Main Menu

Friday, October 26th, 2018

 

ખાંભામાં તલાટી મંત્રીઓએ સ્‍વચ્‍છતા અભિયાન શરૂ કર્યુ

ખાંભામાં તલાટીમંત્રી મંડળ ર્ેારા સ્‍વચ્‍છતા અભિયાન કરવામાં આવ્‍યું. આજે તલાટી મંત્રીની હડતાળ તો સમેટાઈ જતા અગાઉ નક્કી થયા મુજબ ખાંભા ગામપંચાયતને સાથે રાખી ખાંભામાં સ્‍વચ્‍છતા અભિયાન કરવામાં આવ્‍યું હતું. સમગ્ર ગુજરાતમાં તલાટીમંત્રી હાલત કફોડી કરી નખાતા તા.રરથી તલાટીમંત્રી હડતાળ પર ઉતર્યા હતા અને સરકાર ર્ેારા માંગણી ન સંતોષાઈ ત્‍યાં સુધી હડતાળ ચાલુ રહેવાની હતી ત્‍યારે સરકાર ર્ેારા તલાટીમંત્રીની માંગણી સરકાર ર્ેારા સ્‍વીકારતા અને સમજુતી થતા તા.31 સુધીની મુદત આપતા આજે તલાટીમંત્રીની હડતાળ સમેટાઈ ગઈ હતી પરંતુ ખાંભામાં તલાટીમત્રી મંડળ ર્ેારા આજે ખાંભા ગામપંચાયતને સાથે રાખી સ્‍વચ્‍છતા અભિયાન કરવામાં આવ્‍યું હતું અને ખાંભા તલાટીમંત્રી મંડળ હડતાળ પર હોય ત્‍યારે નક્કી થયા મુજબ ખાંભામાં સ્‍વચ્‍છતા અભિયાન કરવું તે અનુસંધાને સમગ્ર ખાંભા તાલુકા તલાટીમંત્રી મંડળ ર્ેારા આજે ખાંભાની મુખ્‍ય બજારો અને શેરીઓમાં સ્‍વચ્‍છતા અભિયાન આરંભ્‍યું હતું અને સરકારને એક સંદેશો પહોંચાડવા તલાટીમંત્રી મંડળ ર્ેારા પોતાનું લક્ષ્ય હતું તે પૂર્ણ કરી ખાંભામાંસ્‍વચ્‍છતા અભિયાન કરી બતાવ્‍યું હતું.


આલેલે : અમરેલીમાં પેટ્રોલ અને ડિઝલનો ભાવ રૂા. 87.74

ભાઈઓ-બહેનો 71 વર્ષમાં ન થયું તે ભાજપ સરકારમાં થયું

આલેલે : અમરેલીમાં પેટ્રોલ અને ડિઝલનો ભાવ રૂા. 87.74

આજથી 6 વર્ષ પહેલાં પેટ્રોલ કરતાં ડિઝલ ર1 રૂપિયા સસ્‍તુ મળતું હતું

પેટ્રોલ-ડિઝલનાં ભાવો વચ્‍ચેની અસમાનતાં ભાજપ સરકારે દુર કરી દીધી

અમરેલી, તા. રપ

અમરેલીમાં આજે આઝાદીનાં 71 વર્ષમાં કયારેય બની ન હોય તેવી ઘટના બની છે. પેટ્રોલ અને ડિઝલનાં ભાવો લગોલગ એટલે કે રૂપિયા 78.74 થયા છે. આજનો દિવસ અમરેલીની જનતા માટે યાદગાર બની ગયો છે.

મોંઘવારીનો માર સહન કરતી સામાન્‍ય જનતાને પેટ્રોલ- ડિઝલનાં ભાવો સમાંતર થઈ જતાં વધારે મુશ્‍કેલી ઉભી થવાનાં એંધાણ જોવા મળી રહૃાાં છે.

સામાન્‍ય રીતે વાહન વ્‍યવહાર માટે ઉપયોગમાં લેવાતી બસ તેમજ માલ પરિવહન કરતાં ટ્રકમાં ડિઝલનો ઉપયોગ થતો હોય છે. અને પેટ્રોલ કરતાં હંમેશા ડિઝલ સસ્‍તું વેચાતું આવ્‍યું છે. આજથી 8 વર્ષ પહેલા એક સમયે પેટ્રોલ કરતાં ડિઝલનો ભાવ ર1 રૂપિયા ઓછો હતો અને આજે ડિઝલનો ભાવ પેટ્રોલની સમકક્ષ આવી ચુકયો છે. તો અનેક શહેરોમાં તો પેટ્રોલ કરતાં ડિઝલનો ભાવ આજે વધી જતાં ભારે આશ્ચર્ય ફેલાયું છે.

