Main Menu

Wednesday, November 21st, 2018

 

વંડામાં સમસ્‍ત કોળી સમાજ ર્ેારા સ્‍નેહમિલન કાર્યક્રમ યોજાયો

સાવરકુંડલાના કોળી સમાજનાં ઈતિહાસમાં સૌ પ્રથમવાર કોળી સમાજનું મહા સ્‍નેહમિલન તાલુકાના વંડા ખાતે સફળતાપૂર્વક સંપન્‍ન થયુ હતું. કોળી યુવા સંગઠન વંડા ર્ેારા આયોજીત મહા સ્‍નેહમિલન તેમજ બ્‍લડ ડોનેશન કેમ્‍પ તથા સન્‍માન કાર્યક્રમ રાજુલા- જાફરાબાદના પૂર્વ ધારાસભ્‍ય હિરાભાઈ સોલંકીના અઘ્‍યક્ષ સ્‍થાને યોજવામાં આવેલ. સાવરકુંડલા-લીલીયા પંથકના કોળી સમાજનાં ઈતિહાસમાં સૌ પ્રથમવાર કોળી યુવા સંગઠન-વંડા ર્ેારા યોજવામાં આવતા ઉત્‍સાહપૂર્વક  બહોળી સંખ્‍યામાં સમાજનાં બહેનો, ભાઈઓ સમાજ અગ્રણીઓ ઉપસ્‍થિત રહેલ. કાર્યક્રમ દરમિયાન અઘ્‍યક્ષ સ્‍થાનેથી ઉદબોધન કરતા હિરાભાઈ સોલંકીએ કોળી સમાજની ઉપસ્‍થિતિ વચ્‍ચે મન મુકીને સમાજ સંગઠન ઉપર ભારપૂર્વક ગર્જના કરી હતી. સમાજ હિતની વાત સાથે રાજકીય મુદે પણ ઘણી બધી ગંભીરતાથી ચર્ચાઓ કરવામાં આવેલ. આગામી સમયમાં કોળી સમાજનુંશિક્ષણ, સંગઠન વધુ મજબુત બનાવાશે તે સાથે પોતાના પ્રવચનમાં જણાવેલ કે વિધાનસભાનાં પરિણામ બાદ મને કોઈ ફર્ક પડયો નથી અને ધારાસભ્‍ય તરીકે જે હિરાભાઈ હતા એજ હિરાભાઈ અત્‍યારે છે. સરકારમાં હતા ત્‍યારે જે કામ થતા તેના કરતા અત્‍યારે ડબલ કામો થાય છે, માટે સમાજે ગભરાવું નહીં. તેવા શબ્‍દોથી સમાજમાં એક ઉમંગ જગાવ્‍યો હતો. હિરાભાઈએ જણાવેલ કે કોળી સમાજ સહિત અન્‍ય સમાજ માટે હું અડધી રાતનો હોંકારો છું, તમામ વર્ગનાં લોકો માટે હરહંમેશ તૈયાર હતો અને છું. કાર્યક્રમમાં ઉપસ્‍થિત મેકડા આશ્રમનાં મહંત પૂ. સેવાદાસ બાપુ, મહંત શ્રી ભીમપુરીબાપુ (કંટાળા આશ્રમ), ભાવનગર જી.પં.ના પ્રમુખ નિમુબેન બાંભણીયા, રાજુભાઈ સોલંકી (માંધાતા પ્રમુખ ભાવનગર) મનસુખભાઈ ગોવાણી (રાજકોટ), બોટાદ કોળી સમાજ અગ્રણી, જેસર કોળી સમાજ આગેવાન ધાપાભાઈ, વલ્‍લભભાઈ ઝિંજવાડીયા, સુભાષ સોલંકી (આંબરડી), સહિત આગેવાનો ઉપસ્‍થિત રહેલ. કાર્યક્રમને સફળ બનાવવા વંડા કોળી યુવા સંગઠનના પ્રમુખ લલીતભાઈ રાઠોડ, ઉ.પ્રમુખ રમેશભાઈ મકવાણા, લાલજીભાઈ જાદવ, મુનાભાઈ પરમાર, કાંતિભાઈ મકવાણા, પરેશ ડાભી, હિમતભાઈ સોલંકી, પ્રવિણભાઈ ગોહિલ, અશોકભાઈ ખસીયા, વિનુભાઈ ચૌહાણ, સુરેશભાઈ ખેરાળા, રવુભાઈ પરનાળીયા સહિત કોળી સમાજનાં યુવાનોએ ભારે જહેમતઉઠાવી કાર્યક્રમને સફળ બનાવેલ. બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં પણ સમાજનાં લોકોએ મોટી સંખ્‍યામાં રકતદાન લોહી એકત્ર કરવામાં આવેલ.


રાષ્‍ટ્રનાં ચોકીદાર અને રાજયનાં હવાલદાર બન્‍ને ચોર છે : પરેશ ધાનાણી

પ્રધાનમંત્રી અને મુખ્‍યમંત્રી રાજીનામું આપે : પરેશ ધાનાણી

જયારે મુખ્‍યમંત્રી એમ કહે કે મગફળીની ખરીદીમાં ગયા વર્ષે થયેલ ગેરરીતિ આ વર્ષે નહી થાય ત્‍યારે આશ્ચર્ય થાય છે

મોદી સરકારનાં રાજમાં હજારો કરોડ રૂપિયાનું રાફેલ કૌભાંડ થયાનો પણ આક્ષેપ કર્યો

ગાંધીનગર, તા. ર0

ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી આજે નવા વર્ષમાં સહુ પત્રકાર તથા મીડીયાના મિત્રોને મળ્‍યાા હતા અને નવા વર્ષની સહુને હાર્દિક શુભેચ્‍છાષઓ પાઠવી હતી.

