Main Menu

Friday, November 23rd, 2018

 

નાફસ્‍કોબનાં  ચેરમેન દિલીપ સંઘાણી નીતિ આયોગની બેઠકનો હિસ્‍સો બન્‍યા

જિલ્‍લા મઘ્‍યસ્‍થ બેન્‍કનાં ચેરમેન અને

નાફસ્‍કોબનાં  ચેરમેન દિલીપ સંઘાણી નીતિ આયોગની બેઠકનો હિસ્‍સો બન્‍યા

અમરેલી, તા. રર

દેશનાં વિકાસમાં ચાવીરૂપ ભૂમિકા ભજવતી ભારત સરકારની નીતિ આયોગ સમિતિની બેઠક તાજેતરમાં દિલ્‍હી મુકામે મળેલ. જેમાં નાફસ્‍કોબનાં ચેરમેન દિલીપ સંઘાણી ખાસ ઉપસ્‍થિત રહીને અસરકારક મંતવ્‍યો રજુ કરેલ હતા. ભાવિ આયોજનો અને વિકાસ માટે આયોગ બેઠકમાં ચર્ચા-વિચારણા કરવામાં આવેલ હતી. દેશભરના ઉચ્‍ચ સહકારી આગેવાનો આ બેઠકમાં ઉપસ્‍થિત રહૃાા હતા.

બેઠકમાં સંઘાણી નીતિ આયોગનાં ઉચ્‍ચ અધિકારીઓ તેમજ જયોતિન્‍દ્રભાઈ મહેતા, સતીશ મરાઠે, ડો. ઉદય જોશી, સંજય પાંચપોર, પ્રો.રમેશ ચાંદ, ડો. રાજીવ કુમાર સહિતનાં લોકોએ ચર્ચામાં ભાગ લીધો હતો તેમ યાદીમાં જણાવાયેલ છે.


બાઢડા ગામે સગર સમાજનાં સમૂહલગ્નોત્‍સવમાં 3પ નવદંપતિએ પ્રભુતામાં પગલા પાડયા  

સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામ ખાતે સગર સમાજના ભવ્‍ય સમૂહલગ્ન યોજાયા હતા. જેમાં 3પ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડયા હતા. આ તકે મોટી સંખ્‍યામાં સગર સમાજના ભાઈઓ-બહેનો ઉપસ્‍થિત રહયા હતા. આ તકે સંતો-મહંતો, સામાજિક અગ્રણીઓ, અમરેલી જિલ્‍લાના સાંસદ નારણભાઈ કાછડીયા, ગુજરાત રાજય પૂર્વ કૃષિમંત્રી વી.વી. વઘાસીયા, કોંગ્રેસ અગ્રણી ચંદ્રેશભાઈ રવાણી, હરિભાઈ સગર વગેરે મહાનુભાવો ઉપસ્‍થિત રહયા હતા.


અમરેલી જિલ્‍લા અંધત્‍વ નિવારણ સમિતિ દ્વારા શેઠ પરિવારનાં સહયોગથી વિનામૂલ્‍યે નેત્રનિદાન કેમ્‍પ યોજાયો

સાવરકુંડલા જે.વી. મોદી હાઈસ્‍કૂલ કોમ્‍યુનિટી હોલ ખાતે અમરેલી જિલ્‍લા અંધત્‍વ નિવારણ સમિતિ દ્વારા સ્‍વ. હર્ષાબેન રાજેન્‍દ્રભાઈ શાહ શેઠ પરિવારના સહયોગથી સુદર્શન નેત્રાલય આયોજિત વિનામૂલ્‍યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્‍પ યોજાયો હતો. જેમાં ર00 કરતા વધુ આંખના રોગોથી પીડાતા દર્દીનારાયણે લાભ લીધો હતો. તથા દર્દીઓને નંબરના ચશ્‍મા, ટીપા, દવા વિનામૂલ્‍યે આપવામાં આવી હતી. તથા 60 કરતા વધુ દર્દીઓને મોતીયાનાઓપરેશન વિનામૂલ્‍યે કરી આપવામાં આવ્‍યા હતા. આ કેમ્‍પને સફળ બનાવવા માટે વિશાલ વ્‍યાસ, જીતેન હેલૈયા, વયસ્‍ક મિત્ર મંડળના કિશોરદાદા ત્રિવેદી વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.