ભભબહુત હુઈ મેંહગાઈ કી માર, અબ કી બાર મોદી સરકારભભનાં નારા સાથેદેશમાં સત્તા સ્‍થાને આવેલ ભાજપ સરકાર ડિઝલનો ભાવ કાબુમાં રાખવામાં નિષ્‍ફળ સાબિત થઈ હોય દેશની ગરીબ અને મઘ્‍યમવર્ગીય જનતાને ડિઝલનો ભાવ વધારો મોંઘવારીની ચુંગાલમાં વધારે ફસાવી દેશે તે કહેવું અસ્‍થાને નથી.


અંતે ચલાલામાં પશુ ચિકિત્‍સકની ખાલી જગ્‍યા ભરવામાં આવતા પશુપાલકોમાં હાશકારો

મીડિયા જગતનાં અહેવાલોની અસર થતાં નિમણૂંક થઈ

ચલાલા, તા.રપ

ચલાલા તેમજ આજુબાજુના અંદાજે 30 ગામના લોકો પશુપાલન, ખેતી તથા ખેત મજૂરી પર નિર્ભર છે. ત્‍યારે ત્રીસ ગામોના પશુપાલકોને પોતાના પશુઓમાં આવતી બીમારી કે ભયંકર        રોગચાળાના અતિ કપરા સમયમાંછેલ્‍લા ઘણા સમયથી કાયમી પશુ સારવાર કેન્‍દ્રમાં કાયમી પશુ ડોકટર ન હોવાના કારણે પશુ પાલકોને પોતાના જીવન નિર્વાહ કરાવતા પશુઓને સારવાર અપાવવા ભારે હાલાકીનો સામનો કરવો તો કયારેક પશુ પાલકોના અતિ કિંમતી આજીવિકા સમા પશુઓ ડોકટરના અભાવે સારવાર ન મળતા બીમારીમાં સપડાયેલ પશુઓ પોતાના માલીક સામે જ તરફડી મરણને શરણ થતા ત્‍યારે આવી ગંભીર પરિસ્‍થિતિની લેખીત રજૂઆત મુખ્‍યમંત્રી તથા પશુપાલન મંત્રી તથા સંબંધિત ઉચ્‍ચકક્ષાએ કરતા તેમજ આ અતિ દૈનિક માનવતાવાદી રજૂઆતની અમરેલી જિલ્‍લાના અમીર-ગરીબ, વૃઘ્‍ધ તથા છેવાડાના તથા કચડાયેલા માનવોના અંધકારમાં પડેલા પ્રશ્‍નો પર પ્રકાશ પાડી નીડરતાથી પ્રસિઘ્‍ધ કરનાર પ્રેસ પ્રતિનિધિઓએ નાનો પણ અતિ જટીલ પ્રશ્‍નની બહોળી પ્રસિઘ્‍ધિ કરતા હાલ પશુ ડોકટર ભરવાડની કાયમી નિમણૂંક થતા પશુ પાલકોએ રાહતનો શ્‍વાસ લીધો છે.


અમરેલી જિલ્‍લામાં ‘‘એકતા યાત્રા”માં ભાજપનાં અનેક આગેવાનો જોડાતા ન હોય નવા-જુનીનાં એંધાણ

પાટીદારોનાં ગઢ સમાન વિસ્‍તારમાં ‘‘એકતા યાત્રા”ને નબળોપ્રતિસાદ

અમરેલી જિલ્‍લામાં ‘‘એકતા યાત્રા”માં ભાજપનાં અનેક આગેવાનો જોડાતા ન હોય નવા-જુનીનાં એંધાણ

ભાજપનાં ગણ્‍યાગાંઠયા આગેવાનો જ હાજર રહેતા હોય હાઈકમાન્‍ડ નારાજ

અમરેલી, તા. રપ

અમરેલી જિલ્‍લામાં સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી એકતાયાત્રા હાલ જિલ્‍લાનાં વિસ્‍તારોમાં ફરી રહી છે, જેમાં ભાજપનાં ગણ્‍યાગાંઠયા આગેવાનોની જ હાજરી જોવા મળતી હોય અને અનેક ભાજપીઓ અકળ કારણોસર જોડાતા ન હોય હાઈકમાન્‍ડે ગંભીર નોંધ લીધી હોય આગામી દિવસોમાં કડાકા-ભડાકાનાં એંધાણ જોવા મળી રહૃાા છે.