પત્રકાર તથા મીડીયાના મિત્રો સાથેની વાતચીતમાં ધાનાણીએ જણાવ્‍યું હતું કે, રાષ્ટ્રોના ચોકીદાર અને રાજયના હવાલદાર બંને ચોર છે એવું અમે વારંવાર કહેતા આવ્‍યા છીએ. પહેલાં સત્તામાં બેઠેલા લોકો સામે ચોરીની ફરિયાદો અને આક્ષેપો થતા હતા. આજે સત્તામાં બેઠેલા લોકો ખુદ સરકારી તિજોરીને લુંટાવી રહયા છે અને એ સત્‍યહવે ધીરેધીરે પ્રજા સમક્ષ આવી રહયું છે.

સીબીઆઈની તપાસ સર્વોચ્‍ચ અદાલતના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે તેમાં ગુજરાતમાંથી પ્રતિનિધિત્‍વ  કરતા અને ભારત સરકારના રાજયકક્ષાના મંત્રી હરિભાઈ ચૌધરી સામે પણ વ્‍યકિતગત આક્ષેપો કરવામાં આવ્‍યા  છે. મને ન્‍યાયપાલિકા પર સંપૂર્ણ ભરોસો અને વિશ્વાસ છે કે આજે નહીં તો કાલે સત્‍ય જરૂર બહાર આવશે. સીતા જેવી પવિત્ર દેવી સામે આક્ષેપો લાગ્‍યા ત્‍યારે તેની પણ અગ્નિ પરીક્ષા થઈ હતી. રામરાજયની પરિકલ્‍પના કરનાર ભાજપનું નેતૃત્‍વ કે જેમાં આજે ચોકીદાર ખુદ ચોર છે, પ્રધાનમંત્રી પર ભ્રષ્ટાષચારના આરોપો લાગી રહયા છે, આધાર-પુરાવાઓ સાથે સત્‍ય  બહાર આવી રહયું છે, પ્રધાનમંત્રી કાર્યાલય સહિતના મંત્રીઓ પર ભ્રષ્ટાચારના સીધા આરોપો લાગી રહયા છે ત્‍યારે પ્રધાનમંત્રી અને મુખ્‍યમંત્રી બંનેએ નૈતિકતાના ધોરણે રાજીનામું આપવું જોઈએ.

વધુમાં જણાવ્‍યું હતું કે, હું વારંવાર કહેતો આવ્‍યો છું તે સત્‍ય હવે રાજય  અને રાષ્ટ્રમાં લોકો સમક્ષ ખુલ્‍લું પડી રહયું છે. ગત વર્ષે ગુજરાતમાં ટેકાના ભાવે મગફળી ખરીદી કાંડમાં બોફોર્સના કાલ્‍પનિક કાંડ કરતાં મોટું બારદાન કાંડ થયું. મગફળીકાંડમાં ચાર હજાર કરોડની મલાઈ કોણ તારવી ગયું ? તેનો જવાબ આપવામાં નિષ્‍ફળ નીવડેલ ભાજપના મુખ્‍યમંત્રીએ વાત સ્‍વીકારી છે કે ગત વર્ષેમગફળી ખરીદીમાં ગોટાળો થયો હતો ત્‍યારે રાજયમાં ભાજપનું નેતૃત્‍વ કરતાં મુખ્‍યમંત્રીએ રાજીનામું આપવું જોઈએ અને ન્‍યાયપાલિકાના સીટીંગ જજના નેતૃત્‍વમાં મગફળીકાંડની તટસ્‍થ તપાસ આપવી જોઈએ.

વધુમાં જણાવ્‍યું હતું કે, ચાર હજાર કરોડના મગફળીકાંડમાં રાજયાના મુખ્‍યમંત્રીએ અનિયમિતતાઓ સ્‍વીકારી છે. ગુજરાત સરકાર નાફેડ ઉપર સતત છ મહિનાથી આરોપનામું લગાવતી હતી અને ભારત સરકારની નાફેડ સંસ્‍થા ગુજરાતની વ્‍યવવસ્‍થા સામે સવાલ ઉઠાવતી હતી. ગઈકાલે મીટીંગ મળી, જેમાં નાફેડ ઉપર આરોપ લગાવનાર ભાજપ સરકારના મુખ્‍યમંત્રીએ નાફેડને ખરીદી કરવા વિનંતી કરવી પડે એવા કયા સંજોગો ઉભા થયા ? એવી કઈ અનિયમિતતાઓ હતી ? કે જેથી નાફેડે ગુજરાત સરકારથી પોતાનું અંતર    જાળવ્‍યું. મુખ્‍યમંત્રીએ સ્‍વીકાર્યું છે કે ગત વર્ષે જેવા ગોટાળા થયા હતા એ આ વર્ષે ન થાય તેની તકેદારી રાખીશું. ગોટાળા કરનાર ભાજપ સરકારના મુખ્‍ય મંત્રીએ નૈતિકતા સ્‍વીકારી રાજીનામું આપવું જોઈએ અને     મગફળીકાંડની ઉચ્‍ચ ન્‍યાયપાલિકાના સીટીંગ જજના નેતૃત્‍વમાં તપાસ થવી જોઈએ. વિપક્ષના નેતા તરીકે છેલ્‍લે ર4-10-ર018ના રોજ સરકાર સામે ઉઠાવેલા પ્રશ્નો કે જેની સતત અમે ઉઘરાણી કરી રહયા છીએ, પણ મુખ્‍યમંત્રીના નેતૃત્‍વો તળે સરકાર સતત સત્‍યને છૂપાવવાનો પ્રયાસ કરી રહીછે. મલાઈ તારવી જનાર લોકોને કઠેડામાં ઉભા રાખવામાં નિષ્‍ફળ નીવડી છે, સજા આપવામાં નિષ્‍ફળ નીવડી છે ત્‍યારે મુખ્‍યમંત્રીએ સ્‍વીકારેલ ગોટાળાઓની તટસ્‍થ તપાસ કરાવવા માટે જો ઉચ્‍ચ ન્‍યાયપાલિકાના સીટીંગ જજની તપાસ નહીં આપે અથવા રાજીનામું નહીં આપે તો આવતા દિવસોમાં વિપક્ષ નેતા તરીકે ફરી પાછા ગ્રાઉન્‍ડ ઝીરોથી અમે આંદોલનને ગામની ગલીઓમાં ખેડૂતોના ઘર અને ખેતર સુધી લઈ જઈશું.

