Main Menu

Sunday, November 18th, 2018

 

શાળા આરોગ્‍ય તપાસણી અંતર્ગત બાબરા પંથકમાં 33,114 બાળકોનાં આરોગ્‍યની ચકાસણી કરવામાં આવશે

ર7 નવેમ્‍બરથી1લી જાન્‍યુઆરી સુધી કાર્યક્રમ યોજાશે

શાળા આરોગ્‍ય તપાસણી અંતર્ગત બાબરા પંથકમાં 33,114 બાળકોનાં આરોગ્‍યની ચકાસણી કરવામાં આવશે

અમરેલી, તા.17

મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ડો. એચ.એફ. પટેલની સુચના અને જિલ્‍લા આર.સી.એચ.ઓ. તેમજ શાળા આરોગ્‍ય કાર્યક્રમના જિલ્‍લા નોડલ ઓફિસર ડો. આર.કે. જાટ, શાળા આરોગ્‍ય યુનિટના એમ.કે. બગડા તથા કે.સી. રાવળના સીધા માર્ગદર્શન અને સહ સંકલનથી તાલુકા હેલ્‍થ ઈન્‍ચાર્જ ઓફિસર ડો. અક્ષય ટાંક અને તેની તાલુકા આરોગ્‍ય ટીમ દ્વારા તા.ર7 નવેમ્‍બરથી 1લી જાન્‍યુઆરી દરમિયાન જન્‍મથી લઈને આંગણવાડી, પ્રાથમિક, માઘ્‍યમિક અને ઉચ્‍ચતર માઘ્‍યમિકના તમામ શાળાએ જતા તેમજ શાળાએ ન જતા બાળકોની આરોગ્‍યની ટીમો દ્વારા કુલ 33,114 બાળકોની આરોગ્‍ય તપાસણી કરવામાં આવનાર છે.

દરેક ગામે ચાલનાર ભભશાળા આરોગ્‍ય સપ્‍તાહભભમાં પાંચ દિવસ સુધી પ્રથમ દિવસે સફાઈ દિવસ, બીજો દિવસ ટીમ દ્વારા આરોગ્‍ય તપાસણી દિવસ, ત્રીજો દિવસ પોષણ દિવસ, ચોથો દિવસ તબીબી અધિકારી દ્વારા ખામીવાળા બાળકોની તપાસણીનો દિવસ અને પાંચમો દિવસ સાંસ્‍કૃતિક કાર્યક્રમો, વાલી મિટીંગ, ઈનામ વિતરણ અને પૂર્ણાહુતિ દિવસ આ રીતે ઉજવણી કરવામાં આવનાર છે.

બાળકોની આરોગ્‍ય તપાસમાં ફોર-ડી મુજબ જન્‍મ જાત ખામી, ઉણપ, રોગ અને વિકાસલક્ષીવિલંબતા, વિકલાંગતા અંગે તપાસણી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં જોવા મળેલ ખામીવાળા બાળકોને સ્‍થળ પર સારવાર, આરોગ્‍ય શિક્ષણ તેમજ હૃદય, કીડની, કેન્‍સર, થેલેસેમીયા જેવા ગંભીર પ્રકારના રોગોમાં બાળકોને સુપર સ્‍પેશ્‍યાલીસ્‍ટની સારવાર અને ઓપરેશન સુધીની તમામ સુવિધા વિનામૂલ્‍યે અમારા આરોગ્‍ય તંત્ર દ્વારા આપવામાં આવશે. આ અંગે બાબરા તાલુકાનો આરોગ્‍ય સ્‍ટાફ, આર.બી.એસ.કે. ટીમો, આશા કાર્યકરો, આંગણવાડી કાર્યકરો એક સાથે જોડાઈને સજજ થયેલ છે. લોકો અને આગેવાનો પાસે સહકારની અપેક્ષા છે.


ભૈ વાહ : ખેડૂતોનેગોદામ બનાવવા મદદ મળશે : બાવકુભાઈ ઉંઘાડે કરેલી રજૂઆત સફળ રહી

પૂર્વ ધારાસભ્‍ય બાવકુભાઈ ઉંઘાડે કરેલી રજૂઆત સફળ રહી

ભૈ વાહ : ખેડૂતોનેગોદામ બનાવવા મદદ મળશે

ગોદામ બનાવવા માટે ર0થી લઈને 80 ટકા સુધીની બેન્‍ક લોન મળી શકશે

ખેડૂતોનાં હિતમાં મહત્ત્યવની કામગીરી કરનાર પૂર્વ ધારાસભ્‍ય ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે

અમરેલી, તા.17

ખેડૂતો પોતાની ખેતપેદાશોનો ગોડાઉનમાં સંગ્રહ કરી સારા બજારભાવ મેળવી શકે તે માટે રપ% સબસીડી વાળી ગોડાઉન યોજના શરૂ કરવા માટે થોડા સમય પહેલા બાવકુભાઈ ઉંઘાડે કેન્‍દ્ર સરકાર પાસે માંગણી કરેલી હતી.

તેઓની ખેડૂતલક્ષી માંગણીનો સ્‍વીકાર કરતા કેન્‍દ્ર સરકારે તા.રર/10/18ના રોજ પ0 મેટ્રીક ટનથી પ000 મેટ્રીક ટન સુધીના ગોડાઉન બનાવવાની યોજનાને મંજૂરી આપી ગોડાઉન યોજના અમલમાં મુકેલ છે. જેમાં પ્રતિ મેટ્રીક ટન દીઠ રૂા. 87પ સબસીડી મળવાપાત્ર થશે અને એસ્‍ટીમેન્‍ટના ર0 થી 80 ટકા સુધીની બેન્‍ક લોન મેળવી શકશે. સબસીડી   વાળી ગોડાઉન યોજનાનું અમલીકરણ ભારત સરકારના કૃષિમંત્રાલયના માર્કેટીંગ ડિવીઝન તથા નાબાર્ડ દ્વારા કરવામાં આવશે અને આ યોજનાની વિસ્‍તૃત માહિતી આપવામાં આવશે.

આમ ખેડૂતોને રપ ટકા સબસીડીવાળી ગોડાઉન યોજના શરૂ કરવા બાવકુભાઈ ઉંઘાડની ખેડૂતલક્ષી રજૂઆતને સફળતા મળતા ખેડૂતોમાં પણ ખુશીનું મોજુ ફરી વળ્‍યું છે અને ખેડૂતો તરફથી બાવકુભાઈ ઉંઘાડ ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.


