Main Menu

Tuesday, November 27th, 2018

 

રાજુલા પોલીસ સ્‍ટેશનમાં જરૂરી સ્‍ટાફ  અને નાયબ પોલીસ અધિક્ષકની જગ્‍યા ભરો : અંબરીશ ડેર

ગુજરાત સ્‍વતંત્ર થયુ ત્‍યારનાં મહેકમમાં વધારો જરૂરી

રાજુલા પોલીસ સ્‍ટેશનમાં જરૂરી સ્‍ટાફ  અને નાયબ પોલીસ અધિક્ષકની જગ્‍યા ભરો

ધારાસભ્‍ય અંબરીશ ડેરે ડીજીપીને પત્ર પાઠવ્‍યો

અમરેલી, તા. ર6

રાજુલાનાં ધારાસભ્‍ય અંબરીશ ડેરે રાજયનાં ડીજીપીને પત્ર પાઠવેલ છે.

પત્રમાં જણાવેલ છે કે, રાજુલામાં 1960ના લેવલ મુજબ મંજુર થયા મુજબની નાના પોલીસ કર્મચારીઓની સંખ્‍યા છે જેથી માત્ર પોલીસ સ્‍ટેશન પી.આઈ. કક્ષાનું બનાવેલ છે.

રાજુલાની હાલની વસ્‍તી એકાદ લાખ જેટલી છે, જે વાસ્‍તવિક ગણતરી કે વસ્‍તી ગણતરી કરતા ઘણી વધુ છે. રાજુલાની ચારેય બાજુ બે થી ત્રણ કિ.મી.નો વિસ્‍તાર કોમર્શીયલ અને રેસીડેન્‍ટ એરિયાવધેલ છે. ઔદ્યોગિક વિસ્‍તારનું આ મુખ્‍ય શહેર છે. હાલમાં વસ્‍તી વધતા વેપાર ધંધો વધેલ છે. વાહનો વધેલ છે. આ સંજોગોમાં જરૂરી રીમાર્કસ મેળવી રાજુલા પોલીસ સ્‍ટેશનનાં નીચેના સ્‍ટાફની સંખ્‍યા વધારો કરવાની ખાસ જરૂર છે. સાતથી આઠ ચો.કિ.મી. વિસ્‍તારમાં શહેરી વિસ્‍તાર થયેલ છે.

લોકોની સલામતી ગુનાઓને શોધવા અને બંદોબસ્‍ત વગેરેમાં પોલીસ ઉપયોગી થાયએ માટે સ્‍ટાફ કાયમી રીતે વધારવાની જરૂર છે.

આ ઉપરાંત અહીં મંજુર થયેલ ડી.વાય.એસ.પી.ની જગ્‍યા પણ ભરવી જરૂરી છે. હાલમાં વધતી વસ્‍તી, વધતા ટ્રાફીક સંબંધી પ્રશ્‍નનો, વધતા ગુન્‍હાઓનાં કારણે સરકારે આ પોસ્‍ટ રાજુલા પોલીસ સ્‍ટેશનમાં સ્‍ટાફ વધારવો ખુબજ જરૂરી છે, તેમ અંતમાં જણાવેલ છે.


અમરેલીમાં રખડતા પશુઓની સમસ્‍યા દુર કરો

છેલ્‍લા એક દાયકાથી પાલિકાનાં શાસકો કરે છે ઠાગાઠૈયા

અમરેલીમાં રખડતા પશુઓની સમસ્‍યા દુર કરો

રેઢીયાળ કુતરાઓ શહેરીજનોને બટકા ભરીને દવાખાના ભેગા કરી રહૃાા છે

અમરેલી, તા.ર6

અમરેલી શહેરમાં છેલ્‍લા એક દાયકાથી પાલિકાનાં શાસકોની ગુનાહિત બેદરકારીનાં કારણે રખડતા પશુઓનો ત્રાસ વધી રહૃાો હોય શહેરીજનોમાં ભારે નારાજગીનો માહોલ જોવા મળી રહૃાો છે.

શહેરમાં રેઢીયાળ ઢોરને લીધે છાશવારે નાના-મોટા અકસ્‍માતો થઈ રહૃાાં છે અને કંઈક વૃઘ્‍ધો, મહિલાઓને હાથ-પગનાં હાંડકા ભાંગી જાય છે. તદઉપરાંત રખડતા શ્‍વાન પણ શહેરીજનોની પાછળ દોડ લગાવીને બચકા ભરીને દવાખાના ભેગા કરી રહૃાા છે. આ બાબતે શાસકો સમક્ષ અનેકવખત રજુઆત કરવામાં આવી છતાં કોઈ પરિણામ મળતું નથી. શહેરની દોઢ લાખની જનસંખ્‍યાની નાની-મોટી સમસ્‍યાનું નિરાકરણ કરી શકે તેવા નેતૃત્‍વની સ્‍પષ્‍ટ કમી જોવા મળી રહી હોય કલેકટરે ચીફ ઓફીસરને જરૂરી આદેશ કરવો જરૂરી બન્‍યો છે. તેવું શહેરીજનો ઈચ્‍છી રહૃાા છે.


