Main Menu

November, 2018

 

જિલ્‍લા બેન્‍કનાં ચેરમેન દિલીપ સંઘાણી નીતિ આયોગની બેઠકમાં ભાગ લેશે

અમરેલી, તા.13

ગુજકોમાસોલનાં ચેરમેન તેમજ નાફસ્‍કોબના ચેરમેન એવા રાષ્‍ટ્રીયસહકારી આગેવાન એવા દિલીપભાઈ સંઘાણીને તા.14 નવેમ્‍બરના રોજ જિલ્‍લા સહકારી સંઘના કાર્યાલય મથકે ઘ્‍વજ લહેરાવી, ઘ્‍વજવંદન કરી 6પ માં અખિલ ભારત સહકાર સપ્‍તાહની ઉજવણીનો પ્રારંભ કરાવશે. જેમાં ખેતિમાં સહકારી સંસ્‍થાઓની ચાવીરૂપ ભૂમિકા, સહકારી બજાર, સંગ્રહ વ્‍યવસ્‍થા, જાહેર અને ખાનગી સહકારી ભાગીદારીનું નિર્માણ, સહકારી સંસ્‍થાઓ દ્વારા સરકારની યોજનાઓ જેવા અલગ અલગ વિષયો પર સર્વાગી વિકાસ અને સુસંચાલન દ્વારા ગ્રામ્‍ય સમૃઘ્‍ધિ માટે સહકાર સપ્‍તાહની ઉજવણી કરવામાં આવશે. તા.14 નવેમ્‍બરના રોજ બપોરે 11:30 કલાકે જિલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેંકની બોર્ડ ઓફ ડિરેકટરની મિટીંગ, સાંજે લાઠી મુકામે 4:30 કલાકે સ્‍નેહમિલન કાર્યક્રમ માર્કેટ યાર્ડ ખાતે તેમજ રાત્રે અમરેલી ખાતે સામાજીક સંસ્‍થાના સ્‍નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે.

તા.1પ નવેમ્‍બરના રોજ દિલ્‍હી ખાતે નેટવર્ક ફોર ધ ડેવલપમેન્‍ટ ઓફ એગ્રીકલ્‍ચર કો.ઓપ.ઈન એશીયા એન્‍ડ ધ પેસેફીક (નેડેક) જે આંતરરાષ્‍ટ્રીય સંસ્‍થા છે. તેમના કાર્યક્રમમાં તા.1પ અને 16 નવેમ્‍બર દિલ્‍હી ખાતે સવિષેશ ઉપસ્‍થિત  રહેશે. જેમાં કાર્યક્રમનું ઉદઘાટન કેન્‍દ્રીય મંત્રી પરશોતમભાઈ રૂપાલા, અને કાર્યક્રમનું સમાપ્‍નમાં મુખ્‍ય મહેમાન તરીકે દિલીપભાઈ સંઘાણી ઉપસ્‍થિત રહેશે. તા.17 નવેમ્‍બરના રોજ સવારે ધોળા મુકામેસહકારી સંસ્‍થાના કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે. જયારે રાત્રે રાષ્‍ટ્રીયકક્ષાનો સન્‍માન સમારોહ રાજકોટ ખાતે હોય તેમાં મુખ્‍ય મહેમાન તરીકે ઉપસ્‍થિત રહેશે.

તા.18 નવેમ્‍બરના રોજ ગુજકોમાસોલનું બોર્ડ તથા કર્મચારીઓ સાથે સ્‍નેહમિલન કાર્યક્રમ સવિષેશ રૂપે આયોજન કરેલ હોય તેમાં કાર્યક્રમના અઘ્‍યક્ષ તરીકે ઉપસ્‍થિત રહેશે. તા.ર0 નવેમ્‍બરના રોજ ભારત સરકાર નિતિ આયોગ તરફથી સહકારીક્ષેત્રે કેવી રીતે આગળ વધી શકાય, સહકારી ક્ષેત્રે વિકાસ કેવી રીતે કરવો, સહકારી ક્ષેત્રના માઘ્‍યમથી રોજગારીની તકો કેવી રીતે ઉભી કરવી તે અંગે દેશના ઉચ્‍ચ આગેવાનો તેમજ ભારત સરકારના અધિકારીઓ સાથે આ અંગે મિટીંગો થશે.


અમરેલી જિલ્‍લામાં આજથી કોંગ્રેસનો સ્‍નેહમિલન કાર્યક્રમ

સતત 3 દિવસ સુધી કોંગી આગેવાનો દરેક તાલુકા મથકોએ જશે

અમરેલી જિલ્‍લામાં આજથી કોંગ્રેસનો સ્‍નેહમિલન કાર્યક્રમ

આજે બાબરા, લાઠી અને બગસરા ખાતે તમામ કોંગી ધારાસભ્‍યો અને આગેવાનો ઉપસ્‍થિત રહેશે

અમરેલી, તા. 13

અમરેલી જિલ્‍લામાં કોંગ્રેસપક્ષ ઘ્‍વારા લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને આગોતરા આયોજનનાં ભાગરૂપે સ્‍નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આવતીકાલથી જિલ્‍લાનાં તમામ ધારાસભ્‍યો, પૂર્વ સાંસદ નવિનચંદ્ર રવાણી સહિતનાં કોંગી આગેવાનો ઘ્‍વારા દરેક તાલુકા મથકોએ સ્‍નેહમિલન કાર્યક્રમ યોજશે.

આવતીકાલ બુધવારે સવારે 9-30 કલાકે લાઠીનાં સરકીટ હાઉસ, બપોરે 1-30 કલાકે બાબરા ખાતે લોહાણા મહાજન વાડી અને સાંજે પ-30 કલાકે બગસરા ખાતે પટેલ વાડી બાયપાસ ખાતે સ્‍નેહમિલન કાર્યક્રમ યોજશે.

ગુરૂવારે રાજુલા ખાતે સવારે 9-30 કલાકે આહીર સમાજની વાડી ખાતે, બપોરે ર-30 કલાકે ખાંભા માર્કેટયાર્ડ અને બપોરે 3-30 કલાકે જાફરાબાદનાં પાટીમાણસા ખાતે કાર્યક્રમ યોજશે. જયારે શુક્રવારે બપોરે 1ર કલાકે પટેલ વાડી લીલીયા ખાતે, બપોરે 3 કલાકે સાવરકુંડલા પટેલ વાડી જીવાજીનગર અને સાંજેપ-30 કલાકે ધારીની લોહાણા મહાજન વાડી ખાતે રાખેલ છે.

આ સ્‍નેહમિલન કાર્યક્રમમાં વિપક્ષી નેતા પરેશ ધાનાણી, ધારાસભ્‍યો જે.વી. કાકડીયા, પ્રતાપ દુધાત, અંબરીશ ડેર તેમજ પૂર્વ સાંસદ નવિનચંદ્ર રવાણી, પૂર્વ ધારાસભ્‍ય મેતલીયા, પૂર્વ મંત્રી ધીરૂભાઈ દુધવાળા, જીલ્‍લા પંચાયત પ્રમુખ રવજીભાઈ વાઘેલા, જેનીબેન ઠુંમર, મુળશંકરભાઈ તેરૈફા, પંકજ કાનાબાર, શંભુભાઈ દેસાઈ, કેહુરભાઈ ભેડા, હાર્દિક કાનાણી અને જિલ્‍લા કોંગી પ્રમુખ અર્જુન સોસા ઉપસ્‍થિત રહેશે.


મોટા સાકરીયા ગામે ટ્રકમાં ઉપર બેઠેલા આધેડને ઈલેકટ્રીક શોક લાગતાં મોત

અમરેલી, તા. 13

જાફરાબાદ તાલુકાનાં ટીંબી ગામે રહેતાં ભીમજીભાઈ પુનાભાઈ ડોળાસીયા નામનાં 4પ વર્ષિય આધેડ ગત તા.1રનાં રોજ બપોરેજાફરાબાદ તાલુકાનાં મોટા સાકરીયા ગામે ટ્રક નંબર જી.જે.03 વી. 8671માં કપાસ ભરેલ અને કપાસ ઉપર પોતે બેઠેલ અને ટ્રક જીવતાં વીજ વાયર નિચેથી પસાર થતી વખતે તેમને આ આધેડને અડી જતાં તેમનું ઈલેકટ્રીક શોધ લાગવાનાં કારણે મોત થયાનું નાગેશ્રી પોલીસમાં જાહેર થવા પામેલ છે.