અમરેલી પાલિકામાં પાંચ વર્ષ પહેલા કરોડો રૂપિયાનો થયો ભ્રષ્‍ટાચાર ?

જાગૃત્ત નાગરિક ચંદુભાઈ બારૈયાએ ઉચ્‍ચકક્ષાએ કરી ફરિયાદ

અમરેલી પાલિકામાં પાંચ વર્ષ પહેલા કરોડો રૂપિયાનો થયો ભ્રષ્‍ટાચાર ?

નિર્મળ ગુજરાત અને સ્‍વચ્‍છ ભારત યોજના અંતર્ગત શૌચાલય બનાવવામાં કૌભાંડનો થયો આક્ષેપ

અમરેલી, તા. 17

અમરેલી પાલિકા ઘ્‍વારા પાંચ વર્ષ પહેલાં નિર્મળ ગુજરાત શૌચાલય યોજના તેમજ સ્‍વચ્‍છ ભારત અભિયાન અંતર્ગત કરોડો રૂપિયાનો ભ્રષ્‍ટાચાર થયો હોવાની ફરિયાદ ચંદુભાઈ બારૈયાએ શહેરીવિકાસ વિભાગનાં સચિવને પાઠવેલ પત્રમાં કરેલ છે.

પત્રમાં જણાવેલ છે કે, સ્‍વચ્‍છ ભારત અભિયાન તેમજ નિર્મળ ગુજરાત યોજના અંતર્ગત અમરેલી શહેરના અલગ અલગ વિસ્‍તારમાં શૌચાલય વિહોણા કુટુંબોના ઘેર શૌચાલય બનાવવાનાં થતા હતા. પરંતુ આવા કુટુંબોને નજરઅંદાજ કરી શ્રીમંત કુટુંબ કે જેમને પોતાની માલિકીનું એક અથવા બે માળનું સ્‍લેબવાળુ મકાન હોય તેવા કુટુંબના ઘરે જઈ માલિકીના શૌચાલયને ડમી નંબર આપી અથવા નિર્મળ ગુજરાત યોજના અંતર્ગત શૌચાલય છે તેવું સાબિત કરવા ક્રમાંક નંબર આપી સરકારનાં નાણાને સીધે સીધા પોતાના ગજવામાં ભરવા માટે બીલ મંજુર કરી મોટા પ્રમાણમાં અમરેલી નગરપાલિકાના સબંધીત કલાર્કથી લઈ પ્રમુખ સુધીનાઓએ ભ્રષ્‍ટાચાર કરેલ છે. ખરેખર 10% જ કુટુંબો એવા હશે કે જેમના ઘરે સદર યોજના અંતર્ગત શૌચાલય બનાવેલ હશે.

વધુમાં જણાવેલ છે કે, આ કૌભાંડ ગુજરાત રાજયમાં નિર્મળ ગુજરાત શૌચાલય યોજનાનું સૌથી મોટુ કૌભાંડ હશે. કારણ કે સાચા લાભાર્થીનું લાભ આપવાનું એકબાજુ મુકી શ્રીમંત કુટુંબોના ઘરના માલિકના શૌચાલયને ક્રમ નંબર આપી ભ્રષ્‍ટાચાર આચરવામાં આવેલ હોય તટસ્‍થ તપાસ કરવા અંતમાં માંગ કરેલ છે.


ચલાલામાં ગાયત્રી પરિવાર ર્ેારા નેત્રયજ્ઞ, દંતયજ્ઞ તથા સર્વરોગ કેમ્‍પ યોજાયો

ચલાલામાં ગાયત્રી પરિવાર ર્ેારા નેત્રયજ્ઞ, દંતયજ્ઞ તથા સર્વરોગ કેમ્‍પ યોજાયો

અવિરત સેવાકાર્યો કરનાર યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ ચલાલા ર્ેારા તાજેતરમાં ર09મો વિનામૂલ્‍યે નેત્રયજ્ઞ, દંતયજ્ઞ તથા સર્વરોગ કેમ્‍પ યોજાયો હતો. જેમાં શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્‍પિટલ, તથા જીલ્‍લા અંધત્‍વ નિવારણ સમિતિ અમરેલીનાં સંયુકત ઉપક્રમે યોજાનાર આ કેમ્‍પમાં નિષ્‍ણાંત ડોકટરોની ટીમે સેવા આપી હતી. આ કેમ્‍પનો શુભારંભ મંગલ દિપના પ્રાગટયથી થયો હતો. આ પ્રસંગે રતિદાદા, રેખાબેન તથા ડોકટરો ર્ેારા દિપ પ્રાગટય કરવામાં આવ્‍યુ હતું. રતિદાદાએ બધાને સારૂ થઈ જાય અને સારૂ થયા પછી બીજાનું ભલું કરવું તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી. સાથે વ્‍યસનમુકત રહેવું, સત્‍યનું પાલન કરવું અને બધાસાથે હળી-મળીને રહેવું. આ નેત્રયજ્ઞમાં આંખના દર્દીઓની ચકાસણી કરવામાં આવી હતી જે પૈકી 38 દર્દીઓને શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્‍પિટલ ખાતે લઈ જઈ અને ફેકોમશીન ર્ેારા ઓપરેશન કરી નેત્રમણી પણ વિનામૂલ્‍યે બેસાડવામાં આવી હતી. દંતયજ્ઞમાં ડો. સૌમિલભાઈ ર્ેારા અનેક દર્દીઓને દાંત કાઢી ચાંદી પણ વિનામૂલ્‍યે પૂરી આપવામાં આવી હતી. સર્વરોગ કેમ્‍પમાં ડો. આરતીબેન તથા ડો. ગોપીબેન ર્ેારા બધા દર્દીઓને તપાસ કરી દવા પણ વિનામૂલ્‍યે આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા મહેશભાઈ, મેહુલભાઈ, મંજુબા, શિતલબેન વગેરેએ ખુબ જહેમત ઉઠાવી હતી. દિકરીઓને અભ્‍યાસ માટે ભવ્‍ય કોલેજ નિર્માણનું કાર્ય શરૂ છે. તા. ર4/0ર/ર019 ના રોજ યોજાનાર પ1-સર્વજ્ઞાતિય સમૂહ લગ્નનું નોંધણી કાર્ય શરૂ છે. તો લાભ લેવા વિનંતી.


