Main Menu

Thursday, November 1st, 2018

 

વંડા ગામે માતાજીનાં મઢે આવવાની ના પાડતા 4 શખ્‍સોએ આધેડને માર માર્યો

ઘરનો સામાન તોડી નાખી નુકશાન પણ કર્યું

અમરેલી, તા.31

સાવરકુંડલા તાલુકાના વંડા ગામે રહેતા અને મજૂરી કામ કરતા ધુડાભાઈ કમાભાઈ પરમાર નામના પપ વર્ષીય આધેડના માતાજીના મઢે નિવેદ તથા માતાજીનો માંડવો હોય, જેમાં તે જ ગામે રહેતા વેરસી જમાભાઈ, સોહન જમાભાઈ, હનુ જમાભાઈતથા રાજુ ઉર્ફે બગુ વેરસીભાઈને આવવાની ના પાડતા તે વાતનું મનદુઃખ રાખી આ ચારેય શખ્‍સોએ આધેડને ગાળો આપી, ઢીકાપાટુનો માર માર્યો ઘરસામાન તોડી નાખી નુકશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ વંડા પોલીસમાં નોંધાઈ છે.


માંડણ ગામે ડંકીને જોરથી પછાડવાની ના પાડતા આધેડને ઢીકાપાટુનો માર પડયો

અમરેલી, તા.31

રાજુલા તાલુકાના માંડણ ગામે રહેતા નનુભાઈ કરીમભાઈ મીર નામના પ9 વર્ષીય આધેડની સીમાડીયા પીરની દરગાહની બાજુમાં આવેલ પાણીની ડંકીમાંથી તે જ ગામે રહેતા મેઘાભાઈ ભીમાાઈ તથા તેમના ભત્રીજા ડંકી જોરથી પછાડતા હોય જેથી આધેડે ડંકી પછાડવાનીના પાડતા આ બન્‍ને ઈસમોએ ઢીકાપાટુનો માર મારી, લાકડી વડે ઈજા કરી, જાનથી મારી નાખવા ધમકી આપ્‍યાની ફરિયાદ ડુંગર પોલીસમાં નોંધાઈ છે.


ધારી નજીક આવેલ પ્રેમપરામાં પત્‍નિને પરેશાન નહી કરવા ઠપકો આપવા જતાં પિતા-પુત્રને માર માર્યો

તે જ વિસ્‍તારમાં રહેતાં 4 શખ્‍સો સામે પોલીસ ફરિયાદ

અમરેલી, તા. 31

ધારી નજીક આવેલ પ્રેમપરા વિસ્‍તારમાં રહેતાં અને ખેતીકામ કરતાં જયદિપભાઈ જીતેન્‍દ્રભાઈ વાડદોરીયા નામનાં રપ વર્ષિય ખેડૂતનાં પત્‍નિ વાડીએ ચા-પાણી આપવા માટે જતાં હોય, ત્‍યારે તે જ વિસ્‍તારમાં રહેતાં લાલજી માવજીભાઈ તથા ભાવેશ માવજીભાઈ તથા તેમનો મોટો ભાઈ તેણીને જોઈ સીટી વગાડી અને ખરાબ બોલતાં હોય, જેથી આ ખેડૂત યુવક તથા તેમનાં પિતા બન્‍ને આ બાબતે સમજાવવા જતાં આ ત્રણેય શખ્‍સો તથા બોદો વાલજીભાઈ મળી ચારેય લોકોએ ગાળો આપી લાકડી, કુહાડીથી ઈજા કરી ઢીકા પાટુનો માર માર્યાની ફરિયાદ ધારી પોલીસમાં નોંધાઈ છે.


ખાંભાનાં પાસ કન્‍વીનર અશ્‍વિનભાઈ પેથાણી પર હુમલો થતા ચકચાર

ઈજાગ્રસ્‍ત હાલતમાં સાવરકુંડલા ખાતે ખસેડાયા

ખાંભા, તા.             31

ખાંભા તાલુકાનાં પાસ કન્‍વીનર અશ્‍વિનભાઈ પેથાણી પર આજે હનુમાનપુરનાં કનુ બોરીચાએ નશો કરી પાઈપ વડે હુમલો કરી દેતા અશ્‍વિનભાઈને પ્રથમ સારવાર અર્થ ખાંભા હોસ્‍પિટલમાં ખસેડાયા હતા બાદમાં વધુ સારવાર અર્થ સાવરકુંડલા ખસેડાયા હતા ત્‍યારે કનુ બોરીચા દારૂનો ધંધો કરતો હોય અને આમની પર અગાઉ દારૂસહિત મારામારીના ગુના નોંધાયેલ છે, જેમની સામે ખાંભા પોલીસમાં ફરિયાદ નોંધાયેલ છે.


સાવરકુંડલાનાં ખેડૂત સમાજે મામલતદારને આવેદનપત્ર પાઠવ્‍યું

અમરેલી જિલ્‍લાને ખેડૂતો, પશુપાલકોનાં હિતમાં તાત્‍કાલિક અછતગ્રસ્‍ત જાહેર કરો

સાવરકુંડલાનાં ખેડૂત સમાજે મામલતદારને આવેદનપત્ર પાઠવ્‍યું

સાવરકુંડલા, તા. 31

સાવરકુંડલા ખેડૂત સમાજે આજે મામલતદાર મારફત મુખ્‍યમંત્રીને આવેદનપત્ર પાઠવેલ છે.