પાટીદારોનાં ગઢ સમાન અમરેલી જિલ્‍લામાં એકતા યાત્રાને પ્રચંડ સમર્થન મળવું જરૂરી હતું. વહીવટીતંત્ર ર્ેારા પણ ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. પરંતુ, ભાજપનાં જ અનેક આગેવાનો અને કાર્યકરો એકતાયાત્રામાં વિવિધ કારણોસર જોડાતા ન હોય હાઈકમાન્‍ડે આ બાબતની ગંભીર નોંધ લીધી છે.


શાબાશ : અમરેલી શહેરમાં ધુળનીસમસ્‍યા દુર કરવા માટે માર્ગ બનાવવાને બદલે પાણીનો છંટકાવ

આગામી ઉનાળામાં એક બેડા પાણી માટે સંઘર્ષ થવાનો છે ત્‍યારે

શાબાશ : અમરેલી શહેરમાં ધુળનીસમસ્‍યા દુર કરવા માટે માર્ગ બનાવવાને બદલે પાણીનો છંટકાવ

પાણીની કરકસર કરવાને બદલે માર્ગ પર છાંટવામાં આવતાં આશ્ચર્ય

અમરેલી, તા. રપ

અમરેલી શહેરમાં માર્ગ પર ઉડતી ધુળથી શહેરીજનોને રાહત મળે તે માટે પાલિકા ઘ્‍વારા દરરોજ પાણીનો છંટકાવ કરવામાં આવતાં શહેરીજનોમાં આશ્ચર્ય ઉભું થયું છે.

શહેરમાં ભુગર્ભ ગટરનાં કાર્યને લઈને લગભગ તમામ માર્ગો અતિ બિસ્‍માર બની જતાં માર્ગની મરામત કરવાને બદલે પાલિકાનાં શાસકો ઘ્‍વારા માર્ગ પરથી ધુળ ન ઉડે તે માટે દરરોજ હજારો લિટર પાણી માર્ગ પર ઢોળવામાં આવતાં ભારે આશ્ચર્ય ઉભું થયું છે.

એક તરફ અમરેલી જિલ્‍લામાં અપુરતા વરસાદથી ગ્રામ્‍ય વિસ્‍તારમાં પીવાના પાણી માટે ગામજનો અને પશુઓ ટળવળી રહૃાા છે અને જિલ્‍લાનાં જળાશયો, તળાવો અને ચેકડેમોમાં પાણીનો અભાવ છે. આગામી ઉનાળામાં પીવાના પાણીની વિકટ સમસ્‍યા ઉભી થવાની હોય પાણીની કરકસર કરવી સૌ માટે અત્‍યંત જરૂરી છે. તેવા સમયે પાલિકાનાં શાસકો ધુળની સમસ્‍યાનો વ્‍યવહારૂ ઉકેલ શોધવાને બદલે દરરોજ હજારો લિટર પાણીનો વેડફાટ કરતાં બુઘ્‍ધિજીવીઓમાં આશ્ચર્ય જોવા મળી રહૃાું છે.


દેવકા ગામની યુવતિ પર તે જ ગામે રહેતાં શખ્‍સે દુષ્‍કર્મ ગુજાર્યુ

ફરિયાદ કરીશ તો જાનથી મારી નાંખવાની આપી હતી ધમકી

અમરેલી, તા. રપ

રાજુલા તાલુકાનાં દેવકા ગામે રહેતી એક ર0 વર્ષિય યુવતિને તે જ ગામે રહેતાં રાજેશ બચુભાઈ મકવાણા નામનાં ઈસમે તું મારી સાથે કેમ બોલતી નથી, જો તું મારી સાથે નહી બોલે તો તને ભગાડી જઈશ અને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપ્‍યા બાદ ચાર દિવસ પહેલા તેણીને દાદાનાં મકાનમાં એકલતાનો લાભ લઈ તેણીની ઈચ્‍છા વિરૂઘ્‍ધ દુષ્‍કર્મ ગુજારી અને જો આ વાત કોઈને પણ કહીશ તો જાનથી મારી નાંખવા ધમકી આપ્‍યાની ફરિયાદ ડુંગર પોલીસમાં નોંધાઈ છે.