ખાંભા 108ની મદદથી સગર્ભા મહિલાની પ્રસૂતિ થઈ

ખાંભા, તા. ર6

આજરોજ વહેલી સવારે પ-રર મિનીટે ખાંભા તાલુકાનાં   બોરાળા ગામનો ડિલેવરી માટેનો કેસ મળ્‍યો હતો. બોરાળા ગામમાંથી સોનલબેન હાર્દિકભાઈ શિયાળ તેમના ગર્ભમાં બે બાળકો હોવાથી વધારે ચિંતામાં હતાં. સોનલબેનને એમ્‍બ્‍યુલન્‍સ 108 માં લેતાની સાથે જ એક         બાળકીનો જન્‍મ ઈ.એમ.ટી. બાંભણીયા રાણાભાઈ અને પાયલોટ રાજેશ બોરીસાગરે કરાવડાવ્‍યો. ત્‍યારબાદ 10 મિનીટ પછી બીજી બાળકી બ્રીસ (ઉંધી) હોવાથી મહેનતથી ડિલેવરી કરાડાવી. પરંતુ વજન ઓછા હોવાથી તે રડી ન હતી. આથી તેમને ઓકિસજન અને સી.પી.આર આપીને તેમનો જીવ બચાવ્‍યો હતો. બે બાળકી અને માતાને સી.એચ.સી. ખાંભામાં એડમીટ કર્યા હતા. ત્‍યારબાદ માતાનાં લોહીનાં ટકા ઓછા હોવાથી અને પગમાં સોજા હોવાથી વધુ સારવાર માટે અમરેલી સિવીલ હોસ્‍પીટલે 108 ર્ેારા ખસેડેલ.


વડીયા-1 જળાશયમાંથી ચેક ડેમમાં પાણી ન છોડવા રજુઆત કરાઈ

ઉનાળાનાં દિવસોને ઘ્‍યાને લઈને પાણી બચાવો

વડીયા-1 જળાશયમાંથી ચેક ડેમમાં પાણી ન છોડવા રજુઆત કરાઈ

સ્‍થાનિકોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્‍યું

વડીયા, તા.ર6

વડીયાના વિઠ્ઠલભાઈ રાદડીયા સહિતનાં આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર               પાઠવેલ છે.

આવેદનપત્રમાં જણાવેલ છે કે, ગત છેલ્‍લા 1પ દિવસથી વડીયા ગ્રામ પંચાયત અને પુર્વ ધારાસભ્‍ય તેમજ ચારણીયા ગ્રામના ખેડૂતોની માંગણી સંદર્ભે વડીયાના ચેક ડેમ તથા ચારણીયાના ચેક ડેમમાં પાણી ભરવા માટે વડીયા-1 ડેમમાંથી પાણી છોડવા માંગણી થયેલ છે. જે બાબતે જણાવવાનું કે હાલ આ તમામ ચેક ડેમોમાં પાણી છે. તેમજ ઓછા વરસાદથી ડેમ 4 ફુટ અધુરો રહેલ અને હાલ માત્ર 66 એમસીઈટી જીંવત જથ્‍થો જ ઉપલબ્‍ધ છે. તો આગામી સમયમાં વડીયા              ઢુંઢળીયા પીપળીયા, મોરવાડા, તેમજ ખાન ખીજડીયાને પીવાના પાણી તેમજ પશુઓને પાણી પીવાનાં સાસા પડવાના એંધાણ છે. તો મોટો જથ્‍થોચેક ડેમોમાં ઠાલવી પાણીનો બગાડ થાય તેમ છે. અને પાણીનો વ્‍યથ થાય તેમ છે. માટે પાણી છોડવાનું બંધ રાખવા અંતમાં માંગ કરેલ છે.


પાણીયા રેન્‍જમાં 10 માસનાં અને સાવરકુંડલાની વડાલ વીડીમાં 4 માસનાં સિંહબાળનું મોત

બન્‍ને સિંહબાળનાં મોત ઈનફાઈટમાં : વન વિભાગ

ધારી, તા.ર6

ધારી ગીર પૂર્વમાં સિંહોના મોતનો સિલસિલો યથાવત રહયો છે. જેમાં સિંહબાળની ઘાત બેઠી હોય તેમ જંગલના રાજા સિંહ સાથે ઈનફાઈટ થવાથી મુખ્‍યત્‍વે સિંહબાળના મોત થવાનું સામે આવ્‍યું છે અને વધુ બે સિંહબાળના મોત થયા છે. જેમાં સાવરકુંડલા રેન્‍જની વડાલ વીડીમાં 4 માસના સિંહબાળનું ઈનફાઈટ મોત થયું હતું અને પાણીયા રેન્‍જના ગોરાળા વિસ્‍તારમાં સિંહ અને સિંહણના મેટિંગ પિરીયર્ડ સમયે સિંહ સાથે ઈનફાઈટમાં 10 માસના સિંહબાળનું મોત થયાનું વન વિભાગે જણાવ્‍યું હતું ત્‍યારે ધારી ગીર પૂર્વમાં દલખાણીયા એક જ રેન્‍જમાં ર3 જેટલા સિંહોના મોત થયા હતા અને સિંહોના મોતનો સિલસિલો યથાવત રહયો છે અને ખાંભા તુલસીશ્‍યામ રેન્‍જમાં પીપળવા રાઉન્‍ડમાં ત્રણ સિંહબાળના સિંહ સાથે ઈનફાઈટ મોત થયા હતા. બાદમાં રાજુલાના વાવેરામાં એક સિંહનું ઈનફાઈટમાં મોત થયું હતું. માળીયાહાટીનામાં એક સિંહનું મોત થયેલ હતું. તેમજ આઠ દિવસ પહેલા સાવરકુંડલાના વડાલ વીડીમાં 4માસના સિંહબાળનું મોત થઈ ચૂકયું હતું. આમ ધારી ગીર પૂર્વમાં ઈનફાઈટમાં સિંહબાળના મોતના બનાવોમાં વધારો થયો છે અને આ વધુ બે સિંહબાળના મોત મળીને આઠ જેટલા સિંહ અને સિંહબાળના મોત ઈનફાઈટમાં થયેલ હોવાનું સામે આવ્‍યું છે અને સિંહોના મોતનો સિલસિલો યથાવત રહયો છે.