આવેદનપત્રમાં જણાવેલ છે કે, સૌરાષ્‍ટ્રમાં છેલ્‍લા ત્રણ ચોમાસાથી વરસાદ અનિયમિત અથવા અપુરતો રહૃાાં કરે છે અને સિંચાઈની સગવડોનાં જેટલા પણ દાવા સરકારે કર્યા છે તે તમામ તોકળ સાબિત થયા છે. આજે પ0 ટકાથી વધારે ખેડૂતો વરસાદી ખેતી પર આદર રાખે છે. એવા સમયે અપુરતો વરસાદ, સિંચાઈની સગવડોનાં અભાવે તેમજ નીચા ભાવને કારણે સૌરાષ્‍ટ્રનાં ખેડૂતોને દેવું વઘ્‍યું છે. તેના કારણે ખેડૂતોના આપઘાતનાં બનાવો પણ વઘ્‍યા છે. જે ભૂતકાળમાં બહુજ જુજ હતા જેને લઈને ચાલું વર્ષમાં ખેડૂતોની હાલત બિલકુલ કફોડી હોવાથી તાત્‍કાલિક ધોરણે અમરેલી જિલ્‍લાને અસરગ્રસ્‍ત જાહેર કરવા માટેની માંગણી કરીએ છીએ.

વધુમાં જણાવેલ છે કે, જયારે પાકવીમા બાબતે અમરેલી જીલ્‍લાનાં ર36 ગામડાઓને પાકવીમાથી વંચિત રહૃાા છે તેમને તાત્‍કાલિક ધોરણે પાકવીમો મળે તેવી વ્‍યવસ્‍થા કરવામાં આવે.

ખેડૂતોનીનબળી પરિસ્‍થિતિ, કુદરતી આફતો અને સરકારની ઉપેક્ષાઓને ઘ્‍યાને લઈને જેમ ભારતનાં બીજા રાજયોમાં ખેડૂતોનાં દેવા માફ કરવામાં આવ્‍યા અને તેમને વીજળી મફત કરી આપવામાં આવી છે તેવી જ રીતે ગુજરાતના ખેડૂતોને પણ મફત વીજળી અને તેમના દેવા માફ કેમ નાં થઈ શકે ?

વધુમાં જણાવેલ છે કે, સાવરકુંડલા તાલુકાની સાથોસાથ અમરેલી જિલ્‍લાને તાત્‍કાલિક ધોરણે અસરગ્રસ્‍ત જાહેર કરવામાં આવે, અમરેલી જિલ્‍લાનાં ર36 ગામડાઓને પાકવીમાથી વંચિત રાખવામાં આવેલ છે તેમને પાકવીમાનું વળતર મળે તેવી વ્‍યવસ્‍થા કરવામાં આવે, સૌરાષ્‍ટ્રમાં સિંચાઈનો અભાવ હોવાથી સૌરાષ્‍ટ્રની જીવાદોરી સમાન જે કલ્‍પસર યોજનાનું કામ ફટાફટ ચાલું કરવામાં આવે, ખેડૂતોના તમામ દેવાઓ માફ કરવામાં આવે.  આમ અમરેલી જિલ્‍લાના ખેડૂતો અને ગામડાઓમાં વસતા તમામ લોકોને મુશ્‍કેલીઓ પડી રહી છે તેમને ઘ્‍યાને લઈને આ અંગેની રાહત આપવા યોગ્‍ય કરવા અંતમાં માંગ કરેલ છે.


સાવરકુંડલાનાં કાપેલધાર વિસ્‍તારમાંથી વિદેશી દારૂ સાથે 1 શખ્‍સ ઝડપાયો

અમરેલી, તા.31

સાવરકુંડલા ગામે આવેલ હોથીભાઈ શેરીમાં રહેતા જગદીશ ઉર્ફે કાળુ દેવશીભાઈ મારૂ નામનો ઈસમ આજે સાવરકુંડલા ગામે આવેલ કાપેલધાર વિસ્‍તારમાંથી ભારતીય બનાવટનો પરપ્રાંતીય દારૂની અલગ અલગબ્રાંડની બોટલ નંગ-10 કિંમત રૂા. 3660ના મુદામાલ સાથે નીકળતા સાવરકુંડલા ટાઉન પોલીસે તેમને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.


