Main Menu

Saturday, November 24th, 2018

 

અમરેલી જિલ્‍લાનાં કોળી સમાજમાં કોંગ્રેસ સામે નારાજગી

પ્રદેશ સમિતિમાં એકપણ આગેવાનને સ્‍થાન ન મળતા

અમરેલી જિલ્‍લાનાં કોળી સમાજમાં કોંગ્રેસ સામે નારાજગી

કોંગી આગેવાનોએ પ્રદેશ સમિતિમાં જિલ્‍લામાંથી કોળી સમાજનાં આગેવાનને સ્‍થાન આપવું જરૂરી

કોળી સમાજનાં યુવાનો આગામી દિવસોમાં કોંગ્રેસ સામે રોષ ઠાલવે તો નવાઈ નહીં

અમરેલી, તા. ર3

થોડા દિવસો પહેલાં જ પ્રદેશ કોંગ્રેસ ર્ેારા નવી પ્રદેશ કોંગ્રેસ સમિતિની રચના કરવામાં આવી. આ સમિતિ વિવિધ જીલ્‍લાનાં અને વિવિધ સમાજનાં 300થી વધુ કોંગ્રેસ અગ્રણીઓને પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં નવા માળખામાં સ્‍થાન આપ્‍યું છે. તેમાં અમરેલી જિલ્‍લામાંથી 6 જેટલા કોંગ્રેસ આગેવાનોને પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં સ્‍થાન મળ્‍યું છે. પરંતુ અમરેલી જિલ્‍લાનાં એકપણ કોળી સમાજનાં આગેવાનોને પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં સમાવેશ ન થતા કાંઈક ને કાંઈક કોળી સમાજનાં યુવાનો અને આગેવાનોમાં નારાજગીનો માહોલ જોવા મળી રહૃાો છે. કોળી સમાજનાં યુવાનો સોશ્‍યલ મીડિયાનાં માઘ્‍યમથી પ્રદેશ કોંગ્રેસ સમિતિ પર રોષ વ્‍યકત કરી રહૃાા છે. તેમજ આવનારી લોકસભાની ચૂંટણીમાં અમરેલી જિલ્‍લામાં કોંગ્રેસ પાર્ટી દરિયાકાંઠાનાં વિસ્‍તારોમાં પરિણામ ભોગવવા તૈયાર રહે તેવી પણ ચિમકી ઉચ્‍ચારી રહૃાાં છે. કારણકે અમરેલી જિલ્‍લામાં અને લોકસભા બેઠકમાં બીજા નંબરે કોળીસમાજના મતો છે. અમરેલી લોકસભા બેઠકમાં આવેલી રાજુલા અને મહુવા વિધાનસભા બેઠકમાં સૌથી વધુ મતો કોળી સમાજના છે. તેમજ બાકીની સાવરકુંડલા, ધારી, ગારિયાધાર, લાઠી, અમરેલી વિધાનસભા બેઠકમાં કોળી સમાજનાં મતો નિર્ણાયક સાબિત થઈ શકે છે. આમ કોંગ્રેસમાં એક સાંધે તો તેર તૂટેની પરિસ્‍થિતિ છે. જો આગામી દિવસોમાં કોંગ્રેસ પાર્ટી કોળી સમાજનાં આગેવાનોને પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં સ્‍થાન નહિં આપે અને મહત્‍વ નહીં આપે તો કોળી સમાજનાં યુવાનો અને આગેવાનો આગામી દિવસોમાં નવી રણનીતિ નક્કી કરે અને કોંગ્રેસ પાર્ટી સામે મોરચો માંડે તો નવાઈ નહીં તેમજ કોંગ્રેસ માટે સરળ દેખાતી અમરેલી લોકસભા બેઠક હવે એટલી પણ સરળ નહીં રહે. જો આગામી દિવસોમાં કોળી સમાજ નારાજ થશે, તો કારણે રાજુલા વિધાનસભા બેઠક વર્ષો પછી કોંગ્રેસ પાસે આવી છે, તેમાં મહત્‍વપૂર્ણ ભૂમિકા કોળી સમાજનાં યુવાનો અને આગેવાનોએ ભજવી હતી કારણે જાફરાબાદના શહેરમાં કોળી સમાજનાં આગેવાનોએ કોંગ્રેસ પાર્ટીને લીડ અપાવી હતી. રાજુલા વિધાનસભા ભાજપ માટે ગઢ ગણાતો હતો તે કિલ્‍લાને ભેદવામાં કોળી સમાજનો મહત્‍વપૂર્ણ ફાળો છે. તેમજ જાફરાબાદ તાલુકા પંચાયતનાં પ્રમુખની ચૂંટણીમાં પણ ભાજપ પાસેથી બેઠક આંચકી લીધી હતી અને કોળી સમાજનાં બેસદસ્‍યો ભાજપમાંથી કોંગ્રેસને ટેકો જાહેર કર્યો હતો. આવી રીતે વર્ષો બાદ દરિયાકાંઠાના વિસ્‍તારોમાં કોંગ્રેસને બેઠી કરવામાં આ સમાજનો પણ મહત્‍વપૂર્ણ ફાળો રહૃાો છે. પરંતુ કોંગ્રેસ એક મોટા વર્ગને નારાજકરી નુકશાની કરીરહી હોય તેવું લાગી         રહૃાું છે.