અમરેલીનાં સુરગપુરમાં દવા પીધા બાદ વતનમાં ગયેલી પરિણીતાનું મોત

 

ડીવાયએસપી મોણપરાએ બનાવ અંગે તપાસ હાથ ધરી

અમરેલી, તા. 13

અમરેલી તાલુકાનાં સુરગપુર ગામે આવેલ જયસુખભાઈની વાડીમાં રહેતી બીનાબાઈ નસુરમડીયા ભીલ નામની ર0 વર્ષિય પરિણીતાએ ગત તા.13-10 નાં રોજ કોઈ અગમ્‍ય કારણોસર ઝેરી દવા પીધી હતી જેથી તેણીને સારવાર માટે લાઠી સરકારી દવાખાને ખસેડાયેલ જયાં તેણીને સારૂં થઈ જતાં બીજા દિવસે દવાખાનેથી રજા આપવામાં આવ્‍યા બાદ તેણી પોતાના પતિ સો વતનમાં જતી રહેલ હતી. અને ગત તા.18/10 નાં રોજ તેણીની તબીયત બગડી જતાં ત્‍યાં દવાખાને સારવાર માટે ખસેડાયેલ હતી. જયાં તેણીનું સારવાર બાદ મરણ થતાં આ બનાવ અંગે અમરેલી વિભાગીય પોલીસ વડા એસ. બી.મોણપરાએ વધુ તપાસ હાથ ધરી છે.


ઘુઘરાળા ગામે અગમ્‍ય કારણોસર યુવકે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો

 

અમરેલી, તા. 13

બાબરા તાલુકાનાં ઘુઘરાળા ગામે રહેતાં સુરેશભાઈ રામજીભાઈ ચાવડા નામનાં 30વર્ષિય યુવકે ગત તા.11ના ં રોજ કોઈ અગમ્‍ય કારણોસર પોતાની મેળે રહેણાંક મકાનમાં છત ઉપર હુક સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું બાબરા પોલીસમાં જાહેર થવા પામેલ છે.


બગસરાનાં હામાપુર ગામે તસ્‍કરો ત્રાટકયા પાંચ દુકાનોને બનાવી નિશાન

છેલ્‍લાં ચાર વર્ષથી લાભ પાંચમની બોણી સાચવતા તસ્‍કરો

બગસરાનાં હામાપુર ગામે તસ્‍કરો ત્રાટકયા પાંચ દુકાનોને બનાવી નિશાન

ચાર-ચાર વર્ષથી એકજ દિવસે ચોરી થતી હોવા છતાં એક પણ ચોરી ડીટેકટ ન થઈ

બગસરા, તા. 13

બગસરામાંછેલ્‍લા ત્રણ વર્ષથી લાભ પાંચમનાં રાત્રીનાં તસ્‍કરો બોણી કરી રહૃાા છે. ચાલુ વર્ષે (ગત રાત્રીનાં) હામાપુર ગામે એકી સાથે પાંચ દુકાનોનાં શટર્સ ઉચકાવી હજારોની મતા ઉસેડી ગયા.

વિગત અનુસાર બગસરામાં લાભ પાંચમનું શુકન સાચવતા હોય તેમ છેલ્‍લા ત્રણ વર્ષથી તસ્‍કરો પોલીસને ચેલેન્‍જ કરી રહૃાા છે. ત્રણ વર્ષ પૂર્વે બગસરામાં ભરચક એવા કોલેજ રોડ પર આવેલ ચાર દુકાનોનાં શટર્સ ઉચકાવી હજારોની મતા ઉસેડી ગયા.

ત્‍યારબાદનાં વર્ષે નટવરનગર વિસ્‍તારનો એક બંધ રહેણાંકને નિશાન બનાવી પાંચ લાખથી વધુ મતા ઉપાડી હતી અને ગત સલ બગેશ્‍વર મંદિર પાસે આવેલ એક જવેલર્સની દુકાનમાંથી 1પ લાખ જેવી માતબર રકમ ઉસેડી ગયા હતા. અને ફરી એજ દિવસે (લાભ પાંચમ) હામાપુર ગામની પાંચ દુકાનોને નિશાન બનાવી ભારે તોડફોડકરી હાથ લાગી મતા (કરીયાણુ તેલ સહિત) હજારોની મતા ઉસેડી જઈ પોલીસને ખુલ્‍લો પડકાર ફેંકેલ છે.

ઉપરોકત ચોરીનો ભેદ ઉકેલવા એલ.સી.બી.એ પણ ઝંપલાવેલ તેમ છતાં આજ દિન સુધી એક પણ ચોરી ડીટેકટ ન થતા પોલીસની કાર્યવાહી સામે ભારે નારાજગી વર્તાઈ રહી છે.


બગસરા યાર્ડનાં શાકભાજીનાં દલાલોએ કમીશન વધારી દેતા વેપારીઓમાં રોષ

 

બગસરા, તા. 13

બગસરા માર્કેટીંગયાર્ડમાં આજ રોજ શાકભાજીનાં દલાલોએ દલાલી વધારી દેતા શાકભાજી વેચતા વેપારીઓમાં રોષ ભભુકી ઉઠયોહતો અને મોટાભાગનાં વેપારીઓ હરરાજીમાં ન જોડાતા ખેડૂતોનો માલ ન વેચાતા ખેડૂતો મુશ્‍કેલીમાં મુકાઈ ગયા હતા.

વિગત અનુસાર બગસરા માર્કેટીંગ યાર્ડમાં શાકભાજીનાં દલાલો છટકા દલાલી લેતા હતા પરંતુ આજની દલાલીમાં ર ટકાનાં વધારાની જાહેરાત કરતા વેપારીઓમાં રોષ ભભુકી ઉઠયો હતો અને આ દલાલીનાં વધારાનાં વિરોધ સાથે મોટાભાગનાં વેપારીઓ હરરાજીમાં ન જોડાતા માલ લઈ આવનાર ખેડૂતો પણ ભારે હેરાન થઈ ગયા હતા.        વહેલી સવારથી જ શાકમાર્કેટમાં શાકભાજી વેચતા વેપારીઓએ શાકમાર્કેટનાં દરવાજાને તાળા મારી દેતા બઘડાટી બોલી હતી અને અન્‍ય ધંધા કરતા વેપારીઓએ પોલીસ બોલાવી પડી હતી.

તંત્રએ દરવાજા ખોલાવી આવી હરકત કરનાર વેપારીઓને ચેતવણી આપી હતી.

બીજી બાજુ શાકભાજીનાં વેપારીઓએ માલ ન ઉપાડતા શાકમાર્કેટનાં મોટા ભાગનાં ઓટા ખાલીખમ રહેતા શાકભાજીનાં ભાવો પણ ઉચકાઈ જવાથી લોકોને પણ ભારે હાલાકી ભોગવી પડી હતી.


અમરેલી જિલ્‍લામાં આજે પૂ. જલારામ જયંતીની ઉજવણી

સાવરકુંડલા, લીલીયા, ચલાલા, ધારી, બગસરા, બાબરા, વડીયા, દામનગર સહિત

અમરેલી જિલ્‍લામાં આજે પૂ. જલારામ જયંતીની ઉજવણી

અલૌકિક દર્શન, મહાઆરતી, શોભાયાત્રા અને મહાપ્રસાદ સહિતનાં કાર્યક્રમો યોજાશે

અમરેલી ખાતે પૂ. જલારામબાપાને અતિ પ્રિય એવા રોટલાનો અન્‍નકુટ ધરાશે

સંત શિરોમણી પૂ. જલારામબાપાની ઉજવણીને લઈને જબ્‍બરો ઉત્‍સાહ

અમરેલી, તા. 13

“જયાં અન્‍નો ટુકડો ત્‍યાં હરી ઢુંકડો” તેમ માનનારા પૂ. પ્રાતઃ સ્‍મરણીય જલારામબાપાની જન્‍મ જયંતિ અમરેલી ખાતે આવતીકાલ બુધવારનાં રોજ દર વર્ષની જેમ ભાવપૂર્વક રીતે ઉજવણી કરવામાં આવશે. પૂ. જલારામબાપાની જન્‍મ જયંતિ પ્રસંગે પ્રાતઃ આરતી, પૂ. જલારામબાપા, વિરબાઈમાનાં દર્શન, શોભાયાત્રા તથા પૂ. બાપાનાં ભકતો અને રઘુવંશી સમાજ માટે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવશે.

અમરેલીનાં લાઠી માર્ગ ઉપર આવેલ શ્રી લોહાણા મહાજન વાડી ખાતે સવારે 7 વાગે પૂ. જલારામબાપા તથા વિરબાઈમાની આરતી કરવામાં આવશે.

