Main Menu

Friday, November 2nd, 2018

 

સાવરકુંડલાનાં ધારાસભ્‍યની કાર્યશૈલીથી મતદારોમાં રોષ : કમલેશ કાનાણી

હાઈ-ફાઈ લાઈફ સ્‍ટાઈલ અને જનતાલક્ષી કાર્યોમાં નિષ્‍ફળ રહેલ

સાવરકુંડલાનાં ધારાસભ્‍યની કાર્યશૈલીથી મતદારોમાં રોષ : કમલેશ કાનાણી

તાલુકા પંચાયતની આયોજનની ગ્રાન્‍ટ પણ અટકાવીને વિકાસ રૂંધવાનો કર્યો પ્રયાસ

ભાજપનાં મહામંત્રી કમલેશ કાનાણીએ ધારાસભ્‍ય દુધાતને ફરી ચૂંટણી લડીને વિજેતા થવા હાંકલ કરી

અમરેલી, તા. 1

ગત ર017 વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રતાપ દુધાત પ્રચારમાં મોટીમોટી ગુલબાંગો ફેકીને ખેડુતોને ભરમાવીને અને અનામત આંદોલનનાં સહારાથી ચૂંટાયા તો ખરા પણ ચૂંટણીમાં આપેલા વાયદા આજે 10 મહિના થવા છતાં પુરા કરેલ નથી. પ્રચાર દરમ્‍યાન ગામડે ગામડે ખેડૂતોને ભોળવી મત માંગનાર પ્રતાપ દુધાત આજે મતદારોને જોવા પણ મળતા નથી. સુરત, મુંબઈ, વિદેશોમાં સહેલગાહે ફરનાર ધારાસભ્‍યનાં ફોટા તેમજ વિડીયો, હોડીંગ્‍સ મતદારોને જોવા મળે છે.

ચૂંટણી પ્રચારમાં ગામડે ગામડે કમલેશ કાનાણી મતદારોને કહેતા હતા કે આ ભાઈ સુરત રહે છે ચૂંટણી પછી દેખાશે નહી, ખોટા વચનો, ગામડાની પ્રજાને ભોળવી મત લઈ જશે વગેરે. આજે મતદારો તે શબ્‍દોને યાદ કરી પછતાય છે. ત્‍યારે ધારાસભ્‍ય ન હોવા છતાં આજે અમારી કાર્યાલય શરૂ છે. અમે તથા તમામ ભાજપનાં કાર્યકરો લોકોની વચ્‍ચે જ છીએ. ગામ, ગરીબ, કિસાનની ચિંતા કરીને તેમનાં પ્રશ્‍નો ઉકેલવાનો ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા કાર્યરત છે. જે આજે મતદારો તેના મુખેથી બોલે છે.

પ્રતાપ દુધાત ધારાસભ્‍ય બન્‍યા બાદ પોતાનાં વિધાનસભા વિસ્‍તારમાં દેખાવાનું તો ઠીક પણ પૂર્વ મંત્રી વી.વી. વઘાસીયા તથા સાસંદનાં પ્રયત્‍નોથી મંજુર થયેલા રોડ, રસ્‍તા તથા અન્‍ય વિકાસનાં કામોનાં પોતાના નામે ખપાવી અધિકારી, કોન્‍ટ્રાકટરોને દબાવી પોતે ખાતમુર્હુત અને લોકાર્પણ કરેછે. 10 મહિનાનાં સમયકાળ દરમ્‍યાન પોતાના વિસ્‍તારમાં એક પણ રસ્‍તાનો જોબ નંબર લાવેલ નથી તેમજ ઉડીને આંખે વળગે તેવું એક પણ કામ કરેલ નથી. મોટી મોટી ગુલબાંગો ફેકવા સિવાય કંઈ નથી કર્યુ તેમ કમલેશ કાનાણીએ જણાવેલ છે.

એતો ઠીક પણ રાજય સરકાર તરફથી શહેર તથા વિકાસનાં કામોમાં રૂકાવટ કરીને ગામડાનો વિકાસ અટકાવવાના પ્રયત્‍નો ધારાસભ્‍ય ઘ્‍વારા કરવામાં આવી રહયા છે. સાવરકુંડલા તાલુકા પંચાયત આયોજનની ગ્રાન્‍ટ પ્રતાપ દુધાત ઘ્‍વારા લેખીતમાં વિરોધી કરીને ગ્રાન્‍ટ અટકાવેલ છે અને ગામડાનાં વિકાસને રુંધવાનો પ્રયત્‍ન કરેલ છે. જે સરપંચ તેમજ ગામડાનાં નાગરીકો સારી રીતે જાણે છે તેમ કમલેશ કાનાણીએ જણાવેલ છે.

અંતમાં કમલેશ કાનાણીએ પ્રતાપ દુધાતને ચેલેન્‍જ કરી છે કે, ફરી વખત ધારાસભાની ચૂંટણી લડી બતાવે. 1પ હજાર મતથી પરાજય નિશ્ચિત છે. કા.કે. તે આ ધારાસભ્‍યને મતદારો ઓળખી ગઈ છે. હવે છેતરાવાની નથી ગત ચૂંટણીમાં મોટી મોટી ગુલબાંગો ફેકનારને પ્રજા જાકારો આપશે તે નિશ્ચિત છે તેમ કમલેશ કાનાણીએ જણાવેલ છે.


