Main Menu

Tuesday, November 20th, 2018

 

પરેશાની : ખાંભા પંથકનાં ખેડૂતોમાં રોષની આંધી : ખેડૂતોએ 400 ગ્રામ મગફળીની છેતરપીંડી થતી હોવાનો કર્યો આક્ષેપ

મગફળીની ટેકાનાં ભાવે ખરીદીમાં વહીવટીતંત્રમાં સંકલનનો અભાવ

પરેશાની : ખાંભા પંથકનાં ખેડૂતોમાં રોષની આંધી

પ0 ખેડૂતોને બદલે 100 ખેડૂતોને સંદેશો પાઠવી દેવામાં આવતાં અફડાતફડીનો માહોલ ઉભો થયો

ખેડૂતોએ 400 ગ્રામ મગફળીની છેતરપીંડી થતી હોવાનો કર્યો આક્ષેપ

ખાંભા, તા. 19

ખાંભા માર્કેટીંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે ખેડૂતોની મગફળી લેવામાં આવી છે. ત્‍યારે ખેડૂતોની મગફળી લેવાના પહેલા દિવસે જ ખાંભા માર્કેટીંગ યાર્ડમાં વિખવાદ ઉભો થયો હતો અને ખાંભા મામલતદારની બેદરકારીથી પહેલા દિવસે ટારગેટ મુજબ પ0 ખેડૂતોની જગ્‍યાએ 100 ખેડૂતોને મેસેજ મોકલી દેવાતા ખેડૂતોની લાઈનો લાગી હતી. અને ખેડૂતો પોત પોતાની મગફળી લઈ પહોંચી ગયા હતા. ત્‍યારે તંત્ર ઘ્‍વારા પહેલા દિવસે એક વજનકાંટો અને 6 મજૂર જ રાખવાથી માત્ર 10 જેટલા ખેડૂતોની મગફળી લેવાતા ખેડૂતો રજળી પડયા હતા અને અમુક ખેડૂતોને તો વજન ઓછો છે કહીને મગફળી રીજેકટ કરી નખાતા ખેડૂતોને ધકકા ખાવાનો વારો આવ્‍યો હતો. ત્‍યારે ફરી એકવાર ખેડૂતોએ સોમવારે હોબાળો મચાવ્‍યો હતો અને તંત્ર ઘ્‍વારા ખેડૂતોની મગફળીના બારદાનનો વજન 700 ગ્રામના બદલે એક કિલો અને 100 ગ્રામ વજનથી મગફળીની ખરીદી કરી અને ખેડૂતોની 400 ગ્રામ વધારે મગફળી તંત્રએ ખરીદીકર્યાનો આક્ષેપ થયો હતો. અને ખેડૂતોએ હોબાળો મચાવ્‍યો હતો. અને ખેડૂતોએ મગફળીના બારદાનનો વજન જોખવામાં આવ્‍યો હતો 700 ગ્રામ થયો હતો અને તંત્ર ઘ્‍વારા 1 કિલો અને 100 ગ્રામ બારદાનનો વજન લખી મગફળી જોખી લેતા ખેડૂતોની 400 ગ્રામ વધારે જોખતા ખેડૂતોએ હોબાળો મચાવ્‍યો અને મગફળીની ખરીદી બપોર સુધી બંધ કરવી હતી. બાદ ધારીથી પ્રાંત અધિકારી દોડી આવ્‍યા હતા અને ખાંભા માર્કેટીંગ યાર્ડમાં મિટીંગ યોજી અને ખેડૂતો સાથે સમજાવટ થતાં બપોર બાદ મગફળીની ખરીદી શરૂ કરાઈ હતી.