ત્‍યારબાદ બપોરે 4 કલાકે અત્રેના લીલીયા રોડ ઉપર આવેલ લોહાણા ગેસ્‍ટ હાઉસ ખાતેથી એક પૂ. જલારામબાપાની શોભાયાત્રા પ્રસ્‍થાન થશે જે શોભાયાત્રા ભીડભંજન ચોક, ડો. જીવરાજ મહેતા ચોક, ટાવર ચોક, દાણાબજાર, હવેલી ચોક, લાયબ્રેરી ચોક, નાગનાથ મંદિર થઈ પૂ. હરિરામબાપાચોક સુધી જશે અને સાંજે 7 કલાકે શોભાયાત્રા સંપન્‍ન થશે.

સાંજે 7-1પ કલાકે શ્રી લોહાણા મહાજન વાડી ખાતે સાંઘ્‍ય આરતી તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. જયારે શોભાયાત્રા દરમિયાન કળશ કન્‍યા તથા પૂ. જલારામબાપાની વેષભુષામાં બાળકો જોડાઈ અને શોભાયાત્રાની શોભા વધારશે. જેમાં પૂ. બાપાનાં ભકતો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેશે.


અમરેલી ખાતે 51 પ્રકારનાં રોટલાનો અન્‍નકૂટ જલાબાપાને ધરાવવામાં આવશે

પૂ. જલારામબાપાની જન્‍મ જયંતિ પ્રસંગે

અમરેલી ખાતે 51 પ્રકારનાં રોટલાનો અન્‍નકૂટ જલાબાપાને ધરાવવામાં આવશે

જલારામ ધૂન મંડળ ર્ેારા તડામાર તૈયારીઓ

અમરેલી, તા. 13

સંત શિરોમણી પ્રાતઃ સ્‍મરણીય પૂ. જલારામ બાપાની બુધવારે ર19મી જન્‍મ જયંતિ હોય, આ પ્રસંગે ઠેરઠેર પૂ. જલારામ બાપાની જલારામ જયંતિની ઉજવણી થનાર છે. ત્‍યારે અમરેલીમાં લીલીયા રોડ ઉપર આવેલ શ્રી જલારામ બાપાનાં મંદિર પ્ર. જલારામ બાપાની જન્‍મ જયંતિ પ્રસંગે બુધવારે સવારે 7 વાગ્‍યાથી રાત્રીનાં 9 વાગ્‍યા સુધી જલારામ ધૂન મંડળ – અમરેલી ર્ેારા વિવિધ પ1 રોટલાનો અન્‍નકૂટ ધરાવવામાં આવશે આ માટે થઈ ધૂન મંડળનાં સભ્‍યો ર્ેારા તડામાર તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવેલ છે. પૂ. જલારામ બાપા ભૂખ્‍યાને ભોજન આપવામાટે સતત કાર્ય કરતાંહતા ત્‍યારે જલારામ ધૂન મંડળે પણ પૂ. જલારામબાપાનાં જીવન ઉપરથી પ્રેરણા મળી અલગ અલગ અન્‍નમાંથી અલગ અલગ સ્‍વાદ સાથેનાં પ1 પ્રકારનાં રોટલા બનાવી પૂ. બાપાને તેમની જન્‍મ જયંતિ નિમિતે અન્‍નકૂટનાં પ્રસાદ સ્‍વરૂપે ધરાવશે.

આ અન્‍નકૂટનાં દર્શનનો લાભ લેવા રઘુવંશી સમાજ તથા પૂ. જલારામ બાપાનો વિશાળ શિષ્‍ય પરિવાર મોટી સંખ્‍યામાં જોડાશે. તેમ રાકેશ સોમૈયાની એક અખબારી યાદીમાં જણાવ્‍યું છે.


છતડીયા હુડલી રોડ ઉપર છકડો રીક્ષા-કાર વચ્‍ચે અકસ્‍માતમાં 1નું મોત

 

ઘવાયેલાઓને સારવાર માટે દવાખાને ખસેડાયા

અમરેલી, તા. 13

ધારી તાલુકાનાં છતડીયા હુડલી રોડ ઉપર એક ભાર રીક્ષા અને કાર વચ્‍ચે અકસ્‍માત સર્જાતા 1 વૃઘ્‍ધને ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટના  સ્‍થળેમોત નિપજયું હતું. જયારે આ અકસ્‍માતમાં ઘવાયેલાઓને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્‍યાનું જાણવા મળેલ છે.


અમરેલીમાં આજે હરિરામબાપાની પ્રસાદીનું આખો દિવસ વિતરણ

જલારામ જંયતિને લઈને

અમરેલીમાં આજે હરિરામબાપાની પ્રસાદીનું આખો દિવસ વિતરણ

હરિરામબાપા ચોક ખાતે થશે વિતરણ

અમરેલી, તા.13

પરમ પુજય જલારામ બાપાની ર19 મી જન્‍મ જયંતીની ભવ્‍ય ઉજવણી અર્થે સમાજનાં તમામ વર્ગો આ ઉજવણીને ભવ્‍યોતિભવ્‍ય ઉજવવા થનગની રહયો છે. પરમપુજય હરિરામબાપાએ પણ તેમના જીવન પર્યન્‍ત ભજન અને ભોજનમાં વ્‍યતિત કરેલ હતું. અને તેમની સ્‍મૃતિમાં અમરેલી ખાતે હરિરામબાપા ચોકની સમિપે આવેલ નાના બસ સ્‍ટેન્‍ડ ખાતે કાયમી પ્રસાદ વિતરણની વ્‍યવસ્‍થા પુજય હરિરામબાપા સેવા ટ્રસ્‍ટના ઉપક્રમે અશોકભાઈ મજીઠીયા તથા તેમના કાર્યકર્તાઓની ટીમ સવારે 7:30 થી 9:30 સુધી નિયમીત રીતે પુજય હરિરામબાપાનાં પ્રસાદીરૂપે ગુંદી-ગાંઠીયાના પ્રસાદનું વિતરણ કરી રહયા છે.  પુજય હરિરામબાપા ટ્રસ્‍ટના ટ્રસ્‍ટીઓ ભાવેશભાઈ આડતીયા, જીતુભાઈ ગોળવાળા, જીતુભાઈ ફુટવાળા તથા જગદીશભાઈ સેલાણી દ્વારામીટીંગમાં નિર્ણય થયા મુજબ પરમ પુજય જલારામબાપાની ર19 મી જયંતી નિમિતે આ પ્રસાદનું વિતરણ આખા દિવસ માટે પરમ પુજય હરીરામબાપા સેવા ટ્રસ્‍ટની નાના બસ સ્‍ટેન્‍ડ ખાતે આવેલ કચેરીએથી વિતરણ કરવામાં આવશે. પુજય જલારામબાપાની વર્ણાવી પણ પુજય હરિરામબાપા ચોક ખાતે વિરામ લેવાની હોય આથી  તમામ શ્રઘ્‍ધાળુઓ અને ભકતજનોને વિનંતી કે પુજય હરિરામબાપા સેવા ટ્રસ્‍ટ તરફથી ગુંદી – ગાંઠીયાના પ્રસાદ વિતરણનો લાભ અચુક લેવા વિનંતી કરેલ છે.


સારહિ યુથ કલબનાં પ્રમુખ મુકેશ સંઘાણીનાંમાર્ગદર્શન તળે સેવાભાવી યુવાનોનું કરાશે સન્‍માન

સિવિલ હોસ્‍પિટલમાં 10 વર્ષથી દર્દીઓને ફ્રુટ વિતરણ કરનારને કરાશે સન્‍માનિત

અમરેલીમાં આજે ‘‘સારહિનાં સેવાધારીઓ”ને સન્‍માનિત કરાશે

સારહિ યુથ કલબનાં પ્રમુખ મુકેશ સંઘાણીનાંમાર્ગદર્શન તળે સેવાભાવી યુવાનોનું કરાશે સન્‍માન

પૂર્વ મંત્રી દિલીપ સંઘાણી, સાંસદ કાછડીયા, પૂર્વ ધારાસભ્‍ય ઉંઘાડ ઉપસ્‍થિત રહેશે

અમરેલી, તા. 13

અમરેલી પંથકમાં અનેકવિધ સેવાકીય પ્રવૃતિ કરનાર સારહિ યુથ કલબ ઓફ અમરેલી ર્ેારા 11માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે સિવિલ હોસ્‍પિટલમાં એક દાયકાથી ગરીબ દર્દીઓને નિઃસ્‍વાર્થ પણ ફ્રુટ વિતરણ કરનાર કલબ સેવાભાવી યુવાનોને સન્‍માનિત કરવાનો કાર્યક્રમ આવતીકાલ બુધવારે રાત્રીનાં દિલીપ સંઘાણી સાંસ્‍કૃતિક હોલમાં યોજાશે.

