Main Menu

Tuesday, November 6th, 2018

 

અરેરાટી : સાવરકુંડલાનાં બોઘરીયાણી ગામની સીમમાંથી યુવતીનો માથા વગરનો મૃતદેહ મળી આવ્‍યો

કાતીલે માથા વગરનો મૃતદેહ છોડી દેતા અરેરાટી

અરેરાટી : સાવરકુંડલાનાં બોઘરીયાણી ગામની સીમમાંથી યુવતીનો માથા વગરનો મૃતદેહ મળી આવ્‍યો

અંદાજિત 30 વર્ષની યુવતીનો મૃતદેહ હોય તપાસ શરૂ થઈ

અમરેલી, તા. પ

સાવરકુંડલા નજીક આવેલ બોઘરીયાણી ગામની સીમમાં આવેલ નગરપાલિકાનાં ડમ્‍પીંગ સ્‍ટેશનના રોડનાં ખાડામાં ગઈકાલે એક અજાણી આશરે રપથી 30 વર્ષની યુવતી ઉપર કોઈ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી કોઈ અજાણ્‍યા શખ્‍સે ધડથી માથુ અલગકરી નાખી અને માથું સાથે લઈ જઈ અને ધડને ત્‍યાં જ મુકી દઈ હત્‍યા કરી નાખ્‍યાનો બનાવ બનતાં અને માથા વિનાનાં ધડને ઓળખવા માટે સાવરકુંડલા રૂરલ પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવમાં જાણવા          મળતી વિગત મુજબ ગઈ કાલે રાત્રીના સમયે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્‍ટેશનનાં હેડ કોન્‍સ્‍ટેબલ સહિતનો સ્‍ટાફ હાજર રહેલ હોય ત્‍યારે સાવરકુંડલા નગરપાલિકાનાં ચીફ ઓફીસરે ફોનથી જાણ કરેલ હતી કે, બોધરીયાણી ગામની સીમમાં સાવરકુંડલા નગરપાલિકાનાં કચરાનાં ખાડામાં એક લાશ પડેલ છે જે અંગે પોલીસ તપાસમાં જતાં ત્‍યાં નળીયાવાળા શેડની પાસે એક મોટા ખાડામાં ગોદડામાં લપેટાયેલ મહિલાની ધડથી માથું અલગ કરેલ માથા વગરનો મૃતદેહ પડયો હતો. જે મૃતદેહના શરીર ઉપર લીલા કરલરની કુર્તી તથા નીચે સફેદ તથા કાળા કલરની ઉભી લીટીવાળો શર્ટ તથા લીલા કલરની ચોરણી પહેરેલ અંદાજીત30 વર્ષની મહિલા હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળેલ હતું.

મૃતદેહનાં જમણા હાથનાં અંગુઠા પાસે એસએસ તેમજ કલાઈનાં ભાગે એમએસ તથા કાંડાનાં ભાગે કોણીથી નીચે સ્‍ટાર અને તેની બાજુમાં એસ અને તેની નીચે ચોકડી ડીઝાઈનનાં ત્રાજવા ત્રાફાવેલ છે. જયારે ડાબા હાથ ઉપર અંગુઠાની પાસે ભભકાનોભભ અને કાંડાની ઉપર અને કોણીથી નીચે ચોકડીવાળી ડીઝાઈનનાં ત્રાજવાત્રોફાવેલ છે. જયારે ગુપ્‍ત ભાગમાં પણ ગંભીર ઈજાઓ થવા પામેલ હોવાનું તથા આ બનાવ લગભગ ગઈકાલે રાત્રીનાં સમય પહેલા 36 કલાક અગાઉ બન્‍યાનું પ્રાથમિક તારણ છે.

આ બનાવમાં કોઈ આશરે 30 વર્ષની અજાણી મહિલાનું કોઈ અજાણ્‍યા પુરૂષે નિક્ષ્ણ હથિયાર વડે  ગળાનાં ભાગે ઘા કરી ધડથી માથું અલગ કરી અને માથું સાથે લઈ ગયાની ઘટના બનતાં ભારે ચકચાર મચી જવા પામી છે.