નર નારાયણ આશ્રમનાં પુજારીની સમાધિ લેવાની ચીમકી

ગામનાં ગૌચરમાં થયેલ દબાણ દુર કરવા માટે તંત્ર કશું કરતું નથી

ન્‍યાય નહી મળતાં નર નારાયણ આશ્રમનાં પુજારીની સમાધિ લેવાની ચીમકી

6 મહિનાથી ગૌચર દબાણ દુર કરવાની માંગ છતાં ગૌ-પ્રેમી કોઈ શાસકો કાર્યવાહી કરતા નથી

દબાણકર્તાને કોંગી આગેવાનોનું સમર્થન હોવાનું જણાવતાં રાજકારણ ગરમાયું

અમરેલી, તા. 1

દેશને આઝાદી અપાવીને આઝાદીનાં લડવૈયાઓએ સેવેલ સપના ચકનાચુર થઈ ગયા છે. દેશનાં આમ નાગરિકને ન્‍યાય આપવામાં શાસકો સદંતર નિષ્‍ફળ સાબિત થઈ રહૃાા છે. ન્‍યાય માટે આમ આદમીને આત્‍મવિલોપન કરવાની ચીમકી આપવી પડે તેવી હાલત જોવા મળી રહી હોય શાસકોને હવે કોઈ શરમ-સંકોચ જોવા મળતો નથી.

દરમિયાનમાં લાઠીનાં ભીંગરાડ ખાતે આવેલ નર નારાયણ આશ્રમનાં પુજારી મનસુખભાઈ રામાવતે કલેકટરને પત્ર પાઠવીને ગૌ-ચર જમીન દબાણ, હુમલો, કોર્ટ કાર્યવાહી અંગે વિસ્‍તૃત વિગતો જણાવીને શનિવારે જીવતા સમાધિ લેવાની ચીમકી આપી છે.

પત્રમાં જણાવેલ છે કે, ભીંગરાડ ગામના સ.નં. 86 પૈ. 1 ઉપરના ગૌચરમાં ગામના ઉદ્યોગપતિ માણેકભાઈ શામજીભાઈ લાઠીયા ઘ્‍વારા દબાણ કરેલ છે. તે બાબતે હું છેલ્‍લા 6 માસથી લેખીત તથા મૌખીકમાં અવાર-નવાર રજુઆત કરેલ પણ મને કોઈપણ પ્રકારનો ન્‍યાય કે મારી અરજી બાબતે કાર્યવાહી કરવામાં નહિઆવતા છેવટે મારે ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવી પડેલ. તે પીઆઈએલની સુનાવણી તા. ર6/9/18નાં રોજ થયેલ. તેમાં ગૌચરના દબાણકર્તા માણેકભાઈ શામજીભાઈ લાઠીયા તથા તાલુકા વિકાસ અધિકારીને નોટીસ ઈસ્‍યુ થયેલ. આ બાબતે માણેકભાઈ લાઠીયા પોતાને ત્‍યાં કામે રાખેલ માણસ ઈસુબભાઈ હાજીભાઈને મને મારી નાખવાની તથા મારા આશ્રમમાં ટાોળ સાથે લઈને મોબ લીંચીગ ઉભુ કરીને મને ખતમ કરવા મારા આશ્રમ ઉપર તા. ર9/10/18નાં રોજ સાંજના 6:1પ કલાકે ટોળા સાથે ગેરકાયદેસર મંડળી રચીને મૂર્તિ તોડી ખંડીત કરીને સમાજમાં હિન્‍દુ-મુસ્‍લીમનાં તોફાનો ઉભું થાય તેવું કાવતરૂ કરનાર માણેકભાઈ શામજીભાઈ લાઠીયા કોંગ્રેસના કાર્યકર છે અને ભાજપની સરકાર બદનામ થાય તેવું કાવતરૂ કરીને તોફાન કરાવેલ. તે બાબતે લાઠી પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ દાખલ થયેલ. મેં મારા આશ્રમમાં બનાવ બને તે તા. 30/10/18નાં રોજ રાત્રે 1:30 કલાકે આ બનાવને અંજામ આપનાર માણેકભાઈ લાઠીયા ઉપર ધોરણસર ફરિયાદ દાખલ કરવા અરજી આપેલ છે.

વધુમાં જણાવેલ છે કે, મેં અગાઉ તા. 1/10/18ના રોજ મરણોતર સોગંદનામું અરજી સાથે રજુ કરેલ છે. તે અરજી બાબતે પોલીસ તરફથી કોઈ કાર્યવહી કરવામાં નહિ આવતાં આ માણેકભાઈ લાઠીયા પોતાના માણસો તથા મળતીયા ઉભા કરીને ટોળાશાહીનોબનાવ મોબ લીચીંગ જેવી બાબત ઉભી કરી કરાવી કાવતરૂ રચ્‍યું હોવા છતાં હજી સુધી આ માણસ ઉપર એફ.આર.આઈ. દાખલ થયેલ નથી. હું સાધુ હોવા છતાં એવું લાગે છે કે, ઉદ્યોગપતિના ઈસારે પોલીસ કાર્યવાહી કરે છે. જેથી હું તા. 30/10/18થી ઉપવાસ ઉપર ઉતરેલ છું. શુક્રવાર સાંજ સુધીમાં માણેકભાઈ લાઠીયા ઉપર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં નહિ આવે તો હું શનિવાર તા. 3/11/18નાં રોજ મારા નર નારાયણ આશ્રમમાં જીવતા સમાધી બપોરના 1રઃ4પ કલાકે લઈશ. તેની સઘળી જવાબદારી પોલીસ તંત્રની રહેશે તેમ અંતમાં જણાવેલ છે.


