Main Menu

Thursday, October 25th, 2018

 

શેઢાવદરની મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી

અમરેલી, તા.ર4

લીલીયા નજીક આવેલ શેઢાવદર ગામની ધનલક્ષ્મીબેન દયાશંકરભાઈ ઠાકરને તે જ ગામનાનિકુંજભાઈ પાનસુરીયા સહિતના 3 શખ્‍સોએ જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ સ્‍થાનિક પોલીસમાં નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.


સાવરકુંડલા અને તુલસીશ્‍યામ રેન્‍જમાં સિહણનું લોકેશન મેળવવામાં આવ્‍યું

ખાંભા, તા. ર4

ધારી ગીર પૂર્વ સિંહોની માઠી બેઠી હોય તેમ દલખાણીયા એક જ રેન્‍જમાં ર3 સિંહોના મોત નિપજયા હતા ત્‍યારે ખાંભા તુલસીશ્‍યામ રેન્‍જમાં બે દિવસ પહેલા 3 સિંહબાળના ઈનફાઈટ મોત નિપજયા હતા અને વનવિભાગ હરકતમાં મુકાયું છે અને ગઈ કાલે ત્રણ મૃત પામેલ સિંહબાળની માતાનું વન વિભાગ ર્ેારા લોકેશન મેળવી હાશકારો અનુભવ્‍યો હતો ત્‍યારે વધુ વન વિભાગના સૂત્રો માંથી જાણવા પ્રમાણે ખાંભા તુલસીશ્‍યામ રેન્‍જનાં રબારીકા રાઉન્‍ડનાં હનુમાનપુર નજીક એક લંગડી સિંહણ હોવાનું વન વિભાગને જાણવા મળતા વન વિભાગ ર્ેારા આ સિંહણનું લોકેશન કરી અને રેસ્‍કયુ કરવામાં આવ્‍યું હતું અને ડોકટર ર્ેારા આ લંગડી સિંહણને સારવાર આપવામાં આવી હતી તેમજ સાવરકુંડલા રેન્‍જનાં આંબરડી ગામ નજીક ધાતરવડી નદીનાં પટમાં એક નર સિંહ બીમાર હોય અને આ સિંહ ઉભો થઈ ન શકતો હોવાની બાતમી વન વિભાગને જાણવા મળતા આ સિંહનું લોકેશન મેળવી અને મિતીયાળા સ્‍ટાફ ર્ેારા રેસ્‍કયુ કરી ડોકટર ર્ેારા આ સિંહને પકડી અને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થ એનિમલ કેર સેન્‍ટર ખસેડેલ હોવાનું વન વિભાગે જણાવેલ હતું.


ખાંભા તુલસીશ્‍યામ રેન્‍જનાં ખડાધારમાં સિંહણ પર કુહાડીના ચાર ઘા કરનાર આરોપી જેલ હવાલે