બગસરાના નવા ઝાંઝરીયા ગામનાં સરપંચ સહિત 3 વ્‍યક્‍તિતઓ દારૂ પીધેલ હાલતમાં ઝડપાયા

પોલીસે રૂપિયા 7પ હજારનો મુદ્‌ામાલ પણ કબ્‍જે કર્યો

અમરેલી, તા.પ,

અમરેલી એલ. સી. બી. ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સ. ડી.કે.વાઘેલાની રાહબરી નીચે એલ.સી.બી. ટીમ બગસરા પો.સ્‍ટે. વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્‍યાન બાતમી રાહે હકીકત મળેલ કે બગસરા તાલુકાના નવા જાંજરીયા ગામનીસીમમાં કેટલાક ઈસમો દારૂની મહેફિલ માણે છે. તેવી ચોકકસ બાતમી મળતાં બાતમી વાળી જગ્‍યાએ રેઈડ કરતાં (1) પ્રવિણભાઈ પુંજાભાઈ સતાસીયા, (ઉ.વ.33) સરપંચ નવા જાંજરીયા, (ર) હિતેશ કેશુભાઈ સતાસીયા, (ઉ.વ.33) રહે. નવા જાંજરીયા, દારૂની મહેફિલ માણતા દારૂ પીધેલ અને નશો કરેલ હાલતમાં ઝડપાઈ ગયેલ અને તેમને મહેફિલ માટેની સામગ્રી પુરી પાડી મદદ કરતા (3) કિરણભાઈ જયંતિભાઈ મહેતા, (ઉ.વ.રપ) રહે. જુના જાંજરીયા, પણ પકડાઈ ગયેલ હોય તેઓ ત્રણેય વિરૂઘ્‍ધ પ્રોહિબીશન ધારા તળે કાયદેસર કાર્યવાહી કરી પકડાયેલ ઈસમો પાસેથી દારૂની વાસ વાળી ખાલી બોટલ, ખાલી ગ્‍લાસ, વેફરનું ખાલી પેકેટ, મોબાઈલ ફોન નંગ-3, કિં.રૂા. 1પ, 000 તથા પકડાયેલ ઈસમોના મોટર સાઈકલ નંગ-3, કિ.રૂા.60,000 મળી કુલ કિ. રૂા.7પ,000 નો મુદામાલ કબ્‍જે કરી પકડાયેલ ઈસમો તથા કબજો કરેલ મુદામાલ બગસરા પોલીસ સ્‍ટેશનમાં વધુ તપાસ અર્થે સોંપી આપેલ છે.


અમરેલી નજીક ગાવડકાની શેત્રુંજી નદીમાંથી રેતીની ચોરી કરતાં 3 ઝડપાયા

લોડર, ડમ્‍પર મળી કુલ રૂા.7.રપ લાખનો મુદ્યામાલ જપ્‍ત

અમરેલી, તા. પ

અમરેલી તાલુકાનાં ગાવડકા ગામે રહેતાં રાહુલ કરશનભાઈ વાડીયા, સાગર ભાભલુભાઈ ભુતૈયા તથા જાળીયા ગામે રહેતાં વિજય ચતુરભાઈ જાદવ આજે વહેલી સવારે ગાવડકા નજીક આવેલ શેત્રુંજી નદીનાં પટમાંથી ગેરકાયદેસર રીતે ખોદકામ કરી અને વગર રોયલ્‍ટીએ રેતીની ચોરી કરી લોડર વડે ડમ્‍પર ભરતાં હોય, અમરેલી તાલુકા પોલીસે તેમને ડમ્‍પર, લોડર તથા રેતી તથા સાધનો મળી કુલ રૂા.7,રપ,પ00નો મુદ્યામાલ સાથે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


જુના ખીચા ગામે કિડનીની બીમારીથી સાધુનું અગ્નિસ્‍નાન

બીમારીમાં દુઃખાવો સહન ન થતાં પગલું ભર્યુ

અમરેલી, તા. પ

ધારી તાલુકાનાં જુના ખીચા ગામે રહેતાં અને સેવાપૂજા કરતાં ત્રિભોવનદાસ ગુરૂ સચિદાનંદજીને છેલ્‍લા કેટલાંક સમયથી કિડનીની બિમારી હોય, અને છેલ્‍લા 3-4 દિવસથી તેઓને ખૂબ જ દુઃખાવો થતો હોય, જેના કારણે તેઓ મરી જવું છે તેમ કહેતાં હોય, ગઈકાલે રાત્રીના સમયે તેમણે પોતાની મેળે શરીર ઉપર તેલ લગાવી આગ ચાંપી દઈ સળગી જતાં તેઓને સારવાર માટેદવાખાને ખસેડાયેલ જયાં તેમનું મૃત્‍યું થયાનું ધારી પોલીસમાં ઘનશ્‍યામદાસબાપુએ જાહેર કરેલ છે.