જાગો સરકાર જાગો : રાષ્‍ટ્રિય સંપત્તિ સિંહને બચાવી લો

ખડાધારનાં જાગૃત્ત નાગરિક અને સિંહપ્રેમીની માંગ

જાગો સરકાર જાગો : રાષ્‍ટ્રિય સંપત્તિ સિંહને બચાવી લો

પિપળવા બીટમાં વૃક્ષો અને ઘાસનો નાશ કરવામાં આવી રહૃાો હોય જલ્‍દી તપાસ કરો

અભ્‍યારણ વિસ્‍તારમાં ગેરકાયદેસર સિંહદર્શન માટે માર્ગ બનાવાતા હોવાનું પણ જણાવ્‍યું

અમરેલી, તા. ર6

અમરેલી જિલ્‍લામાં આવેલ ગીર વિસ્‍તારમાં વસવાટ કરતાં દેશ અને એશિયાનાં ગૌરવસમાસિંહોનાં અસ્‍તિત્‍વ પર ખતરો ઉભો થયો હોય ખડાધારનાં સિંહપ્રેમી રમેશભાઈ બોઘરાએ ઉચ્‍ચ અધિકારી ડો. રાજીવ ગુપ્‍તાને પત્ર પાઠવીને જંગલ અને સિંહને બચાવી લેવાની માંગ કરી છે.

પત્રમાં જણાવેલ છે કે, પિપળવા બીટમાં અંધારી વિસ્‍તારમાં ઘાસનો સર્વનાશ કરેલ છે. તેમજ કેટલા વૃક્ષોને કાપી બારોબાર વેંચી દેવાનાં ગોરખધંધા વનકર્મચારી ઘ્‍વારા કરવામાં આવે છે. તેમજ અભ્‍યારણમાં ચાલતા રસ્‍તા સિંહ દર્શન માટે તૈયાર કરવામાં આવેલ છે તેની તપાસ કરો.

વધુમાં જણાવેલ છે કે, દાધિયુ તેમજ બાવળો વિસ્‍તારમાં પણ આવી જ રીતે ઘાસ તેમજ જંગલ કટીંગની ઘટના ભારે જોરશોરથી ચાલે છે. તેમજ આ વિસ્‍તાર ડેડકીયો તેમજ સાથર વિસ્‍તારમાં પણ આવી જ પરિસ્‍થિતિનું નિર્માણ કરી અભ્‍યારણનો ભુકો બોલાવી દેવામાં આવેલ છે. આટલેથી આગળ ઉપર હોડી અને પારસીયા વિસ્‍તારમાં પણ ઘાસ તેમજ ઝાડનો સોથવાળી દેતો ભ્રષ્‍ટાચાર થવા પામેલ છે. જે અભ્‍યારણમાં આવડો મોટો ભ્રષ્‍ટાચાર ચાલતો હોય અને ઉપરનાં અધિકારીઓ ઢાંકપિછોડો કરવા માંગતા હોય ગાંધીનગરથી આ વિસ્‍તારમાં તેમજ અગાઉના પત્રથી જાણ કરેલ વિસ્‍તારમાં વિડીયો શુટીંગથી તપાસ કરવામાં આવે તેમજ વૃક્ષ કટીંગના જે ડુંડા છે તેની ગણતરી કરવામાં આવે તેમજ અભ્‍યારણનું જે ભેલાણ કરવામાં આવે જેના માટે ગાંધીનગરથીઉપરી અધિકારીઓ તેમજ ફોરેસ્‍ટ ડિપાર્ટમેન્‍ટનાં પણ અધિકારીઓ ઘ્‍વારા તપાસ કરવા મારી માંગણી છે.