અમરેલી જિલ્‍લામાં જુનથી ઓકટો.માં 7પ જેટલા આત્‍મહત્‍યાના બનાવો

આત્‍મહત્‍યા, અકસ્‍માત અને અપમૃત્‍યુનાં કુલ ર66 બનાવો

અમરેલી જિલ્‍લામાં જુનથી ઓકટો.માં 7પ જેટલા આત્‍મહત્‍યાના બનાવો

બીમારી, આર્થિક સંકડામણ કે પારિવારીક કંકાસથી થઈ રહી છે આત્‍મહત્‍યા

એકવીસમી સદીનાં યુગમાં પણ આત્‍મહત્‍યાની ઘટના બનતાં અરેરાટીનો માહોલ

અમરેલી, તા. 17

અમરેલીનાં ધારાસભ્‍ય અને વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ માંગેલ માહિતી અનુસંધાને પોલીસ અધિક્ષક કચેરી ઘ્‍વારા જુન-18 થી ઓકટોમ્‍બર 18 સુધીમાં જિલ્‍લામાં કુલ ર66 વ્‍યકિતનાં અકસ્‍માત, અપમૃત્‍યુ કે આત્‍મહત્‍યાની ઘટનામાં મોત થયાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જેમાં 7પ જેટલી ઘટના આત્‍મહત્‍યા હોવાનું બહાર આવતાં અરેરાટીનો માહોલ ઉભો થયો છે.

અમરેલી તાલુકામાં બીમારીથી, આર્થિકસંકડામણ અને કુટુંબ કલેશ સહિતનાં કારણોથી 1પ વ્‍યકિતએ અંતિમવાટ પકડી છે. તો લાઠી તાલુકામાં 4, લીલીયા તાલુકામાં 4, બગસરામાં 3, વડીયામાં 4, સાવરકુંડલામાં 1ર, ધારીમાં 10 અને રાજુલામાં 7 વ્‍યકિતએ વિવિધ કારણોસર આત્‍મહત્‍યા કરી લીધી છે.

જયારે માર્ગ કે અન્‍ય કોઈ અકસ્‍માતથી મૃત્‍યુનો આંક પણ 100થી વધારે હોવાનું બહાર       આવેલ છે.

આજે એકવીસીમી સદીનાં યુગમાં આત્‍મહત્‍યાની ઘટના બને તે બાબત સભ્‍ય સમાજ માટે અતિ શરમજનક સાબિત થઈ રહી છે.


ધારી નજીક આવેલ ધારગણી ગામે યુવકને પાઈપ વડે માર માર્યો

ધારી નજીક આવેલ ધારગણી ગામે યુવકને પાઈપ વડે માર માર્યો

નેસડી ગામનાં 3 શખ્‍સો સામે પોલીસફરિયાદ નોંધાઈ

અમરેલી, તા. 17

ધારી તાલુકાનાં ધારગણી ગામે રહેતાં અને મજુરી કામ કરતાં મનસુખ કાદુભાઈ વાઘેલા નામનાં રર વર્ષિય યુવક ગઈકાલે સાંજે સાવરકુંડલાથી પરત પોતાના ઘરે આવતા હતા ત્‍યારે નેસડી ગામે રહેતાં રાઘવ જવાભાઈ ચારોળીયા, રમાભાઈ રાઘવભાઈ ચારોળીયા તથા નરેશ રાઘવભાઈ ચારોળીયાએ અગાઉનાં મનદુઃખનાં કારણે બોલાચાલી કરી લોખંડનાં પાઈપ         વડે આડેધડ માર માર્યાની              ફરિયાદ ચલાલા પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલ છે.


પાંચવર્ષ પહેલા તરૂણીને લલચાવી-ફોસલાવી ભગાડી જનાર યુવકને 10 વર્ષની સજા

પાંચવર્ષ પહેલા તરૂણીને લલચાવી-ફોસલાવી ભગાડી જનાર યુવકને 10 વર્ષની સજા

બાબરાનાં નીલવડા ગામનાં યુવકને રૂપિયા રપ હજારનો દંડ પણ થયો

અમરેલી, તા. 17

બાબરા તાલુકાનાં નીલવડા ગામે રહેતો અને મજુરી કામ કરતો ભાવેશ કાન્‍તીભાઈ બગડા નામનાં 19 વર્ષિય યુવકે ગત તા.પ-10-13નાં રોજ તે જ ગામે રહેતી એક 16 વર્ષની તરૂણીને લલચાવી, ફોસલાવી, લગ્ન કરવાનાં ઈરાદે ભગાડી ગયેલ જેને સમયે તરૂણીનાં વાલીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આ અંગેનો કેસ અત્રેની સ્‍પે. પોકસો કોર્ટમાં ચાલી જતાં એડવોકેટ જે. બી. રાજગોરની દલીલોને સ્‍પે. કોર્ટનાં જજ શ્રી એન. પી. ચૌધરીએ માન્‍ય રાખી આરોી ભાવેશ કાન્‍તીભાઈ બગડાને આઈપીસી 363માં ર વર્ષની સખત કેદ અને રૂા.ર હજારનો દંડ, આઈપીસી 366માં 3 વર્ષની કેદ અને રૂા.3 હજારનાં દંડ, આઈપીસી 376માં 10 વર્ષની કેદ અને રૂા.10 હજાર દુડ તથા પોકસોની અલગ અલગ કલમમાં સાત વર્ષની કેદ તથા રૂા.7 હજાર દંડ તથા 3 વર્ષની કેદ અને રૂા.ર હજારના દંડની સજાનો હુકમ કર્યો હતો. આરોપીએ તમામ સજા એકી સાથે ભોગવવાની હોય જેથી 10 વર્ષની સખત કેદ તથા રૂા.રપ હજારનાં દંડની સજાનો હુકમ કર્યો હતો.