ધારીનાં હીમખીમડીપરામાં રૂા.1.ર0 લાખની છેતરપીંડીનો પ્રયાસ

પુત્રનાં લગ્ન કરાવી આપવાનાં બહાને

ધારીનાં હીમખીમડીપરામાં રૂા.1.ર0 લાખની છેતરપીંડીનો પ્રયાસ

અમરેલી, તા. રપ

ધારીનાં હીમખીમડીપરામાં રહેતાં અને પી.ડબલ્‍યુ.ડી.માં પાણીનાં ટાંકા ભરવાની કામગીરીકરતાં જીણાભાઈ વીરજીભાઈ થળેરા નામનાં પ6 વર્ષિય આધેડનાં દિકરા કિશોરનાં લગ્ન કરાવી આપવા અને તે માટે થઈ રૂા.1.ર0 લાખ રૂયિા આપવાની શરતે સુરત ગામે રહેતાં નાનજીભાઈ, વલસાડ ગામે સંગીતાબેન તથા તેણીનો ભાઈ નીતીન ગઈકાલે ધારી ગામે આવેલા પરંતુ ઘરધણીને શંકા જતાં આ અંગે ધારી પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે આ જીણાભાઈની ફરિયાદ નોંધી આ યુવતિ સહિત 3 સામે 406, 4ર0, 114 મુજબ ગુન્‍હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


કોવાયા ગામે સામાન્‍ય બાબતે બે શખ્‍સોએ આધેડને માર માર્યો

જમણવારમાં મંત્ર બોલતાં

કોવાયા ગામે સામાન્‍ય બાબતે બે શખ્‍સોએ આધેડને માર માર્યો

અમરેલી, તા. રપ

રાજુલા તાલુકાનાં કડીયાળી ગામે રહેતાં અને ગોરપદુ કરતાં વિજયભાઈહસમુખભાઈ ઓઝા નામનાં 47 વર્ષિય આધેડે ગત તા. ર3/10 ના રોજ કોવાયા ગામે કારજમાં જમણવારમં પ્રથમ મંત્ર બોલેલ જેથી જિગ્નેશભાઈ હરીશંકરભાઈ ઓઝા તથા મનસુખભાઈ કેશવજીભાઈ ઓઝાને સારૂ ન લાગતા તેમણે કહેલ કે કેમ પહેલા શ્‍લોક બોલ્‍યો તેમ કહે આધેડને ગાળો આપી, ઢીકાપાટુનો માર મારી, જાનથી મારી નાંખવા ધમકી આપ્‍યાની ફરિયાદ મરીન પીપાવાવ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.


સાવરકુંડલાનાં યુવકને લોખંડનાં પાઈપ વડે માર મારી ધમકી આપી

અમરેલી, તા. રપ

સાવરકુંડલા ગામે બીડીકામદાર વિસ્‍તારમાં રહેતાં અને ખાનગી નોકરી કરતાં કાબીલભાઈ યાસ્‍મીનભાઈ પઠાણ નામનાં ર4 વર્ષિય યુવકને તે જ ગામે રહેતાં સલીમભાઈ મહમદભાઈ જાદવની પુત્રી સાથે પ્રેમસંબંધ હોય, તે વાતનું મનદુઃખ રાખી સલીમભાઈ, રફીકભાઈ મુસ્‍તાકભાઈ જાદવ સહિત પ જેટલાં ઈસમોએ યુવકને તથા સાહેદને લોખંડનાં પાઈપ વડે માર મારી ઈજા કર્યાની ફરિયાદ સાવરકુંડલા ટાઉન પોલીસમાં નોંધાઈ છે.


અમરેલી સિવિલ હોસ્‍પિટલ સામે રત્‍ન કલાકારને ફડાકા ઝીંકી દીધા

સસરા સહિત 4 સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ

અમરેલી, તા.રપ

અમરેલી તાલુકાના કેરીયાનાગસ ગામે રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા રાજેન્‍દ્ર અમરશીભાઈ મેરીયા નામના 30 વર્ષીય યુવકે પ્રેમલગ્ન કરેલ હોય તે વાતનું મનદુઃખ રાખી મનુભાઈ પુનાભાઈ ચૌહાણ સહિત 4 ઈસમોએ અમરેલી સિવિલ હોસ્‍પિટલ સામે રત્‍ન કલાકારને બે ફડાકા મારી મૂંઢ ઈજા કર્યાની ફરિયાદ સીટી પોલીસમાં  નોંધાઈ છે.