જુની બારપટોળી ગામે જમીનનાં ડખ્‍ખામાં પિત્રાઈ ભાઈઓ વચ્‍ચે બઘડાટી

અમરેલી, તા. રર

રાજુલા તાલુકાનાં બારપટોળી ગામે રહેતાં અને મજુરી કામ કરતાં રમેશભાઈ લખમણભાઈજીતીયા તથા આરોપી લાલજીભાઈ જેઠાભાઈ પિત્રાઈ ભાઈઓ થતાં હોય, ત્‍યારે આજે બપોરનાં સમયે જમીન અંગે ચાલતાં મનદુઃખનાં કારણે બોલાચાલી થતાં આ યુવક તથા લખમણભાઈને સામેવાળા નાનજીભાઈ જેઠાભાઈ, લાલજીભાઈ જેઠાભાઈ, હંસાબેન લાલજીભાઈએ ઉશ્‍કેરાઈ જઈ યુવકને લોખંડનો પાઈપ મારી પગમાં ફેકચર કરી દીધાની ફરિયાદ રાજુલા પોલીસમાં નોંધાઈ છે.


કાઠમા ગામ નજીક ઘેટા-બકરા ચરાવવા બાબતે માથામાં પાઈપ ઝીંકયો

પીપળલગ ગામનાં બે શખ્‍સો સામે ફરિયાદ નોંધાઈ

અમરેલી, તા. રર

અમરેલી તાલુકાનાં કાઠમા ગામે રહેતાં અને ઘેટા-બકરા ચરાવવાનું કામ કરતાં હકાભાઈ પાતાભાઈ સિંધવ નામના પશુપાલક ગઈકાલે કાઠમા રોડ ઉપર આવેલ સરકારી પડતર જમીનમાં ઘેટા-બકરા ચરાવતાં હોય, ત્‍યારે પીપળલગ ગામે રહેતાં તેજાભાઈ દુદાભાઈ તથા જગાભાઈ દુદાભાઈ નામનાં બે ઈસમોને સારૂ નહી લાગતાં ઉશ્‍કેરાઈ જઈ લોખંડનાં પાઈપ વડે માથામાં માર મારી ઈજા કર્યાની ફરિયાદ અમરેલી તાલુકા પોલીસમાં નોંધાઈ છે.


બગસરાનાં ચુડાવડ ગામની સગર્ભા મહિલાએ ભૂલથી ઝેરી દવા પી લેતા મોત

રાજકોટ ખાતે સારવાર દરમિયાન અંતિમવાટ પકડી

અમરેલી, તા. રર

બગસરાતાલુકાનાં ચુડાવડ ગામે રહેતી એક પ્રસુતાએ પોતાની સારવારની દવા પીવાને બદલે ભૂલથી દવા પી જતા છેલ્‍લા એક સપ્‍તાહની સારવાર દરમિયાન ગઈકાલે તેણીનું રાજકોટની સિવિલ હોસ્‍પીટલમાં મૃત્‍યુ થયું હતું. પ માસનો ગર્ભ ધરાવતી સગર્ભા મહિલાનું અચાનક મૃત્‍યુ થતા પરિવારજનોમાં અરેરાટી સાથે શોક વ્‍યાપ્‍યો છે.