ખાંભા, તા.ર4

ખાંભા તુલસીશ્‍યામ રેન્‍જના ખડધાર ગામના ઢેઢિયા વિસ્‍તારમાં ગઈ કાલે એક સિંહણ ગંભીર ઘવાયેલી હાલત વન વિભાગને મળી હતી. સિંહણને માથાના ભાગે તેમજ પીઠના ભાગે ગંભીર તીક્ષ્ણ હથિયારના ઘા જોવા મળેલ હતા. બાદમાં વન વિભાગ દ્વારા સિંહણગંભીર રીતે ઘવાયેલ હોય અને બાદમાં તપાસ કરતા સિંહણને માથાના ભાગે તેમજ પીઠના ભાગે કુહાડીના ચાર ઘા મારેલ હોવાનું પ્રાથમિક સારવારમાં બહાર આવ્‍યું હતું. ત્‍યારે સિંહ પ્રેમીઓ અને લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. અને વન વિભાગ દ્વારા આ મુદો ગંભીરતાથી લઈ અને આરોપીને પકડવા તજ વીજ હાથ ધરેલ હતી અને વન વિભાગે કલાકોમાં જ આરોપી મનુ બાબુ ચારોલા (ઉ.વ.34) પકડી પડયો હતો. અને સઘન પુછપરછ હાથ ઘરેલ હતી. ત્‍યારે સિંહ પર માનવ જાત દ્વારા હુમલો કરવાની ખાંભામાં આ પ્રથમ ઘટના હોય પરંતુ મળતી માહિતી મુજબ પશુ પાલક દ્વારા પોતાના બકરા સિમ વિસ્‍તારમાં ચરાવતા હોય ત્‍યારે એક સિંહ દ્વારા આ બકરાનો શિકાર કરી લઈ જતા માલધારી પશુપાલકનો ગુસો સાતમાં આસમાને પહોંચી ગયો શિકારની મિજબાની માણતી સિંહણ પર આ માલધારી પશુ પાલકે પાછળથી સિંહણ પર કુહાડીના ઘા કરતા સિંહણ ઈજાગ્રસ્‍ત બની હતી. વન વિભાગ દ્વારા ડોકટર સાથે સિંહણનું રેસ્‍કયુ કરી સિંહણને સારવાર અર્થે આંબરડી પાર્ક ખસેડવા આવેલ હતી જયાં આ સિંહણ સારવારમાં તંદુરસ્‍ત હોવાનું જાણવા મળેલ હતું. અને વન વિભાગ દ્વારા આરોપીની કલાકોમાં જ ધરપકડ કરી સઘન પુછપરછ કર્યા બાદ આરોપી મનુ બાબુ ચારોલાને વન વિભાગ દ્વારા કોર્ટમાં રજુ કરી ચાર દિવસના રિમાન્‍ડ માંગ્‍યાહતા. અને કોર્ટ આરોપીના બે દિવસના રિમાન્‍ડ મંજુર કર્યા હતા. અને આજે આ રિમાન્‍ડ પુરા થતાં ખાંભા વન વિભાગ દ્વારા આરોપી મનુ બાબુ ચારોલાને અમરેલી સબજેલ હવાલે કર્યો હોવાનું વન વિભાગે જણાવ્‍યું હતું.


શેઢાવદરની મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી

અમરેલી, તા.ર4

લીલીયા નજીક આવેલ શેઢાવદર ગામની ધનલક્ષ્મીબેન દયાશંકરભાઈ ઠાકરને તે જ ગામનાનિકુંજભાઈ પાનસુરીયા સહિતના 3 શખ્‍સોએ જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ સ્‍થાનિક પોલીસમાં નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.


ગુજરાતના કુખ્‍યાત બુટલેગર કાળુ છગન રાઠોડની પાસા હેઠળ અટકાયત કરી જેલ હવાલે કરાયો

જિલ્‍લા મેજીસ્‍ટ્રેટે વોરંટ ઈશ્‍યૂ કરતા એસ.પી. દ્વારા

ગુજરાતના કુખ્‍યાત બુટલેગર કાળુ છગન રાઠોડની પાસા હેઠળ અટકાયત કરી જેલ હવાલે કરાયો

જિલ્‍લા સહિતના રાજયભરનાં બુટલેગરોના ફફડાટ ફેલાયો

અમરેલી, તા.ર4

અમરેલી જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ આયુષ ઓક જેસીંગ ઉર્ફે કાળુ છગનભાઈ ઉર્ફે ખુમાભાઈ રાઠોડ (ઉ.વ.પર) રહે. ધંધુકા, શ્રીનાથ સોસાયટી, તા.ધંધુકા, જિ. અમદાવાદવાળાએ વિરૂઘ્‍ધ પાસાના વોરંગ ઈશ્‍યુ કરતા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ અમરેલી એલ.સી.બી. ઈન્‍ચાર્જ પો.ઈન્‍સ આર.કે.કરમટા તથા એલ.સી.બી./એસ.ઓ.જી. ટીમે દારૂના સપ્‍લાયર અને મોટા ધંધાથી બુટલેગર જેસીંગ ઉર્ફે કાળુ છગનભાઈ ઉર્ફે ખુમાભાઈ રાઠોડ, રહે. ધંધુકા    વાળાને પાસા વોરંટની બજવણી કરી વડોદરા મઘ્‍યસ્‍થ જેલ ખાતેઅટકાયતમાં રહેવા મોકલી આપવા તજવીજ કરેલ છે.