અમરેલી જિલ્‍લાનાં ખેડૂતોએ ભાવાંતર યોજનાને લઈને આંદોલન કરવું જરૂરી

ખેડૂત સમાજનાં પ્રમુખ નરેશ વીરાણીની માંગ

અમરેલી, તા.1

ખેડૂત સમાજ અમરેલી જિલ્‍લા પ્રમુખ નરેશ વીરાણી ગુજરાતના તમામ ખેડૂતોને આહવાન કરે છે કે હાલ જે ભાવાંતર યોજનાની માંગણી વેપારીઓ અને ખેડૂતો કરી રહયા છે તેમાં ગુજરાતના તમામ ખેડૂતોને જોડાવવા માટે અપીલ કરૂ છું. કારણ કે આ યોજનામાં ખેડૂતના ઉત્‍પાદનને સરકારના ટેકાના ભાવની રાહ જોવાની રહેતી નથી અને જે ભાવે ખેડૂત પોતાનો પાક વેપારીને વેચે તે ભાવ અને ટેકાના ભાવમાં ડિફરન્‍સ રહે તે રકમ સરકારને ખેડૂતના ખાતામાં નાખવાની રહે છે. આ પ્રક્રિયામાં સરકારને ગોડાઉનો રાખવાની જરૂર પડતી નથી અને માલની ખરીદી માટે કોઈ કંપનીને રાખવાની જરૂર રહેતી નથી. એટલે ખેડૂતોને પોતાના માલના રૂપિયા પણ વેપારી પાસેથી તાત્‍કાલિક ધોરણે મળે અને આ યોજનામાં કોઈ ભ્રષ્‍ટાચાર થવાનીભીતિ નથી. અને આ યોજનાથી જે મોંઘવારીનો દર વધે છે તેમાં ઘટાડો થઈ શકે છે. ભાવાંતર યોજના દેશના મઘ્‍ય પ્રદેશમાં છેલ્‍લા બે વર્ષથી ચાલુ છે. તો ગુજરાતમાં કેમ આ યોજના લાગુ પાડી શકાતી નથી ?

જે યોજના માટે આજે સૌરાષ્‍ટ્રના લગભગ માર્કેટ બંધ રહયા હતા અને અચોકકસ મુદત માટે બંધની જાહેરાત કરી છે તેને અમરેલી ખેડૂત સમાજ સંપૂર્ણ રીતે ટેકો જાહેર કરે છે. જયારે કૃષિમંત્રી આર.સી. ફળદુ મારફત જાણવા મળ્‍યું છે કે તેમની ટીમ મઘ્‍યપ્રદેશ જઈને ભાવાંતર યોજના વિશે જાણવા માટે મોકલી હતી અને તેના રિપોર્ટ પ્રમાણે ટેકાના ભાવ જ બરાબર છે. તો ફળદુ ભાવાંતર યોજનાના ગેરલાભ શું થાય છે તે જણાવવા વિનંતી કારણ કે આ યોજનામાં ખેડૂતોને ફાયદો જ છે અને નુકશાન જો કોઈને હોય તો માત્ર સરકાર પોતાની દલાલી મળવાની નથી તે નુકશાન સરકારને થવાનું છે. કારણ કે જો ભાવાંતર યોજના લાગુ કરે તો સરકારના ખોળે બેસેલી કંપનીઓ ભૂખે મરી જાય એટલે સરકાર નથી ઈચ્‍છતી કે આ યોજના લાગુ કરે. એટલે જેમ બને એટલી વહેલી તકે ભાવાંતર યોજના ચાલુ કરવામાં આવે તે આંદોલનમાં ખેડૂતો જોડાઈ અને પોતાની હકકની વાત કરે એવું આહવાન નિવેદનમાં જણાવે છે.


અમરેલી પાલિકાનાં હંગામી કર્મચારીઓને છૂટા કરી દેવા માટે કાયમી કર્મચારીઓની માંગ

કાયમી કર્મચારી મંડળે ચીફ ઓફિસરને રજૂઆત કરી

અમરેલી પાલિકાનાં હંગામી કર્મચારીઓને છૂટા કરી દેવા માટે કાયમી કર્મચારીઓની માંગ

આડેધડ હંગામી કર્મચારીઓની ભરતી થવાથી પાલિકાની તિજોરીને થાય છે નુકશાન

અમરેલી, તા.1

અમરેલી પાલિકા કર્મચારી મંડળે ચીફ ઓફિસરને પત્ર પાઠવીને પાલિકામાં ફિકસ પગાર, કોન્‍ટ્રાકટ આધારિત કર્મચારીઓ અને નિવૃત કર્મચારીઓને આપવામાં આવેલ હુકમો રદ કરવાની માંગ કરેલ છે.