વધુમાં જણાવ્‍યું હતું કે, દેશના પ્રધાનમંત્રીના નેતૃત્‍વમાં રાફેલ કાંડનું સત્‍ય સામે આવ્‍યું છે. ત્રીસ હજાર કરોડ રૂપિયા મુઠ્ઠીભર માણસોના    ખોળે ધરી, સાડા ત્રણ લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના માફ કરી ભ્રષ્ટાચારમાં પોતે ભાગીદારી નોંધાવી છે ત્‍યારે તેમણે પણ રાજીનામું આપવું જોઈએ. સીબીઆઈ કાંડમાં ભારત સરકારના મંત્રી હરિભાઈ ચૌધરીનું નામ સામે આવ્‍યું છે, સમગ્ર મુદ્‌ો ન્‍યાયપાલિકા પાસે ન્‍યાયાધીન છે પણ નૈતિકતાના ધોરણે એમણે પણ રાજીનામું આપી સત્‍યને બહાર આવવા માટે થઈને મોકળું મેદાન આપવું જોઈએ. સત્તામાં બેઠેલા લોકો  જ પ્રજાની તિજોરીને દિનદહાડે લુંટવાનું ચાલુ રાખશે તો આવતા દિવસોમાં રાજય અને રાષ્ટ્ર સ્‍તરે કોંગ્રેસ પક્ષ આ મુદ્‌ાઓને જનતાની કોર્ટમાં લઈ જઈ ગુનેગારોને સજા અપાવશે.

