Main Menu

Wednesday, October 24th, 2018

 

અમરેલી જિલ્‍લાનાં ખેડૂતો સાથે રાજકીય કિન્‍નાખોરી ? : ખેડૂત સમાજનાં પ્રમુખ નરેશ વીરાણીનો ચોંકાવનારો આક્ષેપ

ખેડૂત સમાજનાં પ્રમુખ નરેશ વીરાણીનો ચોંકાવનારો આક્ષેપ

અમરેલી જિલ્‍લાનાં ખેડૂતો સાથે રાજકીય કિન્‍નાખોરી ?

જિલ્‍લામાં ખેડૂતો, પશુપાલકો, શ્રમજીવીઓ, નાના વેપારીઓ સહિત સૌ કોઈ ત્રાહીમામ છતાં સરકાર મદદ કરતી નથી

ધારાસભ્‍યોએ મિલીભગત કરીને તગડી રકમનો પગાર વધારો મંજુર કરાવી લઈને ખેડૂતોને કર્યો અન્‍યાય

અમરેલી, તા. ર3

અમરેલી જિલ્‍લા ખેડૂત સમાજનાં પ્રમુખ નરેશ વીરાણીએ એક નિવેદનમાં ભાજપ સરકાર અમરેલી જિલ્‍લાને અન્‍યાય કરતી હોવાનો આક્ષેપ કર્યો છે.

તેઓએ એક નિવેદનમાં જણાવેલ છે કે, આપણે સૌ વર્ષોથી એ વાત સાંભળતા આવ્‍યા છીએ કે, આપણા દેશની સંસ્‍કૃતિ ઋષિ અને કૃષિની છે અને ખેડૂત એ જગતનો તાત છે અને એવી બધી વાતો આપણા દેશનાં રાજકર્તાઓએ અનેક વખત કરી છે. પરંતુ આઝાદીનાં 71 વર્ષ પછી પણ ખેડૂતોની સ્‍થિતિમાં ફેર પડયો નથી. દર વર્ષે દેશમાં હજારો ખેડૂતો આત્‍મહત્‍યા કરે છે છતાંયે સરકારો તરફથી ખેડૂતોની સ્‍થિતિ સુધરે એવા કોઈ નકકર પગલા ભરવામાં આવતા નથી.

ખેડૂતોના મતથી ચૂંટાયેલી સરકારો સંસ્‍કૃતિની વાતો કરે છે પરંતુ તેને ટકાવી રાખવા અને ખેતી અને ગામડાઓનો સર્વાંગી વિકાસ થાય એ અંગે નકકર નીતિ બનાવવામાં આવતી નથી અને એનાથી ઉલટું ઉદ્યોગોને લાભ થાય એવી નીતિબનાવી. જેની માટે નર્મદા સરદાર સરોવર બનાવ્‍યું તે ખેડૂતોને બદલે આજ તે પાણી ઉદ્યોગ જગતને ફાળવી રહી છે અને ખેડૂત પાણી વગર મોતને માંગી રહૃાો છે. દેશની 70 ટકા કરતા વધુ વસ્‍તી ખેતી ઉપર નભતા અને ગામડામાં રહેલા લોકોને અન્‍યાય કરવામાં આવે છે આવો અન્‍યાય કયાં સુધી સહન કરશો ?

વધુમાં જણાવેલ છે કે, આઝાદ ભારતના ઈતિહાસમાં આપણા દેશનો ખેડૂત અત્‍યારે સૌથી વિષમ પરિસ્‍થિતિમાંથી પસાર થઈ રહૃાો છે. સને 199રમાં વૈશ્‍વિકરણ અને મુકત બજાર વ્‍યવસ્‍થાની આર્થિક નીતિ આપણા દેશમાં વહીવટકર્તા ઘ્‍વારા અખત્‍યાર કરવામાં આવી. ત્‍યારે દેશનો ખેડૂત માલામાલ થશે એવા સપનાઓ બતાવવામાં આવેલ અને ત્‍યારબાદ એવી જ રીતે ર003માં ગુજરાત સરકારે કલ્‍પસરનું ખાતમુર્હુત કર્યા બાદ ગુજરાત વિશ્‍વ લેવલે સોનાના દાણા પકવતું રાજય સાબિત થશે અને ગુજરાતનો ખેડૂત વિશ્‍વની મુસાફરી કરતો થશે તેવા સપનાઓ દેખાડયા બાદ જે કલ્‍પસર ર008માં પરિપૂર્ણ થવાની હતી તે હજી સુધી ચાલું કરી નથી અને તે કલ્‍પસર પાછળ 300 કરોડનો અંદાજીત ખર્ચ કર્યો છે. પણ કલ્‍પસરનો પાયો પણ ખોદ્યો નથી. પરંતુ રાસાયણિક ખાતર અને બિયારણો ઉપર આપવામાં આવતી સબસીડી બંધ કરવાથી અને ડીઝલના ભાવો વધવાથી લાગત ખર્ચાઓ વધવાથી અને ઉત્‍પાદિત માલની સારી કિંમત ન મળવાથીવૈશ્‍વિકરણની અવળી અસર થવા પામેલ છે. ખેડૂતોની આર્થિક સ્‍થિતિ સુધારવાને બદલે ખરાબ થયેલ છે. જેની જવાબદારી આજી સરકાર લેવા તૈયાર નથી. કારણ કે સૌરાષ્‍ટ્ર સહિત ગુજરાતમાં આ વર્ષે વરસાદ નહીવત રહૃાો છે એટલે ખેડૂતોની હાલત કાપો તો લોહી પણ નહીં નકીળે એવી હાલત થઈ છે. એવા સમયમાં ખેડૂત સમાજ તરફથી અને એવા કેટલાય સંગઠનો તરફથી ગુજરાતભરમાંથી એક જ અવાજ ઉઠાવવામાં આવ્‍યો કે અમને અસરગ્રસ્‍ત જાહેર કરીને પાકવીમો અને સરકારી સહાય મળે એવા પગલાં ભરવા. કેટલાય વિનંતિ પત્રો અને આવેદનો આપ્‍યા પણ સરકારે કર્યુ શું ??? ગુજરાતમાં ભાજપ સરકારને ર017ની ચૂંટણીમાં જે વિસ્‍તારમાં પરાજયનો સામનો કરવો પડયો હતો તે વિસ્‍તારમાં બાકી રાખીને જે વિસ્‍તારો ભાજપથી પ્રભાવિત થયા હતા તે ગુજરાતના પ1 તાલુકાઓને અસરગ્રસ્‍ત જાહેર કરવામાં આવ્‍યા. એટલે આ સરકારની મનોદશા કઈ પ્રકારની કહેવી ???

