Main Menu

Saturday, October 27th, 2018

 

અમરેલી જિલ્‍લાને અસરગ્રસ્‍ત જાહેર ન કરાતાં રોષની આંધી

ખેડૂત સમાજ, કોંગી ધારાસભ્‍યો અને અનેક સરપંચો લાલઘુમ થયા

અમરેલી જિલ્‍લાને અસરગ્રસ્‍ત જાહેર ન કરાતાં રોષની આંધી

સોમવારે ખાંભા અને મંગળવારે સાવરકુંડલા ખાતે ખેડૂત સમાજનું મહાસંમેલન યોજાશે

ધારી-બગસરાનાં ધારાસભ્‍ય જે.વી. કાકડીયાએ પણ મુખ્‍યમંત્રીને રજુઆત કરી

અમરેલી, તા. ર6

અમરેલી જિલ્‍લામાં અપુરતા વરસાદથી ખેડૂતો, પશુપાલકો, શ્રમજીવીઓ, નાના-મોટા વેપારીઓ સહિત સૌ કોઈ ત્રાહીમામ પોકારી ચુકયું હોય ખેડૂત સંગઠનો, સરપંચો, કોંગી ધારાસભ્‍યો અને સત્તાધારી પક્ષનાં આગેવાનોએ પણ રાજય સરકાર સમક્ષ જિલ્‍લાને અસરગ્રસ્‍ત જાહેર કરવાની માંગ કરી હોય સરકારને કોઈ અસર થતી ન હોય આગામી સોમવારથી હવે જનસંમેલન અને રેલી, ધરણા સહિતનાં કાર્યક્રમો શરૂ કરવામાં આવી રહૃાા છે.

આગામી સોમવારે ખેડૂત સમાજ ઘ્‍વારા ખાંભા ખાતે અને       મંગળવારે સાવરકુંડલા ખાતે ખેડૂત મહાસંમેલન અને રેલીનું આયોજન કરવામાં આવેલ છે. તો લીલીયા પંથકનાં અનેક ગામોના સરપંચોએ પણ મામલતદારને લેખિત રજુઆત કરી છે. તો ધારી-બગસરાનાં ધારાસભ્‍ય જે.વી. કાકડીયાએ પણ મુખ્‍યમંત્રીને વિસ્‍તૃત પત્ર પાઠવીને જિલ્‍લાને અસરગ્રસ્‍ત જાહેર કરવા માંગ કરી છે.


ગાવડકા ગામે પત્‍નિની હત્‍યા કરનાર પતિને આજીવન કેદની સજા કરવામાં આવી

લવમેરેજ કરનાર પ્રેમીએ પ્રેમિકાની હત્‍યા કરતાં ચકચાર મચી હતી

અમરેલી, તા. ર6

અમરેલી નજીક આવેલ ગાડકા ગામની સીમમાં વાડીમાં રહેતાં અને મુળ મઘ્‍યપ્રદેશનાં વતની એવા પતિએ પોતાની પત્‍નીની હત્‍યા કરી નાંખી અને કોઈ જંગલી જનાવરે ફાડી ખાધાની જાહેરાત કર્યા બાદ મૃતક મહિલાનાં ભાઈને શંકા જતાં આખરે તપાસનાં અંતે પતિએ જ પત્‍નિની હત્‍યા કર્યાનું જાહેર થવા પામેલ. આ અંગેનો કેસ અત્રેની સેશન્‍સ કોર્ટમાં ચાલી જતાં પત્‍નિની હત્‍યાનાં ગુન્‍હામાં પતિને આજીવન કેદની સજા અને રૂા. પ હજારનાં દંડની સજાનો હુકમ કરવામાં આવ્‍યો હતો.

આ બનાવમાં મુળ મઘ્‍યપ્રદેશનાંવતની અને થોડા સમયથી અમરેલી નજીક આવેલ ગાવડકા ગામની સીમમાં રહેતાં અન્‍યાભાઈ ઉર્ફે અનીલ ગજેરીયા નામનાં રર વર્ષિય યુવકને મુળ મઘ્‍યપ્રદેશનાં વતની એવી સાયકુબેન સાથે પ્રેમસંબંધ હોય, બન્‍નેએ રીવાજ મુજબ લગ્ન કર્યા હતા. પરંતુ પાંચ વર્ષનાં લગ્ન બાદ પણ કોઈ સંતાન થવા પામેલ ન હતું.

ત્‍યારે ગત તા.પ-10-17 નાં રોજ આ અન્‍યાભાઈની પત્‍નિને ગંભીર હાલતમાં અત્રેના સરકારી દવાખાને ખસેડાયેલ હતી જયાં આ અન્‍યાભાઈએ પોલીસમાં જાહેરાત કરેલી કે ગઈકાલે મોડી રાત્રીનાં સમયે પોતાની પત્‍નિ ઝુપડામાં સુતી હતી ત્‍યારે કોઈ જંગલી જનાવરે તેણીને ફાડી ખાધેલ છે. આ વાત તેમણે પોતાના સાળા નરસિંહભાઈ રંગુભાઈ સીંગારને પણ કરી હતી.

