Main Menu

Sunday, November 25th, 2018

 

નવિનચંદ્ર રવાણી, પરેશ ધાનાણી, ઠુંમર, સુરેશ કોટડીયા, બાબુભાઈ રામ, કોકીલાબેન અને ચંદ્રેશ રવાણી 7 આગેવાનોનો પ્રદેશ કોંગ્રેસમાં સમાવેશ

નવિનચંદ્ર રવાણી, પરેશ ધાનાણી, ઠુંમર, સુરેશ કોટડીયા, બાબુભાઈ રામ, કોકીલાબેન અને ચંદ્રેશ રવાણી

અમરેલી જિલ્‍લાનાં 7 આગેવાનોનો પ્રદેશ કોંગ્રેસમાં સમાવેશ

ઠાકરશીભાઈ મેતલીયા, અરવિંદ સીતાપરા, રફીકભાઈ મોગલ સહિતનાં નામોની બાદબાકી કરાઈ

લોકસભાની ચૂંટણીને ઘ્‍યાને લઈને મહત્‍વનાં આગેવાનોની નિમણૂંક કરાઈ

અમરેલી, તા. ર4

તાજેતરમાં જાહેર થયેલ પ્રદેશકોંગ્રેસ સમિતિનાં અમરેલી જિલ્‍લાનાં 7 કોંગી આગેવાનોની અને લોકસભા ચૂંટણીનાં ઈન્‍ચાર્જ તરીકે ઝવેરભાઈ ભાલીયાની નિમણૂંક કરવામાં આવી છે.

અમરેલીનાં પૂર્વ સાંસદ નવિનચંદ્ર રવાણી, વિપક્ષી નેતા પરેશ ધાનાણી, ધારાસભ્‍ય ઠુંમરને ખાસ આમંત્રિત તો સુરેશ કોટડીયા, બાબુભાઈ રામ, કોકીલાબેન કાકડીયા અને ચંદ્રેશ રવાણીને પ્રદેશ મંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે.

જયારે પૂર્વ ધારાસભ્‍ય ઠાકરશીભાઈ મેતલીયા, અરવિંદ સીતાપરા અને રફીકભાઈ મોગલનાં નામની બાદબાકી કરવામાં આવી હોય આગામી દિવસોમાં અનેક આગેવાનોમાં નારાજગી ઉભી થવાનાં એંધાણ જોવા મળી રહૃાા છે.

લોકસભાની ચૂંટણીને હવે પાંચેક મહિનાનો સમય બાકી રહૃાો હોય કોંગ્રેસ ઘ્‍વારા અત્‍યારથી જ રણનીતિ તૈયાર કરવામાં આવી છે અને ભાજપનાં કબ્‍જામાં એક દાયકાથી રહેલ લોકસભા બેઠક કબ્‍જે કરવા માટે જબ્‍બરી તૈયારીઓ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા            મળેલ છે.


બાબાપુરની નદીમાંથી ખનીજ ચોરી કરતા 3 શખ્‍સોને ઝડપી લેવાયા

 