લાઠી પંથકમાં સ્‍વાઈનફલુનો આતંક વધુ એક મહિલાનું નિધન

આરોગ્‍ય વિભાગ આળશ ખંખેરે તે જરૂરી

અમરેલી, તા. રપ

લાઠી પંથકમાં અગાઉ ર વ્‍યકિતનો સ્‍વાઈન ફલુના લીધે નિધન થયા બાદ નારણનગરની એક મહિલાનું રાજકોટ ખાતે સારવાર દરમિયાન સ્‍વાઈન ફલુથી નિધન થયાનું બહાર આવતાં ખળભળાટ મચી ગયો હોય આરોગ્‍ય વિભાગે આળશ ખંખેરવી જરૂરી છે.


600 રત્‍નકલાકારોને કારની ચાવી સોંપવામાં આવી   

             અમરેલી જીલ્‍લાનાં લાઠી તાલુકાનાં દુધાળાનાં વતની અને સુરતી હરીકૃષ્‍ણ એક્ષ્પોર્ટનાં માલીક સવજીભાઈ ધોળકીયા હમેશા પોતાના કર્મચારીઓ માટે દરીયાદીલી બતાવી કાર, મકાન, ઘરેણા સહીતની મોંઘી ભેટો આપી ચર્ચામાં રહે છે. તેવા સમયે હાલ હીરા ઉદ્યોગમાં ભયંકર મંદીનો માહોલ ચાલી રહૃાો છે, તેવા સમયે હરીકૃષ્‍ણ એક્ષ્પોર્ટનાં 600 કર્મચારીઓને કંપનીનાં માલીક સવજીભાઈ ધોળકીયા મોંઘી કાર ભેટમાં આપી ઈતિહાસ સર્જયો છે. તેવા સમયે આજે સવારનાં સમયે દિલ્‍હી ખાતેથી વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ હરીકૃષ્‍ણ એક્ષ્પોર્ટનાં દિવ્‍યાંગ મહીલા કાજલબેન પટેલ અન્‍ય એક મહીલા કર્મચારી અને અન્‍ય બે કર્મચારીઓને કારની ચાવી ભેટમાં આપી શુભેચ્‍છા પાઠવી હતી આ તકે હરીકૃષ્‍ણ એક્ષ્પોર્ટનાં ઘનશ્‍યામભાઈ ધોળકીયા અને તેમના ધર્મપત્‍નિએ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીને તુલસીનો છોડ અનેશાલ અર્પણ કરી સન્‍માનીત કરેલ. બાદ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ દિલ્‍હીથી વીડીયો કોન્‍ફરન્‍સનાં માઈકથી સુરત હરીકૃષ્‍ણ એક્ષ્પોર્ટનાં માલીક સવજીભાઈ    ધોળકીયા સહીત ઉપસ્‍થિત આમંત્રીત મહેમાનો અને કંપનીનાં કર્મચારીઓને શુભેચ્‍છા સંદેશ પાઠવી 600 કર્મચારીઓને કારની ચાવી અર્પણ કરી હતી. અને હરીકૃષ્‍ણ એક્ષ્પોર્ટ કંપનીનાં સવજીભાઈ      ધોળકીયા અને તેની કંપનીઉતરોતર પ્રગતિ કરે તેવી શુભેચ્‍છા પાઠવી હતી. આ તકે કંપનીનાં માલીક સવજીભાઈ ધોળકીયાએ જણાવ્‍યું હતું હંમેશા કંપનીના કર્મચારીઓની સ્‍કીલ ઘ્‍યાન પર રાખી તેમને ભેટ આપવામાં આવે છે. કર્મચારી નિષ્ઠા અને ખંતથી ફરજ બજાવે તો ઈશ્‍વર ચોક્કસ તેમને ફળ આપે છે, તેમ કહી તમામ કર્મચારી પોતાની સ્‍કીલ પર આગળ આવે તેવી શુભેચ્‍છા પાઠવી હતી. આ તકે ધનજીદાદા ધોળકીયા, ગોવિંદકાકા ધોળકીયા, લવજીભાઈ બાદશાહ, આફ્રિકાનાં ગંગા, જિજ્ઞેશદાદા રાધે રાધે નનુભાઈ વાનાણી, કાનજીભાઈ ભાલાળા, તુલસીભાઈ ધોળકીયા, હિમ્‍મતભાઈ ધોળકીયા સહીતનાં મહાનુભાવો ઉપસ્‍થિત રહૃાા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નરેશભાઈ માયાણીએ કર્યુ હતું.