બાદમાં મૃતક પરિણીતાનાં ભાઈ તથા પોલીસ તથા વન વિભાગે ઘટના સ્‍થળની તપાસ તથા મૃતદેહને ચકાસી જોતાં આ બનાવ હત્‍યાનો હોવાનું જાણમાં આવતાં આ બનાવમાં મૃતક પરિણીતા સાયકુબેનનાં ભાઈ નરસિંહભાઈ રંગુભાઈની ફરિયાદ લઈ મૃતક પરિણીતાનાં પતિ આરોપી અન્‍યાભાઈ સામે હત્‍યાનો ગુન્‍હો નોંધી પોલીસે તપાસ હાથ ધરી હતી.

આ બનાવ અંગેનો કેસ અત્રેની સેશન્‍સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકિલ એમ.આર. ત્રિવેદીની ધારદાર દલીલોનેસેશન્‍સ જજ શ્રી જે.આર. શાહે માન્‍ય રાખી અને ઘટના સમયે મૃતકનાં પતિ હાજર હોય, અને તેયોગ્‍ય ખુલાશો કરી શકતો ન હોય, અને વિરોધાભાસી નિવેદન કરેલ છે. જેથી તે મજબુત સંજોગો દર્શાવે છે, જેથી આરોપી અન્‍યાભાઈ ઉર્ફ અનિલ ગજેરીયાને આજીવન કેદની સજા અને રૂા.પ હજારનાં દંડની સજાનો હુકમ કરેલ હતો.


સ્‍લીપીંગ લકઝરી કોચનાં પાસીંગમાં જબ્‍બરૂ કૌભાંડ થયાની આશંકા

અમરેલીની આરટીઓ કચેરીની કામગીરીની સમીક્ષા જરૂરી

શહેરની બારોબાર આવેલી આ કચેરીમાં અનેક વહીવટ પણ બારોબાર થતાં હોવાની આશંકા

અમરેલી, તા. ર6

અમરેલીની આરટીઓ કચેરીમાં ડ્રાઈવીંગ લાયસન્‍સ, લકઝરી બસનું પાસીંગ સહિતની કામગીરીમાં ભારે ગેરરીતિ થતી હોવાની ચર્ચાએ જોર પકડેલ હોય આ અંગે સ્‍ટેટ વિજીલન્‍સ, એસીબી કે વાહન વ્‍યવહાર વિભાગ ઘ્‍વારા તટસ્‍થ તપાસ કરવામાં આવે તેવી માંગ જિલ્‍લાની જનતામાંથી ઉભી થવા પામી છે.

અમરેલી ખાતેની કચેરીમાં છેલ્‍લા 10 વર્ષમાં જે કોઈ સ્‍લીપીંગ લકઝરી બસનું પાસીંગ કરવામાં આવ્‍યું હોય તેની તટસ્‍થ તપાસ કરવામાં આવે તો લાખો રૂપિયાનું કટકી કૌભાંડ પ્રકાશમાં આવે તેવું ચર્ચાઈ રહૃાું છે.

તદઉપરાંત ડ્રાઈવીંગ લાયસન્‍સમાં પણ મોટી રકમની તોડબાજી કરવામાં આવતી હોવાની ચર્ચાઓ પણ થઈ રહી હોય તટસ્‍થ તપાસ જરૂરી બની છે.


ચલાલાનાં ગાયત્રી સંસ્‍કાર વિદ્યાલયમાં શૈક્ષણિક સેમિનાર યોજાયો

ચલાલાના યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ સંચાલિત ગાયત્રી સંસ્‍કાર વિદ્યાલય ખાતે એસ.એસ.સી. અને એચ.એસ.સી.ના વિદ્યાર્થીઓને આગામી માર્ચ-19ની બોર્ડની પરીક્ષા માટે જરૂરી માર્ગદર્શનમાટે કારકિર્દી સેમિનાર યોજાયો. આ સેમિનારમાં નઝીરભાઈ, પ્રવિણભાઈ, બાબુભાઈ, રવિભાઈએ વિદ્યાર્થીઓને આધુનિક પરીક્ષા પઘ્‍ધતિ, વધતી જતી સ્‍પર્ધા, આજના સમયમાં શિક્ષણનું મહત્‍વ, સફળ વ્‍યકિતઓનો જીવન સંઘર્ષ, માતા-પિતાની વિદ્યાર્થી પાસેથી અપેક્ષા, તે પ્રમાણે વિદ્યાર્થી તરીકેનું આપણું કર્તવ્‍ય જેવા વિવિધ મુદાઓનું વિસ્‍તૃત પ્રદર્શન પ્રોજેકટરના પ્રસારણ માઘ્‍યમ દ્વારા માર્ગદર્શન આપી આ સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. બધા બાળકોને આ સેમિનારનો લાભ લઈ અને આવનારી પરીક્ષામાં અમે ખૂબ મહેનત કરી સારૂ પરિણામ લાવી માતા-પિતા અને શાળાનું નામ રોશન કરશું તેવું આશ્‍વાસન આપ્‍યું હતું. આ કાર્યક્રમમાં મહેશભાઈ, શિતલબેન તથા શાળાના સ્‍ટાફગણે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો.

