની રચનાઓની સુરીલી પ્રસ્‍તુત કરી સૌને ગીત-સંગીતમય રસતરબોળ કરી દીધા હતા. વાદ્ય પર સંગત મનોજ ઠાકર, મનીષ ત્રિવેદી, જયેશ ગોંડલીયા, કમલેશ રંગાડીયા દ્વારા કરવામાં આવી હતી. અંતમાં સંજીવ ધારૈયાના બાંસુરી વાદન પર સંગીત રસીયાઓ ઝુમી ઉઠયા હતા. સંગીત સંઘ્‍યાનું સંચાલન પરેશ મહેતા દ્વારા કરવમાં આવેલ.

આ પ્રસંગે ખાસ ઉપસ્‍થિત સાવરકુંડલાના ભાવેશ બોરીસાગર દ્વારા રમેશ પારેખની તેમને ચિત્રાંકન કરેલી તસ્‍વીર કલા બેલડી ભાવેશ બોરીસાગર અને પૂજા જોશી દ્વારા જિલ્‍લા તાલીમ ભવનને ભેટ આપવામાં આવેલ. જે તાલીમ ભવન વતી વાર્તાકાર વાસુદેવ સોઢાએ સ્‍વીકારી હતી.

શહેર-જિલ્‍લા ભરમાંથી બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રમેશ પ્રેમીઓ, ભાવકો, સંગીત રસીયાઓએ કાવ્‍ય સંગીતની મજા માણી હતી.

આ તકે અમરેલી જિલ્‍લાના પ્રસિઘ્‍ધ કવિ, લેખક, સાહિત્‍યકાર, નગરની વિવિધ સંસ્‍થાના અગ્રણીઓ, સાહિત્‍ય પ્રેમીઓએ ઉષ્‍માભેર હાજરી આપી અમરેલી જિલ્‍લા સાહિત્‍ય સર્જક પરિવારને આવા સરસ મજાના ઉપક્રમ માટે ધન્‍યવાદ પાઠવ્‍યા હતા.


માલવીયા-પીપરીયા ગામનાં પાટીયા પાસે મીની ટ્રેકટર પાછળ કાર ઘુસાડી દેતાં ઈજા

ટ્રેકટર આડું પાડી દઈ ગંભીર ઈજાઓ કરી

અમરેલી, તા. ર8

લાઠી તાલુકાનાં મતિરાળા ગામે રહેતાં અને ખેતીકામ કરતાં પ્રવિણભાઈ મકનભાઈ વિરમગામા નામનાં 48 વર્ષિય ખેડૂત ગઈકાલે વિરમગામા નામનાં 48 વર્ષિય ખેડૂત ગઈકાલે સવારે પોતાના     હવાલાવાળા સનેડો (મીની ટે્રકટર) લઈ લાઠી માર્કેટયાર્ડમાં શીંગ વેંચવા જતાં હતા ત્‍યારે સવારે 6/4પ કલાકે માલવીયા-પીપરીયા તથા કેરાળા ગામ વચ્‍ચેથી પસાર થતાં હતાં ત્‍યારે પાછળથી એક સફેદ કલરની ફોરવ્‍હીલનાં ચાલકે મીની ટ્રેકટર સાથે કાર અથડાવી દઈમીની ટ્રેકટરને આડું પાડી દઈ આ ખેડૂતને ઈજા કર્યાની ફરિયાદ લાઠી પોલીસમાં નોંધાઈ છે.