પત્રમાં જણાવેલ છે કે, અમરેલી નગરપાલિકામાં કર્મચારીઓની સંખ્‍યા પુરતા પ્રમાણમાં હોવા છતાં પણ ગુજરાત સરકારની મંજૂરી વિના ફિકસ પગાર, કોન્‍ટ્રાકટ આધારિત કર્મચારીઓ, નિવૃત કર્મચારીઓની ભરતી કરી નિમણૂંક હુકમ આપવામાં આવેલ છે. આજ કારણોસર અમરેલી નગરપાલિકાના કર્મચારીઓને હજુ સુધી પાંચમાં પગાર પંચ મુજબના પગાર ધોરણ ચુકવવામાં આવી રહેલ છે. એટલે કે ગુજરાત સરકારે નગરપાલિકાના કર્મચારીઓને સાતમાં પગાર પંચ મુજબના પગાર ધોરણ આપવાની જાહેરાત કરવા છતાં અમરેલી નગરપાલિકામાં હજુ સુધી છઠા પગાર પંચ મુજબના પગાર ધોરણની પણ સંપૂર્ણઅમલવારી થઈ શકેલ ન હોય, આથી ગુજરાત સરકારની મંજૂરી વિના ફિકસ પગાર, કોન્‍ટ્રાકટ આધારિત કર્મચારીઓ, નિવૃત કર્મચારીઓને આપવામાં આવેલ નિમણૂંક હુકમો સત્‍વરે રદ કરવાની કાર્યવાહી કરવામાં આવે કારણ કે સેકશન અધિકારી, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગરના ઠરાવ ક્રમાંક પગર/ 1રર016/ર790/આર. તા. 18/10/17 થી ગુજરાત રાજયની નગરપાલિકાઓના કર્મચારીઓને ગુજરાત રાજય સરકારના કર્મચારીઓના પગાર ધોરણે સાતમાં પગાર પંચની ભલામણ મુજબના પગાર ધોરણ અપનાવવા બાબતે ઠરાવ કરવામાં આવેલ છે. જે અંતર્ગત અમરેલી નગરપાલિકાના કર્મચારીઓને સાતમાં પગાર પંચ મુજબની પગાર ધોરણ મેળવવામાં અત્‍યંત સરળતા રહે તેમ અંતમાં જણાવેલ છે.


કૃષ્‍ણગઢ ખાતે ‘‘મનરેગા યોજનામાં” ભ્રષ્‍ટાચારનો આક્ષેપ

ગામજનોએ મુખ્‍યમંત્રીને પત્ર પાઠવીને ધગધગતી રજુઆત કરી

કૃષ્‍ણગઢ ખાતે ‘‘મનરેગા યોજનામાં” ભ્રષ્‍ટાચારનો આક્ષેપ

સુરત વસવાટ કરતાં અનેક વ્‍યકિતઓનાં જોબકાર્ડ બનાવી આપવામાં આવ્‍યા

શ્રમજીવીઓને ર1 દિવસનોપગાર છેલ્‍લા 3 મહિનાથી ચુકવવામાં આવતો નથી

અમરેલી, તા. 1

લાઠી નજીક આવેલ કૃષ્‍ણગઢનાં ગામજનોએ મુખ્‍યમંત્રીને પત્ર પાઠવીને ગામમાં મનરેગા યોજનામાં મસમોટું કૌભાંડ થયાનું જણાવીને કસુરવાનો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

પત્રમાં જણાવેલ છે કે, વર્ષ ર018માં કૃષ્‍ણગઢ ગામે નરેગા યોજના તળે તળાવમાં રાહત કામમાં 37 દિવસ મંજુરી કરેલ છે. પરંતુ અમોને 16 દિવસનો પગાર આપેલ છે. ર1 દિવસનો પગાર છેલ્‍લા ત્રણ માસથી બાકીના મજુરીના પગાર ચુકવવામાં આવેલ નથી.

જે લોકો કામે ન આવતા તેવા લોકોને પુરા પગાર ચુકવવામાં આવેલ છે. અમુક લોકો વર્ષોથી સુરત રહે છે ગામે રહેતા નથી તેના પગાર ચુકવવામાં આવેલ છે. કારકુન ગામના એકપણ જોબકાર્ડ હાજરી ભરેલ નથી. સરકારના ઓનલાઈન પ્રિન્‍ટ કઢાવતા તમામ લોકોની હાજરી પુરી બતાવેલ છે. સરકારના નિયમ મુજબ મજુરી ચુકવવામાં આવેલ નથી. નરેગા યોજના તળેના કૌભાંડમાં લાખો રૂપિયાનો ભ્રષ્‍ટાચાર થયેલ છે. જેની ઉચ્‍ચકક્ષાએ તપાસ કરાવી જવાબદારો સામે પગલા લેવા બાકી રહેલ પગાર ચુકવવાનો હુકમ કરવા તેમજ મુખ્‍યમંત્રી તથા ગ્રામ વિકાસ મંત્રીના સંદર્ભીત પત્રોનો અમલ કરાવવા ન્‍યાયના માટે મહાત્‍મા ગાંધી ચિંઘ્‍યા માર્ગે તા. ર9/10/18થી પ્રતિક ધરણા, સત્‍યાગ્રહ કરવાની અરજી આપના નરેગાયોજના તળે કરેલા કામની ચોકડીઓ જેસીબી ઘ્‍વારા બુરી દઈ જમીન સમતળ કરી નાખેલ છે. અમોએ સરપંચના પતિ મનસુખભાઈ મુલાણીને પુછતા તેઓએ કહૃાું કે, આ બાબતની મને ખબર નથી તમોને ગાંધીનગર સુધી જવાની છુટ છે. આ કામના કારકુન હરેશભાઈ સુસરાને મળતા તેઓએ કહૃાું કે, ઉપસરપંચ કનુભાઈ અકબરીએ તમામ ચોકડી જેસીબી ઘ્‍વારા બુરાવી નાખી છે. તમારી અરજીની તપાસ આવે તેમ હતી. જિલ્‍લા નિયામકનાં કહેવાથી તાલુકા પંચાયત લાઠીએ જેસીબી મોકલ્‍યું હતું.

નરેગા કૌભાંડ જિલ્‍લા કચેરીથી ભીનું સંકેલાતું હોય જેથી અમો સત્‍યાગ્રહ મોકુફ રાખેલ છે અને આવેદનપત્ર આપી સરકાર પાસે ન્‍યાય માંગીએ છીએ. ન્‍યાય નહી મળે તો ગુજરાત હાઈકોર્ટમાં જવાની ફરજ પડશે તેમ અંતમાં જણાવેલ છે.