પ્રાપ્‍ત વિગતો મુજબ બગસરા તાલુકાનાં ચુડાવડ ગામે રહેતા હસમુખભાઈ ખુમાણભાઈ વણકરનાં પત્‍ની પાયલબેન હાલ સગર્ભાવસ્‍થામાં દિવસો ગાળી રહૃાા હોય તે સારવારની દવા ચાલુ હતી. આજથી અઠવાડિયા પહેલા તેણીએ પ્રેગ્નન્‍સીની દવાને બદલે ભૂલથી બીજી દવા પી લેતા સૌ પ્રથમ સારવાર માટે પાયલબેનને બગસરા ખસેડાયા હતા. જયાથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્‍પીટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. જયાં ગઈકાલે સારવાર દરમિયાન પાયલબેનનું મૃત્‍યુ થયું હતું. પોલીસનાં જણાવ્‍યા મુજબ પાયલબેન પ માસનો ગર્ભ ધરાવતા હતા. તેમનું પિયર બગસરા છે અને હજુ એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. પ માસનો ગર્ભ ધરાવતી આ મહિલાનું અચાનક સારવાર દરમિયાન મૃત્‍યુ થતા પરિવારજનો અને ચુડાવડવાસીઓમાં અરેરાટી સાથે શોક વ્‍યાપ્‍યો છે.


અમરાપરામાં જુગાર રમતાં પ બાજીગરો ઝડપાયા : 1 નાશી છૂટયો

અમરેલી, તા. રર, બાબરા નજીક આવેલ અમરાપરામાં રહેતાં વિનુભાઈ વાલજીભાઈ રાઠોડ, ભરત લખુભાઈ ચારોલીયા સહિત 6 જેટલા શખ્‍સો ગઈકાલે બપોરે અમરાપરામાં જાહેરમાં પૈસા પાના વડે હાર-જીતનો જુગાર રમતાં હોય, બાબરા પોલીસને બાતમી મળતાં દરોડો કરી પ ઈસમોને રોકડ રકમ રૂા.10પ80ની મતા સાથે ઝડપી લીધા હતા જયારે કાળુભાઈ રાઠોડ નામનો ઈસમ નાશી છૂટતાં તેમની શોધખોળ આદરી છે.


અમરેલીનાં ખત્રીવાડમાં સામસામે મારામારી થતાં પોલીસફરિયાદ

અમરેલી, તા.રર

અમરેલીના વેરાઈ માતાજીના મંદિર પાસે આવેલ ખત્રીવાડમાં રહેતા મોહસીન હનિફભાઈ ભટ્ટી નામના 19 વર્ષીય વિદ્યાર્થીને તે જ વિસ્‍તારમાં રહેતા વસીમ નામનો ઈસમ સાથે બોલાચાલી થયેલ તે વાતનું મનદુઃખ રાખી રાત્રે વસીમ, અકરમ, ઈલુ તથા સોહિલ પરમાર નામના 4 ઈસમોએ વિદ્યાર્થીને ગાળો આપી છરીનો ઘા મારી તથા ઢસડીને ઈજા કર્યાની ફરિયાદ સીટી પોલીસમાં નોંધાવી છે. તો સામાપક્ષે આ જ કારણોસર મોહસીન તથા 3 અજાણ્‍યા શખ્‍સોએ અકરમભાઈ અલારખભાઈને બેજબોલના ધોકા વડે માર મારી ઈજા કર્યાની સામી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.


