Main Menu

Sunday, November 4th, 2018

 

ભૈ વાહ : જિલ્‍લાની પાણીની સમસ્‍યા સામે તંત્ર જાગૃત

વહીવટી તંત્ર દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્‍યું

ભૈ વાહ : જિલ્‍લાની પાણીની સમસ્‍યા સામે તંત્ર જાગૃત

લોકસભાની ચૂંટણીનાં દિવસોમાં જ પાણીની સમસ્‍યા ઉભી થવાની હોવાથી સરકારે આળસ ખંખેરી

દરેક ગામડાની જરૂરિયાત પ્રમાણે પાણીની વ્‍યવસ્‍થા કરવામાં આવશે

અમરેલી, તા.3

ઓણસાલ ઓછા વરસાદથી પાણીના તળ ખૂબ જ નીચા ગયા છે. જેથી પીવાના પાણીની સમસ્‍યા આગામી દિવસોમાં વધુ વિકરાળ બને તેવા સમીકરણોને કારણે જિલ્‍લા વહીવટી તંત્રે અત્‍યારથી જ આગોતરૂ આયોજન કરીને ઉનાળામાં પીવાના પાણી માટે 9 કરોડ 90 લાખની રકમનું કન્‍ટીજન્‍સી પ્‍લાન તૈયાર કરી નાખ્‍યો છે.

એક તરફ ઓછા વરસાદથી અત્‍યારથી પીવાના પાણી માટે ગ્રામ્‍ય વિસ્‍તારના લોકો બેડાઓ લઈને હાડમારી ભોગવતા નજરે પડે છે. અમરેલી જિલ્‍લાના 11 તાલુકા મથકોના ગામડાઓમાં પીવાના પાણી સાથે પશુઓ માટે પાણીની સમસ્‍યા મોં ફાડીને સામે દેખાઈ રહી છે. ગામડે ગામડે હાલ પીવાના પાણી માટે ટળવળતી મહિલાઓ એક બેડા પાણી માટે વલખા મારી રહી છે. ત્‍યારે અમરેલી જિલ્‍લામાં પીવાના પાણી માટે જિલ્‍લા વહીવટી તંત્ર દ્વારા 9 કરોડ 90 લાખનો પ્‍લાન તૈયાર કર્યો છે. પણ હાલ તો આખો શિયાળોકાઢવો મુશ્‍કેલ હોવાનું અમરેલી તાલુકાના વડેરાના સરપંચ ભરત પટેલ જણાવી રહયા છે.

શિયાળાની શરૂઆતે પીવાના પાણીની સમસ્‍યા અમરેલી જિલ્‍લામાં દેખાતી હોવાથી વહીવટી તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે 100 બોર, 10 નવા પાણીના કૂવા અને 1પ0 જેટલા ગામડાઓની સ્‍થિતિને નજર રાખીને ટેન્‍કરો દોડાવવાનું આગોતરૂ આયોજન પાણી પુરવઠા બોર્ડ દ્વારા તૈયાર કરી નાખવામાં આવ્‍યો છે. ત્‍યારે અમરેલી જિલ્‍લાના 11 તાલુકામાં કેટલા ગામડાઓમાં તંત્રનું થયું છે આયોજન તે તરફ નજર કરીએ તો..

અમરેલીના ર6 ગામડાઓ માટે 149 લાખ, કુંકાવાવના 11 ગામડાઓ માટે પ8.પ0 લાખ, બગસરાના 18 ગામડાઓ માટે 8ર.પ0 લાખ, ધારીના 17 ગામડાઓ માટે 107 લાખ, ખાંભાના 19 ગામડાઓ માટે 113 લાખ, રાજુલાના રપ ગામડાઓ માટે 147 લાખ, જાફરાબાદના 6 ગામડાઓ માટે 46 લાખ, બાબરાના 9 ગામડાઓ માટે પ9.પ0 લાખ, લાઠીના 6 ગામડાઓ માટે 38.પ0 લાખ, લીલીયાના 7 ગામડાઓ માટે 41 લાખ, સાવરકુંડલાના 31 ગામડાઓ માટે 147 લાખનું આયોજન સાથે કુલ 9 કરોડ 90 લાખનું આયોજન પીવાના પાણી માટે ઉનાળામાં કન્‍ટીજન્‍સી પ્‍લાન પાણી પુરવઠા બોર્ડ દ્વારા તૈયાર કરી નાખ્‍યો છે.


અમરેલી જિલ્‍લામાં ખેડૂતોનાં હિતમાં ભાવાંતર યોજના શરૂ કરો

ખેડૂત સમાજનાં પ્રમુખ ભરતસિંહ અને નરેશ વીરાણીની માંગ

અમરેલી જિલ્‍લામાં ખેડૂતોનાં હિતમાં ભાવાંતર યોજના શરૂ કરો

ખેડૂતોનાં હિતમાં સરકાર કામગીરી નહી કરે તો ખેડૂત આંદોલન કરવાની ચીમકી આપી

અમરેલી, તા. 3

ખેડૂતોની ખેત ઉત્‍પાદન ચીજના ટેકાના ભાવ કેન્‍દ્ર અને રાજય સરકારે જાહેર કર્યા તે બંધ કરાવો અને ખેત ઉત્‍પાદન ચીજને યુઘ્‍ધનાં ધોરણે દિવસે પાંચમા ભાવાંતર યોજનામાં સમાવીને લાગું કરાવો તેમાં વિલંબ કરવામાં આવશે તો ભાવનગર અને અમરેલી જિલ્‍લા ખેડૂત સમાજ બન્‍ને જિલ્‍લાનાં ખેડૂતોને સાથે રાખીને પુરા જોમ સાથે આંદોલન કરશે.હાલ જે ભાવાંતર યોજનાની ખેડૂતો માંગણી કરી રહૃાા છે તે ખૂબ જ વ્‍યાજબી છે અને સરકાર તથા તંત્ર માટે કોઈપણ જાતની ઝંઝટ કે અડચણ વગરની છે. ખેડૂતોને ટેકાના ભાવ આપવામાં દાખલા તરીકે એક મણ શીંગને એક હજાર રૂપિયામાં ખરીદી કરવી પડે છે તેની પાછળ સરકારને ઓછામાં ઓછો એક મણે બારદાન, તોળાઈ, ભરાઈ, ટ્રાન્‍સપોર્ટ ભાડુ, ગોડાઉન ભાડુ, જાળવણી ખર્ચ, અધિકારીનો ખર્ચ, કમીશન વિગેરે પાછળ આશરે પ71 થી પ89 સુધીનો સરકારને ખર્ચ કરવો પડે છે. અને તે શીંગમાં પાછળથી મોટા પાયે ભ્રષ્‍ટાચાર થાય છે અને અંતે તે શીંગ 700થી 7પ0માં ધાક ધમકી અને દબાવીને મોટા મીલરોને અને વેપારીને શીંગ ખરીદી કરવાનાં દબાણ કરાય છે તે સરકાર સારી જાણે છે. છતાં પણ કૃષિમંત્રી ટેકાનાં ભાવનું મધમીઠુ રટણ શા માટે કરે છે તેની ગુજરાતના ખેડૂતોને ખબર પડી ગઈ છે. કારણ કે ભાવાંતર યોજના લાગુ થાય તે ખેત ઉત્‍પાદન ચીજમાં નાણાનો ભ્રષ્‍ટાચાર બીલકુલ બંધ થઈ જાય તેમ છે. તેથી આ ભ્રષ્‍ટાચારી સરકાર અને તંત્ર પવિત્ર ગણાતી ભાવાંતર યોજનાથી દુર ભાગવાના સરકાર કપટી પેતરા રચે છે. કારણ કે ખેડૂતોને ટેકાના ભાવથી ઓછા ભાવ મળે તેટલા જ પૈસા સરકારને ખેડૂતોને આપવાના થાય છે. તેથી સરકારને કરોડો અબજો રૂપિયાનો ફાયદો થવાનો છે છતાં પણ સરકારભાવાંતર યોજના શા માટે અમલમાં નથી લાવતી તે જ ઘણું જાણવા જેવી બાબત છે.