વધુમાં જણાવેલ છે કે, આ ઘટના સિલસિલા મુજબ ચાલી જ આવે છે અને ઉપરી અધિકારી પણ આવા ભ્રષ્‍ટાચારમાં સામેલ હોય તેવું લાગી રહૃાું છે. કારણ કે તેઓ આવી ઘટનાને ઢાંકપીછોડા સિવાય કશું જ કરતા નથી. ર3 સિંહોના દલખાણીયા રેન્‍જમાં મૃત્‍યુનું તાંડવ બનવા પામેલ અને 3 સિંહનું પિપળવા રેન્‍જમાં તાંડવ બનવા પામેલ હોવા છતાં પણ વન કર્મચારીઓ ઘ્‍વારા અભ્‍યારણમાં આવેલ રસ્‍તાઓ ઉપર રાજકોટ-અમદાવાદ જેવા શહેરોમાંથી સિંહ દર્શનના શોખિનોને બોલાવી નાણા પડાવી નજીકથી સિંહ દર્શન કરાવે છે. જે બતાવે છે કે સિંહોની જીંદગી ઘણી જોખમી બની ગઈ છે. તેમજ સિંહોને દોડાવી દોડાવી સર્કસ જેવા ખેલ કરાવવા માટે મશહુર વન કર્મચારીઓ ઉપર કડક પગલાં ભરવાનો સમય હવે પાકી ગયો છે. આ વિસ્‍તારના અભ્‍યારણમાં ઘાસનું ભેલાણ કરવા માટે બહારથી પણ ભેંસોના ટોળા લાવવામાં આવ્‍યા છે જે રેવન્‍યુ વિસ્‍તારમાં જોખો નાખી અભ્‍યારણમાં ભેલાણ માટે મોટી રકમ વનકર્મચારીને આપીને છુટા હાથે ભેલાણ કરવામાં આવે છે. તેમજ આ વિસ્‍તાર ખડાધાર વિસ્‍તારમાં પણ હજુ બે જોખો રેવન્‍યુ વિસ્‍તારમાં બનાવવાનું કામ ચાલું છે. તો અભ્‍યારણ બચાવવા માટે સ્‍થાનિક લોકોને જંગલવિસ્‍તારના કાઠાના ગામડાના લોકોનો પણ એક જ અવાજ છે કે અભ્‍યારણનો નાશ માત્રને માત્ર વન ખાતાનાં કર્મચારીઓના ભ્રષ્‍ટાચારના પાપે વન વિસ્‍તર અને સિંહોની જીંદગી જોખમાતી બચાવવા માટે કડક કાર્યવાહી કરવા અંતમાં માંગ કરેલ છે.


સાવરકુંડલા ગામે પરિણીતાને પતિ સાથે બોલાચાલી થતાં દવા પીધી

પૈસા વાપરી નાંખનાર પરિણીતાને લાગી આવતાં બન્‍યો બનાવ

અમરેલી, તા. ર6

સાવરકુંડલા ગામે આવેલ મણીનગર વિસ્‍તારમાં રહેતી અફસાનાબેન આસીફભાઈ ખોખર નામની 3ર વર્ષિય પરિણીતાને ત્રણેક માસથી કરીયાણાનાં વેપારીને હીસાબનાં પૈસા આપવાનાં બાકી હોય, જે પૈસા તેણીએ પોતાના પતિ પાસેથીલઈ લીધા હોય, અને તેણીએ તે પૈસા વાપરી નાંખેલ અને કરીયાણાનાં વેપારીને આપેલ નહી, જે બાબતે પતિએઠપકો આપેલ જેથી તેણીને ગુસ્‍સો આવી જતાં પોતાની મેળે મકોડા મારવાની દવા પી જતાં સારવારમાં દાખલ કરવામાં આવેલ છે.


અમરેલી એલસીબીએ અર્ધોડઝન બાઈક ચોરી કરનાર શખ્‍સને દબોચી લીધો

અમરેલી એલસીબીએ અર્ધોડઝન બાઈક ચોરી કરનાર શખ્‍સને દબોચી લીધો

અમરેલી, રાજકોટ અને ભાવનગરમાં કરી હતી ચોરી

અમરેલી, તા. ર6

અમરેલી એલ.સી.બી. ટીમે ખાનગી બાતમી આધારે અમરેલીમાં ચિત્તલ રોડ ઉપરથી કુલ ઠ મોટર સાઈકલો રીકવર કરેલ છે.

અનવર ઉર્ફે અનુ અયુબભાઈ દેવાણી રહે. રાજકોટ, જંગલેશ્‍વર વાળો ચોરીનાં મોટર સાઈકલ સાથે મળી આવતાં તેની પુછપરછ દરમ્‍યાન અન્‍ય પાંચ મોટરસાયકલ ચોરી કરી રાખેલ હોય જે છ મોટર સાઈકલ મળી આવતા તેને તા.રપ/11/ર018 ના કલાક ર0/30 વાગ્‍યે અટક કરેલ છે.