સિવિલ હોસ્‍પિટલ સામેની ઝૂંપડપટ્ટી હટાવી લેવાશે

રાજય સરકારે માર્ગ બનાવવા માટે અર્ધા કરોડ રૂપિયા મંજુર કર્યા

સિવિલ હોસ્‍પિટલ સામેની ઝૂંપડપટ્ટી હટાવી લેવાશે

તાલુકા પોલીસ સ્‍ટેશનથી ભાજપ કાર્યાલય થઈને રાજમહેલનાં દરવાજા સુધી સિમેન્‍ટ માર્ગ બનાવાશે

અમરેલી, તા. ર3

અમરેલી શહેરનાં મોટાભાગનાં માર્ગો બિસ્‍માર બની ચુકયા છે. તેવા સમય ભાજપીઓએ તેમનાં કાર્યાલયનો માર્ગ મંજુર કરાવતાં શહેરીજનોમાં આશાનું કિરણ ઉભું થયું છે કે, ભાજપ કાર્યાલયનો માર્ગ બન્‍યા બાદ ભાજપીઓ શહેરનાં તમામ માર્ગોની પણ હાલત સુધારી દેશે. તાલુકા પોલીસ સ્‍ટેશન, આશિર્વાદ ગેસ્‍ટ હાઉસ, ભાજપ કાર્યાલયથી રાજમહેલનાં દરવાજા સુધી તેમજ સિવિલ હોસ્‍પિટલથી ઝૂંપડપટ્ટી માર્ગપર 1ર મીટરનો સિમેન્‍ટ માર્ગ બનાવવા માટે રાજય સરકારે અર્ધા કરોડ જેવી રકમ ર વર્ષ પહેલાં મંજુર થયા બાદ હવે પાલિકાએ માર્ગ બનાવવાની કામગીરી શરૂ કરતાં શહેરીજનોમાં હાશકારાની લાગણી ઉભી થઈ છે. માર્ગમાં નડતરરૂપ ગણાતી ઝૂંપડપટ્ટીને હટાવી લેવા માટે પાલિકાનાં શાસકોએ 1પ જેટલા આસામીઓને નોટીસ પણ પાઠવી દીધાનું જાણવા મળેલ છે.


લ્‍યો બોલો : સાવરકુંડલા પાલિકાની સામાન્‍ય સભા બોલાવવામાં આવતી ન હોય આશ્ચર્ય

કોંગી નગરસેવિકા રસીદાબેન ગોરીએ ચીફ ઓફિસરને કરી રજૂઆત

લ્‍યો બોલો : સાવરકુંડલા પાલિકાની સામાન્‍ય સભા બોલાવવામાં આવતી ન હોય આશ્ચર્ય

આંતરિક જૂથબંધીનાં કારણે સામાન્‍ય સભા યોજાતી નથી ?

સાવરકુંડલા, તા.ર3

સાવરકુંડલા નગર પાલિકાના ચીફ ઓફિસર જનરલ સભા બોલાવવાની માંગ કોંગ્રેસ નગર સેવિકા રસીદાબેન ગોરીએ માંગ ઉઠાવી છે.