વિશેષમાં ભાવાંતર યોજનાથી સરકાર, સરકારી તંત્ર લેભાગુ વહેપારીઓ અને લૂંટબાજ દલાલો તથા સરકારને ખોળે બેઠેલી કંપનીઓને સીધી રીતેથી સૌ ઉંદર મારીને મીનીબાઈ ચોખ્‍ખા થઈને પાટે બેઠા તેવું જાહેરમાં સરકારને કહેવું પડે તેમ છે. તેથી જ સરકાર ભાવાંતર યોજનાથી ભયભીત છે. માટે યુઘ્‍ધના ધોરણે ભાવાંતર યોજના જાહેર કરો તેમાં વિલંબ કરવામાં આવશે તો ભાવનગર અને અમરેલી જિલ્‍લા ખેડૂત સમાજ દિવાળી પછી બન્‍ને જિલ્‍લાનાં તાલુકે તાલુકે ખેડૂત સભાઓ કરીને જાગૃત્તિ લાવશે અને સરકાર હચમચી જાય તેવા પ્રોગ્રામો આપશે. અને જરૂર પડયે ગુજરાત ખેડૂત સમાજને બોલાવીને ખેડૂતોના અવાજને નગારે ઘા કરીને બુલંદ કરાશે અને સૌરાષ્‍ટ્રની તમામ દુધ ડેરીઓ તથા તમામ માર્કેટીંગ યાર્ડો ભાવાંતર યોજના અમલમાં ન આવે ત્‍યાં સુધી સદંતર બંધ કરાવશું. તેમજ બન્‍ને જિલ્‍લાનાં ખેડૂતો આ વર્ષે હાલમાં ભયંકર યાતના વેઠી રહૃાા છે. તેથી બન્‍ને જિલ્‍લાને દુષ્‍કાળ ગ્રસ્‍ત જાહેર કરો. ખેડૂતોના તમામ લેણા માફ કરો, ખેડૂતોનો પાકવીમો ખેડૂતોના ધિરાણ ઉપર આપવાની પ્રથા બંધ કરાવો અને પાકમાં ગયેલી નુકશાની પ્રમાણે વીમો આપો. આ વર્ષે સમગ્ર સૌરાષ્‍ટ્રમાં વરસાદ આધારીતખેડૂતોનો તમામ પાક નિષ્‍ફળ ગયેલ છે છતાં પણ વીમા કંપનીને છાવરવા સરકાર અને તંત્રએ ખેડૂતોએ સિંચાઈથી પકવેલા પાકનું ક્રોપ કટીંગ કરાવ્‍યું છે. તેથી જ ગુજરાતભરના ખેડૂતો કૃષિ ખાતાને તથા ભારતીય કિસાન સંઘને વીમા કંપની સાથે નાણાના સુવાળા સંબંધો છે તેવી જાહેરમાં ચર્ચાઓ કરી રહૃાો છે. વર્ષોથી સૌરાષ્‍ટ્રના એકપણ જીલ્‍લા કલેકટરે કે મામલતદાર પોતાની ફરજમાં આવતા મેન્‍યુલ પ્રમાણે વરસાદના આંકડા અને અનાવારીની કામગીરી બિલકુલ કરેલ નથી. તેથી જ ખેડૂતો પાયમાલ થઈ રહૃાા છે તેની તપાસ કરાવીને સજા કરાવો તેમજ ખેતીવાડીના વીજ બીલ સદંતર માફ કરો, મીટર પ્રથા રદ કરીને જુના ઉધડા બીલ છે તે નિયમ લાગુ કરાવો. જંગલી પ્રાણી રોજ, ભૂંડ, સિંહ ,દીપડા, રાનીપશુ, રખડતા ઢોર વિગેરેનાં ત્રાસમાંથી ખેડૂતોને મુકત કરવો. જંગલખાતાની જંગલી ત્રાસ આપવાની રીતથી ખેડૂતો, પશુપાલકો ભયભીત છે તે સદંતર બંધ કરાવો. જંગલખાતાને બન્‍ને જીલ્‍લાની એકપણ ઈંચ જમીન અભ્‍યારણ, ટુરીઝમ, ઈકો સેન્‍સેટીવ ઝોન, પર્યટક વિગેરે માટે જમીન આપવી નહી. તેમ છતાંય આપવામાં આવશે તો ખેડૂત સમાજ ઉગ્ર આંદોલન કરશે તેની તમામ જવાબદારી સરકાર તથા જંગલખાતાની રહેશે. ખેત ઉપયોગ તથા સિંચાઈ ઉપયોગી તમામ ચીજમાં ખેડૂતોને 90% સબસીડી કોઈપણ જાતની ઝંઝટવગર પ્રથમથી જ આપો. 196પમાં ખેડૂત ચાર મણ કપાસ અને 8 મણ અનાજ વેચતો તેના પૈસાથી એક તોલુ સોનુ ખરીદી શકાતુ તે પ્રમાણેના કપાસ અને અનાજના ભાવ હાલમાં કરી આપો એટલે બેજ વર્ષમાં દેશ આખામાં ખુશાલી અને વિકાસનું પરિવર્તન આવી જશે તે નકકી છે.

