Main Menu

Thursday, November 15th, 2018

 

ખાંભા-તુલસીશ્‍યામ રેન્‍જમાં પીપળવા બીટમાં ગેરકાયદેસર લાયન શો અને વૃક્ષનું કટીંગ ?

ખડાધારનાં આગેવાન રમેશભાઈ બોઘરાની રજુઆત

ખાંભા-તુલસીશ્‍યામ રેન્‍જમાં પીપળવા બીટમાં ગેરકાયદેસર લાયન શો અને વૃક્ષનું કટીંગ ?

રાજયનાં વનમંત્રી ગણપત વસાવાને પત્ર પાઠવવામાં આવ્‍યો

અમરેલી, તા. 1પ

ખાંભાનાં ખડાધાર ગામનાં આગેવાન રમેશભાઈ બોઘરાએ રાજયનાં વનમંત્રી ગણપત વસાવાને પત્ર પાઠવેલ છે.

પત્રમાં જણાવેલ છે કે, પીપળવા બીટમાં વસવાટ કરતાં સિંહો ઉપર મોટો ખતરો મંડાયેલો છે. આ બીટમાં જુદા જુદા ત્રણ સિંહ ગૃપ વસવાટ કરે છે. આ વિસ્‍તારમાં પ્રતિબંધિત વિસ્‍તારમાં ગાર્ડ ઘ્‍વારા ફોર વ્‍હીલ ગાડીમાં સિંહદર્શન કરાવે છે જેવિસ્‍તારમાં ફોર વ્‍હીલ ચાલે તેવા રસ્‍તા છે એક વન અધિકારી ઘ્‍વારા વિડીયો શુટીંગ ઘ્‍વારા તપાસ થવી જોઈએ. આ રસ્‍તાઓ ઉપર વાહનોનાં નિશાનની પણ વિડીયોગ્રાફી કરવી જોઈએ. આ વિસ્‍તામાં ઘણા સમયથી સિંહ દર્શન કરવાનાં નાણા પણ પડાવવામાં આવે છે.

વધુમાં જણાવેલ છે કે, આ વિસ્‍તારમાં બોર્ડર માટે બનાવવામાં આવેલ દિવાલ પણ જયાં રસ્‍તા છે ત્‍યાં નિશાન સુધા રહેવા દેવામાં આવેલ નથી. આ વિસ્‍તારમાંથી લાકડાનાં કટીંગ કરી બારોબાર વાહનો ચાલે તેવી વ્‍યવસ્‍થા આ વિસ્‍તારમાં વર્ષોથી ફરજ બજાવતા ગાર્ડ કરી આપે છે જે સમયાંતરે આ વિસ્‍તારના જંગલોનો નાશ કરી દીધેલ છે. જે બતાવે છે કે, પીપળવા બીટમાં કેટલો નાણાંકીય ભ્રષ્‍ટાચાર કરી જંલ વિસ્‍તારનો નાશ કરી નાખેલ છે. આ જંગલ વિસ્‍તારમાં થયેલ ભ્રષ્‍ટાચારથી જંગલમાં જે ઘાસથી લાગીને ઝાડ સુધીનું કયાં અધિકારીની દેખરખ નીચે ફોરેસ્‍ટરની મિલકતમાં આવું બેફામ નિકંદન કાઢી નાખવામાં આવેલ છે તે પણ એક તપાસનો વિષય છે.

વધુમાં જણાવેલ છે કે, આ વિસ્‍તારમાં પશુઓનું ભેલાણ કરવા માટે પશુ દિઠ એક હજાર જેવી લાંચ લઈ વન વિસ્‍તારમાં ઘાસનું તો સફાસટ કરી નિકંદન કરેલ છે. શું આ ઉપરનાં અધિકારીઓને જોવામાં નથી આવતું કે પછી આ ગાર્ડ ઉપર સુધી હપ્‍તાથી ગોઠવણ કરેલ છે. આવિસ્‍તારમાં આવેલ રસ્‍તાઓ ઉપર સિંહ દર્શન તો ઠીક પણ કયારેક તો સિંહો પાછળ વનકર્મી અંદર બેઠેલ હોવા છતાં પણ સિંહ પાછળ ગાડીઓ દોડાવવામાં આવેલ છે. જેની ગંભીરતા આ વનતંત્રને જરા પણ નથી. આવા તો છેલ્‍લા એક વર્ષથી ઘણા પત્રો વન અધિકારીઓ સુધી લખવામાં આવેલ છે. તો કેમ અને કયાં કારણથી આવા પ્રકરણો ઢાંકવામાં આવે છે ? શું વન અને પર્યાવરણની આવી રીતે સુરક્ષા જળવાશે ?