 


લાઠી પંથકમાં એકતા યાત્રાનું અનેરૂ સ્‍વાગત કરાયું

વિશ્‍વમાં સૌથી ઉંચા 1ર0 મીટરના સ્‍મારક (જાપાનના ભભઉશીકુ દાઈબુત્‍સુભભ) કરતા એકાદ ઈંચ ફુટ કે મીટર નહીં પણ દોઢી ઉંચાઈના સ્‍મારકના નિર્માણનો નિર્ણય કર્યો જે 18ર મીટરની ઉંચાઈનું બનશે. ત્‍યારે તા.ર0 થી અમરેલી જિલ્‍લામાં સરદાર વલ્‍લભભાઈ પટેલની વિરાટ પ્રતિમાને સાજે તેવા સન્‍માન સાથે એક ઉત્‍સવના વાતાવરણ અને ગૌરવભેર રથનું સ્‍વાગત કરવા અપીલ કરવામાં આવી છે. આજે સરદાર એકતા યાત્રા અમરેલી જિલ્‍લાના લાઠી તાલુકાના કેરીયા, કેરાળા, માલવીયા પીપરીયા, અલી ઉદેપુર, મતિરાળા, અકાળા,      દુધાળા, લાઠી, પ્રતાપગઢ, ભીંગરાડ ગામોમાં રથ ફર્યો હતો. જેમાં સાંસદ નારણભાઈ કાછડીયા, જિલ્‍લા ભાજપ પૂર્વ પ્રમુખ ડો. ભરતભાઈ કાનાબાર, જિલ્‍લા ભાજપના ઉપપ્રમુખ મયુરભાઈ હિરપરા, જીતુભાઈ ડેર,અમર ડેરીના ચેરમેન અશ્‍વિનભાઈ સાવલીયા, જિલ્‍લા ભાજપના પૂર્વ મહામંત્રી રામભાઈ સાનેપરા, જિલ્‍લા કિસાન મોરચાના પ્રમુખ ઘનશ્‍યામભાઈ સાવલીયા, પૂર્વ ધારાસભ્‍ય વાલજીભાઈ ખોખરીયા, લાઠી તાલુકા ભાજપના પ્રમુખ મગનભાઈ કાનાણી, મહામંત્રીઓ કાનભાઈ જોશી, દામનગર શહેર પ્રમુખ પ્રીતેશભાઈ નારોલા, રાજુભાઈ ભુવા, મહેશ કોટડીયા, શૈલેષભાઈ રાઠોડ, ભરતભાઈ સુતરીયા, બાબરા શહેર ભાજપ પ્રમુખ લલિતભાઈ આંબલીયા, મહામંત્રીઓ બાબરા તાલુકા ભાજપ મહામંત્રી મહેશભાઈ ભાયાણી, અનીલભાઈ નાંઢા, મોહનભાઈ લાઠીયા, ભીખાભાઈ ધોરાજીયા, વિનુભાઈ ડોબરીયા, અરૂણભાઈ પટેલ, રાજુભાઈ ભુતૈયા, સવજીભાઈ બાંભવા, શાંતિલાલ રાણવા, પ્રવિણભાઈ કાકડીયા, ભુપતભાઈ મૈસુરીયા, દિનેશભાઈ મારૂ, જારનભાઈ બોદર, હરેશભાઈ કાકડીયા, નંદલાલ રીબડીયા, મધુભાઈ નવાપરા, ઘનશ્‍યામભાઈ ખેરાળા, ધીરૂભાઈ ખુંટ, દકુભાઈ પડશાળા, કાળુભાઈ દુધાત, લીલીયા તાલુકા ભાજપ મહામંત્રી વિજયભાઈ ગજેરા, ભનુભાઈ ડાભી સહિત તમામ ગ્રામજનો હાજર રહયા હતા.


તાઈવદર ગામની સીમમાં જુગાર રમતા ર શખ્‍સોની અટકાયત

નાશી છૂટેલ 6 શખ્‍સોની શોધખોળ શરૂ

અમરેલી, તા.ર6

અમરેલી એલ.સી.બી.ના ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સ. ડી.કે. વાઘેલા અને એલ.સી.બી. ટીમ દ્વારા જુગાર અંગે ચોકકસ બાતમી મેળવી બાબરા તાલુકાના તાઈવદર ગામની આડીધાર તરીકે ઓળખાતી સીમમાં જાહેરમાં જુગાર રમતા ઈસમો ઉપર રેઈડ કરતા કુલ આઠ ઈસમો પેકી બે ઈસમોને પકડી પાડેલ છે અને છ ઈસમો નાશી ગયેલ હોય તમામ સામે જુગારધારા    તળે ધોરણસર કાર્યવાહી કરી પકડાયેલ જુગારીઓને બાબરા પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે અને નાશી ગયેલ ઈસમોને પકડી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે.

જુગાર રમતા રેઈડ દરમિયાન પકડાયેલ ઈસમો : (1) હિતેશભાઈ ઉર્ફે હિતો કાળુભાઈ સરવૈયા (ઉ.વ.30) રહે. બાબરા કરિયાણા રોડ (ર) ીવક્રમભાઈ ઉર્ફે વિકકો રમેશભાઈ રાઠોડ (ઉ.વ.ર8) રહે. ઢસા, ગઢડા રોડ, તા. ગઢડા.

રેઈડ દરમિયાન નાશી જનાર ઈસમ : (1) નરેશભાઈ લક્ષ્મણભાઈ મારૂ રહે. બાબરા (ર) સુરેશભાઈ ધનજીભાઈ મકવાણા રહે. બાબરા (3) ક્રિપાલસિંહ નટુભાઈ ગોહિલ રહે. ઢસા, દરબારગઢ (4) પપ્‍પુ ઉર્ફે પોલાર્ડ જસુભાઈ રબારી રહે. ઢસા, પ્રાથમિક શાળાની પાછળ (પ) ગઢો દિલુભાઈ સાથળીયા રહે. ઢસા, અવેડા ગામે (6)ઈકો ફોરવ્‍હીલનો અજાણ્‍યો ચાલક નામ, સરનામું જણાયેલ નથી.