અમરેલીમાંથી પસાર થતું રેતી ભરેલું ટ્રેકટર પોલીસે ઝડપી લીધું

અમરેલીમાંથી પસાર થતું રેતી ભરેલું ટ્રેકટર પોલીસે ઝડપી લીધું

રૂા. ર.પર લાખનો મુદ્યામાલ કબ્‍જે લઈ કાર્યવાહી કરી

અમરેલી, તા. 17

અમરેલીનાં રોકડીયાપરા વિસ્‍તારમાં આવેલ કાળભૈરવ મંદિર પાસે રહેતાં અશોક બચુભાઈ ચૌહાણ નામનાં ઈસમ આજે સવારે 11 કલાકે પોતાના હવાલાવાળા ટ્રેકટર નંબર જી.જે. 10 કે 3687માં રેતી ટન-4 ટ્રોલીમાં ભરીને નિકળતાં સીટી પોલીસનાં કોન્‍સ્‍ટેબલ પરેશભાઈ સોંઘરવા તથા સ્‍ટાફે તેમને ઝડપી ટે્રકટર, ટ્રોલી સહિત રૂા.ર.પર લાખનો મુદ્યામાલ કબજે લઈ કાયદેસર કાર્યવાહીહાથ ધરી હતી.


ખાંભાનાં ડેડાણ ખાતેની રેશનિંગ દુકાનમાં 100 રેશનકાર્ડ નકલી પકડાતા ખળભળાટ

ગરીબોનાં હકક હિસ્‍સાનું અનાજ જમી જનારાઓમાં ફફડાટ

ખાંભાનાં ડેડાણ ખાતેની રેશનિંગ દુકાનમાં 100 રેશનકાર્ડ નકલી પકડાતા ખળભળાટ

પુરવઠા વિભાગ દ્વારા દુકાનનો પરવાનો સસ્‍પેન્‍ડ કરી દેવાયો

ખાંભા, તા.17

ખાંભા તાલુકામાં રેશનિંગ કૌભાંડમાં છેલ્‍લા એક માસમાં પાંચ રેશનિંગની દુકાનોમાંથી કૌભાંડો પકડાતા ચકચાર મચી જવા પામી છે.

ખાંભાના ડેડાણ ગામના રેશનિંગ પરવાનેદારભુપત રામભાઈ પરમારની રેશનિંગની દુકાનમાં વરસોથી ડુપ્‍લીકેટ રેશનકાર્ડ બનાવી લાખો રૂપિયાનું અનાજ ચાઉ કરાતા હોવાનું ખાંભાના દબંગ પુરવઠા મામલતદાર વાળાના ઘ્‍યાને આવતા તેઓ દ્વારા રેશનિંગની દુકાને તપાસ કરતા 100થી વધુ ડુપ્‍લીકેટ કાર્ડ મળી આવતા દુકાન સીલ કરાયાનું જાણવા મળે છે.

ઉપરોકત રેશનિંગ દુકાનદારે હદ તો એ કરી કે ગરીબ પરિવારો, મૃત વ્‍યકિત, પત્રકારો, બહારગામ રહેતા પરિવારો પોતાની વગથી તવંતરને ગરીબ બનાવી બી.પી.એલ. અંત્‍યોદય ડુપ્‍લીકેટ કાર્ડ બનાવવાથી પણ પેટ ન ભરાતા ડેડાણના પત્રકાર બહાદુર હિરાણી પરિવારના ફિરોઝ ગુલામ હુસેન હિરાણી તથા નિઝાર ગુલામ હુસેન હિરાણી તથા સ્‍વ. ગુલામ હુસેન સુલેમાન કે જેઓનું 4 વર્ષ પહેલા મરણ થવા છતાં હિરાણી પરિવારની જાણ બહાર અનાજ ઉપાડી લીધેલ છે.

ર011થી હાલના મામલતદાર તથા પુરવઠા મામલતદારની પણ તપાસ થાય તો ઘણાના તપેલા ચડી જાય તેમ છે.


બુરે દિન : વધુ એક ખેડૂત મહિલાએ આત્‍મહત્‍યા કરી

અમરેલી જિલ્‍લામાં ખેડૂતોની આર્થિક હાલત અતિ કફોડી

બુરે દિન : વધુ એક ખેડૂત મહિલાએ આત્‍મહત્‍યા કરી

ધારીનાં મોણવેલ ગામની ખેડૂત મહિલાએ આર્થિક ભીંસથી કંટાળી અંતિમવાટ પકડી

અમરેલી, તા. 17

અમરેલી જિલ્‍લામાં ચાલું વર્ષે ચોમાસુ નબળુ જતાં અને બે-ત્રણ વખત ખેતરમાં વાવણી કરવા છતાં પાણીનાં અભાવે વાવણી કરેલ પાક બળી જતાં કિંમતી બિયારણ, ખાતર, દવા માટે બેંક તથા અન્‍ય પાસેથી ખેડૂતોએ ધીરાણમેળવ્‍યું હોય તે પરત આપી શકે તેવી પરિસ્‍થિતિ પણ ન હોય. ત્‍યારે અમરેલી જિલ્‍લામાં આર્થિક સંકડામણનાં કારણે કેટલાંક ખેડૂતોએ આપઘાત કરી લીધાનું બહાર આવ્‍યું છે. ત્‍યારે ગઈકાલે ધારી પંથકનાં વધુ એક ખેડૂત મહિલાએ અગ્નિસ્‍નાન કરી આપઘાત કરી લીધો છે.

આ બનાવમાં ધારી તાલુકાનાં મોણવેલ ગામે રહેતાં અને ખેતી કામ કરતાં નંદુબેન પોપટભાઈ ઢોલરીયા નામની ખેડૂત મહિલાએ ખેતીની જમીન ઉપર ધીરાણ લીધેલ હોય અને ઉપરથી બેંકનું પણ લ્‍હેણું હોય જે બાકી રકમ પોતે ભરી શકે તેમ ન હોવાથી સતત ચિંતામાં રહેતા હતા. ત્‍યારે ગઈકાલે પોતાનાં ઘરે પોતાની મેળે શરીર ઉપર કેરોસીન છાંટી દઈ સળગી જતાં તેણીનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું.

આ બનાવ અંગે ધારી પોલીસમાં હસમુખભાઈ ફુલાભાઈ          ઢોલરીયાએ જાહેર કરતાં પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.


આલેલે : ભ્રષ્‍ટાચારનાં કારણે જમીન વિકાસ નિગમ કચેરી બંધ થઈ

સરકારે રોગ દુર કરવાને બદલે રોગીને મોક્ષધામ પહોંચાડી દીધો

આલેલે : ભ્રષ્‍ટાચારનાં કારણે જમીન વિકાસ નિગમ કચેરી બંધ થઈ

પોલીસ, મહેસુલ, પંચાયત, બાંધકામ, પા.પુ., આરટીઓ, શિક્ષણમાં શું ભ્રષ્‍ટાચાર નથી ચાલતો ? વેધક સવાલ

રાજય સરકારનાં નિર્ણયની લાઠીનાં ધારાસભ્‍ય ઠુંમરે ઝાટકણી કાઢી

અમરેલી, તા. 17

તાજેતરમાં રાજય સરકારે ભ્રષ્‍ટાચારથી ખદબદતી જમીન વિકાસ નિગમ લી. નામની સરકારી કચેરી બંધ કરવાનો નિર્ણય કરતાં રાજયની જનતામાં આશ્ચર્ય ફેલાયું છે. અને વિપક્ષી ધારાસભ્‍ય વિરજીભાઈઠુંમરે પણ રાજયસરકારની ઝાટકણી કરી છે.