ગુજરાત રાજયના ચોથા નંબરના લીસ્‍ટેડ બુટલેગર જેસીંગ ઉર્ફે કાળુ છગનભાઈ ઉર્ફે ખુમાભાઈ રાઠોડ, રહે. ધંધુકા વાળો ગુજરાતના જુદા-જુદા વિસ્‍તારોમાં મોટા પાયે ભારતીય બનાવટનો વિદેશી દારૂ સપ્‍લાય કરનાર ધંધાર્થી છે. અને તેના વિરૂઘ્‍ધમાં અમદાવાદ ગ્રામ્‍ય તથા અમરેલી જિલ્‍લામાં સને ર004 થી ર017 દરમ્‍યાન ભારતીય બનાવટના વિદેશી દારૂની સપ્‍લાય તેમજ હેર-ફેર કરવા અંગેના પાંચ ગુન્‍હાઓ નોંધાયેલ છે. અને ઉલ્‍લેખનીય છે કે ર016માં નિર્લિપ્‍ત રાય અમદાવાદ ગ્રામ્‍ય પોલીસ અધિક્ષક તરીકે નિયુકત હતાં. ત્‍યારે તેમણે જ જેસીંગ ઉર્ફે કાળુ છગનભાઈ ઉર્ફ ખુમાભાઈ રાઠોડ, રહે. ધંધુકાવાળાનો પ્રોહિબીશન પ્રવૃતિના લીધે રાજકોટ મઘ્‍યસ્‍થ જેલનો પાસનો હુકમ કરાવેલ હતો. પરંતુ જેસીંગ ઉર્ફે કાળુએ આ પાસનો હુકમ બંધ રખાવવા નામ. ગુજરાત હાઈકોર્ટનો આશરો લેવો પડયો હતો. ત્‍યારબાદ પણ તેની પ્રોહિબીશન લગત અસામાજીક પ્રવૃતિ બંધ નહી કરતા ફરી વખત પાસા તળે અટકાયતમાં લેવામાં આવેલ છે.


માણાવાવ ગામે અગાઉના મનદુઃખનાં કારણે યુવકને તલવારનાં ઘા ઝીંકયા

ચલાલા નજીક આવેલ

માણાવાવ ગામે અગાઉના મનદુઃખનાં કારણે યુવકને તલવારનાં ઘા ઝીંકયા

પગમાં ફેકચર તથા માથાનાં ભાગે ગંભીર ઈજાઓ

અમરેલી, તા.

ધારી તાલુકાનાં ચલાલા પોલીસ તાબાનાં માણાવાવ ગામે રહેતાં હરેશભાઈ નજુભાઈ વાળા નામનાં ર8 વર્ષિય યુવકને અગાઉ તે જ ગામે રહેતાં જસરાજભાઈ ગોરખભાઈ વાળા, યુવરાજભાઈ જયતુભાઈ ધાધલ તથા શીવરાજભાઈ જયંતુભાઈ ધાધલ સાથે કોઈ કારણોસર ઝગડો થયેલોતે વાતનું મનદુઃખ રાખી ગઈકાલે માણાવાવ ગામે આ ત્રણેય ઈસમોએ તલવાર જેવા હથીયાર વડે આ યુવકને મારીનાંખવાના ઈરાદે તેમની ઉપર તૂટી પડી આડેધડ ઘા મારી, પગમાં ફેકચર તથા માથનાં ભાગે ગંભીર ઈજાઓ કર્યાની ફરિયાદ ચલાલા પોલીસમાં નોંધાઈ છે.


અમરેલી જિલ્‍લાને અછતગ્રસ્‍ત જાહેર કરો : વસ્‍તરપરા

લાઠી, બાબરા, દામનગર સહિતનાં પંથકમાં ખેડૂતો, પશુપાલકો પરેશાન હોય

અમરેલી જિલ્‍લાને અછતગ્રસ્‍ત જાહેર કરો : વસ્‍તરપરા

રાજયનાં મુખ્‍યમંત્રી વિજય રૂપાણીને પત્ર પાઠવીને ખેડૂતો, પશુપાલકો અને શ્રમજીવીઓની મદદ કરવા માંગકરી

અમરેલી, તા. ર4

ગરીબોના બેલી, સમુહલગ્નનાં પ્રણેતા અને ભાજપ અગ્રણી ભામાશા ગોપાલ શેઠ (વસ્‍તરપરા)એ રાજયનાં મુખ્‍યમંત્રી વિજય રૂપાણીને પત્ર પાઠવીને લાઠી, બાબરા, દામનગર સહિત સમગ્ર અમરેલી જિલ્‍લાને તાકીદે અસરગ્રસ્‍ત જાહેર કરવાની માંગ કરેલ છે.

