Main Menu

Tuesday, October 30th, 2018

 

‘‘અમરેલીમાં આજે કોંગી ધારાસભ્‍યોનો નગારે ઘા”

જિલ્‍લાને અછતગ્રસ્‍ત જાહેર કરવાની માંગ સાથે પ્રતિક ધરણા

‘‘અમરેલીમાં આજે કોંગી ધારાસભ્‍યોનો નગારે ઘા”

વિધાનસભાનાં વિપક્ષી નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં તમામ ધારાસભ્‍યો કરશે આંદોલન

અમરેલી, તા. ર9

અમરેલી જિલ્‍લામાં   દુષ્‍કાળે પંજો વિકરાળ કરતાં કૃષિકારો, પશુપાલકો અને શ્રમજીવીઓમાં ચિંતાનો માહોલ હોય રાજય સરકાર જિલ્‍લાને અસરગ્રસ્‍ત જાહેર કરવા માટે ચોઘડીયાની રાહ જોઈ રહી હોય તેવા સમયે વિપક્ષી નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં જિલ્‍લાનાં તમામ ધારાસભ્‍યો આવતીકાલ મંગળવારે ડો. જીવરાજ મહેતા ચોકમાં પ્રતિક ધરણા કરીને કલેકટરને આવેદનપત્ર પાઠવશે.

વિપક્ષી નેતાએ જિલ્‍લામાં દુષ્‍કાળને કારણે ચિંતાનો માહોલ ઉભો થયો હોય તમામ સરપંચો, ખેડૂત આગેવાનો, સેવાકીય સંસ્‍થાઓ તેમજ રાજકીય પક્ષોનાં આગોવનોએ આપસી મતભેદ ભુલીને જિલ્‍લાની જનતાનાં દુઃખદર્દમાં સહભાગી બનવા આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેવા અનુરોધ કર્યો છે.


ધારીમાં વનવિભાગની કાર્યશૈલી સામે રોષની આંધી

સ્‍થાનિક આગેવાનોએ પ્રધાનમંત્રી અને મુખ્‍યમંત્રીને આવેદનપત્ર પાઠવ્‍યું

ધારીમાં વનવિભાગની કાર્યશૈલી સામે રોષની આંધી

તાલુકા વિકાસ સમિતિનાં નેજા હેઠળ તમામ આગેવાનો પક્ષાપક્ષીથી દુર થઈને એક બન્‍યા

અમરેલી, તા. ર9

ધારી તાલુકા વિકાસ સમિતિએ આજે સ્‍થાનિક અધિકારી મારફત પ્રધાનમંત્રી અને મુખ્‍યમંત્રીને આવેદનપત્ર પાઠવીને વનવિભાગની કાર્યશૈલી સામે નારાજગી વ્‍યકત કરી છે.

આવેદનપત્રમાં જણાવેલ છે કે, તાજેતરમાં ધારી તાલુકાનાં શેમરડી ચેકપોસ્‍ટ વિસ્‍તારમાં વન વિસ્‍તારમાં ર7 સિંહો મૃત્‍યુ પામ્‍યા છે. તો આ સિંહોના મૃત્‍યું માટે જવાબદાર વન વિભાગ છે કે કેમ ? તેવા પ્રશ્‍નો આમ પ્રજામાં ચર્ચાય છે. તેમજ આ તાલુકાના પ્રજાજનો સિંહોની વસ્‍તી વચ્‍ચે છેલ્‍લા પ0 વર્ષથી વસવાટ કરતાં હોય, ખુબ જ લાગણી, સહિષ્‍ણુતા ધરાવે છે. તેમજ આ ર7 સિંહોના મૃત્‍યું બાબતે વન વિભાગની નિષ્‍કાળજી છે કે કેમ ?તેની કોઈ તપાસ કરવામાં આવતી નથી. વન વિસ્‍તારમાં સિંહોને રેવન્‍યુ વિસ્‍તારમાં મારણ કરેલ કે મરી ગયેલ પશુઓને વન વિભાગના જ વાહનો દ્વારા ફેરવી વન વિસ્‍તારમાં મારણ કે મૃતપશુઓના મૃતદેહો, સિંહોના ખોરાક માટે નાખવામાં આવે છે. તો શું આ ખોરાકથી સિંહોના મૃત્‍યુ થયેલ છે કે કેમ ? તેની તપાસ ઉચ્‍ચ કક્ષાએથી થયેલ અથવા થયા હોવાની કોઈ જાહેરાત વન વિભાગ કે સરકાર તરફથી કરવામાં આવેલ નથી. તો શું આમ જનતા સિંહોનું જતન કરે છે અને વન વિભાગની સતત નિષ્‍કાળજીના કારણે વારંવાર સિંહોના મૃત્‍યું થાય છે. તો સરકાર તરફથી તમામ સિંહોનાં મૃત્‍યું બાબતે અન્‍ય વિભાગ, સી.આઈ.ડી. કે ઉચ્‍ચ કક્ષાની કમિટિ દ્વારા ઉચ્‍ચ કક્ષાએ તપાસ થાય તેવી આ તાલુકાની સમતિ પ્રજાની લાગણી અને માંગણી રહે છે. આમ, પ્રજાજનોની માલીકીની જમીનો, ખેતરો કે જાહેર રોડ, રસ્‍તા, જાહેર સ્‍થળોએ પસાર થતાં સિંહોના અવર-જવરના સમયે સામાન્‍ય પ્રજાજનો સિંહદર્શન કરતા હોય તો વન વિભાગ દ્વારા દંડ તથા ફરીયાદો કરવામાં આવે છે. તો આટલી મોટી સંખ્‍યામાં સિંહોના મૃત્‍યુ બાદ વન વિભાગ મૌન કેમ સેવી રહયું છે ? શું વન વિભાગની આ મૃત્‍યુ બાબતે કોઈની જવાબદારી જ નથી ?

વધુમાં જણાવેલ છે કે, અંદાજે 40 થી 4પ બિનખેતીની અરજીઓ તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્‍લાવિકાસ અધિકારીની કક્ષાએથી ફકત વન વિભાગના એન.ઓ.સી.નહી મળવાના કારણે છેલ્‍લા ર કે 3 વર્ષથી પડતર રહેવા પામેલ છે. તો સરકાર દ્વારા શા માટે આ અરજીઓ પડતર રાખવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી તે એક મોટો સવાલ આ તાલુકાની પ્રજામાં ઉભો થયેલ છે. શું વન વિભાગ ગુજરાત સરકારના નિયંત્રણ હેઠળ છે કે કે ? તેવા પ્રશ્‍નો પ્રજાના મુખે વારંવાર ચચાય છે. જેના કારણે હાલની સરકારની છબી ખરડાય છે. તો હવે કયારે આ પ્રશ્‍નનું નિરાકરણ થશે ?