આરોપીએ ચોરી કરી મેળવેલ મોટર સાઈકલની વિગત : (1) એક હીરો સ્‍પ્‍લેન્‍ડર પ્‍લસ મો.સા. રજી. નંબર જી.જે.14.એ.0પ86 જેની કિ.રૂા.4પ,000 ગણાય. આ મો.સા. મજકુર ઈસમે આજથી બે વર્ષ પહેલા અમરેલી શહેરમાંથી ચોરી કરેલ અનેઆ અંગે અમરેલી સીટી પોલીસ સ્‍ટેશન ફ.ગુ.ર.નં.76/ર016, ઈ.પી.કો. કલમ 379 મુજબનો ગુન્‍હો રજી. થયેલ છે. (ર) એક હીરો હોન્‍ડા સ્‍પલેન્‍ડર મો.સા. જેના રજી. નંબર જી.જે.14.એ.ડી.રરર0 જેની કિં. રૂા. 4પ,000 ગણાય. આ મો.સા. મજકુર ઈસમે અમરેલી શહેરમાંથી ચોરી કરેલ અને આ અંગે અમરેલી સીટી પોલીસ સ્‍ટેશન ફ.ગુ.ર.નં.6પ/ર017, ઈ.પી.કો. કલમ 379 મુજબનો ગુન્‍હો રજી. થયેલ છે. (3) એક હિરો હોન્‍ડા સ્‍પ્‍લેન્‍ડર મો.સા. જેના રજી. નંબરજી.જે.04.બી.કયુ.64પ6 જેની કિં.રૂા.રપ000 ગણાય. આ મો.સા. મજકુર ઈસમે ભાવનગર શહેરમાં ઘોઘા રોડ ઉપર મહિલા કોલેજ પાસેથી ચોરી કરેલ અને આ અંગે ઘોઘા રોડ પોલીસ સ્‍ટેશન ફ.ગુ.ર.નં.ર4/ર017, ઈ.પી.કો. કલમ 379 મુજબનો ગુન્‍હો રજી. થયેલ છે. (4) એક હિરો હોન્‍ડા સ્‍પ્‍લેન્‍ડર પ્‍લસ મો.સા. જેના રજી. નંબર જી.જે.03.સી.એન.91રર જેની કિ.રૂા.રપ000 ગણાય. આ મો.સા. મજકુર ઈસમે રાજકોટ શહેરમાં ચોરી કરેલ અને આ અંગે રાજકોટ શહેર આજીડેમ પોલીસ સ્‍ટેશન ફ.ગુ.ર. નં.રપ1/ર018, ઈ.પી.કો.કલમ 379 મુજબનો ગુન્‍હો રજી. થયેલ છે. (પ) એક હિરો હોન્‍ડા સ્‍પ્‍લેન્‍ડર પ્‍લસ મો.સા. જેના રજી. નંબર જી.જે.03. સી.એસ.49ર8જેની કિ.રૂા.રપ000 ગણાય. આ મો.સા. મજકુર ઈસમે રાજકોટ શહેરમાં ચોરી કરેલ છે. (6) એક હિરો હોન્‍ડા સ્‍પ્‍લેન્‍ડર પ્‍લસ મો.સા. જેના રજી. નંબર જી.જે.03.ડી.સી. 60ર6 જેની કિ.રૂા.રપ000 ગણાય. આ મો.સા. મજકુર ઈસમે રાજકોટ શહેરમાં ચોરી કરેલ છે.

ઉપરોકત વિગતે પકડાયેલ ચોરીનાં મોટર સાઈકલ નંગ-6,જેની કુલ કિ.રૂા.1,90,000 નો મુદ્યામાલ રીકવર કરી આરોપી તથા મુદ્યામાલ આગળની કાર્યવાહી થવા સારૂ અમરેલી સીટી પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે.

આમ, અમરેલી જીલ્‍લાની જનતા પોતાની માલ-મિલ્‍કતની સુરક્ષા બાબતે ચિંતિત ન રહે તે હેતુથી, અનેજીલ્‍લામાં બનતા ચોરીનાં ગુન્‍હાઓ ઉપર અંકુશ આવે તે બાબતે જીલ્‍લા પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન મુજબ આ કામગીરી અમરેલી એલ.સી.બી.નાં ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સ. ડી. કે. વાઘેલા તથા એલ.સી.બી. સ્‍ટાફના ભરતબાપુ ગોસ્‍વામી, પ્રફુલ્‍લભાઈ જાની, વી. ડી. ગોહિલ, કે. સી. રેવર, અજયભાઈ સોલંકી, હિંગરાજસિંહગોહિલ, સંજયભાઈ મકવાણા, જીતેન્‍દ્રભાઈ મકવાણા, જાવેદભાઈ ચૌહાણ, મહેશભાઈ મહેરા, હરેશભાઈ બાયલ, રાઘવેન્‍દ્રભાઈ ધાધલ, દીપકભાઈ વાળા,અજયસિંહ ગોહિલ, જગદીશભાઈ પોપટ, ભાવિનગીરી ગૌસ્‍વામી, ધવલભાઈ મકવાણા,પારસબેન ધડુક વિ.એ કરેલ છે.


અરેરાટી : સાવરકુંડલાના લિખાળામાં ર બાળકો તળાવમાં ડૂબ્‍યા

એક બાળકનો આબાદ બચાવ થયો

સાવરકુંડલા, તા.ર6,

સાવરકુંડલાનાં લિખાળા ગામમાં દેવરાજભાઈ લાલજીભાઈ (ઉ.વ.7) તથા ભનુ લાલજીભાઈ (ઉ.વ.10) નામનાં બન્‍ને બાળકો તળાવમાં ડૂબતા જોઈ નજીકમાં આવેલ ખેતરનાં ખેડૂતે એક બાળક ભનુ લાલજીભાઈને બચાવી લીધો હતો. જયારે દેવારાજ લાલજીભાઈ તળાવમાં ડૂબી જતાં સ્‍થાનિક તરવૈયા દ્વારા લાંબી શોધ ખોળ બાદ લાશ બહાર કાઢવામાં આવી હતી. ત્‍યારબાદ સાવરકુંડલા પોલીસ ઘટનાં સ્‍થળે પહોંચી હતી.