વધુમાં જણાવેલ છે કે, આ વિસ્‍તારમાં જે ત્રણ સિંહબાળ મરેલ છે જેની તપાસ હજુ સુધી કેમ કરવામાં આવેલ નથી જે સિંહો મૃત્‍યુ પામે અને કોહવાઈ જાય ત્‍યાં સુધી કેમ વનતંત્રના ગાર્ડને ખબર નથી પડતી ? શું આવી તોકીદારી ચાલે ખરી ? જે સિંહો મરણ પામ્‍યા તેની જાણ વન અધિકારીઓ પહેલા સ્‍થાનિક લોકોને થાય છે તો શું આવી ચોકીદારીથી વન અને પર્યાવરણને બચાવી શકશો ? આટલી બધી ઘટનાઓ જંગલ વિસ્‍તારમાં બનેલ હોય અને સિંહની સલામતી જોખમમાં હોવા છતાં પણ નીચે સ્‍તરેથી કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. તો માંગણી છે કે તળીયાથી લઈ જવાબદારીપૂર્વક કડક પગલા ભરવા અને દાખલારૂપ કાર્યવાહી કરવા અંતમાં માંગ કરેલ છે.


રાજકોટ મઘ્‍યસ્‍થ જેલમાંથી બે વર્ષથી પેરોલ રજા પરથી ફરાર કેદીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્‍કોર્ડ

રાજકોટ મઘ્‍યસ્‍થ જેલમાંથી બે વર્ષથી પેરોલ રજા પરથી ફરાર કેદીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્‍કોર્ડ

અમરેલી, તા.

અમરેલી પેરોલ ફર્લો સ્‍કોર્ડના ઈન્‍ચાર્જ પો.સબ ઈન્‍સ., આર.કે. કરમટા તથા એ.એસ.આઈ. બળરામભાઈ વી. પરમાર, તથા હેડ કોન્‍સ., શ્‍યામકુમાર બગડા તથા હેડ કોન્‍સ. સુરેશભાઈ દાફડા, તથા પો.કોન્‍સ. જયદિપસિંહ ચુડાસમા તથા પો.કોન્‍સ. જીજ્ઞેશભાઈ પોપટાણી તથા પો.કોન્‍સ. જનકભાઈ કુવાડીયા, તથા પો. કોન્‍સ. દિક્ષીતભાઈ રામાણીનાઓ, દ્વારા મઘ્‍યસ્‍થ જેલ રાજકોટના પાકા કામના કેદી નં.41684 રીઝવાન ઉર્ફે રીઝુડો મહંમદભાઈ રફાઈ (ફકીર) (ઉ.વ.30) રહે. અમરેલી, ઠે. ભારતનગર મસ્‍જીદની બાજુમાં કુકાવાવ રોડ, તા.જી. અમરેલી, હાલ રહે. ગારીયાધાર, ઠે. મફતપરા, તા.ગારીયાધાર, જિ. ભાવનગર       વાળાને અમરેલી સીટી પો.સ્‍ટે. ફ.ગુ.ર. નં.રર/ર010 આઈ.પી.સી.કલમ 30ર, વિ. મુજબના ગુન્‍હાના કમે સેસન્‍શ કોર્ટ અમરેલીના સેશન્‍સ કેસ નં. 43/ર010 આધારે તા. પ/7/ર011 ના રોજ મજકુર કેદીને આજીવન કેદ તથા દંડની સજા થયેલ જે કામે મજકુર કેદી મઘ્‍યસ્‍થ જેલ રાજકોટ ખાતે પાકા કામના કેદી તરીકે સજા કાપતો હોય અને મજકુર કેદી નામદાર ગુજરાત હાઈકોર્ટના અલગ-અલગ આદેશાનુસાર તા. રર/8/ર016ના પેરોલ રજા પર છુટેલ અને મજકુર કેદીને પેરોલ રજા પરથી તા.ર8/9/ર016 ના રોજ મઘ્‍યસ્‍થ જેલ રાજકોટ ખાતે હાજર થવાનું હોય પરંતુ મજકુર કેદી હાજર થયેલ નહી અને તા.ર8/9/ર016થી પેરોલ રજા પરથી ફરાર હતો અને આજરોજ તા. 14/11/ર018 ના રોજ મજકુર કેદીને ચોકકસ બાતમી આધારે પકડી પાડી રાજકોટ મઘ્‍યસ્‍થ જેલ ખાતે બાકી રહેલ સજા ભોગવવા સોંપી આપવામાં તજવીજ કરેલ.