પ્રેમપરામાં મકાન ખાલી કરવા માટે યુવકને માર મારી, ધમકી આપી

અમરેલી, તા.1

ધારી નજીક આવેલ પ્રેમપરા વિસ્‍તારમાં રહેતા અને મજૂરી કામ કરતા ભાવેશ માવજીભાઈ વાઘેલા નામના 19 વર્ષીય યુવક તે જ વિસ્‍તારમાં રહેતા જીતુભાઈ ચતુરભાઈ તથા તેમના બે દીકરા તથા તેમના ભત્રીજાએ ઘર ખાલી કરાવવા બાબતે ઝગડો કરી, ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ ધારી પોલીસમાં નોંધાઈ છે.


ગાવડકા ગામેથી ગેરકાયદેસર રેતી ભરેલ ડમ્‍પરને પોલીસે ઝડપી લીધું

ડમ્‍પર સહિત રૂા. 4 લાખ ઉપરાંતનો મુદ્યામાલ જપ્‍ત કર્યો

અમરેલી, તા.1

અમરેલીના સૂળીયા ટીંબા વિસ્‍તારમાં રહેતા જીતેન્‍દ્ર ઉર્ફે જીતુ ભાખરભાઈ ચાવડા નામના ઈસમ પોતાના હવાલા વાળા ડમ્‍પર નંબર જી.જે. 14 ડબલ્‍યુ. 1પર1માં વગર પાસ પરમીટે, રોયલ્‍ટી ભર્યા વગરનું લઈ નીકળતા તાલુકા પોલીસે તેમને ગાવડકા- બાબાપુર રોડ ઉપર ઉભુ રાખી તપાસકરતા તેને રેતી ટન-10 કિંમત રૂા. પ હજાર તથા ડમ્‍પર મળી કુલ રૂપિયા 4,0પ,000ના મુદામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


ઉચૈયા ગામની સીમમાં આવેલ વાડીમાંથી દેશીદારૂનો જથ્‍થોઝડપાયો

અમરેલી, તા. 1

એસઓજી ટીમને વહેલી સવારમાં બાતમી મળેલ કે ઉચૈયા ગામના બદરૂભાઈ કાળુભાઈ બોરીચા તથા કિરણભાઈ દેવકુભાઈ ધાખડા બન્‍ને વાડીનાં કાંઠે ધાતરવડી નદીની નજીકમાં રેઈડ કરતાં બન્‍ને આરોપીઓ નદીમાં નાશી ગયેલ હતા.

પકડાયેલ મુદામાલમાં દેશી દારૂ લીટર પ0 કિંમત રૂા. 1000 તથા દેશી દારૂ બનાવવાનો આથો લીટર 1300 કિંમત રૂા. ર600 તથા દેશીદારૂ તથા આથો રાખવાના કેરબા, ટાંકા વિગેરે મળી કુલ રૂપિયા પ800નો મુદામાલ કબ્‍જે કરેલ છે.

ઉપરોકત આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ શરૂ કરવામાં આવેલ છે. તેમજ આરોપી પકડાયેથી દેશી દારૂનો જથ્‍થો કોને આપવાનો હતો તેમજ આરોપીની મદદમાં અન્‍ય કોણ-કોણ સંડોવાયેલ છે તે બાબતે વધુ તપાસ અર્થે પીપાવાવ મરીન પોલીસ સ્‍ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.


જુના વાઘણીયા ગામેથી પશુનાં વાડામાં છૂપાવેલ પરપ્રાંતનો દારૂ ઝડપાયો

10,900નાં મુદ્યામાલ સાથે આરોપી પણ ઝડપાયો

અમરેલી,તા.1

બગસરા તાલુકાના જુના વાઘણીયા ગામે રહેતો ઘનશ્‍યામ ભીખાભાઈ સાનિયા નામના યુવકે તે જ ગામે આવેલ પશુના વાડામાં ભારતીય બનાવટના પરપ્રાંતીય દારૂ બોટલ નંગ-46 કિંમત રૂા. 10,900ની છૂપાવ્‍યાની બાતમી પોલીસને મળતા પોલીસે આરોપીને પરપ્રાંતીય દારૂ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


બલાણા ગામે ઈલેકટ્રીક શોક લાગતાં પરિણીતાનું મોત

રસોડામાં લેમ્‍પ બદલવા જતાં અકસ્‍માતે બન્‍યો બનાવ

અમરેલી, તા. 1

જાફરાબાદ તાલુકાનાં બલાણા ગામે રહેતાં લખમીબેન વિજાભાઈ ઢીસાત નામની રપ વર્ષિય પરિણીતા ગઈકાલે સાંજના સમયે પોતાના ઘરે રસોડામાં દિવાળીનાં તહેવાર હોય જેથી ધુંજાળા કરતાં હોય, તે દરમિયાન રસોડામાં લેમ્‍પ ઉડી જતાં નવો લેમ્‍પ ફીટ કરવા જતાં અકસ્‍માતે ઈલેકટ્રીક શોક લાગતાં તેણીનું મોત નિપજયાનું જાફરાબાદ મરીન પોલીસમાં જાહેર થવા પામેલ છે.