ગુજરાત અને દેશભરનાં ખેડૂતો પાયમાલ થઈને આપઘાત કરી રહૃાા છે. તે ભયંકર અન્‍યાય સામે સુપ્રીમ કોર્ટમાં કિસાન ક્રાંતિ અધિકાર મંચના આગેવાન ભરતસિંહ ઝાલાએ ખેડૂતલક્ષી પોલીસી બનાવવા પીટીશન કરેલ છે. તે બાબતે યુઘ્‍ધના ધોરણે ખેડૂતલક્ષી નીતિ બનાવવા કોર્ટે સરકારને આદેશ કરેલ છે તેનો આજ દિન સુધી સરકારે અમલ કરેલ નથી. સ્‍વામીનાથન કમીશનની સરકારે અમલવારી કરેલ નથી તેથી હાલમાં યુઘ્‍ધાના ધોરણે નાના-મોટા તમામ ખેડૂતોને એક વીઘે 1પ હજાર રૂપિયા આપે તો જ ખેડૂત પોતાના પરિવારનો આ વર્ષે જીવન નિર્વાહ કરી શકે તેમ છે નહી તો ખેતી ભાંગી જશે. ખેડૂતોને આપઘાત કરવા પડશે અને દેશમાં હાહાકાર મચી જશે. માટે આવી વિકટ પરિસ્‍થિતિ ઉભી થતાં પહેલા ઉપરોકત બાબતનો સરકાર યુઘ્‍ધનાં ધોરણે નિર્ણય કરે તેમાં વિલંબ કરવામાં આવશે તો આંદોલનો ફાટી નીકળશે તેવા સંકેતો જણાઈ રહૃાા છે. તેમ ભાવનગર જીલ્‍લાનાં ખેડૂત સમાજના પ્રમુખ વાળા ભરતસિંહ પોપટભા (તરેડી) તથા અમરેલીનાપ્રમુખ નરેશભાઈ વિરાણી વિગેરે આગેવાનોએ મુખ્‍યમંત્રીને પાઠવેલ આવેદનપત્રમાં માંગ કરી છે.


લ્‍યો બોલો : ચલાલાનાં સરકારી દવાખાનામાં એમ્‍બ્‍યુલન્‍સનો અભાવ

જનતાનાં આરોગ્‍યની ચિંતા કરતી ભાજપ સરકારનાં રાજમાં

લ્‍યો બોલો : ચલાલાનાં સરકારી દવાખાનામાં એમ્‍બ્‍યુલન્‍સનો અભાવ

દર્દીનાં પરિવારજનો એમ્‍બ્‍યુલન્‍સની વ્‍યવસ્‍થા કરવામાં રહેતા હોવાથી અકાળે દર્દી મોતને ભેટે છે

સમગ્ર પંથકની પ0 હજાર ઉપરાંતની જનતાનાં હિતમાં એમ્‍બ્‍યુલન્‍સ શરૂ કરવી અત્‍યંત જરૂરી

અમરેલી, તા. 3

ચલાલાનાં બાબપા સીતારામ ગૃપનાં પ્રમુખ અશોકસિંહ તલાટીયાએ રાજયનાં આરોગ્‍યમંત્રીને પત્ર પાઠવીને ચલાલાનાં સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રમાં એમ્‍બ્‍યુલન્‍સની સુવિધા શરૂ કરવાની માંગ કરી છે.

પત્રમાં જણાવેલ છે કે, ચલાલાએ અમરેલી જીલ્‍લાનાં હાર્દસમુ તથા અનેક પર્યટન સ્‍થળોતથા મહાનગરોને જોડતું પવિત્ર યાત્રાધામ છે કે જયાં પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રને ઘણા વર્ષો પહેલાં સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રનો દરજજો મળેલ સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર ચલાલા તથા આજુબાજુના ત્રીસ ગામોના લાખો આબાલ, વૃઘ્‍ધ, અમીર, ગરીબ તથા પ્રસુતા મહિલાઓ સહિત ગંભીર અકસ્‍માત કે ભયંકર રોગચાળો કે કુદરતી પ્રકોપમાં આરોગ્‍ય તથા ભાવી આરોગ્‍ય મેળવવાના કેન્‍દ્રસમા સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રમાં સારવાર લેવા આવતા દર્દીઓને 108 મારફત દવાખાના સુધી પહોંચાડી પ્રાથમિક સારવાર મળ્‍યા બાદ વધુ સારવાર અર્થે અન્‍ય શહેરોમાં સારવાર લેવા જવાના કટોકટીના સમયે આ વિસ્‍તારનાં ઘણા જ અભણ, ગરીબ અને અજાણ દર્દીઓ તથા પ્રસુતા મહિલાઓ કે કોઈ અકસ્‍માતમાં ઘવાયેલ દર્દીઓ એમ્‍બ્‍યુલન્‍સ સેવાના અભાવે ઘણી જ મુશ્‍કેલીનો સામનો કરવો પડે છે. તો કયારેક ઘણા જ આવા દર્દીઓ વાહનની વ્‍યવસ્‍થા કરતાં રહે ત્‍યાં જ પોતાના સ્‍વજનો મરણને શરણ થયાના અનેક કિસ્‍સાઓ પ્રકાશિત    થયા છે.

વધુમાં જણાવેલ છે કે, આ વિસ્‍તારના બે લાખ લોકો તથા હાઈવે પર પસાર થતાં રાહદારીઓને ગંભીર બીમારી, ભયંકર રોગચાળો, આફત કે અકસ્‍માતના કટોકટીના સમયે દર્દીઓને તથા પ્રસુતા મહિલાઓને સુવ્‍યવસ્‍થિત સારવાર મળી રહે તેમજ કોઈના જીવનુ જોખમ ઉભું ન થાય અને આવા અતિ કટોકટીના સમયે માત્ર એકએમ્‍બ્‍યુલન્‍સ કોઈ દર્દીને નવજીવન આપી શકે તેવા પાવન હેતુથી ચલાલા સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રમાં કાયમી એમ્‍બ્‍યુલન્‍સ ફાળવવા અંતમાં માંગ કરેલ છે.