હાય રે કળીયુગ : પુત્રએ માતાને ગાળો દઈ મારી નાખવાની ધમકી આપી

અમરેલીનાં મોટા આંકડીયાની ઘટના

અમરેલી, તા. 1પ

અમરેલી તાલુકાનાં મોટા આંકડીયા ગામે રહેતાં શાંતાબેન કાળુભાઈ સોમાણી નામનાં 60 વર્ષિય ખેડૂત મહિલાએ પોતાના પુત્ર દિનેશ કાળુભાઈ સોમાણીને કહેલ કે, અમારા ખેતીનાં ઓજારો પૂછયા વગર કેમ વેંચી દીધા અને સહીયારા કુવામાંથી પાણી કેમ લેવા દેતો નથી તેમ ઠપકો આપતાં પુત્રએ ઉશ્‍કેરાઈ જઈ પોતાની વૃઘ્‍ધ માતાને ગાળો આપી, જાનથી મારી નાંખવા ધમકી આપી હતી જયારે આ વૃઘ્‍ધાનાં કુટુંબીક દિકરા વિનુભાઈ ઉકાભાઈ સોમાણી, વિપુલ ઉકાભાઈ સોમાણી તથા રેખાબેન વિનુભાઈ સોમાણીએ ચડામણી કરી હોવાની ફરિયાદ અમરેલી તાલુકા પોલીસમાં નોંધાઈ છે.


ઘાંડલા નજીક ચીખલીયું નદીનાં પટ્ટમાંથી ગેરકાયદેસર રેતી ભરેલ ટ્રેકટર ઝડપાયું

રૂા. 3.01 લાખનો મુદ્યામાલ કબ્‍જે કરવામાં આવ્‍યો

અમરેલી, તા. 1પ

સાવરકુંડલા તાલુકાનાં વિજપડી ગામે રહેતાં અશ્‍વિન ઉર્ફ ભુરો મનુભાઈ મકવાણા તથા ભયલું દાનુભાઈકામળીયા નામનાં બે ઈસમો આજે સાવરકુંડલા તાલુકાનાં ઘાંડલા ગામ નજીક આવેલ ચીખલીયું નદીમાંથી ગેરકાયદેસર રીતે ખોદકામ કામ રોયલ્‍ટી ભર્યા વગર રેતી ભરીને જતાં હોય, પોલીસે બન્‍નેને ટ્રેકટર સહિત રૂા.3,01,000નાં મુદ્યામાલ સાથે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


ખાંભા પંથકમાં ગુન્‍હો કરી ફરાર થયેલ આરોપીને ઝડપી લેવાયો

અમરેલી, તા. 14

અમરેલી એલ.સી.બી.ના ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સ. ડી. કે. વાઘેલા તથા એલ.સી.બી. ટીમે ખાંભા પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. 37/ર01ર, ઈ.પી.કો. કલમ 363, 366 મુજબના ગુન્‍હાનાં કામે એફ.આઈ.આર.માં નામ હોવા છતાં પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે છેલ્‍લા છ વર્ષથી નાસતા ફરતાં આરોપી ખાંભા રાજધાની હોટલ પાસેથી પકડી પાડવામાં સફળતા મેળવેલ છે.

શૈલેષ ઉર્ફે ગટુરભાઈ ભીખુભાઈ શિયાળ, ઉ.વ. ર6, ધંધો – ડ્રાઈવિંગ, રહે.પીઠડી તા. જાફરાબાદ જી. અમરેલી વાળાને આજરોજ તા.14/11/ર018 ના કલાક 18/00 વાગ્‍યે અટક કરી વધુ તપાસ અર્થે ખાંભા પોલીસ સ્‍ટેશનમાં સોંપીઆપેલ છે.

આ કામગીરી પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી.અમરેલીના ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સ. ડી. કે. વાઘેલા અને એલ.સી.બી. ટીમ ર્ેારા કરવામાં આવેલ છે.