સાવરકુંડલા ખાતે પીર સૈયદ ગુલામઅલી બાપુ કાદરીનો ઉર્ષ શરીફ ઉજવાયો  

સાવરકુંડલા પીર સૈયદ ગુલામઅલી બાપુ કાદરીનો 41મો ઉર્ષ શરીફ ઘણી શાનોસૌકતથી ઉજવાયેલ હતો. આ ઉર્ષ શરીફમાં દીવસભર ધાર્મિકમય કાર્યક્રમો સાથે હજારોની સંખ્‍યામાં જનમેદની ઉમટી પડેલ હતી. સાવરકુંડલાનાં સૂફી સંત ઓલીયા પીર સૈયદ અલ્‍હાઝ સરકાર દાદાબાપુનાં વાલીદ પિતા) અને કોમી એકતાનાં પ્રતીકસમા પીર સૈયદ ગુલામઅલી બાપુ કાદરીનાં ઉર્ષ શરીફ નિમીતે સવારનાં 10 વાગ્‍યાથી વહેલી સવારનાં પ વાગ્‍યા સુધી વિવિધ પ્રકાશનાં ધાર્મિક કાર્યક્રમો યોજાયેલ હતા. તેથી તે દિવસ આખો ધાર્મિકમય રીતે બન્‍યો હતો. જેમાં રાત્રે ઈશાની નમાઝ બાદ કમરૂનીઝાખાન સાહેબે શાનદાર તકરીર ફરાવતા હાજર ુસ્‍લીમોનાં ઈમાન તાઝા કરી બતાવેલ હતા તેમજ મુફતી પીર સૈયદ અહમદશાબાબા ધોરાજી શીફ એ દિલોજાન થી તકરીર ફરમાવેલ હતી. તેમજ નાત શરીફ મસ્‍લા મસાઈલ તેમજ અન્‍ય ધાર્મિક પ્રોગ્રામ યોજાયેલ હતા. આ ઉર્ષ મુબારક પ્રસંગે ર018માં હજજની સફરે જઈ આવેલા હાજીઓનું સન્‍માન કરવાાં આવેલ તેમજ શૈક્ષણિક ક્ષેત્રે તેમજ વિવિધ ક્ષેત્રે સીઘ્‍ધીઓ પ્રાપ્‍ત કીતેવા પ્રતિભાઓને સન્‍માનીત કરવામાં આવેલ હતા અને દિન્‍ની ક્ષેત્રે તાલીમ લેનાર વ્‍યકિતઓને દસ્‍તાર બંધી કરી સન્‍મનીત કરવામાં આવેલ હતા. તેમજ આ 41મો ઉર્ષ શરીફ ઘણી શાનોસૌકત અને જાનદાર અને શાનદાર રીતે યોજાયેલ હતો. આ ઉર્ષ શરીફમાં સૌરાષ્‍ટ્ર, ગુજરાત, મહારાષ્‍ટ્ર, યુ.પી. તેમજ દેશ વિદેશમાંથી સાદાતે કીરામ ઉલ્‍લમા કીરામ ઉદ્યોગપતિઓ નામી, અનામી અનેક હસ્‍તીઓ સાથે પ0,000 આસપાસની મેદની ઉમટી પડી સવાબેદારી હાસીલ કરેલ હતી. આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન જુમ્‍મા મસ્‍જીદનાં પેશ ઈમામ હાફીઝ સાદીકે કરેલ હતું.


દરિયાકાંઠે આડેધડ બ્‍લાસ્‍ટીંગથી જનતા ભયભીત

સ્‍વાન કંપનીની જેટી બનાવવા માટે પથ્‍થરો મેળવવા માટે

દરિયાકાંઠે આડેધડ બ્‍લાસ્‍ટીંગથી જનતા ભયભીત

મહાકાય કંપનીને રાજકીય ઓથ હોવાથી નિયમોને નેવે મુકી દેવાયા

દિવસ-રાત ધડાકા અને સતત ટ્રકોની અવરજવરથી ગામજનો પરેશાન

અમરેલી, તા. 31

અમરેલી જિલ્‍લાનાં દરિયાકાંઠે જાફરાબાદ તાલુકાના ભાકોદર ગામમાં આવેલ મહાકાય સ્‍વાન એનર્જી કંપની આવી છે. જે ગુજરાતની સૌથી મોટી જેટી બની રહી છે. જેમાં દરિયામાં આ મહાકાય પથ્‍થરો જઈ રહૃાા છે. માર્ગો પર રાત-દિવસ ઓવરલોડ ટ્રકો ગેરકાયદેસર દોડી રહૃાાં છે. દરરોજના આશરે 300 ટકો દરિયામાં જઈ રહૃાા છે. અહીં આવેલ રાજુલા પંથકના થોરડી સુધીના ભરડીયામાંરાત-દિવસ બ્‍લાસ્‍ટીંગ કરી પથ્‍થરો કઢાય છે જેના કારણે આસપાસના વિસ્‍તારોમાં પણ ભારે રોધા ફાટી નીકળ્‍યો છે. સાથે મોટાભાગે રાતના સમયે સૌથી વધુ બ્‍લાસ્‍ટીંગ કરી આ પ્રકારના પથ્‍થરો કઢાય છે. તેવા સમયે ઓવરલોડ ટ્રકો અહીથી ભાકોદર ગામમાં આવેલી સ્‍વાન એનર્જી કંપનીમાં જઈ રહૃાા છે જેના કારણે આસપાસના ભાકોદર સહિત ગામોનાં માર્ગો પણ અતિ બિસ્‍માર હાલતમાં અને ધૂળ ઉડવાનાં કારણે વાહનચાલકો સહિત સ્‍થાનિક લોકો પણ પરેશાન હોવાનું જાણવા મળી રહૃાું છે. ત્‍યારે આ ટ્રકો છેલ્‍લા 1 માસથી બેફામ રીતે માર્ગો પર દોડી રહૃાા છે. સાથે રાજકીય વગ ધરાવતા લોકો કોન્‍ટ્રાકટરો હોવાને કારણે સ્‍થાનિક અધિકારી કર્મચારીઓ ઘ્‍વારા ઢીલી નીતિ રખાતી હોવાની ચર્ચા સમગ્ર વિસ્‍તારમાં થઈ રહી છે. સાથે સાથે પથ્‍થર કૌભાંડમાં વહીવટી તંત્ર અને ખાત-ખનીજ વિભાગ સહિત પોલીસ તંત્ર સંયુકત ટીમો બનાવી તપાસ કરવામાં આવે તો મસમોટું કૌભાંડ ઝડપાય તેમ છે. સાથે અહીં આવેલ ઉદ્યોગ સ્‍વાન કંપની પર દેશના રાષ્‍ટ્રીય નેતાના આશિર્વાદના કારણે અમરેલી જિલ્‍લાનાં ઉચ્‍ચ અધિકારી સહિત સ્‍થાનિક અધિકારી ઘ્‍વારા કોઈપણ પ્રકારની તપાસ કરવામાં આવતી નથી. મોટાભાગનાં ટ્રકો ઓવરલોડ ચાલતા હોવાનું જાણવા  મળી રહૃાું છે. રાજુલા-જાફરાબાદમાં તંત્ર રેતીનાં ટ્રકોનું ચેકીંગ કરશેપરંતુ પથ્‍થરના ભરેલા ટ્રકોનું ચેકીંગ હજુ સુધીમાં કોઈ અધિકારી ઘ્‍વારા કરવામાં આવતું નથી. તેને લઈ અનેક સવાલો ઉઠયા છે. બીજી તરફ ભરડીયામાં પણ ગેરકાયદેસર રીતે બ્‍લાસ્‍ટીંગ થતું હોવાનું જાણવા      મળી રહૃાું છે.