આલેલે : સાવરકુંડલા પાલિકા ર્ેારા સ્‍વચ્‍છતા નહી માત્ર સ્‍વચ્‍છતાની જાહેરાતો જ થાય છે

પ્રધાનમંત્રીનાં સ્‍વચ્‍છતા અભિયાનની ખુલ્‍લેઆમ ઐસી-તૈસી

આલેલે : સાવરકુંડલા પાલિકા ર્ેારા સ્‍વચ્‍છતા નહી માત્ર સ્‍વચ્‍છતાની જાહેરાતો જ થાય છે

પાલિકાનાં વહીવટી વડાએ શહેરમાં ચકાસણી કરવી જરૂરી

અમરેલી, તા. ર6

એકતરફ પ્રધાનમંત્રી સ્‍વચ્‍છતા અભિયાનને લઈને ભારે ગંભીર છે, અને સ્‍વચ્‍છતા અભિયાન માટે કરોડો રૂપિયાની સહાય પાલિકાઓને કરે છે. પરંતુ, પાલિકાનાં શાસકો માત્ર સ્‍વચ્‍છતાલક્ષી જાહેરાતો કરીને સંતોષ માની રહૃાા હોય તેવું ચિત્ર ઉપસી રહૃાું છે.

સાવરકુંડલા પાલિકાનાં વહીવટી વડા માત્ર જાહેરાતો જ કરે છે. ખરા અર્થમાં શહેર સ્‍વચ્‍છ બને તે માટે કાર્યવાહી કરતાં નથી. શહેરમાં ઠેકઠેકાણેગંદકીનાં ગંજ ખડકાયા હોય વહીવટી વડાએ શહેરમાં આકસ્‍મીક ચકાસણી કરીને શહેરમાં ફેલાયેલ ગંદકીને દૂર કરાવીને પ્રધાનમંત્રીનાં સ્‍વચ્‍છતા અભિયાનને બળ આપવું જરૂરી છે.


સાવરકુંડલાની શિવાજીનગર ગૌશાળા ખાતે ગૌસેવકોનાં ફોટાની અનાવરણ વિધિ કરાઈ

સાવરકુંડલાના ભુવા રોડ ખાતે આવેલ શિવાજીનગર ગૌશાળાના પૂર્વ પ્રમુખ અને દાનવીર ભામાશાસ્‍વ. મનસુખભાઈ નાનજીભાઈ પરમાર (જારાવાળા) તથા ગૌશાળાના પૂર્વમંત્રી તથા આજીવન ગૌસેવક સ્‍વ. પ્રહલાદરાય હરિલાલ ત્રિવેદી (પૂ. દાદા)ના ફોટાનું ગૌશાળા ખાતે અનાવરણ વિધિ ગં.સ્‍વ. મૃદુલાબેન મનસુખભાઈ                   જારાવાળા સહપરિવાર તથા ગં.સ્‍વ. હંસાબેન પ્રહલાદભાઈ ત્રિવેદી સહપરિવારના વરદ હસ્‍તે કરવામાં આવી હતી. શિવાજીનગર ગૌશાળા ખાતે બીમાર, લૂલી, લંગડી, અંધ, અકસ્‍માત થયેલ ગાયોની સેવા કરવામાં આવી રહી છે. આ તકે સ્‍વ. પ્રહલાદભાઈ ત્રિવેદી પરિવાર દ્વારા એક વર્ષ સુધી ગૌશાળાના નિભાવ માટે દર માસે અગિયાર હજાર રૂપિયા એક વર્ષ સુધી અનુદાનની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે જૈન સમાજના આગેવાનો જગુભાઈ સંઘવી, જયેશભાઈ દોશી, કિશોરભાઈ દોશી, પ્રકાશભાઈ દોશી તથા ડી.કે. પટેલ તથા જયસુખ નાકરાણી ઉપસ્‍થિત રહેલ. ગૌભકતોનું ગૌશાળાના પ્રમુખ કનુભાઈ સંઘવી દ્વારા મહેમાનોનું સ્‍વાગત કરવામાં આવેલ.


