Main Menu

Wednesday, October 31st, 2018

 

આલે લે : સાવરકુંડલાનાં કોંગી ધારાસભ્‍ય પ્રતાપ દુધાત ખેડૂતોનાં પ્રશ્‍ને આવેદનપત્ર આપવા ન ગયા

વિધાનસભાની ચૂંટણીમાં ખેડૂતોનાં હિતની ગુલબાંગો ફેંકતા હતા

આલે લે : સાવરકુંડલાનાં કોંગી ધારાસભ્‍ય પ્રતાપ દુધાત ખેડૂતોનાં પ્રશ્‍ને આવેદનપત્ર આપવા ન ગયા

ધારાસભ્‍ય બન્‍યા બાદ અવનવા કારનામાથી ચર્ચામાં રહેતા જોવા મળે છે

અમરેલી, તા.30

આજે અમરેલીના રાજકમલ ચોક ખાતે વિપક્ષના નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં આફતના એંધાણના બેનર તળે અમરેલી જિલ્‍લાના પાંચ ધારાસભ્‍યોની હાજરીમાં સવારે 10 થી 4 ધરણા કાર્યક્રમ રાખવામાં આવ્‍યો હતો. ધરણા બાદ વિપક્ષના નેતાની હાજરીમાં પાંચેય ધારાસભ્‍યો ખેડૂતો સાથે કલેકટર કચેરી સુધી પગપાળા રેલી યોજીને આવેદન પત્ર આપવાના કાર્યક્રમમાં ધારાસભ્‍ય પ્રતાપ દુધાતની ગેરહાજરી ઉડીને આંખે વળગતી હતી. વિધાનસભાની ચૂંટણી સમયે પ્રજાની પડખે રહેવાના કોલ આપનાર ધારાસભ્‍ય પ્રતાપ દુધાત ચૂંટાઈ ગયા પછી વિદેશ સહેલગાહ, સુરત અને મુંબઈ જેવા મહાનગરોમાં વધુ પડતા સફરો કરતા હોવાની વ્‍યાપક ફરિયાદો સાવરકુંડલા-લીલીયાના મતદારો કરી રહયા છે. ત્‍યારે વિપક્ષના નેતાની ધરણાથી લઈને પગપાળા રેલીમાં સંપૂર્ણ ખેડૂતો સાથે ખભેથી ખભો મેળવીને ચાલીશકતા હોય તો દુધાતે ખેડૂતોના કાર્યક્રમમાં ગાપચી મારીને જતા રહેતા ખેડૂતોમાં ધારાસભ્‍ય દુધાત સામે રોષ જોવા મળતો હતો. ત્‍યારે સાવરકુંડલા-લીલીયાના મતદારો સાથે દ્રોહ કરનાર દુધાતે જે ખેડૂતોના મતે ચૂંટાયા તે ખેડૂતોની રેલીમાં ન જોડાતા જિલ્‍લા કોંગ્રેસમાં ચર્ચાનું કેન્‍દ્ર દુધાત બન્‍યા છે તે વાસ્‍તવિકતા છે. જયારે વિપક્ષના નેતા ખેડૂતોના હિતની જાહેરમંચ પરથી વાત કરતા હતા ત્‍યારે પરેશ ધાનાણીની સ્‍પીચથી જ ધારાસભ્‍ય દુધાત ગાયબ થયા હોવાનો વિડીયો સોશ્‍યલ મીડિયામાં વાઈરલ થયો છે.


લ્‍યો બોલો : સાવરકુંડલા પાલિકાનાં ભાજપ ઉપપ્રમુખ ભાવેશ હિંગુ પર ર કર્મચારીઓનો હુમલો

ભાજપનાં શાસનમાં ભાજપીઓ પણ અસલામત

લ્‍યો બોલો : સાવરકુંડલા પાલિકાનાં ભાજપ ઉપપ્રમુખ ભાવેશ હિંગુ પર ર કર્મચારીઓનો હુમલો

ઉપપ્રમુખે સ્‍થાનિક પોલીસસ્‍ટેશનમાં લેખિત અરજી આપી

અમરેલી, તા.30

ભય, ભૂખ અને ભ્રષ્‍ટાચાર નેસ્‍ત નાબૂદ કરવાના હોય સાથે દેશભરમાં સતાનું સુકાન સંભાળનાર ભાજપના શાસનમાં ભાજપના આગેવાનો જ અસલામત બન્‍યાની ઘટના પ્રકાશમાં આવી છે.

વિગત એવા પ્રકારની છે કે સાવરકુંડલા પાલિકામાં ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવતા ભાજપી નગરસેવક ભાવેશ હિંગુ ઉપર પાલિકા કચેરીમાં જ પાલિકાના ર વિપ્ર કર્મચારીઓએ બાકી બીલ બાબતે બોલાચાલી કરી બેફામ       ગાળો આપી લાફો મારી પાલિકા કચેરીમાં આવતા નહીં નહીં તો ટાંટીયા ભાંગી નાખીશું તેવી ધમકી આપી હોય બન્‍ને વિપ્ર કર્મચારી વિરૂઘ્‍ધ ધોરણસર કાર્યવાહી કરવાની માંગ કરતી લેખિત અરજી સ્‍થાનિક પોલીસ સ્‍ટેશનમાં આપતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


સીટી પોલીસનો સપાટો : અમરેલીનાં જેશીંગપરામાંથી વિદેશી દારૂનો જથ્‍થો ઝડપાયો

રૂપિયા 1048પનો મુદ્યામાલ કબ્‍જે કર્યો

અમરેલી, તા.30

અમરેલી સીટી પોલીસ સ્‍ટેશનનો સ્‍ટાફ પેટ્રોલીંગમાં હોય, તે સમયે પોલીસને બાતમી મળતા અમરેલીના જેશીંગપરામાં રહેતા ભરતભાઈ ઉર્ફે મુન્‍નો, શંભુભાઈ બાવળીયા વાળાએ પોતાના કબ્‍જા ભોગવટા વાળા કારખાનામાં આર્થિક લાભ મેળવવા માટે થઈ ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ નંગ-ર1 કિંમત રૂા. 10,48પનો રાખેલ હોય, સીટી પોલીસના હેડ કોન્‍સ્‍ટેબલ જગદીશભાઈ રાઠોડ, હરેશસિંહ પરમાર, પોલીસ કોન્‍સ્‍ટેબલ પરેશભાઈ સોંધરવા, પ્રભાતસિંહ ગોહિલે દરોડો પાડી આરોપીને મુદામાલ સાથે ઝડપી લીધેલ હતો.