વધુમાં જણાવેલ છે કે, (ર) ધારી તાલુકામાં મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ધારી ગામે આંબરડી સફારી પાર્કનું ઉદઘાટન કરી લોકાર્પણ કરવામાં આવ્‍યા બાદ આ સફારી પાર્કમાં આવતાં પ્રવાસીઓ માટે આવશ્‍યક સુવિધાઓ જેવી કે, બેસવા, રહેવા માટેની, ચા-નાસ્‍તાની સુવિધા, છાપા માટે શેડ, નાસ્‍તા માટે કેન્‍ટીન, પીવાના પાણીની સુવિદ્યા, શૌચાલય જેવી સામાન્‍ય સુવિદ્યાઓ પણ ઉપલબ્‍ધ નથી. વન વિભાગ પાસે હાલ આંબરડી સફારી પાર્ક માટે ફાળવેલ ગ્રાન્‍ટ પૈકી હજુ પણ 60 થી 70 લાખ જેટલી રકમ બચત હોવાનું જાણવા મળેલ છે. તો શા માટે વન વિભાગ સુવિદ્યા ઉપલબ્‍ધ કરી શકતું નથી ? તે પ્રશ્‍ન આ તાલુકાની પ્રજામાં વારંવાર ચર્ચાય છે અને પ્રજામાં એવી છાપ ઉભી થયેલ છે કે, શું વન વિભાગ આ પ્રોજેકટવિકસાવવાના બદલે બંધ કરવાના પ્રયાસમાં લાગી ગયેલ છે કેમ ? તેની તપાસ થવી જરૂરી લાગી રહી છે.

વધુમાં જણાવેલ છે કે, આંબરડી સફારી પાર્કનું લોકેશન કુદરતી સૌદર્ય તેમજ હાઈટ ઉપર બનાવવામાં આવેલ હોય, શા માટે આ સફારી પાર્કમાં સિંહ દર્શન ઉપરાંત અન્‍ય સુવિદ્યાઓ જેવી કે, ગાર્ડન, વન્‍ય પ્રાણીઓને સંગ્રહાલય બનાવવાનું વન વિભાગને વિચાર આવતો નથી. આંબરડી સફારી પાર્કની નજીક ખોડીયાર ડેમ, માતાજીનું મંદિર આવેલ હોવા છતાં વન વિભાગની નિષ્‍કાળજી અને નકારાત્‍મક કામગીરીના કારણે આંબરડી સફારી પાર્કનું સરકાર દ્વારા જતન કરવામાં નહી આવે તો નજીકના ભવિષ્‍યમાં જ આ પ્રોજેકટનું બાળમરણ થઈ જશે તેવી ધારી તાલુકાના પ્રજાજનોમાં ભય ઉભો થયો છે.

વધુમાં ધારી તાલુકામાં આવેલ બિન અધિકૃત (લાયસન્‍સ વગરના તમામ આહારગૃહો, હોટલ, રેસ્‍ટોરન્‍ટ બંધ કરવા માટેની મીટીંગ યોજી મામલતદાર દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવે છે. જેમાં ધારી ગામની રેસ્‍ટોરન્‍ટ, આહારગૃહો, ગેસ્‍ટ હાઉસનો સમાવેશ કરવામાં આવેલ છે. તો શું વન વિભાગ એમ માને છે કે, ર8 સિંહોના મૃત્‍યું ધારી શહેરની આહારગૃહો, હોટલ, રેસ્‍ટોરન્‍ટ, ગેસટ હાઉસના કારણે મરણ પામેલ છે ? વન વિભાગ દ્વારા સર્વે કરાયેલ હોટલ, આહારગૃહ, રેસ્‍ટોરન્‍ટો વીસ-વીસ વર્ષથી ચાલુ છે. જયારેઈકો સેન્‍સીટીવ ઝોનનો જન્‍મ થયો ન હતો.

વધુમાં જણાવેલ છે કે, (4/4) સરકાર દ્વારા ધારી તાલુકાની ભૌગોલીક પરિસ્‍થિતિ મુજબ આવેલ પ્રવાસન સ્‍થળો, ખોડીયર ડેમ મંદિર, દાનબાપુની જગ્‍યા, હિંગળાજ માતા મંદિર તેમજ નજીકના પ્રવાસન      સ્‍થળો, સોમનાથ, સતાધાર, પરબધામ, તુલસીશ્‍યામ, દિવ વિ.પ્રવાસન સ્‍થળોની મઘ્‍યમાં ધારી હોય, પ્રવાસન માટે ધારી શહેર અને તાલુકો હોય સરકાર દ્વારા આ પ્રવાસનને પ્રોત્‍સાહન માટે સર્વે કરવામાં આવેલ તેમજ ટુરીઝમ અંતર્ગત ખોડીયાર ડેમ સાઈટને ડેવલપ કરવા બોટીંગ, ટુરીઝમ, હોટલ, ગાર્ડન, રેસ્‍ટોરન્‍ટ વિગેરે સુવિધાઓ માટે ગ્રાન્‍ટ ફાળવણીનું પણ આયોજન કરવામાં આવેલ પરંતુ વન વિભાગની નિતીના કારણે આ તાલુકાને પ્રવાસન માટે કોઈ ગ્રાન્‍ટ ફાળવણી આજદિન સુધી થયેલ નથી. તો ધારી તાલુકાને ટુરીઝમ ઝોન તરીકે પસંદ કરી ખાસ કિસ્‍સામાં પ્રવાસન સંલગ્ન સુવિધા માટે ઝડપી મંજુરીઓ અને માર્ગદર્શન મળે તેવી આ તાલુકાની પ્રજાજનોની લાગણી છે. તો સરકાર કક્ષાએથી થયેલ સર્વે મુજબ ખોડીયાર ડેમ સાઈટને વહેલી તકે વિકસાવવા પ્રજાજનોની માંગણી પહોંચાડીએ છીએ.


બાબરા પંથકમાં સરકાર દ્વારા થતી મગફળીની ટેકાનાં ભાવે ખરીદીમાં ઓનલાઈન એન્‍ટ્રીમાં ખેડૂતોને મુશ્‍કેલીઓ

રેવન્‍યુ તલાટી અને ગ્રામપંચાયત મંત્રીની લડાઈમાં ખેડૂતનો ખો

બાબરા પંથકમાં સરકાર દ્વારા થતી મગફળીની ટેકાનાં ભાવે ખરીદીમાં ઓનલાઈન એન્‍ટ્રીમાં ખેડૂતોને મુશ્‍કેલીઓ

જિલ્‍લા પંચાયત સભ્‍ય મીનાબેન કોઠીવાળ દ્વારા કલેકટરને રજૂઆત

બાબરા, તા.ર9

રાજય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવતા ખેડૂતો જરૂરી આધાર પુરાવા સાથે ઓનલાઈન એન્‍ટ્રી કરાવી રહયા છે. ત્‍યારે ખેતીના જરૂરી આધાર પાણી પત્રકથી બાબરા તાલુકાના ખેડૂતો વંચીત રહેતા મગફળીની ઓનલાઈન એન્‍ટ્રીમાં ખેડૂતોને ભારે મુશ્‍કેલીઓ સહન કરવાનો વારો આવી રહયો છે. જિલ્‍લા પંચાયતના સભ્‍યમીનાબેન કોઠીવાળ દ્વારા જિલ્‍લા કલેકટરને રજૂઆત કરી યોગ્‍ય કરવા જણાવ્‍યું છે.