વધુમાં જણાવ્‍યું હતું કે, ર004થી ર014 સુધી યુપીએનાકાર્યકાળમાં તત્‍કાલીન મુખ્‍યમંત્રી અને આજના પ્રધાનમંત્રી દરરોજ ઉઠીને વિપક્ષના ચારિત્ર્યનું હનન કરવા માટે સતત આરોપો ઘડતા આવ્‍યા હતા. રાષ્ટ્રની પ્રજાએ રાષ્ટ્રમાં શાસન સોંપ્‍યા છતાં સાડા ચાર વર્ષ પછી પણ તેઓ એકપણ આરોપને સિદ્ધ કરી શકયા નથી. ભ્રષ્ટાચારમાં સંડોવાયેલ કોઈપણ ઈસમને કાયદાના કઠેડામાં લાવી સજા આપવી જોઈએ. કોંગ્રેસ પક્ષે કયારેય ભ્રષ્ટાચારનું સમર્થન કર્યું નથી અને ભ્રષ્ટાચાર સામે મક્કમ રીતે લડતા સામાન્‍ય માણસને આરટીઆઈ જેવો અધિકાર આપવાનું કામ કર્યું છે. આજે સાડા ચાર વર્ષ પછી ભાજપ પક્ષ એક પણ આરોપ સાબિત કરી શકી નથી. એકપણ આરોપીને કોર્ટના કઠેડામાં ઉભા રાખીને સજા અપાવી શકી નથી ત્‍યારે હું સ્‍પષ્ટપણે માનું છું કે, જાહેર જીવનમાં સત્તામાં બેઠેલ સ્‍વચ્‍છ પ્રતિભાઓના ચારિત્ર્યનું હનન કરવા માટે સતત આરોપ લગાવનાર તત્‍કાલીન મુખ્‍યમંત્રી આજે પ્રધાનમંત્રી છે, સાડા ચાર વર્ષના કાર્યકાળમાં એમણે દેશની પ્રજાને જે વાયદા કર્યા હતા તે વાયદા નિભાવવામાં તેઓ નિષ્‍ફળ નીવડયા છે ત્‍યારે વિપક્ષના નેતૃત્‍વનું માત્ર ચારિત્ર્ય હનન કરવાનો પ્રયાસ કરે છે તે સાબિત થાય છે. આજે ગુજરાત અને સમગ્ર દેશ પ્રધાનમંત્રીને સવાલ પૂછે છે કે, તમારા નેતૃત્‍વ  હેઠળ પ9 હજાર કરોડના રાફેલ કાંડમાં રાફેલને રમકડું બનાવવાનું ષડયંત્ર કોણે રચ્‍યું ? એ સત્‍ય સામે આવ્‍યુંછે. ત્‍યારે એમણે પોતાની જાતને ન્‍યાયપાલિકા સામે સમર્પિત કરી રાફેલ કાંડની તટસ્‍થ તપાસ થાય એવી સમગ્ર રાજય અને રાષ્ટ્ર અપેક્ષા રાખે છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સાથે પરામર્શમાં રહી કોંગ્રેસ પક્ષે લોક સરકાર એપ લોકો માટે ખુલ્‍લી મૂકી છે. લોક સરકારની એપ્‍લીકેશન ગુગલ ઉપરથી સમગ્ર વિશ્વમાં કોઈપણ વ્‍યકિત  ડાઉનલોડ કરી શકે છે. ખૂબ જ ઓછા સમયમાં ચૌદ હજાર કરતાં વધુ લોકોએ લોક સરકારની મોબાઈલ એપ ડાઉનલોડ કરી છે. લોક સરકારના માઘ્‍યમથી વિવિધ વિભાગો સામે તાલુકા, જિલ્‍લા અને રાજયલકક્ષાએ ઓનલાઈન ફરિયાદોની નોંધણી થઈ રહી છે અને એ ફરિયાદો પ્રત્‍યે અમે સરકાર સાથે સતત પરામર્શ કરી રહયા છીએ. આવતા દિવસોમાં લોકોએ કરેલ ફરિયાદો, એના અનુત્તર રહેલ જવાબો સહિતની વિગતે માહિતી લઈ મીડીયા અને પ્રજા સમક્ષ આવીશું. લોક સરકારના નેજા હેઠળ પ્રથમ તબક્કે મહાનગરોના 171 વોર્ડમાં લોક સેવા કેન્‍દ્રો નજીકના સમયમાં ખોલવા જઈ રહયા છીએ. બીજા તબક્કે ગુજરાતની નગરપાલિકાઓના 1રપ1 વોર્ડમાં દર અઠવાડીયે લોક સેવા કેન્‍દ્રોની શરૂઆત કરવાના છીએ. ત્રીજા તબક્કે જિલ્‍લા પંચાયતના 1,098 વોર્ડમાં લોક સેવા કેન્‍દ્રો ખુલશે અને ચોથા તબક્કે સમગ્ર ગુજરાતની તાલુકા પંચાયતોના પ,ર93 વોર્ડમાં દર અઠવાડીયે લોક સેવા કેન્‍દ્ર મારફત કોંગ્રેસનો કાર્યકર્તાપ્રજાના પ્રશ્નોને સીધા સરકાર સુધી પહોંચાડશે. ગુજરાત સરકારના ર6 મંત્રાલય અને 4ર પ્રભાગમાં લોક સરકાર મારફત જે ઓનલાઈન અને ઓફલાઈન ફરિયાદ આવે છે તેનું સત્‍વરે નિરાકરણ થાય, સરકારની નિષ્‍ફળતાઓને ઉજાગર કરવા માટે કોંગ્રેસ પક્ષના ધારાસભ્‍યો માઘ્‍યમ બને તે માટે સરકારના 4ર પ્રભાગમાં ધારાસભ્‍યોને પ્રભાર સોંપવાના છીએ. લોક સરકાર એ સમગ્ર દેશમાં નવો વિચાર છે અને તેનું તબક્કાવાર અમલીકરણ થઈ રહયું છે. સહુ મિત્રોના સૂચન, કાર્યકર્તાના સૂચન, સામાન્‍ય માણસની રજૂઆત ઘ્‍યાને લઈ આવતા દિવસોમાં લોક સરકાર વધુ પારદર્શી બને, વધુ જવાબદેહી બને અને સામાન્‍ય માણસના પ્રશ્નોને ઘર આંગણે જવાબ મળે તે માટે કોંગ્રેસ પક્ષ સતત પ્રયત્‍નશીલ છે.

પત્રકારોના એક પ્રશ્નના ઉત્તરમાં ધાનાણીએ જણાવ્‍યું હતું કે, ચોરી ઉપર સીનાજોરી કરતા હોય તેમ રાજયની તિજોરીને દિનદહાડે લૂંટનારા શાસકો દ્વારા જીએલડીસીમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્‍યું. ખેત તલાવડીઓ માત્ર કાગળ ઉપર રહી, ડેમો ઊંડા ઉતારવા માટેની કાર્યવાહીનો સામાન્‍ય  માણસ સુધી લાભ ન પહોંચ્‍યો ત્‍યારે ગુનો કરનાર લોકો, વિરોધપક્ષ કે જે સરકારની નબળાઈઓને ઉજાગર કરવા પ્રયાસ કરી રહયા હતા ત્‍યારે સત્તાનો દુરુપયોગ કરી વિરોધપક્ષના પ્રતિનિધિને કાયદાની ચુંગાલમાં ફસાવવામાં આવ્‍યા છે. મને સમગ્ર ન્‍યાયપાલિકાપર વિશ્વાસ છે અને આવતા દિવસોમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.


પરેશાની : અમરેલીની એસબીઆઈમાં સીનીયર સીટીઝન સાથે તોછડુ વર્તન થતા રોષ

અમરેલી, તા. ર0

પ્રજાનાં પરસેવાનો તગડો પગાર લેતા અમરેલી એસ.બી.આઈ.નાં અધિકારી સીનીયર સીટીજનોને લાઈનમાં ઉભા રખાવી તોછડું વર્તન કરી પોતાની મનમાની ચલાવવા અંગે ભારે ક્રોધની લાગણી સાથે બેંકનાં કર્મચારીનાં વર્તનનાં વિરોધમાં એકાઉન્‍ટ બંધ કરાવવા સુધી ત્રાહીમામ પોકારી ઉઠેલ છે.