હદ થઈ : ધુળથી બચવા દુકાનોને પારદર્શક લાજ કાઢવી પડી

જિલ્‍લાકક્ષાનાં અમરેલી શહેરમાં વેપારીઓનો નવતર પ્રયોગ

હદ થઈ : ધુળથી બચવા દુકાનોને પારદર્શક લાજ કાઢવી પડી

શહેરની દોઢ લાખની જનસંખ્‍યા ધુળની ડમરીઓથી ભારે પરેશાન થઈ રહી છે

ખાદ્યસામગ્રીનું વેચાણ કરતાં વેપારીઓએ દુકાનની આગળ પારદર્શક પરદો લગાવી દીધો

અમરેલી, તા. રર

સમગ્ર વિશ્‍વ અત્‍યારે પ્રદુષણનાં પ્રકોપ સામે બાંયો ચડાવી છે. દેશની રાજધાનીમાં તો લોકોને શ્‍વાસ લેવાની પણ તકલીફ થઈ રહી છે. ત્‍યારે અમરેલી શહેરમાં વસતા લોકોની હાલત પણ તેનાથી કંઈ ઓછી ન હોય તેમ સમગ્ર શહેરમાં ધુળીયા માર્ગનાં કારણે ડમરીઓ ઉડી રહી છે અને આ ડમરીઓનાં કારણે મીઠાઈ વેંચતા તથા અન્‍ય વેપારીઓ ત્રાહીમામ પોકારી ઉઠયા છે. જેને લઈ ખાદ્ય સામગ્રી વેચતા કેટલાંક પ્રતિષ્ઠિત વેપારીઓએ પોતાની દુકાનમાં ધુળથી રક્ષણ મેળવવા માટે પારદર્શક પ્‍લાસ્‍ટીકની દીવાલો ઉભી કરવી પડી છે.

અમરેલી શહેરમાં ભુગર્ભ ગટરનાં કારણે મોટાભાગનાં માર્ગો હવે ધુળીયા માર્ગ બની ગયા છે અને આવા તમામ માર્ગો ઉપર વેપાર કરતાં વેપારીઓ અને ખાસ કરીને ખાણી-પીણી તથા મીઠાઈ- ફરસાણના વેપારીઓની સામગ્રી ઉપર રીતસર ધુળની છારી બાજી જાય છે. જેના કારણે આવી ખાવાની ચીજવસ્‍તુઓ ફેંકવાનો સમય આવે છે અને આવી ખાણી-પીણીની વસ્‍તુઓ લોકોનાં શરીરમાં જાયતો માનવી માટે ખતરનાક રોગ થઈ શકવાની પણ સંભાવના નકારી શકાય તેમ નથી.

આથી અમરેલીનાં કેટલાંક પ્રતિષ્ઠિત મીઠાઈ ફરસાણ વેચતા વેપારીઓ ઘ્‍વારા આ ધુળીયા માર્ગની ધૂળ પોતાની દુકાનમાં આવી ન શકે તે માટે થઈ દુકાનની આગળનાં ભાગે પ્‍લાસ્‍ટીકની દીવાલ ઉભી કરવી પડી છે.

જયારે અન્‍ય વેપારીઓ ધુળની ડમરીની રક્ષણ મેળવવા દુકાનની આગળનાં ભાગે પાણીનાં છંટકાવ કરવો પડે તેવી સ્‍થિતિનું નિર્માણ અમરેલી શહેરમાં જોવા મળી રહૃાું છે.


ધારી ગીર પૂર્વમાં પશુપાલકની નજર સામે સિંહે ગાયથી પેટ ભર્યુ

અરે વાહ : ધારી ગીર પૂર્વમાં પશુપાલકની નજર સામે સિંહે ગાયથી પેટ ભર્યુ

જવ્‍વલે જ બનતો બનાવ સોશ્‍યલ મીડિયામાં વાયરલ

ખાંભા, તા. રર

ધારી ગીર પૂર્વનાં જંગલમાં સિંહોની સંખ્‍યા ઘટતી જાય છે, ત્‍યારે એક સિંહ રસ્‍તા પર માલધારીની સામે જ સાંજના સુમારે ગાયનો શિકાર આરોગતો વિડીયો આવ્‍યો. સામે દૂધ ભરીને બાઈક પર જતો માલધારી સિંહના શિકારને કારણે અટવાયો હતો અને બિન્‍દાસ્‍ત ગાયનું મારણ આરોગતો રહૃાો હતો. શિકાર આરોગતા સિંહ પાછળ માલધારી પણ સિંહે રસ્‍તો ન છોડતા માલધારી થંભ્‍યો હતો અને સાબિત થયું હતું કે ગીરમાં માલધારી સાથે સિંહો સલામત હતા છતાં માલધારીઓને ગીરની બહાર કાઢવામાં આવી રહૃાા છે. ગીર પૂર્વનાં જંગલ આસપાસનો વિડીયો સોશીયલ મીડિયામાં થયો હિટ અનેસિંહપ્રેમીઓ આ વિડીયો જોઈ ચોંકી ઉઠયા હતા. માલધારીઓને ગીરમાં સિંહ સાથે સલામત જોવા મળ્‍યો હતો.