પકડાયેલ મુદામાલમાં રોકડા રૂા. 13,9પ0 તથા ગંજી પતાના પાના નંગ-પર કિંમત રૂા. 0.00 તથા પાથરણું -1 કિંમત રૂા. 0.00 તથા ઈકો ફોરવ્‍હીલ ગાડી રજી. નં. જી.જે.0ર સીએલ. 6746 કિંમત રૂા. ર,00,000 તથા હીરો સ્‍પ્‍લેન્‍ડર મો.સા. રજી. નં. જી.જે.33 એ. 4પ81, કિંમત રૂા. 30,000 મળી કુલ રૂા. ર,43,9પ0નો મુદામાલ કબ્‍જે કરવામાં આવ્‍યો છે.


ટ્રક સાથે અથડાઈને ગંભીર બનેલ કોયલને બચાવી લેવાઈ

કોવાયા, તા. ર6

રાજુલા નજીક આવેલ કોવાયાથી જાફરાબાદ અબદુલ્‍લાભાઈ નરપાલી અને રીજવાનભાઈએ ગાડી લઈને જતા હતા ત્‍યારે લોઠપુર પાસે પહોંચતા આગળ જઈ રહેલ ટ્રકની સાથે એક કોયલ ઉડીને આવી ને અથડાતા તે કોયલ ગંભીર ઈજા થતાં રસ્‍તામાં પડી ગઈ હતી. તે કોયલને ગંભીર હાલતમાં જોઈને જીવદયાપ્રેમી અબદુલ્‍લાભાઈ અને રીજવાનભાઈએ પોતાની ગાડી માંથી નીચે ઉતરી અને તે કોયલની સેવાચાકરી કરવાનું ચાલું કરી દીધુ હતું અનેતે કોયલને પાણી પીવરાવી અને પાણી માથે નાખી અને આ કોયલને નવજીવન આપ્‍યું હતું. ત્‍યારબાદ તે કોયલ ઉડીને જતી રહી હતી.

જીવદયા પ્રેમી અબદુલ્‍લાભાઈ અને રીજવાનભાઈએ દરરોજ હજારો કબુતરોને કાયમી ઘઉં, ચોખા અને જુવારની ચણ નાખીને અનેક કબુતરો અનેપક્ષીઓની દરરોજ આવી રીતનાં સેવા ચાકરી કરે છે.


બાબરાના થોરખાણ ગામેથી 1100 કિલો ગૌમાંસ સાથે 3 વ્‍યકિતઓની અટકાયત

સ્‍થાનિક પોલીસની સંગાથે જીવદયા પ્રેમીઓએ દરોડો પાડયો

બાબરા, તા.ર6

બાબરા તાલુકાના થોરખાણ ગામમાં હાઈસ્‍કૂલ પાછળ આવેલ એક મકાનમાં ગૌ માસનું કતલ કરી બારોબાર વેંચવાની કામગીરી થતી હોવાની બાતમી બાબરાના જીવદયા પરિવારના સભ્‍યો મૌલિક તેરૈયા, ગજેન્‍દ્રભાઈ શેખવા, હાર્દિકભાઈ ભટ્ટ, લાલભાઈ રાજપૂત, આકાશભાઈ પટગીર, ધર્મેન્‍દ્રભાઈ બસિયા, સહિતના જીવદયા પરિવારના સભ્‍યોએ બાબરાની સ્‍થાનિક પોલીસને સાથે રાખી થોરખાણ ગામમાં હાઈસ્‍કૂલ પાછળઆવેલ એક મકાનમાં દરોડો પાડતા પોલીસ થતા જીવદયા પરિવારના સભ્‍યો ચોકી ગયા હતા. કારણ નહી નિરાધાર પશુઓની મીની કતલ ખાનું હોય તે રીતે અહીં પશુઓને કતલ કરવામાં આવતા હોવાનું બાબરા પોલીસને જાણવા મળ્‍યું છે.

અહી બાબરા પોલીસ તેમજ જીવદયા પરિવારની સયુંકત રેડમાં 100 કિલો ગૌમાંસ સાથે ચિતનાના બે કસાઈઓ તેમજ અન્‍ય એક દેવી પુજક તે બળદ વેચવા આવેલ હતો. કુલ ત્રણ ઈસમોની બાબરા પોલીસે અટક કરી આગળની તપાસ હાથ ધરેલ છે.

જોકે અન્‍ય ત્રણ કસાઈઓ નાસી છુટવામાં સફળ રહયા છે. જીવદયા પરિવારના સભ્‍ય મૌલિકભાઈ તેરૈયા જણાવ્‍યા અનુસાર અહીં થોરખાણ ગામમાં ગૌમાંસનું કતલ કરી રાજકોટમાં મોકલવામાં આવી રહયું હતું. જોકે અમો એ રેડ કરતા ગૌમાસ લેવા માટે આવેલ ઈકો કાર સહિત અન્‍ય ત્રણ વ્‍યકિતઓ ફરાર થઈ ગઈ હતી.