સાવરકુંડલાનાં કાનાતળાવનાં સરપંચનું રૂપિયા પડાવવા અપહરણ કરાયું : પોલીસે સાવચેતીથી સરપંચને બચાવી લીધા

સમગ્ર જિલ્‍લામાં ચકચાર જગાવતી ઘટના

સાવરકુંડલાનાં કાનાતળાવનાં સરપંચનું રૂપિયા પડાવવા અપહરણ કરાયું : પોલીસે સાવચેતીથી સરપંચને બચાવી લીધા

પાંચ શખ્‍સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા તપાસનો ધમધમાટ

અમરેલી, તા.30

સાવરકુંડલા તાલુકાના કાનાતળાવગામે રહેતા અને છેલ્‍લા બે વર્ષથી સરપંચ તરીકે કામ કરતા અને હીરાની દલાલીનો વ્‍યવાસય કરતા અનિલભાઈ અરવિંદભાઈ રાદડીયા નામના ર9 વર્ષીય યુવકને લગભગ અઢી માસ પહેલા જૂનાગઢ જિલ્‍લાના મેંદરડા તાલુકાના અમરગઢ ગામે રહેતા પ્રતાપભાઈ હરસુરભાઈ ઉર્ફે ચીનાભાઈ ગીડા નામના શખ્‍સે હીરા નંગ-6 બતાવેલા અને આ સરપંચ યુવકે તે હીરા આરોપી પાસેથી રૂા. 8પ લાખમાં માંગ્‍યા હતા. પરંતુ કોઈ કારણોસર આ હીરાનો સોદો થયો ન હતો.

બાદમાં આરોપી પ્રતાપભાઈને ખબર પડેલ કે સરપંચ પાસે રૂપિયા પડાવી શકાય તેમ છે. તેથી પૈસા પડાવવાના ઈરાદે અગાઉનું કાવતરૂ રચી અમરગઢ ગામે રહેતા કેતન રમેશભાઈ કડીયા, જામનગર ગામે રહેતા યુવરાજસિંહ ગંભીરસિંહ વાળા, જૂનાગઢના મેંદરડા ગામે રહેતા વિજય ઉર્ફે ભીખો વલ્‍લભભાઈ સગર તથા અમદાવાદ ગામે રહેતા ભાવુ સહિતના પાંચ શખ્‍સોએ ગત તા.ર3/10થી તા.ર6/10ના સમયગાળા દરમિયાન સરપંચ યુવક પોતાની પંચાયત ઓફિસના કામે ગાંધીનગર ગયેલા ત્‍યારે આરોપી પ્રતાપભાઈ હરસુરભાઈ ગીડાનો ફોન આવતાં તેમને સસ્‍તામાં હીરા અપાવવાની લાલચ આપી સરપંચ તથા તેમની સાથે રહેલ તેમના મિત્રનું અમદાવાદ ખાતેથી અપહરણ કરી અમદાવાદ, મહેસાણા, માઉન્‍ટ આબુ વિગેરે લઈ જઈ દેશી પિસ્‍ટલ તથા છરી જેવા હથિયારો બતાવી સરપંચ તથા તેમનામિત્રને ઢીકાપાટુનો માર મારી તેમની પાસે રહેલ રોકડા રૂપિયા 6પ હજાર રોકડા તથા એટીએમમાંથી રૂપિયા ર0 હજાર બળજબરીથી          કઢાવી લઈ અને સરપંચને તથા તેમના મિત્રને મુકત કરવા માટે રૂા. પ0 લાખની માંગણી કરી અને સરપંચને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

બાદમાં મહેસાણા ગામે ગેસ્‍ટહાઉસમાં હતા ત્‍યારે ત્રણ આરોપી નીચે હતા અને બે માણસો આ સરપંચ સાથે હતા તે સૂઈ જતા સરપંચે પોતા પાસે રહેલ મોબાઈલ ફોન વડે સાવરકુંડલા રૂરલ પોલીસને જાણ કરતા સાવરકુંડલા રૂરલ પોલીસે બનાવની ગંભીરતા સમજી તુરંત જ મહેસાણા પોલીસને જાણ કરતા મહેસાણા પોલીસે તુરંત ઘટના સ્‍થળે પહોંચી જઈ સરપંચ તથા તેમના મિત્રને અપહરણ કર્તા આરોપી પાસેથી બન્‍ને છોડાવી લઈ અને સાવરકુંડલા પહોંચાડયા હતા. આ બનાવ અંગે સાવરકુંડલા રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


મુંબઈમાં એમ.ડી. માંજરીયા ‘તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍મા’ની ટીમ સાથે શૂટીંગમાં વ્‍યસ્‍ત

બાબરાનાં વતની અને રાજકોટ સ્‍થિત નિવૃત મામલતદાર એમ. ડી. માંજરીયા મુંબઈમાં તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍માની ટીમનાં કલાકાર જેઠાલાલ, સોઢી તેમજડાયરેકટર અને નિર્માતા સાથે મુલાકાત કરી શુટીંગ કરી રહૃાા છે. હિન્‍દી સિરિયલ તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍મામાં એમ. ડી. માંજરીયા અભિનયનાં ઓજસ પાથરશે અત્રે ઉલ્‍લેખનીય છે કે એમ. ડી. માંજરીયા બાળપણથી અભિનયનો શોખ ધરાવે છે અને તેઓએ ઘણી ગુજરાતી ફિલ્‍મમાં અભિનય કર્યો છે ત્‍યારે ફેમસ હિન્‍દી સિરિયલ તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍મામાં તેઓ કાઠિયાવાડી બાપુનાં રોલમાં પોતાની કલા પ્રદર્શિત કરશે હાલ તેઓમુંબઈમાં કલાકારો સાથે શુટીંગ કરી રહૃાા છે.