ભાજપ-કોંગ્રેસ ર્ેારા નવા વર્ષે સ્‍નેહમિલન યોજાશે

લોકસભાની ચૂંટણીને લઈને બન્‍ને પક્ષો ર્ેારા તૈયારીઓ શરૂ

ભાજપ-કોંગ્રેસ ર્ેારા નવા વર્ષે સ્‍નેહમિલન યોજાશે

સંઘાણી, કાછડીયા, ઉંઘાડ, વસ્‍તરપરા, રવાણી, દુધવાળા, ધાનાણી, કાકડીયા સહિતના નેતાઓ ર્ેારા કાર્યકરોનો જુસ્‍સો વધારાશે

અમરેલી, તા. 3

અમરેલી જિલ્‍લામાં નવા વર્ષનાં પ્રારંભે જ લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપ-કોંગ્રેસ ર્ેારા સ્‍નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. અને આગામી પાંચ મહિના સુધી બંને પક્ષોનાં કદાવર નેતાઓ કાર્યકરો અને જનતા જનાર્દનની વચ્‍ચે જવા માટે અનેકવિધ કાર્યક્રમો યોજી રહૃાા હોવાનું જાણવા મળેલ છે.

પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ ભાજપનાં તમામ આગેવાનો અને કાર્યકર્તાઓને લોકસભાની ચૂંટણીનાં કાર્યમાં જોડાઈ જવા હાંકલ કરી છે. તો બીજી તરફ રાહુલ ગાંધીએ પણ તમામ કોંગીજનોને તમામ કામપડતા મુકીને કોંગ્રેસને મજબુત બનાવવા અને જનતાની વચ્‍ચે જવા જણાવતાં બન્‍ને પક્ષ ર્ેારા લોકસભાની ચૂંટણીને લઈને શસ્‍ત્રો સજાવવામાં આવી રહૃાા છે.

જે અંતર્ગત ભાજપનાં કદાવર નેતા દિલીપ સંઘાણી, નારણભાઈ કાછડીયા, બાવકુભાઈ ઉંઘાડ, ગોપાલ વસ્‍તરપરા સહિતનાં અનેક આગેવાનો તો બીજી તરફ કોંગી નેતા પરેશ ધાનાણી, જે. વી. કાકડીયા, નવિનચંદ્ર રવાણી, દુધવાળા સહિતનાં દિગ્‍ગજો પણ સ્‍નેહમિલન કાર્યક્રમ યોજી રહૃાાંનું જાણવા મળેલ છે.


ધારીનાં શિક્ષક તેના ઉપર થયેલ બળાત્‍કારની કોશિષની ફરિયાદ રદ્‌ કરવા હાઈકોર્ટ પહોંચ્‍યા

પોલીસનો પંજો શિક્ષક સુધી પહોંચે છે કે કેમ તે જોવું રહૃાું

અમરેલી, તા. 3

ધારીનાં શિક્ષકે અન્‍ય એક શિક્ષિકા પરબળાત્‍કારની કોશિષ કર્યાની ફરિયાદ અમરેલી સીટી પોલીસ સ્‍ટેશનમાં 3 દિવસ પહેલાં નોંધાતાં જિલ્‍લાનાં શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી ગઈ છે.

દરમિયાન આરોપી શિક્ષક હરેશ મકવાણા શિક્ષિકાએ કરેલ ફરિયાદ રદ કરાવવા માટે હાઈકોર્ટ પહોંચ્‍યા હોવાનું જાણવા મળેલ છે. હવે પોલીસ શિક્ષકની ધરપકડ કરવામાં સફળ રહે છે કે શિક્ષક ફરિયાદ રદ કરવામાં         સફળ રહે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.


બગસરા તાલુકાની લૂંટનાં ગુન્‍હામાં નાશતા-ફરતા ર ખૂંખાર આરોપી ઝડપાયા

પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયની સૂચનાથી પોલીસનો સપાટો

બગસરા તાલુકાની લૂંટનાં ગુન્‍હામાં નાશતા-ફરતા ર ખૂંખાર આરોપી ઝડપાયા

અમરેલી, તા.3

અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયે જિલ્‍લાના ગંભીર ગુન્‍હાઓમાં નાશતા ફરતા આરોપીઓ અંગે માહિતી મેળવી તેમને પકડી પાડી તેમના વિરૂઘ્‍ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જિલ્‍લા પોલીસ તંત્રને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સ. ડી.કે. વાઘેલા તથા એલ.સી.બી. ટીમે ગઈ રાત્રીના હામાપુર ગામના પાદરમાંથી બગસરા પોલીસ સ્‍ટેશનના લૂંટના ગુન્‍હામાં નાશતા ફરતા બે ખૂંખાર આરોપીઓ ભૂપત જગુભાઈ વાળા (ઉ.વ.ર9) રહે. સરંભડા તા.જિ. અમરેલી તેમજ પ્રતાપ જગુભાઈ     વાળા (ઉ.વ.ર7) રહે. સરંભડા તા.જિ. અમરેલીની ગત તા.ર/11ના રોજ ર3:4પ વાગ્‍યે અટક કરેલ છે.

આરોપી ભૂતપ જગુભાઈ વાળા વિરૂઘ્‍ધના ગુન્‍હા : બગસરા પોલીસ સ્‍ટેશનમાં ફ.ગુ.ર.નં. ર0/ર018ઈ.પી.કો. કલમ 394, 397, 3ર3, 3ર4, પ04, પ06(ર), 114 તથા જી.પી. એકટ કલમ 13પ મુજબનો ગુન્‍હો તા.ર/પ/18ના રોજ રજિ. થયેલ હોય આ ગુન્‍હાના ફરિયાદી જલુભાઈ ગટુભાઈ વાળા રહે. આંબરડી, તા. ધારી વાળાને આરોપીઓએ ગાળો આપી કહેવા લાગેલ કે અમારા દુશ્‍મનો સાથે શા માટે સંબંધ રાખે છે ? તેમ કહી કાચની બોટલથી માથામાં ઈજા કરેલ અને ફરિયાદીની ડોકમાં પહેરેલ સોનામાં મઢેલ રૂદ્રાક્ષની માળા આશરે ચારેક તોલાની કિંમત રૂા. 1,00,000 (એક લાખની) લૂંટી લીધેલ. તથા ફરિયાદીની નવી સ્‍વીફટ કારના કુહાડીથી કાચ ફોડી ગાડીને નુકશાન કરી ફરિયાદીને પોલીસમાં ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપેલ હતી. જે ગુન્‍હામાં આરોપી ભૂપત જગુભાઈ વાળા પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાશતો ફરતો હતો. આ ઉપરાંત અમરેલી તાલુકા પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. 7પ/ર017 ઈ.પી.કો. કલમ 3પ4, 3પ4 બી, 386, 448, પ06(ર), પ07, 114, જી.પી. એકટ 13પ, એટ્રોસીટી એકટ કલમ 3(1) ઈ 3(1) ડબલ્‍યુ 3(ર) પ (એ) મુજબના છેડતી અને બળજબરીથી રૂપિયાની માંગણી તથા ફરિયાદ નહીં કરવા ધમકી અને એટ્રોસીટી મુજબનો ગુન્‍હો તા.1ર/8/17ના રોજ રજિ. થયેલ હતો.

