Main Menu

Thursday, November 22nd, 2018

 

આલેલે : બગસરાનાં માવજીંજવા ગામે વિકાસ કાર્યોને લઈને માથાકૂટ થઈ

આલેલે : બગસરાનાં માવજીંજવા ગામે વિકાસ કાર્યોને લઈને માથાકૂટ થઈ

પોલીસે બન્‍ને પક્ષોની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી

અમરેલી, તા. ર1

બગસરા તાલુકાનાં માવજીંજવા ગામે રહેતાં અને ખેતીકામ કરતાં મધુભાઈ કરમશીભાઈ ધામેલીયા નામનાં 4પ વર્ષિય ખેડૂતે પોતાનાં સોશ્‍યલ મીડીયા એકાઉન્‍ટમાં માવજીંજવા ગામનો વિકાસ બજારમાં ફરેછે, તેવી વાત તથા ફોટા મુકતા તે ગામનાં મહિલા સરપંચનાં પતિ જયંતિભાઈ પોપટભાઈ તળાવીયાને સારૂ નહી લાગતાં તેઓ તેમનો દિકરો તથા ઝાલાએ ઉશ્‍કેરાઈ જઈ મધુભાઈને બે-ત્રણ લાફા મારી તથા ઈંટોનાં છૂટા ઘા મારી છાતીનાં ભાગે ઈજા કરી, જાનથી મારી નાંખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ સરપંચ પતિ તથા તેમના પુત્રો સામે નોંધાવી છે.

તો સામા પક્ષે જયંતિભાઈ તળાવીયાએ પણ સુરત ગામેથી આવેલ મધુભાઈ ધામેલીયા તથા દિવ્‍યેશ મધુભાઈ ધામેલીયા સામે ગ્રામ પંચાયતનાં કામનાં મનદુઃખનાં કારણે પાઈપ વડે માથાનાં ભાગે માર મારી, જાનથી મારી નાંખવાની ધમકી આપ્‍યાની મધુભાઈ તથા તેમના પુત્ર સામે નોંધાવી છે.


ધાતરવડી નદીનાં પુલ પાસે વીજ શોક લાગતાં ભેંસનું મોત

ધાતરવડી નદીનાં પુલ પાસે વીજ શોક લાગતાં ભેંસનું મોત

અમરેલી,તા. ર1

રાજુલાનાં ખેતગાળામાં રહેતાં સોંડાભાઈ માયાભાઈ જાદવ ગત તા.19 નાં સાંજનાં સમયે પોતાના માલઢોર ચરાવી અને ઘર તરફ આવતા હતા ત્‍યારે રસ્‍તામાં ધાતરવડી નદીનાં પુલ પાસે એક ભેંસને ઈલેકટ્રીક શોક લાગતા ભેંસનું મોત થયાનું રાજુલા પોલીસમાં જાહેર થવા     પામેલ છે.


અમરેલીમાં કાર હડફેટે આવી જવાથી નિર્દોષ બાળકનું મોત

અમરેલી, તા. ર1,

અમરેલી નજીક સાવરકુંડલા રોડ ઉપર આવેલ બે માળીયા હુડકો પાસે રહેતાં ઘનશ્‍યામભાઈ કાળુભાઈ મકવાણા નામનાં 3પ વર્ષિય શ્રમિકનાં પ વર્ષના પુત્રને ગઈકાલે બપોરે સાવરકુંડલા રોડ, ગુજકોમાસોલ પાસે મારૂતીવાન કાર નંબર જી.જે.1 એચ.એફ.1406 નાં ચાલકે હડફેટે લઈ ગંભીર ઈજાઓ કરી મોત નિપજાવ્‍યાની ફરિયાદ અમરેલી તાલુકા પોલીસમાં નોંધાતા પોલીસે બનાવ અંગે ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.


ભટ્ટવદર ગામેજુગાર રમતાં 6 બાજીગરોને પોલીસે ઝડપી લીધા

અમરેલી, તા. ર1

લાઠી તાલુકાનાં પાડરશીંગા ગામે રહેતાં દિપકભાઈ ઉર્ફ દીપો માધાભાઈ સોલંકી, અશોક પોપટભાઈ સાથળીયા રે. હજીરાધાર, મુકેશ સાર્દુળભાઈ મેર, રે. ભટવદર વિગેરે 6 જેટલાં ઈસમો ગઈકાલે સાંજે ભટવદર ગામે જાહેરમાં નદીનાં પટમાં તીનપતીનો જુગાર રમતાં હોય, દામનગર પોલીસને બાતમી મળતાં દરોડો પાડી રોકડ રકમ રૂા.ર430ની મતા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