જંગલ વિસ્‍તારમાંથી લાકડા કપાયાનો વાયરલ વિડિઓનો પર્દાફાશ કરતું વન વિભાગ

ખાંભા-તુલસીશ્‍યામ રેન્‍જમાં

જંગલ વિસ્‍તારમાંથી લાકડા કપાયાનો વાયરલ વિડિઓનો પર્દાફાશ કરતું વન વિભાગ

ફોરેસ્‍ટર ર્ેારા નિયમાનુસાર કાર્યવાહી થઈ છે : સિંગ

ખાંભા, તા.  31

પ્રાપ્‍ત વિગત અનુસારખાંભા-નાગેશ્રી રોડ પર બે દિવસ પહેલા નાગેશ્રી તરફથી ટ્રેકટરમાં ભરેલ લાકડા હોય અને સ્‍થાનિક વન મિત્ર અને રબારીકા ફોરેસ્‍ટર અને સ્‍થાનિક સ્‍ટાફ ર્ેારા ચેકિંગ દરમિયાન વાહતુક કરનાર પાસે અને ટ્રેકટર રોકાવી તપાસ કરતા ટ્રેકટર ડ્રાઈવર પાસેપૂરતા કાગળો અને સરકારે મુકત કરેલા વૃક્ષો હોવાથી આ લાકડા ભરેલ ટ્રેકટરને જવા દીધેલ હોય ત્‍યારે કોઈએ આ ટ્રેકટર ભરેલ લાકડાનો વિડીયો ઉતારી સોશીયલ મીડીયામાં વાઈરલ થતા આજે વન વિભાગ ર્ેારા આ વિડીયોનો પર્દાફાશ કર્યો હતો અને નાગેશ્રી ગામનાં વન મિત્રનું પણ રેકોર્ડિંગ છે કે ફોરેસ્‍ટરે કાયદેસરની કાર્યવાહી કરી છે કોઈ લાંચ લીધી નથી.


સાવરકુંડલા ખાતે સમસ્‍ત પટેલ સમાજ ર્ેારા સરદાર પટેલની 143મી જન્‍મજયંતિ મહોત્‍સવની ઉજવણી

સાવરકુંડલા શિવાજીનગર પટેલ વાડી ખાતે સમગ્ર પટેલ સમાજ ર્ેારા આઝાદીનાં લડવૈયા લોખંડી પુરૂષ સરદાર વલ્‍લભભાઈ પટેલની 143મી જન્‍મ જયંતીની ધામધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ તકે સરદારનું પૂજન, દીપપ્રાગટય, જ્ઞાતિસભા, સમૂહ જ્ઞાતિ ભોજન વગેરે કાર્યક્રમો યોજાયા હતા. સાવરકુંડલા પટેલ સેવા સમાજ ર્ેારા આર્ય સમાજ લગ્ન હોલ વિનામૂલ્‍યે આપવામાં આવેલ. બહેનો માટે ફ્રી સીવણ કલાસ તથા ત્‍યકતા બહેનોને સિલાઈ મશીન, જરૂરિયાતમંદ કુટુંબોને વિનામૂલ્‍યે અનાજ,વિદ્યાર્થીઓને પરીક્ષા સમયે તથા મહેમાનોને રહેવા જમવાની વ્‍યવસ્‍થા, ગરીબ કુટુંબોને લગ્ન માટે વાડી ભાડામાં માફી વગેરે પ્રકારની સેવા ચલાવવામાં આવી રહી છે. સરદાર પટેલની 143મી જન્‍મ જયંતિ મહોત્‍સવ દરમિયાન સમગ્ર સાવરકુંડલા તાલુકા માંથી મોટી સંખ્‍યામાં પાટીદાર સમાજનાં ભાઈઓ બહેનો ઉપસ્‍થિત રહૃાા હતા.


