Main Menu

Wednesday, November 28th, 2018

 

બાબરા તાલુકામાં ‘‘શાળા આરોગ્‍ય કાર્યક્રમ”ની ઉજવણીનો પ્રારંભ

મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ડો. એચ. એફ. પટેલના માર્ગદર્શન અને સૂચના મુજબ તાલુકા હેલ્‍થ ઓફિસર ડો. વિરાટ અગ્રાવત તથા તેમની તાલુકા આરોગ્‍ય ટીમ ર્ેારા ભભશાળા આરોગ્‍ય તપાસણીભભ કાર્યક્રમનું વિવિધ જગ્‍યાએ ઉદ્યઘાટન યોજી દિપ પ્રાગટય કરી આજથી પ્રારંભ કરવામાં આવેલ છે. બાબરા ખાતે નગરપાલિકા પ્રમુખ વનરાજસિંહ વાળા તથા ચિફ ઓફિસરનાં હસ્‍તે દિપ પ્રાગટય કરી પ્રારંભ કરવામાં આવેલ. જેમાં તાલુકા આઈ.ઈ.સી. ઓફિસર શરદભાઈ ગોહિલ તથા આર.બી.એસ.કે. મેડીકલ ઓફિસર ડો. ગુલાબબેન માંજરીયાએ હાજરી આપીને તમામ માહિતી માર્ગદર્શન આપેલ. ખંભાળા ખાતે સરપંચ વિનુભાઈ તથા ઉપસરપંચ ભરતભાઈ ર્ેારા દિપ પ્રાગટય કરી પ્રારંભ કરવામાં આવેલ. આ પ્રસંગે જિલ્‍લા એપેડેમિક ઓફિસર તેમજ જિલ્‍લા મેલેરિયા અધિકારી ડો. એ. કે. સિંગે ખાસ હાજરી આપેલ. જેમાં આર.બી.એસ.કે. મે.ઓ. ડો. જસમત સાંકળીયા તથા મેડીકલ ઓફિસર ડો. અક્ષય ટાંક, ડો. ભાવેશ તાગડીયાએ માહિતી અને માર્ગદર્શન આપેલ. મોટા                                               દેવળીયા ખાતે ઉપસરપંચ અશ્‍વિનભાઈનાં હસ્‍તે દિપપ્રાગટય કરી પ્રારંભ કરવામાં આવેલ. જેમાં આર.બી.એસ.કે. મે.ઓ. ડો. પાર્થ ર્ેારા માહિતી-માર્ગદર્શન આપવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમોમાં આરોગ્‍ય સ્‍ટાફ, સુપરવાઈઝરો અને આશા બહેનો તેમજ શાળાનાં આચાર્યો અને શિક્ષકગણ તરફથી ખૂબ સારો સહકાર મળેલ છે.


અમરેલી-ગાંધીનગર રૂટની બસનાં સમયમાં ફેરફાર કરો

ધારાસભ્‍ય પરેશ ધાનાણીની રજુઆત

અમરેલી-ગાંધીનગર રૂટની બસનાં સમયમાં ફેરફાર કરો

સાંજે પ વાગ્‍યા પછી રીટર્ન થવા માંગ

અમરેલી,તા.ર7

અમરેલી-ગાંધીનગર રૂટની બસ સવારે પઃ30 વાગ્‍યે બસ જાય છે તે રીટર્ન અમરેલી-ગાંધીનગર રૂટની બસ બપોરે ર વાગ્‍યે ઉપડે છે. જેનાથી ઘણા કર્મચારીઓને ગાંધીનગર કામ પુર્ણ થયેલ ના હોય આથી અમરેલી આવવામાં મુશ્‍કેલીઓનો સામનો કરવો પડે છે. આથી આ બસનો સમય સાંજે પ થી 6 વાગ્‍યાની વચ્‍ચે કરવામાં આવે તો આ પ્રશ્‍ન નો હલ થઈ શકે, આથી ત્‍વરીત યોગ્‍ય કરી અમરેલી-ગાંધીનગર રૂટની રીટર્ન બસ સાંજે પ થી 6 વાગ્‍યાની વચ્‍ચે કરવાની રજુઆત કરતા અમરેલીનાં ધારાસભ્‍ય પરેશ ધાનાણીએ કરી છે.


