Main Menu

Saturday, November 3rd, 2018

 

બાબરામાં આગામી સોમવારે ખેડૂતો અને સરપંચોની રેલી યોજાશે

સમગ્ર તાલુકાનાં સરપંચોની બેઠક યોજાઈ

બાબરામાં આગામી સોમવારે ખેડૂતો અને સરપંચોની રેલી યોજાશે

અછતગ્રસ્‍તની માંગ મજબુત કરાશે

બાબરા, તા.ર

બાબરા તાલુકામાં ઓછા વરસાદના કારણે દુષ્‍કાળગ્રસ્‍ત જેવી સ્‍થિતિનું નિર્માણ થયું છે. ખેડૂતોને પાકમાં નુકશાની વેઠવી પડી રહી છે. તેમજમાલધારીઓને ઘાસચારોની ભારે મુશ્‍કેલીઓ પડી રહી છે. ત્‍યારે તાલુકા સરપંચોની એક બેઠક બાબરા ખાતે મળી હતી જેમા મોટી સંખ્‍યામાં સરપંચો ઉપસ્‍થિત રહયા હતા.

બાબરા તાલુકાને અછતગ્રસ્‍ત જાહેર કરો, પાક વિમાની ચુકવણી કરો તેમજ માલધારીઓને રાહતદરે ઘાસચારા આપવામાં આવે તેવી વિવિધ માંગણી સાથે આજે તાલુકાનાં સરપંચોની બેઠક યોજાઈ હતી જેમાં આગામી પાંચ તારીખે વિવિધ કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં બાબરામાં મોટી સંખ્‍યામાં ખેડૂતો અને સરપંચો ઉપસ્‍થિત રહી રેલી સ્‍વરૂપે મામલતદારને આવેદનપત્ર આપી રજુઆત કરી છે.


અમરેલી અને વડીયાની પરિણીતાને શારીરિક-માનસિક ત્રાસ મળતા ફરિયાદ

અમરેલી, તા. ર

બોટાદ ગામે રહેતા અને હાલ વડીયા ગામે રહેતાં રૂબીનાબેન ઈમરાનભાઈ હિંગોરા નામની ર4 વર્ષીય પરિણીતાને કરીયાવર બાબતે મેણા-ટોણા મારી અન્‍ય લોકોની ચડામણીથી ઈમરાન બશીરભાઈ હિંગોરા, બશીર નુરમદભાઈ હિંગોરા વિગેરે 6 જેટલા લોકોએ તેણીનાં માવતરેથી રૂા. પ0 હજાર લાવવાનું કહી ગાળો આપી પહેરેલ કપડે કાઢી મુકતા આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

જયારે અમરેલીનાં મોટા ખાટકીવાડમાં અહેતા અમીનાબેન બાબુભાઈ ભાડુલા નામના 30 વર્ષીય પરિણીતાને તેણીનાં પતિ બાબુભાઈએ ગત તા. ર9/10નાં દુઃખ ત્રાસ આપવાની ના પાડતાં પતિએ પત્‍નિને છરીનો એક ઘા મારવા જતાં હાથના ભાગે ઈજા થવા પામી છે.


સાવરકુંડલા ચોકડી પાસેથી ગેરકાયદેસર રેતી ભરેલ ટ્રેકટર સાથે ર ઝડપાયા

રૂા.3 લાખ ઉપરાંતનો મુદ્યામાલ કબ્‍જે લીધો

અમરેલી, તા.

અમરેલીનાં સાવરકુંડલા રોડ ઉપર રહેતાં ગોવિંદભાઈ માયાભાઈ વાંકીયા તથા ફતેપુર ગામે રહેતાં ગુણવંત ઉર્ફે ગુણો બાધાભાઈ રાણાવડીયા આજે સવારે 6 કલાકે પોતાના હવાલાવાળા ટ્રેકટરમાં ગેરકાયદેસર રીતે અને રોયલ્‍ટી ભર્યા વગર રેતી ટન આશરે 8 ટન તથા બે ટ્રેકટર મળી કુલ રૂા.3,04,000નાં મુદ્યામાલ સાથે મળી આવતાં અમરેલી તાલુકા પોલીસે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.


સાવરકુંડલાનાં કોંગી આગેવાન માલાણીને યાર્ડની ચૂંટણીમાં સાવરકુંડલા અને લાઠીનાં કોંગી ધારાસભ્‍યોએ કર્યા પરેશાન

પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય સામે કોંગી નેતા કરશે પ્રતિક ધરણા

સાવરકુંડલાનાં કોંગી આગેવાન માલાણીને યાર્ડની ચૂંટણીમાં સાવરકુંડલા અને લાઠીનાં કોંગી ધારાસભ્‍યોએ કર્યા પરેશાન

ભાજપનાં ઉમેદવારને વિજેતા બનાવવાનો પ્રયાસ કર્યાનો આક્ષેપ

અમરેલી, તા.

સાવરકુંડલા પંથકમાં શકિતશાળી કોંગી આગેવાન દિપક માલાણીએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને વેદનાપત્ર પાઠવેલ છે.