રૂપિયા 11.ર6 લાખનો મુદ્‌ામાલ કબ્‍જે થયો

અમરેલી, તા.ર4

અમરેલી તાલુકા પો.સ્‍ટે.ના એન.એ.વાઘેલા તથા પો.સબ. ઈન્‍સ. જે.એલ.ઝાલા તથા પો.સ્‍ટાફના માણસો હેડ કોન્‍સ. ભગીરથસિંહ રાણા તથા હેડ કોન્‍સ. જયરાજભાઈ વાળા તથા હેડ કોન્‍સ. સીકંદરભાઈ સૈયદ તથા હેડ કોન્‍સ. જાકીરભાઈ ટાંક તથા હેડ કોન્‍સ. પ્રકાશભાઈ ચૌહાણ તથા અરવિંદભાઈ ચૌહણ, ડ્રા.પો.કોન્‍સ. નિરજભાઈ વાઘેલા તથા ક્રીપાલસિંહ ગોહિલ વિ. સ્‍ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્‍યાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, બાબાપુર ગામની સાતલ્‍લી નદીના પટ્ટમાં ગે.કા. પાસ પરમીટ વગર અમુક ઈસમો રેતી ચોરી કરે છે. તેવી હકિકત આધારે બાબાપુર ગામની સાંતલ્‍લી નદીના પટટ્ટમાં રેઈડ કરતા નદીમાંથી (1) જહોન ડીયરકંપનીનું લોડર તથા તેના ચાલક કીશોરભાઈ દડુભાઈ વાળા રહે. શીંલાણા, તા.બગસરા, જિ. અમરેલીવાળા તથા (ર) ડમ્‍પર તથા તેના ચાલક વીરલભાઈ ઉર્ફે વીરૂ નાથાભાઈ ચૌહાણ (ઉ.વ.3ર) ધંધો ડ્રાઈવીંગ રહે. મોટી કુંકાવાવ, જવાહર ચોક, તા.કુંકાવાવ, જિ. અમરેલીવાળા તથા (3) ડમ્‍પર તથા રવીરાજ ઉર્ફે રવી   કાળુભાઈ પડસાળીયા, (ઉ.વ.ર3) ધંધો ડ્રાઈવીંગ રહે. સણોસરા, તા.જી.વાળા નદીના પટ્ટમાં લીઝ વગર ખોદકામ કરી રોયલ્‍ટી વગર લોડરથી ડમ્‍પરમાં રેતીની ચોરી કરતા મળી આવેલ હોય જે એક લોડર કી.રૂા.3,00,000 તથા બે ડમ્‍પરની કી.રૂા.8,00,000 તથા એક ચાળણોની કિ.રૂા.ર0,000 તથા રેતી બારેક ટનની કિ.રૂા. 6,000 મળી કુલ મુદ્‌ામાલ કિ.રૂા.11,ર6,000 ના મુદ્‌ામાલ સાથે અમરેલી તાલુકા પો. સ્‍ટાફ રેઈડ દરમ્‍યાન ઉપરોકત ત્રણેય વાહન તથા તેના ચાલકો પકડીપાડી ધોરણસર કાર્યવાહી કરેલ છે.


ચલાલા નજીક બાઈક સવાર યુવકને અજાણ્‍યા વાહને હડફેટે લેતાં મોત

યુવક ભૂલથી અન્‍ય માર્ગ પર ચડી ગયો હતો

અમરેલી, તા. ર4

જૂનાગઢ ગામે રહેતાં સાગરદામજીભાઈ બાલધા નામનો રર વર્ષિય યુવક પોતાના હવાલાવાળું મોટર સાયકલ લઈ અને સાવરકુંડલા ગામે લગ્નમાં જવા નિકળ્‍યો હતો ત્‍યારે ચલાલા આવતાં સાવરકુંડલાનાં બદલે ભૂલથી ખાંભા જવાના માર્ગ તરફ જતો રહેતાં વાવડી ગામ નજીક પેટ્રોલ પંપ પાસે આ યુવકનાં બાઈકને કોઈ અજાણ્‍યા વાહન ચાલકે હડફેટે લઈ ગંભીર ઈજા કરી મોત નિપજાવ્‍યાની ફરિયાદ ચલાલા પોલીસમાં                નોંધાઈ છે.


સાવરકુંડલામાં ધોળે દિ’એ બંધ મકાનમાંથી તસ્‍કરોએ રૂપિયા 1 લાખની ઉઠાંતરી કરી

શહેરીજનોમાં ચોરીની ઘટનાને લઈને ફફડાટ

સાવરકુંડલામાં ધોળે દિ’એ બંધ મકાનમાંથી તસ્‍કરોએ રૂપિયા 1 લાખની ઉઠાંતરી કરી

પોલીસ વિભાગે તસ્‍કરરાજ સામે કડક કાર્યવાહી કરવી જરૂરી

અમરેલી, તા. ર4

સાવરકુંડલા ગામે મહુવા રોડ ઉપર આવેલ રિઘ્‍ધી સિઘ્‍ધી એપાર્ટમેન્‍ટનાં ફલેટ નં. એ-4માં રહેતાં વેપારી શરદગીરી વિનોદગીરી ગોસાઈ ગઈકાલે સવારે 10-30થી બપોરે સુધી ફલેટ બંધ કરી બહાર ગયા હતા ત્‍યારે કોઈ અજાણ્‍યા તસ્‍કરોએ ફલેટનાં દરવાજાનો મીજાગરો તોડી, ઘરમાં પ્રવેશ કરી બેડરૂમમાં રાખેલ કબાટની તિજોરીમાંથી રોકડ રકમ રૂા.80 હજાર મળી કુલ રૂા.98 હજારનાં મુદ્યામાલની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સાવરકુંડલા ટાઉન પોલીસમાં નોંધાતાં પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા પ્રયાસો હાથ ધર્યા છે.