આસોદર અને મતિરાળા ખાતે શાળા આરોગ્‍ય તપાસણીનો પ્રારંભ

             આર.બી.એસ.કે. ટીમ દ્વારા શાળા આરોગ્‍ય તપાસણી કાર્યક્રમનો પ્રારંભ ડો. હિતેશ પરમાર અમરેલી, મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ડો. એચ.એફ. પટેલ, એ.ડી.એચ.ઓ. ડો. જે.એચ. પટેલ, આર.સી.એચ.ઓ. ડો. આર.કે. જાટના માર્ગદર્શન તથા લાઠી તાલુકા આરોગ્‍ય અધિકારી ડો. આર.આર. મકવાણાના નેતૃત્‍વ હેઠળ આંસોદર અને માલવીયા પીપરીયામાં શાળા આરોગ્‍ય તપાસણી કાર્યક્રમની ઉજવણી સરકારી પ્રાથમિક શાળાઓમાં તા.ર7/11નારોજ સરપંચ ઘનશ્‍યામભાઈ આંસોદર અને ઉપસરપંચ રમેશભાઈ જોધાણી માલવીયા પીપરીયા તથા સામાજિક અગ્રણીની ઉપસ્‍થિતિમાં દીપ પ્રાગટયની સાથે ઉદઘાટન કરેલ છે. જેમાં આર.બી.એસ.કે. મેડીકલ ઓફિસર ડો. હરિવદન પરમાર, ડો. ચાંદનીબેન સોલંકી દ્વારા ઓડિયો વીડિયોના માઘ્‍યમ દ્વારા આરોગ્‍ય શિક્ષણ આપવામાં આવેલ છે તેમજ શાળાના બાળકો દ્વારા સાંસ્‍કૃતિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવેલ છે. તેમજ આંસોદર પ્રા. શાળામાં ભભબાલ ડોકટરભભની નિમણૂંક કરી નોડલ આરોગ્‍ય શિક્ષકને ફર્સ્‍ટ એઈડ કીટ અને દવાઓ આપેલ છે. પ્રા.આ. કેન્‍દ્રના તમામ આરોગ્‍ય કર્મચારી, આશા બહેનો દ્વારા વૃક્ષારોપણ તથા સ્‍વચ્‍છતાની કામગીરી કરેલ છે.


દામનગરમાં સરદાર નંદીશાળાનાં બળદો માટે કાયમી ગમાણ નિર્માણ કરાવી આપતા યુવાનો

               દામનગર શહેરની નવનિર્માણ થયેલ સરદાર નંદીશાળામાં આશરો લઈ રહેલ રરપથી વધુ બળદોની સેવા નિહાળતા ધીરૂભાઈ પુનાભાઈ નારોલાએ સમસ્‍ત લખમણદાદા પરિવારનાં સભ્‍યોને મળી જીવદયા કરુણાનું સુંદર કાર્ય કરતી સરદાર નંદીશાળામાં બળદોનું સરસ લાલન પાલન થતું હોય તે વાત 60 ઘરનો વિશાળ પરિવાર ધરાવતા લખમણદાદા નારોલા પરિવારને વાત કરતાની સાથે જ રરપ બળદો માટે નંદીશાળામાં સોળસો ફૂટનાં બાંધકામ સાથે ગમાણ નિર્માણ ઉપરાંત દામનગર ગ્રામ્‍ય અને શહેરી વિસ્‍તારમાં બિન વારસી ગાયોમાટે છેલ્‍લા પંદર દિવસમાં વિસથી વધુ ગાડી નીરણ મોકલી દુષ્‍કાળમાં આશીર્વાદ રૂપ સેવા કરાય છે. દુષ્‍કાળનાં કપરા સમયમાં લખમણદાદા નારોલા પરિવારનાં ધીરૂભાઈ પુનાભાઈ નારોલા, રાઘવભાઈ કલ્‍યાણભાઈ નારોલા, ઘનશ્‍યામભાઈ રામભાઈ નારોલા, રાજેશભાઈ ઉકાભાઈ નારોલા, સંજયભાઈ ડાયાભાઈ નારોલા, કાળુભાઈ જીવરાજભાઈ નારોલા, ઠાકરશીભાઈ કેશુભાઈ, રમેશભાઈ પુનાભાઈ સહિતનાં પરિવારજનોની આર્થિક મદદથી સરદાર નંદીશાળાની ગમાણ નિર્માણ ઉપરાંત વતન માટે વિસથી વધુ ગાડી નિરણ એકઠી કરતા ધીરૂભાઈ નારોલાનું અબોલ જીવો માટે વંદનીય કાર્યની સર્વત્ર સરાહના કરાય રહી છે.