પત્રમાં જણાવેલ છે કે, હુંસાવરકુંડલા તાલુકા અને અમરેલી જિલ્‍લાનો અદનો સક્રિય કોંગ્રેસ કાર્યકર છું. કોંગ્રેસ પક્ષમાંથી જ રાજકીય કારકિર્દી શરૂ કરી આજ સુધી પક્ષમાં નિષ્ઠાથી રહી સખત મહેનત કરી છે. 199પથી પક્ષ સતત ર0 વર્ષથી વધારે સમય વિરોધ પક્ષમાં હોવાથી મારી રાજકીય કારકિર્દીના યુવાનીના વર્ષો (198પથી) પણ કોંગ્રેસમાં રહી અર્પણ કરી ઘણી જવાબદારીઓ નિભાવેલ છે. જેમ કે, પ્રમુખ સાવરકુંડલા તાલુકા યુવક કોંગ્રેસ તરીકેની જવાબદારી, મહામંત્રી સાવરકુંડલા તાલુકા કોંગ્રેસ સમિતિ તરીકેની જવાબદારી, પ્રમુખ સાવરકુંડલા તાલુકા કોંગ્રેસ સમિતિ તરીકેની જવાબદારી.

આમ, મે પક્ષમાં મારી જવાબદારીઓ શ્રેષ્ઠ રીતે બજાવવાની અને શ્રેષ્ઠ કોંગ્રેસમેન બની રહેવા માટે પ્રમાણિક પ્રયાસો અને મહેનત કરેલ છે. મેં કોંગ્રેસ માટે કેટલું પ્રદાન કર્યું. કેટલી લાયકાત છે અને કેટલો હું મારી જાતને કોંગ્રેસી કહેવા માટે યોગ્‍ય છું તેનું મૂલ્‍યાંકન અને જજમેન્‍ટ આપ સૌ ઉપર છે.

જયારથી ગુજરાતમાં પક્ષ વિરોધ પક્ષ તરીકે રહયો છે એ તમામ વર્ષો મેં વિરોધપક્ષના કાર્યકર તરીકે આ વિસ્‍તારમાં સતત અને સક્રિય કામ કર્યું છે.જેનાથી આપ સૌ પ્રદેશના અને જિલ્‍લાના આગેવાનો માહિતગાર છો જ. મારા માટે તેનાથી વધારે ગૌરવ અને સંતોષ એ વાતનો છે કે હું જીવનશૈલીથીકોંગ્રેસમેન રહયો છું. જેમ કે સાદાઈ, સતત મહેનત, નિર્વ્‍યસની, ફુલટાઈમ કાર્યકર, મળેલ સંસ્‍થાકીય જવાબદારી કે હોદામાં નૈતિકતા અને પ્રમાણિક જાળવી છે અને કોંગ્રેસ પક્ષને ન સાજે તેવું કોઈપણ કૃત્‍ય કે વ્‍યવહાર કે કલંક મારા તરફથી કરેલ નથી. કોઈ આંગળી ચીંધી શકે તેવું બત્રીસ વર્ષની કેરીયરમાં કર્યું નથી. રાજયમાં જયારથી ભાજપનું શાસન આવ્‍યું છે ત્‍યારથી આજ સુધી સાવરકુંડલામાં ફુલટાઈમ આપીને આમ જનતા, કાર્યકરો અને પક્ષ માટે આવેલી દરેક ઓફરો ઠુકરાવી છે. ગ્રામ, તાલુકા, જિલ્‍લા પંચાયતો અને સહકારીની તમામ સ્‍થાનિક સંસ્‍થાની ચૂંટણીઓમાં મેં પેનલો બનાવીને ભાજપ સામે હંમેશા લડત આપેલ છે. મને ગૌરવ અને સંતોષ એ છે કે આટલા વર્ષો દરમિયાન સરકાર ન હોવા છતાં એ.પી.એમ.સી., જિલ્‍લા સહકારી બેન્‍ક, તાલુકા સંઘ, ખેતી બેન્‍ક જેવી તાલુકાની સંસ્‍થાઓ પર કોંગ્રેસનો કબજો રાખી શકયો છું એટલું જ નહીં આ સંસ્‍થાઓમાંથી કોઈ વ્‍યકિતગત લાભ લીધેલ નથી પણ પક્ષ અને કાર્યકરો માટે ઉપયોગી થાય તેવું       કરેલ છે.