અમરેલીનાં જાહેર શૌચાલયો એટલે તોબા… તોબા…

સ્‍વચ્‍છતા અભિયાન ચલાવવામાં પાલિકાનાં શાસકો નિષ્‍ફળ

અમરેલીનાં જાહેર શૌચાલયો એટલે તોબા… તોબા…

શહેરનાં તમામ આગેવાનો અને સામાજિક સંસ્‍થાઓ પણ ચુપચાપ તમાશો જોયા કરે છે

અમરેલી, તા. 14

અમરેલીશહેરમાં 1પ થી ર0 જેટલા જાહેર શૌચાલયો આવેલ છે પરંતુ એકપણ શૌચાલયમાં સ્‍વચ્‍છતા કે પુરી સુવિધા જોવા મળતી નથી. સરકાર એક તરફ સ્‍વચ્‍છતા અભિયાન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે પરંતુ રૂપિયા કયાં જાય છે તે સમજાતું નથી.

શહેરનાં હાર્દસમા વિસ્‍તાર ડો. જીવરાજ મહેતા ચોકમાં પાલિકાની જુની કચેરી નીચે આવેલ જાહેર શૌચાલયમાં ભયાનકપણે ગંદકીનો માહોલ જોવા મળી રહૃાો છે. વીજળીનો પણ અભાવ હોવાથી સૌ કોઈ ત્રાહીમામ પોકારી ચુકયા છે. આશ્ચર્યજનક બાબત એ છે કે જાહેર શૌચાલય રેઢુ પડયું છે કોઈ વ્‍યકિતને તેની જવાબદારી સોંપવામાં આવી નથી.

તદઉપરાંત નાગનાથ ચોક, ગાંધીબાગ સામે, સરદાર સર્કલ, રાધિકા હોસ્‍પિટલ નજીક, ખત્રી બોર્ડિંગ નજીક સહિતનાં સ્‍થળોએ આવેલ જાહેર શૌચાલયોમાં પણ બેફામ ગંદકી, વીજળી અને પાણીનો અભાવ જોવા મળી રહૃાો છે. પાલિકાનાં ચીફ ઓફીસરે કયારેય વાતાનુકુલીન કચેરીમાંથી બહાર નીકળીને જાહેર શૌચાલયની ચકાસણી કરવાની તસ્‍દી લીધી નથી.

શહેરીજનો સહનશીલ અને ધીરજવાન હોવાનો ભરપુર ફાયદો શાસકો લઈ રહૃાા છે. શહેરનાં એકપણ આગેવાન કે સામાજિક સંસ્‍થા પણ જાહેર શૌચાલયમાં ફેલાયેલ ગંદકી દુર કરવાની માંગ કરતી ન હોય શહેરીજનોમાં આશ્ચર્ય ઉભું થયું છે.


સમગ્ર જિલ્‍લામાં જલારામ જયંતીની આસ્‍થાભેર ઉજવણી : અમરેલી જિલ્‍લામાં ‘‘જય જલારામ”નો નાદ ગુંજી ઉઠયો

સાવરકુંડલા, લીલીયા, બગસરા, ધારી, વડીયા, બાબરા, દામનગર, વીજપડી સહિત આસ્‍થાભેર ઉજવણી

અમરેલી, તા. 14

અમરેલી જિલ્‍લામાં આજે સંત શિરોમણી પૂ. જલારામબાપાની ર19મી જન્‍મ જયંતીની આસ્‍થા અને ઉત્‍સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર જિલ્‍લામાં ભભજય જલારામભભનો નાદ ગુંજી ઉઠયો હતો.

અમરેલીમાં અલૌકિક દર્શન, અન્‍નકુટ, પ્રસાદ અને ર01 કળશ કન્‍યા અને પ1 બાલ જલારામ સાથે ભવ્‍ય શોભાયાત્રા શહેરનાં રાજમાર્ગો પર ફરી હતી. અને સાંજના લોહાણા મહાજન વાડી ખાતે મહા આરતી અને મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું હતું. દરેક કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં જલારામ ભકતો ઉપસ્‍થિત રહૃાા હતા.

અમરેલી ઉપરાંત સાવરકુંડલા, રાજુલા, ખાંભા, વીજપડી, ચલાલા, ધારી, બગસરા, કુંકાવાવ, વડીયા, બાબરા, દામનગર, લીલીયા, કોટડાપીઠા સહિત અનેક ગામો અનેશહેરોમાં પૂ. જલારામબાપાની જન્‍મ જયંતીની આસ્‍થા અને ઉત્‍સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.