થોરખાણ ગામમાં નિરાધાર પશુઓની કત્‍લેઆમ કરનાર કસાઈઓ વિરૂઘ્‍ધ જીવદયા પરિવારના સભ્‍ય ગજેન્‍દ્રભાઈ શેખવાએ બાબરા પોલીસમાં ફરિયાદ દાખલ કરેલ છે.


ધારી ગીર પૂર્વમાં સિંહોના બ્‍લડ અને સ્‍વેપના નમૂના લેવાનો બીજો તબક્કો શરૂ

સિંહોને બચાવવા માટે વન વિભાગ સક્રીય

ખાંભા તુલસીશ્‍યામ રેન્‍જમાં 9 સિંહોના સેમ્‍પલ લેવાયા

ખાંભા, તા. ર6

ગીર અભ્‍યારણ્‍યમાં 11 સપ્‍ટેમ્‍બરથી રઓક્‍ટોબર દરમિયાન કુલ ર3 સિંહોના મોત થયા છે.   તમામ સિંહોના મોત ગીર પુર્વ વિભાગ હેઠળ આવતા દલખાણિયા રેન્‍જમાં કરમદડી રાઉન્‍ડમાં રોણીયા વિસ્‍તારમાં નોંધાયા છે.બાદ 3 સિંહબાળ ના ખાંભા તુલસીશ્‍યામ રેન્‍જ માં ઇનફાઈટ મોત થયા છે  ઇન્‍ડિયન ઇન્‍સ્‍ટિટ્‍યુટ ઓફ વાયરોલોજી (પુના) ખાતે મૃત સિંહોનાં નમૂના મોકલવામાં આવ્‍યા તેમાં કેટલાક સિંહોમાં કેનાઇન ડિસ્‍ટેમ્‍પર વાયરસ હોવાના અહેવાલ આવ્‍યા હતા. આ અહેવાલ પછી વન વિભાગે ગીર જંગલમાં રહેલા અન્‍ય સિંહોના સ્‍વાસ્‍થ્‍યની તપાસ હાથ ધરી છે.

વન વિભાગ ના સૂત્રો માંથી મળતી વિગત પ્રમાણે સિંહોના બ્‍લડ અને સ્‍વેપનાં નમૂના લેવાનો પ્રથમ તબક્કો પુરો થઇ ગયા બાદ બીજો તબક્કો શરૂ કરવા માં આવ્‍યો છે જયારે  પ્રથમ તબક્કામાં દલખાણિયા રેન્‍જનાં રોણિયા વિસ્‍તારને ‘એપી સેન્‍ટર માનીને તેની આસપાસનાં પાંચ કિલોમીટર વિસ્‍તારમાં રહેતા હડાલા , ગઢિયા , પાતળા અને ખાંભા તુલસીશ્‍યામ રેન્‍જ નાની ધારી પાસે આવન જાવન કરતાં સિંહોના નમૂના લેવામાં આવ્‍યા હતા. એક અંદાજ પ્રમાણે,16 સિંહોનાં નમૂના લેવાયા હતા બાદ બે દિવસ થી ધારી ગીર પૂર્વ માં બીજા તબક્કામાં ખાંભા તુલસીશ્‍યામ રેન્‍જના પીપળવા , ભાણીયા  , કોદિયા  , ધૂંધવાણા  સહિત વિસ્‍તાર માં કુલ 9 સિંહો ના રેસ્‍ક્‍યુ કરી નમૂના લેવામાં આવ્‍યા છે.આ નમૂનાઓ પુના, ઉત્તરપ્રદેશ અને ગાંધીનગર ખાતે આવેલી લેબમાં અલગ-અલગ રોગની ચકાસણી માટે મોકલવામાં આવ્‍યા છે.

આધારભૂત સુત્રોના જણાવ્‍યા અનુસાર, હવે  બીજા તબક્કામાં સિંહોના સેમ્‍પલ લેવાનું શરૂ કરાયું છે . પ્રથમ તબક્કામાં એપી સેન્‍ટર (જે જગ્‍યાએ સૌથી વધારે સિંહો મૃત્‍યુ પામ્‍યા છે ત્‍યાંથી)થી પાંચ કિલોમીટર સુધીનો વિસ્‍તાર આવરી લીધો. બીજા તબક્કા માં હવે પાંચ થી દસ કિલોમીટરનો વિસ્‍તાર આવરી લેવામાં આવશે. જેમાં ખાંભા તુલસીશ્‍યામ રેન્‍જ માં પીપળવા માં સિંહ અને સિંહણ એમ બે , કોદીયા માં બે સિંહણ , ભાણીયા માં બે સિંહણ એક સિંહબાળ , અને ધૂંધવાણામાં બે સિંહણના નમૂના લીધેલ છે આમ કુલ 9 સિંહોના સેમ્‍પલ અને સ્‍વેપના નમૂના લેવામાં આવ્‍યા છે આ  સિવાય, ખાસ કરીને, દલખાણિયા વિસ્‍તાર સિવાય, અન્‍ય કોઇ જગ્‍યાના સિંહોનાં કેનાઇન ડિસ્‍ટેમ્‍પર વાયરસ પોઝિટીવ આવે, તો તે સિંહોના વસવાટની આસપાસનાં પાંચ કિલોમીટર વિસ્‍તારમાં વસતા સિંહોના બ્‍લડ અને સ્‍વેપનાં નમૂના લેવામાં આવશે. આ કામ સાથે જોડાયેલા અધિકારીઓ કહે છે કે, સામાન્‍ય રીતે, કુલ સિંહો હોય તેના છ ટકા વસ્‍તીના નમૂના એકઠા કરવા પડે. જેને રિપ્રેઝેન્‍ટેટિવ સેમ્‍પલ કહે છે. અગત્‍યની વાત એ છે કે, અત્‍યાર સુંધીની અહેવાલોમાં, રોણીયા વિસ્‍તારનાં સિંહોનાસિવાય આસપાસ રહેલા સિંહોમાં કેનાઇન ડિસ્‍ટેમ્‍પર વાયરસ જોવા મળ્‍યો નથી. જયારે સાવરકુંડલા રેન્‍જ માં આંબરડી માંથી એક સિંહનું રેસ્‍ક્‍યુ કરી સારવારમા જસાધાર એનિમલ કેર સેન્‍ટરમા ખસેડાયો હતો તો ખાંભા તુલસીશ્‍યામ રેન્‍જના રબારીકા રાઉન્‍ડમાંથી લંગડી સિંહણનું રેસ્‍ક્‍યુ કરી સારવાર આપવા મા આવી હતી.