આ સંજોગો અને સ્‍થિતિ હોવા છતાં સાવરકુંડલા યાર્ડની ગયા મહિને યોજાયેલી ચૂંટણીમાં સાવરકુંડલાના ધારાસભ્‍ય દુધાત અને ધારાસભ્‍ય લાઠી વિગેરે જિલ્‍લા કોંગ્રેસના જવાબદારોએ આ યાર્ડમાં મારા સ્‍થાને ભાજપનાપૂર્વ ધારાસભ્‍ય (ત્રણ ટર્મ) કાળુભાઈ વિરાણીને લાવવા માટે તન-મન-ધનથી કામ કરેલ. એક કોંગ્રેસને વરેલા મારા જેવા કાર્યકરને એ.પી.એમ.સી.ની ચૂંટણીમાં મદદ કરવાને બદલે મને દૂર કરીને એ.પી.એમ.સી. ભાજપને હવાલે કરવા સેટીંગ અને મહેનત કરેલ તેનાથી હું પહેલી વખત હૃદયથી ભાંગી પડયો છું અને અમરેલી જિલ્‍લામાં પાર્ટીમાં મહેનત, લાયકાત જેવી મેરીટ બાબતે કોઈ રક્ષણ નથી તેવું અનુભવી રહયો છું. એટલે આપ સૌની સાથે રાજયના મારા જેવા અન્‍ય કોંગ્રેસમેનોનું ઘ્‍યાન દોરાય તે માટે હું તા.3/11ના રોજ સવારે 11 થી ર કલાક દરમિયાન રાજીવગાંધી ભવન, પ્રદેશ કોંગ્રેસ સમિતિ સમક્ષ ધરણા કરવાનું નકકી કરેલ છે. તેની પાછળનો મારો કોઈ હેતુ રાજકીય બ્‍લેકમેઈલીંગ કે સ્‍ટંટ નથી મારે કોઈની વિરૂઘ્‍ધ ફરિયાદ કે રજૂઆત નથી કે આ માઘ્‍યમથી મારે કોઈના વિરૂઘ્‍ધ શિસ્‍ત ભંગ કે કોઈ પ્રકારની માંગણી માટે આ કાર્યક્રમ નથી જેની નોંધ લેશો. મારા આ કાર્યક્રમનો હેતુ માત્ર અમરેલી જિલ્‍લામાં કેવું ચાલે છે મેરીટને સ્‍થાને મની, પાર્ટીને બદલે પરિવાર, નિષ્ઠાને બદલે નાતના પેરામીટરથી બધુ ચાલે છે. જેમાં કોંગ્રેસ કલ્‍ચરથી કામ કરતા જીવન જીવતા માણસો માટે કેટલું દુષ્‍કર્ષ છે તેના તરફ પણ આપ સૌનું ઘ્‍યાન જાય તે માટે છે. આ કાર્યક્રમનું યોગ્‍ય અર્થઘટન કરવાઅંતમાં જણાવેલ છે.


રાજુલાનાં યુવકે બીમારીથી કંટાળીને ગળાફાંસો ખાઈ લીધો

અમરેલી, તા.

રાજુલા ગામે રહેતા હિતેશભાઈ ગોવિંદભાઈ વાળા નામના યુવકને છેલ્‍લા6 માસથી મગજની બીમારી હોય, જે અંગે દવા પણ ચાલુ હોય, તેમ છતાં પણ સારૂ નહીં થતાં ગઈકાલે પોતાની મેળે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું રાજુલા પોલીસમાં જાહેર થવા પામેલ છે.


બાબરામાં ગાય સાથે બાઈક અથડાતા ચાલકનું મૃત્‍યુ

અમરેલી, તા.

મુળ રાજસ્‍થાનનાં માધુપુરનાં વતની અને હાલ બાબરાનાં અમરાપરામાં રહેતાં વીરસીંગ જનકસીંગ પચોનત નામનાં ર3 વર્ષિય યુવક ગત તા.31નાં રાત્રીનાં 9/30 કલાકે બાબરાનાં કરીયાણા રોડ વૃંદાવન પાર્ક પાસેથી પોતાના હવાલાવાળા મોટર સાયકલ નંબર જી.જે.14 આર.ર60ર લઈને નિકળતાં અને ગાય સાથે અથડાય જતાં મોટર સાયકલ ઉપરથી નિચે પડી જતાં તેમને માથાનાં ભાગે ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ. જયાં તેમનું મોત થયાનું બાબરા પોલીસમાં જાહેર થવા પામેલ છે.


ફફડાટ : જાફરાબાદનાં ટીંબી નજીક આંગડીયાનાં કર્મીને માર મારીને લાખો રૂપિયાનાં મુદ્‌ામાલની ઉઠાંતરી

ઉનાથી બાઈક પર ટીંબી તરફ જતો કર્મચારી લુંટાયો

ફફડાટ : જાફરાબાદનાં ટીંબી નજીક આંગડીયાનાં કર્મીને માર મારીને લાખો રૂપિયાનાં મુદ્‌ામાલની ઉઠાંતરી

બપોરનાં 1-30 કલાકે ત્રિપલ સવારી બુકાનીધારીએ પીછો કર્યો

અમરેલી, તા.

અમરેલી જિલ્‍લામાં દુષ્‍કાળનાં ઓળા ઉતરતાં ચોરી, ચીલઝડપ અને લુંટની ઘટનામાં વધારો થવાની દહેશત સાર્થક થઈ રહી છે. બાબરામાં એકી સાથે દુકાનોમાંથી ચોરી થયાની ઘટના બાદ જાફરાબાદનાં ટટીંબી નજીક લુંટની ઘટનાપ્રકાશમાં આવતાં સૌ કોઈમાં ફફડાટ ફેલાયો છે.