સીમરણ ગામે એસ.એસ.સી.ની પરીક્ષામાં નાપાસ થતાં યુવતીએ ઝેરી દવા પીધી

અમરેલી, તા. પ

સાવરકુંડલા તાલુકાનાં સીમરણ ગામે રહેતાં નયનાબેન દેવજીભાઈ માધડ નામની ર0 વર્ષની યુવતિએ અગાઉ બે વખત એસ.એસ.સી.ની પરીક્ષા આપેલ તેમાં નાપાસ થતાં પોતાની ઉપર ગુસ્‍સો આવતો હોય, ખોટા વિચાર આવતાં હોય, ગઈકાલે સીમરણ ગામની સીમમાં વાડીએ જઈ ઝેરી દવા પી લેતાં તેણીને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ છે.


અંતે અમરેલીની બજારોમાં દીપોત્‍સવીપર્વની રોનક

ગરીબ-અમીર સૌ કોઈ દીપોત્‍સવપર્વની ઉજવણીમાં વ્‍યસ્‍ત

અંતે અમરેલીની બજારોમાં દીપોત્‍સવીપર્વની રોનક

સામાન્‍ય રીતે નવરાત્રીથી બજારોમાં રોનક હોય છે આ વખતે છેલ્‍લા દિવસોમાં જોવા મળી

અમરેલી, તા. પ

અમરેલી જિલ્‍લાની બજારોમાં છેલ્‍લા 3 દિવસથી દીપોત્‍સવી પર્વનો ઝગમગાટ જોવા મળી રહૃાો છે અને આગામી બુધવાર સુધી બજારોમાં ગ્રાહકોની અવર-જવર જોવા મળશે.

સામાન્‍ય રીતે નવરાત્રીનાં દિવસોથી જ વેપારીઓ પોતાની દુકાનો-શો-રૂમમાં નવા માલનો ભરાવો કરતાં હોય છે. આખો આસો મહિનો બજારમાં તેજી જોવા મળતી હોય છે. પરંતુ આ વખતે છેલ્‍લા એક અઠવાડીયામાં તેજીનો માહોલ જોવા મળી રહૃાો છે.

નોટબંધી, જીએસટી અને ચાલું વર્ષે દુષ્‍કાળનો માહોલ ઉભો થવાથી નવરાત્રી, દશેરા, શરદપૂનમમાં પણ ઘરાકી જોવા ન મળતાં તેમજ ઓનલાઈન વેપારનું પ્રમાણ વધી જતાં ઓનલાઈન વેપારનું પ્રમાણ વધી જતાં વેપારીઓમાં નિરાશાનો માહોલ ઉભો થયો હતો.

પરંતુ હિન્‍દુ સમાજનો સર્વોત્તમ તહેવાર દીપોત્‍સવી હોવાથી ગરીબ, અમીર સૌ કોઈ આ પર્વની ઉજવણી અંતે તો કરે જ છે. આમ આદમી ઉધાર-ઉછીના કરીને પણ તેનાં પરિવારની ખુશી માટે બનતું બધુ જ કરે છે.

આથી અમરેલી જિલ્‍લાનાં કાપડ, ગારમેન્‍ટ, કટલેરી, ફુટવેર, ફરસાણ, મીઠાઈ, ફટાકડા સહિતનાં વેપારમાં તેજીનો માહોલઉભો થયો છે. અને હવે વેપારીને 30 દિવસનો વેપાર માત્ર એક અઠવાડીયામાં જ કરી લેવાની નોબત આવી છે.

એકંદરે મોડે-મોડે પણ દીપોત્‍સવ પર્વની ઉજવણીનો પ્રારંભ થતાં વેપાર જગતમાં આનંદનો માહોલ ઉભો થયો છે તે હકીકત છે.


બગસરા માર્કેટીંગમાં ભારે રસાકસીભર્યુ 97 ટકા મતદાન : મંગળવારે પરિણામ

બન્‍ને રાજકીય પક્ષો દ્વારા જીતના દાવા કરવામાં આવ્‍યા

અમરેલી, તા.પ

બગસરા માર્કેટીંગ યાર્ડની એક સીટ બિન હરીફ થયા બાદ બાકીની બાર સીટો માટે આજે મતદાન યોજાયું હતું. જેમાં ખેડૂતો અને વેપારીઓ દ્વારા ખુબ જ ઉત્‍સાહથી મતદાન કરવામાં આવ્‍યું હતું. બિનરાજકીય ગણાતા પદને કબ્‍જે કરવા માટે બંને રાજકીય પક્ષો દ્વારા જોર કરવામાં આવ્‍યું હતું.