સોમનાથ મંદિર પરિસરમાં સરદાર વંદના કરવામાં આવી

સોમનાથ, તા. 31

31 ઓકટોબરનાં દિવસે અખંડ ભારતન શિલ્‍પી સરદાર વલ્‍લભભાઈ પટેલની જન્‍મજયંતિ નિમિતે સોમનાથ ટ્રસ્‍ટ ર્ેારા શ્રી સોમનાથ મંદિર પરિસરમાં આવેલ સરદારની પ્રતિમા ખાતે સરદાર વંદન તથા ભૂદેવો ર્ેારા કરવામાં આવેલ મંત્રોચ્‍ચાર સાથે સરદારની પ્રતિમાને પુષ્‍પાંજલી અર્પણ કરવામાં આવેલ. સાથે રન ફોર યુનિટીમાં આવેલા સ્‍કૂલનાં બાળકોને સોમનાથ ટ્રસ્‍ટ ર્ેારા ચિક્કી પ્રસાદ પણઆપવામાં આવેલ. શ્રી સોમનાથ મંદિરમાં મહમૃત્‍યુંજય જાપ, વિશેષ મહપૂજા કરવામાં આવેલ. આ પ્રસંગે સોમનાથ ટ્રસ્‍ટનાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા વેરાવળનાં મામલતદાર દેવકુમાર આંબલીયા, સોમનાથ ટ્રસ્‍ટનાં અધિકારી/કર્મચારી સાથે સ્‍થાનિક અગ્રણીઓ પણ જોડાયા હતા સોમનાથ મંદિરે સાયં આરતી સમયે દીપમાળા પ્રજવલિત કરવામાં આવેલ.


અમરેલીમાં વેપારીઓએ ‘‘ઓનલાઈન” વેપારનો કર્યો વિરોધ

ખેડૂતો, રત્‍નકલાકારો, શ્રમજીવીઓ, બેરોજગારો બાદ હવે વેપારીઓમાં રોષ

અમરેલીમાં વેપારીઓએ ‘‘ઓનલાઈન” વેપારનો કર્યો વિરોધ

ઈલેકટ્રોનીકસ, ગારમેન્‍ટ, કાપડ, ફુટવેર સહિતનાં વેપારીઓ નવરાધુપ બન્‍યા

અમરેલી, તા. 31

અમરેલીનાં ડો. જીવરાજ મહેતા ચોકમાં આજે શહેરનાં ગણમાન્‍ય તમામ કે જેમાં ઈલેકટ્રોનીકસ, ગારમેન્‍ટ, કાપડ, ફુટવેર સહિતનાં વેપારીઓએ ઓનલાઈન વેપારનાં વિરોધમાં ર કલાક માટે પ્રતિક વિરોધ કાર્યક્રમ ભાજપ અગ્રણી ડો. ભરત કાનાબારનાં નેતૃત્‍વમાં કર્યો હતો.

વેપારીઓએ જણાવ્‍યું હતું કે, ઓનલાઈન વેપારનું પ્રમાણ વધી જતાં વેપાર-ધંધામાં જબ્‍બરો ઘટાડો થયો છે. ટર્નઓવર અટકી પડયા છે. તો નાના અને મઘ્‍યમકક્ષાનાં વેપારીઓ પણ ક્રમશઃ દેવામાં ડૂબી રહૃાા હોય સરકારે ભભઓનલાઈનભભ વેચાણ સામે ગંભીરતાથી વિચારવું જોઈએ.

શહેરનાં ખ્‍યાતનામ વેપારીઓને હિંમત અને હુંફ આપવા માટે વિપક્ષી નેતા પરેશ ધાનાણી પણ આવી પહોંચ્‍યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે હાર્દિક સેજલીયા, મુકુંદભાઈ, ગીરીશભાઈ ભટ્ટ, પરેશ હિંગુ વિગેરે વેપારીઓએ જહેમત ઉઠાવી હતી.


વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ બન્‍ને દિવંગત નેતાઓએ ચિંધેલ માર્ગે ચાલવા હાંકલ કરી