અમરેલીમાં પૂ. જલારામબાપાની શોભાયાત્રાનું મુસ્‍લિમ યુવાનો ર્ેારા સ્‍વાગત કરાયું  

              સંતશ્રી શીરોમણી પૂજનીય જલારામબાપાની ર19મી જન્‍મજયંતિ નિમિતે અમરેલી શહેરનાં મુખ્‍ય રાજમાર્ગો પરથી ભવ્‍ય શોભાયાત્રા નિકળી હતી જેમાં હજારોની સંખ્‍યામાં ભકતોએ હાજરી આપી હતી. જયારે શોભાયાત્રા ટાવર ચોક પાસે પહોંચતા ત્‍યારે બહોળી સંખ્‍યામાં હાજર મુસ્‍લિમ સમાજનાં યુવાનોતેમજ અભિયાન સેવા ટ્રસ્‍ટનાં પ્રમુખ મુસ્‍લીમ યુવા આગેવાન રફીકભાઈ ચૌહાણની આગેવાની હેઠળ શોભાયાત્રાનું ફુલહાર ર્ેારા સ્‍વાગત કરવા માટે ઉપસ્‍થિત મુસ્‍લીમ યુવાનો ફુલની પાંદડીઓથી શોભાયાત્રાને વધાવી હતી અને આ તકે રઘુવંશી સમાજના પ્રમુખ અન્‍તુભાઈ સોઢા, જીતુભાઈ ગોળવાળા, સતીષભાઈ આડતીયા, ધર્મેશ ઠકરારા, ભાવીક  ગઢીયાનું પણ સન્‍માન કરતા હિન્‍દુ-મુસ્‍લીમ એકતાની મિશાલ જોવા મળીહતી.

લોહાણા સમાજનાં આગેવાનો પણ ખુશખુશાલ નજરે પડતા હતા હિન્‍દુ-મુસ્‍લીમ સમાજમાં ખુશીની લહેર જોવા મળી હતી. સમસ્‍ત મુસ્‍લીમ યુવા આગેવાન રફીકભાઈ ચૌહાણ, સૌરાષ્‍ટ્ર લાઈન ટ્રસ્‍ટનાં પ્રમુખ અજીમ લાખાણી, વસીમ ધાનાણી, રીઝવાન ભટ્ટી, સચીન ચૌહાણ, ઈમરાન, અલ્‍તાફભાઈ કુરેશી એકવાવાળા, સલીમ પઠાણ, યાસીનબાપુ કાદરી, નસરૂદીન ડાભી, સીરાજ કાલવા, મોહસીન ધાનાણી,ઈમ્‍તીયાઝ કુરેશી, સલીમ મોગલ, મુસ્‍તકીમ ચૌહાણ સહીત મોટી સંખ્‍યામાં જલારામ બાપાની શોભાયાત્રાનું ઉત્‍સાહભેર ભાવભર્યુ સ્‍વાગત કરવામાં આવેલ. આ તકે રફીકભાઈ ચૌહાણે જણાવ્‍યું હતું કે મુસ્‍લીમ સમાજ યુવાનો ર્ેારા ગત વર્ષે પણ જલારામ બાપાની શોભાયાત્રાનું સન્‍માન કરેલ અને હિન્‍દુ-મુસ્‍લીમ સમાજમાં હરહમેશ એકતાનો માહોલ જળવાય રહે તેવા હેતુ સાથે અને તમામ ધર્મની શોભાયાત્રાનું સ્‍વાગત-સન્‍માન કરવામાં આવશે. તમામ ધર્મના સંતો મહંતોનું અનેક વખત સન્‍માન કરવામાં આવેલ. એકબીજાના સુખદુઃખમાં સહભાગી બનવા માટે તમામ યુવાનો તૈયાર છે અને હર હંમેશ તમામ ધર્મ માટે અદર અને પ્રેમ ભાવના જાળવતા રહેશું.


આલેલે : વડીયામાં સરપંચપતિ જ વહીવટ ચલાવે છે

ભાજપનાં રાજમાં મહિલાસશકિતકરણનો ખુલ્‍લેઆમ ઉલાળીયો

ગામમાં બેફામ ગંદકી, રોગચાળો જેવી સમસ્‍યા ઉકેલવાની શાસકોને ઉતાવળ નથી

જિલ્‍લા વિકાસ અધિકારીએ આકસ્‍મીક ચકાસણી કરવી જોઈએ તેવી માંગ ઉભી થઈ

વડીયા, તા. 14

એક તરફ ભાજપ સરકાર મહિલા સશકિતકરણની ગુલબાંગો ફેંકે છે, તો બીજી તરફ ભાજપનાં કદાવર નેતા બાવકુભાઈ ઉંઘાડનાં વતન વડીયા ખાતે મહિલા સરપંચ શોભાના ગાંઠીયા સમાન બન્‍યા છે.અને ગામ પંચાયતનો તમામ વહીવટ સરપંચપતિ જ કરી રહૃાા હોય કોંગી આગેવાનો અને ગામજનોમાં ભારે આશ્ચર્ય ફેલાયુ છે.