આયુષમાન ભારત યોજના અંતર્ગત સૌપ્રથમ ઓપરેશન : અમરેલીમાં રાધિકા હોસ્‍પિટલ દ્વારા જોઈન્‍ટ રીપ્‍લેસમેન્‍ટ સર્જરી કરાઈ

અમરેલી, તા.1

નેત્ર ચિકિત્‍સા ટ્રસ્‍ટ સંચાલિત રાધિકા મલ્‍ટીસ્‍પેશ્‍યાલીટી  હોસ્‍પિટલ(ગોળ દવાખાનુ)- અમરેલીમાં પ્રધાનમંત્રી આયુષ્‍યમાન ભારત યોજના હેઠળ સુપર સ્‍પેશ્‍યાલીસ્‍ટ જોઈન્‍ટ રીપ્‍લેસમેન્‍ટ સર્જન ડો.પ્રતિક પ્રજાપતિ સાહેબ દ્વારા તા.ર7/10/18ના રોજ જોઈન્‍ટ  રીપ્‍લેસમેન્‍ટ સર્જરી 8 તઃત્‍બ્‍િ છદ્યભ્‍ભ્‍ ચભ્‍ઉબ્‍ભિભ્‍?ભ્‍દ્યત્‍9 ગોઠણનો  સાંધો  બદલવાનું  સફળ  ઓપરેશન કરવામાં આવેલ છે.

તા.ર6/10ના રોજ દર્દીચતુરભાઈ રવજીભાઈ કંડોળીયા ઉ.વ.પ8 રે. ચકકરગઢ દેવળીયાના દર્દી રાધિકા મલ્‍ટીસ્‍પેશ્‍યાલીટી હોસ્‍પિટલમાં દાખલ થયેલ હતા.

તેમને  પગમાં  ગોઠણનો સાંધો ઘસાઈ ગયેલ હતા તો  તેમનું  ડો.પ્રતિક પ્રજાપતિસાહેબ  દ્વારા તા.ર7/10ના  રોજ  પ્રધાનમંત્રી  આયુષ્‍યમાન ભારત યોજના હેઠળ મફતમાં જોઈન્‍ટ રીપ્‍લેસમેન્‍ટ સર્જરી 8તઃત્‍બ્‍િ  છદ્યભ્‍ભ્‍ ચભ્‍ઉબ્‍ભિભ્‍ ?ભ્‍દ્યત્‍9 ગોઠણનો સાંધોનું બદલવાનું ઓપરેશન કરવામાં આવેલ હતુ અને તે દર્દી તા.ર8/10ના રોજ ચાલતા તથા તા.30/10ના રોજ દાદરાઓ ચડતા -ઉતરતા પણ થઈ ગયેલ હતા. દર્દીને ઓપરેશનમાં ફોરેનનો  ઈમ્‍પોટેડ  સાધો નાખવામાં આવેલ છે.ઓર્થોપેડીક વિભાગમાં ધુટણ, થાપા અને ખંભાના ધસારા  માટે  જોઈન્‍ટ રીપ્‍લેસમેન્‍ટ  સર્જરી તથા કમરના મણકાની ગાદીના દુખાવા, મણકાના ટીબી તથા મણકાના ફેકચરના ઓપરેશન  તેમજ  ટુંકા  પગ  લાંબા  કરવા  માટે  રશીયન ટેકનીકથી ઈલીઝારોવ ઓપરેશન  જેવી  સર્જરી  રાધિકા  મલ્‍ટીસ્‍પેશ્‍યાલીટી  હોસ્‍પિટલ  (ગોળ દવાખાનુ)- અમરેલીમાં  કરવામાં આવે છે. તો અમરેલીની જાહેર જનતાએ પ્રધાનમંત્રી આયુષ્‍યમાન ભારત યોજના હેઠળની યોજનાનો લાભ લેવા વિનંતી.  તેમજ આરોગ્‍ય વિભાગ અમરેલી અને આંખ વિભાગમાં પ્રધાનમંત્રી આયુષ્‍યમાન ભારત યોજના હેઠળ મફતમાં મોતીયાના પાંચ ઓપરેશન કરવામાં આવેલ છે.કાન- નાક- ગળા વિભાગમાં પણ પ્રધાનમંત્રી આયુષ્‍યમાન ભારત યોજના હેઠળ મફતમાં ઓપરેશન કરવામાં આવેલ છે.                તેમજ  મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારીશ્રીનાં સીધા માર્ગદર્શન હેઠળ ડી.પી.ઓ./ આયુષ્‍યમાન ભારત ડી.સી. / માં યોજના ડી.સી. તથા રાધિકા હોસ્‍પિટલનાં આયુષ્‍યમાન મિત્ર શર/ આ દર્દીને ગોલ્‍ડન રેકોર્ડ થી લઈ કલેઈમ લેવા સુધીની પુરી જહેમત ઉઠાવી આ દર્દીને તદ્ર ફ્રી માં આ યોજના હેઠળ સારવાર અપાવી છે.


લ્‍યો બોલો : ગીર પંથકમાં થયેલ બાંધકામને કારણ વગર સીલ મારવામાં આવ્‍યાનો આક્ષેપ

ખેડૂતો અને શ્રમજીવીઓનાં હિતમાં યોગ્‍ય કરવા માંગ કરી

લ્‍યો બોલો : ગીર પંથકમાં થયેલ બાંધકામને કારણ વગર સીલ મારવામાં આવ્‍યાનો આક્ષેપ

ફાર્મ હાઉસનાં માલીકોએ મહેસુલ મંત્રીને કરી રજૂઆત

અમરેલી, તા. 1

ગીર પંથકમાં રપ કરતાં પણ વધુ સિંહોનાં મોત થયા બાદ વન તંત્ર હરકતમાં આવેલ છે. અને ગીરપંથકમાં ચેકીંગનાં નામે આડેધડ મકાનોને સીલ મારવામાં આવતં ફાર્મ હાઉસનાં માલીકોએ રાજયનાં મહેસુલીમંત્રીને લેખિત રજૂઆત કરેલ છે.