મોણપુર અને ચિત્તલ નજીક કાર અને બાઈકમાં થતી દારૂની હેરફેર ઝડપાઈ

અમરેલી, તા. 30

એલ.સી.બી. ટીમ અમરેલી તાલુકા પો.સ્‍ટે. વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન બાતમી રાહે હકીકત મળેલ કે મોણપુર ગામમાં રહેતા હિરેન હરસુરભાઈ ડેર તથા તેનો ભાઈ મહીપત ઉર્ફ મયલો હરસુરભાઈ ડેર રહે. બન્‍ને મોણપુર તા.જી. અમરેલી વાળાઓ પોતાનાં ઘરે એક ફોરવ્‍હીલ કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલોનો જથ્‍થો રાખી સગે-વગે કરવાની પેરવીમાં છે તેવી ચોક્કસ બાતમી મળતાં બાતમી વાળી જગ્‍યાએ રેઈડ કરતાં પોતાના હવાલા વાળી એસ્‍ટીમ કાર રજી.નંબર જી.જે.14.ઈ. 1914 માં અલગ અલગ બ્રાન્‍ડનો ભારતીય બનાવટનાં વિદેશી દારૂનીબોટલ નંગ 10 સાથે મળી આવેલ અને હિરેન હરસુરભાઈ ડેર, રહે. મોણપુર વાળો હાજર નહીં મળી આવતાં ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્‍થો કિ. રૂા. 3,000 તથા એસ્‍ટીમ કાર રજી.નં. જી.જે.14.ઈ. 1914 ની કિં.રૂા.પ0,000 મળી કુલ કિ. રૂા. પ3,000 નો મુદ્યામાલ કબજે કરી આરોપી મહીપત ઉર્ફે મયલો હરસુરભાઈ ડેર તથા હિરેન હરસુરભાઈ ડેર, રહે.બંને મોણપુર વાળાઓ વિરૂઘ્‍ધ પ્રોહિબીશન ધારા તળે ધોરણસર કાર્યવાહી કરી પકડાયેલ આરોપી તથા મુદ્યામાલ અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે.

આ ઉપરાંત અમરેલી તાલુકાના રીકડીયાથી ચિત્તલ તરફનાં રોડ ઉપર એક મોટરસાઈકલ ચાલક શંકાસ્‍પદ જણાતાં તેને રોકી ચેક કરતાં તેનું નામ ઉપર કાળુભાઈ બાવકુભાઈ વાળા, ઉ.વ. 30, ધંધો ખેતી, રહે. રીકડીયા, તા.જી.અમરેલી વાળો હોવાનું જાણવા મળેલ અને તેને ચેક કરતાં તેના પેન્‍ટના નેફામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-1 મળી આવતાં દારૂની બોટલ-1 કિ.રૂા.300 તથા હીરો સ્‍પ્‍લેન્‍ડર મોટર સાયકલ રજી.નંબર જી.જે.14.એ. એચ.7પપ0 કિ.રૂા.રપ,000 મળી કુલ કિ.રૂા.રપ,300 નો મુદ્યામાલ કબજે કરી આરોપી કાળુભાઈ બાવકુભાઈ વાળા, રહે. રીકડીયા, તા.જી.અમરેલી વાળા વિરૂઘ્‍ધ પ્રોહિબીશન ધારા તળે ધોરણસર કાર્યવાહી કરી આરોપી તથા મુદ્યામાલ અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે.

આમ, પોલીસ અધિક્ષક અમરેલીનાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ અમરેલી એલ.સી.બી. ઈન્‍ચાર્જપોલીસ ઈન્‍સ. ડી. કે. વાઘેલા તથા એલ.સી.બી. સ્‍ટાફ ર્ેારા એક જ દિવસમાં ભારતીય બનાવટનાં વિદેશી દારૂ અંગે બે સફળ રેઈડ કરવામાં આવેલ છે.


ધાતરવડી નદીમાંથી ગેરકાયદે રેતીની ચોરી કરતાં ર ઝડપાયા

અમરેલી, તા.30

રાજુલા ગામે રહેતા દાદભાઈ બાબાભાઈ ધાખડાની માલીકીના ડમ્‍પર નંબર જી.જે. 1 ટી.ટી. 6444માં લોડર વડે આજે સવારે ડ્રાઈવર પથુભાઈદેવાયતભાઈ ધાખડા તથા ભરતભાઈ વિરાભાઈ બાબરીયા સમૂહખેતી ગામે જવાના માર્ગ ઉપર આવેલ ધાતરવડી નદીના પટમાંથી રોયલ્‍ટી ભર્યા વગર રેતી ચોરી કરતા હોય, ડમ્‍પરમાં રેતી ટન-3, ડમ્‍પર કિંમત રૂા. 4.પ0 લાખ તથા લોડરની કિંમત રૂા. 7 લાખ મળી કુલ રૂા. 11,પ1,000ના મુદામાલ સાથે બન્‍ને ડ્રાઈવરને ઝડપી લીધા હતા. જયારે ડમ્‍પર માલીક હાજર મળી નહીં આવતા તેમની સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.


એસઓજીએ દારૂનાં ગુન્‍હામાં ફરાર આરોપીને દારૂ સાથે ઝડપી લીધો

અમરેલી, તા. 30

અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયનાં આદેશથી સ્‍પેશ્‍યલ ઓપરેશન ગૃપનાં પી.આઈ. આર. કે. કરમટા અને તેમની ટીમે ધારીનાં ભાડ ગામેથીમહિપતભાઈ વાળા (ઉ.વ. ર4)ને વિદેશી દારૂની 78 બોટલ, મોબાઈલ અને કાર મળી કુલ રૂપિયા 1.36 લાખનાં મુદ્યામાલ સાથે ઝડપી લીધેલ છે.

ઝડપાયેલ આરોપી વિરૂઘ્‍ધ દારૂનાં 4 ગુન્‍હાઓ અગાઉ નોંધાઈ ચૂકયા છે. આરોપીની પુછપરછમાં ઝડપાયેલ દારૂ અશોકભાઈ બોરીચા રે. લુવારા પાસેથી ખરીદેલ અને તેમના માણસ વિજય વાળા રે. સા.કુંડલા પાસેથી લાવેલ હોવાનું જણાવતાં પોલીસે અન્‍ય ર આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કરેલ છે.