આ કાર્યક્રમનાં અઘ્‍યક્ષપદે પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણી, ઉદ્યઘાટક તરીકે સાંસદ કાછડીયા અને મુખ્‍ય મહેમાન તરીકે પૂર્વ ધારાસભ્‍ય બાવકુભાઈ ઉંઘાડ, પી. પી. સોજીત્રા અને અશ્‍વિન સાવલીયા રહેશે.

આ તકે ગુજરાત રાજય સંગીત નાટક અકાદમીનાં સહયોગથી ભભલગન કર્યા ને લોચા પડયાભભ પારિવારીક નાટકનું પણ આયોજન કરવામાં આવેલ છે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મુકેશ સંઘાણીનાં માર્ગદર્શન તળે તડામાર તૈયારીઓ ચાલી           રહી છે.


અમરેલીમાં કોંગ્રેસપક્ષ દ્વારા નોટબંધીની નિષ્‍ફળતા અંગે ઘરણા કાર્યક્રમ યોજાયો

 

અમરેલી, તા.13,

ગુજરાત પ્રદેશ કોગ્રેસ સમિતિની સૂચનાથી અમરેલી શહેર કોગ્રેસ સમિતિ દ્વારા નોટબંધીની નિષ્‍ફળતા અંગે પ્રતિક ધરણાનો કાર્યક્રમ યોજીને પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી સમક્ષ વૈદ્યક પ્રશ્‍ન રજુ કર્યા હતા.

કોંગ્રેસ સમિતિએ વૈદ્યક પ્રશ્‍નો ઉપસ્‍થિત કરતાં જણાવ્‍યું હતું કે, 8મી નવેમ્‍બર-ર016ની રાત્રે અવિચારી, મનસ્‍વી અને આપખુદી રીતે વડાપ્રધાને રૂા.1પ.44 લાખ કરોડના ચલણી નાણાને રદ કરવાનો નિર્ણય કર્યો હતો. આતંકવાદને નાથવા, કાળુ નાણું નાબુદ કરવા તેમજ નકલી ચલણી નોટોને નાબૂદ કરવાના જણાવાયેલા નોટબંધીન ઉદેશો પૈકી એકપણ ઉદેશ સિઘ્‍ધ થયો નથી. તેનાથી વિપરીત નવી ચલણી નોટો છાપવાનો રૂા. 796પ કરોડનો ખર્ચ થયો. આ ભભતઘલખી હકીકતભભમાં તો લઘુ – મઘ્‍યમ ઉદ્યોગ ક્ષેત્રને મરણતોલ ફટકો પડયો. કુટીર ઉદ્યોગ નાશ થવાના આરે આવી ગયો. રોજીંદી આવકવાળ કરોડો લોકોએ રોજગારીગુમાવી. ભારતીય અર્થતંત્રને જીડીપી વિકાસન 1.પ% નું નુકશાન થયું આ સરમુખત્‍યારી નિર્ણયથી 100 થી વધુ લોકોએ જીવ ગુમાવ્‍યો. હવે, બે વર્ષથી કફોડી પરિસ્‍થિતિમાંથી પસાર થયા પછી ભારતના પ્રજાજનોએ વડાપ્રધાનને નીચેના સવાલ કરવાનો સમય આવી ગયો છે.

(1) નોટબંધીના ખરા લાભાર્થીઓ કયાં છે ? (ર) નોટબંધી કરેલ 99.3% ચલણી નાણું ભારતીય રિઝર્વ બેંક પાસે પાછું આવી ગયા પછી કાળુ – નાણું કયાં છે ? (3) આપના અવિચારી નિર્ણયને લીધે કુંટુંબની જીવનભરની બચત ગુમાવનાર મહિલાઓને આપ શું જવાબ આપો છો ? (4) અર્થતંત્ર ડામોડોળ છે, બિન – ઉત્‍પાદક મિલકતો વધી રહી છે, ભારતીય રિઝર્વ બેંક શા માટે નિઃસહાય છે ? (પ) આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે ફ્રુડના ભાવો ઘટયાં છતાં, પેટ્રોલ – ડીઝલના ભાવમાં શા માટે ઘટાડો થતો નથી ? ભારતની પ્રજાને આપનો જવાબ શું છે ? (6) ફુગાવો વિક્રમજનક સપાટીએ છે. અને ભારત સરકાર લાચાર છે. શા માટે ? (7) અમેરિકી ડોલર સામે ભારતનો રૂપિયો સૌથી નીચી સપાટીએ છે. આ વિષે આપનું શું કહેવું છે ? તેમ અંતમાં જણાવેલ છે.


અવસાન નોંધ

અવસાન નોંધ

અમરેલી : વાવડી નિવાસી હાલ અમરેલી ઉતમબેન નારણભાઈ પટેલ (ઉ.વ. 8ર) તે ભારત બુક સ્‍ટોરવાળા સંજયભાઈનાં માતુશ્રી, એડવોકેટ નિસીત પટેલ, તથા મલય પટેલનાં દાદીમાનું તા.1ર/11 ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.1પ/11 ગુરૂવારનાં સાંજે 3 થી 6 સુધી તેમનાં નિવાસ સ્‍થાન ભભનૈમિષારણ્‍યભભ માણેકપરા, શેરી નં.7 અમરેલી ખાતે રાખેલ છે.

અમરેલી : ઔદિચ્‍ય સહસ્‍ત્ર ઝાલાવાડી સાડાચારસો જ્ઞાતિનાં સુશીલાબેન શરદચંદ્ર દવે (ઉ.વ. 7ર) તે અમરેલી નગરપાલીકાનાં પૂર્વ ચીફ ઓફીસર આર.એસ. દવેનાં નાનાભાઈ શરદચંદ્ર શાંતિલાલ દવેનાં ધર્મપત્‍નિનું વારાણશી (કાશી) મુકામે તા.11-1ર ને રવિવારનાં રોજ અવસાન થયેલ છે. સદગતની સાદડી તા.1પ/11/ ગુરૂવારનાં રોજ સાંજે 4 થી 6 સુધી શ્રી દશા શ્રીમાળી જૈન મહાજન વાડી, લાયબ્રેરી રોડ, અમરેલી ખાતે રાખવામાં આવેલ છે.

બગસરા : ધારી નિવાસી હાલ બગસરાનાં પરજીયા સોનીમાલતીબેન (ઉ.વ. 6પ) તે રમેશભાઈ ધકાણનાં પત્‍નિ તેમજ સંજયભાઈનાં માતાનું તા.1રનાં અવસાન થયેલ છે. સદગતની સાદડી તા.1પ ગુરૂવાર સાંજનાં 4 થી 6 નિવાસ સ્‍થાન ભભમાધવ રેસીડન્‍સીભભ ધાણક કોલેજ સામે બગસરા ખાતે રાખેલ છે.

સાવરકુંડલા : (લોહાણા મરણ) સાવરકુંડલા નિવાસી કનુભાઈ પરશોતમભાઈસૂચક (ઉ.વ.પ0)નું તા.11/11 રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તે રમણિકભાઈ પરશોતમભાઈ સૂચકનાં ભાઈ, નિલેશભાઈ ચંદ્રકાંતભાઈ સૂચકના કાકા તથા પાર્થ સૂચકના પિતા થાય છે.

ખાંભા : (તાતણીયાવાળા) ઠા. અમૃતલાલ ગોપાળજીભાઈ રૂપારેલિયા (તાતણીયાવાળા) તે શ્રી કીરીટભાઈ, હસમુખભાઈ, હિતેષભાઈના પિતાશ્રી (ઉ.વ.80)નું તા.13/11/ર018ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તા.1પ/11/ર018ને ગુરૂવારનાં રોજ 4 થી 6 કલાકે લોહાણા મહાજનવાડી, ખાંભા ખાતે રાખેલ છે.

સાવરકુંડલા : (પટેલ મરણ) સાવરકુંડલા નિવાસી વલ્‍લભભાઈ અરજણભાઈ જયાણી (ઉ.વ.8પ)નું તા.1ર/11 ને સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે હસમુખભાઈ જયાણી, રમણિકભાઈ જયાણી, (અમદાવાદ), પંકજભાઈ જયાણી – હોમગાર્ડ જવાન સાવરકુંડલાના પિતાશ્રી થાય છે.

સાવરકુંડલા : (બ્રાહ્મણ મરણ) સાવરકુંડલા નિવાસી રાજુભાઈ વલ્‍લભભાઈ મહેતાનો સુપુત્ર સ્‍વ. જીજ્ઞેશ રાજુભાઈ મહેતા (ઉ.વ.ર6)નું તા.11/11/ર018ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. નલિનભાઈ વલ્‍લભભાઈ મહેતાનો પૌત્ર તથા ધવલભાઈ મહેતાના ભાઈ થાય છે.