અમરેલી જિલ્‍લા પંચાયતના સભ્‍ય મીનાબેન કોઠીવાળ દ્વારા જણાવ્‍યું હતું કે બાબરા તાલુકાના ખેડૂતોને મામલતદાર કચેરીમાં પાણી પત્રક આપવામાં આવતા નથી તેમજ રેવન્‍યુ તલાટી દ્વારા 1પ/9 થી 30/9 સુધીમાં રજૂ કરવાના હોય છે તે નથી કર્યા ત્‍યારે મામલતદાર કચેરીમાં રેવન્‍યુ તલાટી મંત્રીને સુચના આપી ખેડૂતોને પાણી પત્રક આપવામાં આવે તેવી સુચના આપવા જણાવ્‍યું છે. જેના કારણે ખેડૂતને પોતાની મગફળી ટેકાના ભાવે વેચવામાં કોઈ મુશ્‍કેલીઓ ઉભી ન થાય.

આ બાબતે મામલતદાર એન.કે. ખીમાણી દ્વારા જણાવ્‍યું હતું કે ખેડૂતોને પાણી પત્રક ગ્રામ પંચાયતના મંત્રીઓએ આપવાના હોય છે. તાલુકાના દરેક ગ્રામ પંચાયતના મંત્રીઓને પાણી પત્રક આપવામાં આવ્‍યા હતા પણ પોતાના મંડળના આદેશ અનુસાર તમામ મંત્રીઓ પાણી પત્રકની કામગીરીથી અળગા રહી પાણી પત્રક મામલતદાર કચેરીમાં જમા કરાવી ગયા છે.

મામલતદાર એન.કે. ખીમાણી દ્વારા વધુમાં જણાવ્‍યું હતું કે રાજયના ગ્રામ પંચાયત અને ગૃહ નિર્માણનો જીઆર છે. ગ્રામ પંચાયતના મંત્રીઓ દ્વારા પાણી પત્રકની કામગીરી કરવાની છે તો પછી રેવન્‍યુ તલાટી કયા કોઈ સવાલ ઉભો થાય છે.

બાબરા તાલુકામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવીરહી છે. પણ ખેડુતો પાણી પત્રકના અભાવે પોતાની મગફળીનું રજિસ્‍ટ્રેશન કરી શકતા નથી. ગ્રામ પંચાયતના મંત્રીઓ અને રેવન્‍યુ તલાટીની લડાઈમાં ખેડૂતોની ખો બોલી રહી છે. ત્‍યારે જિલ્‍લા કલેકટર દ્વારા યોગ્‍ય કરવામાં આવે તેવી લાગણી ખેડૂતો વ્‍યકત કરી રહયા છે. હાલ તો ખેડૂત મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીના ધકકા ખાઈ રહયો છે.


પીપળવા બીટ, વન વિસ્‍તારમાં વન વિભાગનાં ભ્રષ્‍ટ બાબુઓની મીઠી નજર તળે બેફામ ભ્રષ્‍ટાચાર

અમરેલી, તા. ર9

ખાંભાનાં ખડાધાર ગામના જાગૃત નાગરિક રમેશભાઈ બોધરાએ રાજયના વનમંત્રીને પત્ર પાઠવેલ છે.

પત્રમાં જણાવેલ છે કે, પીપળવા બીટમાં આવતા લાખાગાળા, ટેઢીયાગાળા તેમજ પાડાગાળા વન વિસ્‍તારમાં ઘણા સમયથી વન ખાતા દ્વારા મોટો ભ્રષ્‍ટાચાર આચરવામાં આવે છે. આ વિભાગમાં એક પશુ દીઠ રૂા. 1000ની લાંચ લઈને હજારો પશુ જંગલ વિસ્‍તારમાં ચરાણ અર્થે છુટા મૂકી આ વન વિસ્‍તારનો કચ્‍ચરઘાણ વાળી દેવામાં આવ્‍યો છે. આ વિસ્‍તારમાં વસતા વન્‍ય તૃણ ભસ્‍ત પ્રાણી જેવા કે રોજ, પહુડા, હરણ, ચિંકારા વન વિસ્‍તારમાં ઘાસનું પુરૂ કરી નાખવાથી ખેતરના ખેતરમાં આવી જાય છે. આ વિસ્‍તારમાં ઘણા બધા રસ્‍તાઓ દ્વારા જંગલ વિસ્‍તારમાં જંગલ કટીંગ કરી બારોબાર લાકડા કાપી વાહનોમાં ભરી લઈ જઈ શકાય તેવી પરિસ્‍થિતિ વનતંત્ર દ્વારા ઉભી કરી દેવામાં આવેલ છે. જે વિસ્‍તાર જે કર્મચારીનાવિસ્‍તારમાં જે પરિસ્‍થિતિ નિર્માણ કરવામાં આવી છે તે મોટા પ્રમાણમાં લાંચ લઈ ભ્રષ્‍ટાચાર કરેલ છે. તેની ઉચ્‍ચ અધિકારીઓ દ્વારા તપાસ થવી જોઈએ અને દાખલારૂપ કડક કાર્યવાહી થાય જે વન વિસ્‍તારમાં ઘાસનો સંપૂર્ણ નાશ થયેલ છે. તે વિસ્‍તારનું શૂટીંગ કરી લોકોને જાણ અર્થે મુકવું જોઈએ. તેમજ વાંદરી ગાળામાં હજુ પણ બે ટોળા પશુઓને આ વિસ્‍તારમાં ભેલાણ માટે બોલાવવામાં આવ્‍યા છે.

વધુમાં જણાવે છે કે, મોટી રકમની લાંચ લેવામાં આવેલ છે. તેની પણ તપાસ કરવામાં આવે. આ વિસ્‍તારમાં હમણા જ જે ત્રણ સિંહ બાળના મોત નિપજયા છે તે જ વિસ્‍તારમાં આ કયા અધિકારીની દેખરેખ નીચે આવતો વિસ્‍તાર છે તેની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ આ વિસ્‍તારમાં વસતા સિંહો ગળા ગજાવે તો ગાળા ગાજતા અને ત્રણ કિલોમીટર સુધી આ અવાજ સંભળાય પણ બીજા ગૃપના સિંહો અચાનક આવી ચડે તો આ સિંહોની ત્રાડ પુરા સાત કિલોમીટર સાંભળવા મળતી હોય છે. આવી ઘટના હમણા ઘણા સમયથી આ વિસ્‍તારમાં બનવા પામેલ નથી. તો ઈનફાઈટથી કેવી રીતે આ સિંહ પાઠડાના મોત થાય. તે પણ એક તપાસનો વિષય છે. તેમ છતાં પણ આ બધુ બને અને સિંહના મોત થાય તે વન વિભાગના જવાબદાર કર્મચારીને તો આની જાણ પણ હોતી નથી. અને જયારે ખેડૂતો આવા સમાચાર આપે ત્‍યારેજ તે દોડા દોડી કરે અને ખોટા ડોળ કરી ઉપરી અધિકારીને પોતે જ આવી ઘટનાની જાણ કરે જેમ પોતે જ ફેરણા મારતા હોય આવા સીન સપાટા મારતા અધિકારી ઉપર પણ કડક કાર્યવાહી કરવા અમારી માંગણી છે. કારણ કે ઈનફાઈટથી એકાદ સિંહબાળને મારે પણ ત્રણ ત્રણ સિંહોના મોત ઈનફાઈટમાં ખપાવી દેવામાં આવે તે જરા પણ વ્‍યાજબી નથી. તો આ પ્રકરણમાં કડક તપાસ અધિકારીઓને તપાસ સોંપી તેની જાણકારી સ્‍થાનિક લોકોને થાય તેવી દાખલારૂપ કાર્યવાહી કરવા અંતમાં માંગ કરેલ છે.