રજૂઆતમાં જણાવેલ છે કે, કલેકટર અને જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ તા.ર3/10/ર018ના આદેશથી પ્રાંત અધિકારી વેરાવળનાં અઘ્‍યક્ષ સ્‍થને એક ટીમ બનાવી, ઉપરોકત વિષયમાં દર્શાવેલ પ્રવૃતિ બંધ કરવા માટે તા. ર6/10/ર018 થી તા. ર8/10/18 સુધીમાં તપાસણી કરી તેનો રીપોર્ટ કલેકટરને રજૂ કરવા જણાવેલ છે.

જે અન્‍વયે જણાવવાનું કે, ગીર વિસ્‍તારના રહીશોને પ્રાંત અધિકારીએ તા.ર6/10/ર018 થી તા. ર8/10/ર018 દરમિયન જે તે વાડી-ખેતરો અને ગીર વિસ્‍તારના ગામડાઓની તપાસ કરવા આવતા તેઓના મનસ્‍વી રીતે વાડી-ખેતરોમાં રહેતા ખેડૂતો અને મજુરોના મકાનોને તપાસણીના બદલે સીલ કરી દીધા છે. જેથી મજુરો અને ખેડૂતોને રહેઠાણ માટે ઘણી મુશ્‍કેલી ઉભી થયેલ છે. તેમજ અમુક ખેડૂતોના મકાનો સીલ કર્યા છે. જયારે અમુક ખેડૂતોને બે દિવસ, પાંચ દિવસ, સાત દિવસમાં એમ આધારો રજૂ કરવા ફકત નોટીસો આપેલ છે. આમ તપાસણી ટીમ ર્ેારા મનસ્‍વી રીતે જુદા-જુદા નિર્ણયો લઈ ખેડૂતોને માનસિક પરેશાની કરેલ છે.

વધુમાં જણાવેલ છે કે, અમારા ગામમાં છેલ્‍લા આશરે ચાલીસેક વર્ષોથી કોઈ નવુ ગામતળમાં વધારો થયેલ નથી કે આજુબાજુની કોઈ જમીન બિનખેતી થયેલ નથી. જેથી સંયુકત કુટુંબમાં રહેતા પરિવારોમાં અલગ થતા પરિવારો પોતાનાખેતર વાડીમાં મકાનો બનાવી રહેવાનું પસંદ કરેલ છે. ખેતરોના ખેતીકામ માટે કુટુંબ તથા મજુરોને રહેવા માટે સુવિધા પણ કરવામાં આવે છે. જેથી તમામ વાડી ખેતરોમાં આવેલ મકાનોનો ફાર્મ હાઉસ કે વાણીજય હેતુ માટે ઉપયોગ થતો હોઈ તેવુ માનવાને કારણ નથી. તેમ છતાં વાડી ખેતરનાં માલિકોને કોઈ પણ જાતની સમજણ આપ્‍યા વગર ધાક બેસાડવા પોલીસ પાર્ટી સાથે રહેણાંક પણ સીલ કરી દીધેલ છે.

વધુમાં જણાવેલ છે કે, ખેડૂત તથા ખેતર માલિકોને સાંભળ્‍યા વગર આગળની કોઈ કાર્યવાહી ન થાય તેમજ તમામ ખાતેદારોને એકજ નિયમ હેઠળ પરેશની ન થાય તે બાબતે અપના તરફથી સક્ષ્મ અધિકારીને જરૂરી સૂચના આપવા તેમજ તા. ર6/10/ર018 થી ર8/10/ર018 દરમિયાન પ્રાંત અધિકારીએ કરેલ કાર્યવાહીનો હાલ પુરતો અમલ ન થાય તેવી સૂચના આપવા અંતમાં માંગ કરેલ છે.


દિવ્‍યાંગજનોનાં વિવિધ પ્રશ્‍નો અંગે કલેકટરને રજૂઆત કરાઈ

એક ડઝન જેટલા પ્રશ્‍નોનું નિરાકરણ માંગ્‍યું

અમરેલી, તા.1

દિવ્‍યાંગજનોનાં પ્રાણ પ્રશ્‍નો અંગે જનસેવા ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારાકલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્‍યું હતું.

આવેદન પત્રમાં જણાવેલ છે કે,  દિવ્‍યાંગોને મળતા લાભમાં રહેલી વિસંગતતા દૂર કરવી. દિવ્‍યાંગોને અમુક લાભ બી.પી.એલ. યાદીમાં 0 થી 16ના સ્‍કોરમાં આવે તેમને જ મળવા પાત્ર છે. તો તે દૂર કરવા અથવા દરેક દિવ્‍યાંગોને 0 થી 1ના સ્‍કોરમાં બી.પી.એલ.માં સમાવવા. દિવ્‍યાંગોને નોકરીમાં જે 3% અનામત મળે છે તેમાં વધારો કરવો. કારણ કે તેમ વિકલાંગતાની શ્રેણીમાં ઘણા પ્રકારના દિવ્‍યાંગોનો સમાવેશ કરાયેલો છે. જે પ્રમાણમાં 3% ખૂબ જ ઓછુ પ્રમાણ છે. તો આ પ્રમાણમાં વધારો કરવો અને અમુક જગ્‍યાઓમાં ફકત દિવ્‍યાંગોને જ નોકરી આપો. હાલમાં નોકરીમાં ફિકસ પગાર ધોરણ છે તે દિવ્‍યાંગોને તેમાંથી મુકિત આપી તેમને પૂરો પગાર નોકરીએ રાખવા સહિતની એક ડઝન માંગ કરવામાં આવી હતી.