પત્રમાં જણાવેલ છે કે, લાઠી, બાબરા, દામનગરમાં ઓછા વરસાદ હોવાને કારણે આ વિસ્‍તારને અછતગ્રસ્‍ત વિસ્‍ચાર જાહેર કરવા અપીલ કરીએ છીએ.

લાઠી વિધાનસભા સીટ પર અમો ઉમેદવાર હતા અને અમારા વિસ્‍તારમાં અમારી કાર્યાલય પર લાઠી, બાબરા, દામનગર વિસ્‍તારના લોકો અમોને લેખીત તથા મૌખિક અરજીઓ આપી રહૃાા છે કે આપ ખેડૂતોના પ્રતિનિધિ તરીકે રજુઆત કરો કે લાઠી, બાબરા, દામનગર વિસ્‍તારને ઓછા વરસાદના કારણે અછતગ્રસ્‍ત જાહેર કરે.

વધુમાં જણાવેલ છે કે, લાઠી, બાબરા, દામનગર વિસ્‍તારનાં એકપણ ચેકડેમ ભરાયા નથી તથા એકવાર પણ ખેતરો બહાર પાણી નીકળ્‍યા નથી. કુવા, ડેમ, બોરીંગ પણ પાણી વિનાના છે. લાઠી, બાબરા, દામનગરની બાજુના ગારીયાધારને અછતગ્રસ્‍ત વિસ્‍તાર જાહેર કર્યો છે તો તેના પાડોશી લાઠી, બાબરા, દામનગરને કેમ નહીં ? અમારા વિસ્‍તારના લોકો પાણીની અછતને કારણે ઘણી સમસ્‍યાઓનો સામનો કરી રહૃાા છે. ખેતીમાં નુકશાની, પશુપાલકો માટે ઘાસચારાની તકલીફ તથા ખેત મજૂરોનેરોજીની સમસ્‍યા પણ થઈ રહી છે.

હાલ સરકાર ઘ્‍વારા સૌની યોજનાનું કામ ચાલી રહૃાું છે. જો આ કામ ઝડપથી પૂર્ણ થાય અને જલ્‍દીથી સિંચાઈનું પાણી મળે એવી વિનંતી કરીએ છીએ તેમ અંતમાં જણાવેલ છે.


સાવરકુંડલાનાં આંબરડી ગામે બીમાર હાલતમાં જોવા મળ્‍યો સિંહ : સીડીવી વાયરસ હોવાનું અનુમાન

અમરેલી, તા.

સાવરકુંડલાના આંબરડીની ધાતરવડી નદીના કાંઠે આવેલ ગીચ ઝાડી ઝાંખરામાં અંદાજે એક-બે દિવસથી એક સિંહ બીમાર હાલતમાં પડી રહેલ હોવાનું નજીકમાં વાડી ધરાવતા ખેડૂતની નજરે પડયો હતો. બાદમાં ગામના સરપંચ અને ઉપસરપંચને જાણ કરાતા ઉપસરપંચ બાવચંદભાઈ ચોડવડીયાએ વનવિભાગને જાણ કરતા વનકર્મી કટારાભાઈ, રહીમભાઈ સહિતના લોકેશન પર પહોંચી સિંહની હાલત જોતા સિંહના મોંમાંથી લાળો પડતી હોય અને પુરી રીતે અશકત અને બીમાર હાલતમાં હોવાનું જણાતા પ્રાથમિક તબકકે નર સિંહને કેનાઈન ડિસ્‍ટેમ્‍પર વાયરસ (સીડીવી) હોવાનું જણાઈઆવતા વનતંત્રના ઉચ્‍ચ અધિકારીને જાણ કરતા અધિકારી સાથે ડોકટર રેસ્‍કયુ ટીમ સહિત ઘટના સ્‍થળે પહોંચી સિંહનું નિરીક્ષણ બાદ ટિવન્‍કીલાઈઝર કરી પ કલાકની જહેમત બાદ નર સિંહનું રેસ્‍કયુ કરી જૂનાગઢ એનિમલ કેર સેન્‍ટર ખાતે ખસેડવામાં આવેલ. અત્રે ઉલ્‍લેખનીય છે કે થોડા દિવસ પહેલા ગીર પૂર્વેના દલખાણીયા રેન્‍જમાં ટપોટપ મોતને ભેટેલા ર3 સિંહોને સીડીવી વાયરસના લીધે મોત થયાનું સામે આવેલ ત્‍યારે આજરોજ સાવરકુંડલાના આંબરડી ગામની ધાતરવડી નદીના કાંઠે અશકત અને બીમાર હાલતે મળી આવેલ ચારથી પાંચ વર્ષના નર સિંહને પણ આ ખતરનાક જીવલેણ વાયરસની અસર હોવાનું વનવિભાગે જણાવેલ.