14-11-2018


HAPPY NEW YEAR


08-11-2018 (Part 1)


08-11-2018 (Part 2)


બગસરા માર્કેટયાર્ડમાં ભાજપનો ભગવો લહેરાયો

કોંગી ધારાસભ્‍યો ધાનાણી, ઠુંમર, કાકડીયા અને રીબડીયાનો પન્‍નો ટૂંકો પડયો
બગસરા માર્કેટયાર્ડમાં ભાજપનો ભગવો લહેરાયો
પૂર્વ ધારાસભ્‍ય બાવકુભાઈ ઉંઘાડનાં માર્ગદર્શન તળે સતાસીયાને જબ્‍બરી સફળતા મળી
અમરેલી, તા. 6
બગસરા માર્કેટીંગ યાર્ડની પ્રતિષ્ઠાભરી ચુંટણી યોજાઈ હતી. ચુંટણી જાહેર થઈ ત્‍યારથી જ કોંગ્રેસ વિપક્ષના નેતા પરેશ ધાનાણી, કોંગે્રસનાં ધારી વિધાનસભાના ધારાસભ્‍ય જે.વી. કાકડીયા, લાઠી વિધાનસભાના ધારાસભ્‍ય વિરજી ઠુંમર તેમજ વિસાવદર વિધાનસભાના ધારાસભ્‍ય હર્ષદભાઈ રીબડીયા, ધારી માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન સુરેશ કોટડીયા સહિતનાં કોંગે્રસી આગેવાનો બગસરા માર્કેટીંગ યાર્ડ કબ્‍જે કરવા કાવાદાવા અને ધમપછાડા કરી રહયા હતા. અનેક વિપરીત સંજોગો વચ્‍ચે પણ ભારતીય જનતા પાર્ટીની સંગઠન શકિત અને આગેવાનોની કુનેહના કારણે બગસરા માર્કેટીંગ યાર્ડમાં ફરીથી ભાજપનો ભગવો લહેરાયો છે. આ ચુંટણી જંગ વચ્‍ચે કોંગ્રેસે ગામડે ગામડે ખેડુતોમાં કાવાદાવા કરી વૈમનસ્‍ય ફેલાવવાનો હીન પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ બગસરા, કુંકાવાવ, વડીયા તાલુકાના ખેડુતોએ ફરી એકવાર ભાજપની વિકાસની રાજનીતીમાં વિશ્‍વાસ મુકી કોંગ્રેસની વિનાસની રાજનીતીને જાકારો આપ્‍યો છે. ત્‍યારે છેલ્‍લા કેટલાય દિવસથી અડીંગો જમાવી બેઠેલા વિપક્ષનેતા પરેશ ધાનાણી સહિતનાં કોંગ્રેસી આગેવાનોને ખેડુતોએ અને વેપારીઓએ તેમને તેમનો રસ્‍તો બતાડી દીધો છે. તે સાથે જ ભાજપ તરફી આ ચુંટણી પરીણામોથી કોંગ્રેસી આગેવાનોની ખોટી પ્રતિષ્ઠા ધુળધાણી થઈ ગઈ છે. ગામડે ગામડે કોમ-કોમ વચ્‍ચે જ્ઞાતી-જાતીના વેરઝેર ફેલાવી રાજકારણ કરતી કોંગ્રેસને આ ચુંટણી પરીણામોએ સાબીત કરી આપ્‍યુ છે કે, હજુ પણ આ જિલ્‍લાનો ખેડુત સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે જ છે. સૌનો સાથ સૌનો વિકાસના મંત્ર સાથે કામ કરતી ભારતીય જનતા પાર્ટીના હૈયે સર્વે સમાજનું સુખ સમાયેલુ છે.
બગસરા માર્કેટીંગ યાર્ડની આ પ્રતિષ્ઠાભરી જંગમાં જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરા, રાષ્‍ટ્રીય સહકારી જગતનાં આગેવાન અને જિલ્‍લા ભાજપના મોભી દિલીપભાઈ સંઘાણી, સાંસદ નારણભાઈ કાછડીયા, પૂર્વ ધારાસભ્‍ય અને મંત્રી બાવકુભાઈ ઉંઘાડ, લોકસભા સીટનાં ઈન્‍ચાર્જ અને પૂર્વ ધારાસભ્‍ય વ મંત્રી વી.વી. વઘાસીયા, પૂર્વ જિલ્‍લા ભાજપના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્‍ય બાલુભાઈ તંતી, અમર ડેરીના ચેરમેન અશ્‍વિનભાઈ સાવલીયા, બગસરા માર્કેટીંગ યાર્ડનાં પૂર્વ ચેરમેન કાંતીભાઈ સતાસીયા સહિતના જિલ્‍લાનાં મુખ્‍ય આગેવાનોએ માર્કેટીંગ યાર્ડમાં ભાજપનો ભગવો લહેરાય તે માટે ગામડે ગામડે મંડળીઓનાં પ્રમુખ અને ડીરેકટરો તેમજ તાલુકા કક્ષાના મુખ્‍યઆગેવાનો સાથે બેઠક-મીટીંગો કરી જરૂરી આયોજન કરી જીત નિશ્ચિત થાય તે માટે કમર કસી હતી. મુખ્‍ય આગેવાનો સાથે બગસરા તાલુકા ભાજપના પ્રમુખ ધીરૂભાઈ માયાણી, બગસરા શહેર ભાજપના પ્રમુખ એ.વી. રીબડીયા, મહામંત્રી મુકેશભાઈ ગોંડલીયા, જિલ્‍લા ભાજપના મંત્રી રાજુભાઈ ગીડા, ધીરૂભાઈ કોટડીયા, બાબુભાઈ વઘાસીયા, મનોજભાઈ મહિડા, જિલ્‍લા કીસાન મોરચાના મંત્રી રમેશભાઈસતાસીયા, તાલુકા ભાજપ મહામંત્રી વિપુલભાઈ કયાડા, પ્રવિણભાઈ રફાળીયા, જિલ્‍લા યુવા મોરચાના મંત્રી દિનેશભાઈ વસાણી, તાલુકા ભાજપનાં આગેવાન પ્રવિણભાઈ કારેતા, કીરીટભાઈ દેવમુરારી, ધીરૂભાઈ દેવમુરારી, ઘનશ્‍યામભાઈ સાદરાણી, નિલેશભાઈ સાંગાણી, મોટી કુંકાવાવના સરપંચ સુભાષભાઈ ભગત, વડીયાનાં પૂર્વ સરપંચ વિપુલભાઈ રાંક, બાબરા તાલુકા ભાજપના આગેવાન બીપીનભાઈ રાદડીયા, અલ્‍તાફભાઈ નથવાણી, મહેશભાઈ ભાયાણી, બહાદુરભાઈ બકોતરા, નિર્મળભાઈ ચાવડા, લાઠી એપી.એમ.સી.ના ચેરમેન રાજુભાઈ ભુતૈયા, બાબરા એપીએમસીના ચેરમેન જીવાજીભાઈ રાઠોડ સહિતનાં આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.
ભાજપ પ્રેરીત ખેડુત વિભાગની પેનલમાં 1રમાંથી 11 સીટ ભાજપે જીતી હતી. જેમાં કાંતીભાઈ સતાસીયા, બાવાભાઈ મોવલીયા, ગોરધનભાઈ કાનાણી, વલ્‍લભભાઈ ગોધાણી, પરશોતમભાઈ કુનડીયા, દેવરાજભાઈ રાંક અનેબાબુભાઈ સખવાળાનો જવલંત વિજય થયો હતો. તેજ રીતે વેપારી વિભાગની પેનલની ચારે ચારે સીટ ભાજપે જીતી હતી. જેમાં વિકાસભાઈ મોદી, જયંતિભાઈ ખાંદલ, સંજયભાઈ રફાળીયા, હાર્દીકભાઈ માધાણીનો જવલંત વિજય થયો હતો. બગસરા માર્કેટીંગ યાર્ડનાં આ ભવ્‍ય વિજયથી વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને તેની મંડળીઓનો ફુગ્‍ગો ફુટી ગયો છે.


દીપોત્‍સવીની રજાઓમાં સિંહોને પરેશાની ઉભી ન થાય તે માટે વનવિભાગે આળશ ખંખેરી

ગેરકાયદેસર લાયન શો કરનાર પર તવાઈ ઉતારાશે

દીપોત્‍સવીની રજાઓમાં સિંહોને પરેશાની ઉભી ન થાય તે માટે વનવિભાગે આળશ ખંખેરી

અલગ-અલગ ટીમો પ્રવાસીઓ પર નજર રાખશે

ખાંભા, તા. 6

ગીરમાં દિવાળી ના તહેવાર ને લઈને લાઇન શો અટકાવવા વન વિભાગે અલગ – અલગ ટીમો બનાવી  પેટ્રોલિંગ સંઘન બનાવ્‍યું. ગીર પૂર્વના દલખાણીયા એક જ રેન્‍જમાં ર3 જેટલા સિંહોના મોત થયા હતા જેને લઈને સિંહપ્રેમીઓ અને લોકોમાં ફફડાટ ફેલાયો હતો અને જેને ધયાને લઈને વન વિભાગ દ્વારા પૂરતી કાળજી લેવામાં આવી રહી છે અને ગીર પૂર્વમાં દિવાળીના તહેવારને લઈને સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્‍યું છે અને વન વિભાગે પોલીસને પણ સાથે રાખી લાઇન શો કરનાર સામે પગલાં ભરશે.