ચલાલા પોલીસ સ્‍ટેશનનાં એ.એસ.આઈ. બળવંતભાઈ બડમલીયાને હૃદયરોગનો હુમલો આવી જતાં અવસાન

અમરેલી, તા. ર4

ચલાલા ગામે રહેતાં અને છેલ્‍લા ઘણાં જ સમયથી ચલાલા પોલીસ સ્‍ટેશનમાં પી.એસ.ઓ. તરીકે ફરજ બજાવતાં હસમુખ સ્‍વભાવનાં             બળવંતભાઈ અમરાભાઈ બડમલીયા નામનાં પર વર્ષિય આસી. સબ ઈન્‍સ્‍પેકટરને આજે સવારે હૃદયરોગનો હુમલો આવી જતાં સારવાર માટે અમરેલી દવાખાને ખસેડવામાંઆવ્‍યા હતા પરંતુ તેઓને સારવાર કારગત નહીં નિવડતાં તેમણે અંતિમ શ્‍વાસ લીધા હતા. તેમના મૃત્‍યુનાં સમાચારથી ચલાલા પોલીસ તથા પોલીસ બેડામાં શોકની લાગણી ઉભી થવા પામી છે.


મોર્નિંગવોકમાં નીકળેલ આધેડને જીપે હડફેટે લેતા મોત

અમરેલી, તા. ર4

ધારી ગામે રહેતા ઉંમરભાઈ આદમભાઈ સંધાર નામનાં પ6 વર્ષીય આધેડ ગત તા. રરનાં રોજ સવારે મોર્નિંગ વોકમાં નીકળ્‍યા હતા ત્‍યારે ઈલીયાસભાઈની પાર્ક કરેલ ફોર વ્‍હીલ જીપ કોઈ કારણસર દડવા લાગતા અને જેથી તેમને પાછળથી ઠોકર મારી દેતા તેમને ઈજા થવાથી સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ જયા તેમનું સારવાર દરમિયાન મોત થયાનું ધારી પોલીસમાં જાહેર થવા પામેલ છે.


જે જીતશે જસદણ તે પક્ષનો થશે જય જયકાર

ભાજપ અને કોંગ્રેસ વચ્‍ચે જબ્‍બરો જંગ થવાની શકયતા

જે જીતશે જસદણ તે પક્ષનો થશે જય જયકાર

કોંગ્રેસમાંથી રાતોરાત ભાજપમાં પ્રવેશ કરીને કેબિનેટ મંત્રી બનનાર કુંવરજી બાવળીયાને વિજેતા બનાવવા ભાજપ તત્‍પર

વિજય રૂપાણી, જીતુ વાઘાણી, અમિત ચાવડા અને પરેશ ધાનાણીની અગ્નિપરીક્ષા

અમરેલી, તા. ર4

રાજકોટ જિલ્‍લાની જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી આગામી ર0 ડિસેમ્‍બરનાં રોજ યોજાઈ રહી છે અને આ એક બેઠક પર વિજય મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસનાં દિગ્‍ગજો રણમેદાનમાં આવી ચુકયા છે. ભાજપ માટે આ બેઠક પર વિજય મેળવવો અત્‍યંત જરૂરી છે. જો પરાજય થશે તો ભાજપ માટે લોકસભાની ચૂંટણીમાં ગંભીર અસર જોવા મળશે.

જસદણ બેઠક આમ તો વર્ષોથી કોંગ્રેસનો ગઢ માનવામાં આવી રહી છે. એક વખત આ બેઠક પર ભાજપનાં ઉમેદવાર બન્‍યા છે. ગત વર્ષ પણ કોંગી ઉમેદવાર કુંવરજી બાવળીયા વિજેતા થયા હતા પરંતુ પક્ષમાં અવગણનાં થતી હોવાના આક્ષેપ સાથે તેઓ રાતોરાત ભાજપમાં જોડાઈ જતાં ભાજપે કોળી સમાજનાં મતો અંકે કરવા તેઓને કેબિનેટ મંત્રી પદથી નવાજયા હતા અને કુંવરજીભાઈએ ધારાસભ્‍યપદેથી રાજીનામું ધરી દીધુ હતું.