સરસીયા ગામે ડેન્‍ગ્‍યુનાં તાવનાં કારણે મહિલાનું મોત

અમરેલી, તા. 30

ધારીનજીક આવેલ સરસીયા ગામે રહેતાં મુકતાબેન નામની મહિલાને ડેન્‍ગ્‍યુનો તાવ આવતો હોય પ્રથમ ધારી બાદમાં અમરેલી અને વધુ સારવાર માટે રાજકોટ દવાખાને સારવારમાં ખસેડાયેલ. જયાં તેણીનું સારવાર દરમિયાન ડેન્‍ગ્‍યુ તાવનાં કારણે મૃત્‍યુ થયાનું ધારી પોલીસમાં જાહેર થવા પામેલ છે.


અમરેલીમાં રહેતી શિક્ષિકા પર ધારીનાં શિક્ષકનો બળાત્‍કારનો પ્રયાસ

જિલ્‍લાનાં શિક્ષણજગતમાં ખળભળાટ મચાવતી ઘટના

અમરેલીમાં રહેતી શિક્ષિકા પર ધારીનાં શિક્ષકનો બળાત્‍કારનો પ્રયાસ

શિક્ષિકા સાથે નોકરી દરમિયાન પરિચય કેળવીને શિક્ષકે વારંવાર બિભત્‍સ માંગણી કરતાં હોવાનો આરોપ

સીટી પોલીસ સ્‍ટેશનમાં શિક્ષિકાએ શિક્ષક વિરૂઘ્‍ધ ફરિયાદ દાખલ કરી

અમરેલી, તા. 30

એક તરફ અમરેલી જિલ્‍લામાં કથળી ગયેલ પ્રાથમિક શિક્ષણને ઉત્તેજન મળે તે માટે રાજય સરકાર અનેકવિધ કાર્યક્રમો કરી રહી છે. તો બીજી તરફ દેશનું ભવિષ્‍ય તૈયાર કરવાની જવાબદારી જેના શિરે છે તેવા એક શિક્ષકે તેના જ શિક્ષિણ વિભાગની શિક્ષિકા સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યાની ઘટના અમરેલી પોલીસ સ્‍ટેશનમાં નોંધાતા જિલ્‍લાનાં શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે અને શિક્ષક સામે ફિટકારની લાગણી જોવા મળી રહી છે.

વિગત એવા પ્રકારની છે કે, અમરેલીમાં રહેતી એક શિક્ષિકાએ સીટી પોલીસ સ્‍ટેશનમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, સીઆરસીમાં નોકરી કરતી હતી તે દરમ્‍યાન મારે સરકારી ઓફીસ કામે તથા મીટીંગ સબબ અવાર નવાર અમરેલી ચિતલ રોડ તાલીમ ભવન તથા બીઆરસી ભવનમાં આવવા જવાનું થતું હોય. જેથી મારે ધારી બીઆરસી ભવનમાં નોકરી કરતા હરેશભાઈ બાબુભાઈ મકવાણા રહે. ધારી સીવીલ હોસ્‍પીટલ કવાર્ટર વાળા સાથે પરીચયથયેલ અને અવારનવાર મારે આ હરેશભાઈ સાથે મીટીંગો દરમ્‍યાન મુલાકાતો થતી અને આમ આ હરેશભાઈએ મારા પરીચયમાં આવી મારો ફોન નંબર લઈ મારી સાથે ઘણી વખત ઓફીસકામની વાતો કરતા.