આ અંગે ખાંભા-તુલસીશ્‍યામ રેન્‍જના આર.એફ.ઓ પરિમલ પટેલે જણાવ્‍યુંહતું કે,  ખાંભા-તુલસીશ્‍યામ રેન્‍જ અને આસપાસનાં વિસ્‍તારમાં સિંહોની સંખ્‍યા બહોળી હોય અને ખાસ કરીને રેવન્‍યુ વિસ્‍તારમાં સિંહો આવી ગયા છે અને સિંહોની અવર-જવર હોય છે અને લાઇન શોના બનાવો બનતા હોય છે.  અલગ -અલગ ટીમો બનાવામાં આવી છે અને સઘન પેટ્રોલિંગ ર નવેમ્‍બરથી શરૂ કરેલ. અને પોલીસનો સ્‍ટાફ પણ માંગ્‍યો છે અને કોઈ લાઇન શો કરતા પકડાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ત્‍યારે ગીર પૂર્વ અને પશ્ચિમમાં છેલ્‍લા થોડા દિવસોથી વન વિભાગે ગેરકાયદેસર હોટેલો અને ગેરકાયદેસર રીતે યોજાતા લાયન શો સામે સંકજો કસ્‍યો છે અને વન વિભાગે પ્રવાસીઓને અપીલ કરી છે કે, તેઓ જે હોટેલોમાં રોકાય તે કાયદેસર છે કે નહીં તે પહેલા તપાસ કરી લે અને પછી જ રોકાય. આ સિવાય ગેરકાયદેસર રીતે લાયન શો મામલો કોઇ લલચાવે તો તેનાથી દૂર રહે નહીં તો મોટી મુશ્‍કેલીમાં મુકાઇ જશે.

ગીર વન્‍ય પ્રાણી વર્તુળ (જુનાગઢ)નાં ગીર ટાસ્‍ક ફોર્સનાં નાયબ વન સંરક્ષક જે પ્રવાસીઓ દિવાળી વેકેશન દરમિયાન ગીરમાં સાસણ ખાતે સિંહદર્શન માટે આવે છે તેમને ખાસ સૂચના આપવામાં આવે છે કે, તેઓ જે હોટેલમાં રોકાય છે તે કાયદેસર છે કે નહીં તે ચકાસી લે. નહીં તો, પ્રવાસીઓ મુશ્‍કેલીમાં મુકાઇ શકે છે. વળી, પ્રવાસીઓને ખાસ સૂચના આપવામાં આવેછે કે, સાસણ ટૂરિઝમ ઝોન અને દેવળીયા સફારી પાર્ક અને આંબરડી પાર્કમાં જે સિંહ દર્શન માટેની વન વિભાગની સુવિદ્યા છે એ સિવાય ગેરકાયદેસર રીતે સિંહ દર્શન જોવા ન જાય. કેમ કે, સ્‍થાનિક રીતે કોઇ વ્‍યકિત દ્વારા યોજવામાં આવતા સિંહ દર્શન ગેરકાયદેસર છે અને આ માટે કાયદાકીય રીતે મોટી સમસ્‍યા સર્જાઇ શકે છે. પ્રવાસીઓ ગીરમાં આવે અને સિંહ સરંક્ષણમાં મદદરૂપ થાય એવી અપીલ કરીએ છીએ.

પ્રદિપ સિંઘે વધુમાં જણાવ્‍યું કે, સાસણની આસપાસ (ગીર પશ્ચિમ વિભાગ)માં 38 હોટલો એવી છે કે, જેની પાસે કાયદેસરની માન્‍યતા છે. આ લીસ્‍ટ વન વિભાગ દ્વારા તેના ઓફિસીયલ ટ્‍વીટર પર મુકવામાં આવ્‍યુ છે. આથી લોકોને મળી શકે છે કે, કઇ  હોટેલ કાયદેસર છે તેની વિગતો ઓનલાઇન મેળવી શકે છે.

વન વિભાગ દ્વારા લોકોની અને પ્રવાસીઓની જાગૃતિ અને માહિતી માટે ઠેર-ઠેર ગેરકાયદેસર લાયન શો ન થાય અને જો કોઇ કરે તો તે માટે કાયદામાં શું જોગવાઇ છે તેના બોર્ડ મુકયા છે. અમે અત્‍યાર સુધીમાં 1પ0થી વધુ ગેરકાયદેસર હોટેલો સીલ મારી દીધી છે અને આ કાર્યવાહી સતત ચાલુ રહેશે. અમને ખ્‍યાલ છે કે, દિવાળીનાં વેકેશન દરમિયાન ગેરકાયદેર લાયન શોની ઘટનાઓ બનતી હોય છે એટલા માટે અમે અમારુ પેટ્રોલીંગ વધારી દીધું છે. અને જો કોઇ પણ વ્‍યકિત આપ્રકારની પ્રવૃતિ કરતા પકડાશે તો તેને છોડવામાં આવશે નહીં. લોકોએ એ સમવજવું જોઇએ કે, સિંહ તેના કુદરતી વાતાવરણમાં મુકત રીતે ફરે અને તેને કોઇ ખલેલ પહોંચાડવામાં ન આવે. સિંહ આપણું ગૌરવ છે તેમ પ્રદિપ સિંઘે વધુમાં માહિતી આપતા જણાવ્‍યું હતું.


મોટા દેવળીયા મુકામે ‘‘પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના” અંતર્ગત ચેકનું થયેલ વિતરણ

અમરેલી જિલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેન્‍ક લિ. ર્ેારા

મોટા દેવળીયા મુકામે ‘‘પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના” અંતર્ગત ચેકનું થયેલ વિતરણ

અમરેલી, તા.6

અમરેલી જિલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેંક લિ., મોટા દેવળીયા શાખા મારફત “પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના”માં જોડાયેલ રાંદલ દડવા ગામનાં સભાસદ સ્‍વ. મગનભાઈ ભીમજીભાઈ ખુટનું અવસાન થયેલ. જેની વીમા કલેઈમની રકમ રૂા. ર,00,000 મંજુર થતા ચેક વિતરણનો કાર્યક્રમ રાંદલ દડવા મુકામે રાખવામાં આવેલ હતો. વીમા કલેઈમનાં રકમનાં ચેકનું વિતરણ અમરેલી જિલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેંક લિ.ના જનરલ મેનેજર (સી.ઈ.ઓ.) બી. એસ. કોઠીયાનાં વરદ હસ્‍તે તેમના વારસદાર કેવિનભાઈ મગનભાઈ ખુટને કરવામાં આવેલ.આ કાર્યક્રમના પ્રારંભમાં મોટા દેવળીયા શાખાના કર્મચારી એ. એ. દેસાઈએ સ્‍વાગત પ્રવચન સાથે થાપણો વિશે માહિતી આપેલ તથા બ્રાન્‍ચ એકાઉન્‍ટન્‍ટ જે. કે. ધાનાણીએ લોન અને વસુલાત અંગેની માહિતી આપેલ તેમજ બ્રાન્‍ચ મેનેજર વી. એલ. ગજેરાએ બેંકના કોર બેન્‍કિંગ સોલ્‍યુશન્‍સ (સીબીએસ)ને લગતી તથા શાખાની પ્રગતિ વિશે માહિતી આપેલ હતી. તેમજ હેડ ઓફિસ, અમરેલીના ઈન્‍સ્‍યોરન્‍સ વિભાગનાં જુનીયર ઓફિસર એમ. એમ. કથીરીયાએ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જયોતી વીમા યોજના અને અટલ પેન્‍શન યોજના તેમજ કેશ લેસ ટ્રાન્‍જેકશન, એનઈએફટી, આરટીજીએસ તેમજ બેંકે અપનાવેલ વિવિધ ટેકનોલોજીના માઘ્‍યમથી બેંક ર્ેારા અપાતી વિવિધ સેવાઓનીમાહિતી વિસ્‍તૃતમાં આપેલ. બેંકનાં જનરલ મેનેજર (સી.ઈ.ઓ.) બી. એસ. કોઠીયાએ સહકારી મંડળીનું ગ્રામિણ અને કૃષિ વિકાસમાં યોગદાન તેમજ બેંક મારફત કરવામાં આવતી ખેડૂતલક્ષી વિવિધ યોજનાની માહિતી આપેલ તેમજ બેંકના અને નાફસ્‍કોબ અને ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણીની માર્ગદર્શન મુજબ બેંકની શાખાઓ અને પેકસ મંડળીઓના ધંધામાં કદમાં થયેલ વધારો, વિદ્યાર્થીઓને તેમજ મહિલાઓને બચતની ટેવને ઉતેજન મળે તે માટે રૂા.1 થી મહિલાઓ અને વિદ્યાર્થીઓને બચત ખાતાઓ ખોલવાની સુવિધા પુરી પાડી સેવાનું પ્રેરણાદાયી કાર્ય કરી બેકીંગ પ્રવૃતિઓ સાથે બેંક વિકાસનાં પંથે લોકોને સેવા પુરી પાડી રહેલ છે તેમ જણાવેલ.આ કાર્યક્રમમાં મંડળીના પ્રમુખ વેલજીભાઈ ગાંડાભાઈ ખુટ, ઉપપ્રમુખ બાબુભાઈ નારણભાઈ ખુટ તથા ગામનાં સરપંચ મનસુખભાઈ બરવાળીયા, મંડળીના મંત્રી સુરેશભાઈ ખુટ, ગામના આગેવાન કાનાભાઈ ગાંડાભાઈ ખુટ, ઘનશ્‍યામભાઈ સવજીભાઈ ખુટ તથા શાખાના કર્મચારી જે. ડી. સાવલીયા,