પ્રાપ્‍ત વિગત મુજબ અમરેલીની સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડીયામાં એકાઉન્‍ટ ધારકો વધારે હોવા છતાં પણ ખાસ કરીને પેન્‍શનરો, સીનીયર સીટીજનો કતારમાં ઉભા રહી-રહીને ત્રાહીમામ પોકારી ઉઠતાં હોવા છતાં પણ વધુ બારી શરૂ કરવામાં આવતી નથી અભણ વૃઘ્‍ધોનાં એકાઉન્‍ટમાંથી કોઈ કારણોસર રકમ કાપી લેવા અંગે ફરજ પરનાંઅધિકારી-કર્મચારીઓ યોગ્‍ય પ્રત્‍યુતર આપવાનાં બદલે આવા અરજદારોને તગડો પગાર લઈ ધુતકારતાં હોવાની ફરિયાદો ઉઠવા પામેલ છે. ઉભા રહેવા અસક્ષમ વૃઘ્‍ધો માટે બેઠક વ્‍યવસ્‍થા પણ રાખવામાં આવેલ નથી. અરજદારોને ભિખારીની જેમ લોબીમાં બેસવું પડે છે.

અનેક બેંક એકાઉન્‍ટ ધારકોનાં ચેક બેંકની ભુલનાં કારણે રીટર્ન કરતાં બેંકની ભૂલનો દંડ ગ્રાહકોને આપવામાં આવે છે. બેંકનાં જવાબદાર કર્મચારીએ જ રીટર્ન કરેલા આવા જ એક ચેક અંગે જવાબદાર મેનેજરને પુછતાં તેઓએ જણાવેલ હતું કે આમાં એકાઉન્‍ટ ધારકની કોઈ ભૂલ નથી એકાઉન્‍ટ કનેકટીવીટીનાં કારણે ચેક રીટર્ન થયેલ છે. આવા અનેક ગ્રાહકો બેંકની ભૂલનો ભોગ બની રહેલ છે. ભભભૂલ કરે બેંકનો કર્મચારી અને દંડ ભોગવે ગ્રાહકભભ તેમ છતાં બેંકનાં કર્મચારી ભૂલ સુધારવાનાં બદલે  ગ્રાહકો સાથે તોછડાઈભર્યુ વર્તન કરી હાથ ઉંચા કરી પોતાની જવાબદારીમાંથી છટકી રહેલ છે.

મોદીજીની ભભકેશલેશભભ સીસ્‍ટમથી અમરેલીમાં એસબીઆઈનાં કર્મચારીઓની કાર્યશૈલીથી ગ્રાહકો દૂર ભાગી રહેલ છે. આવી રાષ્‍ટ્રીયકૃત બેંકની ગ્રાહક વિરોધી સેવા-સર્વિસથી ગ્રાહકો ખાનગી બેંકો તરફ વળી રહેલ છે. કારણકે ખાનગી બેંકોમાં ગ્રાહકોને પુરતી સવલત અને સંતોષકારક પ્રત્‍યુતર મળી રહે છે. ત્‍યારે અમરેલી શહેરનાંએસબીઆઈનાં ગ્રાહકોએ આ બેંકમાંથી એકાઉન્‍ટ બંધ કરાવી ગ્રાહકોને નિયમાનુસાર મળતી સેવાનો લાભ આપનાર બેંકોમાં એકાઉન્‍ટ રાખવા શહેરીજનોમાંથી માંગણી ઉઠેલ છે. એકજ વ્‍યકિતનાં બેંકની ભૂલનાં કારણે ત્રણ-ત્રણવાર ચેક રીટર્ન કરી દંડ વસુલવામાં  પાવરથી બેંક ગ્રાહકોને સવલત આપવામાં સરેઆમ નિષ્‍ફળ ગયેલ છે.


ખેડૂતબંધુઓ પર સામાન્‍ય બાબતે 8 થી 10 શખ્‍સોએ હુમલો કરતાં 1 નું મોત

ચલાલા નજીક આવેલ ખોડી સમઢીયાળા ગામનાં

ખેડૂતબંધુઓ પર સામાન્‍ય બાબતે 8 થી 10 શખ્‍સોએ હુમલો કરતાં 1 નું મોત

અન્‍ય એકને ગંભીર હાલતમાં અમરેલી ખસેડાયા

અમરેલી, તા.ર0

ચલાલા- ખાંભા માર્ગ પર આવેલ મોટા સમઢીયાળા ગામનાં ખેડૂતબંધુઓ પર 8 થી 10 શખ્‍સોમાં ટોળાએ સામાન્‍ય બાબતે તીક્ષણ હથિયારો વડે હુમલો કરતાં 1 ખેડૂતનું મોત થયેલ છે. ત્‍યારે તેનાં નાનાભાઈને ગંભીર અવસ્‍થામાં સારવારમાં ખસેડવામાં આવેલ છે.

વિગત એવા પ્રકારની છે કે ખોડી સમઢીયાળા ગામનાંપરશોતમભાઈ અરજણભાઈ દોંગા (ઉ.વ.48) અને ગોરધનભાઈ અરજણભાઈ દોંગા (ઉ.વ.4પ) ને ટ્રેકટર સાઈડમાં લેવા બાબતે મનદુઃખ થતાં 8 થી 10 અજાણ્‍યા શખ્‍સો તીક્ષણ હથિયારો વડે ખેડૂતબંધુઓ પર તુટી પડતાં પરશોતમભાઈનું મોત નિપજેલ છે. જયારે, ગોરધનભાઈને ગંભીર અવસ્‍થામાં સારવાર અર્થે અમરેલી હોસ્‍પિટલે ખસેડવામાં આવેલ છે.