બાબરા પંથકનાં પશુપાલકો અને ખેડૂતોમાં રાજય સરકાર સામે નારાજગી

               બાબરામાં તાલુકા કોંગ્રેસ ઘ્‍વારા ધારાસભ્‍ય વિરજીભાઈઠુંમરની આગેવાની હેઠળ પશુપાલકો અને ખેડૂતોના સમર્થનમાં આવેદનપત્ર આપ્‍યું. દુધના ભાવ ઘટાડવા સહિતનાં મુદાઓ પર ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમરની આગેવાની હેઠળ મોટી સંખ્‍યામાં કોંગ્રેસનાં આગેવાનો ઘ્‍વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતું. રાજય સરકાર ઘ્‍વારા દુધના ફેટનો ભાવ ઘટાડવામાં આવતા રાજયના માલધારીઓ અને પશુપાલકોમાં રોષ જોવા મળી રહૃાો છે. એક બાજુ ઘાસચારો, ખોળ, કપાસીયા, કિટુ સહિત અન્‍ય ઘાસચારો મોંઘો થતો જાય છે એની સામે રાજય સરકાર ઘ્‍વારા સહાય આપવાના બદલે દુધના ભાવમાં ધરખમ ઘટાડો કરવામાં આવતાં પશુપાલકો ભારે મુશ્‍કેલીમાં મુકાયા છે. ત્‍યારે રાજય સરકાર ઘ્‍વારા દૂધના ભાવ ઘટાડવા સહિતની ખેડૂત વિરોધી બાબતનો બાબરા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ ઘ્‍વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી ઉગ્ર વિરોધ કરવામાં આવ્‍યો હતો. તાલુકા કોંગ્રેસનાં આવેદનપત્રમાં તાલુકા પંચાયત પ્રમુખ ધીરૂભાઈ વહાણી, ઉપપ્રમુખ કિશોરભાઈ દેથળીયા, નગરપાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા, ઉપપ્રમુખ જગદીશભાઈ કારેટીયા, પ્રભાતભાઈ કોઠીવાળ, જસમતભાઈ ચોવટીયા, સુરેશભાઈ સિંધવ, નટુભાઈ જાસલીયા, બાબુભાઈ કારેટીયા, અરવિંદભાઈ મેવાડા, કુલદીપભાઈ બસીયા, ધર્મેશભાઈ વાવડીયા, બાવકુભાઈ બસીયા, જગુભાઈ ખાદા, બાવાલાલ હિરપરા,મુસાભાઈ પરમાર, મુકેશભાઈ ભાલીયા, વિનુભાઈ કરકર, ડાયાભાઈ દુધાત, પરેશભાઈ કાપડીયા, અશોકભાઈ ખાચર સહિતના કોંગ્રેસનાં આગેવાનો તાલુકા પંચાયત અને નગરપાલિકાના સભ્‍યો ઉપસ્‍થિત રહી સુત્રોચ્‍ચાર સાથે મામલતદાર કચેરીમાં રેલી સ્‍વરૂપે પહોંચી મામલતદાર એન.કે. ખીમાણીને આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતું. ધારાસભ્‍ય ઘ્‍વારા જણાવ્‍યું હતું કે, રાજયના મુખ્‍યમંત્રી ખેડૂતો અને પશુપાલકોના વિરોધી હોય તેવું લાગી રહૃાું છે. હાલ દુષ્‍કાળની સ્‍થિતિમાં કોઈ સહાય કરવાના બદલે ઘાતકી નિર્ણય કેવી રીતે લઈ શકે ? રાજય સરકારનો દુધનો ભાવ ઘટાડવાનો નિર્ણય પશુપાલકો માટે પડયા પર પાટુ સમાન છે. ત્‍યારે સરકાર આ બાબતે કોઈ યોગ્‍ય નિર્ણય લે તેવી માંગ કરવામાં આવી હતી.