વડીયામાં પોલીસને ખુલ્‍લો પડકાર ફેંકતા તસ્‍કરો અલગ અલગ 3 જગ્‍યાએ હાથફેરો કર્યો

વડીયા, તા.ર6

વડીયા શહેરમાં મોડી રાત્રે ઈન્‍ડેન ગેસ એજન્‍સીના ગોડાઉન તેમજ સુરગપરા વિસ્‍તારમાં એક મકાનનું તસ્‍કરોએ તાળુ તોડયું અને એક મકાનનું તાળુ મજબૂત હોવાથી આખે આખો દરવાજો જ તોડયો. આ બનાવ પહેલા પણ વડીયાના ઢુંઢીયા પીપળીયા નાકા બિલેશ્‍વર મહાદેવ મંદિર પાસે રહેતા એક (કાજી) મુસ્‍લિમના મકાનમાં ચાલીસ હજારની રોકડ રકમની તસ્‍કરી થઈ હતી. તે ભેદ આજ દિન સુધી વડીયા પોલીસ ઉકેલી શકી નથી. ત્‍યારે આજે વડીયામાં અલગ અલગ ત્રણ જગ્‍યાએ તસ્‍કરોએ માત્ર તાળા અને દરવાજો તોડી વડીયા પોલીસને ખુલ્‍લો પડકાર ફેંકયો છે. બે મકાનો અને એક ઈન્‍ડેન ગેસના ગોડાઉને તાળા તોડી કોઈ વસ્‍તુ કે રકમની તસ્‍કરી કરવામાં આવેલ નથી. તસ્‍કરોએ દિવાળી બાદ વડીયા શહેરમાં માત્ર મુર્હુત કર્યું હોય તેવું લોકોમાં ટોક ઓફ ધ ટાઉન બન્‍યું છે. અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ઓછા વરસાદને લઈને કામ ધંધામાં મંદીનોમાહોલ જોવા મળી રહયો છે અને એક તરફ તસ્‍કરોનો આતંક જોવા મળી રહયો છે. હાલમાં વડીયા શહેરમાં તસ્‍કરો દ્વારા મુદામાલ કાંઈ ગયો નથી માત્ર તાળા તોડી વડીયા પોલીસને પડકાર ફેંકયો હોઈ તેવો ઘાટ સર્જાયો છે. પણ આ ચોર પોલીસની રમતમાં ગામજનોમાં ભારે ફફડાટ જોવા મળી રહયો છે. હાલમાં વડીયા પોલીસે અરજી લઈ સંતોષ માન્‍યો છે. જોકે અમુક આડોશી પાડોશીની અવાજના કારણે ઉંઘ ઉડી જતા તસ્‍કરો ભાગી જવામાં સફળ રહયા હતા. તસ્‍કરો એક બાઈક લઈને આવ્‍યા હતા અને ત્રણ વ્‍યકિત હતા તેવું પણ જાણવા મળ્‍યું છે.


માદરે વતન ચિત્તલ ગામે સ્‍વ. મિહિર પંચાલની પ્રાર્થના સભા યોજાઈ

               વતનના રતન એવા ડો. પી.પી. પંચાલના સુપુત્ર સ્‍વ. મિહિરના અકાળે અવસાનથી ચિતલમાં ઘેરા શોકની લાગણી ઉભદવી હતી. આખુ ગામ શોકમાં ડૂબી ગયું હતું. આ પ્રસંગે ચિતલના વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખી પ્રાર્થના સભામાં વિશાળ સંખ્‍યામાં હાજરી આપી હતી.ચિતલ સજજડ બંધ રહયું હતું. સ્‍વામીનારાયણ ગુરૂકુળ ખાતે આ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે પૂ. હરિચરણ સ્‍વામીએ પોતાના વકતવ્‍યથી ગામજનોને મંત્રમુગ્‍ધ બનાવી દીધા હતા. પૂ. સ્‍વામીજીના પ્રવચનથી ગામજનો ભાવુક બની ગયા હતા. ચિતલ ગામની વિવિધ સંસ્‍થાઓ, ગ્રામ પંચાયત ચિતલ, ગ્રામ પંચાયત જસવંતગઢ, ચેમ્‍બર ઓફ કોમર્સ, આઝાદ ચોક યુવક મંડળ, વિનય ગૃપ, દાઉદી વ્‍હોરા સમાજ, સુન્‍ની મુસ્‍લિમ સમાજ, સુતાર-લુહાર જ્ઞાતિ સમાજ, લેઉવા પટેલ સમાજ, વાલ્‍મીકિ સમાજ, દલિત સમાજ, જૈન સમાજ, વાણંદ સમાજ દ્વારા શોક સંદેશાઓ પાઠવ્‍યા હતા. આ પ્રસંગે ડો. પી.પી. પંચાલ પરિવાર સાથે હાજર રહી દુઃખમાં ભગા લેવા બદલ સૌનો આભાર માન્‍યો હતો.


રોષ : વડીયાનાં ખાખરીયા ખાતે ભરશિયાળે પીવાનું પાણી ન મળતાં મહિલાઓએ હંગામોમચાવ્‍યો

શિયાળામાં પાણીની મોકાણ તો ઉનાળામાં શુ થશે તેની ચિંતા

વડીયા, તા.ર6

વડીયા તલુકાના ખાખરીયા ગામે ગામને પાણી પુરૂ પડતો એક જ દાર છે. જેમાં છેલ્‍લા ઘણા સમયથી મોટર બળી ગયેલ છે. જેના કારણે ગામ લોકોને પાણી ભરવા માટે બે-બે કિ.મી. દૂર જવું પડે છે. ખાખરીયા ગામે પાણીનો સમ્‍પ પણ આવેલ છે. જેની પાણીની લાઈન તૂટી ગયેલ છે. જે આજદિન સુધી રિપેરીંગ થયેલ નથી. ગામજનોની રજૂઆત પુરવઠા વિભાગને કરવામાં આવી છે પણ પુરવઠા વિભાગની લોલીપોપથી ત્રાસી જઈને ગૃહિણીઓએ મચાવ્‍યો હોબાળો. થાળી વેલણ વગાડી, માટલા ફોડીને પોતાનો ઉકળાટ રામધૂન ગાઈને ઠાલવ્‍યો. બાદ ના.કા.ઈ.ના નામના છાજીયા લઈને પાણી આપો, પાણી આપોના સૂત્રોચ્‍ચાર કર્યાને ખાખરીયા ગામે મોદી સરકારને રજૂઆત કરી કે ભાઈ, ભાઈની બહેનો પાણી માટે વલખા મારે છે અંધારામાં બે-બે કિ.મી. સુધી રજડે છે.