બાદ ધીરે ધીરે આ હરેશ મકવાણા મારી સાથે સાચી ખોટી વાતો કરી મારા નજીક આવવા લાગેલ અને મારા પરિવારની સ્‍થિતિ જાણી મારા મોબાઈલ ફોનમાં ફોન કરી મારી પાસે બિભત્‍સ માંગણીઓ કરવા લાગેલ. જેથી હું તેને આવું નહી કરવા કહેતા અને મારી સાથે આવી વાતો નહીં કરવા કહેતા આજથી આશરે 6 મહિના પહેલા આ હરેશ મકવાણા એકદમ ઉશ્‍કેરાઈ જઈ મને ફોન ઉપર કહેલ કે હું બદનામ કરી દઈશ અને તને નોકરીમાંથી સસ્‍પેન્‍ડ કરાવીશ. જો તું મારી માંગણી નહીં પૂરી કરીશ તો તારો એક દીકરો એકસીડન્‍ટમાં મરણ ગયેલ છે તેમ બીજા દીકરાને પણ એકસીડન્‍ટ કરાવી જાનથી મારી નાંખવાની ધમકી આપેલ અને આમ આ હરેશ મકવાણા મને અવારનવાર હેરાન-પરેશાન કરવા લાગતા મેં તેનો ફોન ઉપાડવાનું બંધ કરી દીધેલ અને તેઓ ફોન નંબરો (1) 94ર7ર 6ર7પ3 (ર) 87804 3787પ (3) 9974ર 86777 (4) 8000ર 67677 ના છે જે મેં બ્‍લોક કરી દીધેલ. તેમ છતાં આ હરેશ મકવાણા ઉપરોકત તેના નંબરો સિવાય બીજા ફોન નંબરોમાંથી પણ અવારનવાર મને ફોન કરી ત્રાસ આપી ખૂબ જ હેરાન-પરેશાન કરવાલાગેલ અને મારી બદનામી ન થાય તેથી મેં કોઈને વાત કરેલ નહી અને આ હરેશ મકવાણા સાથે હું ફોન પર વાત કરતી બંધ કરતા તે અવારનવાર મારા ઘર સુધી મારો પીછો કરી મને હેરાન કરતો. બાદ આ હરેશ મકવાણા એક દિવસ મારી પાછળ પાછળ મારા ઘરે આવેલ ત્‍યાં આવી મારા ઘરમાં આવવાનો પ્રયત્‍ન કરતા મેં મારા ઘરનો દરવાજો બંધ કરી દીધેલ. જેથી તે મારા ઘરનો દરવાજો ખખડાવવા લાગેલ તેમ છતાં મેં મારા ઘરનો દરવાજો ખોલેલ નહી અને થોડા દિવસ બાદ હું મારા ઘરે એકલી હતી તે દરમ્‍યાન આશરે સવારના નવેક વાગ્‍યે આ હરેશ આવેલ અને મારા ઘરમાં આવી મારી સાથે સંબંધ રાખવા કહેતા મેં ના પાડતા મારી સાથે ઝગડો કરેલ. બાદ તે જતો રહેલ. બાદ ગઈ તા. ર4/પ/18નાં રોજ મારા ઘરે મારા પતિ અમદાવાદ તેની નોકરી ઉપર હતા અને મારો દીકરો પણ તેને વેકેશન હોવાથી મારા પતિ સાથે અમદાવાદ હતો અને હું મારા ઘરે એકલી સવારના આશરે સાતેક વાગ્‍યે કચરો વાળતી હતી અને મારા ઘરનો દરવાજો ખુલ્‍લો હતો. આ વખતે આ હરેશ મકવાણા એકાએક મારા ઘર અંદર આવી મારા ઘરનો દરવાજો અંદરથી બંધ કરી મને કહેલ કે તું કેમ મારી સાથે બોલતી નથી તને મારી સાથે વાતો કરવામાં શું વાંધો છે ? શું તને હું નથી ગમતો ? જેથી મેં તેને કહેલ કે મારા લગ્ન થઈ ગયેલ છે,મારે પતિ તથા સંતાન છે, હું આવું પાપ ના કરી શકું તમે મારો ઘરસંસાર ભાંગો નહી. જેથી તે એકદમ ઉશ્‍કેરાઈ ગયેલ અને મારી સાથે બોલાચાલી કરી મને ગાળો આપી મારી સાથે ઝગડો કરવા લાગેલ. જેથી હું દેકારો કરવા લાગતા તેણે મારા મોઢે તેના હાથ રૂમાલનો ડુચો મારી મને મારો હાથ ખેંચી પરાણે મારા બેડરૂમમાં ઢસડી લઈ ગયેલ. મારા હાથેથી મારા મોઢાનો ડુચો કાઢી લીધેલ અને તેણે મારી સાથે ઝપાઝપી કરી બળજબરી પૂર્વક મારો ઓપો કંપનીનો મોબાઈલ બેડ ઉપરથી લઈ મારી તથા તેની સેલ્‍ફી ફોટોગ્રાફી કરેલ અને મારો ફોન તેણે સ્‍વીચ ઓફ કરી છાતીનાં ભાગે કચકાવીને બટકુ ભરી તેને જોરથી ધક્કો મારતા આ હરેશ મારાથી દૂર જતો રહેલ જેથી હું બેડ ઉપરથી ઉભી થઈ મારા રૂમમાં પડેલ બીજા કપડા પહેરી મારૂ પર્સ લઈ ઘર બહાર ભાગવા જતા આ વખતે હરેશએ મને પાછી હાથ પકડી રોકી લઈ મારા ગાલ તથા મોઢાના ભાગે લાફા મારેલ અને મારા ઘરમાં પડેલ બેટમીન્‍ટનનું રેકેટ લઈ મને આડેધડ મારવા લાગતા મને ડાબા હાથની બાજુના ભાગે તથા ડાબા પડખાનાં ભાગે તથા ડાબા પગે પીડી તથા સાથળના ભાગે ઈજા થયેલ અને મારા હોઠ પર પણ વાગી જતા લોહી નીકળવા લાગે જેથી મે ફરીથી તેને ધક્કો મારેલ અને તે સમો નમો થાય તે પહેલા ઝડપથી મારા ઘરનો દરવાજો ખોલી હું બહાર ભાગીગયેલ. હું મારા ઘરે પરત ગયેલ નહીં અને મારે સી.આર.સી.ની તાલીમ હોય જેથી સીધી ત્‍યાં જતી રહેલ. બાદ સાંજે નોકરી પુરી કરી મારા ઘરે ગયેલ અને ઘરે જોયું તો મારા ઘરે મે રાખેલ સી.આર.સી. ઓડીટની ફાઈલનું પોટકું ખોલી નાંખેલ હતું જેમા મારા પોતાના ઉપયોગની ડાયરી હતી જેમાં મારા ફેસબુક તથા ઈ-મેઈલ એકાઉન્‍ટ તથા પાસવર્ડ તથા મારા અને મારા પરિવારનાં વ્‍યકિતગત ડોકયુમેન્‍ટ જેમાં બેંક પાસબુક વિગેરે હતા અને ત્‍યાર પછી મારા ઈ-મેઈલ, ફેસબુક અને ફેસબુક મેસેન્‍ઝરના પાસવર્ડ બદલાય ગયેલ હોય જે મારાથી ખુલેલ નહી. જેથી આ હરેશ મારી ડાયરી માંથી ફેસબુક તથા ઈ-મેઈલ એકાઉન્‍ટના પાસવર્ડ મેળવી મારા આ એકાઉન્‍ટનો દુરૂપયોગ કરેલ અને મારા પાસવર્ડ બદલી મારા નામના ફેસબુક/મેસેન્‍જર તથા ઈમેઈલ એકાઉન્‍ટ ઓપરેટ કરેલ છે. અને મારા પોટકામાં સી.આર.સી.ને લગતા ડોકયુમેન્‍ટની નકલ લઈ ગયેલ જેથી હું ખુબ ટેન્‍શનમાં હતી અને આ બનાવની  મે કોઈને વાત કરેલ નહી પરંતુ મે જેમ તેમ હીંમત કરી મારો મોબાઈલ મારા ઘરે બંધ હાલતમાં પડેલ હતો તે શરૂ કરી મારા પતિને ફોન કરી કહેલ કે, હું થોડી ટેન્‍શનમાં છું અને ફોન ઘરે રહી ગયેલ હોય જેથી મે તમને આખો દિવસ ફોન કરેલ નહી અને હું રૂબરૂમાં તમને આવતી કાલે ત્‍યાં આવી વાત કરીશ તેમવાત કરેલ. બાદ આ હરેશ મકવાણાનો ફરી તેના મો.નં. 94ર7ર 6ર7પ3 પરથી મે લીધેલ નવું સીમ નં.997917પ3પ6 પર સાંજના સાતેક વાગ્‍યે ફોન આવેલ. જેથી મને તે મારી બદનામી કરશે તેવી બીકનાં કારણે તેનો ફોન મે ઉપાડેલ. જેથી આ હરેશે મને કહેલ કે, તું ઘર ખુલ્‍લુ રાખજે હું હમણા થોડીવારમાં તાર ઘરે આવું છું. જેથી મે ફોન કાપી નાંખી તેનો ફોન બ્‍લોક કરી તરત મારા ઘરે તાળુ મારી ગાંધી બાગે આવી ગયેલ અને ત્‍યાં આ હરેશના ડરના કારણે રાત્રીનાં દસ વાગ્‍યા સુધી બેસી રહેલ. બાદ હું ફરી મારા ઘરે જતી રહેલ અને બીજા દીવસે હું અમરેલીથી અમદાવાદ મારા પતિ પાસે જતી રહેલ અને ત્‍યાં જઈ મે મારા પતિને ઉપર મુજબનાં બનાવની વાત કરેલ. જેથી મારા પતિએ મને સાત્‍વના આપેલ અને તેના મો.નં.98ર44 60988 ઉપરથી આ હરેશ મકવાણાનાં મો.નં.94ર7ર 6ર7પ3 ઉપર ફોન કરી તેને કહેલ કે તે મારી પત્‍ની સાથે આવું કેમ કરેલ. જેથી આ હરેશે બહાના બતાવી તેનો ફોન બંધ કરી દીધેલ. બાદ હું અમદાવાદથી મારા દીકરા સાથે મારે નોકરીએ જવાનું હોય, જેથી અમરેલી પરત આવી ગયેલ અને મારા પતિએ હરેશને ફોન કર્યા બાદથી તે મારા ઉપર ફોન કરતો તથા મારો પીછો કરતો બંધ થઈ ગયેલ અને મારા પતિ મે અમારી બદનામી ન થાય જેથી કોઈ પોલીસ ફરિયાદ કરેલનહી. બાદ થોડા સમય પછી તા.રપ/07/ર018 ના રોજ મારા વિરૂઘ્‍ધ ખોટા આક્ષેપ વાળી અને મારી બદનામી થાય તેવો પત્ર હું જયા અગાઉ નોકરી કરતી હતી ત્‍યં આંબા તા.લીલીયા પ્રા.શાળામાં આવેલ હોય જેની મને તે શાળામાં નોકરી કરતા શિક્ષક જે.પી. ભાસ્‍કરે મને ફોનમાં કરી વાત કરેલ તથા વોટસએપ મેસેજથી આ પત્રની જાણ કરતા મે તેને રૂબરૂ મળી પત્ર મેળવી લીધેલ બાદ અમરેલી સર્વશિક્ષા અભિયાન ટીચર ટ્રેનીંગમાં પણ મારા વિરૂઘ્‍ધ ભ્રષ્‍ટાચારનાં આક્ષેપ વાળી અરજીઓ આવવા લાગેલ અને આ હરેશભાઈ મકવાણા મારા ઘરેથી મારા પાસવર્ડ તથા મારા જરૂરી ડોકયુમેન્‍ટ લઈ ગયેલ.