વિગત એવા પ્રકારની છે કે, ઉના ખાતે આવે આંગડીયા પેઢીનો કર્મચારી થેલામાં રૂપિયા અને હીરાનો મુદામાલ લઈને બાઈક પર ટીંબી તરફ ડીલેવરી માટે જઈ રહૃાો હોય ટીંબીથી થોડે દુર ઉનાની હદમાં પાછળ આવી રહેલ ત્રિપલ સવારી બુકાનીધારી અજાણ્‍યા બાઈક સવારોએ બાઈક પછાડીને આંગડીયા કર્મીનાં કબ્‍જામાં રહેલ થેલો લઈને નાશી જતાં વધુ તપાસ તપાસ ઉના પોલીસે શરૂ          કરી છે.


વન અધિકારીઓનાં પાપે સિંહોની હાલત શ્‍વાન જેવી

બે ડઝન કરતાં વધુ સિંહોનાં મૃત્‍યુ બાદ કોઈની જવાબદારી નક્કી ન થઈ

વન અધિકારીઓનાં પાપે સિંહોની હાલત શ્‍વાન જેવી

કરોડો રૂપિયાનો ખર્ચ કરીને પણ પ00 જેટલા સિંહોને બચાવી શકાતા નથી

સમગ્ર એશિયાનાં ગૌરવને સાચવવામાં રાજયનાં વન વિભાગની ગુનાહીત બેદરકારી

અમરેલી, તા.ર

એક તરફ દેશ અને ગુજરાતની અસ્‍મિતાને ઉજાગર કરવા માટે રાજય અને કેન્‍દ્ર સરકાર દ્વારા અનેક પ્રકારના દાવાઓ અને કાર્યક્રમો કરવામાં આવી રહયા છે. તો બીજી તરફ સમગ્ર એશિયાનું ગૌરવ અને ગુજરાતનું ઘરેણું ગણાતા સિંહની સુરક્ષા કરવામાં વન વિભાગ સદંતર નિષ્‍ફળ સાબિત થયું છે.

ધારી ગીર પૂર્વ વિસ્‍તારમાં છેલ્‍લા થોડા દિવસોમાં બે ડઝન કરતા પણ વધુ સિંહોના મૃત્‍યુ થયા છતાં હજુ પણ એકપણ વનકર્મીની જવાબદારી નકકી કરવામાં આવતી નથી. પ00થી વધારે સિંહોની સુરક્ષાની જવાબદારી વર્ગ-3 કે વર્ગ-4ના કર્મીઓ પર          ઢોળીને વર્ગ-1ના અધિકારીઓ શાહીઠાઠમાઠથી જીવન પસાર કરી         રહયા છે.

ઉચ્‍ચ અધિકારીઓની નિષ્‍ક્રીયતા અને નિંભરતાને લીધે નાના કર્મચારીઓ ગેરકાયદેસર લાયન-શો કરે કે મામૂલી રકમની લાલચમાં સિંહોની સુરક્ષા સામે ખતરો ઉભો કરતાં હોવાનું પણ ચર્ચાઈ રહયું છે.

સિંહોની સુરક્ષા માટે કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. સિંહોને લીધે રાજયનાં પ્રવાસન ઉદ્યોગને પણ પ્રોત્‍સાહન મળે છે. છતાં પણ વન વિભાગ સિંહોની સુરક્ષા કરી શકતું ન હોય મુખ્‍યમંત્રી વિજય રૂપાણીએ હવે દરમિયાનગીરી કરીને એશિયાના ગૌરવ સમા અને ગુજરાતની ઓળખ ગણાતા સિંહો માટે જે કાંઈ કરવું ઘટે તે કરવું પડશે. નહીં તો આગામી પેઢી આપણને કયારેય માફ નહીં કરે.


હાયરે મોંઘવારી : તસ્‍કરોએ કરિયાણાનો સામાન ઉઠાવ્‍યો : બાબરામાં એકી સાથે 4 દુકાનોમાંથી તસ્‍કરોએ કરી ચોરી

વેપારીનાં ટ્રકમાં જ રૂપિયા 4થી પ લાખનો માલ-સામાન ભરીને તસ્‍કરો રવાના થયા

અગાઉ તિજોરી કચેરીમાં થયેલી ચોરીનો ભેદ પણ હજુ અકબંધ જોવા મળી રહૃાો છે

અમરેલી, તા.

બાબરામાં તસ્‍કરોને પોલીસનો કોઈ ભયનો હોય એમ ચોરીના બનાવો બનતા રહે છે અને બાબરા પોલીસ મુકપ્રેક્ષક બનીને બેઠી છે. બે દિવસ પહેલા અમરાપરા ગામમાં પણ ચોરીનાં બનાવો બન્‍યા હતા તેમજ અહી બજારોમાં અનેકવાર ચોરીના બનાવો બનતા રહે છે તેમજ સરકારી તિજોરીની કરોડો રૂપિયાની ચોરીનો પણ ભેદ ઉકેલવામાં પોલીસ નિષ્‍ફળ સાબિત થઈ રહી છે.