હવે આગામી મહિને જસદણ બેઠકની પેટા ચૂંટણી યોજાઈ રહી છે અને ભાજપનાં પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી અને મુખ્‍યમંત્રી વિજયરૂપાણીએ કોઈપણ હાલતમાં કુંવરજીભાઈને વિજેતા બનાવવા પડે તેમ છે. જો કુંવરજીભાઈનો પરાજય થાય તો બાવળીયાનાં રાજકીય ભાવીની સાથે વાઘાણી અને રૂપાણીનાં રાજકીય ભાવી પર ખતરો ઉભો થાય છે.

બીજી તરફ પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષી નેતા પરેશ ધાનાણી માટે કુંવરજીભાઈને પરાજિત કરવાની અને કોંગી હાઈકમાન્‍ડ સમક્ષ આબરૂ બચાવવાની તક છે. અને કુંવરજીભાઈએ પક્ષપલ્‍ટો કર્યો હોય તેને પરાજિત કરવાની સજા આપીને અન્‍ય કોઈ પક્ષ પલ્‍ટો કરતાં પહેલા સો વાર વિચારે તેવું પરિણામ બતાવવું જરૂરી હોય. જસદણ વિસ્‍તારની ચૂંટણીમાં ફતેહ મેળવવા બન્‍ને પક્ષો વચ્‍ચે જબ્‍બરી લડાઈ શરૂ હોય હવે કોણ વિજેતા બને છે તે માટે ર3 ડિસેમ્‍બર સુધી સમગ્ર ગુજરાતની નજર જસદણ પર મંડાયેલી છે.


ડો. કુરીયન ધર્મ પરિર્વતન માટે ખ્રિસ્‍તી મીશીનરીઓને અમુલમાંથી ફંડ આપતા હતા : દિલીપ સંઘાણી

નેશનલ મિલ્‍ક ડે નિમિત્તે રેલીને સંબોધન કર્યુ

ડો. કુરીયન ધર્મ પરિર્વતન માટે ખ્રિસ્‍તી મીશીનરીઓને અમુલમાંથી ફંડ આપતા હતા : દિલીપ સંઘાણી

સરદાર પટેલ અને ત્રિભોવન પટેલને ભૂલાઈ જતાં સંઘાણીએ આક્રોશ વ્‍યકત કર્યો

અમરેલી, તા. ર4

ભારતની આઝાદી પહેલાં જ સરદાર વલ્‍લભભાઈ પટેલને સહકારી સંસ્‍થાઓનાં માઘ્‍યમથી આ દેશના ખેડૂતો, લોકો પોતાની પરસેવાની કમાણી લોકોનાં વિકાસ માટે કરી શકે તેવા ઉદા હેતુથી સરદાર પટેલે આણંદમાં ત્રિભોવન પટેલને દુધફેડરેશન સ્‍થાપવા માટે કહૃાું હતું અને આ ત્રિભોવનભાઈ પટેલે આજની આ અમુલ ડેરીની સ્‍થાપના કરી હતી. આ સમયે ડો. કુરીયન માત્ર અમુલ ડેરીમાં કર્મચારી હતા. અને બાદમાં તેઓએ અમુલ ડેરીનાં વિકાસ માટે અન્‍ય લોકો સાથે મળી વિકાસ કર્યો હતો. પરંતુ બાદમાં અમુલ ડેરીનાં ફંડનો ઉપયોગ ધર્મપરિવર્તન માટે કરતા હતા તેમ પૂર્વ કૃષિ, સહકાર મંત્રી અને ગુજકોમાસોલનાં ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ કરતાં ચકચાર મચી જવા પામી હતી.