વિગત અનુસાર બગસરા માર્કેટીંગ યાર્ડમાં આજરોજ ડિરેકટર પદની ચૂંટણી માટેનો મતદાન યોજવમાં આવ્‍યું હતું. તેલીબીયા વિભાગની એક સીટ બિન હરીફ થયા બાદ બાકી રહેલી ખેડૂતો વિભાગની આઠ સીટો તેમજ વેપારી વિભાગની ચાર સીટો માટે આજે સવારે 10 વાગ્‍યાથી મતદાન શરૂ થયું હતું. જેમાં સાંજના પાંચ વાગ્‍યા સુધીમાં ખેડૂત વિભાગમાં 97 ટકા જંગી મતદાન તથા વેપારી વિભાગમાં 9પ ટકા મતદાન નોંધાયું હતું. મતદાન દરમિયાન વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, સાંસદ નારણભાઈ કાછડીયા, ધારાસભ્‍ય જે.વી.કાકડિયા, પુર્વ ધારાસભ્‍ય બાલુભાઈ તંતી યાર્ડના ચેરમેન સહિતના નેતાઓ ચુંટણી સ્‍થળ પર હાજર રહયા હતા. આમ તો સહકાર વિભાગમાં કોઈ પક્ષ હોતો નથી પરંતુ કદાવર નેતાઓની ઉપસ્‍થિતિને કારણે રાજકીય વાતાવરણ પણ ગરમાયું હતું. બને પક્ષો માટે માર્કેટીંગ યાર્ડ ચુંટણી પ્રતિષ્ઠાનો જંગ બની ચુકી હોય બંને પક્ષો દ્વારા માર્કેટીંગ યાર્ડ કબ્‍જે કરવા માટેજોર લગાવવામાં આવ્‍યું હતું. ચુંટણી પૂર્ણ થયા બાદ બંને પક્ષો દ્વારા જીતના દાવા કરવામાં આવ્‍યા હતા. જોકે કાલે આવનારા પરિણામ પરથી કોણ ફાવ્‍યું છે. તેનો આપોઆપ ખુલાસો થઈ જશે.


બાબરા પંથકને અછતગ્રસ્‍ત જાહેર કરવા પ્રબળ માંગ : સરપંચોએ મામલતદારને રેલી સ્‍વરૂપે આવેદનપત્ર પાઠવ્‍યું

સમગ્ર પંથકનાં ખેડૂતો અને સરપંચોએ મામલતદારને રેલી સ્‍વરૂપે આવેદનપત્ર પાઠવ્‍યું

બાબરા પંથકને અછતગ્રસ્‍ત જાહેર કરવા પ્રબળ માંગ

સરપંચોએ હોદ્‌ા પરથી રાજીનામુ આપી દેવાની પણ ચીમકી ઉચ્‍ચારી દીધી

એક મહિનામાં માંગ નહી સ્‍વીકારવામાં આવે તો આક્રમક આંદોલન કરવાની ચીમકી ઉચ્‍ચારી

અમરેલી, તા. પ

બાબરામાં પ7 ગામના સરપંચો ઘ્‍વારા ખેડૂતોના સમર્થનમાં વિશાળ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્‍યું હતું. બાબરા તાલુકાને અછતગ્રસ્‍ત જાહેર કરી રાહત કાર્ય, પશુઓને ઘાસચારો, પાકવીમો તેમજ ખેડૂતોને પાણી આપવા સહિતની માંગણી સાથે વિશાળ પગપાળા રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતું. સાથે તાલુકાના સરપંચો ઘ્‍વારા ચીમકી પણ ઉચ્‍ચારવામાં આવી છે કે, જો રાજય સરકાર એક મહિનામાં ખેડૂતોની માંગણીઓ નહિ સ્‍વીકારે તો જલદ આંદોલન કરવાની ફરજ પડશે તેમજ તાલુકાનાં પ7 ગ્રામ પંચાયતનાં સરપંચો સામુહિક રાજીનામા પણ આપવામાં આવશે.