લ્‍યો બોલો : અમરેલીમાં તારવાડીથી ગાયત્રી મંદિર સુધીનો નવો માર્ગ તોડી નાખવામાં આવ્‍યો

ભૂગર્ભ ગટરનાંકારણે શહેરની હાલત કફોડી બની

લ્‍યો બોલો : અમરેલીમાં તારવાડીથી ગાયત્રી મંદિર સુધીનો નવો માર્ગ તોડી નાખવામાં આવ્‍યો

કલેકટરને પત્ર પાઠવીને કસુરવાન સામે કાર્યવાહી કરવાની માંગ કરી

અમરેલી, તા.ર7

અમરેલી શહેરમાં છેલ્‍લા 1 વર્ષમાં તમામ રસ્‍તાઓ, ભૂગર્ભ ગટર યોજના તળે તોડી નાખવામાં આવેલ છે. જેથી અમરેલી જિલ્‍લા હિત રક્ષક સમિતિના કન્‍વીનર દીપકભાઈ માધડ દ્વારા અમરેલી જિલ્‍લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવેલ છે કે અમરેલીમાં તમામ રસ્‍તાઓ, ભૂગર્ભ ગટર યોજના તળે તોડી નાખવામાં આવેલ છે. જેના કારણે લોકોના પરસેવાના પૈસાનું મોટુ નુકશાન થયેલ છે.

છેલ્‍લા ત્રણ મહિના પહેલા અમરેલીમાં તારવાડીથી ગાયત્રી મંદિર સુધી લાખોના ખર્ચે અમરેલી નગરપાલિકાએ સી.સી. રોડ કરેલ છે. પરંતુ થોડા દિવસોમાં આ નગરના લોકોના પૈસાથી બનેલ સી.સી. રોડ તંત્રના અણઘડ વહીવટના કારણે ફરીથી તોડી નાખી રાષ્‍ટ્રના નાણાનો દુરૂપયોગ કરી મોટું આર્થિક નુકશાન થયેલ છે. આના માટે જવાબદાર કોણ ? આ માટે જવાબદાર સામે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો નજીકના દિવસોમાં હાઈકોર્ટમાં સરકારી નાણાનો દુરૂપયોગ થવા અંગે જવાબદાર સામે ડ્રેનેજ સુટ કરવાની ફરજ પડશે તેમ અંતમાં જણાવેલ છે.


વીજપડીમાં ‘જય ગિરનારી બાપા સીતારામ ટ્રસ્‍ટ’ દ્વારા સન્‍માન કાર્યક્રમ યોજાયો

વીજપડી ગામ ખાતે ભભજય ગિરનારી બાપા સીતારામ ટ્રસ્‍ટભભ દ્વરા ચુવાળીયા કોળી સમાજના તેજસ્‍વી વિદ્યાર્થીઓ અને સમાજના વિવિધ ક્ષેત્રોમાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા ભાઈઓ અને બહેનોને પ્રોત્‍સાહન આપવા માટે ઈનામ વિતરણ અને સન્‍માન સમારંભ યોજવામાં આવ્‍યો હતો. અને સમાજના વડીલો અને ભાઈઓ અને બહેનોએ વિશાળ સંખ્‍યામાં હાજરી આપી હતી. ભભમઢુલી ગૃપભભના યુવા સભ્‍યોનો પણ સહકાર મળ્‍યો હતો. અને સમાજના વડીલો દ્વારા ટ્રસ્‍ટને આ સુંદર કાર્યક્રમ કરવા બદલ અભિનંદન પણ આપવામાં આવ્‍યા હતા. આ કાર્યક્રમનું સફળ આયોજન જય ગિરનારી બાપા સીતારામ ટ્રસ્‍ટના યુવા પ્રમુખ અને વીજપડી ગામના ઉપ સરપંચ મુકેશભાઈ રાઠોડ, ભરતભાઈ બારૈયા, અશોકભાઈ ચાવડા, અરવિંદભાઈ રણોલીયા, દિપકભાઈ રાઠોડ, દિનેશભાઈ રાઠોડ, રાહુલભાઈ મકવાણા, પરશોતમભાઈ પીપળીયા, ઘુઘા દાદા, હરેશ રાઠોડ, અરવિંદ મોલાડીયા અને સમાજના પ્રતિનિધિ તરીકે બી.એન. ચાવડા, હકાભાઈ ગુજવાડીયા, શામજીભાઈ ચાવડા, કાળુભાઈ વાઘેલા, ગાંડુભાઈ બારૈયા,બાબુભાઈ રાઠોડ, મનસુખભાઈ જીંજવાડીયા, નાનજીભાઈ મકવાણા, હકુભાઈ સોલંકી, કેશુભાઈ ઉનાવા, દડુભાઈ ગોઠડીયા, મેહુલભાઈ રાઠોડ અને સમાજના સહકારથી આ સન્‍માન સમારંભ અને ઈનામ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્‍યો હતો. તેમ જય ગિરનારી બાપા સીતારામ ટ્રસ્‍ટના મંત્રી વિજયભાઈ ચાવડા દ્વારા જણાવવામાં આવ્‍યું હતું. તેમ સમીરભાઈ ખોખરની અખબારી યાદીમાં જણાવાયું છે.