કેનાઇન ડિસ્‍ટેમ્‍પર વાયરસ અને બબેસિયા રોગથી 1994માં તાન્‍ઝાનિયામાં 1000થી વધારે સિંહોના મોત નિપજયા હતા. તાન્‍ઝાનિયામાં જયારે સિંહો મૃત્‍યુ પામ્‍યા હતા ત્‍યારે જે સંશોધકોએ કામ કરેલું તેમને ગુજરાત સરકારે નિમંત્રણ આપ્‍યુ છે અને તેમની મદદ માંગી છે. આ તજજ્ઞોમાં રિચર્ડ કોકનો પણ સમાવેશ થાય છે.


આલેલે : અમરેલીનાં અનેક  વિસ્‍તારોમાં ઘટાટોપ વાદળાઓ વચ્‍ચે વરસાદીઝાપટા

અમરેલી, તા. ર6

અમરેલી જિલ્‍લાનાં અનેક વિસ્‍તારોમાં ઘટાટોપ વાદળાઓ વચ્‍ચે વરસાદી ઝાપટા પડતાં ખેતીપાકોને વ્‍યાપક નુકશાનની આશંકા ઉભી થઈ છે.

અમરેલી શહેરમાં બપોર બાદ ઘટાટોપ વાદળાઓ છવાયા હતા તો સરંભડા સહિતનાં ગામોમાં 30 મિનીટ સુધી વરસાદી ઝાપટુ પડી ગયું હતું અને વીજળી ગાયબ થઈ હતી, તો અનેક વૃક્ષો ઢળી પડયા હતા, ખેતીપાકોને નુકશાન થયું હતું.


વડીયાનાં સનાળા ગામે સિમેન્‍ટ માર્ગ બનાવવામાં દે ધનાધન કરાતા નારાજગી

માર્ગ કાર્યરત થાય તે પહેલા જ બિસ્‍માર બન્‍યો

અમરેલી, તા.ર6

એક તરફ ભય, ભૂખ અને ભ્રષ્‍ટાચાર નાબુદ કરવાની ગુલબાંગો ફેંકવામાં આવી રહી છે. બીજી તરફ ભ્રષ્‍ટાચારીઓ સામેકાર્યવાહી કરવામાં આવતી નથી.

દરમિયાનમાં વડીયાના સનાળા ગામે સિમેન્‍ટ માર્ગ બનાવવામાં આવ્‍યાને ગણતરીના દિવસોમાં જ માર્ગ બિસ્‍માર બની જતા ગામજનોમાં નારાજગીનો માહોલ જોવા મળી રહયો છે.

ગામના સરપંચ કહે છે કે જયાં 8 થેલી વાપરવાની હોય ત્‍યાં માત્ર ર જ થેલીનો ઉપયોગ કરવામાં આવ્‍યો અને માર્ગની કામગીરી રાત્રીના સમયે જ કરવામાં આવી હોય સમગ્ર ભ્રષ્‍ટાચારની તટસ્‍થ તપાસ કરવાની માંગ ઉભી થઈ છે.


રાયડી જળાશયનું પાણી પીવા માટે અનામત રાખો

8 ગામોનાં સરપંચોએ ઉચ્‍ચકક્ષાએ રજુઆત કરી

રાયડી જળાશયનું પાણી પીવા માટે અનામત રાખો

સમગ્ર પંથકનાં એક ડઝન કરતા વધારે ગામોની જનતા અને પશુઓનાં હિતમાં નિર્ણય કરવા માંગ

ખાંભા, તા. ર6

મોટા બારમણ રાયડી ડેમમાં પીવાનું પાણી અનામત રાખવા 8 ગામોનાં સરપંચોએ ઉચ્‍ચકક્ષાએ લેખીત રજુઆત કરેલ છે.