ત્‍યારે ગત મોડી રાત્રે અહીં ઓમ હોસ્‍પીટલ પાછળ આવેલ ચાર જેટલી દુકાનોના કોઈ અજાણ્‍યા શખ્‍સો તાળા તોડી દુકાન અંદર પ્રવેશ કરી લાખો રૂપિયાનાં માલ-સામાન ચરી ગયાની જાણ વેપારીઓ ઘ્‍વારા બાબરા પોલીસને કરવામાં આવતા પીએસઆઈ સહિતના પોલીસ સ્‍ટાફ ઘટના સ્‍થળે દોડી આવ્‍યો હતો અને તપાસ હાથ ધરી હતી. બાબરામાં ઓમ હોસ્‍પીટલ પાછળ આવેલ શ્રી ક્રિષ્‍ના એન્‍ટરપ્રાઈઝ, ક્રિષ્‍ના હાડવેર સહિતની અન્‍ય બે દુકાનો મળી કુલ ચાર જેટલી દુકાનોમાં પાંચ જેટલા તસ્‍કરો ઘ્‍વારા ચોરી કરવામાં આવી હોવાનું વેપારીઓ ઘ્‍વારા બાબરા પોલીસનેજણાવ્‍યું હતું. તેમજ અહીં સીસી ટીવીની કુટેજના આધારે વધુ તપાસ આગળ ધરી છે.

બાબરામાં ચાર દુકાનો પૈકી શ્રી હરિક્રિષ્‍ના એન્‍ટરપ્રાઈઝ નામની કિરાણા-ગંધીયાણાની હોલસેલની દુકાનમાંથી તસ્‍કરો કરીયાણાની તમામ ચીજ-વસ્‍તુઓ તેમજ સુકોમેવાની ચોરી કરવામાં આવી હતી. અહીં દુકાનના વેપારી હરેશભાઈ ગેલાણી ઘ્‍વારા જણાવ્‍યું હતું કે, દુકાનની આગળ પાર્ક કરેલ પોતાની માલિકીનો ટેમ્‍પો પણ ઉપાડી ગયા છે. આખો ટેમ્‍પો માલ ભરીને તસ્‍કરો જતાં રહૃાા છે. આશરે પાંચથી સાત લાખની ચોરી થઈ છે જેમાં બાબરામાં ચોરીના બનતા જતાં બનાવોના કારણે વેપારીઓમાં ભયની સાથે રોષની લાગણી વ્‍યાપી ગઈ છે. ત્‍યારે બાબરા પોલીસ ઘ્‍વારા સઘન પેટ્રોલીંગ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.


ભૈ વાહ : દુધાળા પંથકમાં ગેરકાયદેસર ધમધમતાં રિસોર્ટને સીલની કાર્યવાહી શરૂ

મામલતદાર અને પી.એસ.આઈ. ર્ેારા ચેકીંગ કરાયું

ભૈ વાહ : દુધાળા પંથકમાં ગેરકાયદેસર ધમધમતાં રિસોર્ટને સીલની કાર્યવાહી શરૂ

ગેરકાયદેસર રિસોર્ટ બનાવનારાઓમાં ફેલાયો ફફડાટ

અમરેલી, તા.

ગીર પૂર્વમાં રપ કરતાં વધુ સિંહોનાં મૃત્‍યુ થયા બાદ હવે વન અધિકારીઓએ આળશ ખંખેરી હોય તેમ વન વિસ્‍તારમાં વગર મંજુરીએ ધમધમતા રિસોર્ટ કે ફાર્મ હાઉસનું ચેકીંગ શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત ધારીનાં દુધાળા નજીક લાલબાપુ રિસોર્ટમાં મામલતદાર અને પી.એસ.આઈ. ર્ેારા ચેકીંગ કરીને સીલ મારવામાં આવ્‍યું હોવાનું જાણવા મળેલ છે.


ધારી પંથકનાં અનેક ગામોમાં અપુરતા વરસાદથી ખેડૂતો સ્‍થળાંતરની તૈયારીમાં લાગી ગયા છે