આ ફરિયાદ મોડી કરવાનું કારણ એવું છે કે, મારી સાથે બનેલ બનાવ બાબતે મારી તથા મારા પરિવારની સમાજમાં તથા મારા સ્‍ટાફમાં બદનામી થવાન ડરના કારણે તથા અમે ગુજરાત હાઈકોર્ટમા તથા પોલીસ અધિક્ષક અમરેલીમાં લેખીતમાં અરજી કરેલ હોય જે અરજી પ્રથમ ધારી પોલીસ સ્‍ટેશન અને ત્‍યંથી અહી તપાસમાં આવતા આજરોજ ફરિયાદ કરવા આવેલ હોઉ જેથી મોડું થયેલ છે.

પોલીસે આ બનાવ અંગે કલમ 376(ર), 3પ4 (ડી), પ11, 3ર3, 4પર, પ04, પ06(ર) અને પ01 મુજબ ગુન્‍હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.


અમરેલીનાં કોંગી ધારાસભ્‍યોએ પ્રતિક ધરણા કરી આવેદનપત્ર પાઠવ્‍યું

ખેડૂતોનાં પ્રશ્‍ને ભાજપ સરકાર પર કર્યા પ્રહારો

અમરેલી, તા. 30

અમરેલીનાં ડો. જીવરાજ મહેતા ચોકમાં આજે વિપક્ષી નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં ધારીનાં ધારાસભ્‍ય જે.વી. કાકડીયા સહિતનાં કોંગી ધારાસભ્‍યોએ પ્રતિક ધરણા કરી રેલી સ્‍વરૂપે કલેકટરનેઆવેદનપત્ર પાઠવીને જિલ્‍લાને અછતગ્રસ્‍ત જાહેર કરવાની માંગ કરી હતી.


સાવરકુંડલામાં વીરદાદા જસરાજ સેના ટ્રસ્‍ટ ર્ેારા ગરીબ પરિવારોને ખાદ્ય સામગ્રી વિતરણ કરાશે

પરમાર્થ કાજે છેલ્‍લા દસ કરતા વધારે વર્ષોથી અમરેલી જિલ્‍લાની માનવસેવા અર્થે સતત કાર્યરત અને સાવરકુંડલા શહેર તેમજ તાલુકાની જનતાની મુશ્‍કેલીઓનો ઉપાય સમાન વિરદાદા જસરાજ સેના ટ્રસ્‍ટ સાવરકુંડલા ર્ેારા છેલ્‍લા 4 વર્ષથી ચાલતી જરૂરિયાતમંદ પરિવારોને દિવાળીનાં તહેવારોમાં પોતાના પરિવારનાં સભ્‍યોને તહેવારોમાં બધાની સમકક્ષખાદ્ય ચીજવસ્‍તુઓ ખવરાવીને ખુશ રાખી શકે એવા ઉમદા હેતુથી દિવાળીકીટ આપવામાં આવે છે. જેની તૈયારીની એક ઝલક કિટમાં થતા ખર્ચના મુખ્‍યલાભાર્થી વતનપ્રેમી માતુશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્‍ડેશન મુંબઈ તેમજ સહલાભાર્થી એક જલારામ બાપાનાં સેવકનું અનુદાન મળેલ છે.