બગસરા પંથકમાં મઘ્‍યાહૃન ભોજન અને રેશનિંગ કૌભાંડની ફરિયાદ ઉભી થઈ

બગસરા પંથકમાં મઘ્‍યાહૃન ભોજન અને રેશનિંગ કૌભાંડની ફરિયાદ ઉભી થઈ

સમગ્ર કૌભાંડની નિષ્‍પક્ષ તપાસ કરાવવા માંગ કરી

અમરેલી, તા.ર7

બગસરા પંથકમાં મઘ્‍યાહન ભોજન યોજના અને રેશનિંગની અમુક દુકાનોમાં સ્‍થાનિક કક્ષાના કર્મીઓની મીઠી નજર તળે જ મહાકાય કૌભાંડ ચાલતું હોવાની ફરિયાદ જાગૃત નાગરિકોએ કલેકટરને કરીને ઉચ્‍ચ કક્ષાએથી તટસ્‍થ તપાસ કરવાની માંગ કરી છે.

ફરિયાદમાં જણાવેલ છે કે એક વ્‍યકિત દર મહિને કાળાબજાર કરીને હજારો રૂપિયાની કાળી કમાણી કરીને લખપતિ બની ગયો છે. અને સ્‍થાનિક અમુક કર્મીઓને પણ નિયમિત હપ્‍તાની રકમ આપતો હોય નિર્દોષ બાળકો અને ગરીબોનું અનાજ બારોબાર જમી જતો હોય કડક કાર્યવાહી કરવાની માંગ અંતમાં કરેલ છે.


પેરોલ રજા પરથી ફરાર થયેલ ખુંખાર કેદીને ઝડપવામાં પોલીસને મળી સફળતા

પેરોલ રજા પરથી ફરાર થયેલ ખુંખાર કેદીને ઝડપવામાં પોલીસને મળી સફળતા

રાજકોટ મઘ્‍યસ્‍થ જેલમાં આજીવન કેદની સજા કાપી રહયો હતો

અમરેલી, તા. ર7

સને ર009નાં વર્ષમાં અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશનમાં ફ.ગુ.ર.નં. ર0/ર009, ઈપીકો કલમ 39ર, 376, 3ર3, પ04, પ06(ર) મુજબનો લૂંટ વીથ બળાત્‍કારનો ગુન્‍હો નોંધાયેલ. જેમાં આરોપી ગોવિંદ વેલશીભાઈ પરમાર રહે. અમરેલી  સુળીયાટીંબાવાળાની ધરપકડ કરવામાં આવેલ. જે કેસ અમરેલી સેશન્‍સ કોર્ટમાં ચાલી જતાં કોર્ટ તરફથી આરોપી ગોવિંદ વેલશી પરમારને આજીવન કેદની સજા કરવામાં આવેલ અને આરોપીને સજા ભોગવવા માટે રાજકોટ મઘ્‍યસ્‍થ જેલ હવાલે મોકલી આપવામાં આવેલ હતો. આ કેદી તા. ર9/10/18નાં રોજ દિન-7ની પેરોલરજા ઉપરથી છુટયા બાદ મુદત પુરી થતાં તા. 6/11/18નાં રોજ રાજકોટ મઘ્‍યસ્‍થ જેલમાં હાજર થવાને બદલે ફરાર થઈ ગયેલ. જે કેદીને આજરોજ 13 વાગ્‍યે અમરેલી સુળસયાટીંબા પાસેથી પકડી પાડી રાજકોટ મઘ્‍યસ્‍થ જેલ ખાતે મોકલી આપવા અમરેલી સીટી પોલીસ સ્‍ટેશન હવાલે કરેલ છે.

આરોપીનો ગુનાહિત ઈતિહાસ : પકડાયેલ આરોપી અમરેલી તથા ભાવનગર જીલ્‍લાનાં લૂંટના ગુન્‍હાઓમાં પકડાયેલ છે અને મજકુર આરોપી પોતાની ગેંગનાં માણસો સાથે રાત્રીના સમયે રોડ ઉપર ઉભા રહી એકલ દોકલ મુસાફર નીકળતાં તેને માર મારી લૂંટ કરવાની તેમજ પોતાના સાગરીતો સાથે મળી ધાડ પાડવાની, મંદિરોમાં લૂંટ ચલાવવાની એમ.ઓ. ધરાવે છે. પકડાયેલ આરોપી વિરૂઘ્‍ધ ભુતકાળમાં નીચે મુજબનાં ગુન્‍હાઓ રજી. થયેલ છે.

(1) વડીયા પોલીસ સ્‍ટેશન ગુ.ર.નં. ફ. પ8/ર001, ઈપીકો કલમ 39પ, 397, 341, 34 (ર) લીલીયા પોલીસ સ્‍ટેશન ગુ.ર.નં. ફ. 30/00 ઈપીકો કલમ 394, 39પ, 4પર, 114 (3) બગસરા પોલીસ સ્‍ટેશન ગુ.ર.નં. ફ. 38/ર001 ઈપીકો કલમ 397, 337, 336, 4પર, 34, જીપી એકટ કલમ 13પ (4) ઉમરાળા પોલીસ સ્‍ટેશન ગુ.ર.નં. ફ. ર9/ર001 ઈપીકો કલમ 396, 397, 4પ0, જીપી એકટ કલમ 13પ (પ) અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશન ગુ.ર.નં. ફ. ર0/ર009, ઈપીકો કલમ 39ર, 376, 3ર3, પ04, પ06-ર.