વાયબ્રન્‍ટ અને ગતિશીલ ગુજરાતમાં ગરીબ અને મઘ્‍યમવર્ગીય મુસાફરોને મુશ્‍કેલી : અમરેલી એસ.ટી. ડેપોની રપ ટકા બસ બંધ હાલતમાં

કુલ 78માંથી 19 જેટલી બસ બિસ્‍માર બની ગઈ

અમરેલી એસ.ટી. ડેપોની રપ ટકા બસ બંધ હાલતમાં

અનેક બસમાં ટાયર, ટયુબ, બારીઓનાં કાચતુટી જવા સહિતની અનેક મુશ્‍કેલીઓ

વાયબ્રન્‍ટ અને ગતિશીલ ગુજરાતમાં ગરીબ અને મઘ્‍યમવર્ગીય મુસાફરોને મુશ્‍કેલી

અમરેલી, તા. રપ

અમરેલી શહેર જિલ્‍લાકક્ષાનું શહેર છે અને છતાં પણ અમરેલી એસ.ટી. ડેપોની 78 બસમાંથી 19 જેટલી બસ બિસ્‍માર બનતાં રૂટ પર દોડાવવાનું બંધ કરી દેવાતાં મુસાફરવર્ગમાં નારાજગીનો માહોલ જોવા મળી રહૃાો છે.

જિલ્‍લાકક્ષાનાં શહેરમાંથી જિલ્‍લાનાં અંતરિયાળ ગામો સુધી બસની આવન-જાવન જરૂરી છે. કારણ કે ગરીબ અને મઘ્‍યમવર્ગીય મુસાફરોને તેના રોજબરોજનાં કાર્યો અર્થે જિલ્‍લાકક્ષાએ આવન-જાવન કરવી પડે છે જેમાં સરળતા ઉભી થાય.

પરંતુ અમરેલી જિલ્‍લામાં એસ.ટી. વિભાગનો વહીવટ દિનપ્રતિદિન કથળી રહૃાો હોય મીડિયાજગતમાં વારંવાર અહેવાલ પ્રસિઘ્‍ધ કરવામાં આવ્‍યા બાદ એસ.ટી.ની સેવા સુધરવાને બદલે વધારેમાં વધારે કથળી રહી છે અને એકી સાથે 19 જેટલી બસ ટાયર-ટયુબ કે કાચનાં અભાવ સહિતની સમસ્‍યાને લઈને બંધ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

આ અંગે જિલ્‍લાનાં પ્રભારી મંત્રી કે જેઓ પાસે વાહન વ્‍યવહારનો પણ વિભાગ છે તેવા આર.સી. ફળદુએ જિલ્‍લાનાં એસ.ટી. વિભાગને દોડતો કરવો જોઈએ તેવી માંગ ઉભી થઈ રહી છે.


જોર્ડનથી ભારતની સફરે આવેલા મુસ્‍લિમ યુવાને પીરે તરિકત હાજી પિર દાદાબાપુની મુલાકાત કરી   

             સાવરકુંડલા સનરાઈઝ સ્‍કૂલનાં મેનેજીંગ ટ્રસ્‍ટી પ્રતાપભાઈ ખુમાણનાં મિત્ર અને જોર્ડનનાં અકાબા શહેરનાં રહેવાસી એવા મુસ્‍લિમ યુવાન મોહમદઅલી હેલાલત એક દિવસ માટે સાવરકુંડલાની મુલાકાત લીધી હતી. વ્‍યવસાયે એર ટ્રાવેલીંગ એજન્‍ટ એવા મોહમ્‍મદે સારાયે મુસ્‍લીમ સમાજનાંસુફીસંત હાજી પીર દાદાબાપુની સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમ્‍યાન તેણે પોતાના વતન જોર્ડન આસપાસનાં મુસ્‍લિમ દેશોનાં વર્તાન સમયનાં અત્‍યંત અશાંત વાતાવરણથી દાદાબાપુને વાકેફ કર્યા હતા અને પોતાના વિસ્‍તારનાં લોકોમાં અમન, શાંતી અને ભાઈચારો કાયમ થાય તે માટે દુઆ કરવા વિનંતી કરી હતી. આ ઉપરાંત છેલ્‍લા ત્રણ મહીનાથી સમગ્ર ભારતમાં જુદા જુદા રાજયોમાં ફરી અત્‍યંત શાંત અને સુમેળભર્યા વાતાવરણથી ખુબજ પ્રભાવીત થયાનું જણાવ્‍યું હતું. વધુમાં તેણે સૌરાષ્‍ટ્રમાં તમામ ધર્મ જાતી સંપ્રદાયનાં લોકો ખુબજ પ્રેમાળ છે તેવું અનુભવ્‍યું હતું.