અમરેલી, તા. 31

અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્‍લભભાઈ પટેલની જન્‍મ જયંતિ નિમિતે અને ભારતનાં પૂર્વ વડાપ્રધાન ઈન્‍દિરા ગાંધીજીની પુણ્‍યતિથિ પર કોટી-કોટી વંદન કરતા ગુજરાત વિધાનસભા વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણી અમરેલી શહેર ખાતે અમરેલી જિલ્‍લા કોંગ્રેસ સમિતિ અમરેલી, તાલુકા કોંગ્રેસ અમરેલી, શહેર કોંગ્રેસ સમિતિના સંયુકત ઉપક્રમે આ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્‍યો હતો. આ કાર્યક્રમમાં અમરેલી જિલ્‍લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ સોસા, જિલ્‍લા પંચાયતનાં પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુંમર, અમરેલી જિલ્‍લા પંચાયતના પ્રમુખ રવજીભાઈ વાઘેલા, તાલુકા પંચાયતનાં પ્રમુખ નિરાભાઈ અકબરી, અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ લલિત ઠુંમર, શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ હાર્દિક સેંજલીયા, શરદ ધાનાણી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી, ટીકુભાઈ વરૂ, અમરેલી જિલ્‍લા લોક સરકારના ઈન્‍ચાર્જ સંદિપ પંડયા, ભાવેશ પીપળીયા, નગરપાલિકાના સદસ્‍ય સંદિપ ધાનાણી, જીતુભાઈ ગોળવાળા, બી.કે. સોળીયા, પ્રકાશ લાખાણી, બાલુબેન પરમાર, માધવીબેન જોષી, ભારતીબેન શુકલ, વસંત કાબરીયા, જમાલ મોગલ, રાજ ગાંધી, વર્ષિલ સાવલીયા, પરેશ ભુવા, નારણ મકવાણા, શંભુભાઈ દેસાઈ, પતાંજલ કાબરીયા, ચંદુ બારૈયા, રાજુ બીલખીયા, ફરીદ રઈસ, ગોહિલભાઈ, વિપુલ પોકીયા, સમીશકુરેશી, ફેજલ ચૌહાણ, જનક પંડયા, શરદ મકવાણા, જગદીશ ડાભી, દિનેશ તારપરા, ભરત હપાણી સહિતનાં કોંગ્રેસી આગેવાનો, કાર્યકર્તાઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહૃાા હતા.


અમરેલીમાં ‘રન ફોર યુનિટી’ રેલીને કલેકટરે લીલી ઝંડી આપી   

             સરદાર પટેલ જન્‍મુ જયંતી-રાષ્ટ્રીય એકતા દિન નિમિતે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવે છે. અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્‍યું હતુ. અમરેલી સ્‍થિત પોલીસ હેડકવાર્ટસ ખાતેયોજવામાં આવેલ રન ફોર યુનિટી રેલીનું પ્રસ્‍થાન કલેકટર આયુષ ઓકે લીલી ઝંડી આપી કરાવ્‍યું હતુ. આ કાર્યક્રમમાં જિલ્લા  વિકાસ અધિકારી યોગેશ નિરગુડે, જિલ્લા પોલીસ અધિકારી નિર્લિપ્ત રાય, અમરેલી પ્રાંત અધિકારી ડી.એન. સતાણી, નાયબ જિલ્લા પોલીસ અધિકારી દેસાઇ, જિલ્લા ખેતીવાડી અધિકારી પટેલ, અમરેલી મામલતદાર, નાયબ મામલતદાર પાઠક, ભીમાણી, અગ્રણી કૌશિકભાઇ વેકરીયા સહિતના જોડાયા હતા. રન ફોર યુનિટી રેલી અમરેલી શહેરના પોલીસ હેડકવાર્ટસથી સરદાર સર્કલ, નાગનાથ, રાજકમલ, કાશ્‍મીરા ચોક, ગર્લ્‍સ સ્‍કુલ અને ગાંધીબાગ સહિતના મુખ્‍યસ માર્ગો પર ફરી હતી. રન ફોર યુનિટી રેલીમાં પોલીસ જવાનો, અધિકારી-કર્મચારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ સહિતના જોડાયા હતા. કાર્યક્રમનું સંચાલન પ્રકાશ જોષીએ કર્યુ હતુ.


અમરેલી જિલ્‍લામાં કરૂણા એનિમલ એમ્‍બ્‍યુલન્‍સ 196રથી કાર્યરત

               રાજય સરકારે મૂંગા પશુ જીવોને ઈજા કે બીમારીમાં તત્‍કાલ સારવાર ઉપલબ્‍ધ કરાવતી કરૂણા એનિમલ એમ્‍બ્‍યુલન્‍સ 196રનો રાજયના ર6 જિલ્‍લામાં ગાંધીનગરથી પ્રારંભ કરાવ્‍યો હતો. સંવેદનાથી જેમ માનવ જીવોને અકસ્‍માત જેવા આપતકાલમાં મદદ માટે 108 જી.વી.કે. ઈ.એમ.આર.આઈ એમ્‍બ્‍યુલન્‍સ શરૂ કરી છે તેજ રીતે અબોલ પશુજીવો માટે કરૂણા એનિમલ એમ્‍બ્‍યુલન્‍સ 196ર અમરેલી જિલ્‍લામાં શરૂ કરવામાં આવી છે. અગાઉ તો કોઈ પશુ બીમાર હોય, ઈજા પામેલું હોય અને રસ્‍તા ઉપર કણસતું હોય તો કોઈ જીવદયા પ્રેમી તેની સારવાર વ્‍યવસ્‍થા કરતા પણ હવે સરકાર સ્‍વયં આવા મૂંગા જીવોની વ્‍હારે આવી છે. કરૂણા એનિમલ એમ્‍બ્‍યુલન્‍સ196ર ટોલ ફ્રી નંબર પશુજીવોની સારવાર સુશ્રુષાની જીવન સંજીવની બનશે. તા.30/10ના રોજ અમરેલી કલેકટર કચેરી ખાતે અમરેલી જિલ્‍લા કલેકટર આયુષ ઓક તથા જિલ્‍લાવિકાસ અધિકારી યોગેશ નિરગુડે અમરેલી જિલ્‍લામાં શરૂ થયેલી 196ર કરૂણા એનિમલ એમ્‍બ્‍યુલન્‍સની મુલાકાત કરી હતી અને અત્‍યાર સુધીમાં કરૂણા એનિમલ એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા કરવામાં આવેલ કામગીરીની માહિતી મેળવી હતી અને કરૂણા એનિમલ એમ્‍બ્‍યુલન્‍સમાં ઉપલબ્‍ધ સુવિધાની જાણકારી મેળવી હતી. અને આ ટીમને પ્રોત્‍સાહન પુરૂ પાડીને વધારે સારી કામગીરી કરે એવી શુભેચ્‍છા આપી હતી. આ મુલાકાત દરમિયાન 108 જી.વી.કે. ઈ.એમ.આર.આઈ.ના પ્રોગ્રામ મેનેજર જયેશ કારેણા તથા જિલ્‍લા અધિકારી યોગેશ જાની 196ર એનિમલ એમ્‍બ્‍યુલન્‍સ પશુ ચિકિત્‍સક અધિકારી ડો. યશ બામટા તથા પાઈલોટ દિવ્‍યેશ ભરાડ તેમજ પશુપાલન વિભાગ અમરેલીમાંથી પશુપાલન નિયામક ડો. ભાડજા હાજર રહયા હતા. હવે પછી કરૂણા એનિમલ એમ્‍બ્‍યુલન્‍સ 196રની સેવા અવિરતપણે મળી રહેશે.