આમલૂંટ વીથ બળાત્‍કારના ગુન્‍હામાં આજીવન કેદની સજા કાપી રહેલ અને પેરોલ રજા પરથી ફરાર ખુંખાર કેદીને પકડી પાડવામાં અમરેલી એલસીબીએ સફળતા મેળવેલ છે. આ કામગીરી પોલીસ અધિક્ષક અમરેલીનાઓની સુચના અને માર્ગદર્શન મુેજબ અમરેલી એલસીબીનાં ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સ્‍પેકટર ડી.કે. વાઘેલા તથા એલસીબી સ્‍ટા ઘ્‍વારા કરવામાં આવેલ છે.


વિદેશી દારૂની હેરફેર કરતા 3 ઈસમોને પોલીસે રૂા. 16 હજારનાં મુદ્યામાલ સાથે ઝડપી લીધા

વિદેશી દારૂની હેરફેર કરતા 3 ઈસમોને પોલીસે રૂા. 16 હજારનાં મુદ્યામાલ સાથે ઝડપી લીધા

પ્રથમને પકડતાં બીજાનું નામ મળ્‍યું ત્‍યાંથી ત્રીજા સ્‍થળે પહોંચી પોલીસ

અમરેલી, તા.ર7

વડીયા પંથકમાં દેશી- વિદેશી દારૂનું ખુલ્‍લેઆમ વેચાણ થતું હોય, પોલીસે આવા દારૂના ધંધાર્થીને ઝડપી લેવા વોચ ગોઠવી હતી. ત્‍યારે જેતપુર તાલુકાના ચારણીયા ગામે રહેતા મહેશ નટુભાઈ રાઠોડ, વિદેશી બોટલ સાથે નીકળતા પોલીસે ઝડપી લઈપૂછપરછ કરતા તે વિદેશી દારૂ તે જ ગામે રહેતા અશ્‍વિન નાથાભાઈ રાઠોડ પાસેથી લાવ્‍યાનું જણાવતા તેમની પાસેથી પણ વધુ 3 વિદેશી દારૂ મળી આવતા પોલીસે તેમની પૂછપરછ કરતા તે વિદેશી દારૂ વડીયા ગામે રહેતા સંજય દેવાભાઈ મકવાણા પાસેથી લીધાનું જણાવતા પોલીસે ત્‍યાં દરોડો પાડતા તેમના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-1ર મળી આવેલ તથા 1 મોટર સાયકલ મળી કુલ રૂા. 16,400ના મુદામાલ સાથે ત્રણેય આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


મોટાસાકરીયા ગામે કપાસ ભરેલ ટ્રક ઉપર બેસેલ શ્રમિકનું ઈલે. શોક લાગતા મોત

મોટાસાકરીયા ગામે કપાસ ભરેલ ટ્રક ઉપર બેસેલ શ્રમિકનું ઈલે. શોક લાગતા મોત

થોડા દિવસ પહેલા આજ પંથકમાં આવો બનાવ બન્‍યો હતો

અમરેલી, તા.ર7

જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે રહેતા ભીમજીભાઈ પુનાભાઈ ડોળાસીયા ગત તા.1રના રોજ પોતાના હવાલાવાળા ટ્રક નંબર જી.જે.03 વી. 8671 લઈ અને જાફરાબાદ તાલુકાના મોટા સાકરીયા ગામે કપાસ ભરવા ગયેલા ત્‍યારે કપાસ ભરેલા ટ્રકમાં ઉપર ભીમજીભાઈ નામના શ્રમિક ઉભા હોય, તેમ છતાં ટ્રક ચાલકે બેદરકારી દાખવી અને ટ્રકને રીવર્સમાં ચલાવતા ટ્રક ઉપર બેઠેલા શ્રમિકને ઈલેકટ્રીક શોક લાગતા તેમનું મોત નિપજાવ્‍યાની ફરિયાદ નાગેશ્રી પોલીસમાં અમુભાઈ બચુભાઈ ગોહિલે નોંધાવતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