કોંગ્રેસી નગર સેવિકાએ જણાવ્‍યું હતું કે, સાવરકુંડલા નગરપાલિકામાં ભાજપનું બોર્ડ આવ્‍યું ને આજે છ માસ જેવો સમયથવા આવ્‍યો છે. છતાં પણ જનરલ મિટીંગ બોલાવી નથી તે પાલિકાના નિયમ વિરૂઘ્‍ધ ગણાય ? ભાજપના બોર્ડમાં આંતરિક ડખ્‍ખા ચાલતા હોય તેના કારણે ભાજપના સતાધીશો જનરલ સભા નથી બોલાવતા પણ નગરપાલિકાના ચીફ જનરલ બોલાવવામાં શેની ઢીલ કરે છે કે પછી પાલિકાના ભાજપી સતાધીશોના ઈશારે આંખ આડા કાન કરે છે. આ અંગે રસીદાબેન ગોરીએ એમ પણ જણાવેલ હતું કે દર ત્રણ મહિને નગરપાલિકાની જનરલ સભા બોલાવવી ફરજીયાત છે. છતાં પણ કેમ નથી બોલાવતા કે દબાણમાં છે. એટલે કે નીતિ નિયમોની ખબર નથી પડતી તેમ રસીદાબેન ગોરીએ જણાવેલ.


સાવરકુંડલા પંથકમાં એક પછી એક બિનવારસી મૃતદેહ મળી આવતા ફફડાટ

ભૂવા, બોઘરીયાણી અને હવે ઠવી ગામ નજીકથી

સાવરકુંડલા પંથકમાં એક પછી એક બિનવારસી મૃતદેહ મળી આવતા ફફડાટ

તમામ બનાવમાં  હત્‍યા, આત્‍મહત્‍યા કે અકસ્‍માત તેની તપાસ શરૂ

અમરેલી, તા.

સાવરકુંડલા તાલુકામાં એક માસમાં ત્રણ ત્રણ હત્‍યા કરેલી બિનવારસી લાશો મળી આવતા સમગ્ર તાલુકામાં ભયજનક સ્‍થિતિ જોવા     મળી રહી છે.

પ્રથમ સાવરકુંડલા શહેરના ભૂવા રોડ, રેલ્‍વે ફાટક પાસેથી ર0 દિવસ પહેલા હત્‍યા કરેલી યુવાનની લાશના માનવ કંકાલ મળી આવ્‍યા બાદ બીજી લાશ સાવરકુંડલા તાલુકાના બોઘરીયાણી ગામની સીમમાંથી યુવતીની માથા વગરની ગંભીર રીતે હત્‍યા કરેલી લાશ મળી આવી હતી. જયારે ત્રીજી લાશ સાવરકુંડલા તાલુકાના ઠવી ગામના દેવીપૂજક યુવાનની લાશ મોટા ભમોદ્રા અને હિપાવડલી ગામની વચ્‍ચે સાવરકુંડલા- જેસર રોડ ખાતે આવેલ ઉંડા પુલ નીચેથી મળી આવી છે.

આ બનાવ વિગત અનુસારસાવરકુંડલા તાલુકાના ઠવી ગામ ખાતે પોતાના પરિવાર સાથે રહેતા નરશીભાઈ ભાદાભાઈ વાઘેલા જાતે દેવીપૂજક (ઉ.વ.40) નામના યુવાન પોતાના ઘરેથી તા.ર0/11ના રોજ ચાલ્‍યો ગયો હતો. તેમના પરિવારજનો દ્વારા બે દિવસથી શોધખોળ કર્યા બાદ બે દિવસ બાદ તેની લાશ તા.રર/11ના રોજ સાવરકુંડલા જેસર હાઈવે પર આવેલ મોટાભમોદ્રા અને હિપવડલી ગામની વચ્‍ચે આવેલ ઉંડા પુલ નીચેથી લાશ મળી આવી હતી. આ લાશ મળી આવતા વંડા પોલીસ સ્‍ટેશનમાં જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેની તપાસ હેડ કોન્‍સ્‍ટેબલ પી.કે. મકવાણા ચલાવી રહયા છે.

આ લાશ મળી આવતા આ દેવીપૂજક યુવાનની હત્‍યા કરેલી છે કે જાતે આત્‍મહત્‍યા કરી છે તેની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.