દામનગરમાં તીનપત્તીનો જુગાર રમતા 4 પત્તાપ્રેમીઓ ઝડપાયા

પોલીસે રૂપિયા 4340નો મુદ્યામાલ કબ્‍જે કર્યો

અમરેલી, તા. ર1

લાઠી તાલુકાનાં રાભડા ગામે રહેતાં રફીકશા નનુશાં મૈયારા, ટુકડીવાડી વિસ્‍તારમાં રહેતાં નાગજીભાઈ રણછોડભાઈ બુધેલીયા, દહીથરા ગામે રહેતાં ભુપતભાઈ માધાભાઈ ભલાણી તથા હસમુખભાઈ ઓધવજીભાઈ ખેની નામનાં 4 ઈસમો ગઈકાલે સાંજનાં સમયે રાભડા રોડ ઉપર આવેલ હીરાનાં કારખાના પાસે જાહેરમાં તીનપતીનો જુગાર રમતાંહોય, પોલીસે દરોડો પાડી રોકડ રકમ રૂા.4340 સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


ચમારડીમાં ભામાશા ગોપાલશેઠનું સન્‍માન કરાયું   

બાબરા તાલુકાના ચમારડી ગામે ભાજપના અગ્રણી અનેચમારડી ગામના આગેવાન જીવનભાઈ વેલજીભાઈ પીઢડીયા તથા સમસ્‍ત પીઢડીયા પરિવારને આંગણે પાચવડા ગામનું નકળંગ રામા મંડળ આયોજિત ધાર્મિક કાર્યક્રમ નિમિતે ઉપસ્‍થિત ચમારડી ગામના ઉદ્યોગપતિ અને સર્વજ્ઞાતિ સમૂહલગ્નના પ્રણેતા ગોપાલભાઈ વસ્‍તરપરાનું ભવ્‍ય સન્‍માન કરવામાં આવ્‍યું હતું. ત્‍યારે આ પાવન પ્રસંગ નિમિતે સમાજના મોટી સંખ્‍યામાં આગેવાનો અને ગામજનો ઉપસ્‍થિત રહયા હતા.


દરિયાકાંઠે વારાહ સ્‍વરૂપનાં સાંનિઘ્‍યમાં તુલસી વિવાહ યોજાયા

 

જાફરાબાદ તાલુકાનાં દરિયા કિનારે આવેલ વારાહ સ્‍વરૂપ ભગવાનનાં મંદિરનાં સાંનિઘ્‍યમાં પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ મીઠાભાઈ લાખણોત્રા, બાબુભાઈ લાખણોત્રા, હરસુરભાઈ લાખણોત્રા, પૂ. શ્રી જોગીન્‍દરદાસ બાપુ, અને વારાહ સ્‍વરૂપ ટ્રસ્‍ટ ર્ેારા ભવ્‍ય અને દિવ્‍ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવેલ હતું. આ તુલસી વિવાહમાં ઠાકોરજીની જાન સમસ્‍ત કથીવદર ગામએ વાજતે-ગાજતે ઠાકોરજીની જાન લઈને આવ્‍યા હતા. વારાહ સ્‍વરૂપ મંદિરનાં સાનિઘ્‍યમાં ઠાકોરજી અને શ્રી વૃંદા (શ્રી તુલસી માતાજીના ધામ-ધૂમથી લગ્ન કર્યા હતા અને લગ્ન મંડપમાં જાનૈયા અને માંડવીઓએ સામે-સામે લગ્ન ગીતોની રમઝટ બોલાવી હતી અને   લગ્ન ીતો ગાવા વાળા કલાકારો દમયંતિ ચૌહાણ, પ્રિયા શીંગડએ પણ લગ્ન ગીતો ગાઈ અને ઉપસ્‍થિત તમામ લોકોને ખુશ કરી દીધા હતા.ત્‍યાર બાદ ગુજરાતનાં સુપ્રસિઘ્‍ધ લોકગાયીકા કિંજલ દવે આહીર સમાજનો પહેરવેશ પહેરીને ખુલી ગાડીમાં જયારે સ્‍ટેજ તરફ એન્‍ટ્રી કરી રહૃાા હતા ત્‍યારે આશરે વીસ હજાર કરતા પણ વધારે જનમેદનીએ કીકીયારા અને ફટાકડા ફોડી સ્‍વાગત કરતા સમગ્ર ગ્રાઉન્‍ડ ગુંજી ઉઠયુ હતું. કિંજલ દવેનાં મધુર કંઠેથી લોકગીતોની રમઝટ બોલતા જ ગ્રાઉન્‍ડમાં ઉપસ્‍થિત અનેક લોકોએ કિંજલ દવે ઉપર રૂપિયાનો વરસાદ વરસાવ્‍યો હતો. કિંજલ દવે ખાસ આકર્ષણનું કેન્‍દ્ર બની હતી. આહિર સમાજનો પહેરવેશ પહેરીને આવતા સ્‍થાનિક લોકોમાં પણ ઉત્‍સાહ જોવા    મળી રહૃાો હતો. કિંજલ દવેએ મોડીરાત્રી સુધી લોકગીતો ગાય અને ઉપસ્‍થિત તમામ લોકોને મનોરંજન પુરું પાડયું હતું. તુલસી વિવાહમાં અનેક સંતો, મહંતો અને મહાનુભાવો ઉપસ્‍થિત રહૃાા હતા. જેમ કે, રાજેન્‍દ્રદાસ બાપુ, જીણારામ બાપુ, બીજલ ભગત, અમરદાસ બાપુ, હિરાભાઈ સોલંકી, ગોપીકા તિવારી, ભાનુકુમાર, જીગ્નેશ પટેલ, હરસુરભાઈ લાખણોત્રા, લાલા આતા, ભગવાનભાઈ, નાથાભાઈ, કાળુભાઈ વગેરે મહેમાનોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ભારે જનમેદની ઉમટી પડતાં જાફરાબાદ અને પીપાવાવ મરીન પોલીસ ર્ેારા સમગ્ર ગ્રાઉન્‍ડમાં ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત ગોઠવી દેવામાં આવ્‍યો હતો. જેના લીધે આ તુલસી વિવાહ લગ્નોત્‍સવની શાંતિપૂર્ણ ઉજવણી કરવામાં આવીહતી. પોલીસ વિભાગની સુંદર  કામગીરીને ઠેર-ઠેર પ્રશંસા થઈ રહી છે. મીઠાભાઈ લાખણોત્રા, હરસુરભાઈ લાખણોત્રા, બાબુભાઈ લાખણોત્રા, પૂ.શ્રી જોગીન્‍દરદાસ બાપુ અને વારાહ સ્‍વરૂપ ટ્રસ્‍ટ અને અનેક સ્‍વયં સેવકો ર્ેારા આ તુલસી વિવાહની દિન-રાત તનતોડ મહેનત કરીને આ કાર્યને સફળ બનાવ્‍યું હતું.