આલેલે : વીજપડીમાં ગામજનોએ સ્‍થાનિક ધારાસભ્‍યનું રોષભેર સ્‍વાગત કર્યુ

લોકસભાની ચૂંટણીને લઈને મુલાકાત કરી હોવાનો આક્ષેપ

આલેલે : વીજપડીમાં ગામજનોએ સ્‍થાનિક ધારાસભ્‍યનું રોષભેર સ્‍વાગત કર્યુ

સ્‍થાનિક ગામ પંચાયતની કામગીરી સામે પણ નારાજગી ઉભી થઈ

વીજપડી, તા. ર9

સાવરકુંડલા તાલુકાનાં વીજપડી ગામે ધારાસભ્‍યનાં સન્‍માન સમારંભમાં વીજપડીનાં નાગરીકોએ પંચાયત તેમજ ધારાસભ્‍ય ઉપર પોતાનો રોષ વ્‍યકત કર્યો કે લોકસભાની ચૂંટણી નજીક આવતા ધારાસભ્‍યએ આટલા સમયે દર્શન દિધા છે.

અને બીજુ કે અઢી વર્ષથી પંચાયતની બોડી આવ્‍યા પછી પણ પાણી, ગટર તેમજ બીજા અનેક પ્રકારનાં પ્રશ્‍નોમાં દિન પ્રતિદિન વધારો થાય છે. લોકોએ ધારાસભ્‍યને રજૂઆત કરેલ કે આ પંચાયતનાં   અઢી વર્ષનાં કોઈ વિકાસ ગામનો થયો નથી આજે ગટર અને પાણીનાં પ્રશ્‍નો ખૂબ મોટું સંકટ ઉભુ કરે તેવા છે. અને મેઈન બજાર અને બસ સ્‍ટેન્‍ડ ઉપર ગંદકીએ માજા મુકી છે. બસ સ્‍ટેન્‍ડમાં મુતરડી જાણે દારૂની કોથળી ભરવાનો ડબ્‍બો હોય તેવીછે. લોકોમાં તેવો પણ ગણગણાટ છે કે, પંચાયતમાં ચુંટાયેલા સતાધારી સિવાયનાં બીજા પોતાની મનમાની કરે છે. પંચાયત સિવાયનાં બીજા પોતાના અંગત વાંધા નાખીને ગામનાં વિકાસમાં રોડા નાખે છે. તો આવા અનેક પ્રકારનો રોષ વ્‍યકત કરીને ધારાસભ્‍યનું સન્‍માન કરેલ.


નોટબંધી, જીએસટી અને દુષ્‍કાળથી અર્થતંત્રનું ધબાય નમઃ

સૌ કોઈ પાંચ વર્ષ પહેલાનાં બુરે દિનને અચ્‍છે દિન માની રહૃાા છે

નોટબંધી, જીએસટી અને દુષ્‍કાળથી અર્થતંત્રનું ધબાય નમઃ

ગરીબ અને મઘ્‍યમવર્ગીય પરિવારો મોંઘવારી અને બેરોજગારીનો ભયંકરપણે સામનો કરી રહૃાા છે

નવરાત્રી, દશેરા, શરદપૂનમ બાદ હવે દિવાળીનાં તહેવારો પણ ફિકકા રહે તેવી સંભાવના

અમરેલી, તા. ર9

નોટબંધી, જીએસટી બાદ સતત ત્રીજા દિવસે ત્રીજો ફટકો દુષ્‍કાળનો પડતાં સમગ્ર રાજયમાં મંદીનો માહોલ ઉભો થયો હોય તેની અસર અમરેલી જિલ્‍લામાં વધારે પ્રમાણમાં જોવા મળી રહી છે. જિલ્‍લામાં વેપાર-ધંધામાં દિવાળીનાં તહેવારો નજીક હોવા છતાં પણ મંદીનો માહોલ જોવા મળી રહૃાો છે.

અમરેલી જિલ્‍લાનું અર્થતંત્ર કૃષિ આધારિત છે અને ચાલું વર્ષે અપુરતો વરસાદ થવાથી કૃષિક્ષેત્રમાં ચિંતાનો માહોલ જોવા મળી રહૃાો છે. અને બીજા નંબરનાં હીરા ઉદ્યોગમાં તો છેલ્‍લા એક દાયકાથી મંદી ચાલી રહી છે અને ત્રીજા બાંધકામ ક્ષેત્રમાં પણ મંદીનો માહોલહોવાથી જિલ્‍લામાં આર્થિક ક્ષેત્રની હાલત અતિ કફોડી બની ચુકી છે.

નવરાત્રી, દશેરા, શરદપૂનમનાં તહેવારોમાં બજારોમાં મંદી બાદ હવે દિવાળીને માત્ર 10 દિવસ જ બાકી હોવા છતાં પણ બજારોમાં કાગડા ઉડી રહૃાા છે.

જિલ્‍લામાં કાપડ, ગારમેન્‍ટ, ફરનીચર, ઓટો મોબાઈલ, ઈલેકટ્રોનીકસ, મીઠાઈ, ફટાકડા, શુઝ, ટેઈલર, કટલેરી સહિતનાં વેપારીઓ નવરાધુપ બન્‍યા છે. સારા વેપારની અપેક્ષાએ દુકાનો અને શો-રૂમમાં માલ ભરી દીધા બાદ અપેક્ષા પ્રમાણે વેચાણ ન થતાં વેપારીઓનું ટર્નઓવર અટકી પડયું છે. જુની ઉઘરાણી છુટતી નથી.

તદઉપરાંત મોટા વેપારીઓ કે ઉદ્યોગગૃહોનાં પણ ટર્નઓવર અટકી પડયા હોય આગામી દિવસોમાં મહત્‍વની અનેક પેઢીઓનો ટર્નઓવર અટકી જવાથી માર્કેટમાં અફડા-તફડીનો માહોલ ઉભો થવાની શકયતાઓ જોવા મળી રહી છે.

હવે જિલ્‍લાની જનતા કહે છે આના કરતા તો પાંચ વર્ષ પહેલાનાં બુરે દિન સારા હતા ભાજપ સરકારે અમરેલી જિલ્‍લાને અસરગ્રસ્‍ત જાહેર કરીને પાકવીમાની રકમ ફાળવીને રાહતદરે ઘાસચારો આપવાની સાથે ખેડૂતોનાં દેવા માફ કરીને જિલ્‍લાની જનતાને રાહતદરે વીજળી, પાણી આપવા જોઈએ અને જિલ્‍લાની જનતાને તમામ કરવેરામાંથી એક વર્ષ માટે માફી આપવી જોઈએ અને રોજગારી માટે મનરેગા યોજના કાર્યરત કરવી જોઈએ તેવી માંગ ઉભી થઈરહી છે.


