Main Menu

Saturday, November 17th, 2018

 

આલેલે : કુંકાવાવ પંથકનાં ખેડૂતોને વીજ કનેકશન આપવામાં પીજીવીસીએલ બિનજરૂરી દસ્‍તાવેજ માંગે છે

અમરાપુરનાં સરપંચે વિપક્ષી નેતા પરેશ ધાનાણીને કરી ફરિયાદ

અમરેલી, તા. 16

કુંકાવાવનાં અમરાપુર (ધાનાણી)નાં સરપંચે વિપક્ષી નેતા પરેશ ધાનાણીને પત્રપાઠવીને ખેડૂતોને થતી મુશ્‍કેલી દૂર કરવાની માંગ કરી છે.

પત્રમાં જણાવેલ છે કે, તાલુકામાં પી.જી.વી.સી.એલ. તરફથી ખેડૂતોનું વીજ કનેકશન મેળવવા માટે ચતુઃસીમાનો દાખલો માંગે છે. જેમાં ખેડૂતો તે દાખલો મેળવવા ખુબજ તકલીફ પડે છે. જેથી ગ્રા. પં. તલાટી પાસે જમીને લગત રેકર્ડઉપલબ્‍ધ ન હોય જેથી તે ચતુઃસીમાનો દાખલો      કાઢી આપતા નથી. તેમજ જમીનને લગત રેકર્ડ મામલતદાર કચેરીએ હોય છતાં રેવન્‍યુ તલાટી પણ ચતુઃસીમાનો દાખલો કાઢી આપતા નથી, જેથી પી.જી.વી.સી.એલ તરફથી ચતુઃસીમાનો દાખલો વિજ કનેકશન લેવા માટે માંગે છે, તે કયાંથી મળી શકે. તેમાં ખેડૂતો હેરાન થયા છે. તેમજ પી.જી.વી.સી.એલ. તરફ વિજકનેકશન મેળવવામાં ગા.નં.નં.6 ઉતરોતર નકલો માંગે છે જે યોગ્‍ય નથી. જેથી તે ખેડૂતો ખુબજ ભારણ પડે છે. જેથી હાલના ગા.નં.નં.6 નં. છેલ્‍લી નકલો માંગેતેવું થાય ખેડૂતોને વિજકનેકશન મેળવવામાં સરળતા રહે. યોગ્‍ય કરવા અંતમાં માંગ        કરેલ છે.


લ્‍યો બોલો : સાવરકુંડલાનાં માર્કેટયાર્ડમાં બારદાનનાં અભાવે મગફળીની ખરીદી શરૂ ન થતાં નારાજગી

જગતાત ગણાતા ખેડૂતોને ચારે દિશામાંથી પરેશાની

લ્‍યો બોલો : સાવરકુંડલાનાં માર્કેટયાર્ડમાં બારદાનનાં અભાવે મગફળીની ખરીદી શરૂ ન થતાં નારાજગી

મોટા ઉપાડે સરકારે ખરીદી શરૂ તો કરી પણ આયોજનનો અભાવ

સાવરકુંડલા, તા. 16

ટેકાના ભાવની મગફળી ખરીદવાની પ્રક્રિયાનો આરંભ થઈ ગયો છે પણ ખાટલે મોટી ખોટની માફક બે-બે દિવસથી ખેડૂતોની મગફળી માર્કેટયાર્ડમાં બારદાન અને બારદાનને સિલાઈ મારવાના દોરાના અભાવે ખોરંભે પડી હોવાનો કિસ્‍સો અમરેલી જિલ્‍લાનાં સાવરકુંડલા માર્કેટયાર્ડમાં જોવા મળી રહૃાો છે.

આજે ટેકાના ભાવની મગફળી ખરીદવાની પ્રક્રિયા બપોર સુધી આરંભ થઈ ન હતી. કારણ કે ટેકાના ભાવની મગફળીને ભરવાની બોરી બારદાન  તંત્ર પાસેઉપલબ્‍ધ ન હોવાથી ખેડૂતો બે-બે દિવસથી હેરાન પરેશાન થઈ રહૃાા છે. ઉપરથી ખેડૂતોની મગફળી પર વહેલી સવારે જાકળ પડતી હોવાથી ટેકાના ભાવના સેમ્‍પલોમાં 8% ભેજ આવતો ન હોવાથી ખેડૂતોની મગફળી રિજેકટ થતાં કોઈપણ આયોજન વિના શરૂ થયેલી ટેકાના ભાવની મગફળીની પ્રક્રિયા તંત્રની નિષ્‍ફળતા હોવાનું ખેડૂતો હૈયાવરાળ ઠાલવી રહૃાા છે.