અમરેલી પાલિકાનાં શાસકોએ ગ્રીટ કૌભાંડ કર્યાનાં આક્ષેપથી ચકચાર

જાગૃત્ત નાગરિક બારૈયાએ કમિશનરને પત્ર પાઠવ્‍યો

અમરેલી, તા.ર1

અમરેલીના જાગૃત નાગરિક ચંદુલાલ બારૈયાએ પાલિકાના કમિશનરને પત્ર પાઠવીને પાલિકાનાં શાસકોએ શહેરના માર્ગો પર પાથરવામાં આવેલ ગ્રીટમાં લાખો રૂપિયાનો ભ્રષ્‍ટાચાર થયો હોવાનો આક્ષેપ કરીને તટસ્‍થ તપાસ કરવા માંગ કરી છે.

પત્રમાં જણાવેલ છે કે, અમરેલી નગરપાલિકા દ્વારા ચાલુ વર્ષમાં અમરેલી શહેરમાં ચાલતી ભૂગર્ભ ગટર યોજના દ્વારા રોડ, રસ્‍તા પર ખોદકામ કરવામાં આવેલ છે અને જેના કારણે શહેરના રસ્‍તાઓ તૂટી ગયેલ હોય, બિસ્‍માર હાલતમાં હોય અને આ તૂટેલા રસ્‍તાઓને ગ્રીટ, ટાંચ નાખીને લોકો તેનો ઉપયોગ કરી શકે તેવા વ્‍યવસ્‍થિત રસ્‍તા કરવાની જવાબદારી ઉપરોકતગટર કામના કોન્‍ટ્રાકટરની હોય છે અને તેના ટેન્‍ડરમાં પણ આજ શરત હોય છે. છતાં પણ અમરેલી નગરપાલિકાએ માત્ર ભ્રષ્‍ટાચાર કરવા માટે જ શહેરમાં જયાં આ ભૂગર્ભ ગટર યોજનાને કારણે રસ્‍તા, રોડ તૂટી ગયેલ છે ત્‍યાં ગ્રીટ, મોરમ નાખવા માટેનું કામ પાલિકાના ભભવાર્ષિક ભાવભભ કોન્‍ટ્રાકટરને આપી શહેરમાં થોડી ઘણી ગ્રીટ, ટાંચ પાથરીને લાખો રૂપિયાના બીલ બનાવવા, ખોટા પુરાવા ઉભા કરીને ભ્રષ્‍ટાચાર કરેલ છે.

વધુમાં જણાવ્‍યું હતું કે, અમોએ ઉપરોકત બાબતે માહિતી અધિનિયમ-ર00પ અંતર્ગત માહિતી માંગેલ  છે. અને જે માહિતી અમોને આપવામાં આવેલ છે. જેનો અભ્‍યાસ કરતા અમોને જાણવા મળેલ છે કે ઉપરોકત કામમાં ભ્રષ્‍ટાચાર કરવા અર્થે ખૂબ જ મોટા પ્રમાણમાં ખોટા પુરાવા ઉભા કરેલ છે તેમ અંતમાં જણાવેલ છે.