બનાવની જાણ થતાં સ્‍થાનિક પોલીસે ગામમાં ચાંપતો બંદોબસ્‍ત ગોઠવીને હત્‍યારાઓ કોણ હતા. શું કામ હત્‍યા કરી તેને લઈને તપાસ શરૂ કરી છે.


ખાંભાનાં હનુમાનપુર ગામેહુમલામાં ઈજાગ્રસ્‍ત થયેલનું સારવાર દરમિયાન મોત થતાં હત્‍યાનો ગુન્‍હો નોંધાયો

જિલ્‍લામાં કાયદો અને વ્‍યવસ્‍થાની કથળતી હાલત

ખાંભાનાં હનુમાનપુર ગામેહુમલામાં ઈજાગ્રસ્‍ત થયેલનું સારવાર દરમિયાન મોત થતાં હત્‍યાનો ગુન્‍હો નોંધાયો

અમદાવાદ ખાતે સારવાર દરમિયાન નિઘન થયું

અમરેલી, તા.ર0

ખાંભા પંથકમાં ખેડૂતબંધુઓ પર હુમલો થતાં 1 ખેડૂતનું મોત થયા બાદ થોડા દિવસો પહેલાં હનુમાનપુર ગામે થયેલ હુમલામાં ઈજાગ્રસ્‍ત વ્‍યકિતનું મોત થતાં પોલીસે હત્‍યાનો ગુન્‍હો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

વિગત એવા પ્રકારની છે કે, હનુમાનપુર ગામે થોડા દિવસો પહેલા માલકનેશ ગામનાં અજાણ્‍યા શખ્‍સોએ વાલજીભાઈ કલસરીયા પર જીવલેણ હુમલો કરતાં તેઓને સારવાર ખાતે અમદાવાદ ખસેડાયા હતા. જયાં સારવાર દરમિયાન મોત નિપજતાં પોલીસે આ બનાવ અંગે હત્‍યાનો ગુન્‍હો દાખલ કરીને આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કરેલ છે.


બગોયા ગામ પંચાયતનાં સદસ્‍યો વચ્‍ચે વિકાસનાં કામને લઈ બઘડાટી

બન્‍ને પક્ષોની સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ

અમરેલી, તા. ર0

સાવરકુંડલા તાલુકાનાં બગોયા ગામે રહેતાં રમેશભાઈ બધાભાઈ વાઢેર નામનાં 4ર વર્ષિય યુવક ગઈકાલે બપોરે બગોયા ગ્રામ પંચાયતનાં કુવામાં આડાદાર બાબતે ચર્ચા કરતાં હતા ત્‍યારે તે જ ગામે રહેતાં અશ્‍વિનભાઈ બાલુભાઈ કોટીલાએ ઉશ્‍કેરાઈ જઈ ગાળો આપી જ્ઞાતિ અંગે અપમાનિત કરી ખુરશીનાં લાકડા વડે રમેશભાઈને હાથે ઈજા કરી, ધમકી આપ્‍યાની ફરિયાદ સાવરકુંડલા રૂરલ પોલીસમાં નોંધાઈ છે.

તો સામાપક્ષે અશ્‍વિનભાઈ બાબુભાઈ કોઠીયાએ ગ્રામ પંચાયત કચેરીમાં મીટીંગમાં ગયેલ ત્‍યારે મીટીંગમાં લોકફાળામાં રૂા.3પ હજારનો હીસાબ માંગતાં રમેશભાઈ બધાભઈ વાઢેર તથા પરેશ મનુભાઈ કોઠીયાએ અશ્‍વિનભાઈને ગાળો આપી, ખુરશી વડે માર મારી, જાનથી મારી નાંખવા અંગેની ફરિયાદ સાવરકુંડલા રૂરલ પોલીસમાં નોંધાવતાં સાવરકુંડલા પોલીસે બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


રાજુલાનાં ખેરા ગામે યુવકને લાકડી વડે માર મારી હાથ ભાંગી નાંખ્‍યા

 

પ્રેમ સંબંધનાં કારણે બોલી બઘડાટી

અમરેલી, તા. ર0

રાજુલા તાલુકાનાં ખેરા ગામે રહેતાં અને મજુરી કામ કરતાં બાવચંદભાઈ રવજીભાઈ ગુજરીયા નામનાં રપ વર્ષિયયુવકને તે જ ગામે રહેતી ભારતી સાથે પ્રેમસંબંધ હોય અને તેણીએ ફોન કરી આ યુવકને બોલાવતાં તે કાનાભાઈ સોંડાભાઈનાં ઘરે જતાં આ કાનાભાઈનાં જમાઈનાં ભાઈ ધરમશી, વનરાજની પત્‍નિ તથા ત્રણ અજાણ્‍યા માણસોએ આ યુવકને લાકડી વડે માર મારી બન્‍ને હાથે ફેકચર કરી હાથની કોણીએ ટાંકા આવે તેવી ઈજા કર્યાની ફરિયાદ મરીન પીપાવાવ પોલીસમાં નોંધાઈ છે.