સરપંચ એટલે ગામનાં પ્રથમ નાગરિક અને પ્રથમ નાગરિકની ફરજ અતિ મહત્‍વની હોય છે. અને સરપંચનીખુરશી પણ અતી પવિત્ર હોય છે. અને તે ખુરશી પર બિનજવાબદાર વ્‍યકિત અને જનતાનાં મત જેને મળ્‍યા નથી તે વ્‍યકિત ખુરશી પર બિરાજમાન થઈને સરપંચ જ કામગીરી કરે છતાં પણ તાલુકા વિકાસ અધિકારી અને જિલ્‍લા વિકાસ અધિકારી લાજ કાઢતાં હોય ગામજનોમાં ભારે આશ્ચર્ય જોવા મળી રહૃાું છે.               સરપંચપતિ ગામનો વિકાસ કરવાને બદલે સ્‍વવિકાસ કરતાં હોવાની પણ ચર્ચા ગામજનો કરી રહૃાા હોય, જિલ્‍લા વિકાસ અધિકારીએ સરપંચપતિને પંચાયતની કામગીરીમાં દખલ બંધ કરાવવી જોઈએ તેવી માંગ ઉભી થઈ રહી છે અને આ મામલે યોગ્‍ય નહીંથાય તો કોંગીજનો નવતર કાર્યક્રમ કરવાનું પણ વિચારી રહૃાાનું જાણવા મળેલ છે.


અમરેલીની જુની સબજેલને જમીનદોસ્‍ત કરી દેવાશે

વર્ષો પુરાણી જેલનું મકાન બિસ્‍માર અને ભયજનક બનતા

અમરેલીની જુની સબજેલને જમીનદોસ્‍ત કરી દેવાશે

ભલભલાકેદીઓ પણ સબજેલની દીવાલોથી થરથર કાંપતા હતા

આજથી ર06 વર્ષ પહેલા બનેલ સબજેલનું મકાન ઐતિહાસિક બન્‍યું હતું

અમરેલી, તા. 14

અમરેલી ખાતે આવેલ એક વખતની જુની સબજેલમાં ખુંખાર આરોપી પણ થરથર ધુ્રજતા હતા તે ફિલ્‍મ કાલીયામાં બતાવેલ જેલથી પણ ઉંચી દીવાલો અને સાત જેટલા કોઠા ધરાવતી આ જુની જેલનું બિલ્‍ડીંગ અતિ જર્જરીત થઈ જતાં આ સબજેલને અત્રેનાં ઓપન જેલની બાજુમાં જિલ્‍લા જેઈલ બનાવી ત્‍યાં તમામ કેદીઓને ફેરવવામાં આવેલ છે. અને જુની જેલનાં બિલ્‍ડીંગને પાડી નાખી ત્‍યાં જિલ્‍લા હોમગાર્ડ કચેરી, એસઓજી, જિલ્‍લા ટ્રાફીક પોલીસ વિગેરે પોલીસની કચેરીઓ માટે બિલ્‍ડીંગ બનાવાશે.

અમરેલી ખાતે આવેલ જુની સબજેલનું ઐતિહાસિક બિલ્‍ડીંગ આજથી ર06 વર્ષ અગાઉ રૂા. 30 હજારનાં ખર્ચે બનાવવામાં આવેલ હતું. આ જેલમાં અમરેલી જિલ્‍લાનાં કાચા કામનાં કેદીઓને રાખવામાં આવતા હતા.

આ જુની સબજેલની ર0 ફૂટ કરતાં પણ ઉંચી દિવાલો હતી. આ દિવાલની ઉપર લોખંડનું વાયર ફેન્‍સીંગ કરી તેમાં પણ ઈલેકટ્રીક શોક પસાર કરવામાં આવતો હતો. જેથી આ જુની સબજેલમાંથી કોઈ કાચા કામનો કેદી ભાગી શકે નહી.

વર્ષો અગાઉ અમરેલી ખાતે માત્ર એક જ સબજેલ હતી જેના કારણે સમગ્ર જિલ્‍લામાં બનતી કોઈ પણ ઘટનાનાં કાચા કામનાંકેદીઓને માત્ર આ જુની જેલમાં રાખવામાં આવતાં.