આગામી તા.ર6નાં રોજ ડો. કુરીયનનાં 97માં જન્‍મદિન નિમિતે નેશનલ મિલ્‍ક ડેની ઉજવણી કરવામાં આવી છે. અને આ નેશનલ મિલ્‍ક ડે પ્રસંગે અમુલ ર્ેારા એક બાઈક રેલીનું આયોજન કરવામાં આવેલ છે. આ બાઈક રેલી આજે અમરેલી નજીક આવેલ અમર ડેરી ખાતે આવી પહોંચતાં બાઈક રેલીનું સ્‍વાગત કરવા મળે તો એક કાર્યક્રમ સહકાર શિરોમણી દિલીપભાઈ સંઘાણીનાં અઘ્‍યક્ષ સ્‍થાને યોજવામાં આવ્‍યો હતો. જે પ્રસંગે ડો. કુરીયન સામે દિલીપભાઈ સંઘાણીએ પોતાના પ્રવચન દરમિયાન અફસોસ વ્‍યકત કર્યો હતો.

કાર્યક્રમનાં પ્રારંભે સ્‍વાગત પ્રવચન દુધ ફેડરેશનનાં એમ.ડી. ડો. આર. એસ. પટેલ કર્યુ હતું. અને કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને આ દુધ ફેડરેશનનાં ચેરમેન અશ્‍વિનભાઈ પટેલે અમર ડેરીએ કરેલ પ્રગતિનાં આંકડાઓ આપી ખેડૂતોની આ દૂધડેરીમાં શુઘ્‍ધ સાત્‍વીક અને પોષ્‍ટિક દૂધ લોકોને પૂરી પાડી રહી છે તેવો વિશ્‍વાસ પણ વ્‍યકત કર્યો હતો.

આ પ્રસંગે દૂધ ફેડરેશનનાં ડીરેકટર્સ ભાવનાબેન ગોંડલીયા, અરૂણાબેન માલાણી, બેંકનાં વાઈસ ચેરમેન અરૂણભાઈ પટેલ, જનરલ મેનેજર કોઠીયા, કૌશિક વેકરીયા તથા સ્‍ટાફ ઉપસ્‍થિત રહૃાો હતો.


સાવરકુંડલાનો બાયપાસ માર્ગ માર્ચ સુધીમાં શરૂ થશે

બાયપાસનાં અભાવે શહેરમાં નાના-મોટા જીવલેણ અકસ્‍માતનું પ્રમાણ વઘ્‍યું છે

સાવરકુંડલા, તા. ર4

સાવરકુંડલા શહેરની મઘ્‍યમાંથી પસાર થતાં અંબાજી- પીપાવાવ સ્‍ટેટ હાઈવે ઉપર રાજુલા- પીપાવાવનાં મસમોટા ટોરસ-ટ્રકો, ટેન્‍કરો મોટી સંખ્‍યામાં પસાર થતાં આ માર્ગ ઉપર ગીચ ટ્રાફીકને કારણે અનેક વખત જીવલેણ અકસ્‍માતો પણ સર્જાયેલ હોય. સાવરકુંડલાનાં નગરજનોએ આ પ્રશ્‍નનાં કાયમી નિરાકરણ માટે બાયપાસ રોડની માંગ કરેલી. પરંતુ તંત્રની ઢીલી નીતિના કારણે છેલ્‍લા ઘણા સમયથી મંજુર થયેલા બાયપાસ રોડની કામગીરી ગોકળગતિએ ચાલી રહી હોય. સાવરકુંડલાનાં શહેરીજનોની વેદનાને ધારાસભ્‍ય પ્રતાપ દુધાત ઘ્‍વારા તા. 17/11/18નાં રોજ જીલ્‍લા કલેકટરનાં અઘ્‍યક્ષ સ્‍થાને યોજાયેલી જીલ્‍લા સંકલનની બેઠકમાં ધારદાર રીતે રજૂઆત કરી બાયપાસ રોડનું કામ ઝડપથી પુરૂ કરવા સૂચના આપી. માર્ચ-ર019 પહેલા રોડનું કામ પુરૂ કરવા તાકીદ કરવામાં આવેલ છે.