સરકારી મકાનની દીવાલમાં નડતરરૂપ હોવાથી શહેરમાં તોતિંગ વૃક્ષોને જમીનદોસ્‍ત કરી દેવાતાં રોષ

વૃક્ષારોપણની ગુલબાંગો ફેંકનાર વનવિભાગને પણ વૃક્ષને બચાવવાની જરૂર લાગી નહી

પર્યાવરણ પ્રેમીઓમાં વૃક્ષ છેદનને લઈને નારાજગીનો માહોલ ઉભો થયો

અમરેલી, તા. ર0

એક તરફ વન વિભાગ અને સમગ્ર રાજય સરકાર પર્યાવરણ બચાવવા માટે વૃક્ષારોપણ કરવા હાંકલ કરે છે અને બીજી તરફ કારણ વગરનું વૃક્ષ છેદન સરકારી તંત્ર ઘ્‍વારા જ કરવામાં આવતાં પર્યાવરણ પ્રેમીઓમાં નારાજગીનો માહોલ જોવા મળી રહૃાો છે.

અમરેલી શહેરનાં જિલ્‍લા પંચાયત માર્ગ પર માર્ગ-મકાન વિભાગ ઘ્‍વારા ભભઈવીએમભભ સ્‍ટોરેજ માટે મકાન બનાવવામાં આવી રહૃાું છે જેમાં દીવાલમાં નડતરરૂપ બનેલ વર્ષો પુરાણા વૃક્ષોનું છેદન કરવામાં આવતાં પર્યાવરણ પ્રેમીઓમાં રોષનો માહોલ ઉભો થયો છે.

પર્યાવરણ પ્રેમીઓ કહી રહૃાા છેકે મકાનમાં નડતરરૂપ વૃક્ષનું છેદન થાય તો વાંધો નહી પરંતુ દીવાલમાં નડતરરૂપ વૃક્ષોનું છેદન કરવાને બદલે દીવાલની ડીઝાઈન થોડી ફેરવવામાં આવી હોત તો વૃક્ષોને બચાવી શકાય તેમ હતા.

અમદાવાદનાં એક માર્ગ પર વૃક્ષ વચ્‍ચે હોવા છતાં પણ ત્‍યાનાં શાસકોએ માર્ગ એ રીતે બનાવ્‍યો કે વૃક્ષને દુર કરવાની નોબત જ ન આવી. જો વનવિભાગ અને માર્ગ-મકાન વિભાગનાં અધિકારીઓએ ગંભીરતા દાખવી હોત તો વૃક્ષોને બચાવી શકાયા હોત.


અમરેલીનાં ડો. પી.પી. પંચાલનાં પુત્ર મિહિર પંચાલનું કાર અકસ્‍માતમાં નિધન

કારમાં અચાનક આગ લાગતાં અફડાતફડી

અમરેલીનાં ડો. પી.પી. પંચાલનાં પુત્ર મિહિર પંચાલનું કાર અકસ્‍માતમાં નિધન

સમગ્ર બનાવને લઈને પોલીસે તપાસ શરૂ કરી

અમરેલી, તા. ર0

અમરેલીનાં જાણીતા તબીબ પી. પી. પંચાલનાં દીકરા મિહિર પંચાલનું આજે વડોદરા ખાતે કારમાં આગ લાગવાથી ઘટના સ્‍થળે જ નિધન થતાં શહેરની તબીબી આલમમાં શોકનો માહોલ ઉભો થયો છે.

વિગત એવા પ્રકારની છે કે મિહિર પંચાલ આજે વડોદરા નજીક આવેલ સેવાસી-ખાનપુર માર્ગ પર જતાં હોય કારમાં શંકાસ્‍પદ પરિસ્‍થિતિમાં આગ લાગતા તેઓનું કમકમાટીભર્યુ નિધન થયુ હતું

મિહિર પંચાલ આજે પોતાની લકઝુરીયસ કાર ફોર્ડ એન્‍ડેવર લઈને નીકળ્‍યા હતા દરમિયાન કારમાં અચાનક આગ લાગી હતી અને તેઓ જીવતા ભુંજાઈ ગયા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર કારમાં આગ લાગતાં દરવાજા લોક થઈ ગયા હતા અને સીટ બેલ્‍ટ પણ ખોલી ન શકતા તેઓ આગનો શિકાર બની ગયા હતા.

સમગ્ર ઘટના સુમસામ વિસ્‍તારમાં બની હોય પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી છે.


સાવરકુંડલા ખાતે સહકારી મંત્રી તાલીમ કાર્યક્રમ યોજાયો

               સાવરકુંડલા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. મુકામે ઈન્‍ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કંપની લી. દ્વારા સહકારી મંત્રી તાલીમ કાર્યક્રમનું આયોજન થયેલ. જેમાં દીપકભાઈ માલાણી ચેરમેન માર્કેટયાર્ડ અને સંઘ, મનજીભાઈ તળાવીયા વાઈસ ચેરમેન માર્કેટયાડૃ, ભરતભાઈ જેબલીયા, પરબતભાઈ, જયસુખભાઈ ખુમાણ તથા ભીખાભાઈ આકોલીયા તથા અશ્‍વિનભાઈ માલાણી તથા ઘનશ્‍યામભાઈ કસવાળા તથા ભીખાભાઈ કાબરીયા તથા ચંદુબાપુ તથા દયાશંકરભાઈ મોરી તથા કરમશીભાઈ ખડકાળાવાળા તથા રમણાભાઈ અને તાલુકાના સહકારી આગેવાનો અને મંત્રીઓ હાજર રહયા હતા. કાર્યક્રમમાં ઈફકોના અધિકારી પ્રતિક રામાણી દ્વારા ઈફકોની સહકારી અને સેવાકીય પ્રવૃતિઓ અને ઉત્‍પાદનો વિષે માહિતી આપી હતી અને અંતે દીપકભાઈ માલાણીએ સહકારી પ્રવૃતિઓનું મહત્‍વ અને ખેડૂતને આર્થિક સઘ્‍ધરતા વિષે માહિતી આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા રાજુભાઈ માલાણી, મેનેજર સાવરકુંડલા તાલુકા ખરીદ વેચાણ સંઘ લી. અને તેના કર્મચારીઓ જહેમત ઉઠાવી હતી તેમ સતીષ મહેતાની અખબારી યાદીમાં જણાવાયું છે.