અમરેલી જિલ્‍લાનાં ખેડૂતોને હિંમત અને હુંફની આવશ્‍યકતા

લોહી-પાણી એક કરીને ખેતીપાકો તૈયાર કરનાર ખેડૂતોની અપુરતા વરસાદે કમર તોડી નાખી

આર્થિક સંકડામણથી કંટાળીને જિલ્‍લામાં પાંચ ખેડૂતો આત્‍મહત્‍યા કરી ચુકયા છે

અમરેલી, તા. ર

ઓછા વરસાદથી જગતના તાતની દશા કફોડી બની છે. જિલ્‍લામાં પ્રથમ વાવેતરનાં વરસાદ બાદ વરસાદે દગો દેતા અમરેલી જિલ્‍લાનાં ધારી તાલુકાનાગ્રામ્‍ય પંથકના ખેડૂતોનો ઉભો પાક સુકાઈ ગયો છે. એક વિઘે પ હજાર ઉતરાંતા ખર્ચ સામે ખેડૂતોને કપાસના પાકમાં વિઘે જે ઉત્‍પાદન મળવું જોઈએ તે વરસાદ ખેંચાઈ જતાં હાડમારી વેઠવાના દિવસો નજીક આવી ગયા છે. કૂવામાં પાણી ખૂટી ગયું છે, પશુઓને સાચવવાના પણ સાંસા પડે તેવા સમીકરણો ધારી તાલુકાનાં કમી ગામના ખેડૂતોની સર્જાઈ છે. 600થી 700ની વસ્‍તી ધરાવતા કમી ગામના ખેડૂતો મોટેભાગે કપાસનું વાવેતર કર્યુ હતું. પણ વરસાદને કારણે ખેતીને ગંભીર કહી શકાય એ હદે નુકશાની ખેતરોમાં જોવા મળી રહી છે. 600-700 કમી ગામની વસ્‍તીમાં હાલ જ અડધું ગામ ખાલી ગયું છે. ખેડૂતના ઘરની દશા જોઈને આંખોના ખૂણા ભીના થઈ જાય તેવી પરિસ્‍થિતિ કેમેરામાં કેદ થઈ હતી. પથી 7 વિઘાની ખેતી કરનાર ખેડૂતના ઘરમાં ખાવાના ફાંફા હોય તેમ મા-દિકરો પાક નિષ્‍ફળ જતાં દયનીય દિવસો કાઢવા મજબુર બન્‍યા છે. ખેડૂતોની અમરેલી જિલ્‍લામાં અવદશા બેસતા અત્‍યાર સુધીમાં પાંચ ખેડૂતોએ આત્‍મહત્‍યા કરીને જીવન ટૂંકાવી દીધું છે. બે મહિનામાં ધારી પંથકના વાઘવડી, વાવડી, અમરેલીના ચાંદગઢમાં ખેડૂત દંપતિ બાદ માચીયાળામાં ખેડૂતની આત્‍મહત્‍યાની શાહી હજુ સુકાઈ નથી ત્‍યાં જામનગરના લાલપુરમાં ખેડૂતનો આપઘાત તો દ્વારકાના ખેડૂતની આત્‍મહત્‍યાનો પ્રયાસ. આગામીદિવસોમાં જગતના તાત માટે અમરેલી જિલ્‍લામાં પણ ચિંતાના વાદળો દેખાઈ છે. ખાતર, બિયારણનાં વધતા ભાવ ઉપરાંત ક્રોપ કટીંગ નથી ગયું, પાકવીમો કમી ગામને મળ્‍યો નથી તો ખેડૂતોના દેવા પણ ચડી ગયા છે. પશુઓ વેચીને જીવન નિર્વાહ ખેડૂતો કરતાં હોવાનું કમીના ખેડૂતોએ હૈયાવરાળ ઠાલવતા જણાવ્‍યું છે કે ગામના અવેડે હાલ પશુઓ માટે પાણી છે પણ પશુઓને ઘાસચારો મેળવવો પણ આગામી દિવસોમાં કમી ગામ માટે કઠીન હોય તેવા એંધાણો વર્તાઈ રહૃાા છે. 600થી 700ની વસ્‍તીમાં અડધુ ગામ હાલ ખાલી થઈ ગયું છે. ત્‍યારે હવે પછીના દિવસો ખેડૂતો માટે આપઘાત કરવાનો વધુ હોય તેમ સ્‍પષ્‍ટ જોવા મળતું હોવા છતાં સરકાર ઘ્‍વારા અમરેલી જિલ્‍લાને અછતગ્રસ્‍ત જાહેર ન કરતાં ખેડૂતોની દશા વધુ કફોડી નિર્માણ પામે તેવું ચિત્ર કમી ગામનું જોવા મળી        રહૃાું છે.


મગફળીની ‘‘ઓનલાઈન ખરીદીમાં” ગોકળગાયની ગતિ

સાવરકુંડલા એપીએમસીમાં રાતના 3 વાગ્‍યાથી મગફળીનું રજીસ્‍ટ્રેશન કરાવવા માટે ખેડૂતો ઉભા રહૃાા

મગફળીની ‘‘ઓનલાઈન ખરીદીમાં” ગોકળગાયની ગતિ

સર્વર ધીમું ચાલતું હોવાથી મોડી રાત્રીએ ખેડૂતોએ હોબાળો મચાવતાં અધિકારી દોડી ગયા

જગતાત ગણાતાં ખેડૂતોને વાવણી, લરણી બાદ ખેતપેદાશનાં વેચાણમાં પણ મુશ્‍કેલી

અમરેલી, તા. ર

સરકાર ઘ્‍વારા ખેડૂતોની ટેકાના ભાવની મગફળી ખરીદવાની ઓનલાઈન પ્રક્રિયા કાલથી આરંભ થઈ છે. પણ ઓનલાઈન સર્વર સાવ મંદ ગતિએ ચાલતું હોવાથી ખેડૂતોએ રાતના 3 વાગ્‍યાથી લાઈનો એપીએમસીમાં લગાવી છે. સાવરકુંડલા એપીએમસીમાં રાતના 3 વાગ્‍યાથી મગફળીનું રજીસ્‍ટ્રેશન કરાવવા માટે ખેડૂતો ઉભા રહૃાા છે. 300 આસપાસના ખેડૂતો દિવાળી હોવાથી ટેકાના ભાવની મગફળીનું રજીસ્‍ટ્રેશન કરાવવા અધીરા બન્‍યા છે. 3 વાગ્‍યાથી ખેડૂતો રજીસ્‍ટ્રેશન માટે ટળવળી રહૃાા છે પણ સર્વર સાવ ધીમું ચાલુતં હોવાથી ખેડૂતોને રજીસ્‍ટ્રેશન થતું ન હોવાની ફરિયાદો ઉઠાવી રહૃાા છે. ઓનલાઈન પ્રક્રિયાના પ્રથમ દિવસે ફકત 8ર ખેડૂતોની ઓનલાઈન એન્‍ટ્રી થઈ હોવાથી રાતથી ખેડૂતોએ રજીસ્‍ટ્રેશન માટે લાઈનો લગાવી છે. ખેડૂતોની ટોકન આપવાની માંગ ઉભી થઈ છે. ખેડૂતોએ રાતના લાઈનો લગાવી છે પણ સર્વર જ ચાલતું ન હોવાથી ખેડૂતોને પરેશાની ભોગવવી પડી રહી છે. રાતના           કંટાળેલા ખેડૂતોએહોબાળો કરતા પ્રાંત કલેકટર એપીએમસીએ પહોંચીને ખેડૂતોને સમજાવટ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ ઘ્‍વારા ખેડૂતોને લાઈનોમાં રાખવાની તજવીજ હાથ ધરાઈ છે પણ ખેડૂતોમાં હજુ રોષ ભભુકી રહૃાો છે.