આરોપી પ્રતાપ જગુભાઈ વાળા વિરૂઘ્‍ધના ગુન્‍હા : બગસરા પોલીસ સ્‍ટેશનમાં ફ.ગુ.ર.નં. ર0/ર018ઈ.પી.કો.કલમ 394, 397, 3ર3, 3ર4, પ04, પ06(ર), 114 તથા જી.પી. એકટ 13પ મુજબનો ગુન્‍હો તા.ર/પ/18ના રોજ રજિ. થયેલ હોય જે ગુન્‍હાના કામે આરોપી પ્રતાપ જગુભાઈ વાળા પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાશતો ફરતો હતો. બગસરા પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. ર7/ર01પ ઈ.પી.કો. કલમ 394, પ04, પ06(ર), 114, જી.પી. એકટ કલમ 13પ મુજબના ગુન્‍હાનો તા.1પ/7/1પના રોજ રજિ. થયેલ હોય આ ગુન્‍હાના ફરિયાદી વશરામભાઈ રૈયાભાઈ બતાડા રહે. આંબરડી, તા. ધારી વાળાના દૂધના વેપારના રૂા. 48,1પ0 લૂંટી લઈ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. અમરેલી તાલુકા પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. 7પ/ર017 ઈ.પી.કો. કલમ 3પ4, 3પ4 બી, 386, 448, પ06 (ર), પ07, 114, જી.પી. એકટ 13પ, એટ્રોસીટી એકટ કલમ 3(1) ઈ, 3(1) ડબલ્‍યુ, 3(ર)પ(એ) મુજબના છેડતી અને બળજબરીથી રૂપિયાની માંગણી તથા ફરિયાદ નહીં કરવા ધમકી અને એટ્રોસીટીના ગુન્‍હામાં પ્રતાપ જગુભાઈ વાળા છેલ્‍લા એક વર્ષથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાશતો ફરતો હતો.


જાફરાબાદ તાલુકા પંચાયતનાં શાસકો સામે ભ્રષ્‍ટાચારનો આક્ષેપ

વિપક્ષી નેતા ભાજપી મનુભાઈ વાજાએ કર્યો

જાફરાબાદ તાલુકા પંચાયતનાં શાસકો સામે ભ્રષ્‍ટાચારનો આક્ષેપ

સામાન્‍ય સભામાં ભાજપી અને કોંગી સદસ્‍યોએ બહિષ્‍કાર કરતાં સ્‍થાનિક રાજકારણ ગરમાયું

અમરેલી, તા. 3

ગ્રામ્‍ય વિસ્‍તારનાં વિકાસની વિશેષ જવાબદારી તાલુકા પંચાયતની હોય છે અને તાલુકા પંચાયતનાં શાસકો વિકાસકાર્યો કરવાનાં નામે સ્‍વ વિકાસ કરે તો મામલો અતિ ગંભીર બની જાય છે. અને આવી ઘટના પ્રકાશમાં આવી છે જિલ્‍લાનાં અતિ પછાત વિસ્‍તાર ગણાતા જાફરાબાદ પંથકમાંથી. જાફરાબાદ તાલુકા પંચાયતમાં કુલ 16 સદસ્‍યો છે અને હાલ કોંગી સદસ્‍યોસત્તા સ્‍થાને બેઠા છે. અને તેઓ સમગ્ર પંથકનો વિકાસ કરવાને બદલે સ્‍વવિકાસમાં રચ્‍યાપચ્‍યા રહેતાં હોય તાલુકા પંચાયતનાં કોંગ્રેસ અને ભાજપનાં 13 જેટલા સદસ્‍યોએ આજે યોજાયેલ સામાન્‍ય સભાનો બહિષ્‍કાર કરતાં સ્‍થાનિક રાજકારણ ગરમાયું છે. અને સમગ્ર પંથકનાં વિકાસકાર્ય અટકી પડયા છે.


સગીરાને ભગાડી જનાર આરોપીની જામીન અરજી ફગાવતી એડી. સેશન્‍સ કોર્ટ

અમરેલી, તા.3

ભાવનગર જિલ્‍લાના જેસર તાલુકાના અયાવેજ ગામે રહેતા દેવો ઉર્ફે દેવરાજ મધુભાઈ મકવાણા નામના શખ્‍સે ગત તા.ર3/4/1પના રાત્રે સગીરાને લલચાવી ફોસલાવી વાલીપણામાંથી ભગાડી ગયેલ અને જે તે સમયે પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તે આરોપીની અટકાયત કરી જેલ હવાલે કરતાં તેઓએ જામીન ઉપર મુકત થવા અરજી કરતા એડી. સેશન્‍સ જજશ્રી એન.પી. ચૌધરીએ જામીન અરજી નામંજૂર કરેલ છે.


વાવડી ગામે બોલેરા-બાઈક વચ્‍ચે અકસ્‍માત થતાં તરૂણીનો ભોગ લેવાયો

પ્રથમ ચિત્તલ વધુ સારવાર માટે અમરેલી ખસેડાયેલ

અમરેલી, તા.3

બાબરા તાલુકાના મીયા ખીજડીયા ગામે રહેતા જયસુખભાઈ હમીરભાઈ મકવાણા નામના ર6 વર્ષીય યુવક ગઈકાલે સાંજે પોતાના હવાલા વાળા મોટર સાયકલ લઈ અમરેલી આવી રહયા હતા ત્‍યારે તેઓ વાવડી ગામ પાસેથી મોટર સાયકલ લઈને ઉભા હતા ત્‍યારે બોલેરાનંબર જી.જે.14 ડબલ્‍યુ. પપ88ના ચાલકે હડફેટે લઈ પાછળ બેઠેલ તરૂણીને ગંભીર ઈજાઓ કરી મોત નિપજાવેલ હતું.


