Main Menu

Friday, November 16th, 2018

 

ખાંભા તાલુકા કોંગ્રેસ પરિવાર દ્વારા સ્‍નેહમિલન યોજાયું

ખાંભા માર્કેટીંગ યાડૃ ખાતે આજે ખાંભા તાલુકા કોંગ્રેસ પરિવાર દ્વારાસ્‍નેહિમલન મળ્‍યું હતું. જેમાં ખાંભા તાલુકા ભરમાંથી બહોળી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહયા હતા.આ તકે ધારાસભ્‍ય જે.વી. કાકડીયા, અંબરીશભાઈ ડેર, પ્રતાપભાઈ દુધાત, શરદભાઈ ધાનાણી, જેનીબેન ઠુંમર, અર્જુનભાઈ સોસા, વિપુલભાઈ શેલડીયા, પ્રેમજીભાઈ સેંજલીયા, કનુભાઈ કલસરીયા સહિત આગેવાનો હાજર રહયા હતા અને નવા વર્ષની શુભકામના પાઠવેલ હતી અને આવતી લોકસભાની ચૂંટણી એક સાથે રહી લડવા આહવાન કરાયું હતું. જેમાં ખાંભા તાલુકા કોંગ્રેસ પરિવારના બાભભાઈ માંગણી, ભરતભાઈ સખવાળા, રમેશભાઈ કલસરીયા, મહેન્‍દ્રભાઈ હરિયાની, રસિકભાઈ ભંડેરી, ઈરફાનભાઈ બોઘાણી, વિઠ્ઠલભાઈ બોરડ, આપબાપુ વાળા, અશ્‍વિનભાઈ પરમાર સહિતના કાર્યકરો ઉપસ્‍થિત રહયા હતા અને આ કાર્યક્રમ સફળ બનાવેલ હતો.


નિર્દોષ માલધારીના બચાવમાં દિલીપભાઈ સંઘાણીએ કરેલ  રજૂઆતને લીલીયા મોટા ખેડૂત મંડળનો ટેકો

લીલીયા, તા. 1પ

તા. 1પ/11/ર018 ના ભભઅમરેલી એકસપ્રેસભભ પેપરમાં આવેલ વાઈલ્‍ડ લાઈફમાં સમાચાર દેનાર વ્‍યકિતને જણાવવાનું કે આપને સિંહ માટે લાગણી છે. તો તાજેતરમાં ગીરમાં 34 જેટલા સિંહોના અપમૃત્‍યુ થયા ત્‍યારે કોની જવાબદારી ? વન વિભાગ તે સિંહની જાળવણી માટે સરકાર ર્ેારા કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે. ત્‍યારે સિંહ પ્રેમી ભાઈઓ કેમ સિંહના મૃત્‍યુ પાછળ જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવા કોઈ રજૂઆત કે પ્રેસ કેમ ન આપી? અને જયારેનિર્દોષ માનવી પોતાનો સ્‍વબચાવ કર્યો તેને ખોટી રીતે ગુનો સાબિત થયા વિના કે કોર્ટનો ચુકાદો આવ્‍યા પહેલા કેમ જેલમાં પુરી દીધો છે? હાલમાં ગીરની મુળ સેન્‍ચુરીમાંથી સિંહો સ્‍થળાંતર કરી ગામમાં રખડતા કુતરાની જેમ બજારમાં આટાફેરા મારે છે. અને છાસવારે માનવ ઉપર અને તેઓના પાલતુ પશુઓ ઉપર હુમલા કરે છે. ત્‍યારે આ સિંહ પ્રેમી ભાઈને કેમ કાઈ સુજતુ નથી કે સિંહોને તેની મુળ જગ્‍યાએ ગીરમાં મુકવામાં આવે અને ગીર ફરતે મોટીવાડ કરીને ખેડૂતોને નુકસાન કરતા રોજ અને ભુંડ જેવા પશુઓને પકડીને જંગલમં મુકવા જોઈએ તેવુ કેમ આ ભાઈને કેમ કાંઈ સુજતુ નથી. સરકાર ર્ેારા અત્‍યાર સુધીમાં સિંહોની જાળવણી પાછળ જે ખર્ચ કરવામાં આવ્‍યો તેના બદલે જો આ ખર્ચ ગાય માતાના વંશ સુધારણા અને જાળવણી પાછળ કરવામાં આવ્‍યો હોત તો હાલમાં દુધની અછત ન રહેત. સિંહ પાછળ કરેલ ખર્ચની સરકારને કોઈ આવક નથી. ઉલ્‍ટાનું ગીર પ્રવાસન સ્‍થળો અને વન વિભાગે ઈકો ઝોન લાગુ કરીશીલ મારી દીધા છે. જો વાઈલ્‍ડ લાઈફ અને સિંહ  પ્રેમીઓને જણાવવાનું કે જો સિંહોને બચાવવા જ હોય અને તેની વસ્‍તી વધારવી જ હોય તો સમગ્ર સૌરાષ્‍ટ્રને વાઈલ્‍ડ લાઈફ ઝોન જાહેર કરી સૌરાષ્‍ટના લોકોને અન્‍ય જગ્‍યાએ સ્‍થળાંતર કરવાની માંગ તેઓએ સરકાર સમક્ષ કરવી જોઈએ. બીજુ કેગાય આપણી માતા છે. તે સમગ્ર સમાજને પોતાનું દૂધનું પોષણ આપીને લોકોને ઉપયોગી થાય છે. ત્‍યારે આપણી આ ગાય માતા ઉપર જયારે સિંહ હુમલો કરે ત્‍યારે અમારે શું જોઈ રહેવાનું ? કે સિંહને કહેવાનું કે મોજથી ખા. અને સિંહ પ્રેમી ભાઈને બોલાવવા જવાના કે અમારી ગાય માતા ઉપર સિંહે હુમલો કર્યો છે. તો તમે આવો અને વગર હથીયારે અહિંસાથી અમારી ગાયને બચાવો. જેથી અમારી વિનંતી છે કે સિંહ પ્રેમી ભાઈઓ જંગલમાં સિંહોની વચ્‍ચે એક અઠવાડીયુ ગુજારો તો તમો પણ કહેશો કે સિંહની હવે ગુજરાતને જરૂર નથી. માટે ઝડપથી આ સિંહોને મઘ્‍યપ્રદેશમાં મોકલી આપો. જેથી સાપ મરે નહિ અને લાઠી ભાંગે નહિ. તેમ સિંહ પ્રેમીઓનો પ્રેમ પણ જળવાઈ રહેશે.

તાજેતરમાં એક માતાની ગોદ માંથી તેના બાળકને જંગલી હિંસક પ્રાણી દીપડો ઉપાડી ગયેલ અને ફાડી ખાધેલ અને જંગલી પ્રાણીઓ સિમ વગડા કામ કરતા ખેત મજુરો ઉપર હુમલાઓ કરે છે. ત્‍યારે આવા જંગલી હિંસક પ્રાણીઓ તરફ એકતરફી પ્રેમ શું કામનો ? તેવુ લીલીયા મોટા ખેડૂત મંડળનાં પ્રમુખ બાબુભાઈ ધામત તથા માનદમંત્રી મગનભાઈ વીરાણીની યાદી જણાવે છે.


અમરેલી જિલ્‍લાની શરાફી મંડળીઓમાં પ્રથમ નંબર બગસરા શરાફી મંડળીને મળેલ

રાજય સહકારી સંઘ દ્વારા યોજાયેલ હરિફાઈમાં મંડળીને અપાયો નંબર

અમરેલી જિલ્‍લાની શરાફી મંડળીઓમાં પ્રથમ નંબર બગસરા શરાફી મંડળીને મળેલ

સને 1984થી સ્‍થાપક ચેરમેન રશ્‍મિનભાઈ ડોડીઆની સહકારી પ્રવૃત્તિ રાજયભરમાં ફેલાઈ

અમરેલી, તા.1પ

ગુજરાત સહકારી સંઘ અમદાવાદ દ્વારા વર્ષ-17/18ના સહકારી ક્ષેત્રે ઉત્‍કૃષ્‍ટ કામ કરતી ગુજરાતભરનીશરાફી સહકારી      મંડળીઓ માટે યોજીત હરિફાઈમાં બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી લી.ને જિલ્‍લામાં ઉત્‍કૃષ્‍ટ કામગીરી બદલ પ્રથમ કક્ષાનો પ્રભાવ શિલ્‍ડ અને પ્રશસ્‍તિપત્ર એવોર્ડ પ્રાપ્‍ત થયેલ છે. જે બગસરા તેમજ સમગ્ર અમરેલી જિલ્‍લા અને રાજય માટે ગૌરવ લેવા જેવી બાબત છે.

આ મંડળી સને 1984થી સ્‍થપાયેલ અને તેના પ્રમોટરથી ચેરમેન તરીકે માર્ગદર્શક અને ઉતરોતર પ્રગતિ માટેના રાહબર એવા રશ્‍વિનભાઈ ડોડીઆ દ્વારા સ્‍થાપિત થયેલ છે. હાલ આ મંડળીની ધારી, અમરેલી, ચલાલા, લીલીયા મોટા, રાજકોટ, અમદાવાદ તેમ કુલ છ શાખા અને બગસરા મુખ્‍ય ઓફિસ સહિત સભાસદોને સુવ્‍યવસ્‍થિત ધિરાણ વ્‍યવસ્‍થાથી પ્રભાવિત કરેલ છે અને તેની ફળશ્રૃતિ મંડળીનું ધિરાણ રૂા. પ8 કરોડ તથા ડિપોઝીટ રૂા. પ9 કરોડ, કાર્યશીલ મૂડી રૂા. 100 કરોડ, વાર્ષિક ટર્નઓવર રૂા. પ.86 અબજ તથા કુલ સભાસદો સોળ હજાર ઉપરાંત સભ્‍યો મંડળી સ્‍થાપનાથી જ ઓડીટ વર્ગ ભભઅભભ સાથે 0% એન.પી.એ. ધરાવે છે અને બગસરા, ધારી, ચલાલા, લીલીયા મોટા ઓફિસ માલીકીના બિલ્‍ડીંગો ધરાવે છે અને કોઈ જ પ્રકારે મંડળી ઉપર બાહય કરજ નથી તે સાથે આ મંડળી ઉતરોતર પ્રગતિ કરી રહી છે.

તેમજ આ મંડળીને રાજય સહકારી સંઘ દ્વારા 1997/98માં પણ જિલ્‍લાનું પ્રથમ કક્ષાનું પ્રભાવક શિલ્‍ડ ઉત્‍કૃષ્‍ટ કામગીરી બદલએનાયત થયેલ હતો. આમ આ મંડળીને 34 વર્ષની કામગીરી દરમિયાન બે વખત પ્રથમ કક્ષાનો એવોર્ડ મળતા જેમાં મંડળીના તમામ સભાસદોનો સહકાર, કર્મચારીગણની નિષ્ઠા અને પ્રમાણિકતા બોર્ડ ડિરેકટરની દીર્ધદ્રષ્‍ટિથી પુરૂષાર્થ રહેલો છે. અને મંડળી પ્રત્‍યેનો અભિગમ વિશ્‍વાસ લોકોનો જાળવી રાખેલ છે. જે બદલ સહકારી પ્રવૃતિના ધરોહર અમરેલી જિલ્‍લા બેંકના ચેરમેન તથા નાફસ્‍કોબના અઘ્‍યક્ષ દિલીપભાઈ સંઘાણી અને કેન્‍દ્રીય કૃષિ મંત્રી પુરૂષોતમભાઈ રૂપાલા સહિતના આગેવાનોએ અભિનંદન પાઠવેલ છે. તેમ જન. એમ.ડી. નિતેષ ડોડીઆ તથા જન. સેક્રેટરી ડી.જી. મહેતાની યાદીમાં જણાવાયું છે.


નાની કુંકાવાવ ગામે યુવકને સામાન્‍ય બાબતે કુહાડી માથામાં ઝીંકી

શાપર વેરાવળમાં કામ કરતો યુવક સારવારમાં

અમરેલી, તા. 1પ

વડિયા તાલુકાનાં નાની કુંકાવાવ ગામનાં વતની અને હાલ રાજકોટ નજીકઆવેલ શાપર- વેરાવળમાં ખાનગી નોકરી કરતાં સંજયાઈ રામજીભાઈ જાદવ નામનાં રર વર્ષિય યુવક ગઈકાલે બપોરે નાની કુંકાવાવ ગામે આવેલ પોસ્‍ટ ઓફીસે કામ બાબતે જતાં હતા ત્‍યારે તે જ ગામે રહેતાં મહેશ સોમાભાઈ સોંદરવા નામનાં ઈસમે તેમને કહેલ કે તારી દાદાગીરી વધી ગઈ છે, અને બાયો ચડાવીને કેમ આંટા મારે છે તેમ કહી કુહાડી વડે માથામાં ઈજા કર્યાની ફરિયાદ વડિયા પોલીસમાં નોંધાઈ છે.


નવી હળીયાદ ગામની સીમમાં ખેડૂતને જમીન અને મકાન ખાતે કરવા ધમકી

અમરેલી, તા.1પ

બગસરા તાલુકાના નવી હળીયાદ ગામે રહેતા અને ખેતી કામ કરતા ઘેલાભાઈ વાઘજીભાઈ સાંગાણી નામના પપ વર્ષીય ખેડૂત ગઈકાલે સવારે નવી હળીયાદ ગામની સીમમાં આવેલ વાડીએ હતા ત્‍યારે તે જ ગામે રહેતા પોલાભાઈ જયંતીભાઈ ગોધાણી, અમદાવાદ ગામે રહેતા ભરત ધીરૂભાઈ કોરાટ, મયંક હિંમતભાઈ પટેલ તથા બે અજાણ્‍યા માણસોએ વાડીમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ગેરકાયદેસર મંડળી બનાવી ખેડૂતના પુત્રએ અગાઉ લીધેલ ઉછીના પૈસાની ઉઘરાણી કરી ખેડૂતની જમીન તથા મકાન આરોપીઓએ પોતાના નામે કરાવી લેવા બળજબરી દબાણ કરી ખેડૂતને ગાળો આપી, જાનથી મારી નાખવા અંગેની ફરિયાદ બગસરા પોલીસમાં નોંધાવી છે.


અમરેલીનાં બાયપાસ માર્ગ પર હોટેલ સંચાલકને ધમકી આપી

સોનાની માળા તોડીને લઈ જતા ફરિયાદ

અમરેલી, તા. 1પ

અમરેલીનાં ચક્કરગઢ રોડ ઉપર આવેલ અમૃતનગરમાં રહેતાં અને બાયપાસ રોડ ઉપર મોમાઈ નામે વ્‍યવસાય કરતાં ક્રિપાલસિંહ નરેન્‍દ્રસિંહ સરવૈયા નામનાં ર0 વર્ષિય યુવક પોતાની હોટલ બંધ કરી હીસાબ કરતાં હતા ત્‍યારે જાળીયા ગામે રહેતાં ચેતન દાનાભાઈ પરમાર તથા એક અજાણ્‍યા શખ્‍સે હોટલ ઉપર આવી પાણીની બોટલ માંગેલ. જેથી આ યુવકે હોટલ બંધ થઈ ગઈ છે તેમ જણાવતાંઆ બન્‍ને શખ્‍સોએ કેફી પીણુ પીધેલ હાલતમાં ઉશ્‍કેરાઈ જઈ હોટલમાલીક યુવકને ગાળો આપી,                 ઢીકાપાટુનો માર મારી, જાનથી મારી નાંખવાની ધમકી આપી અને યુવકે ગળામાં પહેરેલ રૂદ્રાક્ષની સોનાની અડધી માળા તૂટી જતાં તે લઈ બન્‍ને શખ્‍સો નાશી ગયાની ફરિયાદ અમરેલી તાલુકા પોલીસમાં નોંધાવી છે.


અરેરાટી : ધારીનાં યુવકે બેકારીથી કંટાળીને અંતિમવાટ પકડી લીધી

મોડેલ રાજય ગણાતા ગુજરાતની વાસ્‍તવિકતા

અમરેલી, તા. 1પ

ધારી ગામે રહેતાં ભાવેશભાઈ ઘોહાભાઈ રાઠોડ નામનાં 30 વર્ષિય યુવકને કાંઈ કામ ધંધો ચાલતો ના હોય, જેથી બેકારીથી કંટાળી જઈ પોતે પોતાની મેળે ઘઉંમાં નાખવાનાં ઝેરી દવાનાં ટીકડા પી લેતાં પ્રથમ ધારી સરકારી દવાખાને અને વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્‍પીટલે ખસેડાયેલ જયાં તેમનું સારવાર દરમિયાન મોત થયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.


મજાદર ગામે પરિણીતાને પતિ સહિતનાઓનો શારીરિક માનસિક ત્રાસ

પરિણીતાને લાગી આવતા કર્યું અગ્નિસ્‍નાન : સારવારમાં

અમરેલી, તા.1પ

રાજુલા તાલુકાના મજાદર ગામે રહેતી રીતુબેન રવિદાનભાઈ અરડુ નામની ર1 વર્ષીયપરિણીતાને તેણીના પતિ રતિદાન, સસરા લક્ષ્મણભાઈ ભીખાભાઈ સહિત 7 જેટલા લોકોએ તેણીને શારીરિક ટોણા મારી, ત્રાસ આપી, તેણીના ચારિત્ર્ય બાબતે મેણા ટોણા મારી મૂંઢમાર મારતા તેણીને લાગી આવતા પોતાની મેળે શરીરે કેરોસીન છાંટી આગ લગાડી દાજી ગયેલ જેથી તેણીને સારવાર માટે દવાખાને ખસેડાયેલ. આ અંગે પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.


યુવતી સાથે દુષ્‍કર્મ કરીને માતા બનાવનાર યુવકે પોલીસ ફરિયાદ નોંધાતા આત્‍મહત્‍યા કરી લીધી

ગત્‌ ફેબ્રુઆરી માસમાં અમરેલીની સિવિલ હોસ્‍પિટલનાં મેદાનમાં

યુવતી સાથે દુષ્‍કર્મ કરીને માતા બનાવનાર યુવકે પોલીસ ફરિયાદ નોંધાતા આત્‍મહત્‍યા કરી લીધી

કેરીયાનાગસનાં યુવકે અનિડા ગામની યુવતીનું કર્યુ હતું અપહરણ

અમરેલી, તા.1પ

અમરેલી તાલુકાના કેરીયાનાગસ ગામના એક યુવાને કુંકાવાવ તાલુકાના અનિડા ગામની યુવતીનું નવ માસ પહેલા કારમાં અપહરણ કરી લઈ જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્‍કર્મ ગુજારતા યુવતીને ગર્ભવતી બની બાળકીનો જન્‍મ આપ્‍યાની ઘટનાની ફરિયાદ બાદ યુવાને કોઈ કારણોસર ઝેરી ટીકડા ખાઈ આપઘાત કરી લેતા ભારે ચકચાર જાગેલ છે.

પ્રાપ્‍ત વિગત મુજબ અમરેલી તાલુકાના કેરીયાનાગસ ગામના સુધીર અજીતભાઈ મેરીયા નામના યુવાને ગત ફેબ્રુઆરી માસમાં કુંકાવાવ તાલુકાના અનિડા ગામની એક યુવતીનું કારમાં અપહરણ કરી અમરેલીના સિવિલ હોસ્‍પિટલ કેમ્‍પસમાંઆવેલ રેડક્રોસ ભવન પાછળ પાણીના ટાંકા સામે અવાવરૂ જગ્‍યામાં કારમાં લઈ જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી કારમાં જ દુષ્‍કર્મ ગુજારતા યુવતી ગર્ભવતી બનતા એક બાળકીને જન્‍મ આપેલ. બાદ યુવતીએ ગઈકાલે અમરેલી સીટી પોલીસમાં યુવાન વિરૂઘ્‍ધ કલમ 376, 366, પ06(ર) મુજબ ફરિયાદ નોંધાવેલ હતી. ફરિયાદ દાખલ થયાની ગણતરીની મિનિટમાં આરોપી યુવાન સુધીર મેરીયાને ઝેરી દવા પીધેલ હાલતમાં અમરેલી સરકારી દવાખાને લાવતા સારવાર દરમિયાન તેમનું મોત નિપજતા તેમના પિતા અજીતભાઈ ઉકાભાઈ મેરીયાએ પોતાના પુત્રએ કોઈ અગમ્‍ય કારણોસર ઝેરી ઘઉંમાં નાખવાના ટીકડા ખાઈ આપઘાત કરી લીધાનું પોલીસમાં જાહેર થતાં ભારે ચકચાર જાગેલ છે.

ઘટનાને લઈ ભારે ચર્ચા ઉઠેલ છે કે દુષ્‍કર્મનો ભોગ બનનાર યુવતીએ બાળકીને જન્‍મ આપ્‍યા સુધી યુવાન સામે કેમ ફરિયાદ નોંધાવેલ નહીં ? અને પોલીસ ફરિયાદ સમયે જ યુવાને કેરીયાનાગસ રોડ ઉપર આવેલ ખોડીયાર મંદિર અને પોદાર સ્‍કૂલ વચ્‍ચેના રોડ ઉપર ઝેરી ટીકડા ગટગટાવી મોતને વ્‍હાલુ કરેલ ?


બવાડા ગામ નજીક શેત્રુંજી નદીમાંથી રેતીની ચોરી કરતો શખ્‍સ ઝડપાયો

અમરેલી, તા. 1પ

લીલીયા તાલુકાનાં બવાડા ગામેરહેતાં વિક્રમભાઈ વિહાભાઈ ચાંદુ નામનાં ઈસમ ગઈકાલે રાત્રીનાં સમયે શેત્રુંજી નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતી ભરીને નિકળતાં લીલીયા પોલીસે તેમને રોકી તપાસ હાથ ધરતાં ટ્રેકટર તથા ટ્રોલીને લગત આરટીઓનાં કાગળો પણ નહી હોવાનાં કારણે રેતી ટન 3 ટન, ટ્રેકટર, ટ્રોલી સહિત રૂા.1,81,પ00નાં મુદ્યામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


કલેકટર આયુષકુમાર ઓકની સીધી દેખરેખ હેઠળ અમરેલી જિલ્‍લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ

કલેકટર આયુષકુમાર ઓકની સીધી દેખરેખ હેઠળ

અમરેલી જિલ્‍લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ

ગત વર્ષે ખરીદી વખતે થયેલ અનિયમિતતાનું પુનરાવર્તન ન થાય તે માટે તંત્ર એલર્ટ

વહીવટીતંત્ર પ્રમાણીકતાથી મગફળીની ખરીદી કરે છે કે કેમ તેના પર વિપક્ષની નજર

અમરેલી, તા. 1પ

અમરેલી જિલ્‍લાનાં માર્કેટયાર્ડમાં આજે રાજય સરકારની સુચનાથી નાગરિક પુરવઠા વિભાગ ઘ્‍વારા મગફળીની ટેકાનાં ભાવે ખરીદી કરવાની પ્રક્રિયાનો પ્રારંભ કલેકટર આયુષકુમાર ઓકની સીધી દેખરેખ હેઠળ કરવામાં આવ્‍યો છે.

બાબરા માર્કેટયાર્ડ ખાતે કલેકટરે ઉપસ્‍થિત રહીને ખરીદી પ્રક્રિયા પારદર્શક રીતે થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપેલ હતું. બાબરા ઉપરાંત અમરેલી સહિતનાં માર્કેટયાર્ડમાં પણ ખરીદી શરૂ કરવામાં આવી હતી. ગત વર્ષે ટેકાનાં ભાવે થયેલ મગફળીની ખરીદીમાં વ્‍યાપક પ્રમાણમાં ગેરરીતિ થઈ હોવાથી આ વખતે વહીવટીતંત્ર ઘ્‍વારા ગંભીરતાથી ખરીદી શરૂ કરવામાં આવી છે.

જો કે વિપક્ષી નેતાઓની નજર પણ ખરીદી પર મંડાયેલી હોય સરકાર ઘ્‍વારા કોઈ ભુલ થશે તો વિપક્ષી નેતાઓ ખેડૂતોનાં હિતમાં સરકારને ભીંસમાં લેવા તૈયાર બેઠા છે.


અમરેલીમાં ‘‘સારહિના સેવાધારી”ઓનો સન્‍માન સમારોહ યોજાયો

અમરેલીમાં ‘‘સારહિના સેવાધારી”ઓનો સન્‍માન સમારોહ યોજાયો

અમરેલીમાં દિલીપ સંઘાણી સાંસ્‍કૃતિક હોલ ખાતે સારહિ યુથ કલબ ઓફ અમરેલી ર્ેારા સિવિલ હોસ્‍પિટલમાં છેલ્‍લા દશ વર્ષોથી દર સોમવારે તથા ગુરૂવારે દાખલ થયેલ તમામ દર્દીઓને ફ્રુટ વિતરણમાં સેવા આપનાર સારહિના સેવાધારીઓનાં સન્‍માન સમારોહ દિલીપભાઈ સંઘાણીનાં અઘ્‍યક્ષ સ્‍થાને અને ઉદઘાટક તરીકે નારણભાઈ કાછડીયા તથા મુખ્‍ય મહેમાન પદે બાવકુભાઈ ઉંઘાડની ઉપસ્‍થિતીમાં યોજાય ગયો. જેમાં કાર્યક્રમની શરૂઆત સંસ્‍થાના પ્રમુખ મુકેશ સંઘાણીનાં સ્‍વાગત પ્રવચનથી થઈ હતી ત્‍યારબાદ મંચસ્‍થ મહાનુભાવોનાં હસ્‍તે દિપ પ્રાગટય કરી આ કાર્યક્રમ ખુલ્‍લો મુકાયો હતો. તમામ સન્‍માનીત સભ્‍યોને સન્‍માનપત્ર, શાલ અને પુષ્‍પગુચ્‍છ મંચસ્‍થ મહાનુભાવો ર્ેારા અર્પણ કરી તેઓનું પરિવાર સહિત સન્‍માન કરવામાં આવ્‍યુ હતું. આતકે કાર્યક્રમનાં અઘ્‍યક્ષ દિલીપભાઈ સંઘાણીએ કહૃાું હતું કે ઘણા વર્ાોથી સામાજીક ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે કે કુદરતી આફત વખતે લોકોની વ્‍હારે આ સંસ્‍થા આવે છે તે બદલ સંસ્‍થાનાં પ્રમુખ મુકેશ સંઘાણી અને તેમની ટીમને અભિનંદન પાઠવેલ હતા. ઉદઘાટક નારણભાઈ કાછડીયાએ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવેલ કે 71 વર્ષની ઉમરના બાવનભાઈ રેકડી ચલાવીઅને તેમનું ગુજરાન ચલાવતા હોય તેઓ અને આ તમામ સભ્‍યો નિસ્‍વાર્થ ભાવે અજાણ્‍યાના આંસુ લુછવાનું કામ સંસ્‍થાના પ્રમુખ મુકેશ સંઘાણીની આગેવાનીમાં કરતા હોય તેમને બિરદાવેલ હતા. મુખ્‍ય મહેમાન બાવકુભાઈ ઉંઘાડે જણાવેલ કે સિવિલ હોસ્‍પિટલમાં ગરીબ દર્દીઓ દાખલ થાય છે તેમની વ્‍હારે આ સંસ્‍થા ફ્રુટ વિતરણ કરી નિસ્‍વાર્થ ભાવે પોતાના કામ ધંધા રોજગાર છોડી ખડેપગે રહે છે તેમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. તયારબાદ સારહિ પરિવારનાં તમામ પરિવારો તેમજ આમંત્રિત મહેમાનો તથા આગેવાનો સાથે મળીને ગુજરાતી નાટક ભભલગ્ન કર્યાને લોચા પડયાભભ માણ્‍યુ હતું.


વડીયામાં અખબારી અહેવાલો બાદ સફાઈ શરૂ થઈ

સરપંચ પતિએ મીડિયાજગતનાં પ્રતિનિધિ સામે રોષ વ્‍યકત કર્યો

વડીયામાં અખબારી અહેવાલો બાદ સફાઈ શરૂ થઈ

મીડિયાજગતનાં અહેવાલ બાદ સફાઈ કાર્ય શરૂ થતાં ગામજનોમાં આનંદની લાગણી ફરી વળી

આશ્ચર્યજનક બાબત એ છે કે સરપંચનેબદલે સરપંચ પતિ જ વહીવટ ચલાવે છે તે સાબિત થયું

વડીયા, તા. 1પ

વડીયામાં મહિલા સરપંચને એક વર્ષ જેટલો સમયગાળો વીતી ગયો છે. ત્‍યારે પહેલી વખત બિલેશ્‍વર મંદિર પાસે અને ઢુંઢીયા પીપળીયા નાકા પાસે સફાઈ કરવામાં આવેલ છે. ત્‍યારે હાલમાં વડીયામાં જયાં જુઓ ત્‍યાં ગંદકીના ગંજ ખડકાયા છે જેના કારણે લોકોમાં બિમારી ફેલાઈ રહી છે. હાલમાં વડીયા શહેરમાં ડેન્‍ગ્‍યુના 100 આસપાસ કેસો જોવા  મળે છે છતાં પણ વડીયા તંત્રના બહેરા કાને પબ્‍લીકનો અવાજ સંભળાતો ન હોય. ત્‍યારે શહેરના લોકોએ અંતે અખબારી આલમનો સહારો લીધો અને આ સમગ્ર અહેવાલ અખબારમાં પ્રસિઘ્‍ધ કરવામાં આવેલ. ત્‍યારે અખબારમાં સમાચાર પ્રસિઘ્‍ધ થતાની કલાકોમાં જ શાસન ભોગવી રહેલા સરપંચ પતિ જાગ્‍યા અને તાબડતોબ જેસીબી મશીન લઈ પહોંચી ગયા. ગંદકરીના સામ્રાજય પર અને સફાઈના દેખાવો કર્યા. જો કે સરપંચ તો હજુ સુધી દેખાયા નથી અને સરપંચ પતિ જ તમામ વહીવટ કરે છે તે સ્‍થળ પર જોવા મળેલ છે. સરપંચ ચૂંટણી જીત્‍યા એને એક વર્ષથી વધારે સમય વીતી ચુકયો છે છતાં પણ સરપંચ માત્ર એકાદ બે વખત પંચાયત ખાતે આવેલ છે. લોકો પણ કહી રહૃાા છે કે, અમોએ ચૂંટણી જીત્‍યા બાદ સરપંચને જોયા જ નથી અને તમામ કામકાજ વચેટીયા માફક સરપંચ પતિ જ કરે છે. એટલું જ નહીંસરપંચની ખુરશી પર બેસી તમામ વહીવટ મહિલા સરપંચના પતિદેવ જ કરે છે. જો કે નવીન વાત જાણવા મળી રહી છે ખુદ ગ્રામ પંચાયતના સદસ્‍યો પાસેથી કે અવારનવાર સરપંચ સુરત- અમદાવાદ જતા રહે છે. ત્‍યારે વડીયા ગ્રામ પંચાયતના સદસ્‍યોને સરપંચનો ચાર્જ પણ નથી આપતા. ઘરની ધોરાજીની જેમ ત્‍યારે અંદરખાને સરપંચ પતિના વહીવટથી સદસ્‍યો પણ નારાજ છે. જો કે આજે અખબારમાં સમાચાર પ્રસિઘ્‍ધ થતાની સાથે સરપંચ પતિ પણ ભાન ભુલ્‍યા અને લાજવાને બદલે ગાજયા અને ભભગઝનીભભની માફક પત્રકારો પર ગુસ્‍સે થયા તમારે જે થાઈ તે કરી લેજો હું કોઈનાથી ડરતો નથી તમારે ઉચ્‍ચ અધિકારીને કહેવું હોય તો કહી દેજો જે થાઈ ને કરી લેજો. આ વાત  સાંભળીને આજુબાજુમાંઉભેલા લોકોમાં પણ રમુજ જોવા મળી અને લોકોએ અખબારનો ખુબ આભાર માન્‍યો હતો અને કહેવા લાગ્‍યા કે આ સમાચાર અખબારોમાં પ્રસિઘ્‍ધ એટલે જ સફાઈ કરવામાં આવી છે.


વણોટ ગામે મોટાભાગનાં વીજકરણો નાશ પામ્‍યા : સાંસદ કાછડીયાએ નુકશાનીનું સર્વે કરવા સુચના આપી

પીજીવીસીએલની બેદરકારીથી લાખો રૂપિયાનું નુકશાન

વણોટ ગામે મોટાભાગનાં વીજકરણો નાશ પામ્‍યા

મોટાભાગનાં ઘરોમાં રહેલ ટીવી, ફ્રીઝ, પંખા બળી જતાં ભારે રોષ

ગામજનોની રજુઆત બાદ સાંસદ કાછડીયાએ નુકશાનીનું સર્વે કરવા સુચના આપી

અમરેલી, તા. 1પ

સાવરકુંડલાનાં વણોટ ગામેપીજીવીસીએલની બેદરકારીથી ગામજનોને લાખો રૂપિયાનું નુકશાન થતાં સાંસદ કાછડીયાએ નુકશાનીનું સર્વે કરીને વળતર ચુકવવા જરૂરી સુચના આપી હોવાનું જાણવા મળેલ છે.

વિગત એવા પ્રકારની છે કે, વણોટ ગામે પીજીવીસીએલનાં અધિકારીઓ અને કોન્‍ટ્રાકટરની બેદરકારીથી ગામમાં વીજ પ્રવાહ વધી જતાં મોટાભાગનાં ઘરમાં રહેલ ટીવી, ફ્રીઝ, પંખા બળી જતાં ગામજનોએ સાંસદને રજુઆત કરતાં સાંસદે પીજીવીસીએલનાં અધિકારીઓને ગામમાં થયેલ નુકશાનીનું સર્વે કરીને જરૂરી વળતર ચુકવવાની સુચના   આપી છે.

જો પીજીવીસીએલ વળતર નહી ચુકવે તો ગામજનો ગ્રાહક સુરક્ષા ફોરમમાં જવા તૈયાર થયાનું પણ જાણવા મળેલ છે.


રાજુલામાં કોંગ્રેસ પરિવાર દ્વારા સ્‍નેહ મિલન સમારોહ યોજાયો

               રાજુલામાં કોંગ્રેસ પરિવાર દ્વારા સ્‍નેહ મિલન સમારોહ યોજાયો હતો. સ્‍નેહ મિલન સમારોહની શરૂઆત દિપ પ્રાગટય દ્વારા કરવામાં આવી હતી. તેમજ રાજુલા કોંગ્રેસ દ્વારા આમંત્રિત મહેમાનોને પુષ્‍પ-ગુચ્‍છ આપી આવકાર્યા હતા. તેમજ સ્‍નેહમિલન સમારોહમાં વિવિધ સેલ યુથ કોંગ્રેસ મહિલા કોંગ્રેસ સેવા દળ તેમજ કોંગ્રેસના પ્રમુખ ઉપપ્રમુખ સહિત. સંગઠનોની નિમણુંકકરવામાં આવી હતી. આ તકે લાઠી-બાબરાના ધારાસભ્‍ય ધારી – બગસરાના ધારાસભ્‍ય જે.વી.કાકડીયા સાવરકુંડલા – લીલીયાના ધારાસભ્‍ય પ્રતાપભાઈ દુધાત, રાજુલાના ધારાસભ્‍ય અંબરીષભાઈ ડેર, મહુવના પુર્વ ધારાસભ્‍ય ડો. કનુભાઈ કળસરીયા, એડવોકેટ બી.એમ. માંગુકિયા, અમરેલી કોંગ્રેસ અગ્રણી શરદભાઈ ધાનાણી અમરેલી જિલ્‍લા પંચાયતના પુર્વ પ્રમુખ અને ગુજરાત યુથ કોંગ્રેસના મહામંત્રી જૈનીબેન ઠુંમર , જાફરાબાદ કોંગ્રેસ અગ્રણી પ્રવિણભાઈ બારૈયા, બાબુભાઈ જાલંધરા, મીઠાભાઈ લાખણોત્રા, રાજુલા તાલુકા પંચાયતના પ્રમુખ બળવંતભાઈ લાડુમોર ઉપપ્રમુખ જગુભાઈ ધાખડા કારોબારી ચેરમેન ભીખાભાઈ પિંજર સહિત રાજુલા શહેર અને ગામડામાંથી બહોળી સંખ્‍યામાં કાર્યકરો ઉપસ્‍થિત રહયા હતા. તમામ ઉપસ્‍થિત ધારાસભ્‍યો અને વકતાઓએ કાર્યકરોને નુતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. અને આગામી દિવસોમાં આવનારી લોકસભાની ચૂંટણીમાં કામે લાગી અમરેલી લોકસભામાં કોંગ્રેસનો ઉમેદવાર વિજેતા થયા તે મહેનત કરવા માટે હાંકલ કરી હતી તેમજ રાજુલાના ધારાસભ્‍ય અંબરીષભાઈ ડેર દ્વારા જણાવાયું હતું કે તેમણે આપેલા ચુંટણી સમયે 1ર મુદામાંથી એક મુદો તો પ્રથમ દિવસે પુરો કર્યો હતો કે સરકાર તરફથી મળતો ધારાસભ્‍ય અંબરીષભાઈ ડેર દ્વારા જણાવાયું હતું કે તેમણે આપેલાચુંટણી સમયે 1ર મુદામાંથી એક મુદો તો પ્રથમ દિવસે પુરો કર્યો હતો કે સરકાર તરફથી મળતો ધારાસભ્‍ય પગાર આ વિસ્‍તારના ગરીબ અને જરૂરીયાતમંદ દર્દી અને વિદ્યાર્થી માટે વાપરવામાં આવશે. તેમજ રાજુલામાં ફ્રી હોસ્‍પિટલ માટેની જમીન પણ ખરીદી લેવામાં આવી તેમજ રાજુલાના ઘણા દાતાઓએ પણ હોસ્‍પિટલમાં દાન માટે પહેલ દર્શાવી છે. આથી આગામી દિવસોમાં રાજુલા-જાફરાબાદ – ખાંભા તથા અન્‍ય તાલુકાના લોકોને આ ફ્રી હોસ્‍પિટલનો લાભ રાજુલામાં મળવાનો છે. તેમજ રાજુલામાં ડાયાલિસિસના દર્દીઓને રાજુલામાં જ સુવિદ્યા મળી રહે તેના માટેના પ્રયાસો પણ ચાલુ છે. રમત-ગમત મેદાનનો રાજુલામાં અભાવ છે તેના માટે પણ આગામી સમયમાં મેદાન પણ બનાવવાના છીએ તેમજ વિધાનસભા ચૂંટણીમાં આપેલા બારે બાર મુદા પુરા કરવા અમે અને હમારી ટીમ કટિબદ્વ છીએ પરંતુ આ ભારતીય જનતા પાર્ટીના શાસકોના પેટમાં તેલ રેડાય છે. જયારે રાજુલા સિવિલ હોસ્‍પિટલ ખાતે બ્‍લડ સ્‍ટોરેજ યુનિટનું ઉદઘાટન રાખવામાં આવ્‍યું હતું. ત્‍યારે અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા અને રાજયના આરોગ્‍યમંત્રીએ ડોકટરોને ફોન કીર ઉદ્વાટન કાર્યક્રમ રદ કરાવ્‍યો હતો. પરંતુ હમારી ટીમ દ્વારા ગાંધી જયંતિ નિમિતે 10ર જેટલી બ્‍લડ બોટલો રાજુલા સિવિલ હોસ્‍પિટલમાં જમા કરાવી હતી. આમ ધારાસભ્‍યઅંબરીષભાઈ ડેર દ્વારા જણાવાયું હતું પ્રજા માટે અહિંયાં તો અમે લડી જ રહયા છીએ. પરંતુ વિધાનસભામાં લડવું પડે તો અમે ત્‍યાં પણ લડીશું.


અમરેલી જિલ્‍લામાં ઉત્‍સાહભેર એકતાયાત્રાનો પ્રારંભ

               રાજય સરકાર દ્વારા સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી એકતા યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. અમરેલી જિલ્‍લામાં સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી એકતા યાત્રાના બીજા તબકકાનો પ્રારંભ થયો છે. જેમાં રોડ ટ્રાન્‍સપોર્ટ કેન્‍દ્રીય રાજયમંત્રી મનસુખભાઈ માંડવીયા, લાઠી તાલુકાના આસોદર અને ઈંગોરાળા ગામે એકતા યાત્રામાં જોડાયા હતા. મંત્રીએ સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા હતા. તેમણે સરદાર પટેલ વિશે જણાવતા કહયુંકે, આઝાદી વખતે પ6ર રજવાડાઓનું વિલીનીકરણ કરી અખંડ ભારતનું નિર્માણ કરનાર વિરલ વ્‍યકિતત્‍વ એટલે સરદાર પટેલ. તેમણે સરદાર પટેલની કુનેહ અને નેતૃત્‍વના પ્રેરક પ્રસંગો જણાવી સરદાર પટેલ સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીની ખાસિયતો જણાવી હતી. એકતા રથ ગામ ખાતે પહોંચતા ગ્રામજનોએ પારંપારિક રીતે સ્‍વાગત કયુૃં હતું. અગ્રણીઓ અને ગ્રામજનોએ એક ભારત નેક ભારત અને જય સરદારના નારા લગાવ્‍યા હતા. કાર્યક્રમમાં પુર્વમંત્રી વી.વી. વઘાસીયા, નાનુભાઈ વાનાણી, બિનઅનામત શેક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ અઘ્‍યક્ષ બી.એચ. ઘોડાસરા, સાંસદ નારણભાઈ કાછડીયા, કલેકટર આયુષ ઓક, જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સી નિયામક ડોબરીયા, જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરા, મયુરભાઈ હિરપરા, કૌશિકભાઈ વેકરીયા સહિતના મહાનુભાવો જોડાયા હતા.


16-11-2018