વધુમાં જણાવેલ છે કે, આજની તારીખમાં ગુજરાતભરમાં સૌથી દુષ્‍કાળની સ્‍થિતિ કચ્‍છ અને બીજા નંબરે અમરેલી આવે છે. જયાં અમરેલી આખા જિલ્‍લામાં ભાજપ પરાસ્‍ત થયેલ હોવાથી અમરેલીનો એકપણ તાલુકાનો સમાવેશ કરવામાં આવ્‍યો નથી અને અમરેલી જિલ્‍લાના ખેડૂતોની અવદશા પણ જોવો તો ત્‍યાં જે ખેડૂતોના મતથી જીત્‍યા છે તેઓને પગાર વધારોકર્યા બાદ તેઓ પણ પોતાના આલીશાન ઘરો અને ઓફિસોમાંથી બહાર નથી નીકળ્‍યા. આજ અમરેલી સહિત સૌરાષ્‍ટ્રના ઘણા વિસ્‍તારોમાં કોંગ્રેસને જીત મળી છે તે જીતનો ભોગ આજનો ખેડૂત બન્‍યો છે અને આ તમામ ખેડૂતોની પરિસ્‍થિતિમાં મદદ માટે નથી સરકાર ઘ્‍યાન આપતી અને નથી વિપક્ષ ઘ્‍યાન આપતો.

અમરેલી જિલ્‍લાનાં સર્વો ખેડૂત ભાઈઓને ખેડૂત સમાજ અમરેલી જિલ્‍લા પ્રમુખ તરીકે આહવાન કરૂ છું કે, જો આપણને ન્‍યાય નહીં મળે તો આપણી લડત ચાલું રાખવાની છે અને જેમ ભૂતકાળમાં ભાજપને સાફ કરી એમ જ કોંગ્રેસ આપણી વાત ન સાંભળે તો કોંગ્રેસ માટે પણ આપણે આપણા ઘ્‍વાર બંધ કરી દેવા.

તરસ્‍યા ખેતરો પૂછે છે, કયાં ખોવાયા માતે નર્મદે ??

સૌરાષ્‍ટ્રની ધરા પૂછે, કે કયાં છે અમારી કલ્‍પસર ??? તેમ અંતમાં જણાવેલ છે.


સાવરકુંડલાનાં આંબરડી ગામની અપૂરતા વરસાદને લઈને દયનીય સ્‍થિતિ બની

ભાજપ સરકારે અસરગ્રસ્‍તની જાહેરાત કરવી જરૂરી

સાવરકુંડલાનાં આંબરડી ગામની અપૂરતા વરસાદને લઈને દયનીય સ્‍થિતિ બની

8 હજારની જનસંખ્‍યા અને 3 હજાર પશુઓ પરેશાન

આંબરડી, તા. ર3

સાવરકુંડલા તાલુકાનાં આંબરડી ગામે એક તરફ વરસાદનાં કારણે ખેતીપાક નિષ્‍ફળ ગયો છે, ત્‍યારે બીજી તરફ હીરા ઉદ્યોગની મંદીએ પણ ગામનાં હાલ-બેહાલ કરી નાખ્‍યા છે. વરસાદનાં અભાવે ગામની 8 હજાર આસપાસની વસ્‍તી અને 3 હજાર પશુધનની હાલતકફોડી થવાના આરે છે. કપાસ, મગફળીનો પાક નિષ્‍ફળ ગયો છે અને આગામી દિવસોમાં પીવાનાં પાણીની મુશ્‍કેલી વર્તાઈ રહી છે. ત્‍યારે સરકાર ર્ેારા આ ગામને મુશ્‍કેલીમાંથી ઉગારવા માટે કંઈક આગોતરા પગલા લેવામાં આવે તેવી ગ્રામજનોની માંગણી છે.

અમરેલી જીલ્‍લામાં વરસાદ નથી ખેડૂતો પોતાનો પાક નિષ્‍ફળ જવાની બીકે આપઘાત કરી રહૃાાનાં બનાવો પણ નોંધાયા છે. ખેતી અને હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે ત્‍યારે ગામડાની સ્‍થિતિ દયનીય બનતી જાય છે. આવા જ એક ગામડાની વેદના જોઈએ તો સાવરકુંડલાથી ર0 કિ.મી. દૂર આવેલ આંબરડી ગામની સ્‍થિતિ હાલ દયનીય બનતી જઈ રહી છે. ખેડૂતોએ ખાતર-બિયારણનો બબ્‍બે વાર વાવણી કરી શરૂઆતમાં સારો વરસાદ થતાં ખેડૂતોને આશા બંધાણી હતી કે પાક સારો નીવડશે. અહીં હજજારો એકર જમીનમાં માત્ર વરસાદ ઉપર જ આધારિત ખેતી થાય છે. અહીયા કોઈ ડેમ કે નહેર નથી ત્‍યારે માત્ર વરસાદનાં પાણી આધારીત ખેતી હાલ નિરાધાર બની ગઈ છે. અને છેલ્‍લા દોઢેક માસથી વરસાદનાં પાણીનું ટીપુ પણ નથી પડયુ ત્‍યારે હાલ કપાસની સ્‍થિતિ સાવ નિષ્‍ફળ નિવડી છે. ગ્રામજનો, ખેડૂતો નિરાશ બન્‍યા છે. જોકે આ ગામનાં યુવાનો સુરત, અમદાવાદમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે, તેથી ખેતીનાં નબળા વર્ષમાં સહાયરૂપ બનતા હતા પરંતુ હીરાઉદ્યોગની મંદીનાં કારણે આ વર્ષે એ આશા પણ છોડી દેવાઈ છે.

ત્‍યારે સમગ્ર ગ્રામજનો અને સરપંચ બાબુભાઈ માલાણી તથા ઉપસરપંચ બાવચંદભાઈ ચોડવડીયાએગામની દયજનક સ્‍થિતિનો તાગ લોક પ્રતિનિધિઓને આપ્‍યો છે, છતાં  હજુ કોઈ નિરાકરણ મળ્‍યુંનથી. ગામનાં વયોવૃદ્ધ ખેડૂતોનાં જણાવ્‍યા મુજબ આ ગામમાં આવી કફોડી સ્‍થિતિ કયારેય જોવા મળી નથી.

આ અંગે ગ્રામજનો, આગેવાનોએ પોતાના ગામની આવી સ્‍થિતિ અંગે પત્રકારો સમક્ષ અવાર નવાર રજૂ કરી છે. અન્‍ય એક ખેડૂત જયસુખભાઈ કસવાળાએ જણાવેલ કે આ ગામમાં 3 હજારથી વધુ નાના મોટા પશુઓ છે. તેના ઘાસચારાની કટોકટી પણ વર્તાઈ રહી છે અને આગામી દિવસોમાં મોટી મુશ્‍કેલી સર્જાઈ શકે તેમ છે. સરપંચ બાબુભાઈ વધુમાં જણાવેલ કે હાલમાં ગામમાં આવનારી દિવાળી પર્વની રોશની ઝાંખી બનશે. ગ્રામજનો અપેક્ષા રાખે છે કે હવે આ દયનીય સ્‍થિતિમાંથી ઉગારવા સરકાર તરફથીકોઈ મદદ મળે તેવી આશા રાખી રહૃાાં છે.


ખાંભા પંથકમાં બે સિંહણની અલગ અલગ જગ્‍યાએથી ભાળ મળતા રાહત

અગાઉ ગુમ થયા બાદ

ખાંભા પંથકમાં બે સિંહણની અલગ અલગ જગ્‍યાએથી ભાળ મળતા રાહત

મૃત સિંહ બાળની માતાની પણ ભાળ મળતા રાહત

અમરેલી, તા.ર3

ખાંભા નજીકના વિસ્‍તારમાં ગઈકાલે 3 સિંહ બાળના મૃતદેહ મળી આવ્‍યા બાદ આ મૃત સિંહ બાળની માતા તથા અન્‍ય એક સિંહણ લાપતા બની હતી. આઅંગે વન વિભાગે આ બન્‍ને સિંહણની ભાળ મેળવવા માટે દોડધામ શરૂ કરતા આ બન્‍ને સિંહણની ભાળ મળી જતા વન્‍ય પ્રાણી પ્રેમીઓમાં રાહત થવા પામેલ છે.

મૃત સિંહબાળની માતાની ભાળ આજે ખાંભા તાલુકાના ભાણીયા રાઉન્‍ડની ગીદરડી બીટ વિસ્‍તારમાં હોવાનું તથા અન્‍ય એક સિંહણ ખાંભાના રેવન્‍યુ વિસ્‍તારમાંથી લોકેશન મળતા વન વિભાગે તથા વન્‍ય પ્રેમીઓમાં રાહતની લાગણી જોવા મળી હતી.


બાબરામાં સરદાર પટેલની એકતા યાત્રાનું ભવ્‍ય સ્‍વાગત કરાયુ

સરદાર પટેલની એકતાના સંદેશને ગામે-ગામ ગુંજતો કરવા રાજય સરકાર દ્વારા રાજયભરમાં પ્રારંભ કરવામાં આવેલ એકતા યાત્રા બાબરા તાલુકાના પ્રથમ રાઉન્‍ડમાં તાલુકામાં વિવિધ ગામડાઓમં ભ્રમણ કરવામાં આવ્‍યું હતું. બાબરા તાલુકાના બળેલપીપરીયા, ઘુધરાળા, થોરખાણ, કલોરાણા, ત્રંબોડા, લોનકોટડા, કોટડાપીઠા, રાણપર સહિતના ગ્રામ્‍ય વિસ્‍તારમાં સરદાર પટેલનો એકતા રથ ફર્યો હતો. અહીં સાંસદ નારણભાઈ કાછડીયા, અમરડેરીન ચેરમેન અશ્‍વિનભાઈ સાવલિયા, માજી ધારાસભ્‍ય વાલજીભાઈ ખોખરીયા, શહેર ભાજપ પ્રમુખ લલિતતભાઈ આંબલિયા, મામલતદાર એન.કે. ખીમાણી, તાલુકા વિકાસ અધિકારી, બી.જી.સોલંકી, નીતિનભાઈ રાઠોડ, ભુપેન્‍દ્રભાઈ બસિયા, મહેશભાઈ ગેલણી, રાજકીય આગેવાનો અધિકારી તેમજ સ્‍થાનિક ગ્રામજનો ઉપસ્‍થિત રહયા હતા. અહીં એકતા યાત્રાનું આગમન થતા ગ્રામજનો દ્વારા ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. તેમજ બાળાઓ દ્વારા સરદાર પટેલની પ્રતિમાનું પુજન અર્ચન કરવામાં આવ્‍યું હતું. અહીં ઉપસ્‍થિત તમામ લોકો દ્વારા એકતા અંગેના શપથ લેવામાં આવ્‍યા હતા. ઉપસ્‍થિત મહાનુભાવો દ્વારા સરદાર પટેલની એકતા યાત્રા તેમજ સ્‍ટેચ્‍યુંઓફ યુનિટી વિશે ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્‍યા હતા. તેમજ ડોકયુમેન્‍ટ ફિલ્‍મ દ્વારા પણ ગ્રામજનો અને વિદ્યાર્થીઓને સરદાર વલ્‍લભભાઈ પટેલના જીવન કવન વિશે પુરતી માહિતી આપવામાં આવી હતી.


ગીર પૂર્વનાં નાના કર્મચારીઓને પગાર આપવામાં ઠાગાઠૈયા

સિંહની સુરક્ષા કરવામાં મહત્‍વની કામગીરી કરનાર

ગીર પૂર્વનાં નાના કર્મચારીઓને પગાર આપવામાં ઠાગાઠૈયા

રોજમદારો અને ટ્રેકરોનાં ચાર મહિનાથી પગાર ન થતાં નાના કર્મચારીઓ પરેશાન

ખાંભા,તા. ર3

સમગ્ર ગીરમાં પેટ્રોલીંગથી લઈને રેસ્‍કયુ સહિતની મહત્‍વની કામગીરી કરી રહૃાા છે એવા નાના કર્મચારીઓનું ધારી ગીર પૂર્વમાં વનવિભાગનાં ઉચ્‍ચ અધિકારીો ઘ્‍વારા શોષણ થઈ રહૃાું છે. ત્‍યારે ગીર અને જંગલમાં રાત-દિવસ એક કરી પોતાની ફરજ બજાવતા વર્ગ-4નાં કર્મચારીઓ જેવા કે રોજમદારો અને ટ્રેકરો મુશ્‍કેલીમાં મુકાયા છે. જેના આધારે આજે ગીર અને વન્‍ય પ્રાણીઓ ટકી રહૃાા છે તેવા કર્મચારીઓનું ધારી વનવિભાગ ઘ્‍વારા શોષણ જ કરવામાં આવતું હોય અને ચાર-ચાર મહિનાથી આવ કર્મચારીઓના પગાર ચુકવવામાં ન આવતા અને દિવાળી જેવો મહત્‍વનો તહેવાર નજીક આવી રહૃાો છે. ત્‍યારે કર્મચારીઓનો પગાર વન વિભાગ ઘ્‍વારા ન ચુકવતા આ મોંઘવારીમાં જીવન ટકાવી રાખવું મુશ્‍કેલ બન્‍યુ છે. જયારે અમુક કર્મચારીઓને તો પગાર આધારિત જ ઘર ચાલતું હોય એવા કિસ્‍સા પણ સામે આવ્‍યા છે અને ઘર ચલાવવું મુશ્‍કેલ બન્‍યું છે. છતાં ધારી ગીર પૂર્વના વન વિભાગનાં ઉચ્‍ચ અધિકારીઓનાં પેટનું પાણી હલતું નથી.

ત્‍યારે વધુ જાણવા પ્રમાણે એક નાના સ્‍થાનિક કર્મચારીએ તો ખુલાસો કરતાં જણાવ્‍યું છે કે, નામ ન આપવાની શરતે કહૃાું છે કે, અમારે નોકરી કરવી જ નથી અને આ વન વિભાગના અધિકારીઓ અમોને છુટા પણ નથી કરતા અને અમારી મજબુરીનો લાભ લઈ પરાણે નોકરીકરાવે છે અને અમારી જેવા નાના કર્મચારીનું શોષણ જ કરે છે અને મહત્‍વની કામગીરી અમારી પાસે જ કરાવે છે અને ગાર્ડ-ફોરેસ્‍ટર માત્રને માત્ર ઓર્ડર કરી દે છે કે મારણ થયું છે તપાસ કરી લેજે, કુંડી ખાલી છે ભરી લેજે, સિંહોનું લોકેશન મેળવી ફોન કરજે વગેરે કામગીરી કરવા છતાં ચાર મહિનાનો પગાર ચુકવવામાં આવતો નથી. અને નાના કર્મચારીઓનો પગાર એક માસનો સાતથી આઠ હજાર જ છે અને કામગીરી ડબલ કરાવે છે. ત્‍યારે ગાર્ડ-ફોરેસ્‍ટર સહિતના કર્મચારીઓના પગાર તગડા હોવા છતાં તેઓના પગાર દર મહિને પેલી તારીખે થઈ જાય છે. અને આમ ધારી ગીર પૂર્વમાં નાના કર્મચારીઓનું શોષણ ચાલું જ રહેશે અને પગાર ચૂકવાશે કે કેમ ? તેવો પ્રશ્‍ન ધારી ગીર પૂર્વના નાના કર્મચારીઓમાં રોષ ફેલાયો છે.

ધારી ગીર પૂર્વમાં ગીર અને જંગલમાં મહત્‍વની કામગીરી કરે છે. જેમાં ડ્રાઈવર, વોઝ ટાવર પર ફરજ બજાવતા કર્મચારી સહિત 90થી વધારે રોજમદારો છે અને 3પ જેટલા ટ્રેકર છે જેઓ રેસ્‍કયુ સહિતની મહત્‍વની કામગીરી બજાવી રહૃાા છે છતાં આજે ચાર મહિનાથી પોતાના પગારથી વંચિત છે.

ધારી ગીર પૂર્વના વર્ગ-4ના કર્મચારી જેવા કે રોજમદારો અને ટ્રેકર જે ગીર અને જંગલમાં મહત્‍વની કામગીરી કરે છે. જેવી કે પેટ્રોલીંગ કરવુ, મારણ કેસની તપાસ કરવી, વન્‍યપ્રાણીઓના લોકેશન આપવા, વન્‍ય પ્રાણીઓ માટેની પાણીની કુંડી ભરવી, જંગલમાં સવાર-સાંજ ફેરણું કરવું, વન્‍ય પ્રાણીઓનું રેસ્‍કયુ કરવું સહિતની કામગીરી ધારી ગીર પૂર્વમાં રોજમદારો અને ટ્રેકર જ કરતાં હોવાનું જાણવા મળેલ છે. અને આમ નાના કર્મચારીઓનું શોષણ જ કરવામાં આવી રહૃાાંનું સામે આવ્‍યું છે.


પુત્રવધૂને મરી જવા મજબૂર કરનાર સસરાની જામીન અરજી નામંજૂર

વડીયા તાલુકાનાં બાંટવાદેવળી ખાતે

પુત્રવધૂને મરી જવા મજબૂર કરનાર સસરાની જામીન અરજી નામંજૂર

એક મહિના પહેલા પુત્રવધૂએ કરી હતી આત્‍મહત્‍યા

અમરેલી, તા.ર3

મુળ મઘ્‍યપ્રદેશના વતની અને હાલ વડીયા તાલુકાના બાંટવા દેવળી ગામે રહેતા સુવાલાલ નહારીયાએ પોતાની પુત્રવધૂ રોશનીબેન આશારામને દહેજ બાબતે દુઃખ ત્રાસ આપેલ અને પજવણી કરતા હોય જેથી પુત્રવધૂએ દુઃખત્રાસ સહન ન થતા ગત તા.11/9ના રોજ બાંટવા દેવળી ગામની સીમમાં કૂવામાં પડી આપઘાત કરી લીધેલ હતો.

આ અંગે મૃતક પરિણીતાના પિતા સુનિલભાઈ પ્રેમાભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સુવાભાઈને જયુડીશીયલ કસ્‍ટડીમાં મોકલી આપ્‍યા બાદ તેઓએ જામીન ઉપર મુકત થવા અત્રેની સેશન્‍સ કોર્ટમાં અરજી કરતા સેશન્‍સ જજશ્રી જે.આર. શાહે અરજદાર સુવાલાલની જામીન અરજી નામંજૂર કરી હતી.


રોહીસાથી ધારાબંદર જવાના રસ્‍તેથી નદીમાંથી રેતી ભરીને નિકળતાં ઝડપાયા

રૂા.પ લાખનો મુદ્યામાલ કબ્‍જે લેતી પોલીસ

અમરેલી, તા. ર3

જાફરાબાદ તાલુકાનાં રોહીસા ગામે રહેતાં ભરતભાઈ ઉકાભાઈ સોલંકી તથા ઉકાભાઈ રણશીભાઈ સોલંકી ગઈકાલે રાત્રીનાં સમયે રોહીસા ગામથી ધારાબંદર જવાના રોડ ઉપરથી લીઝ વગર અનેરોયલ્‍ટી કે પરમીટ વગર પોતાના કબજા વાળા ટ્રેકટરનાં 4 ટન રેતી ભરીને નિકળતા પોલીસે બન્‍ને આરોપીને રૂા.પ,0ર,000નાં મુદ્યામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


કથીવદરપરાનાં મીઠાનાં અગરમાંથી ડીઝલ એન્‍જીનની તસ્‍કરો દ્વારા ચોરી

અમરેલી, તા.ર3

રાજુલા તાલુકાના કથીવદરપરા ગામે રહેતા અને ખારામાં મીઠાના અગર ધરાવતા છગનભાઈ ટપુભાઈ સોલંકીના અગરમાંથી ગત તા.રર/10ના રાત્રીના સમયે કોઈ અજાણ્‍યા તસ્‍કરો આગરના કૂવામાંથી પાણી ખેંચવા માટે રાખેલ જીગરીયુ મશીન (ડીઝલ એન્‍જીન) કિંમત રૂા. 18 હજારનું કોઈ અજાણ્‍યા તસ્‍કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પીપાવાવ મરીન પોલીસમાં નોંધાયેલ છે.


ધામેલ ગામે નવેક માસ પહેલા લૂંટ ચલાવનાર આરોપીની જામીન અરજી નામંજૂર

પતિ-પત્‍નિને છરી બતાવી રૂા. 67પ00નીકરી હતી લૂંટ

અમરેલી, તા. ર3

લાઠી તાલુકાનાં ધામેલ ગામે રહેતાં ભીમજીભાઈ દયાળભાઈ ચીતલીયા તથા તેમનાં પત્‍નિ ગૌરીબેન ગત તા.રપ-1-18 નાં રોજ પોતાના ઘરે સુતા હતા ત્‍યારે ગારીયાધાર ગામે રહેતો કેશુ જુઠાભાઈ ધોળકીયા નામનો 6ર વર્ષિય શખ્‍સ પોતાના હાથમાં છરીલઈ ઘુસીઆવી આ પતિ-પત્‍નિને છરી બતાવી, જીભ કાપી નાંખવાની ધમકી આપી સાડી વડે બાંધી દઈ સોનાના દાગીના મોબાઈલ ફોન મળી રૂા.67પ00ની લૂંટ ચલાવી નાશી ગયેલ બાદમાં પોલીસે તેમને ઝડપી લઈ જયુડીશીયલ કસ્‍ટડીમાં મોકલી આપેલ.

આથી તેઓએ આ બનાવમાં જામીન ઉપર મુકત થવા અત્રેની સેસન્‍સ કોર્ટમાં અરજી કરતાં સેસન્‍સ જજશ્રી જે.આર. શાહે આરોપી કેશુભાઈ ધોળકીયાની જામીન અરજી નામંજૂર કરી હતી.


ઓનલાઈન વેપાર કરતી બહુ રાષ્‍ટ્રીય કંપનીઓ ર1મી સદીની ઈસ્‍ટ ઈન્‍ડીયા કંપનીઓ છે : ડો. ભરત કાનાબાર

ઓનલાઈન શોપીંગ-સ્‍થાનિક નાનાં વેપારીઓ સામેનો મોટો ખતરો

ઓનલાઈન વેપાર કરતી બહુ રાષ્‍ટ્રીય કંપનીઓ ર1મી સદીની ઈસ્‍ટ ઈન્‍ડીયા કંપનીઓ છે : ડો. ભરત કાનાબાર

ઓનલાઈન વેપાર સામે ‘‘ઈન્‍ડીયા ઝોન”ના નામથી અભિયાનનો અમરેલીથી પ્રારંભ

અમરેલી, તા. ર3

છેલ્‍લા ર -3 વર્ષમાં ભારતમાં વિવિધ ચીજવસ્‍તુઓનો ઓનલાઈન વેપાર કરતી વેબસાઈટોનો રાફડો ફાટયો છે જેનું ચલણ દિવસે ને દિવસે વધતુ જાય છે. એન્‍ડ્રોઈડ ફોન અને ખુબ જ સસ્‍તી ઈન્‍ટરનેટની સેવાને કારણે વધુને વધુ લોકો આ રીતે પોતાની જરૂરીયાતની વસ્‍તુઓ ખરીદી રહયા છે.

આ મહીનાની 9મી થી 14 તારીખ દરમ્‍યાન આ બધી કંપનીઓએ 1પ000 કરોડનો વેપાર કરેલ, જે ગત વર્ષના આ સમયગાળામાં થયેલ વેપાર કરતા 64% થી વધારે છે. એમેઝોને ગયાવર્ષે આ સમયગાળામાં થયેલ ટનઓવરના આકડાંને માત્ર 66 કલાકમાં વટાવી દીધેલ.

આ પ્રકારના વધતા જતાં ઓનલાઈન વ્‍યાપારથી કેટલીક ગંભીર સમસ્‍યાઓ ઉભી થવાની છે.

(1) દેશના નાગરીકોની ખરીદ શકિતનો મોટો ભાગ આ પ્રકારના ઓનલાઈન શોપીંગમાં વપરાય જતો હોઈ, સ્‍થાનિક સ્‍તરે નાનાં વેપારીઓનો વેપાર અને નફો ખુબ ઝડપથી ઘટી રહયો છે. આ પરિસ્‍થિતિ ચાલુ રહે તો થોડા સમયમાં  અનેક નાનાં વેપારીઓની રોજગારીના ગંભીર પ્રશ્‍નો ઉભા થશે.

(ર) ઓનલાઈન વેપાર કંપનીઓ મોટે ભાગે વિદેશી છે અથવા તો તેમાં વિદેશની કંપનીઓના મોટા રોકાણો છે. એટલે તેમનો થતો નફો આ દેશમાં રહેલાનો નથી. વસ્‍તુઓ આપણા દેશમાં ઉત્‍પન્‍ન થાય, તેને માટે આપણા મજુરો અને કામદારો કામ કરે, ખરીદે પણ આપણા દેશના લોકો પણ તેનો નફો વિદેશ ભેગો થાય એ પ્રકારની વિચિત્ર પરિસ્‍થિતિ ઉભી થઈ રહી છે.

(3) વિદેશી કંપનીઓ પાસે   અઢળક મૂડી છે એટલે ઉત્‍પાદકો પાસેથી ખુબ મોટા જથ્‍થામાં વસ્‍તુઓ ખરીદે છે જે તમને ડીસ્‍કાઉન્‍ટમાં મળે છે એટલે તેની વેચાણ કિંમત પણ ઓછી રાખી શકે છે. આ ઉપરાંત હાલમાં તેઓ ઘણી વસ્‍તુઓ થોડી ખોટ ખાઈને પણ વેચે છે તેથી ધીમે ધીમે વચ્‍ચેથી નાના વેપારીઓનો વગ ખતમ થઈ જાય. આમ બીજા શબ્‍દોમાં આ બધી ર1મી સદીની ભભઈસ્‍ટ ઈન્‍ડીયાકંપનીઓભભ છે. 18મી સદીમાં જેમ ઈંગ્‍લેન્‍ડથી વ્‍યાપાર બહાને ભારતમાં આવી અને ધીમે ધીમે કૂટનીતિથી ભારતમાં એક પછી એક રાજયોમાં પોતાનું અધિપત્‍ય જમાવતી ગઈ અને આપણાં દેશને ગુલામ બનાવી દીધો.

(4) આ બધી ચીજ વસ્‍તુઓ મોબાઈલ અને કોમ્‍પ્‍યુટર પર ખુબ જ સહેલાઈથી જોઈ શકાતી હોવાથી, લોકો ઘણીવાર તેમને જરૂર ન હોઈ તો પણ ચીજવસ્‍તુઓથી આકર્ષાય ખરીદ કરી લેતા હોય છે. આમ, એક રીતે એ ઉપભોકતાવાદ- કસ્‍યુમરઝમને પોષે છે. લોકો બિનજરૂરી વસ્‍તુઓમાં નાણાં વેડફતા થાય છે. તેમની બચત ઘટે છે જેની દુરગામી અસરો દેશના અથતંત્ર પર પડશે.

પ) આ બધી ઓનલાઈન કંપનીઓ  પર ઘણી બધી વિદેશી વસ્‍તુઓ વેચાય છે જેનું ભારતમાં પણ ઉત્‍પાદન થાય છે અને સહેલાઈથી ઉપલબ્‍ધ છે. આમ ઘણી બધી વસ્‍તુઓ પર આપણું કિંમતી હુંડીયામણ વેડફાય છે.

આ બધી બાબતોનો વિચાર કરીએ તો ઓનલાઈન શોપીંગનો વર્તમાન ક્રેઝ આવનારા દિવસોમાં રોજગારીની ગંભીર સમસ્‍યાઓ સર્જશે જે દેશના અથતંત્રને ખોખલુ કરી નાખશે. આ પ્રકારના વલણનો પ્રતિકાર કરવા અમરેલીથી ભભઈન્‍ડીયા ઝોનભભ નામના એક અભિયાનનો પ્રારંભ થયો છે. નો ઓનલાઈન, નો ઓફલાઈન ઓન્‍લી ઈન્‍ડીયાલાઈનના સૂત્ર સાથે શરૂ થયેલ આ અભિયાનના પ્રણેતા ડો. ભરત કાનાબારના જણાવ્‍યા મુજબ ભભ હાલ અમે સોશીયલમીડીયા દ્વારા આ બાબતમાં લોકોમાં સાચી હકીકતો પહોચે તેવા પ્રયાસ કરી રહયા છીએ. થોડા સમયમાં જીલ્‍લાના વિવિધ તાલુકામાં સ્‍થાનિક વેપારી આગેવાનોની સાથે રહી ઓનલાઈન વેપારના આ દંભને નાથવા શું કરવું જોઈએ તેની જુદા જુદા પ્‍લેટફોર્મ પર ચર્ચા વિચારણાનો પ્રારંભ કરવાના છીએ. આની સામે સ્‍થાનિક નાના વેપારીએ પણ કઈ રીતે સજજ થવુ જોઈએ તેમના ધંધાની પઘ્‍ધતિઓમાં શુ પરીવર્તન લાવવા જોઈએ તેની પણ ચર્ચા વિચારણા કરાશે. જરૂર પડયે, ટેકનોલોજીના નિષ્‍ણાંતોની મદદથી સ્‍થાનિક વ્‍યાપારીઓને બળ મળે તે માટે સ્‍થાનિક સ્‍તરે કોઈ એપ્‍લીકેશન કે વેબસાઈટ બનાવવાની શકયતાઓ પણ વિચારાશે.ભભ

આ અભિયાનમાં સામેલ થવા કે આ અંગે જરૂરી યોગ્‍ય સૂચનો હોય તો તે માટે ફોન પર રૂબરૂમાં  ડો. કાનાબારનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. (મો. 94ર69 14677)


ગીર પંથકનાં હનુમાનપુરામાં પીવાના પાણીનો પોકાર

મોડેલ રાજય ગણાતા ગુજરાતમાં પીવાનાં પાણીની કડવી વાસ્‍તવિકતા

ગીર પંથકનાં હનુમાનપુરામાં પીવાના પાણીનો પોકાર

અઢી હજારની જનસંખ્‍યા વચ્‍ચે માત્ર બે જ ડંકી હોવાથી પરેશાની

ગામનાં એકપણ અવેડામાં પાણી ન હોવાથી પશુઓ પણ પાણી વિના ટળવળી રહૃાા છે

ગામની બહારથી મહિ યોજનાની લાઈન પસાર થતી હોય કનેકશન આપવા માંગ

અમરેલી, તા. ર3

અમરેલી જિલ્‍લામાં અપુરતા વરસાદથી આસો મહિનામાં જ પીવાના પાણીનો પોકાર ઉભો થતાં આગામી ઉનાળાનાંદિવસોની કલ્‍પના પણ ધ્રુજાવી દે તેવી છે.

ખાંભાનાં ગીરકાંઠાનાં હનુમાનપુરા ગામની જનસંખ્‍યા રપ00ની છે. ગામમાં ખેડૂતો અને પશુપાલકો અને શ્રમજીવીઓ વસવાટ કરી રહૃાા છે.

ગામમાં હાલ માત્ર ર ડંકીમાં જ પાણી હોવાથી ગામની મહિલાઓની પાણી મેળવવા માટે કતારો લાગે છે. તો ગામમાં તમામ અવેડામાં પાણી ન હોવાથી પશુઓ પાણી માટે ભટકી રહૃાા છે. ગામની બહારથી મહિ યોજનાની લાઈનન પસાર થતી હોય તેમાંથી ગામને પીવાના પાણીની વ્‍યવસ્‍થા કરવામાં આવે તે જરૂરી છે.

પાકવીમો, ઘાસચારો અને રોજગારીની પણ વ્‍યવસ્‍થા કરવા વહીવટીતંત્રએ ગંભીરતા દાખવવી જોઈએ તેવી માંગ ઉભી થઈ રહી છે.


અમરેલીની ર00 વર્ષ પહેલાની તસ્‍વીર   

            અમરેલી શહેર આજથી ર00 વર્ષ પહેલા કેવું હશે તે જાણવાની સૌને તાલાવેલી હોય છે. જયારે સોશ્‍યલ મીડિયામાં શહેરની ર00 વર્ષ પહેલાની એક તસ્‍વીર ધુમ મચાવી રહી છે. તસ્‍વીરમાં ગઢની રાંગ કેવી હતી તે જાણવા મળે છે.


પચપચીયા ગામ નજીક નાળુ ખુલ્‍લુ મુકાતા ટ્રક ફસાઈ ગયો

ખાંભા-ઉના માર્ગ પર આવેલ

પચપચીયા ગામ નજીક નાળુ ખુલ્‍લુ મુકાતા ટ્રક ફસાઈ ગયો

નાળાનું કામ નબળુ થયાની આશંકા

ખાંભા, તા.ર3

ખાંભા-ઉના સ્‍ટેટ હાઈવે ઉપર ખાંભાના છેવાડાના પચપચીયા ગામના પાદરમાં ચોમાસાના પાણીનો ભરાવો થવાથી માનવ વસ્‍તીમાં પાણી ફરી વળવાના કારણે અનેક રજૂઆતો અને માનતાઓ બાદ હાઈવે ઉપર પુલના બદલે ભૂંગળા નાની બનાવવામાં આવેલ નાળાનું ભૂંગળુ લોડીંગ ટ્રકનો ભાર સહન ન કરી શકવાના કારણે ભૂંગળુ ફાટી જતા ટ્રક ફસાવાથી ટ્રાફિક જામ થવા પામેલ.

નાળાના કામના પ્રારંભથી નાળાના નબળા કામ અંગે સ્‍થાનિક ગ્રામજનોમાં કચવાટ થતા મા×મ સ્‍ટેટ રાજુલા સબ ડિવીઝનમાં રજૂઆતો કરવા છતાં નાળાના કામમાં કોઈ ભલીવાર ન હોવા છતાં ગત તા.17/10ના રોજ આ નાળુ વાહન વ્‍યવહાર માટે ખુલ્‍લુ મુકવામાં આવેલ. જે નાળા ઉપર સિમેન્‍ટ, કોંક્રીટપાથરવાાની હોય જે પાથરેલ ન હોય ઉપર સ્‍ટોનક્રસરની ડસ્‍ટ પાથરી નાળુ ચાલુ કરી દેવાતા ચાલુ કરાયાના પાંચમાં દિવસથી નાળામાં ફીટ કરવામાં આવેલ ભૂંગળી બેસી જતા ટ્રક ફસાતા ગ્રામજનોમાં રોષ ફેલાયેલ. બરાબર તે જ સમયે કોન્‍ટ્રાકટર દ્વારા પુલ ઉપર ડામર પાથરવાનું કામ કરવા આવેલ માણસોને ગામજનોએ કામ અટકાવી જવાબદાર વિભાગના અધિકારીઓ સ્‍થળ ઉપર ન આવે અને નાળાનું ભૂંગળુ બદલવામાં ન આવે ત્‍યાં સુધી કામ અટકાવેલ.


સાવરકુંડલામાં ચોરીની હારમાળા સર્જનાર 7 તસ્‍કરોને એસઓજીએ ઝડપી લીધા

ચોરીની ઘટનાઓ વચ્‍ચે આરોપી ઝડપાતા હાશકારાની લાગણી

ગુડ ન્‍યૂઝ : સાવરકુંડલામાં ચોરીની હારમાળા સર્જનાર 7 તસ્‍કરોને એસઓજીએ ઝડપી લીધા

પોલીસે તસ્‍કરોનાં કબ્‍જામાંથી રૂપિયા 3.77 લાખનો મુદ્યામાલ કબ્‍જે કર્યો

અમરેલી, તા.ર3

સાવરકુંડલા શહેરમાં ચોરીની હારમાળા સર્જનાર 7 તસ્‍કરોને પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયની સુચનાથી સ્‍પેશ્‍યલ ઓપરેશન ગૃપના અધિકારી આર.કે. કરમટા અને તેની ટીમે ઝડપી લીધા છે.

વિગત એવા પ્રકારની છે કે સાવરકુંડલા ખાતે નાવલી નદીમાં આવેલ પાનબીડીની દુકાન, પૂનમ મોબાઈલ શોપ, પોસ્‍ટ ઓફિસ સહિતના સ્‍થળોએ ચોરી કેચોરીનો પ્રયાસ કરનાર (1) તરૂણભાઈ જીવાભાઈ વડોદીયા (ઉ.વ.ર6) ધંધો ડોલીની મજૂરી રહે. જૂનાગઢ ભવનાથ તળેટી જૈન મંદિરની સામે હાલ જોષીપરા શાંતેશ્‍વર રોડ (ર) પ્રકાશભાઈ જીવાભાઈ વડોદીયા (ઉ.વ.ર9) ધંધો વેપાર રહે. જૂનાગઢ ગીરનાર તળેટી, જૈન મંદિર સામે (3) નીતીનભાઈ મનુભાઈ ચુડાસમા (ઉ.વ.38) ધંધો ડ્રાઈવીંગ રહે. સાવરકુંડલા જે.વી. મોદી સ્‍કૂલની બાજુમાં, કાશી વિશ્‍વનાથના ડેલામાં (4) દિપકભાઈ સવજીભાઈ ચૌહાણ (ઉ.વ.47) ધંધો ડ્રાઈવીંગ રહે. જૂનાગઢ ખામધ્રોલ રોડ, ખાડીયા મંદિર પાછળ, હીમાવન સોસાયટી (પ) શૈલેષ ઉર્ફે પોપટ વેલજીભાઈ સાપડા (ઉ.વ.રર) ધંધો ડોળીનો રહે. જૂનાગઢ નવા ભવનાથ (6) મહેશ ઉર્ફે લાલો અનિલભાઈ સોલંકી (ઉ.વ.ર8) રહે. જૂનાગઢ જૂના ભવનાથ, લાલઘોરી પાછળ શેરી નં.-પ અને (7) વિજય વિઠ્ઠલભાઈ ચૌહાણ (ઉ.વ.રપ) ધંધો ડોળીનો રહે. જૂનાગઢ લાલઘોરી પાછળ, નવી ભવનાથની જુદી જુદી કંપનીઓના મોબાઈલ ફોન નંગ-પ1 કિંમત રૂા. 1,પ1,430 (ર) કોમ્‍પ્‍યુટર મોનીટર-1 કિંમત રૂા.4,000 (3) એલ.જી. કંપનીનું એલ.સી.ડી. ટીવી કિંમત રૂા. 4,પ00 (4) ગેસનું નાનુ સિલિન્‍ડર કિંમત રૂા. 700 (પ) સિગારેટ, સોપારી ટુટીફુટી, રાગ પાન મસાલા, તમાકુ વિગેરે મળી કિંમત રૂા. 790પ (6) ચોરી કરતી વખતે ઉપયોગમાં લીધેલ સાધનો જેમાંઈલેકટ્રીક કટર નંગ-ર, નાની-મોટી તણીઓ નંગ-7, નાની-મોટી સીણીઓ નંગ-3, પતરા કાપવાનો કાતરો નંગ-ર, પકડ નંગ-1, સ્‍ક્રુ ડ્રાઈવર નંગ-ર, હથોડી તથા ઈલેકટ્રીક કટરની બ્‍લેડો નંગ-6 તથા સ્‍વીચ બોર્ડ સાથેનો વાયર આશરે 10 મીટર મળી કિંમત રૂા. 4ર60 તથા (7) અતુલ શકિત રીક્ષા નંબર જી.જે. 04 ડબલ્‍યુ. 9466 કિંમત રૂા. 1,00,000 તથા કબુતરી કલરની ટાટા ઈન્‍ડીકા નં. જી.જે.7 એ.આર. 1697 કિંમત રૂા. 1,0પ,000 મળી કુલ મુદામાલ કિંમત રૂા. 3,77,8ર0નો મુદામાલ મળી આવેલ છે.

આ કામનો મુખ્‍ય આરોપી તરૂણભાઈ જીવાભાઈ વડોદીયા સાવરકુંડલામાં રહેતા તેના બનેવી નીતીનભાઈ મનુભાઈ ચુડાસમાની સાથે મળી રાત્રીના સમયે અલગ અલગ માણસો જૂનાગઢથી લાવી ઈન્‍ડીકા વિસ્‍ટા અથવા અતુલ શકિત રીક્ષામાં આવી દિવાલમાં બાકોરૂ પાડી તથા શટર ઉંચા કરી તથા બારીના સળીયા વાળી ચોરીઓ કરી જૂનાગઢ ખાતે જતા રહેતા હતા. તેમજ સાવરકુંડલા ખાતે કયાં ચોરીઓ કરવી તેની જગ્‍યા નીતીન ચુડાસમા નકકી કરી રાખતો હતો.

આ કામનો મુખ્‍ય આરોપીએ તરૂણભાઈ જીવાભાઈ વડોદીયા અગાઉ પણ મોટર સાયકલ ચોરીમાં આવી ગયેલ છે. તેમજ આ આરોપી ભવનાથ ખાતે પરીક્રમા તેમજ મેળાના સમયે અથવા ભીડ હોય ત્‍યારે ભવનાથમાં લોકોના પાકીટ, પર્સ તથા અન્‍ય કિંમતી સામાનની ચોરીઓ કરેલાની કબુલાતઆપેલ છે.

આ ઉપરાંત આ આરોપીએ સાવરકુંડલા ખાતે એગ્રોની દુકાનમાં ચોરી કરવાનો પ્રયત્‍ન કરેલ પરંતુ કોઈ ચીજવસ્‍તુ કે રોકડ મળેલ નહીં.


સાવરકુંડલા યાર્ડનાં અધિકારીઓ અને પદાધિકારીઓનું કરાયું સન્‍માન

સાવરકુંડલા યાર્ડનાં ચેરમેન દીપક માલાણી સહિતનાં નવનિયુકત ડાયરેકટર તેમજ યાર્ડનાં નિવૃત થતાં કર્મચારી જગદીશભાઈ ઠાકર, અને નરેન્‍દ્રભાઈ બ્રહ્મભટ્ટનું વિદાય સન્‍માન કરવામાંઆવ્‍યું હતું. આ તકે ખેડૂતો અને સહકારી આગેવાનો ઉપસ્‍થિત રહૃાા હતા.


પંડયા એડવોકેટસ’ બ્રાન્‍ચનો દબદબાભેર પ્રારંભ

અમરેલીનાં સુપ્રસિદ્ધ એડવોકેટ ભરત પંડયા અને કૌશલ પંડયા દ્વારા

ધારીમાં પંડયા એડવોકેટસ’ બ્રાન્‍ચનો દબદબાભેર પ્રારંભ

અમરેલીના સુપ્રસિઘ્‍ધ એડવોકેટ ભરતકુમાર એન. પંડયા અને કૌશલભાઈ પંડયાની ત્રીજી બ્રાન્‍ચ ભભપંડયા એડવોકેટસભભનો ધારી ખાતે તાજેતરમાં પ્રારંભ કરવામાં આવ્‍યો હતો. આ તકે ધારાસભ્‍ય જે.વી. કાકડીયા, ગરમલીના આગેવાન હર્ષદભાઈ રાવળ, ધારી વકીલ મંડળના પ્રમુખ વનરાજભાઈ વાળા, રાજકોટના એડવોકેટ રાજુભાઈ જોષી, ગુજરાતના હાઈકોર્ટના એડવોકેટ રૂચિભાઈ જોષી સહિતના એડવોકેટ આગેવાનોએ ઉપસ્‍થિત રહીને “પંડયા એડવોકેટ”ને શુભકામનાઓ પાઠવી હતી.


24-10-2018