ખાખરીયા ગામના સરપંચપતિના જણાવ્‍યા મુજબ અમે અમારી ફરજ રૂપે અમરેલી પુરવઠા વિભાગને લેખિતમાં રજૂઆત કરી આપી છે કે ખાખરીયા ગામે પાણીનો દાર છે તેની મોટર બળી ગયેલ છે. તો સત્‍વરે કરવું જો આ દારની મોટર રિપેરીંગ અથવા નવી ફિટીંગ થાય તો ખાખરીયા ગામનો પાણીનો પ્રશ્‍ન હલ થઈ શકે તેમ છે. પણ તંત્ર દ્વારા લોકોને પાણી માટે પડતી હાલાકીનોઆનંદ મળતો હોય તેમ આનંદ લઈ રહયા છે ને મોટર રિપેરીંગ કે નવી ફિટીંગ થતી નથી અને લોકો પાણી માટે બે-બે કિ.મી. સુધી હેરાન અને વલખા મારી રહયા છે. જેમાં તંત્રને આનંદ મળતો હોય તેવા દ્રશ્‍યો સર્જાયા છે ને ગૃહિણીઓમાં પીવાન પાણી માટે રોષ ભભૂકી ઉઠયો છે. જો કે ખાખરીયા ગામ પંચાયત અને સરપંચ દ્વારા આઠ માસ પહેલા પાણી પુરવઠા વિભાગ અને નાયબ કાર્યપાલક ઈજનેરને લેખિત રજૂઆત કરવામાં આવેલ હતી અને તે નવી મોટર મંજૂર પણ થઈ ગયેલ છે છતાં પણ ખાખરીયા ગામને મોટર ફીટ કરવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહયા છે.


અમરેલીમાં યોજાનારા સમૂહલગ્નોત્‍સવને લઈને લેઉવા પટેલ સમાજની બેઠક યોજાઈ

               અમરેલી લેઉવા પટેલ ચેરિટેબલ ટ્રસ્‍ટ ર્ેારા આગામી 17મી ફેબ્રુઆરીનાં રોજ લેઉવા પટેલ સમાજનો અગિયારમો સમૂહલગ્નોત્‍સવ યોજાનાર છે, ત્‍યારે તેના સફળ આયોજન માટે રૈયારાજ ફાર્મ ખાતે સમાજનાં પ્રમુખ ડી. કે. રૈયાણીની અઘ્‍યક્ષતામાં તથા ખોડલધામનાં ટ્રસ્‍ટી વસંતભાઈ મોવલીયા અને માર્કેટયાર્ડનાં વાઈસ ચેરમેન કાળુભાઈ ભંડેરીનાં મુયમહેમાન પદે એક મિટીંગનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ચાલુ-સાલ કુલ પ1(એકાવન) નવદંપતિને સામેલ કરવા માટે નક્કી કરાયું હતં. પ્રારંભમાં ઉપસ્‍થિત શબ્‍દોથી સૌનું સ્‍વાગત પ્રમુખ ડી. કે. રૈયાણી ર્ેારા તથા સમૂહલગ્નોત્‍સવને સફળ બનાવવા માટે વસંતભાઈ મોવલીયા તથા મનુભાઈ દેસાઈએ હાંકલ કરી હતી. સમૂહલગ્ન જાહેર થતા જ કુલ પ1 (એકાવન) માંથી 43 દિકરીઓ સ્‍થળ પર દાતાઓ ર્ેારા દતક લેવાઈ હતી તથા રોકડ રકમનાં દાતાઓએ પણ ઉદારહાથે દાનની સરવાણી વહાવી હતી. આ તકે સમગ્ર સમૂહલગ્નોત્‍સવને સફળ બનાવવા વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી. આ તકે સમગ્ર સમૂહલગ્નોત્‍સવને સફળ બનાવવા વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી. મિટીંગમાં અગ્રણી ઔદ્યોગિકરત્‍નો અને આગેવાનો દકુભાઈ ભુવા, કાંતીભાઈ વઘાસિયા, ચતુરભાઈ ખુંટ, રમેશભાઈ કાબરીયા, મુળજીભાઈ પાનેલીયા, શરદભાઈ ધાનાણી, ઘનશ્‍યામભાઈ રૈયાણી તથા યુવા આગેવાનો સંજયભાઈ રામાણી, ભીખાભાઈ કાબરીયા, હિરેનભાઈ બાંભરોલીયા, ભરતભાઈ પાનસુરીયા, હસમુખ પટેલ સહિત લેઉવા પટેલ ચેરિટેબલ ટ્રસ્‍ટ- અમરેલીનાં તમામ સભ્‍યો ઉપસ્‍થિત રહૃાાં હતા તથા અગિયારમાં સમૂહ લગ્નોત્‍સવને સફળ બનાવવા માટે એકસૂર વ્‍યકત કર્યો હતો.


27-11-2018