બાબરાનાં યુવકે અગમ્‍ય કારણોસર ગળાફાંસો ખાધો

અમરેલી, તા. ર9

બાબરા ગામેરહેતાં ગીરધરભાઈ રામજીભાઈ કાવઠીયા નામનાં 3પ વર્ષિય યુવકને દારૂ પીવાની ટેવ હોય, તેમણે ગઈકાલે રાત્રે કોઈ પણ સમયે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું બાબરા પોલીસમાં પથુભાઈ મનુભાઈ કાવઠીયાએ જાહેર કરતાં બનાવ અંગે બાબરા પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.


બગસરા નજીક જેઠીયાવદર રોડ ઉપર અજાણ્‍યા વાહન ચાલકે ભેંસને હડફેટે લઈ મોત નિપજાવ્‍યું

અમરેલી, તા. ર9

બગસરા ગામે રહેતાં ગેલાભાઈ લખમણભાઈ રાઠોડ આજે સવારે તબેલામાંથી ભેંસ લઈ જેઠીયાવદર રોડ ઉપર ચરાવવા જતાં હતા ત્‍યારે કોઈ અજાણ્‍યા બોલેરો વાહનચાલકે ભેંસને હડફેટે લઈ ભેંસને ઢસડી ભેંસનું મોત નિપજાવી નાશી ગયાની ફરિયાદ બગસરા પોલીસ સ્‍ટેશનમાં નોંધાઈ છે.


વડીયામાં અકસ્‍માતે કૂવામાં પડી જવાથી પરિણીતાનું મૃત્‍યુ

અમરેલી, તા.ર9

વડીયા નજીક આવેલ સીમમાં રહેતી આશાબેન રાજુભાઈ વિહોદરા નામની પરિણીતાના ગઈકાલે બપોરે કૂવાએ પાણી ભરવા ગયેલા ત્‍યારે કૂવામાંથી પાણી સિંચતા સિંચતા અકસ્‍માતે કૂવામાં પડી જતાં તેણીનું મોત નિપજયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.


ભાડેથી કાર લઈને નાશી જનાર અને બાદમાં મોટી રકમનો તોડ કરનાર ગેન્‍ગનો સભ્‍ય ઝડપાયો

પોલીસ અધિક્ષક નિર્લિપ્‍રાયની સુચનાથી એલસીબીનો સપાટો

ભાડેથી કાર લઈને નાશી જનાર અને બાદમાં મોટી રકમનો તોડ કરનાર ગેન્‍ગનો સભ્‍ય ઝડપાયો

અમરેલી, તા. ર9

અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. ડી.કે. વાઘેલા તથા એલ.સી.બી. ટીમ દ્વારા ચોક્કસ બાતમી મેળવી સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામના પાદરમાંથી સુરતથી છળકપટ કરી મેળવેલ સ્‍વીફટ કાર સાથે વિક્રમ જેતુભાઇ ચાંદુ, (ઉં.વ. ર3), ધંધો. ખેતી, રહે. દોલતી, તા. સાવરકુંડલા, જી. અમરેલી વાળાને તા.ર8/10/ર018 ના કલાક 16/00 વાગ્‍યે અટક કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીએ સુરત મુકામેથી પ્રતિક કોરાટ, રહે.સુરત, સરથાણા વાળા પાસેથી છળકપટ કરી ભાડેથી સ્‍વીફટ કાર મેળવી પછી પરત નહીં આપેલ હોય આ સ્‍વીફટ કાર રજી. નંબર જી.જે.ર4-કે 3680 (જેના અસલ રજી.નંબરજી.જે.0પ- જે.એલ. 9601) કિંમત રૂા. 3,00,000/- ની ગણી શક પડતી મિલકત તરીકે કબજે લીધેલ છે.

આરોપી વાહનો ભાડેથી આપતી વ્‍યકિત કે ગેરેજમાંથી વાહનો ભાડેથી મેળવે છે અને પછી આ વાહન મુળ માલિકને પરત નહીં આપી આ વાહન પરત આપવાના બદલામાં મોટી રકમ પડાવે છે.

પકડાયેલ ઇસમની પુછપરછ દરમ્‍યાન પોતે આવા ગુન્‍હાઓને (1) કાનો સુરેશભાઇ પટેલ, રહે. મુળ. હરિપુરા, તા. લાઠી, હાલ. સુરત તથા (ર) લાલો કિશોરભાઇ ચૌહાણ, રહે. સાવરકુંડલા, ગુરૂકુલ પાસે, હાલ સુરતવાળાઓની મદદથી અંજામ આપતો હોવાનું તપાસ દરમ્‍યાન ખુલવા પામેલ છે.

બે અઢી માસ પહેલા સુરત ગયેલ ત્‍યારે સુરત યોગી ચોકમાં આવેલ લહેર ઓટો ગેરેજમાંથી ફરવા જવું છે તે માટે ભાડે વાહન જોઇએ છે તેમ કહી એક એકસયુવી કાર ભાડેથી મેળવી વતનમાં પાછો આવતો રહેલ. અને આ એકસયુવી કાર પાછી આપવાના સમાધાન પેટે વાહન માલિક પાસેથી રૂા. 3પ,000/- લીધેલ.

ગત સાતમ આઠમના તહેવાર ઉપર સુરતના નિકુંજ ધામેલીયા નામના માણસની સ્‍કોડા રેપીડ કાર લઇ આવેલ જે પાછળથી પરત આપી દીધેલ છે.

ઉપરોકત વિગતે પકડાયેલ સ્‍વીફટ કાર, કિંમત રૂા. 3,00,000/- તથા પકડાયેલ આરોપીને વધુ તપાસ અર્થે સાવરકુંડલા રૂરલ પો.સ્‍ટે.માં સોંપી આપેલ છે. અને આ પ્રકારનીએમ.ઓ.થી હજી વધુ વાહનો મેળવેલ હોવાની શકયતા હોય તે અંગે વધુ તપાસ શરૂ છે.

આમ, પોલીસ અધિક્ષકની સુચના અને માર્ગદર્શન મુજબ વાહનો ભાડેથી મેળવી, પરત નહીં આપી વાહન પરત આપવાના બદલામાં મોટી રકમ પડાવતી ગેંગના સભ્‍યને છળકપટ કરી મેળવેલ સ્‍વી ફટ કાર સાથે ઝડપી લેવામાં એલ.સી.બી. ટીમે સફળતા મેળવેલ છે.