બાબરામાં નગરપાલિકા દ્વારા ધારાસભ્‍યનાં વરદ્‌ હસ્‍તે તમામ ફેરીયાઓને ઓળખકાર્ડ વિતરણ કરાયા

               બાબરામાં ફેરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા ફેરીયાઓને નગરપાલિકા દ્વારા ઓળખ આપવામાં આવી છે. શહેરમાં અલગ અલગ ફેરી કરતા આશરે 364 જેટલા ફેરીયાઓને નગરપાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા દ્વારા ઓળખકાર્ડ ઈશ્‍યુ કરાતા તમામ ફેરીયાઓમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી. સ્‍થાનિક ધારાસભ્‍ય વીરજીભાઈ ઠુંમર, જિલ્‍લા પંચાયતના માજી પ્રમુખ જેનીબેન ઠુંમરના વરદ હસ્‍તે ફેરીયાઓને ઓળખકાર્ડ વિતરણ કરવામાં આવ્‍યા હતા. બાબરામાં શાકભાજી, કટલેરી, પરચૂરણ કપડા, હોજીયરી સહિતની ઘરેલું ચીજ વસ્‍તુઓનું વેચાણ અર્થે બાબરા તેમજ રાજયભરમાં ફેરી માટે નીકળતા ફેરીયાઓને પોતાની ઓળખ બાબતે ભારે કાયદાકીય મુશ્‍કેલીઓ ઉભી થતી હતી. ત્‍યારે શહેરના ફેરીયાઓ દ્વારા આ બાબતે નગરપાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળાને રજૂઆત કરતા નગરપાલિકા દ્વારા શહેરમાં તેમજ શહેર બહાર ફેરી કામ કરતા ફેરીયાઓનો સર્વે કરી ઓળખકાર્ડ બનાવવામાં આવ્‍યા હતા. ફોટો આઈ.ડી.સાથેનું ડીજીટલ ઓળખકાર્ડ નગરપાલિકા દ્વારા બનાવી તમામ ફેરીયાઓને આપવામાં આવ્‍યું હતું. બાબરા નગરપાલિકા દ્વારા સ્‍થાનિક ધારાસભ્‍ય વીરજીભાઈ ઠુંમર અને જિલ્‍લા પંચાયતના માજી પ્રમુખ જેનીબેન ઠુંમરના વરદ હસ્‍તે શહેરના તમામ 364 જેટલા ફેરીયાઓને ઓળખકાર્ડ વિતરણ કરવામાં આવતા ફેરીયાઓમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ હતી. બાબરા નગરપાલિકા દ્વારા આયોજિત ફેરીયાઓને ઓળખકાર્ડ વિતરણમાં પાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા, ઉપપ્રમુખ જગદીશભાઈ કારેટીયા, પ્રભાતભાઈ કોઠીવાળ સહિતના નગરપાલિકાના સભ્‍યો અને સ્‍થાનિક અગ્રણીઓ ઉપસ્‍થિત રહયા હતા.


અમરેલીમાં પાલિકાની બેદરકારીની તસ્‍વીરી ઝલક

અમરેલીના જયુબીલી વિસ્‍તારમાં આજે પાણીની પાઈપલાઈન તૂટી જતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. અને શહેરીજનોને માર્ગ પરથી પસાર થવામાં મુશ્‍કેલી ઉભી થઈ રહી હતી. તો બીજી તરફ શહેરમાં ધોળે દિભએ સ્‍ટ્રીટલાઈટ જોવા મળતાં શહેરીજનોમાં પાલિકાની કામગીરી ચર્ચાનું કેન્‍દ્ર બની હતી.


29-11-2018