ફફડાટ : ચલાલામાં વીજબીલ ન ભરનાર ગ્રાહકોનાં વીજકનેકશન ધડાધડ રદ કરવામાં આવ્‍યા

મફતમાં પંખા, વીજળીનોઆનંદ પામવો ભારે પડયો

ફફડાટ : ચલાલામાં વીજબીલ ન ભરનાર ગ્રાહકોનાં વીજકનેકશન ધડાધડ રદ કરવામાં આવ્‍યા

નાયબ ઈજનેર પરમારની કામગીરીથી શહેરીજનો ખુશ

ચલાલા, તા.ર7

ચલાલા પીજીવીસીએલના નાયબ ઈજનેર એમ.પી.પરમાર અને તેની ટીમ દ્વારા વીજ વપરાશ વાયરના ગ્રાહકો સમયસર વીજવપરાશના નાણા નહી ભરતા અગાઉ અપીલ અને વિનંતી કરવા છતાં નાણા નહી ભરપાઈ કરનાર વીજ ગ્રાહકોના વીજ પુરવઠા કાપી નાખતા સમયસર વીજપુરવઠો નહી ભરનાર વીજગ્રાહકોમાં ફફડાટ ફેલાયો છે. સુત્રો માથી જાણવા મળેલ વિગત મુજબ આ જુંબેશ દરમીયાન 100 જેટલા કનેકશનો, વીજ પુરવઠો કાપી નાખી રૂા. સાત લાખ અને 6પ0 જેટલા કનેકશનોના ગ્રાહકોને નોટીસ આપી રૂા. 30 લાખ જેવી રકમ ભરપાઈ કરાવી પ્રંશસનીય કામગીરી ચલાલા પી.જી.વી.સી.એલ. દ્વારા કરવામાં આવેલ છે. આ જુંબેશ કરવા માટે પી.જી.વી.સી.એલ. ચલાલાએ જુદી-જુદી – 1પ ટીમો બનાવી આ કામગીરીને વેગવંતી બનાવી છે. ગત નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં વીજપુરવઠો ખોરવાઈ નહી તે માટે ચિંતા કરી જુદી-જુદી ટીમો દ્વારા નાયબ ઈજનેર દ્વારા પ્રંશસનીય કામગીરી કરવામાં આવેલ હતી. એકંદરે ચલાલા પી.જી.વી.સી.એલ.ની ટીમ અને નાયબ ઈજનેર કામગીરીથી શહેરીજનો અને સામાજીક સંસ્‍થા સંતોષ અને આનંદની લાગણી અનુભવેછે.


અમરેલીમાં ટેકાનાભાવે મગફળી ખરીદવામાં દે ધનાધન

ખેડૂતોને એસએમએસ પાઠવ્‍યા બાદ ત્રણ દિવસ સુધી મગફળી ખરીદાતી નથી

અમરેલીમાં ટેકાનાભાવે મગફળી ખરીદવામાં દે ધનાધન

અધિકારીની ગેરહાજરીમાં થતી ખરીદીએ સરકારનાં દાવાની પોલ ખોલી નાખી

વિપક્ષી નેતાનાં લઘુબંધુ શરદ ધાનાણીએ આકસ્‍મિક મુલાકાત લીધી

અમરેલી, તા. ર7

રાજય સરકાર જયારથી વહીવટદાર મટીને વેપારી બની છે ત્‍યારથી ખેડૂતો અને સરકાર બન્‍નેની માઠી દશા બેઠી છે. ગત વર્ષે મગફળી ખરીદીમાં વ્‍યાપક ગોલમાલ થયાની ફરિયાદ બાદ સરકારી બાબુઓનાં માર્ગદર્શનતળે મગફળીની ટેકાનાં ભાવે ખરીદી થઈ રહી છે. તો તેમાં પણ ખેડૂતોને પરેશાનીનો સામનો કરવો પડી રહૃાાની વિગતો પ્રકાશમાં આવી છે.

અમરેલીનાં માર્કેટયાર્ડમાં ટેકાનાં ભાવે ખરીદીમાં ખેડૂતોને મુશ્‍કેલી થતી હોવાની ફરિયાદ વિપક્ષી નેતા પરેશ ધાનાણી સુધી પહોંચતા તેઓએ તેમના લઘુબંધુને ખેડૂતોને મદદરૂપ બનવા જણાવતાં આજે બપોરે શરદ ધાનાણીએ આકસ્‍મીક માર્કેટયાર્ડની મુલાકાત લેતાં અધિકારીઓની ગેરહાજરીમાં મગફળીની ખરીદી થતી હતી અને ખેડૂતોએ ભારે વ્‍યથા ઠાલવી હતી.

આથી શરદ ધાનાણીએ જિલ્‍લા પુરવઠા અધિકારીને ખખડાવ્‍યા હતા અને કલેકટરને સઘળી હકીકતો જણાવીને ખેડૂતોની મગફળી સરળતા અને ઝડપી ખરીદવા જણાવ્‍યું હતું.