બાબરામાં ગેબી વિસામે મોટી સંખ્‍યામાં ખેડૂતો અને તાલુકાના સરપંચો ભેગા થયા હતા. તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ વનરાજભાઈ વાળાની આગેવાની હેઠળ અહીં ભવ્‍ય સભા યોજાઈહતી. જેમાં સરપંચો ઘ્‍વારા ખેડૂતોની વિવિધ માંગણીઓ રાજયને સ્‍વીકારવી પડશે તે વાત કરવામાં આવી હતી. અહીં ગેબી વિસામાનાં મહંત શ્રી રાજુબાપુ ઘ્‍વારા ખેડૂતો અને સરપંચોની વિશાળ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્‍થાન કરાવ્‍યું હતું.

બાબરા તાલુકા સરપંચ મહા સંગઠનના પ્રમુખ વનરાજભાઈ વાળાએ આક્રોશ પૂર્વક જણાવ્‍યું હતું કે, બાબરા તાલુકામાં ખૂબ જ ઓછા વરસાદના કારણે દુષ્‍કાળ જેવી સ્‍થિતિનું નિર્માણ થયું છે છતાં રાજય સરકારનાં પેટનું પાણી હલતું નથી. ખેડૂત, મજુર અને માલધારીઓ મુશ્‍કેલીઓમાં મુકાયા છે. અનેકવાર રજુઆત કરવા છતાં રાજયની સરકાર તાલુકાને અછતગ્રસ્‍ત જાહેર કરતી નથી. જો રાજય સરકાર ઘ્‍વારા કોઈ નકકર કાર્યવાહી નહી કરવામાં આવે તો આગામી દિવસોમાં બાબરા તાલુકામાં જલદ આંદોલન કરવાની ફરજ પડશે તેમજ જરૂર પડે તો તમામ ગ્રામ પંચાયતના સરપંચો સામુહિક રાજીનામાં આપતા પણ નહીં અચકાય. બાબરાનાં ગેબી વિસામાથી મામલતદાર કચેરી સુધી મોટી સંખ્‍યામાં ખેડૂતો અને સરપંચો ઘ્‍વારા બેનરો અને સુત્રોચ્‍ચાર સાથે વિશાળ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્‍યું હતું.


દીપોત્‍સવીપર્વ ફરસાણની જમાવટ

               દિવાળીના તહેવારો શરૂ થવા પામેલા છે ત્‍યારે નવા વર્ષમાં મહેમાનોને સત્‍કારવા માટે શહેરના દરેક ઘરમાંઅનેરો થનગનાટ જોવા મળી રહૃાો છે. ત્‍યારે મહેમાનોનાં સ્‍વાગત માટે અમરેલીના ફરસાણ-મીઠાઈના વેપારીઓએ પણ અવનવી વેરાયટીઓ તૈયાર કરી અને બજારમાં મુકી છે. ત્‍યારે શાકમાર્કેટમાં આવેલ ક્રિષ્‍ના ખમણવાળા વેપારીએ દુકાનને ચેવડા-મીઠાઈથી શણગારેલ તસ્‍વીરમાં નજરે પડે છે.


અમરેલીમાં પ્રદેશ કોંગી પ્રમુખ અમિત ચાવડાનું 16 નવેમ્‍બરનાં રોજ આગમન

નવા વર્ષનાં પ્રારંભથી જ લોકસભાની ચૂંટણીનો ધમધમાટ

અમરેલીમાં પ્રદેશ કોંગી પ્રમુખ અમિત ચાવડાનું 16 નવેમ્‍બરનાં રોજ આગમન

લોકસભા બેઠક ભાજપનાં કબ્‍જામાંથી છોડાવવા માટે કાર્યકર્તાઓને માર્ગદશર્નઅપાશે

વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ પણ તેમની ક્ષમતા બતાવી દેવાની તૈયારીઓ શરૂ કરી

અમરેલી, તા. પ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખ અમિત ચાવડા સૌપ્રથમ વખત અમરેલીનાં પ્રવાસે આગામી 16 નવેમ્‍બરનાં રોજ આવી રહૃાા હોય જિલ્‍લા કોંગી પરિવાર ઘ્‍વારા તેમનું ભવ્‍ય સ્‍વાગત કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

પ્રદેશ કોંગી પ્રમુખનાં આગમન પહોેલા 14 અને 1પ નવેમ્‍બરનાં રોજ જિલ્‍લાનાં તમામ પાંચેય કોંગી ધારાસભ્‍યો જિલ્‍લાનાં તમામ તાલુકા મથકોએ સ્‍નેહમિલન કાર્યક્રમ યોજશે અને 16 નવેમ્‍બરનાં રોજ પ્રદેશ કોંગી પ્રમુખ અમરેલી, લીલીયા, સાવરકુંડલા અને ધારીનો પ્રવાસ કરશે અને જિલ્‍લાનાં કોંગી કાર્યકર્તાઓ અને આગેવાનોને લોકસભામાં વિજેતા થવાનો મંત્ર આપશે.