છેલ્‍લા ઘણા વર્ષ સુધી તો જેલમાં કેદીઓની મર્યાદાની સંખ્‍યા કરતા વધારે કેદીઓને સમાવવામાં આવતા હતા. જેને લઈ જેલ સ્‍ટાફનાં અધિકારીઓ તથા કર્મચારીઓને ભારે મુશ્‍કેલી અનુભવવી પડતી હતી. જયારે આ જેલમાં રહેલા કાચા કામનાં કેદીઓ પણ ભારે અગવડતા ભોગવતાં હતા. જેને લઈ અનેક રજુઆતો બાદ નવી જિલ્‍લા જેઈલ બનાવવામાં આવી હતી.

થોડા વર્ષ અગાઉ આટલી ઉંચી દિવાલો હોવા છતાં આ જેલનાં કાચા કામનાં કેટલાંક કેદીઓ ચાદર અને ગોદડાનાં દોરડા બનાવી જેલની દિવાલો ઠેકી ભાગી ગયા હતા. આમ છતાં પણ પોલીસે આ નાશી છુટેલા કાચા કામનાં કેદીઓને ઝડપી લઈ ફરી જેલમાં પુરી દીધા હતા અને ગણતરીનાં દિવસોમાં તમામ કેદીઓને જુની સબજેલમાંથી નવી જેલમાં ફેરવી નાખી તાત્‍કાલીક નવી જેલનાં બિલ્‍ડીંગને કાર્યરત કરી દેવામાં આવેલ.

ખુંખાર આરોપી પણ આ જુની જેલમાં પ્રવેશતા જ થરથર કાંપે તેવું આ અતિ ઐતિહાસિક બિલ્‍ડીંગ આજે અતિ જર્જરીત થઈ જવા પામેલ છે. પહેલાં ખુંખાર કેદીઓ ધ્રુજતા હતા આજે આ બિલ્‍ડીંગ જર્જરીત થઈ જવાનાં કારણે ધ્રુજે છે.

આ ઐતિહાસિક અને ર06 વર્ષ જુના બિલ્‍ડીંગને ઘ્‍વંશ કરવાની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે.


બાબરામાંકોંગ્રેસપક્ષ દ્વારા સ્‍નેહમિલન કાર્યક્રમ યોજાયો

બાબરામાંકોંગ્રેસપક્ષ દ્વારા સ્‍નેહમિલન કાર્યક્રમ યોજાયો

બાબરામાં લુહાર સમાજની વાડી ખાતે બપોરના શહેર અને તાલુકા કોંગ્રેસનું સ્‍નેહમિલન જિલ્‍લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ સોસાના અઘ્‍યક્ષ સ્‍થાને યોજાયું હતું. તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત સ્‍નેહ મિલનમાં જિલ્‍લા પંચાયતના પ્રમુખ રવજીભાઈ વાઘેલા, પુર્વ પ્રમુખ જેનીબેન ઠુંમર, ધારાસભ્‍ય જે.વી.કાકડીયા, પ્રતાપભાઈ દુધાત, મીનાબેન કોઠીવાળ સહિત જિલ્‍લા અને તાલુકા કોંગ્રેસના આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા. સ્‍નહેમિલનમાં ઉપસ્‍થિત તમામ ધારાસભ્‍યનું પાલીકા પ્રમુખ વનરજભાઈ વાળા દ્વારા ભગવાન શ્રી રામની મુર્તિ ભેટ આપી સન્‍માન કરવામાં આવ્‍યું હતું. તેમજ શહેરના અગ્રણી વેપારી સહિત દરેક સમાજના આગેવાનો દ્વારા ધારાસભ્‍યનું ભવ્‍ય સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ સ્‍નેહમિલનમાં ધારાસભ્‍ય દ્વારા ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરી જિલ્‍લાને તાત્‍કાલિક અસરથી અચતગ્રસ્‍ત જાહેર કરવાની માંગ કરી હતી. તેઓ દ્વારા દેશના પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીને પડકાર ફેકી જણાવ્‍યું હતું કે જો નરેન્‍દ્રભાઈ મોદી પ6 ઈંચની છાતી ધરાવતા હોય તો લાઠી વિધાનસભામાં ચુંટણી લડી મત મેળવે તાલુકામાંથી વડાપ્રધાનને મત મળે તો પોતે જાહેરમાં મુંડન કરશે. તાલુકા અને શહેર કોંગ્રેસના સ્‍નેહમિલનને સફળ બનાવવા પાલીકા પ્રમુખ વનરાજભાઈવાળા, તાલુકા પંચાયત પ્રમુખ ધીરૂભાઈ વહાણી, પ્રભાતભાઈ કોઠીવાળ, કિશોરભાઈ દેથળીયા, જસમતભાઈ ચોવટીયા, જગદીશભાઈ કારેટિયા, ખીમજીભાઈ મારૂ, અમિતભાઈ જોગેલ, કુલદીપભાઈ બસિયા સહિતના કોંગ્રેસી આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.