અરેરાટી : વેકરીયા નદી વિસ્‍તારમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્‍યો

મૃતદેહને કોઈ પશુઓએ નુકશાન પહોંચાડયું

અમરેલી, તા. ર3,

સાવરકુંડલા તાલુકાના ઠવી ગામે રહેતા અનેમજૂરી કામ કરતા નરસીભાઈ ભાકુભાઈ વાઘેલા નામના 40 વર્ષીય યુવક ગત તા.ર0ના રોજ ઘરે કોઈને કહયા વગર નીકળી ગયેલ હોય, ગઈકાલે તેમનો મૃતદેહ વેકરીયા નદીના પુલ નીચેથી મળી આવ્‍યો હતો. આ મૃતદેહને છાતીના ભાગે તેમજ મોઢાના ભાગે કોઈ પશુ ખાઈ ગયેલ હોય, તથા આ યુવકનું મૃત્‍યુ પુલ ઉપરથી નીચે પડી જવાથી થયાની પણ આશંકા જોવાઈ રહી છે.


સાવરકુંડલાનાં વાસીયાળી ગામની તરૂણીને લાગી આવતા આપઘાત કર્યો

બે દિવસ પહેલા ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ

અમરેલી, તા.ર3

સાવરકુંડલા તાલુકાના વાસીયાળી ગામે રહેતી કિરણબેન નામની એક 16 વર્ષીય તરૂણીને તેમના કુટુંબી ભાઈ ગુણવંતભાઈ ને સમાજના માણસોએ ઠઠા મશ્‍કરી કરવા બાબતે ઠપકો આપતા તેણીને લાગી આવતા તેણીએ ગત તા.ર0ના રોજ સાંજના સમયે ઝેરી દવા પી લેતા સારવાર માટે દવાખાને ખસેડાયેલ. જયાં તેમનું મોત થયાનું વંડા પોલીસમાં જાહેર થવા પામેલ છે.


અમરેલી-ચિત્તલ માર્ગ પર મહાકાય ટ્રકનાં ચાલકે અચાનક બ્રેક મારતાં ટ્રાફીકજામ

માર્ગની બન્‍ને બાજુ ર કિ.મી. સુધી ટ્રાફીકજામ થયો

અમરેલી, તા. ર3

અમરેલી-ચિતલ રોડ વચ્‍ચે શેડુભારનાં પાટીયા પાસે આજે બપોરનાં એક ટ્રક ચાલકે અચાનક જ બ્રેક મારતાં 10 વ્‍હીલવાળો ટ્રક રોડ વચ્‍ચે આડો થઈ બંધ પડી જતાં રોડ ઉપર અન્‍ય વાહન ન હોવાનાં કારણે જીવલણે અકસ્‍માત સર્જાતા સહેજમાં રહી ગયેલ હતો. ટ્રક રોડ વચ્‍ચે આડો થઈ જતાં બે કલાક રોડ ઉપર 1-1 કિલોમીટર વાહનોની કતારો લાગેલ હતી. બાદમાં ક્રેઈનની મદદથી ટ્રકને એક બાજુ કરી રસ્‍તો ખુલ્‍લો કરવામાં આવેલ હતો.

પ્રાપ્‍ત વિગત મુજબ આજે બપોરનાં 3/30 કલાકે અમરેલી- ચિતલ રોડ વચ્‍ચે શેડૂભાર અને મોટા માચિયાળા ગામનાં પાટીયા વચ્‍ચે એક ટ્રક નંબર જી.જે.ર વાય 6પ67 ફુલ સ્‍પીડમાં જઈ રહેલ હતો ત્‍યારે ડ્રાઈવરે કોઈ કારણોસર અચાનક જ બ્રેક મારતાં ટ્રક રોડ ઉપર આડો થઈ ગયેલ હતો. અને ડ્રાઈવરે એકદમ મારેલ બ્રેકનાં કારણે રોડ ઉપર ટાયરનાંલીસોટા પડી ગયેલ હતા. સદનસીબે સામે કે પાછળથી કોઈ વાહન આવતું ન હોવાનાં કારણે જીવલેણ અકસ્‍માત સર્જાતા રહી ગયેલ હતો. બે કલાક સુધી ટ્રક રોડ ઉપર બંધ હાલતમાં ફસાયેલો રહેતાં ટ્રકની બંને બાજુ રોડ ઉપર વાહનોની લાંબી કતારો લાગેલ હતી.