જો રાજય સરકાર ભ્રષ્‍ટાચારને દુર કરવાને બદલે કચેરીને જ તાળા મારી દે તો રાજયની મોટાભાગની કચેરીઓને તાળા મારવા પડે તેવી સ્‍થિતિ જોવા મળી રહી છે.

રાજયમાં પોલીસ, પંચાયત, મહેસુલ, બાંધકામ, આર.ટી.ઓ. પા.પૂ.બોર્ડ, એસ.ટી. શિક્ષણ, આરોગ્‍ય, સહિતની મોટા ભાગની કચેરીઓમાં ભ્રષ્‍ટાચાર ફરિયાદ થઈ રહી છે. કચેરી બંધ કરવાને બદલે સરકારે ભ્રષ્‍ટાચાર કરનાર બાબુઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.

દરમિયાનમાં રાજય સરકાર દ્વારા જમીન વિકાસ નિગમ બંધ કરવામાં આવતા રાજયના સહકારી આગેવાનો તેમજ ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. રાજય સરકારના આ મનસ્‍વી નિર્ણય સામે લાઠી બાબરાના ધારાસભ્‍ય દ્વારા ભારે વિરોધ કરી આશ્ચર્ય વ્‍યકત કર્યુ છે. તેઓ દ્વારા રાજયના મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખી જમીન વિકાસ નિગમને ભ્રષ્‍ટાચાર મુકત કરી ખેડૂતોની હિતમાં ફરી શરૂ કરવા પ્રબળ માંગ  કરેલ છે.

ધારાસભ્‍ય દ્વારા જણાવ્‍યું છે કે, રાજય સરકાર દ્વારા જમીન વિકાસ નિગમને બંધ કરવાનો ઘાતકી નિર્ણય લેવામાં આવ્‍યો છે. તે ગેરવ્‍યાજબી છે. જમીન વિકાસ નિગમ મારફત બંજર જમીનના અનેક કાર્યો થયા છે. અને તેનો ફાયદો ખેડૂતો થયો છે. પણ જો નિગમના ભ્રષ્‍ટાચાર થયો હોય તો તેની યોગ્‍ય તપાસ કરવી જોઈએ તંત્ર  નિષ્‍ફળતાછુપાવવા રાજય સરકાર નિગમ બંધ કરીને પોતાની નૈતિક ફરજમાં પાછી પાની કરી રહી હોય તેવું લાગી રહયું છે.

વધુમાં જણાવ્‍યું છે કે, અમરેલી જિલ્‍લામાં છેલ્‍લા દસ વર્ષમાં જમીન વિકાસ નિગમમાં કુલ કેટલી ગ્રાન્‍ટ આવી છે, કેટલા કામો થયા છે અને કેટલો ખર્ચ થયો છે અને હાલ શું પરિસ્‍થિતિ છે તેની માહિતી આપવી. જમીન વિકાસ નિગમમાં ભ્રષ્‍ટાચારમાં કોઈ અધિકારી કે પદાઅધિકારી જવાબદાર હોય તો કડક કાર્યવાહી કરી જેલ ભેગા કરવાની માંગ પણ કરવામાં જણાવ્‍યું છે.

આમ અંતમાં રાજયની જમીન વિકાસ નિગમને બંધ નહિ પણ ભ્રષ્‍ટાચાર મુકત કરીને ફરી શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.


અમર ડેરીનાં ચેરમેન સાવલીયાને સાંત્‍વના પાઠવતા આગેવાનો

             તા. 10-11-18ના રોજ અમર ડેરીના ચેરમેન અશ્‍વિનભાઈ સાવલીયાના પિતાજી નટુભાઈ સાવલીયાનુ દુઃખદ  અવસાન થયેલ તેમને સાંત્‍વના પાઠવતા કેન્‍દ્રય મંત્રી પરશોતમભાઈ રૂપાલા, કેન્‍દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, રાજય મંત્રી આર.સી. ફળદુ, ચલાલા દાનાભગતની જગ્‍યાના મહંત વલકુબાપુ, સુરેન્‍દ્રનગર ડેરીના ચેરમેન બાબાભાઈ ભરવાડ, બોટાદ ડેરીના વાઈસ ચેરમેન, અમદાવાદ પુર્વ કોર્પોરેટર ચંદુભાઈ અકબરી, જીલ્‍લા ભાજપ પ્રભારી ભરતભાઈ ગાજીપરા, જીવનભાઈ બારૈયા, અમરેલી જીલ્‍લા ભાજપ પ્રમુખ હીરેનભાઈ હીરપરા, મહામંત્રી કમલેશભાઈ કાનાણી, જીલ્‍લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ આનંદભાઈ ભટ, ચલાલા નગરપાલીકાના ઉપપ્રમુખ વનરાજભાઈ વાળા, ટીંબી યાર્ડના ચેરમેન મનુભાઈ વાજા, આહીર સમાજના અગ્રણી વાસુરભાઈ ગીલા, વલ્‍લભભાઈ ખેતાણી, હરીભાઈ સાંગાણી, સી.એ. એ.ડી. રૂપારેલ, મહેન્‍દ્રભાઈ ન્‍યુ મેડીકલ સ્‍ટોર, જગદીશભાઈ જીન પે્રસ વેપારી અગ્રણી, ડો. ધાખડા, ડો. રામાનુજ, જીલ્‍લા પંચાયત બાંધકામ સમીતીના ચેરમેન ટીકુભાઈ વરૂ, જીલ્‍લા બેંકના મેનેજર બી.એસ. કોઠીયા, કોગ્રેસ અગ્રણી શરદભાઈ ધાનાણી, ડી.કે. રૈયાણી, પ્રદીપભાઈ કોટડીયા,  તાલુકા પંચાયત અમરેલીના પુર્વ ઉપપ્રમુખ અરવીંદભાઈ કાછડીયા, બાબુભાઈ ઠુમર, સામાજીક અગ્રણી, દીનેશભાઈ સેંજલીયા, એ.પી.એમ.સી. ડાયરેકટર વી.ડી. નાકરાણી, ડાયમંડ અગ્રણી ઘનશ્‍યામભાઈ ડોબરીયા, પુર્વ મહામંત્રી જીલ્‍લા ભાજપ શરદભાઈ પંડયા, બ્રહમ સમાજ પ્રમુખ (એડવોકેટ) ઉદયનભાઈ ત્રીવેદી, પુર્વ પ્રમુખ સાવરકુંડલા નગરપાલિકા કેશુભાઈ વાઘેલા, સાવરકુંડલા નાગરીક બેંકના ચેરમેન પરાગભાઈ ત્રીવેદી, હેમાંગભાઈ    ગઢીયા, અનિરૂઘ્‍ધ સીંહ, રામદેવસીંહ પરમાર, પ્રદેશ યુવા મોરચાના ભગીરથભાઈ ત્રીવેદી, અરવીંદભાઈ મેવાડા.