આલે લે : લાઠીનાં ઈંગોરાળા ગામનાં સરપંચ ગાયબ થઈ જતા ચકચાર

વિકાસકાર્યોનાં નાણાં મંજૂર ન થતાં નાશીપાસ

આલે લે : લાઠીનાં ઈંગોરાળા ગામનાં સરપંચ ગાયબ થઈ જતા ચકચાર

સ્‍થાનિક પોલીસે સરપંચની શોધખોળ શરૂ કરી

અમરેલી, તા.3

લાઠી તાલુકાના ઈંગોરાળા ગામે રહેતા અને સરપંચ તરીકે સેવા આપતા દિનેશભાઈ ભીમજીભાઈ જસાણી નામના પ0 વર્ષીય સરપંચે ગામના આંગણવાડી તથા પુર સંરક્ષણની દિવાલનું કામ કરેલ હોય, જે કામના રૂા. 7 લાખ જેટલા ગ્રાન્‍ટના નાણાં બાકી હોય, જે પૈસા મંજૂર થયેલ ન હોય, જેથી કરેલ બાંધકામના માલસામાન બાકી લાવેલ હોય તે વેપારીઓ પૈસા માટે તેમના ઘરે ધકકા ખાતા હોય, અને તાલુકા પંચાયતમાંથી પૈસા મંજૂર થતા ન હોય, જેના કારણે તેઓ ગત તા.1નાં રોજ પોતાનું મોટર સાયકલ લઈ કોઈને કહયા વગર જતા રહયાનું લાઠી પોલીસમાં જાહેર થવા પામેલ છે.


જિલ્‍લા કોંગ્રેસનો કકળાટ પ્રદેશ કાર્યાલય સુધી પહોંચ્‍યો

સાવરકુંડલા તાલુકા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ દીપક માલાણીએ કર્યો હલ્‍લાબોલ

જિલ્‍લા કોંગ્રેસનો કકળાટ પ્રદેશ કાર્યાલય સુધી પહોંચ્‍યો

સાવરકુંડલા માર્કેટયાર્ડની ચૂંટણીમાં કોંગી ધારાસભ્‍યએ ભાજપનાં પૂર્વ ધારાસભ્‍યને સમર્થન કર્યાનો આક્ષેપ

પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય સામે નારાજ કોંગીજનોએ પ્રતિક ધરણા કરતાં રાજકીય હંગામો

અમરેલી, તા. 3

સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસને મજબુત કરવાની જવાબદારી રાહુલા ગાંધીએ જેને સોંપી છે તેવા વિપક્ષી નેતા પરેશ ધાનાણીનાં વતનસમા અમરેલી જિલ્‍લામાં જ કોંગ્રેસપક્ષની હાલત અતિ નાજુક બની રહી છે અને આજે નારાજ કોંગીજનોએ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય સામે પ્રતિક ધરણા કરીને વિપક્ષી નેતા તેમજ સાવરકુંડલાનાં ધારાસભ્‍ય સામે નારાજગી વ્‍યકત કરતાં રાજકીય ગરમાવો ઉભો થયો છે.

વિગત એવા પ્રકારની છે કે, સાવરકુંડલા તાલુકાનાં પૂર્વ કોંગી પ્રમુખ દીપક માલાણીએ તાજેતરમાં સાવરકુંડલા માર્કેટયાર્ડમાં 14 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા અને સામે ભાજપનાં પૂર્વ ધારાસભ્‍ય        કાળુભાઈ વીરાણીનાં ઉમેદવારો હતા.

જે ચૂંટણીમાં સાવરકુંડલાનાં કોંગી ધારાસભ્‍ય પ્રતાપ દુધાતે કોંગી આગેવાન દીપક માલાણીને મદદ કરવાને બદલે ભાજપનાં પૂર્વ ધારાસભ્‍યનાં ઉમેદવારોને વિજેતા બનાવવાનો નિષ્‍ફળ પ્રયાસ કર્યોહતો અને કોંગી ધારાસભ્‍યને વિપક્ષી નેતા પરેશ ધાનાણીનું સમર્થન હોવાનો ચોંકાવનારો આક્ષેપ દીપક માલાણીએ કર્યો છે.

તેઓએ જણાવ્‍યું હતું કે, અમરેલી જિલ્‍લા કોંગ્રેસમાં પરિવાર વાદ શરૂ થયો હોવાથી પ્રદેશ કોંગી આગેવાનોનું ઘ્‍યાન દોરવા માટે તેઓ પ્રદેશ કોંગી કાર્યાલય સામે પ્રતિક ધરણા કર્યા હતા અને પ્રદેશ પ્રમુખને આવેદનપત્ર પાઠવવા માટે તેઓ કાર્યલયમાં અંદર જતાં તેઓને અટકાવવામાં આવ્‍યા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

દીપક માલાણી સાથે અનેક કોંગીજનોએ પણ પ્રતિક ધરણા કરીને કોંગી ધારાસભ્‍યની કાર્યશૈલી સામે નારાજગી વ્‍યકત કરી હતી અને આગામી દિવસોમાં નવી દિલ્‍હી ખાતે પણ પ્રતિક ધરણા કરીને અમરેલી જિલ્‍લામાં ચાલતી કોંગ્રેસની જુથબંધીનો પર્દાફાશ કરવાની તૈયારી શરૂ કરી હોવાનું જાણવા મળેલ છે.

અત્રે એ ઉલ્‍લેખનીય છે કે, સાવરકુંડલાનાં કોંગી ધારાસભ્‍ય પ્રતાપ દુધાત 10 મહિનામાં જ મતદારોથી વિમુખ થઈ ગયા છે. તેઓ ખેડૂતો, ગરીબો, બેરોજગાર યુવાનો, નાના-મોટા વેપારીઓનાં હિતમાં હજુ સુધી કોઈ નકકર કામગીરી કરી શકયા નથી. સમગ્ર પંથકનાં વિકાસકાર્યો આગળ વધતા ન હોય મતદારોમાં છેતરપીંડી થઈ રહૃાાંની લાગણી ઉભી થઈ રહી હોય. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને સાવરકુંડલા વિસ્‍તારમાં મોટું નુકશાન થવાની પણશકયતાઓ જોવા મળી રહી છે.