અમરેલી ટેક્ષ બાર એસોસીએશન ર્ેારા જી.એસ.ટી.ની સમસ્‍યા અંગે રજૂઆત : આવેદનત્ર પાઠવવામાં આવ્‍યું

જી.એસ.ટી.ની આંટીઘૂંટીથી વેપારીઓ પરેશાન

અમરેલી ટેક્ષ બાર એસોસીએશન ર્ેારા જી.એસ.ટી.ની સમસ્‍યા અંગે રજૂઆત

કલેકટરને આવેદનત્ર પાઠવવામાં આવ્‍યું

અમરેલી, તા. ર

અમરેલી ટેક્ષ બાર એસોસીએશન ર્ેારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવેલ.

આવેદનપત્રમાં જણાવેલ છે કે, જીએસટી નેટવર્ક પર એક સાથે અંદાજે લાખોની સંખ્‍યામાં રિટર્ન ફાઈલ થઈ શકે છે અને દેશમાં જીએસટી નો.ધરાવતા વેપારીની સંખ્‍યા 1.14 કરોડ છે એટલે કે સર્વરને અપગ્રેડ કરવું પડે તેની કેપેસિટી વધારવી જોઈએ. જેથી વેપારીઓ સરળતાથીપોતાના કાર્યો કરી શકે અને લેટ ફી માંથી બચી શકે.

અનેકોનેક કિસ્‍સાઓ એવા છે જેમાં વેપારીઓએ અનેક વખત – દિવસો દિવસ પ્રયત્‍ન કર્યા પછી પણ જીએસટી કંપલાયન્‍સ કરી શકયા નથી અને જેથી તેઓને ઓછા ઘણા અંશે નાણાકીય નુકશાન થયેલ છે. આવું થવું કુદરતી ન્‍યાયનાં સિઘ્‍ધાંતની વિરુઘ્‍ધ છે અને જેથી વેપારીઓનાં લોગ-ઈન માં એક એકટીવીટી રિપોર્ટ જનરેટ થાય અને જેના આધારે વેપારીઓએ કરેલ પ્રયત્‍નોની નોંધ સિસ્‍ટમજ કરે તેવી વ્‍યવસ્‍થા ઉભી કરવા માટે માંગણી છે આવું થશે તો અનેક કિસ્‍સાઓમાં વેપારીઓને લેટ – ફી માંથી મુકિત મળશે અને જીએસટી સિસ્‍ટમની નબળાઈઓ પણ પ્રજા સામે દસ્‍તાવેજી પુરાવા સાથે રજુ કરી શકાય.

રિફંડની પ્રક્રિયા ખૂબ જ જટિલ છે અનેક કિસ્‍સાઓમાં વેપારીઓને રિફંડ 90 દિવસે પણ મળતું નથી આવા સંજોગોમાં સિંગલ વિન્‍ડો રિફં કલીરન્‍સ સિસ્‍ટમ ડેવલપ કરવા માટે અને રીફંડની અરજીનો નિકાલ માત્ર ર0 દિવસમાં કરવાની માંગણી થયેલ છે.

આજે જીએસટી નેટવર્ક સામે કોઈ તકલીફ હોય તો વેપારીઓ કે કર-વ્‍યવસાયીઓ જીએસટી હેલ્‍પ સેન્‍ટરમાં ફોન કરી કરી થાકી જાય છે.અત્‍યારના હેલ્‍પ લાઈન પરથી કોઈ હેલ્‍પ મળતી જ નથી અને હાસ્‍યાસ્‍પદ જવાબ મળે છે. અનેક કિસ્‍સામાં અમદાવાદ-દિલ્‍હી સુધી વેપારીઓએ ધક્કાખાવા પડેલ છે. તેના પણ દાખલા છે. આવા સંજોગોમાં દરેક તાલુકા કક્ષાએ જીએસટી નેટવર્કના અધિકારીઓની નિમણુંકની તથા પ્રાદેશિક ભાષામાં હેલ્‍પ લાઈન સેન્‍ટરો હોવા જોઈએ તેવી માંગણી કરેલ છે.