અંટાળેશ્‍વર મહાદેવ મંદિરનાં પ્રથમ પાટોત્‍સવ પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાયા  

લીલીયા નજીક આવેલ સુપ્રસિઘ્‍ધ અંટાળેશ્‍વર મહાદેવ, શ્રી રામજી મંદિર, તથા રાધાકૃષ્‍ણ મંદિરનાં પ્રથમ પાટોત્‍સવ નિમીતે ભવ્‍ય લોકડાયરો અને અન્‍નકૂટ કાર્યક્રમ યોજાઈ ગયો. આ તકે લોક ડાયરામાં લોક સાહીત્‍યકાર માયાભાઈ આહીર, લોક ગાયક ઉર્વશીબેન રાદડીયા સહીતનાં કલાકારો અને લોક સાહીત્‍ય અને ભજનોની રમઝટ બોલાવી હતી.આ તકે અંટાળેશ્‍વર મહાદેવ તથા શ્રી રામજી મંદિર ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી નાનુભાઈ વેકરીયા, ભુપતભાઈ કનાળાએ સાંસદ નારણભાઈ કાછડીયા, ધારાસભ્‍ય વી.ડી.ઝાલાવડીયા, અગ્રણી ઉદ્યોગપતિ અને દાતા માણેકભાઈ લાઠીયા, હિમ્‍મતભાઈ કાવાણી, આર. એન. ડોબરીયા, જીતુભાઈ ડેર સહીતનાં મહાનુભાવોનું પુષ્‍પગુચ્‍છ, શાલથી સન્‍માન કરવામાં આવેલ. ત્‍યાર બાદ હિમ્‍મતભાઈ કાવાણી, માણેકભાઈ લાઠીયા, આર. એન. ડોબરીયા, પરશોતમદાસ લીલીયા સહીતનાં અગ્રણીઓએ માતબર રકમનું દાન જાહેરકર્યુ હતું. આ તકે અંટાળેશ્‍વર મંદિર ટ્રસ્‍ટ ર્ેારા સાંસદ નારણભાઈ કાછડીયાનું વિશિષ્‍ટ વ્‍યકિત તરીકે સન્‍માન કરી મંદિર નિર્માણ કાર્યમાં રૂા.40 લાખ રકમની ગ્રાન્‍ટ ફાળવી તે બદલ આભારની લાગણી વ્‍યકત કરી હતી. સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા મંદિર ટ્રસ્‍ટનાં વિઠ્ઠલભાઈ માદળીયા, ભુપતભાઈ કનાળા, અરવિંદભાઈ રૂપારેલીયા સહીતનાં હોદેદારો, સેવકોએ જહેમત ઉઠાવી હતી.


અમરેલી જિલ્‍લામાં ઈદે-મિલાદુન્‍નબીની ઉત્‍સાહભેર ઉજવણી

હઝરત મહંમદ પયંગમ્‍બર સાહેબનાં જન્‍મદિવસ નિમિત્તે

અમરેલી જિલ્‍લામાં ઈદે-મિલાદુન્‍નબીની ઉત્‍સાહભેર ઉજવણી

સૈયદ દાદાબાપુ અને નિઝામબાપુ દ્વારા બાળકોને ડ્રાયફ્રુટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું

અમરેલી, તા. ર1

ઈસ્‍લામ ધર્મના મહાન પયંગમ્‍બર હજરત મુહમ્‍મદ સ.અ.વ.નાં જન્‍મ દિવસ નિમિતે અમરેલી જિલ્‍લામાં મુસ્‍લિમ બિરાદરો ઘ્‍વારા જશને ઈદે મિલાદુન્‍નબીની શાનદાર ઉજવણી કરાઈ હતી. જેમાં સવારે વિશાળ ઝુલુસ કાઢયું હતું જેમાં મોટી સંખ્‍યામાં મુસ્‍લિમ બિરાદરો જોડાયા હતા. ઝુલુસ દરમ્‍યાન ઠેર-ઠેર ન્‍યાઝ (પ્રસાદ)ની વહેંચણી કરવામાં આવી હતી. ઝુલુસમાં મુસ્‍લિમ બિરાદરો કાર, બાઈક અને મીની ટ્રક જેવા વાહનો તેમજ ઊંટ, ઘોડા જેવા પ્રાણીઓ સાથે ઝુલુસમાં સામેલ થયા હતા.