અમરેલીમાં પૂ. મોરારિબાપુ અને કાજલ ઓઝા વૈધે મનનીય વકતવ્‍ય આપ્‍યું

               આજના જમાનામાં મોબાઈલ તથા ટીવીના સમયમાં વિભાજીત થતા કુટુંબમાં સૌથી વધુ પ્રશ્‍નો ઉભા થઈ રહયા છે. ત્‍યારે ભભએક બીજાને ગમતા રહીએભભ સાસુ, વહુ, દીકરી વાર્તાલાપ યોજવા પડે છે. આવા પ્રશ્‍ન ઉભા ન થાય તે માટે પરિવારની ભાવના જાગૃત કરવા માટે થઈ કાજલ ઓઝા વૈધ દ્વારા એક સુંદર કાર્યક્રમ અમરેલી જિલ્‍લા સમસ્‍ત કડવા પાટીદાર દ્વારા યોજવામાં આવ્‍યો હતો. આ કાર્યક્રમના મુખ્‍ય વકતા સુશ્રી કાજલ ઓઝાએ સાસુ, વહુ, દીકરી ઉપર ખૂબ જ મહત્ત્યવનું વકતૃત્‍વ આપ્‍યું હતું. તેઓએ જણાવ્‍યું હતું કે, આજની સ્‍ત્રીઓ શું ન કરી શકે ? સ્‍ત્રીઓએ તમામ પોતાની શકિત રચનાત્‍મક પ્રવૃતિઓ તરફ વાળવી જોઈએ. આજની દીકરી આવતી કાલે વહુ બનશે અને આવતી કાલની વહુ આગળના દિવસે સાસુ બનવાની જ છે. ત્‍યારે ખરેખર પોતાનેસુખી થવું હોય, પરિવારને ખુશ રાખવો હોય તો સમગ્ર પરિવારે ઘરમાં શાંતિ રાખવી જોઈએ. આજના જમાનામાં છૂટાછેડા લેવાના ઘણાં જ બનાવો બને છે પરંતુ છૂટાછેડા લેવા તે સમસ્‍યાનો હલ નથી. આવી અનેક સ્‍ત્રીઓના જીવનમાં અતિ મહત્ત્યવની ગણાતી બાબતો ઉપર પ્રકાશ પાડયો હતો. જયારે કાર્યક્રમના અઘ્‍યક્ષ સ્‍થાનેથી કેન્‍દ્રીય કૃષિ મંત્રી પરશોતમભાઈ રૂપાલાએ પણ આજના અવિભાજય પરિવારના કારણે કુટુંબ પ્રથા ભાંગતી જાય છે. અને પરિણમે તેના ઘણા માઠા પરિણામ સમાજ ઉપર પડે છે. ત્‍યારે સંયુકત કુટુંબમાં રહેતા લોકો કેટલા બધા ખુશ રહે છે. તેવા અનેક દાખલા આપી અને લોકો સંયુકત કુટુંબમાં રહેતી દીકરી દીકરાઓને આપણે કુટુંબ વ્‍યવસ્‍થાના પાઠ ના ભણાવવા પડે તેઓ રોજબરોજના કાર્યથી તથા પરિવારના વડિલોની જીવનશૈલીથી જીવન ઘડતર બનાવી લે છે તેમ જણાવ્‍યું હતું. જયારે પૂ. મોરારિબાપુએ આશિર્વચનમાં જણાવ્‍યું હતું કે, અત્‍યાર સુધી પૂ. ભાગવત ગીતા છે તે જાણીએ છીએ પરંતુ કયાંય ભગવતી ગીતા છે તેવું સાંભળ્‍યું નથી ત્‍યારે સુશ્રી કાજલ ઓઝા વૈધ દ્વારા જે આજનો વાર્તાલાપ આપ્‍યા તેમને ભગવતી ગીતા કહી શકાય તેમ જણાવ્‍યું હતું. પૂ. બાપુએ રામાયણ, શ્રીમદ ભાગવતનાં અનેક પ્રસંગો ઉપસ્‍થિત હજારોની સંખ્‍યામાં લોકોને સમજાવ્‍યા હતા.