અમરેલીમાં આજે અસામાજિકતત્‍વોને કાબુમાં લેવા પડશે

પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાય પોલીસ વિભાગને એલર્ટ કરે

અમરેલીમાં આજે અસામાજિકતત્‍વોને કાબુમાં લેવા પડશે

શહેરની યુવતીઓ અને મહિલાઓને પુરતા પ્રમાણમાં રક્ષણ આપવા માટે પોલીસ સતર્ક રહે

જાહેર માર્ગ પર સીનસપાટા કરતાં અને આતશબાજી કરનાર સામે લાલ આંખ કરવી પડશે

અમરેલી, તા. 6

અમરેલી શહેરમાં આવતીકાલ બુધવારે દીપોત્‍સવી પર્વને લઈને પોલીસ વિભાગે ખાસ કરીને રાત્રીનાં 9 થી 1ર સુધી શહેરનાં રાજમાર્ગો પર આતંક ફેલાવનાર શખ્‍સોને કાબુમાં લેવા પડશે. આ માટે પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયે પોલીસ વિભાગને જરૂરી આદેશ કરવો પડશે.

અમરેલીનાં શહેરીજનો મોટી સંખ્‍યામાં દિવાળીની રાત્રીનાં 8 થી 1 વાગ્‍યા સુધી રોશનીનો ઝગમગાટ નિહાળવા નીકળતાં હોય છે. જેમાં મોટી સંખ્‍યામાં બાળકો, યુવતીઓ, મહિલાઓ પણ હોવાથી પુરતી સુરક્ષા રાખવી જરૂરી છે.

દરમિયાનમાં દર વર્ષે શહેરનાં અસામાજિક તત્‍વો જાહેર માર્ગ પર ધુમ સ્‍ટાઈલમાં બાઈક લઈને વાતાવરણમાં અશાંતિ ઉભી કરવાનો પ્રયાસ કરતાં હોય છે. તેમજ જાહેર માર્ગો પર આતશબાજી કરીને ભયનું વાતાવરણ ઉભું કરતાં હોય પોલીસ વિભાગ ઘ્‍વારા ચાંપતો બંદોબસ્‍ત ગોઠવવામાં આવે તેવી માંગ શહેરીજનો કરી રહૃાા છે.


અમરેલી લોકસભાનાં ભાજપી ઉમેદવાર વસંત મોવલીયા ?

વર્તમાન સાંસદનો નો રીપીટમાં સમાવેશ થવાની શકયતાઓ

અમરેલી લોકસભાનાં ભાજપી ઉમેદવાર વસંત મોવલીયા ?

જિલ્‍લા ભાજપનાં તમામ કદાવર નેતાઓ પણ તેમના નામ સામે સર્વસંમત થઈ શકે તેમ છે

અમરેલી, તા. 6

અમરેલી લોકસભા ચૂંટણીને હવે પાંચ મહિના કરતાં પણ ઓછો સમય હોય ભાજપનાં સંભવિત ઉમેદવારને લઈને અનેકવિધ અટકળો ચાલી રહી છે. તેમાં વર્તમાન સાંસદ કાછડીયા ઉપરાંત અનેક વ્‍યકિતઓનાં નામનો સમાવેશ થઈ રહૃાો છે. દરમિયાનમાં એક નવું નામ ચર્ચામાં આવ્‍યું છે અને તે છે ખોડલધામનાં પ્રમુખ વસંત મોવલીયાનું.

વસંત મોવલીયા નામ જિલ્‍લાભરમાં જાણીતું છે. તેમનાં પિતા વર્ષ ર007માં બાબરા-વડીયા વિધાનસભા ચૂંટણી કોંગી ઉમેદવાર બાવકુભાઈ ઉંઘાડ સામે ભાજપમાંથીલડયા હતા. જો કે ત્‍યારે તેઓ પરાજિત થયા હતા.

વસંત મોવલીયા લગભગ દોઢ દાયકાથી બાંધકામ વ્‍યવસાય સાથે સંકળાયેલા છે અને છેલ્‍લા ર-3 વર્ષથી તેઓ લેઉવા પટેલ સમાજનાં મહત્‍વનાં ખોડલધામનાં જિલ્‍લા પ્રમુખ છે અને લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ)નાં પ્રમુખ તરીકે પણ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહૃાા છે. તો લેઉવા પટેલ સમાજ માટે પણ અર્ધી રાતનાં હોંકારા સમાન છે.

વસંત મોવલીયાએ છેલ્‍લા એક વર્ષથી મીડિયાજગતમાં પણ ઝંપલાવ્‍યું છે અને દૈનિક વર્તમાનપત્રનાં તેઓ તંત્રી તરીકે ફરજ બજાવી રહૃાા છે. તેઓ લેઉવા પટેલ સમાજની સાથે દરેક સમાજમાં પણ સારૂ એવું વર્ચસ્‍વ ધરાવે છે. સરળ સ્‍વભાવ અને સેવભાવી હોવાનાં કારણે તેમનાં મિત્રો, શુભેચ્‍છકોમાં જબ્‍બરો વધારો થયો છે.

તદઉપરાંત જિલ્‍લા ભાજપનાં તમામ આગેવાનો સાથે સારો એવો સંબંધ ધરાવે છે. વર્તમાન જિલ્‍લા પ્રમુખ હિરેન હિરપરા, લોકસભાનાં ઈન્‍ચાર્જ વી.વી. વઘાસીયા સહિતનાં આગેવાનો સાથે નિકટતાં વધારે હોવા ઉપરાંત ખોડલધામનાં પ્રમુખ નરેશ પટેલનાં વિશ્‍વાસુ હોય. આ પ્રકારે અનેક પરિબળોનાં કારણે ભાજપ તેમને લોકસભાનાં ચૂંટણીજંગમાં મેદાનમાં ઉતારે તો નવાઈ પામવા જેવું નહી રહે.


અરેરાટી : પાગલપ્રેમીનાં ત્રાસનાં કારણે મહિલાએ ઝેરી દવા ગટગટાવી લીધી

અરેરાટી : પાગલપ્રેમીનાં ત્રાસનાં કારણે મહિલાએ ઝેરી દવા ગટગટાવી લીધી

પોલીસે મરી જવા મજબુર કર્યાની ફરિયાદ નોંધી

અમરેલી, તા. 6

બાબરા તાલુકાનાં   ખંભાળા ગામની સીમમાં રહેતી એક મહિલાને તે જ ગામે રહેતાં બીજલ ઘનાભાઈ ડાભી સાથે આડા સંબંધ હોય, જે બાબતે પરિવારના લોકો ઠપકો આપતા અને ગામ છોડી સીમમાં રહેવા જતાં રહૃાાં છતાં પણ આરોપી બીજલ ત્‍યાં અવારનવાર મળવા આવી કાનનાં કાપ લઈ ગયેલ અને તેમની પુત્રવધુનાં દાગીનાની પણ માંગણી કરી શારીરિક માનસિક ત્રાસ આપી મરી જવા મજબુર કર્યાની ફરિયાદ બાબરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.