ગુજરાતમાં દુષ્‍કાળ, નિષ્‍ફળ પાક, ખેડૂતોની આત્‍મહત્‍યાનો ઉકેલ શોધો

આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદની માંગ : કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્‍યું

અમરેલી, તા. ર9

દેશભરમાં અને ગુજરાતમાં ખેડૂતોને યોગ્‍ય ભાવ નહી મળવાનાં કારણે ખેડૂત દેવાદાર થઈ ગયા છે. મોંઘા ખાતર, બિયારણ, જંતુનાશક દવા અને મજુરીને કારણે ખેડૂતોનું ખર્ચ વધી ગયુ છે. આ વર્ષે દુષ્‍કાળનાં કારણે પાક નિષ્‍ફળ ગયો છે. પરંતુ ખર્ચ તો થઈ ગયો છે. થોડા દિવસ પહેલા લાલપુર તાલુકાનાં વાવડી ગામનાં રાણાભાઈ ગગીયા નામનાં 4ર વર્ષનાં યુવાને આત્‍મહત્‍યા કરી તેમજ અમરેલી તાલુકાનાં ચાંદગઢ ગામનાં ભરતભાઈ ખુમાણ નામના ખેડૂતે પાક નિષ્‍ફળ જવાના કારણે આત્‍મહત્‍યા કરી તેમજ ચલાલા તાલુકાનાં ધારગણી ગામનાં ગભરૂભાઈ નામનાં ખેડૂતે આત્‍મહત્‍યા કરી તો આંતરરાષ્‍ટ્રિય હિન્‍દુ પરિષદ ડો. પ્રવિણભાઈ તોગડીયાની માર્ગદર્શન તળે આંતરરાષ્‍ટ્રિય હિન્‍દુ પરિષદ ખેડૂતો માટે કાર્યરત છે.

તો રાષ્‍ટ્રિય કિસાન પરિષદ માંગણી છે કે, દુષ્‍કાળગ્રસ્‍ત પરિસ્‍થિતિના કારણે જીવ આપી દીધેલ ખેડુતનાં પરિવારોને અગિયાર લાખ રૂયિયાનું વળતર આપે તેવી રાષ્‍ટ્રીય કિસાન પરિષદની માંગણી છે.

વધુંમાં જણાવેલ છે કે (1) ગુજરાત રાજયને અછતગ્રસ્‍ત જાહેર કરો (ર) 60 વર્ષની ઉપરના ખેડૂતને પેન્‍શન આપ.(3) સી-ર, પ્રમાણે ખેડૂતોને ઉપરનાં ભાવ આપો (4) રોજ અને ભૂંડથી ખેડૂતોનાં પાકને રક્ષણ આપો. (પ) ખેડૂતોને માત્ર દિવસનીપૂર્ણ વીજળી આપો. (6) ખેડૂતોનો માલ ગ્રામપંચાયતના તલાટી અને સરપંચ ર્ેારા ખરીદ કરે તેવી વ્‍યવસ્‍થા ઉભી કરે.

આ માંગણીઓ વહેલી તકે સ્‍વીકારીને ખેડૂતો યોગ્‍યન્‍યાય આપો નહીતર ખેડૂતોનો સામનો કરવા તૈયાર રહો.


ધારી તાલુકાનાં આંબરડી નજીક સિંહણે બળદનો બ્રેકફાસ્‍ટ કર્યો

ધારી તાલુકાનાં આંબરડી નજીક સિંહણે બળદનો બ્રેકફાસ્‍ટ કર્યો

મોટી સંખ્‍યામાં સિંહપ્રેમીઓ ટોળે વળ્‍યા : ખોડીયાર ડેમ નજીનો બનાવ

આંબરડી, તા. ર9

ધારી તાલુકાનાં આંબરડી ગામના પુલ પાસે વહેલી સવારનાં એક સિંહણ આવી ચડી અને બાજુમાંથી પસાર થતાં બળદ પર સિંહણ તૂટી પડીઅને બળદનો શિકાર કર્યો હતો. અને સિંહણે રોડ પર જ બળદનું મારણ કરતાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. સિંહણ ઘ્‍વારા બળદનું મારણ કરતાં રાહદારીઓ થંભી ગયા અને લોકોએ લાઈવ મારણ કરતા નજરે જોયું હતું. અને લાઈવ મારણના ફોટા અને વિડીયો સોશ્‍યલ મીડિયામાં વાઈરલ થયા હતા અને આમ સિંહણને જોવા લોકોનાં જમાવડો થયો હતો. બાદમાં વનવિભાગને જાણ થતાં વનવિભાગે સ્‍થળ પર પહોંચી તપાસ હાથધરી હતી.


ખાંભા તાલુકાને અછતગ્રસ્‍ત જાહેર કરવા અને ખેડૂતોનાં દેવા માફી માટે માર્કેટીંગ યાર્ડ ખાતે ખેડૂત સંમેલન યોજાયું

               ખાંભા તાલુકામાં આ વર્ષે ચોમાસામાં એક જ વરસાદ થયો હોય અને ખેડૂતોની હાલત દયનીય બની છે. અને પાક વરસાદ વગરનો સુકાઈ ગયો છે. તેમજ પીવાના પાણી તેમજ ઘાસચારાની અત્‍યારથી અછત ઉભી થઈ છે. ત્‍યારેઆજે ખાંભા તાલુકાના હજારોની સંખ્‍યામાં ખેડૂતો ભેગા થયા હતા અને એક મહાસંમેલન યોજાયું હતું. જેમાં ખાંભા તાલુકામાં સરકાર દ્વારા અન્‍યાય કરવામાં આવ્‍યો છે. જેમાં ચાલુ સાલ વરસાદ ઓછો પડવાથી ખેડૂતો પોતાના પાક લઈ શકેલ નથી. તેમજ કફોડી સ્‍થિતિ થયેલ હોય ખાંભા તાલુકાને તાત્‍કાલિક અછતગ્રસ્‍ત જાહેર કરવામાં આવે. તેમજ ખેડૂતોનો પાક નિષ્‍ફળ ગયો હોય અને ખેત પેદાશોના પૂરતા ભાવ ન આવવાના કારણે છેલ્‍લા ઘણા સમયથી ખેડૂતો દેવામાં ડૂબી ગયા છે. અને આત્‍મહત્‍યા કરવા મજબૂર બન્‍યા છે. એવી અતિ વિકટ સંજોગોમાં સમગ્ર ગુજરાતના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવામાં આવે. ખરીફ પાક-ર018/19નો પાક વીમો સરકાર દ્વારા તાત્‍કાલિક ચુકવવામાં આવે. ખાંભા તાલુકાના પશુપાલકોની કફોડી સ્‍થિતિ હોય તાત્‍કાલિક ધોરણે ઘાસચારો ફાળવવામાં આવે. ખેતીમાં ઉપજ ન હોય ખાંભા તાલુકાના ખેત મજૂરોને રોજગારીનો પ્રશ્‍ન ઉપસ્‍થિત થયેલ હોય તાત્‍કાલિક ધોરણે રોજગારી પુરી પાડવામાં આવે. તાજેતરમાં ખેડૂતોની જમીનોના જે સર્વે કરવામાં આવેલ છે. તેમાં ગંભીર પ્રકારની ભૂલો રહી ગયેલ હોય સરકાર દ્વારા ખેડૂતોને સાથે રાખી ફરીથી રી-સર્વે કરવામાં આવે. જંગલી જાનવરો જેવા કે ભૂંડ, રોજના ત્રાસના કારણે ખેડૂતોને તાર ફેન્‍સીંગમાં 100% સબસીડી આપવામાંઆવે. ખાંભા તાલુકાને ટેકાના ભાવથી કપાસ અને મગફળી જેવા જણસીઓની સરકાર દ્વારા ખરીદી કેન્‍દ્ર આપવામાં આવે. વગેરે માંગણીને લઈને ખાંભાના ધારાસભ્‍ય જે.વી. કાકડીયા અને અંબરીશભાઈ ડેર, જેનીબેન ઠુંમર સહિત બહોળી સંખ્‍યામાં હજારોની સંખ્‍યામાં આજે સવારે 10:30 કલાકે માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતોને પાકવીમા પ્રશ્‍ને અન્‍યાય સામેનું સંમેલન યોજાયું હતું અને સંમેલન પૂર્ણ થયા બાદ ખેડૂતોની બહોળી સંખ્‍યામાં રેલી કાઢી ખાંભા મામલતદારને ખાંભા તાલુકાને અછતગ્રસ્‍ત જાહેર કરવા અને ખેડૂતોના દેવા માફીના પ્રશ્‍ને આવેદનપત્ર પાઠવવામાં આવ્‍યું હતું.