આજે અમરેલી ખાતે વિપક્ષી નેતા પરેશ ધાનાણીની અઘ્‍યક્ષતામાં કોંગી આગેવાનોની બેઠક મળી હતી. જેમાં સંગઠનનાં ક્ષેત્રે ઝડપથી કામગીરી કરવાની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. અને લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતો, બેરોજગાર યુવાનોનાં પ્રશ્‍નો, મોંઘવારી, ભ્રષ્‍ટાચાર સહિતનાં પ્રશ્‍ને ભાજપને ઘેરવાની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી.


લ્‍યો બોલો : ડુંગરનું સરકારી દવાખાનું બીમાર બન્‍યું

એમબીબીએસ તબીબ અને એમ્‍બ્‍યુલન્‍સનો અભાવ

લ્‍યો બોલો : ડુંગરનું સરકારી દવાખાનું બીમાર બન્‍યું

દર્દીનારાયણને દવાઓ પણ આપવામાં આવતી ન હોવાની ફરિયાદ

સામાન્‍ય બીમારીમાં પણ દર્દીઓને રાજુલા સુધી લાંબા થવું પડે છે

ડુંગર, તા. પ

રાજુલાનાં સૌથી મોટા ડુંગર ગામે આવેલ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રમાં તબીબ, દવા અને એમ્‍બ્‍યુલન્‍સનો અભાવ હોવાથી દર્દીનારાયણને મુશ્‍કેલીઓનો સામનો કરવો પડે રહૃાો છે.

એક તરફ સરકાર આયુષમાન યોજનાં અંતર્ગત ગરીબ દર્દીનારાયણનાં આરોગ્‍ય માટે કાર્યવાહી કરવામાં આવતી હોવાની ગુલબાંગો ફેંકે છે. તો બીજી તરફ ડુંગરનાં આરોગ્‍ય કેન્‍દ્રમાં તબીબ, દવા અને એમ્‍બ્‍યુલન્‍સનો સ્‍પષ્‍ટ અભાવ જોવા મળી રહૃાો છે.

આશ્ચર્યજનક બાબત એ છે કે, આરોગ્‍ય કેન્‍દ્રમાં પોસ્‍ટમોર્ટમ રૂમનું તાળુ કયારેય ખોલવામાં આવતું નથી. સામાન્‍ય દવાઓ પણઆપવામાં આવતી નથી અને સામાન્‍ય બીમારીમાં પણ દર્દીઓને રાજુલા મોકલી દેવામાં આવે છે. તો સગર્ભા મહિલાઓને પણ પ્રસુતી કરાવવામાં આવતી નથી.

તદઉપરાંત દવાઓનું વેચાણ બારોબાર થતું હોવાનું અને નિવૃત કર્મચારીઓ અને કર્મચારીઓનાં અભાવે તેમના પરિચીતો ફરજ બજાવતાં જોવા મળી રહૃાાં છે.

એક સમયમાં ધમધમતું ડુંગર ગામનું હોસ્‍પિટલ હાલ માંદગીના બીછાને. ડુંગર ગામના આ હોસ્‍પીટલમાં પર ગામનાં દર્દીઓને દાખલ કરવામાં આવતા હતા પરંતુ રાજકીય આગેવાનોની મેલી મુરાદને કારણે ધીમેધીમે અહિયા એમબીબીએસ સ્‍ટાફ પણ ગાયબ થઈ જવા પામેલ છે. તેમજ રાત્રી દરમિયાન અહીયા કોઈપણ જાતની સારવાર ન મળતાં દર્દીઓ મુશ્‍કેલીમાં મુકાઈ જાય છે. હાલમાં આ પીએચસીમાં દર્દીઓને વર્ષોથી બાટલાઓ પણ અઢાવવામાં આવતા ન હોવાથી ફકત શોભાના ગાંઠીયા સમાન જ રહેવા પામેલ છે. આ પીએચસીમાં લાગતા વળગતાને ખાલી જગ્‍યા માટે લેવામાં આવતા હોવાથી અહીનો સ્‍ટાફ પુરેપુરો પેધી ગયેલ છે અને યોગ્‍ય જવાબ આપવામાં આવતા નથી.


06-11-2018