દરેક રિટર્ન સિંગલ કલીક થી ભરાવા જોઈએ જે વેટ કાયદામાં જોગવાઈ હતી તેવી જોગવાઈ હોવી જોઈએ. કોઈ પણ વેપારી એક મહિના માટેના જીએસટી કાયદા હેઠળની દરેક જવાબદારી અને દરેક પત્રકો એક -કિલક કરીને ભરી શકે અને બાકીનો સમય પોતાના ધંધા -રોજગારમાં વિતાવી સરકારન આવક તથા દેશનાં અર્થતંત્રને આગળ વધારવામાં વાપરી શકે.

ટેકસ અને રિટર્ન ભરવા વચ્‍ચે ઓછામાં ઓછો 10 દિવસનો સમય ગાળો હોવો જોઈએ. કારણ કે ઘણી વખત ચલણ ભરાયા બાદ કેશ લેજરમાં નથી દેખાતા અને ત્‍યાં સુધી વેપારી રિટર્ન નથી ભરી શકતા.

આરસીએમ બાબતે          સરળીકરણ હોવું જોઈએ અને આરસીએમ લાગુ પાડવા માટે ડિજિટલ અને બેકિંગ સિસ્‍ટમ હેઠળ થયેલ વ્‍યવહારોને મુકત કરવા જોઈએ.

તમે રિટર્ન રીવાઈઝ થઈ શકવા જોઈએ વેપારીને તેની ભૂલ સુધારવાનો મોકો મળવો જોઈએ.

જીએસટી હેઠળ રાહતો અનેક વખત મોડી આપવામાં આવે છે, નાના વેપારીઓ કે જેઓ કંપોજિશન વેરો ભરે છે તેઓનાં પત્રક ભરવાના છેલ્‍લા દિવસનાં આગલા દિવસે સતત બે વખત કેવી રીતે પત્રક ભરવા તે બાબતે ખુલાસો કરવામાં આવેલ છે. તેવી જ રીતે અનેક વખત કોઈ પત્રકોની સમયમર્યાદા પૂર્ણ થયા પછી તેની મુદત વધારવામાં આવે છે. આ રાહત શા માટે આટલી મોડી આપવામાં આવે છે ? આવી પ્રેકટીશ બંધ થાય તેવી માંગણી કરવામાં આવેલ છે.

કોઈ ત્રાહિત અને બિનસરકારી વ્‍યકિતઓનો સમૂહ જીએસટીની સિસ્‍ટમ અને તેની પર થતી કોઈ પ્રક્રિયા બાબતે પ્રમાણપત્ર ન આપે ત્‍યાં સુધી તે પ્રક્રીયા પર કોઈ પેનલ્‍ટી કે લેટ ફી લેવાવી ન જોઈએ.

પોર્ટલની ખામીનેકારણે છેલ્‍લા દિવસે રિટર્ન ના ભરી શકનાર વેપારીને પેનલ્‍ટીમાંથી મુકિત મેળવી જોઈએ.

જીએસટીઆર9 કે જે વાર્ષિક પત્રક છે જે નાણાકીય વર્ષ બાદ 9 મહિનાની અંદર ભરવાનું હોય છે અને આજ દિવસ સુધી તેની યુટીલીટી સરકાર ર્ેારા નથી મુકવામાં આવી. આવા સંજોગોમાં સમયસર કંપાયાન્‍સ શકી જ નથી અને તેથી સરકાર પહેલા વાર્ષિક પત્રકની યુટીલીટી સિસ્‍ટમ પર ઉપલબ્‍ધ કરે અને વાર્ષિકપત્રક ભરવામાટે 9 મહિનાનો સમય આપે તેવી માંગણી કરેલ છે. આ તારીખ 31/07/ર019 કરતાં વહેલી હોવી જોઈએ નહીં. આ સિવાય પણ પત્રકને કાયદા-પ્રણાલી અને સુસંગત બનાવવા તથા વ્‍યવહારુ બનાવવા માટે અનેક સૂચનો કરેલ છે.

આ દરેક સૂચનો જીએસટી સિસ્‍ટમ તથા પ્રણાલીનાં છે અને તેને આખા ભારતમાં નેશનલ એકશન કમિટી ઓફ જીએસટી પ્રોફેશનલ્‍સ ર્ેારા ઉપાડવામાં આવેલ છે. નેશનલ એકશન કમિટી ઓફ જીએસટી પ્રોફેશનલ્‍સનાં દરેક રાજયમાં અને કેન્‍દ્ર શાષિત પ્રદેશમાં કો ઓર્ડિનેટર છે અને તેની વધુ એક માંગણી દરેક કર વ્‍યવસાયિકોને જીએસટી કાયદા હેઠળ સમાન ન્‍યાય મળે તે માટેની પણ છે. જીએસટીનાં અમલીકરણમાં મહત્‍વનો ફાળો ભજવનાર જીએસટી પ્રોફેશનલ્‍સ ર્ેારા વેપારીઓનાં ફાયદા માટે કરાયેલ માંગણીઓને ભવિષ્‍યમાં અનેક નેતા- રાજનેતાઓ, વેપારી મંડળો તથા ચેમ્‍બરો અને સાંસદોવચ્‍ચે લઈ જવાના છે તેમ અંતમાં જણાવેલ છે.


03-11-2018