અમરેલીમાં મૂર્ધન્‍ય કવિ સ્‍વ. રમેશપારેખની 78મી જન્‍મજયંતીની ઉજવણી

               અમરેલીનું ઘરેણું અને સમગ્ર ગુજરાતનું ગૌરવ એવા સ્‍વ. રમેશ પારેખની 78મો જન્‍મદિવસ છે. ગુજરાતી સાહિત્‍ય ક્ષેત્રે જે થોડા ઘણા સર્જકોએ સાહિત્‍ય ક્ષેત્રે સર્જકતાનું મોટું યોગદાન આપ્‍યું છે. તેમાં કવિ સ્‍વ. રમેશ પારેખનું મોટું યોગદાન રહયું છે. અમરેલીના વતની એવા સ્‍વ. રમેશ પારેખની અનેક પ્રકારની સર્જકતા કવિતા, ગીત, નાટક, કટારલેખન, વાર્તા સહિત વિવિધ પ્રકારના લેખનમાં તેમની સર્જકતાએ ચાર ચાંદ લગાવ્‍યા છે. બાલભવન અમરેલી દ્વારા દર વર્ષે તેમના જન્‍મદિને અનોખી ઉજવણી કરવામાં આવે છે. બાલભવનમાં રમેશ પારેખ ગેલેરી પણ હોવાથી આ દિવસે અનેક લોકો અને વિદ્યાર્થીઓ ગેલેરીની મુલાકાત લ્‍યે છે અને સ્‍વ. કવિને સ્‍મરણાંજલિ અર્પિત કરે છે. તેમજ અમરેલીના કવિઓ દ્વારા કાવ્‍ય પઠન કરીને આદરપૂર્વક તેમના સંસ્‍મરણો યાદ કરવામાં આવે છે. આજે સંસ્‍થાના માર્ગદર્શક મોટાભાઈ સંવટનો પણ જન્‍મદિન હોય તેમને પણ સહુએ જન્‍મદિનની શુભકામનાઓ પાઠવી હતી. સંસ્‍થાના ડેપ્‍યુટી ડાયરેકટર દિનેશભાઈ ત્રિવેદીના માર્ગદર્શન તળે યોજાયેલા કાર્યક્રમમાં મોટાભાઈ સંવટ, નારણભાઈ ડોબરીયા, સાજીદખાન પઠાણ, ડાયરેકટર નિલેશભાઈ પાઠકની ઉપસ્‍થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં જાણીતા લેખક અને કવયિત્રી કુ. કાલિન્‍દીબેન પરીખ, પ્રકાશભાઈજોષી, યુવા કવિ અર્જુન ગઢીયા, કાંતિભાઈએ રમેશ પારેખની કવિતાઓ તેમજ તેમની સ્‍વરચિત કવિતાઓ રજૂ કરીને સ્‍વ. રમેશ પારેખને ભાવભીની સ્‍મરણાંજલિ અર્પિત કરી હતી. સેજુ દ્વારા રમેશ પારેખના ગીતો ગાયને તેમને યાદ કર્યા હતા. સંસ્‍થાના ચેરમેન હેમેન્‍દ્રભાઈ મહેતા તથા સંસ્‍થાના મુખ્‍ય ટ્રસ્‍ટી જવાહરભાઈ મહેતા દ્વારા શુભેચ્‍છા પાઠવવામાં આવી હતી. સંસ્‍થાના ચેતનભાઈ પાઠક, અરૂણભાઈ પાનસુરીયા, સૌમિત્ર ભટ્ટ, સંગીતાબેન, સુમનબેન, જયવંતસિંહ ગોહિલ, માર્કન્‍ડભાઈ, સંતોષભાઈ સહિત સહુએ કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમ વિવિધ સ્‍કૂલોના વિદ્યાર્થીઓ પણ ઉપસ્‍થિત રહયા હતા.


પાલિકા દ્વારા તાલુકા પોલીસ સ્‍ટેશન નજીક માર્ગ બનાવવાનું શરૂ થતાં ગટરની દશા અને દિશા બદલી નાખી

હાઉસીંગ બોર્ડ સોસાયટીની ગટર ભુગર્ભ ગટર સાથે જોડી દીધી

અમરેલીમાં પાલિકાનાં પાપે સેંકડો પરિવારો પરેશાન

પાલિકા દ્વારા તાલુકા પોલીસ સ્‍ટેશન નજીક માર્ગ બનાવવાનું શરૂ થતાં ગટરની દશા અને દિશા બદલી નાખી

પાલિકાનાં ઈજનેરની અણઆવડત અને બેદરકારીથી શહેરની હાલત દિનપ્રતિદિન કથળી રહી હોય નારાજગી

અમરેલી, તા. ર7

અમરેલી શહેરની દોઢ લાખની જનસંખ્‍યા સારા માર્ગો, સ્‍વચ્‍છતા, સ્‍ટ્રીટલાઈટ, રખડતા પશુઓ સહિતનાં અનેક પ્રશ્‍નોને લઈને પરેશાન થઈ ચુકી હોયપાલિકાનાં શાસકો શહેરીજનોની સમસ્‍યા દુર કરવાને બદલે તેમાં વધારો કરી રહૃાા હોય સબળ નેતૃત્‍વનાં અભાવથી શહેરીજનો વધારે ચિંતિત બન્‍યા છે.

દરમિયાનમાં તાજેતરમાં પાલિકા ઘ્‍વારા તાલુકા પોલીસ સ્‍ટેશનથી ભાજપ કાર્યાલય થઈને સાંસદ કાર્યાલય સુધી માર્ગ બનાવવાનું શરૂ કરીને શહેરીજનો પર ઉપકાર કર્યો હોય તેમ તાલુકા પોલીસ સ્‍ટેશન નજીક રહેલ હયાત ગટર કે જેમાં હાઉસીંગ બોર્ડ સોસાયટીનાં અંદાજિત 300 પરિવારોનું પાણી વહન થાય છે તે ગટર સ્‍થાનિકોને વિશ્‍વાસમાં લીધા વગર પારસ હોટેલ પાસેથી પસાર થનારી ભુગર્ભ ગટરની પાઈપલાઈન સાથે અને ભુગર્ભ ગટરનાં કોન્‍ટ્રાકટરને વિશ્‍વાસમાં લીધા વગર જોડી દેતાં સ્‍થાનિકોમાં રોષનો માહોલ ઉભો      થયો છે.