વડીયામાં ડેન્‍ગ્‍યુનાં રોગે માથુ ઉંચકતા આરોગ્‍ય વિભાગ હરકતમાં

ગામમાં વ્‍યાપક પ્રમાણમાં ગંદકીનો માહોલ ઉભો થયો હોવાથી

વડીયામાં ડેન્‍ગ્‍યુનાં રોગે માથુ ઉંચકતા આરોગ્‍ય વિભાગ હરકતમાં

આરોગ્‍ય વિભાગે ડેન્‍ગ્‍યુ સામે જનજાગૃતિ ઉભી કરવા ડોર ટુ ડોર સર્વે શરૂ કર્યું

વડીયા, તા.17

વડીયામાં ડેન્‍ગ્‍યુના કેસ જોવા મળતા આરોગ્‍ય વિભાગની ટીમ દ્વારા ઘરે ઘરે દવાનો છંટકાવ કરવામાં આવેલ. વડીયાના કૃષ્‍ણ પરા વિસ્‍તારમાં હવેલી શેરી, ખાડીયા વિસ્‍તાર સહિત ડોર ટુ ડોર ઘરે ઘરે જઈને ફોગીંગ મશીન દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવેલ છે. વડીયાના કૃષ્‍ણ પરા હવેલી શેરી જેવા વિસ્‍તારોમાં મોટા ભાગના લોકોને ડેન્‍ગ્‍યુની અસર જોવા મળી રહી છે. લગભગ અંદાજે 100 જેટલા ડેન્‍ગ્‍યુના કેસો વડીયામાં નોંધાયા હોવાની વાત સામે આવી રહી છે. ત્‍યારે પી.એચ.સી.ની ટીમ પી.એમ.ડબલ્‍યુ. આશા વર્કરની ટીમ સહિત આરોગ્‍ય વિભાગ દ્વારા ફોગીંગ મશીન દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવી રહયો છે. પરંતુ આ ટીમને તો માત્ર લોકોના ઘરની અંદર દવા છાંટવાની હોય છે અને તે ટીમ દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવી રહયો છે. જયારે વડીયા શહેરમાં ગંદકીના ગંજ, ઉભરાતી ગટરો, જયાં જુઓ ત્‍યાં ઉકરડા, બે બે ફુટના ઉગી નીકળેલ ખડ જેની સાફ સફાઈ તો વડીયા પંચાયત દ્વારા કરવાની હોય છે. ત્‍યારે સરપંચ પતિએ મોટા ઉપાડે માત્રને માત્ર એક જ ઉકરડોભરીને પોતાની કામગીરી સંતોષી લીધેલ. લોકો કહે છે ડેન્‍ગ્‍યુના મચ્‍છર કચરાના ઢગલા, ઉભરાતી ગટરો અને ગંદકીના ગંજથી થાય છે. માટે પહેલા સરપંચ પતિ તમે વડીયા શહેરને સાફ સફાઈ કરો લોકો ફરિયાદ કરવા પંચાયત પહોંચે છે તો સરપંચ તો કયારેય હાજર હોતા નથી અને સરપંચની ખુરશી પર સરપંચ પતિ બેઠા હોય છે તેને ફરિયાદ કરી તો વડકા ભરે છે અને ગામ હો ત્‍યાં ઉકરડા તો હોય જ આવો જવાબ  સાંભળીને લોકો પણ નિરાશ થઈ જાય છે. વડીયામાં જયારથી મહિલા સરપંચ આવ્‍યા છે ત્‍યારથી શહેરમાં ગંદકીના ગંજ, ઉભરાતી ગટરો, લાઈટ સહિતના કોઈ જ ઠેકાણા જ નથી અને લોકોએ ખોબલે ખોબલે મત આપ્‍યા છે છતાં પણ લોકોના કામો થતા નથી અને હવે લોકો પાસે પસ્‍તાવા સિવાય કાંઈ રહયું નથી. લોકો ખૂબ જ અફસોસ કરી રહયા છે. સરપંચ પતિના વહીવટને લીધે ખુદ પંચાયતના સદસ્‍યો કર્મચારીઓ પણ અંદરખાને નારાજ છે. જેનું કારણ તમામ વહીવટ સરપંચ પતિ જ કરે છે. સરપંચ તો પંચાયત ખાતે આવતા જ નથી.


રામપર મુકામે ‘‘પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના” અંતર્ગત ચેકનું થયેલ વિતરણ

અમરેલી જિલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેંક લિ

રામપર મુકામે ‘‘પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના” અંતર્ગત ચેકનું થયેલ વિતરણ

અમરેલી, તા. 17

અમરેલી જિલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેંક લિ. ની લાઠી શાખા મારફત “પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના”માં જોડાયેલ લાઠી ગામના સભાસદ સ્‍વ. કિશોરભાઈ બાબુભાઈ રાઠોડ રહે. તાજપરનું આકસ્‍મિક અવસાન થયેલ. જેની વીમા કલેઈમની રકમ રૂા.ર,00,000 મંજુર થતા ચેક વિતરણનો કાર્યક્રમ રામપર મુકામે રાખવામાં આવેલ હતો. વીમા કલેઈમનાં રકમનાં ચેકનું વિતરણ અમરેલી જિલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેંક લિ.ના ડિરેકટર મગનભાઈ આર. ભાદાણી તથા જનરલ મેનેજર (સી.ઈ.ઓ.) બી. એસ. કોઠીયા, એડીશનલ જનરલ મેનેજર એ. બી. ગોંડલીયાના વરદ હસ્‍તે તેમના વારસદાર ભાવનાબેન કિશોરભાઈ રાઠોડને કરવામાં આવેલ.