અમરેલીનાં ચિતલ માર્ગ ઉપર રહેણાંક મકાનમાંથી પાણી ફરી વળતા વાહનચાલકોમાં રોષ

પાલિકાનાં શાસકો લાજ કાઢવાનું બંધ કરી કરે કાર્યવાહી

અમરેલીનાં ચિતલ માર્ગ ઉપર રહેણાંક મકાનમાંથી પાણી ફરી વળતા વાહનચાલકોમાં રોષ

કેટલાંક એજયુકેટેડ પરિવારના પાપે માર્ગ તુટી જાય છે

અમરેલી, તા. ર4

અમરેલી શહેરનો રાજમાર્ગ ગણાતા ચિતલ માર્ગ પર એસપી કચેરી સામે ઘણા વર્ષોથી માર્ગ તુટી રહૃાો હોય તેનું કારણ માર્ગ પર રહેણાંક મકાનમાંથી આવતું પાણી જવાબદાર છે.

તાજેતરમાં માર્ગ-મકાન વિભાગ ઘ્‍વારા માર્ગ બનાવવામાં આવ્‍યા બાદ એજયુકેટેડ પરિવાર ઘ્‍વારા જાહેર માર્ગ પર પાણી ઢોળવાનું પુનઃ શરૂ થતાં વાહનચાલકોમાં રોષનો માહોલ ઉભો થયો છે.

પાલિકાનાં શાસકોએ જે કોઈ રહેણાંક મકાનમાંથી બહાર પાણી કાઢવામાં આવે છે તેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરીને વર્ષોથી ચાલી આવતી માર્ગ તુટવાની સમસ્‍યા દુર કરવી જોઈએ તેવી માંગ ઉભી થઈ રહી છે.


દિલીપ સંઘાણી સાથે આર્જન્‍ટીના ખાતે ઈન્‍ડિયન એમ્‍બેસેડર રંજનની યોજાયેલ મીટીંગ

               આર્જન્‍ટીનાની રાજધાની બ્‍યુનસ ખાતે આઈ.સી.એ જનરલ મીટીંગમાં હાજરી આપી રહેલ નાફસ્‍કોબના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, ગુજરાત મહિલા ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટી લી.ના ચેરપર્સન શ્રીમતિ ગીતાબેન સંઘાણી, નાફસ્‍કોબના એમ.ડી. ભીમા સુબ્રમણ્‍યમ્‌ સાથે આર્જન્‍ટીના ખાતે ઈન્‍ડિયન એમ્‍બેસેડર રંજન, એન.સી.ડી.સી.ના એમ.ડી. સુન્‍દીપ નાયક સાથે યોજાયેલ મીટીંગ પ્રભાવક રહેલ. મીટીંગમાં આર્જન્‍ટીના – ભારતની સહકારી પ્રવૃતિઓ અને વર્તમાન સ્‍થિતીઓમાં અસરકારક સહકારી પ્રવૃતિઓ અંગે ચર્ચા કરવામાં આવેલ એમ્‍બેસેડર રંજન ભારતની સહકારી પ્રવૃતિના વિકાસથી પ્રભાવિત થયાનું કાર્યાલયની યાદીમાં જણાવાયેલ છે.