ફફડાટ : ખાંભા નજીક થોરડી ગામે એકી સાથે 9 સિંહનું આગમન : ગાયનું કર્યુ મારણ

સિંહોનાં ટોળા ન હોય કહેવત ખોટી સાબિત થઈ રહી છે

ખાંભા, તા. 19

ધારી ગીર પંથકનાં દલખાણીયામાં ર3 સિંહોના મોત બાદ સિંહોના અસ્‍તિત્‍વ સામે સવાલો ઉભા થયા હતા. પણ સિંહો જંગલ કરતાં પણ રેવન્‍યુના વિસ્‍તારોમાં વધુ સલામત હોય તેમ ગત રાતના રાજુલા-સાવરકુંડલા વચ્‍ચેના રેવન્‍યુની વાડીમાં 4 સિંહબાળ, 1 નરસિંહ ને ર પઠુંર સિંહ અને બે સિંહણ સાથે 9 સિંહના પરિવારે એક ગાયનું મારણ કર્યુ હતું. ત્‍યારે દલખાણીયા રેન્‍જના ર3 સિંહોના મોત બાદ સિંહોના ટોળા જંગલ કે રેવન્‍યુમાં એકી સાથે જોવા મળ્‍યા ન હતા. ત્‍યારે એકી સાથે 9 સિંહનો પરિવાર મારણની મીજબાની માણીને કપાસના ઉભા છોડની વાડીમાં આરામ ફરમાવતો અદભુત નજારો જોવા મળ્‍યો હતો. સિંહો જંગલ કરતા રેવન્‍યુ વિસ્‍તારોમાં વધુ સલામત જોવા મળે છે. ર3 સિંહોના મોત બાદ વનતંત્ર પણ સિંહોની સુરક્ષામાં વધુ સાબદુ બન્‍યું છે. ત્‍યારે અમરેલીના લીલીયા, ક્રાંકચ, સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, નાગેશ્રી અને ખાંભા રેવન્‍યુસહિતનાં વિસ્‍તારોમાં સલામત રીતે હરી ફરી શકે છે. તો સિંહો પણ ખેડૂતોના હમરાહની જેમ નીલગાય, રોજ, ભુંડના ત્રાસમાંથી આ સિંહો ખેડૂતોને ઉગારીને ઉભા કપાસની રખેવાળી કરતા નજરે પડી રહૃાા છે. દલખાણીયા રેન્‍જના ર3 સિંહોના મોત બાદ એકલ દોકલ સિંહો નજરે પડતા હતા પણ એકી સાથે 9 સિંહો પરિવાર સાથે લાંબા સમયે જોવા મળતાં સિંહો હજુ જંગલ સાથે રેવન્‍યુના રાજા સુરક્ષીત અને તાજા નજરે જોવા મળી રહૃાા છે. રેવન્‍યુમાં 9 સિંહના પરિવારથી સિંહપ્રેમીઓ પણ એશિયાટીક સિંહોની ડણક લુપ્‍ત નહિ પણ વધુ વિકસીત થાય તેવા સમીકરણો આ સિંહ પરિવારનો નજારો જોતા લાગી રહૃાું છે.


અમરેલી જિલ્‍લામાંથી ગીરનારની પરિક્રમામાં હજારો શ્રદ્ધાળુઓ જોડાયા

ભારે ભીડથી ઠાંસીઠાંસીને મુસાફરો જૂનાગઢ તરફ જઈ રહયા છે

અમરેલી, તા.19

જૂનાગઢની લીલી પરિક્રમામાં જવા માનવ મહેરામણ ટ્રેઈનના સહારે ખીચોખીચ ભરાઈને અમરેલી જૂનાગઢ ટ્રેઈનમાં સફર કરે છે. ગઈકાલે ટ્રેઈન ઉપર બેસીને મોતની સફર કરતા પેસેન્‍જરોની ઘટના બાદ આજે અમરેલી જૂનાગઢની પેસેન્‍જર ટ્રેઈનમાં ધારીથી હકડેઠઠ મેદની રેલ્‍વેની ટિકીટ માટે લાઈનો લગાવી હતી. ત્‍યારે પ્રથમવાર રેલ્‍વે તંત્ર દ્વારા એસ.ટી. બસો ત્રણ રેલ્‍વે સ્‍ટેશને મુકાઈ હતી અને જૂનાગઢ પરિક્રમામાં જવા માટે રેલ્‍વે તંત્રે એસ.ટી.નો સહારો લીધો હતો. જેથી થોડું ઘણું ટ્રાફિક રેલ્‍વેમાં હળવું થાય. પણ જયારે અમરેલી જૂનાગઢ ટ્રેઈન ધારી રેલ્‍વે પ્‍લેટફોર્મ પર આવી ત્‍યારે અમરેલીથી જ ફૂલ ભરેલી રેલ્‍વે જોવા મળી હતી. જયારેગઈકાલની ટ્રેઈનની સફરમાં મોતની સફર કરતા મુસાફરો જે ટ્રેઈન પર બેસીને મુસાફરી કરતા જોવા મળ્‍યા હતા અને જૂનાગઢ જવા નીકળેલ ટ્રેન પર બેસેલ મુસાફરોને શોર્ટ લાગવાની ઘટના જૂનાગઢના બીલખા નજીક બનતા આજે રેલ્‍વે પોલીસ ફોર્સ પણ અમરેલી જૂનાગઢ ટ્રેઈનમાં વધુ મુસાફરોને બેસતા પણ અટકાવ્‍યા હતા.