અમરેલીમાં જીલ્‍લા બ્રહ્મસમાજ યુવા પાંખ ર્ેારા ભવ્‍ય રાસોત્‍સવ યોજાયો

               આ રાસોત્‍સવમાં અમરેલીમાં નવ નિર્માણધિન શ્રી પરશુરામ મંદિર માટે દાનની સરવાણી ફૂટી. અમરેલીમાં જિલ્‍લા બ્રહ્મસમાજ યુવા પાંખ ર્ેારા ભવ્‍ય રાસોત્‍સવ યોજાયેલ. જેમાં ખૂબ મોટી સંખ્‍યામાં અમરેલી શહેર અને જિલ્‍લામાંથી વિવિધ ઘટકોનાં હોદેદારો તેમજ આગેવાનો પણ ઉત્‍સાહભેર સહ પરિવાર ઉપસ્‍થિત રહૃાા હતા. આ આગેવાનોનું યુવા ટીમે સ્‍વાગત સન્‍માન કર્યુ હતું.આશરે 4પ00 થી પ000 ભૂદેવોએ આ રાસોત્‍સવને માણ્‍યો હતો જેથી વાહનોનાં લીધે ઠેબી ડેમી માંડી અને એરપોર્ટ સુધી ખૂબ જ ટ્રાફિક અને ટ્રાફિકજામ જેવી સમસ્‍યાઓ પણ સજાઇ હતી. આ રાસોત્‍સવમાં બ્રહ્મસમાજનાં 600 જેટલા ખેલૈયાઓએ ટ્રેડિશનલ ડ્રસમાં મન મુકીને રાત્રિના મોડે સુધી રાસની રમઝટ બોલાવી હતી. અમરેલીનાં વિવિધ વેપારીઓ ર્ેારા ખેલૈયાઓને ભવ્‍ય ઈનામો માટે સહકાર મળ્‍યો હતો અને ર4 જેટલા ખેલૈયાઓને વિવિધ કેટેગરીમાં વિજેતા જાહેર કરાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જેમણે પણ તન, મન અને ધનથી સેવાઓ આપીહતી તેઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું, અને વ્‍યકિત વિશેષનુંપણ આ તકે સન્‍માન કરવામાં આવ્‍યું હતું. અમરેલી ખાતે નવ નિર્માણધીન પરશુરામ મંદિર માટે ઉદાર હાથે દાન આપવાની ટહેલ કરતાં જ ભૂદેવોએ ઉમળકાભેર વધાવી લીધી હતી અને દાનની સરવાણી વહેતી થઈ હતી. આ તકે મંદિર નિર્માણ માટેનાં દાતાઓનું પણ આ યુવા ટીમ ર્ેારા સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ બ્રહ્મ રાસોત્‍સવમાં બ્રહ્મસમાજનાં પરિવારો માતાઓ,બહેનો, વડીલો, બાળકો ઉપસ્‍થિત રહૃાા હતા. અમરેલી જિલ્‍લા બ્રહ્મ સમાજનાં માર્ગદર્શન મુજબ અને યુવા બ્રહ્મસમાજની કૂનેહ અને કાબિલેદાદ ટીમવર્કે આ રાસોત્‍સવને ભવ્‍યતા બક્ષી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્‍લાબ્રહ્મસમાજના યુવા પ્રમુખ ભગીરથભાઈ ત્રિવેદીનાં નેતૃત્‍વમાં અને પ્રોજેકટ ચેરમેન રાજનભાઈ જાનીની આગેવાનીમાં યુવા ટીમ મહામંત્રી પાર્થિવભાઈ જોષી, ઉપપ્રમુખ અતુલભાઈ પંડયા અને મૌલિકભાઈ ઉપાઘ્‍યાય સહિતની યુવાટીમે માત્ર એક જ સપ્‍તાહમાં તૈયારી કરીને ભારે જહેમત ઉઠાવી હતી. આવો ભવ્‍ય કાર્યક્રમ કરવા બદલ અમરેલી જિલ્‍લા બ્રહ્મસમાજનાં પ્રમુખ ઉદયનભાઈ ત્રિવેદી, મહામંત્રી તુષારભાઈ જોષી, વિપુલભાઈ વ્‍યાસ, પરાગભાઈ ત્રિવેદી, અશ્‍વિનભાઈ ત્રિવેદી, મુકુંદભાઈ મહેતા, રોહિતભાઈ મહેતા, રજનીકાંતભાઈ રાવળ, પ્રો. યોગેશભાઈ ઠાકર, મુકેશભાઈ તેરૈયા, આનંદભાઈ ભટ્ટ અને વડીલ ડી. જી. મહેતા, હસુદાદા જોષી અને મુકેશભાઈ જાની સહિતનાં આગેવાનો તેમજ વડીલોએ આ યુવા ટીમને ખુબ ખુબ પ્રોત્‍સાહિત કરી અભિનંદન પાઠવ્‍યા છે.