ઈસ્‍લામ ધર્મનાં મહાન પયંગમ્‍બર હજરત સ.અ.વ. ના પવિત્ર જન્‍મ દિવસ ઈસ્‍લામી 1ર રબીઉલ અવ્‍વલ મહિનાની તારીખે થયેલ હોઈ. આ તારીખે મુસ્‍લિમ બિરાદરો ઘ્‍વારા સમગ્ર વિશ્‍વમાં જન્‍મ દિવસ મનાવે છે જે દિવસને ઈદે મિલાદુન્‍નબી તરીકે મનાવવામાં આવે છે. સમગ્ર ભારતમાં પણ મુસ્‍લિમ બિરાદરો ઘ્‍વારા આન-બાન-શાનથી હજરત મુહમ્‍મદ પયંગમ્‍બર સાહેબનો જન્‍મ દિવસ મનાવવામાં આવે છે. અમરેલીમાં પણ મુસ્‍લિમ બિરાદરો ઘ્‍વારા દર વર્ષે ઈદે મિલાદુન્‍નબીની ઉજવણી કરવામાં આવે છે. આજે સવારે શાહગોર ડેલીજુમ્‍મા મસ્‍જિદ ખાતેથી નિશારે હુશેન કમિટી ઘ્‍વારા જન્‍નત નશીન પીરે તરીકત સૈયદ દિલાવરબાપુના બે ફરજંદો સૈયદ દાદાબાપુ અને નિઝામબાપુની આગેવાનીમાં શહેરમાં એક વિશાળ ઝુલુસ કાઢવામાં આવ્‍યું હતું. જે ઝુલુસ શાહગોરા ડેલા જુમ્‍મા મસ્‍જિદથી   નીકળી દાણા બજારથી, ટાવર, શાકમાર્કેટ, ચાંદની ચોક થઈ બહારપરા થઈ પરત જુમ્‍મા મસ્‍જિદ ખાતે પહોંચેલ હતું. ઝુલુસમાં શહેરનાં મુસ્‍લિમ બિરાદરો પોતાના બાળ-બચ્‍ચા સાથે મોટી સંખ્‍યામાં જોડાયા હતા. ઝુલુસમાં લોકો કાર, જીપ, મીની ટ્રક જેવા વાહનો તેમજ ઊંટ, ઘોટા સહિતનાં પ્રાણીઓ સાથે ઝુલુસમાં જોડાયા હતા અને નાતે મુહમ્‍મદ સ.અ.વ. પઢતા પઢતા મુસ્‍લિમ બિરાદરો નબ્‍બીની મહોબતમાં ઝુમતા ઝુમતા ઝુલુસમાં જોવા મળ્‍યા હતા.

ઝુલુસનાં રૂટમાં ઠેર-ઠેર સૈયદ દાદાબાપુ અને નિઝામબાપુનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. ઝુલુમાં ઠેર-ઠેર ન્‍યાઝ વહેંચાઈ હતી ઝુલુસ શહેરના માર્ગો પરથી ફરી પરત જુમ્‍મા મસ્‍જિદ ખાતે પહોંચેલ હતું. જયાં મુહમ્‍મદ પયંગમ્‍બર સાહેબના જીવન ચરિત્ર ઉપર પ્રવચન (વાયેઝ) કરવામાં આવ્‍યું હતું અને પ્રવચન બાદ સમગ્ર ઝુલુસમાં આવેલ લોકોને જમાડવામાં આવ્‍યા હતા. બપોરે સૈયદ દિલાવરબાપુના ફરજંદો સૈયદ દાદાબાપુ અને નિઝામબાપુ ઘ્‍વારા હિન્‍દુ-મુસ્‍લિમ બાળકોને ડ્રાયફ્રુટના પેકેટ વહેંચવામાંઆવ્‍યા હતા. શાહગોરા ડેલીમાં છેલ્‍લા બાર દિવસથી સૈયદ દિલાવરબાપુના ફરજંદો ઘ્‍વારા હજરત મુહમ્‍મદ પયંગમ્‍બર સાહેબના જીવન ચરિત્ર ઉપર પ્રવચન (વાયેઝ) કરવામાં આવી રહૃાું હતું. અમરેલી શહેરમાં હજરત મુહમ્‍મદ પયંગમ્‍બર સાહેબના પવિત્ર જન્‍મ દિવસ નિમિતે મુસ્‍લિમ બિરાદરો ઘ્‍વારા આન-બાન- શાનથી ઉજવણી કરાઈ હતી.


સમઢીયાળામાં થયેલ હત્‍યા કેસનાં આરોપીઓને ઝડપવા માંગ

પરિવારજનોએ મૃતદેહ સ્‍વીકારવા નનૈયા ભણતા દોડધામ

સમઢીયાળામાં થયેલ હત્‍યા કેસનાં આરોપીઓને ઝડપવા માંગ

સાવરકુંડલાની સિવિલ હોસ્‍પિટલ ખાતે મૃતકનાં પરિવારજનો મોટી સંખ્‍યામાં એકઠા થયા

અમરેલી, તા. ર1

બે દિવસ પહેલા ખાંભાનાં સમઢીયાળા ગામે રસ્‍તા બાબતે થયેલ બોલાચાલીમાં ખેડૂત ઉપર છરી અને લાકડી વડે હુમલો થયેલની ઘટનામાં બે સગા ભાઈઓમાં મોટા ભાઈ પરશોતમભાઈ અરજણભાઈનું મૃત્‍યુ અને ગોરધનભાઈ અરજણભાઈ દોંગા ઘાયલ થતાં તેને સારવાર માટે અમરેલી દાખલ કરેલ.