બે દિવસ પહેલા ઉનાના ત્રણ મુસાફરોને ટ્રેઈનમાં બેસવાથી ઈલેકટ્રીક શોર્ટ લાગવાની ઘટના બાદ સફાળુ જાગેલ રેલ્‍વે તંત્રે આજથી રેલ્‍વે પોલીસના 1 પી.આઈ., ર પી.એસ.આઈ. અને 8 પોલીસ કર્મીનો કાફલો મુસાફર ટ્રેઈનમાં ખડકી દેતા ટ્રેઈન પર મોતની સફર કરતા મુસાફરોને ટ્રેઈન પર ચડવાનો અવસર નથી મળ્‍યો પણ ભારે ભીડથી ઠાંસીઠાંસીને મુસાફરો જૂનાગઢ તરફ જઈ રહયા છે.


સાવરકુંડલાના મણીનગરમાં યુવકે ટી.વી. બંધ કરતાં પડોશીએ દાંત પાડી નાંખ્‍યા : ફરિયાદ

અમરેલી, તા. 19

સાવરકુંડલા ગામે મણીનગરમાં રહેતાં અને રીક્ષા ચલાવતાં આરીફશા ગુલાબશા રફાઈ નામનાં યુવક ગઈકાલે રાત્રીનાં સમયે પોતાના ઘરે ટી.વી. જોતા હતા ત્‍યારે પડોશમાં રહોં અસ્‍લમશા હાજીશા રફાઈ ત્‍યાં ટી.વી. જોવા ત્‍યાં બેસી ગયા. બાદમાં મોડી રાત્રીનાં સમયે આ રીક્ષા ચાલકને સુવું હોય, પોતાના ઘરનું ટી.વી. બંધ કરી પડોશીને ઘરે જવાનું કહેતાંઅસ્‍લમશા તથા હાજીશા મોતીશા રફાઈએ ઉશ્‍કેરાઈ જઈ ગાળો આપી લોખંડનાં પાઈપ વડે રીક્ષા ચાલકને મોં ઉપર મારી ચાર જેટલા દાંત પાડી નાંખી ઈજા કર્યાની ફરિયાદ સાવરકુંડલા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


ભમ્‍મર ગામનીસીમમાં વનાળા આશ્રમમાંથી રૂા. 88પ00નાં મુદ્યામાલની ચોરી

ભગવાનની મૂર્તિ ઉપરથી ચાંદીનાં દાગીની ચોરી

અમરેલી, તા. 19

સાવરકુંડલા તાલુકાનાં ભમ્‍મર ગામની સીમમાં આવેલ     વનાળા આશ્રમ ગઈ કાલે રાત્રીનાં સમયે કોઈ અજાણ્‍યા તસ્‍કરોએ આશ્રમમાં આવેલ રણછોડરાય મંદિરનાં દરવાજાનો નકુચો તોડી રણછોડરાયજીની મૂર્તિ ઉપર, લાલજી મહારાજની મૂર્તિ તથા હનુમાનજી મહારાજની મૂર્તિ ઉપર ચડાવેલ ચાંદીના મુગટ, હાર, નેત્ર, કુંડળ વિગેરે મળી કુલ ચાંદી ર કિલો 9પ0 ગ્રામ કિંમત રૂા.88પ00નાં મુદ્યામાલની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ આ મંદિરમાં સેવાપૂજા કરતાં ગોપાલભાઈ બાબુભાઈ દાણીધારીયા નામનાં ખેડૂતે સાવરકુંડલા રૂરલ પોલીસમાં નોંધાવતા પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે.


પુંજાપાદર ગામની પરિણીતાએ ફીનાઈલ ગટગટાવી લેતા સારવારમાં

 

બાળકો સાથે લઈ જવાનું કહી પતિ ફરી જતાં લાગી આવ્‍યું

અમરેલી, તા. 19, લીલીયા તાલુકાના પુંજાપાદર ગામે રહેતા ભાવનાબેન અશોકભાઈ કણક નામની 30 વર્ષીય પરિણીતાના પતિ તેણીને ઘણા સમયથી એકલા મુકી જતા રહેતા અને થોડા દિવસ પહેલા તેણીનો પતિ ઘરે પરત આવેલ ત્‍યારે તેમણે બાળકો સાથે લઈ જવાની વાત કરેલ પરંતુ તેણીનો પતિ ફરી એકલા મુકી જતો રહેતા તેણીને લાગી આવતા પોતાની મેળે ફીનાઈલ પી લેતા ઝેરી અસર થવાથી સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ છે.