આ અંગે સ્‍થાનિકએ ઉચ્‍ચકક્ષાએ ફરિયાદ કરીને ન્‍યાય આપવા માંગ કરી છે.


અમરેલીમાં રોટરી કલબ ઓફ અમરેલીગીરનું ઈન્‍સ્‍ટોલેશન થયું

               તા.રપ/11ના રોજ અમરેલીમાં રોટરી કલબ ઓફ અમરેલીગીરનું ઈન્‍સ્‍ટોલેશન સંપન્‍ન થયું. આ કલબમાં કુલ 39 સભ્‍યોએ શપથ ગ્રહણ કર્યું. આ ઈન્‍સ્‍ટોલેશનમાં ડિસ્‍ટ્રીકટ 3060માંથી ડિસ્‍ટ્રીકટ સેક્રેટરી રોટે. દેવલભાઈ ઝાલા તેમજ એડિજી રોટે. ડો. હિતેશભાઈ શાહ તેમજ વાપીથી શીતલબેન ટેઈલર ઉપસ્‍થિત રહયા હતા. રોટરી કલબ ઓફ અમરેલી ગીર કલબના પ્રેસિડેન્‍ટ રોટે. બળદેવસિંહ ગોહિલ તેમજ સેક્રેટરી રોટે. હાર્દિકભાઈ ઝીંઝુવાડીયાએ શપથ ગ્રહણ કર્યા હતા. આ ઈન્‍સ્‍ટોલેશનમાં લાયન્‍સ કલબ રોયલના વસંતભાઈ મોવલીયા તેમની ટીમ, રોટરી કલબ ઓફ અમરેલી મેઈનમાંથી ચંદ્રેશભાઈ ધોળકીયા, સંજયભાઈ કયાડા, રોટરી કલબ સીટીમાંથી સંજયભાઈ ભુવા તથા અનિલભાઈ આડતીયા, ડો. ગજેરા, ટાવર ચોક વેપારી એસોસિએશનના સભ્‍યો, સિનિયર સિટીઝન કલબમાંથી જોશીભાઈ મીડિયા જગતના રિપોર્ટર તેમજ અમરેલીની વિવિધ સંસ્‍થાઓના પ્રતિનિધિઓ હાજર રહી શોભામાં અભિવૃઘ્‍ધિ કરી અને નવનિયુકતને શુભેચ્‍છાઓ આપી હતી. ઈન્‍સ્‍ટોલેશનના દિવસે કલબ વતી એકસાથે 6 પ્રોજેકટ કરવામાં આવ્‍યા હતા. તેમ રોટરી કલબ ઓફ અમરેલીગીરની યાદીમાં જણાવાયું છે.


અમરેલીની મોંઘીબા મહિલા આર્ટસ કોલેજમાં ‘બંધારણ દિવસ’ની ઉજવણી

               અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત માતુશ્રી મોંઘીબા મહિલા આર્ટસ કોલેજ-અમરેલીમાં તા. ર6/11/ર918ને સોમવારના રોજ ડો.બાબાસાહેબની 1રપમી જન્‍મ જયંતીના ઉપલક્ષ્યમાં ‘બંધારણ દિવસ’ ઉજવણી કાર્યક્રમ આયોજીત થઈ ગયો. આ કાર્યક્રમનો શુભ પ્રારંભ સમગ્ર કોલેજ પરિવાર અને વિદ્યાર્થિઓ દ્વારા સર્વધર્મ પ્રાર્થનાથી કરવામાં આવ્‍યો હતો. પ્રાર્થના બાદ પ્રિન્‍સિ. ડો.સેનમેડમે ભારતીય બંધારણ વિશે પ્રાસંગિક વ્‍યાખ્‍યાન આપ્‍યુ હતુ. આ પ્રસંગે પ્રા.હિતેશભાઈ જોશીએ ભારતીય બંધારણ અંગે વિશેષ માહિતી પ્રસ્‍તુત કરી હતી. ત્‍યારબાદ કોલેજની વિદ્યાર્થિનીઓ તળાવિયા રિદ્વિ, ડોબરીયા જિજ્ઞાસા અને         વાળા ભૂમિકાએ ભારતીય બંધારણની અનુસૂચીઓનું વાચન કર્યુ હતું. આ પ્રસંગે પ્રા.વેલિયત સાહેબે ભારતીય બંધારણ અંગે એક સ્‍લાઈડ શો પ્રસ્‍તુત કર્યો હતો. કાર્યક્રમનુ સફળ સંચાલન પ્રા.વેલિયત સાહેબે અને આભાર દર્શન પ્રા.વિલાસબેન સોરઠિયાએકર્યુ હતુ. કાર્યક્રમને સફળ બનાવવામાં વિદ્યાર્થીનીઓ અને સમગ્ર કોલેજ પરિવારનો ઉત્તમ સહયોગ રભે હતો.


28-11-2018