આ કાર્યક્રમનાંપ્રારંભમાં રામપર જુથ સેવા સ.મં.લી.ના મંત્રી હિંમતભાઈ એમ. રાઠોડે સ્‍વાગત પ્રવચન કરેલ. શાખાનાં બ્રાન્‍ચ ઈન્‍સ્‍પેકટર કે. એમ. રોકડે બચત અને થાપણો અંગેની માહિતી આપેલ તથા બ્રાન્‍ચ મેનેજર વી. જે. વામજાએ ગોલ્‍ડ લોન તથા ધિરાણની અને વસુલાત અંગેની માહિતી આપેલ તેમજ બ્રાન્‍ચ મેનેજર કે. એન. દેવલુકએ બેંકના કોર બેન્‍કિંગ સોલ્‍યુશન્‍સ (સીબીએસ)ને લગતીતથા શાખાની પ્રગતિ વિશે માહિતી આપેલ હતી. તેમજ હેડ ઓફિસ, અમરેલીના ઈન્‍સ્‍યોરન્‍સ વિભાગનાં જુનીયર ઓફિસર એમ. એમ. કથીરીયાએ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જયોતી વીમા યોજના અને અટલ પેન્‍શન યોજના તેમજ બેંક મારફત પાન કાર્ડ મેળવવા અંગે વિગતવાર જાણકારી આપેલ. બેંકના એડીશનલ જનરલ મેનેજર એ. બી. ગોંડલીયાએ કેશલેસ ટ્રાન્‍જેકશન, એનઈએફટી, આરટીજીએસ તેમજ બેંકે અપનાવેલ વિવિધ ટેકનોલોજીના માઘ્‍યમથી બેંક ર્ેારા અપાતી વિવિધ સેવાઓની માહિતી વિસ્‍તૃતમાં આપેલ. બેંકનાં જનરલ મેનેજર (સી.ઈ.ઓ.) બી. એસ. કોઠીયાએ સહકારી મંડળીનું ગ્રામિણ અને કૃષિ વિકાસમાં યોગદાન તેમજ બેંક મારફત કરવામાં આવતી ખેડુતલક્ષી વિવિધ યોજનાની માહિતી આપેલ તેમજ બેંકનાં અને નાફસ્‍કોબ અને ગુજકોમાસોલનાં ચેરમેન દિલીપભાઈ સંઘાણીનાં માર્ગદર્શન મુજબ બેંકની શાખાઓ અનેપેકસ મંડળીઓના ધંધાનાં કદમાં થયેલ વધારો, વિદ્યાર્થીઓને તેમજ મહિલાઓને બચતની ટેવને ઉતેજન મળે તે માટે રૂા.1 થી મહિલાઓ અને વિદ્યાર્થીઓને બચત ખાતાઓ ખોલવાની સુવિધા પુરી પાડી સેવાનું પ્રેરણાદાયી કાર્યકરી બેકીંગ પ્રવૃતિઓ સાથે બેંક વિકાસનાં પંથે લોકોને સેવા પુરી પાડી રહેલ છે તેમ જણાવેલ.

આ કાર્યક્રમમાં રામપર જુથ સેવા સ.મં.લી.ના પ્રમુખ બનેસીંગભાઈ ડાયાભાઈ પરમાર તથા ઉપપ્રમુખ લાલજીભાઈ ભીમજીભાઈ સાવલીયા, મંડળીનાં વ્‍ય.ક.સભ્‍ય ગોરધનભાઈ શંભુભાઈ સતાણી, મોહનભાઈ કેશવભાઈ લાઠીયા, નરશીભાઈ નારણભાઈ ડોડીયા, વિઠલભાઈ હિરાભાઈ સરધારા, મંત્રી હિંમતભાઈ એમ. રાઠોડ તેમજ મંડળીનાં સભાસદો અને ગ્રામજનોએ હાજરી આપેલ હતી. તેમ બેંકનાં જનરલ મેનેજર (સી.ઈ.ઓ.) બી. એસ. કોઠીયાની યાદી જણાવે છે.


ધારી ગીર પૂર્વનાં સાવરકુંડલાની વડાલ વીડી વિસ્‍તારમાં વધુ એક સિંહબાળનું મોત

જિલ્‍લામાં સિંહોની હાલત દયનીય બની

4 માસનાં નર સિંહબાળનું ઈનફાઈટનાં કારણે મોત

ખાંભા, તા.17

ધારી ગીર પૂર્વમાં સિંહોના મોતનો સીલસીલો યથાવત રહયો છે અને વધુ એક સિંહનું સાવરકુંડલાની વડાલ વીડીમાં 4 માસનું સિંહબાળનું મોત થયાનું વન વિભાગે જણાવ્‍યું હતું.જેમાં પ્રાપ્‍ત વિગત અનુસાર સાવરકુંડલા રેન્‍જની વડાલ વીડીમાં બે દિવસ પહેલા ઈનફાઈટમાં ઘવાયેલી હાલતમાં 4 માસનું સિંહબાળ વન વિભાગને મળી આવેલ હતું. અને સિંહબાળની ઈનફાઈટ નર સિંહ સાથે થઈ હતી. જેમાં આ સિંહબાળને પીઠના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને વન વિભાગ દ્વારા શુક્રવારે આ ઘાયલ સિંહબાળને રેસ્‍કયુ કરી સારવાર આપવામાં આવી રહી હતી ત્‍યારે આજે ગંભીર ઈજાઓના કારણે સારવાર દરમિયાન આ સિંહબાળનું મોત થયું હોવાનું વન વિભાગ આર.એફ.ઓ. કપિલ ભાટીયાએ જણાવ્‍યું હતું.