ફફડાટ : બાબરા પંથકમાં તસ્‍કરોનો તરખાટ : પોલીસ કોન્‍સ્‍ટેબલ સહિત 3 વ્‍યકિતનાં મકાનોનાં તાળા તુટયા

પોલીસ કોન્‍સ્‍ટેબલ સહિત 3 વ્‍યકિતનાં મકાનોનાં તાળા તુટયા

ફફડાટ : બાબરા પંથકમાં તસ્‍કરોનો તરખાટ

અગાઉ થયેલ અનેક ચોરીની ઘટનાનાં આરોપીઓ પણ ઝડપાયા નથી

સમગ્ર પંથકમાં છાશવારે ચોરીની ઘટના બનતાં સ્‍થાનિક ધારાસભ્‍ય રોષે ભરાયા

બાબરા, તા. 19

બાબરા પંથકમાં ચોરીના બનાવો સતત બનતા રહેતા પંથકની જનતામાં ભયની લાગણી પ્રસરી ગઈ છે. લોકોને પોતાના જાનમાલને લઈને ભારે ચિંતા સતાવી રહી છે. ત્‍યારે જિલ્‍લા પોલીસ વડા ઘ્‍વારા બાબરામાં પોલીસ પેટ્રોલીંગ સઘન બનાવી ચોરીના બનાવોને ડામવામાં આવે તેવી સમગ્ર પંથકની જનતામાં માંગ ઉઠી છે.

બાબરા શહેરમાં અગાઉ સરકારી તિજોરીની ચોરીનો ભેદ અણઉકેલ છે તેમજ કરીયાણા ગંધિયાણાની દુકાનમાં બે લાખથી વધુની ચોરી થઈ છે. આ સિવાય અન્‍ય ગ્રામ્‍ય વિસ્‍તારમાં પણ નાના-મોટા ચોરીના બનાવો અવારનવાર બનતા રહે છે. જો કે કોઈ નકકર કાર્યવાહીનોથતાં તસ્‍કરોને મોકળુ મેદાન મળી ગયું છે.

ત્‍યારે અહીં સિઘ્‍ધિ વિનાયક સોસાયટીમાં રહેતા અને અમરેલી ખાતે પોલીસ કોન્‍સ્‍ટેબલની ફરજ બજાવતા પોલીસ કર્મચારી જુનાગઢ ખાતે લીલી પરિક્રમાનાં બંદોબસ્‍તમાં હતા ત્‍યારે પાછળથી તસ્‍કરો બંધ મકાનમાંથી દરદાગીના અને રોકડ રકમ મળી કુલ પ0 હજારની ચોરી કરી ગયાનું જાણવા મળેલ છે. તેમજ અન્‍ય સોસાયટી ડ્રિમપાર્કમાં પણ બે મકાનોના તાળા તોડી અંદર ખાખાખોળા કરવામાં આવેલ છે. જો કે અહીં કોઈ ચોરી થઈ ન હતી પણ મકાનના મુખ્‍ય દરવાજાને મોટુ નુકશાન કર્યુ હોવાનું જાણવા મળેલ છે.

બાબરામાં સતત ચોરીના બનતા બનાવો સામે ધારાસભ્‍ય ઘ્‍વારા પોલીસની કામગીરી સામે ભારે નારાજગી અને રોષ વ્‍યકત કરી સવાલો ઉઠાવ્‍યા છે. તેઓએ જણાવ્‍યું હતું કે, અમરેલી જિલ્‍લામાં જાણે કાયદો વ્‍યવસ્‍થાનાં કોઈ ઠેકાણા નથી. દિન પ્રતિદિન ચોરી, લૂંટ અને હત્‍યાના બનાવો બનતા રહે છે. લોકોમાં ભય છે પણ પોલીસની ઊંઘ ઉડતી નથી. અસામાજિક તત્‍વોમાં પોલીસનો કોઈ ભય નથી રહૃાો જેના કારણે સતત બનાવો બનતા રહે છે. બાબરા, લાઠી, અમરેલી સહિતના અન્‍ય તાલુકામાં અનેક ચોરી અને હત્‍યાના બનાવોનો ભેદ ઉકેલવામાં નથી આવ્‍યો જેમાં પોલીસની કામગીરી સામે શંકા ઉપજે તે સ્‍વાભાવિક છે.