પૂજય મોરારીબાપુએ તેમના શિક્ષકને વ્‍યાસપીઠ પાસે બોલાવી આશીર્વાદ લીધા

ધારી, તા. 3

તલગાજરડા મુકામે ચાલી રહેલી ત્રિભુવન માનસ કથાનાં સાતમા દિવસે બાપુએ શિક્ષણને પણ ત્રિભુવન યજ્ઞ ગણી બધાને આ યજ્ઞમાં જોડાવા હાકલ કરી સાક્ષરતાનો ઉમદા સંદેશ પાઠવ્‍યો હતો. તેમજ પૂજય મોરારીબાપુ જેમની પાસે ભણ્‍યા હતાં તે ગુરુજીને વ્‍યાસપીઠ પર બોલાવી પૂજય બાપુએ એક શિક્ષકનું નહીં પણ શિક્ષણ જગતનું સન્‍માન કર્યુ હતું. મારી દ્રષ્‍ટિએ આ ઉત્તમ પ્રેરણાદાયી પ્રસંગની ત્રિભુવનની વ્‍યાખ્‍યા કરૂ તો વાલી, વિદ્યાર્થી અને શિક્ષકનો ત્રિભુવન ત્રિવેણી સંગમ એક મેકમાં નેક રહે. બીજો અર્થ વાલી, શિક્ષક અને સરકાર વિદ્યાર્થીને જ ત્રિભુવન મંદિરનાં ભગવાન સમજે, ત્રીજો અર્થ ત્રણ ભુવનમાંથી જે ભુવનમાં ભણવું હોય તેમાં ભણવા દો. સાયન્‍સ,કોમર્સ, અને આર્ટસ ગમે તે ભણે પણ ભણ્‍યા પછી સત્‍ય, પ્રેમ, કરુણાને ભૂલતા નહીં, ચોથો અર્થ ત્રિભુવન વિદ્યા એટલે ભણ્‍યા પછી ત્રિભુવન એટલે કે કુટુંબ, પરિવાર ને દેશની સેવામાં રત રહેજો, પાંચમો અર્થ એટલે પંચ કહે તું ભણ્‍યો પણ ગણ્‍યો નહીં તે સૂત્ર આપણાંમાં ન આવે.


સુરતમાં અલ્‍પેશ કથીરીયાનાં સમર્થનમાં મહિલાઓ મેદાનમાં આવી  

              પાટીદાર અનામત આંદોલન સુરતના કન્‍વીનર અલ્‍પેશ કથીરીયાની રાજદ્રોહના કેસમાં અમદાવાદથી ધરપકડ કરીને હાલ સાબરમતી જેલમાં છે. જેઓની જેલમુકિતને લઈને વારંવાર કાર્યક્રમો પાસ દ્વારા થતા હોય છે. પણ આજે અલ્‍પેશની જેલ મુકિત માટે સુરતના મહિલા મંડળે ઝુંબેશ ચાલુ કરી છે. મહિલા મંડળે ઝરણા વિરાણી દ્વારા અલ્‍પેશની જેલ મુકિતને લઈને એક જબરદસ્‍ત રંગોળીના રૂપમાં અલ્‍પેશનું ચિત્ર દોરાવ્‍યું અને મુખ્‍ય અતિથિ તરીકે અલ્‍પેશના માતુશ્રીને બોલાવીને સત્‍સંગ રાખવામાં આવ્‍યો અને સત્‍સંગ દરમિયાન મીડિયા દ્વારા નીતાબેન વિરાણીએ કહયું કે સરકાર અમારા પાટીદાર સાવજ એવા અલ્‍પેશભાઈને ખોટા કેસમાં જેલમાં પુરીને અમારી જે દિવાળીબગાડી છે તે બાબતે અમે સરકારની ર019ની ચૂંટણીને ઘ્‍યાનમાં રાખીને તેઓની હોળી બગાડીશું. પાટીદાર સમાજ અલ્‍પેશની જેલ મુકિત થશે ત્‍યારે જ દિવાળી મનાવશે. સરકારને ર019માં જીવિત રહેવું હોય તો અલ્‍પેશની જેલ મુકિત વગર સરકાર પણ જીવિત રહી શકશે નહીં. આજ સુરતના ખોડીયાર નગરમાં સત્‍સંગનો કાર્યક્રમ થયો છે તે એક માત્ર ટેલર છે પણ આગામી 19 તારીખે અલ્‍પેશ બહાર નહીં આવે તો આખા ગુજરાતમાં મહિલા મોરચો નીકળશે અને અલ્‍પેશની જેલ મુકિત માટે ગામડે ગામડે જેલ મુકતની ઝુંબેશ ચાલશે તેવું ખોડીયાર નગરના નિવાસી નીતાબેન વિરાણીએ નિવેદન આપ્‍યું હતું.


ધારી ગીર પૂર્વ વિસ્‍તારમાં ગેરકાયદેસર ધમધમતી હોટેલ-રેસ્‍ટોરન્‍ટને બંધ કરવાની કાર્યવાહી શરૂ

કલેકટર આયુષ ઓકે જવાબદાર તંત્રને આપી સૂચના

ધારી ગીર પૂર્વ વિસ્‍તારમાં ગેરકાયદેસર ધમધમતી હોટેલ-રેસ્‍ટોરન્‍ટને બંધ કરવાની કાર્યવાહી શરૂ

બિલાડીનાં ટોપની જેમ ફૂટી નીકળેલ હોટેલ સંચાલકોમાં ફફડાટ

અમરેલી, તા. 3

અમરેલી જિલ્‍લાનાં ધારી વિસ્‍તારમાં ઈકો ઝોનની કડક અમલવારી કરવા કલેકટર આયુષ ઓકે સૂચના આપી હતી. ધારી-બગસરા પ્રાંત અધિકારી ઓઝા તેમજ ધારી તાલુકાનાં મામલતદાર અને પોલીસ સબ ઈન્‍સ્‍પેકટરએ, ધારી ગીર પૂર્વ વિસ્‍તારનાં અંદાજે 10 કિ.મી.માં ગેરકાયદે ચાલતી હોટેલ-રેસ્‍ટોરન્‍ટને બંધ કરવા કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્‍લેખનીય છે કે, ગુજરાત પોલીસ અધિનિયમ-33ની મુજબ લાયસન્‍સ તથા વન અને પર્યાવરણ વિભાગનું એન.ઓ.સી. ધરાવતા હોવાની નકલ, બિનખેતી અંગેનાં આધાર-પુરાવા રજૂન કરનાર હોટલ-રેસ્‍ટોરન્‍ટ સામે આ અંગેની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.