જેનું મૃત્‍યું થયું તે પરશોતમભાઈ દોંગા (ઉ.વ. 48) નો મૃતદેહ સાવરકુંડલા સિવીલ હોસ્‍પિટલ ખાતે ગઈકાલે લાવવામાં આવ્‍યો હતો. આ ઘટનાના સમગ્ર પંથકમાં પડઘા પડયા છે અને મૃતકના ભાઈએ સાત લોકો સામે પોલીસ ફરિયાદ કરેલ છે. મૃતકના પરિવારજનોએ સાવરકુંડલા સિવીલ હોસ્‍પિટલ ખાતે મૃતદેહ નહિસ્‍વીકારવા બાબતે તેની માંગણી સાથે બેસી ગયેલ છે. ઘટનાના ર4 કલાક બાદ બે લોકોની પોલીસે અટકાયત કરી હોવાનું પોલીસ સુત્રમાંથી જાણવા      મળેલ છે. ત્‍યારે આજે સાંજના પ કલાકે અમરેલી ઈન્‍ચાર્જ એસપી દેસાઈ અને સાંસદ નારણભાઈ કાછડીયાએ મૃતકનાં પરિવારજનો સાથે ચર્ચા કરી મૃતદેહ સ્‍વીકારવાની વાતો કરેલ હતી અને આરોપીઓને વહેલીતકે ઝડપી લેવાની ખાતરી પણ આપવામાં આવેલ હતી. પરંતુ દોંગા પરિવારજનો પોતાની માંગમાં અડગ રહૃાા હોય હાલ પરશોતમભાઈનો મૃતદેહ સાવરકુંડલા સિવીલ હોસ્‍પિટલ ખાતે છે અને પરિવારજનો હોસ્‍પિટલનાં મેદાનમાં પોતાની અડગ માંગ સાથે બેઠા છે.


ચોર મચાયે શોર : ધારીમાં અર્ધો ડઝન સ્‍થળોએ ચોરી

હથિયારધારી ગેન્‍ગ હાથમાં ધોકા લઈને ફરી રહી છે

ચોર મચાયે શોર : ધારીમાં અર્ધો ડઝન સ્‍થળોએ ચોરી

તસ્‍કર ગેન્‍ગ સીસીટીવી કેમેરામાં કેદ થતાં ગામજનોમાં ફફડાટ ફેલાયો

ધારી, તા.ર1

ધારી-અમરેલી રોડ પર કુલ પ સ્‍થળે તથા નવી વસાહતમાં એક મળી કુલ 6 સ્‍થળોએ તસ્‍કરો ત્રાટકયા હોવાનું જાણવા મળે છે.

વિગત મુજબ ધારી- અમરેલી રોડ પર ગુરૂકૃપા મોટર ગેરેજ, મારૂતિ ટરબાઈન પંપ, કિસાન ટાયર રીમોટ, મહેબુબભાઈના રહેણાંક મકાનમાં, બાપા સીતારામ મઢુલીની દાનપેટીમાં પણ તસ્‍કરો હાથ ફેરો કરી ગયા હતા. આ તમામ સ્‍થળોમાંથી બે સ્‍થળે જેમાં મારૂતિ ટરબાઈન પંપ તથા મહેબુબભાઈના મકાનમાંથી રોકડ રકમની ચોરી થયાનું જાણવા મળે છે. તેમજ નવી વસાહતમાં સરફરાજભાઈ રાઠોડના ઘરેથી સોના-ચાંદીના ઘરેણા તથા રોકડ રકમની ચોરી થવા પામી હતી. જે અંગે પોલીસે બનાવ સ્‍થળે જઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજા બનાવમાં ધારી-અમરેલી રોડ પર આવેલ ગુરૂકૃપાગેરેજમાં પણ તસ્‍કરો ત્રાટકયા હતા. જયાં લાગેલા સી.સી.ટી.વી.માં તસ્‍કરો હથિયાર લઈને ચોરી કરવા આવેલ સ્‍પષ્‍ટ જણાતું હતું. જો કે ગેરેજ અંદરથી કોઈ વસ્‍તુની ચોરી થવા પામી નહોતી. માત્ર તસ્‍કરો ચીજ-વસ્‍તુઓ શોધી રહયાનું ફુટેજમાં જણાતું હતું. ત્‍યારે હથિયાર લઈને ગેન્‍ગ ફરતી હોવાની ચર્ચાએ જોર પકડયું છે. વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી.