જાણવા મળતી વિગત મુજબ મોટા બારમણ ગામના સરપંચ દેવશીભાઈ વાઢેર ઘ્‍વારા ભુંડણી, એભલવડ, માણસા, લોર, ફાચરીયા, પીંછડી,નીંગાળા ગામોનાં સરપાંે સાથે સંકલન કરી મોટા બારમણ ગામે આવેલ રાયડી ડેમનું પાણી દુષ્‍કાળ જેવી પરિસ્‍થિતિ હોવાથી પીવાનાં હેતુ માટે અનામત રાખવા કલેકટર અને પાણી પુરવઠા બોર્ડને લેખીતમાં અજુઆત કરવામાં આવી છે.

હાલ ચોમાસામાં વરસાદ અપુરતો થયો હોવાથી સમગ્ર ગુજરાતભરમાં દુષ્‍કાળ જેવી પરિસ્‍થિતિ હોવાથી આવનારા સમયમાં પીવાના પાણીની વિકટ પરિસ્‍થિતિનું નિર્માણ થવાનો સંભવ હોય જેથી ખાંભા અને જાફરાબાદ તાલુકાના 13 જેટલા ગામમાં પીવા અને પશુધન માટેનો આધાર સ્‍થંભ એકમાત્ર રાયડી ડેમ છે. માટે ડેમનું પાણી પીવા અને પશુધન માટે અનામત રાખવા ઉચ્‍ચ કક્ષાએ લેખિત રજુઆત કરી હોવાનું જાણવા મળે છે.

ખાંભા-જાફરાબાદ તાલુકાના સરપંચોની ગામોની જનતા વતી રજુઆતમાં જણાવવામાં આવેલ છે કે, રાયડી ડેમના પાણી પર 13 જેટલા ગામોને પીવાનાં પાણીનો આધાર છે. હાલ દુષ્‍કાળ જેવી પરિસ્‍થિતિ હોવાથી આવનારા સમયમાં પીવાના પાણીની વિકટ પરિસ્‍થિતિનું નિર્માણ થવાની પુરતી દહેશત થવાનો સંભવ છે. માટે ડેમમાં પીવાના હેતુ માટે પાણી અનામત રાખવા રજુઆત કરેલ છે. તેમ છતાં જો પીવાના હેતુ માટે તંત્ર ઘ્‍વારા યોગ્‍ય કરવામાં નહી આવે તો આગામી સમયમાં આ ગામોનાં ગામલોકોને સાથે રાખી આંદોલન કરવાની ફરજ પડશે તેમ અંતમાંજણાવ્‍યું હતું.


દુધાળાનાં પંચગંગા તીર્થ ખાતે દેશીકુળનાં વૃક્ષોનો નાશ કરાયો

મહામુસીબતે ઉછેરવામાં આવેલ વૃક્ષોનો નાશ કરનાર સામે કાર્યવાહી જરૂરી

લીલીયા, તા. ર6

લાઠી-દુધાળા-અડતાળા ત્રિભેટે આવેલ પંચગંગા તીર્થ ખાતે હરીકૃષ્‍ણ એક્ષપોર્ટનાં માલીક સવજીભાઈ ધોળકીયાનાં આર્થિક ખર્ચે હરીકૃષ્‍ણ સરોવર, દાદાનું સરોવર, બાબુ સરોવર, નારાયણ સરોવરનાં કાંઠે મોટી સંખ્‍યામાં દેશીકુળનાં વૃક્ષોનું વાવતેર કરવામાં આવ્‍યું છે. અને તેનું જતન પણ કરવામાં આવી રહૃાું છે. તેવા સમયે કેટલાંક અસામાજીક તત્‍વો ઘ્‍વારા ઈરાદાપૂર્વક બકરા-માલઢોરને વૃક્ષો ખવડાવી દેવામાં આવી રહૃાા છે.

આ અંગે સ્‍થાનિક વનતંત્રને રજુઆત કરવા છતાં કોઈ પરીણામ ન મળતા હરીકૃષ્‍ણ સરોવર સેવા સમિતિનાં પ્રમુખ જગદીશભાઈ ડાંગરે વનમંત્રી ગણપતભાઈ વસાવાને પત્ર લખી રજુઆત કરી ખુલ્‍લેઆમ દેશીકુળના વૃક્ષોનો નાશ કરનારા સામે કાયદેસરનાં પગલાં ભરી કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર રજુઆત સાથે માંગણી કરવામાં આવી છે.