અમરવેલી નાગરિક શરાફી મંડળની મુલાકાત લેતાં કેન્‍દ્રીય મંત્રી રૂપાલા

અમરેલી, તા. 30

અમરવેલી નાગરિક શરાફી સહકારી મંડળી લી. અમરેલીનાં કાર્યાલયે કેન્‍દ્રીય કૃષિ મંત્રી પુરષોતમભાઈ રૂપાલા તથા સાંસદ નારણભાઈ કાછડીયા મંડળીની શુભેચ્‍છા મુલાકાત લઈ મંડળીનાં કાર્યક્ષેત્રને બિરદાવેલ તથા મંડળીનાં ચેરમેન રેખાબેન એન. માવદીયા તથા તેમના બોર્ડ ઓફડીરેકટર્સને અભિનંદન પાઠવેલ.

આ તકે ઉપસ્‍થિત અમર ડેરીનાં ચેરમેન અશ્‍વિનભાઈ સાવલીયા તથા જીલ્‍લા ખ.વે.સંઘના ચેરમેન જયંતીભાઈ પાનસુરીયા તથા વાઈસ ચેરમેન એમ. આર. ધાનાણી તથા બગસરા મંડળીનાં ચેરમેન રશ્‍વિનભાઈ ડોડીયા તથા જીલ્‍લા ભાજપનાં કૌશિકભાઈ વેકરીયા તથા અમર ડેરીના જી.એમ. ધાર્મિકભાઈ રામાણી તથા સામાજીક આગેવાન ધીરૂભાઈ ગઢીયા તથા કેશલેસ શૈલેષભાઈ પરમાર તથા સાવરકુંડલા વાંઝા જ્ઞાતિના પ્રમુખ કીર્તીભાઈ ભરખડા તથા કીરણબેન વામજા તથા બહોળી સંખ્‍યામાં આગેવાનો ઉપસ્‍થિત રહેલ. તેમ       મંડળીની અખબારી યાદી જણાવે છે.


ચાવંડ કાણકિયા-મહેતા શૈક્ષણિક સંકુલ ખાતે એકતાયાત્રાનું ભવ્‍ય સ્‍વાગત

              ચાવંડ કેળવણી મંડળ – ચાવંડ સંચાલિત કાણકિયા મહેતા શૈક્ષણિક સંકુલ – ચાવંડ ખાતે આજ રોજ ચાવંડ કેળવણી મંડળ – ચાવંડનાં ઉપપ્રમુખ જીતુભાઈ ડેરની પ્રેરક ઉપસ્‍થિતિમાં અને એકતાયાત્રાનાં ઈન્‍ચાર્જ તરીકે તેઓ એકતાયાત્રા સાથે ચાવંડ ખાતે આવી પહોંચતા એકતાયાત્રાનું ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું. આજાં એકતાયાત્રાનાં કાર્યક્રમમાં ચાવંડ   કેળવણી મંડળના ટ્રસ્‍ટી કપિલભાઈ ડેર તથા એકતાયાત્રાના સહ ઈન્‍ચાર્જ ભરતભાઈ સુતરિયા અને મોહનભાઈ લાઠિયા તેમજ પ્રભારી વાલજીભાઈ ખોખરિયા સહિત મુખ્‍ય મહેમાન ગુ.રા.ના પૂર્વગૃહપ્રધાન ગોરધનભાઈ જડફિયા તથા સાંસદ સભ્‍ય નારણભાઈ કાછડિયા તથા અમરેલી જિલ્‍લા ભાજપાના પૂર્વ પ્રમુખ ડો. કાનાબાર તથા લાઠી તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ કાનાણી તથા અશ્‍વિનભાઈ સાવલીયા, ભાજપનાં અગ્રણી રામભાઈ સાનેપરા, દિપકભાઈ વઘાસિયા, મયુરભાઈ હિરપરા તથા કિસાન મોરચાના કન્‍વીનર ઘનશ્‍યામભાઈ સાવલિયા તથા હીરેનભાઈ હીરપરા, મનુભાઈ આદ્રોજા, શાંતીભાઈ રાણવા, વિનુભાઈ ડોબરીયા તાલુકાનાં આગેવાનો લાઠી-દામનગરનાં આગેવાનો પ્રવિણભાઈ જોષી, રાજુભાઈ ભુતૈયા, દીનેશભાઈ નારોલા, મહેશભાઈ ભાયાણી, ભરતભાઈ ગઢવી, જગદીશભાઈ ખુંટ, દેહુરભાઈ રાનાણી, મધુભાઈ નવાપરા, દકુભાઈ પડસાળા, કાળુભાઈ દુધાળા, ઘરમીશભાઈ એવીયા, મગનભાઈ વાઘેલા, રાવતભાઈ ડેર, અરવિંદભાઈ ઈંટાળીયા, ભરતભાઈ બોદર, સોમાભાઈ સાબોળીયા, મહેશભાઈ કોટડીયા, રાજુભાઈ ભુવા, બાબુભાઈ ધામત, અરૂણભાઈ પટેલ, નાથાભાઈ ખુંટ, નંદાભાઈ રાબડીયા, નિલેષભાઈ ડેર, લાલજીભાઈ સાબલપરા, ભુપતભાઈ મંસુરીયા, ઘનશ્‍યામભાઈ ખેરાળા, દીનેશભાઈ મારૂ, અશોકભાઈ બારડ, રામદેવભાઈ પરમાર, ભરતભાઈ, પ્રવિણભાઈ કાકડીયા, હરેશભાઈ કાકડીયા, હીંમતભાઈ રાઠોડ, દીનેશભાઈ જંબોડ, પરેશભાઈ સરવૈયા, વિજયભાઈ બારડ, કેસુરભાઈ સોરઠીયા, રવજીભાઈ કયાડા, જીતુભાઈ ભુવા, વિરમભાઈ ભરવાડ તથા ચાવંડ ગ્રામપંચાયતનાસરપંચ કાનજીભાઈ ડેર, ઉપસરપંચ હસુભાઈ નારીયા તથા શાળાનાં સ્‍ટાફનાં ઈન્‍ચાર્જ આચાર્ય પી. યુ. રાવલ તથા મ.શિ. જે. એમ. વાઘ તથા હેડ કલાર્ક કિરણભાઈ જોષી તથા કિશોરભાઈ ડેર તથા અશોકભાઈ સોરઠીયા તથા કાણકિયા મહેતા શૈક્ષણિક સંકુલ શાળા પરિવાર, ચાવંડ કુમાર શાળા, કન્‍યા શાળા, અને પ્‍લોટ શાળાનાં સ્‍ટાફ પરિવાર તથા આંગણવાડીનાં સ્‍ટાફ પરિવારે હાજરી આપેલ. ચાવંડ કેળવણી મંડળનાં ઉપપ્રમુખ અને એકતાયાત્રાનાં ઈન્‍ચાર્જ જીતુભાઈ ડેરએ સર્વે મહેમાનોનું સ્‍વાગત ઉદ્યબોધન કરી સ્‍વાગત કરેલ અને એકતાયાત્રાને શુભેચ્‍છાઓ સહ શુભકામના પાઠવેલ. પધારેલ મહેમાનોનું સ્‍વાગત કરવામાં આવ્‍યું તેમજ તાજેતરમાં અમરેલી તાલુકા પંચાયતની પેટા ચુંટણીનાં વિજેતા ઉમેદવાર એવા અમર ડેરીનાં ચેરમેન અશ્‍વિનભાઈ સાવલીયા વિશેષ સન્‍માન કાણકિયા મહેતા શૈક્ષણિક સંકુલ તરફથી જીતુભાઈ ડેર ર્ેારા સન્‍માન કરવામાં આવ્‍યું તેમજ કાનજીભાઈ ડેર, હસુભાઈ નારિયાએ ચાવંડ ગ્રામ પંચાયત વતી અને મેરામભાઈ ડેર તથા દેવાભાઈ ર્ેારા સેવા સહકારી મંડળી વતી સન્‍માન કરેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કિરણભાઈ જોષીએ કરેલ.