બાબરાનાં ઈંગોરાળાનાં ખેડૂતોની ખોટી રીતે અટકાયત કરાતાં ધારાસભ્‍ય રોષે ભરાયા

પોલીસ સ્‍ટેશન સામે ધરણા શરૂ કરતાં અફડા-તફડી

બાબરાનાં ઈંગોરાળાનાં ખેડૂતોની ખોટી રીતે અટકાયત કરાતાં ધારાસભ્‍ય રોષે ભરાયા

બનાવની ગંભીરતા સમજી વિભાગીય પોલીસ અધિકારી દોડી ગયા

બાબરા, તા. ર1

બાબરા તાલુકાનાં  ઈંગોરાળા ગામમાં ત્રણ જેટલા ખેડૂતો પોતાની વાડીમાં રેઢિયાર પશુઓને હાંકી કાઢી મુકતા હોય એ મતલબની એક અરજી ઈંગોરાળા ગામમાં કોઈ સ્‍થાનિક વ્‍યકિત ર્ેારા બાબરા પોલીસ સ્‍ટેશનમાં આપવામાં આવતા બીટ જમાદાર ર્ેારા ધોરણસરની કાર્યવાહી કરી ખેડૂતોની અટક કરતા ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો. ગામનાં ઉપસરપંચ જતીનભાઈ દેસાઈ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ કિશોરભાઈ દેથળીયા સહિતનાં આગેવાનો ર્ેારા આ બાબતની જાણ ધારાસભ્‍યને કરવામાં આવતા તેઓ તુરંત બાબરા પોલીસ મથકે દોડી આવ્‍યા હતા અને બાબરા પોલીસને રજૂઆત કરી હતી. જોકે બાબરા પોલીસ ર્ેારા યોગ્‍ય ન્‍યાય નહિ કરવામાં આવતા ધારાસભ્‍ય સહીતના સ્‍થાનિક ગ્રામજનો અને કોંગ્રેસનાઅગ્રણીઓ પોલીસ સ્‍ટેશનમાં ધારાસભ્‍યની સાથે ઉપવાસ પર બેસી ગયા અને રામધૂન શરૂ કરતા મામલો વધુ ગરમાયો હતો.

ધારાસભ્‍ય ર્ેારા જણાવ્‍યું હતું કે કોઈ સામાન્‍ય અરજી કરે અને પોલીસ 1પ1 કરી ખેડૂતોની અટક કરે એ કયાનો ન્‍યાય. શું ખેડૂતને પોતાના પાકનું રક્ષણ કરવાનો અધિકાર નથી ? આ રીતે બાબરા પોલીસ તાનાશાહી કરી ખેડૂતોને અન્‍યાય કરે તે ચલાવી નહિ લેવાય.

બાબરા પોલીસ સ્‍ટેશનમાં મોટી સંખ્‍યામાં ઈંગોરાળાનાં ગ્રામજનો અને સમર્થકો ધારાસભ્‍ય સાથે ઉપવાસ પર બેસી રામધૂન શરૂ કરતાં અમરેલીથી ડીવાયએસપી મોણપરા દોડી આવ્‍યા હતા અને તેઓ ર્ેારા તમામ ખેડૂતોને ખાતરી આપતા મામલો થાળે પડયો હતો અને તમામ ત્રણેય ખેડૂતને મુકત કરવામાં આવ્‍યા હતા.


લીલીયાનાં ઢાંગલા ખાતે આસ્‍થા અને ઉત્‍સાહભેર તુલસી વિવાહ યોજાયા  

લીલીયા તાલુકાના ઢાંગલા ખાતે નકળંગ આશ્રમ આયોજિત ભગવાન શાલીગ્રામ સંગ ચિ. વૃંદાજીના લગ્નોત્‍સવની યાદગાર ઉજવણી વૈદિક મંત્રોચ્‍ચાર સાથે પર્યાવરણ પ્રકૃતિની શીખ આપતો સંદેશ અને વૃક્ષોને જવાબદારી સાથે દત્તક લેવાયા હતા. શ્રી શકિત મહિલા મંડળ (સુરત) હાલ ઢાંગલા અને યંગ ગૃપ મંડળ ઢાંગલા દ્વારા આયોજિત તુલસી વિવાહનું આયોજન કરાયું હતું. તેમજ ભગવાનના લગ્નોત્‍સવ પ્રસંગે પર્યાવરણ પ્રકૃતિનું સુંદર કાર્ય વૃક્ષારોપણ કરીને કરાયું હતું. 60થી વધુ વૃક્ષો રોપી સુંદર સંદેશ આપ્‍યો હતો. જવાબદારી સાથે એક એક વ્‍યકિતને વૃક્ષની જવાબદારી સોંપવામાં આવી અને પર્યાવરણ પ્રકૃતિની પ્રતિજ્ઞા લેવાઈ હતી. (વૃક્ષો દતક અપાયા) તુલસી વિવાહ નકળંગ ધામ આશ્રમ ઢાંગલા ખાતે કરાયું હતું. મસ્‍તરામબાપુ સહિત વિદ્વાન વકતાઓએ માર્મિક ટકોર કરતું મનનીય વકતવ્‍ય આપી તુલસી વિવાહને યાદગાર બનાવ્‍યા હતા અને માનવીય ફરજ પર્યાવરણ પ્રકૃતિન જતન જાળવણીની પ્રતિજ્ઞા સાથે શીખ આપી હતી.