ખેડૂતોની આત્‍મહત્‍યા સામે કોંગ્રેસ લાલઘૂમ

જિલ્‍લાનાં કોંગી આગેવાનોએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્‍યું

ખેડૂતોની આત્‍મહત્‍યા સામે કોંગ્રેસ લાલઘૂમ

દુષ્‍કાળનાં માહોલમાં ભાજપ સરકાર પશુપાલકોને રાહત દરે ઘાસચારો આપી શકતી નથી

અમરેલી, તા. રર

રાજયમાં ખેડૂતોનાં આપઘાતનાં કિસ્‍સા વધી રહૃાા છે. ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી કે પાણી મળતા નથી કે તેમના ખેત ઉત્‍પાદનનાં પોષણક્ષમ ભાવ મળતા નથી. સરકાર જે ટેકાનાં ભાવ જાહેર કરે છે તે ભાવે ખરેખર ખરીદી થતી નથી તે જ રીતે પાકવીમાનાં નાણા પણ ખેડૂતોને મળતા નથી રાજય સરકારની આ ખેડૂત વિરોધી નીતિ પ્રત્‍યે વિરોધ વ્‍યકત કરવા ખેડૂતોનાં પ્રશ્‍નોને વાચા આપવા અને ખેડૂતોનાં દેવા માફ કરવા કોંગ્રેસ પક્ષ સતત લડતો આવ્‍યો છે.

તાજેતરમાં રાજયમાં વિવિધ ડેરી સંઘો ર્ેારા દૂધનાં પ્રાપ્‍તિ ભાવમાં પ્રતિ કિલો ફેટે ર0થી રપ રૂપિયા કિલો જેટલો ઘટાડો કર્યો છે. મોંઘા પશુદાણ અનેઘાસચારાની પરિસ્‍થિતિમાં દૂધનાં પ્રાપ્‍તિ ભાવમાં આ ઘટાડાથી રાજયના પશુપાલકોની હાલત કફોડી થઈ ગઈ છે. સરકારની ખેડૂત વિરોધી માનસિકતા નીતિને લીધે ખેતી અને ખેડૂતો મુશ્‍કેલીમાં મુકાયા છે. સાથોસાથ પશુપાલન વ્‍યવસાય પણ આર્થિક કટોકટીનો સામનો કરી રહૃાો છે. રાજયમાં મોંઘી વીજળી, ખાતરનાં સતત વધતા ભાવ, મોઘુ બિયારણ-જંતુનાશક દવાઓને લીધે ખેડૂતો આર્થિક પાયમાલીમાં ધકેલાઈ ગયા છે અને આપઘાત જેવું અંતિમ પગલું ભરી રહૃાા છે.