હાલ બાબરા પંથકમાં ચોરીના બનાવોમાં જે રીતેવધારો જોવા મળી રહૃાો છે તે જોતા લોકોને પોતાના જાનમાલને લઈને ભારે ચિંતા પ્રસરી ગઈ છે. ત્‍યારે બાબરા પોલીસ એકશનમાં આવી તસ્‍કરોને કાબુ કરે તે જરૂરી છે.


અમરેલીમાં ‘વિશ્‍વ શ્રદ્ધાંજલિ’ દિવસે કાર્યક્રમ યોજાયો

               તા.18 નવેમ્‍બરને વિશ્‍વ શ્રઘ્‍ધાંજલિ દિવસ તરીકે મનાવવામાં આવે છે. જેમાં રોડ અકસ્‍માતમાં મૃત્‍યુ પામેલા વ્‍યકિતને શ્રઘ્‍ધાંજલિ આપવામાં આવે છે. જેનું આયોજન અમરેલી ખાતે ફોરવર્ડ સર્કલે રાખવામાં આવેલ. જેમાં આર.ટી.ઓ. અમરેલીનું પઢીયાર અને પી.આઈ. કરમટા તથા પી.આઈ. દેસાઈ અને પોલીસ સ્‍ટાફ, આર.ટી.ઓ. સ્‍ટાફ અને 108ના પ્રોગ્રામ મેનેજર જયેશ કારેણા તથા જિલ્‍લા અધિકારી યોગેશ જાની તથા 181 અભયમ, 196ર એનીમલ એમ્‍બ્‍યુલન્‍સ અને અમરેલી જિલ્‍લા 108ના કર્મચારી હાજર રહયા હતા અને 70 જેટલા જાહેર પબ્‍લીક હાજર રહેલ. અમરેલી જિલ્‍લામાં છેલ્‍લા ર007થી અત્‍યાર સુધીમાં ર4,પ71 લોકો રોડ અકસ્‍માતમાં ઈજાગ્રસ્‍ત થયેલા અને માર્ચ-18થી ઓકટોબર-18 સુધીમાં 1ર7ર વ્‍યકિત અકસ્‍માતમાં ઈજાગ્રસ્‍ત થયેલા હતા અને અકસ્‍માતનો ભોગ બનેલા અમુક લોકો અકસ્‍માતમાં મૃત્‍યુ પામેલા હતા અને ર007થી અત્‍યાર સુધીમાં 1ર,36,000 લોકો અકસ્‍માતનો ભોગ બનેલ. ર1 થી 40વર્ષ સુધીના ઉંમરની વયના લોકોના અકસ્‍માતનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ કાર્યક્રમમાં પઢીયારે લોકોને શપથ લેવડાવ્‍યા, ટ્રાફિકના નિયમોનું પાલન કરીને વાહન ચલાવીશ અને જો કોઈ રોડ અકસ્‍માત નજરે પડે તો તાત્‍કાલિક 108 એમ્‍બ્‍યુલન્‍સમાં જાણ કરીને લોકોની અમૂલ્‍ય જિંદગી બચાવવાનો પ્રયત્‍ન કરીશ. છેલ્‍લે મીણબત્તી પ્રગટાવીને અકસ્‍માતમાં મૃત્‍યુ પામેલ સ્‍વજનોને શ્રઘ્‍ધાંજલિ આપવામાં આવી હતી.


અમરેલીમાં કોંગ્રેસ પરિવાર દ્વારા પ્રિયદર્શીની સ્‍વ. ઈન્‍દિરા ગાંધીને શ્રઘ્‍ધાજંલિ અર્પણ કરાઈ

દેશના વિકાસમાં અદ્‌ભૂત યોગદાન આપનારની 101 જન્‍મજયંતિ

અમરેલીમાં કોંગ્રેસ પરિવાર દ્વારા પ્રિયદર્શીની સ્‍વ. ઈન્‍દિરા ગાંધીને શ્રઘ્‍ધાજંલિ અર્પણ કરાઈ