સાવરકુંડલામાં ઈદે-મિલાદુન્‍નબીની શાનદાર ઉજવણી

               હઝરત મોહમ્‍મદ પયગમ્‍બર સાહેબ (સ.અ.વ.)ના જન્‍મદિન પર ઉજવાતો જશ્‍ને ઈદે મિલાદુન્‍નબીના અવસરે સાવરકુંડલામાં કોમી એખલાસ સાથે સૂફીસંત અલ્‍હાઝ સરકાર સૈયદ દાદાબાપુ કાદરીની આગેવાનીમાં સમસ્‍ત સુન્‍ની મુસ્‍લિમ સમાજનું ઝુલુસ શહેરના રાજમાર્ગો પર ફર્યુ હતું ઈદના અવસરે દરેક જીવ ઈશ્‍વર અલ્‍લાહની દેન છે. ત્‍યારે મૂંગા પશુઓને ગૌશાળામાં ઘાસચારો, પંખીઓને ચણ સહિત વિધવા, ત્‍યકતા ઓરતોને બક્ષીસ આપીને હઝરત મોહમ્‍મદ પયગમ્‍બર સાહેબ (સ.અ.વ.)ના જન્‍મદિવસની ઉજવણી શાનોશોકતથી કરવામાં આવી હતી. સાવરકુંડલાના તમામ રાજમાર્ગો પર રોશની, ધજા, પતાકા, પતંગીયા સહિત ઠેર-ઠેર શરબતના સ્‍ટોલો, આઈસ્‍ક્રીમના સ્‍ટોલો, ભજીયા, સમોસના સ્‍ટોલો, શહેરના મણીભાઈ ચોક ખાતે રાઉન્‍ડ ગૃ્રપ દ્વારા આકર્ષક મક્કા મદીનાના રોજા બનાવીને મુસ્‍લિમ સમાજના લોકોના આકર્ષણનું કેન્‍દ્ર, મણીભાઈ ચોક બન્‍યું હતું. ત્‍યારે બપોરે જોહરનીનમાઝ બાદ સૂફીસંત અલ્‍હાઝ સરકાર સૈયદ દાદાબાપુ કાદરીની આગેવાનીમાં ભવ્‍ય ઝુલુસ નિકળતા હિન્‍દુ સમાજના અગ્રણીઓએ સૂફીસંતનું સ્‍વાગત કર્યુ હતું. સૂફીસંતના કોમી એખલાસ અને બંધુત્‍વની ભાવનાના બીજ આ જશ્‍ને ઈદે મિલાદૂન્‍નબીના અવસરે સાવરકુંડલા શહેર સાથે આસપાસના ગૌશાળામાં ગાયો માટે લીલો ઘાસચારો આપીને દરેક જીવને ખુશ રાખવાનો સૂફીસંતનો પ્રયાસ હંમેશા ઉડીને આંખે વળગે છે. સાવરકુંડલાના રાજમાર્ગો પટ્ટમાં નિકળેલ જુલુસનું સન્‍માન કરીને સૂફીસંતને ફુલહાર પહેરાવીને સન્‍માનિત કરતા હિન્‍દુ સમાજના અગ્રણીઓ એકતાની ન્નયોત જગાવનાર સૂફીસંતને બિરદાવતા હતા સાંજના ઝુલુસ બાદ લીમડી ચોક ખાતે નાતશરીફનો જલસો રાખવામાં આવે છે.


અમૃતવેલ ખાતે શ્રીમદ્ય સત્‍સંગીજીવન કથા પારાયણમાં બ્‍લડ કેમ્‍પ યોજાયો  

              સાવરકુંડલા તાલુકાના અમૃતવેલ ખાતે ચાલી રહેલ શ્રીમદ સત્‍સંગીજીવન કથા પારાયણમાં દરરોજ અલગ અલગ ઉત્‍સવો, ધાર્મિક કાર્યક્રમો, શાકોત્‍સવ તથા મહા રકતદાન કેમ્‍પમાં ર00 કરતા પણ વધુ બોટલ બ્‍લડ એકત્રિત કરવામાં આવ્‍યું હતું. કથા દરમિયાન દરરોજ સંતો મહંતો ઉપસ્‍થિત રહી આશિર્વચન પાઠવે છે. કથા દરમિયાન દરરોજ રાત્રે સંતવાણી, ડાયરો, હાસ્‍ય પ્રોગ્રામ વગેરેની ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી. શ્રીમદ સત્‍સંગીજીવન પારાયણ કથાના વકતા પ.પૂ.નિત્‍યસ્‍વરૂપદાસજી દ્વારા વ્‍યસનમુકિત વિગેરે સત્‍સંગીઓને ઉપદેશ આપવામાં આવી રહયા છે.


22-11-2018