દોઢ કલાક બાદ પણ રસ્‍તોન ખુલતાં વાહન-ચાલકે શેડુભારથી મોટા માચિયાળા ફરી- ફરીને પસાર થયેલ હતા. બે કલાક બાદ પણ બંધ પડેલ ટ્રક ચાલુ ન થતાં ક્રેઈનની મદદથી ટ્રકને રોડ ઉપરથી ખસેડી રસ્‍તો ખુલ્‍લો કરવામાં આવેલ હતો.


આલે લે : સાવરકુંડલાનાં ગોંદરા વિસ્‍તારનો પાણીનો ટાંકો ધબાય નમઃ થાય તે પહેલા મરામત કરવા માંગ

ટાંકા નજીક વસવાટ કરતાં શહેરીજનોમાં ભયનો માહોલ

આલે લે : સાવરકુંડલાનાં ગોંદરા વિસ્‍તારનો પાણીનો ટાંકો ધબાય નમઃ થાય તે પહેલા મરામત કરવા માંગ

સેંકડો ફૂટ ઉંચો ટાંકો-શાસકોને ઘ્‍યાનમાં આવતો નથી ?

સાવરકુંડલા, તા.ર3

સાવરકુંડલાના ગોંદરા વિસ્‍તારમાં આવેલ પાણીનો ટાંકો અતિ જર્જરિત બનતાં સ્‍થાનિકો માટે જીવતા બોંબ સમાન બની રહયો છે. આ વિસ્‍તારના લોકો ડરના માર્યા આસપાસથી પસાર થતાં અનુભવે છે. ત્‍યારે આ વિસ્‍તારના એક યુવાન નાગરિકે લઈને છેકમુખ્‍યમંત્રી સુધી રજુઆતો કરી આ તમામ અધિકારીઓ અને પદાધિકારીઓના જવાબો પણ આવી ગયા કે યોગ્‍ય કાર્યવાહી કરવા સાવરકુંડલા ચીફ ઓફિસરને તાકીદ કરવામાં આવી આ પત્રોને આજે પંદર દિવસ જેવો સમય વીતી જવા છતાં પાલિકા તંત્રે કોઈ જ ગંભીરતા લીધી નથી પાલિકા તંત્રનું માનીએ તો પ્રમુખ અને ઉપપ્રમુખ ચીફ ઓફિસર અનિયમિતો હોવાનું ગાણું ગાઈ છે. ત્‍યારે પાલિકાના એન્‍જિનિયરનું માનીએ તો તેઓ એ પાણીના ટાંકાની ગુણવતા ચકાસવા માટે એન્‍જિનિયરોને કામ સોંપ્‍યું છે. અને રિપોર્ટ આવે યોગ્‍ય કાર્યવાહી કરવામાં આવશે. આમ આ પાણીનો ટાંકો હાલ તો આસપાસના લોકો માટે જીવતા બોંબ સમાન બની રહયો છે. ત્‍યારે નગરપાલિકા અને સત્તાધીશોની વચ્‍ચે લોકો ભયમાં       જીવે છે.