ખાંભામાં ગરીબોનું અનાજ બારોબાર વેચી મારવાનાં કૌભાંડનો થયો પર્દાફાશ

પુરવઠા વિભાગે રૂપિયા પોણા બે લાખનો અનાજનો જથ્‍થો સીઝ કર્યો

ખાંભામાં ગરીબોનું અનાજ બારોબાર વેચી મારવાનાં કૌભાંડનો થયો પર્દાફાશ

જિલ્‍લાનાં કાળાબજારીયા તત્‍વોમાં ફફડાટ ફેલાવતી ઘટના

અમરેલી, તા.6

અમરેલીમાં રાશનનાં દુકાનદારો ર્ેારા ગ્રાહકનાં નામે તેની જાણ બહાર બારોબાર જથ્‍થો ખરીદીને બારોબાર વેચવાનું કૌભાંડ હજુ તાજુ જ છે ત્‍યાં ખાંભામાં સસ્‍તી અનાજના દુકાનદાર ર્ેારા રાશનનો જથ્‍થો બારોબાર ખરીદીને બારોબાર વેચવાનું કૌભાંડ ઝડપાયું છે.

આ અંગે પૂરવઠા વિભાગ ર્ેારા મળતી વિગતો મુજબ ખાંભામાં આવેલી દુકાન નં.3માં ગત રાત્રીનાં સમયે ખાંભા મામલતદાર કચેરીનાં પૂરવઠા વિભાગ ર્ેારા દરોડો પાડવામાં આવ્‍યો હતો અને 89473 રૂા.નો જથ્‍થો સીલ કરવામાં આવ્‍યો હતો. ટીમ ર્ેારા બેહિસાબી પ6ર3 કિલો ઘઉં, 1976 કિલો ચોખા, પ94 કિલો ખાંડ, 14 લીટર તેલ, 38પ કિલો નમક અને 1661 લીટર કેરોસીનનો જથ્‍થો સીઝ કરવામાં આવ્‍યો હતો. ખાંભામાં કાર્ડ ધરાવતા અને લાંબા સમયથી અન્‍યત્ર સ્‍થાયી થયેલા તેમજ મૃત્‍યુ પામ્‍યા હોય તેવા લોકોના નામે પણ દુકાનદાર ર્ેારા બારોબાર તેમની જાણ બહાર જથ્‍થો ખરીદવામાં આવતો હતો અને બારોબાર અનાજ કાળાબજારમાં વેચવામાં આવતું હતું. અત્‍યાર સુધીમાં દુકાનદારે આ રીતે કેટલો જથ્‍થો બારોબાર વેચ્‍યો છે તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. દુકાનદાર પાસેથી આવા ર00થી પણ વધુ કાર્ડ મળી આવ્‍યા હતાં. આગામી દિવસોમાં દુકાનદાર સામે એફઆઈઆર સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે.


આજે દીપોત્‍સવી પર્વની ઉત્‍સાહભેર ઉજવણી થશે

હિન્‍દુ સમાજનાં સૌથી મોટા તહેવારને લઈને જબ્‍બરો ઉત્‍સાહ

આજે દીપોત્‍સવી પર્વની ઉત્‍સાહભેર ઉજવણી થશે

આબાલ-વૃઘ્‍ધ, ગરીબ-તવંગર સહિત સૌ કોઈ દિવાળીનાં રંગે રંગાયા

અમરેલી, તા. 6

અમરેલી જિલ્‍લામાં ગઈકાલે ધનતેરસ, આજે કાળી ચૌદશની આસ્‍થા અને ઉત્‍સાહભેર ઉજવણી કરાયા બાદ આવતીકાલે દીપોત્‍સવી પર્વની ઉજવણીને લઈને જબ્‍બરો ઉત્‍સાહ જોવા મળી રહૃાો છે.

અમરેલી જિલ્‍લાનાં દરેક ઘરનાં આંગણે કલાત્‍મક રંગોળી અને રોશનીનો ઝગમગાટ ઉભો કરવામાં આવેલ છે. આબાલ-વૃઘ્‍ધ, ગરીબ-તવંગર સહિત સૌ કોઈ દીપોત્‍સવી પર્વની ઉજવણીમાં વ્‍યસ્‍ત જોવા મળી રહૃાા છે.

પ્રકાશનાં પર્વની ઉજવણીને લઈને જિલ્‍લાની બજારોમાં પણ રોશનીનો ઝગમગાટ જોવા મળી રહૃાો છે. તો વેપારીઓ ચોપડાપૂજન કરીને મહાલક્ષ્મીનાં આશિર્વાદ મેળવવાનો પ્રયાસ કરશે.

અમરેલી જિલ્‍લાની બજારોમાં દીપોત્‍સવી પર્વને લઈને ભારે અવર-જવર જોવા મળી રહી છે. તો સાંજનાં 6થી રાત્રીનાં 1 વાગ્‍યા સુધી સૌ કોઈ રોશનીનાં ઝગમગાટનો આનંદ મેળવવા રાજમાર્ગો પર ફરી વળશે.


કોંગ્રેસ પક્ષનાં આગેવાનોએ કાળી ચૌદશે કકળાટ કાઢવાનો કાર્યક્રમ કર્યો

અમરેલી, તા. 6

આજે સમગ્ર દેશમાં મોંઘવારી, ભ્રષ્‍ટાચાર,બેરોજગારી, કાળુ ધન, આતંકવાદ, નકસલવાદ જેવી સમસ્‍યા કકળાટરૂપ બની છે. દેશની જનતા આ સમસ્‍યારૂપી કકળાટથી કંટાળી ગઈ છે. અને સરકાર અવનવા તમાશા કરી રહી છે.

દરમિયાનમાં અમરેલીનાં ડો. જીવરાજ મહેતા ચોકમાં મોડી રાત્રીએ વિપક્ષી નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં કોંગીજનોએ કાળી ચૌદશની ઉજવણીનાં ભાગરૂપે દેશમાંથી દરેક સમસ્‍યાનો કકળાટ દૂર થાય અને દેશની જનતામાં શાંતિ, સમૃઘ્‍ધિ અને ખુશી વધે તે માટે સમસ્‍યારૂપી કકળાટ કાઢવાનો કાર્યક્રમ કર્યા હતા.


બહેરા-મુંગા શાળામાં દિવાળી નિમિત્તે ફટાકડા વિતરણ

               ડી.વાય.એસ.પી. મોણપરા તથા નિવૃત ચીફ ઓફીસર રોહીતભાઈ દવેનાં હસ્‍તે બહેરા-મુંગાનાં  90 બાળકોને રપ0 રૂા.ની ફટાકડાની કીટ અર્પણ કરેલ. બહેરા-મુંગા શાળાને છેલ્‍લા 8 વર્ષથી ઘણી બધીએકટીવીટી કરી મનોજભાઈ ભટ્ટ મદદરૂપ થયેલ છે. બહેરા-મુંગા બાળકોના વાલીઓ પણ આ તકે હાજર રહેલ તથા સ્‍ટાફ ર્ેારા પણ ફટાકડા વિતરણ કરેલ.


બાબરામાં માનવસેવા સંસ્‍થાન ર્ેારા ગરીબ પરિવારને કપડાં અને રમકડાનું વિતરણ

               બાબરામાં માનવસેવા સંસ્‍થાન ટ્રસ્‍ટનાં સભ્‍યો શોકતભાઈ ગાંગાણી, જીતુભાઈ જાની, આદિત્‍ય દેવમુરારી, હિતેશભાઈ છાંટબાર, મિલન શકોરિયા, બહાદુર કેશવાણી, રહીમ અજમેરી, રેહાન જીવાણી, સુરેશભાઈ પલસાણા, યોગેશભાઈ ધોળકિયા, અમીન ગાંગાણી, સલીમભાઈ કેશવાણી સહિતનાં સભ્‍યો ર્ેારા બાબરા શહેરમાં અલગ અલગ વિસ્‍તારોમાં વસતા ગરીબ પરિવારને વસ્‍ત્રો તેમજ પગરખાં, અને રમકડાનું વિતરણ કરવામાં આવ્‍યું હતું એ ટ્રસ્‍ટનાં સભ્‍યો દરેક તહેવારો પર શહેરનાં ગરીબ પરિવારને જરૂરી ચીજવસ્‍તુઓનું વિતરણ કરી માનવસેવાનું ઉત્તમ કાર્ય કરી રહૃાા છે.


સાવરકુંડલા યાર્ડનાં ચેરમેનનું સન્‍માન

               સાવરકુંડલા માર્કેટયાર્ડનાં નવનિયુકત ચેરમેન દીપક માલાણીનું અમરેલીનાં કોંગી અગ્રણી નિલેષ દેસાઈએ શાલ ઓઢાડી સન્‍માન કર્યુ હતું.