રાયડી જળાશયનાં પાણી અંગે મહત્‍વની બેઠક યોજાઈ

               રાયડી કેનાલ સિંચાઈયોજનામાં સિંચાઈ સલાહકાર સમિતિની રવિ સિઝન ર018-19 માટે પાણી છોડવા અંગે કાર્યપાલક ઈજનેર પટેલનાં અઘ્‍યક્ષસ્‍થાને રાયડી ડેમે મિટિંગ રાખવામાં આવેલ જેમાં કાર્યપાલક ઈજનેર, પાણી પુરવઠ અધિકારી ધારાસભ્‍ય, સેકશન ઓફિસર, દરશનભાઈ ચૌહાણ, નાયબ કાર્યપાલક ઈજનેર જોગાણી, નાયબ કાર્યપાલક ઈજનેર જયેશભાઈ ચૌધરી, માર્કેટીંગ યાર્ડ ચેરમેન જીગ્નેશભાઈ પટેલ, કાતર દરબાર દાદભાઈ વરૂ, બાબભાઈ વરૂ (કિસાન સંઘ) આલકુભાઈ વરૂ (જીકાદ્રી સરપંચ) મંગળુભાઈ બોરીચા મોટાબારમણ પ્રવિણભઈ બારૈયા, કિશોરભઈ વરૂ દુધાળા અમકુભાઈ વરૂ મીઠાપુર પ્રતાપભાઈ જે. વરૂ બાલાની વાવ, જીતુભાઈ વરૂ નાગેશ્રી બાબભાઈ બોરીચા-ચોત્રા ! ચંદુભાઈ પટેલ ચોત્રા પ્રશાંતભાઈ પટેલ, મોટાબારમણ દુલાભાઈ નાના બારમણ પ્રતાપભાઈ (કિસાન સંઘ મંત્રી) ભાભલુભાઈ ચોત્રા, તખુભાઈ વરૂ મીઠાપુર, 10 ગામનાં ખેડૂતો અને સિંચાઈ સલાહકાર સમિતિનાં સભ્‍યો સાથે મિટિંગ યોજાઈ હતી જેમાં પીવાનાં પાણી અનામત રાખવા અને બાકીનું પાણી સિંચાઈનું પાણી છોડવા અંગે નિર્ણય કરવામાં આવ્‍યો હતો.


રાષ્‍ટ્રીય એકતા અને સંવાદિતતાની વિવિધ સ્‍પર્ધાઓનાં વિજેતાઓને સન્‍માનિત કરાયા

અમરેલી, તા.1

સરદાર પટેલ જન્‍મમજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ.

અમરેલી સ્‍થિત પોલીસ હેડકવાર્ટસ ખાતે રાષ્ટ્રીકય એકતા દિન નિમિત્તે રાષ્ટ્રીય એકતા અને સંવાદિતતા અંતર્ગત યોજવામાં આવેલી જુદી-જુદી સ્‍પદર્ધાઓના વિજેતાઓને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. રાષ્ટ્રીય એકતાના શપથ લેવામાં આવ્‍યા હતા. રાષ્ટ્રીય ગીતનું સમૂહગાન કરવામાં આવ્‍યું હતુ. પોલીસ જવાનો દ્વારા માર્ચ પાસ્‍ટ કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં કલેકટર આયુષ ઓક, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ નિરગુડે, પ્રાંત અધિકારી ડી.એન. સતાણી, જિલ્લાક ખેતીવાડી અધિકારી કે.કે. પટેલ, નાયબ જિલ્લા પોલીસ અધિકારી દેસાઇસહિતના અધિકારી, કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રકાશ જોષીએ કર્યુ હતુ.


રાજુલામાં ગરીબ પરિવારોને જીવનજરૂરી ચીજવસ્‍તુ અર્પણ કરાઈ

               રાજુલા તાલુકા પ્રાથમિક શિક્ષક પરિવાર આયોજીત જરૂરીયાતમંદ ગરીબ લોકોને જીવન જરૂરી કીટનું વિતરણ કરવામાં આવ્‍યું. જેમાં કપડા, સાડી, બુટ, ચંપલ, વાસણ, ચાદર, ગોદડા, ગરમ કોટ, રમકડા વગેરે અન્‍ય જીવન જરૂરી વસ્‍તુનું રાજુલા શહેરમાં આવેલ જુદા જુદા ઝૂંપડપટ્ટી વિસ્‍તારમાં ખાસ વાહન (યુનિટી રથ) મારફત વસ્‍તુ વિતરણ કરવામાં આવી. આ કાર્યક્રમમાં પ્રમોદભાઈ કાનપરીયા મંત્રી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ, બીઆરસી કો. ઓર્ડિનર અજયભાઈ ખુમાણ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ખજાનચી પ્રવિણભાઈ જેઠવા, સેવાભાવી શિક્ષક જગદીશભાઈ ભુતૈયા, ઘનશ્‍યામભાઈ કચીયા, વિજયભાઈ આઈ. ચૌહાણ, મુર્તુઝાભાઈ લાખાણી, રાજેશભાઈ તેરૈયા અને સંજયભાઈ એમ. મકવાણા આ ભગીરથ કાર્યમાં જોડાઈને રાજુલા તાલુકા પ્રાથમિક શિક્ષક પરિવાર આયોજીત આ કાર્યને સફળતા અને જવાબદારીપૂર્વક બજાવેલ છે. અને આગળ પણ આવા માનવ સેવાના કાર્યો અને સમાજ ઉપયોગી કાર્ય કરતા રહેશે. તમામ કામગીરી માટે રાજુલા તાલુકા શિક્ષણાધિકારી મણીબેન એન. ગામીત અને રાજુલા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘે બિરદાવી હતી અનેપુરતો સહકાર પુરો પાડયો હતો.


02-11-2018