બે-બે દિવસને ત્રણ-ત્રણ રાતથી ખેડૂતો માર્કેટયાર્ડમાં મગફળી વેચવા આવ્‍યા છે પણ તંત્રની અણઆવડતનો ભોગ ખેડૂતો બની રહૃાા છે. બારદાન નથી કે નથી બારદાનને મારવાની સિલાઈનો દોરો. ત્‍યારે ગઈકાલે પ0 ખેડૂતોને કરેલ મેસેજ બાદ ફકત 40 ખેડૂતોની  મગફળી ખરીદાઈ તે હજુ બારદાનમાં સિલાઈના વાંકે માર્કેટયાર્ડમાં પડી છે. તો આજે પણ 30 ખેડૂતોને મેસેજ કર્યા છે પણ હજુ ખરીદી શરૂ થઈ નથી. ત્‍યારે ટેકાના ભાવની ખરીદીમાં હાજર નિગમના અધિકારી બાઈક પર આંટાફેરા સિવાય કશું કરતા નથી. તો હાજર રહેલ સરકારી બાબુ પણ સ્‍વીકારી રહૃાા છે કે બારદાન અને દોરો નથી કે ભેજના કારણે મુશ્‍કેલી પડી રહી છે.


અમરેલીનાં ગોપાલનગરમાં ડેન્‍ગ્‍યુનાં રોગે દેખા દેતાં સ્‍થાનિકોમાં ફેલાયો ફફડાટ

પાલિકાની બેદરકારીથી ગંદકીનો માહોલ ઉભો થતાં

અમરેલીનાં ગોપાલનગરમાં ડેન્‍ગ્‍યુનાં રોગે દેખા દેતાં સ્‍થાનિકોમાં ફેલાયો ફફડાટ

એક વ્‍યકિતને ડેન્‍ગ્‍યુએ ઝટપમાં લેતાં સારવારમાં ખસેડાયા

અમરેલી, તા. 16

અમરેલી શહેરમાં હવે ગંદકીનો પ્રશ્‍ન દિનપ્રતિદિન વિકરાળ બની રહૃાો છે. પાલિકા ઉપરાંત શહેરીજનો પણ સ્‍વચ્‍છતા મામલે ગંભીર બનતા ન હોય ડેન્‍ગ્‍યુજેવા રોગનો શિકાર શહેરીજનોને બનવું પડતું હોય હવે બસ બહુ થયું. સ્‍વચ્‍છતા અભિયાનને સૌએ સાથે મળી રહીને શરૂ કરવું જરૂરી બન્‍યું છે.

દીકરાનાં ઘર નજીક આવેલ ગોપાલનગરમાં અનેક મકાનમાંથી પાણી જાહેરમાં છોડવામાં આવતાં ડેન્‍ગ્‍યુનાં મચ્‍છરનો ઉપદ્રવ વધી રહૃાો છે અને સ્‍થાનિકો જ રોગનો શિકાર બની રહૃાા હોય પાલિકાનાં શાસકોએ સ્‍વચ્‍છતા અભિયાનની સાથે જે કોઈ મકાન માલીક ગંદકી ફેલાવતાં હોય તેમને સમજાવીને અથવા તો કાનૂની કાર્યવાહી કરીને પણ મકાનનાં ગંદા પાણી જાહેર માર્ગ પર ન પ્રસરે તે પ્રકારની કામગીરી કરવી પડશે.

દરમિયાનમાં ગોપાલ નગરનાં એક વ્‍યકિતને ડેન્‍ગ્‍યુએ ઝપટમાં લેતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે.