આ સંજોગોમાં ખેડૂતોની વહારે આવવા અમરેલી જીલ્‍લા કોંગ્રેસ સમિતિ ર્ેારા આજરોજ કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં આ કાર્યક્રમમાં અમરેલી જિલ્‍લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ સોસા, લાઠી જિલ્‍લા પંચાયતનાં પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુમ્‍મર, અમરેલી જિલ્‍લા પંચાયતનાં પ્રમુખ રવજી વાઘેલા, તાલુકા પંચાયત પ્રમુખ નિરાભાઈ અકબરી, અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ લલિત ઠુમ્‍મર, શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ હાર્દિક સેંજલીયા, શરદ ધાનાણી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી, ટીકુભાઈ વરુ, અમરેલી જિલ્‍લા લોકસરકારના ઈન્‍ચાર્જ સંદીપ પંડયા, હંસાબેન જોશી, ભાવેશ પીપળીયા, નગરપાલિકાનાં સદસ્‍ય સંદીપ ધાનાણી, જીતુભાઈ ગોળવાળા, બીકે સોલિયા, પ્રકાશ લાખાણી, બાલુબેન પરમાર, માધવીબેન જોશી, ભારતીબેનશુકલ, વસંત કાબરીયા, જમાલ મોગલ, રાજ ગાંધી, વર્ષિલ સાવલિયા, પરેશ ભુવા, નારણ મકવાણા, શંભુભાઈ દેસાઈ, બાંધકામ સમિતિ જિલ્‍લા પંચાયતના ચેરમેન શંભુભાઈ ધાનાણી, જિલ્‍લા પંચાયતના સદસ્‍ય જયેશ નાકરાણી, જિલ્‍લા પંચાયતનાં સદસ્‍ય દિનેશ ભંડેરી, પતાજલ કાબરીયા, ચંદુ બારૈયા, રાજુ બીલખીયા, ફરીદ રઈસ,  ગોહિલભાઈ, વિપુલ પોકિયા, સમીર કુરેશી, ફેજલ ચૌહાણ, જયઓમ કોટડીયા, વર્ષીલ સાવલિયા, જનક પંડયા, શરદ મકવાણા, જગદીશ ડાભી, દિનેશ તારપરા, ભરત હપાણી સહિતનાં કોંગ્રેસી આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહૃાા.


બાબરીયાધાર ખાતે આહીર સમાજ દ્વારા સમૂહલગ્ન યોજાયા

               રાજુલાનાં બાબરીયાધાર ગામે આહીર સમાજનો 1ર સમુહ લગ્ન સમારોહ યોજાયો. જેમાં 3ર નવ દંપતિએ પ્રભુતામાં પગલા પાડયા જેમાં ઉપસ્‍થિત રાજકીય આગેવાનો સમાજનાં આગેવાનો તેમજ સાધુ સંતોની વિશેષ હાજરી રહી હતી અનેહજારોની સંખ્‍યામાં સમાજ બંધુ જોડાયા હતા. આ સમુહ લગ્નનાં કામની પાછળ સખત દિવસ રાત મહેનત કરી એવા આહીર સેવા સમિતિનાં પ્રમુખ આનંદભાઈ જીંજાળા મંત્રી, ભોળાભાઈ લાડુમોર યુવા ટ્રસ્‍ટી સુરેશભાઈ લાડુમોર અને પુરી ટીમ તથા ગ્રામજનોની રંગ લાવી મહેનત.


અમરેલી જિલ્‍લા પરિવાર ટ્રસ્‍ટ દ્વારા ગાંધીનગરમાં સ્‍નેહમિલન યોજાયું

               સૌરાષ્‍ટ્રનો સત્‍કાર પ્રચલીત છે, આવા જ સ્‍નેહભાવની પ્રતિતિ પાટનગર સુધી પહોંચી છે. ગાંધીનગર સ્‍થિત અમરેલી પરિવારજનો દ્વારા કાર્યરત સંસ્‍થા ભભઅમરેલી જિલ્‍લા પરિવાર ટ્રસ્‍ટભભ તરફથી ટાઉન હોલ- ગાંધીનગર ખાતે નવા વર્ષના આગમનને વઘાવતો સ્‍નેહ મીલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કેન્‍દ્રીય મંત્રી પરશોતમભાઈ રૂપાલા અને ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી ખાસ ઉપસ્‍થિત રહીને લોકોને શુભકામના પાઠવી હતી. આ તમે વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવેલ હતું. કાર્યક્રમમાં દોલતરાય ભટ્ટ, ઉમેશભાઈ, જીતેન્‍દ્રભાઈ રાવલ સહિત વિશાળ સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહીને શુભકામનાઓ પાઠવી હતી. તેમ સંસ્‍થા યાદીમાં જણાવાયેલ છે.