દામનગરની નવજયોત વિદ્યાલયની મુલાકાત લેતા વિપક્ષી નેતા

દામનગર પંથકની સુપ્રસિઘ્‍ધ નવજયોત વિદ્યાલયની તાજેતરમાં વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણી અને ધારીના ધારાસભ્‍ય જે.વી. કાકડીયાએ મુલાકાત લીધી હતી. આ તકે સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા પણ ઉપસ્‍થિત રહયા હતા. વિદ્યાલયના સંચાલક બટુકભાઈ દ્વારા આગેવાનોનું સ્‍વાગત અને સન્‍માન કરવામાં આવ્‍યું હતું.


લાઠી પંથકમાં એકતાયાત્રાનું ઉત્‍સાહભેર સ્‍વાગત કરાયું

               સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી એકતા યાત્રા કાર્યક્રમનું આયોજન રાજય સરકાર ર્ેારા કરવામાં આવ્‍યું છે. પૂર્વ મંત્રી ગોરધનભાઈ ઝડફીયા, સાંસદ નારણભાઈ કાછડીયા, અમર ડેરીચેરમેન અશ્‍વિનભાઈ સાવલીયાએ લાઠી તાલુકાનાં વિવિધ ગામોની મુલાકાત લીધી હતી. દેરડી (જાનબાઈ), હિરાણા, ચાવંડ, કરકોલીયા, વિરપુર, નાના રાજકોટ, શેખ પીપરીયા, હરસુરપુર, અડતાળા, જરખીયા ખાતે એકતા રથ ફર્યો હતો. પૂર્વમંત્રી ગોરધનભાઈ ઝડફીયાએ જણાવ્‍યું હતું કે, સ્‍વાતંત્ર્યવીરોએ આઝાદી માટે લડત આપી હતી, સરદાર પટેલે પ6ર રજવાડાઓનું એકત્રીકરણ કરવાનું વિરલ કાર્ય કર્યુ હતું. રાજા-મહારાજાઓએ પોતાના રજવાડા-રિયાસત ભારતમાતાનાં ચરણોમાં સમર્પણ કરીને અખંડ ભારતનું કાર્ય સિઘ્‍ધ કરવામાં મદદરૂપ બન્‍યા. ઝડફીયાએ જુનાગઢ, કાશ્‍મીર અને હૈદરાબાદ સહિતનાં રાજયોનાં એકત્રીકરણ માટે સરદાર પટેલે કરેલા કાર્યોના પ્રસંગો વર્ણવ્‍યા હતા. તેમણે સરદાર પટેલનાં દુરંદેશીપણા અને નેતૃત્‍વના પાસાઓ રજૂ કરી તેમના મહાન વ્‍યકિતત્‍વનો ખ્‍યાલ આપ્‍યો હતો. સરદાર પટેલની પ્રતિમા સરદારનાં લોખંડી મનોબળનું પ્રતિક છે. સરદારે રજવાડાઓનું એકત્રીકરણ કર્યુ હતું. સમાજને જોડવાનું કાર્ય કરવામાં સહકાર આપવા અનુરોધ કર્યો હતો. સાંસદ નારણભાઈ કાછડીયાએ જણાવ્‍યું હતું કે, આઝાદી વખતે નર્મદા સરોવરનો દ્રઢ સંકલ્‍પ કરનાર લોખંડી નેતૃત્‍વ સરદાર પટેલ અખંડ ભારતનાં શિલ્‍પી છે. વિરલ અને વિરાટ વ્‍યકિતત્‍વ એવા સરદાર પટેલનાં નેતૃત્‍વ અને કુશાગ્ર લોખંડી અભિગમનેકારણે અખંડ ભારતનું નિર્માણ થયું છે. અમર ડેરીનાં ચેરમેન અશ્‍વિનભાઈ સાવલીયાએ જણાવ્‍યું કે, આઝાદી વખતનાં ઈતિહાસનાં પ્રસંગો જણાવી સરદાર પટેલની કુનેહ અને નેતૃત્‍વનાં પ્રેરક પ્રસંગો કહૃાા હતા. તેમણે સરદાર સરોવર ખાતેની સરદાર પટેલની પ્રતિમાઓની વિગો જણાવી હતી. જીતુભાઈ ડેરે શાબ્‍દિક સ્‍વાગત કર્યુ હતું. એકતા રથ પહોંચતા ગ્રામજનોએ પારંપારિક રીતે સ્‍વાગત કર્યુ હતું. અગ્રણીઓ અને ગ્રામજનોએ એક ભારત નેક ભારત અને જય સરદારનાં નારા લગાવ્‍યા હતા. કાર્યક્રમમાં પ્રાંત અધિકારી બોડાણા, મામલતદાર નીનામા, તાલુકા વિકાસ અધિકારી ભટ્ટ,પૂર્વ ધારાસભ્‍ય વાલજીભાઈ ખોખરીયા, અગ્રણી સર્વ જિલ્‍લા ભાજપ મહામંત્રી મયુરભાઈ હિરપરા, જિલ્‍લા પૂર્વ ભાજપ પ્રમુખ ભરત કાનાબાર, સરપંચ કાનજીભાઈ ડેર, મગનભાઈ કાનાણી, ઘનશ્‍યામભાઈ સાવલીયા, દીપક વઘાસીયા, ભરતભાઈ સુતરીયા, રામભાઈ સાનેપરા સહિતનાં મહાનુભાવો અને ગ્રામજનો ઉપસ્‍થિત રહૃાા હતા.