અમરેલી જિલ્‍લામાં ટેકાના ભાવે ર3019 કિવન્‍ટલ મગફળીની ખરીદી

               ચાલુ વર્ષે રાજય સરકારે ખેડૂતોના હિતાર્થે ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત અમરેલી જિલ્‍લાના નવ માર્કેટ યાર્ડના કેન્‍દ્રો પરથી મગફળી ખરીદીની કામગીરી શરૂ કરેલ છે. આજ રોજ ગુજરાત રાજય નાગરિક પુરવઠાના મેનેજીંગ ડિરેકટર મનીષ ભારદ્વાજે અમરેલી ખેતીવાડી ઉત્‍પન્‍ન બજાર સમિતિની ઓચિંતી મુલાકાત લીધી હતી અને મગફળી ખરીદીની પ્રક્રિયા પારદર્શક અને સુચારૂ રૂપે થાય છે કે કેમ ? તેનું નિરીક્ષણ કર્યુ હતુ. અમરેલી માર્કેટ યાર્ડ ખાતે મનીષ ભારદ્વાજે કહ્યુ કે, અમરેલી જિલ્‍લામાં નવ એ.પી.એમ.સી. કેન્‍દ્રો ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદી થઈ રહી છે. આ કેન્‍દ્રો પૈકી બાબરામાં ર71ર, બગસરામાં રપ91, સાવરકુંડલામાં ર444, ધારીમાં ર133, ખાંભામાં 640, રાજુલામાં 1પ96, અમરેલીમાં 69પ, જાફરાબાદમાં પ66 અનેદામનગરમાં 34ર ખેડૂતોએ નોંધણી કરાવેલ છે. અત્‍યાર સુધીમાં સંબંધિત કેન્‍દ્રો ખાતેથી ર3પપ ખેડૂતોને એસ.એમ.એસ.થી જાણ કરવામાં આવેલ છે. તે પૈકી 1193 ખેડૂતોની ર3019 કિવન્‍ટલ મગફળી ખરીદવામાં આવેલ છે. ભારદ્વાજે વધુમાં ઉમેર્યુ હતુ કે, સમગ્ર રાજયમાં અંદાજે બે લાખ કિવન્‍ટલથી વધુ મગફળીની ખરીદી થઈ ચૂકી છે. બાકી રહેતી મગફળીની ખરીદ પ્રક્રિયા આગામી એકથી દોઢ માસમાં પૂર્ણ કરવામાં આવશે તેમ જણાવ્‍યુ હતુ. જે ખેડૂતોની મગફળી ખરીદી પ્રક્રિયા પુરી થયેલ છે તેમના નાણાં ટૂંક સમયમાં બેંક ખાતામાં ટ્રાન્‍સફર કરવામાં આવશે તેમ પણ જણાવ્‍યુ હતુ. ભારદ્વાજ સાથે કલેકટર આયુષ ઓક પણ જોડાયા હતા. મગફળી ખરીદીની પ્રક્રિયામાં જોડાયેલા કર્મચારીઓ અને ખેડૂતો પાસેથી વિગતો મેળવી, ખરીદ પ્રક્રિયા ઝડપી બને તેવા સૂચનો કર્યા હતા. મુલાકાત દરમિયાન નિવાસી અધિક કલેકટર એ.બી.પાંડોર, જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સી નિયામક ડોબરીયા, પ્રાંત અધિકારી સર્વ સતાણી, આર.કે. ઓઝા, એ.વી.વાઢેર અને નાગરિક પુરવઠા નિગમના નાયબ મામલતદાર એમ.એસ.ભગોરા, એન.કે.પટેલ જોડાયા હતા.


સાવરકુંડલાના જરૂરીયાતમંદ પરિવારોને ખાદ્યસામગ્રી વિતરણ કરાઈ

               સાવરકુંડલાના અમરેલી રોડ પર આવેલ વાલ્‍મિકી નગરના 66 પરિવારોને આજે સવારે એક વર્ષ ચાલે તેટલો શાકભાજીનો મસાલો અર્પણ કરવામાં આવ્‍યો હતો. માનવ મંદિર સાવરકુંડલાના પુજય ભકિતબાપુ અને રાજકોટ માધાપરના સરપંચ દેવજીભાઈ મોલીયા તેમજ નારણભાઈ ખત રાણી અને ધીરૂભાઈએ આજે સવારે વાલ્‍મીકીનગર ખાતે જઈ મસાલો અને બાળકોને બિસ્‍કીટ અર્પણ કર્યા હતા.