અમરેલીમાં ‘અમર ડેરી’ દ્વારા શરદોત્‍સવની ભવ્‍ય ઉજવણી

               અમરેલીની અમર ડેરી આયોજીત મીલ્‍ક-ડે, શરદોત્‍સવ એ પારદર્શક વહીવટનુ પ્રતિક અને સ્‍વૈચ્‍છીક યોજાતોમહોત્‍સવ બની ચુકયો છે અને આ પ્રમાણેનુ આયોજન રાજયના અન્‍ય જીલ્‍લાઓના સંઘોએ પણ કરવુ જોઈએ તેવો ઉત્‍સાહપૂર્વકનો આશાવાદ અમરેલી ખાતે ડેરી આયોજીત કાર્યક્રમમા બોલતા ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાધાણીએ વ્‍યકત કર્યો હતો. વિશાળ સંખ્‍યામા એકત્રીત થયેલ જિલ્‍લાના ખેડૂતો, પશુપાલકો, શ્રમજીવીઓ અને ખેલૈયાઓથી પ્રભાવીત પ્રદેશ પ્રમુખે જિલ્‍લાની સહકારી ટીમને અભિનંદન પાઠવેલ હતા સાથોસાથ અમરેલી જિલ્‍લામા રાજુલા-જાફરાબાદની રો-રો ફેરીની ટુક સમયમા મળનાર મંજુરીની વાત દોહરાવી આનંદમા ઉમેરો કરેલ હતો. અમર ડેરીના સ્‍થાપક-ગુજકોમાસોલ-જિલ્‍લા બેંકના ચેરમેન દિલીપ સંઘાણીએ ભાવસભર વકતવ્‍યમા જણાવેલ કે, આઝાદી પહેલાની ચળવળમા લોકોની આર્થીક સમસ્‍યા દૂર કરવા સહકારી ક્ષેત્ર અસરકારક પુરવાર થઈ શકે અને તે માટે સ્‍વેતક્રાંતિનુ કદમ ત્રિભોવનભાઈ પટેલે ભભ અમુલભભ નિર્માણથી શરૂ કર્યુ જે સમગ્ર રાજયના ખેડૂતો અને પશુપાલકો માટે રોજગારીનુ સર્જક બન્‍યુ, સંઘાણીએ વિશેષમા જણાવેલ કે, આ ડેરી વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના સ્‍વપ્‍નને સાર્થક કરવા તરફ જઈ રહી છે અને તે છે મધ ઉછેર દ્રારા ખેડૂતોની આવકનો સ્‍ત્રોત વધારવાની. આ પ્રોજેકટને પણ વડાપ્રધાને મંજુરીની મહોર સાથે ર0 કરોડ અને  આઈસ્‍ક્રીમ પ્રોજેકટ માટે રૂા. ર0 કરોડ જેવી માતબર રકમની ફાળવણી કરીનેખેતિ-ખેડૂત અને શ્રમીકોને રોજગારીની વધુ તકો પુરી પાડવા પર કામગીરી થઈ રહયાનું જણાવેલ. શરદોત્‍સવમા સામેલ સાંસદ નારણભાઈ કાછડીયાએ પોતાના વકતવ્‍યમા જણાવેલ કે, અમરેલી જિલ્‍લાને મોટામા મોટી કોઈ રોજગારી આપતુ હોય તો તે અમર ડેરી છે અને તેથી આ જીલ્‍લાના ચહેરામા મોટી  ચમક ડેરીને કારણે જોવા મળી રહી છે. કાછડીયા એ જણાવેલ કે, ડેરીના વિકાસમા દિલીપભાઈ સંઘાણી અને પરશોતમભાઈ રૂપાલાનુ માર્ગદર્શન અને અશ્‍વિનભાઈ સાવલીયા, મુકેશભાઈ સંઘાણી સહીતની ટીમનુ કાર્ય પ્રસંશાને પાત્ર છે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ પણ અમરેલી જિલ્‍લાના વિકાસ માટે 11 હજાર કરોડની રકમ રેલ્‍વે, નેશનલ હાઈ-વે, પાસપોર્ટ વિગેરે વ્‍યવસ્‍થા માટે ફાળવીને આ જિલ્‍લાના વિકાસમા પ્રાણપુરેલ છે. અમર ડેરીના ચેરમેન અને તાજેતરની તાલુકા પંચાયત ચૂંટણીમા ભારે લોકચુકાદાથી વિજયી નિવડેલા સ્‍પષ્‍ટવકતા અશ્‍વિનભાઈ સાવલીયાએ તળપદી ભાષામા જણાવેલ કે, અમર ડેરીનો પ્રારંભ ર007મા ર6 મંડળીઓ અને પ4ર લીટર દુધથી થયો જે આજે વટવૃક્ષ બનીને પ9ર મંડળીઓ અને ર લાખ લીટર દુધ કલેકશનનુ કામ કરતી અમર ડેરી આશરે રપ હજાર પરિવારને રોજગારી આપી રહી છે. દર 10 દિવસે 8 થી 9 કરોડનુ ચુકવણુ પશુપાલકોને કરવામા આવે છે જે વર્ષાતે ર40 કરોડનુ ચુકવણુ કરે છે.સાવલીયાએ વધુમા જણાવેલ કે, કેન્‍દ્રીય કૃષિ રાજય મંત્રી પરશોતમભાઈ રૂપાલા દ્રારા  ગીરગાયના ઉછેર માટે ગુજરાત રાજયમા પ્રથમ અમરેલીની પસંદગી કરવામા આવી છે જે માટેની વેટરનરી સુવિધા સાથેનો પ્રોજેકટ મંજુર થયેલ છે તેનો બહોળો લાભ ઉઠાવવા હાકલ કરી હતી. રાજય સરકાર દ્વારા પણ પશુપાલકોની આવક વધારવાના પ્રયાસરૂપ ડેરી ફાર્મીગ યોજના જેમા 1ર દુધાળા પશુઓ ખરીદવા, શેડ બનાવવા અને તેની આનુવાંશીક વ્‍યવસ્‍થાઓ માટે સબસીડીબલ પ્રોજેકટ મંજુર કરવામા આવેલ છે તેનો પણ લાભ ઉઠાવવા જણાવેલ. અત્રે એ નોંધનિય છે કે, અમર ડેરી દ્રારા ઉજવાતો મીલ્‍ક-ડે, શરદોત્‍સવની સુવાસ એટલી પ્રસરી છે કે, અમરેલી ઉપરાંત રાજકોટ, ધોરાજી, સુરેન્‍દ્રનગર જીલ્‍લાના ખેલૈયાઓ પણ આ કાર્યક્રમમા સામેલ થવા ઉમટી પડે છે. આ મહોત્‍સવ હવે સ્‍વૈચ્‍છીક બની ગયો છે અને સમગ્ર જિલ્‍લા અને જિલ્‍લા બહારની જનતા પણ આમા સામેલ થઈ રહી હોય સહકારી ક્ષેત્રે નોંધનીય બાબત કહી શકાય.