ખોડીયાણા ગામે મોર પરિવાર દ્વારા પાટોત્‍સવ અને ધારાસભ્‍યોનો સન્‍માન કાર્યક્રમ યોજાયો

               સાવરકુંડલા તાલુકાના ખોડીયાણા ગામે આહિર જ્ઞાતિના મોર શાખાના કુળદેવી શ્રી ચામુંડા મંદિરે તા.ર1/11ના રોજ 17માં પાટોત્‍સવ દરમિયાન મોર પરિવાર તરફથી જ્ઞાતિના ધારાસભ્‍ય જવાહરભાઈ ચાવડા, વિક્રમભાઈ માડમ, અંબરીશભાઈ ડેર, ભગવાનભાઈ બારડ અને મીનાબેન કોઠીવાળ (ચેરપર્સન જિ.પં. શિક્ષણ સમિતિ અમરેલી)ના સન્‍માન સમારોહ અને કુળદેવી ચામુંડા માતાજીના મંદિરના 17માં પાટોત્‍સવનું આયોજન કરવામાં આવેલ. પાટોત્‍સવ જેવા ધાર્મિક કાર્યક્રમ સાથે આહિર સમાજના રાજસ્‍વી ગૌરવ પદાધિકારીઓના સન્‍માનના બેવડા કાર્યક્રમમાં ખોડીયાણા સમગ્ર સૌરાષ્‍ટ્રમાંથી પધારેલ મોર પરિવાર અને તેમાં આમંત્રિત મહેમાનોની ઉપસ્‍થિતિ સાથે રાજસ્‍વી મહાનુભાવોની હાજરીથી બે દિવસ સુધી ભવ્‍ય માહોલ વચ્‍ચે સમગ્ર આયોજન સંપન્‍ન થયેલ. ધારાસભ્‍યોમાં જવાહરભાઈ ચાવડા, અંબરીશભાઈ ડેર અને મીનાબેન કોઠીવાળનું સમાજ તરફથી સન્‍માન કરવામાંઆવેલ. આ પ્રસંગે બાબુભાઈ રામ, પ્રભાતભાઈ કોઠીવાળ, દિપકભાઈ માલાણી (ચેરમેન માર્કેટયાર્ડ, સાવરકુંડલા) મુખ્‍ય દાતા ભુપેન્‍દ્રભાઈ મોર (દરબાર મુંબઈ), કાનજીભાઈ મોર ભાવનગર પાટોત્‍સવના યજમાન સંજયભાઈ અને ભુરાભાઈ ભોજદેવાળા અને મહેમાનો, આમંત્રિતોની વિશાળ હાજરી વચ્‍ચે કાર્યક્રમની શરૂઆત લાલભાઈ મોરે સ્‍વાગત પ્રવચન કરેલ. દાતા ભુપેન્‍દ્રભાઈ મોરે ધારાસભ્‍યોને સન્‍માનીત કરેલ. આ પ્રસંગે જવાહરભાઈ ચાવડા, અંબરીશભાઈ ડેર, મીનાબેન કોઠીવાળ, પ્રભાતભાઈ કોઠીવાળ અને દિપકભાઈ માલાણીએ પ્રાસંગિક પ્રવચનો કરેલ અને તમામ વકતાઓએ શિક્ષણ, એકતા અને ટેકનોલોજીના યુગ સાથે તાલ મિલાવવા પર ભાર મુકતા સંદેશાઓ આપેલ. સમગ્ર કાર્યક્રમનું આયોજન ગામના સરપંચ ભનુભાઈ મોર, ભોજદે ગામના મોર પરિવાર લાલભાઈ મોર તથા સુરત, મુંબઈ વસતા મોર પરિવારના યુવાનો તરફથી કરવામાં આવેલ. કાર્યક્રમના અંતમાં ખોડીયાણાના સરપંચ ભનુભાઈ મોરે આભારવિધિ કરેલ.


23-11-2018