ગોપાલગ્રામ ખાતે સ્‍વ. બટુકભાઈ ગજેરાને શ્રદ્ધાંજલિ આપવા રકતદાન કેમ્‍પ યોજાયો

               ગોપાલગ્રામના વતની અને અમરેલી ખાતે વસતા હરી ૐ ઈન્‍ડસ્‍ટ્રીઝના સ્‍થાપક માલીક બટુકભા હરીભાઈ ગજેરાનું ગત તા.19/10ના રોજ ટુંકી બીમારી બાદ અવસાન થતા આજ તેમના દશા શ્રાઘ્‍ધ નિમિતે તા.ર9/10ના રોજ તેમના પરિવારજનો દ્વારા પોતાના માર્ગદર્શક વડીલનું 64 વર્ષની ઉંમરે અવસાન થતાં તેઓને સેવારૂપે શ્રઘ્‍ધાંજલિ આપવા 64 રકતદાતાઓ દ્વારા રકતદાન કરવા સંકલ્‍પ કરેલ. ઈન્‍ડિયન રેડક્રોસસોસાયટી અમરેલીના ઉપક્રમે યોજેલ આ રકતદાન કેમ્‍પને સ્‍વ. બટુકભાઈના મોટાભાઈ ચુનીભાઈ ગજેરાએ દીપ પ્રાગટય કરી ખુલ્‍લો મુકેલ. તેમજ તેમના લઘુબંધુ રામભાઈ ગજેરા, પુત્રો રાજેશભાઈ, ચિરાગભાઈ, સતીષભાઈ, હાર્દિકભાઈ ભત્રીજા કાળુભાઈ, રાજુભાઈ, હસુભાઈ, ચેતનભાઈ, કમલેશભાઈ, વિપુલભાઈ, અતુલભાઈ, ભાણેજ હીરેનભાઈ, તુષારભાઈ, આકાશ, ફેનિલ, અશોકભાઈ, વેવાઈ દલસુખભાઈ મુંગલપરા, દીકરીઓ, જમાઈઓ મહેશકુમાર, અશ્‍વિનકુમાર, નિકિતકુમાર સહિત ગામના ભવાની ચોક, ભકિતપરા, સરદારપરા, જલારામ શેરી, લીમડા શેરી વિસ્‍તારના યુવાન ભાઈઓ, બહેનોએ રકતદાન કરી ધાર્મિક અને સેવાભાવી બટુકભાઈને શ્રઘ્‍ધાંજલિ આપી હતી. દુઃખદ પ્રસંગે રકતદાન કેમ્‍પનું આયોજન કરી સમાજને પ્રેરણાદાયી ઉદાહરણ પુરૂ પાડી 6પ યુનિટ બ્‍લડ ડોનેશન કરતા ગજેરા પરિવાર વતી સ્‍વ. બટુકભાઈના ધર્મપત્‍ની શાંતાબેન ગજેરાને ઈન્‍ડિયન રેડક્રોસ સોસાયટી અમરેલીના એડવાઈઝરી કમિટીના મેમ્‍બર વિપુલ ભટ્ટીએ સન્‍માન પત્ર આપી પ્રેરક સેવા બદલ સન્‍માનિત કર્યા હતા. રકતદાન કેમ્‍પમાં ગામના અગ્રણી શંભુબાપા વાડદોરીયા, ચુનીલાલ વાડદોરીયા, કેશુભઈ વાડદોરીયા, વાલજીભાઈ ગજેરા, ભીખુભાઈ, રામજીભાઈ ગજેરા, ગોબરભાઈ ગજેરા, કિરીટભાઈ ગજેરા, મનસુખભાઈ, ગોવિંદભાઈ, ચંપકભાઈ ધકાણ, રમેશભાઈ ઠુંમર, બાબુભાઈ,નારણભાઈ ભંડેરી, ભાવેશભાઈ કોરાટ વગેરે ઉપસ્‍થિત રહયા હતા. આ રકતદાન કેમ્‍પને સફળ બનાવવા જીતુભાઈ કે. ગજેરા, ડો. વાળા, રાજુભાઈ પટેલ, કિશોરભાઈ વાડદોરીયા, સંજયભાઈ વાડદોરીયા, નિલેશભાઈ ગજેરા, જય વાડદોરીયા, મૌલિક ગજેરા, યશ ગજેરા, ભુરાભાઈ, સુરેશભાઈ વગેરેએ જહેમત ઉઠાવી હતી. તેમ વિપુલ ભટ્ટીએ જણાવેલ છે.


31-10-2018