ભૈ વાહ : અંતે સિંહોની સુરક્ષા માટે વનતંત્ર તૈયાર

અનેક સિંહોનાં મોત બાદ વનવિભાગે આળશ ખંખેરી

ભૈ વાહ : અંતે સિંહોની સુરક્ષા માટે વનતંત્ર તૈયાર

આગામી દિવસોમાં ક્રમશઃ તમામ સિંહોને આઈડી કોલરથી સુરક્ષિત કરવામાં આવે તેવી શકયતાઓ

ખાંભા, તા. 16

ધારી ગીર પૂર્વનાં દલખાણીયા એક જ રેન્‍જમાં ર3 જેટલા સિંહોના મોત થયાની સાથે વન વિભાગ અને સરકાર હરકતમાં આવી છે અને ગીરમાં સિંહોને કોલર આઈડી પહેરાવવાની શરૂઆત કરવામાં આવી છે અને જેથી કરી સિંહોનું લોકેશન રાખી તેમના પર નજર રાખી શકાય. અને ગઈકાલે દલખાણીયા રેન્‍જમાં બે સિંહોનું રેસ્‍કયુ કરી કોલર આઈડી લગાવવામાં આવી. આમ ગીરમાં સિંહોની સુરક્ષાને લઈને વનવિભાગ જાગ્‍યું હોય તેમ ગીરમાં ખાલી પડેલ ગાર્ડ, ફોરેસ્‍ટર, આરએફઓ સહિતની મહત્‍વની જગ્‍યા ભરી દેવામાં આવી છે. તેમજ ફોરેસ્‍ટ ગાર્ડની ભરતી પણ બહાર પાડી દેવામાં આવી છે. ત્‍યારે ગીરમાં સિંહોની પણ સંપૂર્ણ કાળજી લેવામાં આવી રહી છે અને ર3 જેટલા સિંહના મોત બાદ 33 જેટલા સિંહોને જામવાળા એનિમલ કેર સેન્‍ટર ખાતે રાખવામાં આવેલ છે. તો દલખાણીયા તેમજ ખાંભા તુલસીશ્‍યામ રેન્‍જ આસપાસ 10 કી.મી.નાં વિસ્‍તારમાં રપ જેટલા સિંહોનું રેસ્‍કયુ કરી લોહી અને પરસેવાના નમૂના લેવામાં આવ્‍યા હતા. આ નમૂના ગાંધીનગર અને ઉત્તરપ્રદેશ લેબોરેટરીમાંમોકલવામાં આવ્‍યા હતા. તેમજ દિવાળીના તહેવારમાં પેટ્રોલીંગ તેમજ લાઈન શો અંગે વન વિભાગ સક્રિય થયું હતું. ત્‍યારે ગઈકાલે ધારી ગીર પૂર્વના દલખાણીયા રેન્‍જમાં એક સિંહ અને સિંહણ આમ બે સિંહોને દહેરાદૂનની ટીમ ઘ્‍વારા કોલર આઈડી પહેરાવવામાં આવ્‍યા હતા અને વન વિભાગના સુત્રોમાંથી જાણવા પ્રમાણે ગીરમાં સિંહોની કાળજી અને લોકેશનને લઈને ગીરમાં ધીમે ધીમે હવે સિંહોને કોલર આઈડીથી સજજ કરવામાં આવશે અને જેથી કરી વન વિભાગને સિંહોનું લોકેશન મેળવવા અને ગણતરી કરવામાં સરળતા થશે.

ત્‍યારે આ અંગે ધારી ડીસીએફને પુછતાં તેઓએ જણાવ્‍યું હતું કે, હાલ તો દલખાણીયા રેન્‍જમાં બે સિંહોને કોલર આઈડી પહેરાવવામાં આવ્‍યા છે અને ગીરમાં અન્‍ય વિસ્‍તારમાં સિંહોને કોલર આઈડી પહેરાવવા કે ન પહેરાવવા એ અંગે નિર્ણય ઉચ્‍ચ સ્‍તરે લેવામાં આવશે તેવું જણાવ્‍યું હતું.


મોટી કુંકાવાવ ગામ નજીક બોલેરોએ બાઈકને હડફેટે લેતાં મહિલાનું મોત

 

જિલ્‍લાનાં માર્ગો પર અકસ્‍માતનું પ્રમાણ વઘ્‍યું

અમરેલી, તા. 16

બગસરા તાલુકાનાં માવજીંજવા ગામે રહેતાં ગોકળભાઈ નરસીંહભાઈ ડોબરીયા તથા તેમના પત્‍નિ સવિતાબેન ગઈકાલે સાંજનાં સમયે પોતાના હવાલાવાળા મોટર સાયકલ ઉપર કુંકાવાવ ગામ નજીક આવેલ પેટ્રોલ પંપ પાસે પહોંચતા એક બોલેરો કાર નં. જી.જે.13 ટી પ940નાં ચાલકે તેમનું મોટર સાયકલ હડફેટે લેતા ગોકળભાઈને ઈજા થવા પામી હતી જયારે પાછળ બેઠેલા તેમનાં પત્‍નિસવિતાબેનને ગંભીર ઈજાઓ થતાં પ્રથમ કુંકાવાવ અને વધુ સારવાર માટે અમરેલી દવાખાને ખસેડાયેલ જયાં સવિતાબેનનું મોત થતાં આ અંગે ચતુરભાઈ દુદાભાઈ ગોંડલીયાએ વડીયા પોલીસમાં બોલેરોના ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.


જાળીયા ગામે કામ ધંધો નહી મળતાં યુવકે ઝેરી દવા ગટગટાવી

અમરેલી, તા. 16

અમરેલી તાલુકાનાં જાળીયા ગામે રહેતાં મનિષ ભનુભાઈ ડાબસરા નામનાં ર0 વર્ષિય યુવકને કોઈ કામ ધંધો મળતો ન હોય, જેથી કંટાળી જઈ પોતાની મેળે પોતાના ઘરે ગત તા.1ર/11 નાં રોજ ઉંદર મારવાની ઝેરી દવા પી જતાં પ્રથમ બગસરા અને વધુ સારવાર માટે વિસાવદર અને અમરેલી દવાખાને ખસેડાયેલ જયાં તેમનું સારવાર દરમિયાન મોત થયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.


કરીયાણા ગામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા 4 ઈસમો ઝડપાયા

રૂા. 898પની મત્તા કબ્‍જે લઈ કરી કાર્યવાહી

અમરેલી, તા.16,

બાબરા તાલુકાના કરીયાણા ગામે રહેતા દિલીપભાઈ જગુભાઈ ધાધલ, શિવરાજભાઈ વલકુભાઈ ખાચર, નિલેશભાઈ બાબુભાઈ તેરૈયા તથા વાઘભાઈ શંભુભાઈ ગેલાણી વિગેરે સાંજના સમયે બાવળના ઝાડ નીચે જાહેરમાંપૈસા-પાના વડે જાહેરમાં તીનપતીનો જુગાર રમતા હોય, પોલીસે બાતમીના આધારે દરોડો કરી તમામને રોકડ રકમ રૂા. 898પની મતા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


સાવરકુંડલા શહેરમાં બાઈકચોરી સહિતની અસામાજિક પ્રવૃત્તિ વધતાં નારાજગી

સાવરકુંડલા, તા. 16

સાવરકુંડલા શહેરમાં બાઈક ચોરી સહિતની અસામાજિક પ્રવૃતિ વધી હોય સ્‍થાનિક પોલીસ             ર્ેારા પેટ્રોલીંગ વધારવામાં આવે તેમજ શહેરનાં ટ્રાફીકથી ધમધમતા વિસ્‍તારમાં પોલીસમેનને ફરજ સોંપવાની માંગ ઉભી  થઈ છે.


અમરેલી નજીક સાવરકુંડલા રોડ ફાટક પાસે છોકરાની બાબતમાં મોટેરા ઝગડી પડતાં ફરિયાદ

અમરેલી, તા. 16

અમરેલીનાં સાવરકુંડલા રોડ ઉપર રેલ્‍વે ફાટક પાસે રહેતાં શારદાબેન વશરામભાઈનાં છોકરા તથા પડોશી મધુભાઈ જીવાભાઈનાં છોકરા કપાસ વિણવા ગયેલા ત્‍યારે પાણી બાબતે છોકરાઓ વચ્‍ચે બોલાચાલી થયેલ તે વાતનું મનદુઃખ રાખી મધુભાઈએ ઉશ્‍કેરાઈ જઈ પ્‍લાસ્‍ટીકનાં પાઈપ વડે માર માર્યો હતો જયારે મુકેશ જીવાભાઈ તથા મનસુખભાઈ મધુભાઈે ફડાકા માર્યા અંગેની ફરિયાદ અમરેલી સીટી પોલીસમાં નોંધાયેલ છે.


ભીંગરાડ જેવા નાનકડા ગામમાં વિશ્‍વવિક્રમ સર્જી એક વરસ સુધી ભાગવત્‌ કથાનું આયોજન : તંત્રી મનોજભાઈ રૂપારેલની મુકતકંઠે પ્રશંસા કરી

નાનકડા ગામની ઘટનાની વિશ્‍વમાં નોંધ લેવાશે

ભીંગરાડ જેવા નાનકડા ગામમાં વિશ્‍વવિક્રમ સર્જી એક વરસ સુધી ભાગવત્‌ કથાનું આયોજન

શાસ્‍ત્રી નરેશદાદા જોષી અવિરતપણે કથાનું રસપાન કરાવશે

અમરેલી, તા.16

અમરેલી જિલ્‍લાના લાઠી તાલુકાના ભીંગરાડ જેવા ગામડામાંથી એક વરસ સુધી ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું આયોજન કરનાર વકતા, યજમાન પ.પૂ. શાસ્‍ત્રીજી મહેશદાદા જોષીએ વિશ્‍વવિક્રમ સજર્યો છે. આજથી પ્રારંભ થયેલ ભાગવત કથાની પૂર્ણાહુતિ આસો વદ અમાસના રોજ થશે. નિયમિત ભજન, ભોજન, ભકિતનો ત્રિવેણી સંગમ, પોથીઓના યજમાનો માટે શામજીભાઈ સગરની વાડીના વિશાળ પટાંગણમાં ભભવૃંદાવન ધામભભ તૈયાર કરેલ છે. વિશાળ ડોમ યજમાનો, મહેમાનોને ઉતારા માટે વિશાળ આવાસો, ભોજન, ચા-નાસ્‍તાની સંપૂર્ણ વ્‍યવસ્‍થા એક વરસ સુધી જાળવવાની કાળજી રાખે છે. ગામનો સંપૂર્ણ સહયોગ, નિયમિત 9 થી 1ર કથા શ્રવણ, ભોજન બપોરના 3:30 વાગ્‍યાથી વિશાળ યજ્ઞ શાળામાં હંમેશ યજ્ઞ થશે. આવા લોકપ્રિય, વંદનીય ભાગવતાચાર્ય પૂજય મહેશદાદા કથા વિરામ સમયે અમરેલી એકસપ્રેસ દૈનિકનું ગહન વાંચન કરી,લોકહિતના પ્રશ્‍નોને વાચા આપતા દૈનિક તરીકે તંત્રી મનોજભાઈ રૂપારેલની મુકતકંઠે પ્રશંસા કરી આશિર્વાદ પાઠવે છે.


અમરેલીમાં ઉત્‍પાદીત અને વિશ્‍વ પ્રસિદ્ધ શીતલ આઈસ્‍ક્રીમને વધુ એક ગૌરવપ્રદ એવોર્ડ એનાયત

ભુવા પરિવારના યુવાઓએ જિલ્‍લાનું નામ રોશન કર્યું

અમરેલીમાં ઉત્‍પાદીત અને વિશ્‍વ પ્રસિદ્ધ શીતલ આઈસ્‍ક્રીમને વધુ એક ગૌરવપ્રદ એવોર્ડ એનાયત

મુંબઈ સ્‍ટોક એકસચેન્‍જ દ્વારા એવોર્ડ એનાયત

અમરેલી, તા.16

અમરેલી શહેરમાં થોડા વર્ષોપહેલા પ્રાથમિક ધોરણે આઈસ્‍ક્રીમનું ઉત્‍પાદન શરૂ કરીને આજે દેશ-વિદેશમાં પ્રસિઘ્‍ધિ પામનાર શીતલ આઈસ્‍ક્રીમને શ્રેષ્ઠ પ્રોડકટ અને મેનેજમેન્‍ટ અંતર્ગત શ્રેષ્ઠ એવોર્ડ મુંબઈ એકસચેન્‍જ દ્વારા એનાયત કરાતા સમગ્ર જિલ્‍લાનું ગૌરવ વધેલ છે.

અમરેલી પંથકમાં સેંકડો વ્‍યકિતઓને રોજગારી આપીને આર્થિક પછાત ગણાતા અમરેલીમાં ઉદ્યોગને સફળ બનાવવો એ કોઈ નાની-સુની ઘટના નથી. પરંતુ, ભારે સંઘર્ષ, અખૂટ આત્‍મવિશ્‍વાસ અને કુનેહથી દિનેશભાઈ ભુવા, ભુપતભાઈ ભુવા અને સંજયભાઈ ભુવાએ આજે શીતલ આઈસ્‍ક્રીમને વિશ્‍વની હરોળમાં મુકવામાં સફળતા મેળવી છે. અને હવે તેમના યુવા બાળકો પણ ભભમોરનાં ઈંડા ચીતરવા ના પડેભભ કહેવત સાર્થક કરી રહયા છે.

ભુવા પરિવારનું ભવિષ્‍ય ગણાતા કેવલ ભુવા અને યશ ભુવાએ એવોર્ડ સ્‍વીકાર્યો હતો. આ તકે મનિષ ઝીંઝુવાડીયા પણ ઉપસ્‍થિત રહયા હતા.


કોંગી નેતાઓ માટીપગા અને પોણીયા છે : રૂપાલા

અમરેલી જિલ્‍લા ભાજપ પરિવારનુંસ્‍નેહમિલન યોજાયું

કોંગી નેતાઓ માટીપગા અને પોણીયા છે : રૂપાલા

અમરેલી, તા. 16

અમરેલીમાં આજે ભાજપનું સ્‍નેહમિલન યોજાયું હતું. જેમાં કેન્‍દ્રીય મંત્રી રૂપાલા, મનસુખ માંડવીયા, પ્રભારી મંત્રી આર.સી. ફળદુ સહિતનાં આગેવાનો તેમજ જિલ્‍લા ભાજપનાં તાજી અને માજી પ્રમુખો અને વિશાળ સંખ્‍યામાં ભાજપીઓ ઉપસ્‍થિત રહૃાા હતા.

આ તકે પ્રખર વકતા પરશોતમ રૂપાલાએ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની આંતરિક જુથબંધીથી ભાજપનો પરાજય થયો હોવાનું સ્‍વીકાર્યુ હતું અને કોંગી નેતાઓમાં છે શું કે આપણે તેમની સામે પરાજિત થાય. કોંગી નેતાઓ માટીપગા અને પોણીયા હોવાનું ચોંકાવનારૂ નિવેદન આપ્‍યું હતું અને આગામી લોકસભાની ચૂંટણીમાં ભવ્‍યત્તમ વિજય મેળવવા હાંકલ કરી હતી.

હવે પ્રશ્‍ન એ ઉદભવે છે કે, ભાજપ કરતાં વધુ જુથબંધી કોંગ્રેસમાં ચાલતી હોવા છતાં પણ જિલ્‍લા-તાલુકાપંચાયતો અને વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ભવ્‍ય સફળતા મેળવી હતી. પરંતુ કદાવર નેતા માત્ર જુથબંધીથી ભાજપનો પરાજય થયો છે તેવું જણાવીને પાટીદારોની નારાજગી કે જિલ્‍લાનો વિકાસ કરવામાં ભાજપ અસફળ રહૃાું હોવાથી ભાજપનો પરાજય થયો છે તે સ્‍વીકારવાનું ચુકી ગયા હતા. અને માત્ર જુથબંધીની આડશે નિષ્‍ફળતાનો સ્‍વીકાર કરી શકયા નથી તે હકીકત છે.


નવી દિલ્‍હી ખાતે કૃષિ સેમિનારનું પુર્વ કૃષિમંત્રી સંઘાણીનાં હસ્‍તે સમાપન

ખેડૂતોના હિતમાં કામગીરી કરવાનો સંકલ્‍પ કર્યો

અમરેલી, તા.16

દિલ્‍હી ખાતે તા.1પ અને 16 નવેમ્‍બરના રોજ યોજાએલ નેટવર્ક ફોર ધ ડેવલપમેન્‍ટ ઓફ એગ્રીકલ્‍ચર કો.ઓપ.એશીયા એન્‍ડ ધ પેસીફીક સહકારી સેમીનાર યોજાયો હતો.

આ સેમીનારમાં સહકારી પ્રવૃતિના માઘ્‍યમથી દેશના ખેડૂતો, મહિલાઓ તેમજ છેવાડાના માનવી સુધી માળખાકીય સુવિદ્યાઓ કેમ પહોંચાડવી તેમજ સહકારી નેટવર્ક વુધ કેમ વધારવું તેમજ વધુના વધુ સહેલાઈથી કેમ લોકો સુધી લાભ મળે તે બાબતે ચર્ચાઓ દેશ વિદેશના સહકારી આગેવાની ઉપસ્‍થિતીમાં થઈ હતી.

ખેતિના માઘ્‍યમથી ખેડૂતોની આવકમાં કેમ વધારો કરી શકાય, તેમના ઉર્પાજન કેમ વધારો કરી શકાય તેમજ ખેતિનો વિકાસ કઈ રીતે કરી શકાય તેવી આ સેમીનારમાં ચર્ચાઓ કરવામાં આવી હતી. આ સેમીનાર તા.1પ નવેમ્‍બર અને 16 નવેમ્‍બર દરમિયાન થયો હતો. જેનું સમાપન તા.16 નવેમ્‍બરના રોજ રાષ્‍ટ્રીય સહકારી આગેવાનદિલીપભાઈ સંઘાણીના અઘ્‍યક્ષ સ્‍થાને કરવામાં આવ્‍યું હતું તેમ કાર્યાલયની યાદીમાં         જણાવેલ છે.


બાબરાનાં નગરસેવિકા મક્કામદિના ઉમરા કરવા જતા કોંગ્રેસ પરિવારે શુભેચ્‍છા પાઠવી

               બાબરા નગરપાલિકાના કોંગ્રેસના મહિલા સભ્‍ય રસીદાબેન ગોગદા તેમજ તેમના પતિ ઈકબાલભાઈ ગોગદા સાથે મકકામદિના ખાતે ઉમરા કરવા જતા બાબરા કોંગ્રેસ પરિવાર દ્વારા સન્‍માન કરી શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી હતી. બાબરા ખાતે આયોજિત કોંગ્રેસના સ્‍નેહમિલનમાં ઉપસ્‍થિત ધારાસભ્‍ય જે.વી. કાકડીયા, પ્રતાપભાઈ દુધાત, જેનીબેન ઠુંમર, મીનાબેન કોઠીવાળ, પાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા, જગદીશભાઈ કારેટીયા, પ્રભાતભાઈ કોઠીવાળ, તાલુકા પંચાયત પ્રમુખ ધીરૂભાઈ વહાણી, ઉપપ્રમુખ કિશોરભાઈ દેથળીયા, પાલિકા સભ્‍ય વિનુભાઈ કરકર સહિતના કોંગ્રેસના સ્‍થાનિક આગેવાનો દ્વારા ગોગદા દંપતીનું સન્‍માન કરી તેમની મકકામદિનાની ઉમરા યાત્રા મંગળકારી નીવડે તેવી શુભકામનાઓ પાઠવી હતી.


સાવરકુંડલા માર્કેટયાર્ડ ખાતે સ્‍નેહમિલન કાર્યક્રમ યોજાયો

               સાવરકુંડલા મુકામે માર્કેટયાર્ડ ચેરમેન દિપકભાઈ માલાણીનાં અઘ્‍યક્ષ સ્‍થાને તાલુકાનાં સમસ્‍ત ખેડૂત સમાજ અને ખેડૂત કાર્યકરો અને ખેડૂત લક્ષી પ્રવૃતિ કરતા અગ્રણીઓ અને સહકારી મંડળીઓના પ્રમુખ, મંત્રી, સભાસદો અને સહકારીકાર્યકરો અને વેપારી મિત્રો સાથે સવંત ર07પના નૂતનવર્ષનું સ્‍નેહમિલન યોજાયું. જેમાં જીલ્‍લાનાં જુદા જુદા યાર્ડનાં ચેરમેનો પણ ઉપસ્‍થિત રહૃાા. તેમજ સાથે સાથે હાલની દુષ્‍કાળની સ્‍થિતિનાં કારણે આવતા દિવસોમાં પાકવિમો, વ્‍યાજ માફી, પાકધિરાણ વસુલાત માફી, ઘાસચારો, પાણી વિ. પ્રશ્‍નો અંગે પણ ચર્ચા અને સૂચનો હાથ ધરવામાં આવ્‍યા. અને બહોળી સંખમાં ખેડૂતો, સહકારી અગ્રણીઓ, કાર્યકરો, મિત્રો ઉપસ્‍થિત રહૃાા. યાર્ડનાં વાઈસ ચેરમેન મનજીભાઈ તળાવિયા તથા ઘનશ્‍યામભાઈ મહુવાના ચેરમેન તથા અબ્‍દુલભાઈ દલ તથા લાલજીભાઈ મોર અને બોર્ડ મેમ્‍બર્સ પણ હાજર રહૃાા અને નૂતન વર્ષનાં અભિનંદન પાઠવ્‍યા.


17-11-2018