અમરેલીની જીજીબેન ફોરવર્ડ ગર્લ્‍સ હાઈસ્‍કૂલમાં રાષ્‍ટ્રિય એકતા દિવસની ઉજવણી   

             સરદાર વલ્‍લભભાઈ પટેલની જન્‍મતિથિ 31મી ઓકટોબર રાષ્‍ટ્રીય એકતા દિવસ તરીકે ઓળખાય છે. તો માતુશ્રી જીજીબેન ફોરવર્ડ ગર્લ્‍સ હાઈસ્‍કૂલમાં પણ આ રાષ્‍ટ્રીય એકતા દિવસની ઉજવણી હર્ષ અને ઉલ્‍લાસ તેમજ ગૌરવભેર કરવામાં આવી. આ ઉજવણીનાં ભાગરૂપે સવારે 7 કલાકે એક રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. તેમાં શાળાની તમામ વિદ્યાર્થિનીઓ, આચાર્યા તથા શિક્ષકો જોડાયા હતા. આ રેલી પોલીસ હેડકવાટર્સથી શરૂ થઈ અમરેલીનાં રાજમાર્ગો નાના બસસ્‍ટેશન ટાવરરોડ, કાશ્‍મીરા ચોક અને નાગનાથ મંદિર પાસેથી પસાર થઈ હતી. ત્‍યારબાદ શાળામાં રાષ્‍ટ્રીયએકતા દિવસની ઉજવણીમાં વિવિધ સ્‍પર્ધાઓનું આયોજન કરવામાં આવ્‍યું હતું. વિદ્યાર્થિનીઓએ સરદાર પટેલનાં જીવન પર આધારિત વિષય પર નિબંધ સ્‍પર્ધા યોજાઈ હતી. આ સ્‍પર્ધામાં શાળાની 1પ0 વિદ્યાર્થિની બહેનોએ ભાગ લીધો હતો. વિજેતા બહેનો (1) ચૌહાણ અંકિતા એ. (ર) સાળુકે ઉપાસના યુ. (3) સોહેલિયા ખુશાલી.ચિત્ર સ્‍પર્ધામાં સરદાર વલ્‍લભભાઈ પટેલનું રેખાચિત્ર પ0 વિદ્યાર્થિની બહેનોએ ભાગ લીધો હતો. (1) ગોંડલિયા અસ્‍મિતા આર. (ર) સરપદડિયા ભાર્ગવી એચ. (3) ભેંસાણિયા હર્ષિતા એચ. વિજેતાબહેનોને જિલ્‍લા નેહરુ યુવા કેન્‍દ્રમાંથી પધારેલ ભાર્ગવભાઈ ત્રિવેદી તથા નાથુભાઈ ધાધલ ર્ેારા પુરસ્‍કૃત કરવામાં આવી હતી. તેમના ર્ેારા આ સ્‍પર્ધા માટે ડ્રોઈંગ પેપર્સ, ફુલસ્‍કેપ કાગળ તેમજ પેન્‍સિલ અને પેન વિદ્યાર્થિનીઓને અપાયેલ હતી. ત્‍યારબાદ શાળાનાં આચાર્યા શિક્ષકો અને વિદ્યાર્થિનીઓએ રાષ્‍ટ્રીય એકતા દિવસનાં શપથ સત્‍ય અને નિષ્ઠા સાથે લીધા. આ શપથ શાળાનાં આચાર્યા ડો. ચંદ્રિકાબેન લાઠિયા ર્ેારા બેવડાવવામાં આવ્‍યા હતા. કાર્યક્રમનાં અંતે આચાર્યા ડો. ચંદ્ધિકાબેન લાઠિયાએ વિજેતા બહેનોને અભિનંદન પાઠવ્‍યા હતા. અને વલ્‍લભભાઈ પટેલનાં જીવનનાં કેટલાક પ્રસંગો કહી વિદ્યાર્થિનીઓને સત્‍ય, નિષ્ઠા અને નીડરતાનાં પાઠ સમજાવ્‍યા. સમગ્ર કાર્યક્રમમાં તમામ શિક્ષકોએ વિદ્યાર્થિનીઓને પ્રોત્‍સાહન અને માર્ગદર્શન આપ્‍યું હતું તેવું વાસંતીબેનની યાદીમાં જણાવેલ છે.


01-11-2018