લાઠીમાં લાલજીદાદાનાં વડલે ચાલતી સેવા પ્રવૃત્તિ દર્દીનારાયણ માટે આશીર્વાદ સમાન

               લાઠી ખાતે માદરે વતનનું રૂણ ચુકવવા અને પૂ. મોરારીબાપુ તથા પુ. રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી)ની પ્રેરણાથીસંતોકબા લાલજીદા ધોળકીયા વેલફેર ટ્રસ્‍ટનાં ગોવિંદભાઈ ધોળકીયાનાં માર્ગદર્શન તળે લાલજીદાદાનાં વડલે અને ર00પથી ચાલતી અનેક સેવા પ્રવૃતિઓ સમગ્ર લાઠી તાલુકાનાં જરૂરીયાતમંદ લોકો માટે આશીર્વાદ સમાન સાબીત થઈ રહી છે. જેનો લોકો મોટા પ્રમાણમાં લાભ લઈ રહૃાા છે. સંતોકબા મેડીકલ સેન્‍ટર લાલજીદાદાનાં વડલે માત્ર રૂા.10 ટોકન ફિ લઈ મલ્‍ટી સ્‍પેશ્‍યાલીસ્‍ટ હોસ્‍પીટલ કક્ષાની દર્દીઓને સારવાર અને સેવા મળી રહી છે. અને દર્દીઓને અદ્યતન લેબમાં લોહી પરિક્ષણ તથા ડીઝીટલ એકસ-રે મશીન ર્ેારા એકસ-રે કરી આપવામાં આવે છે. જેને લઈ દર્દીઓને અમરેલી કે અન્‍ય શહેરોમાં પરિક્ષણ માટે જવું નથી પડતું. જેથી આર્થિક રીતે પછાત જાતિનાં દર્દીઓને મોટી રાહત મળી રહી છે. પાછલા 13-13 વર્ષથી મેડીકલ સેન્‍ટરમાં માત્ર રૂા.10 ટોકન ફિમાં નિદાન સારવાર તથા દવાઓ આપવામાં આવે છે. સપ્‍ટેમ્‍બર ર00પથી આજદિન સુધીમાં 7,રપ,000 કરતા વધારે દર્દીઓએ મેડીકલ સેન્‍ટરમાં સારવારનો લાભ લીધેલ છે. મેડીકલ સેન્‍ટરનાં ડેન્‍ટલ વિભાગમાં સીનીયર સીટીઝન દર્દીઓને વિશિષ્‍ટ સેવા આપવામાં આવીરહી છે. સીનીયર સીટીઝનને વિનામૂલ્‍યે દાંતની સારવાર અને ચોકઠુ બનાવી આપવામાં આવે છે. જેનો લાભ 3પ00 કરતા વધારે સીનીયર સીટીઝન લઈ ચુકયા છે. મેડીકલ સેન્‍ટરમાં ભારતીયલશ્‍કરનાં જવાનો અને તેના પરિવારજનોને નિઃશુલ્‍ક સેવા આપવામાં આવે છે. જયારે આંખ વિભાગમાં મહીના બીજા રવિવારે શ્રી રણછોડદાસબાપુ ટ્રસ્‍ટ રાજકોટ ર્ેારા લાલજીદાદાનાં વડલે વિના મૂલ્‍યે મોતીયાનાં ઓપરેશન અને સારવાર માટે કેમ્‍પ અને સીનીયર સીટીઝનને ચશ્‍મા વિતરણ કરવામાં આવે છે. મેડીકલ સેન્‍ટરમાં અમરેલી સહીતનાં શહેરોમાંથી વિવિધ રોગોનાં નિષ્‍ણાંત તબીબીઓ સેવાઓ આપવા આવે છે. અને મેડીકલ સેન્‍ટરમાં ફિજીયોથેરાપી સેન્‍ટર ર્ેારા અદ્યતન મશીનરી ર્ેારા ફુલટાઈમ નિષ્‍ણાંત ફિજીયોથેરાપીસ્‍ટ ર્ેારા દર્દીઓને એકસરસાઈઝ કરાવવામાં આવી રહી છે. અને મેડીકલ સેન્‍ટર     તળે લાઠી આજુબાજુનાં 3પ ગામોમાં જે તે ગામે જઈ ટોકન ફી માં નિદાન- સારવાર અને દવા મોબાઈલ ડીસ્‍પેન્‍સરી ર્ેારા આપવામાં આવે છે. સાથે સાથે મેડીકલ સેન્‍ટરમાં સામાજીક સેવાઓ પણ કાર્યરત છે. જેમાં મેડીકલ સેન્‍ટરમાં શ્રી રામકૃષ્‍ણ ઓડીટોરીયમ હોલ ખાતે મોટીવેશન પ્રોગ્રામ તેમજ સમાજ સેવાનાં હેતુથી સમાજની જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજી ખેડૂતો, વિદ્યાર્થીઓ તેમજ ડોકટરો ને વિષય નિષ્‍ણાંતો મારફત માર્ગદર્શન પુરૂ પાડવામાં આવે છે. આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ કે જે આર્થિક તંગીના કારણે અભ્‍યાસમાં આગળ વધી શકે તેમન હોય તેમને સ્‍કોલરશીપ સહાય આપવામાં આવે છે. અનેએસ.આર.કે. કલામ હેલ્‍થ પ્રોજેકટ ર્ેારા લાઠી-લીલીયા-બાબરા તાલુકાનાં 14પ ગામનાં 1,1ર000 વ્‍યકિતનાં જે તે ગામે જઈ મેડીકલ તપાસ તથા લેબોરેટરી તપાસ કરી તેના પરિક્ષણ રીપોર્ટ તેમને ઘરે રૂબરૂ આપી તેમા જણાવેલ ક્ષતિ અંગે ટ્રીટમેન્‍ટ, દવા આપવામાં આવેલ અને તે ગામનાં હેલ્‍થ ડેટા એકત્રીત કરી રાષ્‍ટ્રપતિ રામનાથ કોવિંદજીને સુપરત કરેલ. આમ લાઠી તાલુકાનાં ગામોનાં લોકોને લાલજીદાદા વડલાની વિવિધ સેવાકિય પ્રવૃતિઓનો બહોળા પ્રમાણમાં લાભ મળે તે માટે સંસ્‍થાનાં શિલ્‍પીગોવિંદભાઈ ધોળકીયાનાં માર્ગદર્શન તળે સમગ્ર એસ.આર.કે. ગૃપનાં કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહૃાા છે.


27-10-2018