સાવરકુંડલા માર્કેટયાર્ડના ચુંટાયેલા ડીરેકટરોનો અભિવાદન અને આભારદર્શનનો કાર્યક્રમ યોજાયો

તાલુકાનાં તમામ અગ્રણીઓ સાથે જિલ્‍લાનાં અગ્રણીઓએ પણ ખાસ ઉપસ્‍થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્‍યો

સાવરકુંડલા, તા. ર9

તાજેતરમાં યોજાયેલ માર્કેટયાર્ડની ચુંટણીમાં વિજેતા થયેલ ડીરેકટરોનોઅભિવાદન કાર્યક્રમ અને સાથે મતદારોનો આભાર દર્શન કાર્યક્રમ સાવરકુંડલા તાલુકાનાં અમૃતવેલ ગામ સ્‍થિત ભોજલ ભગવતી સેવા ટ્રસ્‍ટનાં મંદિરે યોજાયો. સાથે ભારત સરકારની નેશનલ એગ્રીકલ્‍ચર પોલીસી હેઠળ સાવરકુંડલા માર્કેટયાર્ડમાં અમલમાં આવેલ નેશનલ એગ્રીકલ્‍ચર માર્કેટ (ઈ-નામ) ની ખેડૂતો તથા વેપારીઓની પ્રશિક્ષણ શિબીર પણ રાખવામાં આવી હતી. જેમાં નાગાર્જુન ફર્ટીલાઈઝર લી. ના સ્‍ટેટ ટ્રેનર સ્‍નેહલકુમાર એલ. પટેલ ખાસ ઉપસ્‍થિત રહી ખેડૂતો તથા વેપારીઓને ઈ-નામ અંગે વિસ્‍તૃત માર્ગદર્શન પુરૂ પાડયુ હતું.

આ કાર્યક્રમની શરૂઆત ભોજલ ભગવતી સેવા ટ્રસ્‍ટનાં ટ્રસ્‍ટી જયુભાઈ સાવલીયાએ દિપ પ્રાગટય કરી આશિર્વચન પાઠવેલ અને જિલ્‍લા પંચાયત સભ્‍ય લાલાભાઈ મોરે આયોજકો વતી ઉપસ્‍થિત સૌનું શબ્‍દોથી સ્‍વાગત કરેલ. બાદમાં તાલુકા ભરમાંથી ઉપસ્‍થિત રહેલ સરકારી મંડળીઓના પ્રમુખો, મંત્રીઓ, વ્‍ય.કમીટીનાં સભ્‍યો અને ગ્રામ પંચાયતનાં સરપંચો, ઉપસરપંચો, જિલ્‍લા અને તાલુકા પંચાયતના ચાલુ સદસ્‍યો, અને પૂર્વ સદસ્‍યો, તાલુકા સંઘના ડાયરેકટરોએ માર્કેટયાર્ડ સાવરકુંડલાની તાજેતરમાં યોજાયેલ ચૂંટણીમાં દિપકભાઈ માલાણીની પેનલનાં વિજેતા તમામ ડીરેકટરોનું અભિવાદન કર્યુ હતું. બાદમાં સાવરકુંડલા માર્કેટયાર્ડના ચુંટાયેલ બોર્ડ ઓફ ડીરેકટરો અને ચેરમેન દિપકભાઈમાલાણી અને વાઈસ ચેરમેન મનજીભાઈ તળાવીયાએ સૌ મતદારો, કાર્યકરોનું આભારદર્શન કરેલ.


અમરેલી વિદ્યાસભા ડીએલએસએસ દ્વારા વર્લ્‍ડ જુડો દિનની ઉજવણી

               ડૉ. જીવરાજ મહેતા સંસ્‍થાપિત અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત ડિસ્‍ટ્રીકટ લેવલ સ્‍પોર્ટ સંકુલ અમરેલી દ્વારા તા.ર8/10/ર018 ના રોજ વર્લ્‍ડ જુડો ડેની ઉત્‍સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સ્‍પોર્ટસ હોલમાં વિદ્યાર્થીઓ, સ્‍પોર્ટસ સ્‍ટાફ તથા આમંત્રિત મહેમાનો ખાસ ઉપસ્‍થિત રહયા હતા. ઉપરાંત તજજ્ઞ રોહિતભાઈ મહેતા, મુખ્‍ય કોચ ઉપેન્‍દ્રભાઈ સિસોદિયાએ આજના દિવસે જાપાનના પ્રો. જીગારો કાનોનો જન્‍મદિવસ તા.ર8/10/1860થી જુડોમાં પ્રદાન બદલ ઉજવાય છે. સંસ્‍થાના ડાયરેકટરે જણાવ્‍યુ કે જુડોનું ઉદ્ગમ સ્‍થાન ભારત છે. જે બૌદ્ધ સાધુઓએ વિકસાવેલી કલા છે. જે સમય જતા ચીન, હોંગકોંગ, કોરીયા અને જાપાન સુધી પહોચી હતી. ત્‍યારબાદ જાપાને આ ક્ષેત્રે ખૂબ જ સફળ તા હાંસલ કરી હતી. હથિયાર વગર સ્‍વરક્ષણ માટે આ કલા ઉપયોગી છે. ખેલાડીની સ્‍ફુર્તિ, જુસ્‍સો, ટેકનીક વગેરેનું મહત્‍વ આ રમતમાં છે. મીકક અમરેલીના સ્‍ટુડન્‍ટ રાજયકક્ષાએ પણ મેડલ મેળવી અમરેલી જિલ્‍લાનું નામ રોશન કરે છે. તે બદલ અભિનંદન આપી ઉતરોતર પ્રગતિ માટે શુભકામના પાઠવી હતી. આજના દિવસનું મહત્‍વ સમજી વિશેષ સફળતા પ્રાપ્‍ત કરવાપ્રેરિત કર્યા હતા.


30-10-2018