લાયન્‍સ કલબ (રોયલ) અને ડાયનેમિક ગૃપનાં પ્રમુખે પૂ. મહંત સ્‍વામીનાં આશિર્વાદ લીધા

               અમરેલી શહેર તથા જિલ્‍લામાં વિવિધ સેવાકીય, તબીબી, શૈક્ષણિક તથા સાંસ્‍કૃતિક પ્રવૃતિ કરતી ગુજરાતની સૌથી મોટી કલબ લાયન્‍સ કલબ ઓફ અમરેલી રોયલનાં સ્‍થાપક પ્રમુખ લા. વસંતભાઈ મોવલીયાની આગેવાનીમાં ડાયનેમિક ગૃપ અમરેલીનાં પ્રમુખ હરેશ બાવીશી તથા ખોડલધામ યુવાપાંખનાં સર્વે સભ્‍યો તથા લાયન્‍સ કલબ અમરેલીનાં સર્વે સભ્‍યો લા. રાજુભાઈ કાબરીયા, લા. અરૂણભાઈ ડેર, દિવ્‍યેશ અકબરી, મનોજભાઈ પંડયા, ડી. એમ. કાબરીયા, ભાભલુભાઈ વિ.એ બી.એ.પી.એસ. સ્‍વામિનારાયણ મંદિર ખાતે આવી પહોંચતા પ.પૂ. મહંત સ્‍વામીનાં દર્શન મુલાકાત લઈને પૂ. મહંત સ્‍વામીનાં આશિર્વાદ લીધા હતા. આ તકે પૂ. મહંત સ્‍વામીએ લાયન્‍સ કલબ રોયલનાં પ્રમુખ તથા ખોડલધામ ટ્રસ્‍ટ- કાગવડનાં ટ્રસ્‍ટી વસંતભાઈ મોવલીયા તથા ડાયનેમિક ગૃપ અમરેલીનાં પ્રમુખ હરેશ બાવીશી સહિત અમરેલીનાં તમામ આગેવાનોને પ.પૂ. મહંત સ્‍વામીએ મુલાકાત તથા દર્શન આપીને સર્વેને આશિર્વચનઆપ્‍યા હતા.


સાવરકુંડલામાં ભાજપનાં આગેવાનો ર્ેારા ગૌક્રાંતિ યાત્રાનું સ્‍વાગત કરાયું

               ગૌ માતાને રાષ્‍ટ્રીય માતાનો દરજજો અપાવવા માટે જન સેવા ચેરીટેબલ ટ્રસ્‍ટ, વૃંદાવન ગૌશાળા, અખિલ ભારતીય નવયુગ સંસ્‍થા ર્ેારા ભાવનગરથી સાયકલ યાત્રા કાઢીને 8000 કીલોમીટરની લાંબી યાત્રા કાઢવામાં આવી છે. ગુજરાતનાં 33 જિલ્‍લામાં આ સાયકલ યાત્રા કરવાની છે. અનેક દરેક જિલ્‍લામાં કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે. ગામેગામ ગૌ ક્રાંતિ યાત્રાને લોકો ર્ેારા સ્‍વાગત કરવામાં આવી રહૃાું છે, ત્‍યારે ભગુડા, મહુવા, કાગધામ, રાજુલા થઈને આજરોજ રાતે સાવરકુંડલા યાત્રા આવી પહોંચી હતી મોટી સંખ્‍યામાં રિઘ્‍ધિ સિદ્ધિ ચોક ખાતે લોકો ર્ેારા સ્‍વાગત કરવામાં આવેલ. ગૌ ભકતો ર્ેારા ગૌમાતાનાં આશીર્વાદ લેવા હિરેનભાઈ હિરપરા જીલ્‍લા પ્રમુખ ડી. કે. પટેલ પૂર્વ પ્રમુખ, જયસુખભાઈ નાકરાણી, મયુરભાઈ ઠાકર,મહેશભાઈ સુદાણી, ધર્મેન્‍દ્રભાઈ ચૌહાણ, વિજયભાઈ મહેતા બ્રહ્મસમાજ અગ્રણી, રવિન્‍દ્રભાઈ ધધુકિયા, પીયુશભાઈ મસરુ, મયુરભાઈ રબારી, ધર્મેન્‍દ્રભાઈ જોશી, ધર્મેન્‍દ્રભાઈ મહેતા, નૈમીશભાઈ જાની, કમલેશભાઈ કાનાણી, રાજુભાઈ ઓપેરા, પ્રવિણભાઈ સાવજ, હરેશભાઈ ખુમાણ પત્રકાર, રાજુભાઈ બોરીસાગર, બળવંતભાઈ મહેતા, મીલનભાઈ રુપાલીયા, રજાકભાઈ ભટ્ટ, સલીમભાઈ ધાનાણી ર્ેારાસાયકલ યાત્રાને સ્‍વાગત અને પૂજા કરેલ.


25-10-2018