હિરેન હિરપરા સહિતનાં આગેવાનોએ પ્રદિપસિંહ વાઘેલાનું કર્યુ સન્‍માન

               પ્રદેશ યુવા મોરચાનાં પૂર્વ પ્રમુખ વર્તમાન પ્રદેશ ભાજપનાં મંત્રી પ્રદીપસિંહ જી. વાઘેલા (દાદા)ની વરણી નહેરૂ યુવા કેન્‍દ્રના રાષ્‍ટ્રીય ઉપાઘ્‍યક્ષ તરીકે થતાં આજે સાણંદ ખાતે યોજાયેલા સન્‍માન સમારંભમાં પૂર્વ પ્રદેશ યુવા ભાજપ મહામંત્રી અને વર્તમાન અમરેલી જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેન હીરપરા તથા પૂર્વ જિલ્‍લા યુવા ભાજપ મહામંત્રી અને વર્તમાન જિલ્‍લા ભાજપ ઉપપ્રમુખ રિતેશ સોની તેમજ પૂર્વ જિલ્‍લા યુવા ભાજપ ઉપપ્રમુખ અને વર્તમાન સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી સેનેટ મેમ્‍બર વિજય ડોબરીયા તેમજ પૂર્વ જિલ્‍લા યુવા ભાજપ મંત્રી અને વર્તમાન અમરેલી યુવા ભાજપ મહામંત્રી કેતન ઢાંકેચાએ કાર્યક્રમમાં હાજરી આપી.


લ્‍યો બોલો : વડીયામાં સરપંચપતિએ શેરીબંધ કરી દીધી

શેરી બંધ થઈ જતાં ગંદકીનું સામ્રાજય ઉભું થતાં જનઆરોગ્‍ય પર ખતરો ઉભો થયો

વડિયા, તા. ર3

વડિયાના સુરગપરાના પોરા વિસ્‍તારમાં એક સ્‍કૂલની સામે આવેલ શેરી કે જયાં રેસિડેન્‍ટ વિસ્‍તાર આવેલ છે. અને લોકો હજારોની સંખ્‍યામાં દરરોજ અવર-જવર કરતા હતા ત્‍યાં આ એજ શેરીમાં જયા જુઓ ત્‍યાં ત્રણ – ત્રણ ફુટના ઉકરડા અને ગંદકીથી લથપથ જોવા મળી રહી છે. અને આ શેરી પર બોર્ડ મુકવામાં આવેલ છે કે ગ્રામ પંચાયતની મંજુરીથી અહી સાકલ સ્‍ટેન્‍ડ કરવા આવેલ છે. માટેથી શેરી બંધ કરવામાં આવેલ છે. ત્‍યારે અહીંના રહેવાસી લોકોએ સરપંચ પતિને અવાર-નવાર રજુઆત કરેલ કે આ અમારી શેરી ખુલી કરી દયો તેમજ બંધ શેરીના કારણે અહીંયા ઉકરડાનું સામ્રાજય ફેલાઈ રહયું છે. અને મુખ્‍ય શેરી ઉપર ઘાસ ઉગી નીકળેલ છે. જેમાં જીવજંતુ ગંદકી જેવી અનેક ભયંકર મુશ્‍કેલીનો સામનો અહીંના સ્‍થાનિક લોકો ભોગવી રહયા છે. જયારે આ અંગે અમોએ વડિયા ગ્રામ પંચાયતનો સંપર્ક કરતા ત્‍યાંથી તેવું જણાવવામાં આવ્‍યું કે અમે કોઈ પણ શેરી બંધ કરવાની મંજુરી કે પરમિશન આપેલ નથી. જયારે આ અંગે વડિયા સરપંચપતિનો સંપર્ક કરતા સરપંચપતિ મીડિયા સામે કહે છે કે તે શેરી હું ખોલાવી નાખીશ. પરંતુ અહીંયા લોકોના મનમાં સવાલ એ ઉપજે છે કેસરપંચપતિએ કયાં કારણોસર આ શેરી બંધ કરાવી છે. શું વહીવટ કરી ચુકયા છે. તેવો વેધક સવાલ લોકોના મનમાં ઉદભવી રહયો છે. જયારથી શેરી બંધ થઈ ત્‍યારે પણ એજ જવાબ હતો લોકોનો કે શેરી ખુલ્‍લી રાખો અને આજે પણ શેરી ખુલ્‍લી કરવા માટે તરસી રહયા છે. અને મીડિયા સમક્ષ કહી રહયા છે. લોકો કે આને ગમે તેટલું કહો ભભપાડા પર પાણી રેડયા બરાબર છેભહ કાંઈ ફેર પડતો જ નથી શેરી બાબતનાં નતનવા વેધક સવાલો લોકોમાં ઉદભવી રહયા છે. જો અંગે ગ્રામ પંચાયત પગલાં લે તો દુધનું દુધ અને પાણીનું પાણી સામે આવે.


24-11-2018