આલેલે : સિંહોની સુરક્ષાનાં વન વિભાગનાં દાવા વચ્‍ચે પરપ્રાંતીયએ સિંહ સાથે સેલ્‍ફી કરી વાયરલ

એશિયાનાં ગૌરવસમા સિંહોની સુરક્ષા રામભરોસે

આલેલે : સિંહોની સુરક્ષાનાં વન વિભાગનાં દાવા વચ્‍ચે પરપ્રાંતીયએ સિંહ સાથે સેલ્‍ફી કરી વાયરલ

સિંહપ્રેમીઓએ વન વિભાગની કાર્યશૈલી સામે નારાજગી વ્‍યકત કરી

ખાંભા, તા. 17

અમરેલી જીલ્‍લાનાં ગીર વિસ્‍તારમાં ગેરકાયદે સિંહ દર્શન કરતાં પરપ્રાંતી ર્ેારા સોસીયલ મીડીયામાં  સિંહ સાથેની સેલ્‍ફી વાયરલ કરવામાં આવી છે.

વન વિભાગ ર્ેારા સિંહોની સલામતીની ગુલબાંગો અને સિંહોની સુરક્ષાનાં દાવા અને ગેરકાયદે લાયન શોની પ્રવૃતિ કરાઈ રહૃાાનાં દાવાઓની ધજીયા ઉડાડતા ફોટા અને વીડીયો વાયરલ થતા વન વિભાગનું નાક કપાયુ હતું.

ગત તા.11/11/18 નાં રોજ લખનવ યુ.પી.નાં મનીશ ઝા નામનીવ્‍યકિતએ અમરેલી જિલ્‍લાનાં જંગલ વિસ્‍તારમાં પ્રતીબંધિત એરીયામાં ગેરકાયદે પ્રવેશ કરી સિંહો સાથે સેલ્‍ફી પાડી વીડીયો ઉતારી સોશીયલ મીડીયામાં વાયરલ કરતા ચકચાર મચવા સાથે વન વિભાગની પોલ ખુલી જવા પામેલ છે.

ગીરપૂર્વનાં ર4 સિંહોનાં મોતનાં બનાવો બન્‍યા બાદ વન વિભાગ અને રાજય સરકાર ર્ેારા સિંહોની સલામતી બાબતે અને ગેરકાયદે સિંહદર્શન રોકવાનાં અનેક દાવાઓ માત્ર કાગળ ઉપર રહૃાા હોય તેમ છાશવારે સિંહો સાથે સેલ્‍ફી – સિંહદર્શનના વીડીયો અને સીંહોને ખવરાવાતી મુર્ગીઓનાં બનાવો બહાર આવતા રહે છે, જેને કારણે વન વિભાગની આબરૂનાં ધજાગરા થવા સાથે સિંહ પ્રેમીઓમાં રોષની લાગણી સાથે વન વિભાગ સામે પણ શંકા દર્શાવાઈ રહી છે કે ગુજરાત વન વિભાગ સિંહોને સલામત રાખી શકશે કે નહી તે ત્રણ મણનો તોતીંગ સવાલ ઉભો થવા પામ્‍યો છે.


કપાસની સાંઠી પશુઓને ચારા માટે આપી દો : વસ્‍તરપરાનો ખેડૂતોને અનુરોધ

ચમારડીનાં ભામાશા ગોપાલભાઈ વસ્‍તરપરાનો ખેડૂતોને અનુરોધ

કપાસની સાંઠી પશુઓને ચારા માટે આપી દો

જિલ્‍લામાં અપુરતા વરસાદથી ઘાસચારની તંગી હોય પશુઓને મદદ કરવા હાંકલ કરી

અમરેલી, તા. 17

સૌરાષ્‍ટ્ર સહિત ગુજરાતમાં મેઘરાજાએ રૂસણા લીધા છે ત્‍યારે બાબરા તાલુકામાં અબોલ પશુ માટે ઘાસચારાનો પ્રશ્‍નવિકટ બની રહૃાો છે. ત્‍યારે આ વર્ષે વરસાદ ખેંચાતા પશુ ખોરાક માટે લીલો-સુકો ચારો મળવો મુશ્‍કેલી છે. ત્‍યારે બાબરા તાલુકાનાં ચમારડી ગામનાં વતની અને જાણીતા ઉદ્યોગપતિ ગોપાલભાઈ વસ્‍તરપરા ઘ્‍વારા ઘાસચારાની શોધમાં ભટકતાં મુંગા પશુધન માટે કિસાન મિત્રોને નમ્ર અપીલ કરવામાં આવી છે કે, પોતાના ખેતરમાં વાડીમાં ઉભેલો કપાસ કે જે સળગાવી દેવામાં આવે છે તે બંધ કરે અને રેઢીયાર મુંગા પશુધનને મોઢે જાય એ માટે આજે વસ્‍તરપરા ગોપાલભાઈ ઘ્‍વારા ખેડૂત મિત્રોને જાહેર નમ્ર અપીલ કરવામાં આવી છે.


અવસાન નોંધ

અવસાન નોંધ

અમરેલી : અમરેલી જિલ્‍લાના ભાડેર ગામના મનુભાઈ ખીમાભાઈ ગઢીયાનું તા. 17/11/18ને શનિવારે દુઃખદ અવસાન થયેલ છે. જેઓ પ્રફુલભાઈ (યુનિયન બેંક ભલગામ), ભાવેશભાઈ, અજયભાઈ અને સુડાવડનાનયનાબેન આસોદરીયાના પિતાશ્રી થાય છે. તેમજ ગુજરાતના કૃષિના જાણીતા પત્રકાર પ્રવિણ આસોદરીયાના સસરા થાય છે. અને વિરેન્‍દ્ર આસોદરીયાના નાના થાય છે.

અમરેલી : ગં.સ્‍વ. દયાબેન રમણીકલાલ મહેતા (ઉ.વ. 8ર) તે મહેતા ઓટો એડવાઈઝર અમરેલીવાળા કીર્તિભાઈ, ઉમેશભાઈ, શૈલેષભાઈ તેમજ મીનાબેન નરેશકુમાર વ્‍યાસ (અમદાવાદ)ના માતુશ્રી તા.17/11 ને શનિવારનાં રોજ કૈલાસવાસી થયેલ છે.

બાબરા : બાબરા નિવાસી સ્‍વ. છોટાલાલ ભગવાનભાઈ સરવૈયાના સૂપૂત્ર મહેન્‍દ્રભાઈ છોટાલાલ સરવૈયા (ઉ.વ.પ4) તા.16/11/ર018ને શુક્રવારના રોજ અવસાન પામેલ છે. તેઓ જયંતિભાઈ, દિલીપભાઈના નાનાભાઈ થાય છે. અને કિશોરભાઈના મોટાભાઈ થાય છે.


18-11-2018