અમરેલી, તા.19

અમરેલી જિલ્‍લા કોંગ્રેસ સમિતિ અમરેલી દ્વારા પ્રિયદર્શીની સ્‍વ. ઈન્‍દિરા ગાંધીની જન્‍મજયંતિ નિમિતે સર્કીટ હાઉસ અમરેલી ખાતે સ્‍વ. ઈન્‍દિરાજીને પુષ્‍પ વંદના સાથે ઈન્‍દિરાજીના જીવન જરમર અને દેશને આપેલ યોગદાન અને એમની શરાદતને લગતા વ્‍યાખ્‍યાન જિલ્‍લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ સોસા દ્વારા વકતવ્‍ય આપવામાંઆવ્‍યું હતું. આ પ્રસંગે ધારાસભ્‍ય અને મોટી સંખ્‍યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્‍થિત રહયા હતા. દરેક કોંગ્રેસ કાર્યકરોએ સ્‍વ. ઈન્‍દિરાજીને ભાવ પુર્વક પુષ્‍પાંજલિ અર્પણ કરી હતી. શહેર સર્કિટ હાઉસ ખાતે અમરેલી જિલ્‍લા કોંગ્રેસ સમિતિ અમરેલી તાલુકા કોંગ્રેસ, અમરેલી શહેર કોંગ્રેસ સમિતિના સંયુકત ઉપક્રમે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવીયો હતો. આ કાર્યક્રમમાં અમરેલી જિલ્‍લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ સોસા લાઠી જિલ્‍લા પંચાયતના પુર્વ પ્રમુખ જેનીબેન ઠુમ્‍મર અમરેલી જિલ્‍લા પંચાયતના પ્રમુખ રવજીભાઈ વાઘેલા, તાલુકા પંચાયત પ્રમુખ  અકબરી અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ લલિત ઠુમ્‍મર શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ હાર્દિક સેંજલીયા, શરદ ધાનાણી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી, ટીકુભાઈ વરૂ, અમરેલી જિલ્‍લા લોકસરકારના ઈન્‍ચાર્જ સંદીપ પંડયા, હંસાબેન જોષી, ભાવેશ     પીપળીયા, નગરપાલીકાના સદસ્‍ય સંદીપ ધાનાણી, જીતુભાઈ ગોળવાળા, બી.કે. સોલિયા, પ્રકાશ લાખાણી, બાલુબેન પરમાર, માધવીબેન જોશી, ભારતીબેન શુકલ, વસંત કાબરીયા, જમાલ મોગલ, રાજ ગાંધી, વર્ષીલ સાવલિયા, પરેશ ભુવા, નારણ મકવાણા, શંભુભાઈ દેસાઈ, પતાજલ કાબરીયા, ચંદુ બારૈયા, ફરીદ રઈસ, ગોહિલભાઈ, વિપુલ પોકીયા, સમીર કુરેશી, ફેજલ ચૌહાણ,વર્ષિલ સાવલિયા, જનક પંડયા, શરદ મકવાણા, જગદીશ ડાભી, દિનેશ તારપરા, ભરત હપાણી, સહિતના કોંગ્રેસી આગેવાનો કાર્યકરતાઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા.


ટેકાનાં ભાવે થતી મગફળી ખરીદી પ્રક્રિયાનું નિરીક્ષણ કરતા કલેકટર આયુષ ઓક

રાજય સરકાર દ્વારા ખરીફ માર્કેટીંગ સિઝન-18/19 અન્‍વયે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. કલેકટર આયુષ ઓકે અમરેલી અને બાબરા તાલુકા માર્કેટ યાર્ડની મુલાકાત લીધેલ હતી. ટેકાના ભાવે ખરીદી કરવા માટે નિયત કરવામાં આવેલી પ્રક્રિયા મુજબ થતી કામગીરીનું નિરીક્ષણ કલેકટરે કર્યું હતું. તેમની મુલાકાતમાં જિલ્‍લા ખેતીવાડી અધિકારી પટેલ સહિત સંબંધિત કચેરીઓના અધિકારી, કર્મચારીઓ જોડાયા હતા.