મગફળીની ખરીદી અંગે તંત્ર એલર્ટ

               અમરેલી કલેકટર આયુષઓકે મગફળી ખરીદીની કામગીરી અંગે જિલ્‍લાના પ્રાંત અધિકારીઓ અને મામલતદાર સાથે વિડીયો કોન્‍ફરન્‍સ યોજી હતી. ઓકે ખરીદી કામગીરીની સમીક્ષા કરીને જરૂરી સૂચના આપી હતી. જેમાં અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ પાંડોર, જિલ્‍લા ખેતીવાડી અધિકારી પટેલ સહિત સંબંધિત કચેરીઓના અધિકારી – કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.


દહીંથરાની અલખધણી ગૌ-શાળાની એમ્‍બ્‍યુલન્‍સ સંચાલકને માર મરાતા ગૌ-પ્રેમીઓમાં રોષ

સ્‍થાનિક પોલીસ સ્‍ટેશનને ગૌ-સેવકોએ કરી રજૂઆત

દહીંથરાની અલખધણી ગૌ-શાળાની એમ્‍બ્‍યુલન્‍સ સંચાલકને માર મરાતા ગૌ-પ્રેમીઓમાં રોષ

ગૌ-શાળાનું સંચાલન સરકારને સોંપી દેવાની ચીમકી આપી

દામનગર, તા.ર0

દામનગરના દહીંથરા અલખધણી ગૌશાળાની એમ્‍બ્‍યુલન્‍સ સંચાલકને બે ઈસમોએ સાજી ગાય રાખવા કહેતા ગૌશાળાના કર્મચારીએ ઈન્‍કાર કરતા ગૌશાળાના કર્મચારી નરશીભાઈ જીવરાજભાઈ વાવીયાને ધોલ ધપાટ કરતા બે ઈસમો વિરૂઘ્‍ધ સ્‍થાનિક પોલીસમાં ત્રણ સોથી વધુ ગૌસેવકોએ સ્‍થાનિક પોલીસ સ્‍ટેશને આ બંને ઈસમો વિરૂઘ્‍ધ કાનૂની કાર્યવાહીની માંગ સાથે આવેદન પત્ર પાઠવી ચાર સો થી વધુ બીમાર પશુઓનો નિર્વાહ કરતી સંસ્‍થા સરકારને સોંપી દેવા તૈયારી દર્શાવી સારા ઢોર નહીં રાખવા માલીકીના પશુ નહીં લેવાની વ્‍યવસ્‍થાનું પાલન કરતા સ્‍વયંમ સેવી કર્મચારીને બીભત્‍સ ગાળો આપી ધોલ ધપાટ કરતા ખૂબ મોટી સંખ્‍યામાં ગૌસેવકો પોલીસ સ્‍ટેશને આવી સ્‍થાનિક પોલીસને આવેદન પત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ કરી હતી.


કલેકટર આયુષ ઓકે લાઠી અને બગસરાના માર્કેટ યાર્ડ ખાતે થતી મગફળી ખરીદી પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યુ

               રાજયસરકાર દ્વારા ખરીફ માર્કેટીંગ સિઝન ર018-19 અન્‍વયે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. કલેકટર આયુષ ઓકે લાઠી અને બગસરા તાલુકા માર્કેટ યાર્ડની મુલાકાત લીધી હતી અને ટેકાના ભાવે મગફળી ખરીદી કરવા માટે નિયત કરવામાં આવેલી પ્રક્રિયા મુજબ થતી કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતુ. કલેકટરએ કહ્યુ કે, અમરેલી જિલ્‍લાના નવ કેન્‍દ્રો પર ટેકાના ભાવે મગફળી ખરીદી કરવામાં આવી રહી છે. અત્‍યાર સુધીમાં સાડા 11 હજાર કિવન્‍ટલ મગફળી ખરીદવામાં આવેલ છે. ઓકે વધુમાં ઉમેર્યુ કે, બગસરા માર્કેટ યાર્ડમાં 1,રપ0 કિવન્‍ટલ મગફળી ખરીદવામાં આવી છે. બગસરામાં આજે 1,પ00 કિવન્‍ટલ મગફળી ખરીદીનો અંદાજ છે. લાઠી માર્કેટ યાર્ડ ખાતે તા.19મી સાંજ સુધીમાં પપ0.રપ ક્‍વિન્‍ટલ મગફળી ખરીદી કરવામાં આવી છે. કલેકટર આયુષ ઓકની મુલાકાત દરમિયાન પ્રાંત અધિકારી સર્વ અસારી, આર.કે. ઓઝા અને મામલતદાર સર્વ નીનામા અને તલાટ, ગુજરાત નાગરિક પુરવઠા ગોડાઉન મેનેજર ડી.જે.લશ્‍કરી સહિત સંબંધિત કચેરીઓના અધિકારી – કર્મચારીઓ જોડાયા હતા.


21-11-2018