બાબરાનાં માર્કેટયાર્ડમાં મગફળીનાં વેચાણની નોંધણી શરૂ

              બાબરામાં માર્કેટીંગ યાર્ડમાંટેકાનાં ભવે મગફળીની ખરીદીનું રજિસ્‍ટ્રેશન કરવામાં આવી રહૃાું છે. મામલતદાર એન. કે. ખીમાણીનાં સીધા દેખરેખ હેઠળ અહીં ખેડૂતો શાંતિ પૂર્ણ માહોલમાં પોતાની મગફળીનું રજિસ્‍ટ્રેશન કરી રહૃાા છે. માર્કેટીંગયાર્ડમાં મગફળીનું રજિસ્‍ટ્રેશન અત્‍યાર સુધીમાં 400 થી પણ વધુ રજિસ્‍ટ્રેશન થઈ રહૃાું છે. ત્‍યારે લાઠી બાબરાનાં ધારાસભ્‍ય ર્ેારા ખરીદ સેન્‍ટરની મુલાકાત કરી કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું. ત્‍યારબાદ ઉપસ્‍થિત ખેડૂતોની રજૂઆત જાણી હતી. મગફળીની ખરીદી અને રજિસ્‍ટ્રેશન પારદર્શી થય તેમજ ખેડૂતોને કોઈ મુશ્‍કેલીઓ ન પડે તેની પૂરતી કાળજી લેવા જરૂરી સૂચનાઓ પણ જવાબદાર તંત્રને આપવામાં આવી હતી. બાબરામાં માર્કેટીંગયાર્ડમાં ત્રણ દિવસથી રાજય સરકાર ર્ેારા ટેકાનાં ભાવે નિગમ ર્ેારા મગફળીની ખરીદી માટે ખેડૂતોનું રજિસ્‍ટ્રેશન કરવામાં આવી રહૃાું છે. પ્રથમ દિવસ દરમિયાન વારો લેવાં બાબતમાં ખેડૂતો ર્ેારા ભારે હલોબોલ કરવામાં આવ્‍યો હતો અને જિલ્‍લા કલેકટર ર્ેારા પ્રાન્‍ત અધિકારીને બોલાવી મામલો થાળે પાડવાની નોબત આવી હતી. કાયદો વ્‍યવસ્‍થાની જાળવણી માટે પૂરતો પોલીસ બંદોબસ્‍ત પણ જાળવવાની ફરજ પડી હતી. પણ હવે મામલતદાર એન. કે. ખીમાણી ર્ેારા પૂરતા કોમ્‍પ્‍યુટર ઓપરેટ અને ટોકન પઘ્‍ધતિ અપનાવતા તમામ ખેડૂતોનો વારો ક્રમશ આવી રહૃાો છે અનેખેડૂતો પોતાનું નામ શાંતિપૂર્ણ રીતે રજિસ્‍ટ્રેશન કરી સંતોષ વ્‍યકત કરી રહૃાા છે.


સોમનાથ મંદિરે ધનતેરસથી નૂતનવર્ષ સુધી યાત્રીકો માટે વિશેષ આયોજન

સોમનાથ ટ્રસ્‍ટ ર્ેારા સુંદર આયોજન

સોમનાથ મંદિરે ધનતેરસથી નૂતનવર્ષ સુધી યાત્રીકો માટે વિશેષ આયોજન

યાત્રીકોની સંગાથે દીપોત્‍સવ પર્વની થશે ઉજવણી

સોમનાથ, તા. 3

પ્રથમ જયોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવના સાનિઘ્‍યે ભકતજનો મોટી સંખ્‍યામાં વર્ષની શરૂઆત ઉર્જા પ્રાપ્‍ત કરવા મહાદેવનાં આશિર્વાદ પ્રાપ્‍ત કરવા પહોંચતા હોય છે. સોમનાથ મંદિર ટ્રસ્‍ટ ર્ેારા ભકતોનાં ઘસારાને પહોંચી વળવા માટે સુરક્ષા તેમજ શાંતીપૂર્ણ દર્શન થાય તેવા હેતુસર પોલીસ પ્રશાસન વહિવટી તંત્ર સાથે સંકલન કરી વિવિધ વ્‍યવસ્‍થાઓ ગોઠવવામાં આવે છે. અતિથિગૃહમાં રોકાતા યાત્રીકો માટે પણ દીપાવલીના તહેવારોમાં જોડાઈ શકે તે માટે દીપોત્‍સવનું વિશેષ આયોજન કરવામાં આવેલ છે.

આવનારા યાત્રીકોને ઉત્‍સવો યાદગાર અને ઉર્જા પ્રદાન કરનાર બની રહે તે માટે દરવર્ષે એક વિશેષ દીપાવલી મહોત્‍સવ તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે તા.પ નવેમ્‍બરથી શરૂ થયેલ દિપાવલી મહોત્‍સવમાં શ્રી સોમનાથ મંદિર ખાતે ધનતેરસથી નૂતનવર્ષ સુધી દરરોજ વિશેષ શૃંગાર, સાંજન દીપમાલીકા ગર્ભગૃહ તથા નૃત્‍યમંડપમાં સાથે    રંગોળી કરવામાં આવશે.

તા.0પ ના ધનતેરસનાં દિવસે માસીક શિવરાત્રી નિમિતેરાત્રે 10 કલાકે જયોતપૂજન, રાત્રે 11 કલાકે મહાપૂજન અને રાત્રે 1ર કલાકે મહાઆરતી યોજાશે. તેમજ ધનતેરસ પર્વે મંદિર દર્શનાર્થીઓ માટે રાત્રે 1 વાગ્‍યા સુધી ખુલ્‍લુ રહેશે.

તા.06ના કાળી ચૌદશ નિમિતે દીપમાળાનું આયોજન કરવામાં આવશે, તા.07ના દીપાવલીનાં દિવસે વિશેષ         દીપમાળાનું આયોજન કરવામાં આવશે. લક્ષ્મીપૂજન તથા ચોપડા પૂજન સાંજે 07-30 થી 08-30 દરમ્‍યાન કરવામાં આવશે. જેમાં વેપારીઓ તેમજ ભકતો પણ પોતાના ચોપડાનું પૂજન કરાવી પૂજામાં જોડાઈ શકશે. તા.08 ના નૂતન વર્ષના પ્રારંભે પ્રાતઃઆરતીમાં વિશ્‍વકલ્‍યાણ તેમજ વિશ્‍વશાંતી માટે શ્રી સોમનાથ મહાદેવને યાચના કરવામાં અવશે. સાંજે 4 થી 6 શ્રી સોમનાથ મંદિર, શ્રી રામ મંદિર, શ્રી ગીતા મંદિર, શ્રી લક્ષ્મીનારાયણ મંદિર, શ્રી ભાલકા મંદિર ખાતે અન્‍નકૂટ દર્શનનું વિશેષ આયોજન કરવામાં આવશે. શ્રી સોમનાથ ટ્રસ્‍ટના અતિથિગૃહો ખાતે આવતા યાત્રીઓ દીપોત્‍સવનો લાભ લઈ શકે તે માટે ફટાકડા, રોશની સહીતથી ઉર્જાનો ઉત્‍સવ દીપાવલી ઉજવાય તે પ્રકારનું વિશેષ આયોજન કરવામાં આવેલ છે. દીપોત્‍સવ પર્વે સોમનાથ દાદાના દર્શન અને કૃષ્‍ણકૃપા પ્રાપ્‍ત કરવા શ્રી સોમનાથ મંદિર ટ્રસ્‍ટનું જાહેર નિમંત્રણ છે.


04-11-2018