સાવરકુંડલા તાલુકા ખોડલધામ સમિતિ દ્વારા શિષ્‍યવૃત્તિ અંગે માર્ગદર્શન અપાયું

              સાવરકુંડલા તાલુકા ખોડલધામ તેમજ પટેલ વાડી સાવરકુંડલા પ્રમુખ આયોજિત એક તાલુકામાં રહેતા અને અન્‍ય જગ્‍યાએ અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓને સરકાર તરફથી સહાય સ્‍કોલરશીપ મેળવવા અંગેનો માર્ગદર્શન સેમિનાર તા.17/10ના રોજ અમરેલી પટેલ સંકુલ હોસ્‍ટેલ ડાયરેકટરના માર્ગદર્શન નીચે યોજાયેલ. કાર્યક્રમનું આયોજન તેમજ સંચાલન સમાજ અગ્રણી ધીરૂભાઈ કાબરીયાએ કરેલ. સાથે પ્રિન્‍સિપાલ પ્રવીણભાઈસુતરીયા રહેલ. કાર્યક્રમમાં પટેલ વાડીના પ્રમુખ ભાનુભાઈ ડોબરીયા સમાધાન પંચના પ્રમુખ દેવચંદભાઈ કપોપરા, પંચના ઉપપ્રમુખ કરશનભાઈ ડોબરીયા તેમજ ખોડલધામ યુવા ટીમના પ્રમુખ ઉમંગભાઈ તળાવીયા અને તેમની ટીમ હાજર રહેલ. સમગ્ર તાલુકાથી લાભાર્થી વિદ્યાર્થી ભાઈ-બહેનો તેમજ વાલીઓ વિશાળ સંખ્‍યામાં હાજર રહેલ. વલ્‍લભભાઈ રામાણીએ સમગ્ર યોજનાના વિભાગમાંથી મળતી સ્‍કોલરશીપ અને લોન અંગેનું માર્ગદર્શન આપેલ. બિન અનામત જાતી અંગેના પ્રમાણપત્રો તેમજ આવકના દાખલા મેળવવા અંગેની વિસ્‍તૃત માહિતી આપેલ. જે જરૂરી ડોકયુમેન્‍ટ કયાંથી મેળવવા અંગેની વિસ્‍તૃત માહિતી આપેલ. જે જરૂરી ડોકયુમેન્‍ટ કયાંથી મેળવવા વિગેરે સંપૂર્ણ માહિતી સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓને જણાવેલ. તે સાથે સરકારમાંથી ઉચ્‍ચ અભ્‍યાસ અને વિદેશ જવા માટેની સહાય લોન   મેળવવા માટે પણ વિસ્‍તૃત માહિતી આપેલ. સમાજ અગ્રણી ધીરૂભાઈ વઘાસીયાએ જણાવેલ કે બે દિવસમાં આ સેમિનારનું આયોજન કરી સમાજને જાણકારી આપેલ છે. આગળ જણાવેલ કે સમાજ શ્રેષ્ઠીઓ સમાજના કામ માટે આગળ આવે છે. અને જે ભોગ આપે છે તેનો સમાજ લાભ લે તેમજ વધુ માહિતી માટે દર સોમવારે આવશે જેની દરેકે નોંધ લેવી તેમ તેમજ દરેક તાલુકામાં આવા માર્ગદર્શન કેમ્‍પ રાખવામાં આવે તો ગ્રામ્‍ય કક્ષાએ વાલીઅને વિદ્યાર્થીઓને જાણકારી મળે તેમ ખોડલધામ સમિતિ વતી ધીરૂભાઈ વઘાસીયાની યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.


ખાંભા પંથકમાંથી ઝડપાયેલ રેશનીંગ કૌભાંડનાં મુળ સુધી જઈ તપાસ કરો : આરટીઆઈ એકટીવીસ્‍ટ એસોસીએશનની માંગ

આરટીઆઈ એકટીવીસ્‍ટ એસોસીએશનની માંગ

ખાંભા પંથકમાંથી ઝડપાયેલ રેશનીંગ કૌભાંડનાં મુળ સુધી જઈ તપાસ કરો

તટસ્‍થ તપાસ થાય તો અનેક બાબુઓ પણ ફસાઈ શકે તેમ છે

અમરેલી, તા. 19

ખાંભાનાં આરટીઆઈ એકટીવીસ્‍ટ એસોસીએશને મુખ્‍યમંત્રીને પત્ર પાઠવીને ખાંભા પંથકમાંથી ઝડપાયેલ રેશનીંગ કૌભાંડની તટસ્‍થ તપાસ કરવાની માંગ કરેલ છે.