પાટીમાણસા અને મોટામાણસા ખાતે લોકાર્પણ અને ખાતમુર્હુત કાર્યક્રમ યોજાયો

               પાટીમાણસા અને મોટામાણસા ગામની પ્રાથમિક શાળાના નવા બિલ્‍ડીંગના લોકાર્પણ એક શાળાની બાળા દીકરી પાસે થતા ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્‍યો અને આવી મોટી શાળાની ઈમારત પ્રથમવાર જ ગામમાં બનેલ છે અને પાટીમાણસા ગામે પુલનુંખાતમુર્હુત કરેલ. આ પ્રસંગે ઉપસ્‍થિત અમરેલી જિલ્‍લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન ટીકુભાઈ વરૂ, ગામના સરપંચ ઘનશ્‍યામભાઈ શેખડા, સરપંચ પીઠાભાઈ પરમાર, મનોજભાઈ વરૂ, શિવરાજભાઈ વરૂ, કેશુભાઈ વરૂ, અનિરૂઘ્‍ધભાઈ વરૂ, દેહાભાઈ બાંભણીયા સહિતના પ્રસંગે હાજરી આપી અને અંતમાં ટીકુભાઈ વરૂએ પોતાના મતવિસ્‍તારના લોકોનો આભાર માન્‍યો.


સાવરકુંડલા કબીર ટેકરી દ્વારા ચાલી રહેલી ટીફીન સેવાનાં લાભાર્થે રાસ ગરબા મહોત્‍સવ યોજાયો

               સાવરકુંડલા કબીર ટેકરી દ્વારા નિરાધાર, વૃઘ્‍ધ અને અશકત લોકો માટે બંને ટાઈમ ઘરે જઈ શુઘ્‍ધ અને સાત્‍વિક ભોજનની વિનામૂલ્‍યે ટીફીન સેવા ચાલી રહી. જેના લાભાર્થે કબીર યુવા ગૃપ દ્વારા શરદ પૂનમના પવિત્ર દિવસે શરદ પૂનમની રઢીયાળી રાત રાસ-ગરબા મહોત્‍સવનું લાઈવ ઓરકેસ્‍ટ્રા સાથે ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમનું દીપ પ્રાગટય કબીર આશ્રમના મહંત નારાયણદાસ સાહેબ, માનવ મંદિર ભકિતરામ બાપુ, જેઠાભગત વગેરે સંતો મહંતોના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. આ તકે પ્રદેશ યુવા મોરચાના નેહલભાઈ શુકલ, સાંસદ નારણભાઈ કાછડીયા, જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરા, જિલ્‍લા યુવા ભાજપ પ્રમુખ આનંદ ભટ્ટ, મહામંત્રી કમલેશભાઈ કાનાણી, શહેર ભાજપ પ્રમુખ મયુરભાઈ ઠાકર, નગરપાલિકા પ્રમુખ વિપુલભાઈઉનાવા, ઉપપ્રમુખ ભાવેશભાઈ હિંગુ વગેરે સમગ્ર અમરેલી જિલ્‍લામાંથી રાજકીય, સામાજિક અગ્રણીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા. તથા સાવરકુંડલા તાલુકામાંથી મોટી સંખ્‍યામાં ખેલૈયાઓ દ્વારા શરદ પૂનમની રઢીયાળી રાસ ગરબાની ઉજવણી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કબીર યુવા ગૃપ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.


26-10-2018