આમ ધારાસભ્‍ય દુધાતનીજીલ્‍લા સંકલનમાં અસરકારક રજૂઆતથી આઠ-આઠ વર્ષથી બાયપાસ રોડના સ્‍વપ્‍ના જોઈ રહેલા સાવરકુંડલાનાં શહેરીજનોમાં ટૂંક સમયમાં જ બાયપાસ રોડની સુવિધા મળી રહેશે તેવી                   આશા જીવંત બની છે. તેવું           ભાવિન ગોસાઈએ તેમની યાદીમાં જણાવ્‍યું છે.


બાબરાનાં જાહેર માર્ગોને નવા બનાવવાનો કાર્યનો પ્રારંભ

               બાબરામાં નગરપાલિકા દ્વારા વોર્ડ પાંચમાં અમરધામ સોસાયટી વિસ્‍તારોમાં 14 લાખના ખર્ચે બ્‍લોગ રોડ બનાવવામાં આવશે. જેનું ખાતમુર્હુત જિલ્‍લા પંચાયતના માજી પ્રમુખ જેનીબેન ઠુંમરના વરદ હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. આ તકે ધારાસભ્‍ય, પ્રભાતભાઈ કોઠીવાળ, નગરપાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા, ઉપપ્રમુખ જગદીશભાઈ કારેટીયા, તાલુકા પંચાયત પ્રમુખ ધીરૂભાઈ વહાણી, ઉપપ્રમુખ કિશોરભાઈ દેથળીયા, નગરપાલિકા માજી પ્રમુખ ખીમજીભાઈ મારૂ, મનસુખભાઈ પલસાણા, બાબુભાઈ કારેટીયા, જસમતભાઈ ચોવટીયા, સુરેશભાઈ સિંધવ, બાવાલાલ હિરપરા, બાવકુભાઈ બસીયા, જગુભાઈ ખાદા, બટુકભાઈ મૂંધવા, જીતુભાઈ સોલંકી સહિતના સ્‍થાનિક લોકો ઉપસ્‍થિત રહયા હતા. બાબરા નગરપાલિકા પ્રમુખે ઉપસ્‍થિત લોકોને જણાવ્‍યું હતું કે, અહીં જે બ્‍લોગ રોડ બની રહયો છે તે 160 મીટર લાંબો અને પાંચ મીટર પહોળો બની રહયો છે. આ રોડ સંપૂર્ણ ગુણવતા યુકત બનેતેની પૂરી કાળજી નગરપાલિકાના જવાબદાર અધિકારી રાખશે. તેમ છતાં નગરજનોને રોડના કામમાં કોઈ ગેરરીતિ જણાય તો પાલિકા પ્રમુખ કાર્યાલયનો સંપર્ક કરી જણાવવું ધારાસભ્‍ય તેમજ જેનીબેન ઠુંમર દ્વારા નગરપાલિકા દ્વારા થતા વિકાસ કાર્યોની પ્રશંસા કરી પાલિકા પ્રમુખની કામગીરીને બિરદાવી હતી.


જૂના વાઘણીયામાં સર્વજ્ઞાતિ સમૂહલગ્ન યોજાયા

કુંકાવાવ પાસેના જૂના વાઘણીયા ખાતે આવેલ હિન્‍દવાપીર ચેરીટેબલ ટ્રસ્‍ટ તેમજ ભકિતધામ ગૌશાળાના સંચાલક હિન્‍દવાપીર આશ્રમના મહંત જસા ભગત દ્વારા સર્વ જ્ઞાતિના નવમાં સમૂહલગ્ન યોજાયા હતા. જેમાં 40 જેટલા નવદંપતીએ પ્રભુતામાં પગલા પાડીને સંતોના આશિર્વાદ લીધા હતા. આ પ્રસંગે ર4કલાકનું રામા મંડળ તેમજ રોયલ કલબ દ્વારા બ્‍લડ ડોનેશન કેમ્‍પનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. આમ જરૂરતમંદ પરિવારો માટે આશિર્વાદ સમાન અવા સમૂહલગ્નનું આયોજન દર વર્ષે કાર્તક મહિનામાં આશ્રમ દ્વાર કરવામાં આવે છે. અને દીકરીઓને ઘરે ન મળે તેટલો કરિયાવર કરવામાં આવે છે અને દાતાઓ તેમજ મહંત જસા ભગતની મહેનતથી દર વર્ષે 40 જેટલા પરિવારો આવા સમૂહલગ્નમાં દીકરીને પરણાવીને હોંશે હોંશે જોડાય છે અને આવા સેવા કાર્યને આવકારીને અભિનંદન આપીને આશિર્વાદ મેળવી રહયા છે. ત્‍યારે સુંદર આયોજન અને વ્‍યવસ્‍થા માટે મહંત જાતે દેખરેખ રાખીને આયોજનને સફળ બનાવી રહયા છે. ત્‍યારે આવા કાર્યને સાથે ગૌશાળામાં લૂલી, લંગડી, બીમાર ગાયોને સાચવીને સાચા અર્થમાં ગૌશાળા ચલાવીને સેવા કરી રહયા છે. આ સમૂહલગ્નમાં ગામના તમામ સમાજના લોકો, મહિલ મંડળો તેમજ સેવકો દ્વારા સુંદર સેવા પુરી પાડવામાં આવી હતી. મહંત જસા ભગત તથા દિનેશભાઈ ભુતૈયાએ સુંદર આયોજન કરીને સમૂહલગ્નને સફળ બનાવ્‍યો હતો.


રોજ અસ્‍તિત્‍વનો આભાર માનો, તમામ ભારમાંથી હળવાશ મળશે

               “શરીરમાદ્યં ખલુ ધર્મસાધનમ્‌ ા ઉપનિષદ” ભાગમભાગના આ ફાસ્‍ટ યુગમાં શરીરની તંદુરસ્‍તી, શરીરની કાળજી લેવાનું આપણે કોઈને કોઈ રીતે ચૂકી જઈએ છીએ.શરીરની જાળવણી રાખવા માટેના આપણા પ્રયત્‍નો કરતા બહાના વધુ રજૂ કરીએ છીએ અને કાળજી લેવાનું ચૂકતા જઈએ છીએ પણ શરીરનું રક્ષણ કરવું અને નિરોગી રાખવું મનુષ્‍ય પ્રથમ કર્તવ્‍ય છે. જીવનકાળના તમામ કાર્યોને પૂર્ણ કરવા માટે શરીર જ એક માત્ર સાધન છે. ગમે તેટલી સંપતિ હશે, સમૃઘ્‍ધિ હશે પણ તમારૂ શરીર જ તમને સાથ નહીં આપતું હોય તો બધું જ વ્‍યર્થ છે. માત્ર વ્‍યસનોથી શરીર બગડે છે એ એક માત્ર નથી, શરીર પરત્‍વે બેજવાબદારી, લાપરવાહી પણ પ્રબળ કારણ છે. બગડતા સ્‍વાસ્‍થ્‍યનું. એક સમય હતો જયારે હૃદયરોગ, હુમલો આવી જવો એક ઉંમર શરીરની અપૂરતી કાળજીનું પરિણામ હતું પણ અત્‍યારે આ બધું જ કોઈપણ ઉંમરે સામાન્‍ય બનતું જાય છે. તેની પાછળ માત્ર શરીરની લેવાતી અપૂરતી કાળજી જ જવાબદાર છે. સુખમય જીવનનો એક આધાર તંદુરસ્‍ત શરીર પણ છે જ. બાળક તંદુરસ્‍તીના પાઠ શીખે અને એ પંથ પર આગળ વધે એવા આપણે પણ પ્રયત્‍નો કરવા જોઈએ. આમ તો ઘણા રોગો આપણા માનસમાં ઘર કરીને બેસી ગયા છે. માણસ સતત એક ભાર સાથે જ જીવી રહયો છે. અને એ જ શરીરના રોગો જન્‍માવે છે. પૂર્વાગ્રહો, ઈર્ષ્‍યા, દ્વેષ, ભેદભાવ જેવા રોગોનો આપણે ભોગ બનીને બેઠા છીએ અને એટલે તંદુરસ્‍તીના ખ્‍યાલથી આપણે દિવસે ને દિવસે દૂર ભાગતા જઈએ છીએ. રોજ અસ્‍તિત્‍વનો આભારમાનો, તમામ ભારમાંથી હળવાશ મળશે. શ્રી સરસ્‍વતી વિદ્યામંદિર સાવરકુંડલાના વિદ્યાર્થીઓ માટે તંદુરસ્‍તીન પથ પર પ્રયત્‍ન કરી રહયા છે.


25-11-2018