પત્રમાં જણાવેલ છે કે, ગુજરાત ભરમાં ચાલતા રેશનીંગ કૌભાંડમાં ખાંભા તાલુકાના રેશનીંગ પરવાનો દ્રારાયે પોતાનો સુર પુરાવ્‍યો હોય તેમ મૃત વ્‍યકિતનાં નામે-બહાર રહેવા ગયેલા પરિવારોનાં નામે પોતાના પરિવારનાં સભયોનાં નામે તવંગરો, સાધુસંતો, બોગસનામનાં રેશનીંગ કાર્ડ બનાવી વર્ષ ર01રથી કૌભાંડ આચરાઈ રહૃાું છે. આ કૌભાંડીયાઓને ખાંભા મામલતદાર કચેરીનાં ઈમાનદાર અને પ્રમાણીક પુરવઠા મામલતદાર વાળાએ દરોડાઓ પાડી બોગસ રેશનીંગકાર્ડ તથા અન લીગલી જથ્‍થો ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી પાંચ-રેશનીંગ પરવાનેદારો સામે કરી પરંતુ નીચેનાં પ્રશ્‍નો અનઉતર હોય તેની તટસ્‍થ અને કાર્યદક્ષ અને પ્રમાણીક એવા ગાંધીનગરથી સ્‍પેશ્‍યલ તપાસ અધિકારીની નિમણુંક કરી તપાસ કરાવવા અનેકસુરવાર હોય તેવા પૂરવઠા મામલતદારો સામે પગલા લેવા ખાંભા માંથી રેશનીંગ કૌભાંડ આચરનારા પાંચ દુકાનદારો સામે પોલીસ ફરિયાદ કરાવી રીમાન્‍ડ મેળવી સજા આપવી જેથી ભવિષ્‍યમાં રાશન કૌભાંડ કરનાર બોધપાઠ લે.

વધુમાં જણાવે છે કે, ખાંભા તાલુકાની 38 રેશનીંગની દુકાને પૈકી માત્ર પાંચ જ દુકાનોમાં તપાસ થતા ગોલમાલ પકડાયેલ હોય બાકીની 33 દુકાનોની પણ તપાસ કરવા અને મહિલાઓનાં નામે ચાલતી દુકાનોનાં બદલે અન્‍ય વહીવટ કરનારાઓનાં સહીનાં નમુનાઓ લેવા.

વર્ષ ર01રથી આજદિન સુધી જે-જે કાર્ડ ઈશ્‍યુ થયા છે તેના ભરાયેલ કે.વાય.સી. ઈશ્‍યુ કરનાર પુરવઠા મામલતદાર તેના આગલા અંગુઠાનાં નિશાન આપનાર પુરવઠા મામલતદારો અને મંજુરીની મોર મારનાર મામલતદારોની તપાસ કરવી.

વધુમાં જણાવે છે કે સરકારનાં નિયમ મુજબ દુકાનનાં પરવાનેદારનાં નામનું બોર્ડ રજી.નંબર, મો.નંબર ભાવપત્રક, બીલ આપવું, દુકાન ખોલવા બંધ કરવાનો સમય લખવ ફરજીયાત હોવા છતાં ઉપરોકત સરકારી નિયમોનો ઉલાળીયો કરતો હોય તેની અમલવારી તાત્‍કાલીક કરાવવા.

અમરેલી જીલ્‍લા કલેકટર ર્ેારા તા. 1/09/18 ના આદેશ બાદ 1/9/18 થી 31/10/ર018ના સમયગાળામાં ઉપડેલ અનાજનાં આંકડા તથા જાન્‍યુઆરી ર018થી 31 જુલાઈ ર018ના ઉપડેલા અનાજના આંકડાનો ફરકતપાસવો.

વધુમાં જણાવે છે કે, ખાંભા તાલુકામાંથી રેશનીંગ પરવાનેદારોને ત્‍યાં પાડેલા દરોડા દરમિયાન નકલી રેશનીંગ કાર્ડ જપ્‍ત કરી દુકાનો સીલ કર્યાથી સંતોષ ન માની ડુપ્‍લીકેટ કાર્ડ જયાં જયાંથી જપ્‍ત થયા છે, તે દુકાનદારો સામે પોલીસ ફરિયાદ નોંધવી. ખાંભા તાલુકાની 38 રેશનીંગ દુકાનો પૈકી પાંચ દુકાનોમાં જો મસમોટુ કૌભાંડ પકડાયુ હોય તો બાકીની 33 દુકાનોમાં પણ તપાસ કરવી.

વધુમાં જણાવે છે કે, ખાંભા-રની દુકાનની ફરિયાદ થયા બાદ કાર્ડ ધારકોનાં નામમાં ફેર કરી ફેરફાર   વાળા નામ બદલી નાખેલ પરંતુ કાર્ડ નંબર તો જુનાને જુના છે, તેની તપાસ કરવા સાથે ખાંભા તાલુકાભરનાં રેશનકાર્ડ ધારકોનાં નામ બદલાયેલ હોય જે નંબરની તપાસ કરવી. મૃત વ્‍યકિતઓનાં નામે ખાંભાનાં ગીદરડી/હનમાનપુર ખાંભા-ર થા કુંડલાનાં વડાળ ગામે ઉપાડેલ રેશનીંગના જથ્‍થાનાં ફુડ કુપનની તપાસ કરવી તેમ અંતમાં જણાવેલ છે.


20-11-2018