અમરેલીનાં શહેરીજનોનો ધુળીયા માર્ગથી છુટકારો કરો

ધુળની વર્ષા વચ્‍ચે દીપોત્‍સવી પર્વની ઉજવણી કરનાર

અમરેલીનાં શહેરીજનોનો ધુળીયા માર્ગથી છુટકારો કરો

દિવસ-રાત વિકાસની ગુલબાંગો ફેંકતા ભાજપીઓ પણ તંત્ર પર દબાણ વધારતા ન હોય નારાજગી

અમરેલી, તા. 14

અમરેલીનાં શહેરીજનોએ આઝાદીનાં 70 વર્ષ બાદ પણ ધુળની વર્ષા વચ્‍ચે દીપોત્‍સવી પર્વની ઉજવણી કરવી પડી છતાં પણ અધિકારીઓ અને પદાધિકારીઓને શરમની કોઈ લાગણી ઉભી થતી નથી.

પાલિકાનાં શાસકોએ એક મહિના પહેલા મોટા ઉપાડે 4 કરોડ રૂપિયાનાં માર્ગો બનાવવાની જાહેરાત કર્યા બાદ હજુ કામગીરી વહીવટી મંજુરી, ટેન્‍ડર પ્રક્રિયામાં અટવાઈ પડી છે અને શહેરીજનો ધુળીયા અને બિસ્‍માર માર્ગોથી ત્રાહીમામ પોકારી ચુકયા છે.

એક તરફ સત્તાધારી ભાજપનાં આગેવાનો દિવસ-રાત વિકાસ-વિકાસ અને વિકાસની ગુલબાંગો ફેંકી રહૃાાં હોય બીજી તરફ શહેરમાં વિનાશનો માહોલ જોવા મળી રહૃાો હોય ધારાસભ્‍ય અને સાંસદે હવે લાજ કાઢવાનું બંધ કરીને શહેરનાં     ધુળીયા માર્ગની સમસ્‍યા તાકીદે દુર કરાવવી જોઈએ તેવી માંગ શહેરીજનો કરી રહૃાાં છે.


અવસાન નોંધ

અવસાન નોંધ

અમરેલી : કાલાવડ નિવાસી બ્રહ્મક્ષત્રિય વૈકુંઠભાઈ રતિલાલ સોનેજીનાં ધર્મપત્‍ની હંસાબેન (ઉ.વ. 63) તે અમરેલીનાં પોપટલાલ પ્રાગજીભાઈ છાટબારની દિકરી તથા સ્‍વ. નલિનભાઈ (જેતપુર) અને બીપીનભાઈ તથા મનોજભાઈ (અમરેલી) વાળાની બેનનું તા. 7/11/18નાં રોજ અવસાન થયેલ છે અને તેની પિયરપક્ષની સાદડી બેસણું તા. 16/11ને શુક્રવરનાં રોજ સાંજના 4 થી પ-30 કલાકે માતૃશ્રી ગંગાબાઈ વાડી, જૈન દેરાસર પાસે, અમરેલી ખાતે રાખેલ છે.

ડેરીપીપરીયા : ડેરીપીપરીયા નિવાસી શ્રી ખીમજીભાઈ બેચરભાઈ ભાલાળા (ઉ.વ. 8પ) તે ધીરૂભાઈ તથા ઝવેરભાઈના પિતાશ્રી તેમજ દીલીપભાઈ તથા ભરતભાઈ ભાલાળાનાં કાકાનું અવસાન કારતક સુદ પાંચમને સોમવાર તા. 1ર/11/18નાં રોજ અવસાન થયેલ છે. તેમનો ઘાસ ઘણો જ છે. પરંતુ પ્રભુ ઈચ્‍છા બળવાન છે પ્રભુ તેમના